________________
રામકથા વાલ્મીકિ રામાયણથી ભિન્ન છે. જેનધર્મમાં ત્રેસઠ શલાકાપુરુષોમાં ૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ બલદેવો, ૯ વાસુદેવો અને ૯ પ્રતિવાસુદેવો એમ ૬૩ મહાપુરુષો ગણાય છે. તેમાં રામ એ આઠમા બલદેવ, લક્ષ્મણ એ આઠમા વાસુદેવ, રાવણ આઠમાં પ્રતિવાસુદેવ છે. જેને માન્યતા અનુસાર પ્રત્યેક કલ્પમાં આ ત્રણેય સમકાલીન હોય છે. વાસુદેવ મોટાભાઈ બલદેવની મદદ લઈને પ્રતિવાસુદેવને હરાવે છે.
સીતાની કથા આલેખન પાછળ સામાન્ય રીતે શીલધર્મના ઉપદેશનું પ્રયોજન રહ્યું છે. સાધુપુરુષોને માથે ખોટું આળ, મિથ્યા કલંક ચડાવવાના પરિણામે માણસને કેવાંકેવાં દુઃખ ભોગવવા પડે છે તે અહીં દર્શાવ્યું છે. સીતાજીના જીવનમાં પડેલાં ઘોર દુઃખો તેમણે પૂર્વભવમાં સાધુને માથે ખોટું કલંક ચડાવ્યું તેને કારણે છે. જૈન ધર્મ મુજબ કર્મના સિદ્ધાંતના પ્રતિપાદન અર્થે જ આ કથા લખાઈ હોય તેમ લાગે છે.
કથા પ્રારંભમાં ગૌતમસ્વામી રાજગૃહ નગરમાં પધાર્યા હતા. તેમની પર્ષદામાં શ્રેણિક મહારાજ પધારે છે. સાધુ પર મિથ્યા કલંક ચડાવતાં કેવું દુ:ખ આવી પડે તેના ઉદાહરણરૂપે સતી સીતાની વાત ગૌતમસ્વામીએ કરી ત્યારે શ્રેણિક રાજાએ તેનું કારણ પૂછ્યું. જવાબમાં ગૌતમસ્વામીએ સીતાના પૂર્વજન્મથી શરૂ કરીને સંપૂર્ણ જીવનવૃત્તાંત જણાવ્યો.
- સીતાજી પૂર્વજન્મમાં વેગવતી નામની સ્ત્રી છે. આ વેગવતી મિથિલાનરેશ જનકની પુત્ર તરીકે સીતારૂપે જન્મ લે છે. પૂર્વજન્મનો અહિકુંડલ સીતાના ભાઈ ભામંડલ તરીકે જન્મ લે છે પરંતુ જન્મતાની સાથે ભામંડલનું અપહરણ થાય છે. પૂર્વજન્મના વેરને કારણે મધુપિંગલ નામનો દેવ ભામંડલને મારી નાખવા માટે ઉઠાવી જાય છે. પરંતુ દયા આવતાં વૈતાઢ્ય પર્વત પર છોડી દે છે. રથનેઉરપુરનો રથનુપૂરનો) ચંદ્રગતિ નામનો નિઃસંતાન વિદ્યાધર બ્રાહ્મણ એને લઈ જાય છે. પોતાના પુત્ર તરીકે ઉછેરે છે.
સીતા મોટી થતાં જનકરાજા પોતાના મંત્રીને યોગ્ય એવા વરની શોધ કરવા માટે કહે છે. મંત્રી આ માટે દશરથ રાજાના પુત્ર રામની પસંદગી કરે છે. સીતાની સગાઈ રામ સાથે કરવામાં આવે છે. સીતાની સગાઈ થયા પછી એક વાર નારદમુનિ મિથિલા નગરીમાં આવે છે. અજાણતાં જ સીતાએ સ્વાગત કર્યું નહીં. આથી ક્રોધે ભરાયેલા નારદમુનિ યુવાન ભામંડળ પાસે પહોંચે છે, સીતાનું વર્ણન કરે છે, સીતા પ્રત્યે આકર્ષે છે. આથી પિતા
સીતારામ ચોપાઈ +57