________________
થતું અટકાવે છે અને ૧૩મા વર્ષના અંતે તે જ દેશની કુંવરી ઉત્તરા સાથે અભિમન્યુનાં લગ્ન થાય છે.
કૃષ્ણ દૂતકાર્ય માટે જઈ વનવાસની અવધિ પૂરી કરી આવેલા પાંડવોને પાંચ નગર આપવાનું દુર્યોધનને કહે છે. પણ દુર્યોધન ના પાડી દે છે. કૃષ્ણ તેને પાંડવોના બળની તેમ જ તેમણે કરેલા ઉપકારની યાદ આપે છે. છતાં પણ દુર્યોધન અચળ રહે છે. આમ બન્ને પક્ષ વચ્ચે યુદ્ધનો પ્રસંગ ઊભો થાય છે. ગાંગેય પણ દુર્યોધન તેમને વશ નથી એમ કહે છે. કુન્તી ગુપ્ત રીતે કર્ણને મળે છે અને યુદ્ધમાં કૌરવ સાથે ન ભળવાનું વિચારવા કહે છે. પણ કર્ણ દુર્યોધનનો પક્ષ છોડવાની ના પાડે છે અને કૃષ્ણ યુદ્ધમાં અર્જુન સાથે રહેવાની જહેરાત કરે છે.
ઠવણી ૧૪માં વિદુર વ્રત લઈને વનમાં જાય છે. કૃષ્ણ દ્વારકા જાય છે. બન્ને પક્ષે યુદ્ધની તૈયારી થાય છે અને જબરું યુદ્ધ થાય છે તેમાં બને પક્ષે ગાંગેય, દ્રોણ, અભિમન્યુ, જયદ્રથ, ભગદત્ત, કર્ણ વગેરે અનેક યોદ્ધાઓ મરે છે. યુદ્ધના અંતે દુર્યોધન સરોવરમાં સંતાયો હોય છે તેને બહાર કાઢી ભીમ હરાવે છે. અશ્વત્થામા, કૃપ, કૃતવર્મા રાત્રે પાંડવોના પુત્રોની હત્યા કરે છે. શિખંડીને મારે છે ત્યારે કૃષ્ણ બધાને બોધ આપી સાંત્વન કરે છે.
યુદ્ધના અંતે બધા લોકો હસ્તિનાપુર આવે છે.
છેલ્લી તવણી ૧૫માં કવિ કહે છે કે પાંડવોને એક દિવસ નેમિજીનેશ્વરના વ્યાખ્યાનથી કેવળજ્ઞાન થતાં તેઓ દીક્ષા લે છે ને પરીક્ષિતને રાજ્ય આપે છે એમ કહી પાંચેય પાંડવોના પૂર્વભવ વર્ણવે છે અને છેવટે
આ રાસના પઠનથી થનારા લાભ, રાસની રચના ક્યારે થઈ? ક્યાં થઈ? કોણે કરી? આ રાસનું વસ્તુ ક્યાંથી લીધું છે એ બધી વિગતો આપે છે. · पंडव तणउं चरीतु जो पढए जो गुणई संभलए पाप तणउ विणासु तसु रहईं ए हेलां होईसिए । नीपनउ नस्ररि नादउद्रि वजरी ए पच्चहोत्तर ए तंदुलवेनालीन सूत्र माझिला ए भव अम्रि उधा ए पूनिमपखमुणित्रं शालिभद्र ए सूरिहिं नीमीउ ए देवचन्दउपरोधि पंडव ए रासु रसाउलु ए
રાસની દરેક ઠવણી જુદા જુદા છંદમાં રચાઈ છે. જોકે લગભગ અડધા ભાગની ઠવણી ચોપાઈ બંધમાં છે. બાકીની ઠવણીમાં સોરઠા, સોરઠાની દેશી,
પંચપાંડવ ચરિઉ ચસ •n