________________
રાગ વિના ઢાલ ન ચંગી છે. ૧૧. કવિ સમયસુંદરજી સંગીતના ઘણા સારા જાણકાર હતા. તેમણે રચેલી
જુદીજુદી રાસકૃતિઓમાં ઢાળોની જે જુદા-જુદા રાગમાં રચના કરી છે તેના પરથી આની પ્રતીતિ થાય છે. આમ મૃગાવતીમાં એમણે ત્રણ ખંડમાં બધું મળીને ૩૮ ઢાળની રચના કરી છે. એમાં એમણે ભૂપાલ, કેદારો, ગૌડી, આસાવરી, મલ્હાર, મારુણી, પરજિયો, સોરઠી વગેરે રાગરાગિણી પ્રયોજ્યાં છે જે બતાવે છે કે સમયસુંદર વિવિધ
રાગરાગિણીમાં ઢાળની રચના કરવામાં કુશળ હતા. ૧૨. સમયસુંદરજીએ પ્રચલિત અને લોકપ્રિય બની ચૂકેલી ગેય પંક્તિઓ
અર્થાત્ તત્કાલીન લોકપ્રચલિત દેશીઓનો ઉપયોગ પણ આ રાસમાં કર્યો છે. જેમ કે : “કારણ કુણ સમા રઈ દેહા. ધન ધન અવંતી સુકુમાલ.” “સુગુણ સનેહી મેરે લાલા હરિયા મન લાગઉ' નિંદા મ કરજિયો કોઈ પારકી રે ‘સાધુનઈ વિહરાવ્યું કડવું તુંબડું રે
ઇત્યાદિ દેશીઓ સમયસુંદરના સમયમાં પ્રચલિત હશે તેનો આ ઉપરથી આપણને ખ્યાલ આવે છે. એની સાથે-સાથે એ પણ આપણે જોઈ શકીએ છીએ કે સમયસુંદરે આ રાસની રચનામાં ગેયતાની દૃષ્ટિએ શક્ય એટલું વૈવિધ્ય આણવાનો પ્રયત્ન કર્યો છે. ૧૩. જૈન સાધુ કવિઓને હાથ લખાતી રાસકૃતિઓમાં ધર્મોપદેશનું તત્ત્વ
સીધી કે આડકતરી રીતે આવ્યા વિના રહે નહિ. સામાન્ય રીતે કવિઓ પોતાની રાસકૃતિ માટે જે કથાનકો પસંદ કરે તે પણ એવાં હોય કે જેમાં ધર્મોપદેશનો અવકાશ રહે, જેમ મૃગાવતીનું જીવન સુખદુ:ખથી સભર છે. દુઃખના સમયમાં પણ તેઓ પોતાના ધર્મને ચૂકતાં નથી. વિષમ કસોટીમાંથી એ પાર પડે છે અને સતી તરીકે પંકાય છે. કવિએ દસમી ઢાળમાં એક-એક કડીમાં, એક-એક, સતીનો પ્રસંગ વર્ણવ્યો છે. એ જ રીતે કલાવતી, અંજનાસુંદરી, રતિસુંદરી, ઋષિદત્તા, કમલા,
મૃગાવતી ચરિત્ર-રાસ 41