________________
સુભદ્રા વગેરે સતીઓના શીલનો મહિમા કવિએ વર્ણવ્યો છે. રાસના પ્રારંભમાં જ શીલના મહિમાના નિરૂપણને કવિ દ્વારા મહત્ત્વ અપાયો છે. જેમ કે :
દાન શીલ તપ ભાવના ચ્યારે ધર્મ પ્રધાન;
શીલ સરીખઉ કો નહી, ઈમ બોલાઈ ધમાન્ (વર્ધમાન)
આમ સુંદર રીતે ચારિત્ર્ય-શીલની વાત કરી છે.
૧૪. પ્રસંગ અનુસાર એમણે કેટલેક સ્થળે ધર્મની વાત સાંકળી લીધી છે. ઉદા., તરીકે મૃગાવતી અને શતાનીક રાજાનું મિલન થાય છે અને તેઓ કૌસંબીનગરી પાછાં ફરે છે એ પ્રસંગે મૃગાવતી કેટલુંક ધર્મકાર્ય કરે છે તેનું વર્ણન કવિએ ખૂબ જ સરસ રીતે આપ્યું છે.
૧૫. મૃગાવતી જ્યારે ભગવાન મહાવીર પાસે દીક્ષા લે છે તે સમયે ભગવાન મહાવી૨ એમને જે બોધ આપે છે તેમાં સાધુ-સાધ્વીઓના પંચ મહાવ્રત તથા સાધુ-સાધ્વીઓની સામાચારીનો નિર્દેશ જોવા મળે છે. જેમ કે : જ્ઞાન સુંકિરિયા શિવ સુખદાઈ રે
અંધ સુપંગુ નગરી પાઈ રે.....
વિનય વૈયાવચ સહુની કરજે રે
દસ વિધ સમાચારી ધિરજે રે...
આમ કવિ ધર્મતત્ત્વને પણ વણી લે છે.
૧૬. કવિવર સમયસુંદરે આ રાસકૃતિમાં એક ઐતિહાસિક કથાવસ્તુને આલેખ્યું છે. રાસમાં પ્રસંગાનુસાર કવિએ દુહા અને ઢાલની રચના કરી છે. અને કથાનકનું નિરૂપણ કર્યું છે. દુહા અને ઢાલનું આયોજન કવિએ સપ્રમાણ કર્યું છે. અને રાગરાગિણીની દૃષ્ટિએ એને વૈવિધ્યસભર બનાવ્યું છે. મૃગાવતી રાણી, શતાનીક રાજા, જુગંધર મંત્રી, ઉદયનકુમાર, નિપુણ ચિતારો, ચંડપ્રદ્યોત રાજ, ભગવાન મહાવી૨ સ્વામી, ચંદનબાળા ઇત્યાદિનાં પાત્રોને પણ યોગ્ય રીતે વર્ણવ્યાં અને વિકસાવ્યાં છે. આલેખનમાં કવિએ સામાન્ય રીતે ક્યાંય બિનજરૂરી વિસ્તાર થવા દીધો નથી. મૃગાવતીના દોહદનો પ્રસંગ, ભારંડપક્ષીએ કરેલા અપહરણનો પ્રસંગ, ચિતારાનો પ્રસંગ, ચંડપ્રદ્યોતના આક્રમણનો પ્રસંગ, ભગવાન મહાવીર સ્વામીના સમવસરણનો પ્રસંગ, 42 * જૈન રાસ વિમર્શ