________________
સ્વામીના ચરણોમાં પડે છે અને વીર ચરણ વંદી, પંચમુષ્ટિ લોચન કરી : પ્રભુ સઈ હથિ સંજમ લીયઉ, ટલી સગલી મન સોચોજી'. છઠ્ઠી ઢાલમાં મૃગાવતી જ્યારે ભગવાન મહાવીર પાસે દીક્ષા લે છે તે સમયે ભગવાન મહાવીર એમને જે બોધ આપે છે તેમાં સાધુ-સાધ્વીઓનાં પંચમહાવ્રત તથા સાધુ-સાધ્વીઓની સમાચારીનો નિર્દેશ જોઈ શકાય છે, જેમ કે :
વિનય વૈયાવચ સહુની કરજે રે, દસ વિધિ સમાચારી ધરજે રે...
આમ મહાવીર સ્વામી ચંદનબાળાની શિષ્યા તરીકે તેનો સ્વીકાર કરે છે. ઢાલ સાતમાં મહાવીર સ્વામીના કેવળજ્ઞાનનું વર્ણન છે. એક વખત મૃગાવતી મહાવીરની પર્ષદામાંથી મોડાં આવે છે એટલે કે “મિરગાવતી દરસણ મોહી, પડી રાતિ ન ઊઠી તોહી' મૃગાવતી ડરતી હતી અને પશ્ચાત્તાપ તો હતો જ જેમ કે :
મૃગાવતી આવી કરી, નીચ3 સીસ નમાય કર જોડી હરષઈ કરી, પ્રણમઈ ગુરુણી પાય.
પરંતુ ગુરણી ચંદનબાળા તે માટે જે ઠપકો આપે છે તે પ્રસંગે પોતાની ભૂલ માટે મૃગાવતી જે પશ્ચાત્તાપ કરે તથા એ પશ્ચાત્તાપના સાચા અને ઉત્કટ ભાવથી સર્વ પ્રત્યે જે ક્ષમાપના કરે છે અને એથી કેવળજ્ઞાન પામે છે.
ગુર થકી પદવી પામિયઈ રે, એહ અનક્રમ હોઈ રે. ચેલીથી પદ પામિયઉ ૨, ચંદના કેવલ જેઈ રે.
આ વાત સાંભળી રાજા ઉદયન, કંચન મણિ પ્રાસાદ, તથા તે જેને ધર્મમાં વિખ્યાત કરે છે જેમ કે:
પ્રતિમા જીવિત સામિની, પૂજઈ વિણ પરમાદ. આમ ઉદયન શ્રાવકે જિનશાસનને વિખ્યાત કર્યો.
આમ ત્રીજા ખંડમાં શ્રી વીરાગમન, મૃગાવતી દીક્ષા, ઉદયન શ્રાવક વ્રતગ્રહણ, મૃગાવતી-ચંદના, કેવલોત્પતિનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે આપણે મૃગાવતીચરિત્રના અનુસંધાનમાં સમીક્ષા જોઈએ. સમીક્ષા: ૧. આ રાસના કથાવસ્તુ માટે મૃગાવતીનું જૈનોમાં સુપ્રસિદ્ધ ઐતિહાસિક
મૃગાવતી ચરિત્ર-શસ 37