________________
પ્રરૂપિત ધર્મનો બોધ આપવાનો આરંભ કર્યો, પણ ભોગવિલાસમાં રહેતા તેટલીપુત્રને તેની અસર થઈ નહીં. પોલિદેવે વિચાર્યું કે જ્યાં સુધી તેતલીપુત્રને આ માનપાન અને સુખ-સમૃદ્ધિ મળતાં રહેશે ત્યાં સુધી ઉપદેશની અસર થશે નહીં. તેથી મંત્રીશ્વરનો મદ ઉતારવા માટે તેમણે લીલાપૂર્વક રાજા મકરધ્વજને મંત્રીથી વિમુખ બનાવ્યો. રાજા દ્વારા અપમાનિત થયેલા મંત્રીનો તેના કુટુંબીજનો – માતા, પિતા, પુત્રો, પત્ની, વગેરેએ પણ અનાદર કર્યો. અપમાનિત થયેલા તેતલીપુત્રે આત્મહત્યાનો પ્રયાસ કર્યો. સૌ પ્રથમ તેણે તાલપુટ નામનું વિષ ખાધું પણ દેવપ્રભાવથી તે અમૃત થયું. પછી મરણ પામવા જળપ્રવેશ, અગ્નિપ્રવેશ, ગળે ફાંસો, ગિરિપાત, વૃક્ષપાત અને શસ્ત્રાઘાત વગેરે મૃત્યુના સર્વે પ્રકાર કર્યા. પણ તે મંત્રી તેમ કરવામાં નિષ્ફળ રહ્યો. આ સમયે પોઠ્ઠિલદેવે પોટ્ટિલાના સ્વરૂપમાં હાજર થઈને સંયમધર્મનો ઉપદેશ કર્યો. સંયમ વ્રત વડે સંસારસાગરને પાર કરી જવાનો બોધ આપ્યો. ઉપદેશના આ શુભયોગથી તેટલીપુત્રને જાતિસ્મરણ થયું. પોતાનો પૂર્વજન્મ અને ચૌદચૌદ પૂર્વોનો કરેલો અભ્યાસ યાદ આવ્યો. તેણે મહાવ્રતોનો સ્વીકાર કર્યો અને પ્રમદવન ઉદ્યાનમાં અશોકવૃક્ષ નીચે બેસીને તપશ્ચર્યા કરવા લાગ્યો. શુભ યોગ અને કર્મોનો ક્ષય થવાથી તેને કેવલદર્શન થયું. આ સમયે તેતલપુર નગરની નજીકના દેવ-દેવીઓએ દુંદુભિનાદ કર્યો. પાંચ વર્ણનાં ફૂલોની વર્ષા કરી અને દિવ્ય ગાંધર્વગીતનો નાદ વર્ણવી કેવલજ્ઞાનનો મહોત્સવ ઊજવ્યો.
મકરધ્વજ રાજાને તેટલીપુત્રના કેવલજ્ઞાન સંબંધી વાત જણવા મળી. તે તેટલીપુત્ર પાસે આવીને ક્ષમાયાચના કરવા લાગ્યો. તેટલીપુત્રના ઉપદેશથી તેણે પણ સંયમ ધર્મ અંગિકાર કર્યો અને ધર્મનું પાલન કરતાં-કરતાં “અવિચલ ઠામ'નો અધિકારી બન્યો. કથાના અન્ય પ્રાપ્તિ સ્થાન:
આ ઉપરાંત તેટલીપુત્રની કથા ઉપદેશપ્રસાદ, વર્ધમાન દેશના, જેન કથાઓ, ઋષિમંડલ પ્રકરણ, ધર્મોપદેશ માલા વિવરણ, આગમ કે અનમોલ રત્ન, મધ્યકાલીન ગુજરાતી કથાકોશ, જૈન કથાઓ, ઈસીભાસિઈ, આદિ ગ્રંથોમાં મળે છે.
આમ, તો આ બધા ગ્રંથોમાં કથાનક સમાન છે પણ ઉપદેશપ્રાસાદમાં ક્યાંકક્યાંક જુદાપણું જણાય છે. જેમ કે નગરનું નામ તેતલીને બદલે ત્રિવલ્લી આપેલ છે. રાજા કનકરથ અને રાણીનું નામ પદ્માવતીને બદલે કમલાવતી 24 * જૈન રાસ વિમર્શ