________________
એક દિન મહાજન પાસે એક વ્યકિત આવે છે. એનું નામ ભીમ હોય છે. પોતાની ઓળખ આપે છે. હું મલયાચલથી આવ્યો છું. કંકણની એ વાત કરે છે. ૧૪ વર્ષ પહેલાં પતિના વિયોગ પછી મૃગાવતી એણે ‘રાજ-કાજ, વૈભવ છોડી કંકણ-કુંડલ, દ્રવ્ય મને આપ્યાં હતાં.' એ વૃતાંત કહે છે. આઠમી ઢાલમાં શતાનીક રાજા અને ભીમ નામના પારધી મૃગાવતીને શોધવા માર્ગે નીકળી પડે છે. આગળ પારધી પાછળ મૃગાવતીને શોધવા શતાનીક રાજા પણ નીકળી પડે છે.
પારધી મલયાચલ માર્ગ બતાવે છે જ્યાં એ બાળકને ત્યજીને ગઈ હતી. એ તાપસીનો નિવાસ બતાવે છે. અને ભીમ કહે છે કે ભીલડી મારી પ્રતીક્ષા કરતી હશે હું જઉં છું – “તું મિલિજે નિજ નારિ” એમ કહી તે નીકળી પડે છે. એ બાળક સુંદર છે એનું વર્ણન કરે છે. એ બાળક મૃગાવતીનું હોવું જોઈએ.
શતાનીક રાજા એને મળવા આશ્રમે પહોંચે છે. આ ઢાલમાં આશ્રમનું આબેહૂબ વર્ણન, રાજા સેના બહાર મૂકી પોતે અંદર પ્રવેશે છે. આશ્રમનું પણ સુંદર અને ભવ્ય વર્ણન છે કે જે નાગ-નોળિયા એકઠા થઈ વિરોધ વગર રહેતાં હતાં. આ આશ્રમમાં દિવ્ય-શાંત તથા પવિત્રતાનાં દર્શન થાય છે. તાપસી પાસે બાળક આવી વંદન કરે છે. તાપસી એને આશીર્વાદ આપે છે. મસ્તકે હાથ ફેરવે છે. આ કોનો પુત્ર હશે, જેણે આનું સારી રીતે જતન કર્યું. એ પુત્રને આશ્રમના ધરમ (ધર્મ) કહે છે. એ વૃત્તાંત સંભળાવે છે. બ્રહ્મભૂતિના શિષ્યનું નામ વિશ્વભૂતિ. એક વાર વિશ્વભૂતિ ગુરુનો આદેશ લઈ મલયાચલ દેશ નીકળ્યો. ત્યાં એક કામિનીને જોઈ તે મૂચ્છને પામ્યો. તેના દેહસૌષ્ઠવનું વર્ણન જોવા મળે છે. તે અબલા મૃગાવતી પોતાના પતિના વિયોગે દુઃખ પામી છે. તે અતિ વિલાપ કરવા લાગી હતી. એની પાસે વિશ્વભૂતિ નામક વ્યક્તિ આવે છે અને સાંત્વના આપે છે. તે પોતાને બાંધવા કહીને એનાં દુઃખ દૂર કરવા પ્રયત્ન કરે છે અને કહે છે કે,
તાપસ સંગતિ સાર રે, સફલ હુસ્યઈ અવતાર રે
એમ કહીને તે સતી સીતા, મયણા, પદ્માવતી, દવદંતી, દ્રોપદી વગેરે સતીઓની ઉદા.થી વાત કરે છે અને સાંત્વના આપે છે તથા કલાવતી, અંજણા, રતિસુંદરી વગેરે જેવી નારીઓએ પણ ઘણાં દુઃખ સહન કર્યા છે 34 * જૈન રાસ વિમર્શ