________________
કરાવે છે. આ કવિનાં ગીતો માટે કહેવાતું કે સમયસુંદર'નાં ગીતડાં, કુંભારણાનાં ભીંતડાં'.
આ કવિએ નવેક છત્રીસીઓ રચી છે જેમાં “સત્યાસિયા દુષ્કાળ વર્ણન છત્રીસી'નો તથા ક્ષમા, કર્મ, પુણ્ય, આલેખણા – વિષયક છત્રીસીઓનો સમાવેશ થાય છે. “સત્યાસિયા દુષ્કાળ વર્ણન છત્રીસી'માં સં.૧૬૮૭માં પડેલા દુષ્કાળનું કરુણ ચિત્ર નોંધપાત્ર છે.
ષડાવશ્યક સૂત્ર બાલાવબોધ' (૧૬૨૭) અને યતિ આરાધના ભાષા' (૧૬૨૯) એ આ કવિના ગદ્યગ્રંથો છે.
આ કવિએ “ભાવશતક', “રૂપકમાલા અવચૂરિ', “વિચાર-શતક', “રઘુવંશ ટીકા', દશવૈકાલિક સૂત્ર” પર “શબ્દાર્થવૃત્તિ', “કવિ કલ્પલતાવૃત્તિ ‘અષ્ટલક્ષી' જેવી સંસ્કૃત કૃતિઓ પણ આપી છે. સીતારામ ચોપાઈ-વિસ્તૃત પરિચય
કવિવર સમયસુંદરની સર્વોત્તમ કહી શકાય તેવી કૃતિ “સીતારામ ચોપાઈ છે. પોતાની કૃતિમાં કવિ સાલ-સ્થળનો નિર્દેશ કરે છે પરંતુ અહીં તેવો નિર્દેશ પ્રાપ્ત થતો નથી. તેનું કારણ એ હોઈ શકે કે આ રચના એક સ્થળે કે એક વર્ષમાં થઈ નથી. એટલે આ નિર્દેશ અહીં પ્રાપ્ત થતો નથી. પ્રારંભમાં જ કવિ કહે છે :
સંબપૂજન કથા સરસ, પ્રત્યેક બુદ્ધ પ્રબંધ; નલદવદન્તિ, મૃગાવતી, ચઉપઈ ચાર સંબંધ.
અર્થાત્ સાંબપ્રદ્યુમ્નચોપાઈ', “ચાર પ્રત્યેક બુદ્ધ ચોપાઈ', “નલદવન્તી ચોપાઈ અને “મૃગાવતી ચોપાઈ', આ ચાર રાસની રચના કર્યા પછી કવિએ રામ-સીતાનું કથાનક આ રાસકૃતિ માટે પસંદ કર્યું છે.
કવિની અન્ય કૃતિઓની રચના સાલ તેમના ચાતુર્માસનાં વર્ષ જોતાં ખ્યાલ આવે છે કે આ કૃતિની રચના વિ.સં. ૧૯૭૭થી ૧૬૮૦ સુધીમાં રાજસ્થાનમાં મેડતા, સાંચોર વગેરે સ્થળે રહીને કરી હતી. રાસના છઠ્ઠા ખંડમાં સાંચોરનો ઉલ્લેખ કવિએ આપ્યો છે.
આ રાસમાં રામ-સીતાના સુદીર્ઘ કથાનકને નવખંડમાં સમાવવાનો પ્રયત્ન કર્યો છે. પ્રત્યેક ખંડમાં દુહા અને સાત ઢાળ છે. એ પ્રમાણે દુહા અને ૬૩ ઢાલ મળીને ૨૪૧૭ ગાથા આ રાસમાં સમાવિષ્ટ છે. જેનપરંપરાની
56 * જૈન રાસ વિમર્શ