________________
આપેલ છે.
ધર્મોપદેશમાળામાં પણ રાણીનું નામ કમલાવતી અને પુત્રનું નામ કનકધ્વજ આપેલ છે. “ઉપદેશપ્રાસાદમાં પોટ્ટિલાને સુવર્ણકાર મૃષિકાદારકની પુત્રીને બદલે નગરશેઠની પુત્રી કહેલ છે.
જ્યારે પોટિલા મંત્રીને પ્રતિબોધ કરે છે ત્યારે તેને જાતિસ્મરણજ્ઞાન થાય છે અને પછી તે સંયમવ્રતને ગ્રહણ કરે છે. ઉપદેશપ્રાસાદમાં મંત્રી પ્રતિબોધ પામી શ્રાવકનાં ૧૨ વ્રત ગ્રહણ કરે છે અને પછી ગુરુ પાસે જઈ પોતાનો પૂર્વભવ પૂછતાં તેને જાતિસ્મરણજ્ઞાન થાય છે. અને ત્યાર બાદ “સંયમવ્રત' ગ્રહણ કરે છે.
આત્મપ્રબોધ ભાષાંતરમાં તેલીપિતાને મહાવીર સ્વામીના ૧૦મા શ્રાવક તરીકે ઓળખાવ્યા છે. અન્ય ક્યાંય તેટલીપુત્રનો કે પિતાનો ૧૦મા શ્રાવક તરીકે ઉલ્લેખ મળતો નથી. તેટલીપુત્રની આખી કથામાં ક્યાંય પણ તેતલીમંત્રીને પોટિલા ઉપર અપ્રીતિ થઈ તેનું કારણ વર્ણવવામાં આવ્યું નથી. આ કથા આપણને વિવિધ વિષયોનો બોધ કરાવે છે જેમ કે બોધ – ૧ આ ઉપરાંત જ્યારે પોટ્ટિલા તેતલીને અપ્રિય બની રહે છે, ત્યારે તેટલીપુત્ર તેને પોતાની ભોજનશાળામાં સાધુ-સંન્યાસીને ભોજન કરાવી અન્નદાન કરીને આત્માને શાતા આપવાનું સૂચવે છે કે જેના ધર્મમાં અન્નદાનનો કેટલો મહિમા છે તે સૂચવે છે. બોધ – ર આત્મામાં સમ્યગ્દર્શન વગેરે પ્રગટ થઈ ગયા હોય તોપણ સદ્દગુરુના ઉપદેશરૂપ તેમનું વર્ધન કરનાર સામગ્રી ન હોય તો તે ગુણોની હાનિ થાય છે. બોધ – ૩ જીવને તથાવિધ સામગ્રી મળતી રહે તો જ ગુણસંપત્તિ વધતી
જાય છે. તેટલીપુત્ર રસની વિશેષતાઓ : તેતલી રાસ
કર્તા: સહજસુંદરસૂરિ, રચના સમયઃ સં. ૧૫૯૫ આસો સુદ-૮ મંગળવાર
રચના સ્થળ : શાંતિજ ગામ
તૈતલિપુત્ર રાસ 25