________________
રામ, લક્ષ્મણ, સીતા વિભીષણના આગ્રહથી સોળ દિવસ રહીને પુષ્પક વિમાનમાં બેસીને અયોધ્યા પહોંચે છે જ્યાં પરિવાર સાથે પુનર્મિલન થાય છે.
રામ-ભરત પુનર્મિલનનું આલેખન કવિ વિગતપૂર્ણ આપે છે. ભરત દીક્ષા લેવા માટે અફર નિર્ણય જાહેર કરે છે. રામ સમજાવે છે. ભરત કુલભૂષણ કેવલી પાસે દીક્ષા લે છે.
રામ અયોધ્યાનું શાસન સુચારુ પૂર્ણ રીતે ચલાવે છે. તે દરમિયાન સીતાની એક શોક્ય સીતા પાસે યુક્તિપૂર્વક રાવણના પગનું ચિત્ર દોરાવે છે. આ ચિત્ર રામને બતાવી સીતા રાવણને ચાહતી હતી એ વાત વહેતી કરે છે. રામ એ વાત સ્વીકારતા નથી પણ ધીમેધીમે આખા નગરમાં એ વાત ફેલાઈ જાય છે. પરિણામે લોકલાજે રામ સગર્ભા સીતાનો સારથિ દ્વારા જંગલમાં ત્યાગ કરે છે.
જંગલમાં એકલી સીતા નવકારમંત્રનું સ્મરણ કરતી હતી ત્યાં વજજંઘ રાજા ત્યાંથી પસાર થાય છે. સીતાને પોતાની બહેન ગણીને પોતાના મહેલમાં લઈ જાય છે. સીતા બે પુત્રોને જન્મ આપે છે એનાં નામ રાખવામાં આવે છે. (૧) અનંગ-લવણ (૨) મદનાંકુશ. બંને પુત્રો મોટા થતાં ખૂબ જ તેજસ્વી અને પરાક્રમી બન્યા. રાજ વજજંઘને પૃથુ રાજ સાથેના યુદ્ધમાં જીત અપાવી.
એક વાર નારદઋષિ આવે છે. બંને પુત્રોને પોતાનો પરિચય આપે છે. આથી બંને કુમારો અયોધ્યા પર આક્રમણ કરવા ઈચ્છે છે. તેઓ રામલક્ષ્મણ કે કુટુંબના સભ્યોને નહિ મારે પણ પોતાનું પરાક્રમ દર્શાવવાની ઈચ્છા રાખે છે. બંને કુમારો અયોધ્યા પર આક્રમણ કરે છે. રામને જ્યારે ખબર પડે છે કે આ બંને યુવાનો પોતાના પુત્રો છે ત્યારે શસ્ત્ર છોડી તેમની પાસે દોડી ગયા. સીતા અને બંને પુત્રોને રામ પાછા બોલાવે છે પણ સીતા અગ્નિપરીક્ષાનો આગ્રહ રાખે છે. પરીક્ષામાંથી પાસ થયેલી સીતા પવિત્ર અને શીલવતી છે એમ પુરવાર થાય છે.
સીતાને રામ પટરાણી થવા માટે વિનંતી કરે છે. પરંતુ સીતા દીક્ષા લેવાનો સંકલ્પ જહેર કરે છે. સીતા બે પુત્રો સાથે મુનિરાજ સર્વગુપ્તિ પાસે દીક્ષા ગ્રહણ કરે છે.
રામ-લક્ષ્મણ વચ્ચે અગાઢ પ્રેમ હતો. એમના પ્રેમની કસોટી કરવા ઇન્દ્ર એક દિવસ યુક્તિ કરી માયા દ્વારા લક્ષ્મણને રામનું શબ બતાવ્યું. રામ અવસાન પામ્યા છે એ જોઈ લક્ષ્મણના પ્રાણ તરત જ ચાલ્યા ગયા. રામ
સીતારામ ચોપાઈ * 61