________________
વણિક, તેનાથી અડધા બ્રાહ્મણો અને બીજા અસંખ્ય માણસોને લઈને ઉકેશનગરની ભૂમિમાં આવી નવ યોજન વિસ્તારવાળું અને બાર યોજન લાંબુ નગર વિકસાવ્યું. આ નગરમાં રત્નપ્રભસૂરિ પાંચસો શિષ્ય સાથે આવીને ઉદ્યાનમાં રહ્યા પણ કોઈએ તેમણે વંદન કર્યું નહીં. આથી શાસનદેવીએ લોકો સૂરિ પાસે જાય તે માટે એક ઉપાય કર્યો.
તે ગામનો ઉહડ શ્રેષ્ઠી કૃષ્ણમંદિર બંધાવતો હતો. તેમાં સ્થાપવા શાસનદેવીએ શ્રીવીર પ્રભુની પ્રતિમા તેજ શેઠની ગાયના દૂધ વડે તૈયાર કરાવવા માંડી. સાંજે તે ગાય લાવણ્યહૃદ નામના પર્વત ઉપર પોતાનું દૂધ રેડતી. આનો સંશય ટાળવા ઉહડ શ્રેષ્ઠી મુનિ પાસે આવ્યા. ત્યારે સૂરિએ કહ્યું કે ત્યાં પ્રભુની પ્રતિમા તૈયાર થાય છે. અને અમુક વખતે તૈયાર થશે. પરંતુ શેઠની ધીરજ ન રહેતા તેણે કહેલ વખત પહેલાં ત્યાં ખોદતાં વિપ્રભુની પ્રતિમા નીકળી પણ તેના હૃદય સ્થાને લીંબુ જેવી બે ગાંઠો હતી. આ પ્રતિમા પ્રાપ્ત થતાં તેની સ્થાપના માટે સૂરિએ મહાસુદ પાંચમ ને ગુરુવારનું મુહૂર્ત લગ્ન જણાવ્યું.
તેવામાં તેની નજીકના કોરંટ ગામના નિવાસીઓ પોતાના ગામમાં વીરપ્રભુની પ્રતિષ્ઠા કરાવવા સૂરિ પાસે વિનંતી કરવા આવ્યા. ત્યાંનું પણ એ જ લગ્ન મુહૂર્ત નક્કી થયું. સૂરિએ એક જ લગ્ન દિવસે ઉકેશપુરમાં વીપ્રભુની પ્રતિષ્ઠા કરી તે જ લગ્ન મુહૂર્તમાં આકાશમાર્ગે જઈ કોરંટ નગરમાં પણ બીજા વીરપ્રભુની પ્રતિષ્ઠા કરી. ' સૂરિએ વીરાતુ ૭૦ વર્ષ લોકોને સ્નાત્રક્રિયાને પૂજનક્રિયા સમજાવી આથી ઉહડ શ્રેષ્ઠીએ સહપરિવાર જૈન ધર્મનો અંગીકાર કર્યો.
એક વખત ધનકોટિપતિ નામના બ્રાહ્મણના પુત્રને કાળા નાગ દેશ દીધો તેથી તે મૃતપ્રાય થયો. અનેક ઉપાયો છતા કાળાનાગનું વિષ ઊતર્યું નહીં. ત્યારે સૂરિએ તે બ્રાહ્મણને જઈને પૂછ્યું કે આ તારો પુત્ર વિષમુક્ત બને તો તું શું કરે? ત્યારે બ્રાહ્મણે ઉત્તર આપ્યો કે જો આપ મારા પુત્રને વિષમુક્ત કરશો તો હું આપનો સેવક થઈને રહીશ.
આચાર્યે પોતાના પગ પખાળી તે જળ પુત્ર પર છાંટતા તે વિષમુક્ત બન્યો. આથી બ્રાહ્મણે અન્ય બ્રાહ્મણોને લઈ ગુરુને વંદન કર્યો. અને આચાર્યો ત્યાં રહીને ૧૮000 વણિકોને જૈનધર્મી બનાવ્યા.
એક વાર આ ગામમાં શ્રાવકો ચંડિકાદેવીનું પૂજન કરતા હતા. આ
18 * જૈન રાસ વિમર્શ