________________
પણ પાછળથી તેનો વિસ્તાર વધતો ગયો.
ઉપરનાં લક્ષણોથી રાસાનું સ્વરૂપ નક્કી કરી શકાય છે. શ્રી શાલિભદ્ર સૂરિએ રચેલી પંચપાંડચરિઉ રાસ' પ્રસ્તુત કર્યું છે.
વિ. સં. ૧૪૧૦માં શાલિભદ્ર સૂરિએ આ રાસ રચેલો છે તેમાં જૈન પ્રણાલિકા પ્રમાણેનું પાંચ પાંડવોનું ચરિત્ર વર્ણવવામાં આવ્યું છે. ૩00 ઉપરાંત કડીની આ રચના ૧૫ ઠવણીમાં વિભક્ત છે.
નેમિજીર્ણિદહ પય પણ એવી સરસતિ સામિણિ મનિ સામરેવી અંબિકિ માડી અણુસરઉ.”
આમ નમસ્કારથી રાસનો પ્રારંભ કરીને શરૂઆતની બે ઠવણીઓમાં કવિ પાંડવોની આગલી ચાર પેઢીથી શાંતનુ રાજા સુધીની કથા આપે છે. શાંતનુ રાજના ગંગા સાથેનાં લગ્ન, ગાંગેયનો જન્મ તેની ભીષ્મપ્રતિજ્ઞા શાંતનુ રાજાના સત્યવતી સાથે લગ્ન. આ બધા પ્રસંગો એક પછી એક જલદીથી વર્ણવ્યા છે. આ પ્રસંગો બે ઠવણીમાં સમાવી લીધા પછી મૂળ કથાનકનો પ્રારંભ કરતા પણ કવિ શ્રી તીર્થંકર નેમિનાથ સ્વામી અને અંબિકાદેવીને પ્રણામ કરે છે.
પણમી સામીલ નેમિનાહ અનુ અંબિકિ માડી પભણિસ પંડવ તણઉ ચરતિ અભિનવપરવાડી
પહેલી ઠવણીમાં નમસ્કાર અને વસ્તુનિર્દેશ પછી કથાનો પ્રારંભ થાય છે. આદિ જીનેશ્વરના પુત્ર કર નરેન્દ્ર અને તેમના પુત્રે અમરાપુરી જેવા હસ્તિનાપુરની સ્થાપના કરી. તે નગરમાં શાંતિજીનેશ્વરજી થઈ ગયા. તેમના કુળમાં મહાબળવાન અને દાનવીર શાંતનુ રાજા થઈ ગયો, જેને શિકારનો ખૂબ શોખ હતો. શિકાર કરતાં એક વાર શાંતનુ જંગલમાં દૂર નીકળી ગયા. ત્યાં ગંગા કિનારે વનમાં એક મણિમય મહેલમાં જન્દુ રાજાની પુત્રી ગંગાને જોઈ તેને પરણ્યા ને તેમને ગાંગેય નામે પુત્ર થયો. ગંગાએ રાજાને શિકારની લત છોડાવવા પ્રયત્ન કર્યા, પણ રાજા ન માન્યા. છેવટે રાજના શિકાર શોખથી છંછેડાયેલી ગંગા પુત્રને લઈ પિયર ચાલી ગઈ. આમ ને આમ ૨૪ વર્ષ વીતી ગયાં.
બીજી ઠવણીમાં કથા આગળ ચાલે છે. એક વાર રાજા શિકાર કરતો
પંચપાંડવ ચરિઉ રાસ *5