________________
છે. જેમ કે,
(૧) રાજીમતિ રાણી ઈણ પરિબો લઈ, ને મિ વિણ કુણ ઘુંઘટ ખોલી (૨) સુણ મેરી સજની રજની ન જાવઈ રે. (૩) સોભાગી સુંદર, તુજ બિન ઘડીય ન જાય. (૪) દિલ્હી કે દરબાર મઈ લખ આવઈ લખ જાવઈ.
આદિ પંક્તિઓ તે સમયે કેવાં કેવાં ગીતો પ્રચલિત હશે તેનો ખ્યાલ આપે છે.
સમયસુંદરે ગુજરાત, રાજસ્થાન, સિંધ, પંજબ વગેરે પ્રદેશમાં વિહાર કરેલ એટલે તે-તે પ્રદેશની શાસ્ત્રીય સંગીતની લાક્ષણિકતાઓના અને ત્યાંના પ્રચલિત ગીતોના તેઓ સારા જાણકાર હતા. આથી જ એમની રાગ-રાગિણીનું વૈવિધ્ય સારું હોય એ સ્વાભાવિક છે.
તત્કાલીન લોક કહેવતો પોતાની કૃતિમાં વણી લેવાની લાક્ષણિકતા અહીં જોવા મળે છે. પ્રસંગ કે પરિસ્થિતિ અનુસાર એવી કેટલીક કહેવતોનો પ્રયોગ અહીં જોવા મળે છે.
(૧) છઠ્ઠી રાત લિખ્યઉ તે ન મિટઈ (૨) કીડી ઉપર કેહી કટકી. (૩) મુંગ માંહિ ઢલ્યો ધીય. (૪) યૂકિ ગિલઈ નહિ કોઈ, (૫) જીવતો જીવ કલ્યાણ દેખઈ. (૬) પેટઈ કો ઘાલઈ નહીં અતિ વાલ્હી છૂરી રે.
જૈનપરંપરામાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનેક કવિઓએ સીતા-રામ ચરિત્ર પર રાસ-ચોપાઈ સક્ઝાય પ્રકારની અનેક કૃતિઓ લખાયેલી છે. તે બધામાં કદની દૃષ્ટિએ ગુણવત્તાની દૃષ્ટિએ શ્રેષ્ઠ કૃતિ હોય તો સમયસુંદર કૃત ‘સીતારામ ચોપાઈ છે. સંદર્ભ: ૧. ક્રિતિકા : ડૉ. રમણલાલ ચી. શાહ, ગૂર્જર, અમદાવાદ પ્ર.આ.૧૯૮૨ ૨. ગુજરાતી સાહિત્ય (મધ્યકાલીન) : અનંતરાય રાવળ ગૂર્જર, અમદાવાદ
પમી આવૃત્તિ : ૧૯૯૯ ૩. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ: મધ્યકાલીન : પ્રસાદ બ્રહ્મભટ્ટ, પાર્થ,
અમદાવાદ પ્ર.આ. ૨૦૦૨ 64 * જૈન રાસ વિમર્શ