________________
પરંતુ એમની ગુજરાતી કૃતિ સાંબ પ્રદ્યુમ્ન રાસનું સૌથી વહેલું રચનાવર્ષ ઈ.સ ૧૬૦૩ અને દ્રૌપદીરાસનું રચનાવર્ષ ઈ.સ. ૧૬૪૪ મળતું હોઈ એમનો કવનકાળ ઈસુની ૧૭મી સદીનો પૂર્વાર્ધ હોવાનું નિશ્ચિત કરી શકાય છે. જો કે એમની એક સંસ્કૃત કૃતિ “ભાવશતકની રચના ઈ.સ. ૧૫૮૫ની છે.
એમના અવસાનના સ્થળ – સમયનો ઉલ્લેખ રાજસોમ નામક એક કવિના અંજલિગીતમાં મળે છે, તે સિવાય એ અંગે અન્ય કોઈ આધાર મળતો નથી.
સમયસુંદર ખરતર ગચ્છના જિનચંદ્રસૂરિ ઉપા. સકલચન્દ્રના શિષ્ય હતા. જિનચંદ્રસૂરિ અકબર બાદશાહને મળવા લાહોર ગયા ત્યારે તેમની સાથેના સાધુસમુદાયમાં સમયસુંદર પણ હતા. ઈ.સ ૧૫૯૩માં લાહોરમાં જિનચંદ્રસૂરિએ સમયસુંદરને ઉપાધ્યાયપદ પ્રધન ર્ક્યુ કહેવાય છે કે પોતાની સંસ્કૃત કૃતિ “અષ્ટલક્ષીની તત્કાલ આંશિક રચના કરીને અકબરને એમણે પ્રસન્ન કરેલા. એ પછી મુખ્યત્વે ગુજરાત, મારવાડ, મેવાડ અને સિંધ પ્રદેશોમાં એમના વ્યાપક વિહારો થતા રહ્યા. એમણે રચેલા ગ્રંથોનાં સ્થળનામો એમના નિશ્ચિત પુરાવા છે. ૧૬રમાં એમણે રાણકપુરની યાત્રા કરી હતી. ઈ.સ. ૧૬રમાં જેસલમેર પાસેના થેરુ ભણસાલીએ કાઢેલા શત્રુંજય યાત્રાના સંઘમાં સમવસુંદર જોડાયા હતા. એમના શિષ્યમંડળમાંથી હર્ષનંદન, હર્ષકુશલ અને મેઘવિજય નામના શિષ્યો સમયસુંદરને સહાયક બન્યાના ઉલ્લેખો એમની રચનાઓમાંથી પ્રાપ્ત થાય છે.
સમયસુંદર ભાષાવિદ, શાસ્ત્રરાગી અને કાવ્યકલાના અભ્યાસી હતા. તેઓનું સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, મારવાડી, હિંદી, ગુજરાતી, સિંધી ભાષાઓ ઉપર પ્રભુત્વ હતું. સંસ્કૃતમાં એમણે કાવ્ય, ન્યાય, છંદ, વ્યાકરણ, જ્યોતિષશાસ્ત્ર વગેરે વિવિધ વિષયોની કૃતિઓ આપી છે.
ગુજરાતીમાં એમણે ૨૧ જેટલી રાસાકૃતિઓ તથા પાંચસોથી વધુ ગેવત્વથી સભર લઘુ કાવ્યકૃતિઓ આપી છે. લોકગીતોના ઢાળ અને વિવિધ દેશીઓના તેઓ મર્મજ્ઞ હોઈને ગેયતાની દષ્ટિએ પણ એમની આ રચનાઓ નોંધપાત્ર બની છે.
એમણે રચેલી દીર્ઘ કલાત્મક, રસકૃતિઓ આ પ્રમાણે છે: પ૩૫ કડીનો સાંબ-પ્રદ્યુમ્ન રાસ' (૧૬૩), ૧૮૪૦ કડીનો “ચાર પ્રત્યેક બુદ્ધ રાસ” ( ૧૯), રાણી પદ્માવતીનો રાસ' (૧૯૭૯), મયણરેહા રાસ' (૧૯૭૯),
ગ્ર
રવિમર્શ