________________
તેતલી રાસ:
તેતલી રાસ એ ર૬૪ શ્લોકપ્રમાણ ચરિત્ર કથાત્મક લઘુરાસ કૃતિ છે, જે ચઉપઈ અને દુહામાં વિભક્ત થયેલ છે. આ કૃતિનું પ્રકાશન એક માત્ર પ્રાકૃત વિદ્યામંડળ દ્વારા થયેલું છે. જેમાં તે પ્રતના આધાર રાખીને પ્રકાશન થયું છે તે ઘણી ભૂલભરેલી છે. આથી નવું સંશોધન અપેક્ષિત છે.
આ રસમાં ૧૦ વાર ચઉપઈ આવે છે. અને ૯ વાર દુહા આવે છે.
આ કૃતિમાં ચઉપઈ અને દુહા સિવાય અન્ય કોઈ છંદનો પ્રયોગ થયેલો ન હોવાથી સરળતાથી ગાઈ શકાય તેવી રચના છે.
આ કૃતિમાં કુલ ૧૬ર ચઉપઈ છે અને ૧૦૨ દુહા છે. આ કૃતિ જ્ઞાતાધર્મકથા આગમના ૧૩ અધ્યયનમાં તેતલી મંત્રીની કથાના આધારે રચવામાં આવી છે. કૃતિની ભાષા પ્રવાહી, સરળ છતાં ઈંગિતને સચોટ રીતે વ્યક્ત કરનારી છે. કાવ્યગત ભાવને માર્મિક બનાવવા કવિએ વારંવાર ઉપમા, રૂપક, દયંત
વગેરે અલંકારો યોજ્યા છે. તેટલીપુત્રની કથા રાસને આધારે)
આ રાસની રચના આગળ વર્ણવ્યું તેમ જ્ઞાતાધર્મ કથા' આગમને આધારે થયેલ છે.
કથાસાર: ર૬૪ કડીમાં વિસ્તરેલા આ રાસની શરૂઆતમાં કવિ સરસ્વતી દેવી અને વિતરાગ દેવને વંદન કરીને કથાનો આરંભ કરે છે.
જબુદ્વીપના તેતલપુર નગરમાં કનકરથ નામે રાજા રાજ્ય કરતો હતો. તેની રાણીનું નામ પદ્માવતી અને મંત્રીનું નામ તેતલપુત્ર હતું.
તેટલીપુત્ર એક દિવસ નગરચર્યા માટે ફરતા ફરતા સુવર્ણકર મુષિકાદરકની પુત્રી પોટ્ટિલાને નિહાળે છે. તેના રૂપસૌંદર્યથી તેના તરફ આકર્ષાય છે અને વિધિપૂર્વક તેની સાથે લગ્ન કરે છે. બંને પતિ-પત્ની એકબીજાના પ્રેમમાં આનંદથી દિવસો નિર્ગમન કરે છે.
રાજા કનકરથ રાજ્ય પ્રત્યે અત્યંત આસક્ત હતો. પોતાના પુત્રોને પણ તે રાજ્યગાદીની બાબતમાં પોતાના હરીફ ગણતો અને તેમને વિકલાંગ બનાવી દેતો, જેથી તેઓ રાજ્યગાદી માટે યોગ્ય ન રહે
22 જેને ચસ વિમર્શ