________________
મૃગાવતી ચરિત્ર-રાસ (કવિ સમયસુંદરજી)
દીક્ષા એચ. સાવલા
વિષયવસ્તુ :
આ રાસના કથા-વસ્તુ માટે મૃગાવતીનું જૈનોમાં સુપ્રસિદ્ધ ઐતિહાસિક ચિરત્ર કવિએ પસંદ કર્યું છે. મૃગાવતી ભગવાન મહાવીરના સમયમાં શતાનીક રાજાનાં રાણી હતાં. ભગવાન મહાવીર પાસે એ દીક્ષા લઈ સાધ્વી થયાં હતાં. ભગવાન એમને પ્રવર્તિની ચંદનબાળાની શિષ્યા બનાવે છે. મૃગાવતીનું સ્થાન સતીઓમાં મોખરે છે. પ્રાતઃસ્મરણીય સોળ સતીઓમાં એમની ગણના થાય છે. સૂર્યાસ્ત થઈ ગયા છતાં ભગવાન મહાવીરની પર્ષદામાં વધુ સમય રોકાવાને કા૨ણે ગુરુણી ચંદનબાળા તરફથી ઠપકો મળતાં મૃગાવતી પશ્ચાત્તાપ અને આલોચના કરતાંકરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. પોતાનાં ગુરુણી કરતાં પોતે વહેલું કેવળજ્ઞાન પામે છે. આમ એની ખબર પડતાં જૈન પ્રણાલિકા અનુસાર ગુરુણી ચંદનબાળા શિષ્યા મૃગાવતીને વંદન કરે છે, કેવલીને નમસ્કાર કરે છે. આમ આ રાસમાં પશ્ચાત્તાપ વ્યક્તિને કેટલે સુધી લઈ જાય છે અને આખરે તે કેવળીપદને પામે છે.
આમ જો મન નિર્મળ હોય તો ચોક્કસ મહાવીરના ધામને આપણે પ્રાપ્ત કરી શકીશું એનો ચિતાર કવિ સમયસુંદરજીએ આ રાસમાં ખૂબ તાદેશ રીતે વ્યક્ત કર્યું છે.
‘મૃગાવતી ચિરત્ર’ ૩ ખંડમાં વિભાજિત છે. ખંડ-૧માં ઢાલ-૧૩, ગાથા ૨૬૮, ખંડ-૨માં ઢાલ ૧૩ ગાથા ૨૬૬, ખંડ-૩માં ઢાલ ૧૨, ગાથા ૨૧૧ વર્ણવાઈ છે.
પ્રથમ ખંડ-૧
સરસ્વતીજીએ વંદન કરી સદ્ગુરુને પ્રણામ કરી બે હાથ જોડી એક કૃપા માગે છે એનાથી રાસનો ઉઘાડ થયો છે.
દાન-શીલ અને તપ-ધર્મને પ્રધાન માની વર્ધમાનના ગુણ ગાઈ શીલનો ચિતાર આપે છે. શીલવતીના નામ આપે છે. બ્રાહ્મી, ચંદનબાલિકા, વગેરે
32 * જૈન રાસ વિમર્શ