________________
સીતાના દેહનું શૃંગારિક વર્ણન પણ આપવામાં આવ્યું છે. જેને માટે કિવ સભાન છે. આ વર્ણનમાં રાચતા નથી પરંતુ અન્ય ગ્રંથને આધારે તે આ વર્ણન કરે છે એમ દર્શાવે છે.
પાંચમી ઢાલ એ માખી, ઈહાં પદમરિત છઈ સાખી હો.
લક્ષ્મણ ૫૨ ચક્ર વ્યર્થ જાય છે તે સમયે રાવણને નિષ્ફળતા નિરાશાનો અનુભવ થાય છે અને સંસારની અસારતા પ્રતીત થતાં કવિ વર્ણવે છે કે ઃ
ધિગ મુઝ વિદ્યા તેજ પ્રતાપા, રાવણ ઈણ કરિ કરંઈ પછતાપા; હા હા એ સંસાર અસારા, બહુવિધ દુખુ તણા ભંડાર. દંડકવનનું સંક્ષેપમાં વર્ણન કરતાં કવિ લખે છે કે : ગિરિ બહુ અણે ભર્યો, નદી તે નિરમલ નીર વનખંડ ફૂલ ભલે ભર્યા, ઈંા બહુ સુખ શરીર. વૃદ્ધાવસ્થાની અસહાય સ્થિતિનું તાદશ ચિત્ર આપતાં કહે છે,
કુણ ભંગની કુણ ભારિજ, કુણ નાતા રે બાપ નઈ વી; વૃદ્ધપણઈ વિસ કો નહીં, પોતાનું રે જે પોખું શરીર. પાણી ઝરંઈ બૂઢાપણે ઈં આંખિ માંહિ રે વઈ ધૂલિ છાંય, કાને સુરતિ નહિ તિસી, બોલતાં રે જીભ લડથડ જાય
આ કૃતિ જૈન સાધુકિતની હોવાથી આમાં ધર્મોપદેશનું તત્ત્વ હોય એ સ્વાભાવિક છે. કવિએ સમગ્ર કાવ્યમાં અત્ર-તંત્ર ઉપદેશ તત્ત્વ ગૂંથી લીધું છે. જેમ કે,
કામ ભોગ સંયોગ સુખ, ફ્લુ કિંપાક સમાન, જીવિત જલ નઉં બિંદુમઉં, સંપદ સંધ્યાવાન.
મરણ પાં માંહિ નિત વહઈ, સાચઉ જિન પ્રમ સાર સંયમ મારગ આદરઉ, જિમ પામઉ ભવ પાર.
કવિવરે આ રાસની રચનામાં પચાસથી વધુ જુદીજુદી દેશીઓનો પ્રયોગ કરેલ છે. ધન્યાશ્રી, મારુણી, સોરઠ, મલ્હાર, રામગ્રી, પરાજિયો, સારંગ, કાનડો, આશાવરી, કેદારો વગેરે રાગરાગિણીમાં લખેલી ઢાલ માટે કવિએ તત્કાલીન સુપ્રસિદ્ધ લોકપ્રચલિત જે દેશીઓ પ્રયોજી છે તેનો પણ તેમણે નિર્દેશ કર્યો
સીતારામ ચોપાઈ * 63