________________
૭૪૪ કડીનો “મૃગાવતી ચરિત્ર રાસ' (૧૯૧૨), ૩૭00 કડીની સીતારામ ચોપાઈ' (૧૯૧૨), ૨૩૦ કડીનો ‘સિંહલસુત પ્રિયમેલક રાસ' (૧૯૧૬), ૨૭) કડીની “પુષ્પસાર ચોપાઈ' (૧૬૧૭), ૨૨૫ કડીનો “વલ્કલચીરી રાસ (૧૬૨૫), ૪૦ કડીનો “વસ્તુપાલ તેજપાલ રાસ' (૧૯૨૬), બાવ્રત રાસ' (૧૬૨૯), ૧૦૮ કડીનો શત્રુંજય તીર્થ રાસ' (૧૯૩૨), ૪૪૮ કડીની થાવસ્યાસુત ઋષિ ચોપાઈ' (૧૯૩૫), ૫૪ કડીનો “ક્ષુલ્લક ઋષિ રાસ' (૧૬૩૮), ૫૦૬ કડીના ચંપક શ્રેષ્ઠ ચોપાઈ' (૧૯૩૯), ૭૪ કડીની ‘ગૌતમપૃચ્છા ચોપાઈ' (૧૯૩૯), ૧૬૧ કડીની “ધનદત્ત શ્રેષ્ઠિની કથા’ (૧૬૪૦), ૫૧૯ કડીનો “સાધુવંદના રાસ' (૧૯૪૧), ૩૭ કડીનો “પુંજ ઋષિરાસ' (૧૬૪૨), ૬૦૬ કડીનો દ્રોપદી રાસ' (૧૯૪૪) અને પ૭ કડીનો કેશી પ્રદેશી પ્રબંધ'.
આ કૃતિઓના કથાનકોનો આધારસોત આગમગ્રંથો ધર્મગ્રંથોમાં મળતી જૈન કથાઓ છે. નળ દમયંતી, રામસીતા, દ્રૌપદીનાં જેનેતર કથાનકો પણ તેમના રાસાઓનો વિષય બન્યો છે, પણ મૂળ રામાયણ-મહાભારતથી અલગ પડીને જેનપરંપરામાં રૂપાંતરિત થયેલ કથાગ્રંથોને આધારે એ રચના થઈ છે. સૌથી વધારે ધ્યાનાર્હ રચના છે. “સીતારામ ચોપાઈ' જૈન પરંપરામાં રચાયેલ પઉમચરિત્ર' ગ્રંથ એનો મુખ્ય આધાર છે. વિવિધ દેશીઓમાં કાવ્યચાતુરીથી સભર રસિક રાસકૃતિ એ બની છે. ‘નળ-દમયંતી રાસ', પાંડવ ચરિત્ર' અને “નેમચરિત્ર'ની નલકથાને અનુસરતી એ રચના છે. એમાં નળદમયંતીના ત્રણ ભવનું આલેખન છે એ જ રીતે દ્રોપદી રાસ પણ જ્ઞાતાસૂત્ર'ના ૧૬મા અધ્યાયને આધારે આલેખાયેલી કથા છે. “વસ્તુપાલતેજપાલ રાસ’ જેવી રચના ઐતિહાસિક વિષયવસ્તુને નિરૂપે છે.
સમયસુંદરની લઘુકાવ્યસ્વરૂપની ગેય રચનાઓમાં ચોવીસી, વીસી, સ્તવન, સઝાય, ફાગુ, પદ, ગીત, ભાસ, સ્તુતિ, સંવાદ, હરિયાળો જેવા પ્રકારોનો સમાવેશ થાય છે. સ્તવનોમાં તીર્થકરોનાં તેમ જ વિવિધ તીર્થસ્થાનોનાં સ્તવન ધ્યાનપાત્ર બન્યાં છે. જુદાજુદા સાધુ-મહાત્માઓનાં તપત્યાગ વૈરાગ્યને નિરૂપતી તેમ જ બોધપ્રધાન સઝાયો પણ વિપુલ સંખ્યામાં મળે છે. ગુરુગીતો અને નેમિનાથ-રાજમતિ વિષયક પદો પણ ઉત્કટ ભક્તિભાવથી સભર છે. “દાન-શીલ-તપ-ભાવના સંવાદમાં આ ચારેય ગુણો પોતાનું સર્વોપરીપણું સિદ્ધ કરવા મથે છે. છેવટે મહાવીર પ્રભુ એમનું સમાધાન
સીતારામ ચોપાઈ "55