________________
પ્રકીર્ણ – જેમાં વિવિધ રાસોનો સમાવેશ થાય છે.
મેં પસંદ કરેલી કૃતિ તેટલીપુત્ર રાસનો સમાવેશ પૌરાણિક ચરિત્રાત્મક રાસમાં થાય છે. આ કૃતિની રચના સં.૧૫૯૫માં કવિ સહજસુંદરે કરેલ છે.
કર્તા: આ કૃતિના કર્તા ઉપકેશ ગચ્છના સિદ્ધિસૂરિના શિષ્ય ઉ.રત્નસમુદ્રના શિષ્ય સહજસુંદરે કરેલ છે. ઉપકેશ ગચ્છની ઉત્પત્તિઃ
શ્રી પાર્શ્વનાથ પ્રભુના ૧૦ ગણધરમાંના મુખ્ય ગણધર શ્રી શુભદત્ત હતા તેમની પાટે શ્રી હરિદત્ત આવ્યા. તેમની પાટે આચાર્ય સમુદ્રસૂરિ અને તેમની પાટે શ્રી કેશી ગણધર આવ્યા. આ કેશી ગણધર એ મહાવીર સ્વામીના સમકાલીન સમર્થ આચાર્ય હતા શ્રી કેશી ગણધરે શ્વેતાંબિકાના નાસ્તિક રાજા પ્રદેશીને પ્રતિબોધીને જૈન ધર્મી બનાવ્યો હતો. ત્યાર બાદ એક વાર શ્રી કેશીસ્વામી શ્રાવસ્તી નગરીના તંદુકનમાં હતા ત્યારે ત્યાં ભગવાન મહાવીરના પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમસ્વામી ત્યાં આવ્યા. અને ભગવાન પાર્શ્વનાથ તથા ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં વિભિન્નતા દેખાતા વિષયો પર જાહેર વાર્તાલાપ કર્યો. વાર્તાલાપના પરિણામે બંને તીર્થકરોનો માર્ગ એક જ છે એમ નિર્ણય થતાં શ્રી ગણધર કેશીસ્વામી પાંચ મહાવ્રતોને સ્વીકારી ભગવાન મહાવીરસ્વામીના શાસનમાં દાખલ થયા અને તેઓનો શ્રમણ સંઘ પાર્શ્વ પ્રત્ય તરીકે જહેર થયો. તેમની પાટે શ્રી આ. સ્વયંપ્રભસૂરિ અને તેની પાટે આ. રત્નપ્રભસૂરિ આવ્યા.
શ્રી પાર્શ્વનાથ સંતાનીય આ. રત્નપ્રભુ સૂરિ દ્વારા ઉપકેશ ગચ્છની સ્થાપના ઓસિયા નગરીના ઉપકેશપુર કે ઉકેશનગરમાં થઈ હતી.
વીરાત્ પર મે વર્ષ શ્રીરત્નપ્રભને ગુરુએ આચાર્યપદે સ્થાપતા તે રત્નપ્રભસૂરિ બન્યા. તેઓ પાંચસો મુનિ સાથે વિહાર કરી ઉકેશનગરમાં આવ્યા.
ઉકેશનગરની ઉત્પત્તિ સુરસુંદર નામના કુમારે કરી હતી. જે પૂર્વે શ્રીમાલપુરમાં શ્રીપંજ (શ્રીપુંજી નામના રાજાના કુંવર હતો. તેણે અભિમાનથી નગરની બહાર નીકળી કોઈ નવી ભૂમિ સ્થાપવાની ઇચ્છાથી અઢાર હજાર ૧. જયંત કોઠારી, જૈન ગુર્જર કવિઓ; ભાગ- ૯, પૃ. ૧૯૩. ૨. ત્રિપુટી મહારાજ, જેન પરંપરાનો ઈતિહાસ; ભાગ ૧, પૃ. ૫૮. ૩. જયંત કોઠારી, જૈન ગુર્જર કવિઓ, ભાગ ૯ પૃ. ૧૯૪.
તૈતલિપુત્ર રાસ *17