________________
છે. ત્રિવિક્રમ ભટ્ટ કૃત “નલચંપૂટ (દમયંતી કથા) અને અજ્ઞાત કવિ કૃત દમયંતી પરિણય' જેવાં ચંપૂકાવ્ય પ્રસિદ્ધ છે, અને અજ્ઞાતકવિની જ દમયંતી પ્રબંધ' નામે એક ગદ્ય અને એક પદ્ય રચના અને પાકશાસ્ત્ર વિશે ‘નલપાક શાસ્ત્ર' આદિ કૃતિઓ મળે છે.
જૈનસાહિત્યની પરંપરામાં સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં લખાયેલી પ્રસ્તારિત કથાઓમાં મુખ્યકથામાં અવાંતર કથા | આડકથા તરીકે નવદલવંતીની કથા જોવા મળે છે, ઘણી કથાઓમાં નળદમયંતીની કથા સંક્ષિપ્તમાં તો કેટલીક કથામાં મહાભારતની નલકથા કરતાં પણ વિસ્તૃતરૂપે આવે છે. આ કથા ગદ્ય, પદ્ય, ચરિત્ર, વૃત્તિ કે કા સ્વરૂપે આવે છે. સંસ્કૃત, પ્રાકૃત, અને અપભ્રંશ ઉપરાંત ગુજરાતી ભાષામાં પણ નળકથાનો વિકાસ જેનસાહિત્યને આભારી છે. જેનકવિઓની લેખિનીએ મહાભારતની નલકથાને જૈનધર્મના નીતિ-મૂલ્યો અને ચિંતનની બોધકથા રૂપે નવલું રૂપ ઘડ્યું છે.
ઈ. સ. પાંચમા-છઠ્ઠા શતકથી જૈનસાહિત્યમાં ઊતરી આવેલી નળકથા તરીકે ખ્યાત દમયંતીની કથા પરંપરા જોવા મળે છે અને અપવાદરૂપ કથાને બાદ કરતાં તમામ નલકથા પૂર્વવર્તી પરંપરા પ્રમાણે જ વસ્તુસંકલના અને પ્રસંગનિયોજન સંદર્ભે) જોવા મળે છે. જેનસાહિત્યની નલકથા પરંપરામાં આ કથાનું સૌથી પ્રાચીનરૂપ વસુદેવહીંડીમાં જોવા મળે છે.
આપણા વેદકાલીન કથાગ્રંથો અને પુરાણોમાં જે કથાનાયક છે તે નળ બે છે એક નિષધ દેશના રાજા વીરસેનનો પુત્ર નળ અને ઈક્વાકુ વંશના નિષધ રાજાનો પુત્ર નળ. તેમાં વીરસેન રાજાનો પુત્ર નળ તે પૂર્વકાલીન છે. ‘નળ' નામનો ઉલ્લેખ બ્રહ્માંડપુરાણ, વાયુપુરાણ, પદ્મપુરાણ, મત્સ્યપુરાણ, હરિવંશ તથા લિંગપુરાણમાં મળે છે.
વાયુપુરાણના ઉત્તરાર્ધના ર૬મા, ૧૭૩માં અને ૧૭૪મા શ્લોકમાં નળનો ઉલ્લેખ છે :
"दिसाक्षहृदयज्ञोऽसो राजा नलसखो बली । नलौ द्वाविती विख्नातौ पुराणेषु द्रढव्रतौ ॥ १७३ वीरसेनात्मजश्वेव वश्वेक्ष्वाकुकुलोद्वहः । ऋतुपर्णस्त्र पुत्रीऽभूत सर्वकामो जनेश्वरः ॥ १७४
જૈનપરંપરામાં વાસુદેવ-કનકાવતીની મુખ્યકથામાં અવાંતરકથા રૂપે નળદવદંતીની કથા આવે છે, જે કુબેરના મુખે વસુદેવને કહેલી. પોતાના
68 * જૈન રાસ વિમર્શ