________________
૯. કવિ સમયસુંદરજીએ જેમ ઉપમાદિ અર્થાલંકારો સહજ રીતે પ્રયોજી શકે
છે તેમ પ્રાસાનુપ્રાસાદિ શબ્દાલંકારો પણ સહજ રીતે પ્રયોજી શકે છે. રાસની રચનામાં અંત્યાનુપ્રાસ ઘણો મહત્ત્વનો છે. રાસની પ્રત્યેક કડીમાં કવિએ અંત્યાનુપ્રાસની સહજ સંકલ્પના કરી છે. કવિનું શબ્દો પરનું પ્રભુત્વ અસાધારણ છે. તેથી તેમની શબ્દાલંકારયુક્ત પંક્તિઓમાં આયાસ જોવા મળતો નથી. શબ્દાલંકારમાં પણ કવિ એક શબ્દો જવલ્લે જ પ્રયોજે છે. એટલું જ નહીં, કવિ કેટલીક વખત તો શબ્દોને યથેચ્છ રમાડતા હોય તેવું પણ જેવા મળે છે. પ્રથમ ખંડની નવમી ઢાલમાં કવિએ કેટલીક કડીઓમાં અનુનાસિકનો ઉપયોગ કરીને અંત્યાનુપ્રાસ કેવો મધુર કર્ણપ્રિય બનાવ્યો છે! તે જુઓ :
નૃપ આગલિ નિરખઈ વનતીર; તાપસ આશ્રમ ગુહિર ગંભીરું; અંબ કદંબ ચંપક કર્ણવીરં, અગર તગર નાલે૨ અંબી૨ મસ્તકિ કેશ જટા કોટીરું, તપ જપ કિરિયા સાહસ ધી૨ રાખઈ નહિ કો ધાત કથીરું, પરિગહન ધરઈ એક કસીર
૧૦. કવિ સમયસુંદરજીએ અર્થાલંકાર
શબ્દાલંકાર પ્રયોજવામાં પણ સિદ્ધહસ્ત હતા. તત્કાલીન પ્રચલિત લોકોક્તિઓ, રૂઢિપ્રયોગો, કહેવતો ઇત્યાદિને પણ રાસની પંક્તિઓમાં વણી લેવામાં કવિની કુશળતા જોઈ શકાય છે. કવિએ આ રાસમાં પ્રસંગે એવી સુંદર પંક્તિઓ પ્રયોજી છે. જેમ કે :
બાલિ સોનઉ જે કાનનઈ ત્રોડઈ;
*
જલ બિન કિમ રહુઈ માછલી;
*
40 * જૈન રાસ વિમર્શ
સુખ સરસવ દુઃખ મેરુ સમાન;
*
રસવતી જેમ અણી બે
કંત વિના જ્યમ નારી વિરંગી
*