________________
પંચપાંડવ ચિઉ રાસ (શાલિભદ્રસૂરિ) ડૉ. નલિની શાહ
મધ્યકાલીન સાહિત્યના ઘણા મોટા ભાગનું મૂલ્ય સાહિત્યકૃતિ લેખે નહિ પણ ઐતિહાસિક સાંસ્કૃતિક કે લોકકથા સામગ્રીની દૃષ્ટિએ છે. રાસ એ પ્રધાનપણે જૈનોએ ખેડેલો સાહિત્યપ્રકાર છે.
મધ્યકાલીન જૈન ગુજરાતી સાહિત્યમાં જૈન સાધુ કવિઓએ અનેક સાહિત્ય સ્વરૂપો જેવાં કે રાસા, બારમાસી, ફાગુ, ચોવીસી, સ્તવન સજ્ઝાય, પો વગેરેનું વિપુલ પ્રમાણમાં ખેડાણ કર્યું છે તેમાં સૌથી વધુ ખેડાણ રાસા સ્વરૂપનું થયું છે.
ડૉ. જયંત કોઠારી લખે છે તે પ્રમાણે એ ગાળામાં રાસાનું ૧૬૦૦થી વધુ જૈન કવિઓએ વિપુલ સર્જન કર્યું છે.
ઉપર આપેલા બધા પ્રકારોમાંથી ગુજરાતી સાહિત્યનો પ્રારંભ જૈન ચસા-સાહિત્યથી થયેલો મનાય છે. ૧૨મી સદીથી શરૂ થયેલા રાસ પરંપરા અવિરત ચાલુ છે. ગુજરાતી જૈન સાહિત્યનો પ્રવાહ ઈ.સ. ૧૪૮૦૦થી ઈ.સ. ૧૬૦૦ સુધીનાં ૨૦૦ વર્ષના ગાળામાં વધારે પૃષ્ઠ અને વેગવાળો બને છે. જૈન સાધુ કવિ અને શ્રાવક કવિઓએ પોતાનું કાવ્યપૂર આ ગાળામાં વહેવડાવ્યું છે.
સચવાયેલી માહિતીઓને આધારે જે પ્રથમ રાસ આપણને મળે છે તે ઈ.સ. ૧૧૮૪માં શાલિભદ્રસૂરિએ રચેલો ભરતેશ્વર બાહુબલી રાસ’ છે. ત્યાર બાદ કવિ ચાસિગકૃત જીવદયા રાસ’ સંવત ૧૨૫૭માં રચાયા. ત્યાર પછીનાં ૨૦૦થી ૨૫૦ વર્ષના ગાળામાં એટલા રાસો રચાયા કે પ્રખર વ્યાકરણશાસ્ત્રી કે.કા.શાસ્ત્રી એ યુગને ‘રાસાયુગ' નામ આપે છે.
સામાન્ય રીતે રાસાનું બંધારણ/સ્વરૂપ નીચેનાં લક્ષણોને આધારે નક્કી કરી શકાય.
રાસોનો પ્રારંભ નમસ્કારાત્મક રહેતો.
૧. મંગલાચલણ આરાધ્યદેવને પ્રાર્થના. પ્રારંભમાં સરસ્વતી ૨૪ જિન દેવતા, પંચપરમેષ્ઠી કે ગુરુને અથવા આ બધાને પ્રણામ કરવામાં
આવતા.
-
પંચપાંડવ ચિર રાસ 3