________________
૨૬ માત્રાની ૨૬ પંક્તિ.
રાસનાં પ્રમાણ, છંદોબંધ વગેરે વિગતો જેતાં એક લાક્ષણિક બાબત જરૂર આગળ તરી આવે છે તે એ છે કે આ રાસમાં પ્રસંગ બદલાય છે. તે સાથે છંદ પણ કેટલીક વાર બદલાયો છે. બીજી ઠવણીમાં ગંગા, પિતાપુત્ર વચ્ચેનું યુદ્ધ બંધ કરાવે છે. શાંતનુ રાજા ગાંગેયને લઈ જય છે. ત્યાં પહેલા કથાપ્રસંગનો અંત આવે છે. પછી સત્યવતીનો પ્રસંગ શરૂ કરતાં કવિ છંદ બદલે છે તે જ પ્રમાણે.
૧૪ મી ઠવણીમાં વિદુર દીક્ષા લઈ વનમાં જાય છે. કૃષ્ણ દ્વારકા જાય છે. અને બન્ને પક્ષે યુદ્ધની તૈયારી થાય છે ત્યાં સુધી ચોપાઈ છે. ત્યાર પછીનાં યુદ્ધવર્ણનમાં છંદ બદલાય છે.
આ રાસમાં જૈન ધર્મનો, જૈન ધર્મના સિદ્ધાંતોનો કે સદાચારનો સીધેસીધો બોધ નથી અને રાસ કથાત્મક સ્વરૂપનો જ બની રહે છે. અલબત્ત રાસમાં જૈનપ્રણાલી પ્રમાણેની પાંડવોની કથા કહેવામાં આવી છે. તેથી નવકાર મંત્રની શક્તિ કેવી છે તે બતાવવા આ નવકાર મંત્રથી પાંડવો અનેક વાર મુશ્કેલીમાંથી બચી જાય છે તે દેખાડતા પ્રસંગો આપવામાં આવ્યા છે. અને વિદુર પાંડવો વગેરેને દીક્ષા લેતા બતાવવામાં આવ્યા છે.
આમ આ કથા મહાભારતની પાંડવોની કથાથી ઘણી જુદી પડે છે. અને આ કથાતત્ત્વ જ રાસનું વિશિષ્ટ અંગ બની જાય છે.
14 * જૈન રાસ વિમર્શ