________________
લગ્ન હજી ગુપ્ત હોઈ, તેણે આ પુત્રને કેટલાંક રત્ન સાથે પેટીમાં મૂકી નદીમાં વહેતો મૂક્યો. પાછળથી કુન્તીના બાપે પણ તેનું મન પાંડુમાં મોહિત જાણી તેને પાંડુ સાથે પરણાવી. ગંધાર દેશના રાજાએ તેની સૌથી મોટી પુત્રી ગાંધારીને કુળદેવતાના આદેશથી ધૃતરાષ્ટ્રને પરણાવી. દેવક નરપતિએ વિદુરને પોતાની કુંવરી કુમુદિની પરણાવી અને મદ્ર દેશના રાજાએ પોતાની પુત્રી પાંડુને દીધી.
કેટલાક કાળ બાદ ગાંધારીએ ગર્ભ ધારણ કર્યો. તેને ખરાબ દોહદ થવા લાગ્યા. આટલા કથા ભાગ પછી આ ઠવણી પૂરી થાય છે.
પુણ્યપ્રભાવે કુન્તીએ પહેલાં પાંચ પુત્રોને જન્મ આપ્યો. પાંચ શુભ સ્વપ્નથી સૂચન મળ્યા મુજબ કુન્તીના પાંચ પુત્રો સુલક્ષણવંત થયા. તે પછી ગાંધારીએ સો પુત્રોને જન્મ આપ્યો. ધૃતરાષ્ટ્રના ૧૦૦ પુત્રોમાંનો મોટો દુર્યોધન પાંડવો તરફ પ્રપંચ કર્યા કરતો. પાંડવોમાં બળવાન ભીમ કૌરવોને હેરાન કરતો. આમ મોટા થતા તેઓ કૃપ ગુરુને ઘેર ભણવા લાગ્યા. દરમિયાન બાણવિદ્યા માટે તેમને દ્રોણગુરુ મળ્યા. આ કુંવરોમાં અર્જુન અને કર્ણ બે વીર હતા.
એક દિવસ ગુરુએ દુર્યોધન વગેરેને વનમાં લઈ જઈ તેમની પરીક્ષા લીધી. પરીક્ષામાં અર્જુન સફળ થયો. ગુરુએ તેને રાધાવેધની વિદ્યા આપી. એક દિવસ કુંવરો દ્રોણગુરુ સાથે નદીમાં નાહતા હતા ત્યાં દ્રોણનો પગ કોઈ જળચર જીવે પકડ્યો. ગુરુએ મોટી બૂમો પાડવા માંડી તેમને બચાવવા કોઈ કુંવર ન દોડ્યા, પણ અર્જુને દોડ્યો. એટલે ગુરુ તેના પર પ્રસન્ન થયા.
ઠવણી પમાં એક વાર ગુરુએ રાજાને કુંવરો માટે નવો અખાડો બંધાવવાની વિનંતી કરી છે. આ અખાડામાં દુર્યોધન અને ભીમ વચ્ચે ગદાયુદ્ધ, અને અર્જુન અને કર્ણ વચ્ચે યુદ્ધ થાય છે અને કર્ણનો પિતા, કર્ણ તેને કેવી રીતે મળ્યો તે વાત જહેર કરે છે પણ કુન્તી સાચી વાત કોઈને કહેતાં નથી. પાંડવો તરફની શત્રુતાને કારણે દુર્યોધન કર્ણને રાજ્ય આપે છે.
એક દિવસ એક દૂતે આવીને દ્રુપદરાજાની કુંવરીના સ્વયંવરમાં આવવાનું સહુને આમંત્રણ આપ્યું છે.
ઠવણી ૬માં પાંડુ રાજા પોતાના કુંવરો સાથે સ્વયંવરમાં જવા નીકળે છે. દ્રુપદરાજા સામા લેવા આવે છે. અર્જુન રાધાવેધ કરે છે. અને દ્રૌપદી તેને વરમાળા પહેરાવે છે. તે માળા પાંચે ભાઈઓના ગળામાં એકસાથે દેખાય
પંચપાંડવ ચરિઉ રાસ * 7