________________
સમયસુંદરે દીક્ષા બાળવયે નહીં, પણ પંદર-વીસ વર્ષની વયે લીધી હતી. તેમના શિષ્ય વાદી હર્ષનંદને લખ્યું છે તે પ્રમાણે સમયસુંદરે નવ યૌવન ભર સંયમ સંગ્રહ્યો છે, સઈ હર્ષ શ્રી જિનચંદ વાદી હર્ષનંદને જ્યારે નવયૌવનનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે ત્યારે સમયસુંદર આઠદસ વર્ષની બાલ્યાવસ્થાએ નહીં, પરંતુ પંદરવીસ વર્ષની તરુણાવસ્થામાં દીક્ષા લીધી હશે તેવું અનુમાન કરવામાં કશું ખોટું નથી. દીક્ષા સમયે સમયસુંદરની ઉંમર અંદાજે વીસ વર્ષની કલ્પીએ તો તેમનો જન્મ સંવત ૧૬૧૦ની આસપાસ થયો હશે તેમ માની શકાય. યુપ્રધાન આચાર્યશ્રી જિનચન્દ્રસૂરિએ પોતાને હાથે કવિને દીક્ષા આપી હતી અને પોતાના પ્રથમ શિષ્ય સકલચન્દ્ર ગણિના શિષ્ય તરીકે એમને જાહેર કરી, એમનું નામ “સમયસુંદર રાખ્યું હતું
દીક્ષા લેતાં પહેલાં સમયસુંદરે કંઈ અભ્યાસ કર્યો હોય તેવો કોઈ નિર્દેશ મળતો નથી. સાંચોર જેવા પછાત ગામમાં અભ્યાસ માટે તેમને બહુ અનુકૂળ પરિસ્થિતિ સાંપડી હોય તેવું લાગતું નથી. દીક્ષા પછી જ અભ્યાસ માટે તેમને ઘણી તક મળી હોય તેમ તેમના લખાણ પરથી જાણી શકાય છે. સમયસુંદરે પોતાનો અભ્યાસ વિશેષતઃ વાચક મહિમરાજ પછીથી જેઓ શ્રી જિનસિંહ સૂરિ તરીકે ઓળખાયા) અને સમયરાજ ઉપાધ્યાય પાસે કર્યો હતો. આ બન્નેને તેઓ “ભાવશતક' અને “અષ્ટલક્ષીમાં પોતાના ગુરુ તરીકે ઓળખાવે છે. સમયસુંદરના ઉચ્ચતર અભ્યાસ, તીક્ષ્ણ બુદ્ધિ, અસાધારણ પ્રતિભા અને તપસ્વી તેમ જ સંયમી સાધુજીવન જોઈને આચાર્યશ્રી જિનચન્દ્રસૂરિએ તેમને સંવત ૧૬૪૦ના મહા સુદ પાંચમને દિવસે ગણિ'નું પદ આપ્યું હતું.
સમયસુંદર ભાષાવિદ્, શાસ્ત્રરાગી અને કાવ્યકલાના અભ્યાસી હતા. તેઓનું સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, મારવાડી, હિન્દી, ગુજરાતી, સિંધી ભાષાઓ પર પ્રભુત્વ હતું. સંસ્કૃત ભાષામાં એમણે કાવ્યન્યાય, છંદ, વ્યાકરણ, જ્યોતિષશાસ્ત્ર વગેરે વિવિધ વિષયોની કૃતિઓ આપી છે.
સમયસુંદર : (જ.? સાંચોર, રાજસ્થાન : અ. ૧૬૪૬ (સં. ૧૭૦૨, ચૈત્ર સુદ ૧૩) અમદાવાદ)
મધ્યકાલીન ગુજરાતી જૈનસાહિત્યમાં પોતાના વિપુલ અને વૈવિધ્યપૂર્ણ સર્જન દ્વારા મૂલ્યવાન પ્રદાન કરનાર જૈન સાધુ કવિ. તેમનો જન્મ પોરવાડ વણિક જ્ઞાતિમાં થયો હતો. એમનું જન્મવર્ષ નિશ્ચિત રીતે ઉપલબ્ધ નથી.
સીતારામ ચોપાઈ * 53