________________
એ દેખિ તર અતિ ચંગ, રમત ઉપરિ ચડિ રંગ, ફૂટડા ફલ નઈ ફૂલ, એહના આણિ અમૂલિ. ભાઈ એ ભાઈસિનું દેખિ, વલ્કલચીરી નઈ હું વેષિ, દોહેનઈ આણી દૂધ, પીતા પિતા અખ્ત સૂધ. મિરગલા એ રમણીક, નિત ચરઈ નિપટિ નિજીક, રમતઉ હું ઈણ શું રંગિ, બાલ તણી પરિ બહુ ભંગિ.
નવમી ઢાલમાં અને ત્યાર પછી દુહાની કડીઓમાં કથાનું સમાપન થઈ ગયા પછી દશમી ઢાલમાં કૃતિનું સમાપન કરતાં કવિ કથાનાયકને વંદન કરતાં કેવળજ્ઞાનનું ફરી એક વાર સ્મરણ કરે છે :
શ્રી વલ્કલ રે ચીરી સાધુ વાંદિયાં રે, હાં રે ગુણ ગાવતાં અભિરામ અતિ આણંદિયઈ રે. તાપસના ઉપગ્રહણ તિહાં, પડિલેહતાં, હાં રે નિરમલ કેવલ ન્યાન અતિ ભલું ઉપનું, શિવરમણી રે, સંગમનું સુખ સપનું રે.
આમ કવિની આ કૃતિમાં સ્થળ-સ્થળે આપણને રસિક કાવ્યમય પંક્તિઓ પ્રાપ્ત થાય છે. તેઓ સંગીતના સારા જાણકાર હતા. આથી આવી નાની રાસ-રચનામાં પણ પ્રત્યેક ઢાલ જુદાજુદા રાગ કે દેશમાં પ્રયોજી છે. એમની પંક્તિઓમાં પ્રાસસંકલ્પના પણ સ્વાભાવિક અને સુભગ હોય છે. મારવાડી છાંટવાળી એમની જૂની ગુજરાતી ભાષામાં એક પ્રકારનું પ્રસાદગુણ અને માધુર્ય અનુભવાય છે.
આ રાસમાં હજુ પણ કેટલાંક રસસ્થાનો ખીલવી શકાય એવાં છે. પરંતુ રાસના કદની નિશ્ચિત મર્યાદાને કારણે તેમ થઈ શક્યું નહીં હોય તેમ જણાય છે. કવિ તરીકેની સમયસુંદરની શક્તિનું આ રાસ કૃતિમાં આપણને દર્શન થાય છે. કવિવર ખરેખર અસાધારણ પ્રતિભા ધરાવનાર પ્રખર વિદ્વાન, સમર્થ સાહિત્યકાર, પ્રતિભાશાળી કવિ અને તેજસ્વી સાધુ હતા.
સમગ્રપણે મૂલ્યાંકન કરતાં કહી શકાય કે સમયસુંદરની આ લઘુરાસ કૃતિ ઠીકઠીક પ્રમાણમાં આસ્વાદ્ય બની રહી છે. સંદર્ભ ગ્રંથો (૧) ક્રિતિકા
રમણલાલ સી. શાહ, ગુર્જર એજન્સીઝ, અમદાવાદ
50 * જૈન રાસ વિમર્શ