________________
એમાંથી મૃગાવતી ચરિત્ર વિશે સાવધાન થઈ સાંભળજે, અને જન્મને સુપવિત્ર કરી લેજે એવી અભ્યર્થના સાથે આ રાસનો પ્રારંભ થયો છે. કૌસંબી નગરી જાણે ઈન્દ્રપુરી હોય એવું પહેલી ગાથામાં સમયસુંદરજીએ પ્રારંભિક ચર્ચામાં દેશ, વર્ધમાનની પ્રસિદ્ધિ તથા ચંદનબાળા અને શતાનીક રાજાનાં રાણી મૃગાવતીની પ્રસ્તાવના બાંધી. ત્યાર બાદ બીજી ઢાલમાં મૃગાવતીના શીલ-ચારિત્રનું વર્ણન સૌંદર્યશાલીનતાભર્યું જોવા મળે છે.
બીજી ઢાલમાં મૃગાવતી તથા શતાનીક રાજાની પ્રણયભાવોક્તિ તથા મૃગાવતીની વક્રોક્તિ (બોલણ ચતુરાઈ) પર એમના પતિ મોહિત થયા હતા. આમ સંસારનાં સુખ ભોગવતાં-ભોગવતાં મૃગાવતીને ગર્ભદોહદ થયું. એક દિવસ રાણી મૃગાવતી બહુ ચિંતાતુર હતી. શતાનીક રાજાએ ચિંતાનું કારણ પૂછયું અને કહ્યું કે, ચિંતાનું કારણ કહે અને ચિંતાનું કારણ જો કોઈ વ્યક્તિ હોય તો એને રાજ્યમાંથી બહાર કાઢી મૂકીએ. પરંતુ મારી ઇચ્છા તો રુધિરકુંડમાં સ્નાન કરવાની છે. રાજાએ મંત્રીના કહેવાથી આ ઇચ્છા પૂર્ણ કરવા વાવની શોધ કરી. વાવના પાણીમાં નહાવાથી રાતા રંગના દેહવાળા માંસના પિંડ જેવા શતાનીક અને મૃગાવતી દેખાતાં હતાં. વાવડી પાસે ભારંડ નામનું પક્ષી જાણે રુધિર ભૂત દેહ સમાન હતા. જાણે એ પક્ષી ભક્ષણ કરવા આવતું હોય એમ ચરણને સ્પર્શ કરી ઉપર જવા લાગ્યું. આ બધું સર્વે પ્રત્યક્ષ જોયું. એટલામાં તે પક્ષીએ શતાનીક રાજાનું અપહરણ કર્યું અને ત્યાં શોકનું વાતાવરણ છવાઈ ગયું. એટલામાં ગર્ભવતી મૃગાવતીનું માંસના પિંડ જેવું બાળ હોવાને લીધે એવું જાણી આકાશમાં બીજું ભારંડ પક્ષી તેને ઉપાડી ગયું. રાણી આક્રંદ કરવા લાગી. મલયાચલ પર્વત પર રાણી નીચે પડ્યાં. રાજા એનાથી છૂટો પડ્યો. આમ બંને જુદાં પડ્યાં.
પાંચમી ઢાલમાં મૃગાવતી વિલાપ કરી રહી છે અને વેદનાને પ્રગટ કરી રહી હતી. તે પોતાના પતિને મુક્ત કરવા આજીજી કરે છે અને કહે છે જેમ “જલ વિણ કિમ રહઈ માછલી' એમ હું પણ એમના વગર જીવિત નહીં રહી શકું. રાજાએ શું પાપ કર્યું છે? એમ વિલાપ કરતી તે છોડાવી ના શકી. આમ કર્મથી કોઈ છૂટી શકતું નથી એવી ભગવંતની વાત કહી.
છઠ્ઠી ઢાલમાં ધરતી પર શતાનીક રાજા મૂછિત થઈ ગયો. શતાનીકની કરુણ સ્થિતિનું વર્ણન છે. આમ કરતાં ચૌદ વર્ષ નીકળી ગયાં. સાતમી ઢાલમાં
મૃગાવતી ચરિત્ર-રાસ * 33