________________
સીતારામ ચોપાઈ હિતેશ બી. જાની
જીવન અને કવન
મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યમાં પોતાના વિપુલ અને વૈવિધ્યપૂર્ણ સર્જન દ્વારા મૂલ્યવાન પ્રદાન કરનાર જૈન સાધુ અને કવિ એટલે સમયસુંદર.
કવિવર સમયસુંદરનો જીવનકાળ ઈ.સ.ના સોળમા ઉત્તરાર્ધથી સત્તરમાં શતકના પૂર્વાર્ધ સુધીનો છે. પોતાની કવિપ્રતિભાની સાથે તેમણે તપસ્વી સાધુ તરીકેની પોતાની પ્રતિષ્ઠા પણ પોતાના સમયમાં મેળવી હતી.
કવિવર સમયસુંદરના જીવન વિશેની માહિતી એમણે રચેલા ગ્રંથો ઉપરાંત એમના શિષ્યોએ રચેલા ગ્રંથો પરથી સાંપડે છે. સમયસુંદરનો જન્મ મારવાડ ખાતે સાંચોરની પ્રાગ્વાટ પોરવાડ) વણિક જ્ઞાતિમાં થયો હતો. એમના પિતાનું નામ રૂપસિંહ અને માતાનું નામ લીલાદેવી હતું. પોતાના જન્મસ્થળ વિશે કવિએ પોતાની કૃતિ “સીતારામ ચોપાઈના છઠ્ઠા ખંડની ત્રીજી ઢાલમાં આ પ્રમાણે ઉલ્લેખ કર્યો છે :
“મુજ જનમ શ્રી સાચોરમાંહી, તિહાં ચાર માસ રહ્યાં ઉચ્છાહિ; તિહાં ઢાલ એ કીધી એકે જ, કહે સમયસુંદર ધરી હેજ”
સમયસુંદરના જન્મસમય કે બાલ્યકાળ વિશે કોઈ નોંધપાત્ર પ્રમાણો મળતાં નથી, પરંતુ અન્ય ગ્રંથોમાં થયેલા ઉલ્લેખો પરથી કેટલાંક અનુમાન કરી શકાય છે. સમયસુંદરનો પ્રથમ ગ્રંથ તે ભાવતિ' સંવત ૧૬૪૧માં રચાયેલો. આ સંસ્કૃત ગ્રંથમાં તેમણે મમ્મટ કૃત “કાવ્યપ્રકાશની ગવેષણા કરી ધ્વનિ ઈત્યાદિ સૂક્ષ્મ વિષયોની ૧૦૦ શ્લોકમાં ચર્ચા કરી છે. માવતિમાં કવિ પોતાને “ગણિ સમયસુંદર' તરીકે ઓળખાવે છે. કહન વિષય અને ગણિ'નું પદ એ બતાવે છે કે પુખ્ત ઉંમરે પહોંચ્યા પછી જ તેમણે આ ગ્રંથની રચના કરી હશે. સંવત ૧૬૪૧માં તેઓ “ગણિ’ હતા. આપણે જાણીએ છીએ કે દીક્ષા લીધા પછી ગણિ' પદ પ્રાપ્ત કરવા માટે ઓછામાં ઓછાં આઠ દસ વર્ષની અખંડ સાધનાની અને અવિરત અભ્યાસની આવશ્યકતા છે. આ પરથી એવું અનુમાન કરી શકાય કે સમયસુંદરે ૧૬૩)ની આસપાસ દીક્ષા લીધી હશે. 52 * જૈન રાસ વિમર્શ