________________
સીતાનું હરણ કરે છે. જ્યારે રામ ત્યાં પહોંચે છે ત્યારે બનાવટ થઈ એવો ખ્યાલ આવે છે. પાછા ફરતાં જટાયુ સીતા-હરણની વાત કરે છે. ઘાયલ જટાયુ દેહ છોડે છે તો રામ એને નવકારમંત્ર સંભળાવે છે. લક્ષ્મણ ખરદૂષણનો વધ કરી એક વિદ્યાધર પાસેથી સીતા અંગેની માહિતી મેળવે છે.
સીતાનું હરણ કરી રાવણ દેવરમણ નામના ઉદ્યાનમાં તેને રાખે છે. સીતાનું હૃદય જીતવા માટે રાવણે ઘણા પ્રયાસો કર્યા પરંતુ નિષ્ફળતા મળે છે. રાવણની રાણી મંદોદરી, ભાઈ વિભીષણ વિરોધ કરે છે. સીતા જ્યાં સુધી રામ-લક્ષ્મણના કુશળ સમાચાર ન મળે ત્યાં સુધી અન્નજળ ત્યાગની પ્રતિજ્ઞા કરે છે.
કિષ્ક્રિધાનગરીમાં સુગ્રીવ રાજ્ય કરતો હતો પરંતુ એક વિદ્યાધરે પોતે સુગ્રીવ છે એમ કહીને એનું રાજ્ય પડાવી લીધું. આથી સુગ્રીવ રામને શરણે જાય છે અને સીતાશોધનું વચન આપે છે. રામ નકલી સુગ્રીવને હરાવી સુગ્રીવને એનું રાજ્ય પાછું અપાવે છે. સુગ્રીવ સીતાની તપાસ કરતાં રાવણ અપહરણ કરી ગયો છે તેની માહિતી મળે છે. રામ હનુમાનને મોકલવાનો નિશ્ચય કરે છે. રામમુદ્રિકા લઈને હનુમાન લંકા આવે છે, સીતાને મળે છે અને રામ-લક્ષ્મણના કુશળ સમાચાર આપે છે. સીતા હનુમાનના હાથે ઉપવાસનું પારણું કરે છે. હનુમાન વિભીષણ દ્વારા રાવણને સમજાવવાનો પ્રયત્ન કરે છે. રાવણના પુત્રો હનુમાન સાથે યુદ્ધ કરી એને કેદ કરે છે. પણ હનુમાન છટકી જાય છે અને રાવણના ભવનને ખેદાનમેદાન કરી નાંખે છે. રામ પાસે આવીને સીતાના કુશળ સમાચાર આપે છે.
રામ અનેક સૈનિકો સાથે લંકા પર ચઢાઈ કરે છે. રાવણ પોતાની સલાહ ન માનતા વિભીષણ રામના શરણે જાય છે. બંને સેના વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. લક્ષ્મણ ઘાયલ થઈ મૂછિત બને છે. રામ તેને બચાવવા માટે અયોધ્યાથી દેવી જળ લાવવા માટે ભામંડલને મોકલે છે.
રાવણ સીતાના બદલામાં પોતાનું અડધું રાજ્ય આપવાની રામને વાત કરે છે. જેનો રામ અસ્વીકાર કરે છે. સીતાને સમજાવવાના નિષ્ફળ પ્રયત્નો કરે છે. રામ-રાવણ વચ્ચે ભીષણ યુદ્ધ થાય છે. લક્ષ્મણના ચક્રથી રાવણનું મૃત્યુ થાય છે. રામનો વિજય થતાં લંકામાં પ્રવેશ કરે છે. સીતાનું મિલન થાય છે. મહાન ઉત્સવ શાંતિનાથ ભગવાનના જિનાલયમાં થાય છે. લંકાની પ્રજા રામને રાજ્ય કરવાની વિનંતી કરે છે. જેનો રામ અસ્વીકાર કરે છે.
60 * જૈન રાસ વિમર્શ