________________
નાયકાની ઢાલ' એવું પ્રયોજ્યું છે.
મૃગાવતીના વર્ણનમાં કવિએ જે ઉપમાદિ અલંકારો પ્રયોજ્યા છે તે પ્રશંસનીય અને ગ્લાધ્ય છે, જેમ કે :
શ્યામ વેણી દડ સોબતઉ રે, ઉપરિ રાખડિ ઓપ રે મૃગાવતી
નયન કમલની પાંખડી રે, અણિઆલી અનુરૂપ રે
મુખ પૂનમ કઉ ચંદલઉ વાણી અમૃત સમાન રે
કંઠ કોકિલથી રૂડધઊ રે તે તઉ એક વસંત રે
રિદ્ધિ અનઈ સિદ્ધિ દેવતા રે લાલ, નિત્ય વસઈ બે સાથ રે
કટિ લંક જતઉ કેસરી રે લાલ સેવઈ નિત વનવાસ રે આમ સમયસુંદરજીનું અલંકાપ્રભુત્વ અનન્ય હતું. મૃગાવતીનું જ્યારે ભારંડ પક્ષીએ અપહરણ કર્યું ત્યારે મૃગાવતી જે વ્યથા અનુભવે છે અને વિલાપ કરે છે તે આપણને નળાખ્યાનની દમયંતીના વિલાપનું સ્મરણ કરાવે છે. તે પણ વેદનાથી યુક્ત છે. અહીં આપણને રસૌચિત્યનાં દર્શન થાય છે. મૃગાવતી રાણીની ભાળ લાવ્યા પછી શતાનીક રાજા પોતાની રાણી અને પુત્ર સાથે જ્યારે નગરમાં પ્રવેશ કરે છે ત્યારે એ પ્રસંગને નગરના લોકો ઉત્સવ તરીકે મનાવે છે એ ઉત્સવનું પણ સુંદર વિગતપ્રચુર વર્ણન
કવિ પ્રથમ ખંડની છેલ્લી ઢાળમાં કરે છે. ૮. સમયસુંદરજીમાં ચિત્રકળાના જ્ઞાનનું પણ સમાયોજન ભવ્ય રીતે આપ્યું
છે. જ્યારે શતાનીક રાજાના મહેલમાં ચિત્રો ચીતરવા માટે એક નિપુણ નામનો ચિતારો આવે છે. એ જે વિવિધ ચિત્રો દોરે છે તેનું વર્ણન સમયસુંદરજીએ રસિક રીતે કર્યું છે.
મૃગાવતી ચરિત્ર-રાસ ~ 39