________________
જ અનુભવ હતો.
આ બાજુ વલ્કલચીરીને લેવા ગયેલી વેશ્યાઓએ રાજાને વત્તાંત કહ્યો. તે સાંભળી પોતાના ભાઈ વિશે ચિંતાતુર બન્યો. તે રાત્રી શોકમાં પસાર કરવાનું નક્કી કર્યું. ત્યાં જ ગીતવાજિંત્રોનો નાદ સંભળાયો. તપાસ કરતાં ખબર પડી કે એક વેશ્યાને ત્યાં તેની દીકરીનાં લગ્ન હોવાથી ઉત્સવ મનાય છે. રાજાને સંશય થયો. એણે પેલા ચિત્ર સાથે કેટલાક માણસો મોકલ્યા. આ વ્યક્તિ પોતાનો ભાઈ છે. એ જાણી હાથી પર બેસાડી રાજમહેલમાં પ્રવેશ કરાવ્યો. રાજાએ એને નાગરિક સંસ્કાર-શિષ્ટાચાર શિખવાડી કેટલીક સુંદર કન્યાઓ પરણાવી.
આ બાજુ આશ્રમમાં પુત્રને ન જોતાં સોમચંદ્ર ઋષિને ઘણું દુઃખ થયું. ચિંતામાં ને ચિંતામાં અંધ બની ગયા. પાછળથી સમાચાર મળ્યા કે વલ્કલગીરી પોતાના ભાઈની સાથે છે ત્યારે સાંત્વન મળ્યું.
પોતનપુરમાં વલ્કલચીરીને બાર વર્ષ પૂર્ણ થયાં. એક રાત્રે તે અચાનક જાગી ગયો. પોતાના આશ્રમજીવનનો વિચાર કરવા લાગ્યો. પિતાનું સ્મરણ થયું. તે પોતાની જાતને ધિક્કારવા લાગ્યો. ભાઈ પાસે પુનઃ વનમાં જવાની, પિતાની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી. પ્રસન્નચંદ્ર પણ તૈયાર થયા. બંને ભાઈઓ આશ્રમમાં સોમચંદ્ર પાસે આવી પહોંચ્યા. રાજર્ષિને મળ્યા, વંદન કર્યા. હર્ષાશ્રુ વહેવાથી સોમચંદ્રનો અંધાપો ચાલ્યો ગયો.
વલ્કલચીરી કુટિરમાં ગયા ત્યાં તાપસનાં ઉપકરણો જોતા જાતિસ્મરણ થયું. અને પોતાના મનુષ્યભવ-દેવભવનું સ્મરણ થયું. આત્માની ઉચ્ચ ભાવના ભાવતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તે જ સમયે દેવતાઓએ પ્રગટ થઈ એમને સાધુવેશ આપ્યો અને પછી પોતે બીજે વિહાર કરી ગયા. પોતાના નાના ભાઈની આ સ્થિતિ જોઈ પ્રસન્નચંદ્રને વૈરાગ્ય ઉત્પન્ન થયો. રાજ્યમાં પાછા ફર્યા પણ ત્યાગની ભાવના પ્રબળ બનતી ગઈ. એક વખત ભગવાન મહાવીર પોતનપુરના ઉદ્યાનમાં સમવસર્યા હતા ત્યારે તેમની પાસે દીક્ષા લઈ બાલપુત્રને ગાદી સોંપી પ્રસન્નચંદ્ર ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા.
ભગવાન મહાવીરે શ્રેણિક રાજાને પ્રસન્નચંદ્રની પ્રવજ્યાનું કારણ કહ્યું, એટલામાં દેવદુંદુભિ સંભળાવી દેવતાઓનું આગમન થયું. ભગવાને કહ્યું, પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે માટે દેવતાઓ મહોત્સવ માટે આવી રહ્યા છે. આ જોઈને શ્રેણિક રાજાને આનંદ-આશ્ચર્ય થયું. તેમણે
48 * જૈન રાસ વિમર્શ