________________
રાજર્ષિ કેવળીને ફરી-ફરી વંદન કર્યા. મૂલ્યાંકન
સમયસુંદર સંગીતના અચ્છા જાણકાર હતા. ભિન્નભિન્ન રાગરાગિણીઓમાં એમણે રાસ તથા ચોપાઈની ઢાળો અને વિશેષતઃ ગીતોની જે રચના કરી છે તે પરથી સહેજે સમજાય છે કે સંગીત પર એમનું પ્રભુત્વ અદ્ભુત હતું. રાગ-રાગિણી ઉપરાંત તત્કાલીન લોકપ્રિય દેશીઓની પણ એમણે બહોળા પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. પોતે કેટલાક નવા ઢાળો પ્રચલિત કર્યા હતા. સમયસુંદરના સમકાલીન કવિ ઋષભદાસે સં. ૧૬૭૦માં રચેલા ‘કુમારપાલ રાસમાં સમયસુંદરની પ્રશંસા કરતાં લખ્યું છે :
સુસાધુ હંસ સમયો સુચંદ, શીતલ વચન, જિમશારદચંદ એ કવિ મોટા બુદ્ધિ વિશાલ, તે આગલિ હું મુરખ બાલ.
જે સમયે સમયસુંદરનું સાહિત્ય હજુ સર્જાઈ રહ્યું એ સમયે ઋષભદાસે કરેલા આ ઉલ્લેખ પરથી ખાતરી થાય છે કે કવિવરે પોતાના રચનાકાળ દરમિયાન જ ઘણી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હશે.
વલ્કલચીરીરાસ લગભગ સવાબસો ગાથામાં રચાયેલ કૃતિ છે. આ નાનકડા કથાનકને કવિ સુભગ રીતે આલેખે છે. આ લઘુ રચનામાં કવિત્વ વિલાસને બહુ અવકાશ હોય નહિ એ સ્વાભાવિક છે. છતાં શ્રોતાઓને પ્રિય એવી કથા સાંભળવાનો રસ જળવાઈ રહે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આમ છતાં કવિને જ્યાં જ્યાં તક મળી ત્યાં ઉપમા આદિ અલંકારોનો પ્રયોગ કરી કાવ્યત્વના ચમકારા દર્શાવે છે.
હીયડઈ શ્રેણિક હરખીયઉ, મેઘ આગઈ જિમ મોર, વસંત આગમ જિમ વનસપતી, ચાહઈ ચંદ ચકોર.
પ્રસન્નચંદ્ર અને વલ્કલચીરી પોતાના પિતાને મળવા માટે વનમાં જાય છે. તે સમયે વનમાં એક પછી એક વસ્તુઓ જોઈ પોતાના બાળપણનાં સંસ્મરણો તાજાં થતાં વલ્કલગીરી કેવી સ્વાભાવિક રીતે ભાઈ પાસે વર્ણન કરે છે :
આશ્રમ દીઠું અભિરામ, ઉતર્યા અશ્વથી તામ, સર દેખિ સાથી મેલિ, કરતઉં હું હંસ જુ કેલિ.
વલ્કલચીરી રાસ * 49