________________
એનો ચિતાર આપે છે. રુકમણિ-કમલા-સુભદ્રાના વૃત્તાન્તથી સાંત્વના મળી અને એ અબલા બ્રહ્મભૂતિ પાસે જઈ ચરણે નમી અને હાથ જોડે છે અને કહે છે તાપસ “ચક્રવર્તી સમાન તારો પુત્ર હજ' એમ તાપસ આશીર્વાદ આપે છે. તાપસ વૃંદમાં જીવન વ્યતીત કરવા લાગી ત્યારે ગર્ભવતી એને શુભ લગ્ન વેળા, પુષ્ય નક્ષત્ર ચંદ્રમાં પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. આશ્રમમાં જાણે ચોમેર જ્ઞાનનો પ્રકાશ પથરાઈ ગયો તથા આશ્રમને ચારે બાજુએથી તાપસે શણગાર સજાવ્યો અને તાપસ કંઈક નામ વિશે વિચારવા જાય છે એટલામાં દેવવાણી સંભળાય છે અને એ શ્લોકમાં પુત્ર વિશેનાં ઉત્તમ લક્ષણોની વાત કરતાં એનું નામ ઉદયન આપ્યું. તથા માતા મૃગાવતી અને પિતા શતાનીકનો પરિચય આપ્યો. અગિયારમી ઢાલમાં મૃગાવતીનો વિલાપ બતાવ્યો છે. બારમી ઢાલમાં શતાનીક રાજાને કેવી રીતે એમની સાથે મિલાપ કરવો એ કહે છે અને આમ સઘળો વૃતાંત કહે છે.
આમ મુખ્ય કથાનકની સાથે મૃગાવતીનો ભેટો થાય છે અને મૃગાવતી પોતાના તાપસી જીવન વિશે કહે છે અને સેના સાથે શતાનીક-મૃગાવતી ત્યાંથી નીકળી કૌસંબી નગરીએ પહોંચે છે. એનું ભવ્ય વર્ણન કરવામાં આવ્યું છે.
આમ મૃગાવતી ચરિત્રમાં ભારંડ પક્ષી સંહરણ, તાપસાશ્રમ ૧૪ વર્ષ નિવાસ, કૌસંબી નગરી સમાગમન સાથે પ્રથમ ખંડ પૂર્ણ થાય છે. દ્વિતીય ખંડ:
બીજા ખંડની શરૂઆતમાં કૌસંબી નગરીનું વર્ણન ત્યાં શતાનીક રાજા અને મૃગાવતી દ્વારા ધર્મઆરાધના તથા દીન-હીન વ્યક્તિઓને દાનપુણ્યનું વર્ણન જોવા મળે છે. ત્યાર બાદ ઉદયન-વીણા પ્રસંગનું નિરૂપણ છે. ઢાલ બીજામાં ઉદયનના વીણા-વાદનથી રાજસભા અચરજમાં મુકાઈ ગઈ એનું વર્ણન છે. અને કહે છે.
‘એહ કલા સીખી કિહાં, સભા સારી રીઝી હો ત્રીજી ઢાલમાં વીણાની વિસ્તારપૂર્વકની કથાનકનું સમાયોજન બતાવવામાં આવ્યું છે. તે ભીલ દેવતા નાગ થઈ પ્રગટ્યો. અને તે પણ પાતાલનગરીમાંથી એ નાગકુમાર અને ઉદયન માતાને નમન કરવા આશ્રમમાં ગયા ત્યાં મહાવીર સ્વામીના શિષ્યા ચંદનબાળા સાથે એ મૃગાવતી જ્ઞાનોપાસના કરી રહી હતી. આમ ઉદયન કહે છે કે હું તો ધન્ય છું. આ મારી માતા છે. રાજ-પાટના વૈભવની વાત
મૃગાવતી ચરિત્ર-રાસ * 35