________________
૨.
ચરિત્ર કવિએ પસંદ કર્યું છે. મૃગાવતી-શતાનીકની રાણી હતાં. આમ કૃતિમાં ઐતિહાસિકતાનાં દર્શન થાય છે.
અહીં ગુરુ-શિષ્યાના સંબંધને વેગ મળ્યો છે. મૃગાવતી ભગવાન મહાવીર સ્વામીજી પાસે દીક્ષા લઈ સાધ્વી થયાં હતાં. ભગવાન એમને ચંદનબાળાની શિષ્યા બનાવે છે. મૃગાવતીનું સ્થાન સતીઓમાં મોખરે છે. પ્રાતઃસ્મરણીય સોળ સતીઓમાં એમની ગણના થાય છે. સૂર્યાસ્ત થઈ ગયા છતાં ભગવાન મહાવીરની પર્ષદામાં વધુ સમય રોકાવાને કારણે ગુરુણી ચંદનબાળા તરફથી ઠપકો મળતાં મૃગાવતી પશ્ચાત્તાપ અને આલોચના કરતાં-કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. પોતાનાં ગુરુણી કરતાં પોતે વહેલું કેવળજ્ઞાન પામે છે અને એની ખબર પડતાં જૈન પ્રણાલિકા અનુસાર ગુરુણી ચંદનબાળા શિષ્યા મૃગાવતીને વંદન કરે છે, કેવલીને નમસ્કાર કરે છે.
૩.
આ કૃતિમાં કથાસાહિત્યના તંતુઓ જોવા મળે છે. સામાન્ય રીતે જૈન કથાઓમાં કથાનાયક કે કથાનાયિકાના નિર્વાણપ્રાપ્તિના પ્રસંગથી કથાનું સમાપન થાય છે તેમ અહીં પણ મૃગાવતીના નિર્વાણના પ્રસંગ સાથે કથાનું સમાપન થાય છે.
૪. આ રાસમાં સમયસુંદરજી કથાકાર તરીકે જ નહીં પણ એક સિદ્ધહસ્ત કવિ તરીકે કથાપ્રસંગનું નિરૂપણ કરે છે. તેમાં અવકાશ મળે ત્યાં પોતાના આલેખનને રસિક બનાવે છે. નગરનું વર્ણન હોય, ઉત્સવનું વર્ણન હોય, નાયક કે નાયિકાનું વર્ણન હોય કે સુખદુઃખના પ્રસંગોનું વર્ણન હોય, કવિ તેમાં પોતાની કલ્પનાના તરંગો રેડે છે. જેમ કે, શતાનીક રાજા અને કોસંબીનગરીનું વર્ણન કરતા કવિ લખે છે :
૫.
તિસ દેસ કોસંબી પુરી, જાણે ઇન્દ્રપુરી અવતરી; વિબુધ લોક ગુરુનઈ ધઈ માન, ય શોભિત બહુ સુખ સંતાન. જમુના નદી વહુઈ જસુ પાસ જાણિ જલધિ મુકી હઈ તાસ... ણિ નગર રિધિ જેવા ભણી, અમરસુંદરી આવી ઘણી.
આમ સમયસુંદરજી વર્ણન ખૂબ તાદૃશ અને અદ્ભુત આપે છે.
રાસની નાયિકા મૃગાવતીનું શબ્દચિત્ર કવિએ એક પછી એક એમ ચારેક કડીમાં સુંદર મનમોહક રીતે દોર્યું છે! આમ એક આખી ઢાલ પ્રયોજી છે. પ્રથમ ખંડની બીજી ઢાલ) એટલું જ નહીં એ ઢાલનું નામ પણ 38 * જૈન રાસ વિમર્શ