________________
કરવામાં આવી છે. ચોથી ઢાલમાં રાજા શતાનીકનું અહંકારીપણું તથા મારા સમડિયો કોઈ નથી એવો અહંકાર પ્રગટ થયો હતો. પાંચમી ઢાલમાં ચિત્રકારો દ્વારા રાજમહેલનાં ભીંતચિત્રોનું વર્ણન કરવામાં આવ્યું છે. રામ, સીતા, લક્ષ્મણનાં ચિત્રો, હનુમાન-રાવણ, ગંગા, શ્રીકૃષ્ણ, ગણેશજીનાં ચિત્રો, વિવિધ પક્ષીનાં ચિત્રો, આમ ચિત્રોના સકળ પ્રકાર ચીતરાયા. આમ નિપુણ ચિત્રકારનાં દર્શન આપણને અહીં જેવા મળે છે. ચિત્રકાર પોતાની કલા પક્ષનો મિલાપ એ વિસ્તૃત રીતે વર્ણવે છે. સાતમી ઢાલમાં ચંડપ્રદ્યોત રાજાને ચિતારો મૃગાવતીનું આલેખન કરે છે. એ રાજા ચિત્રમાં જોઈને મૃગાવતી ૫૨ મોહિત થાય છે અને શતાનીક રાજા પાસે જઈ મૃગાવતીની માંગણી કરે છે. આમ પરસ્પર બંને રાજા વચ્ચે વાયુદ્ધ ચાલે છે. દસમી ઢાલમાં રાજા શતાનીકને રોગ થયો એની વાત કરવામાં આવી છે. આક્રમણ સામે રાજા શતાનીક અસ્વસ્થ અને ક્ષુબ્ધ બની જય છે. એ આક્રમણનો આઘાત જીરવાતો નથી. ત્યારે મૃગાવતી પતિને આશ્વાસન આપતાં કહે છે કે; મારી ચિંતા ન કરશો વિતરાગજીને સમરો, સંસારની માયાને છોડી દો, જેમ કે;
નઉકાર, મનમાંહિ રાખજે, જિહાં પંચશ્રી પરમિટ્ટ પ્રિય દેખિ ચોર સૂલી ચઢયઉ, દેવતા તણા સુખ ોિજી
આ સાંભળતા રાજા શતાનીક રાજા પરલોકે સીધાવ્યા. આ બીજા ખંડમાં ઉદયનકુમારનું વીણાવાદન, ચિત્રસભાકરણ, નિપુણ ચિત્રકારનું વર્ણન, ચંડપ્રદ્યોત તથા અંતે શતાનીક પરલોકગમનનું વર્ણન કરવામાં આવ્યું છે.
તૃતીય ખંડ :
આ ખંડમાં ચતુરી દૂતી દ્વારા ચંડપ્રદ્યોતરાજા મૃગાવતી પાસે સંદેશો મોકલે છે. આમ પરસ્પર એકબીજાની ઇચ્છાને જણાવે છે, મૃગાવતી ચતુરાઈથી પુત્રના રાજ્યાભિષેકની ઇચ્છા વર્ણવે છે. બીજી ઢાલમાં ઉદયનકુમા૨ રાજ-પાટને ધારણ કરે છે તથા મૃગાવતી દીક્ષા ગ્રહણ કરવાનો વિચાર કરતા જ સામે આવી સમોસર્યાં, મહાવીર ભગવંત' ત્રીજી ઢાલમાં સમવસરણની દેશના જે મહાવીર સ્વામીજી આપી રહ્યા હતા તે ભાવથી સાંભળે છે. ભીલ ધનુષ્યબાણ હાથ પર ધરી અને છોડે છે. તેમ છતાં પણ મહાવીર સ્વામીજી પર્ષદા ચાલુ જ રહે છે. પાંચમી ઢાલમાં મૃગાવતી મહાવીર
36 * જૈન ાસ વિમર્શ