________________
સહજસુંદર હતા. જેમણે સં. ૧૫૭૦માં ને તેની આસપાસ કેટલીક ગુ.પદ્યકૃતિઓ રચી. આ સિદ્ધિસૂરિના જ બીજા શિષ્ય ઉપાધ્યાય હર્ષસમુદ્રના શિષ્ય વિનયસમુદ્દે પણ સં. ૧૫૮૩થી સં. ૧૬૦૫માં ગુ.પદ્યકૃતિઓ રચેલ છે.
આ જ સમયમાં દેવકુમાર – કર્મસાગર (ઉક્ત) દેવકલ્લોલના શિષ્ય દેવકલશે સં. ૧૫૬૯માં ઋષિદત્તા ચોપાઈ રચી હતી. કિવિ સહજ સુંદરની કૃતિઓઃ
કવિ સહજસુંદર ઉપકેશ ગચ્છના ૧૮મા સિદ્ધિસૂરિના શિષ્ય ઉપાધ્યાય રત્નસુંદરના શિષ્ય હતા. આ સમય સં.૧૫૦૦નો હતો. જે સમયે મધ્યકાલીન રાસા સાહિત્યનો ઘણો જ વિકાસ થયેલ હતો. એ સમયે “રાસ', ફાગુ' આદિ કાવ્યરચનાઓ બહોળા પ્રમાણમાં રચાઈ હતી. કવિ સહજસુંદર સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતા. સંસ્કૃત ભાષા ઉપરના તેમના પ્રભુત્વનો પ્રભાવ તેમની ગુજરાતી કૃતિઓમાં વપરાયેલા તત્સમ સંસ્કૃત શબ્દો ઉપરથી સ્પષ્ટ થાય છે.
ઈ. સ. ૧૫૧૪થી ૧૫૩૯ સુધીની તેમની રચનાઓ મળે છે.
તેમણે રારા, સંવાદ, છંદ, સ્તવન, સઝાય વગેરે વિવિધ કાવ્યપ્રકારોમાં અનેક કૃતિઓ રચી છે.
જે નીચેના કોષ્ટક દ્વારા રજૂ કરાઈ છે.
આ રીતે જોઈ શકાય છે કે કવિ સહજસુંદરજીએ ઘણા જ વિવિધ વિષયોમાં ખેડાણ કરેલું છે. તેમની લગભગ બધી કૃતિઓમાં પ્રારંભ સરસ્વતી દેવીને નમસ્કાર કરાયો છે. ક્યાંકક્યાંક સિદ્ધિસૂરિને પણ નમસ્કાર કરાયો છે. તેમની મોટા ભાગની કૃતિઓ હજુ અપ્રકાશિત છે. તેમની કવિતા ધર્મપ્રતિબોધક હોવા છતાં સાહિત્યિક ગુણવત્તાના ધોરણે પણ ઉચ્ચ કક્ષાની છે, વિવિધ અલંકારો, પ્રચલિત લયઢાળો અને સરળ સુબોધક શબ્દોને પ્રયોજતી તથા જીવનનું તત્તલક્ષી નિરૂપણ કરતી કવિની કાવ્યરચનાઓ તેમાંના ઉત્તમ કાવ્યગુણોનું નિદર્શન કરાવે છે. મહદ્ અંશે પ્રાચીન આગમકથાને આધારે રચાયેલા તેમના રાસાઓ વસ્તુ સુરેખ અને સ્પષ્ટ છે. તેમાં આવતાં વર્ણનો કથારસને ખંડિત ન કરતાં વસ્તુવિકાસ અને પાત્રપરિચય માટે ઉપકારક બની રહે તેવાં છે. ૭. એજનું – પૃ.૧૯૪ ૮. ઉમાશંકર જોશી, ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ, પૃ.૫૩ ૯. નિરંજના શ્વેતકેતુ વોરા, કવિ સહજસુંદરની રાસકૃતિઓ પૃ. ૧ 20 * જૈન રાસ વિમર્શ