________________
ભમરી ભેંમ૨ કમલગુણ ગેલિ મીઠી દ્રાખ તણી જિલ વેલિ સરસ ચડીયૌવન માડવઈ રસીઓના તે રસ પૂરવઈ
– જેવી પંક્તિઓમાં શૃંગા૨૨સનું માધુર્યભર્યું નિરૂપણ કરતાં આ કવિ ભોગ-વિલાસ જીવનની વ્યર્થતાનું પણ એવું જ સચોટ કાવ્યમય આલેખન કરે છે ઃ
સહુકો સ્વારથ આપણઈ મિલિઉં મિલાપઉ એહ,
નરગ તણા દુકખ તે લહઈ જે નર કરઈ સનેહ,
રાસાઓમાં અનેક ટૂંકા, સુંદર અને ચિત્તહા૨ક વર્ણનો અને ચમત્કૃતિયુક્ત પંક્તિઓ આવે છે.
કનકરાજાના વિકલાંગ પુત્રો માટે પાંખ વિહોણા પંખીઆ’ની ઉપમા યોજીને તેમના તરફરાટ અને વિહ્વળતાનું માર્મિક રીતે નિરૂપણ કરનાર આ કવિ માનવહૃદયના સંઘર્ષોને બહુ જ ઓછા જ શબ્દોમાં પણ હૃદયસ્પર્શી રીતે રજૂ કરે છે. નાનાવિધ પરિસ્થિતિમાં માનવમનમાં જાગતાં ઊર્મિનાં આંદોલનોને કવિ સહજભાવે તાદશ કરે છે. પતિગૃહે વિદાય થતી રત્નમંજરીના સમગ્ર મનોભાવોને પિતાનું ઘર છોડતાં ‘આધા નવ હિઈ પાઈ’ એટલા શબ્દોમાં જ સચોટ રીતે વ્યક્ત કર્યા છે. પ્રણયી હૃદયની પ્રતીક્ષા, ઉલ્લાસ, વ્યાકુળતા, વિરહની તીવ્ર કટુ વેદના, માતૃહૃદયની ઘેરી વ્યથા, વિકલાંગ પુત્રોની વેદના, સ્વજનો અને પરિજનોથી અપમાનિત થયા તે તેતલીપુત્રની મનોયાતના એવા અનેક પ્રસંગોનું જીવંત નિરૂપણ કરીને કવિ માનવમનના ઊંડાણમાં અવગાહન કરાવે છે.
-
સંસારની અસારતા અને ક્ષણભંગુરતાની સાથે જ વિવિધ પ્રકારના ભોગોપભોગનાં રસલુબ્ધ વર્ણનો પણ કવિ આપે છે. નારીને નરકની ખાણ’ કુડકપટની જાળ તરીકે આલેખે છે, તો તેના નખશિખ સૌંદર્યનાં વર્ણનો પણ આપે છે. અલબત્ત સહજસુંદરની કવિતાનો મુખ્ય હેતુ ધર્મપ્રતિબોધનો છે. પોટિલા દીક્ષા લે છે ત્યારે તેનાં ધર્મરૂપ આભૂષણોનું વર્ણન કવિ આ રીતે
તૈતલિપુત્ર રાસ - 29