________________
હતો ત્યાં તેણે સાંભળ્યું કે માતાને વનમાં ગયા પછી પુત્રજન્મ થયો હતો. એ ભાઈને મળવા એનું હૃદય ભ્રાતૃસ્નેહથી આતુર બન્યું. એણે ચિત્રકારોને બોલાવી જંગલમાં મોકલ્યા અને પોતાના ભાઈનું ચિત્ર કરી લાવવાની આજ્ઞા કરી. ચિત્રકારો ચિત્ર બનાવી લાવ્યા. પ્રસન્નચંદ્ર આનંદિત બન્યો. ચિત્ર જોતાં જ વિચાર આવ્યો કે પિતા તો વૈરાગ્ય ધારણ કરી તપ કરે છે પરંતુ મારો નાનો ભાઈ તરુણાવસ્થામાં આવું કષ્ટ ઉઠાવે અને હું સુખ ભોગવું એ યોગ્ય નથી. આથી રાજાએ કુશળ વારાંગનાઓને બોલાવી કહ્યું “તમે મુનિનો વેશ ધારણ કરી વનમાં જાઓ અને વિવિધ કલાઓ વડે નાના ભાઈનું મન આકર્ષ અહીં લઈ આવો.
વારાંગનાઓ ફલ, બિલ વગેરે લઈ અરણ્યમાં ગઈ. વલ્કલચીરીએ તેમનું સ્વાગત કર્યું અને પૂછ્યું તમે ક્યાંથી આવો છો? તેમણે કહ્યું: પોતનપુરના આશ્રમમાંથી. વલ્કલચીરીને આશ્રમમાંનાં ફળ આપ્યાં ત્યારે વેયાઓએ પોતે લાવેલાં ફળ વલ્કલચીરીને ચખાડ્યાં અને કહ્યું “તમારાં ફળ કેવાં નીરસ છે. અમારાં ફળ કેટલાં સ્વાદિષ્ટ છે.” વલ્કલચીરીએ વેશ્યાઓની છાતી પર સ્પર્શ કરીને કહ્યું, “આ શું છે?” વેશ્યાઓએ કહ્યું, અમારા આશ્રમમાં રહેનારને પુણ્યોદયથી આવું ફળ પ્રાપ્ત થાય છે. તમે અમારા આશ્રમે ચાલો.” વલ્કલચીરીએ કહ્યું, “હા, મને જરૂર લઈ જઓ.”
વલ્કલગીરી વેશ્યાઓ સાથે નગરમાં જવા માટે થોડેક ગયો ત્યાં સામેથી સોમચંદ્ર ઋષિને આવતા જોઈ વેશ્યાઓ નાસી ગઈ. વલ્કલચીરી તેમને શોધતો-શોધતો વનમાં ભટકવા લાગ્યો. પણ કોઈ દેખાયું નહીં. એવામાં એક પોતાનપુરના રથીને જોયો તેને પૂછ્યું : ક્યાં જાઓ છો? તેની સાથે નગર તરફ જવા નીકળ્યો. રસ્તામાં એક ચોરે રથી પર હુમલો કર્યો. જપાજપીમાં ચોરે પોતાનું બધું ધન રથીને આપી દીધું. પોતાનપુરમાં પહોંચતા જ રથીએ આ બંનેમાંથી થોડું ધન વલ્કલચીરીને આપતાં કહ્યું, “આ લે તારો ભાગ, આના વિના તને ક્યાંય રહેવા કે ખાવા નહિ મળે.'
વલ્કલચીરી નગરમાં આશ્ચર્યમુગ્ધ બની ‘તાત’ ‘તાતી બૂમો પાડતો ભમવા લાગ્યો. લોકો તેને જોઈને હસતા હતા. સાંજ પડી ગઈ પણ ક્યાંય આશ્રય મળ્યો નહિ. એક વેશ્યાને ત્યાં પૈસા આપીને રહ્યો. વેશ્યાએ તેને સ્નાનાદિથી સુગંધિત બનાવ્યો. સુંદર વસ્ત્રો પહેરવા આપ્યાં અને પોતાની દીકરીનું પાણિગ્રહણ કરી ઉત્સવ મનાવ્યો. વલ્કલચીરી માટે આ એક નવો
વલ્કલચીરી રાસ * 47