________________
રાણી પદ્માવતી વિકલાંગપુત્રોની વેદનાથી અને રાજાના સત્તાલોભી લાલસાયુક્ત સ્વભાવથી વ્યથિત હતી. પુત્રોને વિકલાંગ નહીં બનાવવા અને રાજગાદીના વારસ માટે અને પિંડદાન માટે પણ પુત્રને સારી રીતે રાખવા તેણે રાજાને વિનંતી કરી, પણ રાજાએ તેની વાત માની નહીં. આથી રાણીએ ભવિષ્યમાં જન્મનાર પુત્રને ગુપ્તપણે ઉછેરવાનો વિચાર કર્યો અને તેની વ્યવસ્થા માટે તેટલીપુત્રને જણાવ્યું. વખત જતાં રાણી પદ્માવતી અને તેટલીપુત્રની પત્ની પોટિલાએ એકસાથે જ ગર્ભધારણ કર્યો અને સમય થતાં રાણી પદ્માવતીએ સ્વરૂપવાન પુત્રને તથા પોટિલાએ મૃત બાળકીને જન્મ આપ્યો. રાણીના કહેવાથી બાળકોની અદલાબદલી કરીને તેટલીપુત્રે રાણીના કંવરને પોટ્ટિલાને સોંપ્યો અને મૃત બાળકીને રાણી પદ્માવતી પાસે મૂકી દીધી. રાણીને મૃત બાળકી જન્મી છે એમ માનીને રાજા નિશ્ચિત બન્યો અને બાળકીની મરણોત્તર ક્રિયા કરી. તેતલીપુત્રે રાજકુંવરનું નામ મકરધ્વજ પાડ્યું અને તેને ગુપ્તપણે ઉછેરવા લાગ્યો.
કેટલોક સમય વિત્યા બાદ એકાએક જ તેટલીપુત્ર માટે પોટિલા અપ્રિય બની રહી. તેને પોટિલાનું નામ સાંભળવું ગમતું નહીં. આથી પોટિલા ખૂબ વ્યથિત થઈ અને દુઃખમાં દિવસો વિતાવવા લાગી. તેને દુઃખમગ્ન જોઈને તેટલીપુત્રે પોતાની ભોજનશાળામાં સાધુઓ-સંન્યાસીઓને ભોજન કરાવીને, અન્નદાન કરીને આત્માને શાતા આપવાનું સૂચવ્યું. પોટ્ટિલાએ તે સૂચન સ્વીકાર્યું. દરમિયાનમાં તેતલપુરમાં સાધ્વી સુવ્રતા આર્યાનું આગમન થયું. પોટ્ટિલાએ તેમને યથાયોગ્ય આહાર વહોરાવ્યો અને પ્રણામ કર્યા, તથા પોતાના પતિનો પ્રેમ પ્રાપ્ત કરવાનો ઉપાય પૂછવા લાગી. આથી સુવ્રતા આર્યાએ તેને સંસારની અસારતાનો ઉપદેશ આપીને દીક્ષા લેવાનું સૂચવ્યું. પોટ્ટિલાએ દીક્ષા માટે પોતાના પતિની આજ્ઞા માગી. તેતલીપુત્રે ભવિષ્યમાં પોટ્ટિલાએ પોતાને કેવલી પ્રરૂપિત ધર્મનો ઉપદેશ આપવાની શરત મૂકીને દીક્ષા લેવાની પરવાનગી આપી. પોટ્ટિલાએ વિધિપૂર્વક દીક્ષા અંગીકાર કરી અને સાધ્વી બની.
આ બાજુ કનકરથ રાજાનું મૃત્યુ થતાં મકરધ્વજ રાજગાદીએ બેઠો. તેણે પિતાતુલ્ય તેટલીપુત્રની સત્તા અને ભૌતિક સગવડોમાં ઘણો વધારો કરી આપ્યો અને તેટલીપુત્ર ખૂબ વૈભવમાં એશઆરામથી રહેવા લાગ્યો.
પોટિલાએ પોઠ્ઠિલદેવના સ્વરૂપમાં તેતલપુત્રને વચન અનુસાર કેવલી
તૈતલિપુત્ર રાસ * 23