________________
ગંગાતટે આવે છે ત્યાં બે ખભે બે ભાથાં અને હાથમાં ધનુષ્ય લઈ એક વીર બાળક આવે છે. અને રાજાને પોતે વનનો રખેવાળ હોઈ વનના લોકોને હેરાન નહીં કરવાની વિનંતી કરે છે. પણ રાજા તેના વચનની અવગણના કરે છે. છેવટે રાજા અને બાળક વચ્ચે યુદ્ધ થાય છે. યુદ્ધની વાત જાણી બાળકની માતા ગંગા આવે છે અને બાપદીકરાને પરસ્પરની ઓળખાણ કરાવે છે ને રાજા ગંગાને પાછા મહેલે આવવા વિનંતી કરે છે. પણ ગંગા નથી જતી ને પુત્રને મોકલે છે.
એક વાર રાજા શાંતનુ જમના તટે રૂપાળી બાલિકાને જોઈ હોડીવાળાને એ બાલિકા કોણ છે એમ પૂછે છે અને તેના હાથની માંગણી કરે છે. પણ હોડીવાળો તેનો અસ્વીકાર કરે છે કારણ કે, તેને ગંગાપુત્રને રાજ્ય મળે ત્યારે તેની પુત્રી અને તેનાં બાળકો દુઃખી થાય એવી શંકા છે. રાજાની આ વાત જાણી ગાંગેય હોડીવાળાને મળી આ જન્મે રાજ્ય નહીં સ્વીકારવાની કે લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા કરે છે.
આ બીજી ઠવણીની છેલ્લી બે પંક્તિમાં હવે કન્યાનું વૃત્તાંત સાંભળો એમ કહેવામાં આવે છે અને ત્યાર પછી “વસ્તુ’ આવે છે. જેમાં રત્નપુર નગરના રત્નશેખર વિદ્યાધર રાજાને ઘેર આ કન્યા જન્મી. વિદ્યાધરે તેને જન્મતામાં જ જમનાતટે મૂકી, આ શાંતનુની સત્યવતી નામે સ્ત્રી થશે, એવી આકાશવાણી થતાં હોડીવાળાએ તેને લઈ લીધી એમ વિગત આપવામાં આવી છે.
ત્રીજી ઠવણીમાં હવે શાંતનુ રાજાની કથા પૂરી થાય છે. કૌરવો અને પાંડવોની કથા શરૂ થાય છે. હસ્તિનાપુરમાં શાંતનુ રાજાને ગંગા અને સત્યવતી એમ બે રાણી હતી. ગંગાને ગાંગેય અને સત્યવતીને બે પુત્ર હતા. તેમાંનો એક બાળપણમાં જ મરણ પામ્યો. શાંતનુ રાજા મરણ પામતા ગાંગેયે બીજા કુમાર વિચિત્રવીર્યને ગાદીએ બેસાડ્યો. અને કાશીશ્વરની ત્રણ કન્યાઓ અંબા, અંબાલા અને અમ્બિકાનું અપહરણ કરી લાવી તેની સાથે પરણાવી. આમાંથી અંબિકાને ધૃતરાષ્ટ્ર, અંબાલાને પાંડુ અને અંબાને વિદુર એમ પુત્ર થયા. આમાંથી પાંડુને રાજપદે સ્થાપ્યો, કુન્તીનું રૂપ જોઈ પાંડુ મોહિત થયા ને બીજી બાજુ કુન્તી પણ પાંડુ રાજા માટે વ્યાકુળ હતી અને ગળે ફાંસો ખાવા જતી હતી ત્યાં વિદ્યાધરની મુદ્રાના પ્રભાવે પાંડુ આવી પહોંચ્યો અને બન્નેનાં ખાનગીમાં લગ્ન થયાં, જેના પરિણામે કુન્તીને એક પુત્ર થયો, પણ
6 જૈન ચસ વિમર્શ