________________
વલ્કલચીરી રાસ ડૉ. મીતા જે. વ્યાસ
સર્જનાત્મક સાહિત્યમાં કવિવરે રાસ અને ગીતોમાં ઉચ્ચ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભાષાની સુકુમારતા, વર્ણનોની તાદશતા અને આલેખનની સચોટતા સાથે એમણે આ રાસનું સર્જન કર્યું છે. એમાં એમની ઉચ્ચ કવિપ્રતિભા પ્રસંગે-પ્રસંગે ઝળકી ઊઠી છે.
વલ્કલગીરીરાસની રચના સંવત ૧૬૮૧માં જેસલમેર નગરમાં મુલતાનના શાહ કરમચંદના આગ્રહ વિનંતીથી કરી છે. આ રાસમાં જૈનોના સુપ્રસિદ્ધ રાજર્ષિ પ્રસન્નચંદ્ર અને વલ્કલચીરીની કથા અત્રે આલેખી છે. સામાન્ય રીતે કવિ દરેક કૃતિમાં પોતાના આધારગ્રંથ વિશે નોંધ કરે છે પરંતુ આ રાસને અંતે એમણે નિર્દેશ કર્યો નથી. “ત્રિષષ્ટિશલાકપુરષચરિત્રના પરિશિષ્ઠ પર્વમાં જંબુસ્વામી ચરિત્ર પૂર્વે હેમચંદ્રાચાર્યે વલ્કલચીરી કથા વિગતવાર આપી છે. પરંતુ એની સાથે સમયસુંદરની આ કૃતિ સરખાવતા મુખ્યમુખ્ય ઘટનાઓને તે યોગ્ય રીતે અનુસરતી હોવા છતાં કવિએ માત્ર તેનો થોડોક જ આધાર લીધો હોય તેમ જણાય છે. કથાનકઃ
કવિએ વલ્કલચીરીરાસની રચના દુહા અને જુદીજુદી દેશીઓમાં લખાયેલી ઢાલમાં કરી છે. કદની દૃષ્ટિએ જોતાં આ રાસ જૈનરાસાઓમાં મધ્યમ કદના રાસ તરીકે જેને ઓળખાવી શકાય તેવી રચના છે. કવિએ એ માટે કથાનક અનુરૂપ પસંદ કર્યું છે. દસ ઢાલની વચ્ચેવચ્ચે દુહાની કડીઓ મળી કુલ ૨૨૬ ગાથામાં આ રચના પ્રાપ્ત થાય છે.
કૃતિના આરંભમાં પ્રણાલિકા અનુસાર સરસ્વતી દેવીને, સદૂગરને તથા પાર્શ્વનાથ પ્રભુને પ્રણામ કરવામાં આવ્યા છે. સાથોસાથ આ કૃતિરચનાનો હેતુ દર્શાવવામાં આવ્યો છે :
તઉ પણિ ભવ તરિઆ ભણી, કરિવઉ કોઈ ઉપાય વલ્કલચીરી વરણવું, જિમ મુઝ પાતક જાય.
કથાના આરંભમાં મગધનગરનું વર્ણન પ્રાપ્ત થાય છે. આ નગરી ભગવાન મહાવીર, ધન્ના, શાલિભદ્ર, નંદન મણિયાર, જંબુસ્વામી, 44 * જૈન રાસ વિમર્શ