________________
દુહા, રોળા, ત્રિપદી વગેરે છંદમાં રચાયેલી છે. દરેક ઠવણીના અંતે વસ્તુ છંદની એક કે એથી વધુ કડી છે. આમ બધી ઇવણીઓમાં શરૂઆતમાં કોઈ એક છંદમાં મૂળ કથાદેહ અને તેના અંતે વસ્તુ એ પ્રકારનું બંધારણ જોવા મળે છે. આ વસ્તુ કેટલીકવાર આગલી ઠવણીમાં આવી ગયેલ કથાનકનો ખ્યાલ આપે છે. તો મોટે ભાગે કવિને લંબાણથી વર્ણવવાના ન હોય અને છતાં કથાપ્રવાહ તૂટે નહિ તે ખાતર છોડી પણ ન શકાય એવા હોય તો એવા પ્રસંગો સંક્ષેપમાં વર્ણવે છે.
આમ વસ્તુ છંદની કડીઓ બે ઇવણી વચ્ચે સાંકળનું કામ કરે છે.
ઠવણીની સંખ્યા દર્શાવતા આંકડા “વસ્તુ પછી આપેલા છે. અને રાસ પૂરો થાય છે ત્યાં કવણીની સંખ્યા આપેલી નથી. એટલે આ “રાસમાં મૂળ ક્યાદેહ + વસ્તુ – એમ બનેલા આખા વિભાગને ઠવણી' નામ આપેલું જણાય છે.
રાસની જુદીજુદી ઠવણીઓનું માપ અને છંદની વિગતો નીચે પ્રમાણે છે.
ઠવણી ૧-૨૨ ત્રિપદી (૧૬+૧૬+૧૩ ના માપની) + ૧ વસ્તુછંદ ૨૩ કડી.
ઠવણી ૨
૧. ૧-૨૨ માત્રાની બે પંક્તિ + ૧૫ કે ૧૬ માત્રાની ૪ પંક્તિ એમ કુલ્લે ૬ પંક્તિની કડી.
૨. ૧૫ કે ૧૬ માત્રાની ૩ કડી. ૩. પહેલી ૭ કડીના બંધારણની ૧ કડી ૪. ૧૫ કે ૧૬ માત્રાની માપની ૨ કડી પ. પહેલી ૭ કડીના બંધારણની કડી. ૬. ૧૫-૧૬ માત્રાની ૩ કડી. ૭. અને છેલ્લે ૧ વસ્તુ. આમ બધી મળીને ૧૮ કડી. ઠવણી ૩: ૨૪ કડી રોળાની + ૨ વસ્તુ = ૨૬ કડી ઠવણી ૪ ૨૧ કડી દુહાની + ૩ વસ્તુ = ૨૪ કડી ઠવણી ૫
12 “જૈન રાસ વિમર્શ