________________
પૂજનમાં દેવીની પ્રસન્નતા માટે પ્રાણીનો વધ કરાતો હતો. આથી જીવદયાપ્રેમી રત્નપ્રભસૂરિએ શ્રાવકોને તેમ ન કરવા સમજાવ્યું. પણ શ્રાવકોએ દેવીના કોપથી કુટુંબાદિનો નાશ થશે તેવી ચિંતા વ્યક્ત કરતાં આચાર્યે રક્ષાની ખાતરી આપી ચંડિકદેવીનું પૂજન ન થતાં તેમણે કુપિત થઈ નેત્રપીડા કરી. ત્યારે ગુરુએ તેમને જકડી બાંધી લીધી અને જીવદયા ધર્મનો ઉપદેશ આપ્યો. અને માંસને બદલે સુગંધાદિ દ્રવ્યો પકવાન આદિ લેવા સમજાવ્યું અને દેવીને પ્રતિબોધ પમાડ્યાં. દેવીએ કહ્યું કે હું આપની સેવા કરવા તત્પર છું પણ યોગ્ય સમયે આપે મારું સ્મરણ કરવું અને દેવતાવસરે મને ધર્મલાભ આપવો. વળી, કંકુ, નૈવેદ્ય, પુષ્ય આદિ દ્રવ્યો દ્વારા શ્રાવકો પાસે મારી સાધર્મિક ભક્તિ કરાવવી. સૂરિએ તેમ કરવા સ્વીકાર્યું અને તે દેવીનું “સત્યકા' (સચ્ચિકા) એવું નામ પ્રસિદ્ધ થયું. આમ, સૂરિએ આ ઉકેશનગરમાં ઘણા જૈન શ્રાવકો બનાવ્યા. ત્યારથી આ રત્નપ્રભસૂરિનો અને તે પછી તેમની પરંપરામાં થયેલા શ્રમણો ઉપકેશગચ્છના શ્રમણ નામે પ્રસિદ્ધ થયા.
ત્યાંથી વિહાર કરી અન્ય ગામોમાં વિહાર કરતા તેમણે સવાલાખ શ્રાવકો કર્યા. છેવટે યક્ષસૂરિને પોતાના પદે સ્થાપી ૮૪ વર્ષનું આયુષ્ય ભોગવી સ્વર્ગસ્થ થયા. ત્યાર બાદ તેમની પરંપરાએ કક્કસૂરિ, દેવગુપ્તસૂરિ અને સિસૂિરિ થયા.
આ પરંપરામાં ૩૫મા પટ્ટધર સુધી આચાર્યોની પરંપરા પાંચ-પાંચ નામોથી ચાલતી, અર્થાત્ –
રત્નપ્રભસૂરિ - યક્ષદેવસૂરિ-કસૂરિ-દેવગુપ્તસૂરિ સિદ્ધિસૂરિરત્નપ્રભસૂરિજી - યક્ષદેવસૂરિ – કસૂરિ –-- એમ વાવત્ સિદ્ધિસૂરિ (ઉમા) સુધી આ પરંપરા ચાલી પછી ત્રણ-ત્રણ નામોથી પાટ પરંપરા ચાલતી.*
સિદ્ધિસૂરિ (ઉમા) – કક્યુરિ (૮મા) – દેવગુપ્તસૂરિ – સિદ્ધિસૂરિ (૮મા) - કક્કસૂરિ... એમ ૭૧મી પાટ પરંપરાએ આવેલા ૧૮મા સિદ્ધિસૂરિ ૧૫Coના સૈકામાં થયા. તેમનો પદ મહોત્સવ સં. ૧૫૬પમાં મેદનીપુરમેતાડમાં શ્રેષ્ઠ ગોત્રના મંત્રી દશરથના પુત્ર મંત્રી લીલાગરે કર્યો હતો.
આ જ સિદ્ધિસૂરિના શિષ્ય ઉપાધ્યાય રત્નસુંદર સૂરિના શિષ્ય કવિ ૪. સં. મુનિશ્રી જ્ઞાનસુંદરજી મહારાજ પાર્શ્વનાથ પરંપરાકા ઈતિહાસ, ભાગ-૨ પત્રિપુટી મહારાજ જૈન પરંપરાનો ઇતિહાસ, પૃ.૨૮ જૈન ગુર્જર કવિઓમાં સિદ્ધિસૂરિને
૭રમી પાટે કહ્યા છે) ૬ જયંત કોઠારી, જૈન ગુર્જર કવિઓ ભા. ૯, પૃ. ૧૯૪
તૈતલિપુત્ર દસ 19