________________
ખોદાવે છે. રાત્રે પાંડવો સુરંગ વાટે નીકળી જાય છે. પણ લાક્ષાગૃહની આગમાં પાંચ પુત્રો સાથે કોઈ બીજી જ ડોશી મરી જાય છે.
ઠવણી ૯માં સુરંગ વાટે નાસી છૂટેલા પાંડવો, દ્રૌપદી અને કુન્તી રાતે નાસતા બીતા આગળ વધે છે. બધા થાકે છે એટલે ભીમ તેમને ઊંચકી લે છે ત્યાં તેમને તરસ લાગે છે. તેમને માટે ભીમ પાણીની શોધ કરતો હોય છે ત્યાં એક સુંદર બાળા દેખાય છે, જે પહેલા તો વિકરાળરૂપે હોય છે. આ બાળા તે જ રાક્ષસી હિડિંબા. પોતાના પિતા હિડંબે માણસની વાસ આવતા માણસો લાવવા હિડંબાને મોકલી છે એમ તે ભીમને જણાવે છે એટલે ભીમ-હિડંબા વચ્ચે યુદ્ધ થાય છે પછી તો ભીમને તે પોતાની સાથે લગ્ન કરવા વિનંતી કરે છે અને પોતે તેમને વનવાસમાં મદદરૂપ થશે એમ કહે છે ને થાય છે.
પછી હિડિંબા પાંડવોની સાથે જાય છે. દ્રૌપદી અને કુન્તીને તે પોતાને ખભે ઊંચકી લે છે. એમાં એક વાર પાંડવો વનમાં ભૂલા પડે છે.
ઠવણી ૧૦માં હિડિંબા સાથે ભીમનાં લગ્ન થાય છે. હિડિંબા પાંડવો, દ્રૌપદી અને કુન્નીની સેવા કરે છે. તેમની સાથે ભમે છે. પાંડવો એક ચક્રપુરમાં દેવશમાં બ્રાહ્મણને ત્યાં બ્રાહ્મણવેશે રહ્યા ત્યારે હિડંબાને પોતાને ઘે૨ જવા કહ્યું અને સ્મરણ કરે ત્યાં આવવાની સૂચના કરી. એક દિવસ દેવશર્માના ઘરમાં રોકકળ થઈ તેના પરથી પાંડવો બકાસુરની વાત જાણે છે. બકાસુરને રોજ એક માણસ પૂરો પાડવાની રાજાએ તેને કબૂલાત આપી હતી. તે પ્રમાણે તે દિવસે દેવશર્માના ઘરનો વારો હતો. દેવશર્માના ઘરનો કોઈ માણસને બદલે ભીમ જઈને બકાસુરનો વધ કરી આવે છે. આ વાત દુર્યોધનને ખબર પડે છે અને દ્વૈતવનમાં જ્યાં ઝૂંપડી બાંધીને પાંડવો રહેતા હોય છે ત્યાં પોતાનો પ્રિયવંદ નામનો દૂત મોકલે છે. આ વાતની ચેતવણી વિદુર પાંડવોને આગળથી આપી દે છે. દ્રૌપદી રોષે ભરાય છે. યુધિષ્ઠિર તેને અવધિ પૂરી થતાં સુધી શાંત રહી જવાનું કહે છે. દૂતનાં વચને યુધિષ્ઠિર ગંધમાદન પર્વત ૫૨ જાય છે. અર્જુન ઈંદ્રનીલ પર્વત પર ચઢ્યો અને બેઠો. ત્યાંની વનરાઈ જોતાજોતા તેને બધી વિદ્યા સિદ્ધ થઈ. એટલામાં એક સૂવર તેના તરફ ધસી આવે છે. ઠવણી ૧૧માં અર્જુન અને સૂવર વચ્ચે યુદ્ધ જામ્યું છે. છેવટે સૂવરે પ્રગટ થઈને અર્જુનને વરદાન માગવા કહ્યું. અર્જુન તેની પાસેથી ઇન્દ્રનો
પંચપાંડવ ચરિઉ ચસ *9