________________
છે. યુધિષ્ઠિર આથી શરમાતો હોય છે ત્યાં એક ચારણ મુનિ આવીને કહે છે કે ગયા જન્મે તપ કરી આ સ્ત્રીએ પાંચ પુરુષ ઈચ્છડ્યા હતા તેથી પાંચે પાંડવોનાં દ્રોપદી સાથે લગ્ન થાય છે.
લગ્ન પછી બધા હસ્તિનાપુર આવે છે. નારદ મુનિ બધા ભાઈઓ માટે દ્રૌપદી સાથે રહેવાનો સમય નક્કી કરી આપે છે. એક દિવસ સત્યને કારણે અર્જુન આ સમયધર્મનું ઉલ્લંઘન કરે છે તેથી શરત પ્રમાણે તેને ૧૨ વર્ષ વનવાસ વેઠવો પડે છે. તે વખતે વૈતાઢ્ય પર્વત પર જઈ તે નાભિ મલ્હારને પ્રણામ કરે છે ને મણિચૂડને રાજ્ય અપાવી ઉપકાર કરે છે અને અઠ્ઠાવન તીર્થોની યાત્રા કરી ૧૨ વર્ષે અર્જુન પાછો ફરે છે. મણિચૂડના મિત્રની બેનનું એક રાજા અપહરણ કરી જતો હોય છે તેને તેનાથી બચાવી હેમાંગદને આપી આવે છે.
ઠવણી ૭માં પાંડુ રાજા યુધિષ્ઠિરને ગાદીએ બેસાડે છે. પાંડવો વિજય કરીને બધા રાજવીઓને વશ કરે છે અને મણિચૂડ પાસે સભાખંડ બંધાવે છે ને તેમાં સભા યોજે છે. તેમના આમંત્રણથી કૃષ્ણ તથા દુર્યોધન આવે છે. આ પ્રસંગે પાંડવો દાન દે છે. બિમ્બ પ્રતિષ્ઠા કરે છે. સભામાં કૃષ્ણ, દુર્યોધન સામું જોઈ હસે છે. રોષે ભરાયેલો દૂર્યોધન કૂડ કરી યુધિષ્ઠિરને ધૂત રમવા તેડાવે છે. વિદુરનું વચન ન માની રમવા ગયેલો યુધિષ્ઠિર બધું હારે છે. ને દ્રૌપદીનું અપમાન થાય છે. તેના કેશ પકડી દુઃશાસન તેને સભામાં આણે છે અને દુર્યોધન તેને પોતાના ખોળામાં બેસવા કહે છે. દ્રૌપદી શાપ આપે છે. દ્રૌપદીના ચીર ખેંચાતાં ગાંગેય દુર્યોધનનો ત્યાગ કરે છે. હારેલા પાંડવોએ ૧૨ વર્ષ વનમાં ૧૩માં વર્ષે નાસતા ફરવું એમ ઠરે છે એટલે પાંડવો દ્રૌપદી સાથે વનમાં જાય છે.
ઠવણી ૮માં પાંડવો માતાપિતાની રજા લઈ વનમાં જવા નીકળે છે. પિતા, કુન્તી, સત્યવતી, અંબા, અંબાલિકા અને અંબિકા બધાં તેમને વળાવવા જાય છે. ને આ વનવાસ દરમિયાન પાંચાલીને ડરાવનાર કારમીર દાનવને ભીમ મારે છે. પાંચાલીનો ભાઈ પાંડવોને પોતાને દેશ લઈ જાય છે. એક વખત દુર્યોધનનો પુરોચન નામે પુરોહિત આવીને કહે છે, કે હવે દુર્યોધનને પસ્તાવો થાય છે અને તમને વારણાવતના મહેલમાં રહેવા વિનંતી કરે છે જેથી પાંડવા વારણાવત આવે છે પણ વિદુર દુર્યોધનનો પ્રપંચ પારખી જાય છે એટલે તે લાક્ષાગૃહની સાચી હકીકત પાંડવોને જણાવે છે અને સુરંગ
8 * જૈન રાસ વિમર્શ