________________
નાનોભાઈ વિન્માલિ રોષે ભરાઈને રાક્ષસો સાથે ભળ્યો છે અને તે રાક્ષસોને હરાવવાના છે એમ જાણી દાનવો સાથે લડવા જાય છે. અર્જુન તેમને હરાવે છે. એટલે ખુશ થઈ ઈન્દ્ર તેને કવચ, મુકુટ અને શસ્ત્ર આપે છે અને ચિત્રાંગદા ધનુષ્યવેદ આપે છે પછી તે પાંડવોને આવી મળે છે. એટલામાં આકાશમાંથી એક સુવર્ણકમળ પડ્યું. દ્રોપદીને આવા કમળની ઈચ્છા થાય છે તેને માટે ભીમ વનેવને ફરે છે. ભીમને વાર લાગે છે એટલે યુધિષ્ઠિર હિડિંબાને સંભારે છે. હિડિંબા તેમને ભીમ પાસે પહોંચાડે છે. ભીમ-હિડંબાનો પુત્ર ઘટોત્કચને પાંડવો રમાડે છે. હિડિંબા પાછી જાય છે ત્યાં એક કૌતુક થાય છે. દ્રૌપદીના વચને ભીમ સરોવરમાં જાય છે ને તે પાછો વળતો નથી એટલે એક પછી એક ભાઈઓ પાછળ જાય છે.
પણ કોઈ ભાઈ પાછા નથી વળતા એટલે કુંતી, દ્રોપદી નવકાર મંત્રનું સ્મરણ કરતાં ધ્યાનમાં બેસે છે ને બીજે દિવસે પાંડવો એક પુરુષ સાથે આવી પહોંચે છે ને તે પુરુષ સાથે સુવર્ણકમળ લાવ્યો હોય છે.
ઇંદ્રના આદેશથી નાગપાશ છોડી નાગરાજ પાંડવોને રાજ્ય ને દ્રૌપદી માટે હાર અને કમળ આપે છે. વળી તેમને ૫ વિદ્યા પણ સિદ્ધ થાય છે.
ઠવણી ૧૨માં સ્વૈતવનમાં દુર્યોધનને હરાવી અર્જુન તેને યુધિષ્ઠિર પાસે લાવે છે. યુધિષ્ઠિર તેને જવા દે છે ને સાથે જયદ્રથ હોય છે તે પાછા વળી રહી જાય છે ને એ કપટી, દ્રૌપદીનું અપહરણ કરી ભાગે છે. ભીમ-અર્જુન તેની પાછળ પડે છે અને સૈન્યને હરાવી દ્રૌપદીને પાછી મેળવે છે. કુન્તીના વચનથી તેઓ જયદ્રથને મારતા નથી.
બીજી તરફ દુર્યોધન નગરમાં જઈ પડો વગડાવે છે કે જે કોઈ પાંડવોનો વિનાશ કરશે તેને ઇનામ મળશે. પુરોહિતનો પુત્ર પાંડવોને મારવાનું દુષ્કૃત્ય કરવાનું સ્વીકારે છે પણ નારદ ઋષિની સલાહથી પાંડવો ધ્યાનમાં બેઠા હોય છે એટલે તે કાંઈ કરી શકતો નથી. સાત દિવસ પછી આખું સૈન્ય આવે છે પણ પાંડવો તેમનો સામનો કરે છે.
ઠવણી ૧૩માં પાંડવો માસખમણ કરે છે ને માસખમણનાં પારણાં કરવાના હોય છે ત્યાં એક જૈન મુનિ આવે છે. પાંડવો તેને અતિથિદાન દે છે ત્યારે આકાશવાણી થાય છે કે વનવાસનું ૧૩મું વર્ષ મત્સ્યદેશમાં ગાળો. પછી પાંચે પાંડવો બ્રાહ્મણ, રસોયો, નૃત્યશિક્ષક, અશ્વસંધિ એવા જુદા જુદા વેશ ધારણ કરીને ત્યાં રહે છે, ત્યાં કીચકને મારે છે, ગાયોનું હરણ
10 જૈન રાસ વિમર્શ