Book Title: Sangh Swarup Darshan Part 01
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan
Catalog link: https://jainqq.org/explore/005852/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સંઘ ZC સ્વપ 'દર્શન મેં ઝંઝાવાતી પ્રવથો પ્રવચનકાર વ્યાખ્યાનવાચસ્પતિ જૈન શાસનશિરતાજ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા સંપાદક પ્રવચનપ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ Page #2 -------------------------------------------------------------------------- ________________ ૨૫ હe! ..HBHવાતી પ્રqબો પ્રવચનકાર વ્યાખ્યાનવાચસ્પતિ જૈન શાસનશિરતાજ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા સંપાદક પ્રવચનપ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ પ્રકાશક ક્ષેત્માજી પ્રાપ્ત જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ ફોન : ૨પ૩પ ૨૦૭૨ ફેક્સ : ૨૫૩૯ ૨૭૮૯ E-mail : sanmargp@icenet.net Page #3 -------------------------------------------------------------------------- ________________ સંહા RCl૫ દર્શન - 9 ISBN-81-87163-75-5 તૃતીય આવૃત્તિ : ગુજરાતી : વિ. સં. ૨૦૬૨૦ નકલ : 8000 વિમોચન દિવસ : વિ.સં. ૨૦૭૨ આસો સુદ ૯, રવિવાર, તા. ૧-૧ઠે-૨૦૦૬ વિમોચન સ્થળ : શ્રીપાલનગર, મુંબઈ અને સ્મૃતિમંદિર, સાબરમતી, અમદાવાદ. મુદ્રણ ખર્ચ : સેટ (ભાગ ૧થી ૩) ના રૂપિયા ૨૭૫/ ભાગ પહેલો: પ્રવચન ૧ થી ૪૦, પૃષ્ઠ - ૫૮૬ ભાગ બીજો : પ્રવચન ૪૧ થી ૮૦, પૃષ્ઠ - ૧૩૪ ભાગ ત્રીજો : પ્રવચન ૮૧ થી ૧૧૮, . પૃષ્ઠ - ૧૨૩ | કુલ પ્રવચનો : ૧૧૮ ( કુલ પૃષ્ઠ - ૧૮૪૩ પ્રાપ્તિસ્થાન જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ ફોન : ૨૫૩૫ ૨૦૭૨ ફેક્સ : ૨૫૩૯ ૨૭૮૯ E-mail : sanmargp@icenet.net • મુંબઈ , જયંતકુમાર શાંતિલાલ મહેતા Mo. : 9820081532 • સુરત • નવીનભાઈ ટી. વોહેરા Mo. : 9824101180 હિમાંશુભાઈ પ્રવિણચંદ રાજા | Mo. : 9820044882 ધનેશકુમાર મોહનલાલ સંઘવી Mo. : 9825100296 Page #4 -------------------------------------------------------------------------- ________________ પૂજયપાદ મુનિપ્રવર શ્રી રામવિજયજી મહારાજમાંથી વ્યાખ્યાન વાચસ્પતિ, સુવિશાળ તપાગચ્છાધિપતિ, સંઘસન્માર્ગદર્શક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ સંઘ સાહાન્ચ संघो महाणुभावो अमरिंद-नरिंद-वंदियो एसो । तित्थयरेहि विणियमा पणमिज्जइ देसणारंभे ।। સંઘ મહાનુભાવ છે, દેવેન્દ્ર અને નરેન્દ્રોથી એ વંદાયેલો છે. તીર્થંકરો દ્વારા પણ દેશનાના પ્રારંભે એને નક્કી પ્રણામ કરાય છે. Links શ્રી જિનેશ્વર ભગવાને સ્થાપેલો ચતુર્વિધ શ્રી સંધ... Sipsiss ૧ નગરની જેમ સુરક્ષિત છે. sieja ૨ ચક્રની જેમ સુસ્થિત અને ઉન્માર્ગને કાપનારો છે. ૩, રથની જેમ મુક્તિ માર્ગ પર પ્રયાણ કરાવનારો છે. ૪ : પદ્મની જેમ વિષય-કષાય-પંકથી અલિપ્ત છે. ૫ ચંદ્રની જેમ શીતળ અને સૌમ્ય છે. ચેઈયવંદણમહાભાસ ૬ સૂર્યની જેમ પ્રકાશકર અને પ્રતાપી છે. ૭ સમુદ્રની જેમ વિશાળ અને ગંભીર છે. ૮ મેરુપર્વતની જેમ સુસ્થિર અને તેજસ્વી છે. je jeljak To fax is 1ST OF ]]> શ્રીસંઘ તરીકે આપણું કર્તવ્ય... સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા આ ચાર વિભાગમાં વહેંચાયેલો શ્રીસંઘ પ્રભુની આજ્ઞાને જ સર્વસ્વ માનનારો હોય. અવસર આવ્યે પ્રભુની આજ્ઞા ખાતર એને જે છોડવું પડે તે બધું જ છોડવા તે તૈયાર હોય. પ્રભુના આ સંઘમાં આપણું સ્થાન અચળ રહે તે જોવાની ફરજ આપણી પોતાની જ છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ સંઘસન્માર્ગદર્શક, જૈનશાસનશિરતાજ, તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં જિનાજ્ઞાના રહસ્યોને સાવ સરળ છતાંય સંપૂર્ણ શાસ્ત્ર સાપેક્ષ શૈલીમાં રજુ કરતાં પ્રવચનોને પુસ્તકાકારે પ્રકાશિત કરી મોક્ષમાર્ગની આરાધના કરવા ઇચ્છતા હજારો ભવ્યાત્માઓ સુધી પહોંચાડવા માટે અમોએ તેઓશ્રીજીના પુણ્ય નામને સાંકળી ‘પૂ.આ.શ્રી. વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળા’નું ગૂંથણ પ્રારંવ્યું હતું. પ્રથમ પાંચ વર્ષમાં વિવિધ વિષયક પ્રવચનોથી યુક્ત ૧૦૮ પુસ્તિકોનું પ્રકાશન સંપન્ન કર્યા બાદ એ જ શ્રેણીમાં અન્ય અનેક દળદાર પુસ્તકો તૈયાર કરી પ્રકાશિત કરાયાં છે. આચારાંગ સૂત્ર - ધૂતાધ્યયનના પ્રારંભિક સાત ભાગોનું એક સાથે થયેલ પ્રકાશન પણ એનું જ એક યશસ્વી પાસું છે. કારણ હવે એ જ શ્રેણીમાં સોનેરી પૃષ્ઠ ઉમેરવારૂપ સંઘ સ્વરૂપ દર્શન ભાગ ૧-૨૩ નો સેટ નવતર રીતે છાપી પ્રકાશિત કરવાનું સૌભાગ્ય અમને સાંપડ્યું છે. આ ત્રણે ભાગમાં પ્રકાશિત થતાં ૧૧૮ પ્રવચનોનું સંપાદન પ્રવચનકાર પૂજ્યપાદ તપાગચ્છાધિરાજશ્રીજીની આજ્ઞાથી તેઓશ્રીમના શિષ્યરત્ન વર્ધમાન તપોનિધિ પૂ.આ.શ્રી. વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ્રવચન પ્રભાવક પૂ.આ.શ્રી. વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજે કર્યું છે. એ જ પ્રવચનો વર્તમાનકાલીન જરૂરને ધ્યાનમાં લઈ ત્રણ ભાગરૂપે આ સાથે પુનઃ પ્રકાશિત કરાઈ રહ્યાં છે. સૌ કોઈ આ પ્રવચનોનાં વાચન-શ્રવણાદિ દ્વારા ભવજલતાણહાર શ્રીસંઘનું વાસ્તવિક સ્વરૂપ જાણી, એને સત્યાર્થમાં આરાધી સર્વ કર્મનો ક્ષય કરવા સાથે શાશ્વત શિવપદને પ્રાપ્ત કરનારા બને એ જ અભિલાષા. - જન્માર્ટ પ્રદાન Page #8 -------------------------------------------------------------------------- ________________ હાર્દિક નુિમેહની સન્માર્ગ પ્રકાશન દ્વારા પ્રકાશિત થતા પુસ્તક સંઘ સ્વરૂપ દર્શન ભાગ -૧થી ૩ના સેટોને પહેલેથી નોંધાવી પ્રકાશન કાર્યમાં લાભ લેનાર પરિવાર | પ૦૦ નકલ અ.સૌ. ભારતીબેન મોહનભાઈ સંઘવીના વર્ષીતપની અનુમોદનાર્થે ભેરુ તારક તીર્થધામવાલા શ્રી ભરમલજી હુકમાજી સંઘવી પરિવાર -માલગામ શ્રી માણેકલાલ મોહોલાલ ઝવેરી પરિવાર હ. હેમેન્દ્રભાઈ ઝવેરી -મુંબઈ ૧૦૦ નકલ શ્રી કકલચંદ હીરાચંદ અજબાણી – ધાનેરા શ્રી હિંમતલાલ શિવલાલ ટોપીવાલા - બોટાદ શ્રી વીરચંદ પૂનમચંદ શાહ – બાપલા શ્રી શાંતિલાલ ગમનાજી બાલાજી રાંકા - મંડાર 6 શ્રી રમણલાલ વાડીલાલ – આનંદ મંગલ અ.સૌ. સુભદ્રાબેન કાંતિલાલ અમરતલાલ – વહેલાલ શ્રી બાબુભાઈ લક્ષ્મીચંદ મહેતા પરિવાર – દાંતરાઈ શ્રી મહેન્દ્રભાઈ ચીમનલાલ પરીખ -મુંબઈ • શ્રી પૂરણભાઈ સ્વરૂપચંદ શ્રોફ –મુંબઈ ૭ શ્રીમતી ચંપાબેન જયંતિલાલ દાનસુંગભાઈ અજબાણી -ધાનેરા હરિબાઈ મૂળચંદ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ –મુંબઈ હ. હરસુખભાઈ મહેતા અ.સૌ. વંદનાબેન શેખરભાઈ શાહ -મુંબઈ શ્રી બાબુલાલ મંગળજી શાહ પરિવાર –ઉંબરી શ્રીમતી કલાબેન કાંતિલાલ શાહ –જેતાવાડા શ્રી કેસરીચંદ મોતીચંદ -દમણ (પાછળ) Page #9 -------------------------------------------------------------------------- ________________ હાર્દિક [[મોદી સન્માર્ગ પ્રકાશન દ્વારા પ્રકાશિત થતા પુસ્તક સંઘ સ્વરૂપ દર્શાન ભાગ -૧થી ૩ના સેટોને પહેલેથી નોંધાવી પ્રકાશન કાર્યમાં લાભ લેનાર પરિવાર પ૦ નકલ • શ્રી હસમુખભાઈ મોહનલાલ સાબુગોળા -અમદાવાદ શ્રી સનાભાઈ ચંદુલાલ દલાલ –અમદાવાદ શ્રી અશોકભાઈ મોહનલાલ -મુલુંડ-મુંબઈ શ્રી જયંતિલાલ આત્મારામ શાહ –અમદાવાદ ચંદનબેન કનૈયાલાલ પાનસોવોરા -ધાનેરા • સ્વ. પાવલબેન મણિલાલ નિહાલચંદ શાહ –પાલનપુરી શ્રી ચીમનલાલ પોપટલાલ શાહ -પિલુચા પૂ.સા.શ્રી જિનાજ્ઞાશ્રીજી મ.સા.ના સંયમ અનુમોદનાર્થે શ્રી પાનાચંદ નાનુભાઈ ઝવેરી-મુંબઈ પૂ.સા.શ્રી ચિત્તપ્રજ્ઞાશ્રીજી મ.સા.ના સંયમ અનુમોદનાર્થે અ.સૌ. મીનાક્ષીબેન અનિલભાઈ ઝવેરી-મુંબઈ ૩પ નકલ શ્રી કાંતિલાલ શિવલાલ ઝવેરી - મણિનગર • શ્રી મોહનલાલ ભભૂતમલ શાહ - વિસલપુર (મણિનગર) રૂા. ૧૧૦૦૦/શ્રી રીખવચંદ મોહનલાલ હ. ભરતભાઈ –સર્વોદયનગર –મુંબઈ • શ્રી પાવલબેન મણિલાલ શાહ હ. રેખાબેન સુરેશભાઈ -પાલનપુર | આપે કરેલી શ્રુતભક્તિની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમ કક્ષાની શ્રુતભક્તિ કરતા રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ. સન્માછ પ્રકાર/61 Page #10 -------------------------------------------------------------------------- ________________ नमो तित्थस्स नमो तित्थस्स પદ દ્વારા જગદ્ધારક, ત્રિલોકવંઘ, જગદ્ગુરુ અરિહંતો પણ જેને નમસ્કાર કરે છે, તે શ્રીસંઘ કેવો મહાન, મહનીય, સ્તવનીય, સ્પૃહણીય, આદરણીય હોય તે સમજાય તેવી વાત છે. આજ સુધીમાં થયેલા અનેક મહાપુરુષોએ અનેક ગ્રંથોમાં શ્રીસંઘની અન્વય/વ્યતિરેકથી અનેક પ્રકારે સ્તવનાઓ કરી છે. એ જ પરંપરાને અનુસરીને જૈન શાસનના મહાન જ્યોતિર્ધર, દીર્ઘદર્શી, અમૂઢલક્ષી, સકળ સંઘ તાત્ત્વિક હિતચિંતક, પ૨મા૨ાધ્યપાદ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પોતાના “રામવિજયજી” તરીકેના પર્યાયમાં મુખ્યપણે શ્રી નંદીસૂત્ર અને અંતે શ્રી સંબોધ પ્રકરણનું અવલંબન લઈને વર્તમાન કાળના સંદર્ભમાં શ્રીસંઘના સ્વરૂપ અને કર્તવ્યનું યથાર્થ દર્શન કરાવી “માળાનુત્તો સંઘો”ના શરણે રહીને ‘મેસો પુળ અગ્નિસંષાઓ'થી દૂર રહેવાનું ઉત્તમ માર્ગદર્શન આપ્યું છે. વિ.સં. ૨૦૩૯ની આસપાસ જ્યારે એ પ્રવચનોના સંપાદનની જવાબદારી મારા શીરે આવી, ત્યારે તો એક જ મનઃકામના હતી કે, ૧૧૮ પ્રવચનો સુધી લંબાતી આ પ્રવચન શ્રેણીનું સઘ સંપાદન કરી પૂજ્યશ્રીના કરકમળમાં તેને સમર્પિત કરી શકીશ. પરંતુ ભવિતવ્યતાને કાંઈક જુદું જ મંજુર હશે. જેથી પૂજ્યશ્રીની વિદ્યમાનતામાં માત્ર ચાર ભાગમાં ૯૭ સુધીનાં પ્રવચનો તૈયાર થઈ શક્યાં. અને ચાર ભાગરૂપે છપાઈ બહાર પડ્યાં. પૂજ્યશ્રીની વિદાયને બે વર્ષ જેવો કાળ વીત્યા પછી પણ તે પ્રવચન માળાને ૫ Page #11 -------------------------------------------------------------------------- ________________ પાંચમા ભાગ તરીકે સંપાદિત કરીને પૂર્ણ કરી શક્યો, તેને મારા જીવનની એક આનંદની ક્ષણ ગણું છું. જો કે પાંચેય ભાગના બધાં જ પ્રવચનોની પ્રેસ કોપી પૂજ્યપાદશ્રીજીની ગીતાર્થ નજર હેઠળથી પસાર થઈ હતી, એ જેવું તેવું સૌભાગ્ય નથી. એ પાંચ ભાગમાં સમાયેલાં ૧૧૮ પ્રવચનો સંપૂર્ણપણે આવી જાય એ રીતે ત્રણ ભાગ વાળી આ તૃતીય આવૃત્તિનું સંપાદન કર્યું છે. બે ભાગરૂપે પહેલી આવૃત્તિમાં ૪૦ જેટલાં પ્રવચનો વીરશાસન કાર્યાલય તરફથી પ્રકાશિત થયાં હતાં. તો પાંચ ભાગરૂપે બીજી આવૃત્તિમાં ૧૧૮ જેટલાં પ્રવચનો શ્રી જિનવાણી પ્રચારક ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થયાં હતાં, તે : ત્રીજી આવૃત્તિરૂપે હવે સન્માર્ગ પ્રકાશન તરફથી પ્રકાશિત થઈ રહ્યાં છે. પૂજ્યશ્રીએ આચારાંગ સૂત્રને અવલંબીને આપેલ આશરે ૨૨૦ પ્રવચનો કે જે અદ્યાવધિ અડધા ઉપરાંત અપ્રકાશિત છે, તેનું સંપાદન-સંકલન સ્વ. પૂજ્યશ્રીની વિદ્યમાનતામાં જ તેઓશ્રી પાસેથી પ્રાપ્ત થયેલ આજ્ઞાથી ચાલુ કર્યું હતું, જે આશરે ૧૫ ભાગમાં તૈયાર થશે, એમાંથી : ભાગ ૧થી ૭ પ્રકાશિત થઈ પણ ચૂક્યા છે, જ્યારે બાકીના ભાગોનું કામ ચાલી રહ્યું છે. તે તેઓશ્રીની જ કૃપાથી વિનાવિલંબે પરિપૂર્ણ થાય એમ ઇચ્છું છું. પ્રાંતે આ પ્રવચનોના સંપાદનમાં અજ્ઞાતપણે પણ શ્રી શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ કે સ્વ. પૂજ્યશ્રીના આશય વિરુદ્ધ કાંઈ સંપાદિત થયું હોય તો તેની ક્ષમાયાચના સહ પ્રસ્તુત સંપાદનથી જે કાંઈ સુકૃત પ્રાપ્ત થયું હોય, તેનાથી જગતના જીવમાત્રને શ્રીસંઘનું અંગ બનાવવાની ક્ષમતા પામી, સ્વપરનું સાચું હિત સાધી શકું એ જ એક મનઃકામના. તે વિ.સં. ૨૦૬૨ : ભાદરવા વદ ૧૪ તા. ૨૧-૯-૨૦૦૬, ગુરુવાર પૂ. બાપજી મહારાજાની સ્વર્ગતિથિ સ્મૃતિમંદિર, સાબરમતી. : વર્ધમાન તપોનિધિ પૂ.આ.શ્રી. વિજય ગુણયશસૂરીશ્વરજી મ.સા.નો ચરણરેણુ વિજય કીર્તિયશસૂરિ Page #12 -------------------------------------------------------------------------- ________________ PH સિહ ગર્જના સદીઓ સુધી સંભળાતી હે વિ.સં. ૧૯૮૫-૮૬નો કાળ જિનશાસનમાં ભયાનક અંધાધૂંધી ફેલાવનારો બન્યો હતો. ધર્મ સાથે વાસ્તવમાં કશો જ સંબંધ નહિ ધરાવતા માણસોના ટોળાં ધર્મના નામનો ઝંડો હાથમાં ઝાલીને નીકળી પડ્યાં હતાં. ઝેરની બાટલી ઉપર દવાનું લેબલ લગાવીને એનું છૂટથી વેચાણ ચાલી રહ્યું હતું. જાણે કે જિનશાસનનો કોઈ ઘણી-ઘોરી ન હોય એની - જેમ ધર્મના નામે અધર્મનો ફેલાવો કરવાનો ધંધો ધમધોકાર ચાલતો હતો. આટલું ઓછું હોય તેમ સમાજમાં વિદ્વાન, સંશોધક, શાસ્ત્ર ભણેલા તરીકે પંકાયેલા કેટલાક સાધુઓનો ' પ્રગર્ટ ટેકો તો કેટલાકના મૂક આશીર્વાદથી આ બધી પ્રવૃત્તિ બેફામ ગતિએ વિનાશ વેરી રહી હતી. “સાધ્વીઓને નર્સ બનાવો, સાધુઓ સમાજની સેવા કરે, સમાજનું ખાય તો સમાજનું કામ કેમ ન કરે ?, હોસ્પિટલો ઊભી કરો, મંદિરો બાંધવાનું શું કામ છે ?, કેળવણી માટે વિદ્યાલયો બનાવવા એ પણ જ્ઞાનની જ પ્રવૃત્તિ છે, શ્રાવકનો દીકરો પૈસા ન કમાય તો ખાશે શું ? નાના છોકરાને દીક્ષા ન અપાય, સમાજ સેવા એ જ મોટો ધર્મ છે” વગેરે પ્રલાપો બ્યુગલ વગાડીને ગામેગામ પ્રચારાતા હતા. બિચારા અબુધ જીવો અને પોતાની જાતને બુદ્ધિજીવી ગણાવીને અભિમાનમાં રાચતા કહેવાતા વિચારકો ડોકી હલાવીને હા એ હા ભણે જતા હતા. જાણે વધસ્થાને નીચે મૂંડીએ હાલી જતું ગાડરોનું ટોળું જ જોઈ લો ! આવી કરુણ હાલત જોઈને કંઈ કેટલા શાસનદાઝ ધરાવતા આરાધક આત્માઓની આંતરડી કકડી ઉઠતી હતી. કંઈ કેટલા શાસનના ધોરી મહાપુરુષોનો પુણ્ય પ્રકોપ જ્વાળામુખીની જેમ ધગધગી રહ્યો હતો. સૌ પોતપોતાની તાકાત અજમાવી જિનશાસનનાં શાસ્ત્રો, શાસ્ત્રીય મર્યાદાઓ, શાસનનાં મૂળભૂત બંધારણો વગેરેનું રક્ષણ કરવા ભગીરથ પુરુષાર્થ આદરી રહ્યા હતા. Page #13 -------------------------------------------------------------------------- ________________ આ સમયે એક દશકાથી રાજનગર-અમદાવાદની ભૂમિ ઉપર ‘મુનિ રામવિજયજી’ નામનો તેજસિતારો તેજકિરણો વેરી રહ્યો હતો. એક જબાનના જોરે કેટલાયના ભેજાંમાં ભરાઈ ગયેલા કચરાને દૂર કરવામાં તેઓ સફળ બની રહ્યા હતા. જૈનો તો તેમને સાંભળવા માટે ઉમટી પડતા. પરંતુ હિંદુ-મુસ્લીમ, મૌલવી-ફકિર, પંડિત-પૂજારી વગેરેની પણ ભીડ જામતી. રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ પણ તેમની આ રીતની શક્તિથી ખૂબ જ પ્રભાવિત હતા. પોતાનાં કાર્યોમાં તેમનો ઉપયોગ કરવાનો એ લોકોએ પ્રયાસ પણ કરી જોયો હતો. પરંતુ એક જિનશાસનને જ વરેલા એ મુનિએ તેઓને જરાય મચક ન આપી. શાસનને ઘરમૂળથી નકલી બનાવી દેવાની ઝુંબેશ ચલાવનારા કહેવાતા સુધારકો સામે અપ્રતિમ શક્તિ ધરાવતા મુનિ રામવિજયજી નામના યોદ્ધાને સંઘર્ષમાં આગલી હરોળમાં ઊભા રાખીને જંગ જીતવાનું સકલાગમ રહસ્યવેદી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય દાનસૂરીશ્વરજી મહારાજા આદિ શાસનપક્ષીય મહાપુરુષોએ નક્કી કર્યું. રાજનગર ઐતિહાસિક નગરી ખરી. પણ અહીં બેઠા-બેઠા આક્રમણ કરે, તેની ઝાઝી અસર ઊભી ન થાય. એના માટે મુંબઈ જવું પડે. મુંબઈ એટલે મુંબઈ. રાજનગરનો અવાજ ગુજરાતભરમાં ઘૂમરાય, પણ મુંબઈનો પડઘો ભારતભરમાં પડઘાય. તેમાંય સુધારકોએ મુંબઈને પોતાનો ગઢ બનાવ્યો હતો એટલે ગઢમાં જઈને જ એને નેસ્ત નાબુદ કરવો ખરી રણનીતિ કહેવાય. | વિહારનું સઢ-સુકાન ગુજરાતમાંથી મુંબઈના બારા તરફ ફેરવાયું. એના સમાચાર શાસનપ્રેમીઓને મળતાં તેમના ઘરે કંસારના આંધણ મુકાયાં, બેરોકટોક શાસનવિદ્રોહી પ્રવૃત્તિ ચલાવતા વર્ગના પેટમાં કડકડતું તેલ રેડાયું. તેમને ખબર હતી કે નાની અમથી કાયા ધરાવતા રામવિજયજી ફક્ત વાણીના તરંગો દ્વારા જ ગમે તેટલી મોટી સેનાને પલકવારમાં પરાસ્ત કરી શકતા હતા. તેમનો મુંબઈમાં પ્રવેશ થાય તો પોતાના ગઢમાં એવાં ગાબડાં પડે કે એને પૂરી જ ન શકાય. તેઓએ ધમકીનો દોર શરૂ કર્યો. તેમના વડીલો સુધીનાને ડારો આપેલો. ‘ખબરદાર જો આગળ વધ્યા છો તો ? તમારી ધારણા Page #14 -------------------------------------------------------------------------- ________________ બહારનું સ્વાગત થશે” પણ એનાથી તેઓ ઢીલા ન પડ્યા. હા, સાવચેત જરૂર થયા. વિહાર મુંબઈ તરફ આગળ વધતો ગયો અને મુંબઈમાં હલચલ મચતી ગઈ. લાલબાગ - ભૂલેશ્વરની જોરાવર ભૂમિમાં પ્રવેશ નક્કી હતો. અટકાવનારા મક્કમ હતા તો પ્રવેશ કરાવનારા એથી વધુ મજબૂત હતા. રસ્તામાં કાચ વેરાયા, માથે કાચની બાટલીઓ નંખાઈ, ‘પાછા જાઓ'ના નારાઓ લગાવાયા, કાળા વાવટા સામે ધર્યા. છેવટ સુધીના મરણીયા પ્રયાસો કર્યા. શાસનપ્રેમીઓએ તમામ પ્રયાસો નિષ્ફળ બનાવ્યા. પૂજ્યો ઉપાશ્રયમાં પ્રવેશે તે પહેલા પ્રવચન હોલ, ખીચોખીચ ભરાઈ ગયો હતો. કોઈક કુતુહલથી આવ્યા હતા. કેટલાક વિરોધ કરવા આવ્યા હતા. કેટલાક ઝઘડવાના મૂડમાં હતા, ભક્તિભાવથી આવનારા તો ખરા જ. પહેલી વખત જેમણે રામવિજયજી મહારાજને જોયા તેમને વિરોધીઓના વ્યુહ ઉપર હસવું આવ્યું. આ તે કેવો દાવ ! કીડી ઉપર કટક લઈ જવું! ફૂંક મારે તો ઉડી જાય તેવી કાયા ધરાવતા આ સાધુ સામે આટલો બધો ઘોંઘાટ ? પણ જેવું મંગલાચરણ થયા પછી પ્રવચન શરૂ થયું ત્યારે જ ખરો અંદાજ આવ્યો. મુનિની તાકાત તનની નથી, મનની અને વચનની છે. પહેલા જ પ્રવચને લોકોમાં વિચાર વંટોળ ઊભો થયો. એક તરફી ઢોલ-નગારાં સાંભળેલાં અને જે માન્યતાઓ બાંધી દીધેલી તેમાં ઘણા ખરા મધ્યસ્થી માણસોને ફેરફાર કરવો જ પડ્યો. પછી તો પ્રવચનનો પ્રવાહ રોજ માટે અઢી કલાક નિશ્ચિત થઈ ગયો. જે આવે તે ચોટી જાય, ઊભા થવાનું નામ ન લે. જ્યારે ઊભો થાય ત્યારે બીજે દિવસે પાછા આવવાના નિર્ધાર સાથે ઉઠે. ' એ પ્રવચન સભાઓ શાંત ન હતી. રાત-ભરની મહેનત કરીને સભા ડહોળવાના પ્લાન સાથે આવેલા ઘાણી ફૂટે તેમ સવાલો ફેંકતા, સામે સવાલને અનુરૂપ જવાબ મળી જતો. “પીછે મીલના” ની વાત નહિ. હજી તો સવાલ અડધો મોંઢા પર રહી ગયો હોય અને જવાબ હાજર થઈ જતો. જેમાં શાસ્ત્રનાં આધારો હોય, ક્યાંય ઉટપટાંગ ઉત્તર નહિ, સામાને સંતોષ ન થાય ત્યાં સુધી પૂછવાની છૂટ. વિરોધીઓ હાંફી જાય ત્યાં સુધી સવાલો કર્યા કરે પણ કોઈ અકળામણ નહિ. સો સવાલ ગોખીને આવેલાને એક જ જવાબમાં સો સવાલનો ઉકેલ મળી જતો. - શાસ્ત્રોનું પ્રચંડ સમર્થન એવું થતું કે માણસના રૂવાટાં ખડાં થઈ જાય. નદી અને સાગરના પાણી ભેગા થાય એટલે ધમસાણ તો મચે જ. મુંબઈનું વાતાવરણ ગરમ થઈ Page #15 -------------------------------------------------------------------------- ________________ ગયું. ગરમ થયા વિના ઘાટ ઘડાય પણ કેવી રીતે ! શાસનપક્ષને તેની કોઈ જ ચિંતા ન હતી. વચમાં વ્યાખ્યાન-વિરામની અવિચારી ઓફર આવેલી, પણ એમાંય શાસન વિરોધીઓની ચાલ ઉંધી પડી. જાતજાતની ધમકીઓની ચિઠ્ઠીઓ આવતી રહી. બધી પાંચમી સમિતિને આધીન થઈ જતી. કોઈ ડર નહિ, કોઈ આશંકા નહિ . ન તો ભૂર્ગભમાં ઉતરી જવાની કોઈ કાયરતા કે ન તો સસ્તી લોકલાગણી જીતવા માટે ‘મને ખૂનની ધમકી મળી' એવી કોઈ બૂમાબૂમ. એક મરજીવાની અદાથી શાસનરક્ષાની પ્રવૃત્તિ અસ્ખલિત ચાલુ રાખી. વડીલો પણ આ બધી ધમકીઓથી ગભરાયા નહિ પણ આ એકના એક સમર્થ યોદ્ધાની સુરક્ષા માટે સજાગ તો બની ગયા. એક રાતમાં રામવિજયજી મ.ના સંથારા સાત જગ્યાએ બદલાઈ જતા. શાસન અને ગુરુવર્યોના ખોળે માથું મૂકીને નિશ્ચિંતમને જીવનારા રામવિજયજીને નિરાંતની નીંદર આવતી. કોઈ ભયના ભણકારા એમને ઉજાગરો કરાંવી શકતા નહિ. આ તકે મને મહાભારતનો ચક્રવ્યૂહવાળો પેલો પ્રસંગ યાદ આવે છે. કૌરવોએ ચક્રવ્યૂહની રચના કરેલી. તે દિવસે ચક્રવ્યૂહને ભેદવાનું જ્ઞાન ધરાવતા કૃષ્ણ અને અર્જુન યુદ્ધભૂમિની બહાર હતા. બાકીના ચક્રવ્યૂહ ભેદવા અસમર્થ હતા. આ સમયે અર્જુનપુત્ર અભિમન્યુએ કહ્યું-‘ચક્રવ્યૂહમાં પ્રવેશ કરવાનું જાણું છું. નીંકળવાનો માર્ગ મને ખબર નથી.’ પાંડવ મહારથીઓએ કહ્યું-‘તું એકવાર અંદર લઈ જા. અમે તારી પડખે જ છીએ. આગળ જતાં ચક્રવ્યૂહ તોડીને બહાર નીકળી જઈશું.' ચક્રવ્યૂહના એક પછી એક કોઠા અભિમન્યુએ ભેદવા માંડ્યા. કૌરવ સેનાના મહારથીઓએ જોયું કે આને નહિ અટકાવીએ તો આ છોકરો આજે જ યુદ્ધ પૂરું કરી નાંખશે. કપટ રચીને તેમણે પાંડવ મહારથીઓનું રક્ષણ એનાથી દૂર કર્યું. અભિમન્યુને એની ક્યાં પડી હતી ! એકલવીર બનીને એવો ઝઝૂમતો રહ્યો કે કોઈ મહા૨થી એની સામે ટકી શક્યો નહિ. છેલ્લે અનીતિ આંચરીને બધા વીરોએ ભેગા મળી અભિમન્યુનો વધ કર્યો. રામવિજયજી મહારાજને મોખરે રાખીને સુધારકોની વ્યૂહ રચનાનો નાશ કરતા વડીલ મહાપુરુષોની છત્રછાયામાં રામવિજયજી મહારાજે સુધા૨કોના એક-એક કોઠાઓને વીણી વીણીને ભેદ્યા. અભિમન્યુની જેમ તેમના વડીલોથી તેમને છૂટા પાડવામાં સુધા૨કો સરિયામ નિષ્ફળ નીવડ્યા. એ જ રીતે અનીતિ કરીને ય તેમને પરાસ્ત પણ ન કરી શકયા. અભિમન્યુએ કોઠા ફક્ત ભેદ્યા હતા. રામવિજયજી મહારાજે કોઠા ભેદ્યા જ નહિ, જીતી પણ બતાવ્યા હતા. જોનારની આંખમાં અમી અંજાય એવી ધીરતા અને વીરતા સાથે તેમણે આ કાર્ય પાર પાડ્યું હતું. આ બધી વાતો ‘સંઘ સ્વરૂપ દર્શન’નાં પ્રવચનો થયાં તે સમય કેવો હતો, તેનો ૧૦ Page #16 -------------------------------------------------------------------------- ________________ અણસાર આવી શકે તે માટે યાદ કરી છે. શાસ્ત્રનો પડછાયો પણ લીધા વિના પાછળ ‘સંઘ’ શબ્દ લગાડી મનસ્વી ફતવાઓ બહાર પાડનારા એ વર્ગે ‘આ સંઘની આજ્ઞા છે, સાધુએ પણ સંઘની આજ્ઞા માનવી જ જોઈએ' આવો જોરશોરથી પ્રચાર કરેલો. તે સમયે મુનિ રામવિજયજી મહારાજે શ્રી તીર્થંકર પરમાત્માઓએ સ્થાપેલો તીર્થ સ્વરૂપ સંઘ કેવો હોય તેનો સાચો પરિચય આપવા માટે શ્રીનંદીસૂત્ર નામના આગમની પ્રારંભની ગાથાઓમાં સંઘને જુદી જુદી ઉપમાઓથી નવાજી પ્રભુએ સ્થાપેલો સંઘ કેવો ઉત્તમ અને આદરણીય છે તેનું વર્ણન કરતા શ્લોકો લઈ જિનાજ્ઞાપ્રેમી સંઘનું અદ્ભુત વર્ણન કરેલું. આ ગુણોથી તદ્દન વિરુદ્ધ ચાલનારો સંઘ કદી આદરણીય ન બની શકે, એ વાત પણ ભારપૂર્વક જણાવી. આ સમયે તત્કાલીન સળગતા ઘણા બધા પ્રશ્નોનો શાસ્ત્રીય અને સચોટ ઉકેલ આ પ્રવચનોમાં દર્શાવ્યો છે. આ પ્રવચનોમાં તમને ક્યાંક વેદનાથી વલવલતી ઊંડી ચીસ સંભળાશે. પણ એ સાપ સાથે ખેલ ક૨વા ધસી જનારા બાળકને અટકાવવા તેની વહાલસોયી માએ પાડેલી ચીસ જેવી છે. ક્યાંક તમને ધગધગતા શબ્દોનો મારો થયેલો જણાશે. પણ એ શાસન રૂપી કિલ્લાની સુરક્ષા માટે રચેલી અગ્નિખાઈ સમજજો. ક્યાંક થથરાવી નાંખે તેવી સિંહગર્જના કાને પડશે. પણ એ તો શાસન વિદ્રોહીને ત્યાં ને ત્યાં થંભાવી દેવા માટે છે. આ બધામાં પણ શબ્દે શબ્દે જે ભાવકરુણાનો ધોધ વહે છે એ જ તો આ પ્રવચનનો પ્રાણ છે. એકલો આવેશ, આક્રોશ, અકળામણ કે ત્રાડ પ્રશંસનીય નથી. જીવમાત્રના હિતની ચિંતાથી સંકલિત હોય તો જ આ બધાની પ્રશંસા થાય. સૈકાઓ પહેલાં ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ ‘સંઘ' શબ્દનો દુરુપયોગ કરનારાઓની ખબર લઈ નાંખતાં ‘જિનાજ્ઞાથી યુક્ત હોય તે જ સંઘ છે, જિનાજ્ઞાભંજકો સંઘ ન કહેવાય પણ હાડકાનો ઢગલો કહેવાય’ આવી બુલંદ ઘોષણા કરી હતી. LIGHT SIC PUT આજે સૈકાઓ બાદ મુઠીભર હાડકાના સ્વામી મુનિ રામવિજયજી મહારાજે એ જ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાનાં વચનોને દોહરાવી દોહરાવીને ‘શ્રી નંદીસૂત્ર’ તેમજ ‘શ્રી સંબોધ પ્રકરણ'ના શ્લોકોના સહારે, ‘સંઘ' શબ્દના ઓઠા હેઠળ શાસ્ત્ર-સિદ્ધાંતોને છિન્નભિન્ન કરવા મેદાને પડેલાઓ સામે જે સિંહગર્જના કરી છે તે આગામી સદીઓ સુધી સંભળાતી રહેશે. આ બંને મહાપુરુષોની સદીઓના ખૂબ મોટા અંતર સાથેની સંઘ શબ્દના દુરુપયોગ સામેની લડત એક અદ્ભુત જુગલબંધીરૂપે ઇતિહાસની અમર કહાની બની છે. શાસ્ત્રનાં વચનો દ્વારા જેનો શ્રમણ દેહ સર્જાયો હોય તેઓમાં જ આવું ખમીર પ્રગટે છે. PIS શ્રી ઉપમિતિભવ પ્રપંચા કથા, શ્રી ઉપદેશમાલા વગેરે ગ્રંથો માટે એવું કહેવાય છે કે, એના વાંચન પછી કે શ્રવણ પછી પણ જો હૃદયમાં સંવેગ-મોક્ષનો અભિલાષ ન પ્રગટે તો સમજવું કે હજી જીવ ભારે કર્મી છે. The far-h Jab ibus frsey Berk & ine ન ૧૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ ‘સંઘ સ્વરૂપ દર્શન’નાં આ પ્રવચનો માટે પણ એવું કહી શકાય કે આનું વાંચન કર્યા પછી જો શ્રી તીર્થંકર ભગવંતોએ સ્થાપેલા જિનાજ્ઞા પરતંત્ર સંઘ ઉપર બહુમાન ભાવ ન જન્મે અને જિનાજ્ઞા વિરુદ્ધ વાતોમાં ભોળવાઈ જવાય તો સમજવું કે હજી કર્મો હળવાં બન્યાં નથી. આ પ્રવચનોમાં એવી પ્રચંડ તાકાત છે કે વાચકમાં ધગધગતી શાસનદાઝ અવશ્ય પ્રગટે, સાચા અને ખોટાની સૂક્ષ્મ ભેદરેખા પકડવાની શક્તિ પ્રગટે, શાસન માટે પ્રાણ આપી દેવાની ખુમારી જન્મ, શાસનની આરાધના ભલે ઓછી થાય પણ શાસન વિરુદ્ધ એક પણ પ્રવૃત્તિમાં મરી જઉ તોય સહકાર તો ન જ આપું આવી દઢતા આવે, ‘કિણ હિ ચલાવ્યો નહિ ચળે” જેવી શાસન પ્રત્યેની અવિચલ શ્રદ્ધાનો પ્રાદુર્ભાવ થાય, જગતમાં એક શાસન સિવાય કશું જ મારું નથી એવી પ્રબળ ભાવનામાં આત્મા રાચતો બને. સંઘના નામે ચલાવવામાં આવતી મનઘડંત પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાથરતાં’ આ પ્રવચનો વર્તમાનકાળમાં પણ એટલાં જ માર્ગદર્શક છે..અમે ગીતાર્થ, અમે બહુમતીમાં, અમે પણ શાસ્ત્ર મુજબ ચાલીએ છીએ, એકતા માટે બધું છોડાય. જેવી અનર્થક વિચારધારાઓમાં પણ સ્પષ્ટ અને સુરેખ માર્ગદર્શન આ પ્રવચનો આપે છે. શ્રી તીર્થકર પરમાત્માઓ જ્યારે દેશના આપે છે ત્યારે દરેક જીવને એમ જ લાગે છે કે ભગવાન મારા માટે જ આ બધું કહી રહ્યા છે. આ મહાપુરુષનાં આ પ્રવચનો વાંચતાં તમને પણ આ લાગણી જન્મી રહી છે કે નહિ તે તમે જાતે જ અનુભવી લેજો. કેટલાક મહાપુરુષોના વચનને એવું વરદાન વરેલું હોય છે કે તેમનાં વચનો વર્તમાનકાળે તો ઉપકારની ભાગીરથી વહાવે જ છે, પણ સદીઓ બાદ પણ એ વચનો દીવાદાંડીનો પ્રકાશ ફેલાવતા જ રહે છે. જેનાથી કંઈ કેટલા ભવ્યજીવોની નાવ સંસારસાગરમાં ખરાબે ચડતી અટકી જાય છે. આ મહાપુરુષનાં પ્રવચનો આવું વરદાન લઈને અવતરેલાં છે. હવે છેલ્લી એક વાત આ પ્રવચનો માટેની, પ્રવચનદાતા સાથેના વાર્તાલાપમાંથી : વિ.સં. ૨૦૪૨ની સાલમાં આ પ્રવચનોનાં ઉદ્દગાતા અને સહસ્ત્ર કિરણોથી જિનશાસનને પ્રકાશિત કરનારા સર્વતોમુખી પ્રતિભાસંપન્ન આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનું ચાતુર્માસ આ પ્રવચનોની જન્મભૂમિ ભૂલેશ્વર લાલબાગમાં જ હતું. એક દિવસ રાત્રે પ્રતિક્રમણ બાદ પાંચ-સાત સાધુઓ ભેગા થઈને ભૂતકાળની વાતો વાગોળવા માંડ્યા. વાત તો પૂજ્યશ્રીની જ હોય. તે સમયે ૯૦ વર્ષની બુઝર્ગ વય હોવા છતાં જે જોમથી પ્રવચનો ચાલતાં હતાં, તેનાથી અભિભૂત થયેલા એક મહાત્માએ કહ્યું, ૧૨ Page #18 -------------------------------------------------------------------------- ________________ ‘સાહેબજી આ ઉંમરે પણ આવા જોમથી પ્રવચનો આપે છે તો જ્યારે તેઓશ્રીનો યુવાકાળ હતો ત્યારના તેઓશ્રીનાં પ્રવચનો કેવા ધારદાર હશે ! “એ જોવાં હોય તો વાંચો જૈન પ્રવચનની ફાઈલોમાં” બીજા મહાત્મા બોલ્યા. ત્યાં અણધારી અમૃતવૃષ્ટિ થઈ. ખુદ પૂજ્યશ્રી પ્રકાશ્યા. “અરે ભાઈ, તે વખતે વ્યાખ્યાન લખનારા શરૂઆતનું જ લખતા હતા. વ્યાખ્યાન જ્યારે પૂરી ગતિમાં આવતું તે તો કશું જ લખાયું નથી.” “પણ પૂજ્યશ્રી, શા માટે ?” “મેં પણ તેમને કહેલું કે, ખરું લખવાનું આવે ત્યારે જ તમે કેમ લખતા અટકી જાઓ છો ત્યારે એ ભાઈ કૃહેતા કે સાહેબ, શું કરું ? એ વ્યાખ્યાન સાંભળતા મારી કલમ અટકી જતી. સાંભળવાનો રસ હું ગુમાવી શકતો નહિ. મારા હાથ આપમેળે અટકી જતા અને કાન એકતાન બની જતા ત્યારે સઘળું મારા વશમાં હોતું નથી.” પૂજ્યશ્રીએ જવાબ આપ્યો. fro તો વાત આમ છે. આપણને આ પ્રવચનોમાં જે મળ્યું છે તે તો હિમશિલાનો અગ્રભાગ . છે. બાકી જે બોલાયું છે, અતિ મહત્ત્વનું છે તે તો તે પ્રવચનના સાંભળનારા ભાગ્યવાન શ્રોતાઓના નસીબમાં જ રહ્યું. કાશ ? જો એ પણ અવતરિત થઈ ગયું હોત તો છલોછલ ભરેલો અમૃતનો કુંભ મળ્યા જેવો આનંદ થાત. આ પ્રવચનો વાંચતાંય અહોભાવની અનુભૂતિ તમને થતી હોય તો વિચારો કે પ્રવચનમાં વહી ગયેલું પણ કાગળ ઉપર નહિ અવતરેલું તો કેવું અને કેટલું ભવ્ય હશે ? આપણે તો અત્યારે જે મળ્યું છે તેનો આનંદ માણીએ. ગયેલાનો અફસોસ ન કરીએ. ન vy સૌ કોઈ આત્મા આ પ્રવચનો દ્વારા સંઘનું સ્વરૂપ જાણે અને એવા ગુણોને પોતાના આત્મામાં કેળવી પરમાત્માએ સ્થાપેલા ગુણ સ્વરૂપ સંઘમાં પોતાના આત્માને સ્થાપિત કરી સિદ્ધિગતિને વરે એ જ એક શુભકામના. વિ.સં. ૨૦૬૨ ભાદરવા સુદ ૧૧, સોમવાર, તા. ૪-૯-૨૦૦૬ રત્નત્રયી આરાધના ભવન, વસંતકુંજ, પાલડી, અમદાવાદ-૭. ....પંન્યાસ જયદર્શનવિજય ગણી ૧૩ Page #19 -------------------------------------------------------------------------- ________________ IIIII IIIIIII) જ છે ય ? समणा समणीओ य, सावया साविया तहा । एसो चउब्विहो संघो, विग्घसंघविघायणो ।। સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આ ચાર પ્રકારનો સંઘ વિક્નોના સમુદાયનો નાશ કરનાર છે. - પૂ. આ. શ્રી. પ્રભાનંદ સૂ.મ.સા. હિતોપદેશમાં TUસમુદ્દાનો સંયો, પવયા હિન્દુ તિ દોતિ ક્T - तित्थगरो वि य एणं, णमए गुरुभावतो चेव ।। ગુણોનો સમુદાય સંઘ કહેવાય, પ્રવચન, તીર્થ વગેરે પણ સંઘના જ અર્થો છે. તીર્થંકર પણ સંઘને બહુમાનપૂર્વક નમે છે. - પૂ.આ.શ્રી. હરિભદ્ર સૂ. મ.સા. પ્રતિષ્ઠાવિધિ પંચાશકમાં चउगइगत्तावडियं, समसमयं सव्वभव्वजणनिवहं । उद्धरिउं पि व पत्तो, चउब्विहत्तं जयइ संघो ।। ચાર ગતિરૂપ ગર્તા (ખાડા)માં પડેલ સર્વ ભવ્ય લોકોના સમૂહને એક સાથે જ બહાર કાઢી લેવા માટે જ જાણે ચાર રૂપ ધારણ કર્યા છે તે સંઘ જય પામે છે. - પૂ.આ.શ્રી. પ્રભાનંદ સ્.મ.સા હિતોપદેશમાં जो उ महग्घे संघे, पभावणं कुणइ निययसत्तीए । सो होइ वंदणिज्जो, देवाण वि वइरसामि व्व ।। મહાન સંઘને વિષે જે આત્મા પોતાની શક્તિ અનુસાર પ્રભાવના કરે છે, તે વર્ચસ્વામીની જેમ દેવોને માટે પણ વંદનીય બની જાય છે. .આ.શ્રી શાંતિ સૂ. મ.સા. ચૈત્યવંદન મહાભાષ્યમાં રાજા ની સત્તી સંધપૂડ્યા, વિલેપૂમાં ૩ વદુ-મુન સા વી जं एस सुए भणिओ, तित्थयराणंतरो संघो ।। શક્તિ મુજબ સંઘપૂજા કરવી. સંઘની આ વિશિષ્ટપૂજા તો ઘણી ગુણકારી છે. કારણ કે, સૂત્રમાં કહ્યું છે કે તીર્થંકર પછી સંઘ છે. - પૂર્વાચાર્ય મહર્ષિ સ્તવપરિસ્સામાં Page #20 -------------------------------------------------------------------------- ________________ 808 X35 સંઘ ૨૦૧૫ ર્શન વર્તમાન ~~~~~જૈન સંઘના એટલે જ To'y gfe pic આપણા સહુના ‘આચાર-વિચાર અને ઉચ્ચાના // કથળેલા અને કથળતા સુકા સ્તરને રો 1. ફરી ', APRICOB ઉપર ઉઠાવવા NOP અને જ્વલંત બનાવવા BI 4192 Po Br તેની કળ કુંડ મૂન વ Faber Di by Tribe Appis.r Ibis k ડો. અ નવી િ Jane Felpe કરવી છે. માટે સંઘ સ્વરૂપ દર્શનનાં ઝંઝાવાતી પ્રવચનો વાંચવા જ રહ્યાં, 1199 પરિવારને સ્વજનોને મિત્રોને પણ વંચાવવા જ રહ્યાં, કલ્યાણની કેડી-૫૨-બિનદાસ્ત ગતિશીલ મગ થવા માટે આ પ્રવચનો પ્રેરક લોનિયાનું કર્તવ્ય અદા કરશે. ૧૫ s.1 Se Aly flub ste ukes કલમ 115 GLOF *PP *** કાકડાન© #p tofanis Files EP THI P P કવિતા, નિ પ્રતિક સમા કપૂર ખ માં ચાલુ કાણ Ler SP $8.SP ASUS OF Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨| | & =9 .... પ્રાયT pm પ્ર.નં. વિષય પૃ.નં. પ્ર.નં. વિષય પૃ.નં. પર ૧. સંઘપતિ કેવા હોય? ૨૪. કોના અંતરનો અવાજ મનાય ? ૨. આરાધક, એ સંઘ ! ૨૫. નામ ક્રાંતિનું ! કામ ભ્રાંતિનું ! ૨૯૧ ૩. આજ્ઞા પ્રધાન સંઘ ૨૮ ૨૬. સન્માર્ગની સ્થાપના માટે ૪. સંઘનું પ્રતિનિધિત્વ ક ઉન્માર્ગનું ઉન્મેલન ૩૦૭ કોણ ધરાવી શકે ? ૪૧. ૨૭. સંઘ મેરૂ જેવો દઢ, રૂઢ, ગાઢ ૫. ગુણયુક્ત સમુદાય એ સંઘ ! અને અવગાઢ હોય ૩૨૪ ૯. શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા પાળે, તે સંઘ ૨૮. સર્વજ્ઞનાં વચનની ૯૨ શ્રદ્ધાવાળો શ્રીસંઘ ૩૪૨ ૭. જેને સાધુપણું ગમે તે સંઘ Se ૮. શરણ કોને અપાય અને કોણ ૨૯. સંસારની અરુચિ અને ન આપી શકે ? મોક્ષની રુચિ ૩૫૪ ૯. જૈન સંઘ એટલે ત્યાગની મૂર્તિ ! ૩૦. મિથ્યાજ્ઞાન-સમ્યજ્ઞાન ૧૦. સંઘ અને સાધુનું પરીક્ષક તત્ત્વ વચ્ચેનું અંતર ૩૭૬ ૧૧. વિકૃત બનેલું વાયુમંડળ ૧૨૪ . ૩૧. સમ્યગ્દર્શન ઉપર મોક્ષનું મંડાણ ૩૮૮ ૧૨. સંખ્યાબળના નામે ૩૨. સમકિત-દૂષણ પરિહરો ! ૪૦૩ શંભુમેળો ન ખપે ૧૩૭ ૩૩. આજે દૂષણોનું સામ્રાજ્ય ૪૧૩ ૧૩. આજ્ઞાનો આરાધક સંઘ ૧૪૮ ૩૪. વિરાગીની પરીક્ષા કોણ લઈ શકે ? ૪૨૧ ૧૪. આસ્તિક કોણ ? નાસ્તિક કોણ? ૧૫૮ ૩૫. જૈનશાસનમાં અંતરના અવાજને ૧૫. માત્ર પ્રત્યક્ષવાદન ચાલે ૧૭૦ | સ્થાન નથી ૪૩૮ ૧૭. સંઘ સૂર્ય જેવો પ્રતાપી હોય ૧૮૬ ૩૯. ધર્મશાસન યોગ્યને જ લાભ કરે ! ૪૫૬ ૧૭. સંઘ કોની પડખે રહે? ૨00 ૩૭. શાસન પંચાંગીથી જ પ્રાણવાન ! ૪૭૪ ૧૮. મહાપુરુષોના નામે ૩૮. જૈનશાસનમાં બોલવાનો મનફાવતું ન કરાય ! ૨૧૧ ૧૯. સંસારરસિકને શાસ્ત્રો ન ગમે - અધિકાર કોને ? ૨૨૧ ૪૮૯ ૨૦. ત્યારે મૌન કેમ રહેવાય ? ૨૩૫ ૩૯. આજની વજૂદ વિનાની વાતો ૫૧૦ ૨૧. સંઘ અને સાગર વચ્ચે સમાનતા ૨૪૨ ૪૦. દીક્ષા અને સંઘની જવાબદારી ! પ૨૬ ૨૨. સંઘ પ્રભુશાસનનો સંરક્ષક હોય ૨૫૪ ૪૧. પરિશિષ્ટ-૧ ૫૪૫ ૨૩. આપમતિ તારક ! ૪૨. પરિશિષ્ટ-૨ પપ૩ આગમમતિ તારક ! ૨૬૪ ૪૩. પરિશિષ્ટ-૩ પક૭. ૧૭ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧ : સંઘપતિ કેવા હોય ? વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, માગસર સુદ-૧૪, રવિવાર, તા. ૧૫-૧૨-૧૯૨૯ ♦ સંઘત્વ શાથી જળવાય ? ♦ સંઘપતિ શ્રી રામચંદ્રજી જેવા હોય : ૭ શ્રીસંઘને નગરની ઉપમા : ૦ આચાર્ય સંઘના સંચાલક છે : ♦ આપણું અને પરાયું : 1 શ્રી તીર્થંકર્ મહારાજા, ‘નમો તિત્થસ’ એ પરમ માંગલિક સૂત્રનો ઉચ્ચાર કરવા દ્વારા જગતના જીવોના એક માત્ર કલ્યાણના જ કારણરૂપ-શ્રીતીર્થને નમસ્કાર કરીને, દેશનાનો પ્રારંભ કરે છે. તીર્થના શાસન વગેરે અર્થો જેમ થાય છે તેમ શ્રીસંઘ એ પણ તીર્થ ગણાય છે. શ્રીસંઘ એ તો આપણે માટે પચીસમા તીર્થંકરની જેમ પૂજ્ય છે, માટે આપણે પણ પરમપૂજ્ય શ્રીસંઘને નમસ્કાર કરીને, શ્રીસંઘનું સ્વરૂપ વિચારીએ. દરેક વસ્તુની વિચારણા વિવિધ દૃષ્ટિએ કરવી જોઈએ. ખાસ કરીને આમાં અનંતજ્ઞાનીઓએ દર્શાવેલા પૂજ્ય શ્રીસંઘના સ્વરૂપનો વિચાર કરવા સાથે, પોતાને શ્રીસંઘ તરીકે ઓળખાવનાર વર્ગના વર્તમાન સ્વરૂપની પણ વિસ્તૃત વિચારણા આપણે ક૨વી છે; કારણ કે આજે શ્રી સંઘના નામે જે જે કાર્યવાહી થઈ રહી છે, તે વિષે વિચાર કરવો અત્યન્ત આવશ્યક છે. સંઘત્વ શાથી જળવાય ? દરેક આત્માએ લાયકાત કેળવવી જોઈએ અને પોતાની યોગ્યતા જેટલો જ એકરાર કરવો જોઈએ. જે ગુણ પોતામાં ન હોય એનો દેખાવ કરવો, એના જેવી બીજી અજ્ઞાનતા કઈ છે ? સમ્યગ્દષ્ટિ આત્મા દુઃશક્ય વસ્તુના મનોરથો કરે, પણ શક્ય વસ્તુની આરાધના માટે મનોરથ કરી સમય ન ગાળે. સમ્યગ્દષ્ટ આત્મા અશક્તિ આદિના યોગે વિરતિનો સ્વીકાર ન કરી શકે એ ચાલે, કેમ કે-તાકાત નથી, પણ શ્રી જિનપૂજન આદિ ન કરે, એ કેમ ચાલે ? સંયોગવશાત્ પ્રસંગને પામીને કદાચ ન થાય એ વાત જુદી, પણ ‘કરીએ તોયે ઠીક અને ન કરીએ તોયે ઠીક'. આમ બોલે, એ કેમ ચાલે ? આ એક વાત થઈ. બીજી વાત એ કે-પૂજા કરે અને આજ્ઞા ન માને, એ કેમ ચાલે ? જેની પૂજા કરે Page #23 -------------------------------------------------------------------------- ________________ . સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ 1 N તેની આજ્ઞા ન માને, એ કેમ નભે ? આથી સ્પષ્ટ જ છે કે “સમ્યગ્દષ્ટિ આત્મા શક્ય કરણીમાં પ્રમાદ ન કરે અને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનો અખંડ રંગી હોય.” આ બધી વસ્તુઓને સ્પષ્ટ કરવાના ઇરાદાથી જ, ગઈકાલે આપણે શ્રી સંઘના સ્વરૂપનો પ્રશ્ન છેડ્યો છે; કારણ કે આજે શ્રીસંઘના નામે અનેક અનર્થકારી પ્રવૃત્તિઓ થઈ રહી છે અને પોષાઈ રહી છે." આ વાત ખાસ યાદ રાખી લેવા જેવી છે કે, “શ્રી જિનેશ્વરદેવની પૂજાને કરનારા પણ જો શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાની અવગણના કરવાની પ્રવૃત્તિ કરે, તો તેઓ શ્રીસંઘમાં રહી શકતા નથી.” સંઘ કહેવરાવવાનું બધાને ગમે; “પચીસમા તીર્થકર અમેએમ કહેતાં બધા આવે; જાણે પોતે પચીસમા તીર્થંકર જ ન હોય ! યથેચ્છ પ્રલાપ કરનારાઓ અને ઉચ્છંખલ વર્તન કરનારાઓ પણ પોતાની જાતને “શ્રીસંઘ” તરીકે ઓળખાવવાની ધૃષ્ટતા કરે તો એ બધું સુજ્ઞ સમાજ પાસે કેમ જ ચાલી શકે ? શાસ્ત્રાનુસારી વર્તન હોય ત્યાં સંઘત્વ; જ્યાં ઇરાદાપૂર્વક ન હોય ત્યાં “સંઘત્વ નથી' એમ જાહેર કરવામાં હરકત નથી. પોતાને સંઘ તરીકે ઓળખાવનારા જો ઇરાદાપૂર્વક સમજવાની પણ દરકાર કર્યા વિના પ્રભુમાર્ગથી વિરુદ્ધ વર્તાવ કરતા હોય, તો તેઓ સંઘ તરીકે રહી શકતા નથી.' એમ જાહેર કરવું, એ તો શ્રી જિનશાસનનો. સનાતન કાયદો છે. સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજીએ, શ્રી નંદીસૂત્રની મંગલાચરણની ગાથાઓ દ્વારા શ્રીસંઘનું જ સ્વરૂપ દર્શાવ્યું છે, તે મારે તમને સંભળાવવું છે. તે સૂત્ર ઉપર આચાર્યદેવ શ્રી મલયગિંરિજી મહારાજે ટીકા રચી છે. તેઓશ્રી ફરમાવે છે કે-શ્રી તીર્થંકરદેવ પછી શ્રીસંઘ પૂજ્ય છે. શ્રી તીર્થંકરદેવથી તીર્થ સ્થપાય અને શ્રીસંઘથી તે ટકે છે. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા આ બધાનો સમાવેશ શ્રીસંઘમાં છે. શાસ્ત્રકાર મહર્ષિઓએ જેમ ચાર પ્રકારના શ્રીસંઘને તીર્થરૂપ કહ્યો, તેમ પ્રથમ ગણધરદેવને પણ તીર્થરૂપ કહ્યા છે.* તિર્થ भंते ! तित्थं, तित्थयरे तित्थं ? गोयमा ! अरिहा ताव नियमा तित्थंकरे तित्थं पुण વીડવ્ય સમસંવે પઢમાદરે વા !' પ્રથમ ગણધરદેવ, એ સંઘના શાસનના આગેવાન છે. શ્રી ગણધરદેવની રચેલી દ્વાદશાંગીને અનુસરે એ સમસ્ત સંઘ. પ્રભુ તીર્થ સ્થાપે એને સાચવવાનું કામ શ્રીસંઘનું છે, માટે જ તીર્થંકર પછી શ્રીસંઘનો નંબર પહેલો આવે છે. ઘણી ત્રુટી પડવા છતાં પણ, એ મર્યાદા હજુ અમુક અંશે સચવાઈ છે કે હજારો શ્રાવકનો સમુદાય ભેળો થયો હોય, એ પણ નાનામાં નાના સાધુને નમે પણ પોતાને હાથ જોડવાનું સાધુને ન કહે. આ + જુઓ ભગવતી સૂત્ર શતક ૨૦ ઉદ્દેશો ૮ સૂત્ર-૧૪ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧ : સંઘપતિ કેવા હોય ? - 1 મર્યાદા હજી ટકી રહી છે. વસ્તુ યથાર્થ હતી માટે રહી. આ ઉપરથી પણ શ્રીસંઘનું સ્વરૂપ હાથ આવી જાય છે. ૩ શ્રી નંદીસૂત્રના કર્તા સૂત્રકાર ભગવાન શ્રીસંઘની સ્તુતિ કરે છે. સંઘને અનેક પ્રકારની ઉપમાઓથી સ્તવે છે. તેમાં સૌથી પ્રથમ નગરીની ઉપમા આપી છે; પછી ક્રમસર ચક્રની, ૨થની, પદ્મ-કમળની, ચંદ્રની, સૂર્યની, સમુદ્રની અને છેલ્લી મેરુ પર્વતની ઉપમા આપીને શ્રીસંઘની સ્તુતિ કરીને શ્રીસંઘની પૂજ્યતાનું ઘણું જ સુંદર પ્રતિપાદન કરવામાં આવ્યું છે. માનોં કે આ હિંદુસ્તાનના જૈનો ભેગા થયા હોય અને કોઈ મુનિ આવ્યાના ખબર મળે, તો એ બધા સામે જાય અને સન્માન કરે કે નહિ ? જો ઇરાદાપૂર્વક સામે ન જાય અને સન્માન ન કરે, તો એ બધા જૈન કહેવાય ? મુનિવરને દેખી જૈન માત્રને આનંદ થવો જ જોઈએ અને સન્માન કરવાની વૃત્તિ આપોઆપ જાગ્રત થવી જ જોઈએ. વ્યવહારમાં પણ બધા શેઠિયા બેઠા હોય, પણ કોઈ આગેવાન આવે તો વિવેક કરે છે ને ? ધર્મમાં પણ મર્યાદા એ કે સમસ્ત શ્રીજૈનસંઘ તે જ દિવસના દીક્ષિતને પણ નમે-સન્માન આપે અને તો જ એ શ્રીસંઘની કોટિમાં ગણાય.આ વાત સાધુ માટે છે, પણ સાધુ વેષમાં રહેલા વેષધારી માટે નથી. જાણીબૂઝીને માત્ર વેષધારીનું જ સન્માન કરવાથી તો સંઘત્વ જાય અને સાચા સાધુનું ઇરાદાપૂર્વક સન્માન ન કરવાથી પણ સંઘત્વ જાય. સભા આચાર્યને શ્રી તીર્થંકર સમાન કહ્યા છે ? “હા, નવ પ્રકારે આચાર્યની શ્રીતીર્થંકરદેવ સાથે સમાનતા બતાવી છે. શ્રીસંઘના આ સ્વરૂપને સમજનાર એવું પગલું ન ભરે કે જેથી સંઘત્વ તો જાય, પણ માણસાઈ પણ જાય. સો-બસો આદમીનું ટોળું કે એકાદ ગામનું અમુક ટોળું જાહેર કરે કે, ‘અમુક' સાધુને તથા નૂતન દીક્ષિતને સાધુ ન માનવા' એટલે બધા માની લે ? ‘બાળદીક્ષા અને અજ્ઞાનીઓને પૂછ્યા વિના થતી બીજી દીક્ષા શાસ્ત્રાનુસારી નથી, એમ પોતાની મતિકલ્પનાથી માની લઈ, ગુણવાનને પણ નિર્ગુણી માનવા-મનાવવાની વાતો કેમ ચાલી શકે ? રસ્તે જનારો કહી દે કે, પંચમ જ્યોર્જ રાજા નથી, એટલે આખું હિંદ માની લે ? મોટો ભાગ એમ કહેવા લાગી જાય, તોયે ઘણા એવા સમજુ પુરુષો છે, કે જેઓ ‘માન્યા વિના છૂટકો નથી' એમ સમજે છે; કારણ કે, સત્તા કોની ? અને સિક્કો કોનો ? અમુક માણસ આદમી નથી, એમ કહી દીધે કેમ ચાલે ? એનાં કારણો અને લક્ષણો બતાવવાં જોઈએ અને એમ થાય તો સાંભળનાર પણ જરા વિચારે. +જુઓ સંબોધ પ્રક૨ણ સુગુરુ સ્વરૂપ-અધિકાર ગાથા : ૧૪૭ થી ૧૫૪. Page #25 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ કેટલાક તો કહે છે કે, દરેક સંઘે અમારી જેમ જાહેરાત કરવી જોઈએ. એ તો માને કે, બધા અનુસરે એ ઠીક, પણ ‘સજ્જનો એનો અમલ ન કરે તો એ લખાણની કિંમત ફૂટી કોડીનીયે નથી' એ વિચાર તેઓને ન આવ્યો ? પણ એવો વિચાર ન આવે તે સ્વાભાવિક છે, કારણ કે, ત્યાં શાસ્ત્રના કથન મુજબનું સંઘત્વ નથી, એ પ્રકારની મનોભાવના નથી, એ આપોઆપ સાબિત થાય છે. જે શબ્દ હું કહેતો આવ્યો છું અને કહું છું, તેનું સમર્થન તેઓ પોતે જ કરે છે; મારા કથનની સાબિતી એ કરે છે; અમારું બોલેલું વિચારપૂર્વકનું હતું, એ હવે પુરવાર થાય છે. આવેશમાં આવીને બોલવાનો અધિકાર અમને નથી. બોલતાં પહેલાં અમારે પણ આજ્ઞા તપાસવી જોઈએ. સાધુપણું આપનારામાં મૂળગુણનું ખંડન ન હોય અને લેનાર સંયમનો રસિક હોય, એવાને મુનિ તરીકે ન માનવાનો ઢંઢેરો પીટવો, એ કેવી અને કેટલી ભયંકર વાત છે ? તેનો ખ્યાલ સરખો પણ જેઓ ન કરે, તેઓ કેવા અને કેટલા અજ્ઞાન છે, એ બતાવવાની કશી પણ જરૂર છે ? નથી જ : કેમ કે, તે સ્વયં સમજી શકાય તેમ છે. મતિકલ્પનાથી ફાવે તેમ બોલવાની છૂટ લેનાર, શ્રીસંઘ ગણાતો નથી અને પૂજ્યની કોટિમાં પણ રહી શકતો નથી. ૪ આચાર્ય એ પાંચે પદના પૂજારી ખરા; પણ તેથી સાધુઓ, પોતાને વાંદવાનું એમને ન કહે. આચાર્યને પદ બધાં પૂજ્ય, પણ વ્યક્તિગત વાત આવે ત્યાં તો આચાર્ય પૂજ્ય, તીર્થંકર-તીર્થને નમે, પણ બીજાને વ્યક્તિ દીઠ નમે ? નહિ જ. આખી દ્વાદશાંગી ભગવાનની જ કહેલી છે. ‘૩૫ન્નેરૂ વા । વિમેડ્ વા। થુવેડ્ વા ।' આ ત્રિપદી, એ દ્વાદશાંગીની જનેતા છે. ભગવાનની વાણી સર્વવ્યાપી છે. શ્રીતીર્થંકર દેવ, પણ કેવળજ્ઞાન થયા બાદ જ તીર્થ સ્થાપે છે. કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી તો એ પણ તીર્થંકરે આચરેલા માર્ગને અનુસરે છે; એમને પણ એ માર્ગને અનુસરવું પડે છે. ભગવાન સંયમ લેવા જાય છે, તે વખતે ‘કુલમહત્તરા’ આદિ સ્વજનો ભગવાનને કહે છે કે “હે ક્ષત્રિયવર વૃષભ ! તું શ્રી જિનેશ્વરોએ ઉપદેશેલા અકુટિલમાર્ગે કરીને પરિષહોની સેનાને હણી શ્રેષ્ઠ એવા મોક્ષપદે જા !” આ વાત શ્રી કલ્પસૂત્રમાં આવે છે. શ્રી કલ્પસૂત્ર એકવીસ વાર વિધિપૂર્વક સાંભળનાર આત્મા આ સંસારસાગર તરી જાય છે, પણ તે શ્રવણ કેવું ? ઝોકાં ખાતાં ખાતાં સંભળાય એવું નહિ. પરમ પવિત્ર સૂત્રને સાંભળતાં આડુંઅવળું ૧. गच्छ य मुक्खं परं पयं जिणवरोवठ्ठेण । मग्गेण अकुडिलेण हंता परीसहचमुं ।। Page #26 -------------------------------------------------------------------------- ________________ 5 ' – – ૧ : સંઘપતિ કેવા હોય ? - 1 - જોવાનું કે ધ્યાન આડેઅવળે રાખવાનું ન હોય. એ તો જેમ જેમ વિધિ અને સંભાવપૂર્વક સંભળાય, તેમ તેમ આત્મામાં પલટો થાય જ. એકવીસ વાર શ્રવણ એ રીતે થાય તો ફળ જરૂર આપે. અથડાતી કાને આવેલી મામૂલી વાત આજે ડાહ્યાને પણ મૂંઝવે છે-તો આની અસર કેમ ન થાય ? આ કેમ ન પરિણમે ? ઉપજાવી કાઢેલી, વજૂદ વગરની, ખોટી, બનાવટી, બહારથી આવેલી, ઇરાદાપૂર્વક ગોઠવાયેલી વાતો જો મૂંઝાવે, તો આ શાસ્ત્રવાણી અસર ન કરે એ કેમ બને ? પણ વસ્તુ સ્વરૂપ સમજે તો અસર કરે ને ? સંઘપતિ શ્રી રામચંદ્રજી જેવા હોય? શ્રી રામાયણમાં એક પ્રસંગ આવે છે; અત્યારના મૂળ મુદ્દાના સમર્થન માટે તે ઉપયોગી છે એટલે કહું છું. એ વખતે શ્રી રામચંદ્રજી, શ્રી લક્ષ્મણજી તથા મોટા મોટા રાજા-મહારાજાઓ પ્રભુના શાસનમાં હતા. એ સંઘ હતો ને ? સીતાજી સંયમ લેવાં જાય છે, ત્યારે શ્રી રામચંદ્રજી કઈ અવસ્થામાં છે ? સીતાજી પરનું કલંક સાચું હતું કે ખોટું ? ખોટું – પણ જગતે તો સાચું માન્યું હતું ને? કલંક આપનાર માત્ર ત્રણ સ્ત્રીઓ હતી; શ્રી સીતાજીની સપત્નીઓરામચંદ્રજીની બીજી પત્નીઓ હતી. સીતાજી માટે શ્રી રામચંદ્રજીના હૃદયમાં જુદી અસર ઉત્પન્ન કરવા માટે, એ ત્રણ સ્ત્રીઓએ ઘણો પ્રયત્ન કર્યો, પણ એની અસર ન થઈ. પછી એ ત્રણે સ્ત્રીઓએ પોતાના દુષ્ટ હેતુને ફળીભૂત કરવાના જ એક ઇરાદાથી સીતાજીને આધીન થઈ અને પ્રસંગ પાડીને પોતાની ઇચ્છિત પરિસ્થિતિ ઊભી કરી. . સીતાજીને કહ્યું કે – તમે રાવણને ત્યાં ઘણો કાળ રહ્યાં; એ કેવો હતો-એ જરા બતાવો તો ખરાં; તમે જોયો તો હશે ને! સીતાજી કહે છે કે – “આંખનું પોપચું ઊંચું કરીને મેં તેને કદી પણ જોયો નથી; હા, આંખ નીચે ઢળેલી રહે, એટલે એના પગ તો દૃષ્ટિમાં આવી જાય.” . સપત્નીઓએ પગ જોવાનો આગ્રહ કર્યો : સીતાજી ભોળાં બન્યાં; પગ આબેહુબ ચીતર્યા. ૧. શોક્યો. * ૨. સીતાણૂ મા દૃષ્ટ, સર્વા ન દ રાવ: | - તૃણો તષરાવેલ, શં નામ તિવામિ તમ્ ર૧૧ || - ત્રિ. શ. પુ. ૨. પર્વ-૭, સર્ગ-૮ Page #27 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ એ ત્રણે સપત્નીઓએ એ ચરણય શ્રી રામચંદ્રજીને દેખાડીને કહ્યું કે-“જેને તમે સતી માનો છો, તે તો હજી પગ ચીતરી ચીતરીને એ રાવણનું ધ્યાન ધરે છે.” ૭ આની પણ અસર ન થઈ, પછી પેલી સ્ત્રીઓએ આ વાત દાસીઓને કરી. ચાર-આઠ દિવસમાં તો આ વાત આખી અયોધ્યામાં ફેલાઈ ગઈ. ભલભલા બુદ્ધિના નિધાનોને પણ લાગ્યું કે - “કાંઈક છે.” સભા આજ પણ એ ‘કાંઈક’ મારે છે ! મારો મુદ્દો એ છે કે-અસત્ય અને પાયા વિનાની વાતોના શ્રવણનો એ પ્રતાપ છે. જો ખોટી વાતનું શ્રવણ આવી અસર કરે, તો શાસ્ત્રનું શ્રવણ અસર કેમ ન કરે ? પણ મુદ્દો એ છે કે-ખોટી વાત જેટલા પ્રેમથી સંભળાય છે, તેટલા પ્રેમથી એ સંભળાતું નથી. બજારની વાતમાં ઝટ કાન જાય; ત્યાં પ્રમાદ ઝટ દૂર થાય છે; જો આટલી લગની ધર્મશાસ્ત્રના શ્રવણમાં આવે, તો જીવનમાં આજે જ પરિવર્તન થાય. અસ્તુ. એ વાતનું પરિણામ એ આવ્યું કે - શ્રી રામચંદ્રજી જેવા સમજદા૨ે પણ સીતાજીનો પરિત્યાગ કર્યો; ગર્ભવંતા સીતાજીને વગડામાં મૂક્યાં. શ્રી સીતાજી તો પુણ્યશાળી હતાં, એટલે ત્યાં પણ સંબંધી મળ્યા. ત્યાં ગર્ભપ્રસવ થયો. પુત્ર લવ અને કુશ મોટા થયા. પિતા સામે યુદ્ધ કરવા લાગ્યા. પરિણામે પિતા-પુત્રનો સંયોગ થયો અને શ્રી સીતાજીએ દિવ્ય કર્યું. શ્રી સીતાદેવીએ જે સમયે દિવ્ય કરવાનો આરંભ કર્યો, તે સમયે પાસેના ઉદ્યાનમાં શ્રી જયભૂષણ નામના મુનિવરને કેવળજ્ઞાન થયું હતું. એનો મહોત્સવ કરવા ઇંદ્ર વિગેરે દેવતાઓ આવ્યા હતા. દેવો દ્વારા દિવ્યની વાત જાણીને ઇન્દ્રે પોતાના સેનાપતિને મહાસતી શ્રી સીતાદેવીની સહાયે મોકલ્યા. સીતાજી દિવ્યમાં પસાર થયાં, અગ્નિને બદલે પાણીથી ખાઈ ભરાઈ ગઈ. ત્યાં સુવર્ણકમળ ગોઠવાઈ ગયું. એના પર પોતે બેઠાં અને લવ-કુશ એ બે પુત્રો પાણીમાં તરી માતા પાસે જઈ, શ્રી સીતાજીની બાજુએ બેઠા. એ વખતે લક્ષ્મણ આદિ સર્વેએ ભક્તિપૂર્વક મહાસતી શ્રી સીતાદેવીને નમસ્કાર કર્યા અને શ્રી રામચંદ્રજીએ પણ અંજલિપૂર્વક કહ્યું કે : “હે દેવી ! સ્વભાવથી જ અસદ્ દોષને ગ્રહણ કરનારા લોકની ઇચ્છા મુજબ વર્તીને મેં તારો ત્યાગ કર્યો, તે તું માફ કર ઃ શ્વાપદોથી.અતિશય ભયંકર બનેલા અરણ્યમાં પોતાના પ્રભાવથી તું વી, એ જ એક દિવ્ય હતું, એ હું ન Page #28 -------------------------------------------------------------------------- ________________ - ૧ : સંઘપતિ કેવા હોય ? - 1 જાણી શક્ય : ખેર, હવે હાલમાં આ બધાની ક્ષમા કરીને, આ પુષ્પક નામના વિમાનમાં બેસ, ઘેર ચાલ અને પૂર્વની માફક મારી સાથે આનંદપૂર્વક રહે.” શ્રી રામચંદ્રજીના આ કથનને સાંભળી શ્રી સીતાદેવી કહે છે કે : - આવા પ્રકારના દુઃખરૂપ આવર્તને આપનારા કર્મોથી હું નિર્વેદને પામી છું, માટે તે કર્મોનો ઉચ્છેદ કરનારી દીક્ષા હું અંગીકાર કરીશ.” ભાગ્યવાનો ! વિચારો કે – કયે સ્થાને અને કેવા પ્રસંગે મહાસતી શ્રી સીતાદેવી વૈરાગ્ય પામે છે ! આ પરિણામ ઉત્તમ સંસ્કારોનું છે. મહાદેવી શ્રી સીતાજી પોતાની ઉપર આવેલી આપત્તિઓમાં કોઈને પણ કારણ તરીકે નહિ માનતાં, એક પોતાના અશુભ કર્મને જ કારણ તરીકે માની, તે કર્મોને ઉચ્છેદ કરવા માટે સજ્જ થાય છે. આ સમયે નાનોસૂનો સંઘ નથી ઊભો : સોળ હજાર મુકુટબદ્ધ રાજાઓના સ્વામી શ્રી રામચંદ્રજી જેવા ઊભા છે. ઉત્તમ કોટિના આત્માઓ કાંઈ ઓછા નથી. કેટલાંક તો ચરમ-શરીરી પણ છે. આવો મોટો સંઘ ત્યાં છે. આજના સંઘમાં કોઈ ચરમ-શરીરી તો નથી ને ? પેલા સંઘમાં તો એ જ ભવમાં ચૌદપૂર્વી થનારા, અગિયાર અંગના પાઠી થનારા અને એ જ ભવમાં કેવળજ્ઞાન પામીને મુક્તિએ જનારા પણ હતા. એવા સમુદાયની સામે શ્રી સીતાજી રામચંદ્રજીને કહે છે કે-“હવે સંસારથી સર્યું. કર્મની ફાવટ ન થાય એવું સ્થાન શ્રી જિનેશ્વરદેવની દીક્ષા છે, તેને હું અંગીકાર કરીશ.” * શ્રી રામચંદ્રજી આ સાંભળીને દિમૂઢ બની ગયા. મોહનું જોર છે ને? પણ એ જ વખતે સુવર્ણકમળ પર બેઠેલાં સીતાજી કેશનો લોચ કરે છે અને એ કેશ પોતાના પતિ શ્રી રામચંદ્રજીને અર્પણ કરે છે. સીતાજીના વાળનો સ્પર્શ થતાં શ્રી રામચંદ્રજીને મૂચ્છિત અવસ્થામાં મૂકી, બધાના દેખતાં સીતાજી સંયમ લેવા જાય છે; એ સંયમ લે છે અને આપનાર આપે છે. આજ્ઞા લીધી કોઈની ? .' શ્રી રામચંદ્રજીની મૂર્છા વળી. સીતાને ન જોયાં એટલે પૂછયું કે - સીતા ક્યાં છે ? જવાબ કોણ આપે ? તરત એમને પાછાં લાવવા હુકમ કર્યો, પણ લેવા જાય કોણ ? શ્રી રામચંદ્રજી કહે છે કે-“હે ભૂચરો અને ખેચરો ! તમે જો મરવાને ન ઇચ્છતા હો, તો મને સતા બતાવો : હા ! મારી આવી દુઃખી અવસ્થામાં પણ આ બધા ઉદાસીન છે !” ૧. “નિur viાની, સુણાવર્ત વિનામ્ | 1. પ્રદીપ રિન્યાં, તેષામુછરિ ૨૨૦ !” -ત્રિ. શ. પુ. ચ. પર્વ-૭, સર્ગ-૯. Page #29 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ ૧“એમ કહી રામચંદ્રજી ધનુષ્ય લેવા માટે ઊભા થયા. ધનુષ્યને હાથમાં લેતા શ્રી ૨ામચંદ્રજીને નમસ્કાર કરીને, શ્રી લક્ષ્મણજી કહે છે કે : - “હે પૂજ્ય ! નિશ્ચયપૂર્વક આ સઘળો લોક આપનો કિંકર છે, પણ આ શું ? જેમ ન્યાયનિષ્ઠ એવા આપે દોષથી ભય પામીને સીતાદેવીનો ત્યાગ કર્યો હતો, તેમ આત્મનિષ્ઠ અને ભવથી ભય પામેલાં શ્રી સીતાદેવીએ સર્વનો ત્યાગ કર્યો ! આપની સામે જ પોતાને હસ્તે કેશને ઉખેડી નાખી, શ્રીમતી સીતાદેવીએ વિધિ મુજબ દીક્ષા અંગીકાર કરી અને હમણાં જ તે દીક્ષા આપનાર - મહર્ષિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. તેમનો કેવળજ્ઞાન મહોત્સવ પણ અવશ્ય આપને કરવા યોગ્ય છે. સ્વામિની શ્રી સીતાદેવી પણ ત્યાં જ છે, કે જે મહાવ્રતોને ગ્રહણ કરી સતીમાર્ગની માફક મુક્તિમાર્ગને પણ બતાવી રહ્યાં છે. આવે સમયે આપના જેવાને આ ન છાજે.” ८ આ બધો સંઘ છે હોં ! આ બધા સંયોગ યાદ રાખજો ! લક્ષ્મણજીનું કથન સાંભળીને તરત શ્રી રામચંદ્રજી સાવધ થાય છે અને કહે છે કે - “સારી વાત છે કે – મારી પ્રિયાએ તે મુનિવર પાસે દીક્ષા અંગીકાર કરી.” આ પ્રમાણે કહીને તરત જ પરિવારની સાથે તે મુનિવ૨ની પાસે ગયા અને વંદન કરીને દેશના સાંભળવા બેઠા; પણ આજના કેટલાક નામજૈનોની જેમ‘સીતાને દીક્ષા આપનાર એ મુનિ નથી તથા સીતા એ સાધ્વી નથી’-એવો કોઈએ ઢંઢેરો તે વખતે ન કાઢ્યો; કારણ કે-એ બધા પોતાની ફરજ સમજતા ૧. ફત્તુવન્ના થઘ્ન વૃક્ષન્ત, તે નવા નક્ષળોદ્રવીત્ । आर्यार्य किमिदं लोकः, खल्वेष तव किङ्करः ।। ४ ।। सीतां यथा दोषभीतोऽत्याक्षीस्त्वं न्यायनैष्ठिकः । भवभीता स्वार्थनिष्ठा, तथा सा सर्वमत्यजत् ।। ५ ॥ प्रत्यक्षमिह वः सीता, स्वयमुत्पाटय कुन्तलान् । આન્દ્રે વિધિવદીક્ષાં, નવભૂષળસનિયો ।। ૬ ।। इदानीमेव तस्यर्षेरुदपद्यत केवलम् । तज्ज्ञानमहिमावश्यकृत्यमस्ति तवाऽपि हि ।। ७ ।। तत्रास्ते स्वामिनी सीता, स्वामिन्नात्तमहाव्रता । दर्शयन्ती मुक्तिमार्ग, सतीमार्गमिवाऽनघा ॥ ८ ॥ राम: प्रकृतिमालब्योवाच साधु मम प्रिया । ૩૫ાજ્યે પરિત્રનાં, તસ્ય વલિનોઽન્તિઃ ।। શ્। -ત્રિ. શ. પુ. પર્વ-૭, સર્ગ-૧૦. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧ : સંઘપતિ કેવા હોય ? - 1 હતા. એ તો માનતા કે-અમારી ફ૨જ તો વાંદવાની અને પૂજવાની; ત્યારે આજના કેટલાકો પોતાને સંઘ તરીકે ઓળખાવી, એમ કહેવા તૈયાર થયા છે કે‘અમને પૂછ્યા વિના કોઈ પણ દીક્ષા લે કેમ અને આપે કેમ ?' અને એ નિયમાનુસાર કાળી લાઇનના હેન્ડબીલ દ્વારા જાહેર કરે છે કે - સાગરજી મહારાજ સાધુ નથી અને એ નૂતન દીક્ષિત પણ સાધુ નથી. એમને સાધુ ન માનવા -એવી દરેક મુનિને તેમાં વિનંતિ કરી છે. હું પણ મુનિ છું એટલે મારે કહેવાનું હોય તે કહી દઉંને ? હું કહું છું કે-સાગરજી એ આચાર્ય છે અને નૂતન દીક્ષિત તે મુનિ છે, કે જેમણે પોતાના નવ વર્ષના બાળકને પોતાની પહેલાં જ પ્રભુમાર્ગમાં પ્રયાણ કરાવી, જૈનશાસનના સનાતન ધર્માચરણનું એક સુયોગ્ય પિતા તરીકેનું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. એવાને સાધુ નહિ માનનારને અને નહિ માનવાની જાહેરાત કરનારને, ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના કથનને અનુસરીને આપણે ફરી પણ કહી શકીએ છીએ કે-“એ સંઘ નહિ, પણ ‘અઠ્ઠી મૂત્તે' – એટલે હાડકાંનો ઢગલો છે. 9 હવે ચાલો આગળ. ત્યાં દેશનામાં પ્રતિબોધ પામીને શ્રી રામચંદ્રજીના સેનાપતિ દીક્ષા અંગીકાર કરે છે. તે પછી શ્રી રામચંદ્રજી કેવલજ્ઞાની મુનિવરને વંદન કરીને શ્રી સીતાજી પાસે જઈને વિચાર કરે છે કે - ૪આ કોમળ અંગવાળી રાજપુત્રી અને મારી પ્રિયા સીતા, શીત અને ગરમીના ક્લેશને શી રીતે સહન કરશે ? અને દુઃખ કરીને વહન કરી શકાય એવા સંયમના ભારને શી રીતે વહન કરશે ?” આ પછી તરત જ માનસિક સમાધાન પ્રાપ્ત કરીને શ્રી રામચંદ્રજી વિચારે છે કે-“જેના શીલવ્રતને ખંડિત કરવા માટે રાવણ પણ સમર્થ ન થઈ શક્યો, તે પોતાની પ્રતિજ્ઞાના પાલનમાં કદી જ ચલિત નહિ થાય.” એમ માનીને શ્રી ૧. પૂ. આ.દેવ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ. ૨: પૂ. મુ. શ્રી ધર્મસાગરજી મહારાજ. ૩. પૂ. મુ. શ્રી મહોદયસાગરજી મહારાજ. ૪. અમો શિરીષવૃદ્ધા, રાનપુત્રી મમ પ્રિયા । सीता शीतातपक्लेशं कथं नाम सहिष्यते ॥ १० ॥ ૫. રૂમ સંયમમાર ચ, સર્વમરાતિશાયિનમ્ । उद्धक्ष्यति कथं नाम, हृदयेनाऽपि दुर्वहम् ।। ११ । । यद्वा सतीव्रतं यस्या, न भङ्क्तुं रावणोऽप्यलम् । સા નિર્વ્યપ્રતિજ્ઞવં, માવિની સંયમેઽપિ દ્દેિ ।।૨।। -ત્રિ. શ. પુ. પર્વ-૭, સર્ગ-૧૦. Page #31 -------------------------------------------------------------------------- ________________ 10 ૧૦. સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - રામચંદ્રજી, શ્રી લક્ષ્મણજીએ અને શુદ્ધ શ્રદ્ધાને ધરનારા બીજા રાજાઓએ પણ શ્રી સીતાદેવીને વંદન કર્યું. સંઘપતિ આવા હોય, સીતા તો પોતાની સ્ત્રી હતી, છતાં ત્યાં પણ હાથ જોડે છે. આજે શ્રી રામચંદ્રજી જેવા સંઘપતિ છે કોઈ ? સોળ હજાર રાજાઓના સ્વામી, ત્રણ ખંડના માલિક, સંઘના આગેવાન અને ચરમ-શરીરી, એવા શ્રી રામચંદ્રજીની પણ આજ્ઞા સીતાજીએ લીધી નહિ. શ્રી રામચંદ્રજીને મૂચ્છિત અવસ્થામાં મૂકી સીતાજી સંયમ લેવા ગયાં, એ ગુન્ડો ખરો ? શાસ્ત્ર “ના” પાડે છે. એ સંયમ લેવા ગયાં હતાં, કાંઈ ચોરી કે લૂંટફાટ કરવા નહોતાં ગયાં ! મોહમાં પડેલાને બચાવાય કઈ રીતે ? કોઈની મૂચ્છ વાળવા જતાં, પોતાને આવી જાય તો શું થાય ? શ્રી રામચંદ્રજીએ બાણ ઉપાડ્યું ત્યારે શ્રી લક્ષ્મણજીએ રોક્યા. એ વખતનો બંધુ, સાથી, સમુદાય આવો હતો. અયોગ્ય કાર્યવાહી થાય, ત્યારે કાંડુ પકડી ઊભા રાખતા. સદાય શ્રી લક્ષ્મણજી શ્રી રામચંદ્રજી પાસે સેવક તરીકે રહેતા, કદી સામું નથી બોલતા, પણ ભાઈના હાથે જ્યારે જ્યારે ખોટી કાર્યવાહી થવાનો પ્રસંગ આવતો ત્યારે ત્યારે રૂકાવટ કરતા, કેમકે એ સાચા બંધુ હતા. તમે તમારી ફરજ સમજો ! એ ન સમજો અને પચીસમા તીર્થંકર કહેવરાવો, તે કોઈ પણ માને ખરું કે ? નહિ. શ્રી સંઘને “નગરની ઉપમા : * શ્રી તીર્થંકરદેવને ઓળખો છો ?સંખ્યાબંધ આત્માઓને સંસારથી તારનાર, રાજા-મહારાજાઓને પણ પરમ ભિક્ષુક બનાવનાર; મોટ્ટી સાહ્યબીના માલિકોને સાધુ બનાવનાર અને આખા જગતને ત્યાગનો સંદેશો પાઠવનાર એ તીર્થંકરદેવો હતા. પરમ તારકો સ્વયં સંસારથી નીકળતા ત્યારે પણ હાલત કેવી ? એમના સ્નેહીઓ પણ મોહની ઝપટમાં આવે, તો આજના કુટુંબીઓ મોહથી મંત્રાય એમાં નવાઈ શી? મોહની ઝપટ ન લાગવા દે તે શ્રીસંઘ કે એમાં ધક્કે મારે તે શ્રીસંઘ ? માટે જ સંઘના સ્વરૂપ તરફ તમારું ધ્યાન ખેંચવા માંગું છું. ટીકાકાર મહર્ષિ આચાર્યદેવ શ્રી મલયગિરિજી મહારાજા શ્રી સંઘની સ્તુતિ કરતી “શ્રી નન્દીસૂત્ર'ની ગાથાઓની અવતરણિકા કરતાં ફરમાવે છે કે : - વર્તમાન તીર્થના અધિપતિ હોવાથી આસન ઉપકારી શ્રી વર્તમાનસ્વામીને નમસ્કાર કરીને, હવે શ્રી તીર્થંકરદેવ પછી શ્રી સંઘ એ પૂજ્ય છે, - એમ વિચારતાં સૂત્રકાર મહર્ષિ નગરના રૂપકથી શ્રીસંઘની સ્તુતિ કરે છે.” १. "वर्तमानतीर्थाधिपतित्वेनासन्नोपकारित्वाद् वर्द्धमानस्वामिनो नमस्कारमभिधाय सम्प्रति तीर्थकरानन्तरं सड्यः पूज्य इतिपरिभावयन् सङ्यस्य नगररूपकेण स्तवमाह-" .. Page #32 -------------------------------------------------------------------------- ________________ 11 : – - ૧ : સંઘપતિ કેવો હોય ? - 1 - ૧૧ સૂત્રકાર મહર્ષિએ આ સૂત્રના મંગલાચરણમાં અનેક રૂપકોથી શ્રીસંઘની સ્તુતિ કરી છે. અનેક રૂપકો પૈકીનું પહેલું રૂપક “નગર’નું આપ્યું છે; “નગરનું રૂપક આપતું વર્ણન આ મુજબ છે : - હે સંઘરૂપ નગર ! તારું કલ્યાણ થાઓ! તું શાશ્વત રહો. તારી ત્રુટી કદી જ ન હો. નગરમાં મકાન હોય; મકાન વિના નગર ન હોય. નગરમાં લક્ષ્મી જોઈએ, શેરીઓ પણ હોય અને ફરતો કિલ્લો પણ હોય - જેથી લૂંટારા ન પેસે. આ ચારે ચીજ સંઘરૂપ નગરમાં હોય. આ ચાર જ્યાં હોય તે સંઘરૂપ નગર, બીજું નહિ. ભવન ન હોય તે નગર નહિ, લક્ષ્મીહીન કેવલ દરિદ્રીઓ જ વસે તે નગર નહિ, શેરી વિગેરે ન હોય તે નગર નહિ અને જેને ફરતે કિલ્લો ન હોય તે પણ નગરની કોટિમાં ગણાય નહિ. જેમ નગર મોટું તેમ ભવનો પણ ઘણાં હોય; તે જ રીતે શ્રી સંઘરૂપી નગર પણ ગુણરૂપ ભવનોએ કરીને ગહન છે. આ શ્રી સંઘરૂપી નગર ગુણોરૂપી ભવનોથી એવું ગહન છે કે-હવે તેમાં નવું મકાન કરવાની જરૂર પણ નથી. - હવે એ ગુણો ક્યા ? ઉત્તરમાં ટીકાકાર મહર્ષિએ ફરમાવ્યું છે કે – એપિડવિશુદ્ધિ આદિ ઉત્તર ગુણો. મૂળ ગુણ તો કિલ્લા તરીકે છે એટલે કે સર્વવ્યાપી છે. મૂળગુણ મુખ્ય છે. કિલ્લા વિનાની નગરીમાં લુંટારા પેસી જાય; એ નગરીના રાજાને વિશ્રાંતિ ન હોય; અચાનક દોડવું પડે. ઉત્તર ગુણોરૂપી ભવનોથી સંઘનગર વ્યાપ્ત છે. નગરમાં લક્ષ્મી જોઈએ, તો આ સંઘરૂપ નગર પણ શ્રુતજ્ઞાનરૂપ રત્નોથી ભરેલું છે. * અહીં કેવળજ્ઞાન કેમ ન કહ્યું ? કારણ, સંઘ નગરમાં કાયમ કેવળજ્ઞાન ન હોય; શ્રત તો હોય જ. તમારે અમારે કયાં રત્નોથી શ્રીમંત બનવાનું ? શ્રુતજ્ઞાનરૂપી રત્નોથી ! પરીક્ષા બધી શ્રુતજ્ઞાનથી કરવાની, કેવળજ્ઞાનથી નહિ ! કેવળજ્ઞાની પણ પોતાની દૃષ્ટિએ અશુદ્ધ દેખાતો આહાર, પણ જો શ્રુતજ્ઞાની શ્રુતજ્ઞાનની દૃષ્ટિથી શુદ્ધ જોઈને લાવ્યા હોય અને શ્રુતજ્ઞાનની દૃષ્ટિએ શુદ્ધ જ હોય, તો એને દોષિત કહ્યા વિના વાપરે. જો દોષિત કહે તો સંઘનગરમાં ભેદ થાય. આપણે તો મૃતની દૃષ્ટિએ દેખાય તે જ ઉપયોગી. | ૧. "TTખવIVITસુવરથા-બરિય ! áલ વિશુદ્ધ થા - સંપનર ! મદં તે, અવહારિવારી ! | ૪ | - શ્રી નંદીસૂત્ર ૨. ઉપવસોટી-સમ-ભાવ-પરિમા કિનારોદો. હા-કુત્તીઓ, મજાદા રેવ પાર તુ ? Page #33 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ શ્રી સંઘનગરમાં સમ્યગ્દર્શન રૂપ વિશુદ્ધ શેરીઓ છે, કે જે દ્વારાએ મૂળ ગુણોરૂપ કિલ્લામાં પેસીને ગુણરૂપ ભવનમાં જવાય. દર્શનશુદ્ધિ તે આ. આંખો ફાડી નાટકચેટક, સિનેમા, સરકસ, રૂપરંગ જુઓ તે નહિ. એ તો દૃષ્ટિનો વિકા૨ છે. એ નગરની શેરીઓ એવી છે કે-ત્યાંની ધૂળ પણ સંસારને અસાર કહે. ૧૨ કવિવર ઉ. શ્રી વીરવિજયજીની પૂજા તો રાગ તાણીને ગાઓ છો ને ! મને ‘સંસારશેરી વિસરી રે લોલ, જિહાં બાર પાડોશી ચાડ જો, નિત રહેવું ને નિત વઢવાડ જો.” 12 આ પૂજા તો મોટા રાગમાં ભણાવો છો. આ રીતે પૂજા ભણાવનારા શ્રાવકો ભગવાનની સામે મોટે ૨ાગે આવું આવું ગાનારા શ્રાવકો, આની (આગમનીભગવાનની આજ્ઞાની) સામે કઈ રીતે ઊભા રહે છે, એ જ સમજાતું નથી. વળી બાર વ્રતની પૂજામાં શ્રી વીરવિજયજી મહારાજ કહે છે અને એ તમે ગાઓ છો કે - “શીતળ નહિ છાયા રે આ સંસારની, કૂડી છે માયા રે આ સંસારની, કાચની કાયા ૨ે છેવટ છારની, સાચી એક માયા રે જિન-અણગારની.” ભગવાન આગળ આ બધું કહો છો ને ! ભગવાન તો બધું જાણે છે, પણ આ બધું તમે ભગવાન આગળ કબૂલ કર્યું ને કે - ‘હે ભગવન્ ! તારા આગમની સહાયથી અને તારા મુનિવરોના ઉપદેશથી આ મારા મનમાં ઠસ્યું.’ ભગવાનના શાસનના મુનિ તે કે-જે ‘આ સંસારની છાયા શીતળ નથી' એમ કહે . સંસારની છાયાને શીતલ મનાવનાર તો પ્રભુશાસનનો દ્રોહી છે. શીતળ નહિ છાયા રે આ સંસારની' આ તમે પૂજામાં તો કબૂલ કરો છો. વસ્તુતઃ જો વિચાર કરવામાં આવે, તો તરત જ સમજી શકાય તેમ છે કે - આ સંસારની શેરીની ઊછળતી ધૂળ પણ કહે છે કે : - “અસારોડયું સંસારો”. પણ આ વાત હજુ તમારા હૈયામાં બરાબર જચતી નથી, એટલા માટે તો સંઘનું સ્વરૂપ સમજાવવાની મહેનત કરું છું. આ શ્રીસંઘનું સ્વરૂપ સમજાવતાં દિવસો થાય તેની દરકાર નહિ. આપણે અનેક ગ્રંથોની સાક્ષીથી શ્રીસંઘના Page #34 -------------------------------------------------------------------------- ________________ 18 - – ૧ : સંઘપતિ કેવા હોય ? - 1 - ૧૩ સ્વરૂપને વિચારશું. પૂજા દ્વારા તમે જ્યારે કબૂલ કરો છો કે આ સંસારની છાયા શીતલ નથી-આ સંસારની માયા કૂડી છે-આ કાયા કાચની માફક છેવટે નાશ પામનારી છે અને એક શ્રી જિનેશ્વરદેવના મુનિવરની માયા એ જ સાચી છે.ત્યારે આ કાળી લાઇનનું ફરફરિયું તે વાતનો ઇન્કાર કરવાની ચેષ્ટા કરે છે. આ ફરફરિયાની કાળી લાઇનો, આના પ્રચારકોની મનોદશાનો સ્પષ્ટ ખ્યાલ કરાવે છે. આચાર્ય સંઘના સંચાલક છે ! “શીતળ નહિ છાયા રે આ સંસારની સંસારની છાયા પણ શીતળ નથી; છાયામાં તો ઠંડકનો ગુણ હોય, પણ આ સંસારની તો છાયામાંય દાહ છે. સંસારનો સંતાપ તો ભયંકર છે જ, પણ એની છાયા પણ ભયંકર છે. આ પ્રમાણે ભગવાનની પાસે લાંબા હાથ કરીને બોલનારની પણ જો વિપરીત દશા હોય, તો સંઘ-નગરનો નાશ થવા માંડ્યો ગણાય. પણ નગરના કિલ્લા અખંડિત હોય તો એનો નાશ ન થવા દે, માટે કિલ્લા તરીકે તમને ન ગોઠવ્યા. કિલ્લાના રક્ષકો, કિલ્લા બહારના લુંટારુઓને અંદર પેસવા ન દે અને અંદરના લુંટારાઓને યથેચ્છ ફરવા ન દે. કિલ્લાથી ડરે કોણ ? લુંટારા, શાહુકાર તથા સજ્જનો કદી જ ન ડરે. આજના લુંટારાઓ આ કિલ્લાને જમીનદોસ્ત કરવા ઇચ્છે છે, સર્વવિરતિ ધર્મરૂપી કિલ્લાને જમીનદોસ્ત કરવા એ લૂંટારાઓ મથે છે : એવાના સહાયકો પ્રભુશાસનના વિશ્વાસઘાતી છે. વફાદાર તો કહી દે કે – “જાન જાય તો હા, પણ એ કિલ્લાને ભૂશાયી ન થવા દઈએ.' પછી આગળ - કૂડી છે માયા રે આ સંસારની” : “આ મારું-આ મારું-આ બધી માયા કૂડી છે. સંસારની છાયા શીતળ નથી અને એની માયા કૂડી છે, આવું ત્રણ લોકના નાથની પાસે-વીતરાગ પાસે-સર્વજ્ઞ પાસે રોતે હૃદયે બોલો છો ને ! કાચની કાયા રે છેવટ છારની કાયા પણ કાચ જેવી, ફૂટી જાય એવી. એમાંથી આત્મા નીકળે તે પછી એની સામે જોવું પણ ન ગમે. છેવટે - “સાચી એક માયા રે જિન-અણગારની” સાચી માયા જિન-અણગારની કહી : અણગાર એટલે જેને ઘર નહિ તે. હવે આથી તમે સમજી શક્યા હશો કે-સંઘનગરી શેરીની ધૂળ પણ કહે છે કે : - “સારોથું સંસાર” Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૪ - સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ - 14 - હવે આ સંઘરૂપ નગરનો કિલ્લો તે અખંડ ચારિત્ર છે. અખંડ ચારિત્ર એટલે કે મૂળ ગુણો. એ ગુણોને ધરનાર શ્રીસંઘ પચીસમો તીર્થકર અને એ પૂજ્ય. ઉત્તર ગુણો, શ્રતરત્નો, દર્શનશુદ્ધિ અને અખંડ ચારિત્ર કોનામાં હોય ? સાધુ સંઘમાં. ત્યારે શ્રાવકસંઘમાં શું ? તો એ જ કે-એ, એ સંઘનો પૂજારી ! એનામાંથી જો સાધુ સંઘની પૂજા થાય તો એ શ્રીસંઘની બહાર ગયેલા જ છે. સભાઃ એ જૈનેતર ! એ લોકોત્તર ! શાસ્ત્રાનુસારી વર્તમાન ઉત્તમ રીતિએ લોકોત્તર અને આ અધમ રીતિએ લોકોત્તર ! એ તો ઘરનાયે નહિ અને બહારનાય નહિ !! “ગતો બહાસ્તો શ્રદ:' એ પોતાના સ્થાનમાં રહેતા નથી. ધોબીના કૂતરા જેવી દશા : ન ઘરનો કે ન ઘાટનો ! શ્રીસંઘનું સ્વરૂપ બાંધવામાં આ પહેલી ગાથા તો મંગળાચરણ છે. એક ગાથામાં છે બધું, પણ જ્યારે વાત ચક્રાવે ચડી છે, જે તે પોતાને સંઘ કહેવરાવવા માંગે છે, ત્યારે એ વાતને પીંજવી જોઈએને ! તળાઈ કરવા રૂને કેમ પીંજાય ! એક એક પૂણી પીંજાય. આપણે પણ સંઘ સ્વરૂપને પીંજવું પડશે. સભાઃ કપાસિયાં નીકળી જાય. કપાસિયાં અને તણખલાં નીકળે પછી તળાઈ ખૂંચે નહિ: એમાં સૂતાં શંકા નહિ, વાગવાનો ભય નહિ, એ તો મુલાયમ લાગે. એવો મુલાયમ અમારે શ્રીસંઘ બનાવવો છે. “પડતાને પાડે અને ચઢતાની ઠેકડી કરે,” તે શું શ્રીસંઘ છે ? વર્ષો ગાળ્યાં એ પ્રમાણે બુદ્ધિ કેળવો. મોટા કહેવરાવવું હોય તો મોટા બનો. શ્રીસંઘના આગેવાન કોણ ? શ્રીસંઘરૂપ નગરમાં વર્ણવી તે ચારે વસ્તુમાંથી, કોઈને પામવારૂપે અને કોઈને ભાવનારૂપે સ્પર્શીને ઊભા હોય તે ! તીર્થંકર પણ તીર્થપતિ અને આચાર્ય પણ અમુક રીતે તીર્થપતિ જેવા ! શ્રી તીર્થંકરદેવે સ્થાપેલા તીર્થના સંચાલક આચાર્ય છે. તીર્થ પર આપત્તિ આવે ત્યારે તે પુણ્યપુરુષ ચૂપચાપ બેસી ન રહે. ચૂપચાપ બેસી રહેવું તે આચાર્યનો ધર્મ નથી. ક્ષત્રીય કદી પલાંઠી વાળી ખાવા ન બેસે, ઊભે પગે ખાવા બેસે, તલવાર કેડે જ હોય, તેમ આચાર્યદેવ પણ શાસનની રક્ષા માટે સાવધ જ હોય. શાસનસેવાના કાર્યમાં તેઓ ક્યારેય પ્રમત્ત ન હોય. પૂજ્ય આચાર્ય ભગવાન તો રાજાની જગ્યાએ છે. પ્રભુના શાસનને જીવન્ત રાખવાની ફરજ એમના શિર પર છે. પોતાની નિશ્રામાં રહેલા આત્માઓ ઉન્માર્ગે જાય, તો એ પાપની ભાગીદારીના પચાસ ટકા એમને શિર છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧ : સંઘપતિ કેવા હોય ? - 1 ચક્રવર્તીને દુનિયાના પાપનો વીસમો ભાગ, માંડલિક રાજાને છઠ્ઠો ભાગ, તેમ આચાર્યને અર્ધભાગ એટલે પચાસ ટકા પાપની ભાગીદારી લાગે છે. આથી તેઓ એક એક કુમતને મૂળથી ઉખેડીને ફેંકી દે. અનેક કુમતનું ઉન્મૂલન કરવાનું કામ કાયમ ચાલુ જ હોય. દર્શનશુદ્ધિ એ મહાગુણ છે. એમાં કચરો ન પાલવે. દર્શનશુદ્ધિ ઊડી જાય તો એ શેરીમાં કચરાના ઢેર થાય. દર્શનરૂપ શુદ્ધ શેરીમાં સંસારની વાસનાના કચરાને પેસવા ન દેવાય. નાટક-ચેટક એ બધો કચરો છે. એ દર્શનશુદ્ધિને મલિન કરે છે. તે કચરાને સાફ કરનાર જિનમંદિર, પૌષધશાળા, રથયાત્રા, મહોત્સવ, ઉઘાપનો, પ્રભુની મોટી પૂજાઓ, સ્નાત્ર પૂજાઓ, મહાપૂજાઓ વિગેરે શ્રી સંઘનગરમાં અખંડ ચાલુ જ હોય. નગર હોય ત્યાં રોજ બેન્ડ વાગે તેમ સંઘનગરમાં આ મહોત્સવો ચાલુ જ હોય. સભા નગરનો રાજા કોણ ?. 15 ૧૫ રાજા તરીકે શ્રી જિનેશ્વરદેવ બેઠા જ છે. બાકી આ તો સામાન્ય વર્ણન છે. વિસ્તૃત વર્ણનમાં તો ઘણી ઘણી વાતો લાવવી પડે તેમ છે. ચોર, લૂંટારા વિગેરે, ભયંકર રોગો, ઝેરી જંતુઓ અને એના યોગે નીપજતાં મરણો અને થતાં મડદાંઓના ઢગલાઓ અને પાછળની કાણમોકાણ અને ભાગાભાગ વિગેરેનું વર્ણન પણ કરી શકાય. પણ આટલી મુખ્ય વસ્તુના વર્ણનથી બધુંય સહેલાઈથી સમજી શકાય તેમ છે. દર્શનરૂપ શુદ્ધ શેરીમાં ફરનારા તો વૈરાગ્યરૂપ સરોવરમાં ઝીલનારા હોય. સંસારની અસારતાનો ધ્વનિ તો એ શેરીની ધૂળમાંથી પણ નીકળે. મહાન ગીતાર્થ મુનિઓથી એ શેરીઓ પાવન થયેલી હોય. ‘જૈનો એવું જીવે કે-તેવું જીવન જીવવાની ઇચ્છા જૈનેતર પણ કરે. જૈનેતરો એ જીવનનાં વખાણ કરે. ભદ્રિક જૈનેતરને ભડકાવનારા તો આપણા ઘરના ચેપી રોગો છે. સંઘ કહેવરાવવું, પચીસમા તીર્થંકર તરીકે પૂજાવવા નીકળવું અને ગુણનું ઠેકાણું નહિ, શ્રુતની ભક્તિ નહિ, દર્શન-વિશુદ્ધિમાં દેવાળું, એ કેમ પાલવે ? આપણું અને પરાયું : દુનિયાની દરેક ચીજમાંથી મારાપણું ખસે, એ દર્શનવિશુદ્ધિ ! એને . નાટકચેટક જોવાં ન ગમે. ધર્મને નામે ચાલતાં નાટકો વગેરેને પણ એ કદી ન જુવે. મંદિરમાંથી, ઉપાશ્રયથી, વ્યાખ્યાનથી જે વૈરાગ્ય ન લે, તે નાટકમાંથી લેશે ? હીરાના ઢગલામાંથી પણ જે હીરા ન લે, એ પથરાના ઢગલામાંથી હીરા લેશે ? ચોવટિયાપણું, દુષ્ટ વાસના તથા ઇંદ્રિયોની આધીનતા અને લાલસાને Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - - 16 શ્રીસંઘરૂપ નગરમાં માન ન હોય ! શ્રી સંઘનગર ગુણભવનથી ગહન હોય, શ્રતરત્નોથી ભરેલ હોય, દર્શનરૂપ શુદ્ધ શેરીઓથી મંડિત હોય અને અખંડ ચારિત્રરૂપ કિલ્લાથી રક્ષાયેલ હોય. સૂત્રકાર કહે છે કે-“હે સંઘનગર ! તારું કલ્યાણ થાઓ !” કેમકે-તેઓશ્રી માને છે કે સંઘનગરના કલ્યાણમાં અમારું કલ્યાણ છે. શ્રી તીર્થંકરદેવ પછી જે પૂજ્ય ગણાય છે, તે શ્રી સંઘ આવો હોય. સભાઃ જામનગરનો ઉપકાર માનવો જોઈએ અને એવા વિરોધીઓની દયા ખાવી જોઈએ. બરાબર ! ભર્તુહરિ પણ કહે છે કે-શત્રુઓ પણ જીવો, કારણ કે શત્રુઓ પણ સાવચેત રાખે છે. એવાની પણ દયા ખાવી, પણ તે પોતાના દુશ્મનો માટે ! શાસનના શત્રુઓ માટે નહિ, શાસનના શત્રુઓ જીવતા રહો, એમ ન કહેવાય. સભાઃ એ પણ આપણા છે. આખી દુનિયા આપણી છે, એમ જ માનવાનું. એ પણ સંઘનગરમાં ભળે એ ઇચ્છવાનું. “સવિ જીવ કરૂં શાસનરસી.” – એ ભાવના આપણી હોય. પણ આપણા કે પરાયા જ્યાં સુધી શ્રીસંઘની કોટિમાં ન આવે ત્યાં સુધી “આપણાઆપણા” એમ કહી જોખમ ન જ વહોરાય, એ યાદ રાખો ! સભાઃ જેમ જેમ વિરોધ થયો તેમ તેમ દીક્ષાં પ્રકરણ સ્પષ્ટ થયું. એ બરાબર, પણ એમને તમારામાં ભેળવતાં તમે એમનામાં ન ભળો, એની ખાસ કાળજી રાખવાની છે ! અસ્તુ. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨ : આરાધક, એ સંઘ ! વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, માગસર સુદ-૧૫, સોમવાર, તા. ૧૭-૧૨-૧૯૨૯ ♦ પૂજ્ય બનવું હોય તો પૂજાને યોગ્ય બનો : • આરાધક ન બનાય તો વિરાધક તો ન જ બનો : ♦ જિનમંદિરોને ભારભૂત કહેનારા સંધમાં ગણાય ? ♦ શ્રી સાગરજી મ.ને માનપૂર્વક વધાવવા જોઈએ : 2 પૂજ્ય બનવું હોય તો પૂજાને યોગ્ય બનો ! આપણે ગઈકાલથી શ્રીસંઘનો પ્રશ્ન છેડ્યો છે. જે શ્રીસંઘ પૂજ્ય છે, તે કેવો હોય ? શ્રી તીર્થંકર પછી શ્રીસંઘ પૂજ્ય ! શ્રીસંઘની સ્તુતિ કરતાં શ્રી નંદીસૂત્રકારે પ્રથમ નગરની ઉપમા આપી. નગરમાં મકાન, લક્ષ્મી, શેરી તથા રક્ષણ માટે કિલ્લો હોય. સૂત્રકાર મુખ્ય વસ્તુની ઘટના કરે, તે ઉપરથી સમજવું જોઈએ કે-શ્રીસંઘ કેવો હોઈ શકે ! તીર્થંકર, તીર્થંકર ક્યારે બને ? બેઠાં બેઠાં, ખાતાં પીતાં ? નહિ જ ! માટે જે રીતે એ તીર્થંકર બન્યા, તે રીતની કાર્યવાહી ન હોય તો, એ ઉપમાન લેવું વાજબી છે ? અવસર્પિણીમાં ચોવીસ તીર્થંકર થયા અને પચીસમો તીર્થંકર શ્રીસંઘ : શ્રીસંઘ એ તીર્થંકર જેવો. તીર્થંકરે, તીર્થંકર થવા માટે પૂર્વે કેવી આરાધના કરી, એ તો જાણો છો ને! તીર્થંકરના ભવમાં એમનું દાન, શીલ, તપ, ત્યાગ, ચારિત્ર, જગતના એકાંત હિતની ભાવના, એ કેટલાં અનુપમ ! આ આરાધના પછી પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે તીર્થપતિ બને છે ! તીર્થંકર જેવા બનવું, એ નાનું-સૂનું કામ છે ? સૌને પૂજ્ય બનવું ગમે છે. વગર પૂજ્યતાએ પૂજ્ય બનાતું હોય તો કોણ ન બને ? સંયમપાલન વગર માત્ર કપડાં પહેર્યે કામ થતું હોય, તો તો એ બધા કરે. પૂજ્ય બનવું હોય તો પૂજાને યોગ્ય બનો ! પૂજ્ય બની બેસવામાં વાંધો નથી આવતો, પણ પૂજ્યતા લાવવામાં વાંધો આવે છે. જે આત્મા પોતામાં જે ગુણો મનાવતા હોય, તેઓએ તે ગુણોની યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ. વ્યવહાર પણ કેવળ નામને માનતો નથી. સંસારસાગર તરવાનો રસ્તો કાઢવો, અનંત સુખના સ્થાનને મેળવવું. ત્યાં કોરા નામની વાત Page #39 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ ન ચાલે ! શ્રી સંઘ એ પૂજ્ય કોટિની વસ્તુ છે, એમાં બે મત નથી. સત્યની સામે બળવો લઈ જનાર જીતે નહિ જ અને કદી જીત દેખાય તો પણ પરિણામે તો નાશ જ છે. ખોટા રાહથી કદી લાભ થાય, તો પણ તે લાભ એવો કે-ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે બધું લઈ જાય તેવો ! કહેવાય છે કે-અનીતિથી શ્રીમંત બનવા કરતાં નિર્ધન રહેવું સારું. કદી અનીતિથી મળેલી શ્રીમંતાઈ આ ભવમાં રહી જાય, તો ભવાંતરમાં પણ દારિદ્રચ લાવે. ૧૮ લક્ષ્મી જેવી ચીજ અનીતિથી ન લેવાય, તો પછી અનીતિથી શ્રી સંઘચંદ કેમ લેવાય ? અનીતિથી આવેલી થોડી પણ ચીજ ભયંકર હાનિ કરી જાય છે, તો અનીતિથી પકડી લીધેલું સંઘપદ શું ન કરે ? શાહ લખાવવું અને વર્તાવ જુદો રાખવો, એ કેમ ચાલે ? લોક તો શેઠ સમજીને આવે, લાખ્ખો ધીરે અને એ જ શેઠ શાખ ડુબાડે ત્યાં હાલત શી ? જે શ્રીસંઘને જગત પૂજે ત્યાંથી જ જો દવ લાગે તો શું થાય ? માટે જ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં કાયદો છે કે-પી ગુણવિશિષ્ટને જ દેવાય. ગુણ સાથે આચારની મુખ્યતા છે. કેવળ આચારહીન સમ્યગ્દષ્ટિ પણ .માન્ય નથી. મહાવ્રતોનું પાલન, ભિક્ષાથી જ આજીવિકા, સદૈવ સામાયિકમાં જ સ્થિરતા અને જે આવે તેને ધર્મની જ દેશના દેવી. એ જેમ મુનિની ચર્ચા છે, તેમ ત્રિકાળ શ્રી જિનપૂજન સમ્યકૃત્વમૂળ બાર વ્રત,-છેવટ એક વ્રત પણ ધારણ કરે-ઉભય કાળ આવશ્યક, શક્તિ મુજબ દાન, સાધર્મિકની ભક્તિ વિગેરે કરવું એ શ્રાવકની ચર્યા છે; અને સમ્યગ્દષ્ટિ પણ શ્રી જિનપૂજન કરે, જિનવાણી સાંભળે અને દરેક પ્રસંગે દેવગુરુની ભક્તિમાં પાછો ન પડે. ભૂમિકાની યોગ્યતા મુજબ ક્રિયા જોઈએ. સર્વવિરતિને વધારે ક્રિયા, દેશવિરતિને ઓછી અને સમ્યગ્દષ્ટિને એથી ઓછી, પણ ક્રિયા તો ખરી જ ! આજ જો કેટલાક કહે છે કે-‘અમારે જિનપૂજાનું કામ નથી અને આગમની પણ જરૂર નથી; અમે સ્વયં જ આગમ રૂપ છીએ.’ અને આટલા માટે તો એમને વસ્તુના અર્થ ફે૨વવા પડે છે. કહે છે કે-‘અમે આત્માને જાણીએ એટલે બસ !' પણ વસ્તુના અવબોધ વિના જો આત્મા ઓળખાતો હોત, તો આ બધી મહેનતનું કામ શું ? સમ્યગ્દષ્ટ કોરી માન્યતાવાળો ન હોય; ફળ વગરના શુષ્ક જ્ઞાનવાળો ન હોય. યથેચ્છ વર્તન ચાલુ રાખવું, શુષ્ક અને જ્ઞાની કહેવરાવવું,એ કેમ પાલવે ? શાસ્ત્ર એવા શુષ્ક જ્ઞાનથી નવ ગજ દૂર ૧. તુલના : - મહાવ્રતધરા થીરા, મેક્ષમાત્રોપનીવિનઃ । सामायिकस्था धर्मोपदेशका गुरवो मताः ।। ८ ।। 18 - શ્રી યોગશાસ્ત્ર, પ્રકાશ-૨ Page #40 -------------------------------------------------------------------------- ________________ 19 ૨ : આરાધક, એ સંઘ ! - 2 રહેવા ફરમાવે છે. જ્ઞાનને પામેલો આત્મા એનો શુદ્ધ અમલ ન કરે ? અશુદ્ધ અમલનો બચાવ કરે ? ‘સાચું સ્વીકારવા યોગ્ય છે અને ખોટું ત્યાજ્ય છે’-એમ ન કહે ? સાચો ઝવેરી હીરાને હીરો અને પથરાને પથરો ન કહે ? કહે જ. શ્રી ઉપાધ્યાયજી મહારાજે, સમ્યક્ત્વના સડસઠ બોલના સ્વાધ્યાયમાં બધી વસ્તુ દાખલ કરી છે. ઉપકારીઓની યોજના તો એવી અજબ છે કે-અર્થી સઘળું સમજી શકે. સમ્યગ્દષ્ટ આત્માની સદ્દહણાનું સ્વરૂપ વર્ણવતાં કહ્યું કે - “જાણ મુનિગુણ જવહરી” ૧૯ મુનિના ગુણોને જાણવા માટે સમ્યગ્દષ્ટિ આત્મા ઝવેરી જેવો હોય. ઝીણા ગુણ ન જાણે પણ મોટા તો જાણે ને ! કીમતી નંગ ન પારખે, પણ નંગના બદલે પથરા તો ન લે ને ? આટલી યોગ્યતા હોવી ઘટે. શ્રી જિનપૂજન, જિનવાણી શ્રવણ અને દેવગુરુની ભક્તિ, એ ત્રણમાં સમ્યગ્દષ્ટિ અપ્રમાદી જોઈએ, પ્રમાદી ન હોય. સાધના મળે ત્યાં દોડ્યો આવે; દેવ-ગુરુ પર લાગતું કલંક તે પોતાનું છે એમ માને. દેવ-ગુરુ એ તારક છે : મા, બાપ, બંધુ, જે ગણો તે એ છે. સભા માબાપથી છૂટો થયો હોય તો ? ફરી સંયોગન કરવો પડે, વિયોગ ન સહેવો પડે, તે રીતે છૂટા થવાનું શાસ્ત્ર કહે છે. મારા-તારા માટે, સ્વાર્થ માટે મા-બાપને તજવાં એ તો નીચતા છે. એ પ્રમાણે તજનારા તો પામર દીકરા છે. જૈનશાસન કહે છે કે મા-બાપ તજવાં તો એવાં મા-બાપ ક૨વા માટે તજવાં કે-ફરી આવાં મા-બાપ કરવાં ન પડ઼ે. હજારોની ગુલામી કરે અને મા-બાપને તજે તો કુલાંગાર છે. નહિ જેવા · મનગમતા રમકડાની ખાતર મા-બાપને મૂકી દે, એ કાંઈ દીકરા છે ? એવા ત્યાગની અહીં પ્રશંસા નથી જ. અહીં તો તે ત્યાગની પ્રશંસા છે કે-જે સંસારના નિસ્તાર માટે થતો હોય ! - સંસારનો નિસ્તા૨ કરાવે તેવાં મા-બાપ ખાતર, આ મા-બાપ છોડાય તો હરકત નથી. ઊંચી કોટિની વસ્તુ માટે આ મા-બાપ તજવામાં શાસ્ત્ર સંમત છે, પણ શાસ્ત્ર કહે છે કે-દુનિયાના સ્વાર્થ માટે, મારા-તારા માટે, ને પોતે માનેલા રમકડા માટે જે મા-બાપને તજે એ સાધુધર્મને લાયક તો નથી, પણ સામાન્ય ધર્મ માટે પણ લાયક નથી. એવો ધર્મનું શું ઉકાળે ? આથી સમજી શકશો કે અહીં મા-બાપની ભક્તિનો નિષેધ નથી, પણ વિધાન છે. પરંતુ શ્રી જિનેશ્વરદેવની ભક્તિમાં જો મા-બાપ સમજાવવા છતાં પણ વિઘ્નકર થાય તો તે મા-બાપને મૂકી દેવાં એમાં હ૨કત નથી-એ પણ સમજી રાખવાનું છે; કારણ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૦. સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ કે સાચાં મા-બાપની ભક્તિમાં આડે આવે, એ મા-બાપ વસ્તુતઃ મા-બાપ જ નથી ! આરાધક ન બનાય તો વિરાધક તો ન જ બનો! શ્રીસંઘની પૂજ્યતા માટે નિષેધ કોણ કરે ? સૂત્રકાર મહારાજાએ સ્તુતિ કરતાં સુંદર ધ્યાન આપ્યું કે-ભૂલા ન પડીએ, ભ્રમ ન થાય અને સત્ય વસ્તુ હાથ આવે. શ્રીસંઘ જેવી ઉત્તમ કોટિની વસ્તુને શરણે જવામાં નાનમ કશી જ નથી, પણ સ્વામી તો તે કહેવાય કે જે સેવકને પોતાના જેવો બનાવે ! ખરેખર, જે પોતાના જેવા ન બનાવે તે સ્વામી નથી; એટલે આપણી ફરજ છે કે-આપણે જેના જેવા બનવા માગતા હોઈએ તેની જ સેવા કરવી જોઈએ. આપણે એવા નવરા નથી કે-જ્યાં ત્યાં માથું નમાવીએ ! જ્યાં ત્યાં બેલની માફક ઝૂકે, એ તો ગમાર કહેવાય. જ્યાં ત્યાં કૂતરાની જેમ પૂંછડી હલાવે, એ તો સ્વાર્થી પામરો છે. એવાઓ સાચી વસ્તુ ન પામે. સમ્યગ્દષ્ટિ જ્યાં ત્યાં “ઇચ્છામિ ખમાસમણો” ન કરે ! શ્રમણત્વ જુએ ત્યાં જ નમે. એ જેટલો નમ્ર તેટલો જ અક્કડ ! એવું અભિમાન જાતવાનને તો હોય : જાતહીનને ભલે ન હોય. વાતવાતમાં વાણિયા મૂછ નીચી સહી, એમ સમ્યગુદૃષ્ટિ ન કરે. એ એવા કે-નમે ત્યાં પાંચ અંગો નમાવે અને ન નમે ત્યાં એક પણ અંગ સીધું હૃદયપૂર્વક ન નમાવે. સેવા, યોગ્યની હોય ! જેના જેવા બનવું હોય તેની સેવા હોય !! જ્યાં લૂંટફાટની ધમાલ બોલતી હોય, સન્માર્ગની કતલ થતી હોય, ત્યાં સમ્યગુદૃષ્ટિ શિર ન ઝુકાવે ! એવાને તીર્થકર જેવા માનીએ પૂજીએ, એ કેમ બને ? આરાધના ન થાય તો કંઈ નહિ, પણ વિરાધના તો ન જ થવી જોઈએ. માર્ગદર્શક ન મળે તો ઊભા રહેવું જોઈએ, પણ ઉન્માર્ગે તો ન જે જવું જોઈએ. તમને નમવું યોગ્ય નથી લાગતું એમ કહેવાની છૂટ છે, પણ નમીને ઊંધું વાળો એ ન પાલવે ! આંધળિયાં કરવાની શાસ્ત્ર ના પાડી, પણ “સાધુ ખરા' એમ કહો તે પછી તો “પણ-બણ' ન પાલવે ! બાપજી કહ્યા પછી ઝઘડો ન હોય. સાધુપણાનું સ્વરૂપ એવું ઉઘાડું છે કે-શંકા ન પડે. સાધુ લાખ રૂપિયા ન રાખે, પણ બે-પાંચ રાખે તો વાંધો નહિ, એમ તો કહ્યું જ નથી ને ? મૂળગુણ એવા કહ્યા કે-એમાં ફેરફાર ન ચાલે : ઉત્તર-ગુણોમાં તીવ્રતા યા મંદતા હોય એ બને. જ્ઞાન ઓછું-વધતું હોય એ ચાલે, કારણ કે-એનો આધાર ક્ષયોપશમ પર છે. આરાધનમાં વધશે તેમ એ આવશે. ચીલે ચાલનાર ઘેર પહોંચવાનો છે, પણ મૂળગુણમાં ફેરફાર નહિ. માણસ માત્ર પોતાની યોગ્યતાની પોતે તપાસ કરતો હોત, તો આ ઉલ્કાપાત ન હોત. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨ : આરાધક, એ સંઘ ! - 2 શાસ્ત્ર તો ત્યાં સુધી કહ્યું કે-કોઈ ગાળ દે તો પણ વિચારવાનું કે-મારા અશુભ કર્મના ઉદયથી મને ગાળ દેવાનું એને મન થયું. એ તો ઉપકારી કેઅશુભ કર્મ ખપાવવામાં સહાયક થયો. એકની બે ગાળ દેવાય એ તો નીચી કક્ષા છે, માટે સમજવું જોઈએ કે-અશુભના ઉદય વિના કંઈ ખરાબ થતું નથી. સુવર્ણ સો ટચનું બનવા માટે પોતે અગ્નિમાં પડે છે; આદમીને પડવાનું નથી કહેતું. આજનાઓ તો કહે છે કે-‘અમને સો ટચના બનાવવા હોય તો તમે અગ્નિમાં પડો !' પણ જે પડે તે બને ! બહાર રહ્યે ઓછું જ બનાય ? સો ટચનું બનવા માટે પોતે અગ્નિમાં પડવું જોઈએ, પણ આ તો બીજાને કહે છે. એનું કારણ એ છે કે-જાત ભુલાઈ ગઈ છે. પોતાની યોગ્યતા જોવાની લાયકાત રહી નથી. જૈનશાસન એવાને શરણ નથી આપતું. જે પોતાની જાતની ચોવીસે કલાક ચોકી કરે છે તેને શરણ આપે છે. મિથ્યાત્વ ક્યાં છે ? દોષ ક્યાંથી આવ્યો, વિગેરેની તપાસ રાખો. ઇચ્છા મુજબ ચાલનારને માટે શ્રી જિનેશ્વરદેવના ધર્મની આરાધના શક્ય નથી. ઇચ્છા મુજબ વર્તવું હોય તેણે મહેરબાની કરીને શાસનથી અલગ થઈ જવું જોઈએ. ઇચ્છા મુજબ ચાલીને પ્રભુમાર્ગમાં ૨હેવું, એ વાંધાભરેલું છે. 21 ૨૧ આપણી બુદ્ધિમાં ન જચે, ખોટું અગર કરડું દેખાય, છતાં ‘જિને કહ્યું એ જ સાચું' આ મનોભાવના શ્રી વીતરાગના શાસનમાં જોઈએ. જ્યાં આ મનોભાવનાની ખામી હોય ત્યાં દોષ કોનો ? માટીમાં મળેલા સોનાની કિંમત ઓછી થાય ત્યાં દોષ કોનો ? માટીને દૂર કરવા માટે જ્યાં નાખે ત્યાં સુવર્ણ પડવું પડે; બાળે તેટલું બાળવું પડે; આ બધી પ્રક્રિયામાંથી બરાબર પસાર થાય તો સૌનું, નહિ તો માટી. હોઈએ તેવા કોઈ ઓળખાવે એમાં નાનમ શી ? આ ભાવના આવે તો માર્ગની સાધના સહેલી છે, નહિ તો અશક્ય છે. આ ભાવના આવ્યા પછી મૂંઝવણ ન થાય; ગમે તે સંયોગોમાં પણ ગભરામણ નહિ થાય. આ ભાવનાના અભાવે મૂંઝવણ થાય, પછી બધા ખોટા વિચાર થાય, ‘સાધુ પાસે જાઉં તો ખરો, પણ પોઝીશનનું શું ?' આવા આવા વિચાર આવે. શાસ્ત્રકાર કહે છે કે-પોઝીશનને ઘેર મૂકો. ચક્રવર્તી સંયમ લેવા જાય ત્યાં ચક્રવર્તીપણું રાખે, તો તે સંયમ પામી શકે નહિ. છ ખંડનો માલિક, વર્ષો સુધી દેનારો પણ પ્રસન્ન મુખે ભિક્ષા માટે હાથ ધરેને ? પૂર્વાવસ્થામાં પોતાથી કંઈ ગુણી નીચી કોટિના એવા પણ પૂર્વદીક્ષિતના ચરણમાં પણ શિર ઝુકાવે. કેટ્લો હૃદયપલટો થાય ત્યારે આ બને એ વિચારો ! જેના ચરણમાં બત્રીશ હજાર મુકુટબદ્ધ રાજા ઝૂકતા, હજારોની સંખ્યામાં દેવતાઓ જેની સેવામાં હાજર Page #43 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ રહેતા, તે ચક્રવર્તીમાં પણ કેવો પલટો ! અને એ પલટો થાય તો જ સંયમને પામે ! ૨૨ 22 સભા : અમારે પલટો કરવાનો ? તમારે હોય ! તમે તો ચક્રવર્તીનાયે ચક્રવર્તી કેમ ? એમની પાસે ચક્ર હતું, તમારી પાસે તો કશું નથી. તે ચક્રને ધરનારા છ ખંડના માલિકો પણ ધર્મ સમક્ષ શિર ઝુકાવતા, જિંદગીમાં કદી પણ ધર્મ ઉપર આક્રોશ નહોતા કરતા અને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા સામે ચેડાં પણ નહોતા કાઢતા. શ્રી જિનમંદિરોને ભારભૂત કહેનારા સંઘમાં ગણાય ? કેટલાક તો કહે છે કે-“આ જમાનામાં જૈનસમાજને માટે શ્રી જિનમંદિરો ભારભૂત છે ઃ જૈનસમાજ એને સાચવવા તૈયાર નથી.” મને તો એમ લાગે છે કે-એવું કહેનાર જ આ જગતમાં ભારરૂપ છે. એમ કહેનારને કહી દેવું જોઈએ કે-“તમારા જેવા કંઈક પામરો ચાલ્યા જશે તોયે શ્રી જિનમંદિરો તો વિશ્વમાં સદાને માટે અને આ ભારતવર્ષમાં પણ હજારો વર્ષો સુધી અખંડિત જ રહેવાનાં છે. માત્ર તમારી કમનસીબીથી જે તમને એમ દેખાયા કરે છે. શ્રી જિનેશ્વરદેવના મંદિરની સામે લાલ આંખો કરતાં પહેલાં સાવધ રહેજો; એ તમારા બાપની મિલકત નથી. એ તો શ્રી જિનેશ્વરદેવોના ગુણોથી સરજાયેલી મિલકત છે. તેમની હયાતી વિના પણ એ પૂજાય છે, તે પ્રતાપ તે તારકના લોકોત્તર ગુણોનો છે. તારકની પૂજાથી અકળાવા કરતાં પૂજ્ય થવાના પ્રયત્ન કરો તો વગર અકળાયે પૂજાપાત્ર બની શકશો. શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ ઉપર હીરા, માણેક લાદનારા પણ જીવંત છે તે, તે પુણ્યપુરુષોની પુણ્ય કાર્યવાહીને. પ્રતાપે છે, માટે તમારે નિષ્કારણ દુઃખી થવાની કશી જ જરૂ૨ નથી. તમારા જેવા મિથ્યાત્વરોગથી રિબાતા માણસો તે તારકના પૂજારીઓને ગાંડા, ઘેલા અને પાગલ વિગેરે કહે તેની તેઓને દરકાર નથી, કારણ કે-તમારા જેવાની દૃષ્ટિએ તેઓ ડાહ્યા થવા માગતા પણ નથી. શ્રી જિનેશ્વરદેવો પાસે તો પોતાને પશુ જેવા માને છે. ઇંદ્ર પણ મેરૂ પર્વત ઉપર અભિષેક કરતી વખતે વૃષભનું રૂપ કરી શીંગડામાંથી ક્ષીરની ધારા કાઢી અભિષેક કરે છે. શ્રી જિનેશ્વરદેવો આગળ પોતાની જાતને મોટી માનીને અને પોતાની બુદ્ધિને શ્રેષ્ઠ માનીને આવનારા તો ભક્તિ કરનારા નથી પણ આશાતના કરનારા છે. એવાને તો ત્યાં આવવાનો અધિકાર પણ નથી. એવા પાપાત્માઓથી તો શ્રી જિનમંદિર દૂર જ રહેવું જોઈએ. શ્રી સર્વજ્ઞદેવ આગળ Page #44 -------------------------------------------------------------------------- ________________ 23 . ૨ ઃ આરાધક, એ સંઘ ! - 2 - – ૨૩ તો પોતાને ગાંડા તથા પામર બુદ્ધિવાળા માને તેજ આવે અને એ જ પૂજા કરે. પેલા તો મંદિરમાં આવીને કહે કે-“આ સંગ્રહસ્થાન શા માટે ઊભાં કર્યાં છે ? એવાને કહો કે “ભાઈ ! એ તારા માટે નથી; તું તારે રસ્તે ચાલ્યો જા ! આ તો જેને ગમે છે તેને માટે છે.” મંદિરમાં તો એવી અને એટલી મૂર્તિ જોઈએ કે-જ્યાં આંખ ફરે ત્યાં એ જ દેખાય. મોટા માણસનું દીવાનખાનું એવું હોય કે-જ્યાં આંખ જાય ત્યાં ચોંટી જાય; ચારેય તરફ ચિત્રાદિ હોય. અજ્ઞાન અને મોહમાં પડેલા આત્માઓ મહામુસીબતે પા કે અડધો કલાક મંદિરમાં આવે. ત્યાં તો સામગ્રી એવી જોઈએ કે-આવનારો નવું જીવન લઈને જાય. આ લોકોને તો ખુરશી પર બેસી, ટેબલ પર કાગળો મૂકી, મનગમતા લેખો લખવા છે અને વાતવરણ કલુષિત કરવું છે. તે સિવાય તેવાઓને કશું જ હિતકર કાર્ય સૂઝતું જ નથી. તેવાઓનું લખવું પણ એવું કનિષ્ટ છે કે-વાંચનારને તેની જાત ઉપર કેવળ દયા જ છૂટે. એક જણ લખે છે કે “સ્થળે સ્થળે ઊભેલાં મોટાં દેવાલયો, રાજદ્વારે ડોલતા પ્રમત્ત હાથીઓની સ્થિતિને ધારણ કરી રહ્યાં છે. આવા હાથીઓને વર્તમાન લોકશાસન ક્ષણભર નિભાવવાને તૈયાર નથી.” આ પ્રમાણે લખનારે કે બોલનારે લખતાં કે બોલતાં પહેલાં સામાન્ય બુદ્ધિથી પણ વિચારવું જોઈએ કે“મારી જાતની સમાજમાં કિંમત કેટલી છે ?” વગર કિંમતે બોલવું એની જનતા ઉપર કશી જ અસર નથી. વધુમાં તેઓએ જાણી લેવું ઘટે કે-યદ્રા તા બોલનારાઓની સમાજમાં ફૂટી કોડી જેટલી પણ કિંમત નથી. મંદિરોને બોજારૂપ કહેનારા પોતે જ જગત ઉપર બોજારૂપ છે, એમ ધર્મો સમાજ મજબૂતપણે માને છે અને વધુમાં તે ધર્મો સમાજ એમ પણ માને છે કે મંદિરને બોજારૂપ માનવા જેવા પાપવિચારો તીવ્ર પાપોદય સિવાય આવતા નથી ! સભા: એવાને આ સાંભળવાની કશી ગરજ નથી. * એવાઓ તો પોતાની બુદ્ધિને જ સર્વશ્રેષ્ઠ માનતા હોવાથી, એવાઓને આ સાંભળવાની ગરજ જ ન હોય ! પોતાની લાયકાત જોયા વિના વર્તનારાની દશા ખરેખર ભયંકર જ થાય છે. માટે જ કહેવું પડે છે કે યોગ્યતા મેળવો એટલે પૂજ્યતા આપોઆપ આવી જશે : પૂજ્યતા માટે ફાંફા નહિ મારવાં પડે. શ્રીસંઘ તરીકે તીર્થકરની જેમ પૂજાવું હોય તો સંસારના પરમ તારક શ્રી તીર્થંકરદેવના જીવનનું ખૂબ મનન કરો. શ્રી તીર્થંકરદેવોને પણ ઉપસર્ગો અને પરિષહો સહવા પડે, તો અન્યને સહવા પડે એમાં આશ્ચર્ય શું છે ? શાસ્ત્રમાં સ્પષ્ટ કહેવાય છે કે : Page #45 -------------------------------------------------------------------------- ________________ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – "श्रेयांसि बहुविघ्नानि, भवन्ति महतामपि ।” મહાપુરુષોને પણ કલ્યાણકારી કાર્યો બહુ વિદનવાળાં હોય છે.' દુનિયામાં પણ દુનિયાએ માનેલાં મંગળ કામનાં મુહૂર્ત હોય, પણ અમંગળ કાર્યમાં નહિ. જમાલી, કે જે ભગવાન શ્રી મહાવીરદેવના પૂર્વાવસ્થાના જમાઈ અને ભાણેજ થાય, તથા ત્યાગી અવસ્થામાં શિષ્ય થાય, તે પણ ભગવાનથી વિરુદ્ધ થઈ નિર્નવ બન્યા એથી ભગવાનની કોઈએ અપકીર્તિ ન કરી, કારણ કે-એ કાંઈ ભગવાનનો દોષ ન હતો. દોષ જમાલીનો પોતાનો હતો. અર્થાતુ-શ્રી સર્વજ્ઞ એવા વીતરાગદેવનું પણ ન માનનારા તે વખતે હતા, તો આજે આગમને પણ ન માનનારા હોય તેમાં નવાઈ શી? પડતાનાં દૃષ્ટાંત ન લેવાય. કોઈ પૂછે કે- કેમ ગયા ?' તો એનો ઉત્તર એ જ કે-એનું ભાગ્ય ફૂટ્ય માટે !” મંદિરમાં જનારો અયોગ્ય હોય એથી કાંઈ મંદિર અયોગ્ય ન ગણાય. આજની તો કેટલાક એમ જ કહે છે, કારણ કે તે બિચારાઓનો તીવ્ર અશુભોદય થયો છે. શ્રી સંઘરૂપ નગર ગુણરૂપ મકાનોથી ગહન હોય, શ્રુતજ્ઞાનરૂપી રત્નોથી ભરેલું હોય, ત્યાંની સમ્યગુદર્શન રૂપ વિશુદ્ધ શેરીઓની ધૂળ પણ સંસારને અસાર કહે, કે જે શેરી દ્વારા નગરમાં જવાય અને એ નગરના રક્ષણ માટે અખંડ ચારિત્રરૂપ કિલ્લો હોય. આમાં મૂળ ગુણ, ઉત્તર ગુણ, સમ્યગુદર્શન અને શ્રુતજ્ઞાન-આ ચાર સિવાય બીજું કંઈ છે ? આ જેનામાં હોય તે શ્રીસંઘ, ન હોય તે સંઘ બહાર; આ ચાર જેનામાં હોય તે શ્રીસંઘ પૂજ્ય. એવા શ્રીસંઘને જે ન પૂજે તે પ્રભુશાસનની બહાર અને આથી ઊંધા સંઘને પૂજે તે પણ પ્રભુશાસનથી બહાર ! ઘર તથા વ્યવહાર સાચવવા માટે પણ આવા ઊંધા સંઘને પૂજશો મા ! અત્યારે પાંચ-દશ પડખે હશે, પણ માની લો કે તમે એકલા હો, ઘરને તાળાં મારી ભાગવું પડે તેવી સ્થિતિ હોય, તો તે હા ! પણ અયોગ્યને શરણે તો ન જવાય. આ હઠ નથી પણ પવિત્ર પ્રતિજ્ઞા છે, એમ નિશ્ચયપૂર્વક માનવું અને તેના પાલનમાં સ્થિર રહેવું એમાં જ આત્મકલ્યાણ છે. શ્રી સાગરજી મ.ને માનપૂર્વક વધાવવા જોઈએ? હમણાં દુઃખ થાય તેવા બનાવો બને છે. જામનગરના પ્રસંગમાં તો બાળદીક્ષા નહોતી ને ! "મીશ્રીમલજી રતલામના એક આગેવાન ગૃહસ્થ છેઃ એમનું વર્ચસ્વ ત્યાં ઘણું છે, સમજદાર એવા કે ઊભા થાય અને બોલવા માંડે તો. સારામાં સારી અસર ઉપજાવે. તેઓના દીકરાઓ પણ સારા અભ્યાસી છે. વય પણ એવી કે-મસ્તક ઉપર એક પણ કાળો વાળ નથી. ૧. જેઓને દીક્ષા અવસ્થામાં પૂ.મુ.શ્રી મલયસાગરજી મહારાજ નામ રાખવામાં આવ્યું હતું: Page #46 -------------------------------------------------------------------------- ________________ 25 ૨ : આરાધક, એ સંઘ ! - 2 સભા : પંચાવન. આવા દરેક રીતે સુયોગ્ય આત્મા સંયમ લે, તેમાં પણ તેમની ઉપર પણ જુલમ કરનનારાઓ જુલમ કર્યા વિના રહ્યા નથી. બે વખત કપડાં ખેંચ્યાં, ઓઘો લઈને ભાગી ગયા, પોલીસ આવી ત્યારે કહે છે કે-અમે જાણતા નથી.’ જેને પોલીસનો ભય, તેને આ ઓઘાનો ભય નથી, અને તે શ્રીસંઘ ? આવી નીચતા આચરે તેને સંઘ મનાય ? આખી લડતનું મૂળ ‘ધર્મને ઉલટાવવો’ એ છે. તમે લડતના મૂળને સમજ્યા નથી. આ દશામાં પણ ધર્મી વર્ગ ઉચિત આચરણ ન કરે, એનો અર્થ એ કે-ધર્મ પરિણમ્યો નથી. બધું સળગ્યા પછી બંબાવાળા આવે એમ ? મહેનત કરવા છતાં ન બચાવાય તો પણ મહેનત કરનારાની મહેનત તો સફળ જ છે. `સભા : ૨૫ દીક્ષા લેનાર નાનો હોય તો પણ સંઘ આડે ન આવે. પણ એમ હોત તો તેઓના મનઃસંતોષ ખાતંર (કારણ કે-વસ્તુતઃ તે દયા જ નથી) ક્ષણભર માનત કે-દયા આવી, પા આવા વૃદ્ધ ઉપર પણ જુલ્મ કર્યો ! દીક્ષાની ચર્ચામાં શાસ્ત્રીય મુદ્દાનો સવાલ હોય તો એને પહોંચાય, પણ આને પહોંચાય ? ઓઘો લઈ ગયા એથી કાંઈ મીશ્રીમલજી ઓછા જ ગભરાય ? કદી જ નહિ. તેઓ પોતાની પેઢીને પણ ઉપાશ્રય જેવી બનાવી શકતા, તેઓ ગ્રાહક સાથે પણ ધર્મની વાત કરતા, પોતાની પાસે આવનારો પામી જાય, એ એમની ભાવના, એકે એક સાધુના એ પરિચિત અને નાનામાં નાના સાધુનું વ્યાખ્યાન પણ તેઓ પ્રેમથી સાંભળતા હતા. આવા સગૃહસ્થની દીક્ષામાં તોફાન કરનારા પણ કરે, એનો અર્થ તો એ જ કે-તેઓને ધર્મ જ જોઈતો નથી. આ તો કહે છે કે-અમારા હુકમ માનો. પણ એ ભૂલે છે. ખોટા હુકમ નહિ માનવા માટે તો આજે હિન્દુસ્થાનમાં લડત ચાલે છે. જૈન શાસ્ત્ર વિરુદ્ધની આજ્ઞાને કોઈ પણ ધર્મપ્રેમી ઓછો જ માને ? જ્યારે સામાન્ય ધર્મપ્રેમી પણ ન માને, તો પછી મુનિવરો તો શાના જ માને અને માને તો પૂજ્યપણું રહ્યું ક્યાં ? શ્રી સાગરજી મહારાજ આટલા ઘોંઘાટ વચ્ચે રહ્યા અને પોતાની કનડગતની દરકાર ન કરતાં જામનગરમાં ડંકો વગાડી દીક્ષા કરીમાર્ગરક્ષા કરી, એમને તો શ્રીસંઘે માનપૂર્વક વધાવી લેવા જોઈએ. ધમાલ સહીને . પણ દીક્ષાનો માર્ગ જામનગરમાં રૂઢ કર્યો. વરઘોડામાં તો સૌ ચાલે; પણ ધમાધમના સ્થાને શાંતિપૂર્વક ચાલે એ ખરો. એની બહાદુરીનાં વખાણ થાય. ૧. ૫. શ્રી અભયસાગરજી મહારાજના સંસારિક મોટા ભાઈ મહોદયસાગરજી મહારાજની દીક્ષાની આ વાત છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ મુદ્દો એ છે કે-સારી ક્રિયા કોઈ કરે તેની સામે ચાર ગાંડા બૂમો મારે તો એના ૫૨ વજન ન આપો. બહારનું લખાણ ધ્યાનમાં ન લ્યો. સંઘનું પ્રકરણ આટલા માટે ચાલુ કર્યું છે. એને ચોખ્ખું કર્યા વિના છૂટકો નથી. આ બધું સમજે તેને માટે છે. ઇતરને પણ બતાવવું જોઈએ કે-અમારી લડત અન્યાયની નથી, પણ સનાતન સત્ય વસ્તુની રક્ષા માટેની છે. મારી-મચડીને દીક્ષા અપાયેલી કોઈ બતાવે છે ? પૂર્વે તો એ રીતે પણ અપાઈ હતી, પણ એ જેને અપાતી તે કુળવાન હતા. અત્યારે એમ તો નથી ને ? બાળકને વેપારમાં સાધનભૂત વિદ્યા ભણાવવા તો મારપીટ કરો છો, કલ્પી લીધેલા હિત માટે તમને જો છૂટ હોય તો વાસ્તવિક હિત માટે અમને છૂટ કેમ નહિ ? સભા હાડકાં ખસેડીને પણ દીક્ષા આપી છે. ૨૬ 26 અત્યારે તો એમ નથી ને ! છતાં ઘોંઘાટ શાનો ? જેટલી વાતો વિરોધી કરે, એ તમામની સામે છાપામાં મોટા અક્ષરે ચેલેંજ આપો કે-“અત્યાર સુધી વિરોધીઓએ કરેલી દલીલ જો તેઓ એને શુદ્ધ રીતે સાબિત કરે, તો અમે તેને શરણે જવા તૈયાર છીયે. વર્તમાનમાં અપાતી દીક્ષા, તે શાસ્ત્રદૃષ્ટિએ અયોગ્ય સાબિત કરે તો બંધ કરવા તૈયાર છીએ.”-મોટા અક્ષરે આખું પેજ ભરાય તેવી રીતે આવી ચેલેંજ છપાવો. એક મહિનાની મુદત રાખો: જો તે મુદતમાં ચેલેંજ ઝીલનાર ન નીકળે, તો બીજાઓને કહો કે-આવા અધમ આત્માઓની વાત ન માનો ! આવી જાહેરખબર છાપો તો એ છાપાં પણ પ્રતિપક્ષીને સ્થાન નહિ આપે; કહેશે કે-ત્યાં જાઓ, ખુલ્લી ચેલેંજ છે. અમને પણ આબરૂ વહાલી છે. હવે અમે જો તમારા આવા લેખો લઈએ તો લાંચિયા કહેવાઈએ ! પેટભરા પેપરની કિંમત નથી; પ્રામાણિક પત્રોની આ વાત છે. પેટ માટે જેમ વેપા૨ી અનીતિ કરે છે, તેમ પેટભરાં જૈન-જૈનેતર પત્રો ગમે તે લખે, તેની કશી જ કિંમત નથી. આટલું કરવા છતાં કોઈ ન સમજે અને બગડે તો એનું ભાગ્ય. દુનિયાનો ઠેકો આપણે રાખ્યો નથી. પ્રામાણિક પત્રોમાં-વજનદાર પત્રોમાં આપણો અવાજ બહાર મૂકી દેવો જોઈએ. હવે નગરનું વર્ણન યાદ રાખો. જામનગર ન સમજતા ! સંઘનગરની વાત છે. આખા હિંદુસ્તાનનો ચતુર્વિધ શ્રીસંઘ, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ શ્રીસંઘ. એ શ્રીસંઘરૂપ નગર ગુણરૂપ મકોનાથી ખીચોખીચ ભરેલું હોય, શ્રુતજ્ઞાનરૂપ રત્નોથી ભરપૂર હોય, એ નગરમાં જવા માટે સમ્યગ્દર્શનરૂપી જે શેરીઓ છે, તેની ધૂળ પણ સંસારની અસારતા પોકારતી હોય, અને લૂંટારા ન ફાવે-ન પેસે તે માટે એ નગરની ફરતો અખંડ ચારિત્રરૂપ કિલ્લો હોય છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ 27 – - ૨ : આરાધક, એ સંઘ ! - 2 ૨૭ - આ શ્રીસંઘ નગરના રક્ષક કોણ ? અખંડ ચારિત્રધર ! પોલા પાંગળા ત્યાં ન ચાલે; ધ્વજને પડવા ન દે એવા જોઈએ. ઓઘો, એ ધર્મ-ધ્વજ છે. ઓઘો તો રૂઢ શબ્દ છે પણ અસલ નામ તો ધર્મધ્વજ છે. આ ધર્મધ્વજ ષટુકાય જીવરક્ષક છે. આ ધ્વજ હાથમાં લે, તેને જૈનશાસન રોમેરોમ પરિણમેલું હોવું જોઈએ ! એવા શ્રીસંઘરૂપ નગરનું સૂત્રકાર મહારાજા કલ્યાણ ઇચ્છે છે. તે પછી શ્રીસંઘને સૂત્રકાર મહારાજા બીજું રૂપક ચક્રનું આપે છે, કારણ કે-ચક્ર જેમ દુશ્મનને છેદનાર છે, તેમ આ શ્રીસંઘરૂપ ચક્ર સંસારરૂપ શત્રુનો છેદ કરનાર છે. શ્રીસંઘને ચક્ર તરીકે સૂત્રકાર મહર્ષિ કઈ રીતે ઘટાવે છે, તે હવે પછી. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩ઃ આજ્ઞાપ્રધાન સંઘઃ વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, માગસર વદ-૧, મંગળવાર, તા. ૧૭-૧૨-૧૯૨૯ ઊંધા સંઘને પૂજવામાં શ્રી તીર્થંકરદેવની આશાતના : શ્રીસંઘને ચક્રની ઉપમા શાથી ? • કેમ ન પૂજીએ ? અવશ્ય પૂજીએ : • સંયમના સત્તર પ્રકાર : • બાર પ્રકારનો તપ : સંઘત્વહીન સંઘની કિંમત પણ શી ? શ્રમણપણામાં જ સમાવેશ : સુસાધુ આજ્ઞાબાહ્ય લોકને કદી અનુસરે નહીં : • રામવિજયજી જાદુ કરે છે ? ઊંધા સંઘને પૂજવામાં શ્રી તીર્થંકરદેવની આશાતના ? . યોગ્યતાને અંગે આપણે શ્રીસંઘનો પ્રશ્ન ચર્યો છે. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં સમ્યગુદર્શન પણ ક્રિયાહીન તો નથી જ. કોરી માન્યતાથી પ્રભુમાર્ગ પરનો પ્રેમ ટકતો નથી. શ્રી તીર્થંકરદેવની નિશ્રામાં રહે એ શ્રીસંઘ. નિશ્રામાં ન રહે એવા સમુદાયને જો શ્રીસંઘ કહીએ, તો તો દુનિયા પણ આપણને ગાંડા ગણીને હસે. મહાન ઉત્તમ કોટિના આત્મા શ્રી તીર્થંકરદેવ ! તેમની સમાનતામાં પોતાને કહેવરાવનાર સંઘમાં તેવું કંઈ પણ જોઈએ કે નહિ ? ઇચ્છા મુજબ વર્તનાર પાંચ-પચીસના સમુદાયને તીર્થકર તુલ્ય સંઘ કેમ જ કહી શકાય ? જે આત્મા પૂર્વે ત્રીજા ભવમાં આરાધના કરી “સવિ જીવ કરૂં શાસનરસી'-એ ભાવનાથી શ્રી તીર્થકર નામકર્મની નિકાચના કરે, તે આત્મા ત્યાર પછીના ત્રીજા ભવે તીર્થંકર થાય. શ્રી તીર્થકરના ભવમાં ગર્ભમાં આવતાં જ માતાને ચૌદ મહાસ્વપ્નો આવે; તેઓ ત્રણ જ્ઞાન સાથે જ લઈને આવે; ચોસઠ ઇન્દ્રો ભેગા થઈ શ્રી “નંદીશ્વર, દ્વિીપમાં મહોત્સવ કરે; પ્રભુના જન્મ વખતે દેવીઓ સેવા કરવા આવે, જે ઇન્દ્રની માલિકી હોય તે ઇન્દ્ર મેરૂ પર્વત ઉપર ભગવાનને લઈ જાય, ત્યાં બધા ઇન્દ્ર ભેગા મળીને અભિષેકાદિ ભક્તિ કરે; પછી સમયે અનુપમ દાન દઈ, Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩ : આજ્ઞાપ્રધાન સંઘ - 3 - ૨૯ સંયમ અંગીકાર કરી, અપ્રમત્તપણે તેનું પાલન કરી, કેવલજ્ઞાન ઉપાર્જ અને તે પછી ધર્મતીર્થની સ્થાપના કરે, તે જ શ્રી તીર્થંકરદેવ કે બીજા ? તે વિશ્વતારક શ્રી તીર્થંકરદેવ જેવી પૂજ્યતા કયો સમુદાય પ્રાપ્ત કરી શકે ? શ્રી તીર્થંકરદેવની આજ્ઞા મુજબ વર્તે તે જ કે પોતાની ઇચ્છા મુજબ વર્તે તે ? આથી “શ્રીસંઘ પૂજ્ય કોટિનો નથી.'-એમ કહેવાનો આશય નથી, પણ “શ્રીસંઘ કેવો હોય ? એ વિચારવાની ઇચ્છા છે, કારણ કે અત્યારે તે વિચારવાની અનિવાર્ય આવશ્યકતા ઊભી થઈ છે. પોતાની આજ્ઞા સર્વવ્યાપી બનાવવા ઇચ્છનારે યોગ્યતા મેળવવી જોઈએ. રક્ષણ કરે એ રાજા, પણ ભક્ષણ કરે તે તો નહિ જ. ઘોર ઉપસર્ગ સહી, અનેક તકલીફો વેઠી, કેવળજ્ઞાન પેદા કરી, જગતના ભલા માટે શ્રી તીર્થંકરદેવે જે તીર્થ સ્થાપ્યું એ તીર્થને ઉખેડી નાખે, એને તીર્થકરની જેમ શી રીતે પૂજાય ? ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામીજીએ એક અશ્વને પ્રતિબોધ કરવા, એક રાતમાં સાઈઠ યોજનનો વિહાર કર્યો હતો. એક સામાન્ય તિર્યંચને પણ ધર્મ પમાડવા આવો પ્રયત્ન કરનારા શ્રી તીર્થંકરદેવને માનનાર શ્રીસંઘ, પોતાને તીર્થકર જેવા કહેવરાવનાર સંઘ કેવા પ્રયત્નો કરે તો તે પૂજ્ય ગણાય ? પૂજ્ય કહેવરાવવું બધાને ગમે છે, પૂજ્ય બનવું સૌને ગમે છે, પણ પૂજ્યતા વિના પૂજ્ય બનાય શી રીતે ? શ્રીસંઘને અમે નથી માનતા'-એમ કોઈથી પણ ન જ કહેવાય. શ્રીસંઘ તીર્થકરે જેવો છે એનો ઇન્કાર નથી, પણ શ્રીસંઘ કેવો હોય તો તીર્થકર જેવો કહેવાય ? એ વિચાર તો થાય ને ? આવા સ્વરૂપવાળો શ્રીસંઘ, તીર્થકર જેવો પૂજ્ય છે; એમ કહી શકાય. એની અંતર્ગત અયોગ્યનું ખંડન આવે ત્યાં શો ઉપાય ? જે શ્રીસંઘ, શ્રીસંઘની કોટિમાં જ ન હોય; તે આપોઆપ તેમાંથી નીકળી જ જાય એમાં કોઈ શું કરે ? મનુષ્યપણાનું વર્ણન ચાલે ત્યાં માણસાઈ વિનાના માણસોની બાદબાકી થાય, એમાં આ ચર્ય શું? જો ગમે તેવા ટોળાને જ સંઘ માનવો હોય, તો તો હિન્દુસ્તાનમાં ઘણાંયે ટોળાં છે. મુંબઈ જેવા શહેરમાં રાતે ઠામઠામ ટોળાં મળે છે. આવાં ટોળાંને જ સાક્ષાત્ તીર્થકરની જેમ પૂજ્ય માનવાં હોય તો મંદિરમાં પણ જવાની જરૂર શી ? પણ જ્ઞાની એમ વર્તવાની ના કહે છે. એવા ટોળાને પૂજનારા અમે જડ નથી; અમે તો ચેતનવંતા છીએ. યોગ્યતા હોય ત્યાં બધું માનીએ. શ્રી અરિહંતદેવને પણ અરિહંત તરીકે તો અરિહંત બન્યા ત્યારે જ માન્યા. એમના આત્માએ પણ ભૂતકાળમાં ગત જન્મોમાં જ્યાં ઊંધું પગલું ભર્યું ત્યાં એ પણ સંઘ બહાર ગણાયા. એવું આ શાસન છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ મરીચિએ કહ્યું કે : - “કપિલ ! અહીં પણ ધર્મ છે અને ત્યાં પણ ધર્મ છે.” કે તરત જ શાસ્ત્રે લખ્યું કે-‘મરીચિ માર્ગભ્રષ્ટ થયા.” જે શાસન ભગવાન શ્રી મહાવી૨દેવના આત્માની ભૂલની નોંધ લેવી ન છોડે, તે રખડતા ટોળાની ભૂલની નોંધ લેવી છોડે ? ભગવાન શ્રી મહાવીરદેવના આત્માને જો કર્મસત્તા ન છોડે તો તમને-અમને છોડે ખરી ? એમને પણ શાસ્ત્ર ઉત્સૂત્રભાષી કહ્યા. અને ઉત્સૂત્રભાષણથી તેમનો પણ ‘એક કોટાકોટિ સાગરોપમ પ્રમાણ સંસાર વધ્યો.” એમ જણાવ્યું, એ આ શાસન તમને-અમને જતા કેમ કરે ? ૩૦ 30 શ્રી સંઘ, એ તીર્થંકર ખરો પણ તેની યોગ્યતા જોવી પડે. જેનામાં સંઘત્વ હોય તે શ્રીસંઘ તીર્થંકર જેવો. પણ એ કશું જ જોયા વિના, જ્યાં ને ત્યાં એ રીતે માથું ઝુકાવીએ, તો તો એ શ્રી તીર્થંકર દેવની આશાતના છે. જે સંઘમાં તીર્થંકરની જેમ પૂજાવા જેવી યોગ્યતા ન હોય, તે સંઘને તેવો માનીએ અને પૂજીએ તો શ્રી તીર્થંકરદેવની આશાતના થાય છે. આ રીતે આશાતનાના ભોગ ન થઈ જવાય તે માટે શ્રી નંદીસૂત્રકારે મંગલાચરણમાં જ, શ્રીસંઘની સ્તુતિ’ કરતાં વિવિધ ઉપમાઓ વડે શ્રીસંઘના સ્વરૂપનું વર્ણન કર્યું છે, તે આપણે જોઈ રહ્યા છીએ. પહેલાં તો શ્રીસંઘને નગરની ઉપમા આપી. ઉત્તર ગુણો રૂપી ભવનોથી ખીચોખીચ ભરેલું સંઘરૂપ નગર હોય. એમાં શ્રુતજ્ઞાન સ્વરૂપ રત્નો રૂપી લક્ષ્મી ભરપૂર હોય, એમાં સમ્યગ્દર્શનરૂપી શુદ્ધ શેરીઓ હોય અને એ નગરના ૨ક્ષણ માટે અખંડ ચારિત્ર રૂપી કિલ્લો હોય. આ ચાર ગુણોની જ્યાં હયાતી હોય, તે શ્રીસંઘ કહેવાય. આવા ગુણવિશિષ્ટ શ્રીસંઘની સ્તવના કરતાં સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચકગણિજી ફરમાવે છે કે :- ‘હે શ્રીસંઘરૂપ નગર ! તારું કલ્યાણ થાઓ !' કેમ કે-એના કલ્યાણમાં પોતાનું કલ્યાણ માનેલું છે. એના કલ્યાણમાં સર્વનું કલ્યાણ રહેલું છે. શ્રી તીર્થંકરદેવની ગેરહાજરીમાં શ્રીસંઘ એ જ કલ્યાણરૂપ છે. શ્રી તીર્થંકરદેવ તો ગયા, પણ શ્રીસંઘને સ્થાપતા ગયા, કે જેથી આપણે સુખપૂર્વક ધર્મની આરાધના કરી શકીએ. ૧. બિનધર્માતમું જ્ઞાત્વા, શિમિજીન્ સ તે નશો । मार्गे जैनेऽपि धर्मोऽस्ति, मम मार्गेऽपि विद्यते ।। ६९ ।। तच्छिष्यः कपिलोऽथाभून्मिथ्याधर्मोपदेशनात् । मरीचिरयब्धिकोटिकोटीसंसारमार्जयत् ।। ७० ।। - ત્રિ. શ. પુ. ચ. પર્વ-૧૦, સર્ગ. ૧. Page #52 -------------------------------------------------------------------------- ________________ 31 - ૩ : આશાપ્રધાન સંઘ - 3 - ૩૧ શ્રીસંઘને બીજી “ચક્ર'ની ઉપમા : હવે શ્રીસંઘ સંસારનો ઉચ્છેદક હોવાથી, સૂત્રકાર મહર્ષિ શ્રીસંઘને ચક્રની ઉપમાથી સ્તવે છે. તે રીતની સ્તુતિ કરતાં, પરમ ઉપકારી સૂત્રકાર મહર્ષિ ફરમાવે છે કે : - જે સંઘરૂ૫ ચક્રને સત્તર પ્રકારના સંયમ રૂપ તુમ્બ છે, બાર પ્રકારના તપ રૂ૫ આરા છે અને સમ્યકત્વરૂપ બાહ્ય પીઠની બાહ્ય ધારા છે, તે શ્રીસંઘરૂપ ચક્રને અમારા નમસ્કાર હો ! જે સંઘરૂપ ચક્રની સમાન કોટિમાં મૂકી શકાય તેવું બીજું કોઈ પણ ચક્ર નથી, તે સંઘરૂપ ચક્રનો સદા જય હો !” સૂત્રકાર પરમર્ષિ આ ગાથામાં શ્રીસંઘને ચક્રની ઉપમા આપે છે. ચક્ર તે કહેવાય કે જે અરિષ્ટને છેદે. ચક્રવર્તીનું ચક્ર, જો શત્રુ સીધી રીતે ન માને, તો તેનો છેદ કરવા માટે સ્વયમેવ ચક્રવર્તીના હાથમાં આવીને ઊભું રહે, તેમ આ શ્રીસંઘ રૂ૫ ચક્ર પણ સંસારરૂપ દુશ્મનને છેદવામાં સહાયક થાય. આત્માની અનંત જ્ઞાનાદિ લક્ષ્મીને લૂંટનાર આ સંસાર છે. એ સંસારનો શ્રીસંઘ ઉચ્છેદ કરે છે, માટે એ શ્રીસંઘને ચક્રની ઉપમા આપી. સંસારરૂપ શત્રુ સાથે શ્રીસંઘરૂપ ચક્રને મેળ ન હોય. સંસારને છેદવો એટલે લોકને મારવા એમ નહિ, પણ આત્માની સાથે લાગેલા કર્મરૂપ શત્રુઓને છેદવા તે ! સંસાર તો અનાદિ અનંત છે. અનંતા આત્માઓ મુક્તિમાં ગયા પણ સંસાર તો છે જ. સભા: કેટલાક એમ કહે છે કે-આમ તો સંસાર ખાલી થઈ જાય, તો અનાદિ - અનંત શી રીતે ? " શાસ્ત્ર કહે છે કે-“ભવિષ્યકાલ અનંત છે અને જીવો એનાથી પણ અનંતગુણા છે, માટે “સંસાર ખાલી થઈ જાય તો ?' એવી શંકા કરતા મા !” અભવી થોડા છે તો ભવી પણ એવા ઘણા છે કે-જેઓને ધર્મની સામગ્રી પણ મળવાની નથી. સભા: કૂવામાં પાણી કોક દિવસ તો ખૂટે ને ? પરિમિત જળવાળા કૂવામાં ખૂટે, પણ પાતાળકૂવામાં ન ખૂટે. જ્યારે જ્યારે શ્રી જિનેશ્વરદેવના શાસનમાં પુછાય, ત્યારે ત્યારે એક જ જવાબ દેવાય કે : - . ૧. “સંગમ-તવતુંવાડડરવસ, નમો સમ્મત્તપરિવ7 | ' ' ' ગMડિવવાન્ન નો, સવા સંઘવવિક્સ | બ || - નંદિસૂત્ર. Page #53 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - એક નિગોદનો અનંતમો ભાગ સિદ્ધિપદને પામ્યો છે.” . દુનિયાની દૃષ્ટિએ જેમ પાતાળનો તાગ નથી, તેમ નિગોદના જીવોનો પણ અંત નથી. મુક્તિમાં પણ કોણ જાય ? મનુષ્યપણું પામેલો ભવ્ય જીવ મુક્તિમાં જાય; એ સિવાય નહિ. એક આત્મા મુક્તિપદે ત્યારે જાય, કે જ્યારે મનુષ્યગતિ પામે અને પરિપૂર્ણ સંયમ આરાધે. સંસાર વિના મનુષ્યગતિની પ્રાપ્તિ થાય કે નહિ ? હવે કહો કે-એક આત્મા મોક્ષમાં જાય એટલે સંસાર પૂરો થયો કહેવાય ? મનુષ્યજીવન જીવવામાં પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય-આ બધી વસ્તુઓની જરૂર ખરી કે નહિ ? જો ખરી તો એ સિદ્ધ જ છે કે-જેમ ભગવાન શ્રી મહાવીરદેવ મુક્તિપદને પામ્યા ત્યારે છએ કાયના જીવો હતા, તેમ અન્ય પણ મુક્તિએ જશે ત્યારે તે રહેવાના. આથી સ્પષ્ટ જ છે કે-સંસાર કદી જ ખાલી થવાનો નથી. જે આત્મા જ્ઞાનીઓની આજ્ઞા મુજબ જીવનને કેળવી વિષય-કષાયોથી અલગ થશે, તે જ મુક્તિ સાધી શકશે. આથી આજ્ઞાથી વંચિત રહી આપણો આત્મા સંસારમાં અટવાઈ ન જાય, તે માટે જ આ બધો પ્રયાસ છે. આપણા આત્મા સાથે વળગેલા સંસારનો ઉચ્છેદ કરવા માટે શ્રી જિનેશ્વરદેવોએ શ્રીસંઘની સ્થાપના કરી છે. જે હેતુથી શ્રીસંઘની સ્થાપના જિનેશ્વરદેવોએ કરી છે, તે હેતુને સફળ કરનારો સંઘ, આપણને આજે નહિ પણ સદાને માટે પૂજ્ય જ છે. જિનેશ્વરદેવોથી સ્થપાયેલો સંઘ સંસારને છેદે પણ પોષે નહિ. “લોકમાં ભળી જઈને જે પ્રભુના શાસનને ભૂલી જાય, અરે ભૂલી જાય એટલું જ નહિ પણ ઊલટાનું અવગણે, તે શ્રીસંઘની કોટિમાં રહી શકતા નથી, માટે જ તેમની પૂજ્યતા ઊડી જાય છે.-આમ કહી આપણે કોઈની પણ અવગણના કરવા માગતા નથી પણ એ કહીએ છીએ કે-સંઘત્વ વિશિષ્ટ શ્રીસંઘમાં જ અમે જીવતી અને જાગતી પૂજ્યતા માનીએ છીએ. અમારી દૃષ્ટિએ ગમે તેવો સમુદાય પૂજ્ય નથી, પણ જે સમુદાયમાં યોગ્યતા હોય તે પૂજ્ય છે. એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા હોય, તો પણ શ્રી જિનેશ્વરદેવોએ સ્થાપેલો શ્રીસંઘ જીવતો જ છે. માટે સમજો કે-પોતાને શ્રીસંઘમાં ગણાવનારે યોગ્યતાને કેળવવી જ જોઈએ ! સભા: પેલા તો જન્મસિદ્ધ હક્ક માને છે અને કહે છે કે-અમે તો જૈન કુળમાં જન્મ્યા એટલે થયું ! ૧. વીલ્સ નિવસ, ગતમો સિદ્ધિાગો દ્વા - શ્રી નવતત્ત્વ પ્રકરણ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩ : આશાપ્રધાન સંઘ - 3 હક્કનું પાલન કરતાં ન આવડે તો જન્મસિદ્ધ હક્ક પણ છીનવી લેવાય છે. કરોડપતિને ત્યાં જન્મનારા પણ કંઈક ભીખ માગતા થઈ ગયા. કપાળ નાનું અને બુદ્ધિ બારદાન જેટલી હોય તો એમ પણ બને. શ્રીમંતાઈ ભોગવવી હોય તો બુદ્ધિ અને ભાગ્ય બેય જોઈએ. આપણને ગુણહીન સમુદાય સાથે સંબંધ નથી, કારણ કે-આપણને તો ગુણો સાથે સંબંધ છે. ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે-‘આજ્ઞામય ચાર હોય તો પણ ચાલે.’ ચાર લાખ હોય તો પણ વાંધો નથી, ચાર જ જોઈએ છે એમ પણ નથી, પણ ચાર લાખને માટે ચાર ગુણવાનને પણ ન જ છોડાય, એવો એ કથનનો આશય છે. આથી જ સૂત્રકાર મહર્ષિએ શ્રીસંઘને પ્રથમ ‘નગર'નું રૂપક આપીને સમજાવ્યું કે-તે સંઘરૂપ નગરની રક્ષા માટે અખંડ ચારિત્રરૂપી ફિલ્લો છે અને તે નગરમાં મકાનો રૂપ ઉત્ત૨ ગુણો છે, શેરીઓ રૂપ શુદ્ધ સમ્યગ્દર્શન છે અને તે નગરની લક્ષ્મીરૂપ શ્રુતરત્નો છે. 33 ૩૩ વિચારો કે-આ વસ્તુઓથી નગરની ઉપમાને પામેલો શ્રીસંઘ કોને ન ગમે ? જે શ્રીસંઘને પોતાના સંઘત્વની કિંમત છે, જે શ્રીસંઘને પોતાના સંઘત્વને સુરક્ષિત રાખવા માટે કિલ્લારૂપ અખંડ ચારિત્ર ન ગમે, તે સંઘનું સંઘત્વ ટકે જ કેમ ? જેની હયાતીમાં જ પોતાની હયાતી નિર્માઈ છે તેની હયાતી જેને ન ગમે તેનું થાય શું ? ‘સંઘ’ તરીકે ઓળખાતા જે સમુદાયને અખંડ ચારિત્ર ખટકે, “ઉત્તર ગુણો અરુચિકર થાય, સમ્યગ્દર્શન કિંમત વિનાનું લાગે અને શાસ્ત્રો પ્રત્યે રતિભર પણ પ્રેમ ન હોય, તે સમુદાય સંઘરૂપ નથી, નથી, ને નથી જ.' આજનાં કેટલાક બીનજવાબદાર માણસો કહે છે કે-‘અમે નવું શાસ્ત્ર બનાવીશું.' પણ એમ કહેનારાઓને શ્રી જિનેશ્વરદેવે સ્થાપેલા શ્રીસંઘમાં સ્થાન પણ નથી અને એવા રખડતા માણસોના ટોળાને સંઘ કહેવો, એ પણ ભગવાન્ શ્રી તીર્થંકરદેવોની ઘોર આશાતના કરવા બરાબર છે; તો પછી તેને માનવા કે પૂજવાની તો વાત જ શી ? કેમ ન પૂજીએ ? - અવશ્ય પૂજીએ : કિલ્લો તો ચોર-લૂંટારાને ન ગમે, કારણ કે-તેના યોગે ધાર્યું બહાર ન જવાય. આજના લોકોનો હલ્લો તો ચારિત્ર ઉપર છે, એટલે કે-શ્રીસંઘના ચારિત્રરૂપ અખંડ કિલ્લા ઉપર છે, અને એથી એ જ ધ્વનિત થાય છે કે-તેઓને ગુણો ઉપર દ્વેષ છે અને શ્રુતજ્ઞાન ઉ૫૨ કંટાળો છે. એટલે કહે છે કે-બધા આવું જ લખી ગયા. બનવું જૈન અને ગમે મોજમજા, એ કેમ ચાલે ? શાહની પેઢી પર ચોપાટ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૪. સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ ખેલનાર અનેક મૂર્ખાઓ પાક્યા છે? નગરમાં એવા પણ હોય કે જેઓને કિલ્લો ભયરૂપ લાગે ! કેમ કે-દરવાજો હોય અને ત્યાં પહેરેગીર હોય એટલે માલ લઈને ભગાય નહિ; પહેરેગીર પૂછે, ન બોલે તો પકડે અને વખતે શિક્ષા પણ કરે; માટે આવા લોકોને કિલ્લો ગમતો નથી. એવા લોકો કહે છે કે-આ કિલ્લા એવા બનાવ્યા છે કે જેમાં વાત જ સમ્યગુદર્શનની, શ્રતરત્નની અને ગુણપ્રાપ્તિની ! ચોથી વાત તો આવડતી જ નથી.' આવડે ક્યાંથી ? કિલ્લો જેની રક્ષા માટે હોય તેની જ એ રક્ષા કરે. શ્રીસંઘ રક્ષક છે, માટે જ તેને નગરની ઉપમા ઘટે છે. હવે શ્રીસંઘરૂપ નગરમાં વસનાર પોતાના સંસારને છેદવા જ. ઇચ્છે. સંસારનો ઉચ્છેદ કરવા ઇચ્છતા આત્માઓ માટે, શ્રીસંઘ ચક્રનું કામ કરે એમાં આશ્ચર્ય શું જે શ્રીસંઘ સંસારનો છેદક બનવાને બદલે પોષક બને, તેનામાં પણ સંઘત્વ નથી ટકતું; માટે તે પણ પૂજ્ય નથી જ. સંસાર પોષવાની ક્રિયા ધમધોકાર કર્યો જ જાય અને એમાં જ આનંદ માને, એવાની પૂજા એ પણ પરમતારક તીર્થંકરદેવોની આશાતનો જ છે અને એ પુણ્યપુરુષોની આશાતનાનું ફલ અનંત સંસાર છે, એ વાતમાં જરા પણ શંકા રાખશો નહિ. આપણી ઇચ્છા સંસારને વધારવાની નથી, એટલે આપણે તેવા સંઘને કેમ જ પૂજીએ ? શ્રીસંઘરૂપ ચક્રમાં સત્તર પ્રકારના સંયમરૂપ. તુમ્બો છે, બાર પ્રકારના તપરૂપ આરા છે અને સમ્યકત્વરૂપી ધારા છે. ધારાનું કામ એ કે-એ ચક્રની ધારાની મજબૂતીથી આરા મજબૂત રહે અને તો જ તુમ્બો ધાર્યું કામ આપે. શ્રીસંઘરૂપ ચક્રની સમ્યગદર્શનરૂપી ધારા એવી તેજ હોય કે-સંસારની લાલસાને કાગ્યે જ જાય. પોષવાનું કામ એનું નહિ. એ વાસના કપાઈ કે બાર પ્રકારના તપરૂપ આરા મજબૂત બને અને તેમ થાય તો સત્તર પ્રકારનું સંયમ દીપે. એ દીપે કે-પૂજ્યતા આવે. એ પૂજ્યતાના યોગે પૂજ્ય બનેલા શ્રીસંઘને અવશ્ય પૂજીએ. આપણે ઉઘોષણાપૂર્વક કહીએ છીએ કે અમે શ્રીસંઘના પૂજક છીએ : પણ યોગ્યતા તો જોવાના ! સંયમના સત્તર પ્રકાર : પ્રાણાતિપાતાદિક પાંચ પ્રકારના આશ્રવોથી વિરામ પામવો એટલે પાંચ મહાવ્રતોનું પાલન કરવું, પાંચ ઇંદ્રિયોનો નિગ્રહ કરવો, ચાર પ્રકારના કષાયોનો ૧. “પન્થાશ્રવિિરમvi, પબ્લેન્દ્રિનિBE: Hથનાઃ | તાત્રયવિરતિતિ, સંયમ: સતવમેલઃ III” Page #56 -------------------------------------------------------------------------- ________________ 35 - ૩ : આજ્ઞાપ્રધાન સંઘ – 3 – ૩૫ વિજય કરવો અને મનદંડ, વચનદંડ તથા કાયાદંડ-આ ત્રણ દંડથી વિરતિ કરવી,-આ સત્તર પ્રકારનો સંયમ છે.” પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ,-એ પાંચ આશ્રવનાં મુખ્ય દ્વાર છે, કે જેના દ્વારા કર્મનું આગમન થાય છે. કર્મ આવવાનાં મોટામાં મોટાં દ્વાર એ પાંચ છે. એ પાંચનું વિરમણ કરનારને જરા પણ આંચ ન આવે. એ પાંચથી પાછા હઠવું, એટલે પાંચ મહાવ્રતોના પૂજારી બનવું. એ મહાવ્રતોમાં સ્થિર રહેવા માટે પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો. ઇંદ્રિયોના નિગ્રહને અભેદ્ય બનાવવા માટે ક્રોધ, માન, માયા, લોભરૂપ ચાર કષાયોનો વિજય કરવો અને કષાયો પોતાના રૂપમાં ફાવી ન જાય, તે માટે ત્રણ યોગોને પ્રભુના માર્ગની સેવામાં સમર્પિત કરી દેવા. આ સત્તર પ્રકારના સંયમમાં રક્ત એવા શ્રીસંઘને કોણ ન પૂજે ? સત્તર પ્રકારના સંયમધરની ઉપાસના તો જે ગમાર હોય તે જ ન કરે. બાર પ્રકારનો તપ? ૧-અનશન, ૨-ઉનોદરી, ૩-વૃત્તિનો સંક્ષેપ, ૪-રસોનો ત્યાગ, પ-કાયફલેશ અને ૬-અંગોપાંગાદિનો સંકોચ, આ પ્રમાણે છ પ્રકારનો બાહ્ય તપ જ્ઞાની પુરુષોએ કહ્યો છે.” * “૧-પ્રાયશ્ચિત્ત, ર-ધ્યાન, ૩-વૈયાવચ્ચ, ૪-વિનય, પ-કાયોત્સર્ગ અને ક-સ્વાધ્યાય-આ છ પ્રકારનો આત્યંતર તપ છે.” - સંઘવહીન સંઘની કિંમત પણ શી ? " - શ્રીસંઘ તરીકેની આજ્ઞા મનાવવા ઇચ્છનારાઓને પૂછો કે-આમાંનું 'તમારામાં કાંઈ છે ? સમ્યકત્વ, સંયમ કે તપ વિગેરેને સમજવું નહિ, આચરવું નહિ અને મોક્ષની સાધનામાં પરમ સાધનરૂપ સમ્યકત્વ આદિ ઉપર પ્રેમ પણ નહિ તેથી તેના સ્વરૂપને સમજવાની ગરજ સરખી પણ નહિ, છતાં સંઘ તરીકેની ગણનામાં આવવું એ કેમ બની શકે ? સારું પોતે જાણવું નહિ અને કોઈ ૧. “મનનમૂનોરતા, વૃઃ સંક્ષેપ સત્યા' ! कायक्लेशा संलीनतेति, बाह्यं तपः प्रोक्तम् ।।१।। - શ્રી નંદિસૂત્ર શ્લોક-૫ ટીકાન્તર્ગત ૨. “ પ્રશ્વત્તાને, વૈયાવૃવિનયવિદ્યોત્સ: 1. સ્વાધ્યાય તિ તપ, ઉદ્ધવારમાખ્યત્તર મવતિ પારા” - શ્રી નંદિસૂત્ર શ્લોક-૫ ટીકાન્તર્ગત Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - 36, સમજાવે તો સમજવું પણ નહિ, એવાઓ પોતાને સંઘ તરીકે જાહેર કરી યથેચ્છ બોલે કે જાહેર કરે, એવા સંઘત્વહીન સંઘની કિંમત પણ શી ? આજે એવાઓ કહે છે કે-“અમારી આજ્ઞા ન માને તે સાધુ નહિ.” હું તો કહું છું કે-કોઈને પણ એવાના સાધુ થવાનો સમય કોઈ ભવમાં ન આવશો. ગુરુ, શિષ્યના થવાય પણ કુશિષ્યના નહિ. હોળીના રાજા થવામાં માલ પણ શા ? વાહનમાં ગધેડે બેસવું પડે, છત્રને બદલે સૂપડું ધરાય, ચામરને બદલે સાવરણી વીંઝાય, તિલક કાજળનું થાય, ગુલાલને બદલે ધૂળ ઊડે, ફૂટેલો ઢોલ વાગતો હોય, આવા રાજા બનવા કરતાં રાજા ન બનવું શું ખોટું ? રાજા બનવા માટે માણસ મટી પશુ જેવા ઓછા જ બનાય ? સભા: ગુરુ તો પાષાણને પણ પલાળે ને ? જેમાં થોડી પણ યોગ્યતા રહેલી હોય તેને, પણ મગશીળિયા પાષાણને નહિ. ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા પણ કહે છે કે યોગ્યને ધર્મ દેવાય પણ અયોગ્યને નહિ.” ભગવાન શ્રી તીર્થંકરદેવ પણ અભવ્ય તથા દુર્ભવ્ય આદિને ન સુધારી શકે. શિખરની ટોચ પર પુષ્કરાવ મેઘ વરસે તોયે એ ન ભીંજાય. જ્યાં પાણી જ ટકે નહિ ત્યાં અંકુરો કોણ ફોડી શકે ? અયોગ્યને યોગ્ય બનાવવાનું જો કારખાનું હોત, તો પરમ ઉપકારી શ્રી તીર્થંકરદેવો અભવ્યને ભવ્ય ન બનાવત ? એવા મહાપુરુષો થયા છે કે-ધાર્યું કામ આપે, પણ ક્યાં ? યોગ્યતા હોય ત્યાં ! હઠીલા જમાલિને ખુદ ભગવાન પણ સુધારી ન શક્યા. “ગોષ્ઠામાહિલ' નામના નિર્ટ્સવને સમજાવવા શ્રી ફલ્યુરક્ષિત આચાર્યે એક એક આચાર્યને ભેગા કર્યા, સંપૂર્ણ સંઘને એકઠો કર્યો, બધાએ એને સમજાવ્યો પણ ન માન્યું. એકે એક આચાર્યે એને કહ્યું કે “તું ખોટો છે અને ફલ્લુરક્ષિત આચાર્ય સાચા છે.-તોયે એ માનવાની ના પાડે છે અને કહે છે કેતીર્થકર કહે તો માનું.” શ્રીસંઘ દેવીને આરાધે છે અને દેવી આવે છે, દેવીને શ્રી સીમંધરસ્વામીની પાસે મોકલે છે, દેવી જાય છે ત્યારે એને વિઘ્ન ન થાય માટે શ્રીસંઘ કાઉસગ્ગ ધ્યાનમાં ઊભો રહે છે. દેવી પણ આવીને કહે છે કે-ભગવાન શ્રી સીમંધરસ્વામી કહે છે કેફલ્લુરક્ષિત સાથે સમસ્ત સંઘ સાચો છે અને ગોષ્ઠામાહિલ ખોટો છે.” તોયે ગોષ્ઠામાહિલે ન માન્યું અને કહ્યું કે-“દેવી જુઠ્ઠી છે; એ જાય શી રીતે ?' Page #58 -------------------------------------------------------------------------- ________________ 17 – – ૩ : આજ્ઞાપ્રધાન સંઘ - 3 - એ વખતે આખા શ્રીસંઘે એમને સંઘ બહાર મૂકી દીધા. જ્યાં યોગ્યતાનો અણુ ન હોય ત્યાં શું થાય ? સંસર્ગવશાત્ કિંવા અશુભોદયવશાત્ આવેલી અયોગ્યતાને કાઢવા પ્રયત્ન જરૂર થાય. સલાહ પણ દેવાય અને હાથ પણ ફેરવાય; સમજતો હોય તો બધું કરાય પણ સમજે નહિ અને “ઊહું ઊહું” કરે તો ? જેનામાં પરિવર્તિત થવાની લાયકાત નથી તે અયોગ્ય. તેવાના નાયક બનવાની જરૂર પણ શી ? શ્રમણપણામાં જ સમાવેશ મુનિત્વમાં જ શ્રીસંઘનો સમાવેશ થઈ જાય છે. શ્રમણત્વહીન એ સંઘ નહિ ! આથી સ્પષ્ટ છે કે-શ્રીસંઘમાં કાં તો શ્રમણ હોય અગર શ્રમણની આજ્ઞા હોય. એ વિના માત્ર મોઢાની વાતો કામ ન લાગે. શ્રમણ હોય તો ઠીક, નહિ તો તે પુણ્યપુરુષની સલાહથી આજ્ઞાને અનુસરતું જે કાર્ય થાય, તે કાર્ય શ્રીસંઘે કર્યું કહેવાય. સાધુઓની સહી જ જોઈએ એમ નહિ, પણ સાધુઓને સંમત તો હોવું જ જોઈએ. વ્યવહારુ કામોમાં-જ્ઞાતિનાં કામોમાં સાધુઓનું કામ નથી, પરંતુ ત્યાં પણ જૈન સમુદાય આગમને બાધા આવે એવી ક્રિયા તો ન જ કરે, ભલે આગમને અનુસરતી ક્રિયા ન બને, પણ ઊલટી તો ન જ બનવી જોઈએ. જગતનો પણ વ્યવહાર છે કે-પ્રજા ગમે તે કરે પણ રાજ્યના કાયદાથી અવળું તો નહિ જ. જૈન સમુદાય એકત્રિત થઈને એવો ઠરાવ કરે ખરો કેકંદમૂલાદિનું કે દ્વિદલાદિનું ભક્ષણ કરવામાં કશી જ હરકત નથી-અને જમણ આદિ રાત્રિના સમયે ખુશીથી કરી શકાશે ?” કદી જ નહિ ! એવી જાતના ઠરાવો કરનારા તો પોતાને જૈન તરીકે કહેવરાવી પણ નથી શકતા. વ્યવહારુ કામોમાં સાધુઓનું કામ જ નથી. તે કામોમાં માત્ર તમે આગમ-વિરુદ્ધ કરતા હો તો તમને સમજાવીને રોકે, તે સિવાયની તેમાં સાધુઓ તમને બીજી કોઈ પણ જાતની મદદ ન આપે. - શ્રીસંઘનાં સ્વરૂપવર્ણનમાં સમ્યગદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્મચારિત્રઆ ત્રણ સિવાય બીજું કશું જ નથી. અને હોય પણ શું ? જે હોવું જ જોઈએ તે જ હોય, એમાં વિકલ્પ શો ? સૂત્રકાર મહારાજે શ્રીસંઘનાં રૂપકોને એવાં સુંદર ગોઠવ્યાં છે કે તેનું વર્ણન સાંભળીને આનંદ જ આવે. નગરની ઉપમા આપી ત્યાં કિલ્લા તરીકે અખંડ ચારિત્રને મૂક્યું અને ચક્રની ઉપમામાં તુમ્બા તરીકે સંયમને મૂક્યું. પાંચે આશ્રવોનું વિરમણ, એ પાંચ મહાવ્રતો છે. ચક્રની ઉપમામાં જ્યારે ઇંદ્રિયોનો જય વિગેરે ઉત્તર ગુણમાં આવે, ત્યારે નગરની ઉપમામાં મકાનોને ઉત્તર ગુણોનું રૂપક આપ્યું છે. નગરની ઉપમામાં શ્રતરત્નને લક્ષ્મીનું Page #59 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ રૂપક આપ્યું હતું, ત્યારે ચક્રની ઉપમામાં તપને આરાનું રૂપક આપી, સ્વાધ્યાય રૂપ તપમાં શ્રુતજ્ઞાનને ગ્રહણ કરી લીધું. અને નગરની ઉપમામાં તેને બાહ્ય પૃષ્ઠની ભૂમિનું રૂપક આપ્યું છે. એટલે ‘નગર’ અને ‘ચક્ર' એ બંને ઉપમાઓમાં સમાનતા અખંડિત રીતે જળવાઈ રહી છે. જ્ઞાની પુરુષોના સ્વરૂપવર્ણનની એ જ ખૂબી છે ! ૩૮ 38 સુસાધુ આજ્ઞાબાહ્ય લોકની પાછળ કદી જ ખેંચાય નહિ ! બાર પ્રકારનો તપ, સત્તર પ્રકા૨નો સંયમ અને શુદ્ધ સમ્યક્ત્વ જેનામાં હોય એ શ્રીસંઘ; એ શ્રી સંઘ વંઘ; એ શ્રી સંઘરૂપ ચક્રનો જય કોણ ન ઇચ્છે ? આ સંઘ સંસારને છેદે પણ સંયમને ન છેદે. સંયમનો છેદ ઇચ્છનારા તો સંઘના નામે ધાડપાડુઓ છે. શુદ્ધ શ્રદ્ધા આવે, બાર પ્રકારનો તપ આવે, સત્તર પ્રકારનું સંયમ આવે, પછી અનાચાર કયો રહે ? કોઈ જ નહિ ! પાંચ આશ્રવ બંધ થાય, પાંચેય ઇંદ્રિયોની લાલસા બંધ થાય, પછી ઇંદ્રિયો કેવી સુંદર આરાધના કરે ?, આંખો શું જુએ ? જિનમૂર્તિ, જિનાગમ, ધર્મગુરુ, સાધર્મિક, શાસ્ત્ર વિગેરે અને પ્રવૃત્તિમાં દયા જુએ ! આ સિવાયની પાપક્રિયાઓને આ આંખથી રસપૂર્વક જોવાનું બંધ થાય. પુણ્યયોગે મળેલાં ચક્ષુઓનો ઉપયોગ વિષય-કષાય વધારવામાં થાય, તો આંખ મળી પુણ્યથી અને કાર્યવાહી થઈ પાપની ! તારનાર સાધન ડુબાડનારું થયું. રસ્તે ચાલતાં કોઈ પણ જંતુ પગ નીચે આવીને મરી ન જાય એવી નીચી દૃષ્ટિએ કાળજીપૂર્વક ચાલવું જોઈએ, એને બદલે વિષયાધીનતાના યોગે કેવી રીતે ચલાય છે ? એ જ રીતે નાક, કાન, રસના અને સ્પર્શના માટે પણ એ જ કાયદો કે-આત્મકલ્યાણની સાધના માટે જ એ ઇંદ્રિયોનો ઉપયોગ વાજબી; સિવાયની ક્રિયામાં જેટલો ઉપયોગ એટલી એની આધીનતા, અને જેટલી આધીનતા તેટલી ત્રુટી ! તોય શાસ્ત્ર તો બારી રાખી કે-ખરાબ થઈ જાય છતાં એને ખોટું માને ! સારાને સારું માને અને સારું કરતા હોય તેઓને હાથ જોડે, તો પણ એ શ્રીસંઘમાં રહી શકે છે. જ્ઞાની પુરુષોએ એનો બચાવ કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. પણ બચાવની સાથે એ પણ કહી જ દીધું કે-રહેવું પડશે તો યોગ્ય નંબરે જ. ખમાસમણ દેવાય પણ મગાય નહિ. હાથ જોડતાં શીખવાનું, પણ કોઈ હાથ જોડે તેથી રાજી નહિ થવાનું. ‘સાધુઓ અમારી ગમે તેવી વાતમાં પણ નમતું કેમ ન આપે ?' એમ ન બોક્ષય. સમ્યદૃષ્ટિ તે કે જે સાધુને નમે. સાધુને નમાવવાની ભાવના શ્રાવકથી રખાય જ નહિ ! કહેનાર કહે છે કે-“આજના લોકની પાછળ સાધુને ખેંચાયા વિના હવે Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩ : આજ્ઞાપ્રધાન સંઘ - 3 - ૩૯ છૂટકો જ નથી !” હું કહું છું કે “પ્રભુના શાસનને વાસ્તવિકપણે પામેલો કોઈ પણ સાધુ, જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ વર્તનાર લોકની પાછળ કદી જ ખેંચાય નહિ. અજ્ઞાન, સ્વચ્છંદી અને યથેચ્છ વર્તનાર લોકની સાથે ભળી જિનશાસનથી વંચિત થવાની મૂર્ખાઈ કોઈ પણ સુસાધુ કરે, એ વાત જ અસંભવિત છે. જેઓ પોતાનું જીવન અજ્ઞાની અને અનાચારીઓના હસ્તમાં સોંપી દેવાની મૂર્ખાઈ કરે છે અગર કરશે, તેઓ ખરે જ પોતાની સાધુતાને કલંકિત કરે છે. તેઓ સાધુપણાના વેષને શોભાવનારા નથી પણ લજવનારા છે, એમાં એક અંશ પણ શંકા નથી. મુક્તિની જ આરાધના માટે સમર્પિત કરેલા પોતાના જીવનનો ઉપયોગ, જિનેશ્વરદેવની આજ્ઞાના આરાધન સિવાય અન્ય કશામાં જ કરવાનો સાધુને હક્ક નથી. , આજે જે શ્રાવકવર્ગ સદ્ગુરુઓની નિશ્રામાં રહીને પ્રભુમાર્ગની આરાધના કરવામાં રક્ત છે અને એથી જેઓ આજ્ઞાબાહ્યની વાતો સાંભળવા નથી ઇચ્છતા, તેઓને આજના ઉચ્છુખલો “બધિર'ની ઉપમા આપી ચલિત કરવા કારમા પ્રયત્નો કરી રહ્યા છે, પણ તે વ્યર્થ છે : કારણ કે-ઉપાધ્યાયજી મહારાજા તો મુક્તિના અર્થ આત્માઓને અકલ્યાણકારી પ્રવૃત્તિઓમાં “અંધ, બધિર અને • મૂક થવાનું ફરમાવે છે :- * “તે યોગી લોકોત્તર સમતાને પામી શકે છે, કે જે આત્મપ્રવૃત્તિ એટલે કલ્યાણકર પ્રવૃત્તિમાં અતિશય અપ્રમાદી હોય, પરપ્રવૃત્તિ એટલે અકલ્યાણકર પ્રવૃત્તિમાં બહેરો, આંધળો અને મૂંગો હોય અને હંમેશાં એક ચિદાનંદ પદ એટલે મોક્ષપદમાં ઉપયોગવાળો હોય.” આથી કોઈ તમને બહેરા મૂંગા અને આંધળા પણ કહે તો કબુલી લેવું અને કહેવું-“એ તો અમે માગીએ જ છીએ. તેવા પુણ્યોદયના અભાવે હજુ, એવી, બધિરતા, અંધતા અને મૂકતા નથી આવી, એથી જ તમારા જેવા ઉશ્રુંખલોની વાણી આદિ થોડું પણ ઝેર હૃદયમાં રેડી જાય છે. ઉપકારીઓએ કહ્યા મુજબની બધીરતા, મૂકતા અને અંધતા આવશે તે દિવસે તો અમે, અમારું અહોભાગ્ય માનીશું. આજ્ઞાથી વિરુદ્ધ થઈને જે જે પાપ પ્રવૃત્તિઓમાં તમે તમારા જીવનને ૧. “ગાત્મકવૃત્તાતિના , પરપ્રવૃત્તો વધરાન્યમૂવઃ | सदा चिदानंदपदोपयोगी, लोकोत्तरं साम्यमुपैति योगी ।।२।। - શ્રી અધ્યાત્મોપનિષદ્ ચતુર્થ સામ્યયોગશુદ્ધિ અધિકાર. Page #61 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ વહેવરાવવાનું યોગ્ય માની રહ્યા છો, તે અમને જરા પણ ઇષ્ટ નથી.’ પણ જો વિવેકપૂર્વક વસ્તુસ્વરૂપનો વિચાર કરવામાં આવે તો સમજાય કેમંદિરો અને ઉપાશ્રયો જેઓને ખટકે છે અને હોટલો નાટકશાળાઓ અને સિનેમાઓ જેઓને રૂચે છે, તેઓ જ ખરેખર અંધ છે, કારણ કે-તેઓને નાશક વસ્તુ ગમે છે અને તારક વસ્તુ ગમતી નથી. જે આત્માને જૈનશાસન રૂચે, પરિણમે, તેને વાસ્તવિક રીતે દુનિયામાં રસ ન જ હોય. ૪૦ 40 રામવિજયજી જાદુ કરે છે ? શ્રી તીર્થંકરદેવ એવા પુણ્યવાન કે-એમને જોવા તો કેટલાય આવે. એમનું સમવસરણ જોવા પણ કેટલાય આવે, કેટલાક તો શરીર જોવા આવે. એમની ચાલતી કાયાને દેખી કેટલાય આત્મા ધર્મ પામે, એમનાં દર્શન માત્રથી વગર ઉપદેશે પણ કેટલાય ધર્મ પામી જાય ! આચાર્યમાં પણ જેમ જ્ઞાનગુણ કહ્યો છે, તેમ આકૃતિગુણ પણ કહ્યો છે. આકૃતિ એવી કે દેખતાં જ સામા ઉપર છાયા પડે. શ્રી તીર્થંકરદેવ બોલે એક ભાષામાં, છતાં તિર્યંચો પણ પોતપોતાની ભાષામાં સમજે; હિંસક પશુઓ પણ ત્યાં શિર ડોલાવે. આવી શક્તિ ક્યાંથી લાવવી ? ઇચ્છીએ છીએ કે-એવી શક્તિ મળે કે જેથી સ્વ સાથે અનેક અન્ય આત્માઓનો પણ ઉદ્ધાર થાય. એક રૂપે ઉચ્ચારાતી છતાં અનેકરૂપે પરિણામ પામતી અને ચક્રવર્તીઓના મુકુટોને પણ ઉત૨ાવતી એવી શ્રી જિનેશ્વરદેવની વાણીનો જે પ્રચાર કરે તે શ્રીસંઘ, પણ તેનો નાશ કરવા મથે તે સંઘ નહિ ! સમાજનો ઉદય પણ એ પ્રભુવાણીના પ્રચારમાં જ છે. સભા ‘રામવિજયજી જાદુ કરે છે' - એમ કહે છે. એવી વાતો કરનારા સમાજોદયને રોકવા માટે ‘જાદુ' વગેરેની ભળતી વાતોથી લોકને ફસાવે છે. લોકો આવે અને ધર્મ પામે, એ તેઓથી ખમાતું નથી. કોઈ સંયમરસિક થાય, કોઈ પ્રભુમાર્ગની અનુપમ ક્રિયાઓની આરાધનામાં પોતાની શક્તિઓ ખર્ચે તે તેઓને ખટકે છે. ખરેખર, એ શાસનનું દ્રોહીપણું જ છે. બાકી તો સંસાર ભુલાવી મુક્તિ તરફ હૃદયને લઈ જવા માટે પ્રભુનું શાસન જાદુની માફક એકદમ, પણ સ્થાયી અસર કરે છે, એમાં જરા પણ શંકા નથી અને એ રીતની સ્વપર ઉભયનું આત્મકલ્યાણ કરવાની તાકાત મારામાં આવે, એમ હું સદાને માટે ઇચ્છું છું. અસ્તુ. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪: સંઘનું પ્રતિનિધિત્વ કોણ ધરાવી શકે ? વીર સં. ૨૪૫૭, વિ. સં. ૧૯૮૦, માગસર વદ-૨, બુધવાર, તા. ૧૮-૧૨-૧૯૨૯ • ધર્મની આડે રાજ્યસત્તાને લાવનારની મનોદશા : • આપણે નામના નહિ પણ ગુણના પૂજારી છીએ : સાચા અને ખોટામાં મધ્યસ્થ રહેવું એ ગુણ નથી : • શ્રી સંઘનું પ્રતિનિધિત્વ ધરાવનાર વ્યક્તિઓ કેવી હોય ? ધર્મની આડે રાજ્યસત્તાને લાવનારની મનોદશાઃ શ્રીસંઘની સ્તુતિમાં સૂત્રકાર પરમર્ષિએ, નગરની ઉપમાથી શ્રી સંઘની સ્તવના કર્યા પછી, ચક્રની ઉપમા આપીને સ્તવના કરી. જે કારણે જેની પૂજ્યતા માનવામાં આવે તે જો જાણવામાં જ ન આવે, તો આરાધકને તેની આરાધના કરવામાં બહુ મુશ્કેલી ઊભી થાય છે. જેમ દેવ-ગુરુને પણ “સુ” રૂપે જાણ્યા વિના કે ધર્મનું સ્વરૂપ ઓળખ્યા વિના એની આરાધના થતી નથી, તેમ શ્રીસંઘનું સ્વરૂપ જાણ્યા વિના શ્રીસંઘની પણ આરાધના થઈ શકતી નથી. વધુમાં જેમ દેવ-ગુરુ-ધર્મના વિષયમાં આશાતના થાય છે, તેમ અહીં પણ આશાતના થાય છે. જેમ દેવ-ગુરુ-ધર્મ પૂજ્ય છે, તેમ શ્રીસંઘ પણ પૂજ્ય છે. “દેવ તો અરિહંત જ; ગુરુ તો નિગ્રંથ જ; ધર્મ તો શ્રી જિનેશ્વરદેવે કહ્યો તે જ” જેમ, આ સ્વરૂપ બારીકીથી વિચારીએ છીએ, તેમ શ્રીસંઘનું સ્વરૂપ પણ ( બારીકીથી વિચારવું જોઈએ. - શ્રીસંઘના નામે જ્યારે સાચી કે ખોટી વસ્તુ બહાર પડે ત્યારે તો એ નિર્ણય કરવો જ જોઈએ કે શ્રીસંઘ કોણ ? અને તે કઈ વસ્તુ બહાર પાડી શકે ??” - અજ્ઞાન જનતામાં કુદેવ પણ સુદેવ તરીકે પુજાય છે, કુગુરુ પણ સુગુરુ તરીકે પુજાય છે, કુસંઘ પણ સુસંઘ તરીકે પુજાય છે. આથી કુદેવની સેવાથી બચાવવા જેમ સુદેવનું, કુગુરુના ફંદામાંથી બચાવવા જેમ સુગુરુનું અને કુધર્મથી બચાવવા જેમ સુધર્મનું વર્ણન કરવું પડે, તેમ કુસંઘની સેવામાં પડેલાને બચાવવા માટે સુસંઘના સ્વરૂપને વર્ણવવું પડે, એમાં આશ્ચર્ય શું છે ? જેમ દેવ, ગુરુ અને ધર્મ પણ “સુ” હોય તો જ સેવ્ય ગણાય, તેમ સંઘ પણ “સુ” એટલે કે તે, તે ગુણોએ કરીને સહિત હોય તો જ સેવ્ય ગણાય એમાં પ્રશ્ન શો? Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૨ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - – 42 . કોઈ દેવ ભલે મહાન, ચમત્કારી હોય; પણ એનામાં વીતરાગત ન હોય, તો એની મારફત લાખ્ખો મળતા હોય તો પણ સમ્યગુદૃષ્ટિ આત્મા એને આત્માના તારક તરીકે પૂજવા નથી ઇચ્છતો. એવી જ મનોવૃત્તિ શ્રીસંઘના સંબંધમાં પણ કેળવવી જોઈએ. જેમ તારક દેવ, ગુરુ અને ધર્મની સેવા છોડવાની નથી, તેમ શ્રીસંઘની સેવા પણ છોડવાની નથી. તારક દેવ, ગુરુ અને ધર્મની જેમ શ્રીસંઘ પૂજ્ય જ છે. શ્રી જિનેશ્વરદેવ અને નિગ્રંથ ગુરુની જેમ શ્રીસંઘની પણ આજ્ઞા માનવાની છે. પણ જેમ ગુરુ ગુરુતામાં રહે તો ગુરુ અને ગુરુતા ગુમાવે તો ગુરુ નહિ, તેમ શ્રીસંઘ પણ સંઘત્વને સાચવે તો સંઘ, નહિ તો સંઘ નહિ ! વિચારો કે, જો ગુરુતા વિના પણ ગુરુપદે રહી શકાતું હોત તો જમાલીને મૂકીને ચાલ્યા આવનાર શિષ્યોને ભગવાન ગુરુદ્રોહી ન કહેત ?. જ્યાં-ત્યાં સંઘના નામે આજે અનેક પ્રકારની ન થવા યોગ્ય વાતો થાય છે. ધર્મ વિકટ સંયોગોમાં ઘેરાતો જાય છે. ચોવીસે કલાક ધર્મ ઉપર આક્રમણ માટે શી શી કાર્યવાહી થાય છે તેનો કાળજીપૂર્વક વિચાર કરો ! આવે સમયે બેદરકારી કે ઉપેક્ષાભાવ કરવો એ કલ્યાણાર્થી આંત્મા માટે કોઈ પણ રીતે હિતાવહ નથી. આજે અન્યથા તથા અનાચારના માર્ગે ચાલનારા માટે જાણે કે રતિભર બંધન નથી અને ધર્મમાર્ગે ચાલનારા માટે મુશીબતોનો પાર નથી. દુનિયાનો આદમી ગમે તેમ લખે, બોલે, એને કોઈ પૂછતું નથી. ધર્મ કરનારાની પાછળ બધી કમાલ છે. ધર્મીને એવી કફોડી દશામાં મૂકવા માગે છે કે, જેથી તેને રોતે હૃદયે ધર્મ છોડવો પડે. જેને ધર્મ પૂરેપૂરો પરિણામ પામ્યો હોય અને તે ગમે તેવા સંયોગોમાં પણ ધર્મની સાથે રહે તે વાત જુદી. જે સ્થિતિ મુસલમાન રાજાઓ વખતે નહોતી, તે સ્થિતિ આજે રાજ્ય સારું છતાંયે આપણામાં ગણનારાઓએ ઊભી કરી છે. ધર્મ માટે આ રાજસત્તા તો અનુકૂળ છે. એ તો કોઈ પણ ધર્મની આડે આવવાની ના કહે છે, ત્યારે જેઓ આપણામાં ગણાવા ઇચ્છે છે અને પોતાની જાતને “સ્વરાજ્યની કફની પહેરનાર તરીકે ઓળખાવે છે, તેઓ રાજ્યસત્તાને કહે છે કે, “વચ્ચે આવો !” જેઓ વ્યવહારમાં સ્વરાજ્ય માગે છે, તેઓ ધર્મ માટે ગુલામી માગે છે. આવાઓનું માનસ વિચારવાનું છે. વાતો સ્વતંત્રતાની કરે છે અને કાર્યવાહી પરતંત્રતાની કરે છે. રાજ્યસત્તાને તો એ જ જોઈએ છે. એ તો કહેશે કે હિન્દુસ્તાનના લોકો ધર્મ પાળવા માટે લાયક નથી તો રાજ્ય શી રીતે કરશે ? કોઈ ધર્મ કરે તે ખમી શકતા નથી; કોઈ છોડીને ત્યાગ કરીને જાય ત્યાં મારામારી કરે છે; એવાઓ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪ : સંઘનું પ્રતિનિધિત્વ કોણ ધરાવી શકે ? - 4 —— ૪૩ પૈસા માટે કે રાજ્ય માટે શું ન કરે ? એ લોકો તદ્દન જુઠ્ઠી વાહિયાત વાતો લખી-બોલી વાતાવરણને ભયંકર બનાવે છે. એવી યદ્વા તદ્ઘા વાત લખે છે કે-ન પૂછો વાત. એક લખનાર મીશ્રીમલજી જેવા માટે લખે છે કે, “દીકરાની રજા વગર એમને મુંડી નાખ્યા અને પૂછ્યું ત્યારે કહે છે કે, મને છોડાવો ! પંચાવન વર્ષના એક વયોવૃદ્ધ પરમ શ્રદ્ધાળુ શ્રાવક પોતાના હૃદયથી આજીજીપૂર્વક સંયમ અંગીકાર કરે તેમને માટે પણ આવું લખાય, એ લખનારની કેટલી બધી કનિષ્ટ મનોદશા સૂચવે છે ? સત્યનો એક અંશ પણ જેમાં ન હોય તેવી વાતો આજે ફેલાય છે.. 43 શ્રી જિનેશ્વર દેવની આજ્ઞામાં જ પોતાનું સર્વ શ્રેય સમજતા અને નિગ્રંથો જ પ્રભુશાસનના મંનરૂપ છે, એમ મક્કમપણે માનનારા સુવિહિત શ્રીસંઘો જો જાગ્રત નહિ થાય, તો બ્રિટિશ રાજ્યની હયાતીમાં પણ ધર્મ વિષમ દશામાં મુકાતો જાય છે અને વધુ મુકાશે. બ્રિટિશ સત્તા કોઈ પણ ધર્મની આડે આવવાનો ઇન્કાર કરે છે. વર્ષોથી નિર્વિઘ્નપણે આ રાજ્યસત્તામાં ધર્મનો અર્થી ધર્મની આરાધના કરી શકે છે. એ ધર્મને ખરાબ હાલતમાં મૂકવાનું કામ આપણામાં ગણાનારાઓ કરે છે. એમને માનવું કે ક૨વું કાંઈ નથી અને હક્ક બધા માગવા • છે ! જૈન તરીકેના આચારો સેવવા નથી અને સત્તા બધી જોઈએ છે. એવાઓ સત્તા પાસે, ધર્મ કરનારાઓની વચ્ચે આવવાની માગણી કરે છે. સત્તા તો કહે છે કે, “સૌ સૌનો ધર્મ ખુશીથી સાધો !” આ લોકો તો કહે છે કે, “ધર્મ કરનાર અમને પૂછે !” એમને પૂછીને ધર્મ કરનારો ધર્મ કરવા જાય, એવી માગણી લઈને સત્તા પાસે એ લોકો જાય છે. સ્વરાજ્ય માગનારાની બુદ્ધિ કેટલી અને કેવી છે ? એની પરીક્ષા સત્તા પણ કરી લેશે. અનેકો આજે દુનિયામાં રહેવા છતાં ભયંકર સ્વાર્થી બનીને અનેક પ્રકારના ન વર્ણવી શકાય તેવા અનર્થો કરી રહ્યા છે. તેની સામે કંઈ પણ નહિ કરનારા અને પોતાની જાતને પણ સ્વાર્થલોલુપી બનાવી દુનિયા ઉપર અસંખ્ય અનર્થો મચાવનારાઓ, કોઈ આત્મા પોતાની જાતનું કલ્યાણ, કે જેમાં વગર પ્રયત્ને પણ અનંતા આત્માઓને અભયદાન મળે છે, એવા સાધનાના માર્ગે ચઢે તેમાં અંતરાય કરવા પ્રયત્ન કરી પોતાની જાતને કેટલી કનિષ્ક બનાવી રહ્યા ૧. તેઓ રતલામના એક સારા શ્રાવક હતા. દીક્ષા બાદ તેમનું નામ મલયસાગરજી મહારાજ રાખવામાં આવેલ. Page #65 -------------------------------------------------------------------------- ________________ 44 ૪૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ છે તેની એ બિચારાઓને કશી જ ગમ નથી અને નાહકના ધર્મી આત્માને સતાવવા માટે અજ્ઞાન ટોળાંને ઉશ્કેરી તેમની જાતને પણ કનિષ્ટ બનાવી, સંઘના નામે ધર્મ ઉપર આક્રમણ લાવનારા વ્યૂહો રચી સ્વપરનું અહિત કરવાનો રાજમાર્ગ ખુલ્લો કરવાની કામના રાખે છે. આવી જાતની તેમની મનોદશા, ખરે જ, દયાજનક હોવા સાથે ઘૃણાજનક પણ છે જ. આ તો આ લોકની વાત થઈ, પરંતુ પરલોકમાં તેવા આત્માઓની કેવી દશા થશે તેની .કલ્પનાય કંપાવનારી છે ! આપણે નામના નહિ પણ ગુણના પૂજારી છીએ ! સંઘના નામે જ્યારે આવી ધમાલ ચાલે છે, ત્યારે શ્રી સંઘનું સ્વરૂપ સમજાવવાની જરૂ૨ કોણ ન સ્વીકારે ? હૃદયથી સત્યને સેવવાની ઇચ્છા રાખનાર તો સ્વીકારે જ ! શ્રીસંઘ તે જ છે કે, જે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં જ પોતાનું સર્વ શ્રેય સમજે. મોક્ષના ધ્યેયથી સેવાો ધર્મ જ મુક્તિનું સાધન છે. મુક્તિ માટે જ ધર્મ સેવવો યોગ્ય છે અને ધર્મનું મુખ્ય ફલ પણ મોક્ષ જ છે; છતાંયે આથી એમ નથી ફલિત થતું કે, ધર્મથી મુક્તિ સિવાય બીજું કશું મળતું જ નથી. મુક્તિ માટે સેવાતા ધર્મથી ઋદ્ધિસિદ્ધિ, રાજપાટ, ચક્રવર્તીપણું, દેવપણું અને ઇંદ્રપણું પણ મળે; ન મળે એમ નહિ; પણ ચિંતામણિ આદિથી અધિક એવા ધર્મ પાસે મુક્તિ સિવાય બીજું માંગવું એ મૂર્ખાઈ છે, જેમ બીજ વાવનારે ઘાસની આશા રાખવી અને એની માગણી કરવી એ ખોટું છે ! જે મુખ્ય ફળની જરૂરત છે તે માગો ! દુનિયામાં પણ કહેવાય છે કે, જેને સલામ ભરીએ તેની મહેરબાની મળે, પછી પૈસા માગવાની જરૂર નથી, કેમ કે, મહેરબાનીમાં એ બધું જ સમાઈ જાય છે.' દુનિયાદારી માટે થતો ધર્મ, એ શ્રી જિનેશ્વરદેવે કહેલો ધર્મ નથી. દુનિયાના પદાર્થો ધર્મથી મળે ભલે; પણ ધર્મ એ દુનિયાદારી માટે નથી. ધર્મ જ્યારે દુનિયાદારી માટે થશે, ત્યારે ગયેલું આર્તધ્યાન બમણું આવશે. જે અશાંતિ છોડવા માટે ધર્મ હતો, એ જ અશાંતિ એ જ ધર્મ દ્વારા બહુ વધશે. માટે એ ન વધે એની કાળજી રાખો ! અર્થાત્ ધર્મ દુનિયાદારી માટે ન કરો પણ મુક્તિ માટે કરો. મુક્તિની અભિલાષાએ કરેલા ધર્મથી સાહ્યબી મળશે, તો તે પણ શાંતિવાળી મળશે. ધર્મમાં એ ગુણ છે કે, શ્રીમંત અને દરિદ્રી બેયને સંતોષી અને સુખી રાખે. સાજા સારા તથા પથારીમાં પડેલા બેયને સુખી રાખે, ધર્મ જીવવા પણ સુખ Page #66 -------------------------------------------------------------------------- ________________ 45 – ૪ : સંઘનું પ્રતિનિધિત્વ કોણ ધરાવી શકે ? - 4 - ૪૫ દે અને અવસાન પણ સુખે થવા દે. બીમારની આગળ દુનિયાના કોઈ પણ પદાર્થ ધરો, સોનૈયાના ઢગલા કરો, તો પણ શાંતિ થાય નહિ, કારણ કે, એ પદાર્થોમાં એ તાકાત નથી ! પણ જો એની સામે ધર્મ ધરવામાં આવે તો એને શાંતિ થાય. પોતાને તીર્થકરવત્ પૂજ્ય મનાવનારો શ્રીસંઘ આ બધું સમજે કે જેમ-તેમ ગપ્પાં હાંકે ? ગપ્પાં હાંકે ત્યાં તીર્થકર જેવી પૂજ્યતા કઈ રીતે સ્થપાય ? જે દેવને આપણે પૂજ્ય માનીએ છીએ, તેની મૂર્તિ પણ અંજનશલાકા થયા વગર આપણે પૂજતા નથી. ગમે તેવી વીતરાગતાવાળી મૂર્તિને માટે પણ પૂજ્ય બનાવવા વિધિવિધાન નિયત છે. આથી સ્પષ્ટ છે કે, આપણે નામના પૂજારી નથી પણ ગુણના પૂજારી છીએ. ગુણહિતનું નામ નકામું છે. ગુણહીનની આ શાસનમાં પૂજા નથી. - જગતમાં નામવાળા તો ઘણાયે થયા, પણ ચોવીસને જ કેમ પૂજો છો ? એ જ કારણ છે કે, તે અનંતગુણી છે ! નામ, સ્થાપના અને દ્રવ્ય - એ પણ ગુણવાનનાં જ પૂજ્ય છે; અન્યનાં નહિ ! નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ આ ચારે નિક્ષેપાને સમ્યગ્દષ્ટિ માને. એકની પણ અવગણના ન કરે. પણ પ્રથમના ત્રણની પૂજા એ શુદ્ધ ભાવને અવલંબીને છે; તો પછી ભાવરહિત એવા કેવલ “ નામના જ સંઘની પૂજા આપણાથી કેમ થાય ? આ પાટલીમાં જો કદાચ શ્રીસંઘની સ્થાપના કરવામાં આવે તો તેને ખુશીથી પૂજી શકીએ, પણ આ જીવતા અને જાગતા મનુષ્યો, કે જે ઇરાદાપૂર્વક ઊંધી જ કાર્યવાહી કરે, તેને કઈ રીતે પૂજીએ ? શાસ્ત્રવિહિત દીક્ષા અને ઉદ્યાપન આદિ - લ્યાણકર અનુષ્ઠાનોનો વિરોધ કરનાર તથા, “ઓઘાવિમોચક મંડળ” કાઢવાની વાતો કરનાર અને યથેચ્છ વર્તન ચલાવનારાઓ જો પોતાને શ્રીસંઘ તરીકે પૂજવા માગે, તો પૂજાય તો નહિ જ, પણ આપણું ચાલે તો આપણે તેઓને દૂર જ કરીએ; અને એ શક્ય ન હોય તો આપણે તેઓથી દૂર તો રહીએ જ ! આ બધું બરાબર સમજાય તો ધર્મની રક્ષા થાય. ધર્મની સામે એવી ભયંકર દીવાલ આજે ગોઠવાય છે કે, ધર્મીવર્ગમાં જો જાગૃતિ નહિ આવે, તો પરિણામ ઘણું ભયંકર આવશે.ધર્મી આત્માઓની તે ફરજ છે કે, ધર્મ સામે આવતાં આક્રમણોને પહોંચી વળવા પોતાનું સર્વસ્વ તજવાની તૈયારી કરી રાખવી. આવે સમયે ઉદાસીનતા રાખવી ન પાલવે. આપણામાં પણ જો ગુણ ન હોય તો, તો આપણે પણ નાલાયક. Page #67 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ વાતો કર્યે જો ધર્મ આરાધતો હોત તો તો બધા મોક્ષે જાત. ધર્મની રક્ષા માટે પૂર્વપુરુષો રાજપાટ, દેશ, નગર, બધું છોડતા; એ ધર્મના ટેકીલાઓ હતા એથી પૂજાય છે. આપણે પણ આપણી જાતને ધર્મની સેવા માટે સમર્પી દેવી જોઈએ. સાચા અને ખોટામાં મધ્યસ્થ રહેવું એ ગુણ નથી : ૪૭ 46 વ્યાખ્યાનમાં નવું કહેવાય છે એમ માનતા નહિ. શ્રી જૈનશાસનમાં દરેક વસ્તુના સાચા-ખોટા વિભાગ કરેલા છે. દેવ-ગુરુ-ધર્મમાં જેમ ‘સુ’ તથા‘કુ’નું સ્વરૂપ સમજાવાય છે, તેમ હમણાં સુસંઘ-કુસંઘનું સ્વરૂપ સમજાવાય છે. શ્રી જિનેશ્વરદેવના સાધુને નવું કહેવાની છૂટ છે જ નહિ. અરે, ભગવાન પણ કહી . ગયા કે, “જે અનંતા તીર્થંકર કહી ગયા અને ભવિષ્યના અનંતા તીર્થંકર જે કહેશે તે જ આ છે.” શ્રી તીર્થંકરદેવ પણ નવું નથી કહેતા, તો શ્રી તીર્થંકરદેવના અનુયાયી નવું ક્યાંથી કહે ? નવું કહેવાનો આ શાસનમાં રિવાજ નથી. પહેલા શ્રી ઋષભદેવ ભગવાને પણ એ જ કહ્યું કે, નવું નથી અને ભગવાન શ્રી મહાવીરદેવે પણ કહ્યું કે, આ નવું નથી. આવા લોકોત્તર મહાપુરૂષો, કે જેઓ અનંતજ્ઞાનના ધણી હતા, તે પણ હોય છે તે જ કહે છે. બીજાં સામાન્ય કે જેઓ તેમની આજ્ઞામાં જ પોતાનું કલ્યાણ માને છે, તેઓ નવું કહે જ શાના ? શ્રી જિનેશ્વરદેવના શાસનમાં ખૂબી એ છે કે, દ્વાદશાંગી અક્ષ૨રૂપે ફરે પણ ભાવરૂપે એ જ રહે. જે દ્વાદશાંગી શ્રી ઋષભદેવ ભગવાનના શાસનમાં, તે જ શ્રી મહાવીર ભગવાનના શાસનમાં અને તે જ શ્રી સીમંધરસ્વામી ભગવાનના શાસનમાં ! દ્વાદશાંહી ન હતી, નથી અને નહિ હોય એમ નથી; પણ હતી, છે અને હશે જ. દરેક શ્રી તીર્થંકરદેવ, શ્રી ગણધરદેવના પ્રશ્નના ઉત્તરમાં “પન્નેફ્ વા, વેડ઼ વા, વિનમેર્ વા” એ ત્રણ પદ ઉપરથી સર્વ ગણધરદેવો દ્વાદશાંગી રચે. શ્રી ઋષભદેવસ્વામી પાસેથી શ્રી પુંડરિકસ્વામીએ જેમ ત્રિપદી લઈ દ્વાદશાંગી રચી, તે જ રીતે ભગવાન શ્રી મહાવીરદેવ પાસેથી ત્રિપદી ગ્રહણ કરી શ્રી ગૌતમ મહારાજે દ્વાદશાંગી રચી, કોઈ કહે કે, ત્યારે તીર્થ નવું કેમ ? તો કહેવાય કે શ્રી તીર્થંકરદેવ અજ્ઞાનમાં પડેલી જનતાને તાજું કરી આપે માટે ચારનાં પાંચ વ્રત કર્યાં, એ પણ નવું નહિ. દરેક અવસર્પિણીમાં પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુઓને પાંચ મહાવ્રત અને વચ્ચેના બાવીસ શ્રી તીર્થંકરદેવના સાધુઓને ચાર મહાવ્રત હોય. જીવોના ભેદને લઈને એ છે. છેલ્લા તીર્થંકરના શાસનમાં રહેલા જીવો વક્ર અને જડ છે. વાંકા અને જડ માટે બંધન મોટું. મોટા મુનીમને શેઠ ઘડી ઘડી ન પૂછે, આંટા ખાનારને પૂછે. ઘણા બંધન ઓછી લાયકાતવાળા માટે ! ઘણા કહે છે કે, આ સદીમાં આટલાં બધાં Page #68 -------------------------------------------------------------------------- ________________ 47 - ૪ : સંઘનું પ્રતિનિધિત્વ કોણ ધરાવી શકે ? - 4 –– ૪૭ બંધન શાં? હું કહું છું કે, વધુ બંધનો આ સદીમાં જ જોઈએ. વિનીત દીકરાને બાપ “આમ કર' એટલું જ કહે, પણ નાલાયક દીકરાની કાનપટ્ટી પકડે. શાણાને સાનમાં સમજાય, પણ મૂર્ખને ? ત્યાં તો જવા દેવ તેવી પૂજા ! આથી સ્પષ્ટ છે કે, અત્રે પણ કાંઈ નવું કહેવાતું જ નથી. પણ આજકાલ ચાલી રહેલી ભયંકર હિલચાલોના યોગે, અજ્ઞાનતાથી કોઈ ખોટામાં ફસાયા નહિ અને ધર્મથી ચલચિત્ત થાય નહિ, એ જ એક ઇરાદાથી, અમારી ફરજ સમજીને પ્રસંગનુસાર શ્રીસંઘના સ્વરૂપનું, શ્રી નંદીસૂત્રના આધારે નિરૂપણ કરવામાં આવે છે. આ પણ ઠીક અને આ પણ ઠીક, એમ બેય ઠીક ન કહેવાય. જેનામાં પરીક્ષક શક્તિની ખામી હોય તે જ તેમ કહી શકે ! અને બુદ્ધિના વિપર્યાસવાળો તો ઊંધું જ મારે. બેય ઠીક કહેનારમાં વિચારશક્તિની ખામી છે અને એ ખામી ક્રોધથી, માનથી, માયાથી, લોભથી અને વાહવાહની લાલસા વિગેરેથી પણ હોઈ શકે છે !!! સાચા અને ખોટા વચ્ચે ઇરાદાપૂર્વક તટસ્થ રહેવું એ એક જાતની ભયંકર મૂર્ખાઈ છે. વસ્તુતત્ત્વને સમજવા માટે માધ્યસ્થ એ સદ્ગુણ છે, પણ સત્યાસત્યનો નિર્ણય થઈ ગયા પછી, “આ પણ ઠીક અને આ પણ ઠીક' - એમ કહેનારા મધ્યસ્થો તો ઇરાદાપૂર્વક પોતાની વાહવાહ માટે ધર્મનો નાશ કરનારા અને કરાવનારા છે. • શ્રી વીતરાગસ્તોત્રમાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મારાજા ફરમાવે છે કે :: “હે વીતરાગ ! લાવણ્ય કરીને પવિત્ર શરીરવાળા અને નેત્રોને વિષે અમૃતના અંજન જેવા તારા વિષે મધ્યસ્થપણું એ પણ દુઃખકર છે, તો પછી વિશ્વના કલ્યાણકર એવા તારે વિષે દ્વેષના વિપ્લવની વાત જ શી ?' .આ કથનથી સમજી શકાશે કે, સત્ય અને અસત્યની વચ્ચેનો ભેદ જાણવા છતાં પણ “માધ્ય ભાવ” એ પણ કેવી અને કેટલી ભયંકર વસ્તુ છે. વાત (પણ ખરી છે કે આ “સત્ય” અને આ “અસત્ય-આ “તારક' અને આ “નાશકએમ જાણી લીધા પછી પણ મધ્યસ્થતા કેમ હોઈ શકે ? કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા તો આગળ વધીને * ત્યાં સુધી ફરમાવે છે કે : ૧. “વિષપુથવપુષ, નેત્રામૃતાને ! माध्यस्थ्यमपि दौःस्थ्याय, किं पुनर्वृषविप्लवः ।।१।।" Page #69 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ એ “કોપાદિથી વ્યાપ્ત બનેલી વ્યક્તિ શ્રી વીતરાગદેવની પ્રતિપક્ષી છે, સાંભળીને વિવેકીઓને જીવવું એ પણ ભારે લાગે છે, કારણ કે, તેઓ તે સાંભળવા કરતાં મરવું સારું, એમ માનનારા હોય છે.” તે સૂરિપુરંદરનું તે કથન આ રહ્યું : “હે નાથ ! તારો પણ પ્રતિપક્ષ છે અને તે પણ કોપાદિકથી અસ્વસ્થપણાને પામેલો છે, આવી કિંવદન્તી સાંભળવા છતાં પણ વિવેકીઓ. શી રીતે જીવી શકે ?’ ૪૮ આ પછી તે પરમર્ષિ ત્યાં સુધી ફરમાવે છે કે : “હે વીતરાગ ! જેઓ ઇતર શાસનો સાથે તારા શાસનની સમાનતા માને છે, ખેદની વાત છે કે-હણાઈ ગયો છે આત્મા જેઓનો એવા તેઓને, વિષ પણ અમૃત સમાન છે.’ 48 સામાન્ય મિથ્યાત્વ તો જુદું, આ તો અમૃતને પણ ઝેર બનાવે છે. દૂધના કુંડામાં પડેલો વિષનો કણિયો તમામ દૂધને ઝેરી બનાવે છે. જ્યાં સાચું-ખોટું દીવા જેવું દેખાય ત્યાં માધ્યસ્થ હોય ? જજ મધ્યસ્થ હોય ! તે ન તો વાદીના ન તો પ્રતિવાદીના હોય, ન તો ફરિયાદીના હોય કે, ન તો આરોપીના હોય પણ જ્યાં સુધી પોતાને નિર્ણય થાય નહિ ત્યાં સુધી જ ! નિર્ણય થઈ ગયા પછી જજમેન્ટ લખવા માંડે ત્યારે તો જે હોય તે સાફસાફ લખે કે, આ દોષિત છે કે આ નિર્દોષ છે. તેમ શ્રીસંઘમાં રહેવા ઇચ્છનારે પણ ખોટું માધ્યસ્થ્ય તજી દેવું ઘટે. પોતાને ‘શ્રીસંઘ’ તરીકે ઓળખાવનારા ધર્મના સહાયક હોય કે ઘાતક ? નામધારી સંઘો તરફથી આજે ધર્મી આત્માઓનું જીવન જોખમમાં મુકાતું જાય છે. આવે સમયે છતી શક્તિએ ધર્મી આત્માને રક્ષણ ન આપનાર જૈનશાસનના ગુન્હેગાર છે. તિજોરીમાં લાખ ફે૨વે અને શાસન માટે કાંઈ ન ખર્ચે, તો એ લક્ષ્મી સુકમાઈની નથી. શ્રી જૈનશાસનમાં રહેલાની શ્રીમંતાઈ, ધીમંતાઈ અને બળ-શક્તિ વિગેરે શાસનસેવામાં આવા વખતે કામ ન આવે તો ક્યારે આવે ? વ્યવહારમાં પણ કહે છે કે, છતી સામગ્રીએ જેના સાથી ભૂખે મરે, તે શાણો ન ન ૧. “તવા િપ્રતિપક્ષોઽસ્તિ, સોપિ ઝોપાવિવિત્તુત:। અનયા વિલાઽત્તિ, જિ. નીત્તિ વિવેનિનઃ ।।।।" ૨. “ત્વછાસનય સામ્યું છે, મન્યને શાસનાન્તરે । विषेण तुल्यं पीयूषं तेषां हन्त हतात्मनाम् ।।३।। " Page #70 -------------------------------------------------------------------------- ________________ 49 ૪ : સંઘનું પ્રતિનિધિત્વ કોણ ધરાવી શકે ? - 4 : ૪૯ ગણાય. જે સમયે ધર્મ ઘવાય તે સમયે શક્તિનો ઉપયોગ ન થાય તો ક્યારે થાય ? રૈયતના નાશ વખતે રાજા ઊંઘે એને રાજા કેમ મનાય ? શાસ્ત્ર ઉપર છીણી પડે ત્યારે શાસ્ત્રનો જ્ઞાતા મૂંગો રહે એ કેમ બને ? શાસ્ત્ર ઉપર આવતા ભયંકર આક્રમણ સમયે મૌન રહેનાર, પોતાને મધ્યસ્થની કોટિમાં ગણાવવા માગે, એ કોઈ પણ પ્રકારે સજ્જનથી ન માની શકાય એવી બાબત છે. શ્રી સંઘનું પ્રતિનિધિત્વ ધરાવનાર વ્યક્તિઓ કેવી હોય ? શ્રીસંઘનું સ્વરૂપ બતાવતાં સૂત્રકાર મહર્ષિએ પ્રથમ શ્રીસંઘને નગરની ઉપમા આપી. નગરમાં ભવન હોય, લક્ષ્મી હોય, શેરી હોય અને કિલ્લો હોય. ઉત્તરગુણ રૂપી ભવનોથી શ્રીસંઘ રૂપ નગર ખીચોખીચ ભરેલું હોય, શ્રુતજ્ઞાનરૂપ રત્નોથી એનો ભંડાર ભરપૂર હોય, તાજો હોય, શુદ્ધ સમ્યગ્દર્શનરૂપ શેરીઓ હોય અને અખંડ ચારિત્રરૂપ કિલ્લો એ નગરને ફરતો હોય. એ સંઘને સદા નમસ્કાર છે. આ સંઘ નગ૨માંથી ચારિત્રના ફુવારા ન ફૂટે ? એની શેરીમાંથી સમ્યગ્દર્શનની સેરો ન છૂટે ? ત્યાંનાં શ્રુતરત્નો મોક્ષમાર્ગનો પ્રકાશ ન કરે ? ઉત્તર ગુણરૂપી ભવનો પણ કલ્યાણકર જ હોય ! આ નગરથી સંયમીને ઉપદ્રવ કેમ હોય ? આવા નગ૨રૂપ શ્રીસંઘની પૂજ્યતાનો કોઈ પણ નિષેધ કેમ જ કરે ? આ પછી બીજી ઉપમા સૂત્રકાર મહર્ષિએ ચક્રની આપી. જગતમાં જેની જોડી નથી એવા શ્રીસંઘ રૂપ ચક્રમાં ‘તુંબ’ તરીકે સત્તર પ્રકારનું સંયમ, ‘આરા’ તરીકે બાર પ્રકારનું તપ અને ‘બાહ્ય પૃષ્ઠની ભૂમિ' તરીકે સમ્યગ્દર્શન ! આ ચક્ર સંસારનો ઉચ્છેદ કરવામાં કશી જ આનાકાની કરે ? સંસાર એટલે વિષય· કષાયની આધીનતા ! એનો ઉચ્છેદ શ્રી જિનેશ્વરદેવનો સંઘ ન કરે તો અન્ય કોનો સંઘ કરે ? આવા શ્રીસંઘને સૂત્રકાર મહર્ષિએ જેમ નમસ્કાર કરીને તેની સદાને માટે જય ઇચ્છી, તેમ આપણે પણ તે તારક શ્રીસંઘરૂપ ચક્રને નમસ્કાર કેરી, સદા માટે તેની જય ઇચ્છવી જ જોઈએ. આવા શ્રીસંઘના પ્રતિનિધિ બનનારાને મંદિરો ન ગમે ? પદ્માસને અને કાયોત્સર્ગ મુદ્રાએ રહેલી શ્રી જિનેશ્વરદેવની મૂર્તિઓ સંગ્રહસ્થાન રૂપ અને કળાવિહીન લાગે ? સંયમ અને સંયમધર પ્રત્યે અરુચિ હોય ? નહિ જ. શ્રી જિનેશ્વરદેવનાં મંદિરો જેઓને ન ગમે, જેઓને પ૨મતા૨ક શ્રી જિનેશ્વરદેવની મૂર્તિઓ સંગ્રહસ્થાન રૂપ અને કળાવિહીન લાગે અને સંયમ તથા સંયમધર તરફ જેઓને અરુચિ થાય, તેઓ કોઈ પણ પ્રકારે શ્રીસંઘના પ્રતિનિધિ તરીકે પોતાની જાતને રાખી શકતા જ નથી. Page #71 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ શ્રી સંઘના માણસો દયા સાધુની ખાય કે સંસારીની ? સંયમધરને જોઈ દયા ખાનારા અને શ્રીમંતને જોઈ ખુશી થનારા, ખરે જ, કોઈ જુદી જ દશાના આત્માઓ હોય એમ લાગે છે. એવા આત્માઓ પ્રભુના સંઘમાં પોતાની જાતને કઈ રીતે રાખી શકે છે ? અવળા વિચારોથી તો શ્રાવકપણાનો નાશ થાય છે. મુનિવર, કે જે વિષયવાસના આઘી મૂકી સંયમની સાધનામાં રક્ત છે, તે તો ઉત્તમ આત્મા છે. એની દયા શી ? જૈનશાસનના બાપને તો દીકરા માટે એમ થાય કે, ‘આ જીવ જૈનશાસન પામીને ધર્મ સમજ્યા વિના મરી જશે તો તેની દુર્ગતિ થશે.’ આ વિચારના યોગે તે પોતાના દીકરાની દુન્યવી સાહ્યબીમાં ખુશી ન થાય. જૈન દર્શનકાર જેવા માર્ગદર્શક કોઈ નહિ મળે. ૫૦ 50 મુનિવરને જોઈને તો શ્રાવકને શેર શેર લોહી ચઢવું જોઈએ. મુનિવરને જોઈને શ્રાવકના હાથ જોડાઈ જ જાય. અરે ! સંયમના પરિણામવાળાને દેખે તોયે હાથ જોડાઈ જાય. સમાચાર મળે કે, અમુક સંયમ લેવાનો છે તોયે હાથ જોડવાનું મન થાય. એવા આત્માને પુણ્યવાન કહીને શ્રાવક ઊભો રહે અને પોતાનું ઘર પાવન ક૨વાનું કહે, આમંત્રણ આપે. આ રીતે સામાના સંયમના પરિણામ વધે. થોડા હોય તો વધુ થાય. પડવાની અણી પ્રર હોય તે પણ ચઢે. આ તો કહે કે - ‘સંયમ ? તને કોણે ભોળવ્યો ?' આ સંઘ ? સંઘનું પ્રતિનિધિ અંગ આ ? પેલો સંયમના પરિણામવાળો ઊલટો ગભરાય. એની વાત ચોરેચૌટે અને ચકલે-ચકલે પેલા દોઢચતુરો કરે. જે. હોય તે કહે કે, ‘પેલો ! ઓળખ્યો ?' અછતા દોષોથી પણ તેને નવાજે ત્યારે એ કમનસીબોને શાંતિ વળે. આવા સમયે સંયમના પરિણામવાળાની હાલત શી ? વેશ્યાના મકાનમાં કોઈ જાય એની હરકત નહિ, બાર વાગે હોટલમાં જાય ત્યાં વાંધો નહિ. નાટક-ચેટક-સિનેમામાં જાય તેની હરકત નહિ. સ્વચ્છંદી બની ફરે તેની હરકત નહિ અને અહીં સંયમ લેવા આવે ત્યાં વાંધો ? બધા સરખા ભેગા થાય, એમાંનો એક સાધુને પણ ‘સ્વાર્થી કહે, બીજો તેમાં ‘હા' ભણે, એટલે ત્રીજો તેમાં ટાપશી પૂરે કે, ‘સાધુમાં શો માલ છે ?’ ચોથો કહે કે, ‘સાધુઓએ જ સત્યાનાશ વાળ્યું છે.’ એટલે વળી પાંચમો કહે કે, ‘સાધુને તો સજા કરાવવી,' છઠ્ઠો વળી ડાહ્યો વકીલ હોય તે કહે કે, ‘રાજ્યમાં ઓળખાણ હોય તો ઓઘાવાળાને તો જેલમાં જ નખાવવા'. સાતમો વળી કહે કે, ‘એવું એવું હું લખી દઉં.’ અને પછી તેમાં રખડતાઓ સહી કરવા તૈયા૨ થાય. આવા નાટકના એક્ટર કરતાં પણ ગયેલા-વીતેલા પોતાની જાતને સંઘ તરીકે પૂજાવા માગે, એ કેટલી નાદાન અને ભયંકર મનોદશા Page #72 -------------------------------------------------------------------------- ________________ 1 – ૪ : સંઘનું પ્રતિનિધિત્વ કોણ ધરાવી શકે ? - 4 – ૫૧ છે? એ શાણાઓએ ખાસ વિચારવા જેવું છે. આવાઓ પાછા આજે કહે છે કે, જૈનો બેકાર છે પણ તેઓને ક્યાં ખબર છે કે, જો હજુયે નહિ ચેતાય તો આ ધર્મઘાતક પાપકાર્યવાહીઓના યોગે આથી પણ બૂરી દશા આવશે. સંઘના નામે અગર ધર્મના બહાને ધર્મનો નાશ કરવા કૂટ પ્રયત્નો કરવા અથવા કરનારને મદદરૂપ થવું અથવા તો છતી શક્તિને ધર્મના વિરોધમાં વેડફી નાખવી, એના જેવું એક પણ ઘોર પાપ નથી, માટે હજુ પણ ચેતો નહિ તો તેવાં પાપકૃત્યો કરનારની જાત માટે દુર્ગતિ, દુઃખ અને દારિદ્રય વગેરે કર્મસત્તા દ્વારા સર્જાઈ જ રહ્યું છે. અસ્તુ - Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫ ગુણયુક્ત સમુદાય એ સંઘ ! વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, માગસર વદ-8, ગુરુવાર, તા. ૧૯-૧૨-૧૯૨૯ • આજ્ઞા કરે કોણ અને આજ્ઞામાં રહે કોણ ? • છ પ્રકારના બાહ્ય તપ : • જેને અનુસરો તેને તપાસો ! • વર્તમાનનું પ્રચારકાર્ય-એક દૃષ્ટિપાત : • છ પ્રકારનો અભ્યતર તપ : • બાલપંડિતમરણ અને પંડિતમરણ : આજ્ઞા કરે કોણ અને આજ્ઞામાં રહે કોણ? સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી, શ્રી તીર્થંકરદેવની સ્તુતિ કર્યા પછી પૂજ્ય શ્રીસંઘની સ્તુતિ કરતાં શ્રીસંઘનું સ્વરૂપ વર્ણવે છે. તીર્થકરવત્ પૂજ્ય શ્રીસંઘ કેવો હોય' - એ ખાસ વિચારવા જેવું છે. આપણે જેને પૂજીએ તે તેવા હોવા જોઈએ, કે જે પોતાના જેવા બનાવે ! એટલે આપણે જેના જેવા બનવા માગતા હોઈએ, તેની જ પૂજા કરવી જોઈએ. જેમ દેવ-ગુરુની સેવા કરતાં પહેલાં, એ “સુ” (સારા) છે, કે “કુ' (ખરાબ) છે તે જોવું જોઈએ અને ધર્મ અંગીકાર કરતાં પહેલાં એ સાચો છે કે ખોટો તે જોવું જોઈએ, તેમ સંઘ પણ નામધારી છે કે સાચો છે એ જોવું જોઈએ ને ? જે જે વસ્તુને જે જે સ્વરૂપે પૂજ્ય માનીએ તે તે વસ્તુમાં તે તે સ્વરૂપ છે કે નહિ તે તો નક્કી કરવું જ પડે ને ? કોઈ કહી દે કે, “અમે જેને સંઘ કહીએ તેને તમે સંઘ તરીકે માનો !” - તો “ના જ' કહેવી પડે ને ? શ્રીસંઘ પૂજ્ય ખરો, પણ સંઘત્વ હોય તો, કેવળ ટોળું હોય એ પૂજ્ય નહિ ! શ્રીસંઘનો અર્થ ખાલી ગમે તેવો સમુદાય જ હોય, તો તો આ વિશ્વમાં સમુદાયોની ક્યાં ખોટ છે ? પણ તેવા ગુણહીન અને દોષ વધારનારા સમુદાયની શ્રીસંઘમાં ગણના જ નથી. ગુણવિશિષ્ટ સમુદાય તે જ શ્રીસંઘ. આપણે એવા ઘેલા નથી કે, જ્યાં ત્યાં શિર ઝુકાવીએ કે અતિશયોક્તિભરી સ્તુતિ કરીએ. ભગવાન શ્રી મહાવીરદેવ પણ અરિહંત બન્યા ત્યારે માનીએ છીએ; નહોતા બન્યા ત્યાં સુધી ભાવ અરિહંત તરીકે નહોતા માનતા ! સંસારને Page #74 -------------------------------------------------------------------------- ________________ 53 -- - ૫ ગુણયુક્ત સમુદાય એ સંઘ !.5 – ૧૩ વધારવા માટે બીજરૂપ રાગદ્વેષ જેના નાશ પામ્યા હોય તે જ દેવ ને જે નિગ્રંથ એ જ ગુરુ ! એને જ દેવ અને ગુરુ તરીકે નમીએ !! એ જ રીતે ગુણવિશિષ્ટ સંઘને જ શ્રીસંઘ તરીકે નિમાય. સૂત્રકાર મહર્ષિએ શ્રીસંઘને નગરની ઉપમા આપી છે. નગરમાં મકાન હોય, લક્ષ્મી હોય, શેરી હોય અને એના રક્ષણ માટે ફરતો કિલ્લો હોય; તેમ શ્રીસંઘરૂપ નગર, ઉત્તર ગુણરૂપી ભવનોથી ખીચોખીચ ભરેલું છે, શ્રુતજ્ઞાનરૂપ રત્નોથી પરિપૂર્ણ છે, શુદ્ધ સમ્યગ્ગદર્શનરૂપી જેની શેરીઓ છે અને અખંડ ચારિત્રરૂપ એ નગરને ફરતો કિલ્લો છે. સૂત્રકાર કહે છે કે-એ સંઘનગર હંમેશ જય પામે એવી મનોગત ઇચ્છા છે. પછી શ્રીસંઘને ચક્રની ઉપમા આપે છે. જેમ ચક્ર દુશ્મનને છેદે તેમ સંઘ પણ સંસારને છેદે છે, છેદવા સમર્થ છે, માટે સંઘને ચક્રની ઉપમા આપી. ચક્ર પણ શૂરવીરના હાથમાં હોય છે. સંસારશત્રુનો સંહાર કરનારાઓને સંઘ સહાયક છે; કહોને કે, સંઘ સંસારનો સંહાર કરે ! માટે શ્રીસંઘ એ ચક્ર છે, તે શ્રીસંઘને નમસ્કાર છે. તીર્થકરવત્ પૂજ્યશ્રી સંઘ તે આ. સંસારની ક્રિયાને ઇરાદાપૂર્વક પુષ્ટ થવા દે તે સંઘ નહિ, સંઘમાં ગણાતા હોય તે સંસાર સામે કરડી નજરે ભાળે. શ્રી સંઘ સંસાર તરફ કરડો હોય. શ્રીસંઘને જોઈને સંસાર મૂંઝાય. મોહરાજા ભાગાભાગ કરે. વિષયોને છુપાવું પડે, પાપપ્રવૃત્તિ શ્રીસંઘની આગળ ન ટકે. એ શ્રીસંઘને ત્રણ કાળના નમસ્કાર છે, બીજાને નહિ ! ચક્રને તુમ્બ, આરા અને ધારા હોય. તુમ્બ વિના આરા ન ટકે; આ આરા વિના ધારાની સ્થિતિ ના ટકે; ધારા વિના કામ ન થાય; આરા વિના ધારા ન ટકે; આરા વિના તુમ્બ ન ટકે, એમ પરસ્પર ટકાવનાર છે. શ્રીસંઘરૂપ ચક્રને સત્તર પ્રકારનો સંયમ એ તુમ્બ છે. સંયમ આવ્યા બાદ દુનિયાનું કયું પાપ બાકી રહે ? જીવઘાત, મૃષાવાદ, ચોરી, મૈથુન અને પરિગ્રહ એટલે ધન-ધાન્ય ઘરબાર વિગેરે. એ બધાથી વિરામ પામવું તે પંચાઢવ વિરમણ. એ વિરામ ટકે માટે પાંચ ઇન્દ્રિયોનો વિજય કરવો, કષાયોને જીતવા અને કષાયો પીડે નહિ માટે મન, વચન અને કાયા ઉપર કાબૂ રાખવો, આ સત્તર પ્રકારના સંયમરૂપ તુંબને ધારણ કરનાર-શ્રીસંઘ કેવો હોય ? સભાઃ એવા શ્રાવક કેટલા ? મૂંઝાઓ નહિ. એવી ભાવનાવાળા તો જોઈએ ને ? જ્ઞાની તેમને બાતલ કરવા નથી માગતા, તમે તમારાં લક્ષણોથી બાતલ થાઓ એ વાત જુદી, અને એવી રીતે બાતલ થાવ તેમાં તો જ્ઞાની કરે પણ શું? Page #75 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - 54) સભાઃ અત્યારના ચળવળિયાઓ કહે છે કે – અમે ઊંધું છતું સમાજના ભલા માટે કરીએ છીએ. દિશા જુદી હોય ત્યાં એ બચાવ ન ટકે. સીધી દિશામાં હોય તો હજીયે દોષ ક્ષત્તવ્ય ગણાય. આથી દોષ કરવાના એમ નહિ. જેમ કે, બાળકને દવા પાવા કડવીને પણ મીઠી કહેવી પડે; સાકર લગાડીને પણ કડવી દવા આપવી પડે; પરિણામે નીરોગી કરવા આ કરવું પડે; પણ પ્રાણનાશક ઝેર સાકરમાં ભેળવીને અપાય ?ચળવળિયાઓ પોતાની કાર્યવાહીનું પરિણામ સુંદર છે એમ જ્યાં સુધી સમજાવે નહિ ત્યાં સુધી એ બચાવ ન ચાલે. વૈદ્ય ગમે તેવો કડવો થાય એ ચાલે, કારણ કે – એનો હેતુ રોગ કાઢવાનો છે. એ પરેજી કહે તે પળાય; એ જરી ઠપકો આપે તે સંભળાય; ખાવું-પીવું બંધ કરાવે, પડી રહેવાનું કહે તે બધું થાય ! પણ જે વૈદ્ય દવાના નામે ઝેર પાય તેને ન સ્વીકારાય. મૃષા, માયા અને માયામૃષા એ ત્રણે પાપ છે : એ ઉપયોગમાં લેવાઈ ગયાં તો એ હજી ક્ષત્તવ્ય છે, પણ હેતુ હિતનો હોવો જોઈએ. હિત માટે મરાતી ધોલ એ ધોલ નથી અને સામાના ભલા માટે કરાતું અપમાન એ અપમાન નથી. સત્તર પ્રકારે સંયમ પાળનાર, માનનાર અને ક્યારે સંયમ મળે” એ ભાવના રાખનાર બધા સંઘમાં છે, પણ સૌએ સૌ સૌની મર્યાદામાં રહેવું જોઈએ. સંયમને પૂરી રીતે સેવનાર, સંયમને માનનાર કે સંયમની ભાવના રાખનાર નમસ્કાર નહિ માગી શકે. સંયમ પાળનાર ઉપર એ પોતાની સત્તા બેસાડવાના મનોરથો ન કરી શકે. રાજા થવાની ભાવનાવાળાથી રાજાની જેમ હુકમ ન કરાય. માટે આજ્ઞા કરે કોણ ? અને આજ્ઞામાં રહે કોણ ? એ સમજવા જેવું છે. છ પ્રકારનો બાહ્ય તપઃ ક્ષેત્ર સાત છે; શ્રી જિનમૂર્તિ, શ્રી જિનમંદિર અને શ્રી જિનાગમ; આ ત્રણ ક્ષેત્ર તારક. આ ત્રણને જે માને, પૂજે, સેવે તે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા ! જે ન માને, ન સેવે, ન પૂજે તે ન સાધુ, ન સાધ્વી, ન શ્રાવક કે ન શ્રાવિકા. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકામાં બે વિભાગ, આ ત્રણને માને, માર્ગનું સમ્યક રીતે પાલન કરે અને તેનો યથાશક્તિ પ્રચાર કરે, તે સાધુ-સાધ્વી : અને એ પાંચને માને તથા પ્રભુમાર્ગના પ્રચારમાં સહાય કરે, તે શ્રાવક-શ્રાવિકા ! સત્તર પ્રકારના સંયમરૂપ તુમ્બવાળું શ્રીસંઘરૂપ ચક્ર પૂજ્ય છે. એનાથી ધાર્યું કામ લેવા માટે બાર પ્રકારના તારૂપ આર કર્યા. છ પ્રકારનો બાહ્ય તપ-તથા છ પ્રકારનો અત્યંતર તપ-આ બાર પ્રકારનો તપ આવે એટલે સત્તર પ્રકારનું Page #76 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ૫ : ગુણયુક્ત સમુદાય એ સંઘ ! -5 સંયમ એવું મજબૂત થાય કે ધાર્યું કામ આપે. જો બાર પ્રકારનો તપ ન આવે, તો દિનદિન એ સંયમ શિથિલ થાય. 55 બાહ્ય તપમાં પહેલું અનશન આવે છે. અનશન એટલે ન ખાવું તે. ઉપવાસાદિ તપ અનશનમાં ગણાય; એટલું જ નહિ પણ એકથી અધિક વાર ન ખાવું આદિ પણ અનશનમાં જ ગણાય. બીજું ઉણોદરી. આહારથી એક-બે આદિ કવલ ઓછા ખાવા તે; એ તપ પણ અનેક પ્રકારનો છે. ત્રીજો તપ વૃત્તિસંક્ષેપ. વૃત્તિ-સંક્ષેપ એટલે ખાવાની ચીજમાં પણ અમુક જ ચીજ ખાવી તે. ખાવા-પીવાની ચીજનો સંક્ષેપ કરવો. ચોથો બાહ્યતપ રસત્યાગ. રસત્યાગ એટલે ઘી-દૂધ વિગેરે છ વિગય તથા ૨સાળ પદાર્થોનો ત્યાગ : બને તો છએ વિગયનો ત્યાગ, નહિ તો બને એટલી વિગયનો ત્યાગ : પાકી (મૂળથી)નો ત્યાગ ન થાય તો કાચીનો ત્યાગ. વધુ ત્યાગ ન થાય તો પ્રમાણમાં ત્યાગ કરવો. કદાચ અનશન રોજ ન થાય એમ માનીએ પણ ઉણોદરી આદિ તો રોજ થાય તેમ છે; પણ ચોવીસે કલાક મ્હોં ચાલુ હોય ત્યાં શું થાય? પાંચમો બાહ્ય તપ કાયક્લેશ છે. કાયક્લેશ એટલે કાયાને ક્લેશ પડે તેવી ધર્મક્રિયા કરવી. આજે તો મોટે ભાગે એવું થઈ ગયું છે કે - ઊભા થઈને કરવાની ધર્મક્રિયા પણ બેઠે-બેઠે કરે છે, ત્યાં શું થાય ? છઠ્ઠો બાહ્યતપઃ બાહ્યતપ સંલીનતા. સંલીનતા એટલે અંગોપાંગ આદિ સંકોચવાં તે. જેને અનુસરો તેને તપાસો ! જે ચીજ ન બને એને માટે કોઈ કહે એ નભે, પણ બને તે માટે કંઈ ન કહેવાય. શક્યને અશક્ય મનાવવાના પ્રયત્નો કરનારા તો માર્ગના નાશક છે. ઉન્માર્ગની દેશના કંઈ લેવા જવી નથી પડતી. દયાની ભાવનામાંથી પણ જો દયાનું સ્વરૂપ ન સમજાય, તો ઉન્માર્ગની દેશના નીકળે : દયાના નામે ઉન્માર્ગની દેશના શરૂ થાય. દયા સમજાય તો માર્ગ સાચો, ન સમજાય તો ઊંધે માર્ગે પણ જાય. આજે મુનિને પગે ચાલતા જોઈ દયા ચિંતવે છે. પરંતુ મોટરમાં બેસીને જનારને જોઈ દયા ન ચિંતવે. પાપમાં પડેલાની દયા નહિ ચિંતવતાં, સન્માર્ગે ચાલી રહેલાની દયા ચિંતવવી, એ શું ઓછી અજ્ઞાનતા છે ? Page #77 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ મુનિને જોવાથી પુણ્યશાળી આત્માઓને કેવા વિચાર આવવા જોઈએ ? જે સ્થાને ભક્તિ જાગવી જોઈએ, ત્યાં જેને દયા ચિંતવવાનું મન થાય અને જ્યાં દયા ચિંતવવાની ત્યાં જેને ભક્તિ કરવાનું મન થાય તે આત્માનું થાય શું ? ધર્મનિષ્ઠને ‘બિચારા' અને પાપપરાયણ આત્માઓને ‘હુશિયાર' માનવાની વૃત્તિ થઈ કે, ઉન્માર્ગ ઉપદેશકતા આવ્યા વિના રહે જ નહિ. આવી અધમ મનોવૃત્તિવાળાઓથી બચવાની ઘણી જરૂર છે. આવા જો પોતાની જાતને શ્રાવક કહેવરાવતા હોય તો તે શ્રાવક નથી, અને સાધુ કહેવરાવતા હોય તો સાધુ નથી, પણ માત્ર વેષધારી હોઈ કેવળ આ લોકના માનપાનમાં જ જિંદગીનો દુરુપયોગ ક૨ના૨ છે. ૫૭ 56 ‘સાધુ અને શ્રાવક, એ ત્યાગની દેશનાથી ગભરાય' – એ કેટલી ભયંકર વસ્તુ છે ? ત્યાગ એ જ એનું જીવન, તેની આ દશા શું સૂચવે છે .? આજે ભયંકર આપત્તિ વહોરીને પણ કડવું સત્ય જાહેર કહેવાની ફરજ સજ્જન પુરુષો ઉપર આવી પડે છે. કડવું સત્ય કહેવામાં ‘ઉપાધિ’ ઘણી છે. એમાં નાનુંસૂનું જોખમ નથી એ વાત સાચી છે, છતાંય એ જોખમ ખેડ્યા સિવાય છૂટકો નથી. સત્યનો રાગ હોય ત્યાં પહોંચાય; વસ્તુ ત૨ફ સદ્ભાવ હોય તો ત્રણ દિવસમાં બધો નિકાલ આવે. પણ આજે દિશા પલટાઈ ગઈ છે. જ્ઞાની જે દિશામાં સુખ જુએ છે, એથી વિપરીત દિશામાં દુનિયામાં સુખ બતાવવાના પ્રયત્નો થાય છે. આ મોટી અથડામણ છે. દવા આપીને બચાવનાર વૈદ્યના હાથમાં, ડાહ્યા કે ગાંડો, શાહુકાર કે દરિદ્રી, નાનો કે મોટો, દરેક દરદી હાથ આપે ! કોટ્યાધિપતિ પણ વૈદ્યના હાથમાં હાથ આપે ! વૈદ્યનાં આપેલાં પડીકાં જે રીતે કહ્યાં હોય તે રીતે ખાય. ઘી, દૂધ વિગેરે જે ચીજ ખાવાની ના કહી હોય તે ન ખાય. ‘હા સાહેબ, હા, સાહેબ' કહે, પણ વૈદ્યને ગાળ ન દે અને હમ્બગ ન કહે. તેમજ ‘તારી પડીકી નથી ખાતા.' - એમ પણ ન કહે; કારણ કે, એ સમજે છે કે તિજોરીની હીરામાણેકની ભૂકીથી કે સોનામહોરથી જિવાશે નહિ. બીમા૨થી નીરોગી થવા માટે પોતાનો હાથ તિજોરીમાં ન નખાય, પણ વૈદ્યના હાથમાં જ અપાય. એ રીતે અહીં પણ કાયદો કે-મુક્તિ મેળવવા ઇચ્છનારે ત્યાગીને સાંભળ્યા વિના છૂટકો નથી, તેમજ સંસારને છોડી ત્યાગી થયા વિના પણ છૂટકો નથી.” સભા દુનિયામાં અત્યારે પૌદ્ગલિક ભાવની ખિલવટનું વાતાવરણ જોસભેર ચાલે છે, માટે હવે તો કાર્યસાધક ઉપદેશ જોઈએ. વાત ખરી, પણ તમે મારી પાસે ઊંચી માત્રા અપાવવાની માગણી કરો છો. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫ : ગુણયુક્ત સમુદાય એ સંઘ ! -5 વૈદ્યને ત્યાં એવી પણ માત્રા હોય, કે જે પેઢીઓથી પડી હોય તો પણ ઉપયોગમાં ન આવે. જરા ભૂલ થાય તો મુશ્કેલી. વળી માત્રાને યોગ્ય દરદી જોઈએ, કારણ કે-ખાનારા ન મળે : કાં તો પૈસા ખરચનાર નહિ અને પૈસા ખરચનાર હોય તો જીરવી શકે એવા ન હોય. એવી માત્રા ખાય તો જિંદગીભર રોગ ન થાય, પણ ખાય તો ને ? આજ્ઞા મુજબ સંયમનું સેવન થાય તો અનંતકાળના દુઃખથી છૂટવાનું સૌભાગ્ય સાંપડે, પણ સેવાય તો ને ? માત્રા તો ઘણીયે ઊંચી છે, પણ તે અવસરે અપાય. 57 ૫૭ આ શાસનમાં નામની જ પૂજા નથી, પણ ગુણને અંગે નામની પૂજા છે. અમારી પછવાડે તણાવા તમે બંધાયા નથી, તમને જ્યારે લાગે કે અમારા વિચાર, વાણી અને વર્તન પ્રભુમાર્ગને અનુસરતા નથી, તો અમને મૂકીને પણ ચાલ્યા જવું જોઈએ. ઉપકારનો બદલો વાળવો હોય, તો અમને સમજાવવા પ્રયત્ન કરવો, ન સમજીએં તો અમને મૂકીને પણ જવાની છૂટ. કોઈ પડે એમાં નવાઈ નથી, કારણ કે, ચૌદ પૂર્વધરો પણ પડ્યા છે; માટે ચેતતા રહેવું જોઈએ અને જેની પાછળ જાવ તેને પ્રથમ બરાબર તપાસો. નાના મછવાથી ચલાવાય, પણ કાણી એવી મોટી સ્ટીમરથી ન ચલાવાય. મછવો ઘણીવારે પહોંચાડે, ઘણા આંટા કરી બધાને પહોંચાડે એ ચાલે, પણ કાણી સ્ટીમ૨માં બધા બેસી શકે તોયે ન જવાય, કારણ કે, એમાં બેસવાથી તો ડૂબી જવાય ! યાદ રાખો કે કુગુરુ એ કાણી સ્ટીમર જેવા છે ! વર્તમાનનું પ્રચારકાર્ય-એક દૃષ્ટિપાત : આજે કેટલેક સ્થળેથી સંઘના નામે એવી ભયંકર કાર્યવાહી થાય છે કે, જે જોઈને ઇતર દુનિયા પણ હસે છે કે, જૈન સંઘ આવા હોય ? ડાહ્યા તો આવી કાર્યવાહીમાં આવતા જ નથી. આવનારા કાં તો રસ્તા વચ્ચે રખડનારા ત્રણ ટકાનાં માણસી છે : જેમનું મોઢું ત્રણ ફદિયામાં બંધ; અને કાં તો કેટલાક એવા માણસો છે કે, બાર કલાકમાં એક-બે કલાક જો કોઈના સત્યાનાશની યોજના કે વાતો ન કરે, તો એમને ચેન ન પડે; કરે તો જ રાજી થાય એવા છે. ચોવટિયા એવા કે બે પાંચ મળે ત્યારે સજ્જન કે સાધુની ખબર લીધા વિના રહે જ નહિ. બુદ્ધિનો કંઈ પાર છે ! ઇતર વર્ગના બુદ્ધિમાન પણ હસે છે કે, જૈનશાસનમાં આવા પણ સંઘ ગણાતા હશે ! ત્રીસ-પાંત્રીસ વર્ષની ઉંમરનો સમજદાર આદમી, પોતાના બાળકને પ્રથમ પ્રભુના માર્ગે મોકલી, પછી પોતે સંયમ લે, જેની છાબ પણ Page #79 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ પોતાની ધર્મપત્ની લે, ત્યાં ચાર જણા કહે કે, ‘અમને ન પૂછ્યું માટે એ સાધુ નહિ.’ છે કાંઈ બુદ્ધિની કમીના ! પોતાને પાઈનું ખર્ચ નહિ, ખવરાવ્યું નહિ, પીવરાવ્યું નહિ અને કહે છે કે, ‘અમને પૂછ્યું નહિ માટે એ સાધુ નહિ.' આ જોઈને ઇતર બુદ્ધિમાન પણ હસે છે. લોક બેવકૂફ નથી, પણ આપણી વસ્તુ સામાની પાસે આપણે મૂકી શકતા નથી, એની આ ખરાબી છે. ૫૮ 58 એ લોકો ટીપું નહિ ત્યાં સાગર બતાવે છે. બનાવટી રિપોર્ટ બનાવે છે; લાંચ-રુશવત આપી કલંક ઘડે છે. આવું પ્રચારકાર્ય કમ નથી થતું, ઘણું થાય છે. આવા પ્રયત્નોનો ફેલાવો કમ નથી. અજ્ઞાનો પર એની અસર ઝટ થાય છે. તમારી (જૈનશાસનની) વાત મૂળથી જ ઊંચી; એમાં વળી સામાની પાસે મૂકનારની ખામી; સાંભળનારની બુદ્ધિનું ઠેકાણું નહિ, તેથી આ હાલત છે. જૈનમુનિ નાના બાળકને ઝોળીમાં લઈ જાય છે, એમ ? આજે જૈનમુનિ ઉપર પામરો આવો આરોપ મૂકે છે. આ આરોપ,નાનોસૂનો નથી. એકે દાખલો એવો છે બાળકને ઉપાડી જવાનો ? જૈન સાધુ ઉપર આરોપ, એ જૈનસમાજને નીચું જોવરાવનાર છે. એક વખત એક અમલદારે શ્રાવકને કટાક્ષમાં કહ્યું કે, ‘તમારા સાધુઓ હોશિયાર બહુ.’ શ્રાવક પણ હોશિયાર હતો : એ સાચો શ્રાવક હતો એટલે બોલ્યો કે, હોશિયાર જરૂર છે પણ ચોર નથી.' . અમલદાર તરત બોલતો બંધ થઈ ગયો. સાચો શ્રાવક તે. હોશિયારી એ ગુણ છે. ચોટ્ટાઈ એ દુર્ગુણ છે. આ લોકો ગુણ છુપાવી દોષ ઊભા કરવા માગે છે. ગુણને દોષરૂપે બતાવે છે. આ જાતનો પ્રચાર એ લોકો પૂર જોશમાં કરે છે. રાજ્યના અમલદાર કાંઈ અજ્ઞાન નથી, પણ એમના કાન પર જે વાત જાય, તે ઉપર તેઓ વજન મૂકે. સહેજે દુનિયામાં અનીતિ કરનારા ઉઠાઉગીર બાવા વિગેરે ઘણા છે, ત્યાં વળી આ વાત જાય, અને વળી જૈનો જ એ વાત કરે, એટલે થાય પણ એમ કે, જૈનસમાજમાં પણ કદાચ એમ હશે ! માટે સાચી વસ્તુને પ્રકાશમાં લાવવા ઉચિત ઉપાયો યોજવા જ જોઈએ. આપણું ધ્યેય તથા હેતુ શુદ્ધ છે. હૃદયની શુદ્ધતાથી પ્રયત્ન કરીએ તો ખાતરીથી કહું છું કે-સામાના ધમપછાડા નિષ્ફળ જશે, પરંતુ જો દુનિયાનું ભાવિ જ તે પ્રકારનું હોય તો ત્યાં અમે નિરૂપાય છીએ; પણ જેઓને જ્ઞાન નથી તેઓ માટે પ્રયત્ન ચાલુ રાખવાની આપણી ફરજ છે. કોઈ અતિશય જ્ઞાની Page #80 -------------------------------------------------------------------------- ________________ 59 - - ૫ : ગુણયુક્ત સમુદાય એ સંઘ ! -5 – – ૫૯ આવીને કહે કે, આમ જ થવાનું છે, તો મૂંગા પણ રહીએ, નહિ તો પ્રયત્ન કરવો જ જોઈએ. છ પ્રકારનો અભ્યતર તપઃ ૧. પ્રાયશ્ચિત્ત : કરેલા પાપ બદલ ગુરુદેવની પાસે પ્રાયશ્ચિત્ત અંગીકાર કરવું તે. ૨. વિનય : જેનો વિનય કરવાનો હોય, તેની સામે ઊંચી આંખે ન જોવાય, એની સાથે ઊંચે સાદે ન બોલાય, ત્યાં તો હાથ જોડાય, મસ્તક નમાવાય, છાતી ઢળેલી હોય, પરિણામ કૂણા હોય, વિનય એ તો મહાગુણ છે. ધર્મનું મૂળ વિનય છે, વિનયના યોગે આઠ પ્રકારનાં કર્મોનો નાશ થાય છે. બધું કામ આઠ કર્મ ખપાવવા માટે છે.. ૩. વૈયાવચ્ચ : શ્રી અરિહંત ભગવંત આદિની ભક્તિ કરવી, સેવા કરવી - ૪. સ્વાધ્યાય : વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા વાંચે, વંચાવે, શંકા પડે તો પૂછે, ફરી પૂછે, મનન કરે. સમજાવે વગેરે સ્વાધ્યાય. ૫. ધ્યાન : શુભ ધ્યાન બે પ્રકારનાં છે : ધર્મધ્યાન તથા શુક્લ ધ્યાન. આર્ત-રૌદ્ર નહિ. આર્ત-રૌદ્ર ધ્યાન એ આત્માનું અહિત કરનારાં છે. આ-રૌદ્ર ધ્યાન ક્યારે જાય ? દુનિયાના સઘળા સારા પદાર્થો મેળવવાની અને - સાચવવાની ઇચ્છા નષ્ટ થાય ત્યારે અને અનિષ્ટ પદાર્થોના વિયોગની, શરીરના દુઃખની અને ભવિષ્યના સુખની ચિંતા, એ ત્રણેયથી બચાય તો આરૌદ્ર ધ્યાન જાય. શુક્લ ધ્યાન અત્યારે નથી, કારણ એ જ છે કે તેના માટેની લાયકાત નથી. અલબત્ત ધર્મધ્યાન જે આત્મા પ્રયત્ન કરે તેને પહેલા ગુણસ્થાનકે પણ આવે છે, બાકી નિરાલંબન ધર્મધ્યાન તો સાતમે ગુણસ્થાનકે હોય છે. દુનિયાની લાલસાથી થતી જિનપૂજા, પૈસા માટેની પૂજા, કોર્ટમાં કેસ ચાલતો હોય અને એમાં જીત મેળવવા નાળિયેર ચઢાવાય, પૂજા કરાય, વેપાર ઠીક ચાલે, મુંબઈમાં જઈએ તો નોકરી સારી મળે, તે માટે દેરે જવાય, રૂપિયા મુકાય, પૂજા થાય આ બધું આર્તધ્યાનમાં જાય છે. દુનિયાના વિષય-કષાયો તથા દુનિયાના પદાર્થો, બધા પ્રત્યેની ઉપાદેય ભાવના નષ્ટ થાય ત્યારે આર્તધ્યાનથી બચાય. બંગલા, બગીચા અને હાટ-હવેલીમાં વાસ્તવિક સુખ નથી. Page #81 -------------------------------------------------------------------------- ________________ * Bh ૯૦ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ મોક્ષ તો મેળવાય ત્યારે ખરો, પણ એ મેળવવા માટે જેટલું તૈયાર છે, તેટલું પામીએ તો અહીં જ મોક્ષસુખનો સ્વાદ અનુભવી શકાય. લક્ષ્મીને અસ્થિર માનનાર, વગર લક્ષ્મીએ પણ સુખી છે અને લક્ષ્મીને પોતાની માનનાર, ઘણી લક્ષ્મીએ પણ દુઃખી છે. દેવ, ગુરુ, ધર્મથી પરાક્ષુખ કરનાર એ લક્ષ્મી મેળવવાની ભાવના છે. આ દેવ, ગુરુ, ધર્મ સૌથી જુદા : દેવને કે ગુરુને પહેરામણી-પધરામણીના ચાંલ્લા ન જોઈએ. પૈસાથી જ ધર્મ થાય તેમ નથી. માત્ર નમવાથી ધર્મ થાય એવો પણ આ ધર્મ છે. લાખ આપે એ જ અહીં આવે, એવું નથી. આવા દેવ, ગુરુ, ધર્મ છતાં વિપરીત અસર કેમ ? એનું કારણ શું ? એનું કારણ એ જ છે કે, અંદર વિષય-કષાયની કામના છે. વિષય કષાયની કામના છે ત્યાં સુધી આર્ત-રૌદ્ર ધ્યાન જાય, એ શક્ય નથી. વિષય-કષાયથી પાછા ફરવાની ભાવના, તે શુભધ્યાન લાવનાર છે. વિષયો ક્યારે છૂટે, કષાયો ક્યારે શકે, એ વિચારવા-તે શુભધ્યાનનું કારણ છે. બંગલા-બગીચા ક્યારે વધે, એવી ભાવના તો માત્ર દુર્ભાન જ લાવનાર છે. ૯ કાઉસગ્ન-કાયોત્સર્ગ એ તો પ્રસિદ્ધ જ છે. બાલપંડિતમરણ અને પંડિતમરણ : શ્રી જિનેશ્વરદેવે ચાવી એવી આપી છે કે, જેને એ વાપરતાં આવડે એ મોક્ષ જાય. અહીં રહે તો પણ સાવધ રહે. દુઃખી ન રહે. શ્રી જિનેશ્વરદેવનો ધર્મ મોક્ષ આપે. આ ધર્મથી મોક્ષ ન મળે ત્યાં સુધી પણ એ ધર્મનો આરાધક કંગાલ ન હોય. ધર્મ ગયો માટે કંગાલિયત આવી. આ દશા કાયમ રહી તો એવું થશે કેપાઘડી તો નહિ રહે પણ માગવાનું ઠામ કે જેને રામપાત્ર કહે છે તે પણ નહિ મળે. તીવ્ર અશુભોદયે ચોમેરથી ત્રાસજનક સમાચાર જ આવે કે પેઢી તૂટી, ઘર ભાગ્યું, બહારથી ખબર મળે કે-વહાણ ડૂળ્યું. છોકરાને પક્ષાઘાત થયો અને મુનીમ પણ હાથ મારીને નાઠો. આ બધું સાથે બને અને પોતે પણ પથારીવશ થાય. એ પોતે પણ આશ્ચર્ય પામે અને આઝંદ કરે કે-આવો અશુભોદય ! પણ બહુ પાપ ભેગું થાય ત્યારે એમ જ થાય. એક એવો અશુભોદય આવે કે, તે બધા જ શુભ સંયોગોને પલટાવે. આખા મજેના ચિત્રામણ પર કાજળની ચપટી જરા ઊડી કે ચિત્રનો જ પલટો. ધર્મી ઉપર અશુભોદય આવે તો પણ ધર્મી સુખી. લક્ષ્મી જાય તો પણ સુખી અને ધર્મ જાય ત્યાં સાહ્યબી હોવા છતાં પણ દુઃખ છે. અશુભ ધ્યાનને ટાળવા માટે Page #82 -------------------------------------------------------------------------- ________________ - ૫ ગુણયુક્ત સમુદાય એ સંઘ ! .5 – પામર લાલસા મૂકવી જોઈએ. તમે રોજ શ્રી વીતરાગદેવ “સમરિમર' પાસે સમાધિમરણ માગો છો ! એ શી રીતે આવે ? “આ મારું ને આ મારું” કરે એને આવે ? દીક્ષા લે એની વિરુદ્ધ પ્રલાપ કરનારને આવે ? એવાને સમાધિમરણ તો ન થાય પણ ભયંકર સન્નિપાત થાય, જિંદગી નષ્ટ-ભ્રષ્ટ થાય અને મહાપાપો બાંધે. સંયમ લેનારનું પંડિતમરણ થાય અને દેશવિરતિ શ્રાવકનું બાલપંડિતમરણ થાય. શ્રી કુમારપાળ મહારાજાને ઝેર આપ્યું હતું; ઝેર ઉતારનારની જડીબુટ્ટી ન મળી; એ ખબર કારભારીએ શ્રી કુમારપાળને આપ્યા. મહારાજા કહે છે કે – “મરવા પણ તૈયાર છીએ; સાધવાનું સાધ્યું છે; ન્યૂનતા કાંઈ નથી. આજે તો તિજોરી ને વીલ-એમાંથી ઊંચા ન આવે, ત્યાં સમાધિમરણ શી રીતે આવે ? કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના થોડા વરસના સહવાસે મહારાજા શ્રી કુમારપાળે આવી સાધના કરી. ગુરુનો સહવાસ આવો કરો, આવો મેળવો અને આવો કેળવો ! બાકી જે ગુરુ કોણીએ ગોળ લગાડે અને મંકોડા આવે તેવું કરે, એ ગુરુ નકામા. એવાના સંગથી માર્યા જશો. સાધુ તમને એમ કહે કે-“અમે ત્યાગી, પણ તમારે ત્યાગ શો ?' તો તમારી દશા ભૂંડી; કારણ કે-આમ તો પાપથી ગભરાતા પણ હતા અને તે પછી તો પાપનો ભય તજી માતેલા હાથી જેવા થાઓ. માટે જો સાધુ જો એમ કહે, તો તમારાથી પણ તે નીચા ઊતરી જાય એટલે ત્યાં ગુરુતા ટકે પણ શી રીતે ? १. कर्तव्यं कृतमर्थना यदि विधेस्तत्रापि सज्जा वयम् ।। - શ્રી જિનમંડન ઉપાધ્યાય કત-કુમારપાળ પ્રબંધ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬ ઃ શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા પાળે, તે સંઘ વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૦, માગસર વદ-૪, શુક્રવાર, તા. ૨૦-૧૨-૧૯૨૯) • ધર્મનું સેવન એ જ સાચું સ્વાતંત્ર્ય છે : • મોહનો ગુણ : • તે, સંઘ બહાર : આજ્ઞારૂપી પડ્યો હોય એ સંઘ : • દીક્ષા કોનાથી છાની અપાય છે ? ધર્મનું સેવન એ જ સાચું સ્વાતંત્ર્ય છે : સૂત્રકાર મહર્ષિએ શ્રીસંઘને નગરની તથા ચક્રની ઉપમા આપીને સ્તવના. કરી તે આપણે જોઈ ગયા. સૂત્રકાર મહર્ષિએ વર્ણવ્યા મુજબ નગરરૂપ તથા ચક્રરૂપ શ્રીસંઘને સદા નમસ્કાર હો. હવે સૂત્રકાર મહર્ષિ શ્રી સંઘને રથની ઉપમા આપે છે. રથની ઉપમાનું અવતરણ કરતાં ટીકાકાર મહર્ષિ આચાર્યદેવ શ્રી મલયગિરિજી મહારાજ ફરમાવે છે કે-“શ્રીસંઘ એ માર્ગગામી હોવાથી તેને રથની ઉપમાથી સૂત્રકાર મહર્ષિ સ્તવે છે.” “જેના ઉપર શીલરૂપી પતાકા ઊડી રહી છે, જે તપ અને નિયમ રૂપી ઘોડાઓથી જોડાયેલો છે અને જેમાં સ્વાધ્યાયરૂપ ભારે પ્રકારનાં વાજિંત્રોનો સુંદર ધ્વનિ થઈ રહ્યો છે, તે ઐશ્વર્યશાલી એવા શ્રીસંઘ રૂ૫ રથનું કલ્યાણ થાઓ !” શ્રીસંઘ, એ ખરેખર જ, શ્રી જિનેશ્વરદેવે બતાવેલ માર્ગે જ ચાલનાર હોવાથી રથ સમાન છે. એ રથની ઉપર પતાકા તરીકે શીલ શોભે છે, તે રથને ખેંચતા અશ્વ તરીકે તપ અને નિયમ છે અને તેમાં વાજિંત્રોના સુંદર ઘોષ તરીકે સ્વાધ્યાય છે. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું વાંચન આદિ એ જ સ્વાધ્યાયની કોટિમાં આવે છે. અર્થકામની કે દેશદેશાંતરની વાતો, એ સ્વાધ્યાયમાં નથી આવી શકતી એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. સાચો સ્વાધ્યાય તે છે કે-જેના યોગે સ્વ, પર અને ઉભયનો આત્મા તપ અને નિયમમાં જોડાય. તથા પરિણામે ૧. “મટું સીપાસિયસ, તવ-નિગમતુર ગુસ્સ ! સંઘરદક્સ માવો, સાવન લિસT Tદા” Page #84 -------------------------------------------------------------------------- ________________ 63 • - : શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા પાળે, તે સંઘ - 6 ––– ૩ સુંદર શીલસંપન્ન બને. જેઓ આજે સ્વાધ્યાયના અદ્વિતીય સાધનરૂપ શાસ્ત્રો ઉપર અરુચિવાળા થાય છે, તપ અને નિયમથી ભડકી ઊઠે છે અને શીલથી તો આઘા જ ભાગવા માગે છે, તેઓ પોતાની જાતને શ્રીસંઘ તરીકે કઈ રીતે માની કે મનાવી શકે છે? શ્રીસંઘની ગણનામાં તે જ આવી શકે છે કે-જે શાસ્ત્રો પ્રત્યે અખંડ રુચિવાળા હોઈ, સ્વાધ્યાયના રંગથી રંગાઈ ગયેલા હોય, તથા તપ અને નિયમના સેવનથી સુંદર શીલસંપન્ન બનવા માગતા હોય. આવા શ્રીસંઘની દૃષ્ટિએ ધર્મ એ ત્રિકાળાબાધિત વસ્તુ છે. વર્ણવ્યા મુજબનો શ્રીસંઘ, શ્રી જિનેશ્વરદેવે પ્રરૂપેલા ધર્મની સેવામાં જ વિશ્વમાત્રનું હિત માને છે. ધર્મનું સેવન, એ જ સાચું સ્વાતંત્ર્ય છે. સ્વતંત્ર બનવા માટે વિશ્વ ધર્મી બનવું જોઈએ. જ્યાં ધર્મ નથી ત્યાં સ્વાતંત્ર્ય નથી. ધર્મની સામે આક્રમણ કરવાનો કોઈને પણ અધિકાર નથી. ધર્મ, એ ચીજ એવી નથી કે, જેમાં સ્વપરનું કલ્યાણ ન હોય. બીજાથી અમને અને અમારાથી બીજાને હાનિ ન થાય, એવી વ્યવસ્થા એ જ સ્વાતંત્ર્ય ને! સજ્જન જીવે ત્યાં સુધી ધર્મ જીવતોજાગતો રહે. તમે કોઈને મારો અને તમને કોઈ ન મારે, એ આશા ખોટી છે. જોર ન હોય તો સામે ન મારે, એ વાત જુદી; સામે ન મારે તો પાછળથી મારે, ઈંટ મારે, કદાચ કોઈ પણ રીતે એ ન ફાવે તો કર્મ તો નહિ જ છોડે. કોઈને પણ દુઃખી કરવાનો કોઈને જ અધિકાર નથી. મોંહનો ગુણ : * સજ્જનને સારી ક્રિયા કરતાં જોઈ કોઈ દુઃખી થાય ત્યાં સજ્જનનો ઉપાય નથી; બાકી કોઈને દુઃખી કરવાનો કોઈને અધિકાર નથી. પણ પોતાના જ સ્વભાવથી કોઈ દુઃખી થાય ત્યાં ઉપાય શો ? એક દાન દે ત્યાં બીજો રૂએ, એમાં દાતાર શું કરે ? એ રૂએ એથી દાતાર કાંઈ દાન બંધ કરે ? જો એ જ નિયમ હોય, તો તો ધર્મનાં દ્વાર સદા માટે બંધ જ કરવાં પડે. એક આદમી મોહ તજે, એમાં બીજાને બળતરા થાય, તેમાં મોહ તજનાર શું કરે? જો ત્યાગ કરનારના નિમિત્તે એ બળતરા માનીએ અને તેથી ત્યાગ કરનારને પાપ લાગે એમ માનીએ, તો તો શ્રી તીર્થંકરદેવને પણ ધર્મ મોકૂફ રાખવો પડે. શ્રી તીર્થંકરદેવ જેવા વીતરાગના સમયે પણ કોલાહલ થતો, તો આજે ન હોય ? ભગવાન સંયમ લેવા જાય ત્યારે અભિષેક કરવા, અલંકાર પહેરાવવા. શિબિકામાં બેસાડવા બધા આવે, પણ એ અલંકારો ઉતરાવવા કોઈ ન આવે, પોતે જ ઉતારે. બધાને સંયમ કરવુ લાગે છે, એટલે મોહમાં પડેલાઓનું જિગર ત્યાં ન ચાલે, એમાં કાંઈ આશ્ચર્ય નથી. Page #85 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ પુણ્યવાન હોય એ તો બધું કરે, પણ સામાન્ય નિયમ એ છે કે, શ્રી તીર્થંકરદેવ અલંકારાદિ જાતે ઉતારે અને સ્વયં લોચ કરે. આ વખતે મોહને લઈને કોઈની આંખમાં આંસુ આવે, પણ તેમાં તે તારક પણ શું કરે ? ૭૪ 64 મોહના વૈરી મોહના મિત્રોને કઈ રીતે રાજી રાખી શકે ? મોહના વૈરીએ મોહના મિત્રને રાજી કર્યો હોય, એવું હજી આ સંસારમાં બન્યું નથી. મોહના મિત્રને રાજી કરવા મોહનો વૈરી કાંઈ તેની પંગતમાં ઓછો બેસે ? શ્રી તીર્થંકરદેવ સંયમ લે ત્યારે પણ ઘણાંની આંખોમાં પાણી આવે. શ્રી તીર્થંકરદેવ જેવા કોમળ, સુકુમાર, અપૂર્વ ભોગસામગ્રીના સ્વામી, એમનો સ્નેહીસંબંધી પરિવાર કેટલો ? એ બધાના હ્રદય ઉપર આઘાત થાય છે. મોહની તો એ ગુણ છે કે, સમ્યગ્દષ્ટને પણ મૂંઝવણ કરાવે. સભા : ભગવાનના ભાઈને મોહ પણ છે અને પોતાની પાસે રાજસત્તાં પણ છે, તો રોકે નહિ ? રોકનારા કરતાં નહિ રોકનારા અનેક ગુણા બળવાન હોય છે. મોહની સત્તામાં રહેલાઓ કરતાં, મોહસત્તા ઉપર જય મેળવનારમાં બળ વધારે જ હોય, એટલે પેલા સત્તાનો ઉપયોગ કરી શકતા નથી અને સાચા સત્તાધીશોને તેવી સત્તાનો ઉપયોગ કરવાનું મન પણ થતું નથી; કેમ કે, સત્તા એ પણ પુણ્યથી મળે છે. તીવ્ર પાપાનુબંધી પુણ્ય હોય એ વાત જુદી, બાકી સત્તા પણ છે તો પુણ્યથી જ પ્રાપ્ય, કારણ કે, સત્તા પણ પુણ્યફળનો જ એક પ્રકાર છે. તે સંઘ બહાર ઃ આજે મોહમગ્ન માણસો, પોતાની જાતને મોટી બતાવવા એટલી મહેનત કરે છે કે, જેનો પાર નથી. એટલી મહેનત જો પોતાની જાતને મોટી બનાવવા માટે થતી હોત, તો આ દશા આજે ન હોત ! ઉપકારીઓ કહે છે કે-‘પોતાની જાતને મોટી બતાવવા મહેનત કરો છો, તે મહેનત મોટી બનાવવા માટે કરો !' આ તો કહે છે કે-‘અમે સંઘ !' શાણા પૂછે છે કે-‘તમારામાં છે શું ? સંઘ, એ તીર્થંકરની જેમ લાખ વાર પૂજ્ય છે. પણ તમારામાં છે કાંઈ ?' પેલા કહે છે કે‘કંઈયે નહિ. પણ અમે તો સંઘ'. તો શાણાઓને સામેથી કહેવું પડે છે કે-‘તો સંઘ નહિ, પણ પાગલ !' વાત પણ ખરી છે કે-અક્કડ છાતીએ અને ઊંચી આંખે, સમજ્યા કર્યા વિના-‘અમે સંઘ’ એમ કહ્યા કરે, એ વસ્તુત: પાગલ જ છે. વસ્તુના પરીક્ષકો દુનિયામાં મરી ખૂટ્યા નથી. ચાર દિવસ કદી વાત ચક્રાવે ચઢે, પણ પાંચમે Page #86 -------------------------------------------------------------------------- ________________ ૬ : શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા પાળે, તે સંઘ - 6 65 પ દિવસે ભાંડો ફૂટી જાય. ‘અમે સંઘ’-એમ કહેતાં જે બહાર આવે તેનામાં સંધત્વ ન હોય તો, સંઘ કહેવરાવવું તો ઘેર ગયું, પણ એ સંઘમાં રહેવા લાયક પણ નથી. એને સંઘમાં રહેવું પણ ભારે છે. કાઢ્યા વગર તે પોતાની મેળે જ બહાર નીકળી ગયેલા છે. ― ઘઉંમાં કાંકરા હોય તો વીણાય, પણ કાંકરાના ઢગલામાં શું વીણાય ? કાંકરામાંથી કાંકરા ન વીણાય. નજરે પડે તો ઘઉં વીણાય. મૂંઝાયા વિના પ્રવૃત્તિ ચાલુ રાખો. પૂરજોશથી પ્રચાર કરો. મોટા નાનાના વાદ વગર સૌ પોતાનો ફાળો આપે, તો જરૂર સુંદર પરિણામ આવે. વગર મહેનતે સુંદર પરિણામ આવે છે, તો જો આપણી મહેનત હોય, તો એવાઓને ઊભા રહેવાની પણ જગ્યા નથી. નગરમાં ચોરથી પેસાય ? ન જ પેસાય ! પણ શાહુકાર જો ઊંઘતા હોય તો નગ૨માંયે પેસે, ઘ૨માંયે પેસે અને તિજોરીનો માલ પણ લઈ જાય. જાગતા હોય તો ચોર બહાર જ રહે. ચોરનો ગુણ એ કે-પહેલાં કાન માંડે. ખાંસીનો ઠસકો આવે તો પણ હાલવા માંડે. ઘરમાં પેઠા પહેલાં ચોરને ભગાડવા માટે ઠંડો કે તલવાર ન જોઈએ; ખાંસીનો ઠસકો બસ છે. ચોરને ભડકાવવા માટે પચીસ જણનાં નામ પણ ગૃહસ્થ દે. પોતાની વસ્તુની રક્ષા માટે શાહુકાર બધું કરે. તેમ જો શાસનની રક્ષામાં તથા શાસનના પ્રચારમાં દરેકનો ફાળો હોય, તો વિરોધીને ઊભા રહેવાની પણ જગ્યા નથી. એમ ન માનો કે-દુનિયામાં બધા ધર્મહીન થઈ ગયા છે. ધર્મ માટે પ્રાણ પાથરનારા પણ પડ્યા છે. મરણ પાછળ કાગળમાં પણ લખાય છે કે-‘ધર્મ કરશે તે સુખી થશે.' મરતાને પણ ધર્મનું શરણ દેવાય છે. દરેક ધર્મશાળા સામાન્યપણે એમ જ કહે છે કે-જે ભગવાનનું નામ લીધું તે ખરું. આ હિન્દુસ્તાનમાં ધર્મ રસાતળ જાય અને સજ્જનો જુએ ? ધર્મ જાય અને સજ્જનો જીવે ? આજે તો ધર્મની વિડંબના જુએ છે, બહુ તો રૂએ અને પછી ‘કરશે તે ભરશે' એમ કહી દે. હૃદયમાં ધર્મની લગની જાગે તો તરત પરિવર્તન થાય. ઘણો વર્ગ તો એવો છે કે-જે નિંદામાં ન ઊતરે : કહે કે-ધર્મની નિંદા નહિ કરીએ. ‘ધર્મ નાબૂદ કરો’-એવું કહેનારા પામર તો થોડા જ ! આજ્ઞારૂપી પટ્ટો હોય એ શ્રીસંઘ : સંઘ કહેવરાવતા આવે તો કહેવું કે-‘અમે સંઘને હાથ જોડીએ, પણ સંઘપણાની નિશાની શી છે ?’ પૂછવું કે-‘તમે કોના ?' બાપના, ગામના, નગરના, કહે એ ન ચાલે; પરન્તુ ભગવાન શ્રી મહાવીરદેવના એમ કહેવું પડે. Page #87 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ પછી પુછાય કે-શાના પર જીવો છો ? આ પ્રશ્નના ઉત્તરમાં જો એમ કહે કેઆજ્ઞા ઉપર ! કદાચ આજ્ઞાને ન અનુસરાય તો પણ વિરુદ્ધ તો ન જ ઊભા રહીએ.” આમ કહે એ શ્રીસંઘ ! એને હાથ જોડાય. પોલીસ પકડવા આવે અને એની પાસે પટ્ટો ન હોય તો જેને પકડવા જાય એ પટ્ટો માંગે, પટ્ટો ન બતાવે તો તેનો હુકમ ન સ્વીકારે, પોલીસ ફરિયાદ કરે અને સાબિત થાય કે-પટ્ટો નહોતો તો પોલીસને જ દંડ થાય અને પેલાને ઇનામ મળે. તેમ જે સંઘની પાસે ભગવાનની આજ્ઞારૂપી પટ્ટો ન હોય, તેને અહીં પણ ન મનાય. જેની પાસે આજ્ઞારૂપી પટ્ટો હોય, એ શ્રીસંઘ. જે આજ્ઞા બહાર હોય એને યોગ્ય શબ્દોથી ઓળખાવાય અને હાડકાંનો ઢગલો પણ કહેવાય. જેટલું કહેવાતું હોય તેટલું કહેવાય. જેને ભગવાનની આજ્ઞારૂપી પટ્ટાની કિંમત નથી એની સજ્જનને કિંમત શી ? શ્રી તીર્થંકરદેવની ગેરહાજરીમાં શ્રીસંઘ તીર્થકરની જેમ પૂજ્ય જરૂ૨, પણ શ્રી જિનેશ્વરદેવે બતાવેલા માર્ગે ચાલે તો ! આ તો કહે કે-દીક્ષાનું શું કામ ? નાનાને અપાય ? આમ નહિ, ને તેમ નહિ.” આવીને શ્રીસંઘ તરીકે કેમ સ્વીકારાય ? ઠરાવમાં તો ત્યાં સુધી લાવ્યા હતા કે ત્રીસ વર્ષ સુધી દીક્ષા ન લેવાય અને ત્રીસ વર્ષ ઉપરની ઉમરવાળાની વાત પણ જુદી. એ પણ રજા લે. શાસ્ત્ર સોળ વર્ષની ઉંમર ગણી, ગવર્નમેન્ટ અઢાર વર્ષની ઉંમર ગણી અને આ બધાએ ત્રીસ વર્ષ કહ્યાં : જાણે પોતાનું જ રાજ્ય ! ધારાના અભ્યાસીઓએ પણ એ ઠરાવને કાનૂન બહાર જણાવ્યો. એની ચર્ચા પણ ન થવા દીધી. જેનો અધિકાર નહિ તેની ચર્ચા શી ? મેં ચાર-છ દિવસ પહેલાં વાત કરી હતી કે-આ લોકો દેશી રાજ્યો તરફ ગયા, એ એક જાતની દોડ છે; ભદ્રિક આત્માઓને ભોળવવાની જાળ છે. કાયદાનું બંધારણ જુદું છે. બધાનો અભિપ્રાય સરખો છે, એમ લાગે તો ધારાથી બાધક છતાં પણ કદાચ કાયદો થઈ જાય. માટે જાગવાની જરૂર છે. ધર્મી તો કહે કે થાય શાનું ! અમે બેઠા છીએ. એમને મન જુદાઈ છે પણ રાજ્યને જુદાઈ નથી. એ તો ઉભયને પ્રજા માને છે. એ તો એમને કહી દે કેતમારે ધર્મ ન કરવો હોય તો ન કરો : પણ કરે તેને ન રોકો !” “દાતાર-દાન કેમ છે ?' એવી ફરિયાદ કપણ કરે તો રાજા સાંભળે ? રાજા તો કહે કે, “તારું પડાવી લેતો હોય તો કહે, બાકી એના ઘરનું આપે છે એમાં તારા બાપનું શું જાય? એવા દાતારથી તો અમારા રાજ્યની આબાદી છે !” * હવે તો આપણે રાજાઓની તથા જગતની સમક્ષ એ બતાવવું છે કે-દીક્ષા, Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭ : શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા પાળે, તે સંઘ - 6 ૩૭ એ દુનિયાની રક્ષક છે અને દીક્ષાના વિરોધીઓ, એ દુનિયાના ઉઠાવગીરો છે : જે હિંસા તજે, જૂઠ તજે, ચોરી તજે, મૈથુન તજે, પરિગ્રહ તજે તે તો દુનિયાના રક્ષક છે. એ કંઈ દુનિયાના ઉઠાવગીર નથી. જેઓ હિંસા કરે, જૂઠું બોલે, ચોરી કરે, કોઈનાં ઘર ફાડે, અનાચાર અને વ્યભિચાર કરે, પૈસા ખાતર દુનિયાનું સત્યાનાશ વાળે, તેઓ દુનિયાના ઉઠાવગીર છે, પણ દીક્ષિતો તો દુનિયાના રક્ષક છે. બંગલાવાળો બંગલો મૂકે અને ઝૂંપડીવાળો ઝૂંપડી મૂકે, એનો વિરોધ કોણ કરે ? પવિત્ર દીક્ષાનો વિરોધ તો જે જાતવાન ન હોય તે જ કરે. ચોરી સામે, જૂઠ સામે હિંસા સામે, અનાચાર સામે અને પ્રપંચ સામે વિરોધ હોય-પણ એ બધાના ત્યાગ સામે, એટલે કે-દીક્ષા સામે વિરોધ કેમ હોય ? દીક્ષા કોનાથી છાની અપાય છે ? 67 આજનો અમુક સંઘ કહે છે કે-‘અમારી રજા કેમ લેતા નથી ?' હું પૂછું છું કે-સહાયકની રજા કોણ ન લે ? સહાયક બનો તો વગર કહ્યે રજા લેશે. સહાનુભૂતિ આપે તો આપોઆપ રજા માગે. ઠરાવ કરો કે-સંયમીની સેવા કરવા સંઘ તૈયા૨ છે. તરત સૌ પૂછે. અમે પણ પૂછીએ, કેમ ન પૂછીએ ? દીક્ષા તો ચતુર્વિધ શ્રીસંઘ સમક્ષ જ આપવી છે ને ? ક્યાં છાની આપવી છે ? શ્રીમંત આદમી ચોર લૂંટારાને પોતાનો માલ ન બતાવે : વાંસળીમાં ઘાલી કેડ઼ે બાંધે : જરા પણ અવાજ ન થાય એ રીતે વાંસળી ભરે; શાહુકારને બતાવે. ઝવેરી પણ જેને તેને માલ ન બતાવે. ગ્રાહક ઓળખીને બતાવે. ઉઠાવગીર માલૂમ પડે તો ના પાડે. ખાતરી ન થાય તો કાલે આવવાનું કહે. જેનો ગ્રાહક તેવો માલ. અમે પણ દીક્ષા, લૂંટારાથી તો છાની જ આપીએ. ખુલ્લી આપીએ તો પણ એવાઓના માટે તો દ્વાર બંધ જ હોય. એમને હરિગજ ન પેસવા દેવાય, કેમકે-તેઓ તો દીક્ષાનો નાશ કરવાને જ ઇચ્છે છે. એવા વિરોધીઓ માટે દરવાજા બંધ છે. દીકરો માબાપને પણ કહે કે-‘સહાયક બનો તો ભલે, નહિ તો ભાગીને લઈશ.’ આમ કહેવાની છૂટ છે. હું આ બોલું છું, એમાં તમને શું સંઘનું અપમાન લાગે છે ? સભા : નહિ જ. લાગતું હોય તો બોલજો : જે હોય તે અહીં બોલજો. ‘હાડકાંનો માળો' વગેરે સંઘને નથી કહ્યું, નથી કહેતો, પણ રખડતા ટોળાને કહેવામાં આવે છે. ધર્મમાં જે પ્રકારનો વર્તાવ કરે છે, એવો જો વ્યવહા૨માં કરે તો ખબર પડે. કોઈ શાહુકારને દેવાળિયો કહે તો ખબર પડે. આચાર્યને ‘સાધુ નથી’ એમ કહી શકે છે ! એક ટોળું એમ કહી દે એની કિંમત નથી. એમને ત્યાં મનાવવા કોણ Page #89 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - 68 ગયું છે ? એવા ચાર નંગ ન માને એની કિંમત પણ શી ? મરચાં-મીઠાંવાળાને ઝવેરાત ના ગમે, માટે ઝવેરાતની કિંમત ઓછી જ ઘટે ? ત્યાગના હિમાયતીને સંસારના પાપરસિયા માને ? જો એવાના હાથમાં રાજ્યસત્તા હોત તો માને તો નહિ, પણ ઘાણીમાંય પીલે ! પણ મારે અહીં કહેવું જોઈએ કે - એવાઓ કદાચ ઘાણીમાં પીલે, તોયે ત્યાગી “જિવાડ” એમ ન કહે. આ શાસનનો કાયદો જુદો. પીલે તે પિલાય; પિલાય તે પિલાય નહિ. પાંચસો પિલાયા તે કેવળજ્ઞાન પામી પૂજ્ય બન્યા અને પીલનારો પાલક પાપી તરીકે લેખાયો. સઝાય આવડે છે ને ? તેલ-મરચાંવાળો રખડેલ જો કીંમતી હીરાની વીંટી પહેરે તો પણ પોલીસ પકડે કે-લાવ્યો ક્યાંથી ? એવાના ગુરુ થવું નથી. પંચક્યાસમાં મુકાવું પડે. પંચક્યાસમાં જેને મુકાવું હોય તેવા ભલે એમના ગુરુ થાય. “આચાર્યએ સાધુ નથી' - એવું કહેનારથી સાધુ તો આઘા જાય. એવાની આનંદપૂર્વક વંદના લે તે પણ સાચો સાધુ નથી. એવાઓને એવા સ્વરૂપમાં ન ઓળખાવતાં ખોટી રીતે પંપાળે, એવા સાધુમાં સાધુતા નથી. સાધુની પાસે આવીને પાપી આત્માઓ મહાલી જાય, તો માનો કે-ત્યાં સાધુતામાં પોલ છે. લક્ષ્મીવાન પણ મુનિની પાસે ઊંચી આંખે ન બેસે. મુનિપણાને તો ચક્રવર્તી પણ નમે છે. હું જે કઠોર શબ્દો કહું છું, તે જેઓ તેવા હોય તેને માટે છે. જેમાં દોષ હોય તેઓ પાઘડી પોતાના માથે લે તેનો ઉપાય શો ? એનું દુ:ખ નથી. ગભરાતો નથી : એ મારું શું લઈ જાય ? હોય તે કહેવું પડે. ઝવેરીના હાથમાં હીરો અને પથરો બે આવે, તો હીરાને હીરો કહે પણ પથરાને શું કહે ? બેયને હીરા કહે તો હું કહું છું કે – એ ઝવેરી નથી. મોતીમાં પણ જેમ કલચરને કલચર અને એબીલને એબીયલ કહો, તેમ પથરાને પથરો કહો-પણ હીરો ન કહો. કોઈ સીધો પથ્થર કહી દે, કોઈ ધીમે કહે, પણ કહે તો પથ્થર જ ! સભાઃ ન કહે એ દાંભિક ને ! તમે જાણો ! સાચો ન્યાયાધીશ વાદી-પ્રતિવાદીઓને સાંભળ્યા પછી, રેકર્ડમાં પુરાવો આવી ગયા પછી, વાદી-પ્રતિવાદીને સાચા સ્વરૂપમાં ઓળખાવ્યા વિના રહે જ નહિ. કાં તો હુકમનામું કરે; કાં તો કાઢી નાખે. હુકમનામું કરે તો પ્રતિવાદિની ટીકા કરે અને દાવો રદ કરે તો વાદિની ટીકા કરે કે-“આ દાવો બનાવટી છે.” સજા પણ કરે : પ્રતિવાદીનો ખર્ચ પણ એના પર નાખે. બધું કરે. સંઘનું સ્વરૂપ જાણનાર તો “આ પૂજ્ય છે અને આ અપૂજ્ય છે, આ આદરણીય છે અને આ અનાદરણીય છે.” એમ જેવું હોય તેવું કહી જ દે ! અસ્તુ. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭ઃ જેને સાધુપણું ગમે તે સંઘ વીર સં. ૨૪૫૭, વિ. સં. ૧૯૮૦, માગસર વદ પક, શનિવાર, તા. ૨૧-૧૨-૧૯૨૯ કમળના રૂપકથી શ્રીસંઘની સ્તવના : ૦િ કર્મમાં માનનાર હૃદય સંયમમાં અંતરાય કરવાનું કેમ ઇચ્છે ? • સાચા નિઃસ્પૃહી તો જૈન મુનિવરો જ છે : • આચાર્ય એ કમળ છે અને શ્રાવકો ભમરા છે : • શ્રીસંઘરૂપ કમળ શ્રી જિનરૂપ સૂર્યના તેજથી જ ખીલે છે : • આચાર્યરૂપી કમળ લોકની શી ચિંતા કરે ? કમળના રૂપકથી શ્રીસંઘની સ્તવના: સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી શ્રી તીર્થંકરદેવ પછી તરત જ પૂજ્યપદે આવતા શ્રીસંઘની નગર, ચક્ર અને રથના રૂપકથી સ્તવના કર્યા પછી, હવે કમલના રૂપકથી સ્તવના કરતાં વર્ણવે છે કે : જે કર્મરજરૂપી પાણીના સમૂહથી બહાર નીકળેલું છે, જેનું શ્રતરત્નરૂપ દીર્ઘ નાળ છે, જેને પાંચ મહાવ્રતોરૂપી સ્થિર કર્ણિકા છે, ઉત્તર ગુણોરૂપી જેની કેસરા છે, શ્રાવકજનરૂપી મધુકરીઓથી જે વિંટાયેલું છે, જે શ્રી - જિનેશ્વરદેવરૂપ સૂર્યના તેજથી વિકસિત થયેલું છે, અને જેનાં શ્રમણગણસાધુઓના સમૂહરૂપ હજાર પત્રો છે, તે શ્રી સંઘરૂપ પદ્મ-કમલનું ભદ્ર થાઓ !” “શ્રીસંઘ'-એ શી વસ્તુ છે, એ સમજવા માટે આ કેવું સુંદર રૂપક છે ? . નગર, ચક્ર અને રથના રૂપક કરતાં, આ રૂપકમાં શ્રીસંઘના સ્વરૂપની ઘણી જ સ્પષ્ટતા થાય છે. દરેક રૂપકમાં એકની એક જ વસ્તુ કેવા કેવા સ્વરૂપે ગોઠવવામાં આવે છે, એનું ખૂબ ધ્યાનપૂર્વક મનન કરવાનું છે. રૂપકોમાં બતાવેલી વિશિષ્ટતાઓ શ્રીસંઘમાં હોવી જ જોઈએ અને જો તે હોય તો હરેકને ૧. “+નનોવિનિયસ, સુરવીનાના ! पंचमहब्बयथिरकत्रियस्स, गुणकेसरालस्स ।।७।।" . "सावगजणमहुअरिपरिवुडस्स, जिणसूरतेयबुद्धस्स । संघपउमस्स भदंसमणगणसहस्सपत्तस्स ।।८।।" - નંદિસૂત્ર Page #91 -------------------------------------------------------------------------- ________________ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – માટે તે પૂજ્ય જ છે. એમાં આનાકાની કોણ કરે ? સમ્યગ્દષ્ટિ આત્માઓ જ્યાં ત્યાં શિર ન જ ઝુકાવે, એમાં કશું જ આશ્ચર્ય નથી. સૂત્રકાર મહર્ષિએ ભિન્ન ભિન્ન રૂપકોમાં બતાવેલી વિશિષ્ટતાઓથી સર્વથા શૂન્ય સમુદાયોને “શ્રીસંઘ” તરીકે કોઈ પણ કલ્યાણનો અર્થી આત્મા પોતાનું શિર ન જ ઝુકાવે એ તદ્દન સ્વાભાવિક જ છે. આ જુદાં જુદાં રૂપકોથી કરવામાં આવતું શ્રીસંઘનું વર્ણન જો ધ્યાનપૂર્વક સાંભળવામાં આવે, તો એક નાનામાં નાનો બાળક પણ શ્રીસંઘના સ્વરૂપથી પરિચિત થઈ જાય અને આ રીતે પરિચિત થયેલો આત્મા કદી જ સ્વેચ્છાચારી સમુદાયને “શ્રીસંઘ' તરીકે માનવાને લલચાય નહિ. વ્યવહારમાં સાચો વેપારી જેમ ઉઠાવગીરથી વેપારનો સંબંધ ન રાખે અને સ્પષ્ટ સંભળાવી દઈને અલગ રહેવાનું સૂચવી દે, તેમ અહીં પણ કલ્યાણનો અર્થી, શાસ્ત્રથી બેપરવા બની યથેચ્છપણે વર્તનારાઓને સ્પષ્ટપણે સંભળાવવા યોગ્ય સંભળાવી દઈ, પોતાથી અલગ રહેવાનું બેધડકપણે સૂચવી દે. શાહુકાર જેમ શાહુકાર સાથે જ સંબંધ રાખે, તેમ સમ્યગુષ્ટિ આત્મા પણ સુસંઘ સાથે જ સંબંધ રાખે ! શાહુકારને દેવાળિયા સાથે સંબંધ રાખવો ન પાલવે તેમ સમ્યગુદૃષ્ટિ આત્માને પ્રભઆજ્ઞાથી વિપરીત રીતે વર્તી સંઘત્વહીન બની ગયેલા સમુદાયો સાથે સંબંધ રાખવો ન જ પાલવે. કમલ જળના સમૂહની ઉપર રહેતું હોવાથી, જળના સમૂહમાંથી નીકળેલું છે એ પ્રતીત છે. તેમ શ્રીસંઘ પણ અલ્પસંસારી હોવાથી કર્મની રજરૂપ પાણીના સમૂહથી બહાર નીકળેલ છે. કમલ જેમ નાળના યોગે જ પાણીથી બહાર આવી શકે છે, તેમ શ્રીસંઘરૂપ કમલ પણ શ્રતરત્નરૂપ નાળના યોગે જ કર્મરજરૂપ પાણીના સમૂહથી બહાર આવી શકે છે; કમલ જેમ કર્ણિકા, કેસરા અને પત્રથી શોભે છે, તેમ શ્રીસંઘરૂપ કમલ પણ પાંચ મહાવ્રતોરૂપી કર્ણિકા, ઉત્તર ગુણોરૂપી કેસરા અને સાધુસમુદાયરૂપ પત્રોથી જ સુશોભિત છે. કમલ જેમ સૂર્યના તેજથી વિકસિત થાય છે, તેમ શ્રીસંઘરૂપ કમલ પણ શ્રી જિનેશ્વરદેવરૂપ સૂર્યના તેજથી ખીલેલું હોય છે અને કમલની ચારે બાજુ જેમ ભમરીઓનો સમૂહ ગુંજારવ કરતો જ હોય છે, તેમ શ્રીસંઘરૂપ કમલની ચારે બાજુ પણ શ્રાવકજનરૂપી ભમરાઓનો સમૂહ ગુંજારવ કરતો જ હોય છે. કર્મમાં માનનાર હૃદય સંયમમાં અંતરાય કરવાનું કેમ ઇચ્છે ? પ્રથમ વિશેષણમાં સૂત્રકાર મહર્ષિએ ફરમાવ્યું કે-શ્રીસંઘરૂપ કમલ કર્મરજરૂપ પાણીના સમૂહથી ઉત્પન્ન થયું છે. આથી કર્મની સત્તા સ્પષ્ટ થાય છે. કોઈ જન્મે ત્યાં કર્મ માનો; મરે ત્યાં કર્મ માનો; એ જ રીતે કમાય ત્યાં, Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭ : જેને સાધુપણું ગમે તે સંઘ - 7 ૭૧ ગુમાવે ત્યાં, માંદો પડે ત્યાં, કોઢાદિક રોગ ઉત્પન્ન થાય ત્યાં, લક્ષ્મી આવે કે જાય.ત્યાં, અકસ્માત થાય ત્યાં, આગ લાગે ત્યાં, બધે જ કર્મ માનો; પાંચ જન્મે અને પાંચ મરે ત્યાં કર્મ માનો; તાજો પરણીને ઘેર આવે અને મરી જાય ત્યાં કર્મ માનો; અને કોઈ દીક્ષા લે ત્યાં કર્મ ન માનો એમ ? 71 દીકરીને પરણાવનાર બાપ જમાઈને એમ કહે ખરો કે-મરવું હતું તો પરણ્યો શું કામ ?' સસરો એ મડદા ઉપર ફરિયાદ કરે કે નહિ ? કહોને કે-નહિ જ ! તો પછી બત્રીસ ક્રોડની વસ્તીમાંથી બાર મહિને બે, પાંચ કે પંદર આત્માઓ સંયમ અંગીકાર કરનાર નીકળે, તેની સામે ‘પાછળ આ છે અને તે છે, એને મૂકીને સંયમ લે કેમ ?' આ જાતની બુમરાણ શા માટે ? શું જન્મીને મરી જનારા બધા વાંઝિયા મરે છે કે પાછળ મૂકીને ? મરવું છે, એ જો નક્કી છે તો એ બૂમ મારનારા કુટુંબ ઊભું કાં કરે છે ? ઘણાઓ કુટુંબ મૂકીને મરી ગયા, મરી જાય છે, એ નજરેભાળે છે, છતાં આંધળા થઈને કુટુંબને ભેળું શું કામ કરે છે ? ત્યાં તો કહે છે કે-‘ભેળું તો ક૨વું, પછીની વાત ભાગ્યના હાથમાં !' કર્મને માનનારાની દશા કઈ હોય તે સમજાવો ! કર્મથી જ્યારે બધી વાત કબૂલ રાખો છો, તો સમયનો સ્વીકાર પણ શુભોદયથી થાય છે, એ માનવામાં વાંધો શો ? રોગી બને તે કર્મથી, સુખી-દુ:ખી કે પૈસાવાળો અગર ભિખારી બને તે કર્મથી, એમ માનો છો તો એ રીતે જેને મહાશુભનો ઉદય હોય, તે પ્રભુના માર્ગે જવા ઇંતજાર બને, સંસા૨માંથી બહાર કાઢનારનો સંયોગ એને સાંપડે અને એ સંસાર છોડી ત્યાગી થાય, તેની બુમરાણ કરવાનું કારણ શું ? કોઈના ભાગ્યમાં એ હોય તો એમાં વાંધો શો ? સભા : સંસારમાંથી ઓછો થાય ને ! સંસારમાંથી ઓછો નથી થતો, પણ હજારોને સન્માર્ગે ચડાવનાર એક વધે છે. આટલું પણ જે ન સમજે, તે શ્રી જિનેશ્વરદેવના સંઘમાં રહેવા માટે લાયક નથી.’-આ એક વાત અને બીજી વાત એ છે કે ‘સંયમના પાલનથી આત્માઓ મોક્ષે જાય અને આ કારણે જો સંસારમાંથી આત્માઓ ઓછા થાય, તો તેમાં હરકત પણ શી છે ?' અનંત દુઃખમય આ સંસારથી મુક્તિ પામે એ પણ જેને ખટકે, એવા હીનભાગી આત્માઓને શ્રી જિનેશ્વરદેવના શાસનમાં એક ક્ષણ પણ રહેવાનો અધિકાર નથી, એ તો તદ્દન સ્પષ્ટ જ છે. કાં તો તમને કમળ જેવા બનાવવા છે, અગર તો તમને ભમરા જેવા બનાવવા છે. બેમાંથી એક રૂપ ન બને એને કોઈ પણ પ્રકારે શ્રીસંઘમાં ૨હેવા માટે સ્થાન નથી. ભમરીઓનો સમૂહ કમળની ફરતો ગુંજાવર કરે, પણ Page #93 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ કાકારવ ન કરે, કમળમાંથી રસ લઈ જાય, પણ કમળને કરમાવે નહિ. કર્મને માનનારા આત્માઓ બધે કર્મ માને અને સાધુ થાય ત્યાં ન માને એમ બને ? કાણો, કૂબડો કે કોઢિયો થાય ત્યાં કર્મ માને, પણ કોઈ સાધુ થાય ત્યાં ભોળવણી માને ? આ તે કર્મને માન્યું કહેવાય કે કર્મની મશ્કરી કરી કહેવાય ? જેવું ત્યાં કર્મ માને, તેવું અહીં કેમ ન માને ? કર્મના યોગે સંસાર છે-મરજીથી નથી. મરજી તો આખી મુંબઈના માલિક થવાની હોય, પણ કોઈ ઊભા પણ રહેવા દે તેમ નથી. પોતાની મરજી મુજબ ચાલી શકે તેવી વ્યક્તિ દુનિયામાં કોઈ હોય તો બતાવો ! મરવાની મરજી કેટલાંને હોય ? અને મરે છે કેટલાં ?? ૭૨ 72 સભા : આપઘાત કરે તે તો મરજીથી ને ? એ પણ જરા આપઘાત કરનારને પૂછો તો ખરા ! રોઈરોઈને, બળી બળીને આપઘાત થાય છે. કમાડ વાસીને આપઘાત કરનારની દશા તો તપાસો ! અનિચ્છાએ પણ મરવું પડે છે. લાખ્ખો જાય, એવી મરજી કોઈની હોય ? ન હોય. પણ કૈંકના જાય છે ને ! મરજી મુજબ વર્તી શકે એવું દુનિયામાં કોઈ નથી. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું પાલન ધારે તો મરજીથી થાય તેમ છે. લાખ્ખો સંબંધીને પણ મરજીથી છોડી શકાય છે. પકડી રાખનારા પણ છોડી છોડીને ગયા. દીક્ષા લેનારા મરજી મુજબ ચાલનારા સ્વતંત્ર કે તમે ? સાચા સ્વતંત્ર કોણ ? સંયમમાં સ્વાતંત્ર્ય છે. કર્મની પરતંત્રતા છોડાવનારું ઉત્તમ સાધન દીક્ષા છે. કોઈ સંયમ લેવા જાય, ત્યાં પુણ્યશાળીથી આડખીલી ન થાય. કમળ જેવા સંઘની ઉત્પત્તિ કમળરૂપ કાદવથી અને વૃદ્ધિ ભોગરૂપ જળથી, પણ કમળ રહે બેયની ઉપર : અંદર ને અંદર રહે તો એ કમળ કમળ નહિ, અંદર અથડાય, સડે એ કમળ નહિ, અધ્ધર રહે એ કમળ. કાદવમાં જ રહે, એ કીડા. અમે ઇચ્છીએ કે, તમે કીડા ન રહો. કાં કમળ બનો, કાં ભમરા બનો. આજે તો કહે છે કે, ‘અમને બહાર કેમ કાઢો છો ?’ તમારે બહાર નીકળવું નથી અને અમારે બહાર કાઢવા છે એ માટે આ બધી મહેનત છે. કમળ કાદવમાંથી ઉત્પન્ન થાય, પાણીથી વધે, પણ રહે તો બહાર જ. આપણી બધાની ઉત્પત્તિ કર્મ૨જરૂ૫ પાણીના સમૂહમાંથી ! આત્મા ઉપર કર્મ લાગેલાં ન હોત તો આપણે અહીં ન હોત ! જન્મ, મરણ-એ બધું કર્મ છે માટે છે ને ? જન્મે, મરે, ત્યાં કર્મથી થયું એમ માને; ત્યાં ફરિયાદ નહિ, દારિત્ર્ય આવે ત્યાં ભાગ્યને ભળાવે, પણ ફરિયાદ નહિ, તાવ આવે, શ્વાસ ચડે, મરવા પડે, ત્યાં ફરિયાદ નહિ. રાજ્ય જાય, ભટકતા જાય, ત્યાં ફરિયાદ ન કરે. કપાળે હાથ મૂકે, માત્ર કોઈયાગી થાય ત્યાં ફરિયાદ, ત્યાં કર્મ નહિ ! કહો, આ કઈ દશા ? Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭ : જેને સાધુપણું ગમે તે સંઘ - 7 જિંદગીથી જે માથા ઉપર અસ્ત્રા ફેરવાવો છો, તે માથા ઉપર જ્ઞાનીનો હાથ ફેરવાવવામાં શું પાપ છે ? બધે કર્મ માનો અને દીક્ષામાં ન માનો, તો કહો કે, કર્મ ઉપર શ્રદ્ધા જ નથી. દુનિયા બધી જેમાં ફસી છે, એમાંથી કોઈ પુણ્યાત્મા ખસે તો એનું એ સદ્ભાગ્ય, એમ માનવામાં વાંધો શો છે ? કોઈ રાજા થાય, એમ.ડી. થાય, બૅરિસ્ટર થાય, તો ત્યાં સદ્ભાગ્ય માનીને વખાણ કરે અને કોઈ પુણ્યવાન સાધુ થાય, એમાં ‘આ શું ?’ - એવો ઘોંઘાટ કેમ ? કોઈ ગ્રેજ્યુએટ થાય, ઉજાગરા કરીને-ક્ષયને આમંત્રીને પરીક્ષા પાસ કરે, એના માટે ખૂબ પ્રશંસા ! ડીગ્રીધરોનાં લીસ્ટ વાંચીને ‘આ આટલા થયા અને આ આટલા થયા’એમ બોલનારને પૂછો કે-એ બધા ક૨શે શું ? સભા સાહેબ ! કેટલાક કહે છે કે, આપની આવી વાતોથી જૈનો રિબાઈ રિબાઈને મરી જશે ! 73 ૭૩ હું કહું છું કે-આવી વાતોથી કોઈ મરે જ નહિ. રિબાઈ રિબાઈને તો તે મરે, કે જેઓ અર્થ-કામ માટે હાયવોય કરે. જૈનો જન્મીને ન મરે પણ સાધીને મરે. હાય બાપ કરી, મારું ઘર-મારી સ્ત્રી વગેરે ‘મારું મારું કરી મરે, એ જૈન નથી. ‘નાસ્તિ મમ જિશ્વિત્' એ ભાવનાએ મરે એ જૈન. આ દુનિયામાં એવો કોઈ નથી કે જે મરજી મુજબ વર્તે. કોઈ જન્મે, કોઈ મરે, કોઈ રોગી થાય, કોઈ ભિખારી થાય, કોઈને ક્ષય થાય કોઈનું હાર્ટફેઈલ થાય, કોઈ બદમાશ-લુચ્ચા અને જુગારી બને, કોઈ ચોર-લૂંટારા અને નાદાર બને અને કોઈ અનાચારી થાય છે, ત્યાં કોઈનો પોકાર નથી, પણ ‘ફલાણાએ દીક્ષા લીધી કે લે છે’-એમ સંભળાય કે તરત દયાળુ દેવતાઓ આકાશમાંથી ઊતરી પડે, ફાવે તેમ લખે, આમથી તેમથી ખેંચી તાણીને બનાવટી કલંકો ગોઠવે. એવી ભયંકર વાતો લખે કે-જેના જેના માટે લખે તેના ગામનાને તો એવી કાંઈ ખબર પણ ન હોય. નામ ‘કલ્પિત કથા' રાખે. આદમીને પશુ લખે અને પશુને આદમી બનાવે. ઇતિહાસ કે શાસ્ત્રના પ્રમાણ વગરનું મનગમતું લખાણ, ને બચાવ પણ કે મજબૂત કે-કલ્પિત કથા લખી હતી. આ દશા આજની છે. તમે એમ માનો છો કે-બૅરિસ્ટરો વગેરે જેમ વધે તેમ જગતનો ઉદય છે ? માત્ર પેટ ભરવાની કેળવણીથી જગતનું કલ્યાણ થયું નથી, થતું નથી અને થવાનું નથી એ નિશ્ચિત છે, એમ હું કહું છું. કર્મની થીયરી સમજનારાની સ્થિતિ કેવી જોઈએ, તે સમજાવું છું. સાધુ એવી કઈ ભયંકર વસ્તુ છે, તેનાથી એવો કયો નાશ થવાનો છે, કે જેથી એની સામે પોકાર ! નવી વસ્તુ માટે જ પોકાર-એમ નિર્ણય હોય તો સંખ્યાબંધ નવા ડીગ્રીધરો બને છે, ત્યાં કરો પોકાર ! અને પોકાર ન Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૪ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - - 74. કરવો હોય તો, તમારે સાબિત કરવું જોઈએ કે-તેઓ ત્યાગી પુરુષોની માફક જગતનું ભલું જ કરનારા છે, કેવળ નિઃસ્વાર્થી જ છે, તદ્દન પરમાર્થી જ છે, અને પેટ ભરવાની પરવા વિનાના છે. કર્મનો ઉદય, કર્મની થીયરી માનતા હો તો સંયમ માટે પણ એ માનવું પડશે. શુભોદય હતો તો મુનિ મળ્યા : વધારે શુભોદયે મુનિનો સંસર્ગ રૂ, પુણ્યવાન હતો માટે સંયમના પરિણામ થયા. વધારે પુણ્યવાન હતો માટે સંયમની પ્રવૃત્તિ કરી અને સંસાર છોડ્યો. એવા પુણ્યશાળી આત્મા માટે આડખીલી કેમ થાય ? વસ્તુ સમજાઈ જાય તો પુણ્યશાળી આત્માઓના પુણ્યકાર્યમાં આડખીલી કરવાની ભાવના થાય જ નહિ. સાચા નિઃસ્પૃહી તો જૈન મુનિવરોઃ આજના તો કેટલાકો કહે છે કે-“પગભર થાઓ, પગ પર ઊભા રહો !” તેઓને પૂછો કે, મોટરમાં ફરનારો પગભર કે પગે ચાલનારા મુનિવરો પગભર? પગભર તો દુનિયામાં માત્ર જૈન મુનિવરો છે, કે જેઓને દુનિયાની કશી જ પરવા નથી. રેલ, મકાન, મોટર, દેશ, ગામ, નંગર, ઘર, કુટુંબ કશાની જેને પરવા નહિ. એ જ પગભર ! ચાલે પણ પગે : માથાના વાળ પણ હાથે ખેંચે. જેને હજામ કે ધોબી કંઈ ન જોઈએ. મોટરમાં બેસી ઘૂમનારા એ પગભર અને પગે ચાલી પરમાર્થ માટે વિશ્વમાં વિહરનારા, એ ભારરૂપ એમ ? ઇતરને પણ ભંભેરનારા આ આપણા નામચીન છે, નહિ તો ઇતર તો જૈન મુનિને દેખી હર્ષઘેલા બને ! ઇતર તો પરિચયમાં આવે તો તમારાથી ત્રણગુણા નમે. જૈન કુલમાં જન્મેલા છતાં, તેઓને સાચા નિઃસ્પૃહ મુનિવરોની કિંમત નથી, એનું કારણ તુચ્છ સ્વાર્થવાસના જન્મી તે સ્વાર્થમાંથી જન્મેલા પાપના યોગે જ પરમપવિત્ર અને સંસારતારક સાધુસંસ્થા ખટકે છે. દુનિયામાં અનેક આત્માઓ જન્મે, અનેક જાતિનાં માણસો હોય, અનેક ડીગ્રીધર બને, એ રીતે થોડા આત્મા જૈન મુનિ બને, એ ડીગ્રીને ધારણ કરે, ત્યાં હાનિ શી ? જેને વધારવાની ઇચ્છા રાખો, તેને જોઈને વધારો. કોણ વધે તો લાભ ? દુનિયાનો ઇતિહાસ વાંચો. હૈયાં ખોલીને વાંચો ! કોણ વધે તો જગત ઉપર ઉપકાર થાય ? બધા તિજોરીવાળા થાય એ ઉદય ? એક તિજોરી ભરાય ક્યારે ? એક સોલિસિટર જીવે ક્યારે ? આ બધું વિચાર્યું ? જેને વધારવા ઇચ્છો, તે કોના ઉપર જીવે છે તે જુઓ. જૈન સાધુઓ કેવળ માધુકરી પર જીવે છે. આગ્રહ એનો પણ નથી. જ્યાં જાય ત્યાં ધર્મલાભ દે; ઘો એમ કહે છે? નહિ; પોતે “ધર્મલાભ દે, સામો આપે Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭ : જેને સાધુપણું ગમે તે સંઘ - 7 ૭૫ અને કલ્પ્ય હોય તો લે. મળે તો સંયમપુષ્ટિ, ન મળે તો તપોવૃદ્ધિ. કોઈ ધક્કો મારે તો ‘તારું’ પણ કલ્યાણ થાઓ’-એમ કહીને પ્રસન્ન ચિત્તે પાછા ફરે. આવા તા૨ક મુનિવરોને ભારરૂપ કહેનાર જ ભારરૂપ છે. સ્વાર્થીઓને વધારવાની ભાવના, એ જ અધોગતિની નિશાની છે. 75 પોતાના પગ ઉપર ઊભા રહેનારા ઊભા કરવા માગતા હોય, તેઓએ સમજવું જોઈએ કે-પગભર ઊભું રહેનારું જીવન એ જૈન મુનિ જેવું દુનિયામાં અન્ય કોઈનું પણ જીવન નથી. ખરેખર, કોઈ પગભર હોય તો એક જૈન મુનિ જ છે, એવું જગતના ચોગાનમાં સાબિત કરવા હું તૈયાર છું. આ મુનિવરની વાત છે હોં ! મુનિના વેષમાં પતિત હોય તેની વાત નથી. મુનિવેષમાં છુપાયેલા કોઈ અનાચા૨ીની આ વાત નથી. જે મુનિપણામાં છે, એવા જૈન મુનિ જેવા પગભર આ દુનિયામાં બીજા કોઈ શોધ્યા પણ મળે તેમ નથી. સભા એમ કંહે છે કે-‘માગીને ખાવું છે, છે કંઈ ફીકર ?’ ન જૈન મુનિનો ભિક્ષાધર્મ જુદા પ્રકા૨નો છે. એ તો ધર્મલાભ દે. સામો ભિક્ષા દે તો લે, નહિ તો પ્રસન્નતાથી ચાલી નીકળે. મેં કહ્યું તેમ મળે તો સંયમપુષ્ટિ માને અને ન મળે તો તપોવૃદ્ધિ માને. જરા પણ દીનતા ન આણે. જૈન મુનિની ભિક્ષાવૃત્તિ ઉચ્ચ કોટિની છે. શ્રી જિનેશ્વર દેવના મુનિનું જીવન દુનિયામાં શોધ્યું મળે તેમ નથી. એમાં આડખીલી કરવી, એના જેવી બીજી એક પણ અધમતા નથી. સાધુની સંખ્યા જો સારા પ્રમાણમાં થાય, તે કેટલાક મૂર્ખાઓ એ પોતાને માટે ત્રાસરૂપ સમજે છે; કારણ કે-સાધુઓ વિષયકષાયની સામગ્રીથી દૂર હોવાનો ઉપદેશ આપનાર છે. તેઓ કેવળ ધર્મના જ પ્રખર પ્રચારક છે. ધર્મ બધી સંસા૨વાસનાઓ ઉપર અંકુશ મૂકે છે. કર્મના બંધનમાં પડેલા બધાને બહાર કાઢવા, એટલે કે-મોક્ષે પહોંચાડવાની ઇચ્છા એ સાધુ પુરુષોની છે; અને એ ભાવના શ્રી જિનેશ્વરદેવના શાસનના અનુયાયી તરીકે છાજતી છે. - અહીં મુદ્દો એ છે કે-કાં તો તમે કમળ બનો, કાં તો ભ્રમર બનો. બેય ન બનો તો કહું છું કે તમારું કમભાગ્ય છે. શ્રી સંઘરૂપી કમળ કર્મથી પેદા થાય અને ભોગરૂપ પાણીથી વધે, પણ ૨હે ક્યાં ? બહાર. સંઘરૂપ કમળ એટલે સાધુઓ અને તેમાં પણ સ્વામીપદે વિરાજતા આચાર્યદેવ, એ ભ્રમરૂપ શ્રાવકજનોને તો જોઈએ જ ? કમળ વિના ભમરો જીવે શી રીતે ? એ કાંઈ ઓછા જ વિષ્ટા આદિને ચૂંથે ? ભમરા માટે તો કમળ જ જોઈએ. ઉત્તમ કમળના અભાવે સામાન્ય કમળ, છેવટે ફૂલ તો ખરું. જે ટોળું કમળને ઉખેડે એ સંઘ કહેવાય ? નહિ જ. ભ્રમરો કમળનો રસ પીએ, પણ કમળને ખરાબ કરવાનું કામ ભ્રમરોનું તો નહિ જ. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – - 76 - હવે એ તો સ્પષ્ટ થઈ જ ગયું કે-મુનિવરોના નાયક રૂપે વિરાજતા આચાર્ય, એ જ કમળ તરીકે મુખ્ય રીતે આવી શકે છે. કમળ નાળ ઉપર જ રહી શકે. નાળના બળે જ કમળ પાણીની બહાર આવી શકે છે. શ્રીસંઘરૂપી કમળની નાળ મૃતરૂપ રત્ન છે. શ્રતરત્નરૂપી નાળ વિના શ્રીસંઘરૂપ કમળનો પ્રાદુર્ભાવ જ નથી. શ્રતરત્નના ટકાવ ઉપર જ શ્રીસંઘનો ટકાવ છે. શ્રીસંઘરૂપ કમળની શ્રતરત્ન રૂપ નાળ અખંડિત જ રહેવી જોઈએ. જેને શ્રતરત્નની કિંમત સમજાય તેને બીજા રત્નની પરવા નથી. બીજાં રત્નો તો મારી નાખે અને આ રત્ન સાચું જીવન સમર્પે. આ શ્રતરત્ન તો સાવધાન રાખે અને સાથે આવે. પેલાં રત્નો તો બેભાન બનાવે અને સાથે ન આવે. દુનિયાનાં રત્નોમાં લુંટાવાનો ભય, કારણ કે એને ચોરનાર ચોટ્ટા ઘણા. આ રત્નને કોઈ ન લૂટે અને જે લૂંટે તે પણ ન્યાલ થઈ જાય. આથી શાંતિદાયક રત્નો આ ! તમારાં રત્નો તો અશાંતિના ઉત્પાદક અને પંચેન્દ્રિયને એકેન્દ્રિય જેવા બનાવે એવાં !! શાશ્વત સુખના સ્વામી બનાવે એવાં રત્નોની સેવા કરો, કે જેથી આત્મા કર્મરૂપ પંકથી લેપાય નહિ અને સંસારમાં રખડે નહિ. મૃતરૂ૫ રત્નનો સેવક પાપથી ડરે : કર્મરૂપ કાદવથી ડરે : એમાં પગ ન નાખે. શ્રતરત્ન, એ શ્રીસંઘરૂપ કમળનું નાળ છે. પંચમહાવ્રતરૂપ સ્થિર કર્ણિકા શ્રીસંઘરૂપ કમળને હોય અને વચ્ચે ઉત્તર ગુણરૂપ કેસરા હોય; એ કમળ શ્રાવકશ્રાવિકારૂપી ભમરાથી વીંટાયેલું હોય. ભમરા તો કમળનો રસ લે. એ સિવાય એને બીજો અધિકાર નથી. સાધુ ઘણા તેમ એને તો સારું કે-ઠામઠામ ઉત્તમ કમળની પ્રાપ્તિ થાય. જે એ શ્રીસંઘરૂપ કમળની પાછળ ફરે નહિ, તે શ્રાવક નહિ ! જે એ કમળને ઇચ્છે નહિ અને તેની વૃદ્ધિને આડે આવે તથા તેને જોઈને પણ નાક મરડે, એ શ્રાવક નહિ. શ્રાવક રૂપ ભમરાઓ તો શ્રીસંઘરૂપ કમળની આસપાસ ગુંજારવ કરે. પણ કાકારવ ન કરે, ભમરા જ્યાં ગુંજારવ કરે ત્યાં આનંદ હોય. દૂર ઊભેલાને પણ ત્યાં દોડી આવવાનું મન થાય. શ્રીસંઘકમળ શ્રી જિનસૂર્યના તેજથી જ ખીલેઃ હવે એક મુખ્ય વાત રહી. કમળ ખીલે ક્યારે ? શ્રી જિનેશ્વર દેવરૂપ સૂર્યના તેજથી સ્પર્શાઈને જ ખીલેલું એ કમળ હોય. સૂત્રકારે કાંઈ પણ બાકી રાખ્યું છે ? શ્રીસંઘરૂપ કમળ ખીલે છે, તે શ્રી જિનેશ્વરદેવરૂપી સૂર્યના કિરણથી, શ્રી જિનવાણીથી. ગૃહસ્થોથી જીવે છે કે ખીલે છે, તેમ ન માનતા. તમે પોતે એના આધારે જીવનારા છો. એ હોય તો જ જીવી શકો. એના વિના Page #98 -------------------------------------------------------------------------- ________________ m – ૭ : જેને સાધુપણું ગમે તે સંઘ - 7 – ૭૭ (જૈન સંઘ તરીકે) જીવવાનો હક્ક જ નથી. શ્રી જિનેશ્વરદેવરૂપ સૂર્યના કિરણથી ખીલે તે જ શ્રીસંઘરૂપ કમળ. જ્યાં અને ત્યાં શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા જ્યાં ન હોય, એવાને શ્રીસંઘ તરીકે માનવા કોઈપણ સજ્જન તૈયાર ન હોય, એ સહજ છે. મનઃકલ્પિત વાતો કરનારાઓને પોતાની જાતને માને, તેને શ્રીસંઘ તરીકે સૂચના કે સલાહ આપવાનો જરા પણ અધિકાર નથી. કારણ કે તે તેમ કરવા માટે લાયક જ નથી. - તમે ભમરારૂપ બનો તો શ્રીસંઘમાં તમારું સ્થાન, કાગડારૂપ બનો તો નહિ. કમળ પર કાગડા આવે તો ચાંચ મારે, તેનાથી રક્ષણ તો કરવું પડે. એવી સામગ્રી પણ રાખવી પડે, કે જેથી એની ચાંચ બુઠ્ઠી થાય પણ કમળને નુકસાન ન થાય. ઉત્તમ વસ્તુનો નાશ કરવા કાગડા તો કા...કા.. કરી મૂકે; કોઈ ગાંડો ‘મેં શ્રાવકને કાગડા કહ્યા–એમ ન માની લે : હું તો “કાગડા ન થવું જોઈએ” – એમ કહું છું. હું તો એમ ઇચ્છું છું કે તમો સૌ કમળ થાઓ ! છો તૈયાર ? જો કમળ ન બનાય તો ભમરા બનો પણ કાગડા તો ન જ બનો, એમ કહું છું. આવી સામગ્રી મલ્યા છતાં ભમરા બનવાને બદલે કાગડા ન બનાવાય, એમ હું ચેતવું છું. આચાર્યરૂપી કમળ લોકની શી ચિંતા કરે ? શ્રીસંઘરૂપ નગર ધર્મીને રહેવા માટે લાયક છે. ધર્મનો અર્થ જ શ્રીસંઘરૂપ નગરમાં રહેવાને લાયક છે. શ્રીસંઘરૂપ ચક્ર સંસારનો છેદ કરવા સમર્થ છે. શ્રીસંઘરૂપ રથ સંસારરૂપ અટવીમાંથી પાર ઉતારવા સમર્થ છે અને શ્રીસંઘરૂપ કમળ એ મસ્તકે ચઢાવવા લાયક છે. કેવાં મજેનાં રૂપક છે ! આચાર્ય ભગવાનું કમેળરૂપે છે. એ પણ જો શાસ્ત્રને બાજુએ મૂકે, તો એ પણ કમળરૂપ નથી ! કર્મરૂપ કાદવમાં એ રગદોળાઈ ગયેલ છે !!! એ શાસનમાંથી દૂર થવાને લાયક છે !!! અને જો તે સીધેસીધા દૂર ન થાય તો શક્તિ અજમાવીને પણ દૂર કરવા યોગ્ય ગણાય એમાં કશી જ શંકા રાખવી નહીં. - “જિનેશ્વરદેવ તો પચીસસો વર્ષ પહેલાં થયા છે : એમની વાત અત્યારે ચાલે ? એ તો ત્યાગ કહે, પણ બધું જોવું જોઈયે.' - એવું કહેનાર શ્રી જિનેશ્વરદેવના શાસનમાં શ્રીસંઘરૂપ કમળની કોટિમાં નથી. જેને ત્રિકાળવંદન કરીયે, તે જો શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા (તજ) ન સહે, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાઓને પ્રકાશમાં મૂકવાને બદલે આખું જગતું જેમાં ફસી રહ્યું છે એજ પાઠ જગતને ભણાવ, તો તેવાઓને શ્રી જિનેશ્વરદેવના સંઘમાં કમળ તરીકે ઓળખાવી શકાતાં નથી ! ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ તો શ્રી Page #99 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ તીર્થંકરદેવની સાથેની સરખામણીમાં આચાર્યને નવ રીતે ઓળખાવ્યા છે, એ પણ પ્રસંગે કહેવાશે. .૭૮ 78 આચાર્ય લોકની ચિંતા ન કરે. ‘આણે ખાધું શું ?, પીધું શું ?, પરણેલો છે કે કુંવારો ?’ એવી ચિંતા ધર્મગુરુથી ન થાય. ધર્મી બનાવવાની ચિંતા કરવી, એ લોકચિંતા નથી પણ શાસનની ચિંતા છે. બંગલા, બગીચા, હવેલી તથા દુકાનની ચિંતામાં સ્વપરનું કાંઈ ભલું નથી, પણ ઊલટો નાશ છે. ‘મોટરમાં બેસનારા પણ જિનમંદિરે પગે ચાલીને આવે, છ'રી પાળી તીર્થયાત્રા કરે, પર્વતિથિએ પૌષધ કરે અગર વેપાર તજી ધર્મ સાંભળે’-આવું આવું આચાર્ય કહે..‘આવાં શેઠ મોટરમાં ન બેસે તો કોણ બેસે ? એ બે સ્ત્રીઓ ન પરણે તો કોણ પરણે ? - શ્રાવકનો દીકરો હોટલમાં જાય તો બગડ્યું શું ? - સામાયિક-પડિકમણું ન થાય તો વાંધો શો ? વ્યાખ્યાનમાં ન અવાય તો પણ શું ? વેપા૨માં આગળ વધો, ડીગ્રીધર બનો, એમ.ડી.એમ.એસ. અથવ્રા બારએટ લો બનો.’ આવું કહેનારા સાધુ હોય તો એ સાધુ નથી પણ વેવિડંબક છે. આથી જ ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી સંબોધ પ્રકરણમાં ફ૨માવે છે કે : - “ચિંતફ ન જોખ્ખું" “લોકના કાર્યની ચિંતા કરે નહિ.” અસ્તુ. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮ઃ શરણ કોને અપાય અને કોણ આપી શકે ? વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૦, માગસર વદ-૭, રવિવાર, તા. ૨૨-૧૨-૧૯૨૯ • ધર્મ કોણ કહેવાય ? શરણે આવેલાને શરણ આપે તે શ્રીસંઘ છે : • શરણ કોને અપાય? • પાંચેય પરમેષ્ઠિ દીક્ષાવાળા જ છે : • સંઘને આધારભૂત આગમ છે : વડીલની આજ્ઞા ન માને છે અને અયોગ્ય આજ્ઞા માને; એ બન્નેય પુત્ર છે : • એક સોલિસિટરનું કથન અને તેનો પ્રતિકાર : • હિતકર મનુષ્ય પ્રેમ વિરાગીને હોય કે રાગીને હોય ? • ધારાશાસ્ત્રી શા માટે ? • સાચું સુખ જ પ્રભુના શાસનમાં છે : ધર્મ કોણ કહેવાય ? - સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી શ્રી તીર્થંકરદેવ પછી શ્રીસંઘને પૂજય માની, સ્તુતિમય ગાથાથી શ્રી સંઘનું સ્વરૂપ બતાવે છે. શ્રીસંઘને પ્રથમ વગરની ઉપમા આપી. ખરેખર, દરેક ધર્મી આત્માને વસવા માટે શ્રીસંઘ એ નગરરૂપ છે. ધર્માત્માને વસવા માટે શ્રી તીર્થંકરદેવે શ્રીસંઘરૂપ નગરની સ્થાપના કરી છે. દરેક ધર્માત્માઓનું રક્ષણ શ્રીસંઘરૂપ નગરમાં થાય. જ્યાં ધર્માત્માઓનું - રક્ષણ ન થાય, એ શ્રીસંઘ જ નથી. ધર્મીના રક્ષણ માટે શ્રીસંઘ એ નગરરૂપ છે. ધર્મની આરાધનાના સાધનમાં ત્રુટિ હોય, તો શ્રીસંઘનગર પૂરી પાડે, કેમકે-એ નગરમાં ઉત્તર ગુણરૂપ મકાનોનો તોટો નથી, શ્રુતજ્ઞાનરૂપ શેરીઓ ઘણી છે અને રક્ષણ માટે ફરતો અખંડ ચારિત્રરૂ૫ કિલ્લો પણ મજબૂત છે. એવા સુંદર નગરમાં ધર્મીને હરકત પડે જ નહિ. ધર્મી તે કે – જે સંસારને દવા માંગે. સંઘનગરમાં બીજાને સ્થાન નથી. - આ શ્રીસંઘરૂપ નગરની વાત છે, બીજા નગરની વાત નથી. શ્રીસંઘરૂપ નગરનો કિલ્લો અખંડિત રહેવો જોઈએ. અખંડ ચારિત્રરૂપ કિલ્લાનો ભંગ થાય તો એ નગરનો પણ ભંગ થતાં વાર ન લાગે અખંડ ચારિત્રરૂપ કિલ્લો Page #101 -------------------------------------------------------------------------- ________________ 80 ૮૦ - સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ - સાચવવાની તો શ્રીસંઘની ફરજ છે. આખા નગરનો રક્ષક તો એ કિલ્લો છે. એ નગરમાં રસ્તા અનેક છે, મકાનો પણ પુષ્કળ છે અને શ્રુતરત્નરૂપ લક્ષ્મી પણ અઢળક છે, શ્રીસંઘ નગરના આશ્રિતને શ્રીસંઘ નગર આ બધું પૂરું પાડે, ન હોય એને આપે, જેની પાસે હોય તેને ખીલવે અને એને જો કોઈ બહારથી લૂંટવા આવે તો શ્રીસંઘ એને રક્ષણ આપે. “અહીં ધરમબરમની વાત ન કરવી, ચારિત્રની વાયડી વાતો અહીં નહિ ચાલે, ચોવીસસો વર્ષ પહેલાંનું શ્રુતજ્ઞાન આજે ઉપયોગી નથી, ઝીણી વાતો આજે કરવી નકામી છે.” - આવો ઘોંઘાટ શ્રીસંઘરૂપ નગરમાં ન જ હોય. નગર કોને કહેવાય? જેમાં શાહુકાર વસે છે કે માત્ર લૂંટારા જ વસે છે ? લૂંટારા વધે, બધા જ લૂંટારા બને, તો તો એ નગર નગર મટી જાય અને ચોરની પલ્લી તરીકે ઓળખાય. વસ્તુના રૂપકને જો બરાબર સમજીએ, તો આપણી ફરજ સમજાય. કોઈને તકલીફ ન પડે અને વિશ્રાંતિથી રહેવાનું સ્થાન મળે, એને નગર કહેવાય. હવે ધર્મી કોણ કહેવાય ? સંસાર તજવાની ભાવના વગરનો એ ધર્મી ? કેવલ દુનિયાના પદાર્થો જ મેળવવાની ભાવનાવાળો ધર્મી ? વસ્તુત: એ ધર્મી જ નથી. જે ધર્માને શ્રીસંઘરૂપ નગર સ્થાન આપે, તે ધર્મ વિષયકષાયરૂપ સંસારને છેદવાવાળો હોય. ન છેદી શકાય તો પણ છેદવાની ભાવનાવાળો તો હોય જ ! જેનામાં એ ભાવના પણ ન હોય, તેને શ્રીસંઘરૂપ નગરમાં સ્થાન શી રીતે મળે ? એ તો જ્યાં-ત્યાં રખડ્યા કરે. રખડપટ્ટી માટે ક્ષેત્ર બહોળું છે. ચોરાશી લાખ જીવયોનિ છે. જેને સંસારનો ભય લાગ્યો હોય તે અહીં આવે : જેને સંસારમાં મ્હાલવું હોય તેનું અહીં કામ પણ શું ? નકામો ડખો શા માટે ? શાહુકારે સાફ દેવું જોઈએ કે-લૂંટારાને માટે અમારી પાસે સ્થાન નથી : નીતિપૂર્વક શાહુકારીથી રળી ખાવું હોય તો જ અહીં સ્થાન છે ! શરણે આવેલાને શરણ આપે તે શ્રીસંઘ છે? સંસારને છેદવાની ઇચ્છાવાળો શ્રીસંઘનગરમાં વસવા આવે : જેને ન છેદવો હોય તે ભલે બહાર રહે ! જે સંસારથી ભય પામે તે અહીં આવે : ભય પામીને આવેલાને શ્રીસંઘરૂપ નગર જરૂર રક્ષણ આપે. જંગલમાંથી એક ભીલનું છોકરું, જંગલી જનાવરથી ભય પામીને નાઠું. માનો કે એની પાછળ વાઘ પડ્યો છે અને દોડ્યું. દોડતું દોડતું એ નગરના દરવાજે આવ્યું. ત્યારે શ્રીસંઘ એને અંદર પેસવા દે કે બાપની આજ્ઞા લેવા મોકલે ? “જા, તારા બાપની રજા લાવ, રજા વગર દાખલ ન કરવાનો અમારો કાયદો છે.' પેલો કહે કે Page #102 -------------------------------------------------------------------------- ________________ કન – ૮ : શરણ કોને અપાય અને કોણ આપી શકે? 8 – ૮૧ પણ વાઘ પાછળ પડ્યો છે.” તોયે આ કહે કે “પણ અમારો તો આ કાયદો.” આવો કાયદો કરનારા સંઘમાં ગણાય કે સંઘ બહાર ગણાય? મરવા પડેલાની રક્ષા માટે બાપની આજ્ઞા લેવા જવાનું વિધાન આ શાસનમાં નથી. વ્યવહારમાં પણ તેવું નથી. બાપ પણ દુનિયામાં ક્યાં એક પ્રકારના છે ? ઇરાદાપૂર્વક મારી નંખાવનારા પણ બાપ હોય છે. મરતા દીકરાની ઉપેક્ષા કરનારા, દીકરાને ભીખ માંગતો બનાવનારા, પોતાના સ્વાર્થ માટે બાળકનું સત્યાનાશ વાળનારા પણ બાપ હોય છે. સાપણ પણ એનાં બચ્ચાંની માતા જ છે ને ? પણ એ પોતાનાં બચ્ચાંને જ ખાઈ જાય. આથી જન્મતાંની સાથે જ એ બચ્ચાં ભાગે છે. એ આજ્ઞાભંજક ખરાં ? સાપણ બાળકને જન્મ આપે ત્યારે બધાં બચ્ચાં ભાગવા માંડે. ભાગે તે જ બચે. જે ત્યાં રહે તેને તો તે ખાઈ જાય. માની સોડમાં પેસે એ મરે. * - જ્યાં સાપણ જેવા સ્વભાવવાળા માબાપ હોય ત્યાં આજ્ઞા લેવા જવાનું કહેવાય ? પેલો બાળક કહે કે-“આજ્ઞા લેવા જાઉં તો ત્યાં જ રહું.” ત્યારે આ કહે કે – “એ ગમે તેમ પણ અમારો તો એ કાયદો છે, એ ન તોડાય ! આવો કાયદો કરનારા અજ્ઞાનશિરોમણિ છે. સર્વજ્ઞના શાસનનો આ કાયદો હોય ? હોય જ નહિ! આજ્ઞાનો આવો અર્થ કરનારા અજ્ઞાન છે, પામરો છે, એ પામરો આજ્ઞાનું સ્વરૂપ સમજતા નથી. શરણ કોને અપાય? : “જેને મારતાં દયા ન આવે એવા સાપણ જેવા સ્વભાવવાળાં માતાપિતા રજા આપે તો જ રક્ષણ અપાય નહિ તો ભલે મરે” - આવો કાયદો કરનારા, આવું કહેનારા ઉપકારી છે કે ઉપકારીના વેષમાં રખડતા અણસમજુ વૈરીઓ છે? શ્રી જિનેશ્વરદેવે કરેલી આજ્ઞાનો આવો ભયંકર અર્થ કરાય ? શ્રી જિનેશ્વરદેવનાં શાસનમાં આજ્ઞા માનવાની જે વાત છે તેનો આવો અર્થ કરે કે - “સાપણ જેવાં માબાપના બાળકને આજ્ઞા વગર રક્ષણ ન જ દેવું.” - તો તો કોઈને રક્ષણ જ નહિ અપાય. ધર્મીને રક્ષણ દેવાની શ્રીસંઘની ફરજ છે કે નહિ ? છે જ, કારણકે-શ્રીસંઘ ધર્માનો અને ધર્માર્થીનો રક્ષક છે. અધર્મીના પંજામાંથી છોડાવે તે શ્રીસંઘ છે પણ અધર્મીના હાથમાં ધર્માત્માને આપે એ શ્રીસંઘ નથી. પોતાના શરણાગતને દુશ્મનના હાથમાં સોંપે એ ક્ષત્રિય નથી. ચેડા મહારાજા શા માટે લડ્યા? એમણે યુદ્ધ રાજ્ય માટે કર્યું? માનપાન માટે કર્યું? નહિ જ, શરણાગતને દુશ્મનના હાથમાં ન સોંપાય તે માટે કર્યું. એની ખાતર Page #103 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ રાજ્ય જાય, જાન જાય, તે હા-પણ શરણે આવેલાને પાછો તો ન જ સોંપાય. શરણાગતને પાછો આપે એ ક્ષત્રિય કુળ-કલંક લગાડનારો કહેવાય. શ્રીસંઘ રાજા છે, એને શરણે ધર્માર્થી આવ્યો, પાછળથી અધર્મના માર્ગે નાખનારા એને પકડવા આવ્યા, તો શ્રીસંઘ શું કરે ? ધર્માર્થીને કિલ્લામાં સંતાડે, એને બચાવવા માટે બહાર પહેરો મૂકે. ‘અમે શું કરીએ !' એમ કહ્યું ન ચાલે. નગર બનનારે ઉત્તમ આત્માઓને રક્ષણ આપવું જોઈએ. એટલી શરત કે-એ નગરનું શરણ લેનારો-એ નગરમાં વાસ માગનારો, વિષય-કષાયરૂપ સંસારને છેદવાની ભાવનાવાળો જોઈયે. ૮૨ 82 પાંચેય પરમેષ્ઠી દીક્ષાવાળા જ છે ઃ સંસારને છેદવાની ભાવનાવાળો હોય, એ જ શ્રીસંઘ નગરમાં વાસ માગે; સંસાર છેદવાની ભાવનાવાળો કદાચ ન હોય, તો તેને પોષવાની ભાવનાવાળો તો ન જ જોઈયે; એ છેલ્લામાં છેલ્લી હદ છે. પાપને પોષવાની બુદ્ધિ તો એનામાં ન જ જોઈએ ! શરૂઆતમાં બનવાજોગ છે ક-સંસારનું સ્વરૂપ ન સમજાય ત્યાં સુધી એને છેદવાની ભાવના ન થાય; પણ એનામાં પાપને પોષવાની વૃત્તિ તો ન જ હોય; એટલે એ માર્ગાનુસા૨ી થયો માટે એ પણ સંઘનગરમાં આવી શકે. ધર્માર્થીની સંસાર છેદવાની ભાવનાને પૂરી કરવા માટે, એને કિલ્લામાં રક્ષણ આપ્યા પછી, શ્રીસંઘ એ ચક્રનું કામ કરે. ભગવાનનું જ્યાં શાસન હોય, ત્યાં જ એ નગ૨. શાસન ન હોય ત્યાં એ નગરનો નાશ જ થયો છે, એમ સમજવું. શ્રીસંઘરૂપ નગર પોતાના આશ્રિતને રક્ષણ આપી પછી ચક્રનું કામ કરે. શ્રીસંઘ, એ ચક્ર બની આશ્રિતને સહાયક થાય. શ્રીસંઘ સંસાર છેદવામાં સહાયક કરે, પણ સંસારને પોષવાની વાતમાં કદી સામેલ ન થાય ! રક્ષણ આપીને પણ શ્રીસંઘ રક્ષિતનો સંસાર વધે તેવી કાર્યવાહી ન કરે. સંસારરૂપી અરણ્યમાં ભટકતા આત્માને મોક્ષ નગરે પહોંચાડવા માંડે શ્રીસંઘ રથનું કામ કરે. નગર તરીકે તો જે આવે તેને રાખે, આવે એના હાથમાં ચક્ર તરીકે બને પણ જંગલમાં ભૂલા પડેલા આત્મા માટે તો સંઘ એ ૨થ બને. શ્રીસંઘને ચોથી ઉપમા કમળની આપી. આ ઉપમામાં સંઘ, સ્વરૂપની સ્પષ્ટતા પૂરી થાય છે. શ્રીસંઘના નાયકપદે સૂરિમહારાજા એટલે મુખ્ય તો એ જ કહેવાય. શ્રી અરિહંતદેવ તો નિર્વાણ પામ્યા. શ્રી સિદ્ધ ભગવાન પણ સઘળાંય કર્મોનો ક્ષય કરીને મુક્તિપદે બિરાજ્યા છે. ત્યારે હવે વર્તમાનમાં વિચરતા ‘આચાર્ય’, ‘ઉપાધ્યાય’ અને ‘મુનિવર’ - આ ત્રણ પુણ્યપુરુષો છે. આપણે ‘શ્રી અરિહંત, સિદ્ધપ૨માત્મા, આચાર્યદેવ, શ્રી ઉપાધ્યાય અને સાધુ મહારાજ' - Page #104 -------------------------------------------------------------------------- ________________ a૩ – ૮: શરણ કોને અપાય અને કોણ આપી શકે? 8 – ૮૩ આ પાંચ પરમેષ્ઠિના પૂજક છીએ. આ પાંચમાં કોઈ પાઘડીવાળા છે ? મિલવાળા, બંગલા-બગીચાવાળા, લાડી, વાડી કે ગાડીવાળા, કંપનીવાળા, મોટરવાળા દેશ-પરદેશની પેઢીઓવાળા અથવા તો બેન્કર્સ એવા મોટા મોટા કોઈ એમાં છે ? કહોને કે-પાંચેય દીક્ષાવાળા જ છે. દીક્ષા વિનાના એક પણ નથી. આ પાંચને પૂજનારા તરીકે પોતાને ઓળખાવનારા, દીક્ષાનો વિરોધ કરે એનો અર્થ શો ? કેવલ આત્મહિતની સાધના કરે તે સાધુ. જેટલા અંશે દુનિયાની સાધના, તેટલા અંશે સાધુતાનો નાશ. દુનિયાના કોઈ પણ પદાર્થની લાલસા વિના, દુનિયાના સઘળા સંયોગ તજી, કેવલ મોક્ષની સાધનામાં રહે એને જ નમસ્કાર કર્યો છે. તે સિવાય બીજાને ત્યાં સ્થાન નથી. પાંચમાંથી એક પણ દીક્ષા વિનાના નથી. જે પાંચે પરમેષ્ઠિને નમીએ છીએ, પૂજીએ છીએ અને સ્તવીએ છીએ, તે પાંચે દીક્ષિત છે એ તો ખાતરી છે ને ? શ્રી અરિહંતદેવ થયા તે પણ સંયમ લઈને થયા. સિદ્ધ ભગવાન પણ દીક્ષા લઈ કેવલજ્ઞાન પામીને મોક્ષે ગયા. સાધુલિંગ પામ્યા વિના કેવલજ્ઞાન થયા પછી તરત નિર્વાણ પામે. તેવા મહાપુરુષને દ્રવ્ય સંયમ નહિ, પણ ભાવ સંયમ તો તેઓને પણ ખરું જ. શ્રી આચાર્ય ભગવાન પણ સાધુ છે, શ્રી ઉપાધ્યાય ભગવાન પણ સાધુ છે અને મુનિ ભગવાન પણ સાધુ છે. એ બધાય દીક્ષિત જ છે.! ગૃહસ્થપણામાં કોઈને સાધુપણું આવી જાય એનો ઇન્કાર નથી, પણ ગૃહસ્થપણું એ સાધુપણાનું કારણ નથી. સાધુપણું પ્રાપ્ત કરવા માટે ઘરને સાધનરૂપ મનાય ? ઘરમાં રહેનારની મમતા છૂટે તો સાધુપણું આવી જાય એ વાત ખરી, પણ મમતા છૂટવાના સાધન તરીકે ઘરને ન જ, મનાય. આચાર્યદેવ એ શ્રીસંઘમાં નાયક પદે છે. તે પરમતારકો 'પંચાચારનું પાલન કરે અને કરાવે. શ્રી ઉપાધ્યાય, એ આગમના વેદી અને ભણાવનાર. સાધુ પોતે મોક્ષમાર્ગ સાધે અને મોક્ષમાર્ગના સાધકને સહાયક થાય. ઉપાધ્યાય તથા સાધુ પણ આચાર્યની આજ્ઞાને માને. એવા આચાર્ય ગૃહસ્થની આજ્ઞાને માને, એમ ? શ્રી આચાર્યના ગુણોનું વિવરણ અવસરે કરીશું. ટૂંકમાં, આચાર્યના ગુણોથી વિશિષ્ટ આચાર્યદેવની આજ્ઞામાં ઉપાધ્યાય તથા સાધુ રહે. એવા આચાર્યને પોતાની આજ્ઞા માનવાની વાતો ગૃહસ્થ કરે, એ શ્રી સંઘ બહાર ખરા કે નહિ ? શ્રીસંઘને આધારભૂત આગમ છે? " પાઘડીવાળાનું પદ મોક્ષમાર્ગમાં ઊંચું નથી. દુનિયાની અપેક્ષાએ માનો કે - ટોપીવાળાના પદ કરતાં પાઘડીવાળાનું પદ ઊંચું છે; પણ મુક્તિના માર્ગમાં તેમ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૪ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ -- નથી. શ્રી દશાર્ણભદ્ર તથા શ્રી સુધર્મા ઇંદ્ર બેય મુકુટવાળા હતા. પણ શ્રી દશાર્ણભદ્ર મુકુટ ઉતાર્યો કે તરત તેમને સુધર્મા ઇંદ્ર નમ્યા. “એ કાયદો આ શાસનમાં છે. સુધર્મા ઇંદ્રનો મુકુટ મોટો હતો, એ અસંખ્યાત દેવોના સ્વામી હતા, છતાં પણ શ્રી દશાર્ણભદ્ર મુકુટ ઉતાર્યો કે તરત, સુધર્મા ઇંદ્ર શ્રી દશાર્ણભદ્રને નમ્યા. આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુને પણ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞારૂપી મુકુટ છે. કમળના સ્થાને આચાર્ય છે. કમળ પેદા થાય કાદવમાં, વધે પાણીથી, પણ કાદવ તથા પાણી ઉભયને તજીને બહાર આવે. ઉપર રહે. જો કમળ અંદર રહી જાય તો કીડાની જેમ ચગદાઈ મરે. કમળ કાદવ અને પાણીમાંથી ઊંચે ક્યારે આવે – એ મહાપ્રશ્ન છે. જેમ નાળ ઉપર ચોંટી રહેલું અને અખંડિત નાળવાળું જ કમળ બહાર આવે અને સજ્જનને આનંદ પમાડે, તેમ શ્રીસંઘરૂપ કમળ પણ પોતાના અખંડિત શ્રતરૂપ નાળના યોગે જ બહાર આવે. જે શ્રી સંઘરૂપ કમળ મૃતરૂપ નાળને ન વળગી રહે, તે ક્યાં જવા સરજાયેલું છે ? જેને શ્રુતરૂપ નાળ ઉપર રહેવું ન હોય અને જે અત્યારે “શ્રુતબ્રુત” ઉપયોગી નથી, એમ કહે-એ કમળ ક્યાં જાય ? એ કમળ સજ્જનને શરણ લેવા લાયક નથી, સજ્જનના મસ્તકે રહેવા લાયક નથી. એ તો પાણીમાં પડી ભીંજાઈ, કાદવમાં કોહવાઈ જઈ કીડાનો ભોગ થવા સરજાયેલું છે. શ્રીસંઘરૂપ કમળની શ્રુતજ્ઞાનરૂપી નાળ અખંડિત જોઈએ. જીવનના છેલ્લા શ્વાસ સુધી તે નાળને વળગી રહેવું જોઈએ. શ્રીસંઘરૂપી કમળની આધારભૂત નાળ એ આ આગમ છે. માટે જ સંઘમાં આગેવાન પદે બેઠેલા સૂરિ પણ શ્રુતના બળે જ ચાલે. વડીલની આજ્ઞા ન માને અને અયોગ્ય આજ્ઞા માને એ બંનેય કુપુત્ર છે ! હવે મુદ્દા ઉપર આવો. માબાપની આજ્ઞા શા માટે માનવી એ સમજાવો. પોતાના ભલા સાથે માબાપના ભલા માટે એ આજ્ઞા માનવાની છે. જે આજ્ઞાથી પોતાના ભૂંડા સાથે માબાપનું પણ ભૂંડું થાય તે આજ્ઞા પણ માનવી-એમ ? શાસ્ત્રમાં વિધાન છે કે-સાધુને દેખતાં જ હાથ જોડવા એમ ન કરે તે વિરાધક ! પણ સાથે જ કહ્યું કે-સાધુ ઉન્માર્ગે હોય એવું પોતે જાણ્યા છતાં, કોઈ ખાસ કારણ સિવાય હાથ જોડે તોયે એ વિરાધક ! સાધુને માનવા એટલી જ આજ્ઞા પકડીને વેષમાં રહેલા ગમે તેવા આચાર-વિચારવાળા માત્ર મુનિ નામધારીને પણ માને અને પૂજે-એ પ્રભુ માર્ગના નાશક કે પાલક? સાધુ પૂજ્ય હતા, પણ એમાંથી પૂજાવાપણાનો ગુણ ઊડી ગયા પછી પણ, જેઓ કેવળ દૃષ્ટિરાગના જ Page #106 -------------------------------------------------------------------------- ________________ ~ ૮ : શરણ કોને અપાય અને કોણ આપી શકે ? -8 —— ૮૫ કા૨ણે અગર સ્વાર્થના કા૨ણે માને છે-પૂજે છે, તે માર્ગના નાશક છે. ગુરુની આજ્ઞા માનવી એ વિધાન છે, પણ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ જતી આજ્ઞા કરે તો ? 85 સભા । માનવી. જ તો એ જ રીતે માબાપની પણ આજ્ઞા માનવાનું વિધાન છે, કેમકે-એમાં જ ઉભયનું હિત છે. પરિણામે હિતકારી આજ્ઞા ક૨વામાં મા-બાપનું હિત છે ને એવા આજ્ઞાપાલનમાં બાળકનું હિત છે ! હિતકર આજ્ઞા ન કરે એ બાળકનાં મા-બાપ બાળકના ઘાતક છે અને હિતકર આજ્ઞા ન માને એ બાળક ગુન્હેગાર છે. બાળક ઉન્માર્ગે ન જાય એ માટે મા-બાપને આજ્ઞા કરવાની છે. હેતુ બરાબર સમજો. શાસ્ત્ર કહ્યું કે-ગુરુ શિષ્યને સારણા (ભૂલેલું યાદ કરી આપવું), વારણા (અશુભ કાર્યથી રોકવું) ચોયણા (પ્રેરણા કરીને જાગ્રત કરવું), પડીચોયણા (વારંવાર પ્રેરણા કરીને જાગ્રત આદિ કરવો), વિગેરે ન કરે તો પ્રાયશ્ચિત્ત આવે. માબાપ પણ યોગ્ય આજ્ઞા ન કરે તો દોષના ભાગીદાર છે. ગુરુ તથા માતાપિતાની આજ્ઞાનો હેતુ એ હોય કે-શિષ્ય તથા બાળક સન્માર્ગે જાય અને ઉન્માર્ગથી બચી જાય. ગુરુ કે માતાપિતા શિષ્ય કે બાળકના સન્માર્ગમાં વિઘ્ન ન કરે. યોગ્ય આજ્ઞાના પાલનનું બાળક તથા શિષ્ય માટે વિધાન કર્યું. એ વિધાનને આઘું મૂકીને વર્તવાનો સમય આવે ત્યાં શું કરવું ? ગુરુ તથા માતાપિતા અહિતકર આજ્ઞા કરે, તો એમણે એમનું તો બગાડ્યું પણ એવી આજ્ઞાનું પાલન કરનાર પોતાનું તથા ગુરુ અગર માતા-પિતાનું (પોતાના માલિકનું) પણ બગાડે છે. પોતાના ગુરુ તથા મા-બાપનું પણ ભૂંડું ન થાય એ ઇરાદે એમની કરેલી અહિતકર આજ્ઞા ન માનવી, એ શિષ્ય તથા પુત્રની ફરજ છે. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ જતી આજ્ઞા ગુરુ તથા માબાપ કરે, એ જાણવા છતાં શિષ્ય અથવા બાળક (પુત્ર) માને, તો પોતાના આત્માના ઘાત સાથે, ગુરુ અથવા માબાપના આત્માનો પણ ઘાત ક૨ના૨ થાય છે. યોગ્ય આજ્ઞા કરવામાં માતાપિતાનું, પોતાનું તથા પોતાના બાળકનું પણ કલ્યાણ સમાયેલું છે અને યોગ્ય આજ્ઞાનું પાલન કરવામાં બાળકનું પણ કલ્યાણ સમાયેલું છે, માટે શ્રી જિનેશ્વરદેવે એ વિધાન કર્યું. પુત્ર માબાપની ભક્તિ કરે, સેવા કરે, બધું કરે. શાસ્ત્રે કહ્યું કે-માતાપિતાની આજ્ઞા ન માને તે પુત્ર જ નથી, પણ સાથે સાથે જ શાસ્ત્ર એ સંભળાવી દીધું કેએ જ માતાપિતા અહિતકર આજ્ઞા કરે અને એ આજ્ઞાને જો બાળક અહિતકર જાણે છતાં માને, તો એ બાળક પોતાનું બગાડવા સાથે માબાપનો પણ ઘાતક થાય છે. આ ન સમજીએ તો શાસ્ત્રની ચાવી હાથમાં ન આવે. Page #107 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ નાનું બાળક તો બાપ જ્યાં ઉતારે ત્યાં ઊતરે, જ્યાં મોકલે ત્યાં જાય, કેમકેએને ખાતરી છે કે આ બાપ છે. એ હરકત થાય ત્યાં તો મોકલે જ નહિ ! પણ એ જ બાળકને શંકા થાય કે - ઘ૨માં ઓરમાન માતા આવી છે અને બાપાજી એને આધીન છે, તો બાપ દીવાનખાનામાં મોકલે તો પણ બાળક એકદમ ત્યાં ન જાય! ‘રખે ત્યાં મારા ન ગોઠવ્યા હોય !' એવી શંકા એ બાળકમાં આવે ! બાળક તો બાપ મોકલે ત્યાં ચુપચાપ જાય, પણ જાણે કે-મા બીજી છે અને બાપાજી એમાં લીંન છે, તો પછી બાપાજી મોકલે ત્યાં એ બાળક ન જાય, મોકલે તો પણ આડે-અવળે ફરી આવીને ખોટું બોલે કે-જઈ આવ્યો, કેમકે-એને ડગલે ને પગલે કાવતરાની શંકા હોય. જેમ ગુરુમાં ગુરુતા, તેમ માબાપમાં માબાપપણું હોય તો આજ્ઞા માનવી. માબાપની યોગ્ય આજ્ઞા ન માને એ કુપુત્ર, પણ માબાપની અયોગ્ય આજ્ઞા માને એ પણ વાસ્તવિક રીતે કુપુત્ર છે ! ૮૬ 86 એક સૉલિસિટરનું કથન અને તેનો પ્રતિકાર સભા એક સૉલિસિટર મને કહેતા હતા કે-‘રામવિજયને તો દુઃખગર્ભિત વૈરાગ્ય છે, માટે એની વાણી સચોટ છે; માટે એ સંસારને દુઃખમય કહી લોકને હેરાન કરે છે અને એથી એમનામાં કાંઈ મનુષ્યપ્રેમ નથી.' વૈરાગ્ય ત્રણ પ્રકારના છે : તેમાંથી એ સૉલિસિટર પોતાની જ્ઞાનચક્ષુથી મારા વૈરાગ્યને દુઃખગર્ભિત વૈરાગ્ય કહે છે ! વધુમાં એ સૉલિસિટર એમ પણ કહે છે કે - ‘દુ:ખગર્ભિત વૈરાગ્ય છે તેથી જ વાણી સચોટ છે.’ આ એક ન સમજી શકાય તેવી હકીકત છે, કારણ કે-એ સૉલિસિટરના કહેવા પ્રમાણે તો ‘જેની વાણી સચોટ તેનો વૈરાગ્ય દુઃખગર્ભિત' - આ પ્રમાણે માનવું પડે, પણ એ બને કેમ ? શું તે સૉલિસિટર એમ મનાવવા માગે છે કે - ‘જેમ જેમ વાણી વધુ સચોટ, તેમ તેમ વૈરાગ્ય પણ વધુ દુઃખગર્ભિત ?' જો એમ જ કહેવા માગતા હોય, તો તો સર્વથી વધુ સચોટ વાણીથી સંસારની અસારતા અને સંયમની સુંદરતા બતાવતા પરમતારક શ્રી તીર્થંકરદેવના વૈરાગ્યને સર્વથી વધુ દુઃખગર્ભિત વેરાગ્ય કહેવાની ધૃષ્ટતા કરે છે ! ખરે જ, જો આવા પ્રકારની બુદ્ધિ તે ધરાવતા હોય તો મારી સમજ મુજબ તે એક દયાપાત્ર સૉલિસિટર છે, એમાં કશી જ શંકા નથી. આ એક બીજી વાત. બીજી વાત : એ સૉલિસિટર કહે છે કે-‘સંસારને દુઃખમય કહી લોકને હેરાન કરે છે અને એથી એનામાં કાંઈ મનુષ્યપ્રેમ નથી ! આ વાત પણ એ Page #108 -------------------------------------------------------------------------- ________________ ૮ : શરણ કોને અપાય અને કોણ આપી શકે ? - 8 — સૉલિસિટરને વધુ દયાપાત્ર બનાવે છે ! શું એ સૉલિસિટર એમ મનાવવા માગે છે કે : - 87 62 ૧. સંસારને દુઃખમય કહેનાર લોકને હેરાન કરનાર છે ? ૨. જો એમ જ હોય તો એ સૉલિસિટર લોકના ઉપકારી કોને માને છે ? ૩. અને સંસારને દુઃખમય કહેનારમાં મનુષ્યપ્રેમ નહિ હોવાનું કારણ શું ? અસ્તુ. છોડો એ વાતને ! હું તો ભારપૂર્વક કહું છું કે-વૈરાગ્ય આવે ત્યાં પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ તો આપોઆપ આવે છે. જ્યાં વૈરાગ્ય જ નથી ત્યાં પ્રાણી પ્રત્યે પ્રેમ ક્યાંથી હોય ? જેના આત્મામાં વૈરાગ્ય જાગ્યો, ત્યાં પ્રાણીમાત્ર પ્રત્યે અપાર પ્રેમ જાગે છે, આપોઆપ એ પ્રેમ આવે છે, પ્રગટે છે, પણ વૈરાગ્ય નથી ત્યાં એ સાચો પ્રેમ આવતો જ નથી. વિરાગ.વિનાનો, એટલે કે સંસા૨૨સિક આત્માનો જે પ્રેમ, તે મોહના ઘરનો છે. એટલે કે-‘રાગ’ છે. અને તેની ગણના અઢાર પાપસ્થાનક પૈકીના દશમા પાપસ્થાનક તરીકેની છે. એ રાગ તો દ્વેષાદિકનો ઉત્પાદક છે. એના યોગે જ આ સંસારની ભરમાર ચાલુ છે. તમને દ્વેષ શાથી આવે છે, એ સમજો !નિંદા ન કરો ! કાં તો જે વસ્તુ પ્રત્યે તમને રાગ છે એની પ્રાપ્તિમાં કોઈ અંતરાય કરે તો દ્વેષ આવે, અથવા જે વસ્તુ પ્રત્યે રાગ છે તે વસ્તુ કોઈ ઝૂંટવે તો ‘દ્વેષ આવે અથવા જે વસ્તુના તમે રાગી છો તે વસ્તુને કોઈ નુકસાન પહોંચાડે તો પણ તમને દ્વેષ આવે. આથી સ્પષ્ટ જ છે કે-દ્વેષનું કારણ પણ રાગ જ છે ! સંપૂર્ણ રાગ જાય એટલે વીતરાગત્વ પ્રગટે અને રાગ ખરાબ લાગે એટલે વૈરાગ્ય પ્રગટે. પૌદ્ગલિક સુખ અને એનાં સાધનો પ્રત્યે દ્વેષ એ વૈરાગ્યને ઉત્પન્ન કરનાર છે, એવો વિરાગ જેને ઉત્પન્ન થયો હોય તેવા સાચા વિરાગીને તો પ્રાણીમાત્ર પ્રત્યે હિતકર પ્રેમ થાય. સંસારરસિકોને અમુક ઉપર જ પ્રેમ થાય, કુટુંબકબીલામાં જ પ્રેમ થાય અને સંસારથી વિરક્ત એવા સત્પુરુષો તો આખી વસુધા (પૃથ્વી)ને પોતાનું કુટુંબ માને આથી અમને વિશ્વના તમામ જીવો ઉપર નિર્વ્યાજ પ્રેમ પ્રગટે એ સ્વાભાવિક છે. સંસારરસિકો તો સ્નેહીઓની પાસેથી સ્વાર્થ સાધવાની ભાવનાવાળા હોય છે, ત્યારે સજ્જનો તો દરેકને સાચો સ્વાર્થ સાધવાની ભાવનાવાળા હોય છે. જૈન સાધુ દેશના શા માટે આપે ? માન માટે દેશના આપવાની શાસ્ત્રોએ ના પાડી છે. શ્રી વીતરાગ પરમાત્માનો સાધુ કેવળ સામાના સાચા ભલા માટે જ ધર્મદેશના આપે. માટે સમજો કે-કર્મથી ૫૨વશ બનેલું જગત માગે તે આપવાનું કામ જૈનમુનિનું નથી. Page #109 -------------------------------------------------------------------------- ________________ – સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ - 3 સભાઃ એ સૉલિસિટર અગર એવાઓ તો એમ કહે છે કે - “દુનિયાના પ્રેમીએ તો જે જેનો અર્થી હોય તેને તે આપવું.' લક્ષ્મીના અર્થીને લક્ષ્મી તથા પુત્રાદિકના અર્થીને પુત્રાદિ આપવા, એમ? જો એમ જ તેઓ કહેતા હોય, તો હું કહું છું કે જેને સાધુ એ નહિ આપે. જેને સાધુ તો માત્ર “ધર્મલાભ' જ આપે. ખરેખર, જૈનમુનિ પાસે સંસારપોષક ઉપદેશ અપાવવાની મનોવૃત્તિ ધરનારા પોતાની જાતને ઘણી જ અધમ જાત તરીકે પુરવાર કરે છે અને એથી પોતાની બહુલ સંસારિતા સાબિત કરે છે. નહિતર “જેન' તરીકે ઓળખાવનારાઓની આવી બુદ્ધિ હોવી ન ઘટે. . હિતકર મનુષ્યએમ વિરાગીને હોય કે રાગીને હોય? સંસાર દુઃખમય છે” એમ સમજાવવાથી ઘણા જૈનો જો સંસારને દુઃખમય માની લે, તો “પોતાનાં ખિસ્સાં કેમ ભરાશે ?' એમ અકળામણ થઈ હોય, એમ સહેજે સમજી શકાય એટલે એમ બોલવાનો ખરો હેતુ આ પણ હોય, એ બનવાજોગ નથી શું? બધા જેને જો સમજે કે - “લક્ષ્મી આવે એ પુણ્યોદય અને જાય એ પાપોદય; એની પરવા ન હોય, એમાં હર્ષશોક ન હોય;' તો કોઈ કોઈના ઉપર દાવો ન માંડે, એ ભય એ સૉલિસિટરને લાગ્યો હશે ! તિલક કરીને પ્રભુપૂજક તરીકેની એ પ્રતિષ્ઠાના નામે પૈસા ખવાતા હોય તો તે નહિ ખવાયએની ગભરામણ થઈ હશે ? પછી શું હશે, તે તો જ્ઞાની મહારાજ જાણે ! બાકી તો વિરાગી વ્યક્તિ, મનુષ્ય પર જેવો હિતકર પ્રેમ દાખવી શકે છે, તેવો રાગી કદી દાખવી શકતો જ નથી. એક શ્રી વીતરાગ પરમાત્માએ જગતનો જે પ્રેમે જીત્યો તથા જગતનું જે એકાંત ભલું ઇછ્યું, તે દુનિયાના કયા શહેનશાહે કર્યું ? ચક્રવર્તીને જે સાહ્યબી નહિ, તે સાહ્યબી શ્રી તીર્થંકરદેવ ભોગવે છે. તીર્થંકરદેવને જ એ મળે છે ! ચક્રવર્તીને સિંહાસન શોધવું પડે, જરા આંખ પણ ઊંચી કરવી પડે અને તીર્થંકરદેવ તો જ્યાં બેસે ત્યાં સિંહાસન ગોઠવાઈ જાય. ચક્રવર્તીને અમુક વખતે છત્ર અને શ્રી તીર્થંકરદેવને કાયમ છત્ર. ચક્રવર્તીને સભામાં ચામર વીંઝાય અને શ્રી તીર્થંકરદેવને ચોવીસે કલાક ચામર વીંઝાય; કારણ કે-એ વીતરાગ છે અને ચક્રવર્તી તો ગમે તેવા તોયે રાગથી વિટાયેલ છે. શ્રી તીર્થંકરદેવ જ્યાં પગ મૂકે ત્યાં સુવર્ણકમલ ગોઠવાઈ જાય. આટલી સાહ્યબી નિર્વાણ સમય પર્યત ભોગવવા છતાં, શ્રી તીર્થંકરદેવ મોક્ષે જાય અને ચક્રવર્તી જો ચક્રવર્તીપણાની સાહ્યબી ભોગવતાં મરે તો નિયમા નરકે જ જાય. આમ કેમ ? શ્રી તીર્થંકરદેવ સાહ્યબી Page #110 -------------------------------------------------------------------------- ________________ 89 – ૮: શરણ કોને અપાય અને કોણ આપી શકે ? 8 - ૮૯ ભોગવે તે ભોગવવાને માટે નહિ, માત્ર પોતાનાં પૂર્વકૃત કર્મોની નિર્જરાને માટે ! જ્યારે ચક્રવર્તીની દશા તો એથી તદ્દન જુદી જ હોય છે ! ધારાશાસ્ત્રી શા માટે? ધારાશાસ્ત્રી લોકના ભલા માટે છે. ઉપરથી જોતાં સરકાર કદાચ એમને સત્યવાદી હરિશ્ચંદ્ર માને છે. સદ્ગહસ્થ (જેન્ટલમેન) માને છે. માને છે કે-“એ જૂઠું ન જ બોલે, કાયદાનો જાણકાર હોવાથી ગુન્હો ન જ કરે, અનીતિ ન કરે અને ખોટા દસ્તાવેજ વિગેરે પણ ન કરે.' ધારાશાસ્ત્રી માટે ખોટું બોલ્યાની ટીકા કોર્ટથી પણ ન થાય, કેમકે-માને છે કે એ ખોટું ન બોલે. જો એ ખોટું બોલે તો આખા જગતના એ વિશ્વાસઘાતી ગણાય. એનાથી જૂઠી સલાહ ન દેવાય. સભા: એ ગુન્હો કરે, જૂઠું બોલે, કાયદાનો ભંગ કરે, તો સનંદ જાય. એવી તો કેંકની ગઈ. કેસમાં પૂરી ખાતરી લાગે તો જ અસીલને કોર્ટે જવાની સલાહ આપે. શંકા હોય તો ખોટી સલાહ ન આપે; આવા હેતુથી ધારાશાસ્ત્રી નિમાયા છે ને ? કાયદા સમજો, જે ધારાશાસ્ત્રી ન હોય તેની પાસે સલાહ જેવા જાઓ, એ ધારાનો જાણકાર ન હોય અને સલાહ આપે તો દંડ થાય. એ જ રીતે ધારાશાસ્ત્રીની સલાહથી ગુન્હો કર્યો છે, એમ સાબિત થાય તો ગુન્હેગાર છૂટી જાય, અને પછી તો આટલી આટલી કાયદાની દૃષ્ટિએ કાર્ય કરવું વાજબી લાગ્યું હતું, એમ * ધારાશાસ્ત્રીએ પુરવાર કરવું પડે. એ જો પુરવાર ન કરી શકે તો આરોપીની શિક્ષા એ ધારાશાસ્ત્રીને થાય. * . ખરી વાત તો એ કે-જનતા મૂર્ખ (અજ્ઞાન) અને સ્વાર્થમાં ફસેલી છે, એટલે જ પ્રપંચ કરનારાઓ ફાવી જાય છે. જો જનતા એમને બરાબર ઓળખી લે, પોતે જરા સમજદાર બની દોડાદોડ ન કરે, તો પ્રપંચીઓની ઑફિસો ત્રણ દિવસમાં બંધ થઈ જાય. કાયદો નહોતો જાણતો-એવો બચાવ તમે કોર્ટમાં કરી શકો. વકીલ બૅરિસ્ટર કે સૉલિસિટરથી ન થાય. ડીગ્રીધરથી એવો બચાવ ન થાય. તમો એવો બચાવ કરો તો ચેતવણી આપી રહેમ નજરથી કદાચ તમને કોર્ટ છોડે, પણ કાયદાશાસ્ત્રીને તો બેવડો ગુન્હેગાર ગણે. જે ધારાશાસ્ત્રીઓ એ જોખમદારી નથી સમજી શકતા અને કેવલ સ્વાર્થપરાયણ જ છે, તે સાચા ધારાશાસ્ત્રીઓ નથી પણ કોક જુદી જ છે. અસ્તુ ! છોડો એ વાત ! આ બધું તમે એમને સમજાવજો અને કહેજો કે તમે ભણ્યા, ડીગ્રી મેળવી, પણ રહ્યા એવા ને એવા ! વગર કાયદા ભટ્ટે જૈનશાસનના પ્રભાવે, સામાન્ય Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૦ 90. સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ વૈરાગ્યના બળે પણ અહીં તો ઘણી ચાવી હાથ આવે એમ છે! ઘણી ચાવી મળી જાય છે !! શ્રી જૈનશાસનનો એ પરમ પ્રભાવ છે. રાજ્યનો કાયદો પણ આ આગમ, આ ધર્મ આ સંયમની આડે ન આવે. આમાં કોઈ કાર્યવાહી એવી નથી કે-જે રાજ્યના કાયદાથી ગુજાવાળી કે કોઈને પણ અહિતકર સાબિત થાય. ખોટી પ્રવૃત્તિ છતાં રાજ્યના કાયદામાં ન આવે એમ ન માનતા, પણ પ્રવૃત્તિ ખોટી છે જ નહિ. પ્રવૃત્તિ અત્યુત્તમ છે. એવી પ્રવૃત્તિ છે જ નહિ કે, જે કાયદાની ચુંગાલમાં આવે. હિતકર મનુષ્ય પ્રેમ સાધુને ન હોય તો બીજા કોને કહે ? કાયદા ઘડનારા એવા કાયદા ઘડે જ નહિ. કદી ઘડાઈ જાય તો એ. ઘડાવનારા આપણામાંના જ નામચીન લોકો હોય. પેલા ઘડનારાઓની તો રક્ષક દૃષ્ટિ હોય છે પણ ભક્ષક દૃષ્ટિ નથી હોતી. કાયદા ઘડનારું મંડળ જ જુદું હોય છે. ભયંકર કાયદામાં પણ અપવાદ એટલા બધા રાખે કે-ન પૂછો વાત. કેમ કેદૃષ્ટિ એ છે કે-સો ગુન્હેગાર છૂટી જાય તેની પરવા નહિ, પણ એક બીનગુન્હેગાર માર્યો ન જવો જોઈએ. ફરિયાદ થાય ત્યારથી જ આરોપી પ્રત્યે ન્યાયાધીશ રહેમ નજરથી જુએ, એ ધોરણ છે. દષ્ટિ ત્યાં એ જ છે કે-ગુન્હેગાર ભલે છૂટી જાય પણ બીનગુન્હેગાર ન માર્યો જવો જોઈએ. આ દુઃખગર્ભિત વૈરાગ્યથી પણ અનંતા તરી ગયા, વર્તમાનમાં સંખ્યાબંધ તરે છે અને ભવિષ્યમાં અનંતા તરશે. દુઃખથી વૈરાગ્ય થઈ જ જતો હોત, દુઃખી બધા જ દીક્ષા લેતા હોત, તો ગૃહસ્થ કરતાં આજે સાધુની સંખ્યા મોટી હોત; કોઈ ગામ સાધુ વિનાનું ન હોત. દુઃખી કોણ વધારે ? મુનિ કે ગૃહસ્થ ? ભાડાના પૈસા ન મળે; રોટલો હોય તો પુત્ર ન હોય, છતે રોટલે ન ખવાય તેવી વ્યાધિ હોય, શરીરની ચિંતા હોય, છતે માલે ભોગવાતું ન હોય, કોઈને સ્ત્રીની, કોઈને પૈસાની, કોઈને દીકરાની ચિંતા ચાલુ જ હોય. સાધુને શું ? ગૃહસ્થને જુવાન દીકરો મરી જાય, લાખ રૂપિયા ચાલ્યા જાય, એ વખતે કોઈ કહે કે- દીક્ષા લેવી છે?' તો કહે કે-ફેર કમાઈશું.” દુઃખથી બધા દીક્ષા લે છે એમ માનો છો ? “દુઃખી હોય તે જ સાધુ થાય છે એવો અત્યારે આરોપ કરે છે. કલ્પના ખાતર એમ માનો, પણ બીજું કાંઈ ? તમારા જેટલું દુઃખ તો નાની વયમાં દીક્ષા લેનારાઓને નહોતું ને ? વિચારો તો માલૂમ પડે કે-આખો સંસાર જ દુઃખમય છે. પણ શુદ્ધ બુદ્ધિથી વિચારવું જોઈએ ! પ્રભુના શાસનમાં સંસાર જેને દુઃખમય લાગે છે તે જ દીક્ષા લે છે ! સંસાર જેને સુખમય લાગે છે તે નથી લેતો. સાચું સુખ જ પ્રભુના શાસનમાં છે: તમારી ચિંતાનો સુમાર નથી. લાખ ગયા, પેઢી તૂટી, છોકરી રાંડી, છોકરો Page #112 -------------------------------------------------------------------------- ________________ 91 – ૮ : શરણ કોને અપાય અને કોણ આપી શકે? 8 – ૯૧ માંદો થયો, જમાઈ ગાંડો બન્યો, જમાઈ બીજી પરણ્યો, છોકરીનું બગડ્યું, આવી આવી ચિંતાઓ કોને હોય ? દુઃખથી વૈરાગ્ય જ થતો હોય તો કેટલા નીકળે ? આ તો ઘણના ઘા પડે તોયે ન નીકળે, કેમકે - વિષયની મૂર્છા અજબ છે. અમે સાધુ ! અમારાથી બીજી વાત ન થાય. વ્યક્તિગત વાત અમે ન કરીએ ! જેથી વૈરાગ્યની અસર થાય અને પ્રભુમાર્ગમાં મક્કમ થવાય તે જ વાત કરીએ. પ્રભુના શાસનની ચાવી પમાય તો સુખ છે, નહિ તો દુઃખના દાવાનળ છે ! દુઃખના દાવાનળમાં પડેલાને વૈરાગ્ય આવતો નથી. તમારાં દુઃખ કાંઈ થોડાં છે ? સાધુ જેટલી શાંતિથી સૂઈ શકે છે, તેટલી શાંતિથી તમે સૂઈ શકો છો ? ઘરમાં, બજારમાં, તમારી કિંમત શી છે એ તો કહો ? વાયદો પૂરો થાય અને તિજોરીમાં ન હોય તો ? મોટરમાં બેસી નાસભાગ કરનારને જરા એની હાલત તો પૂછજો. વૈરાગ્ય આવે એને પ્રાણીમાત્ર પ્રત્યે હિતકર પ્રેમ હોય, નાનામાં નાના જંતુ પર સાધુ હિતકર પ્રેમ રાખી શકે, ગૃહસ્થ ન રાખી શકે. ગૃહસ્થની હાલત કફોડી છે. શ્રી જિનેશ્વરદેવને પ્રાણીમાત્ર પ્રત્યે હિતકર પ્રેમ હોય છે. ત્રીજા ભવમાં એમનો આત્મા, પાંચ ઇન્દ્રિયોના વિષયભોગની પરિપૂર્ણ સામગ્રીમાં તલ્લીન પડેલા જીવોને જોઈને, એ બધાને દુઃખી તરીકે ચિંતવી, એ બધાને સાચા સુખી કરવાની ભાવનાથી સંસારથી છોડાવી મોક્ષમાં પહોંચાડનાર શ્રી અરિહંત પરમાત્માના શાસનના રસિક બનાવવાની ભાવનારૂપ સર્વોત્કૃષ્ટ ભાવદયાથી શ્રી તીર્થકરનામ કર્મની નિકાચના કરે છે. બંગલા, બગીચા, વાડીવજીફાવાળાને પણ શ્રી તીર્થકર ભગવાને દુ:ખી માન્યા, તો એ દૃષ્ટિએ અમે પણ પૂર્વાવસ્થામાં દુઃખી હોઈએ, એમાં વાંધો શો ? મોટા રાજા-મહારાજા જે દૃષ્ટિએ દુઃખી ગણાયા તે દૃષ્ટિએ અમારા જેવા પામર દુઃખી હોય એમાં નવાઈ નથી. જેઓ આજે સંયમ નથી સ્વીકારતા અગર સંયમ તરફ જુદી દૃષ્ટિ ધરાવે છે, તેઓ દુઃખી નહિ જ હોય એવું ખરું ? સભા: ઘણાય દુઃખી છે. હવે આવો મૂળ વાત ઉપર. શ્રુતરૂપ નાળને નહિ સાચવી શકનારું શ્રી - સંઘરૂપ કમળ સજ્જનના મસ્તકે ચઢવાને લાયક નથી રહેતું, પણ પાણીમાં પડી, કોહવાઈ, કીડાને ભોગવવા લાયક બને છે. માટે શ્રીસંઘરૂપ કમળ પોતાનું સ્થાન મૃતરૂપ નાળ ઉપર અવિચલ રાખવું જ જોઈએ. અસ્તુ. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯ : જૈન સંઘ એટલે ત્યાગની મૂર્તિ ! વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, માગસર વદ-૮, સોમવાર, તા. ૨૩-૧૨-૧૯૨૯ ♦ કયો સમુદાય શ્રીસંઘ કહેવાય ? • આજે સાધુ પાસે આજ્ઞા મનાવનાર કેવા છે ? ♦ ઉપકારી પુરુષોએ બાંધેલી મર્યાદાઓ ઉપકારને માટે છે ! • આજનું ધાર્મિક શિક્ષણ કેમ ફળતું નથી ? ♦ કથાનુયોગમાં આવતી વાતોને ખોટી કહેનાર અજ્ઞાની છે ! ♦ શ્રી સંઘ દુન્યવી સ્વાર્થ ન જુએ : ૭ અયોગ્ય વાતો ફેલાવનાર શ્રી સંઘમાં રહેવા જરાય અધિકારી નથી : ♦ વ્યવહારકુશળતા અને ધર્મકુશળતાને કંઈ સંબંધ નથી. : ♦ ઉપકારપરાયણતાનું ઉત્તમ ઉદાહરણ : ૦. આવા વાતાવરણમાં વૈરાગ્ય આવે એ જ આશ્ચર્ય : ૭ ઇતરને બતાવો કે જૈન સંઘ તો ત્યાગી છે : 9 કર્યો સમુદાય શ્રીસંઘ કહેવાય ? સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી શ્રી તીર્થંકરદેવ પછી શ્રીસંઘને પૂજ્ય કોટિનો ગણી, શ્રીસંઘનું સ્વરૂપ બતાવનારી ગાથાઓ દ્વારા અનેક ઉપમાઓથી શ્રીસંઘની સ્તુતિ કરે છે. સૂત્રકાર મહર્ષિએ શ્રીસંઘને સૌથી પહેલી ઉપમા નગરની આપી છે. ધર્મી આત્માઓને વસવા માટે શ્રીસંઘ, એ સુંદર નગરરૂપ છે. શ્રીસંઘરૂપ નગર ચિરકાળ રહો અને જયવંતુ વર્ષો-એવી એકેએક કલ્યાણના અર્થી આત્માઓની અભિલાષા હોવી જ જોઈએ. ધર્માત્માઓને રહેવા માટે જો કોઈ સ્થાન હોય તો તે શ્રીસંઘ રૂપ નગર છે. શ્રીસંઘરૂપ નગરમાં ઉત્તર ગુણરૂપી સુંદર ભવનો છે, શ્રુતજ્ઞાન રત્નરૂપ લક્ષ્મી છે, સમ્યગ્દર્શનરૂપી વિશાળ શેરીઓ છે અને રક્ષણ માટે ફરતો અખંડ ચારિત્રરૂપ કિલ્લો છે. આવા શ્રીસંઘરૂપ નગરમાં ધર્મની હાનિ હોય ? જે સ્થાનમાં ધર્મીને રક્ષણ ન મળે, તે સ્થાનમાં વસ્તુતઃ સંઘ જ નથી, એમ કહેવાય. જે શ્રીસંઘરૂપ નગરમાં ઉત્તર ગુણોરૂપી ભવ્ય ભવનો હ૨કોઈ આત્માને Page #114 -------------------------------------------------------------------------- ________________ 03 – ૯ઃ જૈન સંઘ એટલે ત્યાગની મૂર્તિ ! - 9 – ૯૩ આકર્ષે, વાતો-વિચારો અને ચિંતા પણ શ્રુતજ્ઞાનરૂપી લક્ષ્મીની જ હોય. જે નગરની શેરીઓ પણ સંસારની અસારતાનું ભાન કરાવતી હોય અને જે નગરના રક્ષણનો બોજો સામ્રાજ્યની માફક વ્યાપીને રહેલા અખંડ ચારિત્રરૂપ કિલ્લા ઉપર હોય, તે શ્રીસંઘરૂ૫ નગરનું રક્ષણ માગનાર ધર્માત્માને વિષયકષાય રૂપ સંસારને છેદવાની જ ભાવના હોય. સંસારમાં રહેવાની તથા સંસારને પોષવાની ભાવનાવાળાને શ્રીસંઘરૂપ નગરમાં સ્થાન પણ નથી. ધર્માર્થીને શ્રીસંઘ, એ નગરરૂપ બની જેમ સ્થાન આપે, તેમ વિષયકષાય રૂપ સંસારને છેદવાના કાર્યમાં પણ સહાય આપવા માટે શ્રીસંઘ ચક્ર બને. સંસારને છેદવાની ક્રિયામાં શ્રીસંઘ આડો ન આવે. શ્રીસંઘરૂપ ચક્રને સત્તર પ્રકારના સંયમરૂપ તુંબ હોય, બાર પ્રકારના તપ રૂપ આરા હોય અને સમ્યગુદર્શન રૂપ પૃષ્ઠ ભાગની ભૂમિ હોય. શ્રી તીર્થંકરદેવ પછી પૂજ્ય શ્રીસંઘ તે આ-જેને આશ્રવથી વિરામ પામવું ન ગમે, જેને પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ ન રૂચે, જેને કષાયો કમી કરવા ન ગમે અને જેને મન-વચન અને કાયા ઉપર અંકુશ મૂકવો ન ગમે, એવા સંઘને તીર્થકર જેવો પૂજ્ય માનવો-એના જેવી અજ્ઞાનતા બીજી કોઈ નથી, એટલું જ નહિ પણ એવા સંઘને માનનારા, શ્રી તીર્થંકરદેવનું ભયંકર અપમાન કરનારા છે. કેમકે-એથી જનતા પણ એમ જાણે કે-એમનાં તીર્થકર પણ આવા જ હશે. આપણે એવી ભાવના ઉત્પન્ન થવા દેવી નથી; એટલું જ નહિ પણ એવી ભાવના થાય અને આપણે મૌન રહીએ તો દોષિત ઠરીએ. ગોશાળાએ મુનિઓ પર તેજોલેશ્યા મૂકતી વખતે કહ્યું હતું કે જો મારા ધર્માચાર્યનું તેજ હો, તો આ મકાન બળી જાઓ!” ત્યારે મુનિઓએ કહ્યું હતું કેજેવો તું છે, તેવો તારો ધર્માચાર્ય હશે !'- આવી જ રીતે મરજી મુજબ રખડતા ટોળાને જો સંઘ મનાય, તો જનતા પણ માને કે-“એમના તીર્થકર પણ એવા જ હશે. પાંચ-પચ્ચીસનું એક ટોળું, કે જેની અક્કલ ઠેકાણે નથી, જેનામાં બુદ્ધિપૂર્વક વિચાર કરવાની તાકાત નથી, જેને આત્માના હિતાહિતની ગમ નથી અને જે ટોળું નશાબાજની માફક ઉન્માર્ગે ચાલનારું અને યુદ્ધાતલ્લા બોલનારું છે, તેને જ જો શ્રી તીર્થકરવત્ પૂજ્ય માનીએ, તો તો આત્માનું અહિત થવા સાથે, અજ્ઞાન લોક પણ ઉન્માર્ગે ન દોરાય. શ્રી તીર્થંકરદેવ જેવા સંઘનો સમુદાય જ્યાં એકત્રિત થાય, ત્યાં સંયમના ઝરા છૂટે કે પાપના ? એ સમુદાય સંયમનો પોષક હોય કે અસંયમનો ? સમુદાયની મહત્તા સાચવવા જતાં પરમતારક શ્રી તીર્થંકરદેવોનો મહિમા ન ઘટી Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - જાય, તેની ખાસ કાળજી રાખવી જોઈએ અને એ કાળજી રખાય તો જ મોક્ષમાર્ગની આરાધના કરી શકાય. આજે તો કેટલાક કહે છે કે-“અમે સંઘ : પચીસમા તીર્થકર બસ, આચાર્ય ઉપાધ્યાય અને સાધુઓ પણ અમારી આજ્ઞા માને.” આનો અર્થ શો ? એ જ કે એવું કહેનારાઓને સંઘ કે સંઘના સ્વરૂપનું કશું ભાન જ નથી. એવા ભાન વિનાના સમુદાયને વજન આપવામાં આવે, તો પરિણામે નાશ સિવાય બીજું થાય પણ શું માટે શ્રી જિનેશ્વરદેવના શાસનમાં તો તે સમુદાય શ્રીસંઘમાં રહી શકે છે કે-જે સમુદાય શાસ્ત્રમાં સુસ્થિર રહે, વાત પણ શાસ્ત્રદૃષ્ટિને ધ્યાનમાં રાખીને કરે, વિચાર પણ તે જ કરે કે-જે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ ન જતો હોય; અને પ્રભુમાર્ગને બાધક થાય તેવી પ્રવૃત્તિ પણ ન કરે, આથી વિપરીત વાત, વિચાર કે, પ્રવૃત્તિ કરનાર સમુદાય પોતાની મેળે જ પ્રભુના સંઘથી દૂર થઈ જાય છે. આજે સાધુ પાસે આજ્ઞા મનાવનાર કેવા છે? આમ માનો જ'—એમ સાધુને શ્રાવકસંઘ ને કહે, છતાં એવું કહેનારા આજે જે પાક્યા છે તે કેવા છે? જેના વચનમાં વિચારમાં અને વર્તનમાં ઠેકાણું નથી, ને વાતવાતમાં જૂઠું બોલનારા, જેમના સદાચારમાં મીંડું અને દુરાચારનો ડર નહિ, જેઓ વ્યસની એવા-કે નોકરશીનો વખત થયા પહેલાં “ચાજોઈએ, સૂર્યોદય પછી. બે ઘડી સુધી પણ જેમને “ચા” વિના ચાલે નહિ, મહોમાં પાનના ડૂચા અને સિગારેટ ફૂંક્યા કરે, એવાઓ આજે સાધુઓ પાસે પોતાની આજ્ઞા મનાવવા નીકળ્યા છે. એમના વિચારો કેવા ? “દીક્ષા એ ઢોંગ, ધર્મ હમ્બગ, સાધુ નવરા, ધર્મક્રિયામાં માલ શા ?'-આવું વિકૃત જીવન જીવનારા અને આવું કહેનારાઓ કહે છે કે “અમે સંઘ તરીકે હુકમ કરીએ છીએ કે-આમ ને થાય' આ સાંભળીને ઇતર સજ્જન દુનિયા પણ હસે. ઇતર સમાજના સજ્જનો પણ કહે કે-“આ તે માણસ ભેગા થયા છે કે પશુ ?” સંઘસ્વરૂપ સમજાવવા માંડ્યું છે, એનો હેતુ એ છે કે-ઇતરને પણ આપણે એમ સમજાવવું છે કે-“એવા નાદાન ટોળાને શ્રી જૈનશાસનમાં શ્રીસંઘ તરીકેનું સ્થાન નથી જ.” અત્યારે જ્યારે ડગલે અને પગલે શ્રીસંઘના નામે ગમે તેવી વાત ચલાવવામાં આવે છે, ત્યારે શ્રીસંઘનું સ્વરૂપ સમજાવવાની ફરજ ઊભી થઈ છે. તમારે જાહેર કરવું જોઈએ અને ઇતર દુનિયાને પણ કહી દેવું જોઈએ કે-જેઓના વિચારોનું ઠેકાણું નથી, જેઓની કાર્યવાહી ઊંધી છે અને જેઓ + સો હો માવસંપો, “નિVIIIT ગાઈ' અન્નવંતો (ારા - સંબોધ પ્રકરણ, સુગુરુ અધિકાર Page #116 -------------------------------------------------------------------------- ________________ 95 - ૯ઃ જૈન સંઘ એટલે ત્યાગની મૂર્તિ ! - ૭ - ૫ સર્વવિરતિ (સર્વ પાપ વ્યાપારોનો ત્યાગ), દેશવિરતિ (પ્રમાણમાં પાપ વ્યાપારોનો ત્યાગ), સમ્યગ્દષ્ટિ (સમજીને અગર જ્ઞાનીના કથનથી વસ્તુને વસ્તુ સ્વરૂપે સ્વીકારનાર) અને માર્ગાનુસારી (સત્યની પ્રાપ્તિ માટે શિષ્ટ પુરુષોની સેવામાં રહી શાસ્ત્રોને શ્રદ્ધાપૂર્વક સાંભળનાર અને ઉચિત વર્તન કરનાર)-આ ચારમાંથી એક પણ કોટિમાં રહેવા નથી ઇચ્છતા, તેઓ અમારા શ્રી જિનેશ્વરદેવના સ્થાપેલા શ્રીસંઘમાં કોઈ પણ રીતે આવી શકતા નથી. અને એવાઓની પ્રવૃત્તિ એ શ્રીસંઘની પ્રવૃત્તિ તરીકે ગણાતી જ નથી.” શાસ્ત્ર હિન” તિરત્ના” શાસ્ત્ર ગહન છે અને બુદ્ધિ અલ્પ છે.” ત્યારે આ ઊંધી પ્રવૃત્તિ કરનારાઓ કહે છે કે-“શાસ્ત્ર એ હંબગ છે અને અમારી બુદ્ધિ જેને માને તે જ ધર્મ ! શાસ્ત્ર પણ અમને ફાવતું આવે આજે તો જ માનીએ. શાસ્ત્રની બધી વાતો માનવાને અમો કાંઈ બંધાએલા નથી.' સમ્યગદર્શનને નહિ પામી શકેલા એવા પણ માર્ગાનુસારી આત્માઓ માને કે - - "तत् प्रमाणं यत् शिष्टाः प्रमाणयन्ति" ‘શિષ્ટ પુરુષો જેને પ્રમાણભૂત માને તે જ પ્રમાણ કરવા યોગ્ય છે.” ત્યારે આજના, પોતાની માની લીધેલી જ બુદ્ધિમત્તાના યોગે ઉન્મત્ત બનેલાઓ કહે છે કે-“અમે જ શિષ્ટ અને અમે કહીએ તે જ પ્રમાણભૂત. આવાઓ તો સત્યના અર્થ પણ નથી. જેઓ એવાઓને આધીન થાય છે, તેઓ ઇરાદાપૂર્વક પોતાના અને પરના આત્માનું ખૂન કરે છે. નાની શી જિંદગીની ખાતર અયોગ્ય રીતે વર્તન કરી આત્મહિતનો ઘાત તો તે કરે, કે જેને આત્મસ્વરૂપનું ભાન નથી. આવી ઉત્તમ સામગ્રી મળવા છતાં, આજ્ઞાવિરુદ્ધ વર્તન કરનારાઓની સેવામાં કે સંગમાં પડવું-એના જેવી કમનસીબી બીજી કોઈ પણ નથી. ઉપકારી પુરુષોએ બાંધેલી મર્યાદાઓ ઉપકારને માટે છે ! તમે આ બધી વાત ન સમજી શકો એવું નથી. એક જ વાત અનેકવાર જુદા જુદા રૂપે, બાળક પણ સારી રીતે સમજી જાય એવી ભાષામાં, તમારી સમક્ષ મૂકવામાં આવે છે કે જેથી બરાબર સમજી શકો. તમારે જનતાને જણાવી દેવું જોઈએ કે-શ્રીસંઘ તો પૂજ્ય છે, પણ આ તો સ્થાન નહિ પામેલા અને જૈન સમુદાયની બહારની દશામાં આવી પડેલાઓ, પોતાના ટોળાને ખોટી રીતે સંઘ તરીકે મનાવવા માગે છે માટે નથી માનતા. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૯ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ * ઉચ્છંખલા ટોળાને શ્રી તીર્થંકરદેવની સાથે બેસવું છે ! આચાર-વિચારનું ઠેકાણું નથી અને કહેવરાવવું છે-શ્રી તીર્થકર જેવું, એ તો ખૂબી છે !! આપણે જનતાને સમજાવવા માગીએ છીએ કે-અમારા શ્રી તીર્થંકરદેવ તે હતા, કે જે સંયમંધર થયા પછી કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી પલાંઠી વાળીને જમીન ઉપર બેઠા નથી, જેમણે અનુપમ દાન દીધું છે : જેમણે ઘોર સંયમ પાળ્યું છે. જેમણે ઉત્કટ તપ આદર્યો છે અને ઉત્તમોત્તમ ભાવનામાં જેઓ મેરૂની માફક અડગ રહ્યા છે. એ રીતે અનંતજ્ઞાન મેળવ્યું છે. ત્યાર બાદ ધર્મતીર્થની સ્થાપના કરી છે. તે તીર્થની સેવામાં જે હૃદયપૂર્વક માને તે જ શ્રીસંઘમાં ગણી શકાય છે. જેને-“ચોવીસ સો વર્ષ પહેલાં ભગવાન મહાવીર થયા, એ વખતની વાતો આજ નહિ ચાલે–આ વિચાર આવ્યો, તે સ્વયંમેવ સંઘ બહાર થઈ ગયા છે. આ વીસમી સદીનું જ્ઞાન ભગવાન મહાવીરદેવને ન હતું એમ ન માનતા. એ ઉપકારી તો બધું જ જાણતા હતા. એ જ કારણે તે પરમ ઉપકારીએ જે વસ્તુ જે કાળે નાશ પામવાની હતી, તે વસ્તુને તે રૂપે પણ કહી. યથાખ્યાતું ચારિત્ર સૌથી ઊંચું, પણ કહ્યું કે-શ્રી જખ્ખસ્વામીજી પછી એ ચારિત્ર નહિ રહે. આથી શ્રી જબૂસ્વામીજી પછી સાધુપણું નથી, એમ ન માનતા. જે કાળે જેટલી વસ્તુથી આરાધના થઈ શકે, તેટલી જ કહી છે. પ્રભુના શાસનમાં ચારિત્ર પાંચ પ્રકારનાં, પણ વર્તમાનમાં અમલ બે ચારિત્રનો ! જ્ઞાન પાંચ પ્રકારનાં પણ વર્તમાનમાં પ્રાપ્તિ ત્રણ જ્ઞાનની જ થઈ શકે. સાધુ પાંચ પ્રકારના, પણ વર્તમાનમાં બે પ્રકારના જ સાધુ હોઈ શકે. આમ બધામાં ભેદ પાડ્યો. શ્રાવકપણું કોઈ પાળી શકે નહિ, માટે આનંદ-કામદેવ જેવું શ્રાવકપણું પાળે એ જ શ્રાવક એમ ન કહ્યું! શ્રી ગૌતમસ્વામીજી મહારાજ જેવું મુનિપણું પાળે, એ જ સાધુ એમ પણ ન કહ્યું ! શ્રી ચંદનબાળા જેવી સાધ્વી એ જ સાધ્વી અને શ્રી શ્રેણિક મહારાજ જેવા હોય એ જ સમ્યગુદૃષ્ટિ તથા શ્રી સુલસા જેવી હોય એ જ શ્રાવિકા પણ બીજી નહિ-એમ ન કહ્યું. જો એમ કહ્યું હોત, તો તમે અને અમે હોત નહિ ! આવા તો તે ઉપકારી હતા. આજનું ધાર્મિક શિક્ષણ શાથી ફળતું નથી ? સભા: આ કાળમાં અવધિજ્ઞાન ખરું ? થઈ શકે. વસ્તુ છે, પણ શ્રુતજ્ઞાન પચાવવાની તાકાત નથી, ત્યાં અવધિની ક્યાં વાત કરવી ? કોઈને થાય એવો ઇન્કાર નથી, કેમકે-વસ્તુ છે, પણ આજ તો ચાર ચોપડી ભણેલો પોતાને વિદ્વાન ગણાવવા માગે છે, જરા પણ Page #118 -------------------------------------------------------------------------- ________________ ૯ : જૈન સંઘ એટલે ત્યાગની મૂર્તિ ! - 9 ૯૭ આવડત વગર મોટો આડંબર કરાય છે, એવા આડંબરીને તો અવધિજ્ઞાન આવે જ નહિ. 97 એક મુનિવરને કાજો કાઢતાં અવધિજ્ઞાન થયું હતું. શ્રી જૈનશાસનમાં વિધિ મુજબ અને ભાવનાપૂર્વક કાજો કાઢનારને પણ અવધિજ્ઞાન થાય છે. દંડાસણ ફેરવતાં કોઈ જંતુને હાનિ ન થાય, એવા શુદ્ધ ઉપયોગમાં રહેતાં, ભાવનાશુદ્ધિ વધતાં અવધિજ્ઞાન થયું. એ જ્ઞાનથી દેવલોક જોયો, ત્યાં રિસાયેલી ઇંદ્રાણીને મનાવી રહેલા ઇંદ્રને જોયા, એટલે મુનિને હસવું આવ્યું કે તરત અવધિજ્ઞાન ચાલ્યું ગયું. આજે કોઈ કહે કે-મને અવધિજ્ઞાન થયું છે, તો એના કહેવા માત્રથી એ ન મનાય. કારણ કે-જ્ઞાની પોતાને જ્ઞાની તરીકે ઓળખાવવા નથી ઇચ્છતા. જ્ઞાનીમાં ખપવા માટે ગપ્પાં ઘણાં મરાય છે. કોઈ એમ પણ કહે છે કે- અમે મનના પરિણામ કહીએ છીએ અને અમને દેવલોક આદિ દેખાય છે. વિગેરે.’એવાને તે તે વસ્તુનું સ્વરૂપ પૂછવામાં આવે તો ગોટા જ વાળે. શાસ્ત્રના વાંચનારા જો તે તે વસ્તુનું સ્વરૂપ જાણે, તો જેને જ્ઞાન થાય તે ન જાણે ? ગમે તેમ એમ કોઈ લોચાં વાળવા આવે, તે શાસ્ત્રના જ્ઞાતા પાસે ન ફાવે. ડોળ કરનારને આગમ સીધા ન પરિણમે, આગમ ન ગમે. આગમના જ્ઞાનીને આડંબરની વૃત્તિ ન સ્પર્શે. જેને આગમ જચે તેને આડંબર સાથે વેર હોય. શાસ્ત્ર રોટલા માટે, માનપાન માટે, પ્રતિષ્ઠા માટે અને આત્મકલ્યાણ માટે પણ વંચાય છે. આગમ જુદા જુદા હેતુથી વંચાય છે, પણ આત્મકલ્યાણ માટે વંચાય તો જ આગમ પરિણમ્યું મનાય. આજે સંસ્થાઓના વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણ લે છે, પણ એ એમને ફળતું નથી એનું કારણ શું ? એ જ કે-કેવળ આજીવિકા માટેના ભણતરને ભણવા માટે, નિયમ તરીકે ધાર્મિક શિક્ષણ ભણવું પડે છે. માટે ભણે છે. એમને કાંઈ ભણવાની ઇચ્છા નથી કે રસપૂર્વક વાંચે જેથી તે આત્મામાં પરિણમે. એની સામે તત્ત્વની વાત ચાલે ત્યારે એ હસે, ઊલટી મશ્કરી કરે, પણ ધાર્મિક શિક્ષણ વગર ટટ્ટુ નભતું નથી, માટે જરા વાંચી લે છે. બાકી કહે છે કે-આ તો બધાં ગપ્પાં છે ગપ્પાં. કહો, હવે એવાઓને ‘જ્ઞાન પરિણમે શી રીતે ?’ કથાનુયોગમાં આવતી વાતોને ખોટી કહેનાર અજ્ઞાની છે ! પણ એક જણે કહ્યું કે, ‘શ્રી જિનેશ્વરદેવના શાસનમાં કથાનુયોગ મોટો છે, પંચાણું ટકા ખોટો છે. કારણ કે-કર્મના સિદ્ધાંતની સાથે મેળ ન ખાય તેવો છે. અર્થાત્-એ કથાનુયોગ દ્રવ્યાનુયોગનો ઘાતક છે.' એમ કહેનારને પૂછ્યું કે-એ Page #119 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ પરખ્યું કઈ રીતે ?’-ઉત્તરમાં એણે જણાવ્યું કે-‘સ્થાલીપુલાકન્યાયે !' અર્થાત્‘ખીચડીનો એક દાણો જોવાથી ખીચડી કાચી છે કે પાકી છે, એ જેમ ૫૨ખાય, તેમ બે-પાંચ કથા જોવાથી પારખી લીધું.' શાસ્ત્રજ્ઞાતાઓને કહેવું પડ્યું કે-‘જોતાં જ આવડ્યું નથી. પરિણામની તીવ્રતા અને મંદતા જોવાનું ભાન રહ્યું હોય એમ લાગતું નથી.’ પ્રવૃત્તિ મોટી છતાં જો પરિણામ મંદ હોય તો બંધ અલ્પ પડે, એ વાતનું ભાન ન હોય ત્યાં શું થાય ? ૯૮ “સમ્યગ્દષ્ટ આત્મા યદ્યપિ થોડીક પાપની પ્રવૃત્તિ કરે, તો પણ તેને બંધ અલ્પ છે, કારણ કે-તે નિસ પરિણામથી પાપને કરતો નથી.” મિથ્યાદ્દષ્ટિ તથા સમ્યગ્દષ્ટિની પાપક્રિયા સરખી હોય. અરે કોઈ વખત કદાચ સમ્યગ્દષ્ટિની પાપક્રિયા વધી પણ જાય, તો પણ મિથ્યાદ્દષ્ટિને બહુ બંધ પડે અને સમ્યગ્દષ્ટિને અલ્પ બંધ પડે. એમાં કા૨ણ પરિણામની તીવ્રતા અને મંદતા સિવાય બીજું શું છે ? શ્રી દઢપ્રહારી અને શ્રી અર્જુનમાલી જેવા થોડા જ સમયમાં આત્મકલ્યાણ સાધી ગયા. કારણ એ જ કે, તીવ્ર પરિણામની ધારાથી બંધાયેલ સર્વ કર્મનો ક્ષય અલ્પ સમયમાં સાધી લીધો. આ બધી દૃષ્ટિએ વિચાર ન કરે, એને તત્ત્વ શી રીતે સમજાય ? વ્યવહારમાં પણ થોડી ભૂલમાં ઘણું નુકસાન અને મોટી ભૂલમાં સામાન્ય નુકસાન-એમ નથી થતું ? મહેનત ઘણી છતાં આવક થોડી અને મહેનત થોડી પણ આવક ઘણી-એવું બને છે ને ? એક માણસને પાંચ મિનિટમાં ગીની મળે તથા એકને બાર કલાક કામ કરે ત્યારે એક રૂપિયો મળે છે-એ શું અનુભવની વાત નથી ? વ્યવહારનો આટલો પ્રત્યક્ષ અનુભવ છતાં, ધર્મકથાનુયોગમાં અયોગ્ય અર્થ કેમ કરે છે ? હેતુ એક જ છે કેશ્રી જિનેશ્વરદેવના માર્ગને ખોટો ચીતરવાની દુર્ભાવના જાગી છે. જો આજના તે લોકોને અયોગ્યતા જ અપ્રિય હોત તો એના નાશ માટે પ્રયત્ન કરત, પણ આવી તદ્દન માર્ગનાશક પ્રવૃત્તિ ન કરત ! એ બિચારાઓને તો યોગ્યતા કે અયોગ્યતાનું ભાન જ નથી ! એના યોગે એમાંના બોલે છે કે‘આજનો ચોર બીજી સવારે સારો કેમ થાય ?' એમને પૂછીએ કે, ‘ગઈ કાલનો ભિખારી આજે લક્ષાધિપતિ બને કે નહિ ?' ત્યાં ઉત્તર નહિ આપે. ભટકતો માણસ છ-બાર મહિનામાં ખુરશી ઉપર બેસતો પણ થઈ જાય છે. આ તો કહે છે કે‘જન્મથી જ યોગ્ય જોઈએ.’ જન્મે ત્યારથી જ યોગ્ય જોઈએ, તો એવા તો વેઢે ગણાય એટલા પણ નહિ મળે. એવા હોય તો અહોભાગ્ય. સારા કુળમાં + "सम्मदीट्ठी जीवो, जयवि हु पावं समायरे किंचि અપ્પોસિ દોડ્ કંધો, ખેળ ન નિભ્રંથસં દ્ રૂદ્।।" શ્રાવકપ્રતિક્રમણ સૂત્ર Page #120 -------------------------------------------------------------------------- ________________ ૯ : જૈન સંઘ એટલે ત્યાગની મૂર્તિ ! - 9 જન્મ્યા છતાં, કેવા કેવા ખરાબ થયા ? પાછો પલટો પામી કેવા સુંદર બન્યા ? સુકુળમાં જન્મ્યા છતાં, સાદી રહેણી છતાં, સારા સંયોગોમાં રહેવા છતાં, કેટલાક જીવો અધમ બન્યાનાં પણ દૃષ્ટાંતો છે ને ? 99 ૯૯ જમાલી ક્ષત્રિય હતા, રાજકુળના હતા. શ્રી મહાવીર ભગવાનના ભાણેજ તથા જમાઈ હતા, પછી એમના જ શિષ્ય થયા હતા, અગિયાર અંગના પાઠી હતા, પાંચસો શિષ્યના ગુરુ હતા, છતાં પણ નિહ્નવ થયા. કર્મવશાત્ જો આવા પુરુષો ચક્કર ખાઈ જાય, તો આજે વીસમી સદીમાં જ્યાં પાપની છાયા છે, ભયંકર વાતાવરણ છે, ત્યાં અયોગ્યતા હોય તેથી અગર કર્મવશાત્ આત્મા ગબડે-એમાં નવાઈ શી ? અયોગ્યને પણ યોગ્ય સંસર્ગ મળે તો સારા થાય, પણ આ તો કહે છે કે, ચોરને તેના પાપનો પશ્ચાત્તાપ થાય, ત્યાર પછી પણ શાહુકાર બનવાનો રાઈટ (હક્ક) નથી. પણ એ વાત કોઈ પણ રીતિએ સંગત નથી. તેવી જ રીતે સારા ગણાતા પણ બગડી જાય છે, માટે ખરાબ પણ સુધરી ગયેલાઓને જેમ માર્ગમાં લેવાનો હક્ક છે, તેમ બગડી ગયેલાઓને દૂર કરવાનો હક્ક છે અને એ જ હક્કની રૂએ જે માથા પર વાસક્ષેપ નખાયો હતો તે જ મસ્તક ઉપર રાખ પણ નંખાતી. સમજાવવાના પ્રયત્ન છતાં ન માને તો તેવાને સંઘ બહાર કઢાતા. જે સત્તા સજ્જનના હાથમાં હતી અને છે, તે આજે દુર્જનો ઝૂંટવી લેવા માગે પણ તે સત્તા તો તેમના હાથમાં ક્યાંથી આવે ? ન જ આવે. છતાં પણ તેઓ તોફાની થયા છે એ વાત નક્કી છે. પૂર્વે આજ્ઞારસિકતા બહુ હતી. પૂર્વે તો સંઘે કોઈને અયોગ્ય તરીકે જાહે૨ કર્યો, એટલે પછી એને સંઘમાં સ્થાન નહોતું. શ્રીસંઘ પણ એવો કે-અયોગ્યને જ અયોગ્ય માને. શ્રીસંઘ પ્રભુની આજ્ઞામાં રક્ત હતો, માટે વિરોધી ત્યાં ફાવી શકતો નહોતો. આજના તો કેટલાક પોતાની ૭જાતને સંઘ તરીકે કહેવરાવનાર પ્રભુની આજ્ઞાને આઘી મૂકવાની વાતો કરે છે, માટે સંઘનું સ્વરૂપ સમજાવવાની ફરજ પડી છે. એમાં સર્વવિરતિ પણ આવે જ. એવી કોઈ ગાથા નથી કે-જેમાં દીક્ષા ન હોય. જે હેતુથી ગાથા રચાઈ તે હેતુને કાઢી નખાય ? જ્ઞાનીએ આ બધું શા માટે કહ્યું ? શા માટે લખ્યું ? એક જ હેતુ કે-જગતના જીવો પાપમાર્ગથી છૂટી પ્રભુના માર્ગે આવી મુક્તિપદને સાધે. જે હેતુથી પદ લખાય, તે વસ્તુ જ ઊડી જાય ? આ બધું એ ગાથાઓમાં છે, દરેક શાસ્ત્રમાં છે, પણ હૃદય અને ચક્ષુ હોય તો દેખાય. આંધળા પાસે આરસી ધરાય, તો માથું ફૂટે, આરીસો દેખતાને ગુણદોષ બતાવે અને ચેતવે, ત્યારે આંધળાનું માથું ફોડે. માટે જ શ્રી. Page #121 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે કે-“મિથ્યાદષ્ટિ અગર દુરાગ્રહી પાસે આગમ ધરવું તે આંધળા પાસે આરસી ધરવા જેવું છે. સંસારના પીપાસુ પાસે શાસ્ત્રની વાતો કરવી, તે બહેરા પાસે ગીત ગાવા જેવું છે.” ૧૦૦ શ્રીસંઘ, એ દુન્યવી સ્વાર્થ ન જુવે મ ઃ 100 શ્રીસંઘના સ્વરૂપની પાંચ ગાથા કહી, તેમાં નગરની, ચક્રની અને.રથ્ની ઉપમાની ત્રણ ગાથા અને કમળની ઉપમાની બે ગાથા છે. આમાં 'પણ સર્વવિરતિ, દેશિવરિત અને સમ્યક્ત્વ આવે છે. કોઈપણ ગ્રંથ વાંચો, ત્યાં સર્વવિરતિનું ધ્યેય પહેલું જ આવે. એ ધ્યેય પહેલું ન નીકળે, એ શક્ય જ નથી. દુનિયાના કોઈ પણ ગ્રંથમાંથી એ કાઢી શકાય. શાસ્ત્રે કહ્યું કે-‘મિથ્યાશ્રુત પણ સમ્યગ્દષ્ટિના હાથમાં આવે તો એમાંથી એ સમ્યજ્ઞાન મેળવે.” સમ્યગ્દષ્ટિ આત્મા દુનિયાના દરેક વ્યવહારને આત્મલાભમાં પલટાવે. જ્યારે આજના ઉશૃંખલો ધર્મવ્યવહારને પાપમાં લઈ જાય છે; પાપ માટે પલટાવે છે; કેમ કે, તેઓની દૃષ્ટિ જ ફરી ગયેલી છે. માતાપિતાની આજ્ઞા માનવી'-માત્ર આટલી અધૂરી વાતથી ઘણા માર્ગભ્રષ્ટ થયા. માબાપ પરદેશ મોકલે અને કોઈને ભળાવે અને કહે કે-‘આને બાપ જેવો માનજે અને એની સલાહથી ચાલજે.' પછી મધ્યદરિયે પેલા સલાહકાર આવીને સાગરમાં કૂદી પડવાનું કહે, તો માનો ખરા કે ? માબાપે તો સારા માની ભળાવ્યા, પણ પાપી નીકળે તો એનો હુકમ તમે પણ માનો ? નહિ જ. મધ્યદરિયે દરિયામાં ફેંકી દેવા માટે તો માબાપે એને નહોતા ભળાવ્યા, એટલું તો તમે પણ સમજો છો. એ રીતે અનંતજ્ઞાનીએ પણ જ્યાં માબાપ વિગેરેની આજ્ઞા માનવાની કહી, ત્યાં એ ‘કેવા માબાપની ?’-એ વિચારણીય છે કે નહિ ? આત્માની કતલ કરનારા નાલાયકોને શરણે, શ્રી જિનેશ્વરદેવ કદી પણ સોંપે ખરા ? શ્રી જિનેશ્વરદેવના સેવક તરીકે એમની આજ્ઞા તમને બરાબર સમજાવવાનો અમને હક્ક છે અને અમારું એ કામ પણ છે, અને એ જ કા૨ણે આટલું કહેવું પડે છે. શાસ્ત્ર કહ્યું કે-ઉત્સૂત્રભાષીની વાણી સાંભળવા કરતાં કાનમાં ખીલા ઠોકવા સારા.’ શ્રી જિનેશ્વરદેવની વાણીથી વિપરીત કહેનાર, ગમે તેવા વિદ્વાન હોય તોયે નકામા ! એની વિદ્વત્તાને એની સાથે જ જવા દો. એની વિદ્વત્તાનો લાભ લેવાની વાત કરવી, એ આત્માના નાશની વાત કરવા જેવી છે. આવા કા૨ણે તો જ્ઞાની જ્ઞાન સાથે લઈ ગયા. જે જ્ઞાન પાછળ ઝેર રૂપે પરિણમે, તેવા જ્ઞાનને જ્ઞાની કૃપણ થઈને નહિ, પણ દયાળુ થઈને સાથે લઈ ગયા. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૯ : જૈન સંઘ એટલે ત્યાગની મૂર્તિ ! - 9 શ્રી તીર્થંકરદેવે પુષ્કરાવર્ત મેઘની ધારાની જેમ વરસી વરસીને આપ્યું, એમાંથી ક્રમસર જ્ઞાનીઓ જ્ઞાન પામ્યા, પણ જોયું કે-પાછળના અધિકારીઓ દુરુપયોગ કરનાર છે, માટે એ ઉપકારી સાથે લઈ ગયા અને રાખ્યું તે પણ યોગ્યને જ આપવાનું વિધાન કરતા ગયા. એવા ઉપકારીઓ ઉપર પણ આજનાઓ કલંક મૂકે છે કે-‘એમની પોલ ન પકડાય માટે એમ કરતા ગયા !’ બાળકના જ ભલા માટે અમુક ચીજો પિતા પોતાના બાળકને ન પહેરાવે કે ન આપે, એથી બાળક પિતાને કૃપણ કહે કે લોભીઓ કહે-એવી આ વાત છે. જ્ઞાની પુરુષોએ જે ઉપકારની દૃષ્ટિએ કર્યું તેને પણ અપકારના રૂપમાં જે કમઅક્કલો લઈ જાય, તે તમને તથા અમને છોડે ? 101 ૧૦૧ -" બાકી જેઓ આજે દીક્ષા વિગેરેમાં આજ્ઞાની વાતો કરે છે, તેઓને પોતાના દુન્યવી સ્વાર્થની વાતમાં તો કાંઈ જ આડે આવતું નથી. દુનિયાદારીના સ્વાર્થ માટે તો બાપ ઉપર નોટિસ કાઢનારા પણ ઘણાયે દીકરા છે. ખરી વાત છે કેસ્વાર્થમાં પડેલી દુનિયા, તે પોતાના ઇહલૌકિક સ્વાર્થને જ જોનારી હોય છે, પણ શ્રીસંઘ તો પારલૌકિક સ્વાર્થને જ જોનાર હોય છે, એ દુન્યવી સ્વાર્થ ન જુએ. સારો માર્ગ પોતાથી ન સ્વીકારાય, તો સ્વીકાર્ય માની સ્વીકારે તેને સહાય કરે. ત્યાં મતિકલ્પનાની વાત ન કરે. આથી સ્પષ્ટ છે કે-શાસ્ત્રાનુસાર ચાલે તે શ્રીસંઘ, શાસ્ત્ર માને તે સંઘ અને એ સંઘ જ તીર્થંકરકલ્પ. આથી વિપરીત સંઘને જો તીર્થંક૨કલ્પ માને, મતિકલ્પનાએ ચાલનારને સંઘ તરીકે સ્વીકારે, તો શાસ્ત્રદૃષ્ટિએ તે શ્રી તીર્થંકરદૈવની આશાતના કરી, પોતાના સંસારને દીર્ઘ બનાવનાર છે. અયોગ્ય વાતો ફેલાવનાર શ્રી સંઘમાં રહેવાને જરાય અધિકારી નથી ! શ્રીસંઘનગરમાં રહેવાની ભાવનાવાળો ધર્માત્મા, વિષય-કષાયરૂપ સંસારને છેદવાની ભાવનાવાળો હોય અને એના સંસારછેદન કાર્યમાં સહાય માટે શ્રીસંઘ એ ચક્રરૂપ બને. ત્યાર બાદ ત્રીજી ઉપમા ૨થની છે. સંસારરૂપ અરણ્યમાં ભટકતાને મોક્ષનગરમાં લઈ જનાર શ્રીસંઘ એ ૨થરૂપ છે. શિવનગરમાં જવાની ઇચ્છાવાળાને રથમાં બેસાડી લાવે એ શ્રીસંઘ. સંયમના અર્થીનો મહોત્સવ કરનાર કોઈ સ્નેહી ન હોય, તો શ્રીસંઘ એનો મહોત્સવ કરે. એના કુટુંબને પાળનાર ન હોય તો શ્રીસંઘ એ જુમ્મેદારી માથે લે. સંયમનો અર્થી આપત્તિમાં હોય તો અને એ માટે સંયમ અટકતું હોય તો, શ્રીસંઘ બાંયધરી લઈને બેફીકર રહેવાનું કહી દે અને આપત્તિમુક્ત કરી સંયમ અપાવે. દીક્ષિત પાછળ હુકમનામું હોય તો શ્રીસંઘ સમેટે આજના કહે છે કે-દેવાદારને દીક્ષા ન Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ અપાય.' સંયમી દેવાદાર છે, એ જાણ્યા પછી બીજાને જાણવા દેવાય ? ‘આપનારા જીવતા છીએ' - એમ કહેવું જોઈએ. શ્રીસંઘની ફરજ તો દાંડી પીટીને પણ સંયમના અર્થીને સંયમ લેવા તૈયાર કરવાની છે અને બધી જોખમદારી સંઘે પોતે ઉઠાવી લેવી જોઈએ. 102 *શ્રી કૃષ્ણ મહારાજાએ એ જ રીતની ઉદ્ઘોષણા કરાવી અનેક આત્માઓને સંયમધર બનાવ્યા હતા. સંયમ પ્રત્યે એ પ્રકારની ભાવના જે ધરાવે, તે શ્રીસંઘ, આજે તો દીક્ષિતની પાછળ કોઈ પાંચ-પચીસ દઈને કહે કે‘અમે કહેતા હતા ને !' આવા પોતાની જાતને શ્રીસંઘ તરીકે ઓળખાવવા માગે એ ચાલે ? પૂર્વે એક રાજાની રાણી ગર્ભવતી હતી. તેણીએ ‘ગર્ભની વાત છુપાવીંને દીક્ષા લીધી હતી. એ જાણો છો ને ?’ વૈરાગ્યનું સ્વરૂપ જાણનારા તો આ વાત ઘણી જ સારી રીતે જાણી શકે તેમ છે, પણ વૈરાગ્યની ગંધને પણ નહિ પામેલા વૈરાગ્યના સંબંધમાં ટીકા કરવા ઊભા થાય, એ એક જાતની ઉન્મત્તાવસ્થા છે. ગર્ભની વાત ગુરુણીએ જાણી અને પૂછ્યું ત્યારે ઉત્તરમાં એ રાણી સાધ્વીએ સ્પષ્ટ જણાવ્યું કે, ‘દીક્ષા ન આપો એ કારણે વાત કરી ન હતી.’ ગુરુણીએ શય્યાતરને વાત કરી : સાધુઓને રહેવા માટે વસતિ-મકાન આપનાર, જૈન શાસ્ત્રમાં ‘શય્યાતર' તરીકે ઓળખાય છે. શય્યા દ્વારા જે સંસાર-સાગરને તરે, તે ‘શય્યાતર’ કહેવાય છે. તે વસ્તુતત્ત્વના જ્ઞાતા શય્યાતરે પાડોશી પણ ન જાણે તે રીતે સઘળી કાર્યવાહી કરી અને સંયમધરને આંચ ન આવવા દીધી. આજ તો બનાવટી તુક્કા ઊભા કરી જાહેર કરવામાં આવે છે કે“સાધ્વીએ ગર્ભ ધારણ કર્યો અને સાધુ આવા નીકળ્યા.” હું કહું છું કે-આવાં કલ્પિત ગપ્પાં ઊભાં કરી અને ફેલાવીને, જૈનશાસનને અને પરમ પવિત્ર સાધુસંસ્થાને કલંકિત કરવાના કૂટ પ્રયત્ન કરનાર પાપાત્માઓને, શ્રીસંઘમાં રહેવાનો હક્ક તો નથી જ પણ સજ્જન દુનિયામાં પણ રહેવાનો હક્ક નથી. + न श्रामण्यक्षमोऽस्मीश, तथापि नियमोऽस्तु मे । અન્વર્ગાવિતું દીક્ષાં, તથા તાનનુમોદ્દિતુમ્ ।।૨૨।। प्रव्रजिष्यति यः कश्चिद् वारयिष्याम्यहं न तम् । पुत्रस्येव करिष्ये च तस्य निष्कमणोत्सवम् ।।२१३ । । - ત્રિ. શ. પુ. ચ. પર્વ: ૮, સર્ગ-૧૦ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૯ : જૈન સંઘ એટલે ત્યાગની મૂર્તિ ! - 9 ધર્માત્માંઓનો ધર્મ જેઓથી ન ખમાતો હોય, તેઓ માટે આર્યદેશ અનુકૂળ નથી. નવ્વાણું ટકા ખોટી વાતોને જે માણસો કાબૂમાં રાખી કામ ચલાવ્યે જાય, એ શું સંઘ છે ? શ્રીસંઘની ફરજ શી ? શ્રીસંઘ તો એ છે કે - જે શાસ્ત્રદૃષ્ટિએ યોગ્ય રીતનો નિવેડો લાવે અને શાસનના દ્રોહીઓને યોગ્ય શાસન કરી, શાસનની સઘળી સુપ્રવૃત્તિઓને પગભર કરે. 103 ૧૦૩ વ્યવહારકુશળતા અને ધર્મકુશળતાને કંઈ સંબંધ નથી ! સંયમનો અર્થ આવે, તો એને માટે શ્રીસંઘ-‘કમાતા નથી આવડતું, ઊભા રહેવાની કોઈ જગ્યા ન હતી, કંઈ ઠેકાણું ન હતું,' આવું આવું ન કહે. વિચિત્ર પ્રકારના કર્મના ઉદયને સમજનારથી એમ બોલાય જ નહિ. કોઈની શક્તિ વ્યવહારમાં હીન હોય, પણ ધર્મમાં દીપી નીકળે. સારા સારા આત્માને પણ વિચિત્ર કર્મોદય હોય છે. શ્રીકૃષ્ણ મહારાજાના પુત્ર અને શ્રી નેમનાથસ્વામીના શિષ્ય ઢંઢણકુમાર, એટલે સંસારી અવસ્થામાં ત્રણ ખંડના માલિકના પુત્ર અને સાધુપણામાં ત્રણ લોકના નાથના શિષ્ય ! કહો, કાંઈ કમ વ્યક્તિ ગણાય ? નહિ જ. લોક પણ ભક્ત, પોતે પણ સુપાત્ર અને આપવાની ચીજનો પણ સંપૂર્ણ સદ્ભાવ તે છતાં પણ એ મહાપુરુષને અંતરાયનો ઉદય એવો કે આહાર જ ન મળે. નગરી સારી અને ધર્મી લોકો શક્તિસંપન્ન તથા ઉદાર છતાં પણ, મહર્ષિ શ્રી ઢંઢણકુમારને ભિક્ષા ન મળે. કહો, એ કેવો કર્યોદય ! એક માણસ એવો પણ હોય છે કે-જેને વ્યવહારનું બધું આવડે અને ‘નમો અરિહંતાĪ' - આ એક પદ ઉદ્યમ કરવા છતાં પણ ન આવડે. ચક્રવૃદ્ધિ વ્યાજ આંગળીના વેઢે ગણે, પણ પોતાનું નામ લખતાં ન આવડે. આવા પણ માણસો દેખાય છે. માટે કર્મની વિચિત્રતાને સમજો. વ્યવહારમાં શક્તિ ન હોય છતાં અહીં ધાર્યું કામ આપે, કોઈને એમ કહેવાનો અધિકાર નથી કે-વ્યવહારમાં કાંઈ નથી કરતો એ ત્યાં શું ઉકાળશે ? સંઘ તો ઊલટું એમ બોલે કે-‘ભલે લાંબો પરોપકાર ન કરે, પણ જિંદગી સુધી અનન્ત આત્માઓને અભયદાન આપવા સાથે આત્મહિત તો કરશે ને ?' શ્રીસંઘની આ માન્યતા હોય. શ્રીસંઘની પાસે સંયમી માટે કોઈ કાંઈ કહેવા આવે, તો સંઘ તો એને કહે કે-‘આ બધું હોય પણ હવે શું છે ?’ લેણદાર આવે તો લેણું સંઘ આપી દે. સંઘ સામાને કાંઈ બોલવા દે તો બોલે ને ? અરે, સંઘ લેણું આપવા તૈયાર થાય તો સારો લેણદાર પણ લેણું લીધા વગર હાથ જોડીને જાય. આજે તો પોતાની જાતને આગેવાનો કહેવરાવનાર લેણદાર પાસે જાય અને હુકમનામાં Page #125 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ બજાવરાવે; પોતે એના સાથી થાય. આવા માણસો શાસનના રસિયા ! આવાઓ શ્રી જિનેશ્વરદેવના સંઘમાં ! ૧૦૪ શ્રી તીર્થંકરદેવની ઉપકારપરાયણતા જાણો છે ? ભગવાન શ્રી મહાવીરદેવ જાણતા હતા કે-‘ખેડૂત શ્રી ગૌતમ મહારાજથી સમ્યક્ત્વ પામશે અને આ રજોહરણ પણ પામશે તથા અહીં આવીને મને ન દેખે ત્યાં સુધી જ રાખશે, પછી મૂકી દેવાનો છે'-તો પણ ઓઘો આપવા શ્રી ગૌતમ મહારાજને મોકલ્યા. × 104 આજ તો ચડીને કોઈ આત્મા પડે તો ઢોલ બજાવે અને કહે કે-‘અયોગ્ય દીક્ષાનાં આ પરિણામ !' કેવી અજ્ઞાનતા ! હું કહું છું કે-જ્ઞાનીના હાથે દીક્ષિત થયેલ પણ કર્મના યોગે પતિત થયેલા-તેઓએ જે અનર્થ કર્યો છે, તેવો વર્તમાનમાં તો કોઈએ નથી કર્યો. ટેંકને ઉન્માર્ગે દોર્યા, કુમતોની જડ રોપી, એવો તો આજ કોઈ નથી થયો ને ? માટે હું કહું છું કે-સંઘ બનવું હોય તો ડાહ્યા બનો, સમજુ બનો, પછી સંઘ થાઓ, તો બધા આજ્ઞા માને. સંઘ બનશો તો પછી સાધુ ઉપર આજ્ઞા કરવાના કોડ નહિ થાય. સુપુત્રને બાપ ઉપર હુકમ કરવાનું મન થાય ? નહિ જ. બાપ ધોલ મારે ત્યારે જો બહુ દુઃખ થાય તો સુપુત્ર ખૂણે જઈને રૂએ, પણ બહાર જઈને બાપને અયોગ્ય ન કહે. સપૂતપણું જાગ્રત થાય, ત્યાં તારક સામે હુકમ કરવાનું મન ન થાય એટલું જ નહિ પણ એવી ભાવના પણ ન આવે. શ્રીસંઘ સંસારરૂપ અરણ્યમાંથી ઉપાડીને મોક્ષમાં લઈ જવા માટે રથ સમાન છે. આપત્તિ ટાળીને પણ શ્રીસંઘ પ્રભુના માર્ગે સ્થાપન ક૨ના૨ છે. શ્રીસંઘની ભાવના એવી હોવી ઘટે કે-પોતાથી ન જઈ શકાય તો ફેંકને મોકલીએ તો પણ કો’ક દિવસ આપણું પણ ઠેકાણું પડશે. શ્રીસંઘની આવી ઉમદા વૃત્તિ હોય. ઉપકારપરાયણતાનું ઉત્તમ ઉદાહરણ : પરમ ઉપકારી શ્રી સ્કંદસૂરીશ્વરજીએ, ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામી પાસે, પોતાની ભિંગની પુરંદરયશા તથા તેના પરિવારને બોધ આપવા, ‘કુંભકારકટ’ નામના નગર તરફ જવા માટે આજ્ઞા માગી. × જુઓ ત્રિ. શ. પુ. ચ. પર્વ-૧૦, સર્ગ ૯ શ્લોક-૧ થી ૨૦. + पुरन्दरयशोमुख्य लोकं बोधयितुं पुरे । મ્મારજ્યે યામી-ચાપ્રપલ્ઝે સ = પ્રમુમ્ ।।રૂ૪રૂ।। उवाच प्रभुरप्येवं, तत्र ते मारणान्तिकः । गतस्य सपरिवार - स्योपसगों भविष्यति ।। ३४४ ।। वयमाराधकास्तत्र, भाविनो वा न वेत्यथ । भूयोऽपि स्कन्दकोऽपृच्छत् स्वामिनं मुनिसुव्रतम् ।।३४५ ।। Page #126 -------------------------------------------------------------------------- ________________ 105 – ૯ઃ જૈન સંઘ એટલે ત્યાગની મૂર્તિ ! - 9 – – ૧૦૫ ઉત્તરમાં પ્રભુએ જણાવ્યું કે ત્યાં જવાથી પરિવાર સહિત તમને મરણાંત ઉપસર્ગ થશે.” આ પ્રમાણે સાંભળી ફરીથી તે મહર્ષિએ પ્રભુને પૂછયું કે - ‘ત્યાં અમે આરાધક થઈશું કે નહિ ?” આના ઉત્તરમાં ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામીએ ફરમાવ્યું કે - ‘તારા વિના સર્વે પણ આરાધક થશે.” આ સાંભળીને પરમ ઉપકારી એવા તે પરમર્ષિ શ્રી સ્કંદસૂરીશ્વરજી બોલ્યા કે : જો એમ જ છે, તો મારે બધું જ પૂર્ણ છે.” એમ કહી તે મહર્ષિએ “કુંભકારકટ' નગર તરફ જવા માટે વિહાર કર્યો, કેમકે-પાંચસો તો તરશે, એ મનોવૃત્તિ છે. જૈનશાસનની આં મનોવૃત્તિ છે. પોતાના નિમિત્તે પાંચસો તરે, તો પછીથી પોતાનું જોયું જશે! આ ભાવના. આમાં ઇરાદાપૂર્વક પોતાનું બગાડવાનું નથી, એ યાદ રાખો. બગડવાનું છે એ વાત નક્કી છે-એમ ભગવાન પાસેથી જાણ્યું, એટલે પોતે વિચાર્યું કે-મારું તો બગડવાનું છે જ, તો આ પાંચસો ભલે તરી જાય.’ આ રીતે જેનાથી પોતાથી ધર્મ ન આરાધી શકાય, તે બીજાને તો ધર્મસાધનમાં સહાયક થાય જ. • ' પોતે વિરાધક બનવાના, એ જ્ઞાનીથી જાણ્યું એટલે પાંચસોને તારવાનો લાભશું કામ ગુમાવે ? આજે આપણને કોઈ કહે કે-“તારું તો આમ થશે, પણ આ રીતે લાખોને લાભ છે !” તો એ લાભ કોણ ગુમાવે ? લાખ જણા સહાયક તો થાય ! તમને ધર્મ આપવાનું કારણ શું ? એમાં અમારો પણ સ્વાર્થ છે. તમે અમને હારી જતાં જુઓ તો બચાવો, તમે પામેલા હો તો અમને પમાડો, જેમ તમને ગબડતા જોઈને અમે કરડા શબ્દ કહીને પણ બચાવજો ! જેમ તમને બચાવવા માટે કરડું કહેવાનો અમને અધિકાર છે, તેમ અમને બચાવવા માટે કર કહેવાનો તમને પણ અધિકાર છે, હક્ક છે. પણ જો ગબડાવવા આવ્યા, તો તેના જેવું બીજું કાંઈ ભૂંડું પણ નથી. અમને આપત્તિમાં જોઈને સહાય થાય તો કરજો, પણ ધર્મથી ખસેડવા ન આવતા, ઢીલા પાડવા ન આવતા. त्वां विनाऽऽराधकाः, सर्वेऽपीत्याख्यद् भगवानपि । પર્વતf૪ સપૂસિયૂવન્તા ઃોડવત્ રૂ૪૬. - ત્રિ. શ. પુ. ચ. પર્વ. ૭, સર્ગ-૫ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ ઘણા કહે છે કે-‘આ મહારાજનું કામ ભારે, ત્યાં બેસવું ભારે, આઘા રહેવું સારું.' હું પણ કહું છું કે-સો ગાઉ છેટા રહેજો. એવું ટોળું ભેગું કરવાની જરૂર પણ નથી. અહીં આવવામાં આત્માનું કલ્યાણ લાગે તો જ આવવું. પૈસા અને પાઘડીના મોહમાં જ રહેવા ઇચ્છનારાઓનું અહીં કામ નથી. દેખાવ કરવા આવનારનું અહીં કામ પણ શું ? એક લાખ ગુણી આપત્તિ આવે, તો પણ શાસ્ત્રથી વિપરીત વાત,-તે પછી મોટા ચમરબંધીની હોય, તો પણ માનવાની અમારી તૈયારી ન હોવી જોઈએ. બાકી શાસ્ત્રને અનુસરતી વાત કોઈ સામાન્ય વ્યક્તિ તરફથી કહેવામાં આવે, તો પણ તેને માનવાની અમારી તૈયારી હોવી ઘટે. વળી અહીં શ્રીમંતાઈની અસર પહોંચાડવાની આશા રાખવી કરવી નહિ. અહીં આત્મકલ્યાણ છે એમ લાગે તો જ આવવું જરૂરનું છે, બાકી જેમાં અકલ્યાણ લાગે ત્યાં જવાની શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા નથી. 106 અહીં આવનારે નિર્ણય કરીને જ આવવું જોઈએ કે-લક્ષ્મી, ઘરબાર, કુટુંબ અને જાતને પણ ભૂલવાની ! એ ખતમ થાય તો પણ પરવા નહિ !! ભલે કરજો શક્તિ હોય તેટલું, પણ આવો ત્યારે આ બધું છોડવાની તૈયારીનો નિર્ણય રાખજો ! ન છોડાય તો પામરતા માનજો !! ‘આ ઉપાધિ શી ?’ એમ કહ્યું ન ચાલે. વ્યવહારમાં ઉપાધિ નથી ? કયો વેપાર ઉપાધિ વિનાનો છે ? પેઢી માંડો એટલે પહેલાં તો માલમાં જ લાખ રોકવા પડે, પછી બજારભાવ હોય તો નાણાં ઠીક ઊપજે, પણ પહેલાં તો લાખ ઘરમાંથી કાઢવા પડે.,કાપડિયો હજારો રોકી કાપડ ભરે, લોઢાવાળો લોઢું ભરે, પણ કમાણી તો થાય ત્યારે ખરી. પહેલાં કાઢવા પડે એ વાત નક્કી; પેઢી માટે, વેપાર માટે મિલકત અપાય અને અહીં નહિ ? આપત્તિ તો આવે અને એ આવે ત્યારે જ ધર્મ માટે ખર્ચવાની જરૂર છે. આપત્તિ વિના ધર્મીની કસોટી પણ કેમ થાય ? આપત્તિ વખતે અડગ રહેવું, એનું જ નામ શાસનની ટેક અને એ ટેક હોય તો જ શાસનની સેવા થાય. શ્રીસંઘનું કામ તે જ છે. આવા વાતાવરણમાં વૈરાગ્ય આવે એ જ આશ્ચર્ય : આ તો કહે છે કે-જન્મે ત્યારથી એક પણ દોષ વિનાના હોય, તેવા સંયમી જોઈએ, એવા મળશે ? એવો કાયદો કરવો છે ? ભગવાન પોતે પણ સર્વ સાવઘયોગનું પચ્ચક્ખાણ કરે છે. શ્રી તીર્થંકરદેવની પણ પોતાની પ્રવૃત્તિ પાપવાળી ખરીને ? ગૃહાવસ્થાવાસમાં એમની પ્રવૃત્તિ જો સાવઘ હોય, તો આજનાની સાવઘ ન હોય ! આજ તો અનીતિ વધારે, જૂઠું વધારે, પ્રપંચ Page #128 -------------------------------------------------------------------------- ________________ 107 – – ૯ઃ જૈન સંઘ એટલે ત્યાગની મૂર્તિ ! - ૭ - ૧૦૭ વધારે. કહોને કે-સઘળી પાપની પ્રવૃત્તિઓ વધારે, તો આવા વાતાવરણમાંથી દિીક્ષા લેવા આવે તો આપવી કે નહિ ? આજે નાની વયના છોકરાઓને પણ સિગારેટ જોઈએ. હોટલમાં જવાની આવડત તો એનામાં હોય જ. રાતે બાર વાગ્યા સુધી ફરે અને જ્યાં રખડે નાટક - સિનેમાની કંપનીઓએ એમનાં હૈયાં ખરાબ કર્યા છે. આ વાતાવરણ જોતાં તો દીક્ષા માટે કોઈ લાયક છે ? માબાપે બાળકને હોટલ કે નાટક ચેટકમાં જતાં રોક્યાં ? રાત્રે ખાતાં કે સિગારેટ પીતાં અટકાવ્યાં? શ્રાવકના ઘરમાં કંદમૂળ આવે જ નહિ, એવું થયું ? શ્રાવકના ઘરમાં કંદમૂળ આવે અગર શ્રાવકને ત્યાં અનીતિ થાય, તો દંડ કરવાનો કાયદો કર્યો ? ત્યાં તો ના કહે છે અને ઊલટા કહે છે કે “ઘેર ઘેર માટીના ચૂલા'. દોષો અટકાવવા નથી તો પછી નિર્દોષ વ્યક્તિ લાવવી ક્યાંથી ? જેને આવા વાતાવરંણમાં વૈરાગ્ય થાય, એ તો ભાગ્યવાન છે ! પૂર્વની આરાધના હોય તો વૈરાગ્ય આવે ત્યાં નવાઈ નહિ, કારણ કે ત્યારનું વાતાવરણ સાફ હતું. આજના આવા વાતાવરણમાં વૈરાગ્ય આવે એ મોટી નવાઈ છે. ઇતરને બતાવો કે જૈનસમાજ ત્યાગમય છે. આજે વિરાગી નથી એમ નહિ; વિરાગી તો ઘણા છે પણ મૂંઝાય છે, દશા કફોડી છે. વૈરાગ્ય થયાનું કોઈને કહેવામાં પણ આજે જોખમ છે; કેમકે-કહે તો કેટલાય વિગ્રહ ઊભા થાય. વિરાગી આત્માઓ પોતાના વૈરાગ્યની વાત દિલ ખોલીને ફોઈની આગળ નથી કરી શકતા. એ જાણે છે કે-વાત કરી તો માનવ રૂપમાં છુપેલા ધર્મભક્ષક રાક્ષસ જેવાઓ ભેગા થઈને શું કરશે, એ કહેવાય નહિ. આ સ્થિતિ શ્રી સંઘે દૂર કરવી જોઈએ અને જગતને દેખાડી દેવું જોઈએ કે-એક એક દીક્ષાની પાછળ જૈનો લાખો ખર્ચવા તૈયાર છે. જેનો એટલે જીવદયાના હિમાયતી. એક આત્મા અનંતા આત્માને અભય આપે, ત્યાં જૈનો લાખો ખર્ચે એમાં નવાઈ શી ? એવી રીતનો વર્તાવ કરો, કે જેથી ઇતર સમાજ પણ જુએ કે, જૈનસમાજ ત્યાગમય છે. હું તો વસ્તુ બતાવું. નરક અને સ્વર્ગ બેય બતાવું, લાભ અને હાનિ બેય બતાવું, લેવાય તો લાભ લ્યો, નહિ તો એવું ભાગ્ય ! હું શું કરીશ! બાકી શ્રીસંઘે તો ધર્મીથી આત્માના રક્ષક, સહાયક અને અને આધારરૂપ બનવું જોઈએ. અસ્તુ. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : સંઘ અને સાધુનું પરીક્ષક તત્ત્વ વીર સં. ૨૪૫૭, વિ. સં. ૧૯૮૬, માગસર વદ-૮, મંગળવાર, તા. ૨૪-૧૨-૧૯૨૯ ♦ શ્રીસંઘના સ્થાપકનું અપમાન કરે એવા સંઘને ન માનો : ♦ પાપીને ધર્મી થવામાં સહાય કરે તે જ શ્રીસંઘ ! ♦ શ્રી દઢપ્રહારી અને ખેડૂતનું દૃષ્ટાંત : ♦ ધર્મ પ્રત્યેની દુર્ભાવનાનું કારણ સાંસારિક લાલસા છે : ♦ મંદિર અને ઉપાશ્રયના ટ્રસ્ટીઓની ફરજ : ♦ શ્રાવકને સાધુપણું સંભળાવવાનું શું કારણ ? ♦ પડવાની ભાવનાવાળા પણ ચર્ડ ક્યારે ? ♦ સંઘ અને સાધુની પરીક્ષા કરતાં શીખો ! ♦ અમારી અને તમારી જોખમદારી સમજો ! ♦ પાપી પણ એક અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામે છે ! ♦ સ્યાદ્વાદ એટલે હેય અને ઉપાદેય બંને સરખાં નહિ ! ♦ રાગી રૂવે.એમાં વિરાગીઓનો ઉપાય જ નથી : શ્રીસંઘના સ્થાપકનું અપમાન કરે એવા,સંઘને ન માનો ! ન 10 સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી શ્રી તીર્થંકરદેવ પછી શ્રીસંઘને પૂજ્ય કોટિમાં આવતા શ્રીસંઘના સ્વરૂપને દર્શાવનાી ગાથાઓથી, શ્રીસંઘની સ્તવના કરે છે. એ ગાથાઓ દ્વારા સમજાવવામાં આવતું શ્રીસંઘનું સ્વરૂપ સમજવાની બહુ જ અગત્ય છે. જે સમયે ‘તીર્થંકર પછી શ્રીસંઘ પૂજ્ય છે, ચોવીસ તીર્થંકર થયા અને પચીસમો તીર્થંકર શ્રીસંઘ છે, માટે એની આજ્ઞા દરેકે માનવી જ જોઈએ.' – એમ કહીને ગમે તેવી માન્યતાં ફેલાવવાની આજે છૂટ લેવામાં આવે છે, તે સમયે એ સમજી લેવું જોઈએ કે-‘પચીસમા તીર્થંકરસ્વરૂપ સંઘ કેવો હોઈ શકે ?' જો ગમે તેવી માન્યતા ફેલાવનારનું પણ શ્રીસંઘ તરીકે બહુમાન સાચવીએ, તો શ્રી તીર્થંકરદેવનું અપમાન થાય છે. આપણે એવું બહુમાન કરવા નથી માગતા, કે જેથી શ્રીસંઘના સ્થાપકનું જ અપમાન થાય. - જે શ્રીસંઘ પોતાને તીર્થંકરવત્ મનાવવા માગે છે, તેણે પોતાની સ્થાપના શા માટે છે તથા પોતાની ફરજો શી શી છે, તે જાણવું જોઈએ. જો એ ન જણાય, Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : સંઘ અને સાધુનું પરીક્ષક તત્ત્વ -10 તો એક જ અર્થ છે કે-પોતાને સંઘ તરીકે મનાવનારમાં તથા પોતાને સંઘ તરીકે માનના૨માં બુદ્ધિ નથી અને માનવા-મનાવવાના હેતુની પણ ખબર નથી. 109 ૧૦૯ સૂત્રકા૨ મહર્ષિ અનેક રૂપકોથી શ્રીસંઘનું સ્વરૂપ સમજાવે છે. પહેલી ઉપમા ‘નગર’ની આપે છે, શ્રીસંઘ એ નગરરૂપ છે. યોગ્ય આત્માને આશ્રય આપે એ નગર કહેવાય. એકએક ધર્મીને રહેવા માટે નગર શ્રીસંઘ છે. નગરી કદી ઉજ્જડ ન હોય. લક્ષ્મી વિનાની, શેરી તથા માર્ગ વિનાની અને રક્ષણ માટે ફરતા કિલ્લા વિનાની પણ ન હોય. શ્રીસંઘરૂપ નગરમાં ઉત્તરગુણરૂપ મકાનો છે, શ્રુતરત્નરૂપ લક્ષ્મી છે, સમ્યગ્દર્શનરૂપી શેરીઓ છે અને એના રક્ષણ માટે અખંડ ચારિત્રરૂપ એને ફરતો કિલ્લો છે. આ શ્રીસંઘરૂપ નગરમાં પરમ શાંતિપૂર્વક રહેવું, એ ધર્મી માત્રની ફરજ છે. નગરરૂપ બનનાર શ્રીસંઘે, અખંડ ચારિત્રરૂપ કિલ્લાથી વિંટાયેલા બનવું જોઈએ અને એની શોભા ઉત્તરગુણરૂપ મકાનોથી જ હોય. આવા શ્રીસંઘરૂપ નગરમાં આશ્રયનો કોઈ પણ ઇન્કાર કરે ? શ્રીસંઘરૂપ નગરમાં વસતા ધર્માર્થીની ભાવના, વિષય-કષાય રૂપ સંસારને છેદવાની જ હોય. એ ધર્માર્થીની ભાવના વિષય-કષાયરૂપ સંસારને માંડવાની હોય કે ભાંગવાની ? શ્રીસંઘ, એ સંસારને મંડાવે કે ભંગાવે ? સંસારમાં રહેવા ઇચ્છે, રાચીમાચીને રહેવા ઇચ્છે, એ વસ્તુતઃ ધર્મી પણ નથી. શ્રી સંઘરૂપ નગરમાં તે ધર્મી વસે, કે જેને સંસારના છેદની ભાવના હોય અને એવી ભાવનાવાળા ધર્માર્થીના હાથમાં શ્રીસંઘ ચક્રરૂપ બને. એ ધર્માર્થી જ્યારે સંસાર છેદવા માગે, ત્યારે ચક્રરૂપ શ્રીસંઘ એને તમામ પ્રકારની સહાય કરે. ધર્મી અરણ્યમાં ભટકતો હોય અને મોક્ષનગ૨માં જવા ઇચ્છતો હોય, તો પોતામાં બેસાડી ત્યાં લઈ જવા માટે, શ્રીસંઘ એ રથરૂપ બને. શ્રી તીર્થંકરદેવની ગેરહાજરીમાં તથા એમની હયાતીમાં પણ જે શ્રીસંઘને, એમના જેવો જ પૂજ્ય કહેવામાં આવે છે, તે કેવો હોય ? - એ સમજાવવા માટે તો જુદાં જુદાં રૂપકો આપી, તેના સ્વરૂપની સૂત્રકાર મહર્ષિ સ્પષ્ટતા કરે છે. શ્રીસંઘરૂપ નગરમાં ઉત્તરગુણ રૂપ ભવનો (મકાનો) હોય, શ્રુતરત્નરૂપ ઋદ્ધિસિદ્ધિ હોય, સમ્યગ્દર્શન વિશુદ્ધિરૂપી શેરીઓ હોય અને એને ફરતો અખંડ ચારિત્રરૂપ કિલ્લો હોય. શ્રીસંઘરૂપી ચક્રને સત્તર પ્રકારના સંયમરૂપી તુંબ હોય, બાર પ્રકારના તપરૂપી આરા હોય અને સમ્યગ્દર્શનરૂપી ફરતી બાહ્ય પીઠની ભ્રમિ હોય. શ્રીસંઘરૂપી રથને શીલરૂપી ધ્વજા હોય, તપ અને સંયમરૂપી અશ્વો (ઘોડા) જોડ્યા હોય અને નિરંતર પાંચે પ્રકારના સ્વાધ્યાયરૂપી મધુર ઘોષો એમાં ચાલુ હોય. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – - 110 શ્રીસંઘ નગરરૂપ બને, તો “આ યોગ્યતા” જોઈએ, ચક્રરૂપ બને તો “આ યોગ્યતા' જોઈએ અને રથરૂપ બને તો “આ યોગ્યતા” જોઈએ : આ યોગ્યતા વિના સંઘમાંથી કોઈ પણ વ્યક્તિ કોરી પોતાની જાતને તીર્થકર તરીકે મનાવી, મરજી મુજબ કોઈને દોરવા માગે તો દોરી શકે ? એવી રીતે દોરવાની તેને છૂટ છે ? હરગિજ નહિ ! કોઈ પણ વ્યક્તિને એવી છૂટ નથી. આ બધી યોગ્યતાની અવગણના કરી, પોતાની મરજી મુજબ કોઈને દોરવાનો કોઈ પણ વ્યક્તિને હક્ક નથી ! આમાં જણાવેલી યોગ્યતાવાળા શ્રીસંઘને કોણ ન માને ? કોણ ન પૂજે ? જે ન માને, ન પૂજે, ન સેવે તે શ્રી જિનેશ્વરદેવના શાસનમાં રહેવા લાયક નથી. પાપીને ધમ થવામાં સહાય કરે તે જ શ્રીસંઘ ! નગર તો આવે એને આશ્રય આપે, સંસાર છેદવાની ભાવના થાય એને ચક્ર તો સહાય કરે, પણ અરણ્યમાં ભટકતા, સાધનહીન, ચાલવાની તાકાત, વિનાના પણ મોક્ષમાં જવાની ભાવનાવાળાઓને; તો શ્રીસંઘ રથરૂપ બની, પોતામાં બેસાડી મોક્ષમાર્ગની મુસાફરી કરાવે-મોક્ષે પહોંચાડે. ધર્મ કરવા નીકળ્યો છે. માલ તો બળ્યો નથી, આવો છે, તેવો છે, કાંઈ બનતું તો છે નહિ.” આવું આવું શ્રી સંઘથી ન બોલાય. મોક્ષાર્થીની તો બધી જોખમદારી શ્રીસંઘ પોતે જ ઉઠાવે. જે ધર્મ કરવા નીકળ્યો. તેની ખામી શોધવાનું કામ શ્રીસંઘનું નથી. એમાં ખામી કે ઓછાશ હોય, તે પૂરી કરવાનું કામ શ્રીસંઘનું છે. એને જોઈતી સામગ્રી શ્રીસંઘ પૂરી પાડે; એની તમામ આપત્તિ શ્રીસંઘ ટાળે; એનાં કલંકોને પોતાના ભોગે દૂર કરે : “એ આવો છે ને તેવો છે' એમ શ્રીસંઘ ન કહે, એમ કહેનારે વિચારવું જોઈએ કે-“પોતે કેવો છે ?' શ્રી કૃષ્ણ મહારાજાએ દાંડી પીટાવી હતી કે-જેને પ્રભુના માર્ગે જવાની ઇચ્છા હોય તે નીકળે; એની પાછળની તમામ જવાબદારી મારે માથે છે.' આ જાહેરાતને કારણે હજારો આત્મા નીકળ્યા અને સંયમ સાધીને મુક્તિપદે ગયા. આજના તો કેટલાકો કહે છે કે દુનિયાદારીમાં પૂરો પ્રવીણ હોય તે જ ધર્મમાર્ગને સાધી શકે; અર્થાતુ-જેણે શ્રીસંઘની પાસે પોતાનું મોક્ષમાર્ગનું અધિકારીપણું બતાવવું હોય, તેણે દુનિયાનું તમામ કરી છૂટવું જોઈએ અને એમ હોય તો જ સંઘ એને સર્ટિફિકેટ આપે !!! ગઈકાલ સવારનો ચોર આજે સારો ન બને, એમ એ લોકો કહે છે ! ક્ષણ પહેલાંના કરોડપતિને ભિખારી બનતો નજરે ભાળે છે, ક્ષણ પહેલાંના હરતા-ફરતાના મડદાને પોતાની નજરે નિહાળે Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : સંઘ અને સાધુનું પરીક્ષક તત્ત્વ -10 છે અને જેની કશી પણ કિંમત ન હોય તેને માલદાર બનેલો જુએ છે, એટલું જ નહિ પણ તેને સલામ ભરી, આજીજી કરી તેની ગુલામી કરે છે, ‘પણ કાલનો ચોર આજે સારો બને' એ વાતને તેઓ નથી માનતા, એ જ ખૂબી છે ! તેઓ કર્મની થીયરીને અને આત્માની સ્વરૂપસત્તાને માનતા નથી, એ સૂચવે છે કેતેઓમાંથી વસ્તુતઃ સંઘત્વ નાશ પામ્યું છે. 111 ૧૧૧ શ્રી કૃષ્ણ મહારાજાએ દાંડી પિટાવી ત્યારે એમ નહોતું કહ્યું કે-‘જેનામાં કોઈ પણ જાતનો દોષ ન હોય તે જ આવે !' કેમકે-એ જાણતા હતા કે-દોષ તો હોય જ, દોષ છે માટે તો નીકળે છે; દોષ ન થાય તે માટે તો દીક્ષા છે. કષાય હતા, મોહ હતો, સંસારના વિષયોની વાસના હતી, એ બધાને જીતવાને માટે તો આ સ્થાન છે; આ દીક્ષા એ ઉપાય છે. ભણેલા માટે નિશાળની જરૂર નથી, નિશાળની જરૂર તો અભણ માટે છે.. સંઘના આપેલા ત્રીજા રૂપકમાં જરા વધારે વાત છે, વજન વધારે છે, એ રૂપકમાં ફરજ વધે છે. ફરજની માત્રા વધે છે, સ્પષ્ટતા વધારે થાય છે. સાધનહીન ભટકતાને અરણ્યમાંથી મોક્ષે પહોંચાડવા શ્રીસંઘ ૨થરૂપ બને. હવે કોઈ પૂછે કે-એ અરણ્યમાં શું કરતો ?' ત્યાં તો એ બધું કરતો હતો; માનો કેખાતર પાડીને ખાતો હતો; હિંસાથી જીવન નિભાવતો હતો, જૂઠું-એ તો એનો આચાર હતો, ચોરીને તો એ જરૂરનું સાધન માનતો હતો, એની ઇન્દ્રિયો એવી બહેકેલી હતી કે એને મા-બહેનનું પણ ભાન નહોતું રહેતું, એની લાલસા એવી તીવ્ર હતી કે-જેનો કોઈ સુમાર નહોતો અને એના ગુસ્સાનો પાર નહોતો, પણ અંગ્રે· સદ્ગુરુના યોગે ધર્મ સાંભળ્યો, એ એને ગમ્યો અને એને એ ધર્મ · મેળવવાની ભાવાન થઈ; તેથી એ આવવાને તૈયાર થયો, તો શ્રીસંઘ તેવા આત્માને રથરૂપ બની લઈ જાય, પણ તેના દોષો ગણાવવા ન બેસે ! પૂર્વના દોષોં ગણાવી-‘તું ભાવનાવાળો થવા છતાં પણ ધર્મ માટે લાયક જ નથી’-એવું કહેવાની ધૃષ્ટતા સંઘથી ન જ થાય. પૂર્વે ભયંકર પાપી હોવા છતાં પણ સદ્ગુરુના યોગે ધર્મને પામીને પોતે તરી ગયાનાં અને પરને તારી ગયાનાં દૃષ્ટાંતો કાંઈ ઓછાં નથી ! માટે જ પાપીને પણ ધર્મી થવામાં સહાય કરે, તે જ શ્રીસંઘ છે. વસ્તુતઃ વિચાર કરવામાં આવે તો તરત જ સમજાય તેમ છે કે-શ્રી સંઘની પૂજ્યતાનો હેતુ જ એ છે, પણ એ વિચારે તો ને ? શ્રી દૃઢપ્રહારી અને ખેડૂતનું દૃષ્ટાંત ઃ દૃઢપ્રહારીને છેલ્લી ઘડીએ વૈરાગ્ય થયો છે. થોડીવાર પહેલાં તો એણે ચાર Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – 12 ચારની હત્યા કરી છે : ગાયની, બ્રાહ્મણની અને ગર્ભવતી સ્ત્રીની - જેમાં બાળક આવી ગયું. આ રીતે ચાર-ચાર હત્યા કરી પણ પોતાની આંખે જ્યારે ગર્ભને તરફડતો જોયો ત્યારે એને આઘાત થયો અને માતાપિતા વિનાનાં બીજાં પણ નિરાધાર બાળકોને જોવાથી તેને ઘણો જ ત્રાસ થયો; એનામાં દયાની ભાવના જાગી અને વૈરાગ્ય થયો. મુનિવર મળ્યા અને તે મુનિવર પાસે દઢપ્રહારીએ શરણ માગ્યું; મુનિવરે પણ તેને યતિધર્મનો ઉપદેશ આપ્યો. પાપભીરુ એવા તેણે તે ધર્મ અંગીકાર પણ કર્યો. આવા પણ ઘાતક આત્માને તે તારક મુનિવરે “તારા જેવા હિંસકને ન રખાય-એમ ન કહ્યું પણ દીક્ષા આપી. પછી તો કઠોર અભિગ્રહ અંગીકાર કરી, તપ તપી, કેવળજ્ઞાન પામીને શ્રી દૃઢપ્રહારી પણ મુક્તિપદે ગયા. ' શ્રી જૈનશાસન આ છે. જ્યારે આજના ધર્મથી વિમુખ બનેલાઓનું યોગ્યતા જોવાનું માપ જ કોઈ જુદું છે ! માટે એવા અજ્ઞાન અને ધર્મથી વિમુખ થયેલાં આત્માઓની વાતો ઉપર વજન આપી, વસ્તુના રક્ષક બનવાને બદલે ભક્ષકન બની જવાય, એની ખાસ કાળજી રાખવા જેવું છે. સંઘ તરીકે પૂજ્યની કોટિમાં આવનારા પોતામાં શાસ્ત્રાનુસારી ગુણો લાવવાના પ્રયત્નો ન આદરે એ કેમ ચાલે ? પોતાની જાતને તીર્થકરવતું મનાવનારે શ્રી તીર્થંકરદેવને ઓળખવા જોઈએ. પોતાને જોઈ ઓઘો મૂકી ભાગી જનાર ખેડૂતને પણ બોધ કરવા માટે પોતાના મોટામાં મોટા શિષ્યને મોકલનાર ઉપકારી ભગવાન શ્રી મહાવીરદેવ હતા. એ પરમ તારકના જેવા કહેવરાવવા ઇચ્છનાર શ્રી સંઘમાં ઉપકારની કઈ ભાવના હોય ? એ શ્રીસંઘના ઠરાવ કેવો હોય ? એ શ્રીસંઘની વાતચીત-વિચાર વિગેરે કેવું હોય ? આ તો એક જ વાત કે-“સાધુ, સંઘનું કેમ ન માને ?” પણ એ ગાંડાઓને ખબર નથી-સાધુ પાસે આજ્ઞા મનાવવાની ભાવના શ્રીસંઘને હોય જ નહિ, એટલું જ નહિ પણ એને તો સાધુની આજ્ઞા માનવાની ભાવના હોય. નગરના ચક્રના, રથના અને કમળના રૂપકમાં તમારું સ્થાન ક્યાં, એ તમે તપાસ્યું ? પોતાનું સ્થાન તપાસો. શ્રીસંઘનું સ્વરૂપ વિચારો. સૂત્રકાર મહર્ષિએ કહેલા શ્રીસંઘના સ્વરૂપને વળગાય, તો તમારું સ્થાન તમને તરત સમજાય. ચાર પ્રકારના સંઘમાં સત્તા ક્યાં મૂકી છે, એ આ બધા રૂપકથી સમજાય તેમ છે. ધર્મ પ્રત્યેની દુર્ભાવનાનું કારણ સાંસારિક લાલસા છે: નગરનું રૂપક વિચારો ! ઉત્તરગુણરૂપ ભવન, શ્રતરત્નરૂપ લક્ષ્મી, સમ્યગ્દર્શન રૂપ શેરીઓ અને અખંડ ચારિત્રરૂપી કિલ્લો. આ ચારે એકી સાથે ક્યાં હોય ? Page #134 -------------------------------------------------------------------------- ________________ in૩ – ૧૦ : સંઘ અને સાધુનું પરીક્ષક તત્ત્વ -10 - - ૧૧૩ - ચક્રના રૂપકમાં સત્તર પ્રકારના સંયમરૂપ તુંબ, બાર પ્રકારના તારૂપ આરા અને સમ્યગદર્શન રૂપ બહારની પીઠની ભૂમિ; આ બધું એકી સાથે ક્યાં હોય ? રથનું રૂપક જુઓ ! શીલરૂપ પતાકા, તપ-નિયમ રૂપી અશ્વો અને પાંચે પ્રકારના સ્વાધ્યાય રૂપી મધુર ધ્વનિ ચાલુએ તમામ પણ એક સાથે ક્યાં હોય ? મર્યાદામાં રહેનાર અને રાખનારના, સેવ્ય અને સેવકના ભેદ પાડવા જોઈએ. એ ભેદ વિચારે તો બધું સમજાય! પણ એ ભેદ એ લોકો પાડી શકતા નથી. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં શ્રીસંઘને નગરરૂપે, ચક્રરૂપે, રથરૂપે, કમળરૂપે, ચંદ્રરૂપે, સૂર્યરૂપે, સાગરરૂપે અને મેરૂ પર્વતરૂપે ખવાય છે. તેની ઘણી જ ઉત્તમતા બતાવાય છે. આજે શાસ્ત્રવચન ઉપરનો વિશ્વાસ ઊઠી જવાને લઈને, તેવા કેટલાક આત્માઓની સ્થિતિ ડામાડોળ થવા માંડી છે. એ શાથી થયું ? એનું કારણ એક જે કે-સંસારની વાસના અને વિષય-કષાયની માત્રા વધી માટે ! શ્રી જિનેશ્વરદેવ, નિગ્રંથ ગુરુ તથા આગમ પ્રત્યે દુર્ભાવનાનું કારણ શું ? એ બધા અઢારે પાપસ્થાનક છોડવાનું કહે છે, લાખ-બે લાખ આપવાનું તો કહેતા નથી ને ? સોનાનાં જ મંદિર કરાવો, એમ કહે છે ? કોટ્યાધિપતિ જ આ ધર્મ પાળી શકે, બીજા નહિ, એવું કહ્યું ? નહિ જ, કારણ કે-આ ધર્મ ચક્રવર્તી તથા રંકઉભય સમાનતાથી પાળી શકે છે. આવું છતાં આમના પ્રત્યે, આ દેવ, ગુરુ અને વિધર્મ પ્રત્યે દુર્ભાવનાનું કારણ માત્ર સાંસારિક લાલસા સિવાય બીજું શું કહી શકાય તેમ છે ? - આ આગમ, દુનિયાના જીવોની સાંસારિક લાલસા ઉપર કાપ મૂકે છે. આ આગમ રોજ પાપની ખુલ્લા શબ્દોમાં નિંદા કરે છે ! પાપના પ્રેમી આત્માને શ્રીસંઘરૂ૫ ઉત્તમ નગરમાં સ્થાન નથી-એવું આ આગમ પોકારી પોકારીને રોજ કહે છે. એથી જ પાપના પૂજારીઓ ગભરાઈ ગયા છે અને શ્રીસંઘની સુંદરતામાં કદરૂપતા લાવવા મથે છે. મંદિર અને ઉપાશ્રયના ટ્રસ્ટીઓની ફરજ શ્રીસંઘની મનોવૃત્તિ કેવી હોવી જોઈએ ? શ્રીસંઘ જો સાચી રીતે જાગૃત થાય, તો બધું જ વ્યવસ્થિત થઈ શકે એમ છે. આજે તો વગર યોગ્યતાએ પૂજાવાના કોડ પેદા થયા છે અને એ કોઈ પણ રીતે પૂરી શકાય તેમ નથી જ ! આજે દેરાસરો અને અન્ય ધર્મસ્થાનોના ટ્રસ્ટીઓ માટે પણ કડવી ફરિયાદો ઊભી થાય છે. જો કે-આપણે ખોટી રીતે ટીકા કરનારાઓની દરકાર કરતા જ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - – 14. નથી. માત્ર આપણે તો વસ્તુસ્થિતિને જ સ્પષ્ટ કરવા માગીએ છીએ. જે વહીવટોમાં શ્રી અરિહંતપદ આદિની આરાધના સમાયેલી છે, તેનું ટ્રસ્ટીપણું કરવાથી તીર્થકર નામકર્મ પણ બંધાય, એમાં કશું જ આશ્ચર્ય જેવું નથી, પણ તે કરતાં આવડે તો ! જો તે ન આવડે તો વિપરીત પરિણામ પણ આવે. ટ્રસ્ટીઓએ તે તે સ્થાનોની સાધકતા સાધવી જ જોઈએ. મંદિરના ટ્રસ્ટી એટલે દરેક ભક્તિ કરવા આવનારને, સુવિશુદ્ધપણે શ્રી જિનેશ્વરદેવની ભક્તિ કરી શકે એવાં સાધનો મેળવી આપનાર અને ઉપાશ્રયના ટ્રસ્ટી એટલે ત્યાં આવતા સાધુ-સાધ્વીને સંયમ પાળવામાં તથા પ્રચારવામાં આવતી તમામ હરકતોને દૂર કરનાર અને અન્ય ધર્માત્માઓને પણ ધર્મસાધન માટેની સઘળી અનુકૂળતાઓ કરી આપનાર ! ધર્મસ્થાનના ટ્રસ્ટીઓ દેવ, ગુરુ અને ધર્માત્માઓ સામે હાથ જોડીને ઊભા રહેનાર હોવા જોઈએ. વહીવટ કરતાં આવડે તો તીર્થકર ગોત્ર બાંધે, ન આવડે તો એ તો જાય, પણ કાંક નવું જ બાંધે. વહીવટ પણ આજે માલદાર સ્થાનનો થાય છે, કારણ કે સામાન્ય સ્થાનની જોખમદારી કોણ લે? મંદિર તથા ઉપાશ્રયના ટ્રસ્ટી જો મરજી મુજબ જ ચાલે, પોતાની મરજીનો જ અમલ કરે, પોતે જ માલિક બને, તો શાસ્ત્ર કહે છે કે-એ ભયંકર અનર્થ કરનાર છે; એ તો સારી વસ્તુ અયોગ્યના હાથમાં ગઈ, એમ જ કહેવાય. ટ્રસ્ટી તો રોજ સેવા કરનારને પૂછે અને કહે કે તમને કઈ ત્રુટી છે? કઈ હરકત છે? તમારી ભાવનાના ઉલ્લાસમાં નડે છે શું? તમે અત્રે રંગાઈ જાઓ, તે માટે બધું જ કરવા અમે તૈયાર છીએ.” આવા ટ્રસ્ટીઓ પોતાના વહીવટને સારી રીતે દીપાવવા સાથે, સ્વપર-ઉભયનું આત્મહિત સાધી શકે. ઘરનો પણ માલિક તે કહેવાય, કે-જે બધાને શાંતિમાં રાખે. “હું એકલો જ ખાઉં ને બીજા મજૂરી કરે' - આ ભાવનાવાળા માલિક માટે તો દીકરા પણ કહે બાપાજી છે. પણ પાલવે તેમ નથી.” એવા સસરાજીને માટે તો વહુ પણ એમ જ બોલે. અયોગ્ય ટ્રસ્ટી હોવાના કારણે તો ઘણાએ પૂજા-ભક્તિ કરવી મૂકી દીધી. નાહકનો કષાય થાય છે'. એ ભાવનાએ ઘણા ત્યાંથી ખસી ગયા. આવી સ્થિતિ કદી ન હોવી જોઈએ. જ્યારે એક સામાન્ય વહીવટ બાબતમાં પણ આ બધા વિચાર કરવા પડે, તો શ્રીસંઘે પણ કઈ આજ્ઞા, કોને થાય, એ બધો વિચાર કરીને જ વર્તવું જોઈએ. આપણો મુદ્દો એ છે કે-સારું ખોટું પરખાય તો આપણા સ્વરૂપમાં સ્થિર થવાય. Page #136 -------------------------------------------------------------------------- ________________ 15 - ૧૦ : સંઘ અને સાધુનું પરીક્ષક તત્ત્વ -10 – ૧૧૫ શ્રીસંઘ, એ ધર્માત્મા માટે બધી રીતે સહાયક બને. કોઈ ધર્મી બને એને બેફીકર રહેવાનું શ્રીસંઘ કહે, એનાં દેવાં પતાવે, એનાં વૉરંટ-હુકમનામાં વિગેરે છોડાવે અને દુનિયાને જાણવા પણ ન દે. શ્રીસંઘ આ રીતે વર્તે તો કોઈ કાચા પરિણામવાળો હોય તો પણ પાકો થાય, પડતો આત્મા પણ સ્થિર બને અને એને જરૂર એમ લાગે કે-જે ધર્મનો આ પ્રભાવ છે કે-ઇચ્છા માત્રથી બધી આપત્તિ ટળે છે, તો એને એવું તો કયું કલ્યાણ ન થાય? પણ આ થાય ક્યારે ? ઘરમાં બેઠેલા પણ ત્યાગના રંગથી રંગાયા હોય તો ! શ્રાવકને સાધુપણું સંભળાવવાનું શું કારણ ? કેટલાક કહે છે કે-“શ્રાવકને સાધુપણું શા માટે સંભળાવો છો ?' કહું છું કે- શ્રીસંઘના અંગ બનવા માટે સંભળાવું છું. આ બધું છોડવું જોઈએ એમ જે ન માને, તે શ્રીસંઘના અંગરૂપ નથી. આ બધું છોડવું જોઈએ એ ભાવના વગરના જેઓ પોતાને સંઘના અંગ તરીકે ગણાવવા માગે છે, તેઓ ખરે જ જોરદાર મિથ્યાત્વ રોગથી પીડાઈ રહ્યા છે, એમ કહ્યા વિના છૂટકો જ નથી. એ રોગ મટાડવા માટે-ત્યાગ વિના મુક્તિ નથી'-એ વાત ઠસાવવાની અમારી ફરજ છે. એ ઠસ્યા વિના દાન એ વસ્તુતઃ દાન નથી, શીલ એ વસ્તુતઃ શીલ નથી, તપ એ વસ્તુત: તપ નથી અને ભાવના પણ વંધ્યા જેવી છે. પોતે દીક્ષા લઈ શકે તેમ ન હોય, પણ લેવા જેવી છે-એમ માનનારને “સાધુપણાની વાત સાંભળતાં કંટાળો કેમ આવે ? પચાસનો કમાનારો પણ લક્ષાધિપતિની વાત તો પ્રેમથી સાંભળે છે. એ લક્ષાધિપતિ વળી કરોડપતિની વાત પણ અધિક પ્રેમથી સાંભળે છે. એ કિરોડપતિ વળી રાજાની વાત એથીયે અધિક પ્રેમથી સાંભળે છે. અને એ રાજા - ચક્રવર્તીની વાત ઘણા જ પ્રેમથી સાંભળે છે, કેમકે-તેની જેવા જ બનવાની ઇચ્છા છે. તો દેવ, ગુરુ અને ધર્મને માનનારને આ વાત સાંભળતાં કંટાળો કેમ હોય ? - તમારામાં સંયમ લેવાની તાકાત નથી એમ કલ્પના ખાતર માન્યું, પણ ઇચ્છા તો છે ને ? જો કે–તાકાત નથી એમ હું નથી માનતો. પ્રવૃત્તિ કર્યા વિના તાકાત નથી. એની ખાતરી શી ? ઇચ્છા હોય ત્યાં પ્રવૃત્તિ ન હોય ? આટલી ઉમરમાં તમે સંયમ માટે પ્રયત્ન કર્યો જ નથી, તમારી ઇચ્છા જ નથી, અને એમ છે માટે જ મારે તમારામાં એ ઇચ્છા પ્રગટ કરવી છે. વર્ષોથી રોજ આગમો સાંભળ્યા, જેટલા સાધુ આવ્યા તેટલાને તમે સાંભળ્યા, છતાં સાધુપણું સાંભળવાની ઇચ્છા જ ન થાય, તો હું કહું છું કે-તમે કાંઈ સાંભળ્યું જ નથી. શ્રી જિનેશ્વરદેવની વાણી સાંભળનારને તો-ક્યારે સંયમ લઉં ?” એ ભાવના કાયમ હોય. ક્યારે એવો પુણ્યોદય જાગે કે સંયમ આરાધાય ?' આવી ઇચ્છા ન થાય Page #137 -------------------------------------------------------------------------- ________________ 116 ૧૧૬ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – તો સાંભળ્યું-એમ કહેવાય કે નથી સાંભળ્યું એમ જ કહેવાય ? અને નથી સાંભળ્યું એની જ આ પંચાયત છે. હૃદયમાં સંયમધર્મ વસ્યો નથી, એની જ આ બધી ધાંધલ છે. વસ્યો હોય તો જન્મીને સમજે ત્યારથી મરે ત્યાં સુધી આ જાપ હોય, ઘરમાં શિક્ષણ પણ એ હોય; આજનું બહારનું શિક્ષણ તો પેટ ભરવા માટે છે, કે જે પેટ તો એક દિવસ ફૂટવા તથા સળગી જવા સર્જાયું છે ! ખરું શિક્ષણ તો આ છે અને એ શિક્ષણનું તો ઠેકાણું પણ નથી. પડવાની ભાવનાવાળા પણ ચડે ક્યારે ? તમને સાધુપુરુષો તો ઘણા મળ્યા, પણ તમે એમનો સદુપયોગ કર્યો કે દુરુપયોગ ? છોકરો ગરીબ મટી લાખો લાવે તે ગમે, નવી દુનિયાનું નવું લાવે તે ગમે, પણ ઓઘી લે એ ન ગમે, એનું કારણ ? જે નહોતું એ લે ત્યાં વાંધો શો? નવું લેવા-લાવવાની ભાવના ક્યાં ગઈ? આજ તો કોઈ સંયમ માટે તૈયાર થાય એટલે બધા કહે કે-“ઓળખ્યો, એ તો દેવાળિયો, અરે ! કાલે તો મારે ત્યાં આંટા મારતો હતો.” - વિગેરે વિગેરે અછતા દોષો પણ ઊભા કરે. પણ કોઈ પૂછે કેતેં શું કર્યું એ તો કહે ! તમે-અમે ટકે શેર વેચાણા એ યાદ નથી ? આવ્યા ક્યાંથી ? નિગોદમાં કિંમત શી હતી ? એવા પણ તમે જો આવા બન્યા, તો કાલનો આંટા મારનારો આજે સાધુ બને, એમાં લાંછન શું છે ?' શ્રી સંઘના હૃદયમાં શું હોય ? એ બોલે શું ? રથરૂપ બનવાને બદલે જુદા બનાય, એ કેમ પાલવે ? “હજારોને ચડાવશું તો કો'ક દિવસ અમે પણ ચડશુંએવી શ્રી સંઘની ભાવના હોય. ધર્મની ભાવનાથી ધર્મ કરવા આવનારની પૂર્વકરણી તરફ જોઈ, શ્રીસંઘ તેને ધર્મ કરવાની સહાય કરવાને બદલે, તું યોગ્ય નથી એમ કહે ? દવા લેવા આવે એને જોઈને વૈદ્ય એમ કહે કે-“તું તો રોગી છે. માટે ચાલ્યો જા ?' આમ કહેનાર વૈદ્યને ડાહ્યો આદમી તો કહી દે કે-એ રોગી હતો માટે તો આવ્યો ! તાવ તથા ખાંસી ન હોત તો શું કરવા આવતા ?' શ્રી જિનેશ્વરદેવ એ ધનવંતરી વૈદ્ય જેવા છે. એના અભાવમાં “શ્રીસંઘ' એ પણ વૈદ્ય જેવો છે. એ સંઘવેદ્ય તે રોગી પર મહેરબાની કરે કે ચીડિયાં કરે ? પચીસમા તીર્થકર જેવા થઈને બેસવાની ઇચ્છા રાખનાર કેવા હોય ? અત્યારનું વાતાવરણ ઘણું વિરૂપ છે, માટે હવે વ્યક્તિગત તૈયારી કરવી પડશે; સમષ્ટિગતની વાત બહુ મુશ્કેલ છે. પથ્થરના ઢગલામાં છુપાયેલા-ઢંકાયેલા હીરાને વીણીવીણીને અલગ કરવા પડશે. હિરાનો નાનો ઢગલો અલગ બનાવાય, તો પથ્થરનો મોટો ઢગલો એની મેળે કિંમત વગરનો થઈ જાય. જો પથ્થર ભેગા હીરા પડ્યા રહ્યા, તો હીરા પણ પથ્થર ભેગા પથ્થરની કિંમતે Page #138 -------------------------------------------------------------------------- ________________ 17 – ૧૦ : સંઘ અને સાધુનું પરીક્ષક તત્ત્વ -10 - ૧૧૭ વેચાશે. હીરાનો ઢગલો અલગ થાય, તો પછી કોઈને કહેવા નહિ જવું પડે; બધી સીધા અહીં જ આવવાના. આખીયે દુનિયાને હીરા જોઈએ છે. એ ઢગલો અલગ થયા પછી, નાનો હશે છતાં પણ બધા ત્યાં આવશે. તેજનો પ્રકાશ જરૂર પડશે જ ! યોગ્યતા-અયોગ્યતાનું માપ શાસ્ત્ર કહે તેમ નક્કી કરવાનું કે તમે માનો તેમ નક્કી કરવાનું? દરદી માત્ર અયોગ્ય નથી. અસાધ્ય વ્યાધિવાળા દર્દી માટે દેવા ન હોય એ બને, પણ જેને ત્યાં દર્દી માત્ર માટે દવા ન હોય, એ વૈદ્ય જ નથી. જે ધર્મશાસન પાપીનો ઉદ્ધાર ન કરી શકે એ શાસન ધર્મશાસન નથી. જેટલા તર્યા તે બધા પહેલાં તો પાપી હતા ને ? સમ્યગ્દષ્ટિ બધાએ પહેલાં મિથ્યાત્વી હતા, વિરતિધર બધાયે અવિરતિમાં હતા. તમામ ક્ષમાશીલ પહેલાં તો ક્રોધી જ હતા ! જેમ રોગ અસાધ્ય ન હોવા છતાં દર્દીને ઔષધની ના પાડનાર એ વૈદ્ય જ નથી. તેમ થોડો પણ દોષ હોવા માત્રથી ધર્મ કરવા ઇચ્છનારને ધર્મ માટે અયોગ્ય માને એ સંઘ જ નથી. જેને વ્યાધિ કાઢવો ન હોય એની વાત જુદી, પણ ઇચ્છા હોય એને વૈદ્ય ના કહે ? એ જ રીતે ગમે તેવા ગુન્હેગારને પણ બચવાની ભાવના થઈ, તો શ્રીસંઘ બચાવે. આ સ્થિતિ આવે તો જે ઘોંઘાટ આજે છે તે હોય ? શ્રીસંઘ જો આ રીતે વિર્તે, તો આત્મા ચડે કે પડે ? ચડવાની ભાવનાવાળા તો ચડે, પણ પડવાની ભાવનાવાળાઓ પણ આનાથી ચડે ! સંઘ અને સાધુની પરીક્ષા કરતાં શીખો: શાહુકાર વેપારીની રીતભાત એવી જ હોય કે-ગ્રાહક ઉઠાવગીર વેપારીને ઓળખી જ લે. બજારમાં ઠામ ઠામ બોર્ડો તો મજેનાં હોય છે. “એક જ ભાવ, કિફાયત ભાવ, ઉત્તમ માલ- આવાં બોર્ડો તો બધે હોય છે, પણ એથી ગ્રાહક બધા ફસાતા નથી. મૂર્ખ ફસાય ત્યાં એનું ભાગ્ય. બીજું થાય પણ શું? ગ્રાહકે ખરીદીનો અભ્યાસ કરવો પડે છે. શાક લાવતાંયે શીખવું પડે છે. એટલુંયે ન આવડે તો રખડી મરે. ગ્રાહક આંખો મીંચીને જ લે અને હીરા જ આવે એ ન બને. તેથી જેઓ અહીં આવે છે તેઓને વાકેફ કરવા માગીએ છીએ કે-શ્રીસંઘનું સ્વરૂપ આવું હોય. * શ્રીસંઘના નામે જો નાદાનના શરણે જવાય તો લોક હસે. આપણી બુદ્ધિની . કિંમત કરે-આવા ટોળાને શરણે આવા ડાહ્યાઓ કેમ જાય છે ?' જેને સંયમની જરૂર નથી, જેને શાસ્ત્રની ખબર નથી. એવા ટોળાને શરણે થવાય તો ઇતર પણ કે આપણને ગાંડા કહે. આ ભેદ ભાંગવા માટે શ્રીસંઘનું સ્વરૂપ સમજાવવા માંડ્યું છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ 11. અહીં આવનારા શ્રીસંઘનું સ્વરૂપ સમજે તો કામ થાય. ન સમજે અને બચે એ અશક્ય. જેમ દેવ, ગુરુ અને ધર્મ “સુ” જોઈએ, તેમ “સંઘ' પણ “સુ” જોઈએ : મા બાપ, વડીલ, વાલી તમામ “સુ” જોઈએ. એ આ શાસનનો કાયદો છે. “કુ” ને છોડી દેવા અને “સુની સેવામાં જ રક્ત રહેવું. જે “સુ” અને “કુ' ન સમજે અને કહીએ તે માને નહિ તે રખડી મરે. “સુ” હોવા છતાં રખડે તો તેનું ભાગ્ય. આ શાસ્ત્ર “સુ” અને “કુની વ્યાખ્યા સ્પષ્ટ કરી છે કે-જરા પણ મૂંઝવણ ન થાય. લાંબી આવડત ન હોય એ ચાલે, પણ સામાન્ય ચાવી તો બધાયના હાથમાં હોવી જ જોઈએ. કાપડની લાંબી પરીક્ષા ન હોય, પણ પોત જોતાં તો બધાને આવડે છે, જેથી શીર્ણ થયેલું તો ન જ આવે. શાક ઘરડું કૂણું તો બધા જ જુએ. સાધુ માટે તમે વધારે ન જાણો, પણ આટલું તો જાણી અને કહી શકો :- અમારા સાધુ સંસારની વાતમાં પડે નહિ અને કોઈને સંસારમાં રહેવાનું કહે નહિ. પૈસાટકા રાખે નહિ અને કમાવાનું કોઈને કહે નહિ. એ પોતે સંસારથી છૂટેલા હોય માટે બીજાનેય સંસાર છોડવાનું જ કહે, પણ ખાવા-પીવાનું, રંગરાગનું ન કહે. રાત્રે ન ખાવાનું, કંદમૂળ ન ખાવાનું, બ્રહ્મચર્ય પાળવાનું કહે, પણ પરણવાનું ન કહે. સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ વિગેરે ધર્મક્રિયાની જ વાત પૂછે, પણ બીજી આડીઅવળી વાતો પૂછી આવનાર આત્મા સંસારરસિક બને એવી વાતો ન કરે.' અમારી અને તમારી જોખમદારી સમજી સગો બાપ હોય પણ ધર્મની વાતમાં વિરુદ્ધ પડે તો કહી દેવાનું કે-“મેળ નહિ મળે' પોતાના સાથી પોતે મેળવી લેવાના. કોની સાથે બેઠક-ઉઠક રાખવી, ક્યાં લેવડ-દેવડ કરવી, એ શોધવાનું કામ પોતાનું છે. તમારે પૈસા ક્યાં મૂકવા, એ માટે કોઈને સલાહ પૂછો, તો એમ કહે કે-સારી શાખવાળાને ત્યાં મૂકો, એમ કહે પણ એ પોતે કોઈનું નામ આપે ?ચારનાં નામ પણ આપે, પણ ચાલીસની સાથે સંબંધ થયા પછી પોતે એ શક્તિ મેળવી લેવી જોઈએ કે-જેથી ક્યાં વ્યવહાર કરવો એ સમજાય. બધી જોખમદારી બીજા પર ન મુકાય. જો એમ મૂકવા માંગતા હો તો‘પૂરી પરીક્ષા વિના કશું કરવું જ નહિ–એવો અભિગ્રહ કરો. તમારા અને અમારા બંને ઉપર જવાબદારી છે. “આ પિંજણ રોજ શું ?” એમ કહેનાર કાયમ છતાં, આટલો વિગ્રહ છતાં, એ વેઠીને, ગાળો ખાઈને, આપત્તિ ઝીલીને, જોરશોરથી કહું છું, એનો હેતુ એ જ છે કે-અમારે માથે એ જોખમદારી છે. પણ જેવી અમારી ફરજ છે. તેવી તમારી પણ થોડી-ઘણી ફરજ છે કે નહિ ? પોતપોતાની જોખમદારી ઉઠાવાય તો કામ ઘણું જ સહેલું થાય. સાધુ તે કહેવાય. કે-જે શ્રી જિનમૂર્તિ, શ્રી જિનમંદિર અને શ્રી જિનાગમને Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : સંઘ અને સાધુનું પરીક્ષક તત્ત્વ -10 હૈયામાં રાખે અને એની આજ્ઞાનુસાર ધર્મ ફેલાવે. શ્રાવક તે કહેવાય, કે જે શ્રી જિનમૂર્તિ, શ્રી જિનમંદિર, શ્રી જિનાગમ તથા સાધુને હૈયામાં રાખે અને આગમે કહેલો ધર્મ ફેલાવવામાં સાધુને સહાય કરે. સંયમના પાલક અને પ્રચારક મુનિ છે અને સંયમના અર્થી તથા સહાયક શ્રાવક છે. 119 ૧૧૯ સંયમનું પાલન તથા પ્રચારકપણું મુનિમાં છે અને અર્થીપણું ને સહાયકપણું શ્રાવકમાં છે; પણ જેઓએ અર્થીપણું વેચી ખાધું હોય, તેઓને સહાય કરવાની પરવા ક્યાંથી ૨હે ? પાઘડી તથા ઘરબારમાંથી ૫૨વા૨ે તો ને ? ‘સાધુને ધર્મની ગરજ, બાકી અમારે તો જાતમાંથી, ઘરબારમાંથી, પેઢીમાંથી ફુરસદ મળે તો ધર્મ કરવાનો' - આ માન્યતા હોય ત્યાં શું થાય ? ચોવીસે કલાક ઘર, કુટુંબ પરિવારને માટે નિયત હોય ત્યાં ધર્મ થાય શી રીતે ? ધર્મક્રિયા તો શાસ્ત્ર એવી નિયત કરી છે કે - જેથી આત્મા એમાં રક્ત બને અને સંસારમાં વધુ રંગાય જ નહિ ! પણ જ્યાં જુદું જ માનસ હોય ત્યાં થાય શું ? ન ખાવામાં પણ વિવેક ન મળે. રાત્રે ખાય, કંદમૂળ ખાય. વાસી ખાય, દ્વિદળ ખાય, બજારમાં ખાય, હોટલમાં ખાય, જીવવાળુંય ખાય અને જીવ વિનાનુંય ખાય. જે આવે તે બધું જ ખાય, અર્થાત્-ન તો ખાવાપીવાનું ભાન, કે ન તો બોલવા-ચાલવાનું ભાન અને ન કોઈ વસ્તુની ગતાગમ, એવાઓ દીક્ષાનો વિરોધ કરે કઈ રીતે ? માટે કહેવું પડે છે કે-જો શ્રીસંઘમાં ગણાવું હોય, તો જૈન તરીકેની ધર્મી તરીકેની, અને ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયા એ તરીકેની ફરજ સમજો ! જે‘આત્માઓ પોતાની એટલી પણ ફરજ સમજતા નથી, તે આત્માઓ પોતાની જાતને ભલે સંઘમાં હોવાનું મનાવ્યા કરે, પરન્તુ વિવેકીજનોની દૃષ્ટિએ તો તેઓ સ્વયમેવ સંઘબાહ્ય બની જાય છે ! પાપી પણ એક અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામે છે ! હવે તો વળી કેટલાક નવું શીખ્યા. કહે છે કે-‘અમે નથી કરી શકતા, તો આટલાં નાનાં બચ્ચાં શી રીતે કરે ? થતું હોત તો અમે ન કરત !' આ તેમની બુદ્ધિ ! એમાં જો સાબિત થાય અને કોઈ કહે કે-‘એ નાનું બાળક તો પાળે એવું છે’-તો કહે કે-‘પહેલાં એ આવો હતો અને તેવો હતો !' વળી હવે તો સંયમી આત્માઓના ભૂતકાળના જીવનના ઇતિહાસ પણ શોધાય છે, પરન્તુ કાંઈ ન મળે એટલે તદ્દન બનાવટી રીતે પણ કહેવાય છે કે-એ ગઈકાલે આવા હતા અને તેવા હતા માટે ચેતો !’ રોહિણીયા ચોર વિગેરે, કે જેઓ પાછળથી મહર્ષિ બની કેવળ જ્ઞાન પામી નિષદે ગયા, તેવા મહાપુરુષો માટે પૂર્વાવસ્થાની વાત લઈ, તેઓની Page #141 -------------------------------------------------------------------------- ________________ 120 ૧૨૦ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ મહર્ષિપણા વગેરેની વાતોનો કોઈ અપલાપ કરવા માગે, તો તેને પૂછવું પડે કેમહર્ષિ થયા પછી પૂર્વાવસ્થા સાથે કાંઈ સંબંધ ખરો ?” આના ઉત્તરમાં કહેવું જ પડે કે-“ના કંઈ નહિ. એટલે ડાહ્યો માણસ તો કહી દે કે-“બસ, પતી ગઈ વાત ! ઘર ભેગા થાઓ, એ રીતે સંયમી માટે પણ કાલની વાત કરનારને ડાહ્યો તો ઘેર જવાનું કહે. “સ્થાનમાં આવ્યા પછી કલંક હોય તો કહે' - એમ કહેવું પડે. દરિદ્રી હતા ત્યારે ઘેંસ ખાતા હતા, પછી શ્રીમંતાઈ આવે ત્યારે “આ ઘેંસ ખાનારો જાય છે –એમ કહેવાય ? નહિ જ. પૂર્વના દોષથી સારી વસ્તુને દોષિત કરવાની બુદ્ધિ હોય, ત્યાં તો સંઘત્વનું લિલામ જ છે. શાસ્ત્ર તો કહે છે કે, ‘પાપમુક્ત બની જો આરાધનમાં એકરસ થાય તો તેવો પાપી પણ એક અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામી શકે છે.” ભગવતી મરૂદેવા માતા જે સમયે કેવળજ્ઞાન પામ્યાં, તે પહેલાં રોતાં હતાં. ભગવાન શ્રી ઋષભદેવસ્વામી માટે રોતાં હતાં અને ભરત મહારાજને ઉપાલંભ આપતાં હતાં. આ મોહને લઈને રુદન હતું. રુદન પણ જેવું તેવું નહિ. રોતાં રોતાં આંખો ગુમાવી આંધળાં થયાં. એ મોહ કેવો ? હજાર વર્ષ સુધી રોયાં, મોહમાં આંખો ગુમાવી એ વાત ખરી ને ? જો ખરી, તો એ જ ભગવતી મરૂદેવી માતા હાથી ઉપર એક જ અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામીને મુક્તિપદ પામ્યાં. તો વિચારો કે-માત્ર થોડી જ ક્ષણોમાં પણ કેવું પરિવર્તન થઈ જાય છે ? આ વાતને પણ એ તો ઊંધી જ લેવાના અને કહેવાના કે-“માટે જ અમે ઘેર રહ્યા છીએ, છેક સુધી મોહમાં રહી છેલ્લા અંતર્મુહૂર્ત કેવળજ્ઞાન લઈશું. સાધુને જ કેવળજ્ઞાન થાય એ કાયદો નથી. ગૃહસ્થને પણ થાય છે.” પણ આવું કહેનારા તે બિચારાઓને એ ખબર નથી કે-“આખી જિંદગી સંસારમાં મોહી બનીને રહીશું, અને છેવટે કેવળજ્ઞાન લેશું, કેવળજ્ઞાન માટે સાધુપણાનું કાંઈ કામ નથી.' - એવું માનનારને કદી જ કેવળજ્ઞાન ન થાય, હજાર વ્યક્તિમાં કોઈ વગર નિશાળે ઘેર પણ પંડિત બને, પણ પંડિત બનવાનું સ્થાન ઘર નથી. પંડિત બનવા ઇચ્છનારે નિશાળે જવું જ પડે, કક્કો અને એકડો શીખવો જ પડે ! હજારમાં જે એક એવો થાય; એણે પણ ભવાંતરમાં તૈયારી કરી હોય છે, મહેનત કરી તૈયાર થઈને એ આવેલ હોય છે, પણ આવા કદાગ્રહી તો ત્યાં પણ પાછા પૂર્વભવને ન માને એટલે પત્યું ! આમ છતાં એ એવા ચાલાક (?) છે કે – જો પોતાને અનુકૂળ આવે એવું લાગે તો શાસ્ત્રની વાતનેય આડી ધરી દે ! સ્યાદ્વાદ સિદ્ધાંત એટલે હેય અને ઉપાદેય બંનેય સરખાં નહિ! આવાઓની સાથે શાસ્ત્રાર્થ થાય ? એવાઓ તો આજે જ્યાં ત્યાં એવું એવું Page #142 -------------------------------------------------------------------------- ________________ 12 – ૧૦ : સંઘ અને સાધુનું પરીક્ષક તત્ત્વ -10 – – ૧૨૧ કહેતા ફરે છે કે “અમારો જૈન ધર્મ તો સ્યાદ્વાદ છે. અમારા ધર્મમાં સંયમથી પણ મુક્તિ થાય અને અસંયમથી પણ મુક્તિ થાય.” અરે, આવાઓના સંગે સાંભળવા મુજબ કોઈ કોઈ નામધારી સાધુ પણ સ્યાદ્વાદના નામે કહેવા લાગ્યા છે કે‘ત્યાગ તો સાધુ માટે ! સાધુને ઘર છોડવું એ ધર્મ અને ગૃહસ્થને ઘર ચલાવવું એ ધર્મ. સાધુને બ્રહ્મચર્ય એ ધર્મ અને ગૃહસ્થને પરણવું એ ધર્મ, અમારે અગ્નિને ન અડવામાં ધર્મ અને તમારે અગ્નિ સળગાવવામાં ધર્મ, ગરમી થાય તો પંખો પણ ન હલાવવામાં અમારે ધર્મ અને તમારે ઇલેક્ટ્રિકના પંખા ચલાવવામાં ધર્મ. આ સ્યાદ્વાદ!” પણ એવું કહેનાર સાધુને ડાહ્યો શ્રાવક પૂછે કે-તો પછી “આપે” બધું છોડ્યું કેમ ?? બેય સ્યાદ્વાદુ કહેવાય તો મરીચિએ એમ જ કહ્યું હતું કે- કપિલ અહીં પણ ધર્મ અને ત્યાં પણ ધર્મ-છતાં પણ તેમનો કોટાકોટિ સાગર પ્રમાણ સંસાર કેમ વધ્યો ? , - તમે બરાબર સમજો કે, ગૃહસ્થપણું એ ધર્મ નથી. ગૃહસ્થપણામાં સમ્યકત્વ-મૂળ બાર વ્રત એ ધર્મ છે. ગૃહસ્થપણામાં તજવાની બુદ્ધિ એ ધર્મ છે. એવાઓ કહે છે કે ભગવાને પણ બે જાતનો ધર્મ કહ્યો છે. સાધુધર્મ અને ગૃહસ્થધર્મ.' દાખલા તરીકે તેમણે શ્રી નેમનાથ સ્વામીના પ્રસંગે શ્રી કલ્પસૂત્રમાં આવે છે, તે યાદ રાખ્યું છે; શું ? ભાભીઓ કહે છે તે; કૃષ્ણની સ્ત્રીઓ કહે છે કે-“સ્ત્રી વિના અતિથિનું સન્માન કોણ કરશે ? તીર્થયાત્રામાં કોણ આવશે ? જોડી પૂરી કોણ કરશે ? ધર્મક્રિયામાં સાથે કોણ રહેશે ?' આ વાત યાદ રાખી, એ કહીને કહે છે કે-“કૃષ્ણની સ્ત્રીઓ નેમનાથ ભગવાનને આમ કહે છે. એ પણ શ્રાવિકા હતી, આપણે કાંઈ એનાથી ઊંચા છીએ ? માટે ગૃહસ્થ પરણવું !” આ રીતે સ્યાદ્વાદ સમજાવાય છે. આ રીતે જ જો કલ્પસૂત્ર સંભળાતું હોય તો એનાથી તો ન સંભળાય એ જ ઘણું સારું ! '. આવી વાત આવે ત્યારે બધા ઊંચા થઈને સાંભળે માટે કહેનારે બહુ સાવધગીરી રાખવી જોઈએ. ત્યાં જ સ્પષ્ટતા કરવી જોઈએ કે, જેથી સાંભળનાર સમજે કે-આ તો પારકું, આ આપણું નહિ. એ તો સાંસારિક લીલા બતાવી છે. ત્યાં સંસારના જીવોની મનોવૃત્તિ બતાવી છે. ભગવાન શ્રી નેમિનાથ સ્વામી જેવા વિરાગી સામે આવું બોલે, એ કૃષ્ણ-પત્નીઓની સંસારની રસિકતા બતાવી છે. આટલા ઉપરથી સંસાર સેવ્ય માનવાની છૂટ નથી. જેઓ એ વાત ઉપરથી-સંસારની સેવ્યતા સાબિત થાય છે'-આવું માને અને મનાવે, તેઓ * જૈનશાસનના ચોર છે, દુનિયાને ઊંધો પાઠ ભણાવનાર છે અને પાપ બાંધી સંસારમાં રૂલનાર છે. બીજાને ઉન્માર્ગે લઈ જનાર છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ શાસ્ત્ર કહેલી વાતોમાં શેય, હેય અને ઉપાદેયનો વિવેક તો કરવો પડે ને ! શાસ્ત્રમાં તો બધું આવે. જો બધાને ઉપાદેય માને તો કલ્યાણ થાય ? સત્યના વર્ણન સાથે અસત્યનું વર્ણન પણ આવે. અહિંસાના વર્ણન સાથે હિંસાનું વર્ણન પણ આવે. સમ્યકત્વના વર્ણન સાથે મિથ્યાત્વનું વર્ણન પણ આવે. વિરતિ સાથે અવિરતિનું વર્ણન પણ આવે. સુદેવ સાથે કુદેવનું વર્ણન પણ આવે. સુગુરુ સાથે કુગુરુનું વર્ણન પણ આવે. સુધર્મ સાથે કુધર્મનું વર્ણન પણ આવે. વર્ણન તો બધાં આવે, પણ તેમને ત્યજવાનું અને ઉપાદેયનું આદરવાનું ! પચ્ચીસમા તીર્થકર જેવા બનવા નીકળેલાઓને કહો કે સંઘ બનવું હોય તો કાંક ડાહ્યા બનો ! જરા ધીર, વીર, અને ગંભીર બનો. વાતે વાતે વાયડા ન બનો ! કેવળ દુનિયામાં પડીને ધર્મને ન વિસરો ! સંસાર હેય છે અને સંયમ ઉપાદેય છે-એ સ્વપ્ન પણ ન ભૂલો. જૈનના બચ્ચા માત્રથી આ ન ભુલાય. શ્રી જિનેશ્વરદેવના ભક્ત એવા જૈનને વૈરાગ્યથી વૈર હોય ? એને વૈરાગ્યની વાત સાંભળતાં ગભરામણ થાય ? જેમ શાહુકારના દીકરાને શાહુકારીની વાત જ ગમે તેમ શ્રી જિનેશ્વરના ભક્તને વૈરાગ્યની વાત જ ગમે. રાગી રડે એમાં વિરાગીઓનો ઉપાય જ નથી : શ્રી જિનેશ્વરદેવનો સેવક કદાચ ત્યાગ સ્વીકારી ન શકે, પણ તેને રાગની વાતોમાં આનંદ ન હોય. સંસારને સેવે તો પણ લખે મને સેવે. સંસાર છોડવા જેવો છે એમ માને અને કહે. સંસારને છોડવા માટે એ બનતી બધી ક્રિયા કરે. ગૃહસ્થ માટે એ વિધિ, તો સાધુ માટે કઈ વિધિ ? સંસારમાં રહો એમાં હરકત નથી—એમ જો કોઈ મુનિ કહે તો એમને પૂછો કે-“આપે કેમ છોડ્યો ? એટલે જ થોડી પણ તેમનામાં સમજ હશે, તો તરત જ ચૂપ થશે. સભાઃ “સંસાર છોડતાં સ્નેહીઓ રડે તેનું શું ?' આ પ્રશ્ન પણ અસ્થાને છે. કારણ કે એમાં ઉપાય જ નથી, અરે ! ત્રણ જ્ઞાનના ઘણી, અસંખ્ય ઇદ્રો તથા દેવોના સ્વામી તથા ગુરુ, અને ગમે તેવા રાગમાં પણ વિરાગી રહેનાર એવા તીર્થપતિ પણ પોતે કુટુંબીઓને રોતા મૂકી નીકળ્યા છે, એ કેમ નીકળ્યા ? જો સંસારમાં રહેવું એ ધર્મ હોય, તો આવા વિરાગી વળી અનેકને રોવરાવીને કેમ નીકળે ? શ્રી તીર્થંકરદેવ, કે જેઓનો દીક્ષા મહોત્સવ કરવા ઇંદ્રો આવે છે, જેમની શિબિકા ઇદ્રો ઉપાડે છે અને જેઓ ત્યાગી થઈને નક્કી તીર્થકર થવાના છે એવું કુટુંબીઓ જાણે છે-છતાંયે રડે છે ! અસંખ્યાત ઇદ્રોના તથા ત્રણ લોકના Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : સંઘ અને સાધુનુ પરીક્ષક તત્ત્વ -10 એક્સરખા નાથ થવાના છે, એવું જાણવા છતાંયે મોહના યોગે એમના કુટુંબીઓ રડે છે. જેનો મોહ ગયો એ તો નીકળે, પણ મોહ રહ્યો એ શું કરે ? એ રડે, એ શાશ્વત કાયદો છે. મ૨ના૨ મરે. પણ જીવનાર તો પોક મૂકે. સૌ સમજે છે કેમરવાનું હતું અને તે મર્યો, છતાં રડે છે કેમ ? એમ મરનાર તો મર્યો, પણ બીજાને એની જરૂ૨ છે માટે ૨ડે છે. વિરાગી તો નીકળે, પણ રાગીની હાલત રોવાની છે એટલે એ રડે. એથી વિરાગીએ કંઈ બેસી રહેવું જોઈએ ? 123 ૧૨૩ એક પણ સ્નેહીની આંખમાં આંસુ આવે તો દીક્ષા લેવી નહિ, કેમકેકર્મબંધ થાય, ઓઘો લીધો હોય તો પણ મૂકી દેવો’-આવો કાયદો જો ભગવાન શ્રી મહાવીરદેવે કર્યો હોત, તો આ સાધુની પરંપરા હોત ? અરે, તીર્થંકર ભગવાન પોતે સાધુ થાત ? માટે રાગી તો રડે જ ! જો એ કારણથી ધર્મી ધર્મ કરતો અટકે, તો કોઈ કાળ એવો નથી કે-કલ્યાણ થાય. કોઈ આત્મા એવો નથી કે જે પ્રભુનો માર્ગ સ્વીકારી શકે. અમે નીકળ્યા ત્યારે રોનારાએ રોયું, પછી એમનું રોવું તો અટક્યું, પણ આજે પણ અમારા કારણે બીજાઓનું રોવાનું ખાતું કાયમ છે; દિ ઊગ્યે અમારા નામથી રોનારા છે, એમ કહેવાય છે; એટલે કેઅમારા નામની સાથે કર્મ બાંધનારા છે, પણ એમાં અમારો ઉપાય શો ? સંઘ વંદ્ય છે, પચ્ચીસમો તીર્થંકર છે, એને વંદન, એની આજ્ઞા શિરોમાન્યપણ એ પચ્ચીસમા તીર્થંકરરૂપ સંઘ હોય કેવો ? દરેક ધર્માત્માને નગરરૂપે શ્રીસંઘ સ્થાન આપે, સંઘનગરમાં વસવાની ઇચ્છાવાળો ધર્માર્થી સંસારને છેદવાની ભાવનાવાળો હોય અને એ જ્યારે સંસારને છેદવા માગે, ત્યારે શ્રીસંઘ એ ધર્મીના હાથમાં ચક્રરૂપ બને અને સાધનહીન આત્માઓને, એટલે કેસંસારરૂપ ભયંકર અરણ્યમાં ભટકતા પણ મોક્ષે જવાની ભાવનાવાળા આત્માઓના સમગ્ર ભારને ઉપાડી લઈ પૂરેપૂરો સહયોગ આપી ઇષ્ટ સ્થાને પહોંચાડવા શ્રીસંઘ રથરૂપ બને. ચોથી ઉપમા કમળની, પણ તે હવે પછી. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧ : વિકૃત બનેલું વાયુમંડળ વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, માગસર વદ-૧૦, બુધવાર, તા. ૨૫-૧૨-૧૯૨૯ ♦ સેવા તો હિતકારીની જ થાય : • ઉચ્છંખલતાના અદ્ભુત નમુનાઓ : ♦ શું ઋષભદેવ સ્વામીએ વિધવાવિવાહ કર્યો હતો ? ♦ સમાજ ઉપર ભયંકર આક્ષેપ : ♦ પ્રભુમાર્ગને શોષે એ સંઘમાં જ નથી ! ૭ શ્રી તીર્થંક૨દેવ ઉપર આક્ષેપ મૂકનારા ઘોર પાપી છે : ♦ દયાધર્મને નામે વિધવાવિવાહ ? · કમળ જેવો સંઘ : ♦ જૈનશાસનનું ગુરુતત્ત્વ : 11 સેવા તો હિતકારીની જ થાય : સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી શ્રી તીર્થંકરદેવ પછી શ્રીસંઘને પૂજ્ય છે એમ માની સ્તુતિગર્ભિત ગાથાઓ દ્વારા શ્રીસંઘનું સ્વરૂપ બતાવીને કહે છે કે-એવો શ્રીસંઘ સદા જયવંત વર્તો ! શ્રીસંઘના નામે આજે જ્યારે મનગમતી વાતોનો પ્રચાર થઈ રહ્યો છે, ત્યારે આપણે સમજી લેવું જોઈએ કે-શ્રીસંઘનું સ્વરૂપ કેવું હોય ? તેવા સંઘની સેવા કરવા આપણે તૈયાર નથી, કે જેનાથી આત્માનું અહિત થાય. શ્રી જિનેશ્વરદેવની સેવા પણ આત્માના કલ્યાણ માટે કરીએ છીએ, એમના જેવા બનવા માટે જ કાયમ એમની સેવા કરીએ છીએ, પણ રખડતા રહેવા માટે નહિ ! જે સ્થિતિ એ પામ્યા છે, તે યોગ્ય છે અને એ મેળવવી છે, માટે જ એમની સેવા કરીએ છીએ. જો એ સ્થિતિ મેળવવા જેવી ન હોત, તો આપણે એમને પણ કદી ન પૂજત. ભગવાન શ્રી મહાવીરદેવને આપણે કેવળ નામથી જ નથી પૂજતા, પણ તે તારક થાતીકર્મ ખપાવી કેવળજ્ઞાની બની ભાવ અરિહંત થઈ ભવ્ય જીવો માટે મોક્ષમાર્ગની સ્થાપના કરી, તે પછી સકલ કર્મોનો ક્ષય કરી, શ્રી સિદ્ધિપદે ગયા માટે પૂજીએ છીએ. આપણે પણ ખર્મ ખપાવી શક્ય હોય તો અરિહંત બની, સિદ્ધિપદે જવું છે માટે શ્રી અરિહંત દેવને પૂજીએ છીએ. શ્રીસંઘને પણ ગુણો Page #146 -------------------------------------------------------------------------- ________________ 15. ' – ૧૧ : વિકૃત બનેલું વાયુમંડળ - 11. ૧૨૫ મેળવવા માટે પૂજીએ છીએ. તેથી જેમ દેવ, ગુરુ તથા ધર્મમાં પણ ‘સુનો વિચાર કરાય, તેમ સંઘ માટે પણ “સુ'નો વિચાર કરવો જોઈએ. સુસંઘને જ સંઘ તરીકે પૂજાય. કુસંઘનો ત્યાગ કરવો, એમાં કોઈ પણ જાતની હરકત છે જ નહિ. ધર્મનાશક સમુદાયોને સંઘ તરીકે માનનારાઓ પોતાના સમ્યકત્વનો નાશ કરી મિથ્યાત્વને ગાઢ કરે છે. મંદિરની જરૂર નથી, મૂર્તિની જરૂર નથી, સાધુની જરૂર નથી અને સામાયિક, પ્રતિક્રમણ વિગેરેની પણ જરૂર નથી-આ પ્રમાણે કહેનારાઓને અગર એવાઓને ઉત્તેજન આપનારા સમુદાયને શ્રીસંઘ તરીકે માનનારા માટે તો, જે શાસનનો નાશ સાડા અઢાર હજાર વર્ષ પછી થવાનો છે, તે આજે જ થયો એમ કહેવું પડે ! બીજો ઉપાય જ શો ? શ્રી જિનમંદિર આદિને ભારરૂપ માનનારા અને તેઓને ઉત્તેજન આપનારા, એ શ્રી જિનેશ્વરદેવના સંઘમાં રહી શકતા જ નથી. - સંયમની વાતમાં એમ કબૂલ કરીએ કે-“બધા રાજી હોય તો જ સંયમ લેવાય અને એક પણ નારાજ હોય ત્યાં સુધી સંયમ લેવાય જ નહિ', તો પરિણામ શું આવે એ વિચાર્યું છે ? સંયમ લેવા નીકળનારની પાછળ કોઈ પણ નારાજ ન જ હોય, એવું માનો છો ? કોઈ પણ રાજી ન હોય એ બને, પણ એક પણ નારાજ ન હોય એ બને? નહિ જ ! અને જો એ ન બને, તો છે તેટલા સાધુનું આયુષ્ય પૂરું થાય, પછી શાસનનું શું ?” પણ એ લોકોને શાસનની ચિંતા જ ક્યાં છે ? . કેટલાક તો કહે છે કે-“શાસન એકવીસ હજાર વર્ષ સુધી ચાલવાનું છે એમ ભગવાન કહી ગયા છે, તો શાસન રહેશે જ. એના માટે ચિંતા શી ?” પણ એ ખબર નથી કે ભગવાન એ પણ કહી ગયા છે કે-શાસનનો નાશ કરનાર ને રોકનારા પણ જીવતા અને જાગતા રહેવાના છે અને પાખંડીઓનાં પાખંડને તોડનારા પણ જીવશે માટે જ શાસન રહેશે.' આ રીતના વસ્તસ્વરૂપને નહિ સમજી શકનારા અને સમજાવવા છતાં પણ સમજવા નહિ ઇચ્છનારા સમુદાયને શ્રીસંઘ તરીકે કોઈપણ રીતે માની શકાય જ નહિ. - શ્રીસંઘની આજ્ઞા શ્રી તીર્થંકરદેવની જેમ માનીએ પણ શ્રીસંઘની હોય તો! સાધુ પૂજ્ય ખરા, પણ મહાવ્રતધારી અને સૂત્રાનુસારી હોય તો ! કંચનકામિનીના ત્યાગી હોય તો જ !! જે ઉસૂત્રભાષી ન હોય તેની જ આજ્ઞા મનાય; પણ ગપ્પાં મારે તો સાધુ તરીકે ઓળખાતાની પણ આજ્ઞા ન જ મનાય. જે મુનિવર શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને વળગીને બોલે, તે જ મુનિવરની આજ્ઞા પ્રમાણ ! સાધર્મિક પૂજ્ય ખરો, પણ સાધર્મિક હોય તો ! તેમજ પ્રભુશાસનના Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ • 126 રાગીથી ગુણી જનતાના ચરણમાં જ ઝુકાય, પણ દુર્જન જનતાના ચરણમાં તો મરતાં પણ ન ઝુકાય. પ્રભુશાસનનો રાગી જો દુર્જન જનતાને પણ ઝૂકે કે વજન આપે, તો પેલાની મહત્તા વધે અને તેમ થાય તો પરિણામ ઘણું જ ભયંકર આવે. આ બધી વાતોથી આપણે એમ સમજાવવા માંગીએ છીએ કેસેવા તો હિતકારીની જ થાય !” ઉચ્છખલતાના અદભુત નમુનાઓ : શાસ્ત્રવિરુદ્ધ વાતોમાં ટેકો આપવા ઊભા થયેલા સમુદાયોએ, પોતામાં રહેલા સંઘત્વનું પોતાની જાતે જ લિલામ કર્યું છે. આજના ઉશ્રુંખલોની ભયકંર મનોદશાને પારખ્યા વિના, જે સમુદાયો પોતાપણું વેચી રહ્યા છે, તેઓને જ તે દિવસે પસ્તાયા વિના છૂટકો જ નથી. આજે કહેવાતા સંઘોને અને તેની નાશક કાર્યવાહીને અનુમોદન આપવાની દોડાદોડી યુવકસંઘ કેમ કરી રહ્યો છે ? એ ખાસ વિચારવા જેવું છે પણ આજે શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિમાં પડી ચૂકેલાઓને તે વિચારવાની જરા પણ ફુરસદ નથી. યુવકસંઘના નામે જે પત્રિકાઓ પ્રગટ થઈ રહ છે તે, ‘તેનામાં જૈનત્વ નથી'-એમ સ્પષ્ટ પુરવાર કરે છે. જેનું લખાણ ઇતિહાસમાન્ય નહિ, શાસ્ત્રમાન્ય નહિ અને યુક્તિગમ્ય પણ નહિ, એને શી રીતે પહોંચાય ? જે પોતાની મરજીમાં આવે એમ જ લખે, તેને કોણ પહોંચે ? વાદી વાદ કરવા આવે તો તેને પુછાય કે – “તારો માલિક કોણ ? જેના ઉપર કોઈની માલિકી જ નહિ તેનું શું થાય ? માલિક વગરના ઢોર તો ડબ્બામાં જ પુરાય ! આ વર્ગની માન્યતાનું કે વિચારનું કોઈ ઠેકાણું જ દેખાતું નથી. એ એવી છે કે-પોતાની માન્યતાને સિદ્ધ કરવા માટે મહાપુરુષોને પણ ફજેત કરે છે. આજનો એ લખનાર લખે છે કે-“ભગવાન ઋષભદેવ પણ બળવાખોર હતા.” પોતે બળવાખોર છે માટે શ્રી ઋષભદેવ ભગવાનને પણ બળવાખોર બનાવે છે. ભગવાન શ્રી ઋષભદેવ સ્વામી જેવાને પણ બળવાખોર લખતાં, એ લોકો આંચકો નથી ખાતા !!! ઉપરથી તેના કેટલાક સાથીઓ કહે છે કે-“અમે ગમે તેમ લખીએ, એની ટીકા કરવાનો કોઈને હક્ક શો ?' પોતે મહાપુરુષો માટે ગમે તેમ લખે અને કોઈએ રદીઓ આપવો નહિ, એ કાયદો કોના ઘરનો ? સંસારને છેદવાના આશયમાં એ ઘટના લખી હોત તો વાત જુદી હતી, પણ એ લોકોનો આશય તો જુદો છે. “પોતે જે કરી રહ્યા છે, તે ભગવાન શ્રી ઋષભદેવે પણ કર્યું હતું' - એમ એ લોકો કહેવા માગે છે. ભગવાન શ્રી ઋષભદેવ માટે તેઓ જે વાત જણાવે છે, તે તદ્દન ખોટી છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧ : વિકૃત બનેલું વાયુમંડળ – 11 ૧૨૭ તદ્દન બનાવટી છે. ધારો કે-તેની કલ્પના ખાતર એ વાત સાચી (જો કે નથી જ) હોય તો, પણ એની સાથે શાસનને કશી જ નિસ્બત નથી.’ ગમે તેણે કર્યું હોય, પણ પાપ એ પાપ જ છે - એવું આ શાસ્ત્રનું મંતવ્ય છે. શ્રી આનંદ, કામદેવે પરિગ્રહ પરિમાણ વ્રતમાં પાંચસો હળ ખેડાય તેટલી જમીનની છૂટ રાખી, માટે શ્રાવકને એટલી છૂટ હોવી જ જોઈએ' - એમ ધર્મ કહે છે ? નહિ જ ! ચક્રવર્તી ચોસઠ હજા૨ પરણ્યા, માટે એટલી પરણવાની શું આ શાસન છૂટ આપે છે ? નહિ જ ! શ્રી તીર્થંકરદેવોએ પણ છ ખંડની સાહ્યબી ભોગવી, માટે એ ભોગવવાની છૂટ છે એમ ? નહિ જ ! શ્રી તીર્થંકરદેવોએ પોતે ભોગવેલા ભોગને પણ પાપ તથા ત્યાજ્ય તરીકે જાહેર કરેલ છે. એમણે તો યુદ્ધો પણ કર્યાં, ઘણાયે રાજાઓએ યુદ્ધો કર્યાં, પંચેંદ્રિય મનુષ્યોની કતલ પણ કરી, માટે એ બધું વિહિત છે એમ ? કદી જ નહિ ! શ્રી તીર્થંકરદેવ, ગણધર ભગવાન તથા પૂર્વના મહાપુરુષોના જીવનના તે અંશને આપણે માનીએ છીએ કે-જેમાં શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું પાલન છે. પૂર્વની એમની મોહની તથા પ્રમાદની કાર્યવાહી સાથે આપણને કશું જ લાગતુંવળગતું નથી. ‘ભગવાન શ્રી મહાવીરદેવના જીવે પૂર્વભવોમાં સંયમ ભાંગ્યું હતું. નવો વેષ કાઢ્યો હતો, ઉત્સૂત્ર બોલ્યા હતાં, કુમત પ્રચાર્યો હતો, કોટાકોટિ સાગર પ્રમાણ સંસાર વધાર્યો હતો, સિંહને ચીર્યો હતો, નરકે ગયા હતા, એ બધું આપણે કરવાનું છે એમ ? નહિ જ ! આપણે તો તેઓએ શું કરીને મુક્તિ સાધી, એ જ જોવાનું અને જ આદરવાનું છે. 127 સભા : એ તો તદ્દન ભુલાઈ ગયું છે ! આ બધું કેવળ ભૂલથી જ નથી થતું, પણ ઇરાદાપૂર્વક પોતાના દુષ્ટ વિચારોને ફેલાવવા માટે જ થાય છે, ઊંઘતાને જગાડતાં વાર ન લાગે, પણ જાગતો તો નોબતથી પણ ન જાગે, કેમકે-એનો જાગવાનો ઇરાદો જ નથી. * એ લોકો જેમ ફાવે તેમ બોલે, આપણા તારક મહાપુરુષો માટે ગમે તેમ લખે, ઇતિહાસનું, શાસ્ત્રનું તથા જ્ઞાનીપુરુષોનું ખૂન કરે, અને એનો રદિયો અપાય ત્યારે કહે-‘સાધુથી આમ ન બોલાય' એનું કારણ શું ? શાસન સામે આવતા પ્રહારોનો બચાવ કરવાની શું સાધુની ફરજ નથી ? આજના ભયંકર વાતાવરણથી સમાજને સાવચેત કરવાની એકેએક ધર્મગુરુની ફરજ છે. ધર્મગુરુ તે છે, કે-જે આશ્રિત આત્માઓને પાપમાં ફસાતાં બચાવે. મોટા પુરુષોના મૌનથી અજ્ઞાન આત્માઓનો ભયંકર મરો થાય છે, માટે છતી શક્તિએ પણ જેઓ આવા સમયે Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ પણ સત્યની ઉદ્ઘોષણા જોરશોરથી નથી કરતા, તેઓ ખરે જ પોતાની ફરજ ચૂકે છે એમાં કશી જ શંકા નથી; અને એથી તેઓ પોતે માર્ગભ્રષ્ટ થવા સાથે ભદ્રિક આત્માઓની દશા પણ કફોડી કરે છે, એ પણ નિઃશંક વાત છે. શું ઋષભદેવ સ્વામીએ વિધવાવિવાહ કર્યો હતો? જે સમયે ભગવાન શ્રી તીર્થંકરદેવો માટે પણ ગમે તેમ લખાય અને કરપીણ રીતે શાસ્ત્રીય સત્યોનું ખૂન થાય, તે સમયે મૂંગા રહેવામાં આવે, તો લોક શું સમજે ? કહે છે કે-ઋષભદેવે વિધવાવિવાહ કર્યો હતો !” આવા નિર્લજ્જ અનાડી અને અજ્ઞાન લેખકોને શું કહેવું ઘટે ? ભગવાન શ્રી ગણધરદેવોની માતા, કે જે મિથ્યાષ્ટિપણામાં હતાં, તેમના પુનર્લગ્નની વાત પણ નોંધે છે !!! પોતાની દુષ્ટ વાસના ઠસાવવા કેવા કૂટ યત્નો સેવાય છે !!! વધુમાં તેઓ લખે છે કેવસ્તુપાળ-તેજપાળ વિધવાના દીકરા’ - પણ એમણે ક્યાંય એમ લખ્યું છે ખરું કે-“અમે વિધવાના દીકરા છીએ, માટે બહાદુર છીએ !! કહે છે કે-વસ્તુપાળ તેજપાળને હાડકાંના ઢગલા કહેવાય ?' પરંતુ કોણ કહે છે કે-કહેવાય ? તમારા જેવા કમભાગ્યો કહે તો જુદી વાત !! તેઓને કહો કે-હાડકાંના ઢગલા રૂપ તો તે પાપાત્માઓ છે, કે જેઓ મહાપુરુષોનાં જીવનોનો આવો દુરુપયોગ કરે છે !!! તે લોકોની દશા ઘણી જ ભયંકર છે કે જેઓ મહાપુરુષોના જીવનમાંથી, જે લેવું જોઈએ તે નથી લેતા અને પોતાને ફાવતું લે છે, માટે જ તેઓ સત્ય વસ્તુ પામી શકતા નથી. ખરેખર, એવા લોકોને એક જાતનો ભયંકર મેનીયા જ લાગુ થયો છે અને એના જ પ્રતાપે તેઓ એમ લખી, બોલી શકે છે કે-“આવું આવું લખીને, બોલી બોલીને અમારે આખા સમાજ ઉપર અસર પાડવી છે !” આવા ભયંકર રોગીઓને હું કહું છું કે-“આવું આવું લખી લખીને કે બોલી બોલીને સમાજ ઉપર અસર પાડવાને બદલે તમે તમારી અધમ જાતનું પ્રદર્શન કરો છો અને સાથોસાથ તમારો પોતાનો ભયંકર આત્મઘાત જ કરો છો, એ સિવાય બીજું કશું જ કરી શકતા નથી, એ નક્કી માની રાખજો. સભા? શું ભગવાન ઋષભદેવ અંગે વિધવાવિવાહની વાત તદ્દન જ બનાવટી છે? હા, એ વાત તદ્દન જ બનાવટી છે. યુગલીયાઓના સમયમાં એવો રિવાજ હતો કે માબાપ જીવે ત્યાં સુધી ભાઈ-બેન અને માતાપિતાના મરણ પછી તે યુગલ પતિપત્ની. તે કાલનો સ્વભાવ જ એવો હતો કે-યુગલીયાં એક યુગલ પેદા કરે, પછીથી તેઓ અમુક જ દિવસ જીવે. માબાપ જીવે ત્યાં સુધી એ યુગલ ભાઈબેન અને પછી પતિપત્ની. Page #150 -------------------------------------------------------------------------- ________________ 129 – – ૧૧: વિકૃત બનેલું વાયુમંડળ - 11 – ૧૨૯ એક વખત એવો બનાવ બન્યો હતો કે-એક યુગલે એક યુગલને એક વૃક્ષ નીચે જન્મ આપ્યો, તે વખતે ઉપરથી વૃક્ષનું એક ફળ પડવાથી પુત્રનું અવસાન થયું. પહેલું અકાલ મૃત્યુ એ વખતે થયું. આ બનાવ બન્યો ત્યારે તો હજી માબાપ જીવે છે. ત્યાર બાદ માબાપ મરી જાય છે. પછી એકાકી રખડતી બાલિકાને અન્ય યુગલિકો તરફથી શ્રી નાભિરાજાને સોંપવામાં આવે છે. એ બાલિકાને શ્રી ઋષભદેવની સાથે પરણાવવામાં આવે છે. હવે વિચારો કે એ વિધવા કહેવાય ? આ બધું એમને પૂછો. યુગલિક સમયની વાત કરનારા જુગલીયાના જેવું વર્તન રાખતા હોય તોયે ધૂળ નાખી, કારણ કે-યુગલિકોને તો કષાયો નામના. વિષયવાસના પણ ઓછી. હાયવોય પણ નહિ અને તેઓ ખાય પણ આંતરે ! જુગલીયાં બને તો તો આજે આ ટ્રામ, મોટર, ઘોડાગાડી-એ બધી ધમાચકડી એની મેળે જ બંધ થઈ જાય. જુગલીયાં મરીને નિયમા દેવલોક જાય. આ બધી વાતો સમજાવી લોકોને જણાવો કે-“આવું લખનારાઓ શ્રીસંઘમાં જ નથી.” શ્રી ઋષભદેવ ભગવાનની આવી વાતો લખનારાઓને કહો કે-શ્રી ઋષભદેવ ભગવાને બાર મહિના સુધી આહાર વિના ચલાવ્યું એ વાત કેમ નથી લેતા ? આહાર વિના ચલાવોને !! એમણે એવું દાન દીધું કે-જેની સીમા નહિ, હજાર વર્ષમાં માત્ર એક જ અહોરાત્ર નિદ્રા લીધી, એમનું દાન, શીલ, તપ અને ભાવ વિગેરે કેવું ! એ બધું યાદ કરોને ? ભગવાને પોતે દીક્ષા લીધી, એમની માતાએ પણ મુક્તિ લીધી, એમના સોયે દીકરાઓએ દીક્ષા લીધી, સેંકડો કુટુંબીઓએ દીક્ષા લીધી, દીકરાના સેંકડો દીકરાઓએ દીક્ષા લીધી. એમ પેઢીઓની પેઢીઓએ દીક્ષા લીધી, એ બધી વાત લેવાની છે કે નહિ ? એમને આવી આત્મહિતકર વાતો લેવી નથી, પણ વિધવા સાથે પરણવું છે ! બસ, એક જ વાત - “વિધવાવિવાહ શરૂ નથી માટે વેશ્યાગમન વધે છે. જો વેશ્યાવાડા બંધ કરવા હોય તો વિધવાવિવાહ શરૂ કરો'-આવું એ અધમ લોકો કહે છે. એવાઓની સાથે વાત કરતાં પણ સજ્જનને તો લજ્જા આવે. જાતવાનમાં જન્મી જાતહીન બનેલાઓની સાથે વાત કરતાં પણ કંપારી છૂટવી જોઈએ. જૈનશાસન પામેલાઓની એવી બુદ્ધિ હોય ! જ્યારે એ હીનકર્મી આત્માઓને તો કાળ ઉપર આવું આવું લખવામાં શરમ પણ નથી. સમાજ ઉપર ભયંકર આક્ષેપઃ જ આવાં લખાણથી ઇતર પણ કહેશે કે-જૈન યુવકોને કન્યા નથી મળતી, માટે કન્યા તથા વિધવાના અભાવે જૈનો વેશ્યાગામી બને છે !” આવી જાતનો આક્ષેપ, એ શું જૈનસમાજ ઉપર નાનોસૂનો આક્ષેપ છે? શું તે લખનાર અને Page #151 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ પ્રસિદ્ધ કરનારા, જગતને એમ સમજાવવા માગે છે કે-‘વિધવાવિવાહની બંધીથી જૈનો વેશ્યાગામી થઈ ગયા છે ’ આ આરોપ શું ભયંકર નથી ? આવા ભયંકર માણસો જૈન સમાજ જેવા પવિત્ર સમાજમાં રહેવાને લાયક જ નથી, એ ભાનભૂલા માણસોને વિધવા બાઈઓએ તો સ્પષ્ટ કહ્યું હતું કેવિધવાવિવાહની વાતો કરનારા ઠરેલ મગજના તો નથી જ. બાઈઓની વાતમાં એ શું કામ બોલે છે ?’ પાછા કહે છે કે-‘અમે તો સમાજના ભલા માટે કહીએ છીએ કે-જો વિધવાવિવાહ થશે તો સમાજ જીવશે, નહિ તો સમાજનો મૃત્યુઘંટ વાગી રહ્યો છે’ - નાતરાં ક૨વાનો જ્યાં રિવાજ છે, એવાં પછાત લોકમાં પણ નાતરાં નહિ કરનારા ઊંચા ગણાય છે. પંચમાં ગાદી ઉપર તેઓ બેસે છે. ૧૩૦ 130 એક વખત ક્ષત્રિયોમાં વિધવાવિવાહની ધમાલ ચાલી, ત્યારે મોટી સભા મળી હતી અને એક રાજા એ સભાના પ્રમુખ થયા હતા. વિધવાવિવાહનો ઠરાવ મુકાયો અને બધા એને મંજૂર રાખવા તૈયાર પણ થયા. પછી એ શુદ્ધ ક્ષત્રિય ઊઠ્યો. એણે ઊભા થઈને પહેલાં તો સભાનાં પ્રમુખનાં, વિધવાવિવાહનાં, તેના હેતુનાં-તમામનાં ગુણગાન કર્યાં અને છેલ્લે કહ્યું કે “યથા રાના તથા પ્રના” એ ન્યાયે આ કાયદાનો અમલ મુખ્ય સ્થાનેથી થવો જોઈએ ! અત્રે મુખ્ય સ્થાને બેઠેલા મહારાજાની વિધવા મા-બહેનો જીવે છે, તો એમના વિવાહ અત્યારે જ થવા જોઈએ !!” રાજા કહે કે-‘એ તો ન જ બને.’· ત્યારે આ ભાઈએ પણ કહ્યું કે - ‘એ ન બને તો ઊભા થઈ જાઓ ! કારણ કે-આ પણ ન જ બને.’ એ જ રીતે આજે યુવકોનું એક ગાંડું ટોળું વિધવાવિવાહની વાત બહાર ભલે કર્યા કરે, પણ એ જ લોક જો પોતાને ઘેર જઈને તેવી જાતની વાત કરે, તો ત્યાં પણ એમની બૂરી જ દશા છે!!! આવી પાપવાતો કરનારાઓની માતાઓ કંઈ પાપાત્માઓ નથી, પણ આ જ અંગારાઓ પાક્યા છે !!! એ યુવકો જેને માટે એવી એવી વાતો કરે છે તે વિધવા બાઈઓ, કે જેઓ જૈનધર્મને પામેલી છે, એ બાઈઓ તો કહે છે કે-‘અનંત પાપરાશિથી તો સ્ત્રી વેદ મળેલ છે, એમાં વળી પાપની કાર્યવાહીમાં પડીએ તો રખડવું પડે અને અમારે રખડવું નથી.' છતાં જુઓ કે-નવરાઓને જાણે બીજો ધંધો જ સૂઝતો નથી !!!!પ્રભુમાર્ગને શોષે એ સંઘમાં જ નથી ! આવાઓ પાછા સંઘ બને છે અને દીક્ષા વિરુદ્ધનો ઠરાવ પણ લાવે છે. ‘અમુક સાધુ ખરાબ’ –એવી શોધ પણ એ કરે, ખોટાં કલંકો પણ લગાડનાર એ Page #152 -------------------------------------------------------------------------- ________________ 11 – ૧૧ : વિકૃત બનેલું વાયુમંડળ - 11 – – ૧૩૧ અને “અમને સંઘ માનો !” એવો ઠરાવ કરનારા પણ એ ! કહો કે-એવાઓની કિંમત કેટલી ? આવા જ ટોળાને હું શાસ્ત્રાનુસાર હાડકાંનો ઢગલો કહું છું. વિષય-કષાયને વધારનારી, સંયમનો નાશ કરનારી, પાપને વધારનારી અને પુણ્યને શોષનારી પ્રવૃત્તિ કરનારને હાડકાંના ઢગલા સિવાય બીજું ઉપનામ પણ શું આપી શકાય ? જે પ્રભુમાર્ગને પોષે તથા વિષય-કષાયરૂપ સંસારને શોષે, એ શ્રીસંઘ તો પૂજ્ય છે જ ! પરંતુ એનામાંથી ચેતના જાય ત્યારે એને મડદું કહેવાય ! અને પછી એ બાળવા યોગ્ય કહેવાય!! ચેતન હોય ત્યારે બાળવાનું કહે તો એના પર કેસ ચાલે, કેમકે મડદું મરકી ફેલાવે, એ જ રીતે જ્યાં સંઘત્વ હોય એને સંઘ કહેવાય, અને જેનામાંથી સંઘત્વ નાશ પામ્યું હોય, એને હાડકાંનો ઢગલો કહેવાય. આ તો આજે વચ્ચે નવી વાત થઈ. જે વાત બહાર આવે એ કહેવાની તથા તમને ચેતવવાની અમારી ફરજ છે. એવાની જોડે તમારે લમણાફોડમાં ઊતરવાનું નહિ. એવાઓને તમારે તો કહી દેવું કે-“તમે નવરા છો !' એમની સાથે વાત કરવામાં પણ તમને જોખમ છે. “કુર્નનાઃ સુરત વન્ય:' એ ન્યાયે એવાને તો છેટેથી જ નમસ્કાર કરવા ! તમારે એમને કહી દેવું જોઈએ કે, ‘અમારાથી તો તમારી સાથે વાત પણ ન થાય. અમે તો માણસ સાથે વાત કરીએ!"તમને એ પૂછે કે- ત્યારે અમે કોણ ?' તો કહેવું કે એ તમે જાણો, પણ અમે તો માણસ સાથે વાત કરીએ. તમારી સાથે નહિ !” એવાની સાથે લમણાફોડમાં પડશો જ નહિ. જૈનના મોંમાં એવી વાતો શોભે જ નહિ. હવે તો સંસ્થારૂપે અને જૈન સમાજના ઉત્કર્ષના બહાને કેટલાક બહાર આવ્યા છે. જે કોન્ફરન્સના સમુદાયરૂપે એકત્રિત થવાનો છે. ત્યાં બધા આવા જ ઠરાવો આવવાના હોય એમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અને એટલું જ નહિ પણ પેપરોનાં પાનાં ઉપર પણ એવા ઠરાવો માટેનાં લખાણો છપાઈ ચૂક્યાં છે, એટલે નહિ ચેતો તો પરિણામ ભયંકર આવશે એટલું સમજજો. હું અનેકવાર કહી ચૂક્યો છું કે-આવા વખતે ધર્મજનોએ સર્વસ્વના ભોગે પણ ધર્મરક્ષા કરવી જોઈએ. અમે ઘરબાર મૂકીને આવ્યા છીએ તે કેવળ શાસ્ત્ર માટે, આગમ માટે, ધર્મ માટે, એના રક્ષણ માટે ! એમાં અમારું ને તમારું હિત છે. અમને જેની સેવામાં કલ્યાણ લાગ્યું, તેની જ વાત અમારી પાસે આવનારને અમે કહીએ. અમે એ જ શીખ્યા છીએ, એ કહેવામાં અમે જરા પણ પાછી પાની નહિ કરીએ; જેને રૂચે Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ 19 તે આવે, ન રૂચે તેને જવા માટે દરવાજા ઉઘાડા છે. જેને બહુ જચે અને અહીં સાધુ પાસે બેસી જવાનું મન થાય, તેને માટે ઓઘો પણ તૈયાર છે. જેને મન ન થાય તેવા કોઈની પણ બગલમાં મૂકવા ગયા નથી. આજે એવી લાયકાતવાળા પ્રાય: કોઈ છે પણ નહિ, નહિ તો એમ પણ કરત. પ્રભુની આજ્ઞા માન્ય હોય એને અહીં (શાસનમાં) રહેવાનો અધિકાર છે. મરજી મુજબ નાચનાર માટે અમે કાંઈ કામના નથી; એમને લાભ આપવાની તાકાત અમારામાં નથી; ઉપાશ્રય એમને માટે નકામો છે; જેમને પ્રભુ ન ગમે, શાસ્ત્ર ન ગમે, અભક્ષ્ય-ભક્ષણના ત્યાગની વાતો ન ગમે, રાત્રે ખાવાનું ગમે, ચોવીસેય કલાક ચાહ, પાન, સિગારેટ ચાલુ રાખવી ગમે, અને આ બધામાં જ કલ્યાણ માને, એમને અમારી સાથે મેળ નહિ મળે. આવાઓ આજે પરમતારક તીર્થપતિ ઉપર પણ આક્ષેપ કરતાં અચકાતાં નથી, એ જેવાતેવા દુઃખની વાત નથી. પોતાના દુષ્ટ ઇરાદાઓને પોષવા માટે પરમ હિતકારી મહાપુરુષોને પણ જેમ એ લોકો આવી ખોટી રીતે નિંદે છે, તેમ જો તેઓને લગતી સાચી હકીકતો કહેવામાં આવે, તો તે પણ તેઓથી સહી શકાય તેમ નથી. શ્રી તીર્થંકરદેવ ઉપર બનાવટી આક્ષેપ મૂકવાનું પાપકર્મ કરનારાઓને ખબર નથી કે-કયા પુણ્યપુરુષ ઉપર આવો આક્ષેપ મૂકવામાં આવે છે ! આવા ખોટા આક્ષેપ કરનારાઓની જાતને ચીતરવી હોય તો ચીતરી શકાય. એ લખનાર કોણ છે, કેવા છે, એ જન્મ્યા ત્યારથી તે અત્યાર સુધી એમનાં જીવન કેવાં છે, તે અમે જાણીએ તો પણ અમે સાધુ છીએ માટે અમે ન બોલીએ, અમારાથી સામાન્ય રીતે ન બોલાય. અમને દોષ દેખાય તો પણ મોઘમ રીતે ઉપદેશ તરીકે કહીએ, પણ પ્રભુના શાસનની જો આવી ખોટી રીતે કાયમ ખાતે અવગણના કર્યા જ કરે, તો પ્રગટ કહેવાની પણ અમને છૂટ છે. એ વખતે એવા પાપાત્માઓને ઓળખાવી જગતને સમજાવવું પડે કે-આવા અધમ હેતુઓથી આ પાપાત્માઓ પ્રભુને અને પ્રભુના શાસનને આવી ખોટી રીતે ચિતરવાના અધમ પ્રયત્નો કરે છે. ઇરાદાપૂર્વક એક મુનિવરના પ્રાણ લેવા માટે એક બાઈએ કડવી તુંબડી વહોરાવી હતી. એ વખતે આચાર્યે એ બાઈની જાતને ઓળખાવી હતી કે-જેથી ફરી કોઈનો ઘાત ન થાય. એ જાહેરાતનો હેતુ એ જ હતો કે-“કોઈ એવો ઘાત ન કરે', કોઈ એવું પાપ ન કરે અને કોઈ એનો ભોગ ન થાય.” શાસન ઉપર, શાસ્ત્ર ઉપર, શ્રી તીર્થંકરદેવ ઉપર, મહાપુરુષો ઉપર ભયંકર આક્ષેપ કરવાનું કામ જો પાપાત્માઓ ચાલુ જ રાખે, તો અવસરે એમની Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૧ : વિકૃત બનેલું વાયુમંડળ – 11 જાતને ઓળખાવવાની ફરજ પણ બજાવવી જ પડે ! જો કે વાસ્તવિક રીતે આમાં અંગત સ્વાર્થ ન હોવા ઉપરાંત, કેવળ શાસનહિતને જ અનુલક્ષીને આ કૃત્ય કરવાનું હોવા છતાં, એને આજના જમાનામાં જો બદનક્ષી કહેવાતી હોય, તો તેવી બદનક્ષીના કાયદાની જોખમદારી વહોરીને પણ એવાઓની જાતને ઓળખાવવી પડે અને કોર્ટમાં જઈને એ ફરિયાદ કરે, તો કોર્ટ સમક્ષ કહી શકાય કે-‘આવા કારણે લાચારીથી એમની જાતને ઓળખાવેલ છે. અમે એમને ચેતવ્યા હતા કે બદદાનતથી વિશ્વના પરમ ઉપકારી મહાપુરુષો ઉપર આક્ષેપ ન કરો, પણ એ ન સમજ્યા અને કારમા ઘા કરવા ચાલુ જ રાખ્યા, માટે ભગવાનના શાસનની રક્ષા માટે એ નામચીનોને ઓળખાવવાની ફરજ પડી છે !' આ શુભ ઇરાદાના સત્ય એકરારથી આપણા આત્માની જો શુદ્ધ નિષ્ઠા હોય અને પૂર્વનાં અશુભ કર્મનો જો ઉદય ન થાય, તો કોઈ પણ જાતની હ૨કત ન આવે, પણ કદાચ આવે તોયે શું ? કેવળજ્ઞાન ઉપાર્જન ક૨વા શ્રી તીર્થંકરદેવે ઘણું ભોગવ્યું, તો એમની ભક્તિ કરવામાં આપણે થોડું સહેવું પડે, એમાં વાંધો પણ શો ? એમાં તો એકાંતે આત્માનું કલ્યાણ જ છે. દયાધર્મને નામે વિધવાવિવાહ ? સભા એમની દલીલ એવી છે કે-‘વિધવાવિવાહ એ ગૃહસ્થનો દયાધર્મ છે. એ સમાજ-વ્યવસ્થાની વાત છે એમાં સાધુ ન બોલે.’ 133 7 ૧૩૩ એ તો કાલે કહેશે કે, ‘પરણવું એ પણ ગૃહસ્થનો દયાધર્મ છે, માટે સાધુએ બ્રહ્મચર્યનો પણ ઉપદેશ ન આપવો' તો શું એ પણ માની લેવું ખરું ? દયાના નામે એક પાપ ચાલતું હોય, એમાં બીજું પાપ ઉમેરાય ? દયાળુઓ વિષયકષાયની પુષ્ટિ થાય એવી વાતો કદી પણ કરે ? વિષય-કષાયો વધે એમાં દયા વધે કે ઘટે ? વિષય-કષાયની પ્રવૃત્તિ વધારનારા આજે પોતાની જાતને દયાળુ તરીકે ઓળખાવે છે, એ જ એક આશ્ચર્યજનક વાત છે. તેઓને દયાની વ્યાખ્યા, દયાનું લક્ષણ અને દયાનું સ્વરૂપ તો બાંધવાનું કહો ! તમારામાં રદિયો આપવાની તાકાત ન હોય, તો તમે એવું સાહિત્ય વાંચો કે નહિ તમે નહિ વાંચો એટલે આપોઆપ થાકશે. આ તો સમજે છે કે-‘વાંચે તો છે. એક વાર, બે વાર, પાંચ વાર વાંચશે એટલે છાયા પડશે.' માટે એ લખે છે. એમણે જે લખ્યું છે, તેમાં ઇતિહાસનું પ્રમાણ નથી, શાસ્ત્ર ના પાડે છે અને ધર્મી ખાત્માની બુદ્ધિ પણ ના પાડે છે. લખાણમાં યુક્તિ, દલીલ કે પ્રમાણ-કશુંયે નથી. એવી દલીલ આદિ વિનાની વાત મનાય જ કેમ ? એવી એવી અયોગ્ય વાતોથી પાપની વાસનામાં ન પડાય, એની જ કાળજી રાખવાની છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - - 12 હવે આવો મુદ્દા ઉપર : જ્યાં સંઘત્વ હોય, એ શ્રીસંઘ તો ત્રિકાળ પૂજ્ય છે. ધર્મી આત્મા માટે શ્રીસંઘ નગર સમાન છે. એ નગરમાં ઉત્તરગુણરૂપ ભવ્ય મકાનો છે, શ્રુતજ્ઞાનરૂપ લક્ષ્મી છે, સમ્યગ્દર્શનરૂપી શેરીઓ છે અને અખંડ ચારિત્રરૂપ કિલ્લો છે. ધર્મી છે કે, જેને સંસાર છેદવાની ભાવના હોય. ધર્માત્માને શ્રીસંઘરૂપ નગર આશ્રય આપે, સંસાર છેદવામાં શ્રીસંઘ ચક્રરૂપ બની સહાય કરે : શ્રીસંઘરૂપ ચક્રને સત્તર પ્રકારના સંયમ રૂપ તુંબ હોય, બાર પ્રકારના તપ રૂ૫ આરા હોય અને સમ્યગ્દર્શનરૂપ બાહ્ય પૃષ્ઠની ભૂમિ હોય. ભવારણ્યમાં ભટકતા મોક્ષાર્થી આત્માઓને મુક્તિમાં લઈ જવા શ્રીસંઘ, એ રથરૂપ બને. શ્રીસંઘરૂપી રથને શીલરૂપ ધજા હોય, તપ અને નિયમ રૂપ ઘોડા હોય અને એમાં પાંચ પ્રકારના સ્વાધ્યાયરૂપ મંગલ ઘોષ નિરંતર ચાલુ હોય. ' હવે શ્રીસંઘને ચોથી ઉપમા કમળની છે. કમળ ઊપજે કાદવમાં, વધે. પાણીમાં, પણ રહે બેયથી અલગ ! કમળ માથે મૂકવા લાયક, સુંઘી સૂંઘીને સુગંધ લેવા લાયક છે. જેને રસ પર અનેક ભમરાઓ જીવે છે, એ કમળ ખુશબોથી ભરેલું હોય. એને કર્ણિકા-કેસરા બધું જ હોય. શ્રીસંઘરૂપ કમળમાં આ બધા સ્થાને કોણ કોણ છે, એ પણ આપણે જોઈ ગયા. કમળ પાણીની ઉપર ક્યારે આવે ? નાળ આખું હોય તો જ ને ? નાળ મૂળથી સડેલું હોય અને વચ્ચેથી ભાંગેલું હોય તો કમળ ઉપર ન જ આવે. કમળને મધ્યમાં કર્ણિકા હોય, એની મધ્યમાં કેસરા હોય અને ભમરા તેઓની આસપાસ હોય જ. સૂર્યનાં કિરણોથી કમળ ખીલે. કમળને ફરતાં પત્રો હોય. સંઘરૂપ કમળમાં આચાર્ય એ કમળકોટિમાં છે. એ કમળ, કર્મરૂપી કાદવમાં ઉત્પન્ન થવા છતાં, ભોગરૂપી પાણીમાં વધવા છતાં, કર્મ કાદવને છોડીને અને ભોગજલને તજીને ઉપર આવીને રહે છે. કમળને જો કમળરૂપે રહેવું હોય તો તેનાથી કાદવ કે પાણીમાં ન પડાય; કમળ તો નિરંતર ઉપર જ રહે. તે જ રીતે શ્રીસંઘરૂપ કમળ પણ કર્મરૂપ કાદવ અને ભોગરૂપ જળથી અલિપ્ત રહે, ત્યાં સુધી જ તેની શોભા. સંઘરૂપ કમળ, પોતાના સહવાસીને ભોગજળથી ન સીંચે અને કર્મરૂપ કાદવમાં ન ઝૂંપવી દે. સંઘરૂપ કમળ, ભમરાને પોતાની ખુશબો આપે, પણ પાણીની તથા કાદવની અંદર ડુબાવી દઈ, તેના જીવનનો સર્વસ્વનો નાશ ન કરે. કમળમાં સુગંધી જ એવી હોય કે ભમરાને ત્યાંથી ખસવાનું મન જ ન થાય. કમળ ઉપર પાણીનું બિંદુ ન ટકે, એને પાણીનો લેપ પણ ન લાગે, એ ભીનું પણ ન થાય, કોરું જ રહે એ કમળ. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩પ 135 - ૧૧ : વિકૃત બનેલું વાયુમંડળ - 11 - કમળની ઉપમાને ધારણ કરનારા જો ભોગથી લેવાતા હોય અને સંસારની પ્રશંસા કરવામાં જ પોતાનું શ્રેય સમજતા હોય, તો તેઓને પાઘડી દુપટ્ટો આપી ઘો અને કહી દો કે-“પહેરી લ્યો, સંસારના જ વખાણ કરવાં હોય તો ચાલ્યા આવો સંસારમાં.” થવું કમળ અને ઉછાળવું ભોગરૂપ પાણી એ કેમ બને ? કમળનું જીવન નાળ ઉપર. નાળ ગયું તો કમળ ગયું. નાળ નહિ તો કમળ નહિ. કમળ એમ કહે કે – “અમે પણ ત્યાંથી આવ્યા, માટે તમે પણ ત્યાં જ રહો ?' ન જ કહે, અને કહે તો તમે પૂછો કે – “તમે કેમ આવ્યા? સંસારને સારો માનનારને સાધુ બનવાની જરૂર પણ શી? સંસાર તો જેમ વહેલો છૂટે તેમ સારું. જે આત્મા સંસારનો લઘુ વયથી જ ત્યાગ કરે, તે સારું કે ખોટું? નાની વયમાં સંસારનો ત્યાગ કરનાર ભૂલ કરે છે અને જિંદગી સુધી સંસારમાં સડી મરનાર ડહાપણ કરે છે – એમ તો નથી જ ને? આ બધાના ઉત્તરમાં “ નાને મેં ય નદિ વ સતા છે” આ પ્રમાણે કહેનારને ખુલ્લા શબ્દોમાં કહી દેવું ઘટે કે-કમળપણાની નામનાનો લોભ મૂકી ઘો? શ્રતરત્નરૂપ નાળ ઉપર નહિ ટકી શકનાર, શ્રી જેનશાસનમાં કમળની સ્થિતિમાં રહેવા માટે લાયક જ નથી, એ સુનિશ્ચિત છે.” કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ ફરમાવ્યું કે - ': “શ્રી જિનેશ્વરદેવના શાસનમાં તે જ ગુરુઓ માનેલા છે કે-જેઓ મહાવ્રતોને ધરનારા હોય, ધરેલાં મહાવ્રતોના પાલનમાં ધીર હોય, નિર્દોષ ભિક્ષામાત્રથી આજીવિકા ચલાવનારા હોય, સામાયિકમાં સ્થિર રહેનારા હોય અને ધર્મના ઉપદેશક હોય. - જેઓમાં આ ગુણો ન હોય અને એનાથી વિપરીત જીવન જીવતા હોય તે ગુરુ નથી પણ કુગુરુ છે; આવા જ્યારે કુગુરુઓ ગુરુપદે ચઢી બેઠા, ત્યારે દેશમાં તીર્થકર શ્રી શીતળનાથ સ્વામીએ પણ કહી દીધું કે “ગૃહસ્થ એ ગુરુ ન હોય. આરંભી, સમારંભી, પરિગ્રહી, અબ્રહ્મચારી ગુરુ ન હોય.” આ વિષયમાં ખોટું સ્વાતંત્ર્ય કામ ન જ લાગે. જૈનશાસનનું સ્વાતંત્ર્ય કોઈ જુદું જ છે. “જ્ઞાની પુરુષોને પણ તાબે ન થવું અને ઇચ્છા મુજબ વર્તવું' - આવી સ્વતંત્રતામાં માનનારાઓ સાથે આપણો મેળ ન જ મળે. આગમની આજ્ઞાને આધીન વર્તવું, એ જ સ્વતંત્ર થવાનો રાજમાર્ગ છે. + “મહાદ્રિત્તા થીરા, પ્રેક્ષ્યમાત્રોની વિનઃ | सामायिकस्था धर्मोप-देशका गुरवो मताः ।।८।।" Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ -- સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ – ચાહ વિના ન ચાલે માટે ચાહનો ત્યાગ કરવો, એને આપણે સ્વાતંત્ર્ય કહીએ છીએ. આ શાસ્ત્ર અને સ્વાતંત્ર્ય કહે છે કે-જે મોહક ચીજ વિના ન ચાલે એનો ત્યાગ કરવો. રોગ આવે તો “ભલે આવ્યો” એમ કહેવું એ સ્વાતંત્ર્ય પણ “ઓ બાપ રે' એમ કરવું, એ સ્વાતંત્ર્ય નથી. રૂપ તરફ આંખ ખેંચાય તો પાછી ખેંચી લેવી, એને આ શાસ્ત્ર સ્વાતંત્ર કહે છે. આ શાસ્ત્ર ઇંદ્રિયોને આધીન થવા ના પાડે છે. આ શાસ્ત્ર કહે છે કે - “મન વશ કરો, ઇંદ્રિયોને કાબૂમાં રાખો, સ્વાભાવિક રીતે એ ન બને તો અભ્યાસ કરો, તપ કરો. છતાં ન બને તો સંયમને ખૂબ કેળવો.” પાપની છૂટ આ શાસનમાં નથી, પૈસા ના મળે તો લૂંટફાટ કરવાની આ શાસ્ત્ર ના પાડે છે. આજના ઉચ્છંખલો, સ્વતંત્રતાના નામે જેમ મન ફાવે તેમ વર્તવાનું કહે છે, તેમ મનફાવતી રીતે વર્તવાનો જો કાયદો થાય, તો ઘેર ઘેર મડદાં પડશે. કારણ કે-અર્થ-કામની લાલચ ભયંકર છે. વિધવાઓ પોતે ના કહેવા છતાં, એમને પાપમાં ઉતારવા વગર કહે વકીલ બની જેઓ આજે સમાજમાં યથેચ્છ પ્રયત્ન કરે છે, તેઓને જો ચાર દિવસ મરજી મુજબ વર્તવાન છૂટ મળે, તો જુલમ વર્તાવે. સતીપણાના રક્ષણની વાત કરનારા એક પણ સજ્જનને જીવવા ન દે. વાઘની જેમ તેની ઉપર તૂટી પડે. આવા લોકોથી આઘા રહેવામાં જ આત્માનું શ્રેય છે. શ્રી સંઘરૂપ કમળ શ્રતરત્નરૂપી નાળને વળગી જ રહેવું જોઈએ. શ્રતરૂપ નાળથી દૂર થવા જેવી સ્વચ્છંદતાનું અવલંબન પ્રાણાંતે પણ ન જ સ્વીકારવું જોઈએ. અસ્તુ. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : સંખ્યાબળના નામે શંભુમેળો ન ખપે : વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, માગસર વદ-૧૧, ગુરુવાર, તા. ૨૬-૧૨-૧૯૨૯ ♦ આગમને આધારે જ શ્રી જૈનશાસન છે : • સાધુઓનો વિરોધ શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિ સામે છે : • આ તે સુધારો કે–સત્યવસ્તુનો નાશ ? ♦ નિર્બળતા એ શ્રી જૈનશાસનનું સર્જન નથી : ♦ નિર્બળતાનું કારણ સંસારની આસક્તિ છે : ♦ સંખ્યાબળના નામે શંભુમેળો ન જોઈએ : ♦ લજ્જાથી શીલ પાળનારા પણ તરી જાય છે : આપણા સુધારાઓ જૈન સિદ્ધાંતને અનુસરતા હોવા જોઈએ : 12 આગમને આધારે જ શ્રી જૈનશાસન છે સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી શ્રી તીર્થંકરદેવ પછી શ્રીસંઘને પૂજ્ય માની-તેને સમગ્ર શાસનનો આધારભૂત માની શ્રીસંઘની સ્તુતિ કરે છે. આપણે જોઈ ગયા કે-સૂત્રકાર મહર્ષિએ શ્રીસંઘને નગર વિગેરેની ઉપમા આપી છે. તેમાં આપણે નગરનું, ચક્રનું, રથનું રૂપક વિચારી ગયા અને કમળનું રૂપક ચાલે છે. ધર્માત્માને આશ્રયસ્થાન શ્રીસંઘ નગરરૂપ છે. સંસાર છેદવા માટે ધર્મીને સહાય કરનાર શ્રીસંઘ ચક્રરૂપ છે. સંસારરૂપ અરણ્યની આપત્તિમાંથી ઉદ્ધરી શાંતિથી મોક્ષે પહોંચાડનાર શ્રીસંઘ એ રથરૂપ છે. કમળની ઉત્પત્તિ કાદવમાં અને વધે પાણીથી, પણ બહાર આવીને ઊભું રહે તો તે કમળ. કમળને ફરતી કર્ણિકા અને કેસરા હોય, પત્રો પણ હોય અને એની ચોમેર ભમરા પણ હોય. કમળ સૂર્યનાં કિરણોથી ખીલે અને સૂર્યાસ્તથી બિડાય. કમળરૂપ શ્રીસંઘની ઉત્પત્તિ પણ કર્મરૂપી કાદવમાં થાય અને ભોગરૂપ જળમાં તેની વૃદ્ધિ થાય, પણ રહે-બેયથી અલગ. એ બેયને છોડીને ઊંચે રહે, તે શ્રીસંઘ કમળ રૂપ છે. શ્રીસંઘમાં મુખ્યપદે આચાર્ય છે, તેઓની ઉત્પત્તિ કર્મથી થાય, વૃદ્ધિ ભોગથી થાય, પણ ૨હે એ બેયથી આઘા. નાળ તૂટી જાય અને પાણીમાં પડે, તો એ કમળ ઉપભોગમાં ન આવે. કાદવ તો કાદવ તરીકે પણ કામ આવે, પરંતુ. કમળ તો Page #159 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ પાણીમાં ગયું એટલે તદ્દન નકામું. કર્મથી અને ભોગથી અલગ હોય તે સંઘ. એમાં બારી છે કે-અલગ હોવા ઇચ્છે એ પણ સંઘ, પણ એ કહેવાની અહીં જરૂર નથી, કેમકે-કમળની ઘટનામાં ચારે પ્રકારના સંઘનો સમાવેશ સ્પષ્ટપણે કરેલો છે. કાદવ અને પાણીથી ઉપર રહે એ કમળ. બળાત્કારે પણ નીકળે અને સહેજે પણ નીકળે. પરિણામની તીવ્રતાથી પણ નીકળે અને પ્રેરણાથી પણ નીકળે. કમળ ઉપર આવ્યા પછી ટકે ક્યાં સુધી ? નાળ અખંડિત હોય ત્યાં સુધી ! નાળમાં સડો પેઠો તો કમળનો વિનાશ થાય. સંઘરૂપ કમળને કર્મરૂપ કાદવ તથા ભોગરૂપ જળથી અલગ રાખનાર શ્રુતજ્ઞાન રૂપ નાળ છે. એની કિંમત ન આંકવી, નવા સ્વકપોલકલ્પિત નાળને બનાવવાની ભાવના ક૨વી અને સંઘરૂપ કમળ બનવું એ ન બનાય. ૧૩૮ 138 શ્રુત વિના શાસન હોય જ નહિ. ‘ભગવાન શ્રી જિનેશ્વરદેવનાં આગમો મોજૂદ નથી’ - એમ કહેનારને તો આ શાસન શ્રી જિનેશ્વરદેવનું નથી એમ કહેવું પડે. ભગવાનનાં કહેલાં આગમ નથી – ધર્મ નથી; તો આ ધર્મ છે કોનો ? તો તો પછી કહેવું જ પડશે કે -શાસન ભગવાનની સાથે જ ગયું. આગમને આઘાં મૂકનારને તો શ્રી જિનેશ્વરદેવ થયા હતા, એની પણ શી ખાતરી ? ભગવાન શ્રી મહાવીરદેવ, ત્રિશલાદેવી તથા સિદ્ધાર્થ મહારાજાના પુત્ર હતા; એની પણ શી ખાતરી ? એમનાં દાન, શીલ, તપ, ભાવ વિગેરે આવું હતું, એમણે ઉપસર્ગમાં આવી સ્થિરતા રાખી, ઉત્કટ તપ કર્યો અને કેવળજ્ઞાન મેળવ્યું - એની પણ શી ખાતરી ? આ બધું કહ્યું કોણે ? દુનિયાના ઇતિહાસમાં તો આવું બધું નથી આવતું. આ બધું માનો છો ? તો જેના આધારે એ બધું માનો તેને પણ માનવું જ પડે, અને તે જ આગમ. પ્રભુના શાસનમાં કમળ તરીકે રહેનાર આચાર્ય મહારાજે શ્રૂતરત્નરૂપ નાળને અખંડિતરૂપે માનવી જોઈએ અને અખંડિત રાખવી જોઈએ. એમની એ ફરજ છે કે-એના ઉ૫૨ આવતા આક્રમણને દૂર કરે. શાસન ઉપર થતા આક્ષેપવિક્ષેપને યુક્તિથી દૂર કરી એને સુંદર રાખવાની કાળજી રાખે. સુંદર વસ્તુ ઉપર આક્રમણ તો આવે પણ આવતા આક્રમણને દૂર કરનારા આચાર્યવર્ષો જ પ્રભાવક તરીકેની પ્રસિદ્ધિને પામ્યા છે. કીમતી વસ્તુ સામે આક્રમણ તો આવે, પણ એને સર્વશક્તિથી હઠાવે એનું નામ પ્રભાવકતા. સત્ય વસ્તુ ઉપરનું આક્રમણ ખસેડી-તેને દેદીપ્યમાન રાખે એ પ્રભાવક. શ્રુતજ્ઞાનરૂપ નાળ અખંડ હોય, તો જ શ્રીસંઘ રૂપ કમળ જીવી શકે. Page #160 -------------------------------------------------------------------------- ________________ 139 - - ૧૨: સંખ્યાબળના નામે શંભુમેળો ન ખપે - 12 - ૧૩૯ પાંચમહાવ્રતોમાં સ્થિરતારૂપ કર્ણિકા એ કમળમાં હોય અને ઉત્તરગુણરૂપ એમાં કેસરા હોય. મૂળ ગુણની રક્ષા ઉત્તરગુણમાં છે, સૂરિકમળને ફરતાં શ્રમણગુણરૂપી હજારો પત્ર છે. શ્રી જિનેશ્વરદેવરૂપી સૂર્યના તેજથી એ કમળ ખીલે. વર્તમાનમાં “જિનતેજ' તે જિનાગમ. એમનું કેવળજ્ઞાન રૂપ તેજ છબસ્થને કામ નથી લાગતું. એ જ્ઞાન એમને પોતાને ઉપયોગી છે. શ્રી જિનેશ્વરદેવ બોલ્યા ન હોત, ૩૫ને વા, વિકાનેરૂ વા શુ વા, એ ત્રિપદી ગણધરોને આપી ન હોત, ગણધર ભગવાને દ્વાદશાંગી રચી ન હોત, તો આપણે અત્યારે જૈન તરીકે શી રીતે જીવત ? ગણધર ભગવાનને પણ કેવળજ્ઞાની મળ્યા તોય પૂછવું પડ્યું કે- “મવન્! વુિં તત્ત્વ ?' ત્યારે શ્રુતના બળે ભગવાનનું કેવળજ્ઞાન ઉપયોગી થયું. વર્તમાનમાં પણ જ્ઞાની બોલે તો સમજાય, પણ મૌન રહે તો ન જ સમજાયને ? એ જ રીતે વર્તમાનમાં પણ જિનવાણી એ જ આધાર; તેનાથી જ શ્રીસંઘરૂપ કમળ પ્રફુલ્લિત રહે. સાધુઓનો વિરોધ શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિ સામે છે? આવા શ્રીસંઘરૂપ કમળની આસપાસ શ્રાવકરૂપી મધુકરો ફરતા જ હોય. તમારું સ્થાન તપાસો. તમે તો ભ્રમરના સ્થાને. ભમરો પણ લીંબડે ન જાય, એ તો કમળ હોય ત્યાં જ રહે. ભમરો રસ લે, સૂંઘે, પણ કમળને પીડા ન કરે. પત્તાનો, કર્ણિકાનો, કેસરાનો, નાળનો નાશ ન થાય, કમળને નુકસાન ન થાય એની ભમરા કાળજી રાખે. એમાંથી લેવાય તે તમારું, બીજી કરણીમાં ઊભા રહો, પ્રમાદ કરો, બહારની ક્રિયામાં રોકાઓ, તો એટલું તમે ગુમાવો છો. પાંખડી બહારથી લાવવાનું કામ તમારું નથી. કર્ણિકા, કેસરા, પત્તાં એ કમળ પોતે જ પેદા કરે. એની મુખત્યારી એને જ ! મોતીની પરોવણી એનો જ કારીગર કરે. એક મોતીની સેરમાં બધાં મોતી સરખાં ન હોય – પણ પરોવનાર કારીગર એવી રીતે પરોવે કે-હલકાં તથા ભારે મૂલ્યનાં બધાં મોતી એક સુંદર માળા રૂપે દેખાય. એ જ રીતે સાધુ અલ્પ શક્તિવાળો, અધિક શક્તિવાળો, તીવ્ર વિરાગી, મંદ વિરાગી, દુઃખગર્ભિત, મોહગર્ભિત કે જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળો છે, તે સઘળું એ આચાર્ય જુએ, પરખે, પરંતુ એ તેને પરખવા તમને ન સોંપે. અને એ વિવિધ અવસ્થામાં રહેલ શ્રમણોને એવી રીતે વિવિધ યોગોમાં યોજે કે એને જોનારા સજ્જનોનું એ મન હરી લે. જે ઠરાવોની સામે આજે આચાર્ય તથા સાધુ ઊભા છે, એનું કારણ એ છે કે-તે ઠરાવો તે કરનારની સત્તા બહારની વાત છે. સાધુ જો માર્ગથી પતિત થતો Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - 140. હોય, તો એને બચાવવાની શ્રાવકસંઘની ફરજ છે, છતાં ન માને અને આડો ચાલે તો શિક્ષા કરવાની પણ ફરજ છે, છતાં ન માને તો ઓઘો પડાવી લઈને રવાના કરવાની પણ ફરજ છે. આજના વિરોધીઓથી એ તો બનતું નથી; એવાઓના તો એ ચેલા થાય છે. આ તો કહે છે કે, “વિરાગ થાય તેને સાધુ થવા ન દઈએ.” નિવેષમાં રહીને શાસનનું સત્યાનાશ વાળે છે, ધર્મને કલંકિત કરે છે, તેની સામે તો થતા નથી. પોતાના વિચારને અનુસરનારા એવાઓને તો એ પંચમકાળના કલ્પતરુ માને છે. સાધુ કે આચાર્ય, જે આજે સામે ઊભા છે, તે સંઘ સામે કે સંઘની સારી કાર્યવાહી સામે નથી ઊભા, તથા સંઘનો ઠરાવ ન જ માનવો એવો પણ આગ્રહ નથી, પરંતુ શાસ્ત્રથી વિપરીત પ્રવૃત્તિની સામે ઊભા છે. શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિને તો અનુમોદન જ હોય. શ્રાવકસંઘની ઘણી ધર્મક્રિયા એવી છે કે જે કરવાનો અમને અધિકાર નથી, પણ એને અનુમોદવાનો, એની પ્રશંસા કરવાનો, એમાં તમામને જોડવાનો અને એને અનુમોદન આપવા તમામને કહેવાનો અમને અધિકાર છે. મનઃકલ્પિત ઠરાવ કરવામાં આવે તો ત્યાં સામે થવું જ પડે. કોઈ પતું બગડેલું લાગે તો શ્રાવકની ફરજ છે કે-એને સુધારી લે. પણ આવડે તો ને? સુધરે તો કોઈને ખબર પણ ન પડે તે રીતે ચૂંટી કાઢે અને ત્યાં નવું પતું સ્થાન પણ લે. શ્રાવકસંઘ સૂરિકમળને આવીને બગાડ થયાનું કહી શકે છે. એ કહેવાની છૂટ છે. બાકી આચાર્યાદિ મુનિગણ પાસે આવા મનાવવાના કોડ કરવા એ તો ભયંકર પાપ છે. “સાધુ કરતાં પણ શ્રાવક સંઘ મોટો છે એમ કહેનારા તદન અજ્ઞાન છે ! “સાધુ કરતાં શ્રાવકસંઘ મોટો છે એમ માનનારાઓ પોતે પાટે બેસીને પોતાના શ્રાવકોને નીચે બેસાડે છે, કે પોતે નીચે બેસી પોતાના શ્રાવકોને પાટે બેસાડે છે ? નમસ્કાર પોતે કરે છે, કે શ્રાવકોની પાસે કરાવે છે ? હજારો શ્રાવકનો સમુદાય પણ એક સાધુને કેમ નમે છે? એથી સિદ્ધ થાય છે કે-હજારો શ્રાવકોનો એકત્રિત સમુદાય પણ-એક દિવસના જ નહિ પણ તરતના દીક્ષિત સાધુને પણ - ઇચ્છામિ ખમાસમણ પૂર્વક વાંદે, એ વિધિ છે. સાધુની આ સત્તા સ્થાપિત છે. આવો મજેનો કાયદો હણી, શ્રાવકપણે ભૂલી, પોતાની સાચી સ્થિતિ ચૂકી અને મનઃકલ્પિત રીતે સંસારની ક્રિયા વધારનારા ઠરાવો કરવા અને મોહની કાર્યવાહી વધારવી, એ તો રહ્યાસહ્યા શ્રાવકપણાનું પણ લિલામ છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ 141 ૧૨ : સંખ્યાબળના નામે શંભુમેળો ન ખપે - 12 ૧૪૧ આ તે સુધારો કે સત્ય વસ્તુનો નાશ ? સુધારો તે કહેવાય, કે જે બગાડને સુધારે પણ મૂળને કાપે તે સુધા૨ો નથી. આજે તો સુધારાના નામે સાચી વસ્તુના નાશનો પ્રયત્ન થાય છે. એક વિષયાધીન આજ એમ કહેતાં અચકાતો નથી કે-‘અમે તો એક અથવા બે પરણીએ છીએ, પણ અમારા પૂર્વજો હજારોને પરણ્યા હતા.' એવું કહેનારને એ યાદ નથી કે-‘હજારોને ક્ષણમાં છોડી પણ દીધી : હજારોની વચ્ચે પણ એમણે પોતાની માલિકી ન ગુમાવી ! જ્યારે આજના તો સ્ત્રી માટે માબાપ ગુમાવે છે,સ્ત્રી માટે માબાપને તથા દેવ, ગુરુ, ધર્મને ધક્કો મારે છે, એટલે એકની સામે નહિ ટકી શકનારા હજારો પરણનારનો દાખલો લે, એ તે જીવે કે મરે ?’ મોટાના પગમાં પગ ન નાખો. મહાપુરુષની વાત કરતાં તમારી લાયકાત તથા શક્તિ જુઓ. ભગવાન શ્રી મહાવીરદેવે માતાપિતા જીવે ત્યાં સુધી સંયમ ન લેવાનો અભિગ્રહ કર્યો, એટલું જ યાદ રાખનારને અજ્ઞાન કહેવા, મોહાંધ કહેવા, કે કેવા કહેવા ? ભગવાનમાં જ્ઞાન કેટલું હતું, એ તો યાદ જ નથી કરતા. ‘પોતાનું આયુષ્ય કેટલું, માતાપિતાનું આયુષ્ય કેટલું, પોતાનો દીક્ષાકાળ ક્યારે, નિર્વાણ ક્યારે, એ બધું ભગવાન તો જાણે છે અને આજના તેઓને તો પોતે પહેલાં જવાના કે માબાપ, એની પણ ખાતરી નથી. એમની પાસે જે સાહ્યબી હતી, ‘તેમાંનું કાંઈ નથી છતાં શાંતિથી જીવી નથી શકતા, તો તે હોય તો કેમ જ જીવી .શકે ? બધા એક જ બૂમ મારે છે કે-‘શાંતિ નથી !” જેને સુખે જીવતાં ન આવડે, જિનમંદિરમાં પા કલાક શાંતિથી ઊભું રહેવું ન ગમે, જેના જીવનમાં વિષયવિલાસ, રંગરાગ અને વિકાર જ દેખાય, એ સુખે કઈ રીતે જીવે ? આજના કેટલાક ભણેલા-ગણેલાને ચોવીસે કલાક વિધવા-વિવાહની વાત યાદ કેમ આવે છે ? એ વિના એમને એક પણ આદર્શ આજ નથી જડતો ? અનાચારથી બચાવી વિધવાઓને સદાચારમાં સ્થાપવાની એક પણ યોજના તેઓએ ઘડી ? ભાંગેલાને ભાંગવામાં મુશીબત શી ? ભાંગતી ઇમારતને ચૂના સિમેંટથી મજબૂત કરાય કે તોડાય ? કયા આદર્શથી સમાજ સુખી થાય, એ કદી વિચાર્યું છે ? ભણ્યા શું ? નાતરિયા વર્ણમાં બહુ સુખ છે ? જ્યાં ઉત્તમ મર્યાદા નાશ પામે છે, ત્યાં અધમતા વધે છે. વધારે દુઃખ તો એ થાય છે કે - જેન સમાજના પૈસે ભણેલાઓ આજે સમાજને આડે રસ્તે દોરે છે. ભણાવનારે તો એમ ધારીને હજારો રૂપિયા આપેલા કે-એ ભણેલાઓ પોતાની જાતનું તથા ધર્મનું, સમાજનું અને ભગવાન શ્રી મહાવીરદેવના શાસનનું પોતાની આવડત Page #163 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૨ - - સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ - 142 અને શક્તિ વાપરીને રક્ષણ કરશે, શાસન ઉપરના આક્ષેપવિક્ષેપની સામે ઊભા રહેશે, પણ એમ નહોતું ધાર્યું કે-આદિનાથે પણ વિધવાવિવાહ કર્યો હતો... - એવું એવું કલ્પિત બોલવાની મૂર્ખાઈ કરી, સમાજના સદાચારરૂપ ધનની લૂંટ ચલાવવાની પ્રવૃત્તિ આદરશે. આવાઓ, ખરેખર પોતાની જાતને કૃતધ્વની કોટિમાં જ મૂકે છે ! અને એવા કૃતની ટોળાંને શ્રીસંઘ કેમ જ કહેવાય ? . નિર્બળતા, એ શ્રી જૈનશાસનનું સર્જન નથી ! આજના કેટલાક સુધારકોની ફરિયાદ એ છે કે-“સાધુઓ દુનિયાના જીવોને દુનિયાની સાધનસામગ્રીથી ખસેડે છે, એથી ઇતર સમાજો વીજળીના વેગે વધે છે, પણ જૈન સમાજ પાછો પડે છે.” પણ આગળ વધવું અને પાછળ પડવું કોને કહેવાય ?, એ હજી એમને ખબર નથી. એ જો એમને પૂછીએ તો એનો ઉત્તર નહિ આપે. શ્રીમંતાઈમાં વધવું, ખાવુંપીવું, મોજશોખમાં વધવું, સાહ્યબીમાં વધવું, એ કાંઈ શ્રી જૈનશાસનની દૃષ્ટિએ આગળ વધવું નથી. વળી: “સાધુઓએ નિર્બળતા પ્રેરી' એમ કહે છે, પણ શ્રી જૈનશાસનને અખંડપણે પાલન કરનાર તો એવા સબળ હતા કે-એવા આજે કોઈ દેખાતા નથી મંત્રીશ્વર વસ્તુપાળ-તેજપાળ, મંત્રીશ્વર વિમળશા અને મહારાજા કુમારપાળ-એ બધા શ્રી જૈનશાસનની મર્યાદા નહોતા પાળતા ? *ઘેબર ખાતી વખતે પૂર્વના માંસાહારનું સ્મરણ થતાં, પોતાના ગુરુદેવ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજને પૂછી પ્રાયશ્ચિત્ત લીધું અને ઘેબરે સદાને માટે છોડ્યું. હેમચંદ્રસૂરિ મહારાજે એમને માટે ઘેબર પણ અભક્ષ્ય કહ્યું. ભાજીપાંઉનું સત્ત્વ ઘટે છે, એમ કહેનારા એ નહોતા. કંદમૂળ ખાવાથી શરીર મજબૂત થાય છે, એમ આજનાઓ કહે છે. શ્રી કુમારપાળ વિગેરે જેવા બળવાન આજે છે ? એ બળ અભક્ષ્યના ભક્ષણથી આવ્યું હતું ? નહિ, એમને મરવાની ભીતિ નહોતી. મરવાની ભીતિ પાપીને ન હોય કે પુણ્યવાનને ? + સરખાવો – અથાડા મોનનું સુર્વતો રાતે ઘેવરમૂવો વિશ્વ વિવિ વૃત્તસાદારपरिहारः पवित्रीभूय, इति प्रभुं पप्रच्छ भगवन् ! घेबरा किं भक्ष्या वाऽभक्ष्याः । श्री गुरुभिरुक्तम्, राजन् ! भक्ष्या अभक्ष्याश्चेति भणितम् । पुनर्भगवन् ! भक्ष्याश्चेत्त अभक्ष्याः कथम् ? अभक्ष्याश्चेत्त भक्ष्याः कथम् ? श्रीगुरुभिरभाणि-'राजन् ! ये क्षत्रियादयः पूर्वज्ञातमांसास्वादास्तेषामभक्ष्या ये तु वणिग् ब्राह्मणादयोऽज्ञातमांसास्वादास्तेषां भक्ष्याः' इत्याकर्ण्य प्रमदितः । अहो ! प्रभूणां युक्ता कलिकाल-सर्वज्ञता मानसिकपरिणामोऽपि येषां प्रत्यक्षः । . ततो राजा दंतपातनसोद्यतः श्रीगुरुभिर्निषिद्धः । कृतघेबरभक्षणनियमः प्रायश्चित्तपदे द्वात्रिंशत्प्रासादानेकस्मिन्पीठबन्धेऽकारयत् । द्वात्रिंशत् प्रकाशान् प्रत्यहं गुणयति प्रत्यूषे । Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : સંખ્યાબળના નામે શંભુમેળો ન ખપે - 12 અનીતિ કરે, જૂઠું બોલે, દુનિયાનાં સુખોમાં ખૂબ આસક્ત રહે, અભક્ષ્ય ખાય, એ પુણ્યવાન એમ ? ચાહના પ્યાલાઓએ તો આજે બધું તેજ બાળી નાંખ્યું, પાન ખાઈ ખાઈને હોઠ કાળા કર્યા, પરિમિત ખાનારના લાલ રહે-વધુ ખાય તેના પરિણામે કાળા થાય, બીડી-સિગારેટ પી-પીને હૈયાં બાળ્યાં; વિષયોની જ વાતો કરે, એ પુણ્યવાન કે પાપી ? 143 ૧૪૩ નિર્બળતા, એ જૈનશાસનનો પ્રતાપ નથી. જૈનશાસન ઉપર આસ્થા બરાબર હોય, એમાં જ કલ્યાણ મનાતું હોય અને એના ફરમાન અનુસાર વર્તન થતું હોય, તો એના જેવો બળવાન કોઈ હોઈ શકતો નથી. ચોવીસે કલાક એને ખાવાની ચિંતા ન હોય, કદાચ ચાર દિવસ ન મળે તો પણ એને ચાલે, આજના લોકોને ગમે તેવું અગત્યનું કામ ચાલતું હોય, પણ અઢી કે ત્રણ વાગે એટલે ચાહ માટે ઊઠવું પડે છે એ શાથી ? મગજને ટેવ પડી કે-એ નશાબાજ ચીજ મળે તો જ સ્ફૂર્તિ આવે. એ ચીજ ન મળે તો કીમતી કામ પણ અટકી પડે છે. ચાહ વિના અગર અમુક ચીજ વિના ન જ ચાલે એમ માનવું, એ જ ખરી નિર્બળતા છે. સવારે ઊઠીને આવશ્યક કરનારા, પૂજન કરનારા, રાત્રે સંથારા પોરિસી ભણીને સૂનારા શ્રાવક કેટલા ? શ્રાવક સૂઈ જાય ત્યારે સંસારનો એક પણ પદાર્થ તેને યાદ ન રહે, જેથી પથારીમાં પડ્યો પડ્યો મરે તોયે સમાધિમરણ થાય. માટે નિર્બળતા ક્યાંથી આવી એ વિચારો ! ગૃહસ્થ છે માટે શ્રાવકને બપોરે બે-ત્રણ કલાક અર્થચિંતા કરવી પડે પણ તે ખોટી માનીને કરે, અને એ પણ ક્યારે છૂટે, એવું શ્રાવક ઇચ્છે. અઢાર દેશના માલિક શ્રી કુમારપાળ મહારાજા ત્રિકાળ જિનપૂજન કરતા, ઉભય ટંક આવશ્યક કરવામાં એમને વાંધો નહોતો આવતો, નિરંતર જિનવાણી સાંભળતા, બારેય વ્રતો પાળતા, પર્વતિથિએ પૌષધ કરતા, ચોમાસામાં કાયમ એકાસણું કરતા તથા પાંચેય વિગઈનો અને વનસ્પતિનો પણ ત્યાગ કરવામાં એમને મૂંઝવણ નહોતી થતી, છતાં પણ એ બળવાન એવા કે-આખી સેના વચ્ચે એકલા પણ વિજય મેળવતા. લડવા જતા પણ શત્રુએ પ્રહાર કર્યા વિના હથિયાર નહોતા ઉપાડતા. હથિયાર પણ પુંજી પ્રમાર્જીને ઉપાડતા હતા. આ પ્રતાપ શ્રી જૈનશાસનનો, પણ બીજાનો નહિ ! નિર્બળતાનું કારણ સંસારની આસક્તિ :: આજે આગેવાનો પણ આવડે તો રાજાશાહી ભોગવી શકે છે. રાજા ધર્મી Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – બને તે વાત જુદી, પણ શહેર કે ગામના આગેવાનોને આવડે તો પોતે રાજા છે. શેઠિયાઓ એવી જ સત્તા ભોગવીને ગયા છે, પણ તેઓ ધર્મરક્ષાના પ્રસંગે પોતાના સર્વસ્વને લાત મારવા તૈયાર હતા. આજે તો દુનિયાદારીમાંથી પરવારે ત્યારે ધર્મની વાત ! પરવાર્યા પછી પણ ગપ્પાં મારનારા મળે તો ધર્મનું કામ રહી પણ જાય !! રાજા પણ ઊંધે માર્ગે ચાલે તો એની આજ્ઞા કોઈ માનતું નથી. અનીતિમાન રાજા, રાજ્યને ઘણી વખત ટકાવી શકતો નથી ! અને નીતિમાન નાનો રાજા પણ સત્તા જમાવી શકે છે. તમે પણ ઉદાર, નીતિમાન અને શીલસંપન્ન બનો, તો ગામના રાજા છો. પતિહીન સ્ત્રીઓ સુસંસ્કારના યોગે સન્માર્ગમાં છે. એમને જૈન સમાજના પૈસે ભણેલા શા માટે અવળી વાતો કરી પાપમાં પ્રેરે છે? જો એ એમ કરે છે, તો હું કેમ સમાજને ન ચેતવું ? સમાજને એવા ભણેલાની જરૂર નથી. અભણથી ચલાવાય, કેમકે-તેઓ દોરાયા દોરાય. જે ભણેલા વાંકા હોય, તે ન હોય તો , ચાલે. આંગણે આંબા ન હોય તો બાવળિયોન વવાય. આંબો ન હોય તો કેરી ન મળે, પણ બાવળિયો વાવીએ તો ધોળે દિવસે પણ કાંટા વાગે. એ સ્થિતિ ઊભી ન કરો. આજની નિર્બળતાનો પ્રતાપ શ્રી જૈનશાસનનો નથી, પણ દુનિયાની આસક્તિનો-વિષયકષાયની આસક્તિનો છે, માટે એને જ મોળી પાડો. જૈનશાસનનું શિક્ષણ જુદું છે. જૈનસમાજ જૈનશાસનની રીતે આગળ કેમ વધે, એ બરાબર વિચારો. પૈસા ટકાથી જૈનત્વ આવે એમ ન માનો. લક્ષ્મીવાન કે સામાન્ય એક જૈનને જોઈ હજાર ઇતરને પણ શિર ઝુકાવવાનું મન થાય, એવું વર્તન એ જૈનત્વ છે. જૈન જ્યાં જાય ત્યાં ઝળકે. ઇતરને ત્યાં ખાવા બેસે ત્યારે અભક્ષ્ય ન ખાય તો ઇતર પણ પ્રશંસા કરે, પણ આજની તો માન્યતા જુદી છે. પાર્ટીમાં જાય તો જે મળે તે ખાય, પણ અસલ તો એવી પાર્ટીમાં જવું જ ન જોઈએ અને જવું પડે તો પોતાનું સાચવવામાં શિથિલ ન થવું જોઈએ. બંગલા દેખીને કોઈ ધર્મ પામી જાય, એમ ન માનતા. ભિખારી અવસ્થામાં પણ સુખ દેખાડી શકાય, આજે અન્યાયનો પાર નથી અને સ્વેચ્છાચારનો સુમાર નથી. એ જોઈને ઇતર પણ કહે કે-એમના દેવ, ગુરુ અને ધર્મ સારા, પણ આમના ઉપર આવી ખરાબ છાયા પાડી માટે જેવા આ તેવા એ કેમ ન હોય ? એથી જ કહેવું પડે છે કે-જૈન શાસ્ત્રથી વિપરીત કાર્યવાહી કરનારા જૈન શાસનના આરાધકો તો નથી જ, પણ વિરાધકો છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ 145 - ૧૨ સંખ્યાબળના નામે શંભુમેળો ન ખપે - 12 - ૧૪૫ સંખ્યાબળના નામે શંભુમેળો ન જોઈએ: સભઃ સગવડ પૂરી પાડવાથી સંખ્યાબળ વધે કે નહિ ? સંખ્યાબળનો ઇન્કાર નથી, પણ કેવી સંખ્યા વધારવી છે ? સંખ્યા એવી રીતે વધારાય, કે જેથી આનો (આગમનો-ધર્મનો) નાશ થાય. એવી સંખ્યા વધારવી શું કામની કે જે ચાર વધેલા બીજા ચાલીસને ધર્મથી પતિત કરે ? મુંબઈનો સંઘ મોટો, વસ્તી આશરે વીસ હજારની, તે એકત્ર થાય અને એક જણ આગમની વાત કરે અને એક આગમ વિરુદ્ધ વાત કરે, એવે વખતે એકત્રિત થયેલામાંથી મોટી સંખ્યા જો આગમ વિરુદ્ધ વાત તરફ ઢળતી હોય, તો એવી મોટી પણ સંખ્યા શું કામની ? એવી જાતના સંખ્યાબળ કરતાં થોડા પણ આગમ તરફ જ ઢળનારા હોય એ સારાને ? માટે સંખ્યાની ગણતરીમાં ભલે મોટો ભાગ હોય, પણ આને (આગમને) ન માને તો શું કામનો ? એવાઓથી જુદા પડવાની જરૂર છે. “કંદમૂળમાં અનંતા જીવો છે” - “અપકાયમાં અસંખ્યાતા જીવો છે' - આ શાસ્ત્રીય વાતને હમ્બગ કહી ધર્મની મશ્કરી કરનારા ટોળાથી રાજી થવાનું કશું જ કારણ નથી. એવા ટોળાથી તો અલગ જ થવું યોગ્ય છે. કારણ કે-ઇતરનું તો કોઈ ન માને, પણ આ તો પોતાને જૈન જણાવે, તેમાં પણ ગ્રેજ્યુએટ, સોલિસિટર, બૅરિસ્ટર અને બાર એટ લૉ-કહેવરાવે અને પછી ધર્મથી વિરુદ્ધ બોલે, એટલે બીજું શું સમજે ? થોડાં વર્ષો પહેલાં પ્રાશ્ચાત્યોને પણ જૈનસાહિત્યના વાંચનથી એ અસર થઈ હતી કે-જો આચાર્ય શ્રી હેમચંદ્રસૂરી મહારાજ જેવા સદ્ગુરુ સાક્ષાત્ મળે, તો એમના શિષ્ય થઈએ.” એવા આજે નથી જણાતા, કારણ કે, જૈન નામધારીઓ ત્યાં પહોંચી ગયા ! આવી સંખ્યા પાંચ લાખની હોય તો પણ નકામી. એના કરતાં પચાસ હજાર સારા. નાની સંખ્યા પણ જો માર્ગચુસ્ત રહે તો એ ઉત્તમ, મોટી સંખ્યા પણ આગમસિદ્ધ વસ્તુને માનવાની ના પાડે તો તે નકામું. સંખ્યાનો એકલો શંભુમેળો કરવો નકામો છે. પોતાથી અમલ ન થાય, રક્ષામાં ભોગ ન અપાય, પણ રક્ષામાં કલ્યાણ તો માનવું જ જોઈએ ને ? લજ્જાથી શીલ પાળનાર પણ તરી જાય છે? - કમળની સુગંધ લેતાં આજના જીવોને આવડતી નથી. બ્રહ્મચર્યનો શુદ્ધ આદર્શ જૈનસમાજમાં કેવો મજાનો ખીલેલો છે ? જે અંગમાં વધુ ખરાબી છે તેને Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ - - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ 140. દૂર કરો, પણ જે અંગમાં શીલ પાળવાની માન્યતા રૂઢ છે, પતિની ગેરહાજરીમાં શીલ પાળવાની માન્યતા અતિશય રૂઢ છે, ત્યાં ડખલગીરી શા માટે? કેટલોક ભાગ પ્રેમથી પાળે, કેટલોક ભાગ મર્યાદાથી પાળે, કેટલોક ભાગ શરમથી પાળે અને કેટલોક ભાગ લજ્જાથી પણ પાળે. મર્યાદાથી કે શરમ વિગેરેથી પળાય, એમાં કાંઈ પાપ ઓછું જ છે ? મર્યાદાથી ચોરી કરતો અટકે, એ જેલ જતાં બચે કે નહિ ? ભયથી ચોરી કે ખૂન કરતાં અટકે, એ ગુન્હેગાર થતો અટકે કે નહિ ? ભયથી, મર્યાદાથી, શરમથી કે લજ્જાથી - ગમે તે પ્રકારે - પાપ કરતાં અટકવામાં કાંઈ હાનિ છે ? નહિ જ ! મુનિ પણ સમુદાયમાં રહે, જેથી પતિત પરિણામી થયો હોય તો પણ બચી જાય. મહાવ્રતધર માટે પણ આ મર્યાદા, તો વ્રત વગરના માટે કેટલી ? પહેલાં મર્યાદા હતી કે-સ્ત્રીની સામે ન જોવાય. સામે આવી જાય તો આંખ નીચી રાખવી, એ ફરજિયાત હતું. આજે આંખ ફરતી થઈ ગઈ, એ દૂષણે શાથી આવ્યું? એ વિચારો અને બેય અંગને સુધારી. પુરુષ છૂટ લે તેટલી સ્ત્રી લે અને સ્ત્રી લે તેટલી પુરુષ લે, - એ કંઈ સુધારો છે ? નહિ જ, કારણ કે-રૂઢ મર્યાદાને અંગે ઘણાં પાપોથી ઘણા આત્માઓ બચી ગયા છે. રાજાઓ પોતાના ઘોડાને બળવાન રાખવા બ્રહ્મચર્ય પળાવે છે. ચક્રવર્તીનો ઘોડો ફરજિયાત બ્રહ્મચર્યના યોગે પણ દેવલોકમાં જાય છે. પછી જ્યાં સારા સંસ્કાર છે, ત્યાં વિષ કેમ રેડી રહ્યા છો ? – એમ એમને કોઈ કહેનાર જોઈએ કે નહિ ? સમાજમાં કોઈએ સાચા સુધારક થવું છે કે નહિ ? ' આપણા સુધારાઓ જૈન સિદ્ધાંતને અનુસરતા હોવા જોઈએ? આપણે સુધારાનો ઇન્કાર નથી કરતા. એ લોકો કહે છે કે પુરુષને બધી છૂટ અને સ્ત્રીને નહિ ?” હું કહું છું કે – પુરુષની છૂટ બંધ કરો એની ક્યાં ના છે ? પહેલાં પચીસ વર્ષ બ્રહ્મચર્ય પાળવાનો નિયમ કરો. તે દરમ્યાન વૈરાગ્ય થાય તો પરણવું નહિ એવો ઠરાવ કરો. વૈરાગ્ય થાય તો દીક્ષા લેવી. તે પછીથી પણ અમુક વર્ષે વૈરાગ્ય થાય તેવી યોજનાઓ કરવી; ખાનપાન ઉપર અંકુશ રાખવો; આ બધા નિયમો કરોને ! પણ એ તો નહિ કરે ! આ તો શિયાળામાં સત્તર જાતના પાક જોઈએ, પચાસ ચીજ જોઈએ. આડંબર ઘણો, પછી વિકાર વધે અને સામગ્રી ખૂટે એટલે અનીતિનું મન થાય; પાપ થાય. એમાં વળી સુગુરુને બદલે કુગુરુ મળી જાય, તેજીમંદી તથા આંકફરક કાઢી આપે, એટલે એ ગુરુ-ચેલા બને અને ઠરાવી લે કે-પંચમકાળના આપ સાધુ અને અમે શ્રાવક ! Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : સંખ્યાબળના નામે શંભુમેળો ન ખપે - 12 કરવા યોગ્ય સુધારા તો જૈનદર્શનમાં સૂચવાયેલા જ છે. તદનુસાર વર્તે તો ભલભલાઓ એ ગૃહસ્થને પણ હાથ જોડે ! અરે, આખું જગત હાથ જોડે !! અને એવા સુયોગ્ય સુધારા કરતા હોય તો એમના સુધારાને કોઈ પણ શા માટે ન આવકારે ? સહુ આવકારે જ. 147 ――――――――――――― ૧૪૭ નિમકહલાલ શાસનસેવક શાસનક્ષાનું કામ તો તદ્દન ખુલ્લું છે : કપટ અને પ્રપંચ વગરનું છે. તેમાં કોઈનું પણ ભૂંડું ઇન્ક્વાનું નથી કે કોઈનું પણ બગાડવાની મનોવૃત્તિ નથી. શાસ્ત્રનરક્ષામાં તો સામાનું પણ ભલું જ ઇચ્છવાનું છે અને – ‘એ પડ઼ા ક્યારે સુઘટે ?' એ જ એક ભાવના રાખવાની છે. આપો તો શુદ્ધ ભાવનાપૂર્વક શાસનરક્ષાના આપણાાથી બની શકે તેટલા સઘળા જ શુદ્ધ અને શક્ય પ્રયત્ન જરા પા ગભરાયા કે અયકાયા વિનાં કરી છૂટવાના છે. શાસન તો પોતાના પરમશુદ્ધ સ્વરૂપથી જ જીવવાનું છે. તે કાંઈ આપા યોગે જ જીવવાનું છે એમ નથી, પણ આપણો જેને પરમશુદ્ધ અને સંસારતારક-માનીએ, તેના ઉપર કમનસીબ આત્માઓ તરફથી આક્રમા આવે, તે સમયે જો આપણે છતી શક્તિએ તે આક્રમણની સામે જબરું બચાવ ન કરીએ, તો એક શાસનના સેવક તરીકેની આપણી ફરજનો આપણે ભંગ જ કર્યો ગાય અને એ રીતે ભંગ કરનારા આપણે આપણા તારક શ્રી જિનેશ્વર દેવના નિમકહલાલ સેવક નહિ, પા નિમકહરામ જ ગડ઼ાઈએ : માટે જ હું કહું છું કે – આપણાથી નભી શકતા સઘળા શુદ્ધ પ્રયત્નો આચરી આપો સ્વામીના નિમકહલાલ સેવકો બનવું જોઈએ. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩ : આજ્ઞાનો આરાધક સંઘ વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, માગસર વદ-૧૨, શુક્રવાર, તા. ૨૭-૧૨-૧૯૨૯ ♦ આજ્ઞા વિના શાસન શાનું ? ૭ આજના કહેવાતા ભણેલાઓ જ આજ્ઞાનો વિરોધ કરે છે : ♦ વિરોધ કરનાર વ્યક્તિ નહિ, પણ વ્યવસ્થિત ટોળું છે : ♦ વિરોધીઓની જાળ : • કાળજી રાખવાની જરૂર : ♦ શ્રી સંઘની ચંદ્રની રૂપકથી સ્તવના : ♦ ધર્મ માટે કરાતા ધનવ્યયને ધુમાડો કોણ કહે ? ૭ એક જ ભાવના : 13 આજ્ઞા વિના શાસન શાનું ? સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી શ્રી તીર્થંક૨દેવ પછી શ્રીસંઘને પૂજ્ય માની, શ્રીસંઘના સ્વરૂપને બતાવતી ગાથાઓ દ્વારા શ્રી સંઘની સ્તુતિ કરે છે. એક ગાથાથી નગરરૂપે, એક ગાથાથી રથરૂપે અને બે ગાથાથી કમળરૂપે શ્રીસંઘની સ્તવના સૂત્રકાર મહર્ષિએ કરી. કમળની ઉપમામાં મુખ્ય તરીકે ગણના સૂરિવરની થઈ; તે શ્રુતરૂપ નાળને વળગી જ રહે. તેનાથી લેશ પણ દૂર ન થાય. તે પાંચમહાવ્રતરૂપ કર્ણિકાને ખરવા ન દે. ઉત્તરગુણરૂપ કેસરાને અખંડ સાચવી રાખે. હજારો સાધુઓરૂપી પત્રોથી એ કમળ વીંટાયેલું હોય. ને ‘સમ્યક્ત્વ તથા અણુવ્રતોને ધરનારા હોવા છતાં પણ, જેઓ સાધુઓ પાસેથી નિરંતર સામાચારીને સાંભળે’-તે શ્રાવકો રૂપી મધુકરો, એ કમળની આસપાસ ફરતા જ હોય. શ્રાવકરૂપી મધુકરો, એ કમળની આસપાસ ફરતા જ હોય. શ્રાવકરૂપી ભમરાઓ શ્રીસંઘરૂપ કમળની આસપાસ સામાચારીનું જ્ઞાન મેળવવા ઘૂમે, પણ કાંઈક બીજું જ, એટલે કે-અનુપાદેય લેવા માટે ન ઘૂમે. શ્રીસંઘરૂપ કમળ શ્રી જિનેશ્વરદેવરૂપી સૂર્યના તેજથી જ વિકાસ પામે. એ કમળનો દુનિયાના પદાર્થોથી વિકાસ નથી. જગતના અંધકારનો નાશ કરનાર સૂર્ય ઊગે, એનાં કિરણો બહાર આવે, ત્યારે જ કમળ વિકસિત થાય. સૂર્યાસ્ત થાય ત્યારે તો એ કમળ બિડાય. કમળની સુગંધ લેનારાઓએ, સૂર્યનો તાપ Page #170 -------------------------------------------------------------------------- ________________ 49 – ૧૩: આજ્ઞાનો આરાધક સંઘ - 13 – ૧૪૯ સહવાની શક્તિ મેળવવી જોઈએ અને કેળવવી જોઈએ. સૂર્યના તાપથી ગભરાવું ન પાલવે. એ કમળ તો સૂર્યનાં કિરણથી જ વિકાસ પામે. • શ્રી જિનેશ્વર ભગવાનરૂપી સૂર્યનું તેજ, તે એમની આજ્ઞા ! “આ આજ્ઞા ન પાલવે, આનાથી વિસ્તાર ન થાય, વાતવાતમાં પાપ પાપ કહેવું એ આ જમાનામાં ન ચાલે' - આવું બોલનારા, શ્રીસંઘરૂપી કમળનો લાભ લઈ શકે તેમ નથી. શ્રી જિનેશ્વરદેવરૂપી સૂર્યનું તેજ હણાયા પછી, એટલે કે-શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા હણીને જીવવા ઇચ્છનારા, શ્રી સંઘરૂપ કમળના સેવક નથી, સૂર્યાસ્ત પછી ઘૂમનાર ઘુવડો, ચામાચીડિયાં વગેરેની મોટી વાત છે, તેમ મનુષ્યોમાં પણ ચોર, વ્યભિચારી વગેરે નિશાચરો હોય છે, પણ એવાઓની હયાતી તો જગતને ત્રાસરૂપ હોય છે, એ વાતથી કોઈ પણ અજાણ નથી જ ! તેમ જેઓને શાસ્ત્રની આજ્ઞા ન ગમે, તેઓ શાસનમાં નિશાચરો જેવા છે. તેવાઓથી આજ્ઞારસિકોએ બચવું જ જોઈએ. યુગપ્રધાન શ્રી દુષ્પસહસૂરિજીના સ્વર્ગવાસ પછી પ્રભુના શાસનનો આ ભરત ક્ષેત્રમાં ઉચ્છેદ થશે, કેમ કે, તે પછી આ ભરતક્ષેત્રમાં પ્રભુની આજ્ઞા રહેવાની નથી. માણસો તો પછી પણ રહેશે, તે છતાં તે માણસો સંઘમાં ગણી શકાશે નહિ, કારણ કે તે સમયે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા હોવાની નથી. તેવી જ રીતે તેઓ જ્યારે આજ્ઞાથી બહાર વર્તવા ઇચ્છે છે, જેઓને આજે આજ્ઞા રૂચતી નથી અને જેઓ આજે આજ્ઞા વિરુદ્ધની કાર્યવાહીઓથી પણ ઉદય કે ઉન્નતિ ઇચ્છે છે, તેઓ જૈન જાતિમાં જન્મેલા હોવા છતાં પણ શ્રી જિનેશ્વરદેવે સ્થાપેલા સંઘમાં ગણી શકાતા નથી. આજ્ઞા માનવી નહિ, - આગમને અનુસરવું નહિ, લોકપ્રવાહમાં તણાઈ જઈ યથેચ્છ વર્તવું અને સંઘમાં ગણાવું - એ કોઈ પણ રીતે બની શકે તેવું નથી. જેની આજ્ઞા માનવી નહિ તેના અનુયાયી હોવાનો દાવો કરવો એ પ્રામાણિકતા નથી, પણ ચોખ્ખી દાંભિકતા છે. જેનામાં આજ્ઞા નહિ, તેનામાં શાસન જ શાનું? આજ્ઞા વિના શાસન હોઈ શકતું નથી. શાસનના રસિકોએ આજ્ઞાને અખંડિત રાખવાના સુપ્રયત્નો કરવા જ જોઈએ. શ્રીસંઘરૂપ કમળ તો શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાના ઉદયમાં જ ખીલવું જોઈએ. જ્યારે જ્યારે આજ્ઞાનો અસ્ત દેખાય, ત્યારે ત્યારે શ્રી સંઘ દુઃખી થાય અને “કમળને વિકસાવનાર શ્રી જિનરૂપ સૂર્ય ક્યારે ઉદય પામે' - એવું હૃદયથી 'ઇચ્છ. “આજ્ઞાના નાશને જોવા કરતાં તો ન જીવવું વધારે સારું.” આ ભાવનાવાળો શ્રીસંઘ હોય. કેવળ માનપાન, ખ્યાતિ, પૂજા, પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિ Page #171 -------------------------------------------------------------------------- ________________ 150 ૧૫૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ માટે શ્રી જિનેશ્વરદેવના માર્ગની દેશના દેનારા, શ્રી જિનેશ્વરદેવના શાસનના સાચા સાધુ નથી, કારણ કે કદાચ તેનામાં સાધુપણું હોય, તો પણ પરિણામે એનામાંથી સાધુપણાને જતાં વાર લાગતી નથી. જેણે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા કરતાં પણ પોતાપણાને આગળ ધર્યું, તેનામાંથી પરિણામે સાધુપણાનો પણ નાશ થાય, એમાં કશું જ આશ્ચર્ય નથી. આથી શાસનરસિક આત્માની ફરજ છે કે-આજ્ઞામાં જ સર્વસ્વ માની, તેના જ રક્ષણ માટે પોતાપણાનું સમર્પણ કરી દેવું.’ આજના કહેવાતા ભણેલાઓ જ આજ્ઞાનો વિરોધ કરે છે ! સભા અત્યારે આજ્ઞા પૂરેપૂરી પળાય છે ? મહાનુભાવ ! આવો પ્રશ્ન જ કેમ ઊઠે છે ? નિરંતર સાંભળનારને આ પ્રશ્ન ઊઠે એ જ આશ્ચર્ય છે. કોણ એમ કહે છે કે-આજે આજ્ઞાનું પૂરેપૂરું પાલન સર્વ કોઈથી થાય છે ! શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા મૂરી પળાઈ નથી, જે રીતે ત્યાગ ઉપદેશ્યો છે, તે રીતે પૂરો આરાધાયો નથી, માટે તો સંસારમાં આજ સુધી રખડીએ છીએ. આજ્ઞાના પાલનમાં શક્તિની ન્યૂનાધિકતાના કારણે ઓછાવત્તાપણું હોય અને છે, એમ તો અનેકવાર કહેવાઈ ગયું છે, છતાં આ પ્રશ્ન કેમ થાય છે ? આજે ભણેલો કહેવાતો વર્ગ આજ્ઞાનો વિરોધ કરે છે, એથી જ સમાજને ચેતવવા માટે આજ્ઞાની અખંડતા જાળવી રાખવાનો ઉપદેશ અપાય છે. વિરોધ કરનાર વ્યક્તિ નથી, પણ વ્યવસ્થિત ટોળું છે : સભા આજ્ઞાનો વિરોધ તો કોઈ મૂર્ખ હશે તે જ કરતો હશે ! બધા ક્યાં કરે છે ? હૃદયમાં જે હોય તે જ બોલો ! આમ લોચા ન વાળો. આજે નથી જોઈ શકતા કે-કોણ કોણ વિરોધ કરે છે ? તદ્દન મૂર્ખ માણસમાં તો વિરોધ કરવાની શક્તિ શી ? હું કહું છું કે-વિરોધ તો આજના કહેવાતા કેટલાક ભણેલાઓ જ કરે છે. અજ્ઞાનપણે ઇરાદાપૂર્વક પોતાની અહંતામાં તણાઈ, શાસ્ત્રવિરુદ્ધ ભાવવાળા લેખો લખીને છાપાંની કૉલમો કાળી કરનારા શું પોતાને ભણેલા નથી કહેવરાવતા ? ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીને બળવાખોર કહેનારા તેમજ આજે આજ્ઞાની બિલકુલ દરકાર કર્યા વિના યથેચ્છપણે યદ્ઘા તદ્દા બોલનારા અને લખનારા પોતાને શું મૂર્ખ તરીકે ઓળખાવવા તૈયાર છે ? પોતે ધર્મ ન કરે, પ્રભુપૂજા ન કરે, સામાયિક-પ્રતિક્રમણ-પૌષધાદિ ન કરે, કંદમૂળ ખાય, રાત્રિભોજન કરે, એમાં એ બિચારાની પાપી હાલત માટે દયા આવે પણ એમાં અમારું કાંઈ જતું નથી. અભક્ષ્યભક્ષણ કરનાર કદાચ નભે, પણ Page #172 -------------------------------------------------------------------------- ________________ 151 – ૧૩ : આજ્ઞાનો આરાધક સંઘ - 13 - ૧૫૧ “અભક્ષ્મભક્ષણ કરવાથી મુક્તિ નથી અટકતી” એવું કહેનાર તો એક સેકન્ડ પણ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં ન નભે. કોઈ કહે કે, “તમારા જેવા રાત્રે ખાય છે તો એનો જવાબ એવો આપે કે, “રાત્રે ખાવું એમ હું કહેતો નથી, પણ એવું માનતો નથી કે રાત્રે ખાવાથી મુક્તિ અટકી પડે.” આવા કેવા કહેવા? સમ્યગુદૃષ્ટિ શ્રાવક આવું બોલે ? વારુ ! મુક્તિ શાથી અટકે ? સંયમથી કે અસંયમથી ? રાત્રે ખાવાથી કે ન ખાવાથી ? કંદમૂળ ખાવાથી કે ન ખાવાથી ? આ બધા પ્રશ્નો ઉપર સહેજ પણ વિચાર કર્યા વિના, ઉપર મુજબના છળપ્રપંચથી ભરેલા વિચારો પ્રદર્શિત કરનારા અને અનેક કુત્સિત દલીલો કરનારા કહેવાતા ભણેલા-ગણેલા સંખ્યાબંધ માણસો ઊભા થયા છે. તેઓના સંસ્કારો તમામ મનમાં ઘૂસે છે એનો જ આ પ્રતાપ છે કે આવા પ્રશ્નો તમે કરી શકો છો ! વિરોધીઓની જાળ : - આજ્ઞાનો વિરોધ કરનારા શ્રી જિનેશ્વરદેવની દૃષ્ટિએ, શાસ્ત્રકારની દષ્ટિએ અને સમ્યગુદૃષ્ટિની ભાવનાની દૃષ્ટિએ તો અજ્ઞાન છે, પણ તેઓ એવા અજ્ઞાન નથી કે જેઓને સામાન્ય દુનિયા અજ્ઞાન માને. દુનિયા એમને ભણેલા સમજે છે, ખુરશી-ટેબલ પર બેસીને લખનારા એ છે, અને ગોળમાં ઝેર કેમ ભેળવવું તે પણ તેઓ સારી રીતે જાણે છે. એવી આવડત એમનામાં છે કે એમની ખૂબીથી સામાન્ય જનતા તો ભોળવાઈ જ જાય અને એમ માને કે‘સાધુઓ જે અમને ઊંધે માર્ગે લઈ જનારા છે.” તેઓ કહે છે કે-“સાધુના કહેવા મુજબ ચાલીએ તો આયુષ્ય ઘટે, જીવતો સમાજ મરણની અણી ઉપર આવે.” એ બધા પોતાને ધવંતરી માને છે ! એથી સમાજની આયુષ્યની દોરી સાંધવા માટે એમણે એક કીમિયો શોધ્યો છે !! એ કિીમિયો એ કે – “વાત વાતમાં શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું નામ ન દેવું.xxx વાત વાતમાં શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા સામે ન જોવું. xx સામાયિક પડિક્કમણું વિગેરે કરણી ઘરડા કહે છે માટે “ઠીક' એમ કહેવું, પણ કરે તો જે નવરા હોય છે, પણ કરવી જ જોઈએ, એવી ફરજ નહિ. xxx રાત્રે ન ખાવું, કંદમૂળ ન ખાવું, એ બધું ઠીક, પણ એ સબળા માટે; નબળાઓ બળવાન બનવા માટે ખાય તો પાપ લાગે નહિ. xx સ્કૂર્તિ લાવવા માટે ચાહ પીવામાં કે સિગારેટ પીવામાં વાંધો નહિ. xxx“વાવ વાવયં પ્રમા” હવે ન ચાલે. xx સાધુ તો સાડા ત્રણ ચોપડી Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - 12 ભણેલા છે. xx હવે તો વિજ્ઞાનવાદ ભણો; પશ્ચિમની હવામાંથી મેળવાય તે મેળવી પ્રગતિમાન બનો. xx વગેરે વગેરે.” આવી આવી શબ્દજાળો આજના તે વિરોધીઓ બિછાવી રહ્યા છે ! આ જાળમાં સામાન્ય જનતાને ફસાવવાના તનતોડ પ્રયત્નો થઈ રહ્યા છે. આ બધું શું તમારી જાણ બહાર છે ? શું આજે ઉપર બતાવેલી રીતોથી અને બીજી પણ એ જ પ્રકારની અનેક રીતોથી આજ્ઞા સામે કોઈ એકના તરફથી બળવો ઊભો કરવામાં આવ્યો છે ? એમ ન માનતા કે-આજનો બળવો આકસ્મિક છે. ઇરાદાપૂર્વક એ બળવો ઊભો કરવામાં આવ્યો છે અને એ બળવાને ઊભો. કરનાર નાનું પણ એક ટોળું છે. માટે હું કહું છું કે-હૈયામાં હોય તે પૂછો. બીજાનું કહેલું મૂછતા હો તો સઘળી હકીકત તેમને પૂછીને આવો. જેમ હું ખુલ્લા દિલથી કહું છું, તેમ તમે પણ ખુલ્લા દિલથી પ્રશ્ન કરો અને પ્રશ્નની સ્પષ્ટતા માટે જે કાંઈ પૂછું, તેના સ્પષ્ટ રદિયા આપો. હૃદયમાં બીજું હોય અને બહાર બીજું કહો, એ કેમ ચાલે ? બાકી આટલા તીવ્ર ઘોંઘાટ છતાં – “આજ્ઞાનો વિરોધ તો કોઈ મૂર્ખ હશે તે જ કરતો હશે ! બધા જ ક્યાં કરે છે ?” આવો પ્રશ્ન તમે કેમ કરી શકો છો ? “કોઈક મુખ જ વિરોધ કરે છે આ વાતને કયો બુદ્ધિમાન માને ? શું તમે આજે એમ કહી શકો છો કે “આટલો બધો ઘોંઘાટ કોઈ એક જ મૂર્મો કરે છે ?” સભા: નહિ, નહિ, આ બધું કામ સિસ્ટેમેટિક યોજનાપૂર્વક) જ થાય છે. જો આ વાત તમારા ખ્યાલમાં બરાબર આવી જાય તો તમો સૌ એવી રીતે વર્તવાનો નિર્ણય કરો કે જેથી તેઓને ખ્યાલ આવી જાય કે અમારી વાતની સમજુ વર્ગ ઉપર જરા પણ અસર થતી નથી. કાળજી રાખવાની જરૂરઃ આજ્ઞાના પાલનમાં શક્તિના પ્રમાણમાં તરતમતા જરૂર હોય, બાકી શ્રદ્ધા તો પૂરેપૂરી થવી જ જોઈએ. આજે ઘણાં નિયમિતપણે ત્રિકાલ જિનપૂજન નથી કરી શકતા, ઉભયતંક આવશ્યક નથી કરી શકતા, પર્વતિથિએ પૌષધ નથી કરી શકતા, બારે વ્રત અખંડિતપણે નથી પાળી શકતા, એટલા ઉપરથી તેઓ શ્રદ્ધાળુ નથી એમ ઓછું જ કહેવાય ? કેમ કે તેઓ એમ તો કહે છે જ કે, “કરતા હતા તેઓને ધન્યવાદ, વર્તમાનમાં કરે છે તેમને પણ ધન્યવાદ અને અમારાથી નથી થતું એ અમારી પામરતા છે! આવું કહેનારા આજ્ઞાના આરાધક છે. જૈનશાસન તો ત્યાં સુધી કહે છે કે, “મુનિના વેષમાં હોવા છતાં પણ જે Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૩ : આજ્ઞાનો આરાધક સંઘ - 13 ૧૫૩ શુદ્ધ મુનિપણું પાળી શકતો ન હોય, પણ કહેતો હોય કે-‘તેવું પાળવાની મારી શક્તિ નથી, હું તો શિથિલ છું અને સાચા મુનિ તો તે છે કે - જે શુદ્ધ સંયમના પાલક છે' તો તે પણ આજ્ઞાના વિરાધક નથી કિંતુ આરાધક છે.” 153 આથી સ્પષ્ટ જ છે કે - શ્રી જિનેશ્વરદેવરૂપી સૂર્યનું આજ્ઞારૂપી તેજ ઝળકે, ત્યાં સુધી જ શ્રીસંઘરૂપ કમળ ખીલે, પત્તાં હોય અને ભમરા ગુંજે. સૂર્યાસ્ત થાય ત્યારે તો કમળ બિડાય, પત્તાં પણ કરમાય અને ભમરા પણ ન ગુંજે. આથી આજ્ઞામાં અખંડ રહેવાજોગી સ્થિતિ તમે અને અમે કેળવી શકીએ, તો જ આપણે પરમપુણ્યના યોગે મળેલા શ્રી જિનેશ્વરદેવના શાસનને આરાધી શકીએ, અન્યથા તો નહિ જ. બાકી એ તો સુનિશ્ચિત જ છે કે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનો વિરોધ કરનારાઓને અને પોતાના સ્વાર્થ માટે મહાપુરુષોને પણ કલંક લગાડવાના પ્રયત્ન કરનારાઓને શ્રી જિનેશ્વરદેવના શાસનમાં બિલકુલ સ્થાન નથી; માટે એવાઓની વાજાળમાં ફસી ન જવાય, તેની પૂરતી કાળજી રાખવાની જરૂર છે. શ્રીસંઘની ચંદ્રના રૂપકથી સ્તવના હવે સૂત્રકાર મહર્ષિ શ્રીસંઘની ચંદ્રના રૂપકથી સ્તવના કરતાં લખે છે : “તપ અને સંયમરૂપ હરણના લાંછનવાળા, નાસ્તિકોરૂપી રાહુથી પરાભવને નહિ પામવાવાળા અને નિર્મળ સમ્યક્ત્વરૂપ વિશુદ્ધ જ્યોત્સ્નાને ધરવાવાળા, હે શ્રીસંઘરૂપ ચંદ્ર ! તારો જય થાઓ !” + આ રૂપકમાં ત્રણ વસ્તુથી કેવું સુંદર વસ્તુવર્ણન ક૨વામાં આવ્યું છે ! શ્રી જિનેશ્વરદેવનો જે સંઘ છે ‘એને ઓળખવાનું ચિહ્ન શું ? શ્રી જિનેશ્વરદેવનો સંઘ'નાસ્તિકોની સમક્ષ કેવી રીતે અડગ રહે ? અને જગતમાં તે કેવી જ્યોત્સ્ના ફેલાવે ?’ - આ ત્રણે પ્રશ્નોનો સચોટ ઉત્તર આ રૂપકમાંથી મળી રહે છે. શ્રી જિનેશ્વરદેવનો સંઘ, જગતની સપાટી ઉપર તપ અને સંયમથી જ પ્રસિદ્ધિમાં આવે; નાસ્તિકોની સામે તો તે એવો અડગ રહે કે-નાસ્તિકોને તેનાથી દૂર જ રહેવું પડે અને તેના ક્રિયાવાદના નિરૂપણથી પ્રચ્છન્ન નાસ્તિકોના તો તેની સામે ફુરચા જ ઊડી જાય; તથા તેની નિર્મળ સમ્યક્ત્વરૂપ વિશુદ્ધ જ્યોત્સ્નાથી સંસારની અસારતા, સંયમની સુંદરતા અને સિદ્ધિપદની જ એક સાધ્યતા પ્રકાશિત થયા વિના રહે જ નહિ. આ વસ્તુવર્ણનને સમજ્યા + “તવ-સંનમમવાંછળ ! અભિરિવરાહુમુલુદ્ધતિ નિષ્યં। નવ સંઘચંદ્ર ! નિમ્મત-સમ્મત્ત વિસુદ્ધોન્હા ।।।।" Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ પછી, કોણ એવો કમનસીબ આત્મા હોય, કે જે રત્નત્રયી સિવાય અન્ય નાશવંત વસ્તુની ઉપાસનામાં પોતાના અમૂલ્ય જીવનને બરબાદ કરે ? 154 આ વિશ્વમાં જેમ હીણાચારી અને અનાચારી આત્માઓને ચંદ્રમા ત્રાસરૂપ લાગે છે, તેમ આ શ્રીસંઘરૂપ ચંદ્ર પણ શાસનમાં રહેલા સ્વેચ્છાચારીઓને ત્રાસરૂપ જ લાગે છે. જેમ ચંદ્રનું લાંછન-ચિહ્ન હરણ છે, તેમ શ્રીસંઘરૂપ ચંદ્રનું લાંછન-ચિહ્ન તપ અને સંયમ છે. જેમ ચંદ્રનું ચિહ્ન દરેક દેખનારાની દૃષ્ટિમાં આવે, તેમ શ્રીસંઘરૂપ ચંદ્રનું તપ અને સંયમરૂપ ચિહ્ન પણ દૃષ્ટિમાં આવવું જ જોઈએ. ચંદ્રમાં પણ તપ અને સંયમ દેખાય જ. ચંદ્રમાને ગમે તે દિશામાંથી જુઓ તો પણ તેનું ચિહ્ન દેખાય; પૂર્વમાં, પશ્ચિમમાં, ઉત્તરમાં, દક્ષિણમાં કે કોઈપણ ખૂણામાં ઊભો રહેનાર પણ તેના ચિહ્નને જુએ; તે જ રીતે શ્રીસંઘનું ચિહ્ન તપ અને સંયમ, સંઘને ગમે તે બાજુથી ગમે તે રીતે જુઓ તો પણ દેખાય જ. તપ અને સંયમ, એ સંઘને સંઘ તરીકે ઓળખાવનારૂં ચિહ્ન છે. આથી સ્પષ્ટ છે કે-તપ અને સંયમનો નાશ કરવાનો પ્રયત્ન કરનારો સમુદાય સંઘ નથી, પણ શ્રીસંઘરૂપ ચંદ્રની સાથે ફરતો તે રાહુ છે અને તે રંગે કાળો છે. ચંદ્રની ઉપર રાહુ આખો આડો આવે ત્યારે હિંદુઓ દુઃખી થાય છે, એ રીતે શ્રીસંઘરૂપ ચંદ્રને પણ આ રાહુ ગ્રસે, તો આપણે પણ દુ:ખી જ થવું પડે ! એવો ટાઇમ ન આવે માટે જેમ બને તેમ રાહુને ધક્કો મારીને આઘે જ કાઢવો જોઈએ. એ રાહુ ભયંકર છે. શ્રીસંઘમાં ૨હેવાનો આડંબર કરવા છતાં - ‘રાતે ખાવાથી મુક્તિ અટકતી નથી, દરેક વાતમાં પાપ પાપ કરવું એ પાલવે નહિ' - આ પ્રમાણે બોલનારા રાહુ જેવા છે. આવાઓ શ્રીસંઘમાં રહી શકતા જ નથી. પાપની ક્રિયાઓને પણ પુણ્યક્રિયા રૂપ મનાવનારા શ્રી જૈનશાસનમાં રહેવા લાયક નથી જ. પરલોકનું હિત કરનારી ક્રિયાઓનો વિરોધ કરનારા શ્રી જિનેશ્વરદેવના શાસનમાં રહેવાને લાયક નથી. એટલું જ નહિ પરંતુ ઇતર આસ્તિક દર્શનમાં પણ રહેવાને લાયક નથી. કારણ કે આર્ય જનતા માટે અસ્પૃશ્ય વ્યક્તિઓ જેવા છે; તેવાઓનો સંસર્ગ પણ પાપજનક છે. ધર્મ માટે કરાતાં ધનવ્યયને ધુમાડો કોણ કહે ? શ્રી જિનેશ્વરદેવના વચનથી સુવાસિત થયેલો આત્મા તો પરલોકની સાધનામાં રક્ત જ હોય અને તેની સાધના માટે આગમ તરફ જ તેની દૃષ્ટિ હોય. આગમસિદ્ધ કોઈ પણ અનુષ્ઠાન તરફ તેનો વિપરીત ભાવ હોય જ નહિ; તેની આવશ્યકતાનો ઇન્કાર તે કદી પણ કરે જ નહિ. પરલોકને સુધારનારી Page #176 -------------------------------------------------------------------------- ________________ 155 - ૧૩: આજ્ઞાનો આરાધક સંઘ - 13 - – ૧૫૫ ક્રિયાઓમાં થતા લક્ષ્મીવ્યયને ધુમાડા તરીકે નાસ્તિક સિવાય બીજું કોણ ઓળખાવે ? પૂજા, પ્રતિકમણ, પૌષધ, ઉજમણું, રથયાત્રા, ઉદ્યાન, આ બધી ધર્મક્રિયાઓ ખરી કે નહિ ? જો ખરી, તો એ ધર્મક્રિયાઓમાં ખર્ચાતા પૈસાને ધુમાડો કહેવા જેવા વિચારો કોના હોય ? કહેવું જ પડશે કે - “નાસ્તિકના !! ટીકાકાર મહર્ષિ કહે છે કે – “અક્રિયાવાદીરૂપ કાળમુખા રાહુ જેવા મોંવાળા રાહુઓ શ્રીસંઘરૂપ ચંદ્રને કનડવા તેની પાછળ પાછળ ફરે છે. પરલોક સુધારવાની જેઓની ક્રિયા જ નથી, જેઓ પરલોકની ક્રિયામાં માનતા જ નથી, જેઓ કલ્યાણ કરનારી ક્રિયાઓનો ઉચ્છેદ જ કરે છે અને જેઓ પોતાના દોષોનાં કલંકો મહાપુરુષો ઉપર મૂકે છે, તેઓ નાસ્તિકો છે.” વ્યવહારમાં પણ જુઓ તો માલૂમ પડે કે-જેનું કામ તેનું પૂરું સ્વાગત. છેલ્લી રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ જવાહરલાલ નેહરુને લેવા બે લાખ માણસ સામે ગયું, એ તમે સાંભળ્યું કે નહિ ? “એ સ્વાગતમાં થતો લક્ષ્મીનો વ્યય એ ધુમાડો નથી” - એમ કહેનારા દેવમહોત્સવ તથા ગુરુઓના પ્રવેશમહોત્સવ આદિમાં થતા લક્ષ્મીના વ્યયને ધુમાડો કહી ઘોંઘાટ શા માટે મચાવે છે ? હિંદુસ્તાનમાં ગરીબાઈ ઘણી છે, બેકારી બહુ છે, એવી બુમરાણ રોજ ચાલુ હોવા છતાં-કરોડો માણસોને એક ટંક પણ અનાજ પુરું નથી મળતું, એ બૂમ પડતી હોવા છતાં આ ખર્ચ શા માટે ? એના જવાબમાં કહેવાય છે કે “એમના જ ઉદય માટે આ ખર્ચ છે.' . એ જ રીતે જૈનશાસનમાં પણ જેઓનાં પેટ નથી ભરાતાં, તેઓના પણ પાપોદયના ક્ષય માટે આ બધી ધર્મક્રિયાઓ છે. સાધર્મિક વાત્સલ્ય, વરઘોડો, વગેરે પણ એમના ઉદય માટે જ છે. પૂર્વે આરાધના કરી નથી, અશુભ કર્મના યોગે અનાજ મળતું નથી, એવાઓ વરઘોડો વગેરે જુએ, ભાવના ખીલે, અશુભ કર્મ ઘટે, શુભ કર્મનો બંધ પડે, તો સૌ સુખી થાય અને પરિણામે મુક્તિપદને સાધે, એવી આ શાસનની માન્યતા છે; પરંતુ ધાર્મિક વરઘોડા સામે આંખો કાઢે તો આ ભવમાં તો ભૂખે મરે છે અને ભવાંતરમાં એથી પણ અધિક ભૂખે મરશે. શાસનના આ સત્યને નહિ સમજી શકનારા જ, અક્રિયાવાદી. નાસ્તિકોની વાગુજાળમાં ફસાય છે. ખરેખર, પ્રભુપ્રણીત પરલોકને સુધારનારાં તેમજ કલ્યાણકર અનુષ્ઠાનોની આરાધનામાં થતા લક્ષ્મીના વ્યયને ધુમાડા તરીકે ઓળખાવનારાઓ, બહારથી પોતાની જાતને આસ્તિક તરીકે ઓળખાવવાના આડંબરો કરવા છતાં પણ નાસ્તિકો જ છે, એ વાતમાં જરા પણ શંકાને સ્થાન નથી. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ 156 આસ્તિક હૃદયને તો પ્રભુપ્રણીત અને પરલોકને સુધારનાર એકેએક અનુષ્ઠાનને જોવાથી આનંદ જ થવો જોઈએ. પણ જે હૃદયને એ અનુષ્ઠાનથી આનંદ નથી થતો તેમજ કેવળ આ લોકની સાધક અને પાપથી ભરેલી ક્રિયાઓ તથા તે ક્રિયાઓને પોષનારી અને ફેલાવનારી પ્રવૃત્તિઓને જોવાથી જ આનંદ થાય છે તે નાસ્તિક છે, એમ સહેજે સમજી શકાય તેમ છે. એક જ ભાવના: શ્રી જિનેશ્વરદેવના સંઘરૂપી ચંદ્રને ગળી જવા માટે મહેનત કરનારા કાળમુખા રાહુઓ છે, પણ તેઓથી આ શ્રીસંઘરૂ૫ ચંદ્ર કદી પણ પરભવ ન પામે તેવો છે. નાસ્તિકની ફાવટ આ શાસનમાં કદી થાય તેમ નથી, કારણ કેશ્રીસંઘરૂ૫ ચંદ્રની નિર્મળ-સમ્યકત્વરૂપ વિશુદ્ધ-જ્યોન્ના સર્વત્ર પ્રસરેલી છે. એ પ્રકાશમાં નાસ્તિકોની ફાવટ થઈ નથી, થતી નથી અને થશે પણ નહિ. શ્રીસંઘરૂપ ચંદ્રનું તપ અને સંયમરૂપ ચિહન છે. નાસ્તિકરૂપી રાહુ એની આસપાસ ફરે છે, છતાં શ્રીસંઘરૂપ ચંદ્ર પરાભવ ન પામે તેવો છે. મિથ્યાત્વરૂપ મળથી રહિત સમ્યગ્દર્શનરૂપી વિશુદ્ધ જ્યોત્નાથી દીપ્તિમાન શ્રીસંઘરૂપ ચંદ્ર સદા જયવંત જ છે. આવા શ્રીસંઘરૂપ ચંદ્રને કોણ ન પૂજે ? - તમારે અને અમારે એ શ્રીસંઘરૂપ ચંદ્રને ત્રિકાળવંદન કરવું જોઈએ. એવા શ્રીસંઘરૂપ ચંદ્રને તો કમનસીબ હોય તેજ ન પૂજે અને ન વંદે ! નામના સંઘને પૂજવાનું કોઈ કહે તો તે ન જ મનાય. બાકી સૂત્રકાર મહર્ષિએ વર્ણવ્યા મુજબના શ્રીસંઘની તો પૂજા, ભક્તિ અને વૈયાવચ્ચ કરવી જ જોઈએ. એવા શ્રીસંઘની સેવામાં લાખ્ખો સમર્પ કે ખર્ચી દેવાની કે પ્રસંગે ઘરબાર મૂકી એની સેવામાં જીવન પણ સમર્પી દેવાની ભાવના રાખવી જોઈએ અને તૈયારી કર્યા કરવી જોઈએ ! આ જગતમાં જેમ ચંદ્રને પૂજનાર છે, તેમ રાહુને પૂજનાર પણ છે, કારણ કે જેવી યોગ્યતા તેવી સામગ્રી ! દુનિયામાં એવી કોઈ ચીજ નથી કે જેને અજ્ઞાન લોકો પૂજતા ન હોય, તેમ આવા સર્વોત્તમ શ્રીસંઘરૂપ ચંદ્રનું પણ ગ્રહણ ઇચ્છનાર હોય. ક્યારે ગ્રહણ થાય, અને ક્યારે અમને દાન મળે, એવું ઇચ્છનાર ભિખારીઓ પણ હોય છે. એ જ રીતે માનપાન માટે, રોટલા માટે, પૂજા, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ માટે શ્રીસંઘરૂપ ચંદ્રનું ગ્રહણ ઇચ્છનારા હોય. તેઓ એવું ઇચ્છે કે-“એ પ્રસાય તો અમે મરજી મુજબ મહાલીએ.” ખરેખર, અભવ્ય, દુર્ભવ્ય કે ભારેકર્મી ભવ્ય આત્માઓ જ શ્રીસંઘરૂપ ચંદ્રનું ગ્રહણ ઇચ્છે છે. જેને સંસારમાં રૂલવું ન હોય, એ રોટલા માટે શ્રીસંઘરૂ૫ ચંદ્રનું ગ્રહણ ન ઇચ્છે. પોતાના Page #178 -------------------------------------------------------------------------- ________________ 157 – - ૧૩: આજ્ઞાનો આરાધક સંઘ - 13 - ૧૫૭ નાશમાં તો એકલાનો જ નાશ, પણ શ્રીસંઘરૂપ ચંદ્રના નાશમાં તો આખા જગતમાં અંધકાર વ્યાપે. માટે આવી શ્રીસંઘરૂપ ચંદ્રના રક્ષણ માટે તો જીવન સમર્પાઈ જાય, તેની પણ જરાય દરકાર ન કરવી જોઈએ. શ્રી સંઘ સદા જયવંત રહો” - આ ભાવના સાથે, જેઓની આજે શાસન પ્રત્યે દુર્ભાવના છે, તેઓને પણ શ્રીસંઘરૂપ ચંદ્રના દર્શનના પ્રતાપે સદ્ગદ્ધિ સુઝે અને તેઓ પણ આત્મકલ્યાણના રસિયા બને, એ એક જ ભાવના હોવી ઘટે. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪ : આસ્તિક કોણ ? નાસ્તિક કોણ ? વીર સં. ૨૪૫૬, વિસં. ૧૯૮૦, માગસર વદ-૧૩, શનિવાર, તા. ૨૮-૧૨-૧૯૨૯ 14 પરલોકની ક્રિયામાં ન માને તે નાસ્તિક : દુનિયાની ચીજોની જરૂ૨ અને ધર્મક્રિયાઓની નહિ ? માર્ગભ્રષ્ટતાની પરાકાષ્ઠા ! જગતને ધર્મક્રિયાઓથી ખસેડતાં વાર શી ? શ્રી કુમારપાળની ભાવના અને યાચના ! સામગ્રી વધી કે અધમતા વધી ? જીવતાં જનાવરોની કતલ સામે વિરોધ : પરલોકની ક્રિયામાં ન માને તે નાસ્તિકઃ સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી શ્રી તીર્થંકરદેવ પછી શ્રીસંઘને પૂજ્ય કોટિનો ગણી, એની સ્તવના અનેક પ્રકારનાં રૂપકોથી કરે છે. એ રૂપકો પૈકી નગરનું, ચક્રનું, રથનું તથા કમળનું રૂપક જોઈ ગયા, અને હવે ચન્દ્રનું રૂપક ચાલે છે. શ્રીસંઘરૂ૫ ચંદ્રને તપ અને સંયમરૂપ ચિહ્ન છે, જે ગમે ત્યાંથી દૃષ્ટિએ પડ્યા વગર રહે જ નહિ. ચંદ્રમાં સૌમ્ય હોય, તેમ શ્રીસંઘરૂપ ચંદ્રમાં પણ સૌમ્ય હોય, એ દરેકને શાન્તિ આપે; એને જોવાનું દરેકને મન થાય. જેમ ચંદ્રમાની પાછળ પણ નાસ્તિકોરૂપી રાહુ ફરતા હોય છે. પણ એ રાહુથી શ્રીસંઘરૂપ ચંદ્રનું ગ્રહણ થઈ શકતું નથી. શ્રીસંઘરૂ૫ ચંદ્રની આસપાસ ફરતા નાસ્તિકો, એ રાહુ છે. શ્રીસંઘરૂપ ચંદ્રને ગ્રસિત કરવા પ્રયત્ન કરનારા, એ રાહુમુખા-કાળમુખા છે, પણ ચંદ્ર કદી ગ્રહણ ન થાય તેવો છે. જેઓ આજે શ્રી જિનેશ્વરદેવનાં અનુષ્ઠાનોને ઉત્થાપી રહ્યા છે તેઓને પણ આસ્તિક તરીકે પૂજાવવા માટે કેટલાક શાસનવિરોધીઓ જ ડાહ્યા હોવાનો આડંબર કરી કહે છે કે-“જે આત્માને, પરલોકને તથા પુણ્ય-પાપને ન માને તે નાસ્તિકપણ તે ડાહ્યા ગણાતાઓની ચાલબાજી સમજવા માટે વસ્તુસ્વરૂપને સ્પષ્ટ સમજી લેવાની જરૂર છે. ટીકાકાર મહર્ષિ આચાર્યદેવ શ્રી મલયગિરિજી મહારાજા “વરિયા Page #180 -------------------------------------------------------------------------- ________________ 159 – ૧૪: આસ્તિક કોણ ? નાસ્તિક કોણ ? -14 – ૧૫૯ હુમુદહુદ્ધસિં' આ પદની ટીકા કરતાં લખે છે કે - • “અંગીકાર નહિ કરવાથી જેઓ પાસે પરલોકને સુધારવાની ક્રિયાઓ નથી તેઓ નાસ્તિકો છે અને તેઓ જ શ્રી જિનેશ્વરદેવના પ્રવચનરૂપ ચંદ્રમાનું ગ્રસન કરવાને તત્પર હોવાથી રાહુમુખા છે. પણ તેનાથી આ શ્રીસંઘરૂ૫ ચંદ્ર પરાભવ પામે તેવો નથી જ.” ટીકાકાર-મહર્ષિના આ કથનથી દંભીઓના દંભના પડદા આપોઆપ ચિરાઈ જાય છે. જેઓ આજે પરલોકની ક્રિયાઓને ગૌણ બનાવી, આ લોકની ક્રિયાઓને મુખ્ય બનાવવાની ચળવળ કરી રહ્યા છે-તેઓ, તેઓના સાથીઓ, તેઓની પીઠ થાબડનારાઓ અને તેઓના નાયકો કઈ કોટિમાં છે, એ ટીકાકાર મહર્ષિના આ કથનની તદ્દન સ્પષ્ટ થઈ જાય છે. જગતનાં પ્રાણીઓ ક્રિયા તો કરે છે જ; ખાવાની, પીવાની, પહેરવાઓઢવાની ક્રિયા તો ચાલુ જ છે. આત્મા છે, પુણ્ય છે, પાપ છે, પરલોક છેએમ મુખથી બધા કહે અને બધા પાછા દુનિયાની જ બધી ક્રિયાઓ કર્યા કરે અને ધર્મક્રિયાઓ કરે નહિ તથા ધર્માત્માઓ દ્વારા થતી ધર્મક્રિયાઓનો વિરોધ કર્યા કરે તો આસ્તિકતાની ઓળખાણ શી રીતે થાય ? - “આત્મા, પુણ્ય, પાપ અને પરલોક વગેરેને અમે નથી માનતા” એવું ખુલ્લંખુલ્લું કહેનારા તો સારા, કારણ કે એવાઓથી આસ્તિક જનતા નિર્ભય તે રહી શકે છે. એઓથી નિર્ભય રહેવાનું કારણ એ છે કે, તેઓ ખુલ્લા નાસ્તિક - હોવાથી, શ્રીસંઘરૂપ ચંદ્ર ઉપર સીધું કશું જ સ્થાન નથી. તેવા ખુલ્લા નાસ્તિકોનો શ્રીસંઘમાં પ્રવેશ નથી કે, જેથી તેઓની શ્રીસંઘમાં છાયા પડે; પણ જેઓ મુખથી “આત્મા, પરલોક, પુણ્ય અને પાપ વગેરેને માનીએ છીએ” – એમ એ કહે છે છતાં હૃદયથી નાસ્તિકો છે, તેઓની પિછાણ શી રીતે થઈ શકે ? એવાઓની પરીક્ષા કઠિન છે. એટલા જ માટે ટીકાકાર મહર્ષિએ સાફ સાફ જણાવી દીધું કે - “જેઓ પાસે પરલોકને સુધારવાની ક્રિયાઓ નથી, તેઓને નાસ્તિક સમજવા.” આથી સ્પષ્ટ છે કે-જેઓ પરલોકની ક્રિયાના ભોગે આ લોકની ક્રિયાઓ કરવાનું માને છે અને ઉપદેશે છે, તેઓને પણ નાસ્તિક સમજવા. જેને પરલોકની ખાતરી થાય, તેની પ્રવૃત્તિ સ્વચ્છંદી ન હોય. જ્યારે + "न विद्यन्तेऽनभ्युपगमात् परलोकविषया क्रिया येषां ते अक्रिया-नास्तिकाः त एव जिनप्रवचनश' शाकग्रसनपरायणत्वाद्राहमुखमिवाक्रिया - राहमखं तेन दुष्प्रधुष्य - अनभिभवनीयः तस्यामन्त्रणे દે શિવરાહુમુલ-કુપ્રથુથ ” Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ પરલોક માને ત્યારે એ પણ માનવું પડે કે-પરલોકનો આધાર આ લોકની કરણી ઉપર છે. જેને કોઈના પૈસા લાવીને પાછા દેવા જ હોય, તે તિજોરી તપાસ્યા વિના વેપાર કરે ? નહિ જ, તેમ પરલોકને માનનારાની, પાપથી પરલોકમાં દુર્ગતિ થાય છે એમ માનનારની, આ લોકમાં બેદરકારીવાળી પાપપ્રવૃત્તિ હોય જ કેમ ? આજે તો કેટલાક કહે છે કે - . 160 “અમે મહાવીરને માનનારા છીએ; આત્મા, પુણ્ય, પાપ, પરલોક વગેરેને ન માનીએ તેવા મૂર્ખ અમે નથી; માટે અમને નાસ્તિકનો ચાંદ ન હોય !” ન શ્રી જૈનશાસન પૂછે છે કે ઃ “તમે આત્મા અને પરલોક આદિને માનો છો એની ખાતરી શી ? કેટલાક તાવ એવા છૂપા હોય છે, જે બહાર ન દેખાય પણ થર્મોમિટર અગર તેવા જ યંત્ર દ્વારા માલૂમ પડે; એ જ રીતે ‘આત્મા, પરલોક, પુણ્ય, પાપ' વગેરેને માનો છો, એની ખાતરી માટે એ માન્યતાને અનુસરતી ક્રિયાઓ તમારી પાસે ક્યાં . છે ? વળી-પરલોકની ક્રિયાઓને ગૌણ કરી કે તારક ક્રિયાઓના ભોગે આ લોકની ક્રિયાઓને પુષ્ટ કરવાની વાતો કરો છો તેનું શું ? આત્માના પરલોકને એકાંતે સુધારનારી અને અનંતજ્ઞાનીઓએ વિહિત કરેલી ક્રિયાઓના નાશ માટે તે તે ક્રિયાઓનું આચરણ કરનારાઓને ઉતારી પાડવાના ભગીરથ પ્રયત્નો ચાલુ રાખો છો, તેનું શું ? ઉદ્યાપન આદિ તા૨ક ક્રિયાઓમાં પુણ્યશાળી આત્માઓ તરફથી થતા લક્ષ્મીવ્યયને ધુમાડાની ઉપમા આપો છો, તે છતાં આસ્તિકમાં ગણાવાની વૃત્તિ દાખવો છો, એ કેમ નભે ? નાસ્તિકપણાનો ચાંદ ન જ ગમતો હોય, તો પરલોકસાધક ક્રિયાઓને આરાધો અને ન આરાધાય તો આરાધવાની અભિલાષાપૂર્વક આરાધકની અનુમોદના કરો અને એ ઉત્તમ ક્રિયાઓની ઉત્તમતા જોરશોરથી જાહેર કરો, એટલે આપોઆપ નાસ્તિકપણાનો ચાંદ ટળી જશે.’ બાહ્યાડંબરી પણ અંદરથી નાસ્તિક આત્માઓ અવસરે ઝળકી ઊઠ્યા વિના રહી જ નથી શકતા. ટીકાકાર મહર્ષિએ મૂંઝવણ વિના સમજી શકાય તેવું નાસ્તિકનું સ્વરૂપ દર્શાવ્યું છે, કે જેથી સામાન્ય આત્માઓ પણ પાપાત્માઓના પાશમાંથી ધારે તો બચી શકે. ટીકાકાર મહર્ષિના કથનથી સ્પષ્ટ થાય છે કે - જેઓને પરલોકની ક્રિયાઓ ગમતી નથી અને આ જમાનામાં પરલોકની ક્રિયાઓની જરૂર નથી, એમ જેઓ કહે છે તેઓ નાસ્તિક છે.’ નાસ્તિકના માથે કાંઈ શિંગડાં હોતાં નથી. જેમ સજ્જનના હાથમાં કમળ નથી હોતું અને દુર્જનના માથે શિંગડાં નથી હોતાં, પણ એમની વાત અને એમના વર્તાવથી જ તેઓ Page #182 -------------------------------------------------------------------------- ________________ 161 -- ૧૪ : આસ્તિક કોણ? નાસ્તિક કોણ ? -14 – ૧૭૧ ઓળખાઈ જાય છે, તેમ-પરલોકની ક્રિયાઓની અત્યારે શી જરૂર છે ? એમાં શું પડ્યું છે ?” આવું કહેવાય ત્યાં નાસ્તિકતા સ્પષ્ટ જ છે. મોઢેથી પરલોકને માનવાનું કહે અને વર્તે મરજી મુજબ, તો લોક પણ સમજે કે-જો પરલોકને માનનારા પણ આવા હોય, તો પરલોકને નહિ માનનારાની તો વાત જ શું કરવી ? એવા અક્રિયાવાદી નાસ્તિકરૂપી રાહુ, શ્રીસંઘરૂ૫ ચંદ્રને ગ્રસિત કરી શકતા નથી, કેમકે-શ્રીસંઘ એ તો શ્રી જિનેશ્વરદેવની આજ્ઞારૂપ સુંદર છાયામાં સુસ્થિર હોય છે. રાહુ જેવા અક્રિયાવાદી નાસ્તિકો શ્રીસંઘરૂપ ચંદ્રને કલંકિત કરવાના પોતાના પ્રયત્નોમાં ફાવી ન જાય, એ જ એક શુભ ઇરાદાથી શાસ્ત્રકાર મહર્ષિઓએ દર્શાવ્યા મુજબનું વસ્તુસ્વરૂપે પ્રગટ કરવામાં મોટા ચમરબંધીની પણ પરવા ન કરવી જોઈએ, કારણ કે-હિતબુદ્ધિથી સત્યનું પ્રકાશન કરવામાં જ આત્મશ્રેય સમાયેલું છે. આ સત્યવસ્તુના પ્રકાશનથી કોઈએ જરા પણ મૂંઝાવું ન જોઈએ, પણ ઊલટું શાસ્ત્રીય સત્યના શ્રવણથી જો પોતામાં કોઈ દોષ જણાઈ આવે, તો તેને દૂર કરવાનો જ પ્રયત્ન કરવો જોઈએ. જેઓમાં હૃદયના સ્વીકારપૂર્વક પરલોકની ક્રિયા ન હોય, જેઓ પરલોકની ક્રિયાઓનોં નિષેધ કરતા હોય અને જેઓ-“આ જમાનામાં પરલોકની ક્રિયાની જરૂર નથી'- એમ કહેતા હોય, તે લોકોને જ નાસ્તિક કહેવામાં આવ્યા છે અને આવે છે, જેઓની આ સ્થિતિ ન હોય તેઓને કોઈ પણ વિવેકી વક્તાએ નાસ્તિક કહ્યા નથી અને કોઈ એવા વક્તા કહેતા પણ નથી. બાકી અજ્ઞાન લોકોના ઘોંઘાટથી ગભરાઈ જઈને, શાસ્ત્રીય દત્ય કોઈનાથી પણ છુપાવી શકાય નહિ. * શાસ્ત્રમાં લખ્યું હોય એને ફેરવવાની કોઈનામાં તાકાત નથી. શાસ્ત્રમાં તો જે આવે તે જરૂ. હિતબુદ્ધિથી કહેવું જોઈએ. જેનામાં દોષ હોય તે ટોપી પહેરી લે, ત્યાં કોઈનો ઉપાય નથી. આ તો સામાન્ય વ્યાખ્યા ચાલે છે, વ્યક્તિગત કાંઈ નથી. “પરલોકને શુદ્ધ બનાવનારી ક્રિયા ન માનવાને કારણે જેના જીવનમાં તે ન હોય તે નાસ્તિક' - એવા ટીકાકાર મહર્ષિના ખુલાસાથી વસ્તુ તદ્દન સ્પષ્ટ થાય છે. “આત્મા, પરલોક તથા પુણ્ય-પાપ' વિગેરેને નહિ માનનારા ખુલ્લા નાસ્તિકો શ્રીસંઘરૂપ ચંદ્રને કલંક લગાડી શકતા નથી, કેમકે-એ તો દૂર છે, એવાઓને તો કોઈ સાંભળતું જ નથી; પણ ખરો ભય જ તે લોકોનો છે, કે જેઓ “અમે આત્માદિને માનીએ છીએ-એમ કહેવા છતાં પણ નાસ્તિકને સારા કહેવડાવે તેવું વર્તન કરે છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - 168 * જૈનમાં આટલી તો યોગ્યતા જરૂર હોય કે - તે આત્માદિકને નહિ માનનારાને સાંભળે જ નહિ; જૈનનું નાનું પણ બાળક એવાની તો પડખે પણ ન જ જાય, પણ “આત્મા, પુણ્ય, પાપ તથા પરલોકને માનીએ છીએ.” એમ દંભથી કહેનારાઓને તો એ દંભથી અજાણ હોય ત્યાં સુધી સાંભળે છે અને એમ કહેનારાઓ ત્યાં ગોટાળા વાળે છે, એટલે ત્યાં જનતા ફસાય છે; માટે ટીકાકાર મહર્ષિએ એવાને ખુલ્લા પાડનારું સ્વરૂપ બતાવ્યું કે-અંગીકાર ન કરવાને કારણે જેના જીવનમાં પરલોકને સુધારનારી ક્રિયાઓનો આદર ન હોય તે નાસ્તિક; કેમકે-એ હૃદયથી પરલોકને માનતો જ નથી; મોઢે ભલે કહેતો હોય. જો માનતો હોય તો પરલોકને સુધારનારી ક્રિયા કરવાનું દિલ કેમ ન હોય ? ' ' લેવડદેવડ બરાબર કરનાર વેપારીની સ્થિતિ નરમ આવી જાય એ બંને બે હાથ જોડીને કહે કે-“હાલ નથી અને એ સ્થિતિને પામેલો વેપારી ‘દેવાળું કાઢવું કોને ગમે ?' એમ કહે તો તો એનું એ કથન સત્ય મનાય, પણ “જા ! જા ! માગે છે શું ?' આવું કહીને ઊભો રહેનાર અને પાછો ઉપરથી “દેવાળું કાઢવું કોને ગમે ?” એમ કહેતો હોય; તો તેવા કથનથી એ વ્યક્તિને દેવાળું કાઢવાનું નથી ગમતું એમ કેમ મનાય ? તેમ હૃદયમાં નહિ માનવાથી જેઓ પરલોક સુધારવાની ક્રિયા નથી કરતા તે નાસ્તિક છે. જૈન સંઘમાં થતી “શાસ્ત્રવિહિત ધર્મક્રિયાઓ વર્તમાન સમયમાં જરૂરની નથી' - એમ પરલોક આદિને હૃદયપૂર્વક માનનારો કહી શકે ખરો ? અને કહે તો તે કેવો મનાય અને કેવો કહેવાય ? સભા: નાસ્તિક જ. દુનિયાની ચીજોની જરૂર અને ધર્મક્રિયાઓની નહિ? દુનિયાની કોઈ વસ્તુ માટે, જરૂરત નથી એમ કોઈ કહે છે ? નહિ જ, ઊલટી આજે તો ખાનપાન અને રંગરાગ આદિની ચીજોની જરૂરિયાત તો વધારે મનાય છે. ગૃહસ્થ તરીકે આટલી આટલી ચીજો તો જોઈએ જ, એમ આજે મનાય છે. અમુક વિના ન જ ચાલે, એ માન્યતાને લઈને તો આજે ફરજિયાત અનેક પાપોનો ઉમેરો થયો છે. ત્રીસની આવકમાં પચાસનો વ્યય કરનાર પણ સિત્તેરની આવક થયે નેવુંનો વ્યય કરે છે, એટલે એની ત્રુટિ તો કાયમ જ રહે છે. આવક વધે એટલે કપડાં સારાં જોઈએ, અમુક અમુક તો જોઈએ જ, આ માન્યતા છે. જે જમાનામાં દુનિયાની ક્રિયાની જરૂરિયાતો વધે છે, તે જમાનામાં “આજે ધર્મક્રિયાની શી જરૂર ?' - એમ ધર્મગુરુ કહે અગર બીજો કોઈ કહે છે કેમ નભાવાય ? જે સમયમાં દુન્યવી વસ્તુની જરૂરિયાત Page #184 -------------------------------------------------------------------------- ________________ 1ss –– ૧૪: આસ્તિક કોણ? નાસ્તિક કોણ?-14 – ૧૯૩ વધેલી છે, વધી રહી છે, તે સમયમાં દુનિયાને મોહથી છોડાવનારી ક્રિયાઓની જરૂરિયાત વધારે છે કે ઓછી છે ? જેને ધર્મક્રિયાની જરૂરિયાત થોડી લાગે છે અગર બિલકુલ નથી લાગતી, એ સૂચવે છે કે તેનામાં સાચી પરલોકની માન્યતા જ નથી. ધાડના સમાચાર મળે તો ખંભાતી તાળાં તો જોઈએ જ. પાપનો પ્રચાર ચાલુ હોય, વિષય-વાસના અને વિલાસો પગલે પગલે વધતા જતા હોય, તે વખતે, “ધર્મક્રિયાની જરૂર નથી' - એમ કેમ બોલાય ? દિ’ ઊગ્યે સરઘસ નીકળતાં હોય, દુન્યવી ઠાઠમાઠ વધતા જતા હોય, દુનિયા આખી જુદી જુદી દુન્યવી દિશામાં ખેંચાઈ રહી હોય, તે વખતે જીવોને ધર્મ તરફ ખેંચી રાખવા માટે ધર્મક્રિયાઓ જોઈએ કે નહિ ? ન કહે છે કે – “પરલોકની ક્રિયાની હાલ શી જરૂર છે ? જે લોકમાં જન્મ્યા તે લોકની ક્રિયા પૂરી થાય, પછી પરલોકની વાત.” તેની સામે કહેવું જ જોઈએ કે “જીવો ત્યાં સુધી, અર્થાત્ જન્મો ત્યાંથી મરો ત્યાં સુધી આ લોકની જરૂરિયાત તો મટવાની જ નથી, તો હવે પરલોકની ક્રિયા કરવાની રહી જ ક્યાં? એટલે ખુલ્લું જ કહોને કે – “અમારે પરલોકને સુધારનારી ક્રિયાઓનો ખપ જ નથી. વસ્તુત: તો તેવી કોઈ ક્રિયાઓમાં અમે માનતા પણ નથી !” માર્ગભ્રષ્ટતાની પરાકાષ્ઠા:. • ગૃહસ્થોને એમ કહેવામાં આવે કે – “જો ભાઈ ! તમે ગૃહસ્થ છો, સંસારી છો, અમે તો સાધુ છીએ, અમારે ઘરબાર નથી એટલે કશાની જરૂર નથી. અમને ભૂખ લાગે તો ભીખ માગીને લાવીએ, તમારે તો બધું જાતે મેળવવાનું, તે મેળવ્યા પછી જ બને તો તમારે ધર્મ કરવો. એમાંથી પરવારો તો ફુરસદ મળે તો ધર્મ કરી લેવો, નહિ તો કાંઈ નહિ.” તો જે થોડા ઘણા પૂજા કરે છે, તેટલા પણ અમુક સમય પછી રહેશે નહિ. આજે ઘણા ધર્મક્રિયા કરનારા ઓછા થયા, એનું કારણ આવા ઉપદેશો પણ છે. માટે ઉપદેશકે પોતાનું સ્વરૂપ ન ભૂલવું જોઈએ. " “પોતાના સ્વરૂપને ભૂલી વિષયાસક્તિમાં પડેલા લોકો જેવો માગે તેવો ઉપદેશ આપવો' - એ તો માર્ગભ્રષ્ટતાની પરાકાષ્ઠા જ ગણાય. પૂજા, વ્યાખ્યાન, સામાયિક વગેરેમાં જે કાંઈ થોડી શુભ પ્રવૃત્તિ રહી છે, તે પણ ભૂંસી નાખવાની પ્રવૃત્તિ જો કોઈ કરે, તો તે આસ્તિક હોવાનો ડોળ કરવા છતાં પણ વસ્તુત: નાસ્તિક જ છે. આજે જે થોડી પણ ધર્મભાવના રહી છે કે – “દુખ વેિઠીને પણ જિનમંદિરમાં ચોખા તો લઈ જ જવા, સ્વાદ ઓછો કરાય તો વાંધો નહિ, પણ જ્યાં પૂજા કરું છું એ જિનમંદિરમાં રૂપિયો-બે રૂપિયા તો આપવા Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ જ, ગમે તે રીતે પણ સંવત્સરીનો તો એક ઉપવાસ કરવો જ' એ પ્રવૃત્તિ અને ભાવના પણ આવો ઉપદેશ દેવાય તો ચાલી જાય. આજ તો કહેવાય છે કે - ધર્મક્રિયાઓ થાય તો પણ ઠીક અને ન થાય તો પણ ઠીક. મન ચંગા તો કથરોટમેં ગંગા. આવી આવી છાયા જે કોઈ પાડે તે નાસ્તિક જ છે, આવો ઉપદેશ જે આપે, તે સાધુવેષમાં હોય તો પણ નાસ્તિક અને શ્રાવક ગણાતો હોય તો પણ નાસ્તિક છે. 164 જગતને ધર્મક્રિયાથી ખસેડવામાં વાર શી ? આથી સ્પષ્ટ થઈ જાય છે કે - ‘આ જમાનામાં ધર્મક્રિયાની જરૂ૨ નથી’ એવું કહેનારા નાસ્તિક છે. પરલોકની ક્રિયાને દુન્યવી ક્રિયાથી કદી પણ ગૌણ ન કરાય. આજ તો મોઢેથી પરલોકની વાતો કરનારા કહે છે કે - ‘ભગવાનને ચંદન હોય એટલે બસ. એમને વળી કેસ૨, બરાસ, કસ્તૂરી, ચાંદી-સોનાના વરખ, આભૂષણ, આંગી, આ બધું શા માટે જોઈએ ? એ તો વીતરાગ છે.’ આવું કહેનારાને પોતાના કપાળ માટે લાલ રંગવાળું કેસર જોઈએ, પણ ભગવાન માટે કહે કે-‘એ તો વીતરાગ, એમને માટે આ ધમાલ શી ?' આવું માનનારાને પાછો ઉપદેશ પણ એમને ફાવતો દેવાય તો બાકી શું રહે ? એ તો માને કે-બાર મહિને બસો રૂપિયાનું કેસરનું ખર્ચ બચ્યું અને આભૂષણ સાચવવાં મટ્યાં.' સામાન્ય આત્માઓને ધર્મક્રિયામાંથી ખસેડવાનું કામ તો બહુ જ સહેલું છે. એવું તો તેવાઓ માગે જ છે. આજે કોઈ તપ આદિમાં બીડીની છૂટ આપનાર નીકળે, તો એના પક્ષમાં મળનાર ઘણા જ નીકળી આવે, કારણ કે વિષયકષાયમાં રમનારાઓને બંધી ખુલ્લી ક૨વામાં તો વાંધો જ નથી; વાંધો તો માત્ર હિતકર અંકુશ સ્વીકારવામાં જ આવે છે. જગતની ધમાલમાં પડેલા જીવો, પાંચ-પચ્ચીસ સારી ચીજોથી શ્રી જિનેશ્વરદેવની પૂજા કરે, પ્રભુના અંગને ઉત્તમ દ્રવ્યોનું વિલેપન કરે, એ શું ખોટું છે ? નૈવેદ્ય પૂજામાં ઉત્તમ વસ્તુ મૂકીને કોઈ ભવ્યાત્મા પોતે ભડકું ખાય, તો તેના ઉપ૨ સાધુને દયા ન આવે; કેમકે સાધુ તો સમજે છે કે - આ ભવ્યાત્મા નૈવેદ્યપૂજાનું રહસ્ય સારી રીતે સમજ્યા છે. એણે નૈવેદ્યપૂજાના વિધાનનો અમલ કર્યો છે. નૈવેદ્ય મૂકવાનો હેતુ રસનાની આસક્તિથી છૂટવાનો છે. ભગવાનને નૈવેદ્ય મૂકી પોતે ભડકું ખાય તો એની આસક્તિ ઘટી છે, એ સિદ્ધ થાય છે. એવા ઉત્તમ આત્માને સાધુ એમ ન પૂછે કે ‘ગાંડા ! છતે માલે તું પોતે ભડકું ખાય છે અને ત્યાં માલને મૂકે છે ?’ આવી દયા સાધુને ન આવે. આવું કહેનાર માટે સાચા ગુરુ Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૪ : આસ્તિક કોણ ? નાસ્તિક કોણ ? - 14 ૧૭૬૫ તો કહે કે, આવું કહેનાર સાધુવેષમાં હોય તો એ સાધુ નથી અને પોતામાં શ્રાવકપણું છે એમ કહેવરાવતો હોય તો તે શ્રાવક નથી, પણ નાસ્તિક છે. 165 શ્રી જિનેશ્વરદેવના વચનની શ્રદ્ધાવાળો સાચો આસ્તિક તો એમ જ કહે કે - ‘આપ મહાપુણ્યવાન છો કે જેથી આટલી સામગ્રી છતાં એના ઉપભોગ ઉપર આપે આટલો કાબૂ મેળવ્યો છે, માટે જરૂ૨ આપનો આત્મા લઘુકર્મી છે.' બાકી - ‘આ તો ઘર બાળીને તીરથ કરવા જેવું થયું' - આવું કહેનારા તો અજ્ઞાન છે, કારણ કે શ્રી જિનેશ્વરદેવના શાસનમાં ઘર આદિના ત્યાગ વિના મુક્તિ થઈ શકતી જ નથી. કહો, શ્રી સિદ્ધગિરિજી, શ્રી ગિરનારજી વગેરે તીર્થસ્થળે જવાનો હેતુ શો ? ‘ધીમે ધીમે પણ ઘરબાર છૂટે' એ જ હેતુ છે કે બીજો ? કેમ મૌન છો ? બોલો ! હું સમજું છું કે - મોટો ભાગ એ ભાવનાએ નથી જતો, પણ ‘એ ભાવનાએ જવામાં જ તીર્થયાત્રાનીં સાચી સફળતા છે' - એ વાત શંકા વિનાની છે. શ્રી કુમારપાળ મહારાજાની ભાવના અને યાચના : શ્રી કુમારપાળ મહારાજે લગભગ સિત્તેર વર્ષની વયે શ્રી સિદ્ધગિરિનો સંઘ કાઢ્યો. છ'રી પાળતા પોતે પણ પગે ચાલતા હતા. હાથી, ઘોડા, મેના, પાલખી આદિ અનેક વાહનો હોવા છતાં પોતે એમાં બેઠા નહિ, ત્યારે આચાર્ય ભગવાન ‘શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે કહ્યું કે, રાજન્ ! તમને ચાલવામાં કષ્ટ પડશે.’ એ વખતે કુમારપાળ મહારાજા વિનંતિ કરે છે કે - “હે ભગવન્ ! પૂર્વની દુઃખી અવસ્થામાં જ્યારે બીજાનું રાજ્ય હતું ત્યારે તો પરવશપણાના યોગે હું આ પગથી ઘણું જ ભમ્યો છું, પરંતુ તે સઘળું વ્યર્થ ગયું છે. અત્યારે જે આ પગથી ચાલીશ તે તો તીર્થયાત્રાના કારણે ચાલવાનું હોવાથી અતિશય સાર્થક થશે, કારણ કે એથી સર્વ પ્રકારે મારું અનંતુ ભવભ્રમણ નાશ પામી જશે.” આ ઉપરથી જોઈ શકાશે કે ‘શ્રી જિનેશ્વરદેવના શાસનથી સુપરિચિત થયેલા આત્માઓની ભાવના કેવી અને કેટલી ઉત્તમ હોય છે !' ૧. “તતો વ્યખિજ્ઞપત્ માાપો, ટોસ્થે પ્રાળુ પરરાન્યતઃ । क्रमाभ्यां न कियद् भ्रान्तं परं तद्व्यर्थताऽऽस्पदम् ।।१।। अयं तु तीर्थ हेतुत्वात्, पादचारोऽतिसार्थ कः । येनाऽनंता भवभ्रांति-र्मम प्रभ्रं शतेऽमितः ।।२।। " - ઉપાધ્યાય શ્રી જિનમંડનગણિવિરચિત, શ્રી કુમારપાલ પ્રબંધ, પત્ર ૧૦૧, પ્ર-આત્માનંદ સભા. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯. - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - શ્રી કુમારપાળ મહારાજા પોતાના અત્યાર સુધીના ભ્રમણને વ્યર્થ માને છે અને યાત્રા માટે થતા ભ્રમણને સાર્થક માની, તેને ભવભ્રમણના નાશક તરીકે સ્વીકારે છે. | આજ ભાવનાના સુયોગે અઢાર દેશના માલિક મહારાજા શ્રી કુમારપાળ પગે ચાલીને શ્રી સિદ્ધગિરિજી આદિ તીર્થોની યાત્રા અતિશય ભક્તિપૂર્વક કરી, અને શ્રી સિદ્ધગિરિજી ઉપર જઈને પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવ સ્વામીજીની પૂજા, અર્ચા, આરતી વિગેરે કર્યા પછી, સ્તુતિ કરતાં કહ્યું કે : “હે સ્વામિન ! મારા દિવસો તારી સેવાથી રહિત ચાલ્યા ગયા, તે મને હાથમાંથી પડી ગયેલા સુવર્ણની જેમ અતિશય પીડા કરે છે.” ખરેખર, વિષથી પીડાતો માનવી જેમ અમૃતને પામીને ખુશ થાય અને રોગથી પીડાતો માનવી જેમ ઔષધને પામીને ખુશ થાય, તેમ સંસારથી પીડાતો હું તને પામીને ખુશ થયો છું.” હે નાથ ! તારા દર્શનથી પરાક્ષુખ રહીને હું મોટો સાર્વભૌમ રાજા થવાનું પણ નથી ઇચ્છતો, પરંતુ તારા ચૈત્ય ઉપર તારા દર્શનમાં તત્પર એવો પક્ષી થવાનું તો હું જરૂર ઇચ્છું છું.” ઉપરની ઉત્તમ ભાવના અને યાચનાથી સ્પષ્ટ થાય છે કે : “શ્રી જિનમંદિર, તીર્થયાત્રા, ઉપાશ્રય, એ બધાનો હેતુ એ છે કે ઘરબાર, કુટુંબ પરિવાર, ઋદ્ધિસિદ્ધિથી અલગ થઈ ત્યાગનો સ્વીકાર કરવો.” આ શાસનમાં રહેલા કોઈનાથી ધર્મક્રિયાને ગૌણ બનાવી દુન્યવી ક્રિયાને વધારવાનું ન જ કહેવાય. એવું કહેનારા આસ્તિકના નામે ટકી શકે જ નહિ. ખુલ્લે ખુલ્લી રીતે પરલોકને સુધારનારી ધર્મક્રિયાઓ તરફ અણગમો જાહેર કરનારાઓને નાસ્તિક તરીકે જાહેર કરી દેવા જોઈએ. સાચા ઉપકારીઓએ, ભદ્રિક જનતાના શ્રેય માટે એવાઓને ઉઘાડા પાડવામાં જરા પણ અચકાવું ન જોઈએ, કારણ કે-એવાઓ સમાજમાં આસ્તિકને નામે ફરે છે અને ધર્મસમાજના ધર્મધનની ધોળા દિવસે આસ્તિકના વેષમાં રહીને કારમી લૂંટ ૧. “સ્વામિન્ ! રે ચાલ્ટન્ વસ્ત્રા-સ્વદુપસ્તિવિનાવૃતા: I सत्रपाकुर्वते ते मां, करच्युतसुवर्णवत् ।।१।। ૨. વિષાર્જ વ પીયૂષ, જલા વ્ર રોષણમ્ __भवार्त्त स्त्वामहं प्राप्य, प्रीतिं प्राप्तोऽस्मि संप्रति ।।२।। 3. सार्वभौमोऽपि मा भूवं, त्वदर्शनपराङ्मुखः । त्वदर्शनपरः स्यां तु, त्वच्चैत्ये विहगोऽप्यहम् ।।३।।" Page #188 -------------------------------------------------------------------------- ________________ .૧૪ : આસ્તિક કોણ ? નાસ્તિક કોણ ? - 14 ૧૭૭ ચલાવે છે. એવા લૂંટારાઓને લૂંટ કરતાં થંભાવી દેવાની એકદમ જરૂર છે અને એ જરૂર પૂરી પાડવામાં જ સર્વનું શ્રેય છે. સામગ્રી વધી કે અધમતા વધી ? જે સમયે અનેક પાપોની સેવા કરીને પણ દુનિયાદારીનાં ક્ષણિક સુખોને મેળવવાની પ્રવૃત્તિ ધમધોકાર ચાલી રહી છે, તે સમયે ધર્મક્રિયાઓ બંધ કરવાનું અને ધર્મક્રિયામાં થતા લક્ષ્મીવ્યયને ઘટાડવાનું કહેવામાં આવે, એ શું સૂચવે છે ? જે સમયે ‘ખાનપાનમાં વિવેક, શીલસંપન્ન જીવન, તૃષ્ણાઓ ઉપર અંકુશ અને વિચારપૂર્વકનું વર્તન' – વગેરે વગેરે સદાચાર નાશ પામતો જાય છે, તે સમયે ડૉક્ટરો, વકીલો કે બીજાય તેવાઓ ઉત્પન્ન કરવાથી સુધારા કે ઉન્નતિની વાતો કરવી, એમાં કઈ બુદ્ધિમત્તા છે ? જ્ઞાનીઓએ એકાંત ઉપકારદૃષ્ટિથી દર્શાવેલા સુધારાઓ અને ઉન્નતિના ઉપાયોની અવગણના કરવી અને મનફાવતી વાતો કરીને બધી જ વાતોમાં સ્વેચ્છાચારી બનવું, એ તો ઇરાદાપૂર્વક સ્વપરના ઘાતક બનવા જેવું જ છે. 167 આજે તો ખાન-પાનમાં વિવેકનો અભાવ છે અને મોજશોખમાં પણ સુધરેલી મૂર્ખાઈનું જ પ્રદર્શન છે ! નાટક, ચેટક, સિનેમા આદિએ પણ હિંદુસ્તાનને, કહોને-દુનિયાના માનવીઓને આજે દુઃખના દાવાનળમાં ધકેલ્યા છે. આ કોઠો (પેટ) કાંઈ ભંડાર નથી, એ તો પેટ છે, જઠરા કામ કરે તો એ ચાલે, નહિ તો અંદર કોહવાય. ખાવા-પીવામાંથી જ આજે તો ઊંચા નથી આવતા. દેરાસરમાં આવનારા માટે કોગળા કરવા પાણી રાખવાં પડે, એવી દશા આવી છે, કેમ કે-રસ્તે ખાનારા, પળે પળે ખાનારા, બધું ફાકનારા, પાનના ડૂચા ચાવ્યે જ રાખનારા આજે ઘણા થઈ ગયા ! જો એમને માટે પાણીનાં સાધન ન રખાય તો દેરાસ૨માં પણ ન આવે, એમને આવતા રાખવા માટે દેરાસરમાં પાણીનાં માટલાં પણ મૂકવાં પડે છે. આ દશા જોઈ ધર્મી માત્રને બહુ જ દુ:ખ થાય છે. શ્રાવકના દીકરા માટે આ રીતે પાણી મૂકવું પડે ? મોં સાફ હોય જ નહિ, પાનસોપારીના ડૂચા તો ચાલુ જ હોય, એને લઈને પાણીનાં સાધન ગોઠવવાં પડે, એ કેટલી ખરાબ હાલત ? કહે છે કે - ‘સામગ્રી વધે છે.’ હું કહું છું કે - ‘સામગ્રી નથી વધતી પણ અસભ્યતા વધે છે.’ જૈન રસ્તે ચાલતાં ચાલતાં ખાય ? રસ્તે ખાતો ખાતો જૈન ચાલે ? ખરેખર, આ દશા બહુ જ ખરાબ છે. વાત કરે તો પણ મોઢામાંથી કચરો ઊડે; વાત કરવી પણ ભારે પડે, કેમકે-મોઢામાં ભર્યું હોય તે નીકળે. શાસ્ત્રીય રીતે તો મોઢામાં કંઈ હોય તો બોલાય જ નહિ. આજ તો બોલે ત્યારે પાનસોપારી ઊડે, Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - - 160 ધુમાડાના ગોટા નીકળતા જ હોય. ખરેખર આવાઓની સાથે તો ઊભા રહેવામાં પણ ધર્માત્માઓને કંટાળો આવે. આ શું માનવપણું છે ? એટલો પુણ્યોદય કે ભગવાન પાસે આવતાં કોગળા કરીને આવવા જેટલી મર્યાદા સાચવે છે. આ રીતે કોગળા કરીને આવવું પડે છે, એ જ સૂચવે છે કે – ખાનપાનની ચાલુ પ્રવૃત્તિ એ સભ્યતા નથી. તમારી ખાનપાનની ક્રિયા ઓછી થાયે, એમાં અમને દુઃખ ન થાય; પણ તમારી ધર્મક્રિયા ઓછી થાય તો અમને જરૂર દુઃખ થાય. આવાં જ કારણોથી વિવેકી પુરુષો, “આ જમાનામાં ધર્મક્રિયાની જરૂર શી ?” આમ કહેનારને, “આસ્તિકતાના વેષમાં છુપાયેલા ભયંકર નાસ્તિક' તરીકે ઓળખાવે છે. નાસ્તિક કહેવરાવવું નથી અને આસ્તિફ બનવું નથી, એ કેમ ચાલે ? પશુપણું છોડવું ગમતું નથી અને માણસ કહેવરાવવું છે, એ કેમ નભે ? જૂઠું બોલવું છોડવું નથી અને હરિશ્ચંદ્રનો ઇલ્કાબ લેવો છે, એ કઈ રીતે મળે ? પંચાચારમાં પ્રવીણ બનવું નથી, જગતને પંચાચાર સાધવાના રસ્તા બતાવવા નથી અને સાધુ કહેવરાવવું છે, તે કઈ રીતે બને? વતો ધારણ કરવાં નથી, છતાં દેશવિરતિધર કહેવરાવવાની ઇચ્છા કેમ રખાય ? પાપને પાપ માનવું નથી, કહેવું નથી અને સમ્યગુદૃષ્ટિ કહેવરાવવું છે, એ કેમ બને ? જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વર્યાચાર - એ પાંચે આચાર પોતે બરાબર પાળે, બીજા પાસે પળાવે અને તેનો જ જગતમાં પ્રચાર કરે, એ આચાર્ય. તેવી જ રીતે બધાય ઇલ્કાબ યોગ્યતા હોય તો જ મળે. શિક્ષક બનવું અને છોકરાંને ટેબલ પર ચોપાટ ખેલાવવી, એ ચાલે ? છોકરાં નાચે તો નાચવા દે, ખેલે તો ખેલવા દે અને લડે તો લડવા દે, એ માસ્તર કહેવાય ? કહેવું જ પડશે કે નહિ, માસ્તર તો તે કહેવાય છે, જેને જોઈને છોકરાં રમત-ગમત મૂકીને વિનયપૂર્વક ભણવા લાગી જાય. જીવતાં જાનવરોની કતલ સામે વિરોધ : સભા: આજ તો રમતના પણ શિક્ષક હોય છે. પણ એ વાત જુદી થઈ. જમાનાના નામે રમતને પણ સુશિક્ષણ કોટિમાં મૂક્યું, એટલે પછી એનો શિક્ષક પણ જોઈએ ને ? હિંસાના શિક્ષણની પણ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૪ : આસ્તિક કોણ ? નાસ્તિક કોણ ? -14 ૧૬૯ શાળાઓ છે, તો ૨મતના શિક્ષણની વાત ક્યાં કરો છો ? પહેલાંના કાળમાં જીવોને બચાવવાની શાળા હતી, આજે જીવોને કાપતાં શીખવવાની-કાપીને શિક્ષણ આપવાની પણ શાળાઓ છે. પશ્ચિમમાં પણ આજે વિરોધ થઈ રહ્યો છે કે-માનવને હેવાન બનાવવા હોય તો એમની નજરે જીવતાં જાનવરોની કતલ કરવી, અર્થાત્ - એ રીતે માનવ, માનવ મટી હેવાન બને છે. જે લોકો દયામાં નથી ઊછર્યા, તેઓ પણ શરૂઆતમાં જાનવરોને નજરે કપાતાં જોઈ ઘણે ભાગે બેહોશ થઈ જાય છે. એક મોટા માણસે અમેરિકામાં જાહેર કર્યું છે કે ‘મનુષ્યોએ આવી રીતે હેવાન ન બનવું જોઈએ. જે શિક્ષણમાં હિંસા છે, એમાં ભલભલા પોતાને ધર્મી માનતા ભળે છે. તો રમત જેવા સામાન્ય શિક્ષણની વાત ક્યાં કરો છો ? 169 ― છેવટ એ વાત નિશ્ચિત છે કે-જેઓ પરલોકને સુધારનારી ક્રિયાઓને ઉડાવી દઈને આત્મહિતને જોખમમાં મૂકનારી દુનિયાદારીની ક્રિયાઓને પોષે છે અને એવી ક્રિયાઓને વધારવાનો ઉપદેશ આપે છે. તેઓમાં દીવા જેવું વિના પ્રકાશે પણ જોઈ શકાય તેવું, ખુલ્લેખુલ્લું અને ઉઘાડું નાસ્તિકપણું છે, એમાં જરા પણ શંકા નથી. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫ : માત્ર પ્રત્યક્ષવાદ ન વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૦, માગસર વદ-૧૪, રવિવાર, તા. ૨૯-૧૨-૧૯૨૯ • ખોટી મૂંઝવણમાં ન પડો ! • દુનિયા શામાં આગળ વધી રહી છે? એદી કોણ અને ઉદ્યમી કોણ ? આ કાળમાં ધર્મક્રિયાને ઢીલી ન પાડવી જોઈએ : કેવળ પ્રત્યક્ષવાદી કેવા કહેવાય ? ધર્મક્રિયાને ગૌણપણે માને છે તેનું કારણ : • ઇચ્છા મુજબ વર્તવાની છૂટ ન અપાય : • આગમનો સાર શું? - સાધુઓની ફરજ : • બહુમતીએ ચાલવું, પણ કોની ? • શ્રાવકનાં મન વચન કાયા કેવો હોય ? • દીક્ષા કે ધર્મક્રિયાની વાત કોને જણાવાય ? ખોટી મૂંઝવણમાં ન પડો ! સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી શ્રી તીર્થંકરદેવ પછી શ્રીસંઘને પૂજ્ય કોટિનો માની, અનેક રૂપકોથી શ્રીસંઘની સ્તવના કરે છે. શ્રીસંઘને આપેલાં રૂપકોમાંથી નગર, ચક્ર, રથ તથા કમળનું રૂપક આપણે વિચારી ગયા અને ચંદ્રના રૂપકની વિચારણા ચાલે છે. ચંદ્રના રૂપકની વિચારણામાં જ્યાં રાહુની વાત આવી, ત્યાં શ્રી સંઘરૂપ ચંદ્ર માટે નાસ્તિકોને રાહુ સમાન કહે છે. નાસ્તિક કોને કહેવા ?” એ સમજાવતાં ટીકાકાર મહર્ષિએ કહ્યું કે જેઓ પરલોકને સુધારવાની ક્રિયાઓને હૃદયથી સ્વીકારતા નથી, અને એ પ્રકારના અસ્વીકારના કારણે આચરતા નથી તેઓ નાસ્તિક છે !” એ નાસ્તિકરૂપ રાહુ શ્રીસંઘરૂપ ચંદ્રને ગ્રસિત કરવાનો પ્રયત્ન કરે છે પણ ગળી શકતો નથી, કેમકેઆ શ્રીસંઘરૂપ ચંદ્ર લોકોત્તર છે, લૌકિક નથી. ટીકાકાર મહર્ષિના આ સ્પષ્ટીકરણથી ઘણાને એવી મૂંઝવણ થઈ છે કે – “નાસ્તિકની જ આ વ્યાખ્યા હોય, તો આસ્તિક કોણ ? Page #192 -------------------------------------------------------------------------- ________________ 11 – ૧૫ : માત્ર પ્રત્યક્ષવાદ ન ચાલે - 15 - ૧૭૧ પણ એ મૂંઝવણ ખોટી છે; કારણ કે-પરમ ઉપકારી ટીકાકાર મહર્ષિ શ્રી મલયગિરિજી મહારાજાએ, ‘મનડુપમા” આ શબ્દથી, શક્તિના અભાવે યા પ્રમાદના યોગે ધર્મક્રિયાઓને નહિ આચરી શકતા આત્માઓને બચાવી લીધા છે, એટલે મૂંઝાવાનું કશું જ કારણ નથી; માટે ખોટી મૂંઝવણમાં ન પડો. આપત્તિના પ્રસંગે અથવા તેવા પ્રકારની શક્તિના અભાવે પ્રવૃત્તિરૂપે ક્રિયાને નહિ આચરી શકનારા, હૃદયની શુદ્ધ ભાવનાપૂર્વક પણ ખુશીથી આરાધી શકે છે. - ક્રિયા, પ્રવૃત્તિરૂપે પણ હોય અને ભાવનારૂપે પણ હોય. એ ક્રિયા કદાચ પ્રવૃત્તિરૂપે ન હોય અને ભાવનારૂપે હોય, ત્યાં સુધી પણ આત્મા નાસ્તિકની કોટિમાં નથી પહોંચી જતો અને બહારથી આડંબર ખાતર કદાચ પ્રવૃત્તિરૂપે કિયા હોય અને હૃદયમાં વિરુદ્ધ ભાવ હોય, તો તે ક્રિયા કરવા છતાં પણ નાસ્તિક જ છે. એટલે હવે જેનામાં બેય રૂપે ધર્મક્રિયાઓ ન હોય, તે તો નાસ્તિક કહેવાય, એ વાતમાં કોઈ જ શંકા રહેતી નથી. કે આત્મા છે, પુણ્ય છે, પાપ છે અને પરલોક છે' - એમ મોઢે તો પ્રાય: બધા જ કહે, પણ એનો ઉદ્દેશ, એની કાર્યવાહી, એની રીતભાત, એનો ક્રિયાપ્રેમ વગેરે તો જોવાં જ જોઈએ ને? એક તરફ “આત્મા વગેરે છે' - એમ બોલે અને બીજી તરફ આત્મકલ્યાણને સાધનાની ક્રિયાઓનો વિરોધ કરે, તો તેવાઓને આસ્તિક તરીકે કેમ માની લેવાય ? હૃદયથી ન માને અને પ્રવૃત્તિમાં હોય એમ પણ બને. ભાવના કેવી છે, એ તો જ્ઞાની જાણે; આ તો બાહ્યસ્વરૂપ છે. ક્રિયા કરવા છતાંયે જે એને હૃદયથી કલ્યાણકર ન માને, તે તો નાસ્તિક જ છે. ઉત્તમ પ્રકારે સંયમ પાળવા છતાં અભવ્યો કદી મુક્તિ પામતા નથી, કેમકે-એ મહામિબાદષ્ટિ છે. એ આત્માઓ સંયમાદિનું પાલન કરવા છતાં, સંયમ આદિને મુક્તિના સાધન તરીકે માનતા જ નથી. આથી જ તેઓ ઘોર સંયમી છતાં, તેઓને મહામિથ્યાષ્ટિ તરીકે જ જાહેર કરવામાં આવે છે. - આ ઉપરથી આજે જેઓ એમ કહે છે કે – “વર્તમાન સમયમાં આ ધર્મક્રિયાઓની જરૂર નથી” - તેઓ તો નાસ્તિક તરીકે સાબિત થઈ જ જાય છે. અશક્તિ આદિના યોગે જેઓ કદી જિનપૂજન ન કરી શકે, પણ જો “શ્રી જિનપૂજન વિના આત્મકલ્યાણ નથી; આત્મકલ્યાણ માટે એના વિના છૂટકો જ નથી; હું પામર છું કે જેથી નથી કરી શકતો, પણ જ્યાં સુધી ન કરું ત્યાં સુધી શોરો પરલોક સુધરવાની આશા નથી; ઇચ્છા છે છતાં તીવ્રતા નથી જાગતી, ચોટલી જ કમનસીબી છે.” આ પ્રમાણે જેઓ માનતા હોય તેઓ આસ્તિક છે Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ - સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ – 12 જ; પણ જેઓ એમ કહે છે કે – “આ જમાનામાં ધર્મક્રિયાઓની શી જરૂર છે? આ વીસમી સદીમાં મોટાં મંદિરો તથા મહોત્સવોની જરૂર જ નથી; જે રીતે દુનિયા આગળ વધે તે રીતે તમે પણ આગળ વધો !” એવું કહેનારાઓને નાસ્તિક ન કહેવાય તો કેવા કહેવાય ? એકેએક વિવેકી આત્માએ કહેવું પડશે કે તેવાઓને નાસ્તિક તરીકે ઓળખાવ્યા વિના છૂટકો નથી ! દુનિયા તો આરંભ, સમારંભ, પાપ, પરિગ્રહ વગેરેમાં વધે છે. એ રીતે વધી વધીને તો આપણે અત્યાર સુધી રખડી મર્યા. જો એવી પ્રવૃત્તિ ન હોત તો આજે આ દશા ન હોત. દુનિયાનાં પ્રાણીઓ તો ખાવાપીવામાં, પહેરવા-ઓઢવા વિગેરેમાં આગળ વધે છે. આ જોવાનું કામ સમ્યગુદૃષ્ટિનું નથી. પાડોશીની સાહ્યબી જોઈ સમ્યગુદૃષ્ટિ ન જ મૂંઝામ. - દુનિયા શામાં આગળ વધી રહી છે? દુનિયા આજે શામાં શામાં આગળ વધી રહી છે?' - આ પ્રશ્ન આજના સુધારકો સામે ધરવા જેવો છે, કારણ કે-તે બિચારાઓ આજે “દુનિયા આગળ વધી રહી છે, દુનિયા આગળ વધી રહી છે' - આ જાપથી ઘેલા બની ગયા છે અને વાતવાતમાં એની એ જ કથની કરી રહ્યા છે. દુનિયાના વાદે ચડેલા તે બિચારા વાત વાતમાં એમ જ કહ્યા કરે છે કે “આ જમાનામાં અમુક વિના તો ચાલે જ નહિ.' શાસ્ત્ર કહે છે કે “પુણ્યોદય હોય તો જરૂરી વસ્તુઓ મળે એ વાત જુદી, પણ ચાલે નહિ એ માન્યતામાં મૂંઝાવાનું ન હોય.” * આજ તો ખાલી આવી માન્યતાએ જ ઘણા લોકોને અધમ બનાવ્યા છે. આવા બનવા માટે આમ કરવું જ જોઈએ-એવું ભૂત વળગવાથી આજે પાપ ભુલાઈ ગયું છે અને પાપની પ્રવૃત્તિ વધી રહી છે તેમજ વધતી જ જાય છે. કહે છે કે-“દુનિયા આગળ વધી રહી છે અને આપણે પાછળ કેમ ?' પણ એની સાથે આપણને શો સંબંધ ? તમારે જૈન તરીકે આગળ વધવું છે કે, દુનિયાના માનવી તરીકે આગળ વધવું છે ? જૈન તરીકે આગળ વધવાની વાત કરો ! દુનિયાના માનવી તરીકે આગળ વધવામાં તો પરિણામે જૈનત્વનો વિનાશ છે. જે આત્માને પ્રભુના માર્ગનું જ્ઞાન છે, એને પ્રભુમાર્ગ તરફ સદ્ભાવ ન હોય એ કેમ બને ? અને જો એ ન હોય તો ત્યાં આસ્તિકતા નથી પણ નાસ્તિકતા છે, એમાં જરાય સંશય નથી. અનંતજ્ઞાની મહાપુરુષો કહી ગયા કે – દુનિયાની આરંભ-સમારંભાદિક ક્રિયાઓ આત્માના પરલોકને બગાડનારી છે અને શ્રી જિનપૂજન આદિ ધર્મક્રિયાઓ પરલોકને સુધારનારી છે.” - છતાં Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૫ : માત્ર પ્રત્યક્ષવાદ ન ચાલે - 15 ૧૭૩ તેની સામે થઈ એમ કહેવામાં આવે કે - “આજે ધર્મક્રિયાઓની જરૂર નથી પણ દુન્યવી ક્રિયાઓની જરૂર છે ! આનું નામ નાસ્તિકતા નહિ તો બીજું શું? જ્યાં પાપક્રિયાઓની પુષ્ટિ માટે ધર્મક્રિયાઓનો વિરોધ અને તે ક્રિયાઓના નાશ માટે સતત પ્રયત્ન કરાય, ત્યાં નાસ્તિકતા સિવાય બીજું કલ્પી પણ શું શકાય ? આવી રીતની આત્મકલ્યાણનાશક પ્રવૃત્તિ કરનારાઓને નાસ્તિક તરીકે ઓળખાવાય એથી મૂંઝાનારાઓ, ખરેખર જ, કોઈ કુગુરુના જ શરણે પડેલા છે, એમ કહી શકાય અને એથી જ તેઓ પોતે માનેલા ગુરુની મહત્તા સાચવી રાખવા માટે, સત્ય વસ્તુને ઊંધા સ્વરૂપમાં ફેલાવવાનો ધંધો આદરી બેઠા છે; અન્યથા “બધાને જ નાસ્તિક કહેવામાં આવ્યા' એવી ખોટી વાતો બહાર જ કેમ આવે ? “શાસ્ત્રકાર મહર્ષિએ કરેલી વ્યાખ્યા જેને લાગુ પડે, તે નાસ્તિકની કોટિમાં ગણાય” એમાં આટલો ઘોંઘાટ શો ? અને એવો ઘોંઘાટ કરવાથી ફાયદો પણં શો થવાનો છે ? આવા ઘોંઘાટોથી કોઈ જ ફાયદો માનતા હોય, તો તેઓ અહીં સફળ જ નહિ થઈ શકે – એમ મારે સાફ સાફ જણાવી જ દેવું જોઈએ. શ્રી જિનેશ્વરદેવનો સાધુ જરૂર જગતના જીવોને આગળ વધારવા ઇચ્છે, પણ કઈ દિશામાં ?” એ આત્મકલ્યાણના અર્થીઓએ સમજવું જોઈએ તથા સમજાવનારે પણ અર્થીને સમજાવવું જ જોઈએ; અને એ સમજાવવા માટે હું ઉચિત પ્રયત્નો કરી રહ્યો છું અને હવે પછી પણ કરીશ જ. કેટલાક કહે છે કેઆસ્તિક નથી એમ ભલે કહેવાય, પણ નાસ્તિક છે એમ કેમ કહેવાય ?' મારે કહેવુ છે કે તેઓએ સમજવું જ જોઈએ કે ટીકાકાર મહર્ષિને પણ “નાસ્તિક માટે નાસ્તિક' શબ્દનો જ પ્રયોગ કરવો પડ્યો છે.” એટલે કલ્યાણના અર્થીએ પણ મિથ્યાત્વાદિ માટે તેમ બોલવું જ પડે. . જેઓને ધર્મક્રિયાહીન બનવું છે અને બીજાને પણ ધર્મક્રિયાહીન બનાવવા છે, તેઓ હવે કોઈ પણ રીતે આસ્તિકની કોટિમાં રહી શકે તેમ નથી. “સંયમ અને (સંસારનો) ત્યાગ, એ શ્રી જૈનશાસનનું મૂળ છે” એમ કહેવું નથી, અને પોતાને જૈનશાસનના અંગ તરીકે ઓળખાવવા છે' - એ કેમ ચાલી શકે ? દુનિયા જે માર્ગે આગળ વધે છે, તે માર્ગે આગળ વધવાનું આ શાસ્ત્રનું વિધાન નથી, છતાં તેઓને એવું વિધાન કરવું છે અને પોતાને પ્રભુશાસનને માનનારા કહેવરાવવા છે, એ કોઈ પણ રીતે નભે તેમ નથી. આ શાસન તો દુનિયાની ચાલ આરંભાદિની પ્રવૃત્તિને વિકૃતાવસ્થા માને છે, અને એને પરિણામે ભવિષ્યમાં દુર્ગતિનું સર્જન થાય એમ માને છે. જે લોકોને અવનતિની Page #195 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ કાર્યવાહીને ઉન્નતિની કાર્યવાહી તરીકે ઓળખાવવાનું ડહાપણ કરવું છે અને પાછા પોતે શ્રી જૈનશાસનમાં છે એમ મનાવવું છે, તેઓ માટે શ્રી જૈનશાસનમાં જરા પણ સ્થાન નથી. એદી કોણ અને ઉદ્યમી કોણ ? અત્યારની બધી કળાઓ અને વિજ્ઞાનીઓથી શોધાયેલી બધી શોધો, ભગવાન શ્રી મહાવી૨દેવની દૃષ્ટિ બહાર હતી, એવું તો તે જ કહી શકે, કે જેને ભગવાન શ્રી મહાવી૨દેવની સર્વજ્ઞતામાં શંકા હોય ! વર્ષોની મહેનત પછી જે જે વસ્તુઓનું સંશોધન થયું તે વસ્તુમાત્ર પ્રભુને તો હાથમાં રહેલા આમળાની માફક સાક્ષાત્ હતી; તે તારકની કૈવલ્યદૃષ્ટિથી એમાંનું કશું જ પરોક્ષ ન હતું; છતાં તે તારકે તે વસ્તુઓ પ્રત્યે વિશ્વને ન જોડ્યું, એમાં કાંઈ હેતુ તો હશે જ ને ? અને તે હેતુ એ જ કે-વિશ્વના જીવો, પાપપ્રવૃત્તિમાં મગ્ન થઈ સંસારસાગરમાં ડૂબી ન જાય. અરે, અત્યારે તો હવે એ શોધ કરનારા લોકોના જ પોકાર ઊઠી રહ્યા છે. કે - આજે જે સાધનો પેદા કર્યાં, તે જ સાધનો જીવનમાં બાધારૂપ થયાં. બધા લોકોને એક સેકન્ડમાં ખલાસ કરવા હોય, તો આજે કેટલી વાર ? એવી તમામ સામગ્રી આજે તૈયાર થઈ છે, પણ પાપની સામગ્રી વધારે મેળવવાથી પરિણામ શું આવે ? એવી સામગ્રી મેળવી આપવાનું કારણ શું ? ‘એક માનવીને મારવો કેવી રીતે ?’ એ માટે અનેક વિચાર કરવા પડે એ સ્થિતિ સારી કે સેંકડો માણસોને એક સેકંડમાં ખલાસ કરાય એવી સામગ્રી પૂરી પાડવી એ સારી ? ૧૭૪ 174 આ લોકો તો માને છે કે પૂર્વે આવું જ્ઞાન નહોતું. એમની આ માન્યતા જોઈને ભગવાનના શાસનથી સુપરિચિત આત્માઓ તો કહે છે કે, ‘આ કૂવાના દેડકાઓને કશું ભાન જ નથી, દુનિયાની બધીયે ચીજો ભગવાન શ્રી મહાવીરદેવને હસ્તામલકવત્ હતી; દુનિયાની એકેએક વસ્તુ, વસ્તુના એકેએક ધર્મ અને જીવોના એકેએક પરિણામ પણ પ્રભુને દૃષ્ટિ સમક્ષ હતા, છતાં અમુક અમુક ઉપાદેય તરીકે પ્રકાશમાં ન મૂક્યું, એનો હેતુ હશે કે નહિ ?' એ હેતુને તો આજના અર્થકામના ઉપાસકો યાદ જ નથી કરતા. વિજ્ઞાન વધવાથી આત્મા આગળ વધી રહ્યો છે, એમ માનો છો ? દિ’ ઊગ્યે જે નવાં કા૨ખાનાંઓ, નવા યંત્રો, નવા સાંચાઓ, નવી ધમાલો ઊભી થાય, તે ચડતીની નિશાની છે કે પડતીની ? કહેવું જ પડશે કે પડતીની. છતાં પણ આ લોકો તો કહે છે કે, જૈનશાસ્ત્રોનો અભ્યાસ કરતાં પહેલાં હવે સાધુઓએ વિજ્ઞાન શીખવું પડશે અને એને અનુસરીને સિદ્ધાંતની વાતો યોજવી પડશે. જો તેઓ આવું કરશે તો જ સિદ્ધાંતવેદીઓ કામ કરી શકશે.' વળી એમ પણ કહે છે કે‘આપણી Page #196 -------------------------------------------------------------------------- ________________ 175 - ૧૫ : માત્ર પ્રત્યક્ષવાદ ન ચાલે - 15 – ૧૭૫ વાત ત્યાં ગઈ એના પરથી એમણે આ બધો વિકાસ કર્યો અને આપણે તો એવા ને એવા રહ્યા, માટે આપણે એદી અને એ લોકો ઉદ્યમી.” આપણે એદી એ વાત તો મને પણ કબૂલ છે કારણ કે આવું ઉત્તમ શાસન પામીને તથા આવી અને આટલી બધી ઉત્તમ સામગ્રી મળવા છતાં સાધવા યોગ્ય ન સાધ્યું. પણ એમને ઉદ્યમી તો ન જ કહું. ભૂસકો મારે એને ઉદ્યમી કહેવાય ? રસ્તે કાળજીથી ચાલે એ ઉદ્યમી કે પડતું મૂકે એ? જો એવું કરનારને પણ ઉદ્યમી કહેવાય તો નાશ જ થાય. જે ક્રિયા આત્મઘાતક છે, એમાં આગળ વધવું એ શાસ્ત્રદૃષ્ટિએ પાછળ હઠવા જેવું છે. એક આત્મા બહુ આરંભી, બહુ સમારંભી, બહુપરિગ્રહી બને, પરિણામે પંચંદ્રિયનો ઘાતક બને અને પંચેંદ્રિયના શરીરથી પોતાના શરીરનો પોષક બને, એને “બહુ આગળ વધ્યો-બહુ આગળ વધ્યો” એમ સાધુ કહ્યું જાય અને બીજાઓ પણ એને એમ જ કહ્યું જાય, તો એ જાય ક્યાં ? એ એટલો પાછળ હઠે કે અનંત કાળ સુધી ફરીને આ સ્થાન ન પામે. આ કાળમાં ધર્મક્રિયાને ઢીલી ન પાડવી જોઈએ? પ્રમાદથી અનંતા ચૌદપૂર્વી નિગોદમાં ગયા અને ઉત્કૃષ્ટથી અનંતકાળ સંસારમાં ભટક્યા પછી જ પાછા આ સ્થિતિ પામવાના, એ પ્રમાદ કયો ? પ્રમાદના પાંચ પ્રકાર છે. મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથી તેમજ સ્મૃતિભ્રંશાદિ આઠ પ્રકારે પણ પ્રમાદ વર્ણવ્યો છે. જે પ્રમાદથી ચૌદપૂર્વી પણ નિગોદમાં જાય; એ પ્રમાદ વધે-એ પ્રમાદમાં પાવરધા થવાય, એમાં આત્માનો ઉદય કે અસ્ત ? એ પ્રમાદથી તો આત્મહિતનો નાશ જ નિર્માણ થયેલો છે. આથી જૈનશાસ્ત્ર વિહિત કરેલી પ્રમાદનો નાશ કરનારી ક્રિયાઓ પરલોકને સાધનારી છે, સુધારનારી છે. તે ક્રિયાઓને જેઓ જીવતી રાખવા ન માગતા હોય તેઓ નાસ્તિક છે, એમાં પ્રશ્ન જ શો ? પરલોકને સુધારનારી ક્રિયાઓને ઊડાવી, તેની જ જગ્યાએ જે ક્રિયાઓને શ્રી જિનેશ્વરદેવના આગમમાં પરલોકને બગાડનારી કહી છે, તે ક્રિયાઓનું જેઓ વિધાન કરે તેઓ નાસ્તિક નહિ તો બીજું શું ? જે માનવી ક્રિયા સાધી શકતો નથી, એ નાસ્તિક છે એમ १. मज्जं विसय कसाया निद्दा विगहा य पंचमी भणिया । ' 'પણ પંજ પમાડા, ગીવ પતિ સંસારે | - ધર્મરત્ન પ્રકરણ ગાથા-૧૧૦ ની ટીકા २. पमाओ य मुणिंदेहि, भणिओ अट्ठभेयओ । અના-૨, સંલગ-૨, વેવ, મિચ્છાના-રૂતદેવ અ ા૨૨૦૭T रागो-४ दोसो-५ मइब्भंसो-६, धम्ममि य अणायरो-७ । નોના સુદા-૮, ગદા વન્દ્રિયવ્ર રર૦૮ાા - પ્રવચન સારોદ્ધાર Page #197 -------------------------------------------------------------------------- ________________ 176 ૧૭૭ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ નથી કેમકે-એ ક્રિયાવાદી છે, ભલે તેનામાં કારક સમ્યક્ત્વ નથી. રોચક સમ્યક્ત્વમાં રુચિ છે અને કારક સમ્યક્ત્વમાં અમલ છે એ બેય સમ્યષ્ટિ છે : એ બેમાં એક પણ નાસ્તિક નથી. કારકમાં તો ક્રિયા છે જ, રોચકમાં ક્રિયાની રુચિ છે. જ્યાં સુધી પરલોકને સુધારનારી ક્રિયાની રુચિ છે, ત્યાં સુધી વાંધો નથી, પણ જેને પરલોકને સુધારનારી ક્રિયા ખટકે છે, તે તો નાસ્તિક જ છે. એમાં પણ આજે વીસમી સદીમાં, કે જે વખતે ધર્મક્રિયાઓ અત્યંત આવશ્યક છે, તે જેને ખટકે છે તે તો મહાનાસ્તિક છે. ચોથા આરામાં તો એનાં ડીંડીમ વાગતાં, એથી એ ન ભુલાય અને આજે તો એ ક્રિયાઓ ભૂંસાતી જાય છે, એ વખતે ‘એ ક્રિયાની જરૂર નથી’ એમ કહેવું એના જેવી ભયંકર નાસ્તિકતા બીજી કઈ છે ? વીસ હજારની વસ્તીમાંથી બસો-પાંચસો કે હજાર મનુષ્યો પૂજા કરે એટલે સેંકડે કેટલા ટકા? જેટલા ચાંલ્લા કરે છે, તે બધાને પૂજા કરનારા કેમ મનાય ? ચાંલ્લા તો પોતાને જૈન કહેવરાવવા તથા કપાળ શોભાવવા પણ કરે. પૂર્વના કાળમાં તો છ ખંડના માલિક પણ ત્રિકાળ પૂજા કરતા અને સામાન્ય સ્થિતિના લોકો પણ પૂજા કરતા એ નજરે દેખાતું. એટલે ‘પૂજાની જરૂ૨ નથી’ એમ કોઈ કહી દે, તો પણ એને કોઈ માને કે સાંભળે તેમ ન હતું; પણ આજ એમ કહે તો છોડી દેવા ઘણા જ તૈયાર છે, કારણ કે પાપના ઉદયે ઘણા જ આત્માઓ આજે ધર્મ તરફ અરુચિવાળા થયેલા છે અને તેમાં કોઈ આસ્તિકના લેબાશમાં રહીને કે કોઈ નામધારી સાધુ કહે, પછી તો પૂછવું જ શું ? આવા ભયંકર જમાનામાં ધર્મને બાજુએ મૂકી અગર ગૌણ કરી લક્ષ્મી આદિને વધા૨વાનું કોણ કહે ? જે મૂર્ખા હોય, જેની અક્કલ ઠેકાણે ન હોય અને જેને મોહનો નશો ચઢી ગયો હોય તે જ કહે - બીજો તો કોઈ જ ન કહે. ખરેખર જે સમયે શ્રીમંતને શ્રીમંતાઈની બરદાસ ક૨વામાંથી પૂજન આદિ કરવાની ફુરસદ નથી મળતી અને શ્રીમંતાઈ વગરનાને શ્રીમંત થવાના મનોરથોમાંથી ફુરસદ નથી મળતી, એવા જમાનામાં પૂજા વગેરે ક્રિયાઓ ઢીલી પાડનારા પરમ નાસ્તિકો છે. ‘ધર્મક્રિયાઓ વિના ચાલે, પૂજા વિના ચાલે’ એવું એવું કહેનારા જૈનશાસનના ભયંકર દ્રોહીઓ છે. જે કાળમાં ધર્મક્રિયાઓનો નાશ થતો હોય, તે કાળમાં એની વધુમાં વધુ કિંમત આંકવી જોઈએ, કે જેથી દુનિયાના કલ્યાણાર્થી આત્માઓ સંસારરૂપ અટવીમાં અટવાઈ ન જાય. કેવળ પ્રત્યક્ષવાદી કેવા કહેવાય ? આ જમાનામાં હ્રદયથી ક્રિયાઓનો સ્વીકાર ન કરવા છતાં પણ જેઓ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૫ : માત્ર પ્રત્યક્ષવાદ ન ચાલે - 15 ૧૭૭ આસ્તિકના સ્વાંગમાં રહ્યા છે. અને એ રીતે આસ્તિકરૂપે ઓળખાઈને જ જેઓ શ્રી જિંનેશ્વરદેવોએ વિહિત કરેલ તારક અનુષ્ઠાનોનો નિષેધ કરે છે અને તેનો લોપ થાય તેવા તનતોડ પ્રયાસો કરે છે, તેઓ નાસ્તિકો છે અને શ્રીસંઘરૂપ ચંદ્રને ગ્રસિત કરવા માટે રાહુ સમાન છે. પણ શ્રીસંઘરૂપ ચંદ્ર લોકથી અલિપ્ત હોવાના કારણે લોકોત્તર હોઈને, તે નાસ્તિકરૂપ રાહુઓથી ગ્રસિત થાય તેમ નથી. પણ જે સમયે તેવા નાસ્તિકો ગ્રસિત કરવાના પ્રયત્નો ધમધોકાર ચલાવતા હોય, તે સમયે શ્રીસંઘરૂપ ચંદ્રની હયાતીમાં જ જે પોતાનું કલ્યાણ માનતો હોય તે, કેટલાકો કહે છે તેવી ચુપકીદી કદી પકડી શકે નહિ. શ્રીસંઘરૂપ-ચંદ્રની હયાતીમાં જ પોતાનું શ્રેય સમજનારો તેવાઓ સામે પડકાર કર્યા વિના રહે જ નહિ. 177 ધર્મક્રિયાઓના નાશૂ સમયે કે તેના તંરફ વધતી જતી બેદરકારીના સમયે કઈ રીતે મૌન રહી શકાય ? આટલી મોટી વસ્તીમાં પૌષધ કેટલા કરે છે ? પ્રતિક્રમણ કેટલા કરે છે ? પૂજા કેટલા કરે છે ? આવા વખતે કોઈ કહે ‘પૌષધમાં શું પડ્યું છે ?’ આવાને કહી દેવું જોઈએ કે - ‘ભાઈ ! તારી પાસે શું પડ્યું છે ?’ આવાને બીજું કહેવું પણ શું ? આ તો વાતવાતમાં ‘હશે હવે’ – એમ કહીને વાત ટાળવા મંથે છે, પરંતુ આવા વખતે એ ન ચાલે. - • આજનાઓ કહે છે કે ‘અત્યારે આ ધર્મક્રિયાઓની જરૂરત નથી; બસ ! આગળ વધો ! પહેલાં પૈસો મેળવો, પહેલાં અમુક ગામમાં આટલા કરોડપતિ હતા, આટલી ઋદ્ધિસિદ્ધિ હતી, આજે નથી માટે પહેલાં કરોડપતિ બનો !' પણ કરોડપતિ બનતાં શું થશે એની તે ભાનભૂલાઓને ખબર છે ? પહેલાંના કાળમાં પણ મોટી ઋદ્ધિ-સિદ્ધિવાળા તો થોડા જ હતા, તે પણ કમઅક્કલો વિચારી શકે છે ? નહિ જ. • ખરેખર આસ્તિકના હાથમાં કમળ નથી ઊગતું અને નાસ્તિકના માથે શિંગડાં નથી ઊંગતાં, એની પરીક્ષાની રીત તો ટીકાકાર મહર્ષિએ સ્પષ્ટ બતાવી દીધી છે કે - જેઓ હાર્દિક આદરપૂર્વક પરલોકની ક્રિયાને પ્રધાનપદ નથી આપતા અને જેઓ પરલોકની ક્રિયાને કિંમત વિનાની મનાવી, તે ક્રિયાઓની સામે આરંભાદિક દુન્યવી ક્રિયાઓને પ્રધાનપદ આપે છે તે બધા નાસ્તિક છે. જ્યાં કેવળ પરલોકની ક્રિયા સુધારવાનું વિધાન છે અને પરલોકની ક્રિયામાં આ લોકનું પણ હિત મનાયું છે, ત્યાં જે પરલોકની ક્રિયાને ઉખેડી નાંખવાની જ મહેનત કરે અને આ લોકની આરંભાદિક ક્રિયાઓને જ વધારે, તે આસ્તિક કઈ રીતે કહેવાય ? ખરેખર તો તે નાસ્તિક જ છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ કહે છે કે ‘જેમ જગદીશચંદ્ર બોઝે વનસ્પતિમાં જીવત્વ સાબિત કર્યું, તેમ અખતરાથી દરેક વાત સાબિત કરો !' હું કહું છું કે ‘આ શાસનમાં એવા અખતરાઓની તો મના છે, કારણ કે-શાસનની જે માટે સ્થાપના થઈ છે, તે હેતુનું જ તેમાં ખૂન થાય છે. દરેક હેતુગમ્ય વાત પ્રમાણથી, યુક્તિથી, સિદ્ધાંતથી સમજાવીએ, છતાં ન સમજે તો કહીએ કે - ‘અનંતજ્ઞાનીઓનું આ કથન છે.’ તે છતાંય જો ન માને તો કહેવું જ પડે કે -‘તારું જેવું ભાગ્ય,’ ન ૧૭૮ 178 શ્રી જિનેશ્વરદેવોએ જીવોનું સ્વરૂપ અહિંસા પાળવા બતાવ્યું છે, પણ એની કતલ કરવા નથી બતાવ્યું. એક વાત સિદ્ધ કરવામાં હજારોની કતલ તો મૂર્ખાઓ જ કરે. જીવ છે કે નહિ, એને માટે પરદેશી રાજાએ એક મનુષ્યને પટારમાં પૂરી ગૂંગળાવીને મારી નાખ્યો હતો અને તે માણસના શરીરના ટુકડા કરીને જીવ છે કે નહિ ? એની તપાસ કરી હતી. આ બધી ક્રિયા આસ્તિકની કે નાસ્તિકની ? કહેવું જ પડે કે આસ્તિકની નહિ પણ નાસ્તિકની જ. વનસ્પતિમાં જીવ છે કે નહિ ? એ જાણવા માટે એને કાપવી, છૂંદવી, એ બ ધમાલ હોય ? શાસ્ત્રમાં એને અડવાની પણ મના છે; મહાવ્રતધારીથી તો અડાય પણ નહિ અને અણુવ્રતધારી પણ કંપતે હૈયે અડે, કામ જેટલું જ અડે અને ભવિષ્યમાં ક્યારેય અડવું ન પડે એમ ઇચ્છે. એના અખતરા ન હોય. શાસ્ત્ર કહેલી વાત સમજવા, સમજાવવા, યુક્તિ-પ્રમાણ માગવાની અને આપવાની છૂટ છે, પણ હિંસક અખતરાની છૂટ નથી. કેવળજ્ઞાનીની કહેલી વાત, કેવળ હિંસક અખતરાથી જ માનનારને આ શાસન મનાવવા નથી માગતું. નારકી વગેરે અહીં પ્રત્યક્ષ બતાવો એમ કહે, તો ક્યાંથી બતાવાય ? જે અખતરા જ માગે તેને સમજાવાય નહિ. શાસ્ત્ર એવાને સમજાવવાની ના પાડી. પોતાને કેવળજ્ઞાન નથી તો કેવળજ્ઞાનને પામેલા શ્રી જિનેશ્વ૨દેવોએ કહેલી વાત ૫૨ નિર્ભર રહેવું જ જોઈએ. કેવળજ્ઞાન-સંપૂર્ણ જ્ઞાન વિના બધું પ્રત્યક્ષ કરવા માંગે, એ જ પરમ નાસ્તિકતા છે. વ્યવહારમાં પણ એકેએક વાતને જો તે પ્રત્યક્ષ હોય તો જ માને, તો ઘરબાર પણ ન ચાલે, ટપાલ, તાર, કાગળ એ બધું પ્રત્યક્ષ છે ? દીકરો વિલાયતમાં મરી જાય, તાર આવે કે મરી ગયો, તો માને કે નહિ ? હા, તો શું એ પ્રત્યક્ષ છે ? નહિ, છતાં પણ ત્યાં તો કહે કે - ‘સંબંધીએ તાર કર્યો,’ પણ તા૨માં સંબંધી પણ ક્યાં પ્રત્યક્ષ છે ? એ તો પટાવાળો આપી ગયો છે. તોયે કહે કે ‘સંબંધીનું નામ છે.’ હૂંડી અને ચેકથી નાણાં અપાય છે ને ? ત્યાં પ્રત્યક્ષની વાત નહિ અને અહીં બધું જ પ્રત્યક્ષ જોઈએ એમ ? એવા આગ્રહીઓને શાસ્ત્ર ૫૨મ નાસ્તિક કહે છે અને ભવભીરુ આત્માઓએ તેવાથી દૂર જ રહેવા જેવું છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ 179 ૧૫ : માત્ર પ્રત્યક્ષવાદ ન ચાલે - 15 ૧૭૯ ધર્મક્રિયાને ગૌણપણે માને છે તેનું કારણ : અહીં જે કહેવાય છે તે જેનામાં હોય તેને લાગુ પડે, મારામાં હોય તો મને પણ લાગુ પડે, ઇરાદાપૂર્વક કોઈને કહેવાની ભાવના જ નથી. મારી તો એ ઇચ્છા છે કે જગતમાં કોઈ નાસ્તિક ન હોય અને બધાને આસ્તિકનો ચાંદ અપાય તો સારું, પણ વર્ણન કરતાં જ્યાં એવું હોય ત્યાં લાગુ પડે એમાં ઉપાય નથી. અંગ પર ચીકાશ હોય અને ધૂળ લાગે એમાં દોષ કોનો ? પડનારને કાદવ લાગે એમાં વાંક કોનો ? ખામીવાળામાં ખામી હોય એમાં વર્ણન કરનારની ખામી ન મનાય. કેટલાક કહે છે કે ‘વાત તો બધી સાચી પણ રોજ કહીને કામ શું ?' હું કહું છું કે તો પછી પાટે બેસવાનું કાંઈ પ્રયોજન રહેતું નથી. સાચાને સાચું અને ખોટાને ખોટું, કરણીયને કરણીય અને અકરણીયને અકરણીય જો કહેવું જ હોય તો, પાટે શા માટે બેસવું જોઈએ ? એમાંયે અમે તો શાસ્ત્રને આધીન. આ આગમમાં પંક્તિઓ આવે, તે છુપાવાય શી રીતે ? અહીં પાટે બેસીને આ આગમના અક્ષર છુપાવનાર તો ભયંકર ચોર કહેવાય. હાથમાં નીસૂત્ર હોય, તેમાં જે વાત આવે, ટીકાકાર મહર્ષિ જે વાતનો ભાવ સ્પષ્ટ કરતા હોય, ત્યાં તે વાતને ગળી જવાય શી રીતે ? ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા તો કહે છે કે ૧“ધર્મગ્રંથને ઓળવનાર પરમપદનો પ્રગટ ચોર છે અને તેઓથી મોક્ષમાર્ગનું વહન ન થઈ શકે.” આ બધી વાતો ઉપરથી સ્પષ્ટ થઈ ગયું પરલોકને સુધારનારી ક્રિયાઓને ‘હૃદયપૂર્વક ન સ્વીકારવાથી તેના સ્થાને આ લોકની આરંભાદિ ક્રિયાઓને પ્રધાનપદ આપવું એ જ નાસ્તિકતા !' કેટલાક કહે છે કે - એ લોકો ગૌણપણે પણ ક્રિયા રાખે તો છે ને ! પણ ન રાખે તો તેઓનો ધડો પણ કોણ કરે ?’ જરૂર જ નથી’- એમ કહી દે તો જૈનનો નાનો બાળક પણ તેનું માને કે સાંભળે નહિ, એટલે એ ક્રિયાને ગૌણપણે પણ રાખવી તો પડે છે, પણ દુનિયાની ક્રિયાઓને પ્રધાનપદ આપે છે. પરિણામે જેમ જેમ દુનિયાની ક્રિયાઓ વધે, તેમ તેમ આ ક્રિયાઓ ઘસાતી જાય. આ વિશ્વમાં લક્ષ્મી જ એક સાર છે, એને મેળવવી જ જોઈએ, એમાં જ આત્માનો ઉદય છે, એને પેદા કરવામાં ગમે તેમ કરવું પડે તોયે હ૨કત નહિ ’ આવું માનનારો દાતાર બને એમ માનો છો ? ‘શરીરથી જ બધું છે, માટે પહેલું શરીર' ૧. અર્થની દેશના જે દીએ, ઓળવે ધર્મના ગ્રંથ રે; પરમપદનો પ્રગટ ચોર તે, તેહથી કિમ વહે પંથ રે. ૬ ઢાળ-૧ - સીમંધર જિન વિજ્ઞપ્તિ રૂપ-૧૨૫, ગાથાનું સ્તવન Page #201 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ એમ માનનારો સદાચારમાં ટકે ખરો ?‘ઇચ્છા થાય તો ગમે ત્યારે ખાવામાં હરકત નથી’ એમ માન્યું એ તપ કરે ? આ ત્રણ ગયા પછી ભાવના ૨હે ક્યાં ? ઇચ્છા મુજબ વર્તવાની છૂટ ન અપાય ! કેટલાક કહે છે કે - ‘ગૃહસ્થોને બધી જરૂર છે, ત્યાં ત્યાગની વાત શી રીતે થાય ? ચિત્તમાં વિષય અને વાત વૈરાગ્યની ? હૈયામાં બીજું અને બહાર બીજું એ દંભ નથી ?' વારુ ! એમ કોણ કહે કે-હૈયામાં બીજું રાખો અને બહાર બીજું રાખો ? એમ કરનારા દંભી જ છે, એમાં ના પણ કોણ કહે છે ? પણ જેનું ચિત્ત વિષયમાં હોય એની આગળ વૈરાગ્યની વાત કેમ ન થાય ? જરૂરિયાતમાં પડેલાને ત્યાગનો ઉપદેશ કેમ ન દેવાય ? જેને ગૃહસ્થપણું ગમતું હોય એને એ ત્યાજ્ય છે, એમ. શું ન કહેવાય ? કહેવું જ પડશે કે - જરૂ૨ કહેવાય. ન ૧૮૦ 180 વળી વિચારો કે હૈયામાં હોય તેમ વર્તવાની છૂટ અપાય તો પરિણામ શું આવે ? આજના તો ત્યાં સુધી કહે છે કે “ઇચ્છા આવે ત્યાં પરાધીનતા રાખવી નહિ. આચાર્યને, ધર્મગુરુને, શાસ્ત્રને, એ કોઈને પણ માનવા જ નહિ, કેમ કે પરાધીનતાથી આત્મતત્ત્વ દબાઈ જાય છે, માટે સૌએ પોતપોતાની ઇચ્છા મુજબ વર્તવું ! આ છૂટ અપાય તો ઉદય થાય, એ વાત ખરી છે ? તમે માનો છો ? અનાર્ય દેશમાં પણ આવી છૂટ નથી. એ પણ સમજે છે કે - ‘એવી છૂટ અપાય તો ગૃહસ્થનાં ઘર ન ચાલે, વેપાર ન ચાલે, પેઢી ન ચાલે, રાજાનાં રાજ્ય ન ચાલે, તો ધર્મની વાત જ શી કરવી ?’ દેશ-કાળને અનુસરે પરિવર્તન થાય છે એ વાત ખરી, પણ તેનું રહસ્ય સમજો. બાવીસ તીર્થંકરદેવના સાધુઓ પ્રાજ્ઞ અને ઋજુ હતા, એટલે બુદ્ધિશાળી અને સ૨ળ, માટે એમને ઘણી છૂટ-બધી વાતમાં છૂટ ! પ્રતિક્રમણ પણ અતિચાર લાગે તો જ કરે, ન લાગે તો ન કરે. પણ શ્રી મહાવીરપ્રભુના શાસનમાં તો અવશ્ય કરવાનું જ. અતિચાર લાગે કે ન લાગે તો પણ કરવાનું જ. કારણ ? લાયકાત ઘટી. ત્યારે ભગવાન શ્રી મહાવીરદેવના સમયથી પ્રારંભીને અત્યાર સુધીમાં આ વીસમી સદીમાં લાયકાત વધી કે ઘટી ? ઘટી હોય તો બંધન મૂકો. અયોગ્ય કાર્યવાહી માટે કાયદા કરો તો અમે સંમત છીએ જ. આ વખતે હોટલો આદિ બહુ વધ્યું છે, માટે ભણ્યાભક્ષ્યનો વિવેક ભુલાય છે, એટલે કાયદો કરે કે • જે જ્યાં ત્યાં ખાય તેનો દંડ' તો એ વાત અમને પણ મંજૂર છે. પણ એવી દલીલ કરે કે ‘ઠામ ઠામ હોટલો વધી છે, ત્યાં ગયા વિના ન ચાલે. માટે છૂટ આપવાનો કાયદો કરો' તો વિરોધ કરવો જ પડે. વિષયની સામગ્રી વધે ત્યારે વિષય-કષાયમાં વહેતા મૂકવા જોઈએ કે અંકુશમાં મૂકવા જોઈએ ? અક્રિયા Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૫ : માત્ર પ્રત્યક્ષવાદ ન ચાલે - 15 વાદીઓ, એટલે પરલોકને સુધારવાની ક્રિયાની જરૂ૨ નથી એમ કહેનારાઓ. શ્રી જિનેશ્વરદેવના પ્રવચનરૂપી ચંદ્રમાને ગળવામાં તત્પર હોવાથી રાહમુખા, કાળમુખા છે. તેઓથી ન ઘેરાય એવો શ્રીસંઘ તે ચંદ્રરૂપ છે. આગમનો સાર શું ? ટીકાકાર મહર્ષિ કહે છે કે, શ્રી જિનાગમ રૂપી ચંદ્રને ગળી જવા માટે પ્રયત્ન કરનારા એ રાહુસમા છે, પણ એનાથી શ્રીસંઘરૂપ ચંદ્ર ગ્રસાતો નથી. શ્રી જિનેશ્વરદેવનું પ્રવચન શું ? આગમનો સાર એ કે આશ્રવનો ત્યાગ કરવો અને સંવરનો સ્વીકાર કરવો. આશ્રવ હેય છે અને સંવર ઉપાદેય છે. આશ્રવ સંસારને વધારે છે માટે હેય છે અને સંવર સંસારનો નાશ કરે છે માટે ઉપાદેય છે.' 181 ૧૮૧ અમારે તમને સંસારને વધારનારી ચીજ આપવી કે સંસારનો નાશ કરનારી ? શ્રી જિનપૂજાથી સંસારનો નાશ થાય કે બજારમાં ફરવાથી ? તપથી સંસારનો નાશ થાય કે પાટલે બેસીને પગ ઉપર પગ ચડાવી ફાવે તે વસ્તુ ખાવાથી ? પ્રાણીમાત્રની રક્ષાથી સંસારનો નાશ થાય કે જૂઠું બોલવાના ત્યાગથી ? પારકી ચીજ ન લેવાથી સંસારનો નાશ થાય કે, પારકી ચીજ પડાવી લેવાથી ? શ્રી જિનેશ્વરદેવનું આગમ સંસાર છોડાવનાર છે, એમાં શંકા છે ? નહિ જ. તો સંસાર છોડાવનારનો વિરોધ કરે એ કેવા ? સંવર સંસારનો નાશ કરે છે, તો સંવરના આરાધકો, કે જેઓ સંસાર છોડવાનું કહે અને ત્યાગની દુંદુભિ વગાડે, તેઓને જેઓ નવરા કહે, સમયના અજાણ કહે અને જમાનાને નહિ ઓળખનાર કહે, તેઓ કેવા ? એક સાધુ પાટ ઉપર બેસીને કહે કે - ‘સંસાર અસાર છે, લક્ષ્મી અનિત્ય છે, જીવન ક્ષણિક છે, આશ્રવ હેય છે અને સંવર ઉપાદેય છે.’ આમાં જમાનો શો જાણવાનો ? આ સાંભળીને કોઈ પુણ્યાત્મા ત્યાગી બનવા માગે, ચારિત્ર લેવા માગે અને ચારિત્ર આપી તેને સંયમી બનાવી દેવાય, એમાં જમાનો શો જાણવાનો ? હજારો ગ્રાહકો આવે, એથી કાંઈ વેપા૨ી મૂંઝાઈ જઈને પૈસા લેવાનું ભૂલે ? નહિ, તેમ ઘણા સંસારી આત્માઓને જોઈને સંયમી પોતાનું સંયમ ભૂલે ૧. સરખાવો આવ: સર્વથા દેવઃ, પાયખ્ત સંવરઃ પ્ आश्रवो भवहेतुः स्यात्, संवरो मोक्षकारणम् । તૃતીયમાર્તતી મુષ્ટિ-ન્યવસ્થાઃ પ્રપ~નમ્ ।। ૬ ।। શ્રી વીતરાગસ્તોત્ર પ્રકાશ-૧૯ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ નહિ અને જો ભૂલે તો તે ભૂલનાર અજાણ ખરો કે નહિ ? વળી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ જોવાના ખરા, પણ તે એક જ કારણે; અને તે કારણે એ જ કે સંયમનો પ્રચાર સારી રીતે થાય. એમ કહેવાય છે કે ઘીની ધાર કરનારે બરાબર થાળીની મધ્યમાં કરવી, જોઈને કરવી, કે જેથી ભોંય પર ન પડે, ભોજનમાં પડે. એટલે કે એ કથન કંઈ ઘીના સંકોચ માટે નથી. પણ ભોંય પર ન પડે તે માટે છે. એ જ રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને જોવાનું વિધાન પણ વસ્તુના નાશ માટે નથી, પણ રક્ષણ માટે છે. પરલોકને સુધારનારી ધર્મક્રિયા કઠિન તો છે, પણ એથી આ જમાનામાં એની જરૂર નથી એવી છાપ જો સાધુઓ જ મારે તો પછી એ ક્રિયાઓ કરે કોણ ? એક સાધુ ધર્મક્રિયા કરવાનો ઉપદેશ આપે તે છતાં કોઈ ન કરે તો તે પાપના ભાગીદાર સાધુ નથી થતા, પણ - “ધર્મક્રિયા ન કરે તો ચાલે' એવો ઉપદેશ જો કોઈ સાધુ આપે અને છતાં પણ લોકો ધર્મક્રિયા કરતા જ રહે તો પણ, તે સાધુ તો પાપનો ભાગીદાર થાય જ. સાધુઓની ફરજ અનેક આત્માઓને સંવર તેમજ બોધિબીજની પ્રાપ્તિ કરાવનારી ક્રિયાઓ ન કરવા દેવાની પ્રતિજ્ઞા કરનારાઓને “સમયના જાણ” તરીકે ઓળખાવવા-વાળાઓ અજ્ઞાનતાની અને ઉન્માર્ગગામિતાની પુષ્ટિ કરનારા છે ! કેવળ માનપાનની લાલસા ખાતર અજ્ઞાનતાથી શાસ્ત્રવિહિત ક્રિયાઓ નહિ કરવા દેવાની પ્રતિજ્ઞા કરનારા, સ્વ અને પરના આત્માને આ સંસારસાગરમાં ડુબાવી દેનારા જ છે, માટે કલ્યાણના અર્થીઓએ એવા અજ્ઞાન આત્માઓથી બચવું જ જોઈએ. સાધુઓનું કામ તો જનતાને આશ્રવથી છોડાવી સંવરની ક્રિયામાં જોડવાનું છે, પણ સંવરની ક્રિયામાંથી છોડાવી આશ્રવની ક્રિયામાં જોડવાનું નથી. ભયંકર કાળમાં પણ અભક્ષ્ય ખાવાનું સાધુઓ ન કહે. આજે વીસમી સદીમાં એક ટકો પણ ભાગ્યે જ સાચું બોલનાર હોય, બાકી ઘણાઓ જૂઠું બોલે છે, માટે “જૂઠું બોલવામાં અધર્મ નથી' એમ સાધુથી ન કહેવાય. બહુમતીએ ચાલવું, પણ કોની? આજનાઓ કહે છે કે, બહુમતીએ કામ કરવું જોઈએ; અને મને પણ એક જણ આવી સલાહ આપે છે... પણ હું કહું છું કે બહુમતીએ કરવું હોય તો પ્રથમ સમ્યક્ત્વાદિનો પરિત્યાગ કરવો પડશે, કારણ કે જગતમાં ઉત્તમ વસ્તુઓને પામેલા આત્માઓ ઘણા જ ઓછા છે. જે દિવસે શ્રી જૈનશાસનમાં ગાંડાઓની બહુમતી આવશે, તે દિવસે જૈનત્વનું લિલામ થશે. અહીં ગાંડાઓની બહુમતી ન જ ચાલે. માટે તો ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ કહ્યું કે, એક Page #204 -------------------------------------------------------------------------- ________________ 183 - ૧૫ : માત્ર પ્રત્યક્ષવાદ ન ચાલે - 15 - – ૧૮૩ સાધુ એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા પણ જો આજ્ઞામાં હોય તો તે સંઘ અને આજ્ઞા બહારના ઘણા હોય તો પણ તે “દ્ધિસમુદો' જ.” એનો હેતુ એ જ કે – “એવો વખત આવે કે જ્યારે મોટો ભાગ પાપાત્માબને અને સત્યપક્ષી કોઈ ન ટકે, ત્યારે એકલાએ પણ મક્કમ રહેવું પણ ખોટાઓના પક્ષમાં ન જવું.' મરતાં સુધી દુંદુભિ તો સત્યનો જ બજાવવો જોઈએ. ગાંડાનું ટોળું આજે મોટું છે. એ ટોળા ઉપરથી એમનાં માબાપનો પણ અંકુશ ઊઠી ગયો છે. માબાપને પણ એ માનતા નથી. દેવને તો આવા જ મૂક્યા છે. ભગવાન શ્રી મહાવીરદેવ નિર્વાણ પામ્યા છે એટલે અત્યારે તો છે નહિ” – એમ કહ્યું એટલે પત્યું; સાધુઓને તો અઢી ચોપડી કે સાડાત્રણ ચોપડી ભણેલા ગણાવે છે વળી કોઈ સાધુને જ્ઞાનનું અજીર્ણ થયાનું કહે છે; અને આગમ ઉપર તો દરેક કાળની છાપ પડ્યાનું કહે છે ! બસ, શુદ્ધ એકલા પોતે. દેવ, ગુરુ, ધર્મ અને આગમને તો “આઘા મૂક્યા, પણ માબાપને કહે છે કે - “તમે તો જૂને ચીલે ચાલનારા છો માટે ગરબડ ન કરો.” આ રીતે તેઓ દેવ, ગુરુ, આગમ તથા માબાપ વગરેને માનતા નથી. સ્ત્રીસ્વાતંત્ર્યની વાતો કરનારા પોતાની માતાની જ અવગણના કરે “ચૂપ રહે ડોકરી' એમ કહીને ઊભા રહે છે. દરેકને સરખો હક્ક માનનાર પોતાના બાપની વાતોને હસે છે અને ઠોકર મારે છે. દરેકના વિચારસ્વાતંત્ર્યમાં પોતે માનનારા છે, એવો દંભ સેવનારા એ લોકો ખુદ સાધુઓને પણ બોલવાની ના કહે છે. આમનાં વચન એક કે બે ? આ બધી વાતો મારે કારણસર જણાવવી પડે છે. એ કાયદો છે કે – સમજાવવા બેસવું હોય ત્યારે પ્રસંગ આવ્યે બધું કહેવું. એ પ્રસંગને બધી દિશાથી બરાબર ચર્ચવો અને એ સમજાવેલો પ્રસંગ સાંભળનારના હૈયામાંથી નીકળી ન જાય એટલી કાળજીથી સમજાવવો. શાસ્ત્રકાર એક વાત લખે, ટીકાકાર મહર્ષિ એ વાત સમજાવે, મારા જેવો વાંચીને સમજાવે અને સાંભળનાર સાંભળે, એમાં બીજાને શા માટે ગુસ્સો આવે ? શાહુકારનું વર્ણન ચાલે ત્યાં ચોર ઊંચો-નીચો થાય, એમાં કોઈ શું કરે ? જેઓ પરલોકને શુદ્ધ કરનારી ક્રિયા કરતા નથી, એ ક્રિયાઓ ઉપર જેઓને રાગ નથી અને ઊલટો એનો જેઓ નાશ કરવા મથે છે, એ બધા નાસ્તિકો છે. એ નાસ્તિકો શ્રી જિનેશ્વરદેવના આગમરૂપ ચંદ્રને ગળી જવા માટે રાહુમુખા છે. પણ એવાઓને આ શ્રી સંઘરૂપ ચંદ્ર દૂર ને દૂર રાખી શકે તેવો બળવાન છે. સંઘરૂપ ચંદ્રમા એવા રાહુઓને શરણે કદી જ ન થાય, રાહુઓની મોટી સંખ્યા + eો સાદૂ / , સાદૂનો સાવઝો વ સ વા માગુત્તો સંયો, સેસો પુન સિંથાગો ૨૮૮ | - શ્રી સંબોધપ્રકરણ, સુગુરુઅધિકાર Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪. સંઘ સ્વરૂ૫ દર્શન ભાગ-૧ - 184 જોઈને જેઓ તેના શરણે થાય, તેઓ આપોઆપ જ શ્રીસંઘમાંથી અલગ જેવા થઈ જાય છે એ વાત નિશ્ચિત છે. રાહુ ચંદ્રને ગ્રસે છે એ લૌકિક વાત છે અને આ લોકોત્તર વાત છે. લૌકિક અને લોકોત્તર વાતનો મેળ ન મળે.લોકોત્તર તે, કે જે બધા ડગે પણ એ નડગે. ગમે તેવી આપત્તિમાં કે સાહ્યબીમાં પણ સમ્યગુદૃષ્ટિ પોતાના યોગ્ય સ્થાન ઉપર જ રહે; લાખ આવે તોયે પૂજા-સામાયિકાદિ ન ચૂકે. સમ્યગુદૃષ્ટિ તો જે પોતાની પાસે હોય એને તજવા માગે અને ન હોય તે મેળવવા માટે ધાંધલ પણ ન કરે. અધર્મી તો લાખ હોય ત્યાં સુધી લાલ અને પછી કાળા. ધર્મી તો સદાય લાલ જ. શ્રીસંઘરૂ૫ ચંદ્રની કળા એવી જબરી છે કે –અક્રિયાવાદી નાસ્તિકો એને સ્પર્શી પણ ન શકે. શ્રાવકનાં મન, વચન, કાયા કેવાં હોય? કૃષ્ણપક્ષી જીવોની બુમરાણથી શુક્લપક્ષી આત્માઓએ જરા પણ મૂંઝાવું નહિ. એમને સમજાવાય તો સમજાવો, નહિ તો નાચે તેમ નાચવા ઘો; એમનું ભાગ્ય એમની પાસે. ખોટાઓ સાચાને ઘેરવાના પ્રયત્ન કરે એમાં નવાઈ નથી. સાચા ખોટાને આવા કરવા પ્રયત્ન કરે એમાં વાંધો નથી. શ્રીસંઘરૂપ ચંદ્રને તપ અને સંયમરૂપ લાંછન છે. એની છાયા ન પડે એ ન બને; ચિહ્ન તો દેખાય જ. એ ચંદ્રમા એવો બળવાન છે કે – એની ફરતા ગમે તેટલા રાહુ ફરે, તોયે એ એના પેચમાં ન આવે કેમ કે એની શુદ્ધ સમ્યકત્વરૂપ કાન્તિ એવી જબરી છે કે એને એ દાબી શકે નહિ. જ્યારે એ રાહુઓ કાંતિ દબાવી શકે એવો સમય આવશે, તે પહેલાં તો પ્રભુનું શાસન નાશ પામશે. પણ પ્રભુનું શાસન નાશ પામવાને હજી હજારો વર્ષોની વાર છે; બીજી વાત એ છે કે એટલી વાર છે એમ માનીને આપણે બેદરકાર બનવાનું નથી, પણ એ શાસનને સાચવવા માટે સર્વસ્વનો ભોગ આપવાની આપણી ફરજ છે. આપણાં મન, વચન અને કાયા એ શાસનના જ શરણે હોય. મનથી વિચાર કેવા થાય ? શાસનના જ, બીજા નહિ, કદાચ બીજા કરવા પડતા હોય તો તે શાસનથી પ્રતિકૂળ તો નહિ જ. વાત પણ શાસનની જ થાય; કદાચ દુનિયાદારીની વાતો કરવી પડે, તો પણ તે પ્રભુશાસનને વાંધો ન આવે તેવી હોય. કાયા પણ શાસનને માટે વપરાય; કદાચ દુનિયાદારીમાં વાપરવી પડે તો એવી રીતે વપરાવી જોઈએ કે જેથી શાસનને બાધ ન આવે. આનું નામ શ્રાવકપણું. દીક્ષા કે ધર્મક્રિયાની વાત કોને જણાવાય? દીક્ષાની વાત સંઘને ન જણાવવાનો કે સંઘને ન પૂછવાનો આગ્રહ હોય જ Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૫ : માત્ર પ્રત્યક્ષવાદ ન ચાલે - 15. નહિ, પણ શરત એટલી કે એ વાત શ્રી સંઘને જણાવાય ! શ્રીસંઘ તે છે કે, જે કલ્યાણના માર્ગમાં કાંટા ન વેરે પણ કાંટાને દૂર કરે. કોઈને દીક્ષા દેવાની કે કોઈને તપ નિયમ દેવાની વાત, અમારાથી બધાને ન કહેવાય, બધાને કહેવાય તો તો જુલમ કરે; એ તો ગંભીરતા દેખાય ત્યાં જ કહેવાય. સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધનાની વાત એ સાધુઓની ખાનગી વાત છે, કારણ કે આરાધકોની પાછળ જે લૂંટારા ઘણા પડ્યા છે માટે એ ખાનગી રાખવી પડે. શાસ્ત્રની આજ્ઞાથી વિરુદ્ધ વર્તનારાઓ કહે છે કે - “દીક્ષા આપતાં પહેલાં અમને પૂછો. પણ પુછાય કોને ? જેઓ એમ કહેતા આવે કે મહારાજ ! અમારે પોતાને સંયમી થવાની ભાવના છે પણ થવાતું નથી એ પામરતા છે; અમારો પરિવાર પણ ક્યારે નીકળે એ અમારી ભાવના છે; અમે આપને વિનવીએ છીએ કે કોઈ પુણ્યવાન આપની પાસે સંયમ લેવા આવે તો કૃપા કરીને અમને આઠ-દસ દિવસ પહેલાં જણાવો, કે જેથી અમે તે પુણ્યશાળીની સેવા કરી શકીએ અને તે પુણ્યશાળીનો મહોત્સવ કરીએ, કે જેથી સેંકડો જીવોને સંયમનો રાગ થાય.” આટલા માટે જાણવા માગે તેને જરૂર જણાવીએ, પણ આ તો કહે છે કે - “અમને જણાવો એટલે અમે તેની પાછળ પડીએ. આવાઓને સાધુઓ તેવી વાત કેમ જણાવી શકે? જ્યાં સંઘ છે ત્યાં તો વાજતે ગાજતે દીક્ષાઓ અપાય જ છે. બાકી ધર્મક્રિયા વિરુદ્ધ ઠરાવ કરનારમાં તો સંઘત્વ-જૈનત્વ ન જ હોય, એમ કહ્યા સિવાય ચાલે જ નહિ. એવાઓના શરણે જનારાઓ પણ જૈનત્વ ગુમાવી બેસે એમાં લેશમાત્ર પણ શંકા નથી. સાચો સંયમી 'હજારો ગ્રાહકો આવે એથી કાંઈ વેપારી મૂંઝાઈ જઈને પૈસા લેવાનું ભૂલતો નથી, તેમ ઘણા સંસારી આત્માઓને જોઈને સંયમી પોતાનું સંયમ ભૂલે નહિ. સાધુઓનું કામ તો જનતાને આશ્રવથી છોડાવી સંવરની ક્રિયામાં જોડવાનું છે, પણ સંવરની ક્રિયામાંથી છોડાવી આશ્રવની ક્રિયામાં જોડવાનું નથી. આગેકૂચ કે પીછેહઠ જે ક્રિયા આત્મઘાતક છે, એમાં આગળ વધવું એ શાસ્ત્રદૃષ્ટિએ પાછળ હટવા જેવું છે. એક આત્મા બહુ આરંભી, બહુ પરિગ્રહી બને પરિણામે પંચેન્દ્રિયનો ઘાતક બને અને પંચેન્દ્રિયના શરીરના ભોગે પોતાના શરીરનો પોષક બને, એને “બહુ આગળ વધ્યો-બહુ આગળ વધ્યો' એમ સાધુ કહે અને - બીજાઓ પણ એમ જ કહે તો એ આત્મા ક્યાં જાય, એની એવી પીછેહઠ થાય કે એ આત્મા અનંતકાળ સુધી ફરીને આ સ્થાન ન પામે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૬ : સંઘ સૂર્ય જેવો પ્રતાપી હોય વીર સં. ૨૪૫૭, વિ. સં. ૧૯૮૭, માગસર વદ-0)), સોમવાર, તા. ૩૦-૧૨-૧૯૨૯ • શ્રી સંઘની સૂર્યના રૂપકથી સ્તવના : • દીક્ષા એ અગ્નિકુંડ પણ છે ! • સારી વસ્તુ પણ અધમ આત્માને ખટકે જ ! ઉદાસીન ભાવને કેળવો : • જિનપૂજાનું વિધાન શા માટે ? • દ્રવ્યપૂજા આત્માને ઊંચે લઈ જનાર છે : • શ્રી જિનમૂર્તિનું સ્વરૂપ : • દ્રવ્ય, એ ભાવનું કારણ છે : સાધન વિના સાધ્યસિદ્ધિ થાય જ નહિ : • કારણને જ કારણ તરીકે મનાય : • મૂર્તિ, એ મોક્ષની કૃતિ છે : • ચાર નિક્ષેપા વિના જૈનશાસન નહિ : શ્રી સંઘની સૂર્યના રૂપકથી સ્તવના : સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી શ્રી તીર્થંકરદેવ પછી તરત જ પૂજ્યની કોટિમાં આવતા શ્રી સંઘની, શ્રી નન્દી સૂત્રના મંગલાચરણરૂપે અનેક રૂપકોથી સ્તુતિ કરે છે. તે રૂપકો પૈકીનાં નગર, ચક્ર, રથ, કમળ અને ચંદ્રનાં રૂપકો તો આપણે અત્યાર સુધીમાં જોઈ ગયા. ‘હવે સૂર્યના રૂપકથી શ્રીસંઘની સ્તુતિ કરતાં સૂત્રકાર મહર્ષિ ફરમાવે છે કે – +“કપિલ, કણભક્ષ, અક્ષપાદ અને સુગત આદિ મતોનું અવલંબન કરનારા જે કીર્થિકો છે તે જ ગ્રહો છે, તેઓની એક એક દુર્નયના સ્વીકારથી હુરી રહેલી પ્રભાનો - અનંત નયમય પ્રવચનથી ઉત્પન્ન થયેલ જ્ઞાનરૂપ સૂર્યના પ્રભાસમૂહથી નાશ કરનાર, તપ-તેજરૂપ દીપ્તિમતી કાંતિને ધરનાર અને જ્ઞાનરૂપ પ્રકાશથી યુક્ત એવા ઉપશમપ્રધાન શ્રી સંઘરૂપ સૂર્યનું કલ્યાણ હો.” + “જતિવિહિપદ-નાસ', તવોદિત્તા નાજીવસ ના, માઁ મસંથસૂરસ્ત પાપા” - શ્રી નંદીસૂત્ર Page #208 -------------------------------------------------------------------------- ________________ 197 – ૧૯ઃ સંઘ સૂર્ય જેવો પ્રતાપી હોય – 16 – – ૧૮૭ - સૂર્યના ઉદય સમયે જેમ ગ્રહોની પ્રભા નાશ પામે છે, તેમ આ શ્રીસંઘરૂપ સૂર્યની હયાતીમાં કપિલ, કણભક્ષ, અક્ષપાદ અને સુગત આદિ અન્ય દર્શનોની પ્રભા સહેજ પણ ટકી શકતી નથી. જેમ સૂર્યની કાંતિ દીપ્તિમતી હોય છે, તેમ શ્રીસંઘરૂ૫ સૂર્યની પણ તપ-તેજરૂપ કાંતિ દીપ્તિમતી હોય છે. જેમ સૂર્યના પ્રકાશથી સ્થૂલ અને પ્રકટ વસ્તુઓ પ્રકાશિત થાય છે, તેમ શ્રીસંઘરૂપ સૂર્યના જ્ઞાનરૂપ પ્રકાશથી વસ્તુમાત્ર-પછી તે સ્થૂલ હોય કે સૂક્ષ્મ હોય, પ્રકટ હોય કે અપ્રકટ હોય તે સર્વ પ્રકાશિત થાય છે. ઉપનામરૂપ સૂર્ય અને શ્રીસંઘરૂપ સૂર્ય, એ બેમાં વિશેષતા એ છે કે ઉપમાન રૂપ સૂર્ય જ્યારે ઉષ્ણતાપ્રધાન છે, ત્યારે શ્રીસંઘ રૂપ સૂર્ય પ્રશમપ્રધાન છે. આકાશપટ ઉપર ગ્રહો જેમ રાત્રિના સમયે જ તગતગે, તેમ કૃતીર્થિકરૂપ ગ્રહો પણ વિશ્વની સપાટી ઉપર ત્યાં સુધી જ તગતગે, કે જ્યાં સુધી શ્રીસંઘરૂપ સૂર્ય ઉદય ન પામે. એવો એક પણ ગ્રહ આકાશપટ ઉપર ઉદયવંતો નથી, કે જે ગ્રહ સૂર્યના ઉદય પછી ઉદયવંતો રહી શકે. સૂર્યના ઉદય સમયે ગ્રહો નામની જ હયાતી ભોગવી શકે છે. જેમ સૂર્યની કાંતિ અને ઉદ્યોત બીજા બધા જ ગ્રહો કરતાં શ્રેષ્ઠ હોય છે, તેમ શ્રીસંઘરૂપ સૂર્યને પણ તપરૂપ કાંતિ અને જ્ઞાનરૂપ ઉદ્યોત અનુપમ અને અદ્વિતીય હોય છે. દીક્ષા એ અગ્નિકુંડ પણ છે. ' સૂત્રકાર મહર્ષિ જે શ્રીસંઘની સૂર્યરૂપે સ્તવના કરે છે, તે શ્રીસંઘને સૂત્રકાર મહર્ષિ દમ-ઉપશમપ્રધાન તરીકે ઓળખાવે છે. કષાયાધીન આત્મા ઉપશમરસનું પાન કરી શકતો નથી અને ઇંદ્રિયોની આધીનતામાં કષાયો જીવતા અને જાગતા ' જ રહે છે. આથી ઇંદ્રિયોનો નિગ્રહ કરી; કષાયો ઉપર વિજય મેળવી, ઉપશમને પ્રાપ્ત કરવો જોઈએ. ઉપશમથી આત્મામાં સ્થિરતા આવે. જેનામાં ઉપશમ હોય તે વાતવાતમાં વિહ્વળ ન થાય. સુખસાહ્યબીમાં કે આપત્તિમાં એ મૂંઝાય નહિ, ગભરાય નહિ. પ્રશાંત આત્મા કોઈ પણ વાતથી આકુળ-વ્યાકુળ ન થાય. પ્રશમ ગુણ મહત્ત્વનો છે. આત્માનું દમન કરાય તો એ ગુણ આવે. જ્યાં શાસ્ત્રાનુસારી દમનની પ્રધાનતા હોય, ત્યાં ઇંદ્રિયોની ઉદ્દામતા ન હોય ! આજે જગત અસંયમ તરફ ધસી રહ્યું છે, એનું કારણ એ છે કે - આત્મદમન નથી - આત્મદમનની ક્રિયા નથી, અને એટલે જ આજે દીક્ષા જેવી તારક વસ્તુ પણ પામરોને અગ્નિકુંડ જેવી દેખાય છે. આત્મદમન ન ગમે, એમને દીક્ષા એ અગ્નિકુંડ જ લાગે. પણ ગમે તે દૃષ્ટિએ તેવાં રૂપક અપાતાં હોય, તો પણ આપણે તો એને સારી રીતે ઘટાવી શકીએ તેમ છીએ. ઇંદ્રિયોની Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – 180 સ્વચ્છંદતા બાળવા માટે દીક્ષા એ અગ્નિકુંડ જ છે, એમ કહેવામાં કશી જે હરકત નથી. જો ઇંદ્રિયોની સ્વચ્છંદતા બાળવાનો ગુણ એ દીક્ષામાં ન હોય, એ સ્વચ્છંદતા બાળવા માટે દીક્ષા એ અગ્નિની વેદી ન હોય, તો એ મોક્ષ કેમ આપે ? ઇંદ્રિયોના વિષયો એમાં સળગી જતા ન હોય, તો એ મોક્ષ કેવી રીતે આપે ? ઇંદ્રિયોની ઉશ્રુંખલવૃત્તિને તથા-અનાદિકાળથી આત્માને લાગેલાં કર્મોને બાળવા માટે જ તો દીક્ષા છે ! કર્મરૂપી કાષ્ઠને માટે દીક્ષા એ પાણીનો કુંડ નથી, પણ અગ્નિનો જ કુંડ છે. એની ગરમીના તાપથી કર્મકાષ્ઠ બળીને ખાખ થઈ જાય છે. માટીમાં ભળેલા સોનાને છુટું પાડવું હોય, તો અગ્નિમાં નાખવું પડે; માટીની સાથે એકમેક થયેલું સોનું પાણીના ઉપચારથી ન નીકળે, અગ્નિથી જ નીકળે, પાણી તો ઉપરનો મેલ કાઢે, પણ અંદરના મેલને તો ખાર અગર અગ્નિ જ કાઢે. જેને પોતાના કર્મરૂપ આંતરમળને બાળી શુદ્ધ થવું હોય, તેને માટે જ દીક્ષા કામની છે. જેને મળમાં જ સડ્યા કરવું હોય, એને માટે દીક્ષા કામની નથી. પ્રશમ ગુણવાળો દુનિયાની સંપત્તિ કે આપત્તિમાં મૂંઝાય નહિ, જેને દુનિયાની સંપત્તિ કે આપત્તિ મૂંઝવે, તે પ્રભુના માર્ગમાં ટકી શકે નહિ એ તો ચળ-વિચળ જ થાય. સંપત્તિ કે આપત્તિમાં શ્રી અરિહંતદેવનું ધ્યાન કોણ કરે ? જે સંપત્તિ તથા આપત્તિ ન ગણકારે તે. સંઘ તે કહેવાય કે જે દરેક ક્રિયામાં આ મુદ્દાને ન ભૂલે. જે આપત્તિ-સંપત્તિને પોતાની ન માને, તે પ્રભુમાર્ગમાં સ્થિર રહી શકે; આપત્તિ કે સંપત્તિને તે કર્મક્ષયનું કારણ બનાવે. સારી વસ્તુ પણ અધમ આત્માને ખટકે જ ! દુનિયા ગમે તેટલી આકળ–વિકળ થાય, તોય સૂર્ય તો તપે. મધ્યાન કાળનો સૂર્ય રાજા કે ચમરબંધીની પણ શરમ ન રાખે, તથા એક પણ ગ્રહની દયા ન ખાય. સૂર્ય જન્મે એટલે બધા ગ્રહો આપોઆપ અદશ્ય થઈ જાય. સૂર્યની સામે આંખો કાઢીને કોઈ જોઈ શકે જ નહિ. જો કોઈ હઠ કરીને એની સામે જોયા કરે, તો ક્ષણવારમાં તે જોનારની આંખમાંથી પાણી નીકળે. એની સામે જે ધૂળ ઉડાડે એના પોતાના ઉપર જ એ ધૂળ પડે. એ તો દરેકને પ્રકાશ આપે, ચોરને પણ ન આપે એમ નહિ. બીજાનો માલ ઉપાડવાની વૃત્તિવાળા ચોરને સૂર્યનો પ્રકાશ ન ગમે એ વાત જુદી, પણ એ તો બધા જ સ્થાનમાં પ્રકાશ નાખે. સૂર્યના તાપથી અનેકને મૂંઝવણ થાય તો પણ એ તો એના સ્થાને જ રહે; સજ્જન અને દુર્જન ઉભયને પણ સરખો પ્રકાશ આપે. સૂર્યના તાપ વિના અનાજ ન પાકે અને વ્યવહાર પણ ન ચાલે; કેમ કે-અંધારાનો નાશ એ કરે છે Page #210 -------------------------------------------------------------------------- ________________ 189 - ૧૬ : સંઘ સૂર્ય જેવો પ્રતાપી હોય - 16 – ૧૮૯ અને જો એનામાં લુચ્ચાને નસાડવાની શક્તિ ન હોય, તો શાહુકાર સુખે રહી પણ ન શકે. વળી દુનિયામાં બધો પાક સૂર્યને આભારી છે; ગરમી થાય તો જ વરસાદ આવે અને વરસાદ પછી પણ ગરમી ન થાય તો અનાજ કોહવાય. સૂર્ય લૂંટારાને નસાડે નહિ તો શાહુકાર રહે પણ શી રીતે ? એટલે સૂર્યનો પ્રકાશ થાય તો જ વ્યવહાર ચાલે; ઇલેક્ટ્રિક લાઇટ હોય તો પણ એવો વ્યવહાર ન ચાલે, કારણ કે-સૂર્યનો પ્રકાશ તે સૂર્યનો અને લાઇટનો પ્રકાશ તે લાઇટનો જ. જે સૂર્યનો પ્રકાશ ન રહી શકે, એના પ્રકાશમાં પોતાનું ભલું ન જુએ તેનો એ દુશ્મન બને. અર્થાત્ તેઓ એને દુશ્મન જ માને છે. દુનિયામાં કોઈ એવી સારી ચીજ નથી, કે જેને અધમ આત્માઓ દુશ્મન તરીકે ન માનતા હોય, ન્યાયાધીશ કાયદાની બારીકી સાચવીને બરાબર શુદ્ધ દષ્ટિથી કામ કરે, એમાં એક જણ ગુણ ગાય અને બીજો ગાળો પણ દે. પણ સાચા ન્યાયાધીશ એ ન જુએ. એ તો પોતાની ફરજ જ બજાવે. ગુણ ગાનારો ગુણ ગાય છે, ત્યાં ન્યાયાધીશમાં ગુણ છે, કેમ કે-ન્યાય કરે છે; પણ પેલો ગાળ દે છે માટે ન્યાયાધીશમાં દોષ છે એમ ન કહેવાય, કારણ કે-તેણે શુદ્ધ દૃષ્ટિથી, ચોકસાઈપૂર્વક સત્યાસત્યનો વિવેક કર્યો છે. ઉદાસીન ભાવને કેળવો . કે “દુનિયામાં સારી વસ્તુના પણ વિરોધી કેમ છે ? એવું પૂછશો જ નહિ ! કારણ કે દિવસ અને રાત્રી, સાચું ને ખોટું, ઊંધું અને છતું, એ બધું જગતમાં સનાતન છે ! હવે સાચાના દુશ્મન ન હોય એ બને ? દુર્જન ન હોય તો સજ્જન છે એની કિંમત શી ? અને અંધારું ન હોય તો સૂર્યના પ્રકાશની પણ કિંમત - શી? પ્રતિપક્ષી વસ્તુ હોય તો જ વસ્તુની કિંમત. માટે પ્રતિપક્ષી વસ્તુથી મૂંઝાવાનું નહિ. વસ્તુ પોતાના સ્વરૂપને ભૂલે તો જ પ્રતિપક્ષી ન રહે. સૂર્ય જો પોતાનો પ્રકાશ બંધ કરે, તો ઘુવડ કદી આંખો ન મીંચે; પણ એની એકલાની આંખ ખુલ્લી રાખવા આખા જગતની આંખો બંધ રાખવાનું કામ સૂર્ય કેમ કરે ? જેનામાં પ્રશમની પ્રધાનતા હોય, એ શ્રીસંઘ સૂર્યની ઉપમા પામી શકે. ઇંદ્રિયોની વિષયાસક્તિ ઉપર અંકુશ કેળવી કષાયો ઉપર અંકુશ મેળવે એનું નામ પ્રથમ શ્રીસંઘમાં તો અંકુશ હોય જ. ઇંદ્રિયો વહેતી રહે કે આત્મા વિષયકષાયોમાં મહાલતો રહે, એવું જે શ્રીસંઘ ઇચ્છે તે સંઘમાંથી સંઘત્વ જાય. વિષયકષાયના પરિણામે દુર્ગતિ થાય છે એમ જાણવા છતાંયે દુર્ગતિની દરકાર ન કરતાં, પોતાનાં સંતાન વિષય-કષાયની ક્રિયા ભલે કરે એવું ઇચ્છે, ત્યાં સંઘત્વ તો શું પણ માબાપપણું પણ રહેતું નથી. પોતાના સંતાન સન્માર્ગે, અર્થાત્ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - - 160. સંયમમાર્ગે ન જઈ શકે અને એમને સંસારના સંબંધમાં યોજવા પડે (યોજવાં પડે હોં !) તો શ્રાવક-શ્રાવિકા ઉદાસીનભાવે યોજે, એ ઉદાસીનભાવ નાશ પામ્યો માટે પાપ વધ્યું. ચોવીસ કલાકમાં ધર્મક્રિયા યાદ નથી આવતી, એનું કારણ પાપની પ્રવૃત્તિની વૃદ્ધિ થઈ તે જ છે. જમતી વખતે એમ થાય કે – “પ્રભુ પાસે રોજ અણાહારી પદ માગવા છતાં હજી રોજની આહારગૃદ્ધિ જતી નથી.” જો આવું થાય તો તપોવૃત્તિ આપોઆપ જાગે, લહેજત પણ ઊડી જાય અને રસત્યાગ તથા વિગઈત્યાગ પણ થાય. પણ મંદિરમાં જાય ત્યાં પણ આ યાદ ન આવે, તો ભાણે બેસીને તો શાનું યાદ આવે ? જિનપૂજાનું વિધાન શા માટે? શાસ્ત્ર જળપૂજા, ચંદનપૂજા, ફુલપૂજા, ધૂપપૂજા, દીપપૂજા, અક્ષતપૂજા, ફળપૂજા, નૈવેદ્યપૂજા, એ અષ્ટપ્રકારી પૂજાનાં વિધાનો શા માટે કર્યા? જળથી કે દૂધથી અભિષેક કાંઈ પ્રભુને નિર્મળ કરવા માટે નથી પણ પોતાની નિર્મળતા માટે છે. પ્રભુ પૂજા માગતા નથી, પણ આ બધાં પૂજાનાં વિધાનોનો હેતુ એ છે કે - આવી પ્રવૃત્તિ કરો તો ચોવીસે કલાક આત્મા જાગતો રહે. જળપૂજા કરતી વખતે આત્મા ચિતવે કે “પ્રભુ નિર્મળ છે અને હું મેલો છું !” એની મેળે એ યાદ નથી આવતું માટે રોજ જળપૂજા છે. ચંદનનો લેપ પ્રભુની શાંતિ માટે નથી, પણ કર્મથી સંતપ્ત એવા પોતાના આત્માની શાંતિ માટે જ છે. જે સુંદરતા પ્રભુના અંગ ઉપર રચાય છે, તે પોતાના આત્માની સુંદરતા મેળવવા માટે છે. અક્ષતના સાથિયાનો હેતુ એટલો જ છે કે હજી આ આત્મા એવો અભણ છે કે વાંચેલી વાત પણ નકશા વિના સમજી શકતો નથી. ભૂગોળ ભણેલા વિદ્યાર્થીને પણ નકશાથી જ એ સમજાય છે. પૂજા વિગેરે ધર્મક્રિયા-જલ, ફળ વગેરે વિવિધ પ્રકારોની પૂજાઓ, એ નકશારૂપ છે. ધર્મક્રિયા માત્ર નકશારૂપ છે, “શું ભગવાનના ભલા માટે પૂજા કરીએ છીયે, પૂજા કરીને એમના પર ઉપકાર કરીએ છીએ ? ના, એવું ન માનતા. પણ આત્મકલ્યાણ માટે જ ભગવાનની પૂજા કરવાની છે, એમ માનજો. ભગવાન ઉપર આભૂષણાદિ ચડાવવાથી ભગવાન પરિગ્રહી બની જતા નથી, પણ એ ક્રિયા પૂજકને નિષ્પરિગ્રહી બનાવવા માટે છે. ભક્તને નિષ્પરિગ્રહી બનાવવા માટે એની સમક્ષ આદર્શ ધર્યો કે - આ શ્રી જિનેશ્વરદેવ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૬ : સંઘ સૂર્ય જેવો પ્રતાપી હોય - 16 સંસારતા૨ક છે, એની ભક્તિ ક૨વી જોઈએ.' મૂર્છા છોડ્યા વગર તેમની ભક્તિ થઈ શકતી નથી. જે લોકો આરંભ-સમારંભ પરિગ્રહ છોડી શકતા નથી; તેમને એ બધું છોડાવવા માટે આ જિનપૂજાની વિધિ છે. જેઓએ એ સઘળુંય છોડ્યું તેમને માટે નથી. અહીં એક પણ વાતનો આગ્રહ નથી. સાધુને પૂજા કરવાનું કહ્યું ? નહિ જ. પરંતુ સાધુને પણ મંદિરે જવાનું તો ખરું જ. જ્યારે અપ્રમત્તાવસ્થા આવે, ત્યારે એ પણ નહિ. 191 ૧૯૧ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં એક પણ વાતમાં એકાંત નથી. પણ પોતાને ચોથે ગુણઠાણે ગણાવતો હોય. તિજોરીમાં એક કરોડ પડ્યા હોય, ગળામાં માણેકના હાર પહેર્યા હોય અને એમ કહી દે કે - ‘દ્રવ્યપૂજાની જરૂર નથી, હૃદયમાં મૂર્તિ છે' એ ન જ ચાલે. ગળામાં વળગાડેલા હીરા-માણેકરૂપ પથરામાં સચેમાર્ચ, તિજોરીના કોડમાં ગાંડાઘેલા થાય, એને દ્રવ્યપૂજનના આલંબન વિના કેમ ચાલે ? ઘ૨માં અરીસોં અને ફરનિયર આદિ તુચ્છ વસ્તુને જોઈ ગાંડોથેલો બનીને, પોતાની જાતને પણ ભૂલી જઈ નાચ્યા ક૨ના૨ને શ્રી જિનમૂર્તિ અને દ્રવ્યપૂજાનું આલંબન ન જોઈએ ? જોઈએ જ, છઠ્ઠ ગુણઠાણે હોય, ખાવાપીવાની બધી ક્રિયા કરે અને ધર્મક્રિયાની જરૂર નથી એમ કહે, એ કેમ ચાલે ? ધર્મક્રિયાની જરૂર નથી તો ખાવાની જરૂર શી ? શરીર ચાલ્યું ન જાય માટે ખાવું, તે રીતે ધર્મ ભુલાય નહિ માટે ધર્મક્રિયા પણ કરવી. એમાં વાંધો શો ? પૂજા અનેક પ્રકારે કહી છે. આઠ પ્રકારે, સત્તર પ્રકારે, એકવીસ પ્રકારે, એકસો આઠ પ્રકારે-એમ અનેક પ્રકારે કહી, એ બધાનો હેતુ આરંભ, સમારંભ અને પરિગ્રહ આદિથી મુક્ત કરાવવાનો જ છે. ભગવાન તો વીતરાગ છે. એ. હીરાના હાર માગતા નથી, પણ જિનપૂજાની ક્રિયા, એ મૂર્છા છોડવાનું સાધન છે. ર્યપૂજા આત્માને ઊંચે લઈ જનાર છે ઃ આજનાઓ કહે છે કે - ‘ભગવાનની અંગરચના વડે ભગવાનને પરિગ્રહી બનાવી એમનો આદર્શ ભુલાવ્યો !' પણ આ સત્ય નથી. ‘હું એક હીરો પહેરું છું અને મારા ભગવાન લાખ હીરા પહેરે છે માટે પરિગ્રહી છે' - આવી ભાવના ભગવાનની અંગ૨ચના જોઈને કોઈને થાય છે ? જો થતી હોય તો તો તેઓનું કહેવું વિચારવા લાયક ગણાય ! પણ થતી જ નથી, ઊલટી- ‘કેવા પુણ્યશાળી પુરુષો પડ્યા છે, કે જે ભક્તિ પાછળ આટલો વ્યય કરી પોતાની લક્ષ્મીને સાર્થક કરે છે !’. આવી ભાવના તો જરૂર થાય છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ - સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ – – 182 સારું મંદિર દેખીને - “આવા સારા મકાનમાં બેસે છે એ પૂજ્ય શાના ?” એવું કોઈને નથી થતું, પણ “ભગવાનના કેવા ભક્ત છે, કે જે ભક્તિ માટે લક્ષ્મીની મૂર્છા છોડીને આટલો બધો વ્યય કરે છે, કે જેનો સુમાર નહિ ! આ ભાવના તો થાય છે જ. વીતરાગતાનો આદર્શ ભુલાય એવી એક પણ વસ્તુ રાખે, એવા શાસ્ત્રકાર ગાંડા નથી. કહી દીધું કે “એની એ જ મૂર્તિ ને તલવાર લટકાંડાય તો નંમનાય, એ જ મૂર્તિના હાથમાં માળા અપાય તો ન મનાય'- કેમ કે વિરુદ્ધ ભાવને પેદા કરનારી છે. વીતરાગતામાં બાધ કરનારી બધી ચીજને શાસ્ત્રકારે કાઢી નાખી. બાકી વિહિત કરેલી દ્રવ્યપૂજાની સામગ્રી તો આત્માને આકર્ષણ કરનારી છે. દ્રવ્યપૂજનની સામગ્રીમાં જેમ વસ્તુ ઊંચી તેમ ભાવની વિશિષ્ટતા. એક મુનિને જોતાં અને પચાસ મુનિને જોતાં ભાવમાં ફેર પડે કે નહિ ? બધે પૈસા જોતાં જેમ ઘેલા થવાય છે, તેમ ધર્મી પણ જ્યાં જ્યાં ધર્મ દેખે, ધર્મની સામગ્રી દેખે, ત્યાં અધિક ધર્મરસિક થાય. શ્રાવકને ઘેર ઘેર મંદિર હોત, પૌષધશાળા હોત, શાસ્ત્રીય પઠનપાઠનના ગુંજારવ થતા હોત, ભક્તિના ધોધ વહેતા હોત, તો રસ્તે ચાલનારા દરેકને ધર્મની ભાવના થાત, દિ' ઊગ્યે ઉત્તમ ક્રિયા ચાલુ હોય, તો અધમ આત્માના પણ ભાવ ફરે, રોજ મહોત્સવ ચાલુ હોય તો કમનસીબને પણ કોક દિવસ એ જોવાની ભાવના થાય. શ્રી જિનમૂર્તિનું સ્વરૂપ સભાઃ પ્રભુનો અભિષેક શા માટે ? અભિષેક વખતે બાલ્યવય કલ્પી છે. કેવળજ્ઞાન થયા પહેલાં પણ જન્મતાંની સાથે જ ઇંદ્રોએ આ રીતે જ પ્રભુની ભક્તિ કરી હતી એ ભાવ અભિષેકમાં છે. પ્રભુની કાયા સુવર્ણ અને રત્નની કાંતિ જેવી હોય છે; એમની આંખની કીકી એવી કે રત્નની જેમ તગતગતી, ઝળકતી હોય. આવી દીપ્તિમાન કાયા અને દીપ્તિમાન ચિહ્નોનો ખ્યાલ આવવા માટે એમની આકૃતિને આપણે વિશિષ્ટ રીતે બનાવીએ છીએ. શ્રી તીર્થંકરદેવના અંગમાં વિશિષ્ટતા છે. એ લોકોત્તર પુરુષ છે. એમની છાતીમાં શ્રીવત્સ હોય એટલે એ ભાગમાં વાળનો ગુચ્છો હોય. એ તારકના મસ્તકે ઉષ્ણીષ હોય કે જે મંદિર ઉપર કળશની જેમ મસ્તક ઉપર એ ઉષ્ણીષ શોભે. બીજાની કાયા એકસો આઠ આંગળ ઊંચી હોય, જ્યારે શ્રી તીર્થંકરદેવોની કાયા એકસો વીસ આંગળ ઊંચી હોય. પ્રભુના અંગની Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૬ : સંઘ સૂર્ય જેવો પ્રતાપી હોય - 16 વિશિષ્ટતાની ઝાંખી લાવવા માટે એમની મૂર્તિ પણ એવી વિશિષ્ટ પ્રકારની બનાવવાની હોય છે. 193 ૧૯૩ ઘણા કહે છે કે - ‘પ્રભુની મૂર્તિની બ જ પ્રકારની આકૃતિ કેમ ? અનેક પ્રકારની કેમ નહિ ?’ યોગનિરોધ સ્વરૂપ ધ્યાનાવસ્થાથી મુક્તિ પામતી વખતે પ્રભુને બે જ આસન હોય. કાં પદ્માસન હોય અગર કાયોત્સર્ગાવસ્થા હોય. આ બે અવસ્થામાં જ અરિહંતો મુક્તિએ જાય. અને સિદ્ધિસ્થાનમાં પણ એ જ અવસ્થામાં આત્મપ્રદેશ ગોઠવાય છે. માટે તો નિરાકારની પણ સાકાર મૂર્તિ છે. એ આકાર કેવળજ્ઞાનીને પ્રત્યક્ષ છે. દ્રવ્ય, એ ભાવનું કારણ છે. આ મૂર્તિ આગળ જે જે ક્રિયાઓ થાય છે, એ વિધાનોનો હેતુ એક જ છે કે-આત્મા ઉપશમભાવને પામે. મૂર્તિને જોઈને આત્મસ્વરૂપનો ખ્યાલ તથા આત્મા રાગભાવથી વિરાગ ભાવ તરફ ઢળે એ હેતુ છે. પ્રભુના અંગનો સ્પર્શ, પ્રભુના અંગ તથા પોતાના અંગ વચ્ચેનો તફાવત જાણવા માટે છે. એમના અંગે શી કાર્યવાહી કરી, અને આ પામરના અંગે શી શી કાર્યવાહી કરી, પ્રભુનાં ચક્ષુએ શું કામ કર્યું ? પ્રભુના પગ શા માટે ચાલ્યા અને આ પગ શા શા માટે ચાલે છે ? પ્રભુના હાથે કઈ કઈ વસ્તુના દાન દીધાં અને આ પામર હાથે શી શી ક્રિયાઓ કરી ? અખંડિત નાસિકા દ્વારા પ્રભુએ શું કર્યું અને આ પામર નાસિકાએ શું કર્યું ? વર્ષો સુધી પ્રહરના પ્રહર પ્રભુ શું બોલ્યા અને પોતે શું બોલે છે ? પ્રભુની રસનાએ શું કર્યું અને આ પામર રસના શું કરે છે ? એ તફાવત જાણવા માટે પ્રભુના અંગનો સ્પર્શ, પૂજન વગેરે વિધાનો છે. આ વાત યાદ નથી રહેતી માટે રોજ આ ધર્મક્રિયાનું વિધાન છે. આખી ભૂગોળ પણ નકશાથી તાજી થાય છે. ભૂગોળનાં પાનાં તો બંધ હોય; પણ નકશો જોતાં તરત બધું યાદ આવે, તો વીતરાગની મૂર્તિ જોવાથી વીતરાગતાનો ભાસ કેમ ન થાય ? અવશ્ય થાય જ. પ્રભુની સ્તુતિમાં એક કવિવર કહે છે કે – “હે પ્રભો ! જે કારણથી તારું દૃષ્ટિયુગલ પ્રશમરસમાં નિમગ્ન છે, મુખકમલ પ્રસન્ન છે, તારો ખોળો કામિનીના સંગથી શૂન્ય છે અને હસ્ત " प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, वदनकमलमड्ङ्कः कामिनीसङ्गशून्यः । करयुगमपि यत्ते शस्त्रसम्बन्धवन्ध्यं, તલસ નાતિ દેવો, વીતરાસ્ત્વમેવ ।।" Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ યુગલ શસ્ત્રના સંબંધથી રહિત છે, તે કારણથી વીતરાગ એવો તું જ જગતમાં સાચો દેવ છે.” આ રીતે એ પ્રભુના એક એક અંગની વિચારણાથી વિતરાગતાનો ભાસ અવશ્યમેવ થાય છે અને પરિણામે આત્મા રાગાદિકની ક્રિયાઓથી અલિપ્ત રહી, વીતરાગભાવનો આવિર્ભાવ કરનારી ક્રિયાઓના અમલથી વીતરાગ બની, સિદ્ધિપદનો ભોક્તા બની શકે છે. પ્રભુને જે જે ચીજ ચડાવવામાં આવે છે, એ કાંઈ પ્રભુ માગતા નથી, પણ આપણા મમત્વના ત્યાગ માટે એ ક્રિયા છે. શ્રાવક પોતાની ભાવના આ રીતે દ્રવ્યપૂજા દ્વારા કેળવે, તો એ મમત્વના ત્યાગની સ્થિતિને મેળવે. કેટલાક કહે છે કે – “ભાવમાં દ્રવ્યની શી જરૂર ?' પણ દ્રવ્ય એ ભાવના ખ્યાલ માટે છે. દ્રવ્યમાં જો ભાવને પેદા કરવાની શક્તિ ન હોત, તો તો દ્રવ્યને માનત જ નહિ. મૂર્તિ, એ વીતરાગભાવની દ્યોતક લાગે છે, માટે તો મૂર્તિને સુંદર બનાવવાની વિધિ છે. એ વિધિ માટેના ધનના વ્યયમાં જરાય ઓછપ ન રખાય. આવી મૂર્તિની સામે બેસીને એના ગુણોને યાદ કરે; અને એ ગુણોનું જો ધ્યાન ચાલે તો ત્યાં સાક્ષાત્ અરિહંત ભગવાનનો ભાસ થાય. આથી તો કહેવાય “સ્વામીગુણ ઓળખી સ્વામીને જે ભજે, દર્શનશુદ્ધતા તેહ પામે; જ્ઞાન-ચારિત્ર-તપ-વીર્ય-ઉલ્લાસથી, કર્મજીવી વસે મુક્તિધામ : તારહો.” જેમ નકશામાં એ ગુણ છે – આખી ભૂગોળને યાદ કરાવે, તેમ શુદ્ધ દ્રવ્ય એ શુદ્ધ ભાવનું કારણ છે, એટલે કે – શુદ્ધ ભાવનું એ ભાન કરાવે છે. સાધન વિના સાધ્યસિદ્ધિ થાય જ નહિ? શુદ્ધ દ્રવ્યની વધુ સેવા, એ ભાવને પ્રગટ કરવાનું અને ટકાવી રાખવાનું કારણ છે. શુદ્ધ દ્રવ્યનો વધુ સહવાસ કરો, એનું ખૂબ ચિંતન કરો અને ભાવમાં તન્મય બનો. જ્યારે ભાવમય થશો ત્યારે દ્રવ્યની આવશ્યકતા આપોઆપ દૂર થઈ જશે. “અમુક ગાથી ક્યાં સુધી ગોખવાની ? એમાં રહેલો ભાવ હૃદયમાં રમી જાય ત્યાં સુધી ! ભાવ ન રમે ત્યાં સુધી ગાથા ગોખવી પડે, ધારવી પડે, પાઠ કરવો પડે, સંભારવું પડે, વગેરે કરવા યોગ્ય બધું જ કરવું પડે. દ્રવ્યમાં તલ્લીન બની ભાવમય બનો; એ બન્યા પછી જ એ છોડાય. પછી તો એ છોડવું નહિ પડે પણ આપોઆપ છૂટી જશે. સૂત્ર કાંઈ ગળે નથી પડતું. ઉપન્નઈ વા, વિગમેઈ વા. ધૂઈ વા.” કહેવાથી શું થયું ? એ ત્રિપદીએ તો Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૬ : સંઘ સૂર્ય જેવો પ્રતાપી હોય - 16 જ્ઞાનને પ્રગટ કર્યું. એ ત્રિપદી સાધન બની, તેમ પ૨માત્માની મૂર્તિ એ સર્વશ્રેષ્ઠ સાધન છે. એને જે ન માને તે વીતરાગતા ન પામે. સાધન વગર તો સાધ્યસિદ્ધિ થાય જ નહિ. હોશિયાર કુંભાર પણ માટી વિના ઘડો શી રીતે બનાવે ? કારણને જ કારણ તરીકે મનાય ઃ 195 સભા : મૂર્તિ વિના કોઈ વીતરાગ થયા છે ? હા, પણ હૃદયમાં મૂર્તિપૂજા વાજબી લાગ્યા પછી. ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા સ્વરચિત ‘સંબોધ પ્રકરણ' નામના પ્રકરણમાં ફરમાવે છે કે - ૧૯૫ ૧૯ “જાતિએ કરીને શ્વેતાંબર હોય, દિગમ્બર હોય, બુદ્ધ હોય કે અન્ય કોઈ હોય, પણ જો તેનો આત્મા સમભાવથી ભાવિત થઈ જાય, તો તે અવશ્ય મોક્ષ પામે, એમાં જરા પણ સંદેહ નથી.” આજના આડંબરીઓ, આ ગાથાના ઉત્તરાર્ધને આધું રાખી પૂર્વાર્ધના નામે આ પ્રભુશાસનનો ઘાત કરવા માટે અજબ ઉપાયો યોજે છે અને ભદ્રિક આત્માઓ તે આડંબરીઓના આડંબરથી અંજાઈ જાય છે પણ એમાં અંજાવા જેવું નથી. ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા “સમમાવમાવિત્રા” આ પંથી વસ્તુને તદ્દન સ્પષ્ટ કરે છે અને કહે છે કે - સમભાવ આવ્યો એટલે જૈનત્વ આવ્યું. સ્વપરભાવમાં માધ્યસ્થ્ય એટલે જ જૈનત્વ. પુદ્ગલ મારાથી પર છે અને હું આત્મા છું : આ પૌદ્ગલિક પદાર્થો મારા નહિ અને આત્મગુણો મારા !' આવી ભાવના આવવી જોઈએ. જેનો પૌદ્ગલિક સંગ છૂટ્યો તે જ સાચા વીતરાગ; પરિગ્રહ છૂટે તે જ નિગ્રંથ ! ‘આ દુન્યવી પદાર્થોમાં કાંઈ મારું નથી, હું એકલો છું, જ્ઞાન, દર્શન અને ચારિત્ર - એ મારું સ્વરૂપ છે.' - આ વસ્તુસ્વરૂપને નહિ સમજનારા અજ્ઞાનીઓ ભવાટવીમાં અથડાય. એમાં આશ્ચર્ય પામવા જેવું શું છે ? ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાની ગાથા લઈને યથેચ્છ બોલનારાઓએ ધ્યાન રાખવું જોઈએ કે -હે નાથ ! જિનાગમ ન હોત તો ૧. ‘સેવંવરો ય આતંવરો ય, યુદ્ધો ય અવ અળો વા। સમમાવમાવિગપ્પા, નઇડ્ મુવલ્લું ન સંવેદ્દો ।। રૂ ।।" 1. कत्थं अम्हारिसा जीवा दुःसमादोसदूसिया । હા ! ગળાઠા ! ઠ્ઠું હુંતા, નફ ન હું તો નિગમો ।। ।। Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – 1 અમારું શું થાત ?' એમ એ જ ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે, પણ તે મહાપુરુષના ભાવને સ્પર્શ કરવો હોય તો ને ? “હૃદયથી પણ, જૈનશાસન પામ્યા વગર મુક્તિ મળી જાય છે એવા અર્થમાં આ ગાથાને ઘટાવનારાઓને પૂછવું જોઈએ કે જો એમ જ હતું તો પછી . ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ વેદાંતી મટીને જૈન કેમ બન્યા ?” તે પોતે ચૌદ વિદ્યાના પારગામી હતા, મહાપંડિત હતા અને એ જ્ઞાનના યોગે તો તેઓને એવી પ્રતિજ્ઞા હતી કે – “કોઈએ પણ ઉચ્ચારેલા કોઈ પણ શાસ્ત્રના ભાવને જો હું ન સમજી શકું, તો તે ઉચ્ચાર કરનારનો હું શિષ્ય થાઉં.' એક વખત શ્રી જિનેશ્વર ભગવાનની મૂર્તિની પણ તેઓ મિથ્યાત્વના યોગે અવગણના કરી આવ્યા હતા; એવા તો એ ગાઢ મિથ્યાષ્ટિ હતા, પણ પ્રભુનું શાસન પામ્યા પછી તો તેઓશ્રીએ પોતે જ સૂચવ્યું કે-આત્મકલ્યાણ તો એક શ્રી જિનેશ્વરદેવના શાસનમાં જ છે.” આમ સૂચવીને પોતે જ એકેએક મિથ્યાદર્શનનું ખંડન કર્યું. આજના આડંબરી લોકો કહે છે તેવું જ જો ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી પોતે માનતા હોત, તો પોતે પરમ જૈન બનીને એકેએક ઇતરદર્શનનું ખંડન કરત ? નહિ જ ! પણ કર્યું છે અને એથી “સેવરો' આ આદિ પદવાળી ગાથામાં તેઓશ્રી એમ જ કહે છે કે કોઈ જાતે યાને જન્મ શ્વેતાંબર હોય, દિગમ્બર હોય, બૌદ્ધ હોય, ગમે તે હોય, પણ જે સમભાવને પામે તે જ મુક્તિ મેળવે અને સમભાવને ન પામે તે મુક્તિ ન મેળવે !આથી શ્વેતાંબર કહેવરાવવા છતાં પણ જે શ્રી જિનેશ્વરદેવને કે તેમનાં આગમોને ન માને, તેને મુક્તિ ન જ મળે.” એ નિશ્ચિત છે અને સ્પષ્ટ છે કે “જાતે ગમે તે હોય, પણ શ્રી જિનેશ્વરદેવે કહેલી મુખ્ય વસ્તુ પમાય તો જ કેવળજ્ઞાન થાય.” ક્ષપકશ્રેણિ વગર કેવળજ્ઞાન ન થાય : અપ્રમાદયુક્ત સર્વવિરતિ વગર ક્ષપકશ્રેણિ ન આવે, સમ્યકત્વ વગર સર્વવિરતિ ન આવે, મિથ્યાત્વ ગયા વગર સમ્યકત્વ ન આવે, અપૂર્વકરણ કરી ગ્રંથિભેદ વગેરે કર્યા વગર મિથ્યાત્વ જાય નહિ અને તે વિના શુદ્ધ સમ્યકત્વ આવે નહિ. આથી એ સ્પષ્ટ જ છે કે – કારણ હોય તેને જ કારણ તરીકે સ્વીકારી શકાય. કોઈને ઝાડ દેખીને અથવા કોઈને મડદું દેખીને અથવા બીજી કોઈ વસ્તુને જોઈને કોઈ પણ આત્માને વૈરાગ્ય આવે. હૃદયમાં સંસારની અસારતા ભાસે, પણ એ કંઈ વૈરાગ્યનું પ્રબળ કારણ નથી. કારણ કે એથી વૈરાગ્ય જ થાય એવો નિયમ નથી. શ્રી વીતરાગની મૂર્તિ દેખીને તો એકેએક પુણ્યશાળી આત્માને Page #218 -------------------------------------------------------------------------- ________________ 127 -- - ૧૬ : સંઘ સૂર્ય જેવો પ્રતાપી હોય - 16 – – ૧૯૭ વૈરાગ્ય થાય. ઝાડ વગેરેથી પણ વૈરાગ્ય થાય, એને પણ પૂર્વે મૂર્તિપૂજા વગેરે ધર્મક્રિયાની આરાધના કરી હોય, જેથી કોઈ વખત એ નિમિત્તથી પણ તાજું થાય પણ ઝાડ વગેરેમાં એ ગુણ નથી. એ કંઈ એનું કારણ નથી. “ચંડકોશીઆએ ભગવાનને પગ ઉપર બચકું ભર્યું તોયે તે દેવલોકમાં ગયો, એથી ભગવાનને બચકાં ભરવાથી દેવલોક મળે” એમ કંઈ કહેવાય ? નહિ જ. કારણ કે ચંડકોશીઓ જે દેવલોકને પામ્યો છે તો ભગવાન અડગ હતા, ચાલે નહિ તેવા હતા અને અતિશયવંત હતા એથી જ તે બોધ પામ્યો; એ ડસ્સો છતાં ભગવાન શ્રી મહાવીર પડ્યા નહિ, ન પડ્યા એટલે એણે પોતે જ્યાં વસ્યો ત્યાં જોયું તો લોહી લાલને બદલે ધોળું નીકળ્યું હતું. એટલે “આ નવું શું ?' એમ એ ચોંક્યો ત્યારે અવસર જોઈને પ્રભુએ “બુજ્જ બુજ્જ ચંડકોશીયા” એમ કહ્યું અને તરત એને યાદ આવ્યું કે “આ તો શ્રી અત્ દેવ છે અને એ પછી પૂર્વભવની બધી કાર્યવાહી તેને આ નિમિત્તથી યાદ આવી. પોતાની ભૂલ સમજાઈ, અને એ ભૂલ સુધારવાનો એણે નિર્ણય કર્યો. એટલું જ નહિ પરંતુ તેણે તે પછી પોતાનું મુખ દરમાં જ ઘાલી રાખ્યું કે જેથી કોઈનું જરા પણ અહિત ન થાય અને તે વખતે કીડીઓ દ્વારા ઉત્પન્ન કરાયેલું અસહ્ય કષ્ટ સમભાવે સહન કર્યું. અને તેમાં પણ તેણે સમાધિભાવ જાળવી રાખ્યો. આ સમાધિભાવના પ્રભાવથી જ તે દેવલોકમાં ગયો. મૂર્તિ, એ મોક્ષની કૃતિ છે? - એવી જ રીતે શ્રી નમિરાજર્ષિને કંકણના કારણે વૈરાગ્ય થયો હતો, માટે કંકણ વૈરાગ્યનું જ કારણ છે – એમ કહેવાય ખરું ? જો એમ હોય તો ઘેર જઈ એ પ્રયોગ કરીને જલદી અહીં આવી જાઓ ! જો એમ કંકણથી વિરાગી થતા હોત, તો તો આજે વિરાગીઓનો પાર પણ ન હોત. કંકણમાં અને તેના અવાજમાં તો સારી દુનિયા મૂંઝાઈ ગઈ છે અને પોતાની જાતને પણ ભૂલી ગઈ છે. જેઓ કંકણમાં મૂંઝાયા હોય તેઓ શ્રી વીતરાગની મૂર્તિ વગર વીતરાગતા કેમ પામે ? આજે તો મુદ્દો એમ છે કે – વીતરાગતાની સાથે વૈર જન્મે છે, માટે જ શ્રી વીતરાગની મૂર્તિ નથી ગમતી. ઘર ગમે, બંગલા-બગીચા ગમે, હીરામાણેક-પન્ના ગમે, નાટક-ચેટક-સિનેમા ગમે, દુનિયાની બધી ચીજો ગમે, એને શ્રી વીતરાગની મૂર્તિ કેમ ન ગમે ? બાપની કે માની મૂર્તિને (ફોટો) જોઈને નાચે-કૂદ, ગાંડોઘેલો થાય, એને શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ કેમ ખટકે ? સહીથી લાખોનો વહીવટ કરે, એને જિનની મૂર્તિ ન ગમે ? ન્યાયાધીશની કલમથી કૈક છૂટે અને કંક કેદમાં જાય, એ તો જાણો છો ને ? સ્ત્રીની મૂર્તિને (ફોટાને) તો Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ સંઘ સ્વરૂ૫ દર્શન ભાગ-૧ – બટનમાં રાખે અને વારંવાર જોયા કરે; સ્ત્રી ઘરમાં છે, પછી વળી છાતીએ લટકાવવાની શી જરૂર ? ત્યાં તો કહે કે-“એને જોયા વિના ઠંડક વળતી નથી. સ્ત્રીની મૂર્તિમાં મૂંઝાયેલાઓને કહેવાનું કે “તને વીતરાગની મૂર્તિ ન ગમે તો ન માન, તને ખટકે તો ન માન, પણ જે કોઈ મૂર્તિને માને એને ના કહેવાનોમૂર્તિને કે મૂર્તિના માનનારને ગાળો દેવાનો તને શો અધિકાર છે ? મૂર્તિને પથરા કહેવાનો શો અધિકાર છે ?” પથરા પાછળ તો દીવાના બન્યા છો. હીરા, માણેક, પન્ના, એ પથરા છે ને ? ખાઓ તો પ્રાણ લે એવા ! એની પાછળ તો ભાગાભાગ કરો છો. એની પાછળ નાચનાર-કૂદનારને શ્રી વીતરાગની મૂર્તિ જોઈને દુઃખ થાય એનું કારણ શું એ વિચારો. ભગવાન ગયા પછી ભગવાનની વાણીને માને, તો પછી મૂર્તિને માનવામાં શી હરકત ? મુદ્દો એ છે કે ના કહી તે હા કહેવાય ? હઠીલા અને કદાગ્રહીને પહોંચાય ?સો વાત કહો તો પણ ઉહું કરે એને પહોંચાય ? આજે તો દલીલ કરે છે કે – “પથરામાં વીતરાગતા ક્યાંથી આવી ?” તો “જડ એવાં', અક્ષરમાં જ્ઞાન ક્યાંથી ?” ભાવનાથી જ ચાલે તો ખાવાનું શું કામ ? ભાવથી પેટ ભરો ને ! અનાજવાળાને કહો કે “ભાવથી માની લે કે પૈસા મળ્યા.” એ પણ કહે કે “તમે પણ ભાવથી માનો કે અનાજ મળ્યું.' સ્ત્રી પણ કહે કે – “ભાવથી માની લો કે ચૂલો સળગ્યો-અનાજ પાક્યું અને તમે પણ ભાવથી જમ્યા માનીને ઓડકાર ખાઓને !” પણ ત્યાં તો બધું જ જોઈએ. ત્યાં કોરા ભાવથી ન ચાલે અને આત્મકલ્યાણનાં સાધનોને ઉડાડી દેવાની વાતો કરવી, એ અજ્ઞાનતા નહિ તો બીજું શું છે ? અનાદિ કાળથી વળગેલા કર્મતાપથી આત્માને બચાવવા શ્રી વીતરાગદેવની મૂર્તિની તો અતિશય જરૂર છે. વીતરાગની મૂર્તિ આત્મભાવને વિકસિત કરનારી છે. ગમે તેવો પાપી જો રોજ ભાવથી પ્રભુમૂર્તિનાં દર્શન કરે, તો મહિને છ મહિને પણ એનું હૈયું જરૂર સુધરે, અભવ્યને પણ ભગવાનના સમવસરણને જોઈને, એમની ઋદ્ધિસિદ્ધિ જોઈને, સંયમ લેવાનું મન થાય છે અને એ માટે તો સંયમ લઈને પાળે છે. અભવ્યને આ થાય, તો ભવ્યને કેવો લાભ થાય ? મૂર્તિ એ તો મોક્ષની કૃતિ છે. દ્રવ્ય વિના ભાવની પ્રાપ્તિ કવચિત્ થાય છે. તે છતાં પણ હું તો ત્યાં સુધી કહું છું કે - જેને જેને એ રીતે ભાવપ્રાપ્તિ થઈ છે તેને તેને પણ દ્રવ્યાલંબન મળ્યું છે. મરૂદેવીમાતાએ પણ સમવસરણ જોયું ત્યારે ચોંક્યાં કે - “આ શું ? આ અવલંબનથી તેમની ભાવના પલટાઈ, પુત્રનો રાગ ગયો, ક્ષપકશ્રેણી માંડીને કેવળજ્ઞાન પામ્યાં, અંતર્મુહૂર્તકાળમાં જ Page #220 -------------------------------------------------------------------------- ________________ 199 - ૧૬ : સંઘ સૂર્ય જેવો પ્રતાપી હોય - 16 - ૧૯૯ સર્વકર્મોનો ક્ષય કરીને સિદ્ધિપદે પહોંચી ગયાં. ભરત મહારાજાને પણ રીસાભુવનમાં કેવલજ્ઞાન થયું, તે પણ વીંટી પડી તો ! ચાર નિક્ષેપા વિના જૈનશાસન નહિ? ભાવની પ્રાપ્તિમાં દ્રવ્યની પ્રધાનતા છે. વિધિવિધાનના મતભેદ ચાલે, પણ સૈદ્ધાંતિક મતભેદમાં વાંધો ન ચાલે. અમુક સંપ્રદાય સાથે મેળ તો નથી થતો, એનું કારણ એ કે ત્યાં સૈદ્ધાંતિક ભેદ છે. એક સિદ્ધાંત ફેરવવા કેટલું ફેરવવું પડે છે ? કહે છે કે “વસ્ત્રધારીને ચારિત્ર ન હોય.” આ સિદ્ધાંતભેદ. આપણે એમ નથી કહેતા. એ તો ત્યાં સુધી કહે છે કે “એક સૂતરનો તંતુ હોય ત્યાં સુધી કેવલજ્ઞાન ન થાય.” આ વાત આપણે નથી માનતા. કેવલજ્ઞાનને સૂતરનો તંતુ બાધ કરી શકે, એ આપણે નથી માનતા. કપડાં હોય ત્યાં કેવલજ્ઞાન નહિ એ. વાતને સિદ્ધ કરવા “સ્ત્રીને મોક્ષ નહિ' એમ લખવું પડ્યું અને “શ્રી મલ્લીનાથ સ્વામીને મલ્લનાથ કહેવા પડ્યા !! જ્યાં સિદ્ધાંતનો ભેદ થાય, ત્યાં બધું જ ફેરવવું પડે છે. જેઓ મૂર્તિ નથી માનતા, તેઓમાં આગમનું બહુમાન પણ નથી; આગમની ભક્તિ કે આશાતનાને પણ તેઓ માનતા નથી, કારણ કે તેઓ આગમને જડ માને છે. પણ આપણે પૂછીએ છીએ કે “એ જડને વંચાય શા માટે ?” આનો ઉત્તર તેઓ રીતસર નહિ આપી શકે. એ લોકો સ્થાપના ન માને, પણ ક્રિયા બધી ઈશાન ખૂણામાં જ કરે, કેમકે-શ્રી સીમંધરસ્વામી ભગવાન એ તરફ છે. આપણે કહીએ છીએ કે “ત્યાં તો ખૂણો છે, ત્યાં ક્યાં શ્રી સીમંધર ભગવાન છે ?” જ્યારે ખૂણા તરફ નજર રખાય તો મૂર્તિ તરફ રાખવી, એમાં ખોટું શું ? મૂર્તિ નજર સન્મુખ રાખો, તો આંખે તો આવે? પણ ખૂણામાં તો કાં તો ભીંત અગર કાં તો પોલાણ દેખાય ! છતાં ખૂબી તો એ છે કે ગુરુની પાટને પગે લાગે, એ પાટને પગ પણ ન અડવા દે. ગુરુની પાટ પૂજ્ય અને ભગવાનની આકૃતિ પૂજ્ય નહિ, એ કેવી ખૂબી? પૂછે છે કે પથ્થરની ગાય દૂધ દે ?' ન દે. તો ભગવાનનું નામ પણ શા માટે લ્યો છો ? વિતંડાવાદ મૂકી વસ્તુ સમજવાની ઇચ્છા થાય, તો બધું જ સમજાય. જેમ ચાર પાયા વિના પલંગ નહિ, ચાર થાંભલા વિના ઇમારત નહિ, તેમ ચાર નિક્ષેપા વિના જૈનશાસન નહિ. જે એમાંથી એક પણ નિપાનું ખંડન કરે તે આપોઆપ જૈનશાસનથી બહાર થાય છે. એની સાથે આપણો મેળ ન જ મળે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૭: સંઘ કોની પડખે રહે ? વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, પોષ સુદ પ્ર. - ૧, મંગળવાર, તા. ૩૧-૧૨-૧૯૨૯ • “એક જ દેશીય માન્યતા' એ કુનયનું સ્વરૂપ છે : વાંધો તો દુરાગ્રહની સાથે છે : વિચાર સ્વાતંત્ર્ય કે વર્તનસ્વાતંત્ર્ય ? સંયમના અર્થીના પરીક્ષક કોણ ? ઝેરના અખતરા ન હોય ? હીરાની પરીક્ષા ઝવેરી જ કરે : • સ્ટીમરો ઘણીયે ડૂબી પણ મુસાફરી અટકી ? • સંઘ કોની પડખે રહે ? એક જ દેશીય માન્યતા’-એ કુનયનું સ્વરૂપ છે: સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી શ્રી તીર્થંકરદેવ પછી શ્રીસંઘને પૂજ્ય કોટિનો માની નગર, ચક્ર, રથ, કમળ તથા ચંદ્રની ઉપમા વડે સ્વવી, હવે સૂર્યના રૂપક દ્વારા સ્તવે છે. સૂર્યમાં ગ્રહગણની પ્રભાનો નાશ કરવાનો ગુણ હોય છે, એની કાન્તિ બહુ ઉગ્ર હોય છે અને જગતને પ્રકાશ આપવાનો એનો સ્વભાવ હોય છે; એ રીતે શ્રીસંઘરૂપ સૂર્યમાં પણ એ બધા ગુણો જોઈએ, પણ એ ક્યારે સાંપડે? જ્યારે તે પોતાના સ્વરૂપમાં સ્થિર હોય ત્યારે ! શ્રીસંઘનું સ્વરૂપ દમ-ઉપશમ છે; જ્યાં ઉપશમનું ઠેકાણું નથી, ત્યાં એ ગુણો પ્રગટ થઈ શકતા નથી. સૂર્યની પ્રભાથી જેમ ગ્રહગણની પ્રભા નાશ પામે છે, તેમ પરતીર્થિક એવા કુમતવાદીરૂપ ગ્રહગણની પ્રભા પણ શ્રીસંઘરૂપ સૂર્યની પ્રભાથી નાશ પામે છે. શ્રીસંઘરૂપ સૂર્ય પાસે કુતીર્થિકો ગ્રહતુલ્ય છે. એ ગ્રહોની પ્રભા જ્યાં સુધી સૂર્યોદય ન થાય ત્યાં સુધી જ ટકે. અન્ય દર્શનકારોમાં વસ્તુનો અમુક આંશિક સ્વીકાર તો હોય છે, પણ એ વસ્તુને એકાંત માને છે, માટે એ અસત્યમાં ચાલી જાય છે. આત્માને કોઈ નિત્ય જ માને છે, તો કોઈ અનિત્ય જ માને છે; કોઈ વિભુ જ માને છે, તો કોઈ અણુ જ માને છે. આવી એકાંત માન્યતાને લઈને તે તે દર્શન સુનયનું પૂજારી થવાને Page #222 -------------------------------------------------------------------------- ________________ 01 – ૧૭: સંઘ કોની પડખે રહે? - 17 - ૨૦૧ બદલે કુનયનું પૂજારી થઈ જાય છે કારણ કે એક જ દેશીય માન્યતા એ કુનયનું સ્વરૂપ છે. એક એક દેશને જ પકડવાથી તે તે દર્શનોની પ્રભા ઝાંખી જ હોય છે. સર્વદેશીય માન્યતાના સ્વીકારથી સુંદર અને સર્વપ્રધાન શ્રી વીતરાગ પરમાત્માના દર્શનરૂપ સૂર્યના ઉદયની સાથે જ એક એક દેશીય માન્યતાથી જ સ્થાપિત થયેલ દર્શનો, ક્ષુદ્ર હોવાથી આપોઆપ જ ગ્રહોની માફક પ્રભાહીન થઈ જાય છે. નયાભાસોની માન્યતા ગ્રહોની માફક ત્યાં સુધી જ પ્રકાશિત રહે, કે જ્યાં સુધી સર્વ સુનયોથી પરિમંડિત શ્રીસંઘરૂપ સૂર્ય ઉદય ન પામે. શ્રી જિનેશ્વરદેવનું પ્રવચન માન્યા પછી “આ પણ ઠીક અને તે પણ ઠીક એમ ન જ થાય. એક અંશથી વસ્તુનો સ્વીકાર પણ વસ્તુના બાકીના અંશોની અવગણના કરવાથી અસત્યની કોટિમાં જ જાય છે. આ માણસ દીકરાવાળો હોવાથી બાપ છે એમ કહેવાય, પણ આ માણસ બાપ જ છે એમ તો ખોટું; કેમ કે તે પોતાના પિતાનો દીકરો પણ છે અને પોતાની પત્નીનો પતિ પણ છે. એક - ‘જ' કારથી આખી વસ્તુ ફરી જાય છે. “ઘડામાં પાણી ભરાય છે', એ ખોટું નથી, પણ “ઘડામાં પાણી જ ભરાય છે એ ખોટું છે; કેમ કે દૂધ, દહીં અને ઘી વગેરે પણ તેમાં ભરાય છે. એકાંત અને અનેકાંતમાં આવો ભેદ હોય છે. છે. એવી જ રીતે “અઢાર વર્ષની વય સુધી દીક્ષા ન જ દેવાય” એ ખોટું, પણ અઢાર વર્ષની વય સુધી દીક્ષા ન પણ દેવાય” એ સાચું. નાલાયક હોય તો ન પણ દેવાય; અઢાર શું પણ અઠ્ઠાવન વર્ષનો હોય તો પણ નાલાયકને ન દેવાય. તેમ આઠ વરસનાને દીક્ષા દેવાય જ' એમ પણ નહિ. યોગ્ય હોય તો દેવાય” યોગ્ય હોય તોં આઠ વર્ષે પણ દેવાય અને અયોગ્ય હોય તો અઠ્ઠાવન વર્ષે પણ ન દેવાય; લાયકને દેવાય અને નાલાયકને ન દેવાય. આથી વસ્તુને એકાંત પકડવી એ હિતકર નથી, કારણ કે-વસ્તુને એકાંત પકડવાથી એ ખોટી થાય છે. એ ખોટાના નાશ માટે શ્રી જિનેશ્વરદેવનું શાસન છે. એશાસનને પામેલો બધે સ્થાને હાજી કેવી રીતે ભણે ? કહેવું જ પડશે કે ન જ ભણી શકે. દરેક દર્શનના અંશો ખોટા નથી, પણ એમણે “જ” કાર માન્યો માટે એ ખોટા બની જાય છે. આત્મા નિત્ય એ વાત પણ સાચી અને અનિત્ય એ વાત પણ સાચી, પણ નિત્ય જ કે અનિત્ય જ, એ વાત ખોટી. બાકી એ દર્શનના અંશો માન્ય છે, માટે તો કહ્યું કે – ષટું દર્શન જિન અંગ ભણીજે.” શરીરને હાથ, પગ, નાક, બધું છે. પણ આખા શરીરને કોઈ હાથ જ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - 202 અગર પગ જ કહે તો ખોટું જે અંશો માનવા જેવા હોય, તે મૂકી દઈને એક એક અંશ માની બાકીનાની અવગણના કરે, તે દુર્નય, એ દુર્નયોરૂપ ગ્રહો શ્રી જિનેશ્વરદેવનો અનેકાંત મતરૂપ સૂર્ય ઉદય પામે ત્યારે, આપોઆપ જ નાશ. પામે; સૂર્યોદય સમયે એ ગ્રહો જ આપોઆપ અદશ્ય થઈ જાય છે. વાંધો તો દુરાગ્રહની સાથે છે: આ તો દર્શનની વાતો છે કે જેમાં અંશે પણ સત્ય છે; આજનાઓમાં તો એ પણ નથી. જેટલી જેટલી મનમાં ઉઠાવેલી માન્યતાઓ, મનઃકલ્પિત વાતો, તેનો શ્રી જિનેશ્વરદેવના શાસનમાં ઇન્કાર છે. શ્રી જિનેશ્વરદેવના શાસનરૂપ સૂર્ય ઉદય પામે ત્યારે આ ગ્રહો જીવતાજાગતા ન રહે. છતાંય નકલી માલ બહુ ઝળકે. સોનાની થાળી કરતાં કાંસાની થાળી બહુ ખખડે. ખખડાટ ઉપર કિંમત નથી. લોક ખખડાટથી ભેગું ભલે થાય, પણ બેમાંથી લે તો સોનાની જ થાળી. બીજામાં કાંતિ જ નથી એ કહેવાનો હેતુ નથી, પણ અનેકાન્ત નયરૂપ સૂર્ય પાસે દુર્નયોરૂપ ગ્રહો પ્રભારહિત જ બની જાય છે. ગ્રહોના તેજનો નાશ કરવા જેમ સૂર્ય સમર્થ છે, તેમ શ્રીસંઘરૂપ સૂર્ય પણ દુર્નયરૂપ ગ્રહોના તેજને નષ્ટ કરવા સમર્થ છે. શ્રીસંઘ જ્યાં ત્યાં ભળે ખરો ? નહિ જ. બીજી વાતો આડંબરથી સારી દેખાય તોયે તે તરફ શ્રીસંઘ ન ઝૂકે, કારણ કે-“સૂર્ય ન હોય ત્યાં સુધી ગ્રહો ઝળકે, પણ સૂર્યોદય પછી એ ગ્રહોની પ્રભા નાશ જ પામવાની છે.' એ વાતનો તેને પૂરેપૂરો નિશ્ચય છે. આજ તો કહે છે કે - “આમ એકની એક વાત આ જમાનામાં ચાલે ?” હું કહું છું કે “ગમે તે જમાનામાં પણ સત્ય વસ્તુનો સ્વીકાર કર્યા વિના ચાલે તેમ નથી.” પહેલે ગુણઠાણે પણ ભદ્રિકત્વ આદિ ગુણોને ધરનારા ગુણી આત્માઓની જ ખાસ ગણતરી થાય. જ્યાં ભદ્રિકત્વ આદિ નથી, ત્યાં તો પહેલું ગુણસ્થાનક પણ નામનું જ. બાકી એ આત્માઓની ખાસ ગણતરી નથી. પહેલે ગુણઠાણે મિથ્યાષ્ટિ છે, તે પણ જો દુરાગ્રહી ન હોય તો ઘણો સારો. આજે તો એવો દુરાગ્રહ છે કે “આમ થાય જ નહિ.' લડત તો ખામી દૂર કરવાની હોય, ખામીના સંશોધનની હોય, ખામી દૂર કરવા માટે ઘટતા ઇલાજો લેવાની હોય અને એમ થાય તો એ સુનયમાં આવે. ખામી દૂર કરવા યોગ્ય માર્ગો ઘડે તો તે ઊંચી કોટિના ગણાય; પણ આ તો દોષોના નામે સત્ય વસ્તુનો નાશ કરવાને દુરાગ્રહી બન્યા છે, ત્યાં જ મોટો વાંધો છે. જે પોતાને સંઘ કહેવરાવવા માગે, તેણે ખોટી વાતથી તો દૂર જ રહેવું જોઈએ. Page #224 -------------------------------------------------------------------------- ________________ 203 ૧૭ : સંઘ કોની પડખે રહે ? - 17 - ૨૦૩ વિચારસ્વાતંત્ર્ય કે વર્તનસ્વાતંત્ર્ય ? - આજે હવે કહેવાય છે કે - ‘અમારે વિચારસ્વાતંત્ર્ય સામે વાંધો નથી, પણ વર્તમાન સ્વાતંત્ર્ય સામે વાંધો છે.’ આના આ જ લોકો તરફથી પહેલી વાત એમ થતી હતી કે – ‘વિચારભેદના અંગે સંઘબહાર ન મુકાય. ત્યારે પ્રશ્ન એ થયો કે ‘અમુક ગામોમાં એમ કેમ થયું ?' એના બચાવમાં કહે છે કે - ‘વર્તનસ્વાતંત્ર્ય સામે વાંધો છે.’ આપણે બધી વાત હવે અત્યારે એમની જ દૃષ્ટિએ કરીએ છીએ, તે ખ્યાલમાં રાખો. આ વાતથી એમની જ દૃષ્ટિએ એ સાબિત થાય છે કે ‘વિચારીને અમલમાં મૂકે તેને સંઘબહાર મુકાય.’ આ વાત એ કબૂલ રાખે છે. હવે એ બોલ્યા એટલું પાળે, તો તો કહી શકાય કે-એ એટલી દૃષ્ટિએ પણ સજ્જન કોટિના માનવી છે : એટલી પણ સભ્યતા એમનામાં આવે તો જરૂર ખુશી થવું જોઈએ. વિચાર ક્યાં સુધી કહેવાય ? હૈયે હોય ત્યાં સુધી. હોઠે આવે, બહાર આવે એટલે શું થયું ? પછી તો થયું વર્તન. એ બધા લખનારા એટલા તો ડાહ્યા છે કે - આટલું પણ નથી સમજી શકતા ? પોતાના વિચારોને જણાવવા માટે અને એ વિચારોનો જનતામાં પ્રચાર કરવાને માટે લેખો લખે એ શું અમલ નથી ? પોતાના વિચારનો અમલ કરાવવા રાજ્યોને અરજી કરે, એ શું વર્તન નથી ? પોતાનો એવો વિચાર હોય કે - આઠ વર્ષનાને દીક્ષા ન અપાય તો ભલે પોતે ન લે, અઢાર વર્ષ પહેલાં દીક્ષા ન,અપાય એવો વિચાર તેમનો હોય, તો ભલે પોતે એ વિચાર ધરાવે, પણ આ તો બીજાને અટકાવવા પ્રયત્ન કરે, એટલે તો એ વર્તન જ થયું; અર્થાત એમણે પણ પોતાના વિચારને વર્તનમાં મૂક્યો તો તેઓને શ્રી સંધ, સંઘબહાર મૂકે, તેમાં કાંઈ પણ વાંધો છે ? એ પોતાના વિચારના પ્રચારને વર્તન ન ગણે અને બીજાઓ પોતાના વિચારને પ્રચારે એને વર્તન ગણી પોતાના ટોળાથી અલગ કરે, એ કઈ જાતનો ન્યાય ? એવા વિલક્ષણ ભેજાંવાળાઓને શ્રીસંઘ શાસ્ત્રાજ્ઞાનુસાર પોતાના વ્યવહારથી દૂર કરી શકે છે. -સભા જૈનદર્શનમાં કલ્પિત વિચારસ્વાતંત્ર્યની પણ છૂટ ક્યાં છે ? નથી જ, પણ હું કહી ગયો છું કે આ વાત આપણે એમની જ દૃષ્ટિએ કરી રહ્યા છીએ, એટલે એ પ્રશ્ન ઊઠી શકતો નથી. ઘરમાં પચ્ચીસ ચીજ ખાવાની કરી હોય, પોતે ખાવા બેઠો હોય અને પોતાને એક ચીજ ન ખાવી હોય તો ન ખાય પણ બીજાને ન ખાવા દેવાનો અગર તો તે ચીજ ઝૂંટવી લેવાનો તેને શો અધિકાર છે ? સભા : કોઈ ખરાબ ચીજ ખાતો હોય તો ન પણ ખાવા દેવાય ને ? વળી તમે ભૂલ્યા. હું કહું છું કે - આ વાત એમની દૃષ્ટિએ કરું છું. આપણે Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ 24 તો માનીએ છીએ કે અયોગ્ય કાર્ય કરતાં યોગ્ય આત્માને જરૂર અટકાવાય; પણ આ તો એમની નજરે વાત કરીએ છીએ કે - “બીજાની ચીજ ઝૂંટવવાનો અધિકાર નથી, તેમ જ બીજાને એક ચીજ ન ખાવી હોય તો પરાણે ખવરાવવાનો પણ અધિકાર નથી.” ન ખાવી હોય એના ગળામાં ન નખાય. અહીં તો સાધુપણા વગેરેનો ઉપદેશ દેવાય; સર્વવિરતિ, દેશવિરતિ, સમ્યકત્વ કે માર્ગાનુસારીપણું, વગેરે ધર્મનો ઉપદેશ અપાય, જેને રૂચે એ લે, ન રૂચે તો એની મરજી પણ જેને એ ન રૂચે તેને બીજાને ગાળો દેવાનો અધિકાર નથી. દેવ, ગુરુ, ધર્મને જેને માનવા હોય તે માને, જેને ન માનવા હોય તે ન માને, એ એમની મરજી પણ માનનારની આડે દીવાલ ઊભી કરવાનો શો હક્ક છે ? એ લોકો પોતાના ખોટા વિચારનો પ્રચાર કરે, તો સાચા વિચારવાળા પોતાના વિચાર બહાર મૂકે. એમાં અટકાયત શી ? એમાં ગભરામણ થય એનું કારણ શું? જો એ બધું થતું હોય, તો એ લોકો વિચાર-સ્વાતંત્ર્યના જ ઉપાસકો નથી. પણ વર્તનસ્વાતંત્ર્યના ઉપાસકો છે; એ વાત નિશ્ચિત થાય છે. છતાં અમારે “વિચારસ્વાતંત્ર સામે વાંધો નથી પણ વર્તનસ્વાતંત્ર્ય સામે વાંધો છે' આમ કહેવાની મૂર્ખાઈ કરવી, એ કેમ નભે ? કહેવું જ જોઈએ કે ન જ નભે. સંયમના અર્થીના પરીક્ષક કોણ? સમાજમાં પોતાને વકીલ, પ્રોફેસર કે સૉલિસિટર કહેવરાવનારા એટલી સાદી વાત પણ ન સમજે, એ કેવી આશ્ચર્યજનક બીના છે ? લખતી વખતે થોડું પણ સમજવા તો થોભવું જોઈએ કે નહિ ? વિચારસ્વાતંત્ર્ય તથા વર્તનસ્વાતંત્ર્ય કોને કહેવાય ? એ સમજ્યા વિના જ લખવું, એ ડહાપણ તો નથી જ. ડાહ્યા હોય તો દલીલપૂર્વક લખે, સામે આવે પણ એ તો કરવું નથી. અયોગ્ય વિચાર જ્યારે એ પ્રચારે ત્યારે સુયોગ્ય વિચારવાળાની પણ ફરજ છે કે “શાસ્ત્રીય વિચાર બહાર મૂકી, એવા અયોગ્ય વિચારથી જનતાને થતી હાનિ અટકાવવી.” એક ટોળું ઠરાવ કરે કે “અઢાર વર્ષની વય સુધી દીક્ષા ન દેવાય” ત્યારે શાસ્ત્ર કહે છે કે – “દઈ શકાય.” અયોગ્ય વિચાર જાહેરમાં મુકાય તો સુંદર વિચાર જાહેરમાં કેમ ન મુકાય ? એ સંયમ લેનારને અટકાવવા મહેનત કરવાનો હક્ક લઈ બેઠા, તો તમે સંયમ લેનારને સહાય કરવાનો હક્ક ધરાવો છો ને ! આટલો કાયદો પણ શું એ ન સમજે ? જ્યાંની ડીગ્રી છે, ત્યાં જો એ લોકો આવી વાતો ન કરી શકે, તો અહીં વગર ડીગ્રીએ આવી વાતો કેમ કરતા હશે ? એ લોકો દીક્ષા લેનારની કાનપટ્ટી પકડવા જાય, તો તમે એમને તેમ કરતાં અટકાવી શકો છો, આટલું પણ શું ડીગ્રીધરો ન Page #226 -------------------------------------------------------------------------- ________________ 205 – ૧૭ઃ સંઘ કોની પડખે રહે ? - 17 — ૨૦૫ સમજે ? એ લોકો સંયમધર થનારની પરીક્ષા લેવા માગે છે ! પરીક્ષક ડીગ્રીધર હોય કે વગર ડીગ્રીનો ? ડીગ્રીધરને પરીક્ષા દેવાય કે રખડતાને ? નાલાયક પરીક્ષક આવે તો વિદ્યાર્થી પણ કહી દે કે – “એવાને પરીક્ષા આપીને આબરૂ બગાડવી નથી.” જેને વૈરાગ્ય પ્રત્યે સદ્ભાવ નથી, તે વૈરાગ્યને પીછાણે શી રીતે ? જે પોતે સંસારને સારો માને, જેને વૈરાગ્ય ન ગમે, તે વિરાગીની પરીક્ષા શી રીતે કરી શકે ? અરે ! ન પરણનારને જે પરણાવવાનો કાયદો કરવા માગે છે, એ દીક્ષા લેનારની પરીક્ષા શી રીતે કરી શકે ? આવા નાલાયકોની વિચારસરણી આજે કુળવાન વિધવાઓને પણ મૂંઝવે છે. એ વિધવાઓ તો કહે છે કે - એ નાલાયકો અમને કેમ બદનામ કરે છે? એમના ઘરમાં મા-બેન વિધવા હોય અને તેમની ભાવના જો પરણવાની થઈ હોય, તો તે એમને નામે વાત કરે, પણ અમારા બધાના નામે કેમ વાત કરે છે ? કોઈ કુલવતી વિધવા બહેનોએ એમને અરજી કરી છે ? ના, તો પછી નાહકના એ નફરખંદાઓ કૂદાકૂદ કેમ કરે છે ?” આ રીતે ઘણી કુલવાન બાઈઓનો એમની સામે પોકાર છે. કઈ વિધવા એમને કહેવા બહાર આવી ? અને કોઈ આવે તો ભલે એ એને ફાવે તેમ કરે. તેને રોકે છે કોણ ? પણ જેઓને ભાવના જ એવી ન હોય, તેઓના નામે હિલચાલ શા માટે ? - મૂળચંદભાઈએ જામનગરની સંઘને રોકડવું પરખાવ્યું હતું કે, સંઘની આજ્ઞા માનવા તૈયાર છીએ, પણ જે શાસ્ત્રને માને તે સંઘ.” ‘ત્યારે પેલાઓએ કહ્યું કે – “શાસ્ત્રને આઘાં મૂકો !” *. મૂળચંદભાઈએ તો પણ એ જ જણાવ્યું કે - “શાસનને માને તે જ સંઘ. : મૂળચંદભાઈને આવું કહેવાનો હક્ક શું ન હતો ? હતો જ. પણ ‘શાસ્ત્રને આઘાં મૂકો ! એ કહેવાનો હક્ક જૈન કહેવરાવનારાઓને કોણે આપ્યો ? એક સમુદાય કહે છે - - “અમારી રજા વિના દીક્ષા ન લેવી' તો તે વાતને કંઈ બધા ઓછી જ માને ? શાહુકાર કદી કહે કે - “મારી સલાહથી વેપાર કરવો’ તો તો બધા માને. પણ શાહુકારી વિનાનો કહે તો કોણ માને ? સભાઃ જેને દેવાળું કાઢવું હોય તે ! સંયમ લેનારની પરીક્ષા લેનાર કોણ હોય ? વૈરાગ્ય વિનાનાઓ પાસે કોઈ પરીક્ષા આપવા જાય, તો તેઓ કેવું સર્ટિફિકેટ આપે ? સભા: ત્યાં તો કોઈ જાય જ નહિ ને ! Page #227 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ બરાબર છે. જે સંયમનો સાચો અર્થી હોય તે તો એવાઓની પાસે જાય.જ નહિ, પણ કલ્પના કરો કે જાય, તો એ લોકો તો કહે કે - ‘સત્તર વર્ષનો આદમી દીક્ષા લેવા અરજી તો કરે છે પણ હજી સ્ત્રી પરણ્યો નથી તે બ્રહ્મચર્યમાં શું સમજે ?’ વળી પહેલાં તો જનારને એમ જ પૂછે કે - ‘અલ્યા ! તને વૈરાગ્ય થયો શી રીતે ? અમે કૉલેજની ચોપડીઓ ફાડી, સ્ટેજ પર મોટાં સુધારાનાં ભાષણો કર્યાં, છતાં અમને વૈરાગ્ય ન થયો અને તને કેમ થયો ?’ ઝેરના અખતરા ન હોય : ૨૦૬ 208 સભા સાહેબ વૈરાગ્યની ચોપડીઓનાં ટ્રાન્સલેશન પણ કર્યાં છે ! અને એમાં લખ્યું છે કે માતાના સંબંધ ખોટા, પિતાના સંબંધ ખોટા. આવા તરજુમા કરનારા - ‘અમને વૈરાગ્ય ન થયો અને તને કેમ થયો ? તેઓ આવા યદ્દા તદ્દા પ્રશ્નો કરી શકે ખરા ? અને એવા પ્રશ્નો કરનારા પરીક્ષકો કેમ બને ? એક વખત એક સરળ અમલદારના - ‘મને વૈરાગ્ય ન થયો અને તને કેમ થયો ?' આવા પ્રશ્નનો એક બાળકે ઉત્તર આપ્યો હતો કે ‘હું પુણ્યવાન છું માટે મને વૈરાગ્ય થયો, તમે પુણ્યવાન નહિ માટે તમને વૈરાગ્ય ન થયો.’ આ ઉત્તર સાંભળી જૈનેતર હોવા છતાં ખુશ થઈને તે અમલદારે તે બાળકને વૈરાગ્યભાવનામાં ઘણો જ ઉત્તેજિત કર્યો હતો. વ્યવહા૨માં પણ કોઈ કહે કે - ‘વર્ષોથી મહેનત કરું છું તોય મને લાખ ન મળ્યા અને તને ચાર દિવસમાં લાખ શી રીતે મળ્યા ?’ તો પેલો કહે કે ‘તું કમભાગી માટે ન મળ્યા, તારું કપાળ કોડિયા જેટલું માટે ન મળ્યા અને મારું કપાળ મોટું અને નસીબ જાગતું માટે મને મળ્યા ! એમાં પ્રશ્ન શો ?' ચાર દિવસની પેઢીવાળો લક્ષાધિપતિ બની જાય અને ચાલીસ વર્ષની પેઢીવાળો એવો ને એવો જ ૨હે, એ શું નથી બનતું ? જરૂર બને જ છે. સભા : એવાઓની પાસે કોઈ જવાનું નથી; કોણ જવા બેઠું છે ? ન જ જાય; પણ કલ્પો કે-જાય, એટલે પેલા તો એ જ પૂછે કે - ‘તને વૈરાગ્ય થયો શાથી ?’ જનાર જવાબ આપે કે ‘શાસ્ત્રના વચન ઉપર મને શ્રદ્ધા છે અને શાસ્ત્ર કહે છે કે – સંસાર અસાર છે અને સંયમ જ શ્રેષ્ઠ છે, કારણ કે - સંયમના યોગે જ શાશ્વત સુખના ધામરૂપ મોક્ષ મળી શકે છે; માટે મને સંયમ લેવાના ભાવ થયા છે અને સંસાર ઉ૫૨થી વૈરાગ્ય થયો છે.’ તરત પેલા કહી દે કે - ‘અંધશ્રદ્ધાળુ’ અને પછી સમજાવે કે ‘ગાંડા !' વસ્તુના અનુભવ વિના Page #228 -------------------------------------------------------------------------- ________________ 207 – – ૧૭ઃ સંઘ કોની પડખે રહે ? - 17 - – ૨૦૭ વસ્તુને ખોટી કહેવાય કેમ ? એટલે પાછો વિરાગી કહે કે “એવો રિવાજ વ્યવહારમાં પણ નથી. ઝેર ખરાબ જાણીને જ નથી ખવાતું, કાંઈ એનો અનુભવ કે અખતરો કોઈ કરતું નથી.” એટલે તરત કહી દે કે “ગમાર ! એવી ખોટી દલીલ હોય ? જા ! જા ! તને વાત કરતાં પણ નથી આવડતી. તું દીક્ષાને માટે નાલાયક છે !” આવાઓ પરીક્ષક કેમ બની શકે ? કહેવું જ પડશે કે “ન જ બની શકે.' હીરાની પરીક્ષા ઝવેરી જ કરે: ખરેખર, વાણીસ્વાતંત્ર્ય, વર્તનસ્વાતંત્ર્ય, વિચારસ્વાતંત્ર્ય કોને કહેવાય એનો પણ તેઓને ખ્યાલ નથી, શાસ્ત્ર તો કહે છે કે “તત્ત્વવેદી તે કહેવાય કે જેને ખોટો વિચાર જ ન આવે; કદાચ વિચાર આવી જાય તો પણ એને બહાર તો ન જ મૂકે; કદાચ તેવો વિચાર બહાર મુકાઈ જાય તોયે એનો અમલ તો તે ન જ કરે ! જો તે તેવા વિચારનો અમલ કરે તો એનું તત્ત્વવેદીપણું નાશ પામી જાય છે.” આ તો એવી વાતો કરે છે કે – “એમના જ વિચારો એમને જ ગળે વળગે છે.” . જામનગરની તથા પાટણની કાર્યવાહીનો એક પુણ્યવાન બચાવ કરે છે કે . “એ કાર્યવાહીમાં અમારા સિદ્ધાંતને બાધ નથી, માટે અનુમોદન કરીએ છીએ.” પણ એવા અનુમોદનની કિંમત શી ? કારણ કે “જેવી જાતના ભેગા થાય તેવા અવાજ નીકળે એ તો નિયમ જ છે.” - સ્વતંત્રતાની વાતો કરનારા પોતાને માટે ઇચ્છાનુસાર વર્તવાની છૂટ માગે છે અને બીજાઓને ના પાડે છે, એમનો આ સ્વતંત્રવાદ કેવો? એમને સંયમ ન ગમે તો ભલે પણ લેનારને આડખીલી શું કામ કરે ? પોતાને પૂજા ન ગમે તો ન કરે, પણ પૂજા કરનારને કનડે શું કામ ? ખરેખર, શબ્દો સિવાય સ્વતંત્રતાનો વાદ છે જ ક્યાં ? એ લોકો કહે છે કે – “દરેક આદમીએ બાળકને છૂટ આપવી જોઈએ !” કબૂલ, પણ કેવી છૂટ ? ન આપવા લાયક આશ્રવમાં છૂટ અને સંવરમાં નહિ, એનું શું કારણ ? જેમની પાસે કોઈ સંયમ લેવા આવે છે, એમના ઉપર તો આગમનો અને વેષનો અંકુશ પણ છે; અંકુશ આઘો કરે તો ચાર જણ કહેનાર । तावत् तत्त्वविदुषामेष मार्गों यदुत तेषां कल्याणाभिनिवेशितया निष्प्रयोजनी विकल्पो न चेतसि विवर्त्तते, अथ कदाचिदभावितावस्थायां विवर्तेत तथापि ते न निनिमित्तं भाषन्ते, अथ कदाचिदतत्त्वज्ञजनान्तर्गततया भाषेरन् तथापि न निर्हेतुकं चेष्टन्ते, यदि पुनस्ते निष्कारणं चेष्टेरन् ततोऽतत्त्वज्ञजनसार्थादविशिष्टतया तत्त्ववित्ता विशीर्येत । - ઉપમિતિભવપ્રપંચ કથા, પ્રસ્તાવ-૧ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ પણ મળે; છતાં ત્યાં એ લોકો અંકુશની વાત કરે છે અને જે સર્કલમાં વાત જ તદ્દન જુદી છે ત્યાં નિરંકુશતા માગે છે, એનું કારણ ? વિચાર કરશો તો સમજી શકાશે કે સ્વાતંત્ર્યનો એમનો અર્થ વાજબી જ નથી. સંઘમાં રહેનારે પણ હવે એ નક્કી કરી લેવું જોઈશે. 208 હું અને તમે સંઘમાં ભેગા છીએ, પણ જો ભેગા રહીએ તો ! ભેગા કોણ રહી શકે ? ‘સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા.' આ ચાર જ. જેનામાં સાધુપણું કે શ્રાવકપણું ન હોય, તે તો ભેગા ન જ રહી શકે. છતે સૂર્યે અંધકારમાં અટવાવું એ કેમ પાલવે ? યોગ્ય રસ્તો સ્વીકાર્યા વિના ઉદય નથી. એ સંસા૨૨સિક લોકો કહે છે કે ‘દીક્ષા લેનારની પરીક્ષા અમે લઈએ.' ત્યારે શાસ્ત્ર. જાણનાર કહે કે વૈરાગ્ય અને વૈરાગ્યના પ્રેમ કે જ્ઞાન વિનાનાઓ વૈરાગ્યની પરીક્ષા કરે શી રીતે ?’ હીરાની પરીક્ષા ઝવેરી જ કરે કે હાંલ્લાનો ઘડનાર પણ કરે ? જૂરી (પંચ) તો સજ્જનની જં હોય, પણ મૂર્ખાઓની ન હોય. ન્યાયાધીશ પણ ન્યાયં ચૂકવતાં પહેલાં જૂરીને આખો કેસ સમજાવે, કાયદાની બારીકી સમજાવે, ત્યાર પછી જૂરી બોલે. જૂરી એમ ન કહે કે ‘જજનું સાંભળવું જ નહિ.' જજ આખો કેસ સમજાવે અને પછી કહે કે - ‘મારો અભિપ્રાય એવો છે, આ કેસમાં આટલી કાયદાની બારીકી છે, એ બધું ધ્યાનમાં લઈ ન્યાયબુદ્ધિથી અભિપ્રાય આપો.' જજની સમીંગ અપ સાંભળ્યા પછી જૂરી બોલે; પહેલાં બોલે તો ઘેર જવું પડે. જૂરીમાં બેસવું ને જજને સાંભળવા નહિ, એ કેમ ચાલે ? સ્ટીમરો ઘણીયે ડૂબી પણ મુસાફરી અટકી ?. આથી સ્પષ્ટ થાય છે કે સંયમંના અર્થીની પરીક્ષા શાસ્ત્રજ્ઞ સંયમધર કે સંયમના પ્રેમી જ કરી શકે પણ અન્ય કોઈ ન કરી શકે. બાલદીક્ષા આદિ માટે આજનાઓ જે જે વિકલ્પો કરે તે વિકલ્પોનું જ્ઞાન શાસ્ત્રકારોને પૂરેપૂરું હતું. દુનિયામાં ખોટ જ ન હોય એવો કયો વેપાર છે ? ખોટ આવે માટે વેપાર કેમ અટકે ? દુનિયામાં કોઈ નિસરણી એવી નથી કે જેના ઉપરથી કોઈ પડ્યું ન હોય. ઘણાએ ઘણીવાર પડ્યા હોય પણ પડેલાને એ નિસરણી જ ચડાવે. શાસ્ત્રકારો કહે છે કે દુનિયાનો કોઈ મોક્ષમાર્ગ એવો નથી કે, જ્યાં ચડીને કોઈ પણ આત્મા પડ્યા ન હોય. શ્રી તીર્થંકરદેવના કાળમાં પણ ચડનાર આત્માઓ પડતા હતા કે નહિ ? સભા : શ્રી કૃષ્ણ મહારાજાએ દાંડી પીટાવી ત્યારે પડવા-ન પડવાનું જોયેલું ? શ્રીસંઘ એવું એવું જોવાને તૈયાર નહોતો. શ્રીસંઘ તો વસ્તુની કિંમત આંકતો Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૭ : સંઘ કોની પડખે રહે ? - 17 અને અનેકને સન્માર્ગે ચડાવવા એ જ તેનું એક ધ્યેય હતું ! પ્રભુના સમયમાં પણ ચડનારા પડતા હતા. કોઈવાર પડાય, ત્યારે કોઈવાર ચડાય. પડવાની બીકે બાળકને ચાલવા કે ચડવા ન દેનાર. માબાપ એ બાળકના હિતના ઘાતક છે. એ તો ચાલતાં પગ પણ છૂંદાય, ઢીંચણ પણ છૂંદાય, નાક પણ છૂંદાય અને કપાળ પણ ટિચાય તોય ચલાવાય તો જ ચાલતાં આવડે; એ રીતે મોક્ષમાર્ગે ચડનારને, પડવાની બીકે નહિ ચડવા દેનારા, એના આત્મહિતના ઘાતક છે. 209 ૨૦૯ જે વાત ન બેસે તેં અહીં બોલજો; બહાર જઈને બીજાઓ વાતને વિરુદ્ધ રૂપમાં ફેલાવે છે, માટે સૂચવું છું કે તમે ભ્રમમાં ન પડો. પૂછવાની દરેકને છૂટ છે. ચોથા આરામાં તો ધર્મની આરાધના સહેલી હતી; અત્યારે તે કઠિન છે; કેમકે સારા વિચા૨ ટકવાનો સંભવ ઓછો છે. આ બે કલાકના વિચારને, પછીના બાવીસ કલાક અને તેમાં પણ વિરુદ્ધ વાતાવરણ ફેરવે નહિ તે માટે રોજ ભલામણ કરું છું કે ન સમજાય તે પૂછજો. પચાસ જણ ચડતા હોય એમાંથી એક પડે, એ જોઈને બીજા એમ કહે કે ભાઈ ! સાચવીને ચડો.' પણ એમ ન કહી શકે કે ‘ચડો જ નહિ !' કારણ કે એમ કહેવું એ મૂર્ખતા છે. સ્ટીમરો ઘણીયે ડૂબી, પણ દરિયાની મુસાફરી કંઈ અટકી ? રેલ્વે તથા મોટરોના અકસ્માત આજે ઘણાયે થાય છે, પણ એ બધાની મુસાફરી ચાલુ જ છે. મુસાફરીમાં સાવધ રહેવાનું કહે છે પણ મુસાફરી બંધ‘કરવાનું કોઈ જ નથી કહેતું. જ્યાં ડૂબી મરવાનું છે, ત્યાં તો બચાવ કરે છે કે - ‘ડૂબનારનું ભાગ્ય.’ અને અહીં તો કહે છે કે વસ્તુ જ ન જોઈએ.' આવી બુદ્ધિવાળાઓને કહેવા કેવા ? ' ધર્મીની દલાલી તો એ હોય કે ‘ભાઈ ! પડ્યા ? હોય, કર્મોદયથી પડાય, પણ પડતાં પડતાં પણ ચડો. ચડવાનું ચાલુ રાખો !' પણ આ તો દલીલ જ જુદી. એવી કોલસાની દલાલી કોણ કરે ? કોઈ દેખાતો ઝવેરી પણ વિપરીત દલાલી કરતો હોય, તો માનવું કે એ કોલસાનો વેપારી છે. વર્તનસ્વાતંત્ર્ય ઉપર જો મદાર બાંધતા હોય, તો તેઓ પોતે જ સંઘ બહારની શિક્ષાને યોગ્ય છે. કેમ કે -વિચારને બહાર મૂક્યા એ વર્તન છે. ખોટા વિચાર ફેલાવવાનું વર્તન કરનારાઓ સંઘમાં જ ક્યાં છે કે જેથી તેઓ સાચાઓને સંઘબહાર મૂકવાની ભયંકર ધૃષ્ટતા કરે છે ? એવી ધૃષ્ટતા કરનારાઓ તો પોતાના જ હાથે પોતાની જાતને સંઘબહારની જાત તરીકે જાહેર કરે છે. સંયમ નહિ લઈ શકનારા જ્યારે સંયમ લેનારને હેરાન કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તેઓ ગ્રહોની ગણતરીમાં પણ નથી આવતા, પણ અંધકારની ઉપમાને જ લાયક થાય છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ સંઘ કોની પડખે રહે ? શ્રી જિનેશ્વરદેવના શાસનની સેવામાં ૨ક્ત શ્રીસંઘરૂપ સૂર્ય ઉદય પામે, ત્યારે કુમતવાદી રૂપ ગ્રહોની પ્રભા પણ નાશ પામે અને અંધકાર પણ નાશ પામે. અંધકાર જેવાં ટોળાંઓને ટેકો આપનારા શ્રીસંઘમાં નથી. શ્રીસંઘ કોની પડખે રહે ? ભગવાન શ્રી વજસ્વામીજી વખતે શ્રીસંઘ કોના પક્ષમાં હતો ? માતાના કે ગુરુના ? દીકરો કોનો ? માતાનો કે ગુરુનો ? છતાં સંઘ. ગુરુના પક્ષમાં કેમ ? એનો ઉત્તર એ જ કે તે સંઘ હતો માટે ! શ્રી વજસ્વામીજીની વય ઘણી નાની હોવા છતાં સંઘ કોના પક્ષમાં ? માતાના પક્ષમાં ગયો હોત તો એ સંઘ ન રહેત. ગુરુનો સંગ તજી માતા પાસે બાળક જાત, તો તેના આત્મગુણો હણાઈ જાત. ત્યાં જવામાં બાળકના આત્મજીવનની હાનિ હતી; ગુરુ પાસે જવામાં લાભ હતો. 210 તમારા છોકરા સંસારમાં રહે તો સારા કે અહીં આવે તો સારા ? તમને મોહ થાય અને ન મોકલી શકો એ વાત જુદી, પણ તમે માનો છો શું ? તમારે તો એમ કહેવું જોઈએ કે ‘અમારા દીકરા સંસાર છોડે એમાં અમારો જ ઉદય છે પણ એ કમનસીબ છે કે નીકળી શકતા નથી. અગર અમે મોહાંધ છીએ કે એને એ માર્ગે વાળી શકતાં નથી.' દીકરો જજ કે વકીલની ખુરસી પર બેસે તો ના ન પાડે; માત્ર અહીં જ ના કેમ ? એ જ કારણ કે ‘વસ્તુ વસ્તુરૂપે સમજાઈ નથી. આ માન્યતાવાળા શ્રીસંઘરૂપી સૂર્યે હવે દીક્ષાનો વિરોધ કરનારા બધા ઘુવડોને કહી દેવું જોઈએ કે ‘અમારા પ્રકાશને તમે ન દેખો એ ગુનો અમારો નથી પણ તમારો છે, કારણ કે, પૂર્વના પાપના યોગે અમારો પ્રકાશ એ તમને અંધકારરૂપ લાગે છે.’ + તતઃ સુનન્દ્રા લોન, સહિતા કૃષવર્ષતિ । નામ સપસહિતા:, શ્રમના અપિ તે થયુઃ ।I૦૬ || પરિશિષ્ટ પર્વ, સર્ગ-૧૨ Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૮ : મહાપુરુષોના નામે મનફાવતું ન કરાય ! વીર સં. ૨૪૫૭, વિ. સં. ૧૯૮૯, પોષ સુદ વિ. - ૧, બુધવાર, તા. ૧-૧-૧૯૩૦ • સ્વચ્છંદી જમાનાવાદીઓના નિરર્થક પ્રયાસો : ♦ નિરર્થક પોતાનું જ ભવભ્રમણ વધારે છે : ♦ગપ્પાં મારવાથી કાંઈ જ વળે તેમ નથી : • કેટલી અધમતા ? ♦ મહાપુરુષના નામે ઠગબાજી : ♦ શું તે શિષ્યો છેકે શિષ્યાભાસો છે ? • પૂ. આત્મારામજી મહાâજનો. એકરાર : • 'પૂ. આત્મારામજી મહારાજના નામે દંભ : * શ્રીસંઘરૂપ સૂર્યની તપરૂપ કાંતિ અને જ્ઞાનરૂપ પ્રકાશ : 18 સ્વચ્છંદી જમાનાવાદીઓના નિરર્થક પ્રયાસો સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજીએ, શ્રી તીર્થંકરદેવ પછી તરત જં પૂજ્ય કોટિમાં આવતા શ્રીસંઘની સ્તવના કરતાં નગરના રૂપકથી, ચક્રના રૂપકથી, રથના રૂપકથી, કમળના રૂપકથી અને ચંદ્રના રૂપકથી જે સ્તવના કરી, તે આપણે જોઈ આવ્યા; અને હવે તે સ્તવના સૂર્યના રૂપકથી ચાલે છે. સૂર્યના રૂપકથી સ્તવના કરતાં સૂત્રકાર મહર્ષિ ફરમાવી ગયા કે જેમ સૂર્ય દરેક ગ્રહોની પ્રભાનો નાશક છે, તેમ શ્રીસંઘરૂપ સૂર્ય પણ પરતીર્થિક રૂપ ગ્રહોની પ્રભાનો નાશ ક૨ના૨ છે; જેમ સૂર્યની કાંતિ દીપ્તિમાન હોય છે, તેમ શ્રીસંઘરૂપ સૂર્યની કંપતેજરૂપ ભાસ્વરતા અતિશય ઉજ્જ્વળ છે અને જેમ સૂર્ય પ્રકાશક હોય છે, તેમ ઉપશમ પ્રધાન શ્રીસંઘરૂપ સૂર્ય પણ જ્ઞાનરૂપ પ્રકાશવાળો છે. ‘પરતીર્થિક’ રૂપ ગ્રહોની પ્રભાનું નાશકપણું શ્રીસંઘરૂપ સૂર્યમાં છે' એનું વિવેચન કરતાં ટીકાકાર મહર્ષિ આચાર્યદેવ શ્રી મલયગિરિજી મહારાજા લખે છે કે : +66 કપિલ, કણભક્ષ, અક્ષપાદ અને સુગત આદિના મતોનું અવલંબન 4 “પરતીથિના: પિન-ળમક્ષા-ડક્ષપાત-મુતાલિમતાવલમ્નિન: ત વ પ્રહા:, તેવાં યા પ્રમાतामनन्तनयसङ्कुलप्रवचनसमुत्तविशिष्टज्ञान- भास्कर एकैकदुर्नयाभ्युपगमपरिस्फूर्त्तिलक्षणा प्रभावितानेन नाशयति-अपनयतीति परतीर्थिकग्रहप्रभानाशकः ।" Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - 12. કરનારા જે પરતીર્થિકો તે જ ગ્રહો છે અને તેઓની એક એક દુર્નયના સ્વીકારથી સ્કુરાયમાન થતી જે પ્રભા, તેનો આ શ્રીસંઘરૂપ સૂર્ય, અનન્ત નયોથી વ્યાપ્ત જે જિનપ્રવચન, તેનાથી ઉત્પન્ન થયેલ જે વિશિષ્ટ જ્ઞાનરૂપ સૂર્ય, તેના પ્રભાસમૂહથી નાશ કરનાર છે.” આથી સ્પષ્ટ થાય છે કે સઘળા પરતીર્થિકો એક એક દુર્નયના જ ઉપાસકો છે અને આ શ્રી જિનેશ્વરદેવે સ્થાપન કરેલો શ્રીસંઘ તો અનંત નયોથી પંરિમંડિત શ્રી જિનેશ્વરદેવોના પ્રવચનનો જ ઉપાસક છે. આ જ કારણે શ્રીસંઘ, સૂર્યની ઉપમાને પામી શકે છે અને તેના પ્રભાસમૂહ સમક્ષ એક પણ પરતીર્થિકરૂપ ગ્રહની માત્ર એક દુર્નયના સ્વીકારથી ચમકી રહેલી પ્રભા, એક પણ ક્ષણ ટકી શકતી નથી. જે અનંતનમય પ્રવચનની સામે ઇતર દર્શનકારોનાં દર્શનો ટકી શકતાં નથી, તેની સામે આજના વિતંડાવાદીઓના પ્રલાપો કેમ જ ટકી શકે ? આ અનંતનમય પ્રવચનના મર્મને તે જ પામી શકે છે કે જે સર્વપ્રધાન શ્રી, જિનપ્રવચનની સેવામાં પોતાનું સર્વસ્વ સમર્પી દે છે. શ્રી જિનેશ્વરદેવોથી પ્રરૂપાયેલ અને ભગવાન શ્રી ગણધરદેવોથી ગુંથાયેલ અનંતનમય પ્રવચનની સામે મન:કલ્પિત ચેડાં કાઢનારા, એ અનંતનમય પ્રવચનના રહસ્યથી સદાને માટે વંચિત જ રહે છે. આજના સ્વચ્છંદી જમાનવાદીઓની ચાંચ, શ્રી જિનેશ્વરદેવના આ અનંતનમય પ્રવચનમાં ખૂંચે તેમ નથી. નિરર્થક પોતાનું જ ભવભ્રમણ વધારે છે ' આ જ કારણે એકાંત ઉપકારની જ ભાવનાવાળા અનંતજ્ઞાની મહર્ષિઓએ, સંસારના ત્રિવિધ તાપથી તપી રહેલા અને અર્થકામની આસક્તિમાં સબડી રહેલા આત્માઓ માટે એ આગમો નહિ વાંચવાની વિધિ બાંધી છે. “તારનારી વસ્તુ પણ ડુબાડનારી ન બને' - આ જ એક ઉપકારદૃષ્ટિથી યોગ્યતા તથા અધિકાર વિનાના આત્માઓને માટે આગમો નહિ વાંચવાની બાંધેલી વિધિ પણ આજના ઉચ્છંખલ જમાનાવાદીઓને ભારે પડી ગઈ છે અને એથી ઊકળી ઊઠીને પરમ ઉપકારી પરમર્ષિઓ ઉપર પણ તેઓ ભયંકર આક્ષેપો કરવા મંડી પડ્યા છે અને પોતાની જાતનો પણ વિચાર કર્યા વિના બેફામ લખે જાય છે. એ જોતાં એમ જ થાય છે કે – “અધમ આત્માઓ ઉપર કરેલો ઉપકાર પણ અપકારને માટે જ થાય છે.' આજના તે અધમ આત્માઓ કલ્યાણની દૃષ્ટિએ હિતકર એવા શાસ્ત્રને ફતવાશાસ્ત્ર કહે છે; અને આગળ વધીને એનું વિધાન કરનારા મહાપુરુષોને અંગારા” અને “ઇંદ્રજાળીઆ' કહે છે!અને એક કલ્યાણના જ માર્ગને દર્શાવનાર Page #234 -------------------------------------------------------------------------- ________________ 13 –- ૧૮: મહાપુરુષોના નામે મનફાવતું ન કરાય !.18 – ૨૧૩ પરમપુનિત શાસ્ત્રોને “ફતવાશાસ્ત્રનું ઉપનામ આપી તેને બાળી નાખવા જેવી કનિષ્ટમાં કનિષ્ટ વાતો કરે છે ! પોતાની જાતને જૈન કહેવનારાઓ શાસ્ત્રોને બાળી નાખવા જેવી વાતો કરે, એ કેવી ભયંકરતા છે !!! જે શાસ્ત્રોની રક્ષા માટે જેનોએ લોહીનું પાણી કર્યું, પૂજ્ય આચાર્યદેવોએ આખી જિંદગી સમર્પ, ભયંકર તકલીફો વેઠી અને પુણ્યવાનોએ સર્વસ્વના ભોગે પણ જેની રક્ષા કરી, તે શાસ્ત્રોને સળગાવી મૂકવાનું કહેનારાઓ પોતાને જેને કહેવરાવવાની પણ લાયકાત ધરાવી શકતા નથી અને એ ખરી જ વાત છે કે તેઓ પોતાની જાતને પોતાની જ પ્રવૃત્તિના યોગે શ્રીસંઘમાંથી બાતલ કરે છે. એવા તદ્દન વિવેકહીન અને ઉચ્છંખલ આત્માઓ માટે શ્રી જિનેશ્વરદેવોએ સ્થાપેલા શ્રીસંઘમાં એક ક્ષણભર માટે પણ સ્થાન હોઈ શકતું નથી. પરમ ઉપકારી મહર્ષિ દેવોને “અંગારા” અને “ઇંદ્રજાળિયા' કહેનારા, શાસ્ત્રોને ફતવાનો ઇલ્કાબ આપનારા અને એ શાસ્ત્રોને ભસ્મીભૂત કરી દેવાની વાતો કરનારા, ખરેખર દયાપાત્ર આત્મા છે, કેમ કે તે બિચારાઓ પોતાનાં પાપોને છુપાવવા માટે, સત્તાહીન હોવાને લઈને તંદુલીયા મત્સ્યની માફક નિરર્થક પાપકર્મ બાંધીને પોતાનું જ ભવભ્રમણ વધારે છે. ગપ્પાં માર્યું કાંઈ જ વળે તેમ નથી: જેમ વિના કારણ શક્તિહીન તંદુલીયો મત્સ્ય, કંઈ પણ ધાર્યું નહિ કરી શકવા છતાં, કેવલ દુર્બાનના યોગે નરકગતિને ઉપાર્જે છે, તેમ આજે પોતાની કમનસીબીના યોગે જેઓની ઘરમાં કે બજારમાં એક ફૂટી કોડી જેટલી પણ કિંમત નથી, તેઓ ઉન્મત્ત આત્માઓની માફક, ધર્મ અને ધર્મસાધનો માટે, માત્ર જેમ તેમ બગડીને નિરર્થક આ અમૂલ્ય માનવજીવનની બરબાદી કરે છે અને ભવિષ્ય માટે ભયંકર દુર્ગતિની ખરીદી કરે છે. જો તેમાં થોડું પણ સત્ત્વ હોય, અગર પોતાની ચળવળમાં તેઓ થોડા ઘણા પણ સાચા હોય, તો શા માટે રીતસર અપાતી ચેલેન્જોનો તેઓ સહર્ષ સ્વીકાર નથી કરી શકતા ? સત્યવક્તાઓને શાણાઓની સભામાં સત્યનો સ્ફોટ કરવામાં ગભરામણ થાય જ કેમ ? શા માટે સભ્યતાપૂર્વક સામે ઊભા રહેવામાં અને આગમ તેમજ આગમાનુસારી યુક્તિઓના અવલંબનથી ધર્મચર્ચા કરવામાં પીછેહઠ બતાવાય છે ? ખરી વાત એ છે કે – સુધારક તરીકે બહાર આવનારાઓ સુધારાના નામે સત્યનો, સત્યપ્રરૂપક શાસ્ત્રો અને શાસ્ત્રાનુસારી ઉપદેશક નિઃસ્પૃહ મુનિવરોનો સંહાર કરવા ઇચ્છે છે. જો આ વાત સત્ય ન જ હોય તો, છૂપી રીતે પરમ ઉપકારી મહર્ષિઓને Page #235 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ ‘અંગારા’ તથા ‘ઇંદ્રજાળિયા' કહેનારાઓ, પરમ સત્યમાર્ગદર્શક શાસ્ત્રોને ‘ફતવા’ તરીકે ઓળખાવવા સાથે તેને બાળી મૂકવાની હિમાયત કરનારાઓ અને ધાર્મિક અનુષ્ઠાનોમાં થતા લક્ષ્મીવ્યયને ‘ધુમાડા' તરીકે જાહેર કરનારાઓ, પોતાના સહાયકો, પ્રે૨કો અને સલાહકારો આદિ સાથે ખુલ્લેખુલ્લા બહાર આવી સજ્જનને શોભતી સભ્યતાપૂર્વક પોતાના કથનને સજ્જોની સભામાં સિદ્ધ કરી બતાવે. જેઓ જૈન કુલમાં જન્મીને, જૈનસમાજના માલ ખાઈને, જૈનસમાજના પૈસે ભણીને, જૈનસમાજના પૈસાથી જ ડીગ્રીધર થઈને અને સમાજના જ પૈસે ઊભા રહેતા થઈને, એ જ સમાજ જેને તારક માને છે તેવાં આગમોને, જૈનશાસનનો ઉદય કરવાના બહાને સળગાવી દેવાની વાતો કરે છે, તેઓમાં ખરેખર માણસાઈ નથી, એટલે સમજાવ્યા સમજે તેમ જ નથી. વધુમાં તેઓ લોકો સમક્ષ કહે છે કે ‘સુધારાના નામે અને સુધારકના નામે જે ટીકા થાય છે, તેથી અમને બહુ દુઃખ થાય છે !' એમને એમની જાત અને એમની વાત માટે એટલું દુઃખ થાય, તો અમારા નિર્દોષ તા૨ક માટે યથેચ્છપણે બેફામ લખવામાં આવે છે, એથી અમને કેટલું દુઃખ થતું હશે ? બાકી અમાંરો તો તેઓને દુઃખી કરવાનો એક લેશ પણ ઇરાદો નથી. અમારો ઇરાદો તો કેવળ શાસ્ત્રીય સત્યને પ્રકટ કરવાનો જ છે, એટલે એક પણ વાત યુક્તિપૂર્વક ખોટી પાડે, તો તેઓનું ડહાપણ ખરું, બાકી ગપ્પાં માર્યે તો કાંઈ જ વળે તેમ નથી. ૨૧૪ 214 સભા : આ તો સર્વજ્ઞનાં શાસ્ત્ર છે, માટે કાંઈ ચાલતું નથી; બાકી જરા પોલ હોત તો ક્યારનાયે ઉડાડી દેત. પોલવાળી વાતોને ઉડાડે એમાં તો આપણે સહમત છીએ. બાકી આ તો શ્રી સર્વજ્ઞદેવનાં તથા તે તારકની આજ્ઞા મુજબ જ ચાલનારાનાં શાસ્ત્ર છે, માટે એમાં ખામીની વાત કરનારાઓની જાતની જ ખામી છે, બીજું કાંઈ જ નથી. આ શાસનની તો ઉત્તમતા જ કોઈ અજબ કોટિની છે. પ્રભુમાર્ગમાં એક પણ અક્ષરને ઉત્થાપનારો આ શાસનમાં નિહ્નવ તરીકે જ પ્રસિદ્ધ થઈ જાય છે અને તેની આ શાસનમાં એક ફૂટી કોડી જેટલી પણ કિંમત નથી રહેતી. કેટલી અધમતા ? પરમ ઉપકારી પુણ્યપુરુષોના નિષેધની અવગણના કરીને ઇચ્છા મુજબ આગમોને વાંચનારા પૈકીનો એક પણ સન્માર્ગમાં રહી શક્યો નથી. વાત પણ ખરી છે કે - ઉન્માર્ગે ચાલનારા સન્માર્ગે શી રીતે આવી શકે કે ટકી શકે ? ઇરાદાપૂર્વક ઉન્માર્ગે ચાલનારા સન્માર્ગમાં ન ટકી શકે, એ તો નિશ્ચિત જ છે. અવિધિથી ખાધેલી માત્રા ન પચે, તો જ્ઞાનીપુરુષોએ કરેલા નિષેધની અવગણના Page #236 -------------------------------------------------------------------------- ________________ 215 - ૧૮ : મહાપુરુષોના નામે મનફાવતું ન કરાય ! - 18 – ૨૧૫ કરીને યથેચ્છપણે આગમનું અધ્યયન શી રીતે પચે ? આ આગમ તો મહારસાયણ છે; તેને તો યોગ્ય હોય તે જ પચાવી શકે. જે સંસારમાં મહાલતો હોય, ઘરમાં લેપાયેલો હોય, ચોવીસે કલાક વેપારથી વીંટાયેલો હોય, પૈસાપૈસા ને પૈસાની જ જપમાળા ફેરવતો હોય, પૈસા માટે કંક જાતના ચાળા કરતાં પણ અચકાતો ન હોય, અને વિષયોની પાછળ પાગલ બનીને ફરતો હોય, તેને આગમોનું વાંચન શી રીતે ફળે ? સભા: આજે તો તરજુમા પણ કરે છે ! તરજુમા પણ પૈસા માટે ! કારણ કે, એ તો એવાઓનો વેપાર થઈ પડ્યો છે. અવિધિથી આગમ ભણેલાઓ આજે પાગલ બની શાસ્ત્રની વાતોનો અને શાસ્ત્રોનો નાશ કરવાનું કહેવા બહાર પડ્યા છે. જે વસ્તુનો સ્વીકાર કરવો હોય, તે પહેલાં પોતાની જાતની યોગ્યતા તપાસવી જોઈએ. દરિદ્રને એક સાથે લાખ-બે લાખ ન અપાય; આપે તો તે પ્રાય: ગાંડો થાય. રોગી પથારીમાંથી ઊઠે ત્યારે ભૂખ તો ખૂબ લાગે, પણ દૂધપાક આદિ ભારે પદાર્થો ન અપાય; ઊલટું કહેવું પડે કે – “વસ્તુઓ તો ઘણી છે, પણ હાલમાં જીભ ઉપર કાબૂ રાખો, નહિ તો ફરીથી બીમાર પડી જશો.” તો આ આગમોના પ્રણેતા તો વીતરાગ અને સર્વજ્ઞ શ્રી જિનેશ્વરદેવ છે. તે અયોગ્યને આગમો આપવાની આજ્ઞા કેમ જ કરે ? નિરંતર સદૂગુરુઓની સેવામાં રહીને આગમ સાંભળવાની આજ્ઞા તો સદાને માટે આપી છે, પણ આરંભ, સમારંભ અને પરિગ્રહ રૂ૫ રોગોથી પીડાર્તાઓને સ્વતંત્રપણે આગમ વાંચવાની છૂટ એ ઉપકારીઓ કેમ જ આપે ? આપે તો જરૂર તેઓને સન્નિપાત જ થાય અને એ આજ્ઞાનો ભંગ કરી સ્વતંત્રપણે આગમોનો ઉપયોગ કરનારાઓને સન્નિપાત થયો છે, એ વાત આજે આપણને સાક્ષાત્ છે. પથારીમાં પડેલાને દૂધપાક આપવાથી પરિણામે સન્નિપાત થાય. એમાં કયો ડાહ્યો માણસ શંકા કરે ? “જ્યાં ત્યાં જમીન બગાડે એવું જેનું સ્વાચ્ય હોય તે વહાલામાં વહાલો હોય તો પણ તેને તો દૂધપાક ન જ અપાય; અને પોતાને ખાવો પડે તેમ હોય તો એને આપ્યા વિના એકલા ખવાય. પણ આ બધી વાતો એ ગાંડાઓને સમજવી છે ક્યાં ? જો આગમો છૂપાવવાં જ હોત, તો શ્રી ગણધરદેવો રચત જ શા માટે ? અને છેલ્લે શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણજી એ આગમોને ગ્રંથારૂઢ શા માટે કરત ? અને અનેક મહર્ષિઓ આગામોમાંથી ઉદ્ધરી ઉદ્ધરીને અનેક વિષયક પ્રકરણો શું કામ રચત ? આથી સિદ્ધ જ છે કે – આપવાજોગું આપ્યું જ છે અને યોગ્યતા મુજબ જ આપવાનું વિધાન પણ કર્યું જ છે. આવા મહાત્માઓને ઇંદ્રજાળિયા Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ કહેવા અને શાસ્ત્રોને ફતવાશાસ્ત્ર કહી બાળી નાખવાની વાતો કરવી – એ કેટલી અધમતા છે એ વિચારો ! મહાપુરુષના નામે ઠગબાજી! યોગ્યતા વિના આગમનો અધિકાર ન જ હોય ! ઉપકારી પુરુષોએ તો સાધુઓને પણ તરત અધિકાર નથી આપ્યો;તેઓથી પણ *અમુક દીક્ષાપર્યાય પછી, અમુક તપ કર્યા બાદ અને પરિણામમાં સ્થિરતા આવ્યા પછી જ વાંચી શકાય છે, તો પછી ગૃહસ્થને તો અધિકાર હોય જ ક્યાંથી ?પણ આ બધું સમજવાની કાળજી નહિ કરનારાઓ અને યથેચ્છપણે પરમ ઉપકારી જ્ઞાની મહાપુરુષોને ‘ઇંદ્રજાળિયા, અહમિંદ્રો અને અંગારા' વગેરે વગેરે વિશેષણોથી નવાજનારાઓ તથા શાસ્ત્રોને ફતવાશાસ્ત્ર કહી ભસ્મીભૂત કરવાની વાતો કરનારા, પાછી પોતાની વાતોની પુષ્ટિ માટે આ વીસમી સદીમાં પરમપ્રભાવક તરીકે વિશ્વવિદ્યુત પ્રસિદ્ધિને પામેલા, પ્રાત:સ્મરણીય, પૂજ્યપાદ પરમ ગુરુદેવ, આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી (શ્રી આત્મારામજી) મહારાજાના નામનો પણ આશરો લેવાનો દાવો કરે છે !ખરેખર, આ દાવો તેમની જાતને વધુ કલંકિત કરે છે, કારણ કે-તેમ કરીને તેઓ એક પુણ્યપુરુષની ઘોર આશાતના કરે છે. + સાધુ ભગવંતો કેટલા વર્ષના પર્યાય બાદ કયાં કયાં આગમ વાંચી શકે તેની નોંધ. गुरुणावि सुत्तदाणं विहिणा जोग्गाण चेव कायव्वं । सुत्ताणुसारओ खलु, सिद्धायरिया इहाहरणं ।। २९ ।। सूत्रानुसारश्चायम्: - तिवरिसपरियागस्स उ, आचारपकप्पनाम अज्झयणं । चउवरिसस्स उ सम्मं, सूयगडं नाम अंगंति ।।१।। दसकपपब्ववहारा, सं वच्छरपणगदिक्खियस्सेवा । ठाणं समवाओ च्चिय, दो अंगे अटूवरिसस्स ।।२।। दस वासस्स विवाहो, एक्कारसवासयस्स उ इमे उ । खुड्रिडयविमाणमाई, अज्झयणा पंच नायव्वा ।।३।। बारसवासस्स तहा, अरुणुववायइ पंच अज्झयणा । तेरसवासस्स तहा, उट्ठाणसुयाइया चउरो ।।४।। चोदसवासस्स तहा, आसीविसभावणं जिणा बिंति । पत्ररसवासगस्स य, दिट्ठीविसभावणं तह य ।।५।। सोलसवासाईसु य, एगुत्तरवढिएसु जहसंखं । चारणभावण-महासुविणभावणा तेयग्गिनिसग्गा ।।६।। एगूणवासगस्स उ दिहिवाओ दुवालसममंगं । संपुत्रवीसवरिसो, अणुवाई सव्वसुत्तस्स ।।७।। इति श्रमणीस्त प्रतीत्याऽकालचारित्वादिपरिहारलक्षणः सूत्रानुसारः । - ઉપદેશ-ભાગ-૧ - વ્યવહારભાષ્ય Page #238 -------------------------------------------------------------------------- ________________ 217 = ૧૮ : મહાપુરુષોના નામે મનફાવતું ન કરાય ! - 18 ૨૧૭ જે પુણ્યપુરુષ પૂર્વના મહર્ષિઓની આજ્ઞામાં જ રહીને પ૨માત્મા શ્રી મહાવીરદેવના શાસનની આરાધના કરવા દ્વારા જગતના આત્માઓને પ્રભુના માર્ગમાં સ્થાપન કરનારા હતા, તે પુણ્યપુરુષનું નામ એક ભયંકર પાપકર્મમાં જોડવું, એના જેવી ભયંકર ઠગબાજી બીજી કઈ હોઈ શકે ? જો સાચા દિલથી તેઓ આ પુણ્યપુરુષને પણ માનતા જ હોત, તો પણ તેઓ આવું પાપકર્મ કરવાની ધૃષ્ટતા કરી પોતાના જીવનને નષ્ટભ્રષ્ટ ન જ કરત. એ પુણ્યપુરુષે તો સ્પષ્ટ ફરમાવ્યું છે કે ― "मेरी श्रद्धा ऐसी नहीं है कि, पूर्वाचार्यों के अनुसारे बिना समाधान कर सकुं. मेरी कल्पना से कुछ जैनमत सत्य नहीं हो सकता है । जैनमत तो अपने स्वरूप से ही सत्य बनेगा, जे कर मेरी कल्पना ही सत्य कारण होवे, तब तो किसी पूर्वाचार्यों की अपेक्षा न रहेगी, तब तो जिसके मनमें जो अर्थ अच्छा लगे सो अर्थ कर लेवेगा । " "इसी वास्ते मेरी ऐसी श्रद्धा है कि जो जैनमत में प्रामाणिक अरू पंचांगीकारक, आचार्य लिखे गये हैं, उनके अनुसार ही हमको कथन करना चाहिये, परन्तु स्वकपोल-कल्पित नहीं, जे कर कोई स्वकपोलकल्पित मानेगा वो जैनमती कदापि नहीं बन सकेगा अरू उसकी कल्पना भी सर्वथा सत्य नहीं होवेगी. ' વિચારો કે - આ રીતે સર્વથા,શ્રી સર્વજ્ઞદેવની આજ્ઞાના જ શરણે સમર્પિત થઈ ગયેલા પુણ્યપુરુષની છાયા લેવાની લાયકાત પણ એ આજના ઉચ્છંખલો ધરાવી શકે છે ખરા ? નહિ જ. તો પછી જે પુણ્યપુરુષ, પૂર્વના આજ્ઞાધર મહર્ષિઓ આગળ પોતાની બુદ્ધિને યત્કિંચિત્ માનનાર છે અને જે પુણ્યપુરુષ પોતાની બુદ્ધિને માત્ર એ આજ્ઞાધારી મહર્ષિઓની આજ્ઞાને આધીન બનાવવામાં જ જીવનશ્રેય સમજે છે, તે પુણ્યપુરુષનો આશરો લેવાનો દાવો તેવાઓ કઈ રીતે કરી શકે છે ? વિચારવામાં આવે તો ખુલ્લેખુલ્લું સમજી શકાય તેમ છે કે આંજનો કોઈ પણ ઉચ્છંખલ જમાનાવાદી કે જે આગમો, આગમોના રચિયતા મહાપુરુષો અને આગમવિહિત અનુષ્ઠાનોની અવગણના કરી, જમાનાના નામે નવો જ ધર્મ રચવાની અને જ્ઞાનપ્રચારના નામે આરંભાદિકને વધારનારી અનેક કુપ્રવૃત્તિઓને ચલાવવાની તથા ઉપકારના નામે શીલધર્મનો સંહાર કરવાની વાતો કરનારા આ પુણ્યપુરુષનો આશ્રય લેવાનો દાવો કોઈ પણ પ્રકારે કરી શકે તેમ નથી જ. શું તે શિષ્ય છે કે શિષ્યાભાસો છે ? આ કાળની બલિહારી તો એ છે કે - આજ્ઞા નહિ માનનારાઓ પણ પોતે Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – શ8. ભક્ત હોવાનો આડંબર કરે છે અને એ આડંબરના યોગે એવાઓ આજે અનેક ભદ્રિક આત્માઓના ધર્મધનનો અજબ રીતે સંહાર કરે છે. આવા પાપાત્માઓથી કલ્યાણના અર્થી આત્માઓએ નિરંતર બચતા રહેવાનું છે અને એ જ કારણે આવી આવી વાતો તરફ તમારું ધ્યાન ખાસ ખેંચવું પડે છે. લગભગ સાત-આઠ વરસ ઉપરની એક વાત છે કે - પોતાને પંડિત માનનાર એક વ્યક્તિએ એક પુસ્તક તૈયાર કર્યું એમાં શ્રી જિનેશ્વરદેવની મૂર્તિનું અને દેવદ્રવ્ય આદિનું કપોલકલ્પિત રીતે કોઈ પણ જાતના વાસ્તવિક પ્રમાણ કે યુક્તિ વિના મનગમતું ખંડન કરી શાસ્ત્રોની, શાસ્ત્રકાર મહર્ષિઓની અને ખુદ શ્રી તીર્થંકરદેવની પણ ઘોર આશાતના કરી. તે પુસ્તકને વળી એ જ પુણ્યપુરુષ શ્રી આત્મારામજી મહારાજાને અર્પણ કરી, પોતે તેમનો પરમભક્ત હોવાનો આડંબર કર્યો !! આવા અધમ આત્માને પણ તે જ પુણ્યપુરુષના પરમભક્ત શિષ્ય તરીકે પોતાને ગણાવતા અને મનાવતાઓએ પંડિત' તરીકે માન્ય રાખી, તેની પીઠ થાબડવા જેવું કામ કરતાં પણ આંચકો ન ખાધો !!! આ તે શિષ્યો કહેવાય કે શિષ્યાભાસો કહેવાય ? મૂર્તિને નહિ માનનાર અને મૂર્તિનો ભારોભાર વિરોધ કરનાર એવા કુપંથનો ત્યાગ કરી, અનેક તકલીફો વેઠીને પણ તે માર્ગનું ઉમૂલન કરી, સન્માર્ગનું સ્થાપન કરવા ઇચ્છનાર જે પુણ્યપુરુષે અનેકને ઉન્માર્ગથી હઠાવી સન્માર્ગમાં સ્થાપ્યા, શ્રી ૧. પૂ. મુનિરાજ શ્રી રામવિજયજી મહારાજનું ચાતુર્માસિક વ્યાખ્યાન : કાર્તિક સુદ-૧૪ સ્થળ-વિદ્યાશાળા, અમદાવાદ બેચરદાસે “જૈનસાહિત્યમાં વિકાર થવાથી થયેલી હાનિ” નામની ચોપડી લખી. તેમાં તેણે કેટલું ભાંડણ કર્યું ? રત્નરશેખરસૂરિ મહારાજ માટે તો એ પાપીએ લખી નાંખ્યું કે – “પેલો, પરમ દિવસે થયેલો રત્નશેખરસૂરિ' વિગેરે. આ ચોપડીમાં તેણે દેવદ્રવ્ય ઉડાવ્યું, જિનમૂર્તિ ઉઠાવી, જિનાગમ ઉઠાવ્યું, કાંઈ બાકી ન રાખ્યું, આવા પુસ્તકને તેણે અર્પણ કોને કર્યું ? પૂજ્યપાદ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ સાહેબને ! અને તે પણ જંગમ તીર્થસ્વરૂપ, ભાવાચાર્ય વગેરે વિશેષણો માપીને ! વારુ, એ અર્પણ પૂ.પા.આત્મારામજી મહારાજને શા માટે ? લોકોને એથી એમ બતાવવું છે કે આત્મારામજી મહારાજ (જો કે તેઓ શ્રી સ્વર્ગત થયા છે, તેમના સમુદાયના આગેવાન મુનિઓ એની સાથે સમ્મત છે. લોકોમાં આવા વિચારો ઘર ન ઘાલી બેસે એ માટે પ્રતિકારરૂપે મારે “સત્યનું સમર્થન” નામનું પુસ્તક બહાર મૂકવું પડ્યું. એમાં મેં લખ્યું હતું કે ભાઈ ! તું જેને સમર્પણ કરે છે, તે જે કહે તે તું માનીશ કે નહિ ? આત્મારામજી મહારાજ તો મૂર્તિ દેવદ્રવ્ય, આગમ વગેરે સિદ્ધ કરે છે. તેમને એવા અધમ પુસ્તકનું સમર્પણ કેમ શોભે ? - જુઓ - વીરશાસન સાપ્તાહિક પેજ-૧૧૯, તા. ૨૬-૧૧-૨૬ શુક્રવાર વિક્રમ સંવત ૧૯૮૩, કારતક વદ-૭ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૮ : મહાપુરુષોના નામે મનફાવતું ન કરાય ! - 18 જિનમંદિરોથી રહિત ભૂમિને શ્રી જિનમંદિરોથી મંડિત બનાવી, તે પુણ્યપુરુષને, શ્રી જિર્નમૂર્તિ અને જિનમંદિરોનો ઉપહાસ કરતા પુસ્તકનું અર્પણ થાય અને તે અર્પણ કરનાર પોતાને તે પુણ્યપુરુષના શિષ્યો પાસે જ પંડિત મનાવે, તો એ માનનાર તે તે પુણ્યપુરુષના શિષ્યો કહેવાય કે શિષ્યાભાસો ? 219 _______ ૨૧૯ પૂ. આત્મારામજી મહારાજનો એકરાર : કુપંથનો ત્યાગ કરીને સુપંથમાં આવ્યા બાદ, એકવાર શ્રી સિદ્ધગિરિજી ઉપર જઈ ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીની મૂર્તિ સમક્ષ રોતે હ્રદયે જે પુણ્યપુરુષે ગાયું છે કે – “દૂર દેશાંતરમેં હમન ઉપના, કુગુરૂ કુપંથકો ! જાલ પર્યો રે; શ્રી જિનઆગમ હમ મન માન્યો, તબ હિ કુપંથકો જાલ ઝર્યો રે. અબ૦ ૩ “તો તુમ શરણ બિચારી આવ્યો, દીન અનાથકો શરણ દીયો રે; અબ૦ ૪. “મુજ સરીખા નિર્દેક જો તારો; તારક બિરૂદ યે સાચ લહ્યો રે. અબ૦૮.” જે પવિત્ર પુરુષે આવા પ્રકારની વિનંતિ કરી છે, તે પુણ્યપુરુષને મૂર્તિના જ ખંડનનું પુસ્તક અર્પણ કરનાર વ્યક્તિને પંડિત માનવાની મૂર્ખતા ભરેલી ધૃષ્ટતા શિષ્યાભાસો સિવાય બીજા કોણ કરી શકે ? જે પુણ્યપુરુષે, પોતાના ઉન્માર્ગનાશક અને સન્માર્ગસ્થાપક ઉપદેશથી અનેક તકલીફો વેઠીને, પંજાબ જેવી વિકટ વિહારભૂમિને પણ સુંદર સુવિહારને યોગ્ય બનાવી દીધી અને પોતાના વીસ વરસ જેટલા સમયમાં અનેક કુમતવાદીઓની એક પરમ પ્રભાવકને છાજે તે રીતે ખબર લીધી, પણ ખોટી ક્ષમા, શાંતિ કે સમતાના નામે મૌનનો સ્વીકાર ન જ કર્યો, તે જ પુણ્યપુરુષને નામે આજે દાંભિક શાંતિ, ક્ષમા અને સમાનતાની વાતો કરી પૂર્વાચાર્યોને ઇંદ્રજાળીઆ, અંગારા અને અહમિદ્રો' કહેનારા તથા શાસ્ત્રોને ફતવાશાસ્ત્ર કહી ભસ્મÆભૂત કરવાનું કહેનારા અને એવું કહેનારાઓની સહાય કરનારા તથા તેની પ્રશંસા કરનારાઓના ગુરુ તરીકે ઓળખાવવામાં માન સમજનારાઓને તે પુણ્યપુરુષના શિષ્યો કહેવાય કે શિષ્યાભાસો ? પૂ. આત્મારામજી મહારાજના નામે દંભ ! પ્રભુમૂર્તિનું ઉત્થાપન કરનારાઓની માર્ગપ્રણાલિકાનું ખંડન કરતાં અને મૂર્તિનું ઘોર અપમાન કરનારા પાપાત્માઓનું સ્વરૂપ ખુલ્લું કરતાં રાજદરબાર · (કોર્ટ)માં જવાનો સમય આવે, તેની પણ પરવા નહિ કરનારા મહાપુરુષને, મૂર્તિના ખંડનનું જ પુસ્તક અર્પણ કરવાની ધૃષ્ટતા કરનારને પંડિત માનવાની Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ અને મનાવવાની વાતો કરનારા શિષ્યો, એ શિષ્યો નથી પણ કુશિષ્યો છે – એમ માનવું જ જોઈએ અને એવાઓ ગુરુભક્ત તરીકેની પૂજા પામે, એ ખરેખર આ કલિકાળનો જ પ્રભાવ છે; પણ એવા દાંભિકોની પ્રભા, પ્રભુશાસનમાં તો ન જ ટકી શકે, એ સુનિશ્ચિત છે. 220 આથી જ શ્રી જિનેશ્વરદેવોએ સ્થાપેલા શ્રીસંઘને સૂર્યની ઉપમા ઘટી શકે છે અને એ જ કારણે ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે “આ અનંતનયમય પ્રવચનથી ઉત્પન્ન થયેલા વિશિષ્ટ જ્ઞાનરૂપ સૂર્યના પ્રભાવસમૂહ સમક્ષ એક પણ કૃતીર્થિકરૂપ ગ્રહની પ્રભા ટકી શકતી નથી, તો પછી આજના ઉ ંખલ જમાનાવાદીઓની તદ્દન વિપરીત માન્યતાઓ તો શ્રી સંઘરૂપ સૂર્ય સમક્ષ ન જ ટકી શકે, એમાં શંકા જ શી ?” શ્રીસંઘરૂપ સૂર્યની તપરૂપ કાંતિ અને જ્ઞાનરૂપ પ્રકાશ : જેવી રીતે શ્રીસંઘરૂપ સૂર્યમાં રહેલી કુતીર્થિકો રૂપ ગ્રહોની પ્રભાનાશકતા ટીકાકાર મહર્ષિએ વર્ણવી, તેવી જ રીતે તેની કાંતિ અને પ્રકાશને વર્ણવતાં તે પુણ્યપુરુષ ફરમાવે છે કે – “તથા તપતેજોરૂપ ઉજ્વલ ભાસ્વરતાવાળા અને વસ્તુ માત્રને પ્રકાશિત કરનાર જ્ઞાનરૂપ પ્રકાશવાળા, ઉપશમપ્રધાન શ્રીસંઘરૂપ સૂર્યનું કલ્યાણ થાઓ !” ખરેખર, શ્રી જિનેશ્વરદેવે સ્થાપેલા શ્રીસંઘરૂપ સૂર્યને કારણે જ આ વિશ્વમાં શાંતિ છે. જ્યાં સુધી આ સૂર્ય વિદ્યમાન છે, ત્યાં સુધી જ ભવ્ય જીવો માટે મુક્તિમાર્ગ ચાલુ છે. આ સૂર્ય જેવા શ્રીસંઘની હાજરીનો એ પ્રતાપ છે કે ઘુવડ જેવો સ્વભાવ ધરનારાઓને છૂપું છૂપું અને ગુપચુપ જીવન ગુજારવું પડે છે અને પ્રચ્છન્નપણે નાસ્તિક છતાં કર્મને માનવાના અને આસ્તિકના આડંબર કરવા પડે છે અને દેખાવમાં ‘અમે શાસ્ત્રોને અને શાસ્ત્રકારોને માનીએ છીએ' એમ કહેવું પડે છે, પાખંડીઓ ઉપર પણ આવી રીતના ઉત્કટ પ્રતાપને ધરાવતો આ શ્રીસંઘરૂપ સૂર્ય જગતમાં સદાને માટે જયવંતો વર્તો, એ જ આપણી એક અભિલાષા. १. " तथा तपस्तेज एव दीप्ता- उज्ज्वला लेश्या - भास्वरता यस्य स तथा तस्य तपस्तेजोदीप्तलेश्यस्य, तथा ज्ञानमेवोद्योतो-वस्तुविषयः प्रकाशो यस्य स तथा तस्य ज्ञानोद्योतस्य, 'जगति' लोके 'भद्रं' कल्याणं, भवत्विति शेषः, दमः - उपशमः तत्प्रधानः सङ्घः सूर्य इव सङ्घसूर्यः, तस्य ર્મસથસૂર્યસ્થ।।" " Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૯ઃ સંસાર રસિકને શાસ્ત્રો ન ગમે વીર સં. ૨૪૫, વિ. સં. ૧૯૮૯, પોષ સુદ-૨, ગુરુવાર, તા. ૨-૧-૧૯૩૦ • શ્રીસંઘની સાગરના રૂપકથી સ્તવના : • પાંચમહાવ્રતો અને અષ્ટપ્રવચન માતા : શાસ્ત્રોનો નાશ કરાવવાની વાત શાથી ? • આત્મા સર્વશક્તિમાન ક્યારે ? • “સોડહં' જપો, પણ ઢોંગ ન કરો : • સંસારમાં વૈરાગ્ય ન થાય, એ આશ્ચર્ય ! “સોડહં' શબ્દનો ભાવ તો સમજો ! . • ધર્મ તેના ભક્ષકનો ભક્ષક છે : ' • નાસ્તિક એ ગાળ નહિ પણ ઓળખાણ છે : શ્રીસંઘની સાગરના રૂપકથી સ્તવના : સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજીએ, શ્રીસંઘની સ્તુતિ કરી છે. શ્રીસંઘ આશ્રયરૂપ હોવાથી નગરના રૂપકથી, વિષય-કષાયરૂપ સંસારનો નાશક હોવાથી ચક્રના રૂપકથી, માર્ગગામી હોવાથી રથના રૂપકથી, લોકની મધ્યમાં રહેવા છતાં લોકધર્મથી અલિપ્ત હોવાથી કમલના રૂપકથી, સૌમ્ય હોવાથી ચંદ્રના રૂપકથી અને વિશ્વપ્રકાશક હોવાથી સૂર્યના રૂપકથી જે જે રીતે સ્તવના કરી, તે આપણે જોઈ આવ્યા અને હવે સૂત્રકાર મહર્ષિ એક ગાથા દ્વારા સાગરના રૂપકથી શ્રી સંઘની સ્તવના કરે છે. સાગરના રૂપકથી સ્તવના કરતાં સૂત્રકાર મહર્ષિ ફરમાવે છે કે – ધીરજ રૂ૫ વેલા એટલે પાણીની વૃદ્ધિ, તેનાથી સહિત અને સ્વાધ્યાયયોગ રૂપ મગરથી યુક્ત તથા અક્ષોભ્ય અને વિસ્તીર્ણ એવા ભગવાન શ્રીસંઘરૂપ સમુદ્રનું ભદ્ર-કલ્યાણ થાઓ !” સાગરમાં આમ તો અનેક વસ્તુઓ હોય છે, પણ સૂત્રકાર મહર્ષિએ સાગરની-૧. વેલા એટલે જલવૃદ્ધિ, ૨. મગર-ઉપલક્ષણથી જલચર જીવોનો સમૂહ, ૩. અક્ષુબ્ધતા અને ૪. વિસ્તીર્ણતા-આ ચાર વસ્તુઓ લીધી છે. १. "भई धिइवेलापरिगयस्स, सज्झायजोगमगरस्स । अक्खोहस्स भगवओ, संघसमुद्दस्स रुद्दस्स ।।११।। - નંદિસૂત્ર. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - ma અક્ષુબ્ધતા અને વિસ્તીર્ણતા-એ તો સાગરનું મૂળ સ્વરૂપ છે. ગમે તેવી સ્થિતિમાં પણ સાગર ક્ષોભ ન પામે, તેમ શ્રીસંઘ પણ ગમે તેવા પ્રસંગે અક્ષુબ્ધ જ હોય; ગમે તેવા પ્રસંગે પણ જો અક્ષુબ્ધ હોય તો જ શ્રીસંઘ ધારેલી ધારણા સાધી શકે. જે આત્મા ક્ષોભ પામી જાય, તે પ્રભુના શાસનને આરાધી શકતો નથી. શ્રીસંઘ તો પ્રભુના શાસનને આરાધનાર છે. વાતે વાતે જે ક્ષોભ પામે, ક્ષણે ક્ષણે જે મૂંઝાય, તે શ્રી જિનેશ્વરદેવના ફરમાનનો અમલ ન કરી શકે. સાગરની વિસ્તીર્ણતા જેમ અમેય છે, તેમ શ્રીસંઘના સ્વરૂપની વિસ્તીર્ણતા પણ અમેય જ છે. જેમ સાગરમાં વેલા એટલે પાણીની વૃદ્ધિ પ્રતિદિન હોય, તેમ શ્રીસંઘરૂપ સાગરમાં પણ ધૃતિરૂપ વેલાઓ પ્રતિદિન ઊછળતી હોય જ. જેમ સાગરમાં મગર આદિ અનેક જળજંતુઓ હોય, તેમ શ્રી સંઘરૂપ સાગરમાં પણ સ્વાધ્યાય યોગરૂપ અનેકવિધ મગર અને એના જેવા શક્તિસંપન્ન જળજંતુઓ હોય જ. સાગરમાં જેમ પ્રતિદિન પાણીની વૃદ્ધિરૂપ વેલાઓ ચાલુ હોય, તેમ શ્રીસંઘરૂપ સાગરમાં સૂત્રકાર મહર્ષિ, ધૃતિરૂપ વેલાઓ જણાવે છે. “વૃતિ એટલે “ધીરજ' આ અર્થ પ્રચલિત છે, અને ધીરજ એ આત્માનો એક અમૂલ્ય ગુણ છે. એ ધીરજના અભાવે આત્મામાં ઉતાવળિયાપણું આવે છે અને એ ઉતાવળિયાપણાથી કોઈ પણ કાર્યની સિદ્ધિ થતી નથી. પણ ઉતાવળિયાપણાના અભાવથી પ્રગટતી ધીરજ, તે આત્મા જ્યાં સુધી પોતાના મૂળ સ્વરૂપમાં સ્થિર થવાનો પ્રયત્ન ન કરે, ત્યાં સુધી આવી શકતી નથી. આ જ કારણે “વૃતિ શબ્દના સ્વરૂપને ઓળખાવતાં પરમ ઉપકારી ટીકાકાર મહર્ષિ આચાર્ય ભગવાન શ્રી મલયગિરિજી મહારાજા ફરમાવે છે કે – વૃતિ એટલે મૂલગુણો અને ઉત્તરગુણોને વિષય કરતો તથા પ્રતિદિવસ ઉત્સાહ પામતો આત્માનો પરિણામ વિશેષ.” પાંચ મહાવ્રતો અને અષ્ટપ્રવચન માતા: મૂલગુણોમાં પાંચ મહાવ્રતો આવે છે અને ઉત્તરગુણોમાં અષ્ટપ્રવચન માતા આવે છે. તે આ પ્રમાણે – ૧. “સર્વથા પ્રાણાતિપાત વિરમાણ” – એટલે મનથી, વચનથી કે કાયાથી કોઈપણ પ્રાણીના પ્રાણનો અતિપાત એટલે વિનાશ કરું નહિ, કરાવું નહિ અને કરનારનું અનુમોદન કરું નહિ. ૨. “સર્વથા મૃષાવાદ વિરમણ' એટલે મનથી, વચનથી અને કાયાથી અસત્ય બોલું નહિ, બોલાવવું નહિ અને. બોલનારનું १.. "धृतिः-मूलोत्तरगुणविषयः प्रतिदिवसमुत्सहमान आत्मपरिणामविशेषः ।" - નંદિસૂત્ર, શ્લોક-૧૧ ટીકાન્તર્ગત. Page #244 -------------------------------------------------------------------------- ________________ 23 – ૧૯ : સંસારરસિકને શાસ્ત્રો ન ગમે - 19 –– ૨૨૩ અનુમોદન કરું નહિ. ૩. “સર્વથાઅદત્તાદાન વિરમણ' - એટલે મનથી, વચનથી અને કાયાથી “અદત્તાદાન' “ચોરી' કરું નહિ, કરાવું નહિ અને કરનારનું અનુમોદન કરું નહિ. ૪. ‘સર્વથા મૈથુન વિરમણ’ – એટલે મનથી, વચનથી અને કાયાથી પરિગ્રહ રાખું નહિ, રખાવું નહિ અને રાખનારનું અનુમોદન કરું નહિ. “આ પાંચ મૂલગુણો છે અને ૧. ઈર્યાસમિતિ, ૨. ભાષાસમિતિ, ૩. એષણા સમિતિ, ૪. આદાનભંડમત્તનિક્ષેપણાસમિતિ અને ૫. પારિષ્ઠાપનિક સમિતિ તથા “૧. મનોગુપ્તિ, ૨. વચનગુપ્તિ, અને ૩. કાયગુપ્તિ' - આ ત્રણ ગુપ્તિરૂપ જે “અષ્ટપ્રવચન માતા” તે રૂપ જે ઉત્તરગુણો, તેનો વિષય કરતો અને પ્રતિદિવસ ઉત્સાહને પામતો આત્માનો જે પરિણામ વિશેષ, તે ધૃતિ છે. દુનિયાનો એક પણ પદાર્થ જેને અસર ન નિપજાવી શકે, તેને આ ઉત્સાહ વધે. દુનિયાના પદાર્થમાં મમત્વ રહે, એ તરફ ઢળે, તો મૂલ તથા ઉત્તર એ ઉભય ગુણ ઘટે. મુનિઓ મૂળ તથા ઉત્તરગુણના સંગી છે. તમે પણ તે ગુણોના રાગી તો છો ને ? શ્રીસંઘમાં સાધુ અને શ્રાવક બેય છે. એક મૂળ તથા ઉત્તરગુણોને ધારણ કરે અને એક તેને ઇચ્છે. બંનેની મનોવૃત્તિ કઈ હોય ? સંસાર પ્રત્યે તથા વિષયકષાય પ્રત્યે બન્નેની મનોભાવના કઈ હોય ? શ્રાવક પણ ધનધાન્યાદિ બધું ખોટું માને કે નહિ ? “વિષયની સામગ્રીમાં રહેવું સારું છે.” એમ માને, એ શ્રીસંઘમાં રહી શકે ? એ શ્રાવક ખરો ? આ બધું વિચારો ! શ્રી જિનેશ્વરદેવની પૂજા કરે, પણ “સંસારમાં રહેવું સારું છે અને વિષય કષાયની સામગ્રી પણ સારી છે. એવું માને તે શ્રાવક ન કહેવાય એ સ્પષ્ટ થાય છે. - જેમ મુનિપણું મૂલગુણો તથા ઉત્તરગુણો ધરનારમાં હોય, તેમ શ્રાવકપણું મૂલગુણો તથા ઉત્તરગુણોને ઇચ્છનારમાં હોય. આ પાંચ મૂલગુણો અને અષ્ટપ્રવચન માતારૂપ ઉત્તરગુણો ઉપર જે આત્માને પ્રેમ ન હોય, અને જે આત્માને એ પામવાની ઇચ્છા પણ ન હોય, તેઓમાં શ્રાવકપણું કઈ રીતે હોય? વળી જેઓ એ ગુણોનો ઉપહાસ કરવા સાથે, તેની વૃદ્ધિ અને પ્રાપ્તિનાં સાધનોનો નાશ કરવા મથે છે, તેઓ તો શ્રી જિનેશ્વરદેવના સંઘમાં રહેવા માટે કોઈ પણ પ્રકારે લાયક નથી જ, એ નિઃશંક વાત છે. - સાગર તે જ કહેવાય કે જેમાં જળવૃદ્ધિરૂપ વેલાઓ ચાલુ જ હોય, તેમ શ્રીસંઘરૂપ સાગરમાં પણ મૂળ ગુણો અને ઉત્તરગુણોમાં દિનપ્રતિદિન ઉત્સાહની વૃદ્ધિ થવી જ જોઈએ. આવાં જે આત્માના પરિણામ તે જ ધૃતિ છે. ધૃતિરૂપ વેલાઓ ઊછળવા જ જોઈએ. સાગરના કિનારે રત્નો ક્યાંથી ? મોજાં જ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - [24. પાતાળમાંથી રત્નોને બહાર ખેંચી લાવે. મોજાં નીચેથી નીચેના પવનથી ઊછળે છે; બહારની હવાથી નહિ. જેમ સાગર મોટો તેમ મોજાં ઊંચાં. મૂળ ગુણો તથા ઉત્તરગુણોને ઉદ્દેશીને આત્માની તીવ્ર પરિણામધારાઓ જો શ્રીસંઘરૂ૫ સાગરમાં પ્રતિદિન ન ઊછળે, તો કોઈને કેવળજ્ઞાન પણ ન થાય કે, કોઈની મુક્તિ પણ ન જ થાય. શાસ્ત્રોનો નાશ કરાવવાની વાત શાથી? પાંચ મહાવ્રતો, એ મૂળ ગુણો છે. એ ગુણોને જો બરાબર વિચારાય તો, આત્માનું મૂળસ્વરૂપ જ એ છે એમ સમજાય, આત્મસ્વરૂપને મૂળથી પ્રગટ કરવા માટે જ એ મૂળ ગુણો છે. એ ગુણોને વિઘ્નરૂપ થનારી બાહ્યસામગ્રીને અટકાવવી, એ ઉત્તર ગુણો છે. આ ગુણો આત્મામાં તો છે જ. પણ દબાયા છે, એને પ્રગટ કરવા માટે જ પ્રયત્ન કરવાનો છે. એ ગુણો એટલા બધા ભુલાયા છે કે “એ.ગુણો લાવવા હોય તો એને બાધકે વસ્તુનો અનુભવ પહેલો કરવો જોઈએ.” આવી મૂર્ખાઈ ભરેલી વાતો પણ આજે થઈ રહી છે ! આટલી હદ સુધી એનું સ્વરૂપ વિસરાઈ ગયું છે. સંસાર, એ આત્માનું સ્વરૂપ નથી પણ વિરૂ૫ છે. બહારના સંયોગો આત્માથી પર છે, તેને ખસેડવા માટે જ આ ગુણો છે. આજનાઓ કહે છે કે - “આ ગુણો મેળવવા માટે પહેલાં સંસારના પદાર્થોના સહવાસની, અર્થાત્ – બાહ્યસંયોગોના અનુભવની જરૂર છે. પણ એ બિચારા અજ્ઞાન આત્માઓને ખબર નથી કે - “બાહ્ય સંયોગોનો અનુભવ તો અનાદિકાળથી ચાલુ છે. હિંસા કરવી, જૂઠું બોલવું, ચોરી કરવી, મૈથુન સેવવું અને પરિગ્રહ રાખવો. એમ કોઈને શીખવવું પડે એમ નથી, કારણ કે એ તો શીખીને જ આવ્યા છે. જે વગર પાઠ ભણ્ય આવડે, એના અનુભવની જરૂર શી ? એનો અનુભવ શો લેવો ? હિંસા, જૂઠ, ચોરી, સ્ત્રીસંસર્ગ અને પરિગ્રહવૃદ્ધિ એ તો બધાને જ આવડે છે, સારી દુનિયા એમાં રક્ત છે અને એથી જ આત્માનું મૂળ સ્વરૂપ ભુલાયું છે. પોતાને પોતાની હિંસા નથી ગમતી. એ શું સૂચવે છે ? એ જ કે - “અહિંસકપણું એ આત્માનું મૂળસ્વરૂપ છે, માટે પહેલો મૂળગુણ એ કહ્યો. મૂળ ગુણો પોતાના આત્માના) સ્વરૂપને જ અનુસરતા છે. પાંચ મૂળગુણો આત્માના મૂળસ્વરૂપને અનુસરનારા છે. સભા: આત્મા તો અમર છે. પછી હિંસા શાની ? આત્માને અમર કહી - “અહિંસાધર્મનો ઉચ્છેદ કરનારા અજ્ઞાન છે. આત્મા જ્યારે પોતાની સાથે વળગેલા સઘળાયે બાહ્ય સંયોગોને ખંખેરી નાખી સ્વસ્વરૂપમાં સ્થિર થાય, ત્યારે જ તેને સાચી અમરતા પ્રાપ્ત થાય તેમ છે, અને Page #246 -------------------------------------------------------------------------- ________________ 25 - - ૧૯ : સંસારરસિકને શાસ્ત્રો ન ગમે - 19 – ૨૨૫ એ ન થાય ત્યાં સુધી તો આત્માની પ્રતિક્ષણ હિંસા થઈ જ રહી છે, એ પ્રતિક્ષણ હિંસા જેના જેના યોગે થઈ રહી છે, તેનો તેનો યોગ કરી આપનારા પણ હિંસકો જ છે. શ્રી જૈનશાસન જગતભરના આત્માઓને એ પ્રતિક્ષણ થઈ રહેલી હિંસાથી જ બચાવવાનો પ્રયત્ન કરી રહેલ છે, એ પણ એક શ્રી જૈનશાસનની લોકોત્તર વિશિષ્ટતા છે. કોઈ આત્માને આર્તધ્યાન કે રોદ્રધ્યાનનાં કારણોમાં જોડવો, તે જ તેની હિંસા છે. પ્રાણીમાત્રનું હિત ઇચ્છનારા આત્માઓએ, પોતાના મૂળ સ્વરૂપને પ્રગટ કરવા માટે મૂલંગુણોની સેવામાં રક્ત બનવું જોઈએ અને એ મૂલગુણોની રક્ષા માટે ઉત્તરગુણોને એક ક્ષણ પણ ભૂલવા ન જોઈએ. એ મૂલગુણો અને ઉત્તરગુણોની સાધના માટે શરીરની મમતા પણ છોડવી જ જોઈએ. એ મમતા જ્યાં સુધી ના છૂટે, ત્યાં સુધી મોક્ષ થાય નહિ; આત્માને એનું સ્વરૂપ સાંપડે નહિ. - આ શરીરની સેવારસિકતા છે ત્યાં સુધી ઘરબાર, બંગલા, બગીચા, કુટુંબ, પરિવાર તથા અઢારે પાપસ્થાનક વળગેલાં છે : કદાચ અવિરતિ અમુક પ્રમાણમાં છૂટી હોય એ બને પણ આ શરીરની સેવા છે ત્યાં સુધી સંસાર તો જીવતો અને જાગતો જ છે. વૈરાગ્ય એટલે શું? શાસ્ત્ર કાંઈ નવું નથી કહ્યું પણ આંખની સામે હોવા છતાં અનુભવમાં આવવા છતાં એનો ઉપયોગ ન કરાય ત્યાં શું થાય ? વૈરાગ્યની સામગ્રી તો સર્વત્ર છે. વિચાર કરાય તો ઘરમાં પેસવું પણ ન ગમે એમ છે. સંયોગો એવા છે કે - વૈરાગ્ય નથી આવતો એ જ આશ્ચર્ય છે. વસ્તુતઃ વૈરાગ્ય નથી થતો એ આશ્ચર્ય છે, જ્યારે મૂર્ખઓ વૈરાગ્ય આવે એમાં આશ્ચર્ય માને છે. કેટલો દૃષ્ટિભેદ ? દિ' ઊગ્યે મરણ દેખાય, કંઈ ને કંઈ આપત્તિ દેખાય, કોઈનું પરિવર્તન દેખાય; છતાં વૈરાગ્ય ન થાય એ કેવી ભયંકર દશા? ભવાભિનંદીઓ તો કહે છે કે - “આવી સાહ્યબી, રંગરાગ છોડવા એ પાલવે જ કેમ ?' એવાઓ સાથે જ્ઞાનીઓને મેળ આવે જ નહિ. એ લોકોની સાથે સાધુઓને મેળ કઈ રીતે મળે ? એમને જે બધું મેળવવું છે, એને આ શાસ્ત્ર છોડવાનું કહે છે. પોતે જે મેળવવા ઇચ્છે એને છોડવાનું કોઈ કહે, એ એમને નથી પાલવતું, માટે તે શાસ્ત્રોનો નાશ કરવાની વાતો કરે છે. શાસ્ત્ર કહે છે કે - શાસ્ત્રોનો નાશ કરે તો પણ આ મળેલા રંગરાગ છોડ્યા વિના તમારો છૂટકો નથી. કર્મસત્તા કદી જ નહિ છોડે; સમય આવ્યે કાનપટ્ટી પકડી લાત મારીને બહાર કાઢશે. આત્મા સર્વશક્તિમાન ક્યારે ? પરલોકથી કેવી રીતે આવ્યા, એ પણ સમજવું અનુમાનથી સહેલું છે. આપણે સારા સંયોગમાં હોઈએ, તો સારું કરીને આવ્યા છીએ એ વાત નિશ્ચિત Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬. સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - છે; અને ખરાબ સંયોગવાળા હોઈએ તો ખરાબ કરીને આવ્યા છીએ એ વાત માનવી જોઈએ. એ સમજાય તેમ છે. સારું કરવાથી સારા સંયોગ પામ્યા છો તો. સારા થવા માટે સારું કરવું જોઈએ. સારા થવું હોય તો સારું કર્યા વિના છૂટકો જ નથી. બાહ્ય પદાર્થને ગમે તેટલા વળગી રહેશો, “નહીં મૂકું કહીને સચોટ વળગી રહેશો, તોયે એ ચીજો અહીં જ રહેશે અને તમારે ચાલ્યા જવું પડશે. છોડવાનું છે, જવાનું છે, એ વાત નક્કી છે, મૂકીને જવું પડે એ નક્કી છે; છતાં વળગી રહેવાનું મન થાય એનું કારણ ? વળગવાની ના નથી, ખૂબ વળગો, વળગાય તેટલું વળગો, પણ એવી ચીજને વળગો કે જે તમને કદી ધક્કો ન મારે.. જેને પકડીએ તેને એવું પકડીએ કે મરતાંયે ન છોડીએ; પણ પકડીએ કોને ? એ ખાસ નક્કી કરવું જોઈએ. વિશ્વાસઘાતક એવી પરવસ્તુની આધીનતા ગમે કેમ ? રાગ છોડવો, એનું નામ વૈરાગ્ય. વૈરાગ્ય કયા ડાહ્યાને ન આંવે ?. જૈનશાસનમાં દરેક વાત એવી છે કે જેમાં વૈરાગ્ય હોય જ. સંસારની અસારતાનું ભાન થાય એ વૈરાગ્ય. જેને શાસ્ત્રકાર અસાર કહે છે તેને જ સારરૂપ માને, ત્યાં વૈરાગ્ય થાય શી રીતે ? એ લોકો તો કહે છે કે “જવાનું છે એ વાત સાચી, પણ એથી કાંઈ અત્યારે છોડી દેવાય ?' શાસ્ત્ર કહે છે કે, “રોઈને છોડાશે એમાં બહાદુરી નથી, માટે હસતાં હસતાં છોડો. જેને સુખે મરવું હોય, સમાધિપૂર્વક મરવું હોય, તે તો સંસારને અસાર જ માને; સંસારના રંગરાગને ખોટા જ માને; પોતે ફસાયો છે એમ જ માને. જેમ પોતા માટે સંસારથી નીકળવામાં કલ્યાણ માને, તેમ પારકા માટે પણ એમ જ માને. ધૂનનમાં (ત્યાગની વાતોમાં) પણ આ જ વાત આવવાની. સહેલું હોય એનું ધૂનન (ત્યાગ) પહેલું કરવાનું, સહેલું હોવાથી બાહ્યનું ધૂનન પહેલું કરવાનું. એ ક્યારે થાય ? બાહ્ય પદાર્થોને વધારે વળગવાથી કે તે પદાર્થોને દૂર કરવાથી ? સભાઃ આત્મા તો સર્વશક્તિમાન છે ને ? હા !, પણ ક્યારે ? કર્મથી અળગો થાય ત્યારે ને ? જો અત્યારે જ આત્મા સર્વશક્તિમાન હોય તો આમ ભીખ માંગતો ફરે ? હડધૂત થાય ? માર ખાધા જ કરે ? અઘોરીની જેમ ઊંધ્યા જ કરે ? બેડીમાં પડેલાને સર્વશક્તિમાન માની લેવાની મૂર્ખતા કરી યોગ્ય પ્રવૃત્તિ કરવાના અખાડા કેમ જ કરાય ? સભાઃ મૂળસ્વરૂપ દબાય શી રીતે ? દુનિયામાં કેટલીય ચીજો એવી સ્થિતિમાં છે. સોનું અને માટી મળેલાં છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૯ : સંસારરસિકને શાસ્ત્રો ન ગમે – 19 સોનું કે માટી મળવા ગયાં હતાં ? નહિ જ, મળેલાં છે જ. ખાણમાંથી નીકળ્યું ત્યારે દેખાય તો માટી, પણ કારીગરે કહ્યું કે, ‘માટી દેખાય છે પણ એમાં માલ છે. કાઢતાં આવડે તો કઢાય.’ સોનાના અર્થીએ પૂછ્યું કે, ‘શું કરવું જોઈએ ?’ એનો કારીગર માંગે તે બધું હાજ૨ ક૨વું જોઈએ. અગ્નિમાં પણ નાંખે, ટીપે, બધું જ કરે, પણ એને ના પડાય? નહિ જ, કારણ કે, માટી બળી જાય ત્યારે કંચન સો ટચનું થાય અને પરિણામ અલંકારરૂપ પણ થાય. એ જ રીતે આત્મા પણ ત્રણે લોકમાં અલંકારરૂપ ક્યારે થાય ? સભા અંતરાત્મા થાય ત્યારે. અને મુકુટ ક્યારે થાય ? સભાઃ પરમાત્મા થાય ત્યારે. 227 ૨૨૭ હવે સમજ્યા. માટીની સાથે સોનું મળ્યું કેમ ?' એમ કોઈ પૂછે તો એનો ઉત્તર નથી. સર્વજ્ઞદેવ પણ કહે છે કે, ‘એવી વાતોના ઉત્તર ન હોય; સ્વયં જ્ઞાની થઈને જુઓ !' ‘સંયમમાં સુખ શું ?’ એ પ્રશ્નનો જવાબ એક જ કે, ‘રાગ તજી વિરાગના સુખનો અનુભવ કરોતો ખબર પડે.' દુનિયા પણ કહે છે કે, ‘અનુભવીનાં કામો અને અનુભવીની વાતો, અનુભવી જાણે.’ ‘વૈરાગ્યમાં સુખ શું ?’ એ જાણવું હોય તો શાસ્ત્રકાર કહે છે કે, ‘રાગ છોડીને વિરાગી બનો.' રાગીની સાહ્યબીમાં જે સુખ ન હોય, તે સુખ વિરાગીને કાયમ હોય. માંટીમાં મળેલું સોનું કારીગરના હાથમાં આવે તો સોનું થાય. કારીગરને કોઈ પૂછે કે, ‘માટીમાં ભળ્યું કેમ ?' એ કહે કે, જેમ ભળે તેમ ! ખાણમાં જઈને જો !’ પૂછનાર ફરી પૂછે કે, ‘ખાણમાં ક્યાંથી આવ્યું ?' પેલો પણ કારીગર છે. કહી દે કે, ‘પાતાળમાં જઈને જોઈ આવ !' કારીગર કહી દે કે, ‘આમાં માલ છે. સોનું છે. સામગ્રી લાવ તો સોનું કાઢી આપું !' કારીગર માંગે તે સામગ્રી દેવાય અને પછી એ જે ધામધામ કરે, તેમાં વચ્ચે ન અવાય કે ન બોલાય. સભા એ ખાઈ જાય તો ? શાહુકાર કારીગરની વાત કરીએ છીએ; લૂંટારા કારીગર પાસે જવાની સલાહ કોઈ આપતું નથી. એ સોનામાં કચરો ઘણો હતો, તે કારીગરે કાઢી નાંખ્યો; અગ્નિમાં નાંખી · મેલ બાળીને, ક૨વા યોગ્ય બધી ક્રિયાઓ કરીને, સો ટચનું સોનું બનાવ્યું. એ જ રીતે આત્માની અનંત શક્તિ છે એ વાત સાચી, પણ એ શક્તિ જડના સંયોગમાં Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – દબાઈ ગઈ છે એ પણ એટલું જ સાચું છે; કારણ કે, ભીખ માંગવાનો ગુણ કાંઈ આત્માનો નથી : હોટલમાં જઈ ચા પીવી એ કંઈ આત્માનો ગુણ નથી; ચા વિના ન જ ચાલે એ ગુણ આત્માનો નથી; વેપાર કરવો, પૈસો મેળવવો, પૈસા માટે ગ્રાહકોની દાઢીમાં હાથ નાંખવો અને એની ગાળો ખાવી” એ કંઈ આત્માનો ગુણ નથી. બંગલામાં, રમણીમાં, પૈસામાં મૂંઝાવું, એ આત્માનો ગુણ છે ? નહિ જ. ત્યારે આ બધું કેમ બને છે ? અનાદિકાળથી કર્મના સંસર્ગમાં ભળ્યા છો માટે. માટીમાં પડેલું જે સોનું કારીગરના હાથમાં ન જાય, તેની શી હાલત? પગ નીચે છૂંદાય, વાસણ ઉટકવામાં વપરાય અને નાશ પામે; કારણ કે, વાપરનારને એની કિંમત સમજાઈ જ નથી. આત્માની પણ એ જ હાલત છે. આત્મારૂપ સોનું કર્મરૂપ માટીમાં મળેલું છે. કારીગરના હાથમાં જાય તો પોતાના મૂળ સ્વરૂપને પામે. અનંત શક્તિ ખરી, પણ કયા આત્માની ? જે કર્મની સામે યુદ્ધ કરી તેના પર વિજય મેળવે અને જેને દુનિયાની કોઈપણ વસ્તુ ન મૂંઝવે તેની ! જેમ સોનું સો ટચનું પણ હોય, અઠ્ઠાણું ટચનું પણ હોય, ઓછું પણ હોય, માટીમાં મળેલું પણ હોય, તેમ આત્મા સ્વરૂપે અનંત શક્તિમાન હોવા છતાં અધિક શક્તિમાન, અલ્પ શક્તિમાન તથા શક્તિહીન પણ હોય. શક્તિમાન એવા હોય કે, હાલચાલે પણ નહિ. શરીરમાં રહેવા છતાં પણ શરીરની પરવા ન કરે, તો અહીં પણ એ આત્મા શક્તિમાન કહેવાય અને જ્યારે સર્વથા શરીરથી છૂટે ત્યારે તો તદ્દન શુદ્ધ કોટિમાં જાય. અનાદિકાળથી એ કર્મોથી લેપાયેલો છે, માટે એ એનું મૂળસ્વરૂપ ન કહેવાય. સ્ફટિકનો વર્ણ તો સફેદ જ છે, પરંતુ એમાં પરોવેલા રાતા, લીલા, પીળા દોરાને લઈને તેનો તેવી તેવો રંગ દેખાય, માટે એ એનો રંગ નહિ; એ રંગ તો દોરાનો છે. આત્માનું સત્તાગને સ્વરૂપ તો બધાનું એક જ છે. “અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય” આ સ્વરૂપ બધાનું જ સત્તાગત છે. તે સ્વરૂપ એક જ છે. સોડવંજપો, પણ ઢોંગ ન કરો. સભા સદંતે આ ? મળથી રહિત થવાય તો હું તે ! નહિ તો તે, તે અને હું, તે હું ! “સોડ૬ ધ્યાનમાં તે (પ્રભુ) “:' અને હું ‘માં’ કેમ ? હું મેલો માટે ! તે “ઃ' કેમ થયા ? ખાતાં પીતાં ? ઝોલાં ખાતાં ? ઇરાદાપૂર્વક “સઃ'ની પરવા ન કરે, ‘૩ની ક્રિયા ચાલુ રાખે અને “સોડ' નો જાપ કરે, એને તો એ જાતના Page #250 -------------------------------------------------------------------------- ________________ 29 – ૧૯ : સંસારરસિકને શાસ્ત્રો ન ગમે - 19 - ૨૨૯ જાપના વાયુનો રોગ થયો છે એમ મનાય ! ઘરમાં રાચામાચીને રહું, પત્ની સાથે રસપૂર્વક રહું એમાં શી હરકત ? એમ માની માત્ર ‘સોડ' “તે હું'નો જાપ કરે, તેથી ‘ગ મટી “સ: કેમ થઈ જવાય ? ધ્યાન, એ તો પ્રચંડ અગ્નિ છે. સોડ જાપના ધ્યાનરૂપ અગ્નિથી આત્માની સાથે લાગેલાં કર્મો બળીને ભસ્મીભૂત થાય છે, આત્મા દીપ્તિમાન થાય છે અને અનાદિનો કચરો સાફ થાય છે; પણ ક્યારે ? એ જ વિચારવાનું છે. ‘' પણાની ક્રિયાને છોડી, તેના જેવા થવાની ક્રિયા કર્યા વિના કેમ જ થઈ શકાય ? ગ' પણાની ક્રિયા ચાલુ રાખે, તો “:' થવાય શી રીતે ? “ગ' ને જ “ઃ” માને તે મિથ્યાદૃષ્ટિ છે. તે તે હું એ વાત સાચી, પણ હું તે તે નથી. સોડÉનો જાપ થાય છે, કાંઈ “સદં :' નો જાપ થયો ? નહિ જ. કેમ નહિ ? એ વિચારો. એ વિચારવાથી બધું જ સમજાઈ જશે. સભાઃ એકલા જાપથી કર્મક્ષય થાય કે નહિ ? અક્ષરમાં તાકાત છે, પણ ફળ ક્યારે મળે ? વિદ્યા તથા મંત્રમાં શક્તિ છે, પણ સાધતાં અટકે તો ફળે. એને ઘર મૂકીને જંગલમાં જવું પડે છે, રાતના એકલા ઘોર સ્મશાનમાં બેસવું પડે છે અને એ પણ નક્કી કરીને કે ગમે તેમ થાય પણ ઊઠીશ નહિ. '* ત્યાગી છાપ પાડે, પણ કોના ઉપર ? ત્યાગના અર્થી ઉપર છાપ પાડે, પણ ત્યાગના વૈરી ઉપર નહિ. વારુ ! શાસ્ત્રમાં શક્તિ નથી ? છતાં એ શાસ્ત્રનો નાશ કરવાની ભાવના કેમ જન્મી ? સારી પણ ચીજ ફળે કોને ? મેઘ પલ્લવિત કરે, પણ કોને ? મગરોળિયાને ? મેઘમાં એ તાકાત છે કે, જમીનને ભીંજવે; કસ. પૂરીને ફળવતી બનાવે; પણ જમીન ઉપર એ કામ કરે, મગશેળિયા ઉપર કરે ? પુષ્પરાવર્ત મેઘ પણ મગશેળિયાથી થાકે ! મેઘમાં શક્તિ છે, પણ ઉખર ભૂમિમાં પડે તો કાદવ થાય; ત્યાં કોઈ ભૂલથી જાય તો ખેંચી જાય. વરસાદ ફળદ્રુપ જમીનમાં પડે તો ફળે. સ્વાતિ નક્ષત્રમાં શક્તિની અંદર પડેલા જળબિન્દુથી મોતી થાય. ફળનો આધાર પાત્ર ઉપર છે ને ? વસ્તુ પાત્રના યોગે ફળે. સોડનો જાપ કરે અને વેશ્યાને ઘેર આનંદપૂર્વક જાય, એને એ જાપ કેમ ફળે? આ તો કહે છે કે, “સોડદં તે હું. માટે ગમે ત્યાં જાઉં, વેશ્યાને ત્યાં પણ જાઉં, કેમ કે, તે હું ! “સોડનો આ રીતે જાપ કરનારા ઢોંગી છે. - સભાઃ પરવસ્તુમાં જવું એ વેશ્યાગમન છે ને? હું એ જ કહું છું. હાડચામથી મઢેલી કોથળીને સુંદર માની, એનાથી પોતાને Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ 20, જીવતો માને અને કહે કે, “સોડ૬' ત્યાં શું ? “તે હું” અને “હું આનો (હાડચામનો) પણ એનો મેળ શી રીતે મળે ?” “સોડÉ'નો જાપ કરનારે કપણાની ક્રિયા તજવી જોઈએ અને “સઃ' થવાય તેવી ક્રિયા કરવી જોઈએ. સોડદંનો જાપ કરે અને “દંપણાની ક્રિયા સારી અને કરવા જેવી છે એમ માને, એ વસ્તુતઃ નાસ્તિક છે. એ ધર્મી તો નથી, પણ સામાન્ય આસ્તિક પણ, નથી. કંદમૂળ ખાતી વખતે કહે છે કે, “પુદ્ગલ પુદ્ગલને ખાય છેએમાં આત્માને શું ? હું તો ભિન્ન છું!” એને કહીએ કે, ‘ત્યારે કોલસા ખા ને !” પણ એ તો ખૂંચે છે ! ત્યાં “પુદ્ગલ પુદ્ગલને ખાય' એ સૂત્ર નહિ ? આવો કુપંથ આજે ફેલાઈ રહ્યો છે. આવાઓને ‘સોરંનો જાપ શી રીતે ફળે ? . જે સ્વરૂપ ખીલવવું હોય, તેની પ્રતિપક્ષી વસ્તુને તજવી જોઈએ. આપણે સ્વરૂપે શુદ્ધ તો ખરા, પણ ક્યારે ? આત્મામાં જે કચરો હોય તે કાઢ્યા વિના શુદ્ધ કેમ થવાય ? “પુદ્ગલ પુદ્ગલને ખાય, એમાં આત્માને શું ?” આવું કહેનારાને વૈરાગ્ય કેમ આવે ? આ બધાં વૈરાગ્યના વૈરી છે અને વૈરાગ્યના વેરી છે, માટે જ શ્રી જિનેશ્વરદેવના શાસનના વૈરી છે અને શ્રી જિનેશ્વરદેવના શાસનના વૈરી છે, માટે જ એ પરમ નાસ્તિક છે ! સંસારમાં વૈરાગ્ય ન થાય, એ આશ્ચર્ય ! દુનિયા છોડીને સંયમ લીધા પછી દુનિયાની વાત કરવામાં હરકત શી?” એમ માની જેઓ દુનિયાને દુનિયાના માર્ગમાં વધારવાની વાતો કરનારા છે, તેમને પૂછવું જોઈએ કે, “આપે છોડ્યું શું કામ ?” એ કહે કે, “ખોટું હતું, સંસારમાં ભટકાવનારું હતું તેથી !” તો તરત જ પ્રશ્નકારે કહી દેવું જોઈએ કે, ‘ત્યારે તમે ભટકવામાંથી છૂટ્યા અને બીજાને શા માટે ભટકાવો છો ?”. જે છોડ્યું એનું ખંડન કરે, એ નાસ્તિક જ છે. સંસાર છોડ્યા પછી સંસારના મંડનની વાત, એ નાસ્તિકતા છે. નાસ્તિકના શિરે કાંઈ શીંગડાં નથી ઊગતાં ! પોતે જે વસ્તુને ભૂંડી માની, નાશકારક માનીને છોડી પછી બીજા પાસે એની વાત કરવી, એનું મંડન કરવું, એનો અર્થ તો એ છે કે, પોતાને જ ત્યાગ, વૈરાગ્ય ગમ્યો નથી. જો એમ જ હોય તો તો સમ્યક્ત્વ ગયું અને મિથ્યાત્વ આવ્યું. છતાં સમ્યકત્વનો ડોળ કરવો, એ તો ભયંકર નાસ્તિકતા છે, એમાં શંકા જ શી ? પરલોકની ક્રિયા ન ગમે અને કેવળ આ લોકની જ ક્રિયા ગમે, એ જ નાસ્તિકતા છે. ભયના સ્થાને જવાની ઇચ્છા કોઈની થાય ? ભૂલથી જઈ ચડે તોયે સાવધાનીથી ચાલે. “પરલોકની ક્રિયાની જરૂર શી ? અમે સ્વતંત્રતાથી Page #252 -------------------------------------------------------------------------- ________________ a – – ૧૯ : સંસારરસિકને શાસ્ત્રો ન ગમે - 19 - ૨૩૧ ગમે તેમ ખાઈએ-પીઈએ, હરીએ-ફરીએ, તેમાં સાધુના બાપનું શું જાય? શાસ્ત્ર અમારી પત્તર કેમ ખાંડે ?' આવું બોલનારા નાસ્તિક છે. આવાને આસ્તિક કહે એ પણ નાસ્તિક છે, અને આવાને શરણે જાય તે કંગાલ છે ! સભાઃ નાસ્તિક શબ્દ એ ગાળ છે ? પરલોકને સુધારનારી ક્રિયા પ્રત્યે જેનામાં શ્રદ્ધા નથી, તે નાસ્તિક ! સભા: આ તો વ્યાખ્યા છે. આ વ્યાખ્યા જ છે. દુનિયા કહે છે કે, “જેની પાસે પૈસા ન હોય એ દરિદ્રી!” શું આ ગાળ છે ? નહિ જ, તો પછી “જેને પરલોકને સુધારનારની ક્રિયા પ્રત્યે શ્રદ્ધા નથી, તે નાસ્તિક !” એમ કહેવાય. એથી આને પણ ગાળ ન જ કહેવાય, પણ વસ્તુની વ્યાખ્યા જ ગણાય. આથી સ્પષ્ટ છે કે, જે એવા હોય, એવાના સાથી, સહાયક, પાલક, પોષક અને પ્રેરક હોય, તે બધા નાસ્તિક અને એવાના જે આગેવાન તે મહાનાસ્તિક ! સભાઃ એના પ્રત્યે આસ્તિકની શી ફરજ ? પહેલી તો ફરજ એ કે, એના સંગથી દૂર રહેવું. એના સંગથી એટલે સોબતથી દૂર રહેવું, એ આપણને અલગ કરે તો રાજી થવું. શક્તિનો ઉપયોગ કર્યા વગર, વગર મહેનતે એ ખસતા હોય તો એવા ભલા કોણ ? સ્કંધક મુનિએ ચામડી ઉતારવા આવનારને કહ્યું હતું કે, “કાયા તજવી તો હતી જ. પણ જાતે ન તજાત, તું તજાવા આવ્યો માટે મહાઉપકારી ! તું ભલે આવ્યાં! તું કહે તેમ ઊભો રહું !” માટે યાદ રાખી લો કે, જે ગુણો પેદા કરવા હોય એની પ્રતિપક્ષી વસ્તુ તજવી જ જોઈએ. તજવા યોગ્ય માનવી જ જોઈએ. * “સોડ૬ નો જાપ કરનારા “સોડદંડ કરે, ને ભગવાનને કહે કે, “તું વીતરાગ, તેથી શાંત બેસી રહે અને હું ઘેર જઈને સાહ્યબી ભોગવું; તું ભલે વિતરાગ રહે ને હું રાગી થાઉં, કેમ કે, “સોડ' તે હું !” તને ભોગો ન ગમ્યા તો ન ભોગવ્યા; મને ગમે છે માટે ભોગવું, કેમ કે, “સોડ€ તે હું.”તને ખાવું ન ગમ્યું તે તેં તપ કર્યા: મને ગમે છે માટે ખૂબ ખાઉં, કેમ કે, “સોડ' તે હું !' બસ સોડÉ તોડવં' આવા જાપ કરનારા ને આ રીતે વર્તનારા આવા અજ્ઞાન ભેગા થાય તો શું થાય ? “સોડ૬' શબ્દનો ભાવ તો સમજો ! " નોકર અને શેઠ બેય આદમી તો સરખા, પણ નોકર ઊભો જ રહે; અને શેઠ ગાદીએ બેસે. નોકર રૂડો, રૂપાળો અને બળવાન હોય તોયે એને ઊભા Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – રહેવું પડે. શેઠ કાળો-કદરૂપો હોય, તોયે ગાદીએ બેસે. રૂપેરંગે મનુષ્ય સરખા છતાં એકને મોટરમાંયે બૂટ મળે અને એકને રસ્તે રખડતાંયે ન મળે; એકને ભાણે પચાસ ચીજ આવે અને બીજાને પાંચ પણ નહિ; એકને બે મળે તે પણ કાચીકોરી અને બીજાને ન પણ મળે ! આમ કેમ ? ભાગ્ય !ઘરમાં જાય તો પત્ની પણ પથ્થર મારે એવી હોય ! કહે કે, “ફાવે ત્યાં જા, સૂઝે તેમ કરે, પણ મારા માટે બધું લાવ !” આ બધું જોતાં પણ સંસારની અસારતા ન સમજાય અને વૈરાગ્ય ન થાય ? સંસારની વાસ્તવિક સ્થિતિ જુઓ તો તરત વૈરાગ્ય થાય ધર્મ તેના ભક્ષકનો ભક્ષક છે : આગમો સળગાવવાનું કહેનારા, આગમ સામે યથેચ્છ લવારો કરનારા કેવા છે ? દેખાવે તો રૂડા ! પણ એમની આગળ-પાછળ અને આજુબાજુ જુઓ તો બધું જ પ્રાયઃ મલિન છે. એમનાં પાપોનું આ આગમ ખંડન કરે છે, એથી એમને આગમ ખટકે છે. એ લોકો પામી ગયા કે, “આ આગમો તથા આ સાધુઓ અમારાં પાપ ખુલ્લાં કરે છે, અમારા દંભના પડદા ચીરે છે. માટે એ ગભરાયા છે. એ ગભરાયા છે કે, “અમારી હિંસા, જૂઠ, ચોરી અને અનાચાર આદિના દંભને સાધુઓ ઉઘાડા પાડે છે; લોકો અમને ધર્મ સમજતા હતા, તે હવે આ સાધુઓએ અમારું સ્વરૂપ ખુલ્લું કર્યું એટલે લોકો અમને હવે ધર્મ માનતા નથી. આથી સાધુઓ શાસ્ત્રનો જે પ્રકાશ ફેંકી રહ્યા છે, એને ઝાંખો કરવા એ તૈયાર થયા છે. એ લોકો સમજ્યા કે, “પહેલાં તો અમને આગળ જગ્યા મળતી હતી, પણ સાધુઓ અમને ઓળખી ગયા છે, માટે હવે અમને પેસવાના પણ સાંસા છે, માટે હવે પોલ નહિ ચાલે; હવે તો એક જ ઉપાય છે કે, “જે સાધુઓ જીવતા-જાગતા રહ્યા છે એમના પર કાળા પડદા નાંખો, ચીતરાય એટલા કાળા ચીતરો ! અને આગમ તો બોલવાનું નથી; માટે એને જ બાળી નાંખો એટલે પંચાત મટી !' એ લોકો સમજી ગયા છે કે, હવે અમારી નાસ્તિકતા ઉઘાડી પડી ગઈ છે, એટલે અમારા આડંબરો ચાલી શકે તેમ નથી.” તેઓ ઊંડે સુધી સમજી ગયા છે કે, “જો સાધુ જીવતા રહ્યા અને આગમ હયાત રહ્યું, તો આપણી હાલત ભયંકર છે !” માટે જ કહે છે કે, “આગમને બાળો અને સાધુને કાળા ચીતરો !” તેઓ સત્યપ્રકાશને ઉશ્કેરણીનો આરોપ આપે છે ! એ આરોપ વહોરીને, Page #254 -------------------------------------------------------------------------- ________________ 233 -- ૧૯ : સંસારરસિકને શાસ્ત્રો ન ગમે - 19 –– ૨૩૩ એટલું જ નહિ પણ એકને બદલે એક લાખ આરોપો વહોરીને પણ, આપણે હવે એમને એ બતાવી દેવું જોઈએ કે, “હવે અમારી સાથે તેમને સ્થાન નથી, તે નથી જ.' ગઈ કાલે મેં પત્રિકા વાંચી નહોતી, આજે મને ઘણાએ વાંચવાનો આગ્રહ કર્યો છે, માટે હવે જરૂર અહીં વંચાશે. શા માટે ? જૈનશાસ્ત્રનું ખૂન કઈ ઢબે કરવામાં આવે છે, તે કાઢીને બતાવવા માટે વંચાવીશ. એ લેખના મૂળમાં શું છે, તે બધું તમને બતાવવાની મારી ફરજ છે. એ વાંચવું, એ પણ ફરજ છે. વ્યાખ્યાનનું એ પણ એક સ્વરૂપ છે. એ માટે છાપું પણ વંચાય. જેને જચે તે જ આવે; જેને ગરજ ન હોય, ગમતું ન હોય તે ન આવે ! એ વાંચીને તમામ વસ્તુ સમજાવીશું, એના લખનાર માટે પણ જે રીતે યોગ્ય લાગશે તે રીતે ઉચિત ટીકા કરીશ. સાંભળવું ગમે તે જ આવે, ન ગમે તેણે આવવું જ નહિ ! અમને સન્માર્ગે દોરનાર છે” એમ સમજે અને પોતાને સન્માર્ગે દોરાવાની જરૂર લાગે તો જ આવે ! એને આવવાનો અધિકાર છે; એમ ન લાગે તેને પણ વસ્તુને સમજવા માટે આવવાનો તથા સભ્યતાથી પ્રશ્ન કરવા માટે આવવાનો પણ અધિકાર છે, પણ “ઘોંઘાટ” તથા “ધમાલ” કરનારાઓને અહીં આવવાનો અધિકાર નથી. મારો મુદ્દો એકજ છે. તમારે હવે ‘નાસ્તિક” શબ્દનું ઓજાર તીણું બનાવવું પડશે ! એ ઓજાર એમને માટે અસરકારક નીવડવું જોઈએ. એના યોગે તેઓને વિચાર કરવાની ફરજ પડે કે, “આ ઓજારના આટલા કડક ઉપયોગનું કારણ - શું? એ જ કે નાસ્તિકો પણ સમજી લે કે, “હવે અમારું સ્થાન ગયું.” એ સમજે તો છે જ કે, “હવે અમારું સ્થાન ગયું, પહેલાં તો આગળ બેસી શકતા હતા, સમાજના નાયક તરીકે માન મેળવતા હતા, ડોળ, દંભ અને પ્રપંચ નભતો હતો, પણ હવે એ નહિ બને. જનતા જાગૃત થઈ ગઈ છે, કારણ કે સાધુઓ એમને ઓળખી ગયા છે. પીછાણી ગયા છે. આથી તેઓ શાસ્ત્રનો પ્રકાશ જનતા ઉપર ફેંકી રહ્યા છે !” - આપણે એમને એમ ચેતવવા છે કે, “હજી થોભો ! નહિ તો હવે દીવાલ એવી ચણાશે કે વગર મહેનતે પાછા પડવું પડશે. બેસવા તો શું, પણ ઊભા રહેવાનું સ્થાન પણ નહિ મળે.” શાસ્ત્રકારોને ઇંદ્રજાળીઆ કહેનારાઓ કહે છે કે, “સાધુ, મંદિર, મૂર્તિ અને આગમ નહિ નભે તથા ધર્મક્રિયાઓ પણ નહિ નભે !” એવાઓને સંભળાવી દેવું જોઈએ કે, “હવે તો તમે જ નહિ નભો.” શ્રી જિનેશ્વરદેવના જયવંતા શાસનમાં, પરમ તારક શ્રી જિનમંદિરો, શ્રી જિનમૂર્તિઓ, શ્રી જિનાગમો તથા સાધુઓ તો આ ભરતક્ષેત્રમાં પણ હજી Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ 234 હજારો વર્ષ જીવંતપણે રહેવાના છે. એ વાત તો હવે જૈનનાં બાળકો પણ બોલે ! ધર્મ જેટલો આરાધક આત્માઓનો રક્ષક છે, તેટલો જ વિરાધક આત્માઓનો ભક્ષક છે. નાસ્તિક એ ગાળ નહિ પણ ઓળખાણ છે ઃ સભા નાસ્તિક શબ્દ એ વીસમી સદીની ગાળ છે' એમ કહે છે તેનું શું ? વસ્તુના સ્વરૂપને ઓળખાવનાર શબ્દને ગાળ કહેનારાઓ અજ્ઞાન છે. અજ્ઞાન આત્માઓને સત્ય સમજાવું મુશ્કેલ છે. જેમને નાસ્તિકપણું નથી ખટકતું, એમને ‘નાસ્તિક' શબ્દ કેમ ખટકે છે ? લૂંટારા પણ સારા કે, એમને કોઈ લૂંટારા કહે તો ગાળ ન માને. લૂંટારા પણ કહે છે કે, ‘બરાબર, અમે લૂંટારા જ છીએ, કારણ કે, અમે લૂંટ કરીએ છીએ, ત્યારે આ લોકો તો કહે છે કે, અમે અમને ફાવે તેમ કરીએ, શાસ્ત્રોને સળગાવવાનું કહીએ, સાધુઓને કલંકિત કરીએ, પરલોક-બરલોક ન માનીએ, ગમે તે ખાઈએ-પીએ, ગમે તેમ કરીએ, નાટક, ચેટક, સિનેમા જોઈએ તથા અભક્ષ્મભક્ષણ કરીએ અને એમ કરવામાં વાંધો ન માનીએ, એના પ્રચારના પ્રયત્નો કરીએ; પણ અમને કોઈ નાસ્તિક કહે તે ન ચાલે. અમે એ સહન નહિ કરીએ.' આ બધું કેમ ચાલે ? આવાઓ આસ્તિક તરીકે ઓળખાઈ કલ્યાણાર્થી આત્માઓનું અહિત ન કરી શકે, એ માટે જ તેમના સ્વરૂપને છાજતો ‘શબ્દ-પ્રયોગ' આપણે કોઈપણ વ્યક્તિનું નામ દીધા વિના કરીએ છીએ. પણ જેઓ એવા,હોય, તેઓને તો એ શબ્દ ખટકે જ, કારણ કે, એવાઓને પોતે નાસ્તિક હોવા છતાં પણ, આસ્તિક તરીકે પૂજાવાના કોડ છે. આ બધી પત્રિકાઓ ‘યુવક સંઘ’નાં નામથી નીકળે છે, એટલે એની તમામ જોખમદારી એના શિર ઉપર છે. હવે આપણે જનતાને જણાવી દેવું જોઈએ કે, ‘આવાં લખાણો ફેલાવનારાઓમાં જૈનત્વનું બુંદ પણ નથી.’ મૂળ તથા ઉત્તરગુણોને વિષય કરીને શ્રીસંઘરૂપ સાગરની ધૃતિરૂપ વેલાની વાત શરૂ કરી છે, એટલે એ વેલાના વિઘ્નને પણ સાથે સાથે દૂર કરી જ દેવાં જોઈએ. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૦: ત્યારે મોન કેમ રહેવાય ? વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, પોષ સુદ-૩, શુક્રવાર, તા. ૩-૧-૧૯૩૦ 120 • આત્માના વૈરી ન બનો ! • તદ્દન નિર્માલ્ય બને કેમ ચાલે ? • ઉપેક્ષા કરીને વિરાધક ન બનો! • મૌન કેમ જ રહેવાય? આત્માના વૈરી ન બનો ! સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી, શ્રીસંઘની સ્તવના કરતાં, નગર આદિનાં રૂપકોથી સ્તવના કર્યા બાદ હવે સાગરના રૂપકથી સ્તવના કરે છે. જેમ સાગર અક્ષોભ્ય અને વિસ્તીર્ણ હોય છે. તેમ શ્રીસંઘરૂપ સાગર પણ ગમે તેવા ઉપસર્ગો અને પરિષહોથી અક્ષોભ્ય અને વિસ્તીર્ણ હોય છે. અક્ષુબ્ધ અને વિસ્તીર્ણ સાગરમાં જેમ વેલાઓ પ્રતિદિન વૃદ્ધિ પામતા હોય છે. વળી જેમ તેમાં મગર આદિ જલજંતુઓ કાયમ હોય છે, તેમ શ્રીસંઘરૂપ સાગરમાં પણ ધૃતિરૂપ વેલાઓ અને સ્વાધ્યાયરૂપી મગર આદિ જલજંતુઓ કાયમ ખાતે ચાલુ હોય છે. '. મૂળગુણો તથા ઉત્તરગુણોને અવલંબીને પ્રતિદિન વૃદ્ધિ પામતો આત્માનો પરિણામ તે ધૃતિ. જેમ જેમ દિવસ જાય તેમ તેમ શ્રીસંઘરૂપ સાગરની, મૂળગુણો તથા ઉત્તરગુણો પ્રત્યેની પરિણામની ધારારૂપ વેલાઓ વધતા જ જાય. જો તે ન વધે તો દિવસે-દિવસે એ ગુણો ખવાઈ જાય. • સારી ચીજનું રક્ષણ તો જ થાય, જો તેના પ્રત્યેની સદ્ભાવના પ્રતિદિન વધે !મૂળગુણો તથા ઉત્તરગુણો પ્રત્યેની પરિણામધારા ન વધે તો જરૂર એ ગુણો ખવાઈ જાય, કેમ કે, એને ફરતી સંસારની વિષમ વાળાઓ સળગ્યા જ કરે છે; કામ-ક્રોધાદિનું જોર વ્યાપેલું છે; સંસારના પદાર્થોની છાયા પાસે જ રહેલી છે. મૂળગુણો તથા ઉત્તરગુણો ટકાવવા હોય, તો પ્રયત્ન વિના છૂટકો જ નથી. ઉત્તરગુણોથી મૂળગુણની શુદ્ધિ તથા વૃદ્ધિ થાય છે, અને મૂળગુણોથી આત્માનું સ્વરૂપ વિકસિત થાય છે. આત્માનું સ્વરૂપ અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતવીર્ય તથા અનંત સુખ છે. જેવું સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ શુદ્ધ છે, એવું જ આત્માનું સ્વરૂપ શુદ્ધ છે, Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - આત્માનું એવું શુદ્ધ સ્વરૂપ જે દબાયેલું છે, એ પ્રગટ કરવા માટે તો મૂલગુણો તથા ઉત્તરગુણોની સેવા છે. મૂલગુણો દિવસે-દિવસે વધે, વધુ ને વધુ શુદ્ધ બને, એ માટે તો ઉત્તરગુણોની સેવા છે. મૂળગુણોની રક્ષા માટે ઉત્તરગુણોની સેવા અને આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે મૂળગુણોની સેવા છે; મૂળગુણોની રક્ષા માટે જેમ ઉત્તરગુણોની સેવાની જરૂર છે, તેમ ઉત્તરગુણોની રક્ષા માટે દુનિયાના સઘળા પદાર્થોથી આત્માને વિરક્ત દશામાં રાખવાની જરૂર છે.. જો આત્મા દુનિયાના પદાર્થો તરફ ઢળે, તો ઉત્તરગુણો તરફ બેદરકારી થાય છે અને એ બેદરકારીથી મૂળગુણો પણ ક્રમશઃ મલિન થતા જાય છે, આથી આત્મસ્વરૂપની ખિલવણીમાં વિઘ્ન થાય છે, આ જ કારણે મૂળગુણો તથા ઉત્તરગુણોને વધારવા માટે પરિણામની ધારા દિનપ્રતિદિન વધતી જાય, એ જ શ્રીસંઘરૂપ સાગરના મોટામાં મોટા વેલાઓ છે, શ્રીસંઘમાં કોઈ વ્યક્તિ એવી ન હોય કે જેની મૂળગુણ તથા ઉત્તરગુણ તરફ કરડી નજર હોય, જેની એવી નજર હોય, એ પોતાના જ આત્માનો વૈરી છે. મૂળગુણો પાંચ છે; સર્વથા પ્રાણાતિપાત વિરમણ, સર્વથા મૃષાવાદ વિરમણ, સર્વથા અદત્તાદાન વિરમણ, સર્વથા મૈથુન વિરમણ અને સર્વથા પરિગ્રહ વિરમણ, આ પાંચ મહાવ્રતો એ મૂળગુણો છે. જો વિચારવામાં આવે તો આ ગુણો એ આત્માનું મૂળ સ્વરૂપ છે. જે આની તરફ કરડી નજરે જુએ છે, તે પોતાના આત્માની તરફ કરડી નજરે જુએ છે. આ મૂળગુણોની રક્ષા માટે અષ્ટપ્રવચન માતા (પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિ). રૂ૫ ઉત્તરગુણો છે. આ મૂળગુણો તથા ઉત્તરગુણોને સેવ્યા વિના કર્મની સત્તા દબાય નહિ. તદ્દન નિર્માલ્ય બન્યું કેમ જ ચાલે? શ્રીસંઘરૂપ સાગરમાં તો મૂળ તથા ઉત્તરગુણોને ઉદ્દેશીને દિનપ્રતિદિન વધતી જતી પરિણામની ધારારૂપ વેલાઓ વધવા જ જોઈએ. સાગર એક ક્ષણવાર પણ વેલા વિનાનો ન જ હોય. એના વેલાઓ એવા ઊછળે કે, પાસેનાને જોવાનું મન થાય. તેમ શ્રીસંઘરૂપ સાગર પણ મૂળ તથા ઉત્તરગુણો પ્રત્યેના ઉત્તમ પરિણામની ધારારૂપ મનહર વેલાઓ વિનાનો કદી પણ ન હોય. આ રીતે મૂળ તથા ઉત્તરગુણો પ્રત્યેની પરિણામધારા વધવાની જ જ્યાં વાત આવતી હોય ત્યાં એના સામે અયોગ્ય વિચાર કે કુદૃષ્ટિ કેમ કરાય ? જો એના સામે કુદૃષ્ટિ ન કરાય તો એના બતાવનાર સામે પણ કેમ કરાય ? જો એના બતાવનાર સામે ન કરાય, તો એને શાસ્ત્રમાં જેઓ ગૂંથી ગયા તેઓ સામે Page #258 -------------------------------------------------------------------------- ________________ 237 – – ૨૦ ? ત્યારે મૌન કેમ રહેવાય ?- 20 – ૨૩૭ પણ કેમ કરાય ? ન જ કરાય અને જો શાસ્ત્ર કે શાસ્ત્રને ગૂંથનાર, સમજાવનાર સામે જેની કુદષ્ટિ હોય, તે તો સંઘની વ્યક્તિ પણ ન જ ગણાય. જેની આવી દિશા છે, તે સંઘરૂપ તો નથી. પણ સંઘમાં ગણાતી વ્યક્તિ પણ નથી. આ શાસ્ત્ર પ્રત્યે, એના રચયિતા પ્રત્યે, શાસ્ત્રસંગત અર્થ કરનાર પ્રત્યે, અર્થાત્ શાસ્ત્રના લખનાર, વાંચનાર કે કહેનાર પ્રત્યે આજના ઉચ્છંખલોને કુદૃષ્ટિ કરવાનું કારણ હોય, તો એક જ અને તે એ જ છે કે, આ શાસ્ત્રમાં મૂળ તથા ઉત્તરગુણોને પોષવાની અને એને બાધક વસ્તુઓનો ત્યાગ કરવાની જ ભાવના ઉપદેશાયેલી છે; કારણ કે, લખનાર મહર્ષિઓએ પણ તે જ લખ્યું છે અને વાંચનાર વાંચે છે. પણ તે જ માટે લખનારા પણ એમને ભયંકર લાગે છે, જેમાં લખાયું છે તે પણ ભયંકર લાગે છે અને વાંચનારા પણ ભયંકર લાગે છે. એવી વ્યક્તિઓ એ સંઘની વ્યક્તિઓ તરીકે શ્રીસંઘમાં કઈ રીતે હોઈ શકે ? જે ચર્ચા આજે ઊભી થઈ છે, તેના મૂળ તત્ત્વ તરફ જવું પડશે ને ? વસ્તુને વસ્તુગતે સમજવામાં આવે તો મૂંઝવણ થાય જ નહિ. ઘણાના મનમાં તો હજી એમ છે કે, “આપણે આપણું કરવું, કોઈ ગમે તેમ કરે, તેમાં આપણે શું ? પણ એ વાજબી નથી. મંદિર બંધાવનારે તો તારવા માટે બંધાવ્યું, છતાં પણ અમુક ન આવે તો એનું એ જાણે. એને ભાવના થાય તો આવે, અને ન આવવું હોય તો એનું એ જાણે. ઉપાશ્રયમાં પણ એને ફાવે તો આવે, નહિ તો ન આવે તો એનું એ. જાણે. એને ધર્મક્રિયા કરવી હોય તો કરે અને ન કરે તો એનું ભાગ્ય, પણ જેઓ મંદિરે તથા ઉપાશ્રયે જતા હોય અને ધર્મક્રિયા કરતા હોય, તેઓને - ઉપદ્રવ કરે તો તે કેમ નભાવાય ? મંદિરમાં આવનારાનું, ઉપાશ્રયમાં આવનારાનું તથા ધર્મક્રિયા કરનારાનું ભાગ્ય જે એવું, કે જેથી તેઓને ઉપદ્રવ કરવાની બુદ્ધિ થઈ. એમ વિચારી આપણે તો ચૂપ જ રહેવું ?” આ જાતની મનોવૃત્તિ હોવાથી જ આ સ્થિતિ આવી છે. . શાસ્ત્રોને ભસ્મીભૂત કરવાની વાતો કરવા જેવી સ્થિતિ આવી, તેનું કારણ પણ એ જ છે. “હશે હવે-હશે હવે. એનું એ જાણે, આપણે શું ?” આવી ક્ષુદ્ર ભાવનાના યોગે જ આ દશા આવીને ઊભી રહી છે. - શ્રી જિનેશ્વરદેવના ધર્મને પામેલા અહિંસક, શાંત અને સમતાના નિધિ હોય એ વાત સાચી, પણ તેનામાં આત્મઘાતક નિર્માલ્યતા તો ન જ હોવી જોઈએ. આ ધર્મ તો વીરનો છે, પણ કાયરનો નથી. જે સેવ્ય છે તેનો ઘાત થાય ત્યાં સુધી જેના પેટનું પાણી પણ ન હાલે, તેને સાચો વીર કેમ મનાય ? પાળવો ધર્મ વીરનો અને જેની આરાધના કરીએ તે આખી વસ્તુનો નાશ કરવાની વાતો Page #259 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ થાય ત્યાં સુધી પેટમાં પાણી પણ ન હાલે, એવા તદ્દન નિર્માલ્ય બન્યું કેમ ચાલે ? એવી નિર્માલ્યતાને જો કોઈ શાંતિ કહેતો હોય તો હું કહું છું કે, શ્રી જૈનશાસન એવી આત્મઘાતક શાંતિને શાંતિ જ માનતું નથી. ૨૩૮ 238 ગઈકાલે જે પત્રિકાની વાત થઈ હતી, તે પત્રિકામાં અનેક વાતો એવી એવી લખવામાં આવે છે કે, જેને વાંચનાર એક પણ સાચો ધર્મપ્રેમી એવો ન હોય, કે જેનું હૃદય તે વાંચવાથી ન દુભાય. આજ સુધીમાં ‘સાંજ’ વર્તમાનના અંકોમાં તે પચ્ચીસ પત્રિકાઓ છપાઈ છે, અને તેમાંની છેલ્લી પચ્ચીસમી પત્રિકા ‘સાંજ' વર્તમાનના તા. ૩૧ ડિસેમ્બર સને ૧૯૩૦ના અંકમાં છપાઈ છે. કાલની સૂચના મુજબ આજે બાપાલાલ તમારી સમક્ષ તે વાંચી સંભળાવે છે. (આ પછી બાપાલાલ ચુનીલાલ ઝવેરીએ પત્રિકાઓના અમુક-અમુક ફકરાઓ સભા સમક્ષ વાંચી સંભળાવ્યા હતા અને તે સાંભળી તેના લખનારની મનોદશા પ્રત્યે અને તેના પ્રેરક, સહાયક તથા પ્રચારક વિગેરેની આવી આત્મનાશક વલણ પ્રત્યે સભામાંથી દયામય તિરસ્કારની લાગણી પ્રગટીં નીકળી હતી. આ પછી પૂ. મહારાજશ્રીએ વ્યાખ્યાન આગળ ચલાવ્યું હતું.) ઉપેક્ષા કરીને વિરાધક ન બનો ! આમાં શું લખવામાં આવ્યું છે, તે તો સહુએ સાંભળ્યું ને ? જે લોકો એમ કહેતા હતા કે, ‘એ ગમે તેમ કરે આપણે શું ? બેસી રહો !' એવાઓ પણ એનું આ પરિણામ નજરે જોઈ શકે એમ છે. જેઓ ના પાડતા,હતા, તેમને પણ હવે એમ થાય છે કે, ‘કંઈક કરવું જોઈએ.' જો કાંઈ ન કરવામાં આવે તો જેમ એ લોકો આવું લખીને, બોલીને કે તેની અનુમોદનાદિ કરીને વિરાધના કરે છે, તેમ આપણે પણ છતી શક્તિએ ઉપેક્ષા કરીએ તો વિરાધક બનીએ. જે શાસ્ત્ર સર્વજ્ઞકથિત છે અને એમને જ અનુસરનારાઓએ લખેલાં છે, તેનો નાશ ક૨વાની વાતો કરવી' એ ભયંકર પાપોદયનું જ પરિણામ છે, એમાં જરા પણ શંકા નથી. આ તે શાસ્ત્ર છે કે, જે શાસ્ત્રના સહવાસથી અન્ય દર્શનના મહાપંડિતોએ પણ કુમતનો પરિત્યાગ કરી શ્રી જિનેશ્વરદેવે દર્શાવેલા સુમતનો સ્વીકાર કર્યો છે. તમે જાણો છો કે, આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા એક સમર્થ વેદાંતવાદી હતા અને તેઓ આગમો પુસ્તકારૂઢ થયા પછી આ દર્શનમાં આવ્યા છે. તેઓ જાતિએ બ્રાહ્મણ હતા; ચિતોડના રાજપુરોહિત હતા; ચૌદ વિદ્યાના પારગામી હતા; અને કોઈ કાંઈ પણ બોલે અને તે જો પોતાને ૭ જુઓ : પરિશિષ્ટ-૧. Page #260 -------------------------------------------------------------------------- ________________ 219 - - ૨૦ : ત્યારે મૌન કેમ રહેવાય? - 20 - – ૨૩૯ ન સમજાય, તો તેના શિષ્ય થવાની પ્રતિજ્ઞા કરી હતી. એટલા તેઓ પોતાના જ્ઞાનમાં વિશ્વાસુ હતા. એવા પણ તેઓએ આ દર્શન પામ્યા બાદ, પોતાના પૂરેપૂરા અનુભવ પછી જાહેરમાં એકરાર કરતાં કહ્યું છે કે - “જો જિનાગમ ન હોત, તો અમારું શું થાત ?' “આવાં શાસ્ત્રો માટે ભસ્મીભૂત કરવાની વાત સુધીનાં લખાણો અપાય અને છપાય” એ કાંઈ સામાન્ય વાત છે ? આ સ્થિતિ છેલ્લા બે દશકાની ઉપેક્ષાવૃત્તિને જ આભારી છે. આજે આ પચ્ચીસમી પત્રિકા છે. જેમ જેમ ક્રમસર વાંચો, તેમ તેમ માલૂમ પડશે કે, લખાણ ક્યાં સુધી ગયું છે ! “આ લોકો ચૂપ છે” એમ જોઈને જ તેઓ ક્રમશઃ આગળ વધતા ગયા છે અને પરિણામે આજે આ બધું જ ઝેર બહાર આવી ગયું છે. વધતાં વધતાં આ પચ્ચીસમી પત્રિકામાં જે બધું બહાર નીકળ્યું છે તે જોયા પછી હવે ચૂપ ન રહેવાય. પાપાત્માઓ યથેચ્છ રીતે સત્ય વસ્તુઓને ઉથલાવી ધર્મના નાશ માટે તનતોડ પ્રયત્ન આરંભે, તે સમયે શક્તિ હોવા છતાં અસત્યના ઉમૂલન સાથે સત્યના સ્પષ્ટીકરણનો પ્રયત્ન ન કરતાં ચૂપ રહેવું, એ ભયંર પાપ છે. આ ભયંકર પાપથી બચી જવા માટે દરેકે દરેક શક્તિસંપન્ન શાસનરાગીએ, એ અસત્યના ઉન્મેલન સાથે સત્યને સ્પષ્ટ કરવાના પ્રયત્નો કરી જ છૂટવું જોઈએ. તે વખતે શાંતિનો ડોળ કરી “ર્વિચારમાં ને વિચારમાં લલ્લુભાઈએ ભરૂચ ખોયું આ લોકોક્તિને ચરિતાર્થ ન જ કરવી જોઈએ. આ પત્રિકાનો લખનાર પોતાને ‘ક્રોતિ'ના ઉપનામથી ઓળખાવે છે. * સભા પણ આ તો વિપ્લવના અર્થમાં જાય છે. : બરાબર છે. યોગ્ય પરિવર્તનના અર્થમાં તો આપણે પણ ક્રાંતિમાં સંમત છીએ. અયોગ્ય પ્રવૃત્તિને ઉથલાવનારું અને શાસ્ત્રને બંધબેસતું પરિવર્તન કરવામાં હરકત જ નથી; પણ આ “ક્રાંતિની વાતો તે કોટિમાં નથી. આ તો શાસનરક્ષા માટે નથી, પણ શાસનના નાશ માટે જ છે. એ કારણે વિપ્લવ રૂ૫ છે. કલિકાસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરિશ્વરજી મહારાજા, પરમાત્મા શ્રી મહારાવીદેવની સ્તુતિ કરતાં ફરમાવે છે કે - १. कत्थ अम्हारिसा जीवा, दूसमादोसदूसिया । . Ire #ાં હતા, નફર તિ નિVIII TI૮૭T - સંબંધ પ્રકરણ, સુગુરુ અધિકાર. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - - 20“હે ભગવાન ! તારા શાસનની શોભા કોઈથી પણ પરાભવ પામે તેવી નથી; કારણ કે, ઇતરદર્શનોના જેવો વિપ્લવ તારા શાસનમાં થયો નથી.” એવા અનુપમ શાસનની સામે વિપ્લવ કરવા ઊભા થયેલા વિપ્લવવાદીઓની પ્રવૃત્તિનો, શક્તિ હોવા છતાં પ્રતિકાર ન કરતાં, ઉપેક્ષા ધારણ કરી પોતાની જાતે જ વિરાધક ન બનો ! મૌન કેમ જ રહેવાય ! વિપ્લવ ઊભો કરનાર વર્ગ તરફથી, તમે સાંભળી ગયા તેવું લખાય, એમાં કશું જ આશ્ચર્ય નથી; કારણ કે, એ વર્ગમાં એવા પણ માણસો છે કે, જે ભગવાન શ્રી મહાવીરદેવને પણ સર્વજ્ઞ તરીકે નથી સ્વીકારતા અને કહે છે કે, કેવળજ્ઞાન થવાનું હોય તો પણ હજી હવે થાય, કેમ કે વિજ્ઞાનવાદ તો હવે વધ્યો છે.” ઇંદ્રાદિક દેવો તરફથી થતી શ્રી જિનેશ્વરદેવોની ભક્તિ પણ તેઓને. ખટકે છે. શ્રી તીર્થંકરદેવોનાં પાંચે કલ્યાણકો,ઇંદ્રાદિક દેવો ઊજવે છે અને શ્રી' જિનેશ્વરદેવની દાઢાઓ પણ ઇંદ્ર મહારાજાઓ પૂજે છે, એ વાતથી તો એ પાપાત્માઓને કંઈ કંઈ થઈ જાય છે અને એથી ચિડાઈ જઈને એક પંડિત નામધારીએ તો ત્યાં સુધી લખી પણ નાંખ્યું હતું કે – “આંધળા શાસ્ત્રકારોને મહાવીરનાં હાડકાંને પણ દેવલોકમાં મોકલવાનું મન થયું છે !” સભાઃ શું આવું લખાયું છે ? પુસ્તક પણ છપાઈ ગયું છે અને એનું ખંડન પણ થઈ ગયું છે! (આ પંડિતે લખેલ પુસ્તકનું નામ ‘તમસ્તરણ' છે અને તેના ખંડન માટે લખાયેલા પુસ્તકનું નામ “સત્યનું સમર્થન છે.) સભાઃ સમવસરણ વગેરેની વાતને પણ નથી માનતા ? નથી જ માનતા. એ તો આગમ લખનારાને માખી પર માખી કરનારા કહે છે, અને વધુમાં “એકે લખ્યું તે બધાએ લખ્યું, નવું તો કોઈને આવડ્યું જ નહિ.” એમ લખીને ચરમ કેવલી ભગવાન શ્રી જંબૂસ્વામીજી પછીના પૂજનીય આચાર્ય વગેરે બધાને મૂર્ખશિરોમણી કહ્યા છે. આવું બધું વ્યક્તિના નામે લખાઈ ગયું છે અને અત્યારે એક ટોળીના નામે પણ લખાઈ રહ્યું છે, માટે હવે કોઈ એક વ્યક્તિ કરે છે એમ ન માનો. १. "न विप्लवोऽयं तव शासनेऽभूदहो । अधृष्या तव शासनश्रीः ।।१६।। - અયોગ્ય વ્યવચ્છેદ દ્વાત્રિશિકા Page #262 -------------------------------------------------------------------------- ________________ 241 – ૨૦ : ત્યારે મૌન કેમ રહેવાય? - 20 - ૨૪૧ સભાઃ વ્યવસ્થિત કાર્યક્રમ છે. અને તે ચાલુ છે. ઉપેક્ષાને કારણે જ એ કાર્યક્રમ આટલે સુધી વધ્યો છે. વીસ વરસની ઉપેક્ષાનું પરિણામ એટલે સુધી આવ્યું છે. હવે ચૂપ રહ્યા તો દિવસે-દિવસે આ ઉશ્રુંખલોની નાશકારક વિપ્લવની પ્રવૃત્તિ વધતી જ જવાની. સભાઃ એ લોકો લખે છે કે, અમારી પત્રિકાની સમાજ પર અસર થઈ છે.” થાય જ ! એક જ દિશાનો પવન ફૂંકાય અને આ બાજુ ચૂપ જ રહેવાય, તો પરિણામ એ જ આવે. કહે છે કે, સાધુએ બોલવું નહિ પણ શાંતિ રાખવી; અને આજના ગૃહસ્થો પણ કહી દે કે, “પેઢીમાંથી ફુરસદ નથી, આદમી એક ને કામ અનેક છે.” કહો ! આ દશામાં શું થાય ? ખરેખર, આવી સમતાની અને કામની ખોટી વાતો કરનારા વસ્તુતઃ ધર્મને પામ્યા જ નથી. ધર્મને પામેલા આત્માઓ નાશકારક વિપ્લવોનો વિનાશ કરવામાં પાછી પાની કરે જ નહિ. જેઓ આવા વિપ્લવ સમયે પણ શાંતિની વાતો કરે છે, તેઓ ચેતનવંતી શાંતિના પૂજારી નથી. પણ મડદાની શાંતિના પૂજારી છે અને જેઓ વગર વિચાર્યું માત્ર પોતાના માનપાનની રક્ષા માટે જ, શાસનની રક્ષા ખાતર તનતોડ યત્ન કરતા પુણ્યપુરુષોને ઉતારી પાડવા માટે “ઉતાવળિયા” વગેરે * કહી દેવાની મૂર્ખાઈ કરે છે, તેઓ “પામેલા શાસનને હારી જાય છે.” એમ કહેવામાં એક લેશ પણ અતિશયોક્તિ થતી હોય એમ લાગતું નથી. અનેક વિરોધીઓની સામે પ્રાણની પણ પરવા કર્યા વિના આજીવન શાસનસેવામાં રક્ત રહેનારા ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ – ધન્ય ધન્ય શાસનમંડન મુનિવરા” - આ પ્રમાણે કહીને મુનિવરોને શાસનના મંડન તરીકે ઓળખાવ્યા છે. શાસનમંડન મુનિવરો, સાચી શાંતિના પૂજારી હોવા છતાં પણ એવા વિપ્લવ સમયે તે વિપ્લવનાં ઉમૂલનપૂર્વક શાસ્ત્રીય સત્યનું સમર્થન કરવામાં કેમ જ પાછી પાની કરે? શાસ્ત્રના તત્ત્વને કહે તે ગુરુ, નહિ કે ગોપવે તે ! તો પછી આવા સમયે મૌન કેમ જ રહેવાય? એકેએક શાસનરસિક આત્માની આજે એ ફરજ છે કે, ઉશૃંખલ આત્માઓ તરફથી જગાવવામાં આવેલા નાશક વિપ્લવને શમાવી દેવા માટે ઘટતું કરી છૂટવું જોઈએ. ૧. શ્રી સીમંધર જિન વિજ્ઞપ્તિરૂપ ૩૫૦ ગાથાના સ્તવનની ૧૫મી ઢાળની ગાથા-૧. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૧ : સંઘ અને સાગર વચ્ચે સમાનતા વીર સં. ૨૪૫૭, વિ. સં. ૧૯૮૯, પોષ સુદ-૪, શનિવાર, તા. ૪-૧-૧૯૩૦ • મૂળગુણો એ આત્માનું સ્વરૂપ છે : • બેય લોકમાં ઉપયોગી જ્ઞાન કર્યું • ધર્મ માટે શું કર્યું? કોરી મતિકલ્પનાથી ધર્મ નહિ જ પમાય : પૂ. આત્મારામજી મહારાજનો એક પ્રસંગ : એ ડહાપણ સમયસરનું નથી : • અશુભોદય ધર્મીને કે ધર્મને ? • એક પણ પુણ્યક્ષેત્ર ન જ સીદાવું જોઈએ ? મૂળગુણો એ આત્માનું સ્વરૂપ છે: સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી, શ્રીસંઘને સાગરની ઉપમાથી સ્તવતાં કહે છે કે, જેમ સમુદ્રમાં ચાર વસ્તુ હોય, તેમ શ્રીસંઘરૂપ સાગરમાં પણ ચાર વસ્તુ હોય; સાગરમાં વેલાઓ હોય, મગર વગેરે જલજંતુઓ હોય, અક્ષોભ્યપણું હોય અને સામેનો કિનારો ન દેખાય એટલો વિસ્તાર હોય છે. શ્રીસંઘરૂપ સમુદ્રને પણ ધૃતિરૂપ વેલાઓ હોય છે. ધૃતિ એટલે મૂળગુણ તથા ઉત્તરગુણને વિષય કરનારો અને પ્રતિદિન વૃદ્ધિ પામતો ઉત્સાહ. ઉત્તરગુણ તથા મૂળગુણ ખીલવવા માટે આત્માના પરિણામની ધારા વધે તે વેલા. સાગરમાં જેમ મગરો હોય છે, તેમ શ્રીસંઘરૂપી સાગરમાં પણ પાંચ પ્રકારના સ્વાધ્યાયરૂપી મગરો છે. જેમ જેમ સ્વાધ્યાય વધે તેમ તેમ મૂળગુણો તથા ઉત્તરગુણો પ્રત્યેના પરિણામની ધારા વધે અને તેમ તેમ તે ગુણો વધે. એ ગુણોના ટકાવ માટે સ્વાધ્યાય વિના છૂટકો નથી. એ સ્વાધ્યાય, જો આગમ હોય તો થાય કે આગમ વિના ? આગમ જાય તો સ્વાધ્યાય પણ જાય અને સ્વાધ્યાય જાય તો મૂળગુણ તથા ઉત્તરગુણનો પ્રેમ પણ જાય. ચોપડા વિના વેપાર ચાલે ? આત્માના મૂળગુણ તથા ઉત્તરગુણ ખીલે ક્યારે ? જેમ જેમ આત્મસ્વરૂપનો ખ્યાલ થાય તેમ તેમ મૂળગુણો અને ઉત્તરગુણો ખીલે. Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૧ : સંઘ અને સાગર વચ્ચે સમાનતા - 21 જેઓ પોતાને શ્રી જિનેશ્વરદેવથી પણ પૂજ્ય માને, તે પોતાના સ્વરૂપને કદી પણ પામે ? પોતાનું સ્વરૂપ તથા હાલત નહિ સમજનાર અને ‘અમે કોણ ?’ નો ફાંકો ધરાવનાર, પોતાનું સ્વરૂપ શી રીતે પામે ? એનામાં મૂળગુણો તથા ઉત્ત૨ગુણો કેમ જ હોય ? જેને જે કળાની આવડત ન હોય ત્યાં તેનું સ્થાન કેમ જ હોય ? શ્રીસંઘસ્વરૂપ બનનારામાં મૂળગુણો તથા ઉત્તરગુણોના પરિણામની ધારા વધવી જોઈએ. સ્વાધ્યાય દ્વારા એ પોતાનું સ્વરૂપ પીછાણે. પોતે કોણ, પોતાનામાં શું હોવું જોઈએ અને શું છે, તે સમજ્યા વિના ‘અમે સંઘ’ એમ કેમ બોલાય ? 243 ૨૪૩ ધર્મકથા એ સ્વાધ્યાય છે. કહેનાર પણ સ્વાધ્યાયમાં છે અને સાંભળનાર પણ સ્વાધ્યાયમાં છે. વ્યાખ્યાન, એ પણ સ્વાધ્યાય છે. જે જાણે નહિ. જાણકાર પાસે સાંભળે નહિ, વાચના લે નહિ, વાચના આપી શકે નહિ, સમાધાન લે નહિ કે આપે નહિ, શંકા પડવાથી નિર્ણય માટે ન તો પૂછે, ન તો પૂછવા દે અને પોતાના સ્વરૂપ સંબંધી કશું ચિંતન કરે જ નહિ, તે આત્મા મૂળગુણોને શી રીતે પામી શકે કે ખીલવી શકે ? જેમ જેમ સ્વાધ્યાયયોગ ખીલે, તેમ તેમ મૂળગુણો તથા ઉત્તરગુણો ખીલે અને એ ગુણોને ખીલવવા માટે મન, વચન અને કાયાના યોગો ઉપર કાબૂ કેળવવો પડે છે, એં કેળવાય ક્યારે ? ‘પોતે આવો હોવો જોઈએ અને આવો છે, સ્વરૂપ સુંદર છે પણ કદરૂપું થયું છે. જ્ઞાનવાન છતાં પોતે અજ્ઞાની બન્યો છે, પોતાનાં શક્તિ છતાં એ કશા ઉપયોગમાં નથી આવતી.' આ સમજાય તો મન, વચન અને કાયા ઉપર કાબૂ કેળવાય અને મૂળગુણો તથા ઉત્તરગુણો પ્રત્યે કાળજી થાય. મૂળગુણો, એ આત્માનું મૂળસ્વરૂપ પ્રકટ કરે છે. અહિંસાગુણ, એ આત્માનું પોતાનું સ્વરૂપ છે. આત્માનું સ્વરૂપ જ એવું છે કે, એ કોઈને હાનિ ન કરે, કરે તો લાભ જ કરે. જેવું હોય તેવું હિતકર રીતે પ્રગટ કરવું, તે પણ આત્માનું સ્વરૂપ છે. યથેચ્છ બોલવું, એ તો આત્માનો દુર્ગુણ છે. આત્માની પાસે મિલકત ઘણી છે, આત્મા કાંઈ ભિખારી નથી; એને પારકા ઉપર જીવવું પડે એવી એની સ્થિતિ નથી; એની પાસે જે ખજાનો છે તે પ્રગટ થાય તો એ પરાધીન નથી જ. ‘એને કોઈનું ઝૂંટવી લેવાની જરૂ૨ નથી, છતાં એ પારકું ઝૂંટવી લેતાં કેમ શીખ્યો ?’- આ પ્રશ્નનો એ જ ઉત્તર છે કે, ‘એ બહારનાં પૌલિક સાધનોને પોતાનાં માની, તેની ભેગો ભળી જઈ. પોતાનું મૂળ સ્વરૂપ ભૂલી ગયો છે.’ બેય લોકમાં ઉપયોગી જ્ઞાન કયું ? જેનાથી યથેચ્છ વર્તન નાશ પામે, પૌદ્ગલિક પદાર્થો પ્રત્યેનો પ્રેમ પાતળો Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – 2 : પડે, પૌદ્ગલિક પદાર્થો પ્રત્યેનું મારાપણું ટળે, તેવા જ્ઞાનને શ્રી જૈનશાસનમાં સમ્યગુજ્ઞાન કહેવાય છે, પણ જે જ્ઞાનથી મોજશોખનાં સાધનો પ્રત્યેની લાલસા વધે અને દુનિયાના રંગરાગ વધે, તે જ્ઞાન સમ્યગુજ્ઞાન નથી. પણ મિથ્યાજ્ઞાન છે. એવા મિથ્યાજ્ઞાનનાં પુસ્તકો વાંચીને જગતના પદાર્થો પ્રત્યેની લાલસા વધી, એટલે સુખ હતું તે ગયું અને દુઃખ વધ્યું - 'મિથ્યાદષ્ટિવાળા સાડા નવ પૂર્વીને પણ શાસ્ત્રકારોએ અજ્ઞાન કહ્યા છે અને સમ્યગુષ્ટિવાળા અષ્ટપ્રવચન માંતાના ધણીને પણ જ્ઞાની કહ્યા છે. સાડા નવ પૂર્વી જાણે ઘણું, પણ એનાથી એના આત્માને જરાય લાભ નહિ, કારણ કે, જો દુનિયાના પદાર્થો પ્રત્યે મમત્વ હોય, તો એ જાણપણું એ જ એને માટે દુઃખરૂપ બને છે, અને અષ્ટપ્રવચન માંતાને પાળનારો ભલે જાણે એટલું જ, પણ દુનિયાના પદાર્થો પ્રત્યેનું મમત્વ જવાથી થોડા જ્ઞાને પણ એને અપૂર્વ સુખ છે. જ્ઞાન તે કહેવાય કે જેના યોગે પગલે પગલે દુનિયાનાં સુખો પ્રત્યેનું આકર્ષણ ઘટે. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી ચોપડી ભણ્યો. કોઈ પૂછે કે, સાત ચોપડી ભણ્યો, પણ પરિણામ ? એ ભણનારો કહે કે, પહેલી ચોપડી ભણતો હતો ત્યારે માત્ર રમકડાં કે મમ્ (ખાવાનું) માંગતો હતો; બીજી ચોપડી ભણ્યો માટે સમજ્યો એટલે પૈસા માંગતો થયો; ત્રીજીમાં આવ્યો અને ભણ્યો એટલે એથી અધિક માંગવાની વૃત્તિ પ્રબળ થઈ; જેમ વધુ ભણ્યો તેમ લાલસા વધી.” શાસ્ત્ર કહે છે કે, એ અજ્ઞાન છે. જે ભણવાથી દુનિયાના પદાર્થો પ્રત્યેનું મમત્વ વધે તે અજ્ઞાન છે. જ્ઞાની પુરુષો કહે છે કે, કેવળ આ લોકમાં જ ઉપયોગી થાય, તે જ્ઞાન મિથ્યાજ્ઞાન છે. જ્ઞાનનો પ્રચાર-કેળવણીનો પ્રચાર કરો, પણ તે એવો પ્રચાર કરો કે, જેથી તે જ્ઞાન અને કેળવણીને પામેલા આત્માઓ પાપમાત્રથી ધ્રૂજે અને આ લોકની લાલસામાં ન ફસાતાં આત્મકલ્યાણની સાધનામાં સાવધ થાય. ઉંમર વધે તેમ દુનિયાના પદાર્થો પ્રત્યેની મમતા વધે કે ઘટે ? વધે તો જ્ઞાની કહેવાય ? નહિ જ. જેનાથી આત્માનું સ્વરૂપ નિશ્ચિત થાય તે જ્ઞાન. આત્મસ્વરૂપ સમજાય તો તરત જ સમજાય કે, સારી દુનિયાના સંયોગો પર છે અને તે છોડવાના જ છે; અને એમ સમજાય જાય તો ધર્મ આપોઆપ પરિણામ પામે. ૧. સમકિત વિણ નવપૂરવી, અજ્ઞાની કહેવાય; સમકિત વિણ સંસારમાં, અરહો પરહો અથડાય. ૨. સ્વભાવગ્રામસંર-ાર જ્ઞામિથ7 . - જ્ઞાનસાર Page #266 -------------------------------------------------------------------------- ________________ 245 -- - ૨૧ : સંઘ અને સાગર વચ્ચે સમાનતા - 21 – ૨૪૫ સભા બેય લોકમાં ઉપયોગી જ્ઞાન કયું? “પરલોકમાં ઉપયોગી જ્ઞાન તે આ લોકમાં તો ઉપયોગી છે જ. એના જ યોગે સાધુઓ આનંદપૂર્વક જીવી શકે છે, અપૂર્વ શાંતિ ભોગવી શકે છે અને અશાંતિનો એક અંશ પણ તેઓને સ્પર્શી શકતો નથી. પરલોકને સુધારનારું જ્ઞાન, આ લોકને પણ સુધારે જ છે. કેવળ આ લોકની સાધનામાં જ જોડનારું જ્ઞાન તો પરલોકનું સત્યાનાશ વાળે છે. વધુમાં આ લોકની સાધનામાં જોડનારા જ્ઞાનમાં આ લોકની સાધના કરાવવાની તાકાત છે જ એમ પણ કહી શકાય તેમ નથી, કારણ કે, ઘણાયે ભણેલા ભીખ માંગે છે. “એમ તો સાધુ પણ ભીખ ક્યાં નથી માંગતા ?' આ પ્રમાણે કહેનારાઓને કહી શકો છો કે, “સાધુઓનો ભિક્ષાધર્મ તો લોકોત્તર છે, તેઓ “અન્નદાતા આપોને !” એમ નથી કહેતા કે કોઈની દાઢીમાં હાથ પણ નથી ઘાલતા.” રોટલા માટે દાઢીમાં હાથ ઘાલનારા સાધુઓ તો સાધુતાનું પણ સત્યાનાશ વાળનારા છે. ધર્મ માટે કર્યું શું? જેને સંસાર મીઠો લાગે અને સંસાર તજવાની વાત કરનારને જે કરડવા ધાય, તેને ધર્મ સાંભળવાનો પણ અધિકાર નથી. ઉપકારીઓએ તમારે માટે એવાં સૂત્રો યોજ્યાં છે, એવી પ્રાર્થના મૂકી છે અને ગુજરાતી વગેરે ભાષાઓમાં પણ એની એવી ગોઠવણ કરી છે કે, એમાંથી જ બધું પમાય; છતાં પામી નથી શકતા; એ ઓછા દુઃખની વાત છે ? ઇતરમાં તો ફરજિયાત પૈસા દઈને ગુરુ કરાય છે અને ધર્મ લેવાય છે. “અમુક દ્રવ્ય આપો તો જ કંઠી બંધાય વગેરે રિવાજ છે. પૈસા આપીને પણ ધર્મ તો લેવો જ જોઈએ, એવો કાયદો છે.' આવું છતાં પણ જો તેઓ તેમ કરીને પણ ધર્મને ખીલવતા હોય, તો આવા નિગ્રંથ ગુરુ અને સર્વજ્ઞ વિતરાગના શાસનને પામેલામાં કેટલો ધર્મપ્રેમ હોવો જોઈએ ? માટે નિરંતર વિચારો કે, આપણે ધર્મ માટે કર્યું શું? ' “નાહવાના પાણીની ગોઠવણ છે માટે નાહવા અને ચાંલ્લા માટે દહેરાસર આવનારા, પણ પૂજા માટે નહિ એવાઓની સંખ્યા આજે કેટલી છે ? ઇતર કુળમાં જન્મેલા ધર્મની પ્રાપ્તિ માટે આતુર બને અને જેનકુળમાં જન્મેલા ધર્મની પ્રાપ્તિથી બેદરકાર બને, એ જેવો-તેવો પાપોદય નથી. કરણીય વસ્તુની સાધનામાં અરુચિ, એ જ અધઃપાતની આગાહી છે. આજે પારકા પાણીએ શરીરની પૂજા કરી અને પારકા કેસરથી તિલક કરવા દ્વારા પોતાની જાતને જૈન તરીકે ઓળખાવી “આવાં આવાં સુંદર મંદિરોની શી જરૂર છે અને મંદિરમાં આવા ઠાઠમાઠ શા તથા પૂજન માટે અમુક અમુક સુંદર વસ્તુઓની Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬. - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - ૨ આવશ્યકતા શી ?” આવી આવી વાતો કરનારાઓની સંખ્યાનો પણ કંઈ અભાવ નથી. આવાઓને ધર્મની, ધર્મના પ્રચારની કે ધર્મના રક્ષણની ચિંતા હોય જ શું કામ ? આવાઓ તો સાધન-સામગ્રી દ્વારા સ્વ અને પરનું અહિત જ સાધનારા છે. આત્મકલ્યાણના અર્થી આત્માઓએ પણ નિરંતર પોતાના અંતરને પૂછવાની જરૂર છે કે, “હે આત્મન્ ! તેં કોઈપણ જાતના માનપાનના ઇરાદા વિના કે ખ્યાતિની પરવા રાખ્યા વિના, કેવળ આત્મકલ્યાણની જ દૃષ્ટિએ ધર્મની સાધના માટે શું કર્યું ? શ્રી જિનેશ્વરદેવની સેવા કરનારા આત્માના જિગરમાં તો એમ થાય કે, “મારા જીવતાં જો પ્રભુમાર્ગને હાનિ પહોંચે અને તે હાનિને રોકવાનો જો શક્તિ હોવા છતાં પણ હું પ્રયત્ન ન કરું, તો મારા માટે જીવવા કરતાં મરવું એ જ વધુ સારું છે. જેટલો ત્યાગ અર્થકામની સાધના માટે થાય છે, તેટલો ત્યાગ મોક્ષસાધક ધર્મની આરાધના માટે થાય છે ? ત્રાજવું લઈને બેય પલ્લામાં બે પ્રકારના ત્યાગને મૂકો; એકમાં અર્થકામની સાધના, માટેનો ત્યાગ અને બીજામાં મોક્ષસાધક ધર્મ માટેનો ત્યાગ, એ બેય પ્રકારના ત્યાગને મૂકો અને જુઓ કે, કયો ત્યાગ વધે છે ? કયું પલ્લું નમે છે ? સભાઃ ત્રાજવામાં શું મૂકે ? ઠેકાણું જ નથી !! કોરી મતિકલ્પનાથી ધર્મ નહિ જ પમાયઃ અર્થકામની સાધનામાં જ રાચામાચી રહેલા અને મોક્ષસાધક ધર્મની પરવા વગરના, કોઈપણ જાતના અભ્યાસ કે અનુભવ વિના, ધર્મના વિષયમાં યથેચ્છ વાતો કરે, એ અધમતાની પરિસીમા છે. ધર્મના સ્વરૂપથી અનભિજ્ઞ લોકોએ ધર્મના વિષયમાં યથેચ્છ પ્રલાપ કરતાં અને મનઘડંત પ્રશ્નો ઉઠાવી વિદ્વત્તાનો આડંબર કરતાં શરમાવું જોઈએ. અભણ કે અણસમજુ માણસને વાતવાતમાં ડહાપણ ડહોળવાનો દુનિયામાં પણ હક નથી, તો પછી અહીં એ બધી પોલ કેમ ચાલે ? ન જીવવિચાર જાણે, ન સામાયિક આવડે, ન કરેમિભંતે સમજે, નવકારમાં નવ ભૂલ થતી હોય અને કહે કે, “અમે સ્વતંત્ર !” એ લોકો વાતો કરે ત્યારે કહે કે, “શું ફલાણા તત્ત્વદૃષ્ટા !” પણ “તત્ત્વ શું?” એટલું પણ એ વાતો કરનારા ન જાણે. આવીને પૂછે કે, “દુનિયાના તત્ત્વજ્ઞાનીને માનો છો કે નહિ ?' જો “ના” કહેવામાં આવે તો અભિમાની કહે અને “હા” કહેવામાં આવે તો કહે કે, “તેમની જ બધી વાતને માની લ્યો ત્યારે.” પણ એ પ્રમાણે કહેનારાઓને પૂછીએ કે, “તત્ત્વ શું ?” એટલે ચૂપ થઈ જાય અને માથું ખંજવાળે ! અજ્ઞાનીઓ બીજું કરે પણ શું? Page #268 -------------------------------------------------------------------------- ________________ 247 - ૨૧ : સંઘ અને સાગર વચ્ચે સમાનતા - ૧ – ૨૪૭ તત્ત્વષ્ટાની વાતો કરનારને તત્ત્વની ખબર પણ ન હોય, પછી એવાઓની સાથે વાત પણ શું થાય ? તત્ત્વના અભ્યાસની વાત તેઓને રૂચે નહિ; જે વાત કહેવામાં આવે તે તેમણે કરવી નહિ; મહાપુરુષોએ જે ક્રમે અને જે વિધિએ જેનું જેનું અધ્યયન કરવાનું કહ્યું, તે ક્રમે અને તે વિધિએ તેનું તેનું અધ્યયન કરવું, એ તેમને પાલવે નહિ; ઉપકારી પુરુષો જેનો નિષેધ કરે, તે કરવાની તેમની પહેલી જ ઇચ્છા. આ રીતે “શાસ્ત્ર કે શાસ્ત્રકાર મહર્ષિઓ જે ફરમાવે તે માનવું જ નહિ એવો જ્યાં કદાગ્રહ હોય, ત્યાં શું થાય ? જેઓ બધી વાતોમાં “અમે કાંઈ કમ નથી' એમ માને તેઓનો ઉદય શી રીતે થાય ? બાકી આ દર્શનની તો એવી સુંદર ખૂબી છે કે, જો યોગ્ય ચાવી હાથમાં આવી જાય, તો નામ માત્ર ભ્રમણા ન રહે. વસ્તુમાત્રનો ભાવ જૈનદર્શને સમજાવી દીધો છે. આવા અનુપમ શાસનની ચાવી જો ગુરુગમ દ્વારા હસ્તગત થઈ જાય, તો તે એક જ ચાવીથી બધા જ તાળાં ખૂલી જાય તેમ છે; જરા પણ ફેરફાર આવે તેમ નથી. પણ આજ તો જરા પણ જ્ઞાન ન હોવા છતાં સ્વતંત્રતાનો ડોળ કરવો છે. કોઈપણ સંસ્થામાં તે તે ડીગ્રી વગરનાને વ્યવહારમાં પણ દાખલ કરે નહિ, તો પછી અહીં યોગ્યતાના અભાવવાળા, અર્થ અને કામની પાછળ ગાંડાતૂર બની એની ભીખ માંગનારા, ચા અને પાન માટે ભીખ માંગનારા અને કિંમતરહિતપણે ભટકનારા પામરો એલફેલ બોલે, એનો અર્થ શો ? વાત વાતમાં “અમે શ્રીસંઘ છીએ, અમને શ્રી તીર્થંકરદેવો પણ નમે, માટે અમારી આજ્ઞા સાધુઓએ પણ માનવી જ જોઈએ. આ જમાનામાં તો અમે કહીએ એ જ ખરું, અત્યારના સંયોગોમાં આગમ બાજુ ઉપર રાખવા જોઈએ' આ પ્રમાણે બોલનારાઓને કહી દેવું જોઈએ કે, “જબાન ઉપર કાબૂ રાખતાં શીખો અને ખોટો આડંબર ન કરો. કોરી મતિકલ્પનાથી ધર્મ નહિ જ પમાય !” પૂ. શ્રી આત્મારામજી મહારાજનો એક પ્રસંગ - આજે શુદ્ધિ-અશુદ્ધિની ચર્ચાઓ પણ મતિકલ્પનાના આધારે જ કરવામાં આવે છે. આજના સ્વંતત્રવારીઓની દશા જ કોઈ વિલક્ષણ છે; અને અતિશય ભયંકર છે. કારણ કે, તેઓ પોતાની મતિકલ્પનાથી જે વસ્તુને શુદ્ધ માને તે શુદ્ધ અને અશુદ્ધ માને તે અશુદ્ધ. આવી મતિકલ્પનાવાળાઓ કદી જ ધર્મ ન પામે. એ તો બિચારા ધર્મનો ઘાત કરી કરીને દુર્ગતિમાં જવા જ સરજાયેલા છે. એવાના સહવાસીઓની પણ પ્રાય એ જ દશા હોય છે. દુરાગ્રહી બનેલા તે ચામ જૂની માફક ચોંટે ત્યાંથી ઊખડે જ નહિ. એમના પણ, પણ, પણનો આરો જ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ ન આવે ! જ્ઞાની પુરુષો કહે છે કે, ‘મહાનુભાવ ! પણ બણ મૂકીને સીધ શાસ્ત્રોને માનો; શાસ્ત્ર લખનારાઓને તમારા સઘળા ‘પણ’ની ખબર નહોતી એમ નહિ, એ ભવભીરુ અને તા૨ક મહર્ષિઓને બધી જ ખબર હતી. જ્યાં આગમની વાત આવે ત્યાં પોતાની વાતને ભવભીરુ આત્માઓએ મૂકી જ દેવી જોઈએ અને એ સમજાવવા માટે જ પૂજ્યપાદ પાંચલદેશોદ્ધારક, આ વીસમી સદીના પરમ પુણ્યપુરુષ, સત્યતત્ત્વના પરમ ઉપાસક અને સંરક્ષક શ્રી આત્મારામજી મહારાજ અને તેમના શિષ્ય પૂ. શ્રી વિસનચંદજી મહારાજનો પ્રસંગ અત્રે કહેવામાં આવે છે. 248 પૂ. શ્રી આત્મારામજી મહારાજે તે (સ્થાનકવાસી) સંપ્રદાયના એક પુરુષને એક જ મિનિટમાં વાત સમજાવી દીધી હતી અને તેઓ ભવભીરૂતા તથા આગમની શ્રદ્ધાના યોગે સમજી ગયા હતા. પૂ. શ્રી આત્મારામજી મહારાજ પોતાના કરતાં ભિન્ન વિચા૨ના છે, એમ જ્યારે તે સંપ્રદાયના મુખ્ય ગુરુને ખબર પીં, ત્યારે બીજા સાધુઓ કે, જેઓ શ્રી આત્મારામજી મહારાજ પાસે ભણ્યા હતા, તેમને તથા તમામ સાધુઓને એમને મળવાનો પણ નિષેધ કર્યો અને શ્રી આત્મારામજી મહારાજ પાસે ન જવું, એવી પ્રતિજ્ઞા પણ આપી. એક વખત એક ગામમાં અનાયાસે મેળાપ થઈ ગયો. જો કે, પેલા શિષ્યોને તથા એ સમુદાયમાં જે મુખ્ય જેવા પુરુષ હતા, એમને તો પ્રતિજ્ઞા હતી એટલે ન ગયા, પણ પૂ. શ્રી આત્મારામજી મહા૨ાજ પોતે એમની પાસે ગયા અને કહ્યું કે, ‘તમારે મને ન મળવાની પ્રતિજ્ઞા છે, પણ મારે તમને ન મળવાની પ્રતિજ્ઞા નથી.' હવે પેલા શું કરે ? એમના હાથ નીચે ભણેલા એટલે સામાન્યતઃ પ્રેમ તો હોય જ. શ્રી આત્મારામજી મહારાજે એમને પૂછ્યું કે, ‘તમે મૂર્તિને કેમ નથી માનતા ?” પેલા મુખ્ય પુરુષ મૂર્તિને માનવામાં પોતાને જે દોષો જણાતા હતા તે બતાવ્યા. શ્રી આત્મામરામજી મહારાજે એમને એક જ વાત કહી કે, ‘દોષો તમે વધારે જાણો કે આ આગમના રચનારાઓ વધારે જાણે ?' પેલા મુખ્ય પુરુષે કબૂલ કર્યું કે, ‘એ મહાપુરુષો વધારે જાણે; જો આગમમાં મૂર્તિપૂજા નીકળે તો માથે ચડાવું.’ તરત જ પૂ. શ્રી આત્મારામજી મહારાજે શાસ્ત્રનાં પાનાં કાઢીને બતાવ્યાં અને તે મહાપુરુષે પણ વાત કબૂલી લીધી. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૧ : સંઘ અને સાગર વચ્ચે સમાનતા - 21 ૨૪૯ આનું નામ ભવભીરુતા અને આગમના વચન ઉપર શ્રદ્ધા. આજનાઓ તો કહે છે કે, ‘આગમ ગમે તે કહે, પણ અમે કેમ માનીએ ?' આવા બુદ્ધિનિધાનોને (?) પહોંચે કોણ ? એ કહે છે કે, ‘અમારી બુદ્ધિમાં બેસે તે આગમ; જે આગમ બુદ્ધિમાં ન બેસે તેને ફેંકી દઈએ !' અલ્યા ભાઈ ! પણ તારી બુદ્ધિ કેટલી ? બજારમાં જઈ તારી બુદ્ધિ મુજબના ભાવ કરને ! એ રીતે એક સોદો તો કર ! પણ એમ કરે તો તો ધોલ પડે ! પોતાની બુદ્ધિના આધારે ભાવ માનીને ખોટ ન આપે, તો લેણદારો જીવ લે અને નાદારીમાં જઈને જ છૂટી શકે. બજારના ભાવમાં પોતાની બુદ્ધિ ન ચાલે, રોટલી કરવામાં પોતાની બુદ્ધિ ન ચાલે અને અહીં (શાસ્ત્રની વાતમાં) પોતાની જ બુદ્ધિ ? 249 કેવળ પોતાની જ બુદ્ધિ ઉપર આધાર રાખી વસ્તુતત્ત્વને નહિ માનનારા કદાગ્રહી આત્માઓ ધર્મ ન જ પામે. ઘોર મિથ્યાત્વના ઉદયે જ આવા પ્રકારનો કદાગ્રહ જન્મે છે. એવા કદાગ્રહના યોગે, ‘બુદ્ધિમાં બેસે તે આગમ ખરું’ - આ પ્રમાણે કહેનારાને કહેવું જોઈએ કે, પણ તારામાં બુદ્ધિ આવી ક્યાંથી ? નાનો હતો ત્યારે તો વિષ્ટામાં હાથ ઘાલતો હતો. મા હાથ ધોવરાવતી ત્યારેય રોવા બેસતો. માંડ-માંડ મા તને શુદ્ધ કરતી ત્યારે તું શુદ્ધ બનતો અને તે જેમ ઊઠાડે તેમ ઊઠતો અને સુવાર્ડ તેમ સૂતો, ભાન તો કશું જ ન હતું; બે-ચાર ચોપડી ભણ્યો ત્યારે આટલીયે બુદ્ધિ આવી; એ બુદ્ધિ અભ્યાસ અને અનુભવ આદિથી આવી, તો ધર્મવિષયમાં બુદ્ધિને એ રીતે કેળવોને ! પછી બોલવાની છૂટ છે. પણ એમ કરવાનો તો એમને મોખ નથી. રોટલા માટે વર્ષો સુધી હાઈસ્કૂલમાં અને કૉલેજોમાં ટિચાય, પણ આત્મા માટે કશું જ ભણે નહિ ! આજના કેટલાક ઉદ્ધત યુવાનો આત્મા માટેનું જ્ઞાન, ધર્મનું જ્ઞાન ભણતા જ નથી. એમને તો માત્ર ડીગ્રીંઓ ગમે છે, ખુરશી-ટેબલ ગમે છે, ફર્નિચર ગમે છે, સિનેમા વગેરે રંગરાગ અને મોજશોખ ગમે છે. વર્તમાનમાં એમાંના કેટલાક આ શાસ્ત્રને પણ જે ભણ્યા, તે પણ રોટલા વગેરે માટે જ અને એથી જ આ અનુપમ વિદ્યા પણ એમને ફળી નહિ પણ ફૂટી નીકળી. એ ડહાપણ સમયસરનું નથી : એવાઓને પૂછો કે, ઇતરો તો અમુક અમુક રીતના પણ ત્યાગ કરે છે, જ્યારે તમે ધર્મ માટે શું આપ્યું ? જિંદગીનો તથા લક્ષ્મીનો કેટલો હિસ્સો ધર્મમાં આપ્યો ? મોટું મીઠું ! આ તો કહે છે કે, ‘ખરચી ખરચીને થાકી ગયા.' પણ કહો તો ખરા કે, ખર્યું શું ? મન, વચન, કાયા તથા ધન વગેરે ધર્મ માટે ખર્ચીને થાકી ગયા, એવું કહેવાનો આજે મોટે ભાગે એકને પણ અધિકાર નથી. Page #271 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ સભા આટલું કહેવા છતાં અસર કેમ ન થાય ? એ તમે જાણો ! તમારા અંતરને જ પૂછી લો ને ! જો શુદ્ધ રીતે વિચારશો તો મારા કરતાંય એ સારો જવાબ આપશે. ૨૫૦ સભાઃ અનીતિથી પેદા કરેલી લક્ષ્મી ધર્મમાર્ગે ન વપરાય એ બને ? એમ પણ બને ! પણ અનીતિ કેમ થઈ ? 250 સભા લાલસાથી. લાલસા ક્યાંથી આવી ? વિચારો, ખૂબ વિચારો. વિષયો ઉપરની આસક્તિ જ્યાં સુધી ઘટે નહિ, વિષય પ્રત્યેનો પ્રેમ ઘટે નહિ, એના ૫૨ અંકુશ મુકાય નહિ અને ‘પૌદ્ગલિક પદાર્થો મારા નથી' એ ભાવના થાય નહિ, ત્યાં સુધી સાચી ઉદરતા આદિ સદ્ગુણોની પ્રાપ્તિ અશક્ય જેવી છે. સભા કોઈ ઓળવી જાય તો ? ત્યાં તો આંખ ચોળીને ઊભો રહે ! સ્ટીમર ડૂબે એમાં પોતાનો માલ જાય એ સહન થાય ! કોઈ ઓળવી જાય તો આંખ ચોળીને ઊભો રહે, પણ કાંઈ ત્યાગ ઓછો જ છે ? આજે પચ્ચીસ લાખના આસામીને કહેવામાં આવે, અત્યારે શાસનની સેવા માટે લક્ષ્મીના સદુપયોગની જરૂ૨ છે; લક્ષ્મી અસાર છે એ તો તમે જાણો છો; પ્રભુમાર્ગ ઉપરની આપત્તિ ટાળવાની છે. પ્રભુમાર્ગનો પ્રચાર કરવાનો છે; તેમાં તમારી લક્ષ્મીનો સદુપયોગ કરી પ્રભુશાસન પ્રત્યેની તમારી ફરજ અદા કરો; એના યોગે અનેક આત્માઓ ધર્મ પામશે.' તો કોઈ કોઈ પુણ્યશાળીને છોડી, મોટો ભાગ મૌન અંગીકા૨. કરે; કારણ કે, લક્ષ્મીની મૂર્છામાં પડેલા આત્માઓનો સ્વભાવ જ એવો હોય છે. પણ તે જ સમયે સમાચાર મળે કે, ‘પાંચ લાખ ગયા અને ઉપરથી બે લાખનું દેવું થયું' ત્યાં શું કરે ? કમને પણ સહન કરવું પડે; કોને કહેવા જાય ? પછી ડહાપણ કરવા માંડે કે, ‘લક્ષ્મી ચાલી ગઈ અને કરવાનું રહી ગયું.' હિતૈષીઓ કહે છે કે, ‘એ ડહાપણ સમયસરનું નથી.’ અશુભોદય ધર્મને કે ધર્મીને ? આસક્તિ ઉપર કાપ મૂક્યા વગર કદી સુખ થવાનું નથી, માટે તો સાધુપણાની વાત પહેલી થાય છે. સુખ તો અહીં (સાધુપણામાં) જ છે, ત્યાં (સંસા૨માં) તો નથી જ. સંસારમાં પણ જેને પૂર્વે સુખ હતું, તે પણ આના (સાધુપણાના) રંગીપણાને લઈને જ. પૂર્વના મહર્ષિઓ પૂજા તથા માનપાનમાં સંયમનો પ્રભાવ માનતા અને એથી જ સંયમની કાળજી વધુ રાખતા અને Page #272 -------------------------------------------------------------------------- ________________ 5 – ૨૧ : સંઘ અને સાગર વચ્ચે સમાનતા 21 - ૨૫૧ આપત્તિમાં અશુભનો ઉદય માનતા, અને તે ભોગવાઈ જાય છે એ ઠીક થાય છે” એમ માનતો હતો. શ્રાવકો પણ સંસારમાં સુખી હતા, તેનું કારણ એ કે, એમને ધર્મની લગની હતી. લાખ આવે તો પુણ્યોદય માનતા અને નક્કી કરતા કે, સદુપયોગ વધુ કરશું અને લાખ જાય તો અશુભોદય માનતા, અને વિચારતા કે, “ઉપાધિ ગઈ, ધર્મ વધારે થશે. શાંતિથી થશે.” આજે પણ સંયમરસિક મહર્ષિઓ તથા શ્રાવકો એમ જ માને છે. સભાઃ અશુભોદય ધર્મીને કે ધર્મને ? અશુભનો ઉદય હોય તો તે ધર્મને નહિ પણ ધર્મીને હોય. પૂર્વના આચરેલ અધર્મ વડે બંધાયેલ કર્મનો ઉદય તે અશુભોદય. શ્રી સિદ્ધગિરિ બંધ થયો હતો, એ આફત શ્રી સિદ્ધગિરિજીને હતી કે આપણને ? દર્શન અને પૂજન આદિ કરવાથી વંચિત તો આપણે રહ્યા હતા. એક બોલનાર એમ પણ બોલ્યો હતો કે, શ્રી સિદ્ધગિરિ માટે આટલા બધા રૂપિયા શા માટે આપવા ? આ રૂપિયાથી તો આપણે નવ લાખ શ્રી સિદ્ધગિરિ પેદા કરીશું.' આવું બોલનારની દશા, સીધી રીતે આજીવિકા ચલાવવા જેવી પણ નથી. પરમતારક શ્રી સિદ્ધગિરિજી માટે જ્ઞાની પુરુષો જ્યારે એમ કહે છે કે, “ત્રણ ભુવનમ કે ચૌદ ક્ષેત્રોમાં આવું તીર્થ નથી ત્યારે આજનાં એક કમનસીબે કહ્યું છે કે, “એવા શ્રી સિદ્ધગિરિ આપણે લાખ પેદા કરીશું !” અને અજ્ઞાન તથા ધર્મભાવનાથી હીણ થઈ ગયેલા કેટલાક આત્માઓએ તે કમનસીબના કથનને વધાવી લેવાની પ્રવૃત્તિ પણ કરી છે ! સભા બોલવામાં અને તાળીઓ પાડવામાં ગયું શું? : ‘એક લાખ શ્રી સિદ્ધગિરિ ઊભા કરીશું' - આવું કોઈ ડાહ્યો કે ભણેલો ગણેલો બોલે ? સમ્યગુદૃષ્ટિ આત્માના મુખમાંથી એવા ઉદ્ગાર નીકળે ? કદી જ નહિ. શાસ્ત્ર તો કહે છે કે, શ્રી સિદ્ધક્ષેત્ર ઉપર કાંકરે કાંકરે અનંતા આત્માઓ મુક્તિપદે ગયા છે. શ્રી સિદ્ધગિરિ, એ તો ત્યાગના ફુવારાની ભૂમિ છે ! એની સ્પનામાં પણ આત્મસુખનો અનેરો અનુભવ થાય છે. વાતવાતમાં વિષયવિલાસની જ વાતો કરનારા શ્રી સિદ્ધગિરિજી પેદા કરશે ? એવા લોકો ૧. તે સમયના પાલિતાણાના ઠાકોરે યાત્રાળુઓ ઉપર મુંડકાવેરો નાંખવા તથા શ્રી સિદ્ધગિરિ ઉપર પોતાનો અયોગ્ય રીતે હક્ક સ્થાપિત કરવા અનેક પ્રકારની કનડગત ઊભી કરી હતી, તેના વિરોધમાં તા. ૧-૪-૨૦ વિક્રમ સં. ૧૯૮૨ ચૈત્ર વદ-૭ ગુરુવારથી લગભગ ૧ વર્ષથી પણ વધારે સમય માટે શ્રીસંઘના નિર્ણયથી શ્રી સિદ્ધગિરિજીની યાત્રાએ જવાનું બંધ કરવામાં આવ્યું હતું. આ અંગે જેમાં છેવટે સમાધાન થતાં સાડા બાર લાખ રૂપિયા આપવાનો નિર્ણય થયો ' હતો અને મુંડકાવેરો તથા અયોગ્ય માંગણીઓ માંડી વાળી હતી. . જુઓ આ અંગે વીરશાસન વિ. સં. ૧૯૮૦થી ૧૯૮૩ સુધીની ફાઈલો. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૫૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ તો શ્રી સિદ્ધગિરિજી જાય તો પણ સવારે ચા પીને અને નાસ્તો વગેરે કરીને ચડે અને પૂછનારને બચાવમાં એમ કહે કે, ‘પેટપૂજા કરીને જઈએ તો ઉપર પૂજા ઠીક થાય !’ ‘કુટેવ પડી છે, નથી ચાલતું' એમ કહેવું જોઈએ, એના બદલે ઊલટું જ બોલે. પેટની પૂજાને ઉપરની પૂજાનું સાધન મનાવે, કારણ કે, એમનાં ચશ્મા જ ઊંધાં છે ! 252 તીર્થભૂમિએ જવા નીકળે ત્યારથી કર્મનિર્જરા શરૂ થાય, પણ કોને ઘેરથી નીકળે એટલે ઘરની ચિંતા જ નહિ એને આજે તો તીર્થયાત્રા માટે નીકળનારા વિષયરસિક આત્માઓ માર્ગમાં અને તીર્થમાં પણ ચા, બીડી આદિ વ્યસનોનો ત્યાગ ન કરે, રાત્રિભોજન જેવા પાપને પણ ન તજે અને નબળાપોચાને હેરાન કરવાનું પણ ન ચૂકે. કેટલાક તો ગંજીપા અને ચોપાટ વગેરે વિષય કષાયને પોષનારાં સાધનોને પણ સાથે લેવાનું શીખ્યા છે; કારણ કે, બિચારા નવરા પડે ત્યારે કરે શું ? તીર્થયાત્રાએ જાય ત્યાં પણ એ બિચાશ નવરા જ પડે, કેમ કે, એ બિચારાઓ માટે જાણે કે, કોઈ ઉત્તમ ક્રિયાઓ કરવાની બાકી જ નથી. જેનાથી તરાય તે તીર્થ; એટલે કે, તીર્થમાં તો તરવાની જ ક્રિયા કરાય' આ વાતનું તો તે બિચારાઓને ભાન જ નથી, તરવાની ક્રિયાની ખોટ છે કે, જેથી ચોપાટ અને પાનાં સાથે લઈ જવાં પડે ? ત્યાં જવા ગાડી અને ડોળી જોઈએ અને ચોપાટી ઉપર ફરવા જવું હોય તો ચાલીને જાય ! ખાસ કારણ સિવાય ડોળીનું કામ શું ? પગે ચડતાં, જયણાથી પગ મૂકતાં જે નિર્જરા થાય તે ડોળીમાં ઓછી જ થાય ? પણ નિર્જરા તરફ એમની નજર જ ક્યાં છે ? એક પણ પુણ્યક્ષેત્ર ન જ સીદાવું જોઈએ ઃ ધર્મને માટે શું કર્યું કે, જેથી થાકી ગયા ? થાકી ગયા એવું બોલવાનો આજે કોને અધિકાર છે ? તમે કર્યું શું કે, થાક્યા ? કઈ તકલીફ વેઠી ? મન, વચન, કાયાના કયા ભોગ આપ્યા ? ધનના કયા ઢગલા સમર્પા ? મને તો કંઈ સમજમાં જ ઊતરતું નથી. ધર્મની રક્ષા માટે સહાય માંગતા પુણ્યાત્માઓને ‘લ્યો, માંગો, લઈ જાઓ, અમને ખબર પડતી નથી, પણ જે જોઈએ તે લઈ જાઓ' એવું કોઈએ કહ્યું ? પૂર્વે આ સ્થિતિ હતી. પૂર્વે ધર્મનાં ખાતાં એ રીતે ચાલતાં હતાં કે, કોઈને ખબર પણ પડતી નહોતી. આજે તો કહે કે, ‘જ્યાં ત્યાં હું !' પછી બધું ગણાવે ! ખાતાવહી કાઢો તો ખબર પડે કે, ધર્મના ખાતામાં વધારે કે ઘરના ચા, પાન, દૂધ, ઘીના ખાતામાં વધારે ? દેરાસરમાં જાય તો પૈસો કાઢે; આની આવે તો પાછી લે અગર આની Page #274 -------------------------------------------------------------------------- ________________ 253 --- ૨૧ : સંઘ અને સાગર વચ્ચે સમાનતા -21 – ૨૫૩ મૂકીને ત્રણ પૈસા ઉપાડી લે ! સામાન્ય માણસ તો એમ કરે, પણ લક્ષ્મીવાનને એ શોભે ? મનોવૃત્તિ કેવી ? શાક માટે બે આના કાઢે, ચા-દૂધ માટે ચાર આના કાઢે અને મંદિરમાં એક પૈસો જ કાઢે એ કઈ મનોદશા? કહો કે, “જ્યાં જોઈએ ત્યાં લક્ષ્મી લઈ જાઓ.' માણસ વિશ્વાસુ હોય, સારે માર્ગે વાપરનાર છે, એવું લાગતું હોય; તો માંગે તેમ આપવું જોઈએ. એકલા શ્રીમંતો માટે જ આ વાત નથી, પણ દરેકને માટે છે સામાન્ય માણસ પણ પોતાનો ફાળો આપી શકે છે. ચા, પાન, બીડીનો બચાવ કરીને પણ આપી શકે છે. બધા જ જો પૂછતા જાય અને યથાશક્તિ મદદરૂપ થતા જાય તો એક પણ ધર્મરક્ષક ખાતું ન સીદાય. અનેક પુણ્યશાળી આત્માઓની હયાતીમાં એક પણ પુણ્યક્ષેત્ર ન જ સીદવું જોઈએ. અસ્તુ. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૨ : સંઘ પ્રભુશાસનનો સંરક્ષક હોય વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, પોષ સુદ-૫, રવિવાર, તા. ૫-૧-૧૯૩૦ • મેરૂપર્વત સમગ્ર લોકનું કેન્દ્રસ્થાન છે : ♦ એક શબ્દવાચી પદાર્થો હોય જ : ♦ વૈજ્ઞાનિકો તો દુરાગ્રહી નથી : ♦ શાસ્ત્ર કહેલી ભાવનાઓને ચિન્તવો : ♦ પ્રભુના માર્ગનું સંરક્ષણ કઈ રીતે થાય ? ♦ નિમકહરામ નહિ પણ નિમકહલાલ નોકર બનો ! ♦ શક્તિ હોવા છતાં ધર્મની ઉપેક્ષા કરવી, એ ધર્મનું અપમાન છે : 22 મેરૂપર્વત સમગ્ર લોકનું કેન્દ્રસ્થાન છે સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજીએ, સમુદ્રની ઉપમાથી શ્રીસંઘની સ્તવના કરી, તે આપણે જોઈ ગયા. સમુદ્રમાં જેમ વેલાઓ અને મગર-મસ્ત્યાદિ જળજંતુઓ હોય છે, તેમ શ્રીસંઘરૂપ સાગરમાં પણ મૂળગુણો તથા ઉત્તરગુણો પ્રત્યે પ્રતિદિન વધતી પરિણામની ધારા રૂપી યેલાઓ છે, અને પાંચે પ્રકારના સ્વાધ્યાય રૂપ મગરો વિદ્યમાન છે. જેમ જેમ સ્વાધ્યાય વધે, તેમ તેમ આત્મસ્વરૂપનું ભાન થાય; જેમ જેમ એ ભાન થાય, તેમ તેમ મૂળગુણો તથા ઉત્તરગુણો પ્રત્યેનો પ્રેમ વધે. જેમ સાગર અક્ષુબ્ધ હોય, તેમ ગમે તેવાં ઉપસર્ગો કે પરિષહોના પ્રસંગે પણ શ્રીસંઘરૂપ સાગર અક્ષુબ્ધ હોય છે. જેમ સાગરનો મધ્ય ભાગ એકદમ અક્ષુબ્ધ સ્થિર અને શાંત હોય છે, તેમ શ્રીસંઘરૂપ સાગર પણ એકદમ અક્ષુબ્ધ, સ્થિર અને શાંત હોય છે. જેમ સાગર વિસ્તારવાળો હોય છે, તેમ શ્રીસંઘરૂપ સાગર પણ વિસ્તારવાળો હોય છે. સાગરને રત્નાકર કહેવાય છે કારણ કે, સાગરમાં અનેક પ્રકારનાં રત્નો હોય છે, તે જ રીતે શ્રીસંઘરૂપ સાગરમાં પણ અનેક ગુણોરૂપી રત્નો હોય છે. તે ગુણરત્નોની પ્રાપ્તિ તો યોગ્ય રીતે વિધિ મુજબ શ્રીસંઘરૂપ સાગરના સેવકને જ થાય. આવા અનેક ગુણરત્નમય શ્રીસંઘરૂપ સાગરની જય કોણ ન ઇચ્છે ? એકેએક પુણ્યશાળી આત્મા આવા શ્રીસંઘરૂપ સાગરનું ત્રિવિધે ત્રિવિધ કલ્યાણ થાય એમ ઇચ્છે. સૂત્રકાર મહર્ષિએ પણ એ જ કહ્યું છે કે, આવા શ્રીસંઘરૂપ Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૨ : સંઘ પ્રભુશાસનનો સંરક્ષક હોય - 22 ૫૫ સાગરનું સદા કલ્યાણ હો અને આપણે એ જ કહીએ છીએ, કારણ કે, આવા શ્રીસંઘરૂપ સાગરની સેવામાં જ આપણે આપણું કલ્યાણ માનીએ છીએ. 255 સૂત્રકાર મહર્ષિ શ્રીસંઘને નગર આદિ સાત ઉપમાઓથી સ્તવ્યા પછી, હવે શ્રીમેરૂપર્વતની ઉપમાથી સ્તવના કરે છે. શ્રી જૈનશાસનમાં શ્રીમેરૂપર્વત સુપ્રસિદ્ધ છે, કારણ કે, શ્રી જિનેશ્વરદેવોના જન્માભિષેક શ્રીમેરૂપર્વત ઉપર થાય છે. આ શ્રીમેરૂપર્વત જંબુદ્વીપના મધ્ય ભાગમાં આવેલો છે અને તે એક લાખ યોજનનો છે; સહુથી મોટો તથા દેખાવે સુંદર છે; દેવોનું ક્રીડાસ્થાન છે; તથા આખા લોકનાં મધ્યભાગમાં આવેલો છે અને આખા લોકની શોભારૂપ એ છે. તેમ શ્રીસંઘ પણ આખી દુનિયામાં શોભારૂપ છે. આખા લોકમાં મેરૂની જોડી નહિ મળે. બીજાં ક્ષેત્રોમાં મેરૂઓ તો છે, પણ તે નાના છે; માટે શ્રી જૈનદર્શનમાં તે ક્ષુદ્ર મેરૂ તરીકે ઓળખાય છે. મહામેરૂ તો આ એક જ . લોક પણ જગત માને છે તેટલો નાનો નહિ,પણ અસંખ્યાત દ્વીપ અને સાગર પ્રમાણ છે અને તેની બરાબર મધ્યમાં આવોલો શ્રીમેરૂપર્વત, એ આખા લોકનો મર્યાદાભૂત છે. દિશાઓની ગણના પણ મેરૂથી થાય છે. ચંદ્ર-સૂર્ય પણ તેની જ આજુબાજુ ગતિ કરે છે. બધાં જ ક્ષેત્રો એની ચોમેર છે, મેરૂ એ દરેકના કેન્દ્રસ્થાને છે. આખા લોકની મર્યાદા બાંધનાર એ, દિશા બતાવનાર એ, મધ્ય કેન્દ્ર એ અને શોભાનું સ્થાન પણ એ. એ અતિશય રમણીય છે અને અપ્રકંપ . તથા શાશ્વત છે. દરેક કાળમાં તે એક જ સરખો રહે છે. કાળની અસર એના ઉપર જણાતી નથી. તેવા જ પ્રમાણવાળો, એ તો કાયમ રહે. એક શબ્દાવાચી પદાર્થો હોય જ : સભા: મેરૂ વગેરેને પણ આજના શ્રદ્ધારહિત આત્માઓ કલ્પિત માને છે ! જે માણસો બધાને જ કલ્પના માને તેને ન પહોંચાય. જે દુનિયાના સ્વરૂપને નં માને, તેને ન સમજાવાય. એક શબ્દના નામવાળા પદાર્થો સત્ય જ હોય. એક નામના પદાર્થો જગતમાં હયાતી ભોગવતા જ હોય. બે શબ્દોની જોડીથી બનેલો પદાર્થ કદી ખોટો પણ હોય. એ પદાર્થ હોય અગર ન પણ હોય; પણ એક શબ્દથી કહેવાતા પદાર્થો તો હોય જ. એ શાશ્વત નિયમ છે કે, એક શબ્દથી કહેવાતા પદાર્થો તો દુનિયામાં જ હોય જ. ‘આકાશ-કુસુમ’ એ બે શબ્દથી બનેલો પદાર્થ છે; અને એ નથી એ વાત પણ સાચી છે; કારણ કે, આકાશ-કુસુમ જેવી કોઈ વસ્તુ જ નથી, પણ ભેગા થયેલ શબ્દોથી કહેવાતી બંને વસ્તુ મોજૂદ છે, કારણ કે, ‘આકાશ’ પણ છે અને ‘કુસુમ’ પણ છે. જેટલી ચીજો એક શબ્દથી કહેવાતી હોય છે, તે બધી જ સાચી છે; અર્થાત્ અસ્તિત્વ ધરાવે છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - - 255. આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્ત્વો છે જ. દુનિયામાં જે વસ્તુ ન હોય એનું નામ જ ન હોય. ન હોય એનું નામ અને ક્યાંથી ? એમને કહો કે, જે વસ્તુ ન હોય એનું નામ તો લાવો ! શાસ્ત્રકારોએ કહેલા પદાર્થોની સાબિતી આ શબ્દો જ કરે છે, પ્રમાણની વાત તો પછી ! “નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ' એ તો નિક્ષેપા છે. પણ એ છે કોના ? વસ્તુના છે, “કલાચંદ' એ નામ તેઓએ ન સાંભળ્યું હોય, માટે જગતમાં હોય જ નહિ એમ ? આ તો એવા છે કે, જે એમણે ન સાંભળ્યું, ન વાંચ્યું કે ન જોયું, તે હોય જ નહિ' એમ કહે છે. એવા હઠીલાઓને કહેવાય પણ શું? સભાઃ શાસ્ત્રો ભગવાને લખ્યાં છે ? ભગવાન તો કંઈ જ લખતા નથી. જેને મોંઢે યાદ હોય, જેને બધું જ . સાક્ષાત્ હોય, એને ચોપડીનું કામ શું ? ભગવાનની પછી શક્તિસંપન્ન તો કંઈ લખતા જ નથી; શક્તિ ઘટી ત્યારે જ લખાવ્યું. એમને કહો કે, “લખેલું ખોટું છે . એમ સાબિત કરો, પછી એને ખોટું કહો.” મુનીમ પચ્ચાસ ઠેકાણે લેવડદેવડ કરી આવે અને એ બધી ટપકાવે પછી શેઠને બતાવે. શેઠ પૂછે કે, “આની ખાતરી શી ?” તો મુનીમ કહે કે, “ખોટું લાગે તો તપાસ કરો.” યાદ ન રહે એ લખે, માટે ખોટું કહેવાય ? પચ્ચાસ જણની સાથે લેવડદેવડ કરનાર એક મુનીમ મોઢે રાખીને કહી દે એ સાચો અને બીજા ટપકાવીને કહે એ ખોટો, એમ ? લખેલું ખોટું સાબિત કરવું જોઈએ, પછી એને ખોટું કહેવાય. જેમ આપણે એમની વાતો ખોટી પુરવાર કરીએ છીએ, તેમ એ લોકો આ વાતોને ખોટી પુરવાર કરે ને ! જેટલી વસ્તુ શાસ્ત્રમાં વર્ણવી છે, તે એમણે ન જોઈ કે ન સાંભળી, માટે “નથી” એમ કહેવાનો તેમને બિલકુલ હક્ક નથી. વૈજ્ઞાનિકો તો દુરાગ્રહી નથીઃ વૈજ્ઞાનિકો કદાગ્રહી નથી, પણ આ લોકો કદાગ્રહી છે. વૈજ્ઞાનિકો તો પોતે જુએ છે એટલું જાહેર કરે છે, પણ એટલું જ છે” એમ નથી કહેતા અને બીજાઓ વધુ બતાવે તો તેને સ્વીકારવાનો ઇન્કાર પણ નથી કરતા. જ્યારે વિજ્ઞાનવાદીઓના ઓઠા નીચે આજના કદાગ્રહીઓ અનંત જ્ઞાનીઓએ કહેલી અને સંપૂર્ણ સત્ય તરીકે ભાસતી વસ્તુઓનો મનમાની રીતે ઇન્કાર કરતાં અચકાતા નથી. આ એક તેઓની ભયંકર કમનસીબી છે. શ્રી સર્વશદેવે જે જે વસ્તુઓ કહી છે, તે તે વસ્તુઓ માત્ર નામથી જ નથી કહી, પણ તેના સ્વરૂપ, પરિણામ અને ભેદ-પ્રભેદો સાથે કહી છે. એક પણ વસ્તુ એવી નથી કહી છે, જેનું રીતસર સ્વરૂપ બાંધવામાં ન આવ્યું હોય. આવા કોઈપણ રીતે Page #278 -------------------------------------------------------------------------- ________________ 27 - ૨૨ : સંઘ પ્રભુશાસનનો સંરક્ષક હોય - 22 – ૨૫૭ બાધિત ન થાય તેવા પ્રમાણભૂત આગમે કહેલી વસ્તુઓનો યથેચ્છ રીતે ઇન્કાર કરવો અગર તેની સામે એલફેલ બોલવું, એ વિજ્ઞાનવાદ નથી પણ જંગલીવાદ છે, જડવાદ છે. ડહાપણને દેશવટો આપીને પ્રમાણભૂત વસ્તુઓને પણ કલ્પિત કહેનારાઓથી તો પોતાની વાત પણ સાબિત નહિ કરી શકાય. હિન્દુસ્તાનના નકશામાં અહીં જ અમદાવાદ એની શી ખાતરી ? ગપ્પાં માર્યા છે; કોઈએ ચીતરી માર્યું છે.” એમ જો કોઈ વિદ્યાર્થી કહે તો તે ભણે કે બેવકૂફ રહે ? આવી જાતની બેવકૂફી કરનારો વિદ્યાર્થી, કહેવરાવવા માટે પણ લાયક નથી; તો પછી તે વિદ્વાન બને એવી તો આશા જ કેમ રખાય ? અત્યારે શ્રુતજ્ઞાન ઘણું જ ઓછું રહ્યું છે, એ વાત સાચી, પણ જે છે તે યથાસ્થિત જ છે; પૂર્વની અપેક્ષાએ નહિ જેવું છે એમાં ના નહિ. કારણ કે, નવ પૂર્વધર થયા પછી દશમા પૂર્વનો અભ્યાસ કરતા આ. શ્રી આર્યરક્ષિતસૂરિજીએ ભગવાન શ્રી વજસ્વામીજીને પૂછ્યું હતું કે, - “હે પ્રભો ! આપ કૃપા કરીને એ કહો કે, દશમા પૂર્વનું હું ભણ્યો કેટલું અને બાકી રહ્યું કેટલું ?” આના ઉત્તરમાં સંપૂર્ણ દશ પૂર્વધર ભગવાન શ્રી વજસ્વામીજી મહારાજાએ ફરમાવ્યું કે - * “હજુ તો તું બિંદુમાત્ર જ ભણ્યો છે અને બાકી તો સાગર જેટલું છે.” આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે, વર્તમાનનું શ્રત પૂર્વની અપેક્ષાએ નહિ જેવું જ છે.પણ જે છે તે એટલું બધું છે કે, જિંદગી સુધી ખૂટે તેવું નથી અને તેની સામે વિશ્વનો કોઈપણ વિદ્વાન ટકી શકે તેમ પણ નથી, કારણ કે, એમાં એક પણ વાત એવી નથી કે જે કૃત્રિમ હોય. વસ્તુને વસ્તુસ્વરૂપે જ્યાં વર્ણવાયેલી હોય, ત્યાં શું ચાલે ? વિદ્વાન પણ અસત્યને ખંડી શકે, પણ સત્ય આગળ શું કરે ? સત્ય આગળ તો વિદ્વાન માત્રને શિર ઝુકાવ્યે જ છૂટકો. પણ આજના જેઓ કલ્પિત મનઃસૃષ્ટિ ઉપર જીવનારા છે, તેઓને તો ડહાપણને પણ ગીરવે મૂકીને જ વાતો કરવી છે, એટલે થાય પણ શું ? દલીલથી વાત કરે એને પહોંચાય. શાસ્ત્રો નહિ માનનારા તેઓ ઇતિહાસને તો માને; એના ઉપર મોટી મોટી મદારો બાંધે અને નગરો તેમજ રાજાઓ તથા રમણીઓનાં રૂપ વગેરેનાં વર્ણનો પણ તેના જ આધારે કરે. ઇતિહાસ લખનારા તો પગારદાર પણ હોય છે અને નામનાના પણ ભૂખ્યા હોય છે, તેઓના લખાણને પ્રામાણિક માનનારા ૧. “શમચાચ પૂર્વચ, મયથીત વિય પ્રમો !! અવશિષ્ટ શિવજોતિ, સપ્રસાદું સમરિશ પા૨૨૭ના” વિન્માત્ર વધાથીd-થિતુવં તુ શિરે ૨૨૮ાા” Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ અને નિઃસ્વાર્થપણે કેવળ હિતબુદ્ધિથી જ એક માત્ર વિશ્વના કલ્યાણ માટે જ લખનારા મહાપુરુષોના લખાણોને નહિ માનનારાઓને, કેવા માનવા એ ખાસ વિચારવા જેવું છે. શાસ્ત્ર કહેલી ભાવનાઓને ચિંતવો ! 258 જ્ઞાની પુરુષોએ દ્વીપ-સાગર આદિ વસ્તુઓનું વર્ણન, ત્યાં કોઈને મુસાફરી કરવા જવાની પ્રેરણા કરવા માટે નથી કર્યું, જગતના પદાર્થો ભોગવવા માટે એ બધું નથી કહ્યું, પણ આ બધું જાણ્યા પછી આત્મા એમ વિચારે કે, ‘દુનિયા આટલી બધી મોટી છે, એમાં ભૂલા પડ્યા કે, મૂંઝાયા તો ઠેકાણું પડવાનું નથી; આવડી મોટી દુનિયામાં ભટકવાથી આત્માનું શ્રેય નથી, ખાવાપીવામાં શ્રેય નથી.’ ખાય.છે તો સૌ, મળેલાને ખાય છે, મેળવીને ખાય છે, લૂંટીને ખાય છે, એ બધું કહેવાની શાસ્ત્રકારને જરૂ૨ શી ? મરતાં જો સાથે આવે તો છાતીએ બાંધીને લઈ જાય એવા પણ છે. જો એવા સમાચાર મળે કે, ખાવા-પીવા વગેરેની ચીજો સાથે આવે, તો સાથે ખાટલે બાંધીને લઈ જાય. દુનિયામાં ભોગસામગ્રી તો ઘણી છે. એ ભોગવી ભોગવીને તો કૈંક પાયમાલ થયા. આ બધું શાસ્ત્રકાર ત્યાં જવા માટે નથી બતાવતા, પણ આત્મા જગતના પદાર્થો પ્રત્યેની આસક્તિથી પાછો વળે, એ સમજાવવા માટે બતાવે છે. બાર ભાવનામાં એક ‘લોકસ્વરૂપ’ ભાવના છે. ‘અનિત્ય’ આદિ બાર ભાવનાઓમાં ‘લોકસ્વરૂપ'ની પણ ભાવના આવે છે. એ ભાવનામાં લોકનું સ્વરૂપ વિચારી, આત્માની ફેલાતી જતી વિષયવૃત્તિને રોકવાની છે. આત્માને વિષય-કષાયથી પાછો વાળી પોતાના સ્વરૂપમાં સ્થિર કરવા માટે આ વર્ણન છે. અનિત્ય ભાવના એ છે કે, ‘જગતના પદાર્થો નાશવંત છે, એને સાચવવાનો પ્રયત્ન તે ફોગટ છે. ક્ષણમાં હોય તે ક્ષણ પછી ન પણ હોય. જ્યારે દુનિયાના પદાર્થો અનિત્ય છે, ત્યારે એને વળગવું શા માટે ?’ કોઈ કહે, ‘ભલે નાંશવંત હોય પણ વળગીએ કેમ નહિ ?' ભાઈ ! એ પદાર્થો તારા નથી, પારકા છે, તું તે નથી, તું અને તે જુદો છે. સંસાર આખો અસાર છે, દુઃખમય છે. આમ એક પછી એક ભાવનામાં માત્રા વધતી જાય. આ રીતે ભાવના વધા૨વામાં હેતુ એ છે કે, દુનિયાના પદાર્થો તરફ દોડતું મન સંકોચાય, કાબૂમાં આવે. જગતના પદાર્થો અનિત્ય છે, પોતાના નથી, સંસાર અસાર છે, એ નક્કી થયા પછી કયું હૃદય પાપવાસનાથી ન સંકોચાય ? તાકાત હોય તો અસાર પદાર્થોમાંથી સાર લ્યો, પણ તમારો સાર એમાં ફસી જઈને ખરચી ન નાંખો. અનિત્ય અને અસાર પદાર્થોની સાધના પાછળ આત્મા પોતાનું ગુમાવી રહ્યો છે. ઘર સમરાવવું. પેઢી સાચવવી, Page #280 -------------------------------------------------------------------------- ________________ 259 – ૨૨ : સંઘ પ્રભુશાસનનો સંરક્ષક હોય - 22 - – ૨૫૯ છોકરાં રમાડવાં, માલ ખાવો, પછી થાકીને ઊંઘવું; ચોવીસે કલાક ધંધો તો આ જ ને ? પણ એ બધા કોણ ? તારા કે પારકા ? તમારાથી તો દુનિયાના દર્દી સારા કે, જે વૈદ્યને હૈયાની દરેક વાત કરે; વૈદ્ય કહે તે ખાય અને ના કહે તે ન ખાય. આ તો એવા કે, હૈયાની વાત જ કહે નહિ. એમનો રોગ કોણ મટાડે ! રોગથી ટેવાયા છો ! પ્રાય: આજના લોકોને તો ઘર, પેઢી, ને પાઘડી વગેરે સાચવવાં છે. ધર્મની કશી જ પડી નથી. જે માણસ ઘરમાંથી નવરો થતો નથી, તે ધર્મનું શું ઉકાળે ? મંદિરમાં એવા પાંચ વધારે ભેગા થાય, તો મૂંઝવણ વધાર્યા સિવાય બીજું શું કરે ? માટે તો ‘નિસીહિ' કહીને મંદિરમાં પેસવાની વિધિ છે. “નિસીહિ' કહીને દેરાસરમાં પેઠા પછી પણ વાતો ઘરની કરે, યાદ ઘરને કરે અને ઘડિયાળ જોઈને ટાઇમ થઈ ગયો કહે તથા પૂજાને વાર હોય, પ્રક્ષાળ ન થયો હોય, તો ધમાલ કરી મૂકે. આ દશાવાળાઓનો ઉદય શી રીતે થાય ? દુનિયાની કઈપણ વસ્તુ પાસે રાખવા માંગો તો પણ રહેવાની નથી. લક્ષ્મી કદી રહેવાની નથી. એક રાતી પાઈ ધર્મમાં નહિ ખરચનારા અને મખીચૂસ બની બેઠેલાઓ પણ ભિખારી થયાના દાખલા છે ને ! પ્રભુના માર્ગનું સંરક્ષણ કઈ રીતે થાય? એક શ્રાવકને ખોટ આવી; ઘર-બંગલા ગીરવે મુકાઈ ગયા; આટલું છતાં . એ કહેવા કે, મને ઓરતો નથી, લક્ષ્મી જવાની છે એ તો હું જાણતો જ હતો, એટલે મારે કરવાનું તો મેં કર્યું જ છે. એ વખતે પણ હું ત્રિકાળ જિનપૂજન તથા ઉભય ટંક આવશ્યક કરતો હતો અને અત્યારે પણ કરું છું. : એ શ્રાવક, પહેલાં પણ સાહેબ કહેવાતા હતા અને પછી પણ સાહેબ જ કહેવાય; એમને બધે ગાદી જ મળતી હતી. એમની ગાદી પછી પણ ગઈ નહિ. એનું કારણ કે, એ સાચા શ્રાવક હતા. . • આજ તો કહે છે કે, મંદિર, ભગવાન, મહારાજ, આગમ, ધર્મ એ બધું સાચું, એ સાચવવાનું ખરું, પણ ઘર-પેઢી ને આબરૂ એ ત્રણ સાચવીને પછી ! નહિ તો કોઈ વળી અંધશ્રદ્ધાળુ કહે, કોઈ વળી ભગતડા કહે, તિજોરીમાંથી કાઢવું પડે એ ક્યાં કરવું ? હવે વિચારે કે, જેના આત્મામાં અનિત્ય અને સંસાર આદિ ભાવનાઓ રમતી હોય, તેને આવા નકામા વિચારો આવે ? નહિ જ. પણ, - આજની દશા ભયંકર છે. ‘લોકો આજે એવા ધર્મી ગણાતાને હસે છે એમાં કંઈ નવાઈ જેવું નથી. અધર્મીઓ કહે છે કે, “અમે અધર્મી છીએ તો ભલે ! પણ તમારા ધર્મી કેવા છે? શાસ્ત્ર બધી વસ્તુને અનિત્ય કહે છે, પણ અમે માનતા નથી; પણ તમારા Page #281 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ ધર્મીઓ કે જેણે અનિત્ય માન્યું, તે કેવા છે ?' આવો પ્રશ્ન કરે છે ! જેને આરાધ્ય માન્યું, વાજબી માન્યું, તેની ખાતર કહેવાતી આબરૂ, પેઢી કે લક્ષ્મીની દરકાર હોય ? આજના ધર્મવિરોધીઓ તો ખુલ્લું કહે છે કે, ‘અમે તો ઊખડી ગયેલા અમે જેને અયોગ્ય માનીએ છીએ તેને ઉખેડવા તથા અમે જેને વાજબી માનીએ છીએ તેને સિદ્ધ કરવા કેટલા પ્રયત્ન કરીએ છીએ ?' એ તો એવા છે કે, એમને નાતની, સમાજની કે સંઘની કશાની જ પરવા નથી. દેશ માટે સ્વરાજ્યની લડતમાં શું છે ? ઘર જાય તો ભલે ! જેલમાં જવું પડે તો તૈયાર ! પોલીસ આવે તો ભલે આવી ! એ જ કે બીજું કાંઈ ? ભલે તેઓ ગમે તે કે ભાવનાવાળા હોય, આપણો મુદ્દો એ છે કે, ત્યાં આ દશા છે ત્યારે પ્રભુના માર્ગના સંરક્ષણ ખાતર તમારી કઈ હાલત છે ? અનિત્ય ભાવના તમારી કે કોની ? એ તો અનિત્યાદિ ભાવના સમજ્યા નથી એમ પણ કહેવાય અને ધર્મી ગણાતા આત્માઓને તો તે ભાવનાઓ પદાર્થપાઠ જેવી છે; એ ભાવનાઓનો જીવનમાં અમલ ન થાય તો સંસારનો અંત શી રીતે થાય ? પૈસા પાછળ પાગલ બનેલો, પૈસા તથા પોતાની જાત માટે ધર્મને વેચનારો વિષયનો કીડો, વિષયકષાયોમાં બંધાયેલો સંસારમાં ભટકે નહિ તો થાય શું ?- એવા પામરો માટે મુક્તિમાં સ્થાન જ નથી. શ્રી વીતરાગદેવનો માર્ગ રૂચ્યો ક્યારે કહેવાય ? રક્ષા કરે તો કે એમ જ ? પ્રભુના માર્ગના પાલન અને રક્ષણ માટે ત્યાગી પણ બનવું પડે ! પાઘડી અને કહેવાતા પોઝીશનને થોડો વખત દૂર પણ રાખવાં પડે. સભા પાઘડી પહેરનારે પણ ધર્મ તો સાચવ્યો છે ને ?, જરૂર, પણ તે પાઘડીમાં પોતાપણું માનીને નહિ ! મંત્રીશ્વર વસ્તુપાળ તથા તેજપાળે સ્પષ્ટ કહ્યું કે, ‘મંત્રીમુદ્રા કાલ જતી હોય તો આજ જાઓ, પણ ધર્મ ન જાઓ !' તો પરિણામે રાજા પણ નમ્યો અને રાજાને પણ એમ થયું કે, ‘આ સાચા છે.’ જે (ધર્મ)ના આટલા સેવકો હોય તે ધર્મ નિરાધાર હોય ? એકને લીધે ઘર ચાલે, ત્યારે જેના અનેક સેવક તે ધર્મની આ દશા ? લાતો ખાઈને ઘર ચલાવે. કેમ કે, મારું માન્યું અને અહીં જ બધી વાતોમાં ઉંહું ! હું તો કહું છું કે, લક્ષ્મી અસાર છે અને ચાલી જશે એટલે પછી રોતા રહેશો; એને જતી ન કરવી હોય તો પણ મમતા છોડો. ૨૦૦ 260 નિમકહરામ નહિ પણ નિમકહલાલ નોકર બનો ! જેના હૈયામાંથી દુનિયાના પદાર્થોનું ‘મારાપણું' ન જાય, દુનિયાના વિષયોનો હડકવા ન જાય, તે ધર્મની સેવા શી રીતે કરે ? આ સેવા,કાંઈ સહેલી નથી. આની સેવામાં તો છોડવાનું જ છે. કમાઓ તેટલું બધું પણ છોડવું પડે ! લાભ તો મળવાનો, પણ મળે ત્યારે. પર માત્રને છોડવાની વૃત્તિ ન થાય, ત્યાં Page #282 -------------------------------------------------------------------------- ________________ 261 – ૨૨ : સંઘ પ્રભુશાસનનો સંરક્ષક હોય - 22 – ૨૯૧ સધી શ્રીજિનેશ્વરદેવના શાસનની વાસ્તવિક સેવા ન થાય. “ધર્મ, વગર પૈસાનો” એ વાત સાચી, પણ પૈસા રાખવાની ભાવના તો ન જ જોઈએ. અકસ્માતુ નહિ, પણ ઇરાદાપૂર્વક પૈસા વિનાના થવાની ભાવના જોઈએ. જેને ધર્મ પૂરો ગમે, તે તો પૈસાને ઠોકર મારે, શરીરને વહેતું મૂકે, શિલા ઉપરથી ગબડતું પણ મૂકે અને રોળાવા પણ દે; પણ આગળ પરવસ્તુઓની કશી જ પરવા ન હોય ! તાકાત ન હોય તો ભગવાન કેસર નથી માંગતા, પણ પૈસા વિનાના થવાની ભાવના તો જરૂર માંગે છે. અનાજ ન હોય તો સાધુને ન દેવાય તે ચાલે, પણ એમના જેવું ભિક્ષુકપણે તો માંગવું જ પડે. નામના બધી કરવી અને કાર્યવાહીમાં મોટું મીઠું, એ કેમ ચાલે ? હૃદયમાં બરાબર આ ધર્મ વસ્યા પછી લક્ષ્મીની, બંગલાની, ઘરની, પેઢીની; આબરૂની કે નાકની-કશાની પરવા ધર્મ આગળ ન હોય ! શ્રી આનંદઘનજી મહારાજ, ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીના સ્તવનમાં કહે છે કે “ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટરહિત થઈ આતમ-અરપણા રે, આનંદઘન પદ રેહ. ૬. ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે.” - ચિત્તની પ્રસન્નતા એટલે શું ? દેરાસરમાં હસતો હસતો આવે છે ? લાખ મળ્યા, બાયડી પરણ્યો માટે હસતો હસતો આવે છે ? નહિ, આ પ્રસન્નતા છે કે, દુનિયાની એક પણ વસ્તુ ચિત્તને ચલાયમાન ન કરે. નાથને કહે કે, “હું તારો અને તું મારો એટલે ! તારી ખાતર બધું છોડવા તૈયાર ! આગળ તો રાજાના નોકર પણ એવા હતા. વિશ્વાસપાત્ર હોય તે જ રાજાના રક્ષક હોય, રાજાની રક્ષા માટે પોતાના પ્રાણની પણ એ પરવા નહોતા કરતા. એક રાજાના કેદ થયા પછી, તે રાજાના બે વિશ્વાસુ નોકરો પોતાને ઘેર આવ્યા. તે નોકરોની માતાએ તેમને કહ્યું કે, “મારે પેટે તમે ક્યાં પાક્યા ? તમારો માલિક જેલમાં હોય અને તમે ઘેર પાછા આવ્યા ? પછી તે નોકરો પોતાના માલિક પાસે પહોંચ્યા અને કહ્યું કે, “પધારો !! જો કે, રાજાએ આવવાની ના પાડી અને કહ્યું કે, તમે વિશ્વાસપાત્ર છો.” થોડા રૂપિયાના પગારદાર પણ આવા નિમકહલાલ હતા. તમે તમારી શક્તિ ખર્ચો ! એક આદમીની શક્તિના ખર્ચમાંથી હજારો પાકશે ! ફળ પાક્યા પછી બીજ વાવું એવી વાતો ડાહ્યો ન કરે ! ઘરનું બીજ લાવીને જમીનમાં વાવે અને પોષે તે પછી ફળ મળે. પ્રભુમાર્ગને સાચો માન્યો, લક્ષ્મીને અસાર અને જનારી માની, શરીરને નાશવંત માન્યું, પછી પ્રભુમાર્ગને સાચેસાચ ભસ્મીભૂત કરવાની વાત થાય ત્યાં સુધી યોગ્ય ફરજ ન બજાવાય, તો Page #283 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ હું કહું છું કે, તમે અને અમે સ્વામીના નિમકહરામ નોકરો ન કહેવાઈએ માટે જ હું કહું છું કે, તમે પોતાને જૈન તરીકે મનાવી જેના સેવક હોવાનું કહેવરાવો છો, તો તેના નિમકહરામ નહિ પણ નિમકહલાલ સેવક બનો ! ૨૬૨ 262 શક્તિ હોવા છતાં ઉપેક્ષા કરનારા ધર્મનું અપમાન કરનાર છે ! તારકોએ આપણને તારવા માટે ચીજ સમર્પી ! શ્રી તીર્થંકરદેવે કહી અને શ્રી ગણધરદેવે દ્વાદશાંગી ગૂંથી તથા આચાર્યોએ પ્રાણની પરવા વિના પર્ણ સાચવી, સાચવવા માટે ભયંકર તકલીફો વેઠી એવી તકલીફો આજે છે ક્યાં ? એમાંની થોડી પણ તકલીફ હોય, તો તો આજની ધર્મી ગણાતાઓનું મોઢું પણ ન દેખાય ! આવી તારક ચીજને ભસ્મીભૂત કરવાની વાત થાય; ત્યાં સુધી રૂંવાડું પણ ફરકે નહિ, એના જેવી અધમતા બીજી કઈ ? આટલે સુધી વાત પૃહોંચ્યા પછી પણ કારમું મૌન પકડનારા અને તિજોરીઓ ઉપર હાથ ફેરવ્યા કરનારા તથા પોતાનાં માન અને પોઝીશનની દરકાર કરવામાં શાસન પ્રત્યેની ફરજ ભૂલી જનારા અને તારક વસ્તુઓના નાશની વાત જાણ્યા પછી લક્ષ્મી વગેરેની ચીવટ રાખ્યા કરનારા, ખરેખર જ, પામેલા પણ ધર્મને હારી જનારા છે. ધર્મના સંરક્ષણ ખાતર તો સર્વસ્વનું સમર્પણ કરવું થવું જોઈએ. માથા ઉપરની પાઘડી જાય તો ખબર પડે ! કોઈ લાખ લઈ ગયા. પછી આપવાની ‘ના’ કહે તો સૉલિસિટર પાસે નોટિસ અપાવે કે, ‘આથી જણાવું છું કે, આપી દે, નહિ તો બધાં પગલાં તારા ખરચે લઈશ !' ત્યાં સ્ટેમ્પ પણ ચોડો ને ! ત્યાં માનો છો કે, મૂળ અને ખરચ બધું મળવાનું છે ! અહીં એ ખોટા થવાના છે, એમ માનો છો શું ? લાખને માટે વકીલ, બૅરિસ્ટ૨, સૉલિસિટર તમામ ધમાલ; અને ધર્મને માટે એક પણ સુપ્રયત્ન નહિ એનું કારણ ? એ જ સૂચવે છે કે, ધર્મ પ્રત્યે સાચું મારાપણું આવ્યું નથી; નહિ તો આવા વખતે શાંતિ, ક્ષમા અને સમતાને નામે શક્તિ હોવા છતાં બેસી રહેનાર અને ઉપેક્ષા કરનાર પણ ધર્મનું અપમાન કરનાર છે ! સભા શાસન તો એકવીસ હજાર વર્ષ રહેવાનું છે ને ? હા, શાસન તો અકવીસ હજાર વર્ષ રહેશે જ; પણ આવા સમયે શક્તિ હોવા છતાં ઉપેક્ષા કરનારાઓ તો નાશક જ ગણાશે ! છોકરાને કોઈ ઉપાડી જાય, એને બચાવવા બાપ પ્રયત્ન ન કરે છતાં પેલો તેમાં ન ફાવવાથી છોકરાને છોડી દે એ વાત જુદી, પણ એથી કાંઈ બાપ રક્ષક તો ન જ ગણાય ને ? રોજ શેઠને સલામો ભરનારો નોક૨, શેઠના મકાનમાં કે પેઢીમાં આગ લાગે ત્યારે દૂર ઊભો રહે, અને પછી ભલે બંબાવાળાથી બધું બચે, પણ શેઠ તો નોકરને કહી જ દે કે, ઓળખી Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૨ : સંઘ પ્રભુશાસનનો સંરક્ષક હોય - 22 ૨૬૩ લીધો તને, હર્વે ઘેર જા ! મારા ભાગ્યમાં હતું, બંબાવાળા આવી પહોંચ્યા અને બધું બચ્ચું એ વાત જુદી, પણ તેં શું કર્યું ? આ બધું નથી સમજતા ! નાશક વસ્તુઓની રક્ષા પાછળ અનેક છળપ્રપંચ કરવા છતાં, શાસનરક્ષાના પરમ શુદ્ધ પ્રયત્નની નુક્તેચીની કરનારા તદ્દન અજ્ઞાન કોટિના જ માનવીઓ છે. 263 શાસનરક્ષાનું કામ તો તદ્દન ખુલ્લું છે, કપટ અને પ્રપંચ વગરનું છે, તેમાં કોઈનું પણ ભૂંડું ઇચ્છવાનું નથી કે કોઈનું પણ બગાડવાની મનોવૃત્તિ નથી. શાસનરક્ષામાં તો સામાનું પણ ભલું જ ઇચ્છવાનું છે અને ‘એ પણ ક્યારે સુધરે ?' એ જ એક ભાવના રાખવાની છે. આપણે તો શુદ્ધ ભાવનાપૂર્વક શાસનરક્ષાના આપણાથી બની શકે તેટલા સઘળા જ શુદ્ધ અને શક્ય પ્રયત્નો જરા પણ ગભરાયા કે અચકાયા વિના કરી છૂટવાના છે. શાસન તો પોતાના પરમશુદ્ધ સ્વરૂપથી જ જીવવાનું છે. તે કાંઈ આપણા યોગે જ જીવવાનું છે એમ નથી, પણ આપણે જેને પરમ શુદ્ધ અને સંસારતારક માનીએ, તેના ઉપર કમનસીબ આત્માઓ તરફથી આક્રમણ આવે, તે સમયે જો આપણે શક્તિ હોવા છતાં તે આક્રમણની સામે જબ્બર બચાવ ન કરીએ, તો એક શાસનના સેવક તરીકેની આપણી ફરજનો આપણે ભંગ જ કર્યો ગણાય અને એ રીતે ભંગ કરનારા આપણે આપણા તારક શ્રી જિનેશ્વરદેવના નિમકહલાલ સેવક નહિ, પણ નિમકહરામ જ ગણાઈએ, માટે હું કહું છું · કે, આપણાથી બની શકતા સવળાય શુદ્ધ પ્રયત્નો આચરી આપણે સ્વામીના નિર્મકહલાલ સેવકો બનવું જોઈએ. શાસનસેવા પર માત્રને છોડવાની વૃત્તિ ન થાય, ત્યાં સુધી શ્રી જિનેશ્વરદેવના શાસનની વાસ્તવિક સેવા ન થાય. કઈક્રિયામાંધર્મ જો સંસારમાં જોડનારી ક્રિયાઓમાં જ ધર્મ હોત, તો ચાની પુરુષો એક સામાન્યમાં સામાન્ય સાધુના ધર્મને પડ઼ા મેરૂની ઉપમા આપી ઊંચામાં ઊંચા ગૃહસ્થના ઘર્મને પણ સરસવની ઉપમા શું કામ આપત ? આ જ કારણે ઉપકારી પુરુષોએ કહ્યું છે કે, દેશ વિર્ણતઘર પણ જો સર્વવિતિની લાલસા ન ઘરાવે, તો તેની દેશવિરતિ પા સાચી નથી. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૩ : આપમતિ મારક ! આગમમતિ તારક ! વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, પોષ સુદ-૬, સોમવાર, તા. -૧-૧૯૩૦ 28 • મર્યાદાનો અભાવ આ શાસનમાં ન જ ચાલે : જે ધર્મીને સહાયક Oબને, તે જ સંઘ : • મૂંઝવણના નામે વિપરીત વાતો : • ઇલેક્ટ્રિસિટીના સંબંધમાં : • આપમતિ છોડી. આગમમતિ સ્વીકારો ! • સબુદ્ધિ નથી માટે જ ભટકો છો ! • જેનપણું ક્યારે ટકે ? શ્રી જૈનદર્શન કોઈને મારવાનું કહેતું જ નથી. ભોળાઓને ફસાવવાની જાળ ? • મોતીનું એક દષ્ટાંત : મર્યાદાનો અભાવ આ શાસનમાં ન જ ચાલે? સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી, શ્રીસંઘને સ્તવતાં સાત રૂપકથી સ્તવી ગયા; અને હવે મેરૂના રૂપકથી સ્તવના કરે છે. સાત રૂપકમાં જે યોગ્યતા તથા મર્યાદા કહી, તે આપણે જોઈ ગયા. જે મર્યાદાહીન બને, એ પૂજ્યકોટિમાં રહી શકે જ નહિ. જેણે શ્રીસંઘ બનવું હોય, તેણે તેની યોગ્યતા મેળવવી જ જોઈએ. યોગ્યતા મુજબ વર્તે, તો પૂજ્ય કોટિમાં ટકી રહે; યોગ્યતાનું ઉલંઘન કરે, તો પૂજ્યતાની કોટિમાં ટકી રહેવું એ અશક્ય બને. શ્રી જૈનશાસનમાં તો મર્યાદા વિના ટકાય જ નહિ : કારણ કે, દેવ, ગુરુ અને ધર્મને પણ શુદ્ધ જોયા વિના અને યોગ્ય પરીક્ષા કર્યા વિના ન માને; એવું આ શાસન છે. દેવમાં અરિહંતપણું છે કે નહિ, ત્યાગી ગુરુઓમાં નિગ્રંથપણું છે કે નહિ અને ધર્મ યોગ્ય છે કે અયોગ્ય છે; એ બધું જોયા પછી જ તત્ત્વત્રયીનો પણ સ્વીકાર કરનાર આ શાસન ગમે તેવાં ટોળાને શ્રીસંઘ તરીકે કેમ જ માને ? દુનિયાના અજ્ઞાન લોકોમાં જેમ કુદેવને સુદેવ તરીકે, કુગુરુને સુગુરુ તરીકે અને કુધર્મને સુધર્મ તરીકે મનાય છે, તેમ ત્યાં ભલે કુસંઘ પણ સુસંઘ તરીકે મનાય, પણ અત્યંત સૂક્ષ્મ દૃષ્ટિથી પરીક્ષા કરનાર શ્રી જૈનશાસનમાં તો જે તે ટોળાંને સંઘ ન જ મનાય ! Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૩ : આપતિ તારક ! આગમમતિ તારક ! - 23 ૨૭૫ “વાાવપિ તિ ગ્રાહ્યમ્” ‘બાળક પાસેથી પણ હિત ગ્રહણ કરવું' એ ન્યાયે શ્રાવક સમુદાય પણ, જો પ્રભુની આજ્ઞા મુજબની સલાહ સાધુઓને આપે તો સાધુઓ પણ તે સલાહ માનવાને બંધાયેલ છે. યદ્યપિ સાધુ-સાધ્વી પૂજ્યકોટિનાં છે, તથાપિ શ્રાવક-શ્રાવિકાની પ્રભુ-આજ્ઞાનુસારિણી સલાહને જો તેઓ ન માને, તો જરૂર તેઓ ભૂલ કરે છે, એ તદ્દન શંકા વિનાની વાત છે. કોઈપણ સુવિહિત સાધુનો એવો આગ્રહ જ નથી કે, શ્રાવક સમુદાયની સલાહ માનવી જ નહિ. પ્રમાદ તથા છદ્મસ્થતાના યોગે સાધુ-સાધ્વી પણ ભૂલે અને એ જ કારણે, પ્રભુઆજ્ઞાને અનુસરતી સલાહ, જે શ્રાવક-શ્રાવિકા આપે, તેને સાધુ-સાધ્વી પણ માનવા બંધાયેલ છે. શ્રાવક-શ્રાવિકાને સાધુ-સાધ્વીનાં માબાપની કોટિમાં પણ એ જ કારણે મૂક્યાં છે. જેમ માતા-પિતા બાળકની રક્ષા કરે, તેમ શ્રાવક-શ્રાવિકારૂપી માતા-પિતા પણ સાધુ-સાધ્વીના સંયમની રક્ષા, પુષ્ટિ અને વૃદ્ધિ વગેરે કરે. 265 શ્રાવક-શ્રાવિકા તે કહેવાય કે, જે પૂ. સાધુ-સાધ્વીને પોતાનાં તા૨ક માની તે તારકોને આજ્ઞા કરવાનું હૃદયથી પણ ન ઇચ્છે, ઉપરથી નિરંતર તેઓની આજ્ઞા ઉઠાવવા માટે જ સજ્જ રહે. અમે તો ઇચ્છીએ છીએ કે, સાચા શ્રાવકો અમારા સલાહકાર તથા સહાયક બને. અમારે જે કામ કરવું છે, તેમાં શ્રાવકો સહાયક બને. એમાં હ૨કત શી ? બેયને પ્રભુનો માર્ગ પાળવાનો છે, સેવવાનો છે અને જગતમાં પ્રચારવાનો છે, એ કામમાં આગમને અનુસરી વર્તવું, એ જ ઇષ્ટ છે. આથી સ્પષ્ટ છે કે, આગમની મર્યાદાને સ્વીકારે, તે જ શ્રીસંઘ પૂજ્યકોટિમાં આવી શકે. મર્યાદાહીનપણું આ શાસનમાં ન જ ચાલી શકે. · જે ધર્મીને સહાયક બને, તે જ સંઘ ઃ શ્રીસંઘરૂપ નગર ધર્મી માત્રને આશ્રય આપે. નગર તે કહેવાય કે જે યોગ્ય માત્રને આશ્રય આપે. જે ધર્મીને આશ્રય ન આપે, તે શ્રીસંઘ નથી. શાહુકારનું રક્ષણ નગરમાં થાય, જંગલમાં ન થાય; જંગલમાં તો લુંટાઈ જાય. શ્રીસંઘરૂપ નગ૨માં ૨હેવા ઇચ્છનાર, વિષય-કષાયરૂપ સંસારને છેદવાની ભાવનાવાળો જ હોય. એવા ધર્મીના હાથમાં શ્રીસંઘ ચક્રરૂપ થઈને બેસે, ત્યાં શ્રીસંઘ ચક્રનું કામ કરે. આવા સંઘોને નહિ પૂજવાનું કયો હીણકર્મી કહે ? સંસારરૂપ અરણ્યમાં આથડતા, આપત્તિમગ્ન અને સાધનહીન ધર્મીને ઇષ્ટસ્થાને પહોંચાડવા માટે શ્રીસંઘ, એ રથ સમાન છે; પોતામાં બેસાડીને મોક્ષમાર્ગની મુસાફરી કરાવનાર છે. ‘મોક્ષમાર્ગે જવા નીકળ્યા અને ઠેકાણું તો છે નહિ !' એવું શ્રીસંઘ ક્યારેય પણ કહે ? શ્રીસંઘ તો ન જ કહે. શ્રીસંઘ આગળ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - - 266 પાછળનું જ જુએ; એ તો કહે કે, “આગળ પણ અમે છીએ અને પાછળ પણ અમે છીએ ! આગળથી પકડવા આવે કે પાછળથી પકડવા આવે, તે બેયને ખસેડવા તથા દૂર કરવા અમે તૈયાર છીએ. ધર્મીના આશ્રયસ્થાનરૂપ શ્રીસંઘ, સંસાર છેદવાના કાર્યમાં ચક્રરૂપ થાય અને ભૂલા પડેલા તથા અથડાતા એવા પણ અર્થીઓ માટે શ્રીસંઘ એ રથતુલ્ય છે. આલંબન વિના કોઈ કામ ન થાય. આ મકાનના ત્રણ માળ છે, પણ તે ચડાય શાના આધારે ? નિસરણીના આધારે જ ચડાય. નિસરણી ન હોય તો નીચે જ ' ઊભા રહેવું પડે. ત્રણ માળ ચડવા નિસરણી જોઈએ, તો સાત રાજલોકે ઊંચે જવા નિસરણી જ નહિ ? આજ કહે છે કે, “જે આત્મકલ્યાણ કરવા નીકળે એ સાધન તથા સહાય શા માટે માંગે ?' અમે કહીએ છીએ કે, “એને તો બહુ સહાય જોઈએ.' સારા કાર્ય માટે સહાય માંગવામાં નાનમ શી ? આત્મા અનેક પ્રકારની કર્મની વિચિત્રતાથી અવરાયેલો છે. શરીરની અનુકૂળતા હોય, તો સાધનની પ્રતિકૂળતા . હોય; સાધનની અનુકૂળતા હોય, તો શરીરની પ્રતિકૂળતા હોય; કોઈને બેય હોય, તો સાથીનું ઠેકાણું ન હોય; ફરવા જાય ત્યાંયે વાત કરવા સાથી જોઈએ છે, તો મોક્ષમાર્ગ માટે કાંઈ જ ન જોઈએ એમ ? આજ તો કહે છે કે, “છે કંઈ ઠેકાણું ?', આ શબ્દો શ્રીસંઘના મોંમાં હોય ? કદી જ નહિ. દુનિયાના પદાર્થો અનિત્ય છે, એ જગ્યું નથી એનું જ આ પરિણામ છે. શ્રી જૈનશાસનની આ તો અપૂર્વ ચાવી છે. જગતના પદાર્થોની અનિત્યતા, અસારતા, અન્યતા વગેરે શ્રી જૈનશાસન સિવાય આ રીતે કોઈએ સમજાવી નથી. શ્રીસંઘ તે કહેવાય છે, જે સ્વંય ધર્મી હોય; પોતાથી બને એટલો ધર્મ કરે, બીજાને કરાવે, કરતાંને અનુમોદ, સહાય કરે; પણ જે પોતે કરે નહિ અને કરતાને સારો માને નહિ, એવાઓ તો વગર કહ્યું શ્રીસંઘથી બહાર જ છે, અઢારે પાપસ્થાનક પોતે સેવે નહિ, સેવરાવે નહિ અને અનુમોદે નહિ, એ તો પહેલા નંબરનો ઊંચામાં ઊંચો ધર્મી; કદાચ એ પોતાથી ન થાય, તો મુમુક્ષુ આત્માને સહાયક થઈ તેનો ત્યાગ કરાવે; એ પણ તાકાત ન હોય, તો ત્યાગ કરનારની અનુમોદના કરે; તો એ શ્રીસંઘમાં ટકી શકે છે. “આ તો પોતે ત્યાગ કરે નહિ, કરે એને કરવા દે નહિ, એટલું જ નહિ પણ ઉપરથી ધર્મ કરનારને કનડે અને પાછા કહે કે, “અમે સંઘમાં !” આવી નાલાયકતા પ્રભુના શાસનમાં ન જ ચાલે ! મૂંઝવણના નામે વિપરીત વાતો : શ્રી જિનેશ્વરદેવના આ અનુપમ શાસનને પામેલા આત્માને ખોટી મૂંઝવણ કદી થતી જ નથી. વસ્તુતત્ત્વથી અજ્ઞાત રહેલા આત્માઓ જ મૂંઝવણના નામે Page #288 -------------------------------------------------------------------------- ________________ 267 - ૨૩ : આપમતિ તારક ! આગમમતિ તારક ! - 23 - ૨૭૭ વાસનાઓને પોષવાની કુચેષ્ટાઓ કરી શકે છે. શ્રી જિનેશ્વરદેવનું શાસન પામ્યા પછી, પાપસ્થાનક અને પુણ્યસ્થાનકનો વિવેક પણ ન કરી શકાય, એના જેવી અજ્ઞાનતા બીજી કઈ હોઈ શકે ? મુમુક્ષુ આત્મા પોતા માટે સર્વ ત્યાગના ઉપદેશને પણ અનુપયોગી માને, એ બનવા જોગ જ નથી. “મુમુક્ષુપણું અને સર્વત્યાગના ઉપદેશ તરફ પણ અરુચિ” એ કેટલી બધી અઘટિત ઘટના છે ! એ આ વીસમી સદીના વાયડા વિદ્વાનોના લક્ષ્યમાં ન આવી શકે, એ તદ્દન સુસંભવિત છે. સર્વવિરતિ આદરવાની ઇચ્છાનો પણ અભાવ જે આત્મામાં દેખાય, તે આત્મામાં શ્રી જિનશાસનની મુમુક્ષુતા કોઈપણ રીતે ટકી શકતી નથી. શ્રી જિનશાસનની મુમુક્ષતાને સર્વવિરતિની ભાવના સાથે ઘણો જ ઘનિષ્ઠ સંબંધ છે. સાચા મુમુક્ષુને પોતાની મુમુક્ષુતાના યોગે, પ્રસિદ્ધિ કે જાહેરાત મળી જાય એ એક જુદી વાત છે; બાકી એ મુમુક્ષુ પ્રસિદ્ધિ કે જાહેરાત માટે તરફડિયાં મારનાર, કેવળ માન અને વાહવાહનો ભૂખ્યો કે તદ્દન પામર આત્મા નથી જ હોતો. ધર્મની ભાવનાને ટક્કર લાગે તેવી દરેક પ્રવૃત્તિથી તે પોતાની જાતને તદ્દન જ અલિપ્ત રાખે છે. મુમુક્ષુ આત્મા પોતાની કોઈપણ વ્યવહારિક પ્રવૃત્તિને ધર્મનું રૂપ આપવાની ધૃષ્ટતા કરવા પ્રાણાંતે પણ નથી લલચાતો. શ્રી જૈનશાસનમાં થયેલા કોઈપણ રાજાએ રાજ્ય મંત્રીશ્વરે મંત્રીપણું, શેઠિયાઓએ શેઠાઈ કે શ્રીમંતોએ શ્રીમંતાઈ, જૈન તરીકે જીવવા માટે નથી આચરી; કારણ કે, રાજ્યમાં, મંત્રીપણામાં, શેઠાઈમાં કે શ્રીમંતાઈમાં તેઓએ જૈનપણું માન્યું જ નથી. એટલી વાત જરૂર છે કે, તે પુણ્યપુરુષોએ પોતાને મળેલી સામગ્રીઓ દ્વારા શ્રી જૈનશાસનને દીપાવવા માટે બનતું બધું જ કર્યું છે; શ્રી જૈનશાસનની પ્રભાવના ખાતર રાજ્ય આદિનો ઘણી જ છૂટથી ઉપયોગ કર્યો છે. આટલું કરવા છતાં પણ શ્રી જૈનશાસનના અલંકાર સમા તે પુણ્યપુરુષોએ, પોતાના રાજ્ય આદિને ધર્મ તરીકે મનાવવાનો કુપ્રયત્ન ક્યારેય પણ આચર્યો નથી; કારણ કે, તે પુણ્યપુરુષોના રોમરોમમાં જૈનત્વ પરિણત થયેલું હતું. આજે તો જૈનત્વને વેચીને પણ પોતાની ક્ષુદ્ર જાતને કીમતી બનાવી, ધર્મી તરીકે જીવવાનો આડંબર કરનારા, પોતાની યથેચ્છચારિતા ઉપર “જૈનત્વની મહોરછાપ મરાવવાના કૂટ પ્રયત્નો આદરે છે. એ કૂટ પ્રયત્નો આદરનારાઓએ સમજી જ રાખવું જોઈએ કે, તેઓ માટે પરિણામે આ જીવનમાં બદનામીભર્યો પરાજય સરજાય છે અને આગામી જીવનમાં દુર્ગતિઓ જ નિમાયેલી છે; ઉન્માદમાં ચડીને ભલે આજે તેઓ શાસ્ત્ર વર્ણવેલ પાપકર્મોને Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - 268 અને પાપકર્મોના પરિણામ તરીકે વર્ણવેલી દુર્ગતિઓને ન માનવાની બાલિશતા બતાવે, પણ કર્મસત્તા તેઓને કોઈપણ રીતે નહિ જ છોડે. ખરેખર, આસ્તિકતાનો આડંબર કરનારાઓ ગમે તેવા કૂટ પ્રયત્નો સેવે, તો પણ તેઓ છૂપા રહી શકતા જ નથી. ‘ભાવ-શ્રાવકના ગુણોનો ખ્યાલ છે!” એમ કહેવું અને “ઇહલૌકિક અને તે પણ પારંપરિક પાપમય પ્રવૃત્તિઓથી ઘેરાયેલી પ્રવૃત્તિઓને ધર્મની બુદ્ધિથી સેવવાના કોડ ધરવા' એ પરસ્પર કેટલું વિરુદ્ધ છે ? એ વાતને આસ્તિક હૃદય સહજમાં જ સમજી શકે; પણ નાસ્તિક હૃદય તોં તેમાં પણ પોતાની વિલક્ષણ પ્રકૃતિનો પરિચય કરાવવાનું કદી જ ન ચૂકે. જે હૃદયના નાસ્તિકો પોતે પોતાની અને પરની જાતને ગૂંચવનારા પ્રશ્નો પોતાની પ્રતિકલ્પનાથી જ ઊભા કરી, તે ક્ષુદ્ર પ્રશ્નોના સમાધાન માટે નિરંતર શાસ્ત્ર-પરિશીલનથી અને શુદ્ર ચારિત્રના આસેવનથી પરિણત થયેલા આત્માઓને વર્તમાન રાજરંગ સમજવાની અને કહેવાતા વિજ્ઞાનનો અભ્યાસ કરવાની સલાહ આપવાની પણ કારમી ધૃષ્ટતા કરી શકે છે, તેઓની જાતને ઓળખાવવા માટે શબ્દકોષમાં શબ્દનો પણ અભાવ છે. અનંત જ્ઞાનીઓની આજ્ઞાને અનુસરીને દુનિયાની સઘળી પ્રવૃત્તિઓના ત્યાગ દ્વારા પોતાની આત્મસિદ્ધિ પ્રગટ કરવા માટે સતત યત્ન કરતા આત્માઓને આર્થિક પ્રશ્નો સમજવાનું કહેવું, એ કેવી અનિષ્ટ જાતની ઉશ્રુંખલ વૃત્તિ છે ? એ સમજવું શાણાઓ માટે જરા પણ કઠિન નથી; પણ એવા માણસો એટલા બધા ભયંકર ઘમંડી બની ગયા હોય છે કે, જેથી તેઓ ચાલે ત્યાં સુધી પોતાના કરતાં બીજાને શાણા માનવાને તૈયાર જ નથી હોતા. એવાઓ પ્રશંસા તેની જ કરે છે કે, જે પોતાને અનુસરે છે અથવા જેની પ્રશંસા ન કરવાથી જનસમાજમાં પોતાની જાત હલકી પડે છે. આવા માણસોથી સાવચેત રહેવું, એ દરેક આત્મહિતૈષી માટે અત્યંત જરૂરી છે. આવા બીજાના નામે મૂંઝવણની વાતો કરવામાં જ ઘણા કુશળ હોય છે અને એ રીતની કુશળતાથી પોતાની જાતને બચાવવા સાથે માર્ગાનુસારી આત્માઓને ઉતારી પાડવા માટે અનેક વિપરીત વાતો કરતાં, એક લેશ પણ પાછું વાળીને જોવાની દરકાર માત્ર કરતા નથી. સત્યની સાથે તેવાઓને સંબંધ જ નથી હોતો. અસત્યનું આરાધન એ જ તેવાઓનો જીવનમંત્ર થઈ પડે છે. આવાઓ એમ જ સમજે છે કે, “વસ્તુ માત્રના સ્વરૂપના અને ઇતિહાસ વગેરેના જાણકાર અમે જ છીએ.” આવા લોકોની મનોવૃત્તિ ખરેખર, વિલક્ષણે હોય છે. આવા જીવોનો જન્મ અને તેમનું જીવન, સ્વ-પરનું અહિત કરવા માટે જ હોય છે. આવા વાત વાતમાં સાધુ-પુરુષોનું અપમાન અને મશ્કરી કરવામાં જ આનંદ માને છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ 269 ૨૩ : આપતિ તારક ! આગમમતિ તારક ! -23 ૨૬૯ ઇલેક્ટ્રિસિટીના સંબંધમાં ઃ મૂંઝવણના નામે અનેક વિપરીત વાતો કરનારે લખ્યું છે કે - “એક સાધુ સાથે ઇલેક્ટ્રિસિટી સંબંધી વાત થતાં, એણે એકદમ મક્કમ મત જણાવી દીધો કે, ‘એને જિનમંદિરમાં દાખલ ન જ કરી શકાય.’ જ્યારે એને પૂછવામાં આવ્યું કે, બનાવટી વીજળી માટે તેમણે શું વાંચ્યું છે ? કેટલા પ્રયોગો કર્યા છે ? ત્યારે ‘શરમાવે તેવું અજ્ઞાન તેમણે બતાવ્યું.’ તેઓને કહ્યું કે, વીજળી તો ફોર્સ (બળ) છે, અજીવ છે. ત્યારે ‘તેઓ એકદમ ઊભા થઈ ગયા અને જીવ ન હોય તો પ્રકાશ ક્યાંથી આવે છે ?’ એમ પૂછવા લાગ્યા. જ્યાં જ્યાં પ્રકાશ હોય ત્યાં ત્યાં જીવ હોય એમ વ્યાપ્તિ તેઓ કરે છે કે કેમ ? એમ પૂછતાં પાછા હઠી ગયા અને આખરે અધર્મી, નાસ્તિક, વક્ર, જડ વગેરે વાક્યરચના કરી બતાવી.” આ લખાણમાં કેટલું અપમાન અને કેવી ઘાતકી મશ્કરી છે ? આવાઓ પોતાની જાતને આસ્તિક મનાવવા મથે, એ કઈ રીતે ચાલે ? જેના વાક્યે વાક્યે સાધુપુરુષનું અપમાન તરવરે, જેની વાતવાતમાં અનંત જ્ઞાનીઓની આજ્ઞા પ્રત્યેની અવગણનાનું દર્શન થાય અને જે પ્રસંગે પ્રસંગે સાધુ-પુરુષોને ઉતારી પાડવાની જ કુચેષ્ટાઓ કરે, તેનામાં જો નાસ્તિકતા નિવાસ ન કરે તો પછી નાસ્તિકતા બીજે રહે પણ ક્યાં ? જેનો પાવર ચાલુ રાખવા માટે ચોવીસે કલાક એક સરખી રીતે આરંભ અને સમારંભ ચાલુ રહે, જેના પાવરના યોગે પંચેંદ્રિય જીવોનો જાન પણ જોખમમાં મુકાય, તેવી કાયમી પાપપ્રવૃત્તિથી ઘેરાયેલી વસ્તુને શ્રી જિનમંદિરમાં દાખલ નહિ કરવાનો અભિપ્રાય આપનાર સાધુપુરુષને “૧. બનાવટી વીજળી માટે તમે શું વાંચ્યું છે ? ૨. કેટલા પ્રયોગ કર્યા છે ?” આવા પ્રશ્નો પૂછવા એ ઉન્મત્ત મનોદશા નથી ? એક પંચમહાવ્રતધારી સાધુપુરુષને પ્રયોગ કરવાનું પૂછવું, એ અજ્ઞાનતા યા સાધુપણાની મશ્કરી છે. આવી મશ્કરીમાં અનંતજ્ઞાનીની આજ્ઞા પ્રત્યેની અવગણના સિવાય બીજું શું છે ? આવા ઉદ્ધાત પ્રશ્નો પૂછનારે સમજવું જોઈએ કે, આરંભ અને સમારંભ વગેરેના અખતરા રસપૂર્વક કરવા, કરાવવા અને પાછા એને ધર્મ તરીકે મનાવવા, કામ તો બહુલ સંસારી આત્માઓનું જ હોઈ શકે છે; પણ સાધુપુરુષોનું તો નહિ જ. વીજળી એ ફોર્સ છે, અજીવ છે' આટલું સાંભળવા માત્રથી જ એક Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ 270 સાધુપુરુષ ઉપર ઊભા થઈ જવાનો આરોપ મૂકવો અને “જ્યાં જ્યાં પ્રકાશ હોય, ત્યાં ત્યાં જીવ હોય એમ વ્યાપ્તિ કરો છો ?” આટલા જ પ્રશ્ન માત્રથી એક સાધુપુરુષ ઉપર પાછા હઠી જવાનો અને “અધર્મી, નાસ્તિક, વક્ર, જડ' વગેરે વાક્યરચના કરવાનો આક્ષેપ કરવો, એ શું આક્ષેપ કરનારની જ બુદ્ધિનું લિલામ નથી ? ખરેખર, આવી જાતના આત્માઓ સમાજમાં ભયંકર ચેપીરોગ જેવા છે. સાધુપુરુષ ઉપર ઊભા થઈ જવાનો, પાછા હઠી જવાનો અને વગર કારણે “અધર્મી, નાસ્તિક, વક્ર, જડ' આવી આવી વાક્યરચના કરવાનો આરોપ મૂકનારને આપણે પૂછીએ છીએ કે, “શ્રી જૈનશાસ્ત્રોના આધારે ફોર્સ માત્રને, અજીવ તરીકે સાબિત કરવાને તથા “જ્યાં જ્યાં ફોર્સથી પ્રકાશ થાય, ત્યાં ત્યાં જીવ ન જ હોય” આવી જાતની વ્યાપ્તિ છે; એમ પુરવાર કરવા માટે તે તૈયાર . છે ? સંઘર્ષણ માત્રથી ઉત્પન્ન થતા ફોર્સ માત્રને તે નિર્જીવ તરીકે સાબિંત કરવાની તૈયારી ધરાવે છે ? સૂર્યકિરણો અને સૂર્યકાંત મણિના યોગથી ઉત્પન્ન થતા અગ્નિને તથા ચંદ્રકિરણો અને ચંદ્રકાંત મર્ણિના યોગે ઉત્પન્ન થતા પાણીને પણ તે નિર્જીવ તરીકે સિદ્ધ કરી શકે છે ?' આવી જાતના અનેક પ્રશનો ઊભા કરી શકાય તેમ હોવા છતાં “માત્ર સામાન્ય વાતથી એક સાધુ ઊભા થઈ ગયા અને નહિ જેવા પ્રશ્નોથી પાછા હઠી ગયા, અને “અધર્મી, નાસ્તિક, વક, જડ આવી વાક્યરચના કરવા મંડી ગયા” એમ લખીને પૂજ્ય સાધુપુરુષોને ઉતારી પાડવાના દિવસો હવે વહી ગયા છે. સત્ત્વ અને પ્રમાણિકતા હોય તો એવાઓ જાહેર સભાઓમાં આવીને પોતાની માન્યતાઓ સિદ્ધ કરી શકે છે. બાકી “ઘરશુરા'ની માફક યથેચ્છ લખી બોલીને વિદ્વત્તાના લહાવા લૂંટવા, એમાં નામના નથી, પણ નામનાનું લિલામ છે. અસ્તુ. એવાઓ સાથે આપણને તો કશું જ લાગતુંવળગતું નથી, પણ એવાઓ જ્યારે પ્રભુશાસનના નામે વિપરીત વાતો કરે, ત્યારે યોગ્ય ખુલાસા કરવાની આપણી ફરજ થઈ પડે છે અને એ ફરજને આધારે જ આટલું કહેવું પડે છે અને વધુમાં જો તેઓ થોડા પણ આત્મહિતના અર્થી હોય તો આપણે કહીએ છીએ કે આપ-મતિ છોડી, આગમ-મતિ સ્વીકારો ! કારણ કે, આપમતિ એ આત્મ-નાશક મતિ છે, ત્યારે આત્મમતિ એ આત્મહિતકર મતિ છે; પણ આગમ-મતિનો અસ્વીકાર કરવા તેવાઓમાંના કોઈ કોઈએ એક તુક્કો શોધી કાઢ્યો છે કે, “જો શ્રી જિનેશ્વરદેવો.અનંતજ્ઞાની હતા, તો તેઓએ સંસાર આદિનો પ્રારંભ તથા અંત કેમ ન બતાવ્યો ?' પણ તે અક્કલના ટેકેદારો એટલું પણ નથી સમજી શકતા કે, અનંતજ્ઞાની આત્માઓ Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૩ : આપતિ તારક ! આગમમતિ તારક ! - 23 ૨૭૧ પણ વસ્તુ જે સ્વરૂપે હોય, તે જ સ્વરૂપે બતાવે ? જેનો આદિ કે અંત હોય નહિ, તેનો આદિ અને અંત શી રીતે બતાવે ? 271 અનાદિ અને અનંત વસ્તુને અનાદિ કે અનંત તરીકે બતાવવામાં આવે, એ પણ બુદ્ધિના મદે ચડેલાઓથી ન ખમાય, ત્યાં એ બિચારાઓનું ભલું કેમ થાય ? પોતાની બુદ્ધિમત્તા બતાવવા માટે ખોટા ખોટા તુક્કાઓ ઊભા કરવા, એ ભયંકર મૂર્ખાઈ છે. કોઈ આદમી ચૂડી લઈને એની શરૂઆત અને એનો છેડો પૂછે તો કહેવું જ પડશે કે, ‘અખંડ ઉતારેલી ચૂડીની શરૂઆત પણ ન હોય અને છેડો પણ ન હોય’ આ છતાં પણ તે ન જ માને તો તેની મૂર્ખતા ઉપર દયા ખાવા સિવાય બીજું શું કરી શકાય ? તેમ જે સંસાર વગેરે અનાદિ અને અનંત છે, તેનો આદિ અને અંત જ્ઞાનીપુરુષો પણ ક્યાંથી બતાવે ? ખરેખર, સત્યના અર્થી આત્માઓ જ્યારે સત્ય શાસ્ત્રોને અનુસરતી પોતાની મતિ બનાવે છે, ત્યારે સત્યથી બેપરવા બનેલા દુરાગ્રહી આત્માઓ આગમને પોતાની મતિ મુજબનું બનાવવા માંગે છે; આ જ કારણે તેવા દુરાગ્રહી આત્માઓ, વસ્તુતત્ત્વને પામી શકતા નથી' પોતાની જ મતિની મોરલી ઉપર નાચનારાઓ તો, અરણ્યમાં પણ માર્ગદર્શક ભીલની સાથે આ માર્ગ ખરો કેમ અને આ માર્ગ ખોટો કેમ ? આવી ચર્ચા કરે તેવા છે. ‘વૃતાધારે પાત્રમ્ કે પાત્રાધારે ધૃત'ની પ૨ીક્ષા કરવા માટે ઘીથી ભરેલાં પાત્રો ઊંધાં વાળવાની ક્રિયા કરવામાં આનંદ માનનારા જેવા છે; અને સામેથી ધસી આવતા હાથીથી બચવા માટે ખસી જવાનું કહેનારાઓને પૂછે અને કહે કે, આ હાથી જે એને અડકેલો હોય તેને મારે કે ન અડકેલો હોય તેને મારે ? જો અડકેલો હોય તેને મારે, તો એના ઉપર બેઠેલા એના મહાવતને કેમ ન મારે ? અને નહિ અડકેલાને મારે, તો બધાને જ કેમ ન મારે ?' આવી આવી અર્થ વિનાની ચર્ચા કરવામાં કર્તવ્ય માનનારા જેવા છે; કારણ કે, પોતાની જાતને પંડિત માનનાર એ લોકોનું કોઈ ખાસ એક ધ્યેય નથી હોતું; તેમ જ તેઓને જરૂરી એવું સાધારણ વસ્તુનું પણ ભાન કે હિતાહિતનો વિચાર પણ નથી હોતો. તેઓ બધી જ વાતમાં પોતાની જ મતિને પ્રધાન માની આપ્ત કે આપ્તવચનને માનવા પણ તૈયાર નથી હોતા. આવાઓનો સંસર્ગ એ પાપસંસર્ગ છે. જેઓ દરેક વાતમાં વસ્તુના સ્વરૂપને સમજ્યા વિના શિષ્ટ પુરુષોની પણ અવગણના કરે, તેઓ ક્યારેય પણ તાત્ત્વિક માર્ગને પામી શકતા નથી; એટલે અહિંસાના નામે હિંસાના, સત્યના નામે અસત્ય અને સંયમના નામે જ અસંયમને આચરે છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ અહિંસા, સત્ય અને સંયમ કોઈ એવી વસ્તુ નથી કે, ‘જે સદ્ગુરુની નિશ્રા વિના કલ્પના માત્રથી જ સમજી શકાય અને આચરી શકાય.' આ સત્ય અને એકાંત હિતકર શિક્ષા, ‘અંતર અવાજ’ ઉપર જીવનારાઓને ઘણી જ વિષમ લાગે છે અને એથી જ તેઓ અનાયાસે પણ ઉન્માર્ગે ચડી જાય છે તથા અનેકને ચડાવી દે છે. અલ્પ સંસારી આત્માઓ કદી જ દુરાગ્રહી નથી હોતા અને એ જ કારણે તેઓ અતિશય અલ્પજ્ઞ હોવા છતાં પણ સહેલાઈથી સન્માર્ગ પામી જાય છે. ૨૭૨ 272 તમે સાંભળ્યું છે કે, શ્રી અષ્ટાપદ પર્વત ઉપર ચડવા માટે પંદરસો તાપસો તપશ્ચર્યા કરતા હતા, તે છતાં પણ ચડી શકતા નહોતા. ઉપવાસનો તપ કરનારા પાંચસો પ્રથમ પગથિયે અટક્યા હતા, છઠનો તપ કરનારા પાંચસો બીજે પગથિયે અટક્યા હતા અને અઠ્ઠમનો તપ કરનારા પાંચસો ત્રીજે પગથિયે અટક્યા હતા. તે તાપસોએ જ્યારે દૂરથી ભગવાન શ્રી ગૌતમસ્વામીજીને આવતા જોયા, ત્યારે તેઓને એમ થયું કે, આટલા આટલા સમય સુધી તપ ક૨વા છતાં જો આપણે નથી ચડી શકતા, તો આ કે જે શરીરે મજબૂત છે, તે કેમ ચડી શકશે ? પણ ભગવાન શ્રી ગૌતમસ્વામીજી તો લબ્ધિના બળથી ચડી ગયા; એ જોઈને એ પંદરસોય તાપસોને એમ થયું કે, ‘જરૂ૨ આ કોઈ અદ્ભુત શક્તિસંપન્ન મહાત્મા છે, માટે હવે તો એમનું જ શરણ ! આ રીતે એ મહાપુરુષના પહેલાં કેવળજ્ઞાન પામી ગયા. જો તે તાપસો ‘કોઈ ઇંદ્રજાળીઓ હશે !' એમ કહેત અને શ૨ણે ન જાત તો ૨વડી જ મરત; આથી જ આપણે કહેવું પડે છે કે, ‘આપમતિ'નો દુરાગ્રહ છોડી આ પ્રવચનરૂપ આગમનું શરણ સ્વીકારવું એ જ શ્રેયસ્કર છે. સદ્ગુદ્ધિ નથી માટે જ ભટકો છો ! આપમતિને દૂર કરી અનંતજ્ઞાનીના શાસનને સ્વીકારનારના અંતરમાં અયોગ્ય પ્રશ્નો ઊભા થવાનો સંભવ જ નથી રહેતો. પાપપ્રવૃત્તિને પાપપ્રવૃત્તિ તરીકે સ્વીકા૨વાની સ૨ળતા પણ જેના અંતરમાં ન હોય, તે પોતામાં જૈનત્વ હોવાની વાતો કરે, એ વંધ્યાને પુત્ર હોવાની વાતો કરનારા છે. આવા માણસો વાત વાતમાં એવું ધ્વનિત કરે છે કે, ‘શું અમારામાં બુદ્ધિ નથી ?' આ પ્રશ્નના ઉત્તરમાં આપણે એ જ કહેવું પડે તેમ છે કે, ‘સુબુદ્ધિ નથી, માટે તો સાધન હોવા છતાં ભટકો છો નહિ તો તમારી આ દશા હોત જ શું કામ ?' તમારી દૃષ્ટિએ એક ઇતિહાસકાર સાચો અને કેવલ નિઃસ્પૃહપણે ઉપકાર કરનારા શાસ્ત્રકારો ખોટા ! મહિને સો રૂપિયા લઈને એક-બે આર્ટિકલ લખનારા સાચા અને ઘરબાર છોડી ત્યાગી થઈ એકાંતે ઉપકાર કરનારા ખોટા !! આવી દૃષ્ટિવાળા તમે તમારી જાતને કઈ રીતે સુબુદ્ધિવાળા માનો છો ? Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૩ : આપતિ તારક ! આગમમતિ તારક ! -23 જે સ્થાને મરજી મુજબ બેસવું છે ત્યાં પૂછવું શું ? રાજ્ય કરવું કે નહિ, ગૃહસ્થાઈ કરવી કે નહિ, અમુક સ્થાને બેસવું કે નહિ, એ બધું કહેવા જૈનશાસન બંધાયેલું નથી. શ્રી જૈનશાસન તો સાફ સાફ કહે છે કે, ‘સંસાર અસાર છે, આયુષ્ય ચંચલ છે, જગતના પદાર્થો અનિત્ય છે તથા આત્માથી પર છે, માટે સર્વવિરતિધર થવું જોઈએ, સર્વવિરતિધર ન થવાય તો દેશિવરતિધર થવું જોઈએ અને તે પણ ન થવાય તો સમ્યગ્દષ્ટિ વગેરે થવું જોઈએ.' જે શાસન એ પ્રમાણે સ્પષ્ટ વાત કહે, તે શાસનમાં ‘હું રાજા વગેરે થઉં કે નહિ ?’ આવા આવા પ્રશ્નો કરવા એનો અર્થ શો ? જેને રાજ્યાદિકનો લોભ ન છૂટતો હોય, ભોગની ગુલામી ગમતી હોય, તેનું તે જાણે; પણ એ વાતોના પ્રશ્નો અહીં શા માટે ? જૈનપણું ક્યારે ટકે ? સભા આવું આવું કોણ પૂછે છે ? ‘જૈન ધર્મપ્રકાશ'માં સૉલિસિટર મોતીચંદ ગિરધરભાઈ કોઈ વ્યક્તિની ઓથમાં રહીને પૂછે છે ! એમના જેવા માણસો સિવાય સાધુપુરુષોની છૂટથી અવગણના બીજું કોણ કરે ? છૂટથી સાધુપુરુષોને નિંદવાનું કામ બીજાઓ પ્રાયઃ ન કરી શકે ! 273 ૨૭૩ એ વાત સાચી છે કે, શ્રી જૈનશાસનમાં થયેલા શ્રીકુમારપાલ, રાજા હોવા છતાં અને શ્રી વસ્તુપાલ, તેજપાલ તથા વિમલશા મંત્રીવર હોવા છતાં, એમનું જૈનત્વ રહ્યું છે. કોઈ પૂછે કે, ‘રાજ્યાદિ ક૨વા છતાં એમનું જૈનત્વ કેમ ન ગયું ?’ તો જવાબ એ છે કે, “મહારાજા શ્રીકુમારપાળ રાજા હોવા છતાં પણ તે પુણ્યાત્મા ‘રાજ્ય એ જ સર્વસ્વ છે, રાજ્યમાં કલ્યાણ છે, બધાએ રાજ્ય ક૨વું જ જોઈએ' એમ નહોતા કહેતા કે નહોતા માનતા. મંત્રીશ્વર વસ્તુપાળ, તેજપાળ તથા વિમળશા પણ એ પદવીને વખાણતા નહોતા. ભરત મહારાજા તો પ્રભુના શાસનમાં પહેલે નંબરે છે ને ? હા, તો એ શાથી ? છ ખંડના માલિક હતા માટે ? નહિ જ, કારણ કે, જ્યારે શ્રી બાહુબલિજી સાથેના યુદ્ધમાં હાર્યા ત્યારે તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે “રાજ્ય એ સંસારરૂપી વૃક્ષનું બીજ છે, એમ જે ન માને તે અધમ છે અને તેઓમાં પણ હું અધમ છું; કારણ કે, જાણવા છતાં પણ છોડી શકતો નથી.” ૧. રાખ્યું મવતરોર્નીન, ચેન નાનન્તિ તેડથમાઃ । तेभ्योऽप्यहं विशिष्ये, तदजहानो विदन्नपि ।।७५२ ।। - ત્રિષષ્ટિ, શ. પુ. ચ. પર્વ-૧, સર્ગ-૫ | Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - આ ભાવનાના યોગે જ એ જૈન કહેવાણા. “ગાદીએ બેસવું કે નહિ ?' એવું એ પ્રભુને કે પ્રભુના મુનિને પૂછવા નહોતા ગયા અને જ્યારે ભરત મહારાજાના અઠ્ઠાણું ભાઈઓ પૂછવા ગયા, ત્યારે ભગવાને જુદી જ વાત કહી અને તે એ કે તમે બોધ પામો, કેમ બોધ નથી પામતા ? રત્નત્રયીની પ્રાપ્તિરૂપ જે સંબોધિ, તે ધર્મ નહિ આચરનાર આત્માઓ માટે પરલોકમાં દુર્લભ જ છે.” - . આ રીતે અનેક પ્રકારે ઉપદેશ આપી એ અઠ્ઠાણુંય પુત્રોને રાજ્યાદિકનો ત્યાગ કરાવી પરમ સંયમધર બનાવ્યા. આથી સ્પષ્ટ જ છે કે, જેઓ રાજ્યાદિ સમગ્ર સંસારને ત્યાજ્ય માને અને એક મુકિતના જ ઇરાદે સંયમધર થાય અગર સંયમને ઉપાદેય માને તેનામાં જ જૈનત્વ ટકે. સંસારને ઉપાદેય માની રાજ્યાદિકની પ્રાપ્તિમાં ઉદય માનનારા અને સંયમ આદિનો રાજ્યાદિની પ્રાપ્તિ માટે ઉપયોગ કરનારા જૈનત્વથી ઘણા જ દૂર છે ! એવાઓએ “જૈન” અને તે પણ “જાણકાર જૈન' હોવાનો દાવો કરી જૈનત્વને ટકાવવાના પ્રશ્ન કરવા, એ એક જાતની જાળ બિછાવવા જેવું નથી શું ? અને એ જાળને અખંડિત રાખવા માટે સાધુપુરુષોને અજ્ઞાન તરીકે ચીતરવા, એ ભયંકર નીચતા ખરી કે નહિ ? અને સાધુપુરુષોને આરંભના અખતરાઓ કરવાના પ્રશ્નો કરવા એ તો “અબુધચક્રવર્તિતા છે એમ કહેવું શું વધારે પડતું છે? સાધુપુરુષો આગળ મહાવ્રતોની, અણુવ્રતોની, સમ્યગુદર્શનની અને માર્ગાનુસારિતાદિકની ચર્ચા કરવાને બદલે, જાણકાર જૈન કહેવરાવીને કોઈ જુદી જ ચર્ચાઓ ઊભી કરવી, એ શું નાનીસૂની અજ્ઞાનતા છે ? જૈનત્વ તે પાપના વિરામમાં છે કે પાપની પ્રવૃત્તિમાં છે. સર્વવિરતિ, દેશવિરતિ અને સમ્યગુદર્શનમાં જૈનત્વ છે કે રાજ્યાદિની પ્રવૃત્તિમાં જૈનત્વ છે ? જેમાં જૈનત્વ છે, તેની તો ચિંતા જ નહિ અને આડીઅવળી ચર્ચામાં રસનો પાર નહિ, એ જ -જૈનત્વનો અભાવ સૂચવનાર વસ્તુ છે. શ્રી જૈનદર્શન કોઈને મારવાનું કહેતું જ નથીઃ ખરેખર, વાદ પણ તત્ત્વના અર્થીની સાથે થઈ શકે છે; નહિ કે વિતંડાવાદીની સાથે ! શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં ધર્મ માનનારા, કોઈપણ જીવને મારવાની ૧. “સંયુક્ત જિંર કુદ, સંવોદિ ઘણુ વેવ કુવા " - શ્રી વેરાગ્યશતક લોક ૭૩ Page #296 -------------------------------------------------------------------------- ________________ 275 - ૨૩ : આપમતિ તારક ! આગમમતિ તારક ! - 23 - ૨૭૫ છૂટ, આ શાસન પાસે માંગે એ ઓછી તાજુબીની વાત છે? હિંસાની છૂટ છે કે નહિ ?' આ પ્રશ્નને જ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં સ્થાન નથી. પાપ માત્રનો અભાવ કરવા સરજાયેલા શ્રી જૈનદર્શનમાં કોઈને પણ મારવાની છૂટ કેમ હોય ? હા, સર્વની હિંસાથી બચવાનું વિધાન શ્રી જૈનદર્શનમાં છે. માટે “મારવું એ પાપ છે પણ છૂટતું નથી' એમ કહે તો હજી પણ જૈનત્વ ટકે પણ “મારવાની છૂટ છે કે, નહિ ?” એમ પૂછે ત્યાં શું ? જૈનધર્મ કોઈને મારવાનું કે, પાપકંપનીઓમાં જોડાવાનું કે, એવું એવું કાંઈ પણ કરવાનું કહેતું જ નથી. એ તો કહે છે કે, સંસારથી છૂટવામાં ધર્મ છે ! સંસાર માત્રને શ્રી જૈનદર્શન ખોટો કહે છે. માતા-પિતાના મોહને પણ ખોટો માનવાનું કહે છે ! રાગદ્વેષને સર્વ પ્રકારે તજવાનું કહે છે, દુશ્મન પ્રત્યે પણ દ્વેષ ન જોઈએ, એમ જૈનદર્શન તો કહે છે.' - કોઈ એમ કહે છે કે, “દેશવિરતિધરને તો દુશ્મનને (અપરાધીને) મારવાની છૂટ છે ને ? એને એમ કહેજો કે, એ ફૂટ જૈનદર્શનની નથી, પણ સર્વવિરતિના સ્વીકાર માટે અશક્ત એવા દેશવિરતિ થનારે એ છૂટ રાખી છે; આથી જ અને એવાં અન્ય અન્ય કારણોથી, ગમે તેવા પણ ગૃહસ્થધર્મને સાધુધર્મરૂપ મેરૂની આગળ, સરસવના દાણાની ઉપમા આપી છે. જો દુનિયાદારીમાં જોડનારી ક્રિયાઓમાં ધર્મ જ હોત, તો જ્ઞાની પુરુષો એક સામાન્યમાં સામાન્ય સાધુના ધર્મને પણ મેરૂની ઉપમા આપી ઊંચામાં ઊંચા . ગૃહસ્થના ધર્મને પણ સરસવની ઉપમા શું કામ આપત ?. વધુમાં, ઊંચા પણ * ગૃહસ્થને ઉપકારી પુરુષોએ તપાવેલા લોઢાના ગોળાની ઉપમા આપી છે, કારણ કે, તે ગમે તેવો તો પણ સદાને માટે છયે કાયના જીવોની વિરાધના જ કરનારો છે. એની એક પણ વ્યવહારિક પ્રવૃત્તિ, છ કાયની વિરાધના વિના શક્ય નથી, - આ જ કારણે ઉપકારી પુરુષોએ કહ્યું કે, “દેશવિરતિધર પણ જો સર્વવિરતિની લાલસા ન ધરાવે, તો તેની દેશવિરતિ પણ સાચી નથી. ભોળાઓને ફસાવવાની જાળ ? પણ આજે તો એવા પણ દુનિયાદારીની પ્રવૃત્તિમાં મૂંઝાયેલા પડ્યા છે કે, જેઓ પોતાની મહત્તા જાળવવા માટે “આજે કોઈ ગુરુ નથી અને હું જે કહું છું તે અનુભવસિદ્ધ કહું છું.” આ પ્રમાણે કહેતાં પણ અચકાતા નથી. ખરેખર, આ એક જાતની ભોળાઓને ભરમાવવાની ચાલબાજી છે. આવી ચાલબાજીથી જેઓ ની ૧. સેશવિરાિરઃ સર્વવિરતિપરિણામ: - જો શાત્રવૃત્તિ છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ જનતાને ભરમાવી દેવ, ગુરુ અને ધર્મથી વંચિત બનાવવા પ્રયત્નો કરે છે તેવા સ્વાર્થી આત્માઓ ખરેખર જનતાને ફસાવવાનો પ્રયત્ન કરનારા છે. 276 ‘ધર્મપ્રિય’ની મૂંઝવણના નામે મૂંઝવણની કાર્યવાહી કરવી અને પોતાની સ્વાર્થસિદ્ધિ માટે જનતાને સાધુપુરુષોના સંસર્ગથી અલગ કરવાનો પ્રયત્ન ક૨વો, એના જેવી ભયંકર અધમતા બીજી કઈ હોઈ શકે ? અને જનતાના શ્રેય માટે એવી અધમતાનો ઘટસ્ફોટ કરવો, એના જેવી એક પણ ઉત્તમતા નથી અધમ આત્માઓની અધમતાનો ઘટસ્ફોટ કરવામાં ગમે તેવી આપત્તિ આવે તો પણ એને સહી લેવા માટે કલ્યાણની કામનાવાળાઓએ સજ્જ જ રહેવું જોઈએ. પારધીઓ જેમ માછલાંઓને પકડવા જાળ બિછાવે છે, તેમ અર્ધમ આત્માઓ પણ ભદ્રિક આત્માઓને ફસાવવા માટે જાળ બિછાવે છે. વાતોમાં પ્રથમ તો એવી વૈરાગ્યની વાતો છાંટે કે, સામાન્ય આત્મા તો અંજાઈ જ જાય, પણ પરીક્ષક તો એકદમ પારખી જ છે. સાચા ઝવેરીને ‘સાચું મોતી કયું અને એબીયલ મોતી કયું ?’ એ પરખતાં વાર નથી લાગતી. તેઓ તો એકદમ પરખી જ લે છે કે, ‘આ મોતી સાચું છે અને આ મોતી બનાવટી છે. મોતીનું એક દૃષ્ટાંત એક રાજસભામાં એકવાર ત્રણ મોતી આવ્યાં; રાજાએ પરીક્ષક ગણાતાઓને પરીક્ષા કરવા બોલવ્યા. મોતીના પરીક્ષકોએ એક મોતીની કિંમત એક લાખની કરી, બીજાની દશ હજારની કરી અનેં ત્રીજા મોતીને કિંમત વિનાનું, તદ્દન નકામું જ જણાવ્યું. એમાં એક હોશિયાર ઝવેરી બેઠો હતો. એને આ કિંમત ન ગમી; મનમાં મૂંઝાયો. પણ એને એમ થયું કે, આ બધા આમ કહે છે. ત્યાં એકલો હું શું કહું ? બહુમતી ખરીને ! શાસ્ત્ર કહે છે કે, અજ્ઞાનીઓની બહુમતી ન ચાલે, એક જણ કહે છે કે, ‘વાત ખોટી પણ લાગે, તો પણ બહુમતીથી મંજૂર કરવી’ હું કહું છું કે, ‘જો તમે ખરેખર જૈન હો તો તમારાથી એમ કરી શકાય નહિ. જૈનશાસનમાં આવી બહુમતીની ફૂટી કોડીની પણ કિંમત નથી.’ પેલા ઝવેરીએ મોઢું બગાડ્યું; રાજા જોઈ ગયો. રાજાને વિચાર થયો કે, ‘મોઢું બગાડવામાં ગહન હેતુ છે; પણ એ બોલી શકતો નથી; એથી મૂંઝવણ થાય છે; માટે કોઈ હેતુ જરૂર છે.’ રાજાએ એને પણ પૂછ્યું કે, ‘તમે કેમ બોલ્તા નથી ? તમે તમારો મત આપો ! વાજબી લાગશે તો સ્વીકારવામાં વાંધો નથી !' પેલો કહે કે, ‘આ બધા આમ બોલે ત્યાં હું શું કહું ?' Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૩ : આપતિ તારક ! આગમમતિ તારક ! - 23 રાજા કહે કે, ‘એવો અહીં કાયદો નથી, માટે નિઃસંકોચપણે તમે તમારો મત કહો !’ 277 ૨૭૭ પછી પેલો ઝવેરી જણાવે છે કે, ‘આ પહેલું મોતી, જેની કિંમત લાખ રૂપિયાની જણાવવામાં આવે છે, એને ભૂલેચૂકે પણ રાખશો નહિ; એની ફૂટી કોડીની પણ કિંમત નથી; ફૂટી કોડી આપીને પણ એ લેવા જેવું નથી; એ મોતી જ્યાં જાય ત્યાં બધું જ સાફ કરે એવું છે. બીજું મોતી, જેના દશ હજાર કહે છે; એ ઠીક છે. એના બે હજાર ઓછા કે વત્તા ગમે તે આપો એ તમારી મરજી; પણ ત્રીજું મોતી, કે જેને કિંમત વગરનું (નકામું) કહે છે, તે ખરેખર અમૂલ્ય એટલે કે કિંમૃત જ ન થઈ શકે તેવું છે; એને કોઈપણ રીતે જવા દેશો નહિ. માંગે તેટલું દ્રવ્ય આંપીને પણ એને લેજો ! બીજા મોતી માટે લાંબી પંચાત ન કરી, રાજાને ત્યાં એવા હિસાબ ન હોય, રાજાના ઝવેરી આ રીતે પૈસાદાર થાય. રાજાને પસંદ પડે એટલે એની કિંમત પાંચ હજાર, દસ હજાર જે કહે તે આપી દે; એ તો રાજા ! ચશ્માવાળાને ત્યાં પણ સામાન્ય આદમીને પાંચમાં મળે, એ જ ચશ્માના મોટા પાસેથી સો રૂપિયા પણ લે. મોટાને જુવે કે તરત કહે કે, ‘આપના જેવા માટે જ આ તો રાખેલાં છે, ખાસ પેબલનાં છે.’ પેંલા ઝવેરીને રાજાએ પરીક્ષા માટે પૂછ્યું, તરત ઝવેરીએ ચોખાનો ભરેલો થાંળ મંગાવ્યો, તેમાં પેલું છેલ્લું મોતી મૂક્યું કે, જેથી કોઈપણ પક્ષી એ થાળમાંના ચોખા ન લઈ શકયું; માત્ર થાળની ચારે બાજુ પ્રદક્ષિણા કર્યા કરી, પછી એ મોતી કાઢી લઈને પહેલું મોતી મૂક્યું કે તરત જ પક્ષીઓ બધા જ ચોખા ખાઈ ગયાં. પેલા ઝવેરીએ કહ્યું કે, આ રીતે ‘જે પહેલું મોતી છે, તે ભંડારમાં મૂક્યું તો બધું સાફ થઈ જશે અને છેલ્લું મોતી મૂકશો તો સઘળાનું રક્ષણ અને વૃદ્ધિ થશે.’ આ દૃષ્ટાંત ઉપરથી વસ્તુ માત્રના પરીક્ષક બની માત્ર મતિકલ્પનાથી શ્રેય ન માનતાં, અનંતજ્ઞાનીઓની આજ્ઞાને અનુસરતું જીવન બનાવવાનો પરિશ્રમ કરવો એ જ ઇષ્ટ છે; કારણ કે, એમાં જ આત્માનું સાચું શ્રેય છે, આથી કલ્યાણના અર્થ આત્માએ, આજની કોઈપણ શબ્દમાત્રથી મોહક દેખાતી વાજ્રાળમાં ન ફસી જવાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૪ : કોના અંતરનો અવાજ મનાય ? વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, પોષ સુદ-૭, મંગળવાર, તા. ૭-૧-૧૯૩૦ બનાવટી સંઘની કિંમત કેટલી ? નિરંકુશ ટોળાંના નાયકોની કફોડી દશા ! • સુધારાઓ કરી શકાય કે કેમ? • અંતરઅવાજ, કોનો મનાય ? સમાનવાદના સિદ્ધાંતની પોકળતા : સુધારાના નામે પાપપ્રચાર ન કરો! શ્રી જૈનશાસનની દૃષ્ટિએ પરોપકાર : આર્તધ્યાન વધે કે રૌદ્રધ્યાન ? બનાવટી સંઘની કિંમત કેટલી ? સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજીએ, શ્રી નંદીસૂત્રના મંગલાચરણમાં શ્રી તીર્થંકરદેવ પછી શ્રીસંઘને પૂજ્યકોટિનો કહી, આઠ રૂપકથી સ્તવના કરી છે જેમાંનાં સાત રૂપકો તો આપણે જોઈ ગયા; હવે આઠમું અને છેલ્લું રૂપક મેરૂનું છે. શ્રીમેરૂ પર્વત જેમ આખા લોકની મર્યાદા કરનાર છે, આખા લોકની શોભારૂપ છે અને શાશ્વત છે, તેમ શ્રીસંઘ પણ આખા લોકની મર્યાદા કરનાર છે, સમગ્ર લોકમાં શોભરૂપ છે અને મહાવિદેહ ક્ષેત્રમાં શાશ્વત છે; શાશ્વત ચીજનો નાશ કોઈ કાળે થતો નથી. પૂજ્ય શ્રીસંઘ પણ સદૈવ શાશ્વત કોટિનો છે. સુંદરતા શ્રીસંઘમાં છે, સર્વત્ર મધ્યવર્તિતા શ્રીસંઘમાં છે. બધાની યોગ્ય વ્યવસ્થા કરનાર શ્રીસંઘ છે, બધા નયોનો સમન્વય કરી સર્વને સુંદર અને સુસ્થિત બનાવનાર શ્રીસંઘ છે, ખરાબ માત્રને દૂર કરી, જેટલું સારું હોય તેટલું તમામ સંગ્રહિત કરનાર પણ શ્રીસંઘ છે. શ્રીસંઘમાં ઘાલમેલ ન નભે. શ્રીસંઘ તો વસ્તુને વસ્તુગતે પ્રકાશિત કર્યા વિના રહે જ નહિ. આ એનો મોટામાં મોટો ગુણ છે. એનામાં મંદી ત્રુટિ ન આવે. એક પણ અયોગ્ય વસ્તુને શ્રીસંઘ સંઘરે નહિ (સંગ્રહે નહિ). પ્રભુનો Page #300 -------------------------------------------------------------------------- ________________ 279 * -- - ૨૪ : કોના અંતરનો અવાજ મનાય ? – 24 - ૨૭૯ સ્થાપેલો શ્રીસંઘ તે આ પ્રકારનું હોય ! શ્રી તીર્થંકરદેવ પછી પૂજ્ય કોટિનો શ્રીસંઘ તે પ્રભુનો સ્થાપેલો જોઈએ, બનાવટી નહિ જ ! પ્રભુએ જે ઉદ્દેશ, જે ધોરણ, જે કાર્યવાહી ઘડી, તે મુજબ ચાલનારો એ જ ભગવાનનો સંઘ ! પોતાની કલ્પના મુજબ નવું ઘડનારો ભગવાનનો સંઘ ન હોય, ચોમાસામાં સ્વયમેવ અળસિયાં પ્રગટે અને સૂર્યના તાપથી સાફ થઈ જાય, એ રીતે જે પોતાની મેળે ફાટી ફૂટી નીકળેલા હોય તે પ્રભુના સંઘમાં ન ગણાય. એ અળશિયાનું સત્ત્વ કેટલું? સૂર્યનો તાપ ન રહી શકે એટલું !મતિકલ્પનાથી ફૂટી નીકળેલા પોતે પોતાને સંઘ કહેવરાવે, તેવાઓની અળશિયાંથી વધારે કિંમત નથી. અળશિયાં પાકે ઘણાં, પણ ટકે નહિ એકે ! પાકે તો એટલાં બધાં કે, સારા માણસને પગ મૂકવો ભારે પડે, પણ એની હયાતી અલ્પકાળ સુધીની જ !એ ગમે તેટલાં ફાટી નીકળે તો પણ મૂંઝાવું નહિ!જ્યાં ત્યાં એનો વાસ હોય તોય ગભરાવું નહિ, એમ ન હોય તો એ અળશિયા ન કહેવાય ! નામ તેવા ગુણ હોય. અહીં જે વર્ણન ચાલે છે, તે પ્રભુએ સ્થાપેલા શ્રીસંઘનું; પણ પોતાની મેળે બહાર આવેલાનું વર્ણન આ નથી. “અમે સંઘ, અમે સંઘ !!! નો પોકાર કર્યા કરનારાઓનું આ વર્ણન નથી. પ્રભુનો સંઘ એમ બોલતો નથી, એ તો એના વર્તાવથી જ ઓળખાય છે. એમને કોઈ માનતું નથી માટે એમને એવો પોકાર કરવો પડે છે. અળશિયાં જેટલા ફણીધર દેખાય તો ? પણ એ તો બને જ નહિ. અળશિયાં જ બધે ફૂટી નીકળે, પણ એની તાકાત કેટલી ? રીતસર ખસી પણ ન શકે; મોટે ભાગે તો બિચારાં ત્યાં ને ત્યાં જ શમી જાય ! નિરંકુશ ટોળાંના નાયકોની કફોડી દશા! એલફેલ બોલનાર, પોતાની મરજી મુજબ ચાલનાર તથા મનફાવતી વાતો કરનારનું વર્ણન કરવા શાસ્ત્રકારો નવરા નથી. વર્ણન તો તેનું થાય કે જેની એકસરખી મર્યાદા હોય, જેની રીતિ-નીતિ એકસરખી હોય, જે ઉત્તમ વર્તુળમાં ' ગોઠવાયેલો હોય, જે અંકુશમાં હોય ! અંકુશ વિનાનાનાં વર્ણન શાં? અહીં પ્રભુએ સ્થાપેલા સંઘનું વર્ણન ચાલે છે, પોતાની જાતે પોતાને સંઘ તરીકે ઓળખાવનારનું વર્ણન નથી ચાલતું. પોતાની જાતે “સંઘ-સંઘના પોકાર કરનારા એ બનાવટી છે. જુવાનિયાઓ ધારે તો યુગ૫રિવર્તન કરે, ધાર્યું કામ આપે, કેમ કે, ચડતું લોહી છે, પણ એ લોહી ઉપર અંકુશ હોય તો ! આજે એ લોહીનો પ્રવાહ યોગ્ય દિશામાં નથી રહેતો. શરીરમાં ઘા ન પડે ત્યાં સુધી લોહી બરાબર વહે, પણ ઘા પડે એટલે લોહી વહી જાય. જેમ જેમ લોહી વહે તેમ તેમ શરીર અશક્ત થાય. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ આજના ઉચ્છંખલ જુવાનિયાઓનું લોહી વેગબંધ વહે છે, પણ છિદ્ર બહાર વહે છે. શરીરમાં લોહી બંધનથી ફરે છે માટે શરીર ટકે છે; લોહી પણ અંકુશની બહાર જાય અને આડે માર્ગે વહેવા માંડે કે, બે-ચાર દિવસમાં ખોખું (શરીર) સાફ થાય. આજે જુવાનિયાઓનું લોહી એ રીતે વહી રહ્યું છે. 280 એ કહે છે કે, અંકુશ ન પાલવે. અંકુશ વિનાનાના નાયક બનવું હોય, એણે પણ એમના બનીને રહેવું હોય, તો જ એ નાયકપદે ટકે. અમે કહીએ છીએ કે, જેના નાયક બનવું હોય, તેના ઉપર અંકુશ મૂકો ! પછી નાયક બનો. જો એ અંકુશ સ્વીકારે તો એમના નાયક બનો. જો એ અકુંશ ન સ્વીકારે તો એમના નાયક થવાની ના પાડો, ભટકવા દ્યો. જેને એવાના ગુરુ બનવું હોય, તેણે ‘એ કહે તેમ કરવું' એમ લખી આપવું પડે, તો જ ગુરુ બની શકે. સાચા સાધુઓએ તો એવાઓના ગુરુ થવાની ઇચ્છા ન જ રાખવી જોઈએ. તેઓ કહે કે, ‘અમે તમને ન માનીએ' તો સાચા સાધુઓએ કહી દેવું જોઈએ કે, અમે એ જ ઇચ્છીએ છીએ, કારણ કે, તમારા જેવા આગમના અંકુશને અને તારક મહાપુરુષોને નહિ માનનારાઓ અમને ન માને, એમાં જ અમારી સાધુતા છે ! સાચા સાધુઓ સાથે તેઓનો મેળ મળે જ નહિ. કેમ કે, સાધુઓને અંકુશમાં રહેવાનું છે અને તેઓને અંકુશની બહાર રહે છે, એવા નિરંકુશોના નમસ્કાર પણ ભયંકર છે. એવાઓના નમસ્કારથી રાચવું, એ આત્મકલ્યાણનો સંહાર કરવા બરાબર છે. અંકુશ વિનાનાના નાયક બનવું એના કરતાં ‘નાયક’ નામ વિનાના રહેવું વધારે સારું છે. તમે કયા કુટુંબની માલિકી ઇચ્છો ? ચોટ્ટાની કે શાહુકારની ? કુટુંબમાં પાંચ ભાઈ હોય, પચ્ચીસ દીકરા હોય, વહુઓ હોય, એમાં કોઈ ચોર હોય, બદમાશ હોય, ખૂની હોય, એના નાયકની શું દશા થાય ? અધર્મીઓ, અધર્મ કરી આવે ને ભોગ નાયકના ! એવા કુપુત્રોના પ્રતાપે લાખ જાય ને નામ આગેવાનનું લેવાય ! પેલો ના કહે તો સામેવાળા કહે કે, “બાપ શું કામ થયા હતા ? વડીલ કેમ થયા હતા ? પેઢીમાં નામ કેમ રાખ્યું હતું ? આથી સાચા સાધુઓએ સ્વચ્છંદીપણે વર્તનારાઓના ગુરુ બનવાની લાલસા છોડી દેવી જોઈએ; એવાઓ ‘ન નમીએ' એમ કહે એ જ ઠીક ! એમાં જ સાધુઓ સમજે કે, અમારામાં કાંઈ છે. જો એવાઓ નમતા આવે, તો તો પોતાની જાત ઉપર શંકા આવે, કેમ કે, એ નમ્યા કેમ ? ભૂલેચૂકે એમને ફાવતું કાંઈક અમારાથી થઈ ગયું હોય, એવી શંકા આવે. લૂંટારો જો પોતાને નમતો આવે, તો સાચા શાહુકારને તો મૂંઝવણ થાય કે, આ Page #302 -------------------------------------------------------------------------- ________________ 281 ૨૪ : કોના અંતરનો અવાજ મનાય ? – 24 ૨૮૧ નમતો કેમ આવ્યો ? અને જોનારો ત્રીજો માણસ પણ માને કે, આનો ભાગ-બાગ હશે ? ગુરુતા યોગ્યની હોય, અયોગ્યની ગુરુતા ન જોઈએ ! આજે જે બળ છે, એનો ઉપયોગ ઊંધે માર્ગે થઈ રહ્યો છે. એમના નાયક બનનારા એક દિવસ પસ્તાવાના છે. કાં તો એના જેવા થવાના, અગર તો પસ્તાવાના ! કાં તો ભેગા ભળવાના, નહિ તો ત્રિશંકુ બનવાના ! અહીંથી તો ગયા અને ત્યાંથી એ જવાના ! સુધારાઓ કરી શકાય કે કેમ ? ―――― અનાદિકાળથી સુધારાને સ્થાન છે અને સુધારાને અવકાશ સદા રહેવાનો ! પણ આ લોકો સુધારક જ નથી. આ લોકો સુધારાના નામે જે વાત કરી રહ્યા છે, તે સુધારકના નામને છાજતી નથી. વસ્તુ માત્રમાં સુધારાને અવકાશ છે. ધર્મ, એ આત્માને સુધારવા માટે જ છે. આત્માની સુધારણામાં આખી દુનિયાનો સુધારો છે. આત્માની સુધારણાનો કાર્યક્રમ ઘડ્યો કોણે ? અનંત જ્ઞાનીઓએ અને એ આગમમાં ગુંથાયેલો જ છે. સભા એક વાત બીજે જાય, તો પણ ફેરફાર થાય, તો શાસ્ત્રમાં ફેરફાર કેમ નહિ ? વાતો કરનારા તો મરચું-મીઠું ભભરાવનારા હોય છે. એ થોડું સાંભળે ને વધારે ઉમેરે. ગંભીર પેટાવાળા તો લાખ હોય, તો યે વાત એક જ રહે. અગિયારે ગણધ૨દેવોએ દ્વાદશાંગી એકી સાથે રચી, પણ વાત એક જ ! એમાં ભેદ નહિ. ‘સો ડાહ્યાનો એક મત ને સો ગાંડાના એક સો એક મત' એ કહેવત છે. સભા એક મત વધ્યો ક્યાંથી ? વધે જ, કારણ કે, પ્રમુખના બે મત, તાત્પર્ય એ કે, ત્યાં ઊલટો એક મત વધે, ડખો થાય. એવા લોકો પૂરી વાત સાંભળતા જ નથી. બધા પોતાને ડાહ્યા માને છે. બધા જ વક્તા, શ્રોતા કોઈ જ નહિ ! દરેકને બોલવાનું મન થાય ! ‘હું રહી ગયો !' એમ એ બધાને થાય છે. શું બોલવું કે શા માટે બોલવું, એનું પણ તેમને ભાન નથી હોતું. બોલનારને કોઈ કહે કે, ‘બોલવા તો આવ્યા, પણ ધર્મ વિરુદ્ધ ન બોલાય એની કાળજી રાખજો !' એનો ઉત્તર અપાય છે કે, ‘સ્વતંત્રતા વેચીએ ?’ આવો ઉત્તર વક્તાનો હોય ? ‘કલાકોના કલાકો બોલું તો પણ ધર્મ વિરુદ્ધ ન જ આવે’ તે વક્તા એવું કેમ કહેતો નથી ? કારણ કે, એમ બોલવું નથી. હવા ફરે તેમ બોલવું છે. જાત કે તત્ત્વ જોવું નથી, પણ હવા જોવી છે ! ત્યાં થાય શું ? ધર્મ બતાવવા આવેલાને ‘ધર્મ વિરુદ્ધ ન બોલાય' એવું કહેવું પડે, જબાન ઉપર કાબૂ મૂકવાનું કહેવું પડે, એ સ્થિતિ કઈ ? છતાં એ ન માને એનો અર્થ શો ? એ તો Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - એમ કહે કે, “હું અને ધર્મ વિરુદ્ધ' એ બને જ કેમ ? ધર્મ વિરુદ્ધ બોલાય તે પહેલાં તો મરી જાઉં !” સભાઃ ધર્મવિરોધી હોય તો ? હૃદયથી ધર્મવિરુદ્ધ થવાની ઇચ્છાવાળાની સંખ્યા થોડી છે, માટે દયાપાત્ર છે ! ઘણા તો અજ્ઞાન છે, દોરાયા દોરાય છે; માટે દયાપાત્ર છે ! નામચીન મદારી તો પાંચ-દશ-પંદર કે પચાસ જ ! એવાઓ તો સ્વાર્થી છે, યેન કેને. પ્રકારે, એ તો સ્વાર્થ સાધવા માંગે છે અને એમણે બીજાને રમકડાં બનાવ્યાં છે. ડાહ્યા આદમી સુધારો ન માને ?સુધારો તો રોજ ચાલુ જ છે. શરીર, ઘર, . પેઢી, ચોપડા વગેરે સુધારવાનું કામ તો ચાલુ છે. આત્માને સુધારવાનું કામ પણ આજનું નથી, કારણ કે, અનંત જ્ઞાનીઓએ કહેલ છે. એ તો શુદ્ધ જ છે. સો ટચનું સોનું છે. અગ્નિમાં પસાર થઈને નીકળેલું છે. ક્ષપકશ્રેણિ રૂ૫ અગ્નિમાં તમામ કર્મને બાળી સાફ કરીને કેવળજ્ઞાન મેળવ્યું છે. સભાઃ એમ કહેનારને અંધશ્રદ્ધાળુ કહે છે ને? . આમાં કહેલી એક પણ વાતને ખોટી ઠરાવ્યા પછી કહેકે એમ ને એમ ? પોતાને ગમે, તેમ કહે તો કોણ રોકે ? આદમીને ગધેડો કહે, ગધેડાને આદમી રહે, તો એને કોણ ના પાડે છે ? સુધારો કોનું નામ ? જે ક્રિયાથી વિષય-કષાયની વાસના ઘટે, એનું નામ સુધારો છે. જૈનતરોનું પણ અંતિમ ધ્યેય એ છે. જૈનતરો, પણ કહે છે કે, દુનિયાની માયાથી અલગ થઈને પરમાત્મામાં મળી જવું! અંતરઅવાજ કોનો મનાય ? શાસન કે સંઘની સ્થાપના શા માટે ? કોઈ પૂછે કે, “ઘર બાંધું? વેપાર કરું?” તો શાસન, “હા' ન જ કહે. કંપની કાઢવાનું પૂછે તો પણ શાસન તો હા” ન જ કહે. કોઈ એમ કહે કે, “અનીતિ ન કરું? તો કહે કે, “સારી વાત !” નહોતું કરવું પણ થઈ ગયું, પસ્તાવો બહુ થાય છે, તો જૈનત્વ જાય ?' એમ પૂછે તો કહેવું પડે કે, હૃદયમાં દુઃખ થાય છે માટે જૈનત્વ ન જાય ! આ તો એમ પૂછે કે, “પ્રસંગ આવે તો અનીતિ કરવાની છૂટ છે કે નહિ ?” તો ના જ પાડવી પડે. પ્રભુએ શાસનની (સંઘની) સ્થાપના શા માટે કરી, તે નક્કી કરો ! જે લોકો સુધારાની વાતો કરે છે, તેઓને પૂછો કે, શામાં સુધારો કરવો છે ? તેઓ કહેશે કે, “ભગવાનના ધર્મમાં ?' સભાઃ ના, એમ કહે છે કે, સમાજમાં. એમને પૂછો કે, “સમાજ કયે માર્ગે જાય એને સુધારો માનો છો ? એમને Page #304 -------------------------------------------------------------------------- ________________ 28૩ - ૨૪ : કોના અંતરનો અવાજ મનાય ? -24 – ૨૮૩ ઊંડા ઉતારો. એ લોકો જો એમ કહેતા હોય કે, “સમાજમાં અનીતિ બહુ વધી ગઈ છે, ત્યાં સુધારો કરવો છે. વિષયવાસના વધી પડી છે, ત્યાં અંકુશ મૂકવો છે વગેરે,” તો એ બધા સુધારા અમને કબૂલ છે; એમ કહેનાર તો ડાહ્યા છે. એ ભલે પોતે પાપી હોય, ન સુધાર્યો હોય, પણ બીજાને સુધારવા ઇચ્છતો હોય, પોતાનું પાપ કબૂલતો હોય, તો એને પણ જૈનશાસનમાં અધિકાર (સ્થાન) દેવામાં આવે છે. સભા: દ્રવ્યની પીડાથી શ્રાવકો પીડાય છે; એમ કહે છે. માટે તો સાધર્મિક ભક્તિનું વિધાન કર્યું છે. સાત ક્ષેત્રોમાં શ્રાવક-શ્રાવિકાનું ક્ષેત્ર છે. આપત્તિયોગે ધર્મસાધનમાં સાધર્મિક ઢીલો થતો હોય, તો મદદ કરોને ! એને મદદ કરવાની શાસ્ત્રની છૂટ છે. એને તમારા પોતાનો જેવો સારો બનાવોને ! ના. ક્યાં છે ? જેમ શ્રી જિનમૂર્તિ, શ્રી જિનમંદિર, શ્રી જિનાગમ, સાધુ તથા સાધ્વી એ પાંચ ક્ષેત્રોમાં પૈસાનો સદુપયોગ થાય છે, તેમ શ્રાવકશ્રાવિકા બેયમાં પણ થઈ શકે છે ! ખુશીથી કરવો જોઈએ. શાસ્ત્ર તો મહાગહન છે. શ્રી જિનેશ્વરદેવોની દૃષ્ટિની વિશાળતાની સીમા નથી. અર્થ-કામને એ તો અનર્થકર માનતા હતા, પણ અર્થકામમાં રહેલો, ધર્મ માટે લાયક જ નથી, એમ એ તારકોએ નથી કહ્યું. જો એમ કહે, તો ગૃહસ્થ કોઈ ધર્મી રહે જ નહિ; ધર્મી થાય જ નહિ. એમ એ જાણતા હતા. આ બધું છોડવા જેવું છે, એ વાત તો સાચી જ છે. આથી અર્થ અને કામને છોડવા જેવા માને એ પણ ધર્મી, કેમ કે, અંતે છોડવાનું તો નક્કી છે એમ એ માને છે, છોડીને બધા બંધનથી છૂટવું એ નક્કી છે અને એ માટે પ્રભુએ ધર્મની સ્થાપના કરી છે એમ એ માને; આ કારણે અર્થકામમાં રહેલા ધર્મને લાયક જ નથી એમ ભગવાને કહ્યું નથી. સભાઃ અર્થ કામ મેળવવાની છૂટ નહિ ? નહિ, જ, અર્થકામ અનર્થકર છે; એ ન છૂટે અર્થાત્ એનાથી ન છુટાય ત્યાં સુધી મુક્તિ થઈ શકે તેમ નથી, જેનાથી એ ન છૂટતા હોય, તે પણ એને છોડવા જેવા માને એ જ ધર્મ પાળવા માટે લાયક છે. સભાઃ એ લોકો તો કહે છે કે, અર્થકામ મેળવવાની છૂટ છે. એ લોકો દંભી છે, મૃષાવાદી છે, માયાવી છે, માયામૃષાવાદી છે ! એવાની વાત જવા દ્યો. સુધારાની વાતો હાંકનારને કહો કે, તમારી સ્કીમ રજૂ કરો; ધ્યેય, હેતુઓ ઉદ્દેશો લખીને આપો !” હવે એમની સાથે લેખિત વાત માંગજો, નહિ ફાવે કે તરત તેઓ ફરી જશે. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ 284 સભા પણ દરેકની સ્કીમ જુદી હોય છે. હવે સમજ્યા ! એમની દરેકની સ્કીમ જુદી. સગા ભાઈ, પણ બેયની વાત જુદી ! અહીં આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ જે બોલે તે બધા એક જ વાત બોલે; જે બીજું બોલતા હોય એની વાત જુદી. એનું એ જાણે ! જેને ફેરફાર બોલવું જ હોય, એનો ઉપાય નથી. અહીં તો શ્રી આચારાંગમાં, શ્રી ભગવતીજીમાં, પૂજામાં, કથામાં બધામાં એક જ સૂર ! સુધારકોને કહો કે, ‘આવું તમારું સાહિત્ય લાવો !' સભા અંતરઅવાજની ગુલામી થાય ? અજ્ઞાન હોય ત્યાં સુધી અંતરઅવાજને માન આપવાની છૂટ જ નથી. અજ્ઞાનીને ફાવે તેમ વર્તવાની છૂટ હોય ? તરતાં આવડે નહિ ને પાણીમાં પડતું મૂકે, તો પાતાળમાં જવું પડે ? તરવાની કળા આવડતી હોય તો પણ કાયા મજબૂત હોય તો જ પાણીમાં પડાય. દમિયલ પડે તો શ્વાસ ચઢે, મોંમાં પાણી જાય, હાથપગની શક્તિ મંદ પડે અને ડૂબી જાય; મડદું થઈને બહાર નીકળે. પહેલાં જ્ઞાની થાઓ, પછી અંત૨અવાજ પ્રમાણે વર્તો. કારણ કે, એ અંતર અનંતજ્ઞાનીની આજ્ઞાને અનુસરતું જ હોય. તમારા હાથમાં ચપ્પુ છે, ને બાળકના હાથમાં કેમ નહિ ? એને વાગે, લોહી નીકળે, માટે ન અપાય; કેમ કે, બાળક હજી સમજતું નથી.. તમારા ભાણે મિષ્ટાન્ન, પણ બાળકને નહિ, એને મિષ્ટાન્નની પાસે પણ ન આવવા દેવાય. કેમ કે, ખાય તો માંદો પડે ! હવે તમે આવા સુધરેલાની વાત જવા ઘો ! એમની વાતમાં કાંઈ માલ નથી. ખુદ પોતે બગડેલા છે, પોતે બગડવા ઇચ્છે છે તથા બીજાને બગાડવા ઇચ્છે છે, એ શું સુધારો કરશે ? મંદિર જેમની આંખમાં ખટકે, મૂર્તિ સંગ્રહસ્થાન લાગે, મંદિર તથા મૂર્તિ ખડકલા લાગે, એ શું સુધારો કરશે ? સમાનવાદના સિદ્ધાંતની પોકળતા ઃ કાલ સુધી જેને ‘તું’ કહેવામાં આવતું, તે આજે અગિયાર વાગે એવા સ્થાને બેસે કે, જેને ‘આપ’ કહેવું પડે, નમવું પડે, સલામો ભરવી પડે એનું કારણ શું ? અશુભોદયનો પલટો થયો અને શુભોદય આવ્યો ! એક દિવસ પહેલાંનો પશુપાળ, બીજે દિવસે પૃથ્વીપાળ થાય, એનું કારણ શું ? જેને બીજા ખાવા આપે, એને જ ધનાઢ્યો પણ શિર ઝુકાવે, એનું કારણ શું ? જે લોકો જૈનશાસનને સેવી પોતાની યોગ્યતા પ્રગટ કરે, એને આ શાસનમાં જગ્યા છે; એ ન બને એવું નથી. Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૪ : કોના અંતરનો અવાજ મનાય ? - 24 ૨૮૫ શાસનરસિક થઈને જે યોગ્યતા મેળવે, તેને ‘ભાઈ’ કહીને વળગો ! બાકી લાખ કમાયા વિના લક્ષાધિપતિ શી રીતે કહેવડાવાય ? વગર શાખે આબરૂવાળા શી રીતે કહેવાય ? દેવાળિયાને શાહુકાર બનાવવા માટે એકદમ શાહુકાર પોતાની પેઢી પર એને બેસાડે ? કેવી ગાંડી વાતો છે ! ચોરની પાસે શાહુકારે ઊભું રહેવું પણ ખરાબ છે. એ લોકોને શુભાશુભ કર્મનો ખ્યાલ જ નથી. જાતિ બે પ્રકારની છે; જન્મજાતિ અને ગુણજાતિ. ગુણ આવ્યા પછી જન્મની જાતિ ફરી પણ જાય છે. 285 સભા અને ગુણ ચાલ્યા જાય તો પણ જન્મની જાતિ ફરી જાય ? એ પણ બને ! કુળથી કે જાતિથી જૈન છે, એને અજૈન કોણ કહે છે ? જ્યાં સુધી આડો ફાટે નહિ, ત્યાં સુધી નામનો હોય તો તેવો પણ જૈન તરીકે એ રહેલો જ છે અને રાખેલો જ. છે ! એ જ રીતે બહારનો (ઇત૨) સીધો થાય, તો એને પણ લઈ શકાય છે. જૈનત્વ જેનામાં લાગે તેને લેવાય, એમાં ઇન્કાર નથી. એ લોકોને પૂછો કે, તમારે તમારી જાતને સુધારવી છે કે જાતને બગાડીને પણ એમને સુધા૨વા છે, પોતાની જાતનું જે બગાડે તે સામાનું શું સુધારે ? સારા કુળમાં જન્મ્યા છે; સારા સહવાસમાં છે, સારા લત્તામાં છે, તોયે આચરણાઓના સ્થળે જાય છે, તો પછી શી દશા ? આ સ્થિતિમાં અધમ આચારો આચરે છે, તો પછી હલકાના સહવાસમાં ગયા પછી રહેવાનું શું ? સભા સાહેબ ! મુદ્દો એ છે કે, બધા એવા થાય, પછી કોઈ એમને ખરાબ તો ન કહેને ? હવે સમજ્યા ! એવી દાંડી પીટાવો કે, બધાએ એક સ૨ખા દેખાવું હોય, તો તમામ શાહુકારોએ દેવાળું ફૂંકવું. મરજી છે ? સભા ભરત મહારાજે પણ જમવા આવતા શ્રાવકોની પરીક્ષા કરી હતી. આ લોકોને એ નથી પાલવતું. એ તો શંભુમેળો કરવાનું કહે છે. જૈનશાસનની કર્મથીયરી ફરે તો એ બને, પણ એ તો ‘ન ભૂતો ન ભવિષ્યતિ !' એક કાણો, એક બોબડો, એક લૂલો, એક લંગડો, એક આંધળો, એક દેખતો, એક રાજા, એક શંક, એક ધોળો, એક કાળો, એક આદમી, એક જનાવર, એક ડાહ્યો, એક દીવાનો આ ફેરફાર શાથી ? જો સમાનતા જ હોય; તો બધા ગોરા કેમ નહિ ? એક માના બે દીકરા; તેમાં એક ડાહ્યો અને એક પાગલ એનું કારણ શું ? ત્યાં પાછા એ કર્મ માને છે. સભાઃ માનતા નથી, માનવું પડે છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ – સંઘ સ્વરૂ૫ દર્શન ભાગ-૧ - 296 ) એથી જ હું કહું છું કે, એ લોકોની શબ્દજાળમાં ન મૂંઝાઓ ! એ લોકો તો , કહે છે કે, “સંઘ, મંદિર, મૂર્તિ, ઉજમણાં વગેરેમાં આજ સુધી જે પૈસા ખર્ચા, તે નિરર્થક રીતે પૈસાનું પાણી કર્યું છે, આ દશાવાળા સુધારો શું કરશે ? સુધારાના નામે પાપપ્રચાર ન કરો! જો એમ કહે કે, “મંદિર તથા મૂર્તિને માનું છું, એ તરવાનું સ્થાન છે, પણ એમાં આટલી આટલી ખામી છે' તો એને ડાહ્યો કહીએ, એનું સાંભળીએ; જરૂર " સાંભળીએ, પણ મૂર્તિ વગેરે જોતાંની સાથે જ આંખો કાઢીને કહે કે, “આ શું ખડક્યું છે ?” તો એને કહેવું પડે કે, “બહાર જા ! તારા જેવાની સાથે વાત કરવામાં માંગતા નથી.” જે ભગવાનની મૂર્તિને ખડકલો કહે, તે શું ઉકાળશે ? : એ વાત ખરી છે કે, કેટલીક ક્રિયા અવિધિથી થાય છે, પણ તેટલાં માટે એ વસ્તુ કંઈ ખોટી કહેવાય ? શ્રી ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે, “અવિધિથી કરાતી ક્રિયા કરનારને પણ વિધિની ભાવના હોય તો એવી ક્રિયા પણ – એ ભક્તિ પણ મોક્ષની દૂતી છે. જો વિધિને સ્થાપવાની શક્તિ ન હોય તો અવિધિવાળી ક્રિયા બંધ કરાવી શકાય નહિ. અવિધિનું ખંડન કરવું એ જુદી વાત છે અને એ ક્રિયા બંધ કરાવવી એ જુદી વાત છે. ખામીવાળી પણ સારી ક્રિયા ચાલુ રખાય, બંધ ન કરાય !” ભાંગેલો તૂટેલો વેપાર પણ ચાલુ રખાય, બંધ ન કરાય ! વ્યવહારમાં પણ જે વેપારમાં લાખોની આવક હતી, તેમાં હવે સેંકડોની આવક છે, છતાં ચાલુ રખાય છે અને કહેવાય છે કે, સામાની એ ફરજ છે કે, લાખોની આવકવાળો વેપાર થવાના રસ્તા બતાવે, પણ એ ન બતાવી શકે તો વેપાર ચાલુ રખાવે. પણ બંધ ન કરાવે ! કેમ કે, સેંકડો પણ ન મળે તો પેટનો ખાડો કેમ પુરાય ? એ જ રીતે સુધારો કરનારને, ખામી કાઢનારને કહો કે, “શ્રી જિનેશ્વરદેવે કહેલી વસ્તુ વાજબી છે, એ કબૂલ કર, કલ્યાણકર માન, પછી ખામી બતાવવા ઊભો રહે, તો સાંભળીએ અને એને સુધારવામાં સામેલ પણ થઈએ.” ઘણા કહે છે કે, “તમે વિધવાવિવાહના પ્રશ્નમાં આડા કેમ આવો છો ? હું ૧.xxપ્રથમખ્યા તથવિજ્ઞાનવચિવા પ્રજ્ઞાપનીયસ્થવિધિવોપોનિકુવન્ય તિતસ્ત્ર तादृशानुष्ठानमपि न दोषाय, विधिबहुमानाद् गुर्वाज्ञायोगाच्च तस्य फलतो विधिरूपत्वादिति ।। xxx ये तु गीतार्थाज्ञानिरपेक्षा विध्यभिमानिन इदानीन्तनव्यवहारमुत्सृजन्ति अन्यं च विशुद्धं व्यवहारं सम्पादयितुं न शक्नुवन्ति ते बीजमात्रमप्युच्छिन्दन्तो महादोषभाजो भवन्ति ।। xxx - યોગવિશિા , થા-૨૬-ટી || Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૪ : કોના અંતરનો અવાજ મનાય ? - 24 એમને પૂછું કે, તમારે દોષ ઘટાડવા છે કે બીજું કાંઈ કરવું છે ? ઉત્તમ કુળની વિધવામાં રૂઢ મર્યાદા છે કે, અશુભના યોગથી વૈધવ્ય આવે છે અને વૈધવ્ય આવ્યા પછી પુનઃ પાણિગ્રહણ થાય નહિ; આ મર્યાદા રૂઢ છે, એને તોડાવવામાં લાભ શો છે ? દોષો ઘટાડવામાં સામેલ છું. દોષો આવવાનાં તમામ કારણો વિધવા પાસેથી છીનવી લેવાં, ઉત્તમ કુળમાં જન્મેલી બાઈ વિધવા થઈ, કે એને ઉત્તમ સંસર્ગમાં રહેવાની તમામ યોજના કરી આપવાના, ઉત્તમ સંસર્ગમાં રહેવાના, ઉત્તમ શિક્ષણ આપવાના પ્રબંધો યોજવાના રસ્તા લો ને ! જે ઉત્તમ બાઈઓની ઇચ્છા નથી, તેને બલાત્કારે વિધવાવિવાહ કરાવવા પાછળ પડવું; એનું નામ સુધારો છે ?’ આ તો એવા છે કે, ન પૂછો વાત. 287 ૨૮૭ એક આદમી કહે કે, ‘મારે આનું ખૂન કરવું છે, પણ મારી પાસે ચપ્પુ નથી.’ એટલે ‘લે આ ચપ્પુ, માર અને નથી માર્યું એવી સાક્ષી હું આપીશ !' એમ કહેવું ? આ લોકો એવું કહેનારા છે. ડાહ્યો માણસ તો એનું ચપ્પુ પડાવી લે અને ખૂનના પાપથી બચાવે. હું એવાઓને કહું છું કે, દોષ કાઢવા હોય તો હું તમારી ભેગો છું એ લોકો કહે છે કે, ‘પુરુષ કેમ બે વાર પરણે છે ?' આ બધી વાત મારે એમની સાથે થયેલી પણ છે અને આવા સવાલ-જવાબ થયેલા છે. ‘પુરુષને કેમ હક્ક ?' મેં કહ્યું કે, ‘તમે એ વાત કબૂલ કરો અને ઠરાવ કરો કે, ‘પુરુષે બીજીવાર ન પરણવું !' એટલે એ કહે છે કે, ‘એ તો ન બને !' પોતાને પોતાનું પાપ ચાલુ રાખવું છે અને જેને પાપ નથી કરવું, તેને પાપમાર્ગે ઢસડવા છે, એ ક્યાંનો ન્યાય ? સુધારાની સાથે અમારો અણબનાવ નથી અને કોઈનો પણ ન હોય, પરંતુ સુધારાના નામે પાપપ્રચારની સામે તો અમારો સનાતન વાંધો છે અને રહેવાનો જ ! શ્રી જૈનશાસનની દૃષ્ટિએ પરોપકાર ! સભા વિધવાવિવાહને એ લોકો પરોપકાર કહે છે. ભલે કહે, મોટામાં મોટો પરોપકાર કહે તો પણ ના કોણ પાડે છે ? પરોપકારનો અર્થ શો છે ? શ્રી જૈનશાસન પરોપકાર કોને કહે ? કોઈને મોક્ષના માર્ગે લઈ જવો તે પરોપકાર છે, પણ હૈયા વગરનાઓને આ ન સૂઝે ! એ તો વાત વાતમાં કહે છે કે, ‘આટલાં મંદિર શાં ! આટલી મૂર્તિ શી !' હું પૂછું છું કે, ‘આટલા માળા, બંગલા અને બગીચા શા ?' મંદિર તથા તીર્થો એમની આંખોમાં ખૂંચે છે, પણ માથેરાન નથી ખૂંચતું ! આઠ-આઠ મહિના બંગલા ખાલી રહે છે, ત્યાં પણ હજી બંગલા બંધાવે છે. પૂજામાં કહે છે કે, ‘ચંદન હોય પછી Page #309 -------------------------------------------------------------------------- ________________ 288 ૨૮૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ કેસર શા માટે જોઈએ ?' એમને પોતાને બધું જોઈએ. મોજાં ૫૨ પૉલિશ કરેલાં બૂટ, ગંજીફ્રોક, પહેરણ, ખમીસ, જાકીટ, કોટ, ઓવરકોટ ઝભ્ભા, નેકટાઈ, કોલર, હૅટ બધું જોઈએ ને ! એવાને કહી દેવું જોઈએ કે, ‘તારા જેવા ભિખારીને કેસર ન મળે તો ચાલ્યો જા, પણ જેને મળે છે અને એનાથી ભગવાનની ભક્તિ કરે છે; તેને તો કરવા દે !' હવે તેને સુધારક કહી સ્થાન ન આપો ! ‘તમને ઓળખી લીધા' એમ કહી ઘો ! ‘અભણ દુનિયાનું સત્યાનાશ વાળવા તમે પેદા થયા છો !' એમ એમને સંભળાવી દ્યો ! અરે એવો આદમી બોલવા ઊભો થયેલો હોય, પણ ઊંધું બોલતો હોય તો બેસાડી દેવો જોઈએ. સભા વિચાર ન સાંભળવા ? કચરો ભેગો કરીને વાળવાનું કામ ન કરવું જોઈએ ! સાવરણીનો ઉપયોગ કરવા માટે બહારની ધૂળ લાવીને ઘરમાં શું કામ નાખવી ? હવે એવાઓનાં ભાષણોને, વાતોને, લેખોને મહત્ત્વ ન આપો ! જેનામાં જવાબ દેવાની તાકાત હોય, તે જ એવાને સાંભળે, વગ૨ તાકાતવાળા માટે મનાઈ છે.. તેઓ કહે છે કે, ‘અમે વિધવા-વિવાહની પડખે છીએ.’હું પૂછું કે, તમને પડખે ઊભા રાખ્યા કોણે ? અરજી કોની આવી ? વગર ઊભા રાખે શું કામ ઊભા રહ્યા ?' જૈનસમાજની વિધવાઓની રૂઢ મર્યાદા છે કે, વૈધવ્ય, પાપના યોગે આવે છે. પહેલાં ત્યાગના રાગી ન થયા, વિષય-કષાયમાં રાચ્યામાચ્યા, એનું તો આ પરિણામ છે. એક દૃષ્ટિએ પતિનો વિયોગ એ અશુભોદય છે, પરંતુ જેનું અંતર જૈનત્વની ભાવનાથી વાસિત થયું હોય, એવાને તો એક જ દૃષ્ટિએ એમ પણ લાગે કે, ધર્મ કરવાની અનુકૂળતા મળી ! હવે ધર્મસાધનાની અનુકૂળતા છે, તો ધર્મ સધાવો !' આ મર્યાદાનો શા માટે નાશ કરવો ? હું એવાઓને કહું છું કે, તમારે ઘેર કોઈની અરજી આવી હોય અને તમને તમારા જેવી કોઈ મળી હોય તો બતાવો તો ખરા ! અને એની સાથે તમે તમારું કેમ ફોડી નથી લેતા ? એવાની સાથે એવા થાઓ, તો કોણ ના પાડે છે ? બીજાની લજ્જાનું-મર્યાદાનું લિલામ કરવાનો, બીજાની શાશ્વત મિલકતનું . લિલામ કરવાનો તમને શો અધિકાર છે ? રાજ્ય પણ વેપારીના માલનું લિલામ, અરજી મળ્યા વિના કે તેવા કોઈ કારણ વિના કરતું નથી. ખબર નથી કે, “ખ્ખા મુળોધનનની ।” ? - ‘લજ્જા એ ગુણસમૂહની માતા છે.’ લજ્જાથી તો સેંકડો પાપથી બચાય છે, સેંકડો આત્માઓ પાપથી બચે છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ 229 - ૨૪: કોના અંતરનો અવાજ મનાય? - 24 – ૨૮૯ બાંધીને હોડીમાં નખાય તો એ કિનારે પહોંચે કે નહિ ? લજ્જાથી શીલ પાળે, એમાં હાનિ શી છે ? ઇચ્છા વિના સ્ટીમરમાં બેસાડાય, તો વિલાયત જવાય કે નહિ ? આર્તધ્યાન વધે કે રૌદ્ર ? સભાઃ કહે છે કે, આર્તધ્યાન થાય છે. એવું કહેનારને પહેલું એ તો પૂછો કે, “આર્તધ્યાન' એ શબ્દ લાવ્યો ક્યાંથી ? એ કહેશે કે, “જૈનદર્શનમાંથી !” પછી પૂછો કે, “આર્તધ્યાનના ભેદ કેટલા ?' તરત કહેશે કે, “એ તો જાણતો નથી !” કહી દેશું કે, “જે ચીજ પૂરી જાણતો નથી, એનો તને ઉપદેશ દેવાનો અધિકાર નથી.” એક ચીજ નથી તે મેળવવા ઇચ્છવું, મેળવવાની ક્રિયા કરવી, મેળવવી અને ભોગવવી, એ બધું એકતાનતારૂપ બને તો આર્તધ્યાન છે; વિષયકષાય ભોગવવામાં પણ એકતાનતારૂપ બને તો તે રૌદ્રધ્યાન છે. આઠ આના કમાય ત્યારે ઘાસની ઝૂંપડી ચાલે, પણ બે રૂપિયા કમાય એટલે ઓરડી જોઈએ, વધુ કમાય એટલે બંગલો જોઈએ, એ બધી વાતોમાં માલ નથી. જવા દ્યો એ વાતને ! શ્રી જૈનશાસનની દૃષ્ટિએ સુધારા જુદા છે. આજના સુધારકો સુધારા કરતા નથી, પણ સુધારાના નામે કુધારા કરે છે, માટે એમની સામે આટલું બોલી રહ્યા છીએ. એ લોકો કુપાશ કરે છે, તે સાબિત કરવા તૈયાર છું. સંઘમાં પહેલી સ્થાપના સાધુની છે. સભાઃ આપની ભૂલ ન થાય ? ન થાય ! માટે તો પાનાં જોઉં છું, વારંવાર જોઉં છું, છદ્મસ્થ ભૂલે, પણ ભૂલ ન દેખાય તો કબૂલે, “ન જ ભૂલું એમ છમસ્થ કહે તો પાપી ! છvસ્થ છીએ માટે સર્વજ્ઞને જ શરણે છીએ. પૂર્વાચાર્યોની શક્તિ અમારાથી વધારે હતી, એમનું જ્ઞાન પ્રભાવવંતું હતું, એમ અમે માનીએ છીએ. અમારી ભૂલ માનવા " તૈયાર છીએ, પણ તારક આચાર્યોની ભૂલ કાઢવા અમે તૈયાર નથી. - આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ જેવા પણ એક ઠેકાણે પોતાની મતિમાં વિચારભેદ પડ્યો અને એમાં ગુરુની સંમતિ મળી, તોય પણ કહે છે કે, “આ વાતમાં અમારો વિચાર જુદો છે, એમાં ગુરુની સંમતિ પણ છે, છતાં મહા બુદ્ધિમાન ભાષ્યકાર મહર્ષિનો મત જુદો છે, માટે અમે અમારી વાતને મૂકી દઈએ છીએ. કેમ કે, એ પરમ જ્ઞાનવાન ગંભીર આશયવાળા મહર્ષિ ક્યાં અને અલ્પ બુદ્ધિવાળા અમે ક્યાં !આ સ્થિતિ હતી માટે આ શાસ્ત્રોમાં વિપ્લવ ન થયો. કેટલાક મહાપુરુષોએ પોતાનો વિચારભેદ લખ્યો છે, ત્યાં પણ આગ્રહ Page #311 -------------------------------------------------------------------------- ________________ 290 ૨૯૦ - સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ નથી કર્યો; કહ્યું છે કે, “અમને આમ લાગે છે. પણ તત્ત્વ તુ સ્કિનો વિન્તિા - તત્ત્વ કેવળી જાણે !” જેને પોતાના તારક ઉપર પ્રેમ નથી, જેઓ પોતાના તારકને કલંકિત કરે છે. તેઓ સુધારા શું કરશે ? જે બિચારા આવા ટોળાને આધીન થયા છે, તે પણ જરા જુદું બોલશે એટલે એમને પણ ઉડાવી દેશે એમાંના આ છે. પેલો તો “મિયાં ન રહ્યા ઇધર કા ઔર ન રહ્યા ઉધર કા' એ દશા છે. એ ટોળાના લોકો તો માબાપને પણ છોડી દે એવા છે. ભગવાન છોડ્યા, આચાર્ય છોડ્યા, આગમ છોડ્યા, અને પોતે લખેલું પણ ભૂલવું પડ્યું, લીંપણ કરવું પડ્યું. આ દશા , આવી! પહેલાં લખેલું તે આ જ આશયથી લખેલું એમ હવે કહેવું પડે છે. એ જ . લખે છે કે, “બાળદીક્ષા અગત્યની છે, વ્યવહારમાં પણ સારા બનાવવા માટે બાલ્યવયમાં જ ભણાવવા મુકાય છે, તો ધર્મના વિશાળ સાહિત્યનું શિક્ષણ આપવા માટે બાલ્યવયથી જ શરૂઆત થવી જોઈએ. બાલ્યવયની દીક્ષા સામો ઘોંઘાટ ખોટો છે.” આવું એ પોતે લખે છે અને સાત-સાત વર્ષની દીક્ષાનું લીસ્ટ કર્યું છે. હવે કોઈ પૂછે છે, ત્યારે કહે છે કે, “ખ્યાલ બહાર નથી, તે વખતના અને આ વખતના આશયમાં ભેદ નથી.” આથી હજી પણ હું કહું છું કે, પ્રભુના આગમને આવું મૂકનારાની ભયંકર દશા થાય છે. પોતાની નામના ખાતર પ્રભઆજ્ઞાની અવગણના કરનારની એવી અવગણના થવાની છે, કે જેનો કોઈ આરોવારો નહિ હોય. Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૫ : નામ ક્રાંતિનું ! કામ ભ્રાન્તિનું ! વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, પોષ સુદ-૮, બુધવાર, તા. ૮-૧-૧૯૩૦ ♦ મેરૂ પર્વત દેખાતો કેમ નથી ? • ક્રાંતિ કરવી છે શાની ! • જૈનો ભેગા થઈને કેવા ઠરાવો કરે ? • બીજા ઠરાવો કરવા હોય તો નામ ફેરવો ! • ક્રાંતિનો નશો : ♦ નિમકહરામ અને બેવકૂફ ન બનો ! ♦ ઊંધા ચાલનારાઓ આ શાસનમાં ન નભે ! શા માટે ? એ નક્કી કરો! ♦ પાટ ઉપર શા માટે બેસવાનું ? ♦ કડવું છતાં હિતકર : 25 મેરૂ પર્વત દેખાતો કેમ નથી ? સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક શ્રમાશ્રમણજી, શ્રીસંઘની સાત રૂપકથી સ્તવના કર્યા બાદ, હવે આઠમા મેરૂના રૂપકથી સ્તવના કરે છે. સાતે ઉપમામાંથી એક જ સાર નીકળે છે કે, સંઘત્વ હોય તો જ શ્રીસંઘ પૂજ્ય હોઈ શકે. પૂજ્યતાહીન જો પૂજા માંગે, તો તે નકામું છે. . શ્રીમેરૂ, એ આખા લોકમાં શોભારૂપ છે, મર્યાદા કરનાર છે અને શાશ્વત છે; તેમજ શ્રીસંઘ એ પણ લોકમાં શોભારૂપ છે, મર્યાદા ક૨ના૨ છે અને શાશ્વત છે; એટલે એની સામેની તમામ કાર્યવાહી, નિરુપાયે ૨૬ જ થવાની છે. મેરૂ પર્વત એક લાખ યોજનનો છે, સુવર્ણમય છે, સૌથી ઊંચો છે અને દેખાવડો છે; એવો ૨મણીય છે કે, દેવોને પણ ત્યાં રમવા આવવાનું મન થાય છે. શ્રી જિનેશ્વરદેવોના જન્માભિષેક મહોત્સવો પણ ત્યાં થાય છે. મેરૂમાં આ બધી યોગ્યતા છે, અને રમણીય છે માટે જ ગણનાપાત્ર છે ને ? તે કોરો પથરાળ જ હોત, તો તે શોભારૂપ ગણાત ? સભા મેરૂ જો લોકની મધ્યમાં છે અને સુવર્ણમય છે, તો દેખાતો કેમ નથી ? અલ્પશક્તિવાળા કે શક્તિ વગરના ન જોઈ શકે, માટે વસ્તુ નથી એમ કેમ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ - - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - 292, જ કહેવાય ? બધી ચીજો જ્ઞાનહીન જોઈ ન શકે. જોવી હોય તો જ્ઞાન મેળવોશક્તિ કેળવો ! ચક્ષુ તો પોતાના વિષયને જુએ અને તે પરિમિત ! ભીંતની પાછળ શું છે, એ તો જોઈ શકાતું નથી અને મેરૂ જોવો છે ? સભા : ભીત પાછળની વસ્તુ તો વચ્ચે ભીંત આવી માટે ન દેખાય ! અરે, મેદાનમાં જુઓને ! કેટલેક લાંબે જોઈ શકો છો ? સભાઃ મેરૂ પર્વત કેટલા યોજના દૂર છે ? ઘણા યોજન. આ જંબૂઢીપ એક લાખ યોજન પ્રમાણનો છે; તે પણ પ્રમાણાંગુલથી. પ્રમાણાંગુલ એ ઉત્સધાંગુલથી ચારસો ગુણો મોટો છે અને શ્રીમેરૂ " પર્વત તેની મધ્યમાં છે. સભાઃ એ લોકોને સોનું જોઈએ છે, માટે ત્યાં જાય તો ? અહીં છે તે ભાગવા માંડે છે, તો વળી ત્યાંની વાત ક્યાં ? શ્રી સિદ્ધગિરિજી ઉપર, શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ રત્નમય હતી, તે પણ કાળની વિષમતા જોઈને ગુફામાં પધરાવી દીધી, એનું વર્ણન કરતાં પૂજામાં પંડિત શ્રી વીરવિજયજી મહારાજ કહે છે- “સાતમોદ્ધાર મેં ચક્રી, સગર સુર ચિંતવી; દુઃષમકાલ વિચાર, ગુફા મેં જા ઠવી-હાં હાં રે ગુફા.” અત્યારે આપણે જે આ ભરતક્ષેત્રમાં વસીએ છીએ, તે, ભરતક્ષેત્રનું માપ પાંચસો છવ્વીસ યોજન ને છ કળા છે. એની વચ્ચે વૈતાઢ્ય છે, ઉત્તરમાં ત્રણ ખંડ છે અને દક્ષિણમાં ત્રણ ખંડ છે. ચક્રવર્તીના વખતમાં છએ ખંડ ખુલ્લા હોય છે, ચક્રવર્તીની ગેરહાજરીમાં વૈતાઢ્યની ગુફા બંધ થવાથી, ત્રણ જ ખંડ ખુલ્લા રહે છે. આ બાજુના આ બાજુ અને તે બાજુના તે બાજુ. ગમે તેટલી રમત કરો, તે આ ત્રણ ખંડમાં જ ! અત્યારે બધી દુનિયા ખૂંદી વળો, પણ એ એક જ દિશામાં, માટે તેઓ ત્યાં જઈ શકે એવી શંકા જ ન રાખતા. અલ્પ જ્ઞાની થોડું જુએ, માટે તે જે વસ્તુ ન જોઈ શકે, તે વસ્તુ ન હોય એમ બને ? અમેરિકા નહોતો શોધાયો, ત્યારે શોધકો પૃથ્વી આટલી જ માનતા હતા અને હાથ લાગી ગયો ત્યારે કહ્યું કે, હજી એક મોટો દેશ છે. શોધકો દુરાગ્રહી નથી હોતા. એ તો કહે છે કે, અમને આ મળ્યું; હજી વધુ મળે તો ના નથી: દુરાગ્રહી તો આ લોકો છે. ચર્મચક્ષુવાળા પૂરું જોઈ જ ન શકે; આંખની જોવાની તાકાત કેટલી ? તે જ હોય, અંધારું ન હોય, આડે ભીંત વગેરે ન હોય, તો પણ અમુક હદ સુધી જ દૂર જોઈ શકે. આયુષ્ય પણ અલ્પ, ગણી શકાય એવું Page #314 -------------------------------------------------------------------------- ________________ 293 – – ૨૫ : નામ ક્રાંતિનું ! કામ ભ્રાન્તિનું ! - 25 - - ૨૯૩ આયુષ્ય પણ ઘણું છે, એના હિસાબે પણ આજનું આયુષ્ય પ્રમાણમાં કંઈ જ નથી. હવે આ સંયોગમાં જુએ કેટલું? આ સંયોગમાં જેટલું પોતે જોયું તેટલું જ હોય અને બીજું ન હોય, એમ કહેવું, એ મૂર્ખાઈ છે; માટે જ્ઞાનીએ કહેલી વસ્તુનો સ્વીકાર કરી, અનંતજ્ઞાનીની આજ્ઞા મુજબ શેય વસ્તુને જાણી, તેમાંની હેય વસ્તુનો ત્યાગ કરી અને ઉપાદેય વસ્તુને અંગીકાર કરી, આ સંસારથી મુક્તિ સાધવી એ જ ઇષ્ટ છે. ક્રાંતિ કરવી છે, શાની? બાકી આંખ વગેરેની શક્તિની તરતમતા તો અનુભવસિદ્ધ છે. ચઢતીઊતરતી -શક્તિ તો નજરે દેખાય છે. દુનિયામાં અલ્પ શક્તિવાળા પણ હોય, અધિક શક્તિવાળા પણ હોય અને સંપૂર્ણ શક્તિવાળા પણ હોય. ‘આ ક્ષેત્રમાં સંપૂર્ણ શક્તિવાળા થઈ ગયેલા છે' એમ આપણે માનીએ છીએ, તેઓ એમ ન માનતા હોય અને થવાના છે એમ માનતા હોય, તોયે તેઓએ મૌન રહેવું ઘટે અને બોલવું-લખવું હોય તો પણ મર્યાદિત અને શંકિત રહેવું જોઈએ. બાકી આપણે તો કહી શકીએ છીએ કે, “અનંત જ્ઞાનીઓ થઈ ગયા. અમને એમના ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે, માટે અમે તો દરેક વસ્તુ નિશ્ચયાત્મક રીતે એમનાં વચનો દ્વારા કહી શકીએ છીએ માટે કહીએ છીએ, પણ તમારે તો મૌન જ રહેવું ઘટે, કારણ કે, અધૂરાઓને અને અધૂરાઓના અનુયાયીઓને, નિશ્ચિત કે સંપૂર્ણ કહેવાનો હક્ક નથી.” એવાઓને તો બેય રીતે મૂંગા થવું પડે તેમ છે. જો “પૂર્વે થઈ ગયેલા છે' એમ માને, તો એમના કહ્યા મુજબ કહેવું જોઈએ અને ‘ભવિષ્યમાં થવાના છે એમ માને, તો પણ ચૂપ રહેવું જોઈએ. સભાઃ એ લોકો, જ્ઞાની હવે થવાના માને છે ? હા ! કેમ કે ઉત્ક્રાંતિ હવે થાય છે, એમ કેટલાક માને છે. ઉત્ક્રાંતિ એટલે - વધારો, સુધારો કે વિપ્લવ, તે તો એ જ જાણે ! બસ, ક્રાંતિ શબ્દ પકડ્યો છે. ક્રાંતિ જાતની કે પારકી ? ક્રાંતિ કરવી છે, એટલે કરવું છે શું ? આ પ્રશ્નના વાસ્તવિક ઉત્તરો તેઓ પાસે નથી. ક્રાંતિ શબ્દ પણ એમનો પોતાનો નથી, પણ કોષમાંથી લાવ્યા છે. સભાઃ એ લોકો તો કહે છે કે, ભગવાન મહાવીરે પણ ક્રાંતિ કરી હતી. એવાઓ કહે છે એવી ક્રાંતિ કરવાની વાતમાં ભગવાન શ્રી મહાવીરદેવનું નામ જોડનારા મૂર્ખ છે, કારણ કે, આ શાસન તો સ્પષ્ટ રીતે કહે છે કે, જે વસ્તુ ભૂતકાળમાં થઈ ગયેલા અનંતા તીર્થંકરદેવોએ કહી છે, તે જ વસ્તુ ભગવાન શ્રી મહાવીરદેવે કહી છે અને તે જ વસ્તુ ભવિષ્યમાં થનારા અનંતા Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - - 294 તીર્થંકરદેવો પણ કહેશે; કારણ કે, અનંતજ્ઞાનીઓના કથનમાં ફેરફાર હોય જ નહિ. બાકી ક્રાંતિ એટલે વસ્તુ અને વસ્તુના સ્વામીમાં ફેરફાર, એમ કહેતા હોય તો ફેરફાર તો ચાલુ જ છે. આયુષ્ય ઘટ્યાં, શરીર ઘટ્યાં, બળ ઘટ્યું, લક્ષ્મી ઘટી, પૃથ્વીના રસકસ ઘટ્યા, સામગ્રી ઘટી, રોગો વધ્યા, શ્રીમંતાઈ ઘટી અને દારિદ્રય આવ્યું. ક્ષમા ગઈ અને ક્રોધ આવ્યો, શાંતિ ગઈ અને અશાંતિ આવી. આમ બધાય ફેરફાર તો ચાલુ જ છે. પહેલાં ગાદી ઉપર ટેકાથી બેસતા, હવે ખુરશી ટેબલ ઉપર પગ નીચે રાખીને બેસવું પડે છે. પુણ્ય ગયું, પાપ વધ્યું આવા આવા ફેરફાર તો રોજ ચાલુ છે. ફેરફાર કરવાનું કહેનારાને પૂછો કે, “શું કરવા માંગો છો ? તમારે નવું શું કરવું છે ?' ફેરફારો તો ચાલુ જ છે. ઉત્સર્પિણીમાં સારા અને અવસર્પિણીમાં ખરાબ ફેરફારો નિયત જ છે એ ફેરફારોને અનુસરીને ભગવાન શ્રી મહાવીરદેવે પોતે પણ ફરમાવ્યું છે કે – “જંબૂસ્વામી' નામના કેવળજ્ઞાની મોક્ષમાં ગયા પછી, મન:પર્યવજ્ઞાન, પરમાવધિ, આહારક શરીરની લબ્ધિ, જિનકલ્પ, પુલાકલબ્ધિ, ક્ષપકશ્રેણિ ઉપર આરોહણ અને “૧. પરિહાર વિશુદ્ધિ, ૨. સૂમસપરાય તથા ૩. યથાખ્યાત આ ત્રણ ચારિત્ર નહિ થાય, એવી જ રીતે આગળ પણ બધી ઋદ્ધિ હીન-હીનતર થયા કરશે.” આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે, ભગવાન શ્રી જંબુસ્વામીજીના નિર્વાણ પછી, આ ભરતક્ષેત્રમાં જન્મેલો કોઈપણ આત્મા, કેવળજ્ઞાન ઉપાર્જી નહિ શકે, મુક્તિ પામી નહિ શકે; તેમજ “મન:પર્યાય” તથા “પરમાવધિ જ્ઞાન, આહારક શરીરની લબ્ધિ, જિનકલ્પ, પુલાકલબ્ધિ, ક્ષપકશ્રેણિ અને “પરિહારવિશુદ્ધ' આદિ ઉપરનાં ત્રણ ચારિત્ર પણ કોઈ આત્મા પામી નહિ શકે.” આ પ્રમાણે અનંતજ્ઞાની પરમાત્મા શ્રી મહાવીર મહારાજાએ બધી જ પરિસ્થિતિ જાહેર કરી છે. થનારું એક પણ પરિવર્તન તે અનંતજ્ઞાનીની દૃષ્ટિ બહાર ન હતું અને લોકાલોક પ્રકાશક જ્ઞાનના સ્વામીની દૃષ્ટિ બહાર હોય પણ કેમ ? १. स्वामिना चेदमाख्यातं, जम्बनाम्नि शिवं गते । ન મન:પર્યવો માવી, ન ચાપિ પરમાવઃ II "नाऽऽहारकवपुर्लब्धि-जिनकल्पस्तथा न हि । पुलाकलब्धिनो नों वा, क्षपकश्रेणिरोहणम् ।।२।। "न च स्यादुपरितनं, संयमत्रितयं क्वचित् । एवं भविष्यत्यग्रेऽपि, हीनहीनतरद्धिता ।।३।।" Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૫ : નામ ક્રાંતિનું ! કામ ભ્રાન્તિનું ! - 25 ૨૯૫ આ રીતે વસ્તુ માત્રનું સ્પષ્ટ રીતે નિરૂપણ કરનાર શાસનને પામીને પણ, મન:કલ્પિત ક્રાંતિની વાતો કરવી, એ નરી મૂર્ખાઈ જ છે. જો તેઓ એમ કહેતા હોય કે, ‘અમે કહીએ છીએ તે ક્રાંતિ મનઃકલ્પિત નથી, તો એ ‘સુધારક’ નામધારીઓને પૂછો કે, ‘તમે શું કરવા માંગો છો ?' જૈનો ભેગા થઈને કેવા ઠરાવો કરે ? 295 ‘મીટિંગો ભરાવાની છે અને ગામેગામના જૈનો ભેગા થવાના છે’ એવી વાતો ચલાવનારાઓને પૂછે કે, તે શા માટે ભેગા થવાના છે ? સભા કોન્ફરન્સ થવાની છે. એટલા માટે જ કહું છું કે, તમે પૂછો કે, એ શા માટે થવાની છે ? કોન્ફરન્સના નામે જેઓ ભેગાં થાય, તેઓને ‘તમે જૈન ખરા કે નહિ ?' એમ તમે પૂછી શકો છો. જૈન કોન્ફરન્સમાં એકત્રિત થનારા એટલે જૈન તો ખરા ને ? એનું નામ, આખું નામ, ‘શ્રી જૈનશ્વેતાંબર (મૂર્તિપૂજક) કોન્ફરન્સ.’ એટલે તેમાં આવનારાઓ, શ્રી જિનેશ્વરદેવને માને કે ન માને ? શ્રી જિનેશ્વરદેવનાં આગમોને માને કે ન માને ? શ્રી જિનમૂર્તિ અને શ્રી જિનમંદિરને માને કે ન માને ? દાન, શીલ, તપ, ભાવ તથા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સચારિત્રને માને કે ન માને ? શ્રાવકપણાને તથા સાધુપણાને માને કે ન માને ? આ બધી વાતોને જેઓ માને, તેઓ જ ‘શ્રી જૈન શ્વેતામ્બર (મૂર્તિપૂજક) કોન્ફરન્સ'માં ભાગ લઈ શકે, એ વાતમાં કશો જ વિવાદ નથી. શ્રી જિનેશ્વરદેવના આવા અનુયાયીઓ ભેગા થઈને પ્રભુની આજ્ઞાને અનુસરવાના જ ઠરાવ કરે. જો અનુસરવાની શક્તિ ન હોય, તો ‘વિરુદ્ધ વર્તાવ તો ન જ કરીએ' એવા ઠરાવ કરે. સભા એ લોકો તો કહે છે અમને અનુકૂળ ઠરાવ કરીએ. એટલે ? સ્પષ્ટ કહોને ! વિષયવાસના વધતી હોય, રોકી ન શકાતી હોય, તો પારકા ઘરમાં જવાની પણ છૂટ, એમ ? સભા અંતે ધ્યેય એ જ છે. ગવર્નમેન્ટ પણ ના કહે છે કે, એમ વર્ત્યા તો સિપાઈ પકડી જશે, કેદમાં જવું પડશે અને છ-બાર મહિના મજૂરી કરવી પડશે. દુર્ભાગ્યના યોગે કોઈક માણસની વિષયવાસના તેજ થાય; તેંને તે રોકી શકે તેમ ન હોય અને સામગ્રી પણ મળતી ન હોય, તેને જૈનશાસ્ત્ર તો કહે છે કે, ‘વિચાર કર ! અશુભોદયથી પાપવાસના જાગે છે, અને અશુભોદયથી સામગ્રી Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – 296 પણ નથી મળતી; પાપની વાસના જાગવી એ પણ પાપોદય છે, માટે હવે સારા સંસર્ગમાં ચાલ્યો જા, કાયમ સારા સંસર્ગમાં રહે, સારું ભણ, ખાનપાન સુધાર કે, જેથી વિષયવાસના ન વધે, મંદ પડે અને પરિણામે નાશ પામે.”, સભાઃ આ તો કહે છે કે, અમે અમારા ધારેલામાં આગળ વધીએ અને અમને સારાનું સર્ટિફિકેટ આપો. આથી જ પ્રભુશાસનના પ્રેમીઓને તેઓ સાથે વિરોધ છે. બાકી .. ગામેગામના જૈનો ભેગા થાય, એ તો આનંદનો વિષય છે. શ્રી જિનેશ્વરદેવને પૂજનારા અનેક ગામના ભેગા થાય, ત્યાં કોને આનંદ ન થાય ? સહુને જ ' થાય. પણ આ લોકોની તો દશા જ ઊંધી છે, માટે જ કહું છું કે, “પહેલાં તો એ * જ પૂછો કે, “આપણે જૈન ખરા કે નહિ ?” “હા” કહે તો કહો કે, “જો આપણે જૈન હોઈએ, તો શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને પાળવાની આપણી પહેલી ફરજ છે, ન પાળી શકીએ એવી કમનસીબી હોય તો આપણાથી વિરુદ્ધ વર્તાવ ન થઈ . જાય, એવો અંકુશ તો આપણે આપણી જાત ઉપર મૂકવો જ જોઈએ.” સભાઃ જો કોન્ફરન્સ ભરનારાઓ એટલું માને, તો તો તેઓને આનંદપૂર્વક વધાવી લેવાય, પણ તેઓને તો એ માનવું જ નથી; તેઓ તો કહે છે કે, અમારે તો ગમે તે રીતે વર્તીને પણ સમાજનો સુધારો કરવો છે ! અમારે તો સમાજનો સુધારો કરવો છે એમ કહેનારાઓને પૂછો કે, ‘તમે જે સમાજનો સુધારો કરવા માંગો છો, તે સમાજ કયો ? જૈનોનો કે ઇતરનો ? જૈનોનો સમાજ એટલે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને અનુસરનારો અને ન અનુસરાય તો વિરુદ્ધ તો નહિ જ વર્તનારો એ જ કે બીજો ? જો એ જ, તો એવા અનુપમ સમાજનો સુધારો જૈનત્વ જાળવીને થાય કે બગાડીને ? શાહુકારીમાં સુધારો કરવો હોય, તો ઠરાવો શાહુકારીના થાય કે દેવાળિયાપણાના ? રોજ બે-પાંચ પેઢી તૂટતી હોય અને એમ લાગે કે, “જો રોજ આમ ચાલશે તો કાળું તિલક વહોરવું પડશે તો વેપારીઓ શાહુકારી વધે એવા ઠરાવો કરે કે “બધાય નાદારી નોંધાવે એવા ઠરાવો કરે ? જૈનસમાજમાં સુધારા કરવાની વાતો કરનારાઓએ સમજવું જોઈએ કે, તે સમાજને સુધારવા માટે પ્રથમ પોતે જ સુધરવું જોઈશે; એટલે કે સ્વચ્છંદતા તથા ઉચ્છંખલતા છોડી આજ્ઞાધારક થવું પડશે.” જૈનસમાજ, એ દુનિયાના ઇતર સમાજો કરતાં કોક જુદો જ સમાજ છે. હિન્દુસ્તાનમાં રહે તે હિન્દુસ્તાની, ગુજરાતમાં રહે તે ગુજરાતી, કાઠિયાવાડમાં રહે તે કાઠિયાવાડી પણ સમાજ તો જૈન ને ? સુધારો તો જૈનસમાજનોને ? બહાર બીજા ઉપર જૈન Page #318 -------------------------------------------------------------------------- ________________ 297, - ૨૫ : નામ ક્રાંતિનું ! કામ ભ્રાન્તિનું ! - 25 - ૨૯૭ તરીકે સારી છાપ પાડે, એવો સુધારો કરવો છે ને ? શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા સાચવીને સુધારો થાય કે લોપીને ? “દરેક સંસ્થાના સુધારા-વધારા એના ઉદ્દેશને અનુસરીને જ થાય. કદી અનુસરાય નહિ તો પણ વિરુદ્ધ તો ન જ જવાય; ઉદ્દેશનું ખૂન તો ન જ કરાય.” આ બધું સમજાવવું જોઈએ. બીજા ઠરાવો કરવા હોય તો નામ ફેરવો ! અહીં આવેલા પ્રશ્નની છૂટ ખરી, પણ શા માટે ? કેવળ મોક્ષના સાધનભૂત ધર્મની આરાધના સહેલાઈથી કેમ થઈ શકે, તે સમજવા માટે જ ! પણ બીજી પંચાતો ઊભી કરવા માટે નહિ જ. “પૈસા કેમ કમાઉ ? કઈ રીતે કમાઉ ?' એમ અહીં કોઈ પૂછે તો ? તો એને પૂછવું જ પડે કે, “તું કયે સ્થળે આવ્યો છે?' એ એમ કહે કે, “અહીં પૈસા મળે છે, એમ સાંભળ્યું છે.” તો કહેવું પડે કે, “તું મકાન ભૂલ્યો, કોઈને બદલે કોઈ બીજા જ મકાનમાં ઘૂસ્યો છે.” આ સાંભળીને એણે તરત ઊતરી જવું જોઈએ અને જો એમ કહે કે, “સાધુથી એ ઉપદેશ ન દેવાય ?” તો એ પ્રશ્ન પૂછવા માટે એણે પોતાની ભૂલ કબૂલવી પડે. કાં તો એણે ભૂલ કબૂલવી પડે, કાં તો એણે ઊતરી જવું પડે, પણ “બસ! અમે અહીં એવું કેમ ન પૂછીએ ?' એમ કહે, તો એનું નામ સુધારો નથી, પણ એ જ ભયંકર બગાડ છે. સભાઃ ઘણા એકમતના થાય તો ? 1 લાખ ભેગા થાય તો યે શું? એવા લાખની સમક્ષ પણ સાધુ, શાસ્ત્રવિરોધી અને મુનિપણાનો નાશ કરે તેવા જવાબો ન આપે; પણ હૃદયથી સમજે અને સંયોગ અનુકૂળ હોય તો સમજાવે કે, “આ બિચારા અર્થકામની તીવ્ર લાલસાને યોગે, ધર્મની રુચિ વિનાના છે એટલે બુદ્ધિથી રહિત છે; નહિ તો “ઉઘાડું માથું અને ઉઘાડા પગવાળા” ત્યાગી જોવા છતાં “પૈસા કઈ રીતે મળે ?” આવું કદી જ ન પૂછત ! - ધર્મસ્થાનમાં અર્થકામને પોષક વાતો કે વિચારણાઓ ન જ થાય. “શા માટે સાધુઓ અમારાં ઘર ચલાવવાની કાર્યવાહી ન કહે ?' આવી તકરારો આ સ્થળે ન જ ઉઠાવાય !!! આની સામે કોઈ “ખુશીથી આવી તકરારો ઉઠાવી શકાય.” આવો સુધારો (?) કરાવવાની વાત કરે, તો તે સુધારો નથી, પણ ભયંકર કુધારો છે. એમાં વિનાશનું મૂળ પડ્યું છે !!” આવી જ રીતે એ “ધર્મીઓ એકત્રિત થાય, ત્યાં પણ ધર્મની વૃદ્ધિને કરનારા જ ઠરાવો વગેરે કરી શકાય, પણ બીજી જાતના નહિ જ.” આ વાત સમજાવીને તમે કહી શકો છો કે, “તમારે ધર્મ સિવાયના બીજા જ વિચારો કરવા હોય, તો નામ ફેરવો. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - - 298. વેપારના વિચાર કરવા હોય તો “વેપારી કોન્ફરન્સ” એવું નામ રાખો !. જેને જાતિના વેપારીઓ વેપારોની વ્યવસ્થા કરવા એકત્રિત થાય છે' એમ સહુ કોઈ સહેલાઈથી સમજી શકે, તે માટે “જૈન વૈપારી કોન્ફરન્સ” એવું નામ રાખો ! વેપાર સિવાયના બીજા સંસારસુધારા કરવા હોય તો “સંસારસુધારા કોન્ફરન્સ” એવું નામ રાખો ! આજે હિંદુસ્તાનમાં મહાસભા કેટલી ચાલે છે ? દેશની મહાસભા તો છે જ. સિવાય હિન્દુ મહાસભા જુદી થઈ છે. સંસારસુધારા પરિષદ જુદી, વૈદ્યક સંમેલન જુદું, એ બધાં અલગ છે ને ! મહાસભાને પણ કહેવું પડ્યું કે, બધો ડખો ભેગો અહીં નહિ, અહીં તો બ્રિટિશ રાજ્યની સામે કેમ ઊભું રહેવું, એ જ એક . વિષયની વાટાઘાટ થાય. પ્રસિદ્ધ છે કે, મહાસભા ભરાણી ત્યાં એક જ શહેરમાં જુદી જુદી છપ્પન્ન સભાઓ ભરાણી, તેમ તમે પણ એ રીતે જુદી જુદી સભાઓ ભરો, પણ નામ : જુદું અને કાર્યવાહી જુદી કરી, અક્કલનું લિલામ કરાવવું, એ કોઈપણ રીતે હિતાવહ નથી; કારણ કે, જે નામની સંસ્થા હોય, તે સંસ્થાના ઉદ્દેશો તો જળવાવા જ જોઈએ ! સરકાર એક પણ તેનાં ખાતાં અનેક છે. બધાની મેનેજમેન્ટ જુદી. કેટલાં ખાતાં ? મ્યુનિસિપાલિટી જુદી ઇન્કમટેક્સ, પોલીસ, ન્યાય, તમામ ખાતાં અલગ છે ને ? તેમ તમે પણ નામ ફેરવો, તો દુનિયા શંકામાં તો ન પડે ! વેપારને લગતા ઠરાવ કરવા હોય અને જૈને વૈપારી કોન્ફરન્સ નામ આપો, તો કોઈ મૂંઝાય જ નહિ. દુનિયા સમજે કે, જૈન વેપારીઓ ભેગા થયા હતા અને વેપારની વિચારણા કરી વિખરી ગયા. પણ જૈનશાસન સુધારવા ભેગા થાઓ, ત્યાં બીજા ઠરાવ થાય શી રીતે ? ગાંડાઓના કહેવાથી તકરાર ખાતર માનો કે, જૂના તો બધા અભણ, એટલે કદાચ એમને ખાતાં પાડવાની ગમ ન પડે, પણ “જેઓ પોતાને આજે ભણેલા, ગવર્નમેન્ટના કાયદાના જાણનારા, વિજ્ઞાનપદના અભ્યાસીઓ” તરીકે ઓળખે-ઓળખાવે છે, તેઓ શું આટલું ન સમજે ? એમનાથી આવો ખીચડો કેમ બફાય ? જૈનસંઘ અને જૈનન્યાત ભેગી થાય, એમાં ફેર ખરો કે નહિ ? જૈન સંઘ ભેગો થાય ત્યાં પરણાવવાના ઠરાવ થાય ? નહિ જ. ત્યાં તો નવકારશીની રજા અપાય, અમુક સાધુને લાવવાની વાતો થાય, મૂર્તિ, મંદિરો તીર્થ, ધર્મક્રિયાના વિચાર થાય, પણ છોકરા-છોકરી પરણાવવાના વિચાર જૈન સંઘમાં કદી Page #320 -------------------------------------------------------------------------- ________________ 299 - ૨૫ : નામ ક્રાંતિનું ! કામ ભ્રાન્તિનું ! -25 - ૨૯૯ સાંભળ્યા ? પરણ્યાના, છૂટાછેડાના, એક પર બીજીના, એ બધી વાતોના નિવેડા સંઘ કરે કે ન્યાત ? ઉદ્યાપનમાં જમણ થાય અને સ્વામી વાત્સલ્ય કહેવાય, પણ લગ્નમાં જમણ થાય એને તો નાત જ કહેવાય ને ! જાણો છો તો બધું જ ! જો આવા વિચારો કોન્ફરન્સમાં કરવા હોય, તો “જૈન દુનિયાદારીની કોન્ફરન્સ કે જૈન લગ્ન વિચારક કોન્ફરન્સ' એવું નામ આપો ! બાકી જૈન શ્વેતામ્બર (મૂર્તિપૂજક) કોન્ફરન્સના નામે તો ધર્મની આરાધના રક્ષા અને પ્રભાવના સિવાયના અને પાપવૃત્તિઓને તથા પાપપ્રવૃત્તિઓને પોષનારા વિચારો કે ઠરાવો ન જ થાય. અત્યારે સમાજમાં સડો પેસે છે, પાપનો પ્રચાર વધારો થતો જાય છે. શ્રી જૈનશાસનને હાનિ પહોંચે છે, એ હાનિ ન પહોંચે માટે જ આ કોન્ફરન્સ ભેગી થાય છે, એમ જ્યારે કહેવામાં આવે છે, ત્યારે તેણે તો એવા જ પ્રકારના ઠરાવો કરવા જોઈએ કે, જેથી સમાજમાં પ્રવેશતા કુવ્યસનાદિક સડાઓ દૂર થાય, સ્વાર્થને માટે સમાજમાં થઈ રહેલો પાપપ્રચારક અટકે અને “સ્વતંત્રતા' તથા “સમાન હક્ક આદિના નામે વધતી જતી હાનિકારક “સ્વચ્છંદતાઓ' તથા ઉશ્રુંખલતાઓ- અટકી જાય ! બાકી છે. દુનિયાના વિષય માટે આ કોન્ફરન્સ નિયત હોય, તો તેનું નામ તેવું બનાવો અને ધર્મના વિષયમાં હાથ ન નાખો તથા કહી દો કે, “ધર્મની બાબતમાં ધર્મગુરુ પાસે જાઓ!! જે શુદ્ધ હેતુઓથી આ શુદ્ધ સંસ્થા સ્થપાઈ છે, તે હેતુઓ તો ગમે તે ભોગે જળવાવા જોઈએ. ક્રાંતિનોં નશો : સંઘની વાત તો દૂર રહી, ન્યાત પણ ધર્મવિરુદ્ધ ઠરાવ કરે ? નાતના જમણમાં કંદમૂળનાં શાક ખાવાની, રાત્રે જમાડવાની, વાસી કરવાની, કાચા , દહીંના મઠા સાથે કઠોળ ભેગું થઈ દ્વિદલ થાય તેવું કરવાની છૂટ આપતા ' ધર્મવિરુદ્ધ ઠરાવો પણ કરે ? નહિ જ. જૈન જાતિ કંદમૂળ ન થાય, રાત્રે ન થાય , વાસી દ્વિદલ વગેરે ન થાય, એવા જ ઠરાવો કરી શકે છે. સંઘના કાયદા જાતને બંધનકર્તા છે, પણ ન્યાતના કાયદા સંઘને બંધનકારક નથી, જૈન જાતિ પણ સંઘનો ભેદ જાણો ! આ રીતે ફાળા પડતો સુધારો થાય, ત્યાં તો સહુ કોઈ સંમત હોય, પણ આ તો બસ “ક્રાંતિ જ ક્રાંતિ !!! અને એ ક્રાંતિના કુટ ઘેનમાં ચડેલા કહે છે શું ? એ જ કે, “અમે ભેગા થઈએ, પછી અમે સાધુને માનીએ છીએ કે નહિ, પૂજા કરીએ છીએ કે નહિ, આગમ માનીએ છીએ કે નહિ ?” તે ન પૂછો, પણ અમે કરીએ તે ઠરાવો માનો ! આમ, Page #321 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ તેમ કરવાનું જે કહીએ તે માનો !' પણ તે ઘેલાઓને ખબર નથી કે, એમ માનવા કાયદો ના પાડે છે. ૩૦૦ 300 આ તો કાયદેસર રાજ્ય ! એમને પૂછી શકો છો કે, ‘આ કોન્ફરન્સ ભેગી થઈ, એ શા માટે ? ‘શ્રી જૈન શ્વેતાંબર (મૂર્તિપૂજક) કોન્ફરન્સ' આવું નામ શા માટે ? એ નામમાં પ્રથમ ‘જૈન’ શા માટે ? એટલા જ માટે કે, એમાં ઇતર આવે તો આપણી માન્યતા રીતસર પસાર ન થાય. ‘જૈન’ શબ્દથી ઈતર પ્રેક્ષક તરીકે આવી શકે અને સલાહ માંગીએ તો આપે, પણ એ વગર પૂજ્યે પોતાનું ડહાપણ ત્યાં ન જ ડહોળી શકે. પછી ‘શ્વેતાંબર' શબ્દ શા માટે ? દિગંબરને બાતલ ક૨વા માટે ! પછી ‘મૂર્તિપૂજક' શા માટે શ્વેતાંબરમાં પણ મૂર્તિ નહિ માનનારા મોજૂદ છે, તેઓને તેમાંથી બાતલ કરવા માટે આ શબ્દને વળગ્યા શાથી ? . હેતુથી, અને તે હેતુ એક જ કે, ચાલ્યા આવતા સનાતન નિયમ પ્રમાણે પ્રભુનો માર્ગ સચવાય, જૈનોમાં અજૈનત્વનો પ્રવેશ ન થાય અનેં પ્રભુમાર્ગનો યોગ્ય રીતે પ્રચાર થાય; આ જ માટે આ મંડળની સ્થાપના હતી ને ? ધર્મનિષ્ઠો આ જ હેતુથી એ તરફ વળ્યા હતા ને ! આથી જ આ મુદ્દો શ્રીસંઘના પ્રકરણને લગતો જ હતો અને એથી જ આપણે એને આ સ્થળે ચર્ચો છે. શ્રીસંઘ નગ૨રૂપ છે, એટલે એ ધર્મીને આશ્રય આપે; ચક્રરૂપ છે એટલે વિષયકષાયરૂપ સંસારને છેદવાની ઇચ્છાવાળા ધર્મીના હાથમાં શ્રીસંઘ ચક્રરૂપ બને; શ્રીસંઘ ૨થરૂપ છે, એટલે અશક્ત ધર્મીને પોતા મારફત યોગ્ય સ્થાને પહોંચાડે; શ્રીસંઘ કમળરૂપ છે, એટલે કર્મરૂપ કાદવમાં પેદા થાય છે, ભોગરૂપ પાણીથી વધે, પણ એ બંનેથી અલગ ૨હે; શ્રીસંઘ ચંદ્રરૂપ છે, એટલે રાહુ જેવા છૂપા અને ખુલ્લા નાસ્તિકોથી બચાવી આખા જગતને શાંતિ પમાડે; શ્રીસંઘ સૂર્યરૂપ છે, એટલે તે પોતાનાં પ્રકાશમય કિરણોથી મિથ્યાત્વાદિકરૂપ મરકી આદિને ફેલાવનાર કુમતવાદિઓને પરાસ્ત કરે જ અને શ્રીસંઘ સાગરરૂપ છે, એટલે તે કદી ક્ષોભ ન પામે તેવો ગંભીર છે તથા એનો વિસ્તાર મોટો છે. નિમકહરામ અને બેવકૂફ ન બનો ! હવે આ પછી શ્રીસંઘને સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી, શ્રી ૧. જે સંસ્થાના સંબંધમાં પૂ. વ્યાખ્યાનકારશ્રી કથન કરી રહ્યા છે, તે સંસ્થાનું નામ તો જો કે, ‘શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ' છે, પરંતુ એણે જાહેર કરેલું છે કે, એ શ્વેતાંબર મૂર્તિપૂજકોની કોન્ફરન્સ છે. વધુમાં દિગમ્બર અને સ્થાનકવાસીની કોન્ફરન્સ અલગ પણ છે, એટલે એ દૃષ્ટિબિંદુએ આ સંસ્થાને ‘જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કોન્ફરન્સ' માનીને પૂ. વ્યાખ્યાનકારશ્રીએ પ્રવચન કર્યું હતું. Page #322 -------------------------------------------------------------------------- ________________ 301 - - ૨૫ : નામ ક્રાંતિનું ! કામ બ્રાન્તિનું ! - 25 – ૩૦૧ મેરૂની ઉપમા આપે છે; જે મેરૂ આખા જગતમાં દીપ્તિમાન છે. આવા સંઘના નામે ઓળખાતો જૈન સમુદાય જ્યાં જ્યાં એકત્રિત થાય ત્યાં ત્યાં કેવા કેવા ઠરાવો થાય, એ વાત ઘણી જ શાંતિથી અને શુદ્ધ બુદ્ધિથી વિચારવા જૈવી છે. જે સમુદાય જૈન નામ ધરાવીને, ઇરાદાપૂર્વક શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને, એક પણ ઠરાવ કરે તો હું તો કહ્યું કે, તે ભેગો થયેલો સમુદાય વસ્તુતઃ જૈન સમુદાય નથી અને તે છતાં પણ જો તે સમુદાય પોતાને જૈન સમુદાય તરીકે ઓળખાવવા માંગતો હોય, તો સ્પષ્ટ કહી દેવું જોઈએ કે, “જૈન” નામ ધરાવીને ઇરાદાપૂર્વક શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનો વિરોધ કરવો, એ શ્રી જિનશાસન પ્રત્યેની ખુલ્લી નિમકહરામી છે અને શ્રદ્ધાથી શુદ્ધ બનેલી બુદ્ધિના અભાવે માતા-પિતારૂપ શ્રી જિનેશ્વરદેવની મિલકતનું લિલામ કરનારી ભયંકર બેવકૂફી છે. ઊંધા ચાલનારાઓ આ શાસનમાં ન નભે! જૈનો તો એવા ઠરાવ કરે, કે જેથી સહુ કોઈ બહાર આવીને એમ જ બોલે કે, “હવેથી સંયમ પર આવતાં આક્રમણો રોકાઈ ગયાં, ધર્મીને ધર્મ કરતાં હેરાન થવાનું અટકી ગયું, ધર્મી ઉપરની આપત્તિ અટકી ગઈ, હવે ધર્મને કોઈ સતાવી નહિ શકે, રાજસત્તા પણ આડે નહિ આવે અને ધર્મશાસન ઉપર આવતાં : આક્રમણને આપણે એક્ટ હાથે હઠાવી શકીશું તથા ધર્મશાસનનો એક પણ વિરોધી પ્રગટ રીતે ધર્મશાસનનો વિરોધ નહિ જ કરી શકે.' • હજારો રૂપિયા ખરચીને જૈનસમાજ ભેગો થાય, મંડપો બંધાય, ખુરશીઓ ગોઠવાય, સ્ટેજ પૂજે તેવાં ભાષણો થાય, પણ બહાર નીકળ્યા. પછી ઇતર પૂછે કે, “જૈનશાસનના ઉદય માટે શું કર્યું ?” જવાબમાં જો, “સંયમ બંધ કર્યો કે, જેથી હવે કોઈ સુખપૂર્વક દીક્ષા નહિ લઈ શકે ! હવે અમે બધા રાજાઓ પાસે • જવાના અને દીક્ષા અટકાવવાના ! અમે અને અમારા જેવા જ, વિરાગીઓની મનગમતી રીતે પરીક્ષા કરવાના ! સાધુઓ તો સમાજના સેવકો, એટલે કે સમાજના રોટલા ખાય તે સમાજની આર્થિક આદિ આપત્તિઓને ટાળવાની સેવા પણ કેમ ન બજાવે ? કેવળ ધર્મની જ વાતો કરવાની તેઓની હઠ, હવે આ જમાનામાં નહિ જ ચાલી શકે.” આવું આવું બોલતા જ બહાર નીકળે, તો હું તો કહ્યું કે, “એવાઓ જૈન સમાજમાં ન હોય તો કશું જ નુકસાન નથી. જૈનત્વને વેચી ખાનારા એવાઓને જૈનત્વના પ્રતીકરૂપ તિલકને ભૂંસી નાંખવાનું કહેવું જોઈએ, કેમ કે, એ તિલક કરવાનો એમને હક્ક નથી; કારણ કે, તે હક્ક તેઓએ વેચી ખાધો છે. પ્રઘોષ તો એવો બહાર પડવો જોઈએ કે, ઇતર પણ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ - - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - 302 ચકે. જે હેતુથી જે સંસ્થા ઊભી થઈ હોય, તે હેતુને જ જો તે ન સાચવી શકે તો તે સંસ્થા તે સમાજમાં જીવતી જ ન રહેવી જોઈએ. જૈનસંઘ, જૈનસમાજ, તો જૈનશાસનને દીપ્તિમાન કરવા પૂરતા પ્રયત્નો કરે, પણ જો એ સંસ્થા જૈનશાસનને કલુષિત કરવાના પ્રયત્નો કરે, તો એને નાબૂદ કરવી એ પ્રત્યેક જૈનની ફરજ છે. જે ઘર રહેવા લાયક ન હોય, તે ભાંગી નાંખવું પડે. મકાન સાત માળનું હોય પણ ભીંત દોદરી થઈ, થાંભલા સડ્યા અને પાયો પોલો થયો, તો ડાહ્યો શ્રીમંત તરત જ તે મકાન ઉતરાવી નાંખે, પડાવી નાંખે. આ કોન્ફરન્સની ટીકા નથી, પણ આ તો સ્વરૂપદર્શન છે. અમે તો એ . ઇચ્છીએ છીએ કે, જૈન આગેવાનો એકત્ર થઈને ખૂબ વિચાર કરે, શાસ્ત્રષ્ટિએ દરેક વાતને ખૂબ ચર્ચે, વિચારોની આપ-લે કરે અને પ્રભુમાર્ગને દીપાવે. એમાં કોઈ જ ઇન્કાર ન કરે ! પૂર્વના આગેવાન જૈનો બધું જ કરતા હતા, એમની સામે એક શબ્દ પણ કોઈ બોલતું નહોતું, કારણ કે, એમને માટે ખાતરી હતી કે, તેઓ ધ્યેયથી આઘા જાય જ નહિ. બૂટ પહેરીને મંદિરમાં તથા તીર્થભૂમિમાં કોઈ ગયું તો તે માટે લડત લડવામાં પણ, જૈન આગેવાનોએ લોહીનું પાણી કર્યું હતું અને ન્યાય પણ મેળવ્યો હતો અને ફરીથી એવું ન થાય એવો બંદોબસ્ત કરાવ્યો હતો, ત્યારે આજની હાલત એથી જુદી જ છે અને તે હાલત એ જ કે, “જૈનોના પૈસે સંસ્થા થાય, તે જ સંસ્થામાં જૈનોના પૈસે ભણનારા બૂટ પહેરીને શાસ્ત્રો ભણે' આ દશા આજે છે. બૂટ પહેરીને મંદિરમાં જવા બદલ જ્યારે પૂર્વના આગેવાનો લડ્યા અને ન્યાય મેળવ્યો, ત્યારે આજનાં “આગેવાન' કહેવરાવવાનો દાવો કરનારા કહે છે કે, “હવે એ વાતો નહિ ચાલે !” અને “વીસમી સદીની સુધરેલી સંસ્થાઓમાં એવા પ્રતિબંધો ન જ હોઈ શકે. એ બધી જૂનીપુરાણી વાતો આ જમાનામાં ન જ ચલાવી શકાય.' આવા આવા ઉદ્ગારો કાઢે છે !! આવા “આગેવાન' નામધારીઓને કહી દેવું જોઈએ કે, “સંસ્થા શુદ્ધ સ્વરૂપે જીવે ત્યાં વિરોધ નથી, પણ “ધર્મસંસ્થાનું ઉપનામ ધરાવનારી કોઈપણ સંસ્થાના આગેવાન સંચાલકો કે તેનો લાભ લેનારા સંસ્થાને ધર્મની હિતશત્રુ બનાવી લે, એ કોઈપણ રીતે ન જ ચલાવી લેવાય. એવી સંસ્થાની આગેવાની - કરનાર, પોતાની જાતને “વિદ્વાન અને સંસ્થાને “સોને મઢેલી” કે “સર્વશક્તિસંપન્ન મનાવે, છતાં પણ જૈનોને તો એ ન જ જોઈએ. આ તે જ શ્રી જિનશાસન છે, કે જે શાસને આગમના એક વચન માત્રનો Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ - ૨૫ : નામ ક્રાંતિનું ! કામ ભ્રાન્તિનું ! - 25 - – ૩૦૩ જ ફેરફાર કરવા માટે, સમર્થ વિદ્વાનો કે, જેઓ હજારોને દોરી શકે તેવા હતા, તેમને પણ દૂર કર્યા છે.” આ શાસન, સમર્થ વિદ્વાન ગણાતાઓની પણ ઉશ્રુંખલતાને નભાવી લેવા માટે તૈયાર નથી; તેવી જ રીતે આ શાસનના સાચા અનુયાયીઓ પણ, ગમે તેવા શક્તિસંપન્ન હોય તો પણ જો તેઓ શક્તિસંપન્નતાના ઘમંડે ચડી જઈ, મદોન્મત્ત પાડાની માફક શાસનરૂપી સુંદર અને સ્વચ્છ સરોવરને ડહોળી નાંખવા માંગે, તો તેના વિના ઘણી જ ખુશીથી ચલાવી શકે છે; એટલે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું ખૂન કરવાની પેરવી કરનારી વ્યક્તિ કે સંસ્થા પ્રત્યે, કોઈપણ સાચા જૈનનો ટેકો હોઈ જ ન શકે. શા માટે ? એ નક્કી કરો! વીસમી સદીમાં પણ એ તો અનુભવસિદ્ધ છે કે, જે ખુરશી ઉપર બેસવું, તેના ફરમાનનો અમલ એણે કરવો જ જોઈએ. અમલ ન થાય તો એ ખુરશી છોડી દેવી જોઈએ. પણ મતિ મુજબ તો ન જ ચલાય. નીચલી કોર્ટનું જજમેન્ટ ઉપલી કોર્ટ ફેરવે, અપીલમાં ઉપલી કોર્ટ ચુકાદો ફેરવે, તો પછી નીચલી કોર્ટનો ચુકાદો ન મનાય. ઉપલી કોર્ટને લાગે કે, નીચલી કોર્ટ એક તરફ દોરવાઈ ગઈ છે, કાયદાની ગફલતમાં આવી છે, રેકર્ડ પર બરાબર ધ્યાન નથી પહોંચાડ્યું, તો યોગ્ય ટીકા સાથે એ ચુકાદો રદ કરે. • એમાં કાંઈ બીજું દેખાય તો ભારપૂર્વક વધુ ટીકા કરે અને એવું એક, બે ને ત્રણ વાર બને તો નીચલી કોર્ટનો અધિકારી ગ્રેડમાં ઊતરે અથવા ડિસમિસ થાય. નીચલી કોર્ટ એમાં પોતાનું અપમાન ન માને, પણ ફરીને સાવધ રહે. ઉપલી કોર્ટને યોગ્ય લાગે તો ફરી ટ્રાયલ માટે કેસ મોકલે, તે પણ નીચલો અધિકારી સાફ દેખાય તો, નહિ તો બીજા પાસે પણ મોકલે. ' તેમ અહીં પણ વસ્તુ, વસ્તુ તરીકે મનાવી જ જોઈએ અને એ માટે જૈન સમાજ ભેગો થાય, ત્યાં “શાસ્ત્રવિરુદ્ધ એક પણ વાત પસાર ન થાય' એવો ઠરાવ પહેલો જ થવો જોઈએ. જો આવા ઠરાવની સામે વિરોધ થાય, તો તમે કહી શકો છો અને પૂછી શકો છો કે, “તમે બધા ભેગા થયા છો, માટે ઉપકાર, ગામેગામના વેપારીઓ વેપાર છોડીને આવ્યા એ માટે આભાર. ઘણો આનંદ થાય છે, પૈસાનો ભોગ આપીને આવો છો એ આનંદની વાત, પણ જણાવો કે, . આ છે શા માટે ? “મળ્યા છો શા માટે ?” આ ઘોષ જીવતો અને જાગતો રહેવો એ જ જોઈએ. જો કે વકીલો વગેરે તો રજાના દિવસો ગોઠવે છે, છતાં પણ ભાડું ભરીને આવે છે એ ઉપકાર, પણ એમને પૂછો કે, “આ ભેગા થવાની જરૂર શા માટે ? Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ - 304 – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – આપ બધાને જોઈને અમને આનંદ થાય છે, પણ આ બધું છે શા માટે ?” જુદા જુદા રૂપમાં આવેલા જુદા જુદા આદમીઓને સત્યની રક્ષા માટે પૂછો કે, “આ બધું શા માટે ?' એમ સભ્યતાપૂર્વક શાંતિથી પૂછવું જ જોઈએ. “સુધારા માટે કહે તો પૂછો કે, “સુધારો શાનો ?” દરેક કાર્ય માત્રમાં હેતુ ઉદ્દેશ અને પ્રયોજન તો તપાસવાં જોઈએ ને ? જો હેતુ શુદ્ધ હોય, તો એ કાર્યને પાર પાડવા તન, મન અને ધનનો ભોગ આપવો જોઈએ અને જો હેતુ અશુદ્ધ હોય, તો એ પાર ન પડે તે માટે પણ તન, મન અને ધનનો ભોગ આપવો જ જોઈએ. :) વર્ષે વર્ષે આવી આવી સભાઓ ભરવાના હેતુ, ઉદ્દેશ અને પ્રયોજન તો એ જ કે, “ધર્મી આત્માઓના સહવાસથી અને શુદ્ધ દૃષ્ટિપૂર્વક આત્મકલ્યાણના ઇરાદાથી ઉત્તમ વિચારોની આપ-લે કરી, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને યથાશક્તિ અનુસરવી, તેની રક્ષા માટે સર્વસ્વનો ભોગ આપવાની શક્તિ કેળવવી અને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનો વધુ ને વધુ પ્રચાર કરવો.’ જો હેતુ આ ન હોય, તો કહો કે, શંભુમેળો કરવો છે અને આ સંયમ બંધ કરાવવાની, આગમ ઉથલાવવાની અને શાસ્ત્રની આજ્ઞા ન માનનારા ટોળાની કોન્ફરન્સ છે” એમ કહો ! નામ ફેરવો પછી ગમે તેમ કરો, તેમાં વાંધો નથી, બાકી નામ તેવા ગુણ તો જોઈશે જ ! શેઠ લખાવવું અને શવિદ્યા કરવી, એ હવે નહિ ચાલે. શેઠ સાહેબ કે રા. રા. શ્રી પાંચ જેવા પોતાને લખાવો તેવા બનો ! કહેવરાવવું સાક્ષર અને કામ રાક્ષસનું કરવું, એ કેમ ચાલે ? જૈન કહેવરાવીને શાસન ઉપર ઘા કેમ કરાય ? જેવા હો તેવા બહાર આવો, નહિ તો જ્યાં બેઠા છો ત્યાંના ઉદ્દેશ તો બરાબર સાચવવા જ જોઈએ. પાટ ઉપર શા માટે બેસવાનું! જો કોઈ આવી મને પૂછે કે, “પાટ ઉપર કેમ બેઠા ? આ પ્રશ્નના ઉત્તરમાં હું, “ભગવાને કહેલા આગમ મુજબ સદ્ગુરુથી મળેલા જ્ઞાનના આધારે, તમારા કલ્યાણ માટે તમને કંઈ કંઈ કહેવા માટે !” આ પ્રમાણે કર્યું એ તો વાજબી, પણ હું કહ્યું કે, “મારી મરજી મુજબ કહીશ” તો તમારી ફરજ છે કે, મને ઊંચકીને પાટ ઉપરથી ઉતારી દેવો. પાટ ઉપર બેસીને આગમની દરકાર કર્યા વિના, મરજી મુજબ કહું તો હું સાધુ નહિ અને તમે તેમ કરતાં મને ઉઠાવી ન મૂકો, અગર તે તાકાત ન હોય તો તમે ચાલ્યા ન જાઓ, તો તમે શ્રાવક નહિ. Page #326 -------------------------------------------------------------------------- ________________ 305 – ૨૫ : નામ ક્રાંતિનું ! કામ ભ્રાન્તિનું ! 25 – ૩૦૫ તેવી જ રીતે કોન્ફરન્સની સ્થાપનાના અને તે ભરવાના હેતુ જોવા જોઈએ છે! સંઘ આગમ માને કે ન માને ? આગમ ન માને, એ સંઘ જ રહેતો નથી. હું પાટ ઉપર બેસીને મરજી મુજબ કહું, આગમને આઘે મૂકવાનું કહ્યું, તો તમે મને સાંભળો ? નહિ જ, કારણ કે, “અમે પણ યથાશક્તિ આગમને અનુસરીએ અને વિરુદ્ધ તો ન જ જઈએ તો ગુરુપદે અને આગમને આઘાં મૂકી દઈએ તથા વિરુદ્ધ વર્તીએ તો તમારાથીયે નીચી હદના!” તેમ સંઘ માટે પણ સમજી લેવું જોઈએ. શ્રીસંઘને તો મેરૂ જેવો બનાવવો છે કે, જેથી એને જોઈને દુનિયા પણ ઝૂકે. સંઘને કમળ કહ્યો, તેમાં શ્રાવકોને ભમરા જેવા કહ્યા. ભમરા પણ કાદવ તથા પાણીથી ઉપર રહે, કમળને ફરતા રહે અને ગુંજારવ કરે. ગુંજારવ શો કરે ? “તમારા જેવા બનાવો, તમારા જેવા બનાવો” એવો ! સભાઃ પૂજક મટી પૂજ્ય બનવાનો ! સમજો છો, છતાં ઢીલા કેમ ? સભાઃ સમજે છે પણ માંદા છે. તો દવા આપું! પણ રોગનો એકરાર થાય તો ને ? દવા બધી છે પણ બોલે નહિ ત્યાં શું થાય ? માંદા હોય અને સાજા દેખાવું, એ ક્યાં સુધી ચાલે ? જે આત્માઓ ઉપર નિરંતર શ્રી જિનેશ્વર જેવા દેવ, તે તારકના જ માર્ગે ચાલનારા નિગ્રંથ ગુરુ અને શ્રી જિનેશ્વરદેવ કથિત આગમમાંથી કેવળ ધર્મરસના જ પ્રવાહો રેલાયા કરે, તે આત્માઓ માંદા હોય ? માંદા તો તે કમનસીબો હોય, કે જેઓને ઉપાસ્ય દેવની ઉપાસના ન ગમે. પ્રભુમાર્ગે સંચરતા અને પ્રભુમાર્ગનો જ પ્રચાર કરતા સાધુ દીઠા ન ગમે અને અપૂર્વ મોક્ષમાર્ગનાં દર્શક આગમો ને ગમે. આ રીતે એકાંતે દુનિયામાં રાચેલા-માયેલા પ્રાણીઓ પ્રભુના ધર્મને ઉથલાવવા પૈસા ખર્ચે છે, તો તમને પ્રભુનો ધર્મ જીવંત રાખવા માટે નાશવંત લક્ષ્મીને ખર્ચતાં શી મૂંઝવણ થાય છે ? ‘ત્યાં ડૂબવાનું છે, અહીં તરવાનું છે એ નક્કી છે અને “મરવાનું છે તથા છોડવાનું છે એ પણ નક્કી છે; તો પછી ‘હાય પૈસો કરતાં મરો, તેના કરતાં “ધર્મ ધર્મ કરતાં મરવું એ જ સારું છે કે બીજું ? કડવું છતાં હિતકર : કેટલાક કહે છે કે, “અહીં બહુ જ કડવું કહેવાય છે, પણ હું કહું છું કે, હિતકર પણ કડવું કહેનાર જો કોઈ નહિ મળે, કલ્યાણકારી ટોણા મારનાર નહિ મળે, તો જાગો એવા છો ક્યાં? એદીના આદમોને કડવા પણ હિતકર શબ્દો બળતા હૃદયે હિતૈષીઓએ કહેવા પડે. Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - 306 માલિક પોતાના ગળિયા બળદને બે-ચાર ગાડાંવાળાને બોલાવીને પણ આડાં ઘાલીને ઊભો કરે. ઘરનો બળદ ઘેર તો પહોંચાડવો પડે ને ! હું પણ ઘેર પહોંચાડવાનો પ્રયત્ન કરું, તેમાં કડવું શું? જેમ ધર્મવિરોધની ટીકા કરું છું તેમ તમારી ખામીની પણ ટીકા કરું છું. જેમ વિરોધી ભયંકર છે, તેમ તમે પણ એદી, બનો તો ભયંકર છો ! માટે તમને પણ હિતેષીએ કડવી પણ હિતશિક્ષા તો દેવી જોઈએ અને તે જો તમને મીઠી લાગે, તો જ તમે ધર્મ પામ્યા છો, એમ માનું અને જો કડવી લાગે, તો માનું કે, મારી સઘળી મહેનત તમારા માટે નિષ્ફળ ગઈ છે !' પણ મને એ ખાતરી જ છે કે, તે મહેનત નિષ્ફળ ન જાય અને આટલું કડવું કહેવા છતાં પણ આનંદપૂર્વક સાંભળનારાઓની દૂર દૂર સુધી પણ આટલી મોટી સંખ્યાની કાયમી હાજરી, એ જ એનો મજબૂત પુરાવો છે. Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૬ : સન્માર્ગની સ્થાપના માટે ઉન્માર્ગનું ઉન્મૂલન વીર સં. ૨૪૫૬,વિ. સં. ૧૯૮૬, પોષ સુદ- ૯, ગુરુવાર. તા.૯-૧-૧૯૩૦ ♦ ઉન્માર્ગના ઉન્મૂલનની અનિવાર્યતા : ♦ `અમે તમારા નહિ પણ ભગવાનના છીએ : ♦ દહીં-દૂધિયા ન બનતાં સુસ્થિર બનો ! ૦ શ્રાવકની સાચી પેઢી કઈ ? ♦ વ્યાખ્યાન શા માટે ? ♦ શ્રી સંઘરૂપ મેરૂની પીઠ કઈ ? ♦ સમ્યગ્દર્શન એટલે ? ♦ બગલાની શાંતિ વખાણવા લાયક નથી : • રામદાસ અને ઉલ્લુદાસ : ♦ અસત્યને તેના રૂપમાં પ્રગટ કરવું જરૂરી : 26 ઉન્માર્ગના ઉન્મૂલનની અનિવાર્યતા ! સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણ ગણિજીએ શ્રી જિનેશ્વ૨દેવ પછી શ્રીસંઘને પૂજ્યકોટિનો ગણી, શ્રી નંદીસૂત્રમાં શ્રીસંઘની આઠ ઉપમાથી સ્તવના કરી છે; જેમાંની સાત ઉપમાઓનો વિચાર આપણે કરી ગયા અને આઠમી મેરૂ પર્વતની ઉપમાની વિચારણા ચાલે છે. શ્રી સંઘ ધર્મીને આશ્રય આપવા નગર સમાન છે, સંસારને છેદવાની ભાવનાવાળા ધર્મીના હાથમાં શ્રીસંઘ ચક્રરૂપ છે, સાધન વિનાનાને સાધન *આપી મોક્ષમાર્ગે પહોંચાડવા માટે શ્રીસંઘ એ રથ સમાન છે, તથા શ્રીસંઘ કાદવમાં પેદા થવા છતાં અને પાણીમાં વધવા છતાં એ બેયથી અલગ રહેનાર કમળ જેવો છે. વળી શ્રીસંઘ ચંદ્ર તુલ્ય છે, જે આખા નગરને શાંતિનો માર્ગ બતાવનાર છે, શ્રીસંઘ સૂર્યરૂપ છે, કા૨ણ કે અજ્ઞાનનો નાશ કરે છે; ગમે તેવા પ્રસંગોમાં ક્ષોભ પામતો નથી માટે શ્રીસંઘ સાગર જેવો છે; અને હવે શ્રીસંઘ મેરૂ જેવો કેમ છે, એનું વર્ણન ચાલે છે. મેરુ આખા લોકની મધ્યમાં છે, આખા લોકની મર્યાદા કરનાર છે, દિશાઓને પ્રકાશનાર છે, સુવર્ણવર્ણી છે, લાખ યોજનનો છે, અતિશય સુંદર Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ 308 છે કે, જ્યાં દેવો પણ ક્રિીડા કરે છે, એકેએક શ્રી જિનેશ્વરદેવનો જન્માભિષેક મહોત્સવ ત્યાં થાય છે, એ શાશ્વત અને સ્થિર છે. એ રીતે શ્રીસંઘ પણ આખા લોકની શોભારૂપ અને શાશ્વત છે. શ્રીસંઘને મેરૂની ઉપમા ક્યારે ઘટે ? મેરૂ જેવા બધા ગુણો જોઈએ ને ? યોગ્યતા વિના સંઘ મનાવું છે અને તેવા થવાની પરવા નથી, એવી દશા આજે છે. વસ્તુની ખબર નથી અને વસ્તુની ટીકા કરવી, એ કેમ બને ? એ દશાને લઈને દિવસે દિવસે જે ગુણ કેળવાવો જોઈએ તે કેળવાતો નથી, પણ ગુણનો હ્રાસ થાય છે. મેરૂની ઉપમાના વર્ણનમાં સૌથી પહેલી પાદપીઠ કહી; અર્થાત્ ભોંયતળિયું કહ્યું. મેરૂ શાશ્વત શાથી છે ? આવા પ્રશ્નના ઉત્તરમાં એમ પણ કહેવાય કે એની. પીઠ મજબૂત છે માટે મેરૂની પીઠ વજની છે, વજમણી છે, કશાથી પણ ન ભેદાય તેવી છે. માટે એને ઘણાં વિશેષણ આપ્યાં છે; એ પીઠ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે. યુગાન્ત કાળના પવનથી પણ મેરૂ કંપતો નથી એનું એ જ કારણ છે. સ્થિરતાની ઉપમામાં મેરૂને સ્થાન છે; શ્રી જિનેશ્વરદ્ધો અને ધ્યાનસ્થ મુનિવરો મેરૂની જેમ અકંપ હોય છે એમ કહેવાય છે, કારણ કે, એની પીઠ વજની માટે એ અકંપિત છે. જો પીઠ મજબૂત ન હોય તો તે ઉપર ગમે તેટલો મોટો હોય તેની કિંમત નથી. ટીકાકાર મહર્ષિ કહે છે કે, મેરૂની પીઠ દૃઢ એટલેન કંપે તેવી છે. કદાચ કોઈ કહે છે કે, અમુક વખત સુધી ન કંપે પણ પછી તો કંપે ને ? એટલા માટે રૂઢ કહે છે, રૂઢ એટલે ચિરકાલથી સ્થિર થયેલી છે અને સદા સ્થિર રહેનાર છે; એવી પણ ગાઢ છે અને અવગાઢ છે, અર્થાત્ બહુ જ ગાઢ અને ઊંડી છે. આવી વજયી પીઠવાળો મેરૂ પર્વત શાશ્વત છે, સ્થિર છે, કદી સ્થાન ન તજે તેવો છે. અનંતકાળ ગયો અને અનંતકાળ જશે, પણ એ તો છે તેવો જ અને તેટલો જ અને ત્યાં જ છે અને રહેવાનો. જરા પણ કંપ્યા વિના એ જ સ્થિતિમાં રહેવાનો. - હવે શ્રીસંઘની પીઠ કઈ ? એ વિચારવું જોઈએ અને વિચારીશું. એ તો તમે જાણો જ છો કે, શ્રી જિનેશ્વરદેવ વિતરાગ હતા, છતાંયે ધર્મની સ્થાપના કરતાં પહેલાં તે તારકે પણ અધર્મનું ઉમૂલન કર્યું, કારણ કે, એ વિના ચાલે જ નહિ દુનિયામાં એવો એક પણ ખેડૂત નથી જોવાતો, કે જે જમીન ઉપરના કચરાને સાફ કર્યા વિના બીજ વાવે. તેવી જ રીતે સામાના હૈયામાં ધર્મ સ્થાપન કરતા પહેલાં, સામાના અંતરનો કચરો કાઢવો જોઈએ, એ કાઢવામાં જ એને Page #330 -------------------------------------------------------------------------- ________________ 309 – ૨૩ : સન્માર્ગની સ્થાપના માટે ઉન્માર્ગનું ઉન્મેલન - 26 – ૩૦૯ ગભરામણ થાય તો એ ધર્મનો અધિકારી નથી. * શ્રી જિનેશ્વરદેવને કોઈ પ્રત્યે અરુચિ નહોતી પણ કરે શું? કેવળજ્ઞાન થયા પછી તો ભગવાન તીર્થ સ્થાપે છે. રાગ, દ્વેષ અને મોહનો સર્વથા ક્ષય થયો છે, છતાંયે એ તારકને પણ ઉન્માર્ગનું ઉમૂલન કર્યા વિના નથી ચાલતું; અને એથી જ કુવાદીઓ બધા જ વિરુદ્ધ, પણ થાય શું ? કારણ કે, “જનતામાંથી મિથ્યાત્વમળ સાફ થાય નહિ ત્યાં સુધી સમ્યકત્વ આવે નહિ, એટલે કે, હૈયામાં વસે નહિ. અવિરતિ જાય નહિ ત્યાં સુધી વિરતિ આવે નહિ. કષાયો જાય નહિ ત્યાં સુધી એના પ્રતિપક્ષી સદ્ગુણો આવે નહિ. અશુભ ધ્યાન જાય નહિ ત્યાં સુધી શુભ ધ્યાન આવે નહિ. અજ્ઞાન હઠે નહિ ત્યાં સુધી જ્ઞાન થાય જ નહિ. એટલે બીજો ઉપાય જ શો ? અમે તમારા નહિ પણ ભગવાનના છીએ: આથી હવે સમજી શકાશે કે, અહીં જે ખંડન કરવામાં આવે છે, તેનું કારણ એ જ કે, અજ્ઞાનમાં અજ્ઞાન વધે નહિ અને તમને મૂંઝવણ થાય નહિ માટે પીઠિકા કરું છું. કોઈ ફાવે તેમ કહે તોય ગભરાવું નહિ. સ્વરૂપને સમ્યક પ્રકારે સાચવવા અયોગ્ય માત્રનું ઉન્મુલન જ્ઞાનીને પણ કરવું પડ્યું, ત્યાં હું શું કરું કે બીજાય શું કરે ? શ્રી જિનેશ્વરદેવે તો કહ્યું કે, અજ્ઞાન એ જ મહાવરી છે; સંસારમાં ટકાવનાર, રખડાવનાર અજ્ઞાન જ છે; જગતને પોતાની ફરજથી ચૂકવનાર અજ્ઞાન છે; સારા ગણાતાઓ પણ સાચું સાંભળવાની સહનશક્તિ ગુમાવી બેઠા છે, એનું પણ કારણ અજ્ઞાન જ છે. અજ્ઞાનમાં ઘેરાએલા જગતને ધર્મ આપવા માટે સમ્યકત્વ આદિ આપતાં પહેલાં મિથ્યાત્વ આદિના ગંજના ગંજ પડ્યા છે, તેને ઉખેડ્યા વિના છૂટકો નથી. અનંતાનુબંધી કષાયો અને દર્શનમોહનીય પ્રકૃતિનો ઉપશમ થયા વિના ઉપશમ સમ્યકત્વ અને દર્શનીય મોહનીયના ત્રણ વિભાગો થયા પછી સાત પ્રકૃતિઓનો ક્ષયોપશમ વગેરે ન થાય ત્યાં સુધી ક્ષયોપશમિકાદિ સમ્યક્ત્વ ન થાય. અનંતાનુબંધી કષાયોમાં તે ગુણ છે કે, એ ધર્મરૂપ નગરમાં પ્રવેશ કરવા માટે સમ્યકત્વ સ્વરૂપ જે દ્વાર છે તેમાં પેસવા જ ન દે. એ દરવાજામાં પેસવું હોય અને એ દ્વાર ઉપરનો પહેરગીર યોગ્ય પ્રયત્નથી પણ ન માને તો આંખ લાલ કરવી પડે ને ? ધાક બેસાડવા માટે આંખ લાલ ન કરવી પડે ? પેઢી ઉપર લૂંટારો આવે તો સાઠ રૂપિયાનો મુનીમ કાંઈ ન કરે, પણ માલિક કેમ મૂંગો રહે ? અને જો એ પણ શક્તિ હોવા છતાં ઊભો ન થાય તો જરૂર સમજાય કે, એ માલિક નથી, પણ કોક બીજો જ છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ 310 સભા ઃ શું આ ક્રોધનું પોષણ નથી ? આ ક્રોધનું પોષણ નથી પણ કર્તવ્યનું સૂચન છે. મારું શાસન, મારા જિનેશ્વર અને એના ઉપર આક્રમણ આવે ત્યારે ‘હવે હવે !' એમ કેમ થાય ? કેટલાક કહે છે કે, મહારાજને શું ? વારુ ! ઉપદેશમાં ચાર ચીજ છે ! દાન, શીલ, તપ અને ભાવ. એનાથી મોક્ષ કે સદ્ગતિ થાય છે. આટલું કહી દેવું આ તો એક મિનિટનું કામ છે. તો પછી રોજ બબ્બે કલાક ઉપદેશ શા માટે ? ઉપદેશકે પોતાની પાસે સાંભળવા આવનારને દુનિયાના ચોમેરના આક્રમણથી બચાવી લેવા જોઈએ અને દાનાદિ ધર્મ સમજાવી મોક્ષમાર્ગમાં એમને મજબૂત બનાવવા જોઈએ. હું તમારો નથી, પણ ભગવાન શ્રી મહવીર મહારાજાનો છું. ભગવાન શ્રી મહાવીરદેવે બતાવેલી વસ્તુ ૫૨ આક્રમણ આવે, એની બધી પંચાત મહારાજને હોય જ ! ભગવાન શ્રી મહાવીરદેવનો સાધુ એટલે ભિખારી નથી, પણ સાચામાં સાચો માલદાર છે. ભગવાને સાધુઓને મોટી મિલ્કત આપીને પ્રતિનિધિ બનાવ્યા છે. મહારાજ કાંઈ ભિખારી નથી ! આગળ ઉલાળ નહિ અને પાછળ ધરાળ નહિ, એવું અહીં નથી; અને ન જ હોવું જોઈએ. તમારી પાસે તો એકાદ ઝૂંપડી છે અને તિજોરીમાં દશ, વીશ હજાર કે લાખ આદિ હશે એ જ ને ? છતાંય તમે તમારા એ નજીવા માલ માટે કેટલું કરો છો ? તો અમારી પાસે ઘણો માલ હોય તો અમારે એને સાચવવા કેટલી કાળજી રાખવી જોઈએ ? તમે તો પોઝિશન સાચવવા નવાં-જૂનાંય કરો છો ને ? નવાં-જૂનાં એટલા માટે કહું છું કે, કાળાં-ધોળાં ન કહેવું પડે માટે ! અમે પણ અમારા માલિકે આપેલી મિલકત સાચવીએ ને ? અમે પારકી સલાહે જ શા માટે ચાલીએ ? શ્રી જિનેશ્વરદેવે આ મિલ્કત અમને એમ ને એમ નથી આપી. પણ કહેવા જેવું ઘણું ઘણું કહીને, સમજાવી-સમજાવીને, કપડાં ઉતરાવ્યા પછી જ આપી છે. તે વખતે અમારે બહુ પ્રતિજ્ઞાઓ લેવી પડે છે. પહેલાં તો બધાની સમક્ષ પાઘડી સાથે ફેરવે છે; બધાને બતાવે છે કે, ‘આ માણસને સંસાર નથી ગમતો !' ત્રણ-ત્રણ વાર વિનંતી કરાવ્યા બાદ દીક્ષા આપે છે. પ્રતિજ્ઞા લેતાં પહેલાં જિંદગી સમર્પવી પડે છે. સમ્યક્ત્વ સ્વીકારવું પડે છે કે, હે વીતરાગ ! તું જ દેવ, તારી આજ્ઞા મુજબ જીવનારા હોય તે જ ગુરુ અને તારી આજ્ઞા એ ધર્મ. જિંદગી સુધી પાપ-વ્યાપારનાં પચ્ચક્ખાણ કરવાં પડે છે. તો હવે કહો કે, અમે એ સાચવીએ કે એનો નાશ કરનારી એવી તમારી સલાહ માનીએ ? ‘સાધુ Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૬ : સન્માર્ગની સ્થાપના માટે ઉન્માર્ગનું ઉન્મૂલન - 26 તમારા’ એ વાત જ ભૂલી જાઓ. તમારા તો ગુરુ ! અમે જે શિષ્ય, આજ્ઞાપાલક કે સેવક છીએ તે તો પ્રભુના અને એ તારકના આગમના ! તમને પરવા નથી માટે તમારે કરવાં ઘટે તેવાં ઘણાં કામ અમારે કરવાં પડે છે. તમે સાવધ હોત, ચોવીસે કલાક ધંધાધાપામાં જ ન ગુંચાતા હોત ને આ બધી સંભાળ લેતા હોત, તો અમારે કરવાની શી જરૂર ? 311 ૩૧૧ દહીં-દૂધિયા ન બનતાં સુસ્થિર બનો ! ભૈયો બળવાન અને સમજદાર હોય તો શ્રીમંતને - ઘરના માલિકને બૂમ મારવી જ ન પડે, કેમ કે, ‘પેલો જેવા તેવાને ઘૂસવા જ ન દે !' જો ભૈયો ઘૂસવા દે તો તો માલિકને પણ બૂમ મારવી પડે, એને ગમાર પણ કહેવો પડે. કહેવું પડે કે ગમાર ! જેને તેને ન ઘૂસવા દે ! એને સમજાવવો પડે, ઠપકો પણ આપવો પડે. અંગ્રેજ લોકોમાં રિવાજ જ એવો છે કે, કોઈ એકદમ અંદર જઈ ન શકે. ચિઠ્ઠી લખે, એમાં નામ, ઠામ, કામ બધું લખે, તે નોકર સાહેબને આપે, પછી જવાની રજા મળે; તે પણ એને ગમે તો બોલાવે નહિ તો ટાઇમ આપે. આવનારો ખરાબ ધારણાથી આવ્યો હોય તો પણ એકદમ તો એની મુરાદ પાર ન જ પડે. એનો દૃમામ દેખાવ એવો કે, સામાને ઊભું જ રહેવું પડે ! તેવી જ રીતે ધર્મીઓએ દહીં-દૂધિયા ન. બનતાં સ્થિર બનવું જોઈએ. ભગવાનના માર્ગમાં પણ ‘હા’ કહેવી અને મોહના રાજ્યમાં પણ ‘હા' કહેવી-અહીં પણ ‘જી' અને ઘેર પણ ‘જી', ધણીને કહે કે, ‘ધા’ અને ચોરને કહે કે, ‘નાસ' ! એન્રી સ્થિતિવાળા ન જ બનવું જોઈએ. શ્રાવકની સાચી પેઢી કઈ ? વિવેકગિરિ પર આવેલા શ્રી સર્વજ્ઞપ્રભુના જૈનધર્મપુરના નામના નગરમાં સર્વવરિત રાજાએ દેશિવરતિને યુવરાજ પદવી લેવાનું કહ્યું; પણ દેશવિરતિ · એ પદવી લેતો નથી, કેમ કે, લે તો દુનિયાદારીના સંબંધ તોડવા પડે છે, પછી ત્યાંની વાતમાં ‘હાજી’ થાય ? ન જ થાય; પણ શિથિલ અને નામના શ્રાવકો તો જબરા, કારણ કે, અહીં એમ કહે કે, ‘પ્રભુના ત્યાગમાર્ગની શી વાત !’ બહાર જઈને કહે કે, ‘મહારાજ તો બધું કહે પણ આપણે તો બધું જોવું પડે ! જેવો અવસર !' આથી જ એવાઓના વચન ઉપર વિશ્વાસ ન રખાય, કારણ કે, વિરતિ થોડી અને તે પણ પ્રાયઃ નામની અને અવિરતિનો તો પાર જ નહિ એટલે ખેંચાણ ત્યાં જ થાય, એ ત્યાં જ ઢસડાય. ડાહ્યા દીકરાને એ દુનિયાદારીની પેઢીમાં જોડે, પણ અહીં જોડે ? પ્રાયઃ ન જ જોડે; કેમ કે, ખેંચાણ અવિરતિનું છે. Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - 312 ખરેખર, સારી રીતે વસ્તુ જચી નથી. અગર આસક્તિ ઘટી નથી, એનું આ પરિણામ છે. છોકરાને હોશિયાર બનાવે એમાં ઇરાદો પેઢી જ સોંપવાનો છે; પણ શ્રાવકની સાચી પેઢી કઈ ? એ વાત ભુલાઈ ગઈ છે, એની જ આ બધી મારામારી છે. ચાર દીકરામાં એક દીકરો હોશિયાર થાય છે, એને પેઢીમાં જોડે, પણ અહીં જોડવાનું મન થાય છે? ત્યારે અહીં જે બધી વાતમાં “હા” કહેવાય છે, એ “હા” કેમ કહેવાય છે ? “ના” કહેવાતી નથી માટે ? સામે બીજો જવાબ નથી માટે કે કંઈ બીજું જ છે ? બધું ખરું પણ” એ પણ'ના પનારે ત્યાં ખેંચાય. - સાધુ તમારા છે, એવું ભૂલેચૂકે માનતા જ નહિ, કારણ કે, સાધુઓ તો - તમારા ગુરુ છે; બાકી શિષ્ય, સેવક અને આજ્ઞાપાલક તો ભગવાન શ્રી. મહાવીરદેવના અને એ તારકના આગમોના તથા આગમાનુસારી ગુરુદેવોના !. મુનીમ ગ્રાહકનું મન રાજી રાખે, પણ શેઠની આવક સાચવીને રાખે; જો એ ના સાચવે તો એની ગ્રેડ ન વધે, ચાન્સ ન વધે અને ઘેર પણ બેસવું પડે ! એ રીતે ? તમને રાજી રાખવાની મારી ઇચ્છા તો ઘણી, છે, તમે રાજી રહો એમાં હું ખુશ છું, પણ એવી રીતે તો રાજી ન રાખું કે જેથી આ આગમ-જિનાજ્ઞા બાજુ ઉપર રહી જાય. આ આગમ-જિનાજ્ઞાને બાજુ પર રાખી તમને રાજી કરવા ઇચ્છું, તો શાસ્ત્ર કહે છે કે, તે પેઢી ઉપર બેઠેલો નિમકહરામ મુનીમ છો ! આથી જ શાસન ઉપર આક્રમણ આવે ત્યારે હું મૌન ન રહું ! લાલ પણ થાઉં, ગરમ પણ થાઉં ! કેટલાક કહે છે કે, “ગરમ કેમ થવાય ? હું કહું છું કે, “તે તમે આને જ એક તારક માનીને એની જ સાધનામાં પડો તો જ તમને સમજાય !” તમે દાવા કેમ માંડો છો ? ‘ટાંચજતી કેમ કરો છો ? આવું તમને પૂછું તો તમે પણ કહો છો કે, “મહારાજ ! એ તમે ન સમજો !” “કોઈ ન આપે તો કાંઈ નહિ. દાવા શા ! ગ્રાહક માલ લઈ જાય અને પૈસા ન આપે તો ભલે હવે એ જ વાપરે !” આવું કહું તો કહો છો કે, “મહારાજ ! એમ કરીએ તો ચોથે દિવસે ભીખ માંગીએ ! હું પણ કહું છું કે, “જો હું લાલ ન થાઉ તો મારે પણ ભીખ માંગવી પડે. જેમ તમારા માલની તમે ચિંતા કરો છો, તેમ હું પણ મારા માલની ચિંતા કરું ને !' સભા: શ્રાવકનો પણ માલ તો એ જ છે ને ? બેશક, સાચા શ્રાવકનો વાસ્તવિક માલ તો એ છે જ અને માટે જ આજે જેઓ એને પોતાનો માલ માને છે તે શ્રાવકો પણ પોતાની શક્તિઓ એના સંરક્ષણ પાછળ ખર્ચા જ રહ્યા છે, પરંતુ આજે તો શ્રાવક કહેવડાવનારાઓમાં કેટલાકમાંથી આ આગમને પોતાનો માલ માનવાની જરૂરીને આત્મકલ્યાણકર Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૩ - ૨૬ : સન્માર્ગની સ્થાપના માટે ઉન્માર્ગનું ઉમૂલન - 26 – ૩૧૩ ભાવના ગઈ છે, એટલે તો વધુ ને વધુ પ્રેરણા કરવી પડે છે; સમજ આપવી પડે છે; કર્તવ્ય ચીંધવું પડે છે ! છતાં હું તો કહું છું કે – મારા માલની હું ચિંતા કરું તે તમને ઠીક લાગે તો એમાં એવી ચિંતા કરવા ભેગા મળો અને ઠીક ન લાગે તો ન મળો, પણ એને ખોટું કેમ કહો છો ? સભાઃ લાલ થવાય ? હા ! શાસ્ત્ર કહે છે કે સામાનું બૂરું ન ઇચ્છાય પણ કેવો પાપાત્મા છે કે સુધરતો નથી, એમ તો થાય ! હા, એ નરકે કેમ જતો નથી, એ ભાવના ન થાય ! બાપ પણ પોતાના દીકરાને તેની ખોટી અને ભયંકર કાર્યવાહી જોઈને “કજાત’ કહે છે ને ? પોતાના તનથી પેદા થયેલાને પણ “કજાત” કહે છે ને ? દીકરાની જાત કજાત તો પોતાની કેવી ?” એમ કોઈ પૂછે તો ? તો પેલાને કહેવું પડે કે, “હીરા ! જરા ભાવને સમજ ! જાતમાં જન્મીને કજાત થાય છે ? એમ કહેવાનો આશય છે.' કજાતને કજાત કહેવાની જરૂર શી ? એ તો કજાત છે જ, પણ કજાત કહેવામાં આવે ત્યારે, એ જાતમાં જન્મ્યો છતાં કજાત થયેલો છે માટે કહેવાય છે એમ સમજવું. આર્યદેશમાં, આર્યજાતિમાં, આર્યકુળમાં જન્મ્યા છતાં અનાર્ય આચારો ત્યાં ઘૂસ્યા, માટે એમ કહેવામાં આવે છે. બોલવાનો ભાવ સમજો ! કહેનારનો જો " હેતુ ન સમજો, તો હું તો કહ્યું કે, વ્યાખ્યાન સાંભળવા માટે પણ લાયક નથી. ધર્મની વાત તો ભવાંતરે, પણ આ ભવમાં વ્યાખ્યાન સાંભળવા જેટલા પણ લાયક છો ? વ્યાખ્યાન તમારા ગુણ ગાવા માટે નથી, પણ ખામી કાઢવા માટે છે. ખામી દેખાડાય નહિ તો તે નીકળે ? ન જ નીકળે તે સ્વાભાવિક છે. * . સભાઃ ગુણ ન ગાઓ ? ના! તમારી પાસે ન ગાઉં ! તમારો ઉલ્લાસ વધે એવું કહું, પણ જે ગુણ | ગાવાથી તમારું પેટ ફૂલે તેવા ગુણ તો ન જ ગાઉં ! વ્યાખ્યાન શા માટે ? લાયકને લાયક ચાંદ દેવાય, પણ ચાંદના ભારથી દબાઈ જનારને ન દેવાય. વ્યાખ્યાન એટલે ઘડીભર તમને લહેર કરાવવી કે ખુશ કરવા તે નહિ ! વ્યાખ્યાન તો તે કહેવાય છે, જે સાંભળ્યા પછી ઘરે જતાં, ઊભા થતાં પગ ધ્રજે; એમ થાય કે, કંઈ ઠેકાણું નથી. આજ દશા જુદી છે. પૂજા ન કરે, ભગવાનનું મુખ પણ ન જુએ, તો પછી સામાયિકની વાત શી ? ચોવીસ કલાક આરંભ અને પરિગ્રહ રાચીમાચીને કરે, તેને સારા મનાવવાના પ્રયત્નો કરે અને ધર્મ કહેવરાવે, આવા અજ્ઞાન બન્યા Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – 314 છે! મારે એ દશા નથી જોઈતી. આ દશા સુધારવા તમારી પોલ બતાવવી પડે જ ને ? હવે કહે કે, વ્યાખ્યાનમાં કહેવું શું ? સભાઃ રાજા-રાણીની વાત. એ પણ શા માટે ? એ તો જરા સમજો ! કોઈ પૂછે કે, તમારા ત્યાગી શાસ્ત્રકારો રાજા-રાણીને અહીં કેમ લાવ્યા, તો શું કહું ? એવાએ પણ રાજ્ય તજ્યાં, એ વાત સમજાવવી પડે ને ! આ વાત સમજાવીએ તો જ ધ્યેય ફરે ને ? છ ખંડના માલિક ચક્રવર્તીઓ પણ શ્રી જિનેશ્વરદેવ પાસે પોતાના મુગટ ઉતારી ભિક્ષુક બની જતા હતા, એ શ્રી જિનેશ્વરદેવે એમને શું કહ્યું હશે ? આ બધું વિચારીને નક્કી કરો કે, વ્યાખ્યાન શા માટે ? દુનિયામાં ખોટું શું શું છે અને ખોટાની જાળ કેમ અને કોણ બિછાવે છે, એ પણ એમાં જણાવાય કે જેથી કોઈ ફસાય નહિ. સંસાર અસાર છે અને આત્માનું કલ્યાણ રત્નત્રયી સિવાય ચોથા કશાથી નથી, એ કહેવા માટે વ્યાખ્યાન છે. જોઈતી, જરૂરી અને દેખાતી ઉગ્રતા, એ ઉગ્રતા નથી. ખરો ગુસ્સો કરનારથી તરત હસાય નહિ. હું તો ઉગ્રતા પણ દેખાડું ને તરત હસી પણ લઉં! સભાઃ ગુસ્સો થયા પછી વિચારશ્રેણી કાયમ રહે ? ન રહે. ગુસ્સાને વશ થયેલો તો પછી ગમે તેમ બોલે. હું એવો ગુસ્સો ન કરું, હું તો હાથ પણ ઉપાડું અને ફેરવી પણ લઉં ! ઇરાદો કયો ? સભાઃ હાથ ઉપાડો ? અરે ધોલ મારું ! ગભરાઓ છો કેમ ? ગુરુ માનો તો જરૂર જણાયે ધોલ પણ મારું ! સભાઃ ગુરુ માને તેને ને ? ત્યારે બીજાને મરાય ? પોતાના દીકરાને ધોલ મરાય, પારકાને કોણ મારે ? પોતાના દીકરાને જે ધોલ મરાય, ત્યાં ઇરાદો દીકરાને સુધારવાનો છે. ઇરાદો ખરાબ ન જોઈએ. ઇરાદો સુધારવાનો જોઈએ. સુધારવાની બુદ્ધિએ મારવાના કાયદાનો સરકાર પણ ક્યાં ઇન્કાર કરે છે ? પોતાનાં અને પરનાં આક્રમણ ટાળવા માટે, બચાવ માટે બીજો કોઈ રસ્તો ન હોય તો સામાને પ્રહાર ન છૂટકે કરવા પડે, ત્યાં પણ કાયદો શી સજા કરે છે ? હમણાં એક કેસ બન્યો, જે છાપામાં આવી ગયો. એક બાઈએ પોતાનું શીલ બચાવવા માટે ઘણા પ્રયત્ન કર્યા; જ્યારે એમાં ન ફાવી ત્યારે એ જીવસટોસટ આવી. કોર્ટે એ બાઈને ધન્યવાદ આપવાપૂર્વક છોડી દીધી અને કહ્યું કે, પોતાના Page #336 -------------------------------------------------------------------------- ________________ 315 – ૨૬ : સન્માર્ગની સ્થાપના માટે ઉન્માર્ગનું ઉન્મેલન - 26 – ૩૧૫ શીલરક્ષણ માટે, બચવા માટે અંતે આ રસ્તો લેવાની પણ છૂટ છે. * એ જ રીતે આત્મધર્મનો નાશ કરાય, પોતાને ને બીજાને તરવાનાં સાધનો ડુબાવાય, ત્યારે મૌન કેમ રહેવાય ? એ વખતે જે ઉપાયો હિતબુદ્ધિથી યોજવા પડે તે યોજાય. અહીં જાતનો બચાવ નહિ. સરકારે તો જાતના બચાવની પણ છૂટ આપી, પણ જૈનદર્શન તો તેની ના કહે છે. જૈનદર્શન કહે છે કે, જાતના બચાવ માટે જેટલા ઉપાય થાય તેમાં કાંઈ ને કાંઈ પાપ તો છે જ, એ તો સહજ જ કરાય અને જાતનું બલિદાન દેવાય, પણ જો ધર્મ પર આક્રમણ આવે તો મૌન ન રહેવાય, હિતબુદ્ધિથી બધા જ યોગ્ય ઉપાયો લેવાય. આ તો આત્માના ધર્મની વાત છે. આ ધર્મમાં તો આત્માનું કલ્યાણ છે. આ ધર્મમાર્ગની રક્ષામાં તો અનેક આત્માઓ ઉપર ઉપકાર થાય છે, દુનિયાની સત્તા કરતાં આ ધર્મસત્તા ઊંચી છે. જેટલી સત્તા ઊંચી તેટલું ધ્યેય પણ ઊંચું અને એટલી જ સાચવવાની જરૂરિયાત પણ વધારે ! શ્રી સંઘરૂપ મેરૂની પીઠ કઈ? હવે આપણે એ જોવું છે કે, શ્રીસંઘરૂપ મેરૂની પીઠ કઈ છે; શ્રીમેરૂની પીઠ વજયી, દૃઢ, રૂઢ; ગાઢ અને અવગાઢ છે, એવી પીઠ અહીં છે. એટલે એ કદી ન કંપે તેવી છે, માટે એ મેરૂપર્વત સદા સ્થિર છે અને સદા સ્થિર રહેવાનો. કલ્પાન્ત કાળના પવનમાં પણ એ કંપે જ નહિ. એ ક્ષેત્રમાં કાળ પણ એક સરખો જ છે. યુગલીયાનાં ક્ષેત્રોમાં કોઈ ઠેકાણે પહેલો આરો, તો કોઈ ઠેકાણે બીજો, તો કોઈ ઠેકાણે ત્રીજો આરો, પણ મહાવિદેહ ક્ષેત્રમાં તો સદા ચોથો આરો છે. મેરૂ જ્યાં છે ત્યાં કાળ એક સરખો જે છે. આરાના ફેરફાર તો ભરત તથા ઐરવત ક્ષેત્રમાં છે. એ બધી ફેરફારની ધમાલ અહીં છે. અહીં ઉત્પન્ન થયેલા જીવો અમુક કાળે જ મુક્તિને પામે, અમુક - કાળમાં મુક્તિ અહીં હોય જ નહિ, એવી યોગ્યતાવાળા એ જીવો છે. - શ્રીસંઘરૂપ મેરૂની સ્થિતિનો બધો જ આધાર પીઠ ઉપર છે. પીઠ ઢીલી તો બધું જ ઢીલું. એ કારણે પીઠ ઢીલી ન પડે એ માટે ફરજ સમજાવું છું. અવસરે ઉગ્રતા બતાવવામાં પણ હેતુ ફક્ત પીઠ મજબૂત કરવાનો છે. તમે રાજી રહો તો સારું, પણ આને ગુમાવીને તમને રાજી કરવા અમે ઇચ્છતા નથી; અમે આ (આગમ)ના છીએ, તમારા નહિ, અમે તમારા જો હોઈએ તો ગુરુ જ છીએ, પણ બીજા કંઈ નથી; અમારે કામ તો શ્રી જિનેશ્વરદેવોનું જ કરવાનું છે, બાકી તમારી તો રોજ ખામી કાઢવાની, એટલે કે, તમારામાં રહેલી ખામીઓ શોધી Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ - સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ '16 તમને બતાવી, તમારામાંથી તે કાઢી અને પછી તમારા હૈયામાં પણ પ્રભુનું આગમ સ્થાપવાનું છે. સંસારનો રોગ નાશ કરવા માટે સંસારની વાસના રૂપી મળ સાફ કરવા માટે, પ્રથમ જુલાબ દેવા પડશે, કારણ કે, મળ સાફ થયા પછી જ ઔષધ કામ કરે તેમ છે; માટે અહીં આવનારે અહીંના જુલાબ લેવાની તૈયારીથી જ આવવાનું. હવે એક સહજ વાત યાદ રાખી લો કે, આ શ્રીસંઘરૂપ મેરૂ પર્વતની પીઠ એ, સમ્યગ્દર્શન છે. કારણ કે, શ્રી જિનેશ્વરદેનવા શાસનમાં જ્ઞાન તથા ચારિત્રનો આધાર સમ્યગ્દર્શન ઉપર જ છે. સમ્યગ્દર્શન વિનાનું ગમે તેવું અને ગમે તેટલું પણ જ્ઞાન તે અજ્ઞાન જ છે. વ્યવહારમાંય કુશળ વેપારી પણ વેપાર શા માટે કરવાનો, એ જો ન જાણતો હોય તો ? મુનીમ બધી વાતે હોશિયાર હોય, માલ લઈ જાણતો હોય અને વેચી પણ જાણતો હોય, તે છતાં પણ એ બધું શા માટે; એ ન જાણતો હોય તો તે શા કામનો ? આ જ કારણે જ્ઞાન અને ચારિત્ર શા. માટે ? – એનો નિશ્ચય થવો તે જ સાચું સમ્યગુદર્શન છે, કારણ કે, એ નિશ્ચય વિના ધ્યેયશુદ્ધિ નથી અને ધ્યેયશુદ્ધિ વિના સમ્યગુદર્શનની પ્રાપ્તિ શક્ય નથી. આ જ હેતુથી જ્ઞાન અને ચારિત્રની જરૂર શા માટે ? જ્ઞાની બનવું શા માટે ? ચારિત્રી બનવું શા માટે ? એ બધાનો નિશ્ચય થવો, એ શુદ્ધ સમ્યગદર્શન છે. એવા શુદ્ધ ધ્યેયને પેદા કરનાર સમ્યગુદર્શન વિનાનું ગમે તેવું જ્ઞાન તે અજ્ઞાન છે અને ઘોર ચારિત્ર કે તપ તે કાયકષ્ટ છે. એકેએક સંસારી આત્મામાં જે રોગ ભર્યા છે તે કાઢવા માટે યથાસ્થિત વસ્તુ કહેનાર શ્રી અરિહંતદેવ છે. માટે જે એ તારકનું કહેલું છે તે જ સાચું અને શંકા વિનાનું, એવી જે શુદ્ધ શ્રદ્ધા તે સમ્યગ્ગદર્શન અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના કદી જ સિદ્ધિ થવાની નથી. જેના ઉપર વિશ્વાસ હોય તેની આજ્ઞામાં કદી જ શંકા ન ઊઠે; તે ગમે ત્યારે ગમે તે કહે અગર ગમે ત્યાં મોકલે તો પણ સીધા ચાલ્યા જ જવાય. જે રસ્તે ચાલવાથી ઇષ્ટ સ્થળે પહોંચવાની શ્રદ્ધા હોય, તે રસ્તે ચાલતાં પગ કેવા ઊપડે અને ન હોય તો કેવા ઊપડે ? માર્ગની શ્રદ્ધા વિના ચાલવું સફળ કે નિષ્ફળ ? આ બધો વિચાર કરશો તો આપોઆપ જ સમજાઈ જશે કે, સમ્યગ્દર્શન વગરનું જ્ઞાન તે જ્ઞાન નથી, ચારિત્ર તે ચારિત્ર નથી, તપ તે તપ નથી, ધ્યાન તે ધ્યાન નથી, અને ત્યાગ તે ત્યાગ નથી, કારણ કે, “એક સમ્યગ્દર્શન વિના આ . બધું નકામું છે.” એમ સહેલાઈથી સમજાઈ જશે. સમ્યગદર્શન એટલે? સંસાર અસાર છે અને મોક્ષ એ જ સાર છે, સંસાર તજવાનો અને મોક્ષ Page #338 -------------------------------------------------------------------------- ________________ 317 — ૨૬ : સન્માર્ગની સ્થાપના માટે ઉન્માર્ગનું ઉન્મૂલન - 26 ૩૧૭ ભજવાનો અને એટલા માટે જ ‘શ્રી અરિહંત તે જ દેવ, શ્રી અરિહંતદેવની આજ્ઞા મુજબ ચાલનાર નિગ્રંથ તે જ ગુરુ અને શ્રી વીતરાગદેવોએ પ્રરૂપેલો મોક્ષમાર્ગ તે જ ધર્મ અને એ તત્ત્વત્રયી જ શરણ. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્ર, એ જ એક મોક્ષમાર્ગ !' આ જે માન્યતા તે જ સમ્યગ્દર્શન. આવી જે માન્યતા એ લુખ્ખી ન હોય ! તે શુદ્ધ માન્યતાને ટકાવનારી ઉત્તમ ક્રિયાઓ તો હોય જ !! નહિ તો શુદ્ધ માન્યતા ચિરસમય ટકે પણ શી રીતે ? ‘શ્રી અરિહંત એ જ દેવ છે, મોક્ષપ્રદાયક એ એક જ દેવ છે' એવો નિર્ણય થયા પછી કુદેવને દાંડી પીટીને પણ જગતની સમક્ષ કુદેવ તરીકે જાહેર કરવા, એ પણ શ્રી સમ્યગ્દર્શનની સેવાનો જ એક પ્રકાર છે. આ તમારે ગોખવું પડશે ! ‘નિગ્રંથ એ જ ગુરુ કે, જે શ્રી જિનેશ્વરદેવની જ આજ્ઞામાં રહે, આજ્ઞામાં જ વર્તે અને બીજાને પણ એમ કરવાનો જ ઉપદેશ આપે.' આ નિર્ણય થાય પછી પ્રભુપ્રણીત મહાવ્રતો તથા પ્રભુની આજ્ઞાને આઘી મૂકનારને પણ (કોઈ બેય આઘાં મૂકે, કોઈ વ્રત આઘાં મૂકે અને કોઈ આજ્ઞા આઘી મૂકે) જરૂર પડ્યે તે સ્વરૂપે જનતા સામે ઉઘાડાં કરવાં, એ સમ્યગ્દર્શનની સેવાનો એક પ્રકાર છે. સભા ઃ પેલાનો જીવ દુઃખાય.તો, છ કાયની રક્ષા રહે ? શાસ્ત્ર કહે છે કે, સુગુરુનું સ્વરૂપ બતાવી લોકોને કુગુરુના ફંદામાંથી બચાવવા એ જ ખરી છ કાયની રક્ષા છે. દુનિયાના જીવો જેમ કુગુરુના ફંદામાં વધુ ફસાય, તેમ છ કાયનો નાશ વધારે છે; માટે એ અટકાવવામાં જ છ કાયની રક્ષા છે. દીકરાના ભલા માટે ખોળામાં સુવાડી અગર પથારીમાં સુવાડી અને બાંધીને પણ, રોવરાવીને પણ, મોંમાં લાકડું નાખીને પણ, મા કડવી દવા પાય કે ન પાય ? કોઈ કહે કે, ‘વાતો તો દીકરાને રાજી રાખવાની કરે છે અને આવો • 'જુલમ કેમ થાય ?’ તો મા કહી દે કે, ‘તું ન સમજે ! એમાં જ હું એનું ભલું ભાળું છું.' .' એ જ રીતે યોગ્યની રક્ષા અને પ્રકાશન માટે અયોગ્યનું પણ સ્વરૂપ બતાવતાં અયોગ્યને દુઃખ થાય, એમાં છ કાયની રક્ષાને એક લેશ પણ હાનિ પહોંચાતી નથી. એ જ રીતે જનતાને સુધર્મ સમજાવવા કુધર્મનું ઉન્મૂલન કરવું, એ ધર્મને એના વાસ્તવિક સ્વરૂપમાં ખુલ્લો કરી બતાવવો, એ પણ સમ્યગ્દર્શનની સેવાનો જ એક પ્રકાર છે. જેમ શ્રી અરિહંતદેવને ભજવામાં દર્શનસેવા છે, એમ જ લોકને પણ તે તરફ ખેંચવા, એમના ભલાના ઇરાદે કુદેવની એક-એક ખામી એમના સામે Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ – – 318 ધરવી, તે પણ સમ્યગ્દર્શનની સેવા છે. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં રહે એ જ ગુરુ અને એવા સદ્ગુરુની સેવામાં જેમ સમ્યગદર્શનની સેવા છે. તેમ જિનાજ્ઞાથી વિરુદ્ધ વર્તનારા, મહાવ્રતને ખીંટીએ ભરાવનારા, આગમથી ઊલટું બોલનારાને ખુલ્લા કરવા, એ પણ સમ્યગ્દર્શનની સેવા છે. મહાવ્રતોને આઘાં મૂકે અને આજ્ઞાથી ઊલટું બોલે અને ઊલટું આચરે, એ બધા સાધુઓ નથી, પણ વેષધારીઓ છે અને એવાઓ માટે જ આ વાત છે. સભાઃ ઓઘો હાથમાં હોય તો ? એ બચાવ નથી. ઓઘો હોય ને વેશ્યાને ત્યાં જાય તો ? માટે એવા પોલા . બચાવો આ શાસનમાં ચાલે જ નહિ. લૌકિક દૃષ્ટિએ મહાવ્રત પાળતા હોય તે છતાં પણ, જો પ્રભુની આજ્ઞાને જે આઘી મૂકે, તેનામાં મહાવ્રતો રહી શકતાં જ નથી. આ કારણે ભદ્રિક જીવોના શ્રેયઃ માટે એવાઓને જરૂરી પ્રસંગે ઉઘાડા કરવામાં પણ હરકત નથી. જો કે એવાઓને ઉઘાડા કરવામાં તો મોટો વિગ્રહ છે, કારણ કે, એવાઓ તો સામાનો જાન લેવાની પણ તક શોધે ! ખોટી વાતો ફેલાવે, ખોટા આરોપ મૂકે કે, જંગ મચાવે, ધાંધલ કરે, પણ તેમાં પ્રભુમાર્ગનો ઉપદેશક શું કરે ? એક આદમીનું અયોગ્ય સ્વરૂપ ખુલ્લું કરી બતાવવામાં આવે, એટલે તે દુશ્મન તો થાય જ ! પણ શાસ્ત્ર કહે છે કે, શક્તિ હોવા છતાં અયોગ્યતા વધવા દે અને રોકવાના પ્રયત્ન ન કરે, તો તે વિરાધક ભાવને પામે છે. , આ જ કારણે આપણા એકેએક ઉપકારી મહાપુરુષોએ એવી ઉદ્ઘોષણાઓ કરવાનો અવસર આવ્યો ત્યારે જરાય કચાશ રાખી નથી. વધુમાં એવા શાસનરક્ષક અને ધર્મના ધોરી આચાર્યદેવો માટે ખાસ કાયદાઓ શાસ્ત્ર રાખ્યા છે. એવા આચાર્યદેવો માટે અમુક અમુક અવસરે ભિક્ષા અમુક ઘરની જ, અમુક સાધુ જ લાવે, અને તે પરમોપકારી સૂરિપુરંદરો આહાર પણ એકાંતમાં જ કરે, આ વિધિ છે. પ્રભુએ ફરમાવેલા પાંચેય આચારોમાં જ કુશળ તે આચાર્ય, એટલે કે સુંદર આચારોને (પંચાચારોને) પોતે પાળે, બીજાને પળાવે અને વિરુદ્ધ આચારવિચારોનું નીડરપણે કાયમ ખંડન કરે. શ્રી જૈનશાસનના આચાર્યોનું આ સદા માટેનું કામ છે; આથી વિરુદ્ધ આચારવાળાઓ એમને અનેક રીતે આપત્તિમાં મૂકવા ઇચ્છે માટે જ એવા સમર્થ ધર્મના ધોરી આચાર્યદેવો માટે ઘણા ઘણા પ્રકારની વિધિઓ બાંધી છે, કારણ કે, વસ્તુના રક્ષણ માટે આ શાસ્ત્રોએ યોગ્ય ઉપાયો અને સાધનો દર્શાવવામાં કશી જ કમીના નથી રાખી અને આગમની Page #340 -------------------------------------------------------------------------- ________________ 19 – ૨૯ સન્માર્ગની સ્થાપના માટે ઉન્માર્ગનું ઉન્મેલન - 26 – ૩૧૯ પાછળ આખીયે જિંદગીનું સમર્પણ કરી દેનારા મહર્ષિઓએ પોતાના જાનની પણ દરકાર નથી કરી. બગલાની શાંતિ વખાણવા લાયક નથી : આથી સ્પષ્ટ જ છે કે, શ્રી જિનેશ્વરદેવોના સાધુઓ તે કાંઈ જેવા તેવા ત્યાગી નથી. અને ત્યાગી જ નહિ, પણ મહાત્યાગી છે, મહાપ્રતિજ્ઞાઓનું પાલન કરે છે. તે મહર્ષિઓને ડગલે-પગલે પ્રતિજ્ઞાનું પાલન કરવાનું હોય છે. એવી પ્રતિજ્ઞાઓના પાલનમાં તો ઝંકારા પણ બોલે અને શાંતિ પણ છવાય; બેય હોય; કારણ કે તે તારકોની દેશનામાં તો શ્રી જિનેશ્વરદેવોએ સ્થાપેલા સન્માર્ગનું અને તેના મંડનની આડે આવતા એક-એક કુદર્શનનું ખંડન થાય. આજે તો એના કરતાંય ઘરખંડનની જરૂર વધી પડી છે, એટલે ઘરખંડનમાંથી પાર આવે ત્યારે બીજે જવાય ને ? પૂર્વાચાર્યો તો કુદર્શનોનું ખંડન કરતા અને તેઓએ બિછાવેલી જાળોને ચીરી નાંખતા; આથી તે તે દર્શનના અનુયાયીઓ શું શું કરવા ન ઇચ્છે ? રામાયણમાં સ્કંદકસૂરિની વાત જોઈને ! સત્યનું સમર્થન કરવા માટે પોતાને પણ સહેલું પડે, પણ જ્ઞાનીએ એમ ન કહ્યું કે, “એ કરવામાં ભૂલ કરી, ખોટું કર્યું !” આજે ઘરના પણ મારવા ઇચ્છે છે, તો બહારના ન ઇચ્છે ? આજના કહે છે કે, સાચું કહેવું ત્યાં વૈર કેમ હોય ? આ પ્રશ્ન જ અજ્ઞાનતાભર્યો છે, કારણ કે, અજ્ઞાન, જડ અને ઊંધી ગતિવાળાઓનું વેર સત્યની સામે જ હોય છે. એ લોકો કહે છે કે, “શાંતિ કેમ ન હોય ?” એમને કહો કે, “શાંતિ એ કંઈ માગ્યે મળે તેવી નથી; કોઈની પાસેથી ઉછીની લવાય તેવી નથી; દાંભિક શાંતિ જોઈતી હોય તો બગલાની શાંતિ ઘણી સારી છે.” એવી શાંતિ માટે બગલાનો દાખલો જ બંધબેસતો છે. બગલો હાલ-ચાલેય નહિ, આંખ પણ ઊંચી કરે નહિ અને માછલાને નજરે ભાળે કે તરત પકડી લે ! એવી જ રીતે તમારા નાશની જેને ચિંતા જ ન હોય, તે ઠંડે કલેજે હા-હા કરે, પરંતુ શું બધી જ વાતમાં હાજી હા કરનારાઓ સારા છે ? રામદાસ અને ઉલ્લુદાસઃ હાજીદાસનું કહેવાતું દૃષ્ટાંત ખાસ હાજી હાની વિલક્ષણતા સમજવા માટે ઘણું જ રમૂજી હોવા સાથે ઉપયોગી પણ છે. “રામદાસને ‘ઉલ્લુદાસ” નામનો એક મિત્ર હતો. તે બધી વાતમાં હા-હા જ કરે, એવો એનો નાશક સ્વભાવ હતો; કારણ કે, ‘હા’નો ઉપયોગ કરતાં સામો જહન્નમમાં જાય તોય એની એને પરવા જ નહોતી. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - 320 રામદાસ” નામનો એક ભોળો માણસ હતો. એને એક વાડી હતી. તેણે વાડીનો માલ વેચવા માટે એક દુકાન ખોલી હતી. એની દુકાન ઉપર એક પોલીસ આવ્યો અને તેણે કોઈ એક ચીજ માંગી અને રામદાસે ન આપી, એથી પોલીસે ગાળ આપી, સામેથી રામદાસે બે ગાળ આપી, એટલે પોલીસે ધોલ મારી, એ કારણે રામદાસે ગુસ્સે થઈને પોલીસને બે ધોલ મારી એટલે પોલીસે સીટી મારી અને એ સીટીને સાંભળવાથી પાંચ-પચીસ પોલીસો આવી પહોંચ્યા. અને રામદાસને ખૂબ પીટીને જતો કર્યો. આવો બનાવ બનવાથી રામદાસને ગુસ્સો આવ્યો અને એ ગુસ્સાના યોગે તેણે પોતાની આખીયે વાડીને સળગાવી મૂકી અને તે પછી આજીવિકાના સાધનના અભાવે તે ઉદાસીન ચહેરે બેઠો હતો, ત્યાં પેલો તેનો મિત્ર ઉલ્લુદાસ આવી પહોંચ્યો અને તેણે પૂછ્યું કે - ઉલ્લુદાસ ? કેમ રામદાસ ! શું ચાલે છે? રામદાસ : મેં એક વાડી કરી હતી.. ઉલ્લુદાસ : કરવી જ જોઈએ. તારા જેવો હોશિયાર માણસ વાડી ન કરે, એ કેમ ચાલે ! રામદાસ : એમાં ખૂબ માલ થયો. ઉલ્લુદાસ : થાય જ. મહેનત કરીએ ને માલ ન થાય એ બને ? રામદાસ પછી ખાતાં વધે તેને વેચવા માટે મેં એક દુકાન ખોલી. ઉલ્લુદાસ : ખોલવી જ જોઈએ અને માલ વેચવો જ જોઈએ. વેચ્યા વિના શ્રીમંત કેમ થવાય ? રામદાસ : ત્યાં એક સિપાઈ આવ્યો. ઉલ્લુદાસ : એ તો આવે જ. રામદાસ : એણે એક ચીજ મફત માંગી. ઉલ્લુદાસ : માગે ! સિપાઈ તો માગે જ. રામદાસ : મેં ન આપી. ઉલ્લુદાસ : શાની આપે ! એમ તે કાંઈ ચીજ મફતમાં આપી દેવાય? શું એ એના બાપનો માલ છે ? રામદાસ પછી એણે મને ગાળ દીધી ! ઉલ્લુદાસ : એ તો છે જ ! સિપાઈ હોય અને ગાળ ન દે ? Page #342 -------------------------------------------------------------------------- ________________ 321 — ૨૬ : સન્માર્ગની સ્થાપના માટે ઉન્માર્ગનું ઉન્મૂલન - 26 ૩૨૧ રામદાસ : મેં એને બે ગાળ દીધી. ઉલ્લુદાસ : એ ઠીક કર્યું, એવા તો એ જ ઘવના, એ વિના એની આંખ ન ખૂલે. રામદાસ : પણ પછી એણે મને ધોલ મારી ! - ઉલ્લુદાસ : જાત સિપાઈની ને ! એ ધોલ મારે જ. રામદાસ ઃ મને ચડ્યો ગુસ્સો એટલે મેં બે ધોલ મારી ! ઉલ્લુદાસ : બહુ ડહાપણ કર્યું, આવું કરે અને ગુસ્સો ન ચડે ? ચડે જ, આપણા હાથ કાંઈ ગીરવે મુકાય છે ? એકની બે ન મારીએ તો હાથ કામના શા ? રામદાસ પછી એણે સીટી મારી ! ઉલ્લુદાસ ઃ મારે જ ને ! એટલા માટે તો એ સીટી પાસે રાખે છે. રામદાસ : માંચ-પચીસ સિપાઈઓ ત્યાં ભેગા થઈ ગયા. ઉલ્લુદાસ થાય જ, એ તો એમનો કાયદો છે. રામદાસ ઃ બધાએ ભેગા થઈને મને માર્યો. ઉલ્લુદાસ ઃ મારે જ ! માર્યા વિના સિપાઈ છોડે ? રામદાસ : મને ચડ્યો ગુસ્સો ! ઉલ્લુદાસ : આટલું બધું થાય ને ગુસ્સો ન ચડે એ બને ? ચડવો જ જોઈએ. રામદાસ : પછી તો મેં આખી વાડી જ સળગાવી મૂકી, કેમ કે, કજિયાનું મૂળ તો એ જ હતું ને ? ઉલ્લુદાસ : એ બહુ સારું કર્યું. કજિયાનું મૂળ ૨ખાય જ કેમ ? રામદાસ : પણ હવે ભૂખે મરું છું એનું શું ? ઉલ્લુદાસ : ભૂલ કરીએ તો ભૂખે મરવું પડે ! બીજા તે કાંઈ ઓછું જ આપે ? કહો હવે, આવા ‘હાજીયાઓ' હોય ત્યાં શું થાય ? બધી જ વાતમાં હા ! એ પામરો ‘ના કહેવાનું અને સત્ય સમજાવવાનું શીખેલા જ નહિ.’ ‘પોલીસને કેમ માર્યો ? ન મરાય. જરૂર પડે તો ફરિયાદ કરાય. બધું તો ઠીક પણ મૂર્ખા, વાડી શું કરવા સળગાવી ?' આવું પણ કહ્યું ? નહિ જ, કારણ કે એને એની ફીકર જ ક્યાં હતી ? અસત્યને તેના રૂપમાં પ્રગટ કરવું જરૂરી છે : એવી જ રીતે આજના ઉન્માર્ગદેશકો એમ જ માને છે કે, ‘શ્રાવક અઢારે પાપસ્થાનક કરે એમાં મારા બાપનું શું જાય ?’ ‘આરંભ અને પરિગ્રહથી નરકે Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - - 322, જવાય” એ વાતની મને ખબર છે, છતાં કોઈ ગૃહસ્થ આવે તો, “આરંભ પરિગ્રહમાં વાંધો નહિ” એમ હું કહું કે એની સામે થઈ આરંભ અને પરિગ્રહના પાપથી તે બચે એવી વાતો કરું ? શેઠ મોટરમાં આવ્યા એટલે-શેઠ મોટરવાળા છે, એવા તો જોઈએ, એમ મારે કહેવું એ વાજબી છે કે, ‘તમારા પૂર્વના પુણ્યથી આ મોટર મળી છે, પણ જો એમાં મૂંઝાયા તો માર્યા જશો.” આમ કહેવું એ વાજબી છે ? એમ કહેવામાં આવે તો શેઠ પણ ચોકે ! આથી સ્પષ્ટ છે કે, પેલા ઉલ્લુદાસે હાજીહા કરી, એવી રીતે જે જે હાજીહા કરનારા છે, તે બધા જ ઉલ્લુદાસના ભાઈઓ છે. હવે આ જમાનામાં જૂઠું બોલ્યા વિના ચાલે તેમ નથી, પૂજાબૂજા કરવી પાલવે તેમ નથી, સામાયિકની નવરાશ નથી, આરંભ વિના ચાલે તેવું નથી' - આ બધું કહેનારાઓને – “કાંઈ નહિ ત્યારે, એનાથી ક્યાં મુક્તિ અટકી જવાની છે ? એ તો બધું જ ચાલે !' – આવું કહેનારા ઉલ્લુદાસો ન કહેવાય તો બીજું શું કહેવાય ? આવી રીતની હાજીહા કરનારા તો ખરેખર આત્મહિતના ઘાતકો છે.* ઉન્માર્ગના ઉમૂલનને નહિ સાંભળી શકનારો એક આદમી કહે છે કે, મંદિર તથા ઉપાશ્રયમાં કજિયા થાય છે, માટે હું તો ત્યાં જતો જ નથી.” - આની સામે ‘તો, ઠીક ત્યારે !” એમ કહેવાય ? સાચાથી તો કદી જ ન કહેવાય. એક ભાઈ એક પરમ ગીતાર્થ મહાત્મા પાસે ગયા હતા. તેને તે મહાત્માએ પૂછયું કે, “તમારા ગામમાં સાધુ કોણ છે ?' આણે જવાબ આપ્યો કે, “આપણે તો દહેરે કે ઉપાશ્રયે જવાનું જ માંડી વાળ્યું છે, કારણ કે, ત્યાં તો બધે માત્ર કજિયા જ હોય છે.” આવો ઉલ્લેઠ, ઉદ્ધત અને અસત્ય ઉત્તર સાંભળી મહાત્મા કાંઈ બોલ્યા વિના રહે ? નહિ જ. એ મહાત્માએ સંભળાવી દીધું કે, “શાંતિ તો તમારા ઘરબારમાં જ મળતી હશે એમ ? તો પછી શું મારી પાસે શા માટે આવ્યો ?' કારણ કે, ઉપકારી મહર્ષિઓથી વાતે વાતે હા ન જ પડાય. + જુનના:- xxx તથા ૨ શ્રતવેવતિનો વન "जह सरणमुवगयाणं, जीवाण सीरो निकिंतए जो उ । एवं आयरिओ वि हु, उस्सुत्तं पण्णवेंतो य ।।१।। न केवलमविधिप्ररूपेण दोषः किन्तु विधिप्ररूपणाभोगेऽपि विधिनिषेधाऽसम्भवात् तदाशंसानामनुमोदनापत्तेः फलतस्तत्प्रवर्तकत्वाद् दोष एव, तस्मात् "स्वयमेतेऽविधिप्रवृत्ता नात्रास्माकं दोषो वयं हि क्रियामेवोपदिशामो न त्वविधिम् एतावन्मात्रमपुष्टालम्बनमवलम्ब्य नोदासितव्यं परहितनिरनेत धर्माचार्येण, किन्तु सर्वोद्यमेनाविधिनिषेधेन विधावेव श्रोतार: પ્રવર્તનીયા, પૂર્વ દિ તે માને પ્રવેશિતા , અન્યથા તૂન્ય પ્રવેશે નશિતા: x પારો - યોગવિશિંકા ટીકા,શ્લોક ૧૫ Page #344 -------------------------------------------------------------------------- ________________ 323 – ૨૬ : સન્માર્ગની સ્થાપના માટે ઉન્માર્ગનું ઉન્મેલન - 26 – ૩૨૩ કોઈ કહે કે, “વ્યાપાર વગેરેની મંદી છે માટે પૂજા છોડી દીધી.” તો “ભલે ત્યારે એમ સાધુ કહે ? નહિ જ. સાધુ તો સમજાવે કે, વેપારની મંદી શાથી ? પુણ્ય ખૂટ્યું છે માટે જ આ દશા આવી છે, અને જો આ દશામાં ધર્મક્રિયાઓ છોડી દીધી, તો હાલત હજી પણ બગડશે. આરંભ-પરિગ્રહની કરણી માટે પૂછવા આવનાર ગૃહસ્થને સાધુ ‘હા’ કહે ? નહિ જ. કદાચ સામો ન સાંભળે એમ લાગે તો મૌન રહે, પણ “હા” કેમ જ કહે ? અને “હા એ હા' કહે તો પરિણામ પણ ભયંકર જ આવે ! આથી સમજી શકાય તેવું છે કે, અસત્ય વસ્તુને અસત્ય સ્વરૂપમાં જગતના ભલા માટે પ્રગટ કરવી, તે પણ સમ્યગુદર્શનની સેવા જ છે. ઘર્મોપદેશકનું કર્તવ્ય લૌકિક દૃષ્ટિએ મહાવ્રત પાળવા હોય તે છતાં પણ જે પ્રભુની આશાને આધી મૂકે, તેનામાં મહાવ્રતો રહી શકતાં જ નથી. આ કારણે ભદ્રિક જીવોના શ્રેય: માટે એવાઓને જરૂરી પ્રસંગ ઉઘાડ કરવામાં પણ હરકત નથી, જોકે એવાઓને ઉઘાડા કરવામાં તો B મોટો વિગ્રહ થાય, કારણ કે, એવાઓ તો સામાનો જાન લેવાની પણ તક શોધે ! ખોટી વાતો ફેલાવે, ખોટા આરોપ મૂકે, જંગ મચાવે, ઘાંઘલ કરે, પણ તેમાં પ્રભુમાર્ગનો ઉપદેશક શું કરે ? શાસ્ત્ર કહે છે E - કે, શક્તિ હોવા છતાં અયોગ્યતા વઘવા દે અને રોકવાનો પ્રયત્ન ન E કરે, તો તે વિરાઘક ભાવને પામે છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૭: સંઘમેરૂ જેવો દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોય, વીર સં. ૨૪પક,વિ.સં.૧૯૮૧, પોષ સુદ-૧૦, શુક્રવાર તા. ૧૦-૧-૧૯૩૦ 27 | • દંભક્રિયાથી આત્મશુદ્ધિ ન થાય ! વજપીઠના વર્ણન દ્વારા શ્રી સંઘરૂપ મેરૂની સ્તવના : • તત્ત્વભૂત અર્થની શ્રદ્ધા કેળવો ! • પુણ્યનો ઉદય વધુ મૂંઝવનારો છે : • પુણ્યાનુબંધી પુણ્યનો પ્રભાવ : • દુનિયાની સાહ્યબી પણ કોને ? ૦ જેટલી ઇચ્છાઓ વધારે એટલું દુઃખ વધારે : • દરેક ક્રિયાઓ આત્મશુદ્ધિ માટે કરો ! : મુનિપણું સાચવવામાં જ મુનિનું કલ્યાણ છે : શાસનની પાછળ મરતાં શીખો ! દંભ ક્રિયાથી આત્મશુદ્ધિ ન થાય? સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી શ્રી જિનેશ્વરદેવ પછી પૂજ્ય કોટિના શ્રીસંઘને સાત ઉપમાથી સ્તવી ગયા; હવે મેરૂશૈલની ઉપમાથી સ્તવે છે. સામાન્યતયા મેરૂનું વર્ણન પણ આપણે કરી ગયા. સ્થિરતા માટે શ્રીમેરૂની ઉપમા આપવામાં આવે છે, એનું કારણ એ છે કે, એની પીઠ વજની છે અને મજબૂત છે. એ પીઠ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે. આ ચાર વિશેષણો શ્રીસંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શનરૂપી વિજયી પીઠમાં પણ જોઈએ જ ને ? મજબૂત પીઠ વિના ઉપરનું તમામ કામ નકામું છે. જેમ વસ્તુ ઊંચી, તેમ પીઠ ઊંડી અને મજબૂત જોઈએ અને એ પીઠ દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોવી જોઈએ. જો તે તેવી ન હોય તો તેને તેવી બનાવવી જોઈએ. એ ન બને તો વસ્તુ ન ટકે. શ્રીસંઘરૂપે મેરૂની પીઠ સમ્યગુદર્શનરૂપ શ્રેષ્ઠ વજની છે. સમ્યગદર્શન વિનાનું જ્ઞાન તે જ્ઞાન નથી અને ચારિત્ર તે ચારિત્ર નથી. સમ્યગુદર્શન જાય તો સમ્યગુજ્ઞાન પણ જાય અને સમ્મચારિત્ર પણ જાય ! સમ્યગુદર્શન વિનાના જ્ઞાનની કે ચારિત્રની કશી જ કિંમત નથી. અધિક જ્ઞાન તથા ચારિત્ર ન હોય, છતાં પણ જો તેનામાં શુદ્ધ દર્શન હોય તો તે માર્ગસ્થ કહેવાય છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ 'વા. 325 – ૨૭ સંઘ મે જેવો દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોય- 27 – ૩૨૫ વસ્તુ માત્રને સમ્યફ પ્રકારે જોવી અને માનવી, એનું નામ સમ્યગદર્શન છે. સમ્યગદર્શન એટલે તત્ત્વરુચિ અને એ હોય તો જ જ્ઞાન તથા ચારિત્ર આવે અને ફળે. આ સમ્યગુદર્શન રૂપી વજ પીઠ હોય અને એ પીઠ દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોય, તો જ શ્રીસંઘને મેરૂની ઉપમા ઘટે. વિચારો કે, પીઠમાં પોલાણ ચાલે ? કહેવું જ પડશે કે ન ચાલે. ઉપરની શોભા તો પછી પણ આવે, પણ પીઠ તો મજબૂત હોવી જ જોઈએ. ઝાડનું મૂળ મજબૂત હોય તો ડાળાં-પાંખડાં લાવવામાં બહુ મહેનત નથી. સમ્યગ્દર્શન એ જ શ્રીસંઘની વજમયી પીઠ છે. મેરૂને પણ વજની પીઠ છે. વજ એ રત્નની જાત છે અને તે મજબૂત છે, એ કોઈથી ભેદાય નહિ, મોટા મોટા પહાડને પણ એ ભેદી શકે છે, પણ એને કોઈ ભેદી શકે નહિ ! અને અહીં સમ્યગુદર્શન એ મોક્ષનું પહેલું અંગ છે માટે જ એ વજકલ્પ છે. - હવે વિચારો કે, પહેલા જ અંગમાં સડો લાગે તો હાલત શી થાય ? મહિના મહિનાના ઉપવાસ કરનારા તથા કાયકષ્ટ ભોગવનારા તો ઘણા મળે, પણ મજબૂત અને શુદ્ધ દર્શનવાળા મળવા મુશ્કેલ છે અને એ બધાનો આધાર સમ્યગુદર્શન ઉપર જ છે. જૈનશાસનને જાણનાર કોરા જ્ઞાનીને કે કોરા તપસ્વીને જોઈને ન મૂંઝાય. એ તો જુએ કે, એમાં મુખ્ય વસ્તુ છે કે નહિ ? ઇતરમાં પણ તપ તો હોય, છતાં પણ સમ્યગદર્શન વિનાના તપથી અહીં મહત્તા નથી સ્વીકારી. વસ્તુ વિનાનો આડંબર કરવો એ દંભ છે. કાં તો વસ્તુ પામવી જોઈએ અને કાં તો પામવાની ઝંખના જોઈએ. દાંભિક ક્રિયા, વિરુદ્ધ હેતુવાળી ક્રિયા કે હેતુ વિનાની ક્રિયા કદી ન આત્માને તારતી નથી, કારણ કે, દંભંક્રિયાદિથી આત્મશુદ્ધિ નથી થતી. દંભ વિનાની અને શુદ્ધ હૃદયની, શ્રદ્ધાપૂર્વક કરેલી ક્રિયા જ આત્માનું કલ્યાણ કરી શકે છે. વિજપીઠના વર્ણન દ્વારા શ્રીસંઘરૂપ મેરૂની સ્તવના: ' હવે આપણે જોઈએ કે, પીઠના વર્ણન દ્વારા શ્રીસંઘરૂપ મહા મંદરગિરિની સ્તવના કરતાં, સૂત્રકાર મહર્ષિ અને ટીકાકાર મહર્ષિ શું ફરમાવે છે ? તેઓ શ્રી ફરમાવે છે કે -- જેને સમ્યગુદર્શનરૂપ શ્રેષ્ઠ વજમયી દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ પીઠ છે તેવા શ્રીસંઘરૂપ મહામંદરગિરિને વિનયથી નમ્ર બનીને હું વંદન કરું છું. १. सम्मदसंणवरवइर-दृढरुढगाढावगाढपिढस्स । વંષિ વિષપાનો, સંઘમદાવંતરિ II” - શ્રી નંદિસૂત્ર Page #347 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ આ જ વસ્તુને સ્પષ્ટ કરતાં ટીકાકાર મહર્ષિ આચાર્યદેવ શ્રી મલયગિરિજી મહારાજા લખે છે કે ૩૨૭ ‘જીવ, અજીવ આદિ તત્ત્વોના અર્થોનું જે અવિપરીત શ્રદ્ધાન તેનું નામ સમ્યગ્દર્શન. તે જ મોક્ષનું પ્રથમ અંગ હોવાથી સારભૂત છે અને શ્રીસંઘરૂપ મહામંદરગિરિની શ્રેષ્ઠ વજરૂપ પ્રથમ ભૂમિકા છે અને તે નિષ્પકમ્પ, ચિરપ્રરૂઢ નિબિડ અને નિમગ્ન છે. 326 આ ઉપમાનમાં શ્રી મેરૂપર્વતના પક્ષમાં તો તેનું દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ વિશેષણોથી વિશિષ્ટ વજ્રરત્નમય પીઠ છે એ તો સુપ્રતીત છે, એટલે એ વિષયમાં ખાસ કંઈ કહેવા જેવું નથી. “પણ શ્રી સંઘરૂપ મહામંદગિરિના પક્ષમાં તો સમ્યગ્દર્શન રૂપ જે શ્રેષ્ઠ વજ, તન્મય શ્રી સંઘરૂપ મહામંદરગિરિવરનું પીઠ છે. “તે પીઠ શંકા, કાંક્ષા, વિચિકિત્સા આદિ દોષોરૂપ છિદ્રોથી રહિત હોવાના કારણે, તેમાં પરતીર્થ સંબંધી વાસના રૂપ જલના પ્રવેશનો અભાવ હોવાથી, તેને ચલિત કરવું અશક્ય છે, એથી દૃઢ છે. અને પ્રતિસમય વિશુદ્ધ થતું હોવાથી ચિરકાલ સુધી પ્રશસ્ત અધ્યવસાયોમાં વર્તે છે, તેથી રૂઢ છે. પ ‘તથા તત્ત્વવિષયક તીવ્ર રુચિસ્વરૂપ હોવાથી ગાઢ છે. “તેમજ સમ્યક્ પ્રકારના અવબોધ દ્વારા જીવાદિક પદાર્થોમાં પ્રવિષ્ટ હોવાથી તે અવગાઢ છે. આ પ્રકારે દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ શ્રી સમ્યગ્દર્શનરૂપ શ્રેષ્ઠ વજ પીઠવાળા શ્રીસંઘરૂપ મહામંદરરિગિરને હું વંદન કરું છું.” १. “सम्यक् अविपरीतं दर्शन तत्त्वार्थश्रद्धानं सम्यगदर्शनं तदेव प्रथमं मोक्षाङ्गतया सारत्वा-द्वरवज्रमिव सम्यग्दर्शनवज्रं तदेव दृढं निष्प्रकम्पं रूढं चिरप्ररूढं गाढं निबिडमवगाढं निमग्नं पीठंप्रथमभूमिका यस्य स तथा, २. इह मन्दरगिरिपक्षे तु वज्रमयं पीठं दृढादिविशेषणं सुप्रतीतं, सङ्घमन्दरगिरिपक्षे तु सम्यग्दर्शनं वरवज्रमयं पीठं । 3. दृढं शङ्कादिशुषिररहिततया परतीर्थीकवासनाजलेनान्तः प्रवेशाभावतश्चालयितुमशक्यम् । ४. रूढं प्रतिसमयं विशुद्धमानतया प्रशस्ताध्यवसायेषु चिरकालं वर्तनात् । ५. गाढं तीव्रतत्त्वविषयकरुच्यात्मकत्वात्, ५. अवगाढं - जीवादिषु पदार्थेषु सम्यग्बोधरूपतया प्रविष्टं तं वन्दे ।” - નંદિસૂત્ર ટીકા Page #348 -------------------------------------------------------------------------- ________________ ૨૭ : સંઘ મેરૂ જેવો દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોય- 27 — ૩૨૭ આ ઉપરથી સહેજે સમજી શકાય તેમ છે કે, તત્ત્વોના અર્થોનું જે અવિપરીત શ્રદ્ધાન તેને જ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં સમ્યગ્દર્શન કહેવાય છે અને એને જ મોક્ષના પ્રથમ અંગ તરીકે સારરૂપ મનાતું હોવાથી, સૂત્રકારમહર્ષિ તેને શ્રેષ્ઠ વજરત્ન તરીકે ઓળખાવી, શ્રીસંઘરૂપ મંદિરગિરિનું પીઠ બનાવે છે. એવા સમ્યગ્દર્શનને પીઠરૂપ બનાવી, સૂત્રકાર શ્રી ફરમાવે છે કે, આખાએ શ્રીસંઘરૂપ મંદગિરિનો આધાર જ સમ્યગ્દર્શન છે. એ સમ્યગ્દર્શન ત્યારે જ દૃઢ બને કે, જ્યારે તેને કુદર્શનોની વાસનાથી અલિપ્ત રાખવા માટે શંકા, કાંક્ષા આદિ દોષોથી રહિત બનાવવામાં આવે. પ્રતિસમય વિશુદ્ધ થાય તે રીતે ચિરકાલ સુધી પ્રશસ્ત અધ્યવસાયોમાં વર્તવામાં આવે તો તે સમ્યગ્દર્શન રૂઢ બને છે; તત્ત્વવિષયક રુચિને તીવ્ર બનાવવામાં આવે ત્યારે તે સમ્યગ્દર્શન ગાઢ બને છે; અને તે દ્વારા સારી રીતે બોધ થાય તે રીતે જીવાદિક પદાર્થોમાં પ્રવેશ કરવામાં આવે, ત્યારે તે સમ્યગ્દર્શન અવગાઢ બને છે. 327 આવા દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ એવા સમ્યગ્દર્શન ઉપર પ્રતિષ્ઠિત થયેલો શ્રીસંઘ જ શ્રીમેરૂપર્વતની ઉપમાને પામી શકે છે પણ અન્ય નહિ જ. આથી એ પણ સ્પષ્ટ થાય છે કે, સમ્યગ્દર્શન એ કોઈ નાનીસૂની કે સામાન્ય કોટિની વસ્તુ નથી જ. એના ઉ૫૨નો હલ્લો એ આખા શાસન ઉ૫૨નો હલ્લો છે અને એ જ કારણે એ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોવું જોઈએ; એ જ આ કથનનો ફલિતાર્થ છે. વાત વાતમાં શ્રદ્ધા ઉપર આક્ષેપ કરનારા, એ વસ્તુતઃ પ્રભુશાસનને સમજ્યા જ નથી, એમ કહેવું એમાં કશી જ અતિશયોક્તિ નથી. અનંતજ્ઞાનીઓએ પ્રરૂપેલાં તત્ત્વોના અર્થની જેઓને સાચી શ્રદ્ધા નથી, તેઓ જ તત્ત્વની બાબતોમાં મનસ્વી કલ્પનાઓ ઉપર નાચે છે; જીવાદિક તત્ત્વોના વિષયોમાં મનસ્વી કલ્પનાઓ ચલાવવી અને અંતર અવાજ ઉપર જ ભાર મૂકવો, એ મહા મિથ્યાત્વના ઉદયનું પરિણામ છે; અન્યથા એકદમ અને સર્વ પ્રકારે મતિના વિષયમાં ન ઊતરી શકે તેવા પદાર્થોમાં મતિકલ્પનાઓનું અને અંતરઅવાજનું સામ્રાજ્ય સ્થાપવાની ઇચ્છા જન્મે જ નહિ. જેઓ આજે આ સમ્યગ્દર્શનને દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ બનાવવાનું કામ ભૂલી જઈ, પોતાની જ વાહવાહ કરાવવાના કામમાં રોકાઈ ગયા છે અને સમ્યગ્દર્શનને શોભાવનાર, દીપાવનાર, ખીલવનાર તથા સફળ કરનાર કરણીઓ ઉપર થઈ રહેલા કુટિલ અને કારમા પ્રહારોને જાણે આંધળા, બહેરા Page #349 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ કે મૂંગા હોય તેમ જોઈ, સાંભળી કે ખમી રહ્યા છે, તેઓ પોતાની અને પોતાના આશ્રિતોની, પોતાના જ હાથે કારમી કતલ કરી રહ્યા છે, એમાં પણ કશી જ શંકા નથી. ૩૨૮ તત્ત્વભૂત અર્થની શ્રદ્ધા કેળવો : આ રીતે શ્રી જિનેશ્વરદેવના દર્શનમાં સમ્યગ્દર્શનમાં મહત્તા સમજી, તેના સ્વરૂપથી એક-એક મોક્ષના અર્થીએ સુપરિચિત થવું જોઈએ. સમ્યગ્દર્શન, એ તો શ્રી જિનેશ્વરદેવના ધર્મરૂપ પ્રાસાદનો પાયો છે; એટલે કે, તેના ઉપર જ શ્રી જિનેશ્વરદેવના ધર્મરૂપ પ્રાસાદનો આધાર છે; આથી આપણે જોઈ ગયા કે, તેનું સ્વરૂપ દર્શાવતાં આચાર્યદેવ શ્રી મલયગિરિજી મહારાજાએ ફરમાવ્યું કે, “તત્ત્વોના અર્થોનું અવિપરીત એટલે યથાર્થ શ્રદ્ધાન, તેનું જ નામ સમ્યગ્દર્શન.’ આ સ્થળે એ જ વિચારવાનું છે કે, ‘ભગવાન શ્રી મલયગિરિજી . મહારાજાએ તત્ત્વની શ્રદ્ધા નહિ કહેતાં, તત્ત્વના અર્થની શ્રદ્ધા કેમ કહી ?' જીવ એ તત્ત્વ છે; દરેક આસ્તિક દર્શન એ તત્ત્વને સ્વીકારે છે-પણ તત્ત્વનો ભાવ પામી શકતા નથી અને તત્ત્વ માત્રને બોલી જવાથી કંઈ વળે નહિ. આથી ‘જીવ એટલે શું ?' એ ખાસ સમજવું જોઈએ. 328 આ વિશ્વમાં જીવ, અજીવ એ બે તત્ત્વ જ્ઞેય છે. સારી દુનિયામાં મુખ્યપણે જીવ અને અજીવ એ બે જ તત્ત્વો છે; આ બે તત્ત્વ સિવાયની ચીજ આ દુનિયામાં નથી. એ બે તત્ત્વોને જાણ્યા વિના ઇષ્ટ સાધના ન જ થાય, માટે એ તત્ત્વો શેય છે. આથી કેવળ એ તત્ત્વોનો શાબ્દિક આડંબર કરવાથી. કંઈ જ ન વળે; તે તત્ત્વોને તેના તેના સ્વરૂપથી, લક્ષણથી અને ભેદ-પ્રભેદોથી જાણવાની મહેનત ક૨વી જોઈએ. પુણ્ય અને પાપનું સર્જન, એ અજીવ તત્ત્વમાંથી જ થાય છે. આત્મા પોતાના શુભ અથવા શુદ્ધ પરિણામથી અજીવ સ્વરૂપ કર્મવર્ગણાનાં પુદ્ગલો શુભ સ્વરૂપે બાંધેલ તે પુણ્ય અને અશુભ પરિણામથી અજીવ સ્વરૂપ કાર્યણવર્ગણાના અશુભ સ્વરૂપે બાંધેલાં પુદ્ગલો તે પાપ. શુભ પુદ્ગલના ઉદયથી સારી સામગ્રી મળે અને સારી રીતે ભોગવાય તે પુણ્યોદય અને અશુભ પુદ્ગલના ઉદયથી ખરાબ સામગ્રી મળે અને ખરાબ રીતે ભોગવાય તે પાપોદય. શુભ અથવા શુદ્ધ પરિણામના યોગે અજીવસ્વરૂ૫ કાર્મણવર્ગણામાં નંદિસૂત્ર ટીકા ૧. સમ્ય-વિપરીત વર્શન-તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્યવર્શનમ્ ।। - Page #350 -------------------------------------------------------------------------- ________________ 329 — ૨૭ : સંઘ મેરૂ જેવો દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોય- 27 — ૩૨૯ શુભ પુદ્ગલો આવે તે શુભાશ્રવ અને અશુભ પરિણામથી અને અશુભ કર્મના ઉદયથી અશુભ પુદ્ગલો આવે તે અશુભાશ્રવ શુભ અથવા શુદ્ધ પરિણામથી અજીવ સ્વરૂપ કાર્યણવર્ગણામાંથી અશુભ કર્મો આવતાં રોકાય તે સંવર અને આત્માના મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ હેતુઓથી અજીવ સ્વરૂપ કાર્મણ વર્ગણામાંથી કર્મસ્વરૂપે પરિમાણ પામેલાં પુદ્ગલો આત્માએ પ્રથમ બાંધેલાં કર્મો સાથે એકમેક થાય એ બંધ અને આત્માના શુભ અને શુદ્ધ પરિણામથી આત્મા સાથે રહેલાં કર્મપુદ્ગલો આત્માથી છૂટાં પડી જાય અને તેને કર્મ પોતાનો કાળ પરિપૂર્ણ થયે ઉદયરૂપે આવી આત્માથી છૂટાં પડી જાય તે નિર્જરા તથા આત્મા ઉપરથી સઘળાંય કર્મો નાશ પામી જાય તે મોક્ષ. નવે તત્ત્વનો સામાન્ય રીતે આ અર્થ છે. આથી એ સુનિશ્ચિત છે કે, જીવ તથા અજીવ તત્ત્વના જાણકા૨ને એ નિશ્ચય થવો જ જોઈએ કે, જીવ તથા અજીવ એ બે જુદાં જ તત્ત્વો છે; બેયનું સ્વરૂપ એક એકથી સર્વથા ભિન્ન છે. પુણ્ય તથા પાપ, એ કર્મના સ્કંધો છે અને એથી એ અજીવ છે; એની અસર આત્મા પર થાય છે; કેમ કે, આત્મા એની સાથે સંલગ્ન (જોડાયેલો) છે. શુભ કે અશુભનો ઉદય, એ તો પુદ્ગલની નાસભાગ છે. એની અસર આત્મા પર થાય છે, કેમ કે, આત્મા એની સાથે જોડાયેલો છે. આત્મા ઉપર શુભ દ્રવ્યના સંયોગની શુભ અસર થાય અને અશુભ દ્રવ્યના સંયોગની અશુભ અસર થાય. જ્યારે એ સંયોગ દૂર થાય ત્યારે એના સ્વભાવ મુજબ શુભ કે અશુભ ફળ આપતો જાય અને એ શુભ કે અશુભ ફળ ભોગવવાં પડે. એકલો ચેતન સ્વ-સ્વરૂપમાં લીન થાય અને એકલો જડ જગતમાં આથડે; ચેતન અને જડમાં ભેદબુદ્ધિ થાય કે તરત કાર્યવાહીમાં પણ ફેરફાર થાય. જીવ અને અજીવ તત્ત્વને જાણવાં શા માટે ? એ બેને જાણવાનો એ જ હેતુ છે કે, મારો આત્મા ચેતન છે અને એને વળગેલ કર્મ અચેતન છે. એ અચેતનની અનંતકાળથી સેવા કરવાથી આત્મા પરવશ બન્યો છે; એવો પરવશ બન્યો છે કે, જડના આધારે જીવે છે. જીવન, એ આત્માનો સ્વભાવિક ગુણ છે; તે જડના યોગે એ ગુણનો એણે નાશ કર્યો; બસ, મરણ, મરણ ને મરણ. મરણ જ આત્માની પાછળ પડ્યું છે. એ અજીવના સંયોગથી બચવા માટે જીવ તથા અજીવના સ્વરૂપને સમજી, અજીવના તથાપ્રકારના સંયોગથી અલગ થવાના જ પ્રયત્નો કરવા જોઈએ. પરંતુ તે પોતાનું તથા પરનું સ્વરૂપ સમજ્યા વિના બને તેમ નથી; માટે નવતત્ત્વના અર્થની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહ્યું છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ 330 સમ્યગદર્શનવાળો આત્મા તે કહેવાય કે, જે પુણ્ય અને પાપના આશ્રવમાં તથા બંધમાં ન મૂંઝાય. જે મૂંઝાય તે ચેતન ચેતન મટી જડ જેવો બની જાય છે. વસ્તુ સ્વરૂપનો જાણકાર આત્મા શુભના ઉદયમાં કે અશુભના ઉદયમાં, બેમાંથી એકમાં પણ ન મૂંઝાય. પુણ્યનો ઉદય વધુ મૂંઝવનારો છે? | સામાન્ય રીતે આ બેના ઉદયમાંથી કોણ મૂંઝવે ? પુણ્યનો ઉદય કે પાપનો. ઉદય ? પાપના ઉદયથી તો છૂટવાની ભાવના રહે છે, પણ પુણ્યના ઉદયથી છૂટવાની નહિ પણ વળગવાની ભાવના રહે છે. આથી સમજી શકાય તેમ છે કે, પુણ્યનો ઉદય વધુ મૂંઝવનારો છે અને એ જ કારણ પુણ્યના ઉદયથી . સમ્યગુદૃષ્ટિ ડરે પણ પાપના ઉદયથી ન ડરે. અહીં એવી ભૂલ ન ખાતા કે, સમ્યગુદૃષ્ટિ પાપથી ન ડરે, કારણ કે, અહીં પાપથી નહિ ડરવાની વાત નથી, પણ પાપના ઉદયથી નહિ ડરવાની વાત છે. . શુભ તથા અશુભ કર્મના સદ્ભાવમાં આત્માની મુક્તિ નથી એ વાત તો નિશ્ચિત જ છે એટલે બેયથી છૂટવાની જરૂર છે. પુણ્યયોગે ઉત્તમ દેહ, ઉત્તમ તાકાત વગેરે મળે; મન, વચન, કાયાનું એવું બળ મળે કે જેથી કર્મોને વિખેરી શકાય; માટે તો પુણ્યાનુબંધી પુણ્યને શાસ્ત્રમાં ઉપાદેય કહ્યું છે. શ્રી જિનેશ્વરદેવનો ધર્મ એવો છે કે, જે એનો શ્રદ્ધાળુ બને, હૃદયથી જે એને ઇચ્છે અને સેવે, એની પાછળ દુનિયાની લક્ષ્મી તો ભટકતી ફરે; જે રીતે લક્ષ્મીની પાછળ દુનિયા ભટકી રહી છે, એ રીતે સાચા ધર્મીને ભટકવું ન પડે. ધર્મધન ખોવાઈ ગયું માટે જ તુચ્છ ધન માટે ભટકવું પડે છે. ધર્મ આવ્યો તો બધું જ આવ્યું એમ સમજો. પુણ્યવાનનું કપાળ એવું હોય કે, મારવા આવેલો પણ થંભી જાય; જ્યાં જવાની સંભાવના હોય ત્યાંથી પણ એને ધનની આવક થાય; જેનાથી બધા ભીખ માંગે તેનાથી એ શ્રીમંત થાય; તે પુણ્યયોગે બેઠોબેઠો સાહ્યબી ભોગવે, જ્યારે બીજાને મજૂરી કરતાંયે ન મળે; ધર્મીને લક્ષ્મી શોધવા ન જવી પડે, લક્ષ્મી એને શોધતી આવે; પણ ક્યારે? લક્ષ્મીને ઇચ્છડ્યા વિના ધર્મ સેવે તો ! લક્ષમીને ઠોકરે મારે તો !! લક્ષ્મીથી મુક્તિ નથી એમ માને તો !! હાય લક્ષ્મી ! હાય લક્ષ્મી. એમ કરવાથી લક્ષ્મી ન આવે. લક્ષ્મી તો જાય તોયે મારતી જાય અને આવે તોયે માર્યા વગર ન રહે; જાય એટલે ઊંચું જોવા ન દે અને આવે તો નીચું જોવા ન દે; એટલે કે, અક્કડ બનાવે. પરંતુ પુણ્યવાનને તો બેય રીતે આનંદ આપે. ' Page #352 -------------------------------------------------------------------------- ________________ 331 – ૨૭ઃ સંઘ મેરૂ જેવો દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોય- 27 – ૩૩૧ ધનાજી લક્ષ્મી મૂકીને જ્યાં જતા ત્યાં લક્ષ્મી પેદા થતી અને લક્ષ્મીનાં પોટલાં ઉપાડનારાને તો મહાપંચાત ! પોટલું ઉપાડવું પડે, લૂંટારા મળે તો પપ્પા ખાવા પડે, માલ આપવો પડે અને લોક ગાંડા કહે, એ જુદું, આ સ્થિતિ છે. શ્રી વસ્તુપાળે એકવાર અનુપમા દેવીને પૂછ્યું હતું કે, “લક્ષ્મી ખૂબ થઈ છે એનું હવે શું કરવું ?” ઉત્તરમાં – સાધન જેટલી લક્ષ્મી રાખી, બાકીની તમામ તીર્થસ્થળે લઈ જઈ વાપરવાની અનુપમા દેવીએ સૂચના કરી હતી. આ સૂચનાથી રાખવા જેટલી લક્ષ્મી લઈને વૃક્ષ નીચે દાટવા ગયા ત્યાં જમીનમાંથી નવું નિધાન નીકળ્યું. શ્રી વસ્તુપાલે આવી એ વાત અનુપમા દેવીને કરી, ત્યારે અનુપમા દેવીએ કહ્યું કે, પુણ્ય જાગતું છે, માટે હવે એ બધું ધન સાથે લઈ લ્યો અને તીર્થસ્થળે વાપરી જીવનના લહાવા લો – આ કસોટી છે. આજે તો જમીન ખોદા અને નિધાન હોય તો પણ કોલસા થઈ જાય. આવું ભાગ્ય ! બુદ્ધિ કઈ ? પૈસા માટે ગમે તે પાપ કરતાં વાંધો જ નહિ, આવી બુદ્ધિવાળાનું ભાગ્ય કર્યું હોય ? કમભાગ્ય એવું કે, પાપમાં જ મનુષ્યજીવન એળે ગુમાવે. પુણ્યયોગે આર્યદેશ, ઉત્તમ જાતિ અને ઉત્તમ કુળ વગેરે મળ્યાં, છતાં પણ હિંસા, ચોરી, જૂઠ કરતાં કંપે નહિ અને ઉપરથી પૂછે કે, “જૈનથી અમુક પાપ થાય કે નહિ ?' -આ કેવો ભયંકર પ્રશ્ન છે ? શું શાહુકાર રહેવા ઇચ્છનાર એમ પૂછે ખરો કે, “કોઈના પૈસા લાવીને પાછા ન આપું તો ચાલે નહિ ? જો ન ચાલે, તો પાપ કરવાની જૈનદર્શનમાં છૂટ ખરી કે નહિ, એમ કેમ જ પુછાય ? સાજા થવાની ઇચ્છાવાળો કુપથ્ય ખવાય કે નહિ ?” “પથારીમાંથી ઊઠવું છે . પણ પીવાની દવા ઢોળાય કે નહિ” આવા પ્રશ્નો પૂછી શકે ખરો ? નહિ જ, તો પછી પોતાની જાતને જૈન મનાવનારથી એવો પ્રશ્ન કેમ પુછાય ? પુણ્યાનુબંધી પુણ્યનો પ્રભાવ : • ' . સભા: આટલું અને આવું વાંચનાર-લખનાર આવા પ્રશ્ન પૂછે ? એમાં નવાઈ નથી. ક્રિયા બે રીતે થાય છે, આત્મશુદ્ધિ માટે તથા નામના માટે. . સભાઃ એવું ઉપરથી દેખાતું નથી. ન દેખાય ! નામના માટે ક્રિયા કરનાર બહુ સાવધ રહે. કેવળ આત્મશુદ્ધિ માટે ક્રિયા કરનારમાં પ્રપંચ ન હોય અને નામના માટે કરનાર પ્રાયઃ પ્રપંચનિપુણ હોય. ભવ્યના દોષ ઝટ ઓળખાય, ત્યારે અભવ્યના દોષ પારખવા કઠિન છે; કેમ કે, ત્યાં લોકપૂજા વગેરે સુખની પ્રાપ્તિનું ધ્યેય હોય છે. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ એ માને છે કે, ધર્મ સારી રીતે કરીએ તો જ ઇષ્ટ સુખ મળે અને એ મેળવવાનું એનું ધ્યેય છે, એટલે એ બહુ સાવધ રહે છે. આત્મા માટે ક્રિયા કરનારને લોકની પરવા નથી હોતી, એટલે એને તો પાંચ (માણસ) આવે તો પણ ઠીક અને પાંચ જાય તો પણ ઠીક, એને કશી પડી ન હોય; એને કોઈ ગાળો દે તો પોતે કર્મક્ષય માને અને એની કોઈ પ્રશંસા કરે તો પોતે આઘો રહે, સાવધ રહે ! 332 ખોખા માટે ક્રિયા કરનારને કોઈ ગાળો દે તો એને થાય કે, ‘મને ગાળો દે ? કોણ છે ?’ અને એની કોઈ પ્રશંસા કરે તો હ૨ખાય તથા જે કારણથી એ' પ્રશંસા થઈ હોય એની બારીકીથી તપાસ કરી એ ક્રિયા ચાલુ રાખે. પાંચ રૂપિયા પણ આત્મશુદ્ધિ માટે દેવાય, તો આખા જીવનનો પલટો થઈ જાય; પણ ‘પાંચ દીધા' કહેવરાવવા દેવાય એટલે સ્થિતિ ફરી જાય, પણ મોટે ભાગે દશા આ છે. ‘આપ્યા' નથી, છતાં પણ ‘મેં આપ્યા એ કહેવરાવવાની અને એવું સાંભળવાની ભાવના મોટે ભાગે છે. પાંચની ઉપાધિ ઓછી એ ભાવના નથી; પણ પાંચ આપી પાંચ હજાર મેળવવાની પાછી ભાવના છે. મૂર્છાથી છૂટવાની ઉદારતા આવશે ત્યારે જૈનપણું જુદું હશે; એ વખતે તો લક્ષ્મી જોરથી આવશે અને એ લક્ષ્મીથી છૂટવાની ભાવના પણ જોર પકડતી જશે. શ્રી જિનેશ્વરની ઋદ્ધિ-સિદ્ધિનો પાર હોય છે ? પાર વિનાની એ ઋદ્ધિસિદ્ધિ હોય છે; દુનિયામાં એવો કોઈ જીવ નથી કે-જેણે શ્રી તીર્થંકરદેવ જેટલી સાહ્યબી ભોગવી હોય કે ભોગવે; દુનિયાની બધા જીવો ભોગવે એના કરતાં કેટલાય ગણી સાહ્યબી શ્રી તીર્થંકરદેવે ભોગવી છે; સંસારની સાહ્યબી, દુનિયાની સાહ્યબી (આત્માની સાહ્યબી તો છે જ, એ અનંત સાહ્યબી તો ખરી જ, પણ આ તો દુનિયાની સાહ્યબી) પણ સારામાં સારી, માગ્યા વિના, કશી પણ મહેનત વિના, ઇચ્છા વિના એમની પાસે ઢે૨ના ઢેર આવીને ખડકાય અને એમણે ભોગવી. સભા કેવળજ્ઞાન પહેલાં પણ ? હા ! કેવળજ્ઞાન પહેલાંની વાત કરું છું. કેવળજ્ઞાન થયા પછી તો સમવસરણ, સુવર્ણકમળ, એ બધું અનુપમ છે, પણ પહેલાંની વાત કરું છું. શ્રી તીર્થંકરદેવના ભવમાં તો કમાલ હોય છે. ગર્ભથી જ્યારે પ્રસવ થાય ત્યારે દરેકને દુઃખ થાય, પણ ભગવાનને તો જરા પણ દુઃખ ન થાય, માતાને પણ - પ્રસૂતિનું જરા પણ દુઃખ ન થાય, ભગવાનનો ગર્ભ ભારરૂપ ન હોય; ભગવાનના ગર્ભથી માતાને ઉદરવૃદ્ધિ પણ ન થાય; ગર્ભ ગુપ્ત રહે; માતાને આળસ વગેરે વિકાર થાય જ નહિ; પ્રસન્નતા જ રહે; જે કુળમાં આવે તે કુળ Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ – ૨૭ઃ સંઘ મેરૂ જેવો દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોય- 27 - ૩૩૩ ધન્ય બની જાય; ગર્ભમાં આવતાં જ ઋદ્ધિ આદિની વૃદ્ધિ થાય; ગર્ભમાં આવે કે, ઇંદ્રો અને દેવતાઓ દોડધામ કરે; ઇન્દ્રસભામાં ઇંદ્ર કહે કે, “રૂદ સ્થિતોડદંતત્ર સ્થિત ભવન્ત વત્તે’ ‘અહીં રહેલો હું ત્યાં રહેલા ભગવાનને વંદન કરું છું.' આવી સાહ્યબી છે કોઈની પાસે ? દુનિયાની સાહ્યબી પણ કોને ? સભાઃ જેને ત્યાં પ્રભુ જન્મે તે ભલે સાર્વભૌમ રાજા ન હોય પણ નાના સમુદાયના જ રાજા હોય, છતાંય એની સત્તા તો સાર્વભૌમથીયે વધી જાય. સભાઃ એમના પિતા પર બીજાની આજ્ઞા તો ખરી ને ! પહેલાં ભલે હોય. પછી ઘટતી જાય; એને આજ્ઞા કરવાની કોઈની ભાવના જ ન થાય. જ્યાં આવીને દેવો અને ઇંદ્રો નમે, ત્યાં આજ્ઞા કરવાનું મન કોઈને પણ થાય ? ઇંદ્રોને પણ એમ થાય કે, “અમે દેવલોકમાં ક્યાં આવ્યા ? તે ધન્ય છે કે જેઓ મૃત્યુલોકમાં રહે છે અને ત્યાં રહી ભગવાનને વારંવાર જોઈ પાવન થાય છે.” આ પ્રભુની સ્થિતિ છે. દુનિયાના રાજા મહારાજાને ત્યાં દીકરો જન્મે તો ગામમાં ઓચ્છવ થાય . અને આ પ્રભુ જન્મે ત્યારે તો દેવલોકમાં પણ મહોત્સવ થાય. દેવો અને ઇંદ્રો પણ આનંદમગ્ન થાય. દુનિયાના બાળકને રમવા છોકરાં જોઈએ અને આમની પાસે તો દેવો પણ કુમારનાં રૂપો લઈ રમવા આવે. સભા આ બધી વાતોને કલ્પના કહે એનું શું? છે જેને આત્મસ્વરૂપનો જ ખ્યાલ ન હોય એને બધી વાત કલ્પના રૂપ જ લાગે. અમને કોઈ કહે કે, “પગે ચાલતાં શું સુખ ? મોટરમાં મજા છે.” તો અમે કહીએ કે, “એ પગે ચાલવાનું સુખ તો પગે ચાલનાર જ જાણે; તારે તો કલ્પના કરવાની રહી, તું તો એને કલ્પિત જ કહેવાનો. જેને આત્માની ઋદ્ધિસિદ્ધિ પર કાંઈ પણ ભરોસો નથી એને બધું કલ્પિત જ લાગે. - પૌગલિક પદાર્થો આટલી શાંતિ આપે તો આત્માના ગુણો કેટલી શાંતિ આપે ? આત્માના ગુણોથી જે શાંતિ અને સુ એ કુદરતી છે અને પેલું તો કૃત્રિમ છે, કૃત્રિમ સુખમાં મુંઝાનારી દુનિયા સુખી નથી, એટલું જ નહિ પણ ઊલટી પરિણામે પણ દુ:ખી જ છે અને ઉદાસીન ભાવે રહી જો દુનિયાની સાહ્યબી કોઈ પણ ભોગવી હોય તો તે, શ્રી તીર્થંકરદેવાએ ભોગવી છે. તેમજ શ્રી તીર્થકરદેવનું શાસન જન અસ્થિ મજ્જા થઇ ગયું છે તેઓએ, Page #355 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ તથા પ્રથમ ગુણસ્થાનકની અનાસક્ત દશા જેઓ પામ્યા છે તેઓએ જ ભોગવી છે, બીજા કોઈએ ભોગવી નથી. ઇંદ્રો પણ પ્રભુને સેવે; એમના શરીરની પણ ઇંદ્રા ચિંતા કરે છે. પ્રભુને માતાના સ્તનની ગરજ ન પડે માટે અંગૂઠામાં અમૃત મૂકી જાય. દૂધ માટે પ્રભુને માતાની ગરજ નહિ; રોવું પડે નહિ; માતાની રાહ જોવી પડે નહિ; છે ગ૨જ ? સ્વાધીન એ કે તમે ? તમે તો જન્મો ત્યારથી જ પરાધીન; તમારા બાળકને રમવા માટે ૨મકડાં માગવાં પડે અને પ્રભુને રમકડાં. એમનાં મા-બાપ તો બાંધે ત્યારે ખરાં, પણ એ પહેલાં તો ઇંદ્રો રમકડાં બાંધીને જાય. તમને આ બધું કેમ નહિ ? વિષયના કીડા બન્યા માટે ! દુનિયાની સાહ્યબીમાં રાચ્યામાચ્યા માટે !! ૩૩૪ 334 દુનિયાની સાહ્યબી પ્રત્યે જેને મોહ છે તે દુનિયામાં સુખી નથી, છતાં જો સુખ દેખાતું હોય તો એ સુખ ખોટું છે. પુણ્યયોગે સાહ્યબી મળે, પણ એમાં સુખ નથી. આ વાત તમને જચવી કઠણ છે. આત્મઋદ્ધિ તો શ્રી જિનેશ્વરદેવે ઘણી ભોગવી, પણ દુનિયાની સાહ્યબી પણ એમની પાર’વિનાની ! દેવો અને ઇંદ્રો એમની સેવા માટે દોડાદોડ કરે; વગર બોલાવ્યે આવે, એમના નોકર થઈને રહે, ક્ષણે ક્ષણે પ્રભુની અનુકૂળતા ઇચ્છે, તપાસે, જુવે અને એ મુજબ વર્તે ! પ્રભુ જન્મે ત્યારે પણ ઇંદ્રનાં સિંહાસન કંપે; દેવલોકની ઘંટાઓ વગર વગડાયે વાગે; ઇંદ્રો અભિષેક કરવા આવે. દેવતાઓ આવીને પ્રભુને રમાડે. પોતાના ખભા પર ચઢાવી, ઇરાદાપૂર્વક ત્યાં બેસાડી આનંદ પામે, મોટા થયા પછી સંસારમાં રહે તેમાં મા-બાપ પણ સમજે છે કે, ‘એ ભોગ કર્મોને ભોગવવા માટે રહેલ છે, પણ રહેવું નથી’ એવી તો એમની ખ્યાતિ છે. એમને ન પસીનો કે ન રોગ. એ રીતે ધર્મી બન્યા તો ઋદ્ધિસિદ્ધિ પાછળ આવી. ધર્મી બને એને સાહ્યબી શોધ્યા કરે. ધર્મ ગયો પછી કદી પૂર્વના પુણ્યયોગે સાહ્યબી ટકી તો પણ સુખ નથી. જડનાં તો સુખ પણ પારકાં. જેટલી ઇચ્છાઓ વધારે તેટલું દુઃખ વધારે આ બધી વાત સમ્યગ્દર્શન ઉપર ચાલે છે, કારણ કે, શ્રી સંઘરૂપ મેરૂપર્વતની એ પીઠ છે. શ્રીસંઘ એ મેરૂની જેમ શાશ્વત છે, તો એની પીઠ પણ એવી મજબૂત જ જોઈએ. એ પીઠ ૫૨ દુનિયાના ગમે તેવા ઘા થાય, તો પણ કાંકરી સરખી ન ખરે. શ્રી જિનેશ્વરદેવ તો મોક્ષમાં ગયા, પણ આજે એમના નામે લાખો અને કરોડોનાં દાન થાય છે. છોકરાનો વરઘોડો તો મા-બાપ કાઢે અને આ તારકોનો વરઘોડો તો ઘણા કાઢે અને તે પણ નિર્મળ ભાવે કાઢે. શ્રી જિનેશ્વરદેવ જે પૂજાય Page #356 -------------------------------------------------------------------------- ________________ ૨૭ : સંઘ મેરૂ જેવો દેઢ, દૃઢ, ગાઢ અને અવગાઢ હોય- 27 ૩૩૫ છે, તે એમની કાર્યવાહીથી, પણ અન્ય કોઈની કાર્યવાહીથી નહિ. પ્રભુને હીરાના મુગટ પહેરાવે છે, તે એ તારકની કાર્યવાહીથી અને એ તારકના નામથી પહેરાવે છે, પણ અન્ય કોઈના નામથી નહિ ! સભા એ ખાતામાં ઢગલો કેમ થાય છે ? 335 એ જ એ તારકનો પ્રભાવ છે, એ જે સ્થળે જાય એને ઉમળકો આવે જ. એ તા૨ક છે. એમનાં મંદિરો એ કોઈની બાપીકી મિલ્કત નથી. એ તો એ તારકોના ગુણોથી ઉત્પન્ન થયેલી મિલ્કત છે. આપણે પણ જે થોડા ઘણા સુખી છીએ, તે એ તારકના પુણ્યમાર્ગની કે પુણ્યમાર્ગને અનુસરતી કોઈ કોઈ ક્રિયાથી ઉત્પન્ન કરેલા પુણ્યપરમાણુથી; એ પુણ્યપરમાણુ ખૂટશે ત્યારે માનો કે, ભયંકર દશા આવી. દુનિયામાં સુખી થવા માગતા હો તો પણ લાડી, વાડી અને ગાડીના ન બનો; એના બન્યા તો સુખ ગયું ! સમજો કે, લાડી, વાડી અને ગાડીના યોગે કદાચ શેઠ કહેવાશો, મોટા મનાશો, પણ એમાં વસ્તુતઃ સુખ તો નથી જ. ન્યાયશીલ હશો તો માનશો, પણ હઠીલા થાઓ તો ઉપાય નથી. સભાઃ સુખ એટલે ? આત્માને અનુભવથી જણાતો આત્માનો એક ધર્મ. સભા ઇચ્છા સૌની જુદી જુદી હોય છે ને ? જેટલી ઇચ્છાઓ એટલાં જ દુઃખ છે અને ઇચ્છાનો અભાવ એ જ સુખ; જ્યાં ઇચ્છા છે ત્યાં વસ્તુતઃ સુખ નથી. ગૂમડું મોટું થાય, લપકા મારે, ડૉક્ટર કાપે; એટલે ‘હા-આ-શ' થાય એવું એ સુખ; પછી પટી માર્યા કરે. માથા પરથી પાંચ મણનો બોજો તે હેઠો ઉતારે, એટલે હા-આ-શ એવું એ સુખ. ઇચ્છા ઘટે ત્યારે જ સુખ મળે. શાસ્ત્ર તપને પરમ સુખ કહ્યું; તપ એટલે ઇચ્છાનિરોધ. પૂર્વે લક્ષ્મી માટે અત્યારના જેવી તિજોરીઓ નહોતી રાખવી પડતી; એમને એમની લક્ષ્મીનો વિશ્વાસ હતો; પણ તમારી લક્ષ્મીનો તમને વિશ્વાસ નથી. આજે તો એ દશા છે કે, તાળાં રહી જાય અને માલ ચાલ્યો જાય. વખતે એવું પણ બને કે, પોતાના હાથે તિજોરી ઉઘાડીને આપવું પડે. પૂર્વપુરુષોને વગ૨ તાળે મિલકત સચવાતી અને વધ્યે જતી એમ કહેવાય છે. શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા બાલ્યકાળમાં એક વડીલ સાધુ સાથે એક ગૃહસ્થને ઘેર ભિક્ષાએ ગયા છે; એ વખતે એ અલ્પ સમયના દીક્ષિત અને નાના સાધુ હતા. જેના ઘે૨ ભિક્ષાએ ગયા હતા તેણે પોતાના પૂર્વજોએ દાટેલા સોનૈયા Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - 336 કાઢવા જમીન ખોદેલી અને તેમાંથી કોલસા નીકળ્યા હતા, જે બહાર ખડક્યા હતા. પરંતુ એ કોલસાના ઢગલા શ્રી હેમચંદ્ર મહારાજને તો સોનૈયા રૂપે જ દેખાયા. એમણે વિચાર્યું કે, “આ કેવો શ્રીમંત છે કે, જેના ઘરની બહાર આ રીતે સોનૈયાના ઢગલા ખડકાય છે !” પણ અંદર જ્યારે વહોરવા ગયા ત્યારે ઘેશા વહોરાવી; આ જોઈ તેઓ હજી નાના હોવાથી બોલી ગયા કે, “આવો શ્રીમંત કે જેણે ઘરની બહાર સોનૈયાના ઢગલા ખડક્યા છે તેને ઘેર ઘેંશનું ભોજન !' સાથેના સાધુએ ચૂપ રહેવાનું કહ્યું. પણ પેલો વાણી સાંભળી ગયો. એ ભૂલે? એ તરત એમને ઉપાડીને એ કોલસાના ઢગલા પર બેસાડે છે, એટલે એ કોલસા પણ સોનૈયા બની ગયા. પુણ્યવાનને કોલસાના પણ સોનૈયા થયા, જ્યારે હીસકર્મીને સોનૈયાના પણ કોલસા થાય; આથી સ્પષ્ટ થાય છે કે, લમીમાં સુખ નથી. લક્ષ્મી ગણવામાં શું સુખ છે ? પચીસ-પચીસની ઢગલીઓ કરે, પાંચ-પાંચ વાર ગણે, એ ઢગલીઓ ગણતાં શેર શેર લોહી ચડે, કેમ કે, એણે એમાં સુખ માન્યું. દરેક ક્રિયા આત્મશુદ્ધિ માટે કરો ! આવો અનુભવ તો ઘણો કર્યો, હવે બાકીની જિંદગીમાં ધર્મનો પણ અનુભવ લો! આ ભવમાં દીક્ષા ન લેવાય તો ભવાંતરમાં આવે એવું તો કરો ! આ ભવમાં પુદ્ગલની જ સેવા કરે તેને ભવાંતરમાં પણ સંયમની પ્રાપ્તિ થાય ? નહિ જ. શ્રી વીતરાગદેવોની સ્તુતિ કરતાં એક મહાપુરુષ કહે છે કે, “તમારી પાસે સુખ રહે જ એમાં નવાઈ શી ? દુનિયાના પ્રાણીઓ રાગ કરી એમાં પાગલ બને છે, માટે એમને દુઃખ હોય છે, પણ દુનિયાના રાગના ત્યાગમાં કલ્યાણ માનનાર પાસે દુઃખ શી રીતે આવે ?” એ પુણ્યશાળીનું શરીર પણ એવું કે, એમના પર સહસંભાર-પ્રમાણ ચક્રો પડે તો પણ કંઈ ન થાય, એક પણ હાડકું ન ખસે. સંગમે ભગવાન શ્રી મહાવીરદેવ ઉપર સહસાભાર-પ્રમાણ ચક્ર મૂક્યું તો જમીનમાં ઘૂસી ગયા, પણ એક હાડકુંય ખસ્યું કે એક લોહીનું ટીપું પણ નીકળ્યું? નહિ જ. સભા: જમીનમાં ઘૂસ્યા ? હા ! સહસંભાર-પ્રમાણ ચક, મૂકનાર પણ દેવ, ગુસ્સામાં આવેલો અને પોતાના તમામ બળથી ચક્ર મૂકે, એટલો બધો બોજો પડે ત ભૂમિને ભેદે એમાં નવાઈ શી ? ભૂમિ ભૂદાઈ પણ પ્રભુનું અંગ ન ભંદાયું. આપણા પર તો એક પથરો આવે તોય લોહી નીકળે, મૂર્છા આવે. Page #358 -------------------------------------------------------------------------- ________________ as7 – ૨૭ઃ સંઘ મેરૂ જેવો દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોય- 27 - ૩૩૭ તમારે તો શરીરને રોજ પાક જોઈએ ને ? આ શરીર એ શાશ્વત ચીજ ખરીને ? એટલે એને માટે તો મોંઘા પાક જ જોઈએ ને ? શિયાળામાં પાક અને ઉનાળામાં સરબત, એમ ને ? શરીરની સેવા કરવાથી જ શરીર બળવાન થાય છે એમ ન માનતા. બળવાન શરીર પણ પ્રભુમાર્ગની આરાધનાથી જ મળે છે, કે જે શરીર દ્વારા ધર્મની આરાધના સારી રીતે કરી શકાય અને એથી જ ભયંકર ઉપસર્ગોને સહવા માટે પણ, આરાધનાના યોગે મળેલું શરીર સારી રીતે કામ લાગે. સભાઃ તો પણ ખીલા વખતે ચીસ પાડીને ? ખીલા નાખતી વખતે નહિ પણ કાઢતી વખતે અને તે પણ ચીસ પાડી નથી, પણ પડાઈ ગઈ. એ ભયંકર ઉપસર્ગ છે. એ પેઠેલા ખીલા લોહી, હાડકાં અને ચામડી સાથે તરબોળ થઈ મળી ગયાં હતાં. એ જ્યારે બહાર ખેંચાય, ત્યારે નસો ખેંચાય અને એથી શરીરના ધર્મ મુજબ એ વખતે ચીસ નીકળી ગઈ. આ ભયંકર ઉપસર્ગ છે. સભા: દરેક અવસર્પિણીના દરેક ચોવીસમા તીર્થકરને એવા ઉપસર્ગ હોય ? ના ! વય વગેરે સરખાં હોય છે. એવી બીજી પણ અમુક અમુક વાતો નિયત છે, બધી નહિ. અસ્તુ. * તમારે મોક્ષસુખ તો જોઈએ છે એમ માનું છું, કદાચ દુનિયાના સુખ વિના ન ચાલતું હોય, તો પણ મુક્તિના ઇરાદે ધર્મ સેવો; આત્માની શુદ્ધિ માટે ક્રિયા કરો! પણ ખોખા માટે, નામના માટે આજે ઘણે ભાગે થાય છે, એમ ન કરો ! બોખા માટે કે નામના માટે કરેલી ક્રિયાથી દેખાવમાં થોડું સુખ મળે પણ, - પરિણામ ભયંકર આવે, આ રીતે મળતું સુખ એ સાચું સુખ નથી. આત્મશુદ્ધિ માટે ક્રિયા કરનારના જીવનમાં, વિચારમાં, બોલવામાં, ચાલવામાં ઘણો પલટો આવે. “આ શું કહેશે, તે શું કહેશે ?' એવી આત્મશુદ્ધિ માટે ક્રિયા કરનારને દરકાર નથી હોતી; એવી દરકાર જેને હોય એની ક્રિયામાં ભલીવાર ન આવે. એ શરીર સાચવવામાં અને સારો દેખાવ કરવામાં જ મંડી પડે, પણ સાચા ધર્મીને એની દરકાર ન હોય. મુનિપણું સાચવવામાં જ મુનિનું કલ્યાણ છે? સભાઃ મુનિએ કોઈને માઠું ન લાગે તેવું જ કહેવું જોઈએ ને ? એવું કહે તે જ મહારાજ સરળ કહેવાય ને ? હો, એવું કહેનારા મુનિ ચોથા આરાના, પંચમ કાળના કલ્પતરુ, સમયજ્ઞ, Page #359 -------------------------------------------------------------------------- ________________ 338 ૩૩૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ સમયના જાણ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના જાણ, જમાનો ઓળખનાર એમ ને ? પાઘડી તથા ટોપીને ખોટું ન લગાડનારા એ જ સરળ અને માર્ગના જાણ એમ ને ? સભા અમે લાવીએ, સામૈયાં કરીએ, ચંદરવા-પુંઠીયાં બાંધીએ અને તમે અમારું ન માનો એ કેમ બને ? એ આજનો મોટો સવાલ છે. જૈનશાસનની ખૂબી જ એ છે અને જૈનશાસન અમને કહે છે કે, ‘કોઈ તમારી પાછળ ગમે તેટલું કરે તો પણ જિનાજ્ઞાને ભૂલીને તમે એને અનુકૂળ ન થતા. સિદ્ધરાજની ગાદીએ બેસાડતી વખતે ત્રિભુવનપાલને ત્રણ દીકરા હતા. તેમાં વચ્ચેના કુમારપાળ હતા. તંત્ર સેનાપતિના હાથમાં હતું. મોટાને ગાદી આપે તો તો દુનિયા વાજબી કહે જ, નાનાને આપે તો ‘નાના પર પ્યાર રાખી એને ગાદી આપી, મોટાઓ તો કમાઈ ખાશે.' - એમ પણ દુનિયા માને, પણ વચ્ચેનાને ગાદી આપી તો પક્ષપાત ગણાય ને ? કાયદેસર કામ કરવાનું એટલે, સભા ભરી ત્રણેયને બોલાવ્યા. પહેલાં મોટાને ગાદીએ બેસવાનું કહ્યું, એટલે ઊભા તો થયા પણ કપડાં સંકોરવા માંડ્યાં; તુર્ત સભાએ એમને બેસાડી દીધા. ‘ઊઠતાં ઊઠતાં જેમને કપડાં સંકોરવાં પડે તે ગાદીનું શું ઉકાળશે ?' એમ કહીને એમને બેસાડી દીધા. પછી નાના ભાઈને ઊભા થવાનું કહ્યું. એ ઊભા થયા એટલે સભાએ પૂછ્યું કે, ‘રાજ્ય શી રીતે કરશો ?’ એણે કહ્યું, ‘તમે જેમ’કહેશો તેમ કરીશ !’ સભાએ જણાવ્યું કે, ‘અમે કહીએ તે મુજબ રાજ્ય કરનાર જોઈએ તો અમે પોતે ક્યાં નહોતા ? તમે બેસી જાઓ !' શ્રી કુમારપાળને કહ્યું કે તરત જ તે ઊભા થઈને સિંહાસન ઉપર બેસી ગયા અને ‘શી રીતે રાજ્ય કરશો ?' એ પ્રશ્ના જવાબમાં તલવાર કાઢીને બતાવી અને કહ્યું કે – “વસ્વ મૂનાનાં તસ્ય રાખ્યું” “જેનું ભૂજાબલ તેનું રાજ્ય.” આ જ રીતે મુનિપણાની કિંમત સમજનાર મુનિ પણ તમારું ન માને જંગલમાં જવું પડે તો જાય, પણ બીજાઓને માટે પોતાનું ન ખોવે. મુનિ તમારા માટે મુનિ થયા છે ? ના. ભગવાન શ્રી મહાવીદેવના વચન માટે એમને એ તારકના વચનમાં વિશ્વાસ છે કે, મુક્તિ એ તારકના વચન Page #360 -------------------------------------------------------------------------- ________________ 339 — ૨૭ : સંઘ મેરૂ જેવો દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોય- 27 — ૩૩૯ પાલનથી જ મળવાની છે. પણ બીજાના વચનપાલનમાં નથી. આથી તમારા હુકમ મુજબ મુનિઓ ચાલે નહિ અને ચાલે તો એ ભગવાનના મુનિઓ નહિ. જેઓને ભગવાનની આજ્ઞા ન ગમતાં, ગૃહસ્થોની ગુલામી ગમતી હોય, તેઓને જૈનમુનિ મનાય જ કેમ ? વળી તમે તમારી બુદ્ધિનો સદુપયોગ કરી વિચારો કે, ‘જે મુનિ હોય, તે શ્રી જિનેશ્વરદેવના આગમ મુજબ કહે કે તમે કહો તે મુજબ કહે ?' અને શ્રી જિનેશ્વરદેવના આગમ મુજબ કહેનાર ‘ઇચ્છા મુજબ વર્તવામાં અને માનપાનમાં મુક્તિ છે' એમ કહે ખરા કે ? નહિ જ, બાકી જેઓની પાસે હૃદયપૂર્વકનાં મહાવ્રતો ન હોય, જેઓની પાસે પ્રભુનાં આગમ ન હોય, એવા જે ખાખી બંગાળી હોય અને જેઓ ગૃહસ્થો પર પોતાને જીવતા માનતા હોય, તેઓ ભલે તમે કહે, પણ સાચા મુનિઓ તો તેમ ન જ કહે; કારણ કે, તે પૂજ્યોને તો ખાતરી છે કે, અમે અમારા આયુષ્ય ઉપર જીવીએ છીએ તથા અમારી નામના હોય તો પણ પ્રભુના સંયમનો જ પ્રભાવ છે, એટલે તેવા તા૨ક મુનિવરો તો પોતાનું મુનિપણું પ્રથમ સાચવે અને તેની રક્ષા ખાતર યથાશક્તિ શાસ્ત્ર પાછળ અને શાસન પાછળ મરી પડે; કારણ કે, એમાં જ તેઓનું કલ્યાણ છે, એમ તેઓ દૃઢતાપૂર્વક માને છે. શાસનની પાછળ મરતાં શીખો ! દુનિયાની અને શરીરની સેવામાં સમ્યગ્દષ્ટ પણ રાચ્યો-માચ્યો ન રહે. આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા પણ સમ્યગ્દર્શનથી પવિત્ર બનેલા આત્મા માટે કહે છે કે, ૧‘સમ્યગ્દષ્ટિ આત્મા ભવસાગ૨માં ૨મે નહિ.’ રહેવું પડે તો રહે પણ ૨મે તો નહિ જ; એને તો એમ ત્રાસ થાય કે, શ્રી જિનેશ્વરદેવનું શાસન પામ્યા છતાં આ દુનિયાના બંધનથી હું છૂટી શકતો નથી ! . શ્રી સંપ્રતિ મહારાજ હાથી ઉપર બેસી માતાને નમન કરવા ગયા, ત્યારે માતા ખિન્ન થયાં. શ્રી સંપ્રતિ મહારાજે ખિન્નતાનું કારણ પૂછ્યું, માતાએ કહ્યું કે, ‘મારો દીકરો શાસનપ્રભાવક થાય તો મને હર્ષ થાય !' ત્યાં જ સંપ્રતિ મહારાજે પ્રતિજ્ઞા કરી કે, ‘રોજ એક નવા દેરાસરના ખાતમુહૂર્તના ખબર ન આવે ત્યાં સુધી દાતણ નહિ કરું !' આવું કાંઈ તમારી પાસે છે ? તમે કેટલાં અને કયાં . ખાતમુહૂર્ત કરાવ્યાં ? તમે સંઘમાં છો ને ? કેટલું જીવન શાસનને સોંપ્યું ? લક્ષ્મીનો કેટલામો ભાગ નિયમિતપણે શાસનને આપ્યો ? - શાસ્ત્રવાર્તા સમુચ્ચય. ૧. સમ્ય વર્શનપૂતાત્મા, રમતે 7 મવોડ્યો ।। Page #361 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ જ્યાં સાચા ત્યાગનું-મુક્તિસાધક ત્યાગનું નામ નથી અને આવા પ્રકારના ઉપદેશ નથી, ત્યાં રહેલાઓ પણ પોતાના માની લીધેલા ધર્મના પ્રચાર માટે, કરોડો રૂપિયા ખર્ચી રહ્યા છે. સ્વરાજ્ય માટે કંઈકે કફની પહેરી તો શાસન માટે તમે શું કર્યું ? શાસન ઉપર ભયંકર રીતે હુમલાઓ થતા હોય, તે વખતે ઊંઘ કેમ આવે ? અને ખાવું પણ કેમ ભાવે ? ધર્મના રસિયા કહેવાઓ અને ધર્મની કશી ચિંતા જ નહિ, એ કેમ ચાલે ? ધર્મ ઉપર આફત છે, એમ જાણી ઘરમાં બેસીને પણ કદી આંખમાંથી આંસુ પાડ્યાં છે ? દુનિયાની નજીવી વસ્તુ પાછળ તો રૂઓ છો, તો ધર્મના ઉપર ઘા થાય ત્યારે આંસુ પણ કેમ ન આવે ? કદી પા-અરધો કલાક ઘરમાં પણ રોયા છો ? ૩૪૦ 340 હમણાં સમાચાર આવે કે, ‘પાંચ લાખ ગયા’ તો અહીં બેઠાં છતાં પણ આંખમાં પાણી આવે, તો શાસન પર આવતાં આક્રમણની કશી ચિંતા કે ગ્લાનિ જ નહિ અને મોં ઉપર શોકની છાયા પણ નહિ ! એનું કારણ શું ? એ જ કે, ‘શાસન જે રીતે હૃદયમાં વસવું જોઈએ તે રીતે વસ્યું નથી. એની જ આરાધનામાં કલ્યાણ છે એવો દૃઢ નિશ્ચય થયો નથી.' પોતાના દોષો છુપાવવા માટે ખોટા આરોપ આજે જેઓ શાસન ઉપર અને પૂર્વાચાર્યો ઉપર મૂકી રહ્યા છે, તેઓને કહો કે, ‘ઓ ભાનભૂલાઓ ! તમારા ભલા માટે તારકોએ જે ઉપકાર કર્યો તેનો આ બદલો ? પોતાના વારસદારો ભીખ ન માગે માટે લખ્યું, આખી જિંદગી સમર્પી, વાંચી-વાંચીને, ગોખી-ગોખીને વારસદારોના ભલા માટે લખી ગયા, એનો આ શીરપાવ ? આગમ સાચવવા તો એ તારકોએ લોહીનાં પાણી કર્યાં અને તમને વારસો આપ્યો, એમને માટે આવી પ્રવૃત્તિ, એ તો ભયંકર કૃતઘ્નતા છે. માટે એનાથી બચો, નહિ તો તમારું ભાવિ ભયાનક બનશે એમ લાગે છે. આ શાસનમાં તમારા જેવાઓની કશી જ કિંમત નથી.’ શ્રી સંઘરૂપ મેરૂની વજ્રમય સમ્યગ્દર્શનરૂપી પીઠિકા દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે, એમ સૂત્રકાર મહારાજાએ ફરમાવ્યું. એ ચારે વિશેષણોમાંથી પણ સંયમની છોળો ઊછળે છે. ખરેખર, શ્રી જૈનશાસનનું સમ્યગ્દર્શન એ મૂળ તથા એ ઉત્તર ગુણોનું નિધાન છે. મૂળ તથા ઉત્તર ગુણરૂપી રત્નો આમાં જ હોય. દર્શનયોગે સંયમ આવે, ત્યાગ આવે, ઉદારતા, સદાચાર, સહિષ્ણુતા, ઇચ્છાનિરોધ, ઉત્તમ વિચારો વગેરે વગેરે બધા જ ગુણો એના યોગે આવે. અત્યારે એવી પરિસ્થિતિ ઉપસ્થિત થતી જાય છે કે, જૈનસંઘમાં શાસનના સેવક તરીકે રહેવા ઇચ્છનાર આત્માઓ અત્યારે સુખે ખાઈ શકે કે પી શકે તેમ નથી, કારણ કે, સમય એવો છે. આવા ભયંકર આક્રમણના સમયે સમ્યગ્દષ્ટ Page #362 -------------------------------------------------------------------------- ________________ 341 - ૨૭: સંઘ મેરૂ જેવો દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોય- 27 - ૩૪૧ આત્મા નચિંતપણે શી રીતે રહી શકે ? છતાં પણ જો કોઈ આ રીતે વર્તે, તો એ નિર્લજ્જ, નચિંત અને બેફામ છે કે નહિ ? ખરે જ, એને પોતાની મિલ્કતની ફૂટી કોડીની પણ કિંમત નથી. આ બધું સાંભળતાં ન સમજાય અને ઊંધુ પરિણમે તેમ હોય તો અહીં જ બોલજો હોં ! કેમ ગુસ્સો આવે છે ? સભાઃ ગુસ્સો શાનો આવે ? ન જ આવવો જોઈએ, કારણ કે, આ બધું કહેવાનો આશય એક જ છે અને તે એ કે શ્રી મેરૂસમા શ્રીસંઘમાં જે સ્થાને તમે હોવા જોઈએ તે સ્થાનમાં તમને સ્થિર કરવા છે. જ અમો કોના? અમારું કર્તવ્ય શું? તમારો નથી, પણ ભગવાન શ્રી મહાવીર મહારાજાનો છું. ભગવાન શ્રી મહાવીરદેવે બતાવેલી વસ્તુ પર આક્રમણ આવે, એની બધી પંગ્રાત મહારાજને હોય જ ! ભગવાન શ્રી મહાવીરદેવનો સાધુ એટલે ભિખારી નથી, પછી સારામાં સાચો માલદાર છે. ભગવાને સાધુઓને મોટી મિલ્કત આપીને પ્રતિનિધિ બનાવ્યા છે. મહારાજ કાંઈ ભિખારી નથી ! આગળ ઉલાળ નહિ અને પાછળ ઘરાળ નહિ, એવું અહીં નથી; અને ન જ હોવું જોઈએ. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૨૮ : સર્વજ્ઞનાં વચનની શ્રદ્ધાવાળો શ્રીસંઘ 28 વીર સં. ૨૪૫૬, વિ.સં. ૧૯૮૭, પોષ સુદ-૧૧, શનિવાર, તા. ૧૧-૧-૧૯૩૦ • સાચા સંબંધીની ખબર ક્યારે પડે ? “ • આજ્ઞાપાલન, એ જ સાચી પૂજા : • અંધશ્રદ્ધાળુ કોણ ? • પૂ. આચાર્યો સામેના આક્ષેપો, એક અધમતા : • જૈન દર્શનમાં કોઈ જીવને મારવાની છૂટ નથી : સમ્યગુદૃષ્ટિને સમ્યફચારિત્ર ન ગમે ? • ચારિત્રધરને જોઈને હૈયું નાચે છે? સાચા સંબંધીની ખબર ક્યારે પડે? સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી મહારાજા, શ્રીસંઘને મેરૂની ઉપમાથી આવે છે. મેરૂ આખા લોકની મધ્યમાં છે, આખા લોકમાં અલંકાર સમો છે અને શાશ્વત છે; એ જ રીતે શ્રીસંઘરૂપ મેરૂ પણ આખા લોકમાં અલંકારરૂપ છે, મધ્યવર્તી છે અને ક્ષેત્ર વિશેષમાં શાશ્વત છે. શ્રી મેરૂની પીઠિકા વજમયી છે, તેમ શ્રીસંઘની પીઠિકા શ્રી સમ્યગદર્શનરૂપ વજની છે, મેરૂશૈલીની પીઠિકા જેમ દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે, તેમ શ્રીસંઘમેરૂની પીઠિકા પણ તેવી જ છે. તળિયું મજબૂત ન હોય તો એના ઉપરનું કાંઈ નભી શકતું નથી. આથી જ સમ્યગુદર્શન, એ મોક્ષનું પહેલું અંગ છે માટે જ એ શ્રેષ્ઠ વિજય પીઠિકારૂપ છે. એના પર સમ્યગુજ્ઞાન તથા સમ્યક્યારિત્રનો આધાર છે; આત્માની અનંત ઋદ્ધિ એના યોગે પ્રગટ થાય છે; એ ન હોય તો બીજી વસ્તુઓ મોક્ષના સાધનરૂપ બની શકતી નથી. સમ્યગુદર્શન રૂપ અંગ સડેલું હોય તો બીજી વસ્તુઓથી, એટલે કે, જ્ઞાન, ચારિત્રથી મોક્ષની સાધના થઈ શકતી નથી, માટે જ જો એ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ એ ચાર વિશેષણોથી વિશિષ્ટ હોય તો જ સમ્યગદર્શનરૂપ પીઠિકા મજબૂત બને. એ પીઠિકા મજબૂત ક્યારે બને, એ સમજાય તો જે પ્રકારનું સંઘનું Page #364 -------------------------------------------------------------------------- ________________ 43 - ૨૮ : સર્વશનાં વચનની શ્રદ્ધાવાળો શ્રીસંઘ - 28 – ૩૪૩ બંધારણ માંગીએ છીએ તેવું બને. આજે આમાં જ ખામી પડતી જાય છે. હજી ભણેલા મળે, હજી સારા આચારવાળા પણ થોડા ઘણા શોધવાથી મળે, પણ પોલ આ સમ્યગુદર્શનમાં છે. તપસ્વી, ક્રિયાકાંડ કરનારા, ભણેલા, ગણેલા નીકળે; પણ આ સમ્યગુદર્શનમાં વાંધો બહુ આવે. આજે સામાયિક, પૌષધ, પડિકમણાં કરનારા નીકળે, પણ સમ્યગુદર્શનવાળા માટે શોધ કરવી પડે, ફાંફાં મારવાં પડે. સામાયિકમાં છે કે નથી તે ઓળખાય, પણ સમ્યગુદર્શન નથી એ શી રીતે ઓળખાય ? એની દૃઢતા વિના બધું ફોગટ છે, એટલું જ નહિ પણ વખતે ઊલટું હાનિકારક પણ છે. મૂળ વિનાના વૃક્ષની જેટલી ઊંચાઈ તેટલું જ એ ભયંકર. એ દિશામાં ન જવું સારું. એ વૃક્ષનો છાંયો ન લઈએ એમાં જ સલામતી તેમ સમ્યકત્વ વિનાની કરણી પાયા વિનાના મહેલ તથા મૂળ વિનાના વૃક્ષ જેવી છે. સમ્યકત્વ વિનાનો એ પોતાની જાતને ખરાબ કરે, આશ્રયમાં આવનારને કે રહેલાને પણ ખરાબ કરે સમ્યગુદર્શન એ મૂળગુણ અને ઉત્તરગુણોનું નિધાન છે, નિધાન વિના એનું રક્ષણ ન થાય, કેમ કે, ચોટ્ટાઓ ઘણા છે. આત્મા અનાદિ કાળથી ભટકે છે, એનામાં નવચેતના પ્રગટ કરવા માટે સમ્યગુદર્શન છે. કષ્ટ સહનારા તો ઘણા છે. ન મળવાથી ભૂખ્યા રહેનારા, લાંઘણો કરી ભૂખ વેઠનારા ઘણા છે. એવો તપ તો તિર્યંચોને પ્રાય: રોજ હોય છે, કેમ કે એને મરજી થાય ત્યારે જ " ખાવાપીવા મળતું નથી. મોડું વહેલું પણ મળે. દુનિયામાં મનુષ્યો પણ એવા ઘણા છે, જેને આવો તપ કરવો પડતો હોય. સમ્યગુદર્શન કે સમ્યગદર્શન પામવાની ભાવના વિના આ બધું નકામું છે આથી જ કહેવું પડે છે કે, જો સમ્યગદર્શનરૂપ પાયો મજબૂત હોય તો જ તપ, જ્ઞાન અને ચારિત્ર વગેરે ઉપયોગી થાય. - - સમ્યક્ત્વની ખામીને લીધે, રહીસહી ક્રિયા પણ ઝાંખી પડી જાય છે. પૂજા કરનારા મળે પણ પ્રતિમાની રક્ષા કરનાર ન મળે એનું કારણ શું? આંગી જોવા બે હજાર આવે પણ ધાડ પડે ત્યારે બે જણા ન આવે એનું કારણ શું ? સાધુની આગળ બૅન્ડ વાજાં વાગે ત્યારે બધા આવે, પણ પથરા પડે ત્યારે એકે નહિ એનું કારણ શું ? આવાને દેવગુરુના પૂજનારા મનાય શી રીતે ? આંગી જોવા દોડ્યા આવે અને કોઈ મૂર્તિ ઉપાડી જાય એ જોયા કરે, એવા પૂજા કરનારાઓ ઉપર વિશ્વાસ રખાય કઈ રીતે ? સમ્યગુદર્શનમાં જોઈતી દઢતા આદિ નથી માટે જ આમ બને છે, એમાં કાઈ ઓછી જ શંકા છે ? સમ્યગુદૃષ્ટિ આત્મા ત્યાગથી Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ - - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ -- અસ્થિમજ્જા રંગાયેલો હોય. ત્યાગનો જેને રંગ નથી, એટલે કે, રાગ નથી એને સમ્યગુદૃષ્ટિ કહેવો એ પણ એક પ્રકારનો મૃષાવાદ છે. ત્યાગનો અમલ ન હોય એ ચાલે, પણ રંગ ન હોય એ કેમ જ ચાલે ? જેની ત્રિકાળ પૂજા કરે, જેને વારંવાર નમે, જેની સામે હાથ જોડે, તેના ઉપર આક્રમણ આવે ત્યારે ભગાય કઈ રીતે ? પ્લેગ અને મરકીના વખતમાં સાચા સંબંધી કોણ છે, તેની ખબર પડે, એવા વખતમાં બીમારને પથારીમાં મૂકી કંક ચાલ્યા ગયા તે સમયે ટકે એ સંબંધી ! એ રીતે અહીં પણ સમજવું જોઈએ. આજ્ઞાપાલન એ જ સાચી પૂજા “અમે સંઘ !” એમ કહે, પણ વસ્તુના રાગમાં મીઠું હોય એને સંઘ કોણ માને.? અમલની વાત નથી કરતો, પણ માન્યતાની-પ્રેમની વાત કરું છું. “અમે સંઘ'-કહેતાં જીભ તો શું પણ ઘાંટો સુકાય તોયે કોઈ નહિ માને. મનાય ? કોના વિશ્વાસે આ વસ્તુ છોડવી ? લગ્ન મહોત્સવમાં આવનારા બધાને તમારા માનો તો ભીખ જ માગવી, પડે. “ઘર વેચીને વરો ન થાય' એ કહેવત છે. જૈમવા બેસે પાટલા પર અને કહે કે, બહુ સારું કર્યું, પણ એને ઘેર બીજે દિવસે ખાલી દેખાય તો એના એ જ કહેશે કે, બેવકૂફ ! કોણે ઊંચો બાંધ્યો હતો ? આથી તો કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે, “હે ભગવન્! તારી પૂજા કરતાંયે તારી આજ્ઞાનું પાલન શ્રેષ્ઠ છે.” કારણ કે, પૂજા તો હીરા મળવાની આશાથી પણ કરનારા ઘણા છે. ઝટ મંદિરમાં ઘૂસે પણ આજ્ઞા પાળવાના સમયે ટકે કેટલા ? ‘પૂજા અને આજ્ઞાને માનવાનો અભાવ ? ભક્તિ અને વચનો પર અરુચિ ?' આ ચોકઠાં ગોઠવવાં શી રીતે ? ઘણા જથ્થાના વિશ્વાસે, ખોટા દમામથી ન રહેવાય, રહેનાર અધવચમાં માર્યો જાય. આઠમી મેરૂની ઉપમામાં બધો કચરો સાફ કરવાનો છે આ સમ્યગુદર્શન રૂપ પીઠ દૃઢ ન થાય, એ આપણને ન પાલવે. યોગ્યતા આવે તો મેરૂની ઉપમા ઘટે. મેરૂ આખી દુનિયાનો અલંકાર છે, તેમ સંઘ પણ આખી દુનિયાનો અલંકાર છે. મેરૂ જેમ સ્થિર, શાશ્વત છે, તેમ સંઘ પણ એવો બને. સમ્યગુદર્શનરૂપ વજમથી પીઠિકા દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ એ ચારે વિશેષણોથી વિશિષ્ટ હોય, તો પછી એના પર બધી કાર્યવાહી થઈ શકે. મેરૂ ઉપર કાંઈ એક ચીજ છે ? લાખ યોજનાનું એનું પ્રમાણ છે, ઉપર મોટાં વન છે, ચૈત્યો છે, હજારો કેવો રમે છે, રમણીય સ્થાનો છે, દરેક શ્રી જિનેશ્વદેવોનો ૧. વીર સપા -તવીણાપાનનં પરમ્ II - વીતરાગ સ્તોત્ર. Page #366 -------------------------------------------------------------------------- ________________ ક - ૨૮ : સર્વજ્ઞનાં વચનની શ્રદ્ધાવાળો શ્રીસંઘ - 28 - ૩૪૫ જન્માભિષેક મહોત્સવ ઇદ્રો ને દેવો ત્યાં કરે છે. આવો મેરૂ છે, તો વિચારો કે, શ્રીસંઘ મેરૂ ક્યારે કહેવાય ? સભાઃ મેરૂ દેખાય છે ? આ પ્રશ્નનો ઉત્તર અપાઈ ગયો છે. તમારી-અમારી આંખે જે ન દેખાય એ ન માનવું એ તો ખરે જ મૂર્ખાઈ છે. આપણી શક્તિ, બુદ્ધિ અને આંખોનું તેજ કેટલું છે, એ તો ખબર છે ને ? કાલની વાત આજ યાદ ન રહે, ઘડી પહેલાંની વાત ભૂલી જવાય, ભીંત આડી આવે તો આંખની ન દેખાય, સૂર્ય સામે જોતાં આંખમાંથી પાણી નીતરે, અંધારું થાય કે પ્રકાશ જેવું ન દેખાય, અને એવા કહે કે, નજરે જોઉં તે જ માનું, એના જેવી મૂર્ખાઈ બીજી કઈ ? અનંતજ્ઞાનીઓએ અનંતજ્ઞાનથી જોયેલી વસ્તુને અધૂરા જ્ઞાનીઓ કહે કે, નજરે દેખાય તો જે માનીએ, એ મૂર્ખાઈ નહિ તો બીજું છે પણ શું ? એમને કહો કે, “પડી રહો ! દુનિયામાં પણ જુઓ તેને જ માનજો !” અરે, એમ માનવાથી તો દુનિયામાં પણ એક વ્યવહાર નથી ચાલતો. એ રીતે વ્યવહારમાં વિશ્વાસથી કામ લેનારા જ્યારે અનંતજ્ઞાનીના વચન પર વિશ્વાસ ન રાખે, તો એ સ્વાર્થીઓના વચનમાં પણ વિશ્વાસ શો ? એવાને કહો કે, “નજરે ન દેખાય ત્યાં ચૂપ જ રહો, ખંડન-મંડન કરો જ નહિ. એવી ઇચ્છા છે ?' એમ પૂછો ! ઘડો આખો કે ફૂટેલો એ જોવાની તાકાત નથી; એ જોવા માટે તો ટકોરા મારવા પડે. એવાઓની આંખે અહીંથી મેરૂ શી રીતે દેખાય ? “અમે જોઈએ તે જ માનીએ, બીજું ન માનીએ” એવું જ માનતા હો, તો તો જીવત પણ નહિ. • શાસ્ત્ર કહે છે કે, પ્રત્યક્ષ પ્રમાણના નામથી બીજા પ્રમાણની અવગણના કરનારા એ જે ખરા નાસ્તિક શિરોમણિ છે. નાસ્તિકનું લક્ષણ જ એ કે, જે પ્રત્યક્ષને જ માને, બીજાને ન માને. શાસ્ત્રની દરેક વાતમાં કોઈ “નજરે બતાવ એમ કહે, તો કહેવું કે, “ભાઈ, તું તો ખરે જ નાસ્તિક છો, તારા જેવા સાથે તો વાત પણ કરવા અમે માગતા નથી. બાકી જો કોઈ “અમને સમજાવો” એમ કહે તો તેને ખુશીથી યુક્તિપૂર્વક સમજાવાય. વળી નાસ્તિક એ કાંઈ ગાળ નથી પણ ઓળખાણ છે. અંધશ્રદ્ધાળુ કોણ? અનંતજ્ઞાનીઓએ અનંતજ્ઞાનથી જોઈને બતાવેલી અનંત વસ્તુઓને પોતાનાં ચર્મચક્ષુથી જ જોવા મળવી, એ જ નાસ્તિકતા છે. અનંતજ્ઞાન વિના જે Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - 46 જોઈ શકાય નહિ, તેને ચર્મચક્ષુથી જોવા માગે તે શી રીતે દેખાય ? અનંતજ્ઞાન પ્રગટ થયા વિના દુનિયાની સઘળી વસ્તુ જોઈ શકાતી નથી એમ જ્ઞાની કહી ગયા, એ ચીજો ચર્મચક્ષુથી જોવા માગે, એનો સાક્ષાત્કાર ચર્મચક્ષુથી જ કરવા માગે. એ ભયંકર નાસ્તિકતા છે. ચક્ષુ પણ કેવી ? કાગળ વાંચવા ચશ્માં જોઈએ એવી, સૂર્ય સામે આંખ ટકે નહિ એવી અને સૂર્યાસ્ત થાય કે, ધોળું પણ કાળું દેખાય એવી ! આવી ચક્ષુવાળાને અહીં રહ્યું રહ્યું મેરૂ દેખાય ? એવાને કહો કે; '. “અનંતજ્ઞાનીએ કહેલી વસ્તુ ન માનો અને બધુંય ચર્મચક્ષુથી જ જોવા માગો તો નાસ્તિકનો ઇલ્કાબ આનંદથી પહેરી લો.' શ્રી જૈનશાસન એ એક જબરજસ્ત યુનિવર્સિટી છે, એમાં યોગ્યને યોગ્ય ઝભ્ભા અપાય છે. અનંતજ્ઞાનીઓના વચનને માને તેને આસ્તિકનો ઝભ્ભો અને ન માને તેને નાસ્તિકનો ઝભ્ભો. હવે તો એવા પક્યા છે કે, પોતે પોતાને નાસ્તિક કહે છે ! સારું કે, કોઈ ફસાય નહિ..નાસ્તિકની ઉપમા મળતાં હીણભાગીને આનંદ ન થાય તો કોને થાય ? હોઠ સાજા તો ઉત્તર ઝાઝા, રદિયા તૈયાર રાખવા અને દેવા, જરાયે ગભરાવું નહિ. એ ખોટા ઉત્તરો દીધે જાય તો સાચાઓ સાચા ઉત્તરો આપતાં અચકાય કેમ ? નાસ્તિકની વ્યાખ્યા સીધી અને સાદી છે. અનંતજ્ઞાનીએ જોયેલી વસ્તુ નજરે જ જોવા માંગે તે નાસ્તિક; નજરે જોયા વિના ન જ માને તે નાસ્તિક. સભાઃ આવું કહેનારાને તેઓ અંધશ્રદ્ધાળુ કહે છે. એ તો બધું જ કહે પણ તમે એમને કહો કે, “અમે તો શ્રી જિનેશ્વરદેવોને, શ્રી જિનેશ્વરદેવના અનુયાયી મહર્ષિઓને જ માનનારા છીએ અને તમે તો સર્વજ્ઞ પરમાત્માની નિશ્રામાં નહિ રહેતા છબસ્થોને, એટલે કે અજ્ઞાનીઓને, સ્વાર્થીઓને અને પ્રપંચીઓને પણ માનનારા છો, માટે અંધશ્રદ્ધાળુઓ અમે નથી પણ વસ્તુતઃ તમે જ અંધશ્રદ્ધાળુ છો.” અમારો તો કાયદો છે કે, માતવાન પ્રમાણમ્ ' અને આથી જ અમે તો પરમ આપ્ત એવા પરમાત્મા શ્રી મહાવીરદેવને માનીએ છીએ; જે ભગવાન શ્રી મહાવીરદેવને સર્વજ્ઞ માને તેને તે તારકની આજ્ઞા માનનારને અંધશ્રદ્ધાળુ કહેવાનો કોઈ જ અધિકાર નથી. અમે કહીએ છીએ કે, “જે લોકો પ્રભુમાર્ગના શ્રદ્ધાળુઓને અંધશ્રદ્ધાળુઓ કહે છે, તે લોકો જેની પાછળ પડ્યા છે તેઓ અજ્ઞાન છે, સ્વાર્થી અને પ્રપંચી પણ છે, માટે અંધશ્રદ્ધાળુ તો એ છે.' Page #368 -------------------------------------------------------------------------- ________________ 07 –– ૨૮ : સર્વશનાં વચનની શ્રદ્ધાવાળો શ્રીસંઘ - 28 – ૩૪૭ સભાઃ શ્રદ્ધામાં ચર્મચક્ષુની જરૂર ખરી ? આંધળાઓ પણ અનંતજ્ઞાનીના વચન પર વિશ્વાસ રાખી શકે છે. આવા શ્રદ્ધાળુ આત્માઓ મળેલી ચક્ષુઓને પણ અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ સફળ કરે છે. અનંતજ્ઞાનીઓનાં વચન ઉપર શ્રદ્ધા કેળવવામાં ચર્મચક્ષુની જરૂર પડે જ એવું કશું નથી. આથી તમને કોઈ અંધશ્રદ્ધાળુ કહે તો એને ઊભો રાખવો તથા વચ્ચે ત્રીજા ગૃહસ્થને બોલાવીને કહેવું કે, “જે ભગવાન શ્રી મહાવીરને સર્વજ્ઞા માને છે, તે જ તારકની આજ્ઞા માનનાર અમને એ અંધશ્રદ્ધાળુ કહે છે !' આમ કહેશો કે તરત જ એ ભાગી જશે, ઊભો નહિ રહે, કેમ કે, એ તો આજ્ઞાનો ઉત્થાપક છે. જો એ “શ્રી મહાવીરદેવ સર્વજ્ઞ નથી' એમ કહે તો વાત જુદી, તો તરત | નિકાલ થાય, કારણ કે, એ જૈન નથી એમ પુરવાર થઈ જાય, પછી કોઈ એનામાં ફસાય નહિ; પછી તો વગર માગ્યું જૈનપણાનું રાજીનામું મળી જાય. આથી સ્પષ્ટ જ છે કે, અનંતજ્ઞાનીના તથા એમની નિશ્રાએ વર્તતા મહર્ષિઓના વચન મુજબ વર્તનાર, એમાં માનનાર, એ અંધશ્રદ્ધાળુ નથી પણ સાચો શ્રદ્ધાળુ છે એવા શ્રદ્ધાળુ સમજ્યા વગર પણ પ્રભુએ ફરમાવેલી ક્રિયા શ્રદ્ધાપૂર્વક કરે તો પણ એનો અપૂર્વ લાભ આપે. • નાનું બાળક મા-બાપ જે આપે છે તે સમજ્યા વિના જ ખાય છે, છતાં એ જીવે છે કે નહિ ? મોટો થયા પછી તપાસીને ખાય પણ નાનપણમાં તો મા-બાપ આપે તે જ તરત મોંમાં નાંખે છે. જોયા તપાસ્યા વગર ખાવું જ. નહિ, એ નિયમ કરે તો બાળક જીવે ? અને એવા એ બાળકને અંધશ્રદ્ધાળુ કહેવાય ? * . . શિક્ષકનું માન્યું તો પંડિત થયા, પણ પ્રથમથી જ સમજ્યા વગર શિક્ષકનું કહ્યું માને જ નહિ તો ભણી શકાય ? પહેલાં કક્કો, બારાખડી, આંક ભણે, પછી જ પાઠ, હિસાબ આવડે અને પછી ધીમે ધીમે આગળ વધે. જો આ વાત સાચી જ છે, તો આત્મવિકાસ માટે ભગવાને સામાયિક, પૌષધ, ઉજમણું વગેરે વગેરે કરવાની ના પાડી છે, એમ એ લોકો છાતી ઠોકીને કહી શકે તેમ છે ? સભાઃ એ લોકો કહે છે કે, ભગવાને તો બધું સાચું કહ્યું, પણ આચાર્યોએ ફેરફાર કર્યો હોય તેનું શું થાય ? આવાં ગપ્પાં મારવાં હોય તો તો સહુ મારે, પણ આવાં ગપ્પાંની કિંમત સભ્ય સમાજમાં કશી જ અંકાય તેમ નથી; કારણ કે, જે આચાર્યોએ પ્રાણના ભોગે પણ શાસનની રક્ષા કરી, તે આચાર્યો માટે આવા પ્રકારના આક્ષેપો કરવા-કરાવવા એના જેવી અધમતા બીજી એક પણ નથી. આવી અધમતા સેવનારાઓના Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ વચનની કિંમત કરવી, એ પણ આત્મઘાતને નોંતરવા જેવું છે. અરે, એ લોકો તો એવા છે કે, એક જ ગ્રંથના એક પાનાની અમુક પંક્તિ પોતાના મતના સમર્થનમાં માને ! અને એના જ બીજા જ પાનાની પંક્તિ કે જે પોતાને પ્રતિકૂળ હોય તે પ્રક્ષિપ્ત માને !! એમ આચાર્યોને ખોટા માનનાર તો મહાવીર હતા એની પણ ખાતરી શી ? એ પણ તર્કટ કાં ન હોય ?' એમ કહે તોય તેમને શી હરકત છે ? પણ એમને કહો કે, બતાવો, કયા આચાર્ય એવા લાગે છે ?' સભાઃ એવા ઝઘડામાં તો પડવાની એ ના પાડે છે. એ ચાલે ? અને વળી સાચી વાત જાહેર કરવામાં ઝઘડો પણ શાનો ? ગમે તેવો આક્ષેપ કરી દેવો અને પછી તે આક્ષેપને સાબિત કરવાનું આહ્વાન કરવામાં આવે, ત્યારે તેને ઝઘડો કહી છૂટવાની બારી શોધવી, એ ન્યાય ક્યાંનો ? પોતાના કથનને સાબિત કરવાની વાતને ઝઘડો કહી તેવા ઝઘડામાં પડવું ન હોય તો તેવું બોલવું શું કરવા ? ખરેખર, આ તો ભયંકર જ કૂટનીતિ કહેવાય ! પૂર્વે તો વાદી એવા હતા કે, પોતે પક્ષ માંડતા, હેત કહેતા, દષ્ટાંત દેતા અને પોતાના મતની સિદ્ધિ કરતા પછી સામા તરફથી એનું ખંડન થતું, એ તમામ સાંભળતા, ફરી નવો હેતુ કહેતા અથવા નિરુત્તર થતા તો સત્ય સ્વીકારતા અગર મૂંગા મૂંગા ચાલ્યા જતા હતા; આ તો અક્કલ વગરના એવા કે, એમને પોતાનું માંડતાં આવડે નહિ, પોતાના વિચાર મૂકતાં આવડે નહિ, હેતું, દૃષ્ટાંત, દલીલ, પ્રમાણ મૂકતાં આવડે નહિ અને ગમે તેમ બોલી દેવું, પાછું બોલેલું સાબિત કરવું નહિ અને સત્યને સ્વીકારવું પણ નહિ. કોઈ પણ શાસ્ત્રને ખોટું કહી દે અને આપણે એને ખોટું સાબિત કરવાનું કહીએ ત્યારે ઊલટા કહે, “સાચું છે તેમ તમે સાબિત કરો !! આ તે કાંઈ ન્યાય છે કે કેવળ બુદ્ધિનું દેવાળું છે? આથી એ વાત સ્પષ્ટ જ છે કે, અનંતજ્ઞાનીઓએ અનંતજ્ઞાનથી જોયેલી ચીજને ચર્મચક્ષુથી જ જોવાની ભાવના, એ હૃદયમાં રહેલું નાસ્તિકપણું છે. એવા નાસ્તિકપણાથી બચવું એ દરેકેદરેક આત્મકલ્યાણના અર્થીની ફરજ છે. જૈનદર્શનમાં કોઈ જીવને મારવાની છૂટ નથી: મેરૂની પીઠનું વર્ણન ચાલે છે. પીઠની મજબૂતાઈનું વર્ણન એટલા માટે છે કે, જેથી એના પરની ચીજ બધી ટકે, કેમ કે, મેરૂ શોભારૂપ છે, શાશ્વત છે, સદા સ્થિર છે, મેરૂની પીઠિકા વજની છે. વજ ભલભલા પહાડને ભેદે, પણ એ કશાથી ભેદાય નહિ, તેવી રીતે શ્રીસંઘની પણ અભેદ વજમયે પીઠિકા તે સમ્યગુદર્શન છે અને સમ્યગુદર્શન એટલે તત્ત્વાર્થની અવિપરીત શ્રદ્ધા. આજે તો Page #370 -------------------------------------------------------------------------- ________________ ૨૮ : સર્વજ્ઞનાં વચનની શ્રદ્ધાવાળો શ્રીસંઘ - 28 એ દશા છે કે, જીવ માનવો છે. જીવતત્ત્વ માનવું છે, પણ એના ૫૨ અખતરા કરવા છે ! અર્થની શ્રદ્ધા રાખીને જ્ઞાનીએ કહેલાં તત્ત્વને માને તે અને અર્થને સમજી જ્ઞાનીએ કહેલાં તત્ત્વને માને તે, એ બેય સમ્યગ્દષ્ટિ છે. શ્રી નવતત્ત્વ પ્રકરણમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે - 349 ૩૪૯ ૧‘જે જીવાદિક નવે પદાર્થોને જાણે તેને પણ સમ્યક્ત્વ હોય છે અને જે ન જાણવા છતાં પણ ભાવથી શ્રદ્ધા રાખે તેને પણ સમ્યક્ત્વ હોય છે.’ જે લોકોને જીવ માનવા છે અને તે છતાં પણ તેના અખતરા કરવા છે, તેઓને આ શાસ્ત્ર કહે છે કે, જીવતત્ત્વ માન્યા પછી જીવો ઉ૫૨ અખતરા ન થાય. કદાચ ન ચાલે, એના વિના જીવનનો નિર્વાહ અશક્ય છે એમ લાગે, જેમ કે, સંયમની શક્તિ નથી અને ગૃહસ્થાશ્રમમાં પૃથ્વીકાયાદિની હિંસા વિના ચાલે તેમ નથી ત્યાં નિરૂપાયે હિંસક પ્રવૃત્તિ કરવી પડે તો પણ હૃદય કંપે; પણ નિરપરાધી ત્રસજીવો ઉપર ટાંકણી ભોંકીને ખીલી ઠોકીને ચીરા મૂકીને અખતરા ન થાય. જીવ માનવો અને નિરપરાધી એવા પણ ત્રસજીવ ઉ૫૨ અખતરા કરવા, એ માન્યતા કયા પ્રકારની ? માટે જ તત્ત્વાર્થની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહ્યું છે. જીવ માને અને નહિ જેવા સ્વાર્થને માટે અગર ૫રમાર્થના બહાને સંહારનારા તો ભયંકર માનવીઓ છે. તત્ત્વના ભાવની અવિપરીત શ્રદ્ધામાં સમ્યગ્દર્શન છે, પણ નહિ કે, ખાલી અને લુખ્ખી માન્યતામાં ! એ શ્રદ્ધામાં સમ્યગ્દર્શન છે, પણ એ શ્રદ્ધા થયા પછી કોઈના એક પણ પ્રાણ ઉપર પ્રહાર કરવાનું મન પણ ન થાય. પોતાને જેવી વેદના થાય તેવી જ એ બધે ભાળે. પણ આજનાઓ તો કહે છે કે, ‘પાંચ દેડકાં મરે પણ પછી જિંદગી સુધી પરમાર્થ થાય ને !' વારુ ! પ્રથમ તો એમ કહેનારાને એ તો પૂછો કે, ‘તમે જિંદગી ૫૨માર્થમાર્ગમાં જ સમર્પી દીધી છે ને ?’ સભા સાહેબ ! પેટની અને વિષયવાસનાનાં સાધનોની પૂર્તિ એ જ પરમાર્થ ! હું એ જ કહું છું કે, એ રીતે પરમાર્થને નામે નિરાધાર કે જેનો કોઈ બેલી નહિ, તેને ખીલા ઠોકી મારવા અને એમાં ઉપકાર મનાવવો. એ ભયંકર જાતની ૧. ‘‘નીવાડું નવપયત્વે, નો ખાળફ તસ્સ દોડ્ સમ્મત્ત । મારે સદ્દતો, અવાળમાળે વિ સમ્મત્ત શા" Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩પ૦ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – - 350 પાપપ્રવૃત્તિ સિવાય બીજું કશું જ નથી. આવાઓને ચાનક લગાડવા માટે, એક જાણે કૂતરાં માર્યા ત્યારે એક દયાળુએ કહ્યું હતું કે, નિરાધાર કૂતરાને માર્યા છે માટે જ સુખે સૂઈ શકો છો, પણ જો આ રીતે આવા ઉપકારના બહાને માણસો માર્યા હોત તો સુખે સૂઈ ન શકત.” દુઃખની વાત છે કે, “નિરાધાર ઉપર હથિયાર ચલાવવાની છૂટ છે' એમ કહેનાર જ આજે ગુલામીમાંથી છૂટવાની અને છોડાવવાનો ઉપકાર કરવાની મોટી મોટી વાતો કરે છે અને દુનિયા તેવી. વાતોને સાચી માની લે છે ! નિરાધારને મારવામાં હરકત નથી, ત્યાં પરમાર્થ છે.” - આવી દુષ્ટ દાનતવાળા ગુલામીમાંથી છૂટે જ નહિ અને છૂટે તો પણ વધારે ગુલામીમાં ફસાયા વિના રહે નહિ ! શક્તિહીન સામે ગોળી અને શક્તિસંપન્ન સામે છાતી, આ ન્યાય કયાંનો ? સભા: કૂતરાં ઓશિયાળાં એમ કહે છે ને ? એમ કહેનારને કહો કે, “તું ક્યાં ઓશિયાળો નથી ! છતાંય નિર્લજ્જ થઈને તારી જાતને તું બાદશાહ માને એનો ઉપાય નથી; બાકી શ્રી વિતરાગ પરમાત્માના શાસનમાં કોઈ પણ પ્રાણીને મારવાની છૂટ નથી જ. સમ્યગદષ્ટિને સમ્યફ ચારિત્ર ન ગમે? આથી એ વાત સમજી શકાય તેવી છે કે, જીવતત્ત્વને સમજી શકનાર આત્માથી, નિરપરાધી ત્રસજીવો ઉપર અખતરા ન કરાય, એટલું જ નહિ પણ એ સમજ્યા પછી તો અજીવના બંધનમાંથી પણ છૂટવાની ક્રિયા જ શરૂ કરવાની ભાવના રહ્યા કરે અને એ ભાવનાને કાર્યરૂપ બનાવવાના પ્રયાસો અવિરતપણે ચાલુ રહે. પણ આ તો કહે છે કે, “તત્ત્વજ્ઞાન મેળવવા માટે ચપ્પથી જીવોને ચીરી ચીરીને જોવા.' આવા વિચારો અને આવી વાતો વગેરે જ્યાં હોય ત્યાં સમ્યકત્વ શી રીતે ટકે ? સભાઃ આગળ વધવું છે ને સાહેબ ! દુનિયાદારીમાં જ આગળ વધવાની તીવ્ર રુચિવાળી ભાવના, એ સમ્યકત્વ કે મિથ્યાત્વ ? એમાં જ રસપૂર્વક આગળ વધવાની ભાવના કરનારો સમ્યગુદૃષ્ટિ કે મિથ્યાષ્ટિ ? મિથ્યામાર્ગમાં રહેલા ગમે તેવા વિચારો અને ગમે તેવી પ્રવૃત્તિ કરે એ જુદી વાત છે, પણ પ્રભુશાસનમાં રહેલા કે રહેવા ઇચ્છતા આત્માઓ.ગમે તેવા વિચારો અને ગમે તેવી પ્રવૃત્તિ કરે એ કેમ પાલવે ? Page #372 -------------------------------------------------------------------------- ________________ ૨૮ : સર્વજ્ઞનાં વચનની શ્રદ્ધાવાળો શ્રીસંઘ - 28 આપણે અહીં તો શ્રીસંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શનરૂપ વજ્રપીઠની વાત ચાલે છે, તો જેમ શ્રી મેરૂની વજ્રરત્નમય પીઠ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે, તેમ શ્રીસંઘરૂપ મંદરગિરિની સમ્યગ્દર્શન રૂપ વજ્રમય પીઠ પણ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે; આથી શ્રીસંઘરૂપ મેરૂમાં પોતાનું સ્થાન રાખવાની ઇચ્છાવાળાએ પોતાના સમ્યગ્દર્શનને દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ બનાવવું જોઈએ; પણ જ્યાં મૂળ વસ્તુ જ ન હોય, ત્યાં દૃઢ, રૂઢ, ગાઢ કે અવગાઢ કરવાનું હોય જ ક્યાંથી ? માટે પ્રભુપ્રણીત તત્ત્વાર્થમાં અવિપરીત શ્રદ્ધા કેળવી સમ્યગદર્શનના સ્વામી બનવું જોઈએ અને પછી તેમાં શંકાદિ દોષોનો પ્રવેશ ન થાય એની કાળજી રાખીને પામેલા સમ્યગ્દર્શનને દઢ બનાવવું જોઈએ. એ રીતે જેણે, પોતાના સમ્યગ્દર્શનને દૃઢ બનાવ્યું હોય તેવો દૃઢ સમ્યગ્દષ્ટ, સમ્યજ્ઞાન તથા સમ્યક્ચારિત્રના નાશની વાતને કઈ રીતે સાંભળે ? કયા કાને સાંભળે ? 351 ૩૫૧ સમ્યજ્ઞાન તથા સમ્યક્ચારિત્રનો નાશ સાંભળતાં જેને કંપારી ન થાય, તે વાસ્તવિક રીતે સમ્યગ્દષ્ટિ નથી. સમ્યજ્ઞાન તથા સમ્યકૂચારિત્રના નાશને કઈ રીતે સાંભળે ? કયા કાને સાંભળે ? સમ્યજ્ઞાન તથા સમ્યચારિત્રનો નાશ સાંભળતાં જેને કંપારી ન થાય, તે વાસ્તવિક રીતે સમ્યગ્દષ્ટિ જ નથી. સમ્યજ્ઞાન તથા સમ્યારિત્રના નાશની વાત સાંભળી એને તો ખાવું પણ ન ભાવે. સભા એવી ચિંતાથી ફાયદો શો ? કર્મનો ક્ષય થાય એને એના પરિણામે આત્માની અનુપમ શક્તિનો આવિર્ભાવ થાય. સભા એ તો પોતાને થાય. એ શક્તિ એવી આવે કે, ‘બીજાઓ ઉપર પણ અવશ્ય છાયા પડે. આથી સ્પષ્ટ છે કે, તારક વસ્તુના નાશ વખતે સમ્યગ્દષ્ટિ સુખે ખાઈ કે સૂઈ ન શકે. આ વખતે સુખે ખાનારા, પીનારા અને પલંગ-તળાઈમાં પોઢનારા, ખરે જ પોતાના સમ્યગ્દર્શનને કલંકિત કરે છે. સભા અસર વ્યક્તિની પડે કે સમષ્ટિની ? જેવો વખત. વ્યક્તિની અસર સમષ્ટિ ઉપર પણ પડે અને સમષ્ટિની અસર તેવી વ્યક્તિ ઉપર ન પણ પડે. સભા કિંમત વ્યક્તિની કે સમષ્ટિની ? Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - – 352, બેયની કિંમત, વિશિષ્ટ વ્યક્તિની પણ ખરી અને વિશિષ્ટ સમષ્ટિની પણ ખરી; જેમાં કાંઈ ખાસ તત્ત્વ જ ન હોય તેવી વ્યક્તિ હોય કે સમષ્ટિ, પણ તેની કશી જ કિંમત નથી. અહીં પદપૂજા છે; એટલે ગુણવિશિષ્ટ વ્યક્તિ કે સમષ્ટિની પૂજા છે, પણ ગુણહીન વ્યક્તિની કે સમષ્ટિની પૂજા નથી. ગુણ આવે એટલે વ્યક્તિ પૂજ્ય બની જાય. એ જ રીતે જેમાં સંઘત્વ આવે તે જ શ્રીસંઘ ગણાય. હવે એ નિશ્ચિત કરો કે, સાધુની હયાતીમાં સંઘ કે સાધુની હયાતી વિના . જ સંઘ ? “વિચાર વિના એક અક્ષર ન બોલે તે માણસ, વગર વિચાર્યું બોલે તે માણસ નથી.” - એમ જો માણસ બનવા પણ વિચારશીલ બનવું પડે, તો શ્રીસંઘ બનવા કેવા બનવું પડશે ? એમ સંઘ !” એમ કહેનારને પૂછો કે, ‘તમને શું જોઈએ અને તમને ઇષ્ટ શું? તમને ગમે છે અને શું નથી ગમતું ?' જો આ પ્રશ્નોના યોગ્ય ઉત્તર મળે તો હાથ જોડતાં કે માથું નમાવતાં ક્યાં વાર છે ? બાકી જેને સમ્યગુજ્ઞાન કે સમ્યફચારિત્ર અથવા એ બંનેયનું મૂળ જે સમ્યગુદર્શન તે ન ગમે, તે શ્રીસંઘમાં હોઈ શકતો જ નથી. હવે જેને મૂળરૂપ સમ્યગદર્શન ગમે છે તેવા સમ્યગુદૃષ્ટિને, સમ્યગૂજ્ઞાન અને સમ્યફચારિત્ર ન ગમે ? અવશ્ય ગમે જ ! સમ્યગુજ્ઞાન તે કહેવાય કે “જેના યોગે સંસારની મમતા ઘટાડવાનું, દિવસે દિવસે મોહથી છૂટવાનું અને શરીરથી પણ છૂટવાનું સમજાય.” અને પરિણામે “સમાધિપૂર્વક પ્રભઆજ્ઞા મુજબ શરીરને પણ છોડવા સુધીની જે ક્રિયા' તે સમ્યક્ઝારિત્ર ! ચારિત્રધરને જોઈને હૈયું નાચે છે? . ચારિત્ર કોઈનાં માનપાન કે રોટલા મેળવવા માટે નથી પાળવાનું. પણ મુક્તિ માટે પાળવાનું છે. “આ સાચું છે પણ આમને નહિ ગમે તો !” એવો વિચાર કરનારથી સમ્યફચારિત્ર વાસ્તવિક રીતે પાળી શકાતું નથી. સમ્યગ્દર્શનનો પૂજારી સાચા ચારિત્રધરને-ચારિત્રના અભિલાષીને જુએ તો એનું હૈયું નાચી ઊઠે. શ્રી શાલિભદ્રજીને ઘેર જતી વખતે શ્રી શ્રેણિક રાજાને થયેલું કે, રાજા હું કે આ ? એને ઉપરથી ઊતરતાં જોયો અને થયું કે, શું આ દેવ છે કે મનુષ્ય છે ?પોતાના ખોળામાં શાલિભદ્ર બેઠો કે એને પસીનો થયો; આવી સુકોમળતા ! માતાને કહેવું પડ્યું કે, “રાજન્ ! આપનો શ્વાસ પણ એ સહી નહિ શકે' અને “એ શાલિભદ્ર સંયમ લે છે' - એવું સાંભળ્યું ત્યારે શ્રી શ્રેણિક રાજાને આશ્ચર્ય Page #374 -------------------------------------------------------------------------- ________________ 353 –– ૨૮ઃ સર્વશનાં વચનની શ્રદ્ધાવાળો શ્રીસંઘ - 28 – ૩૫૩ થયું, પણ “એ શું લે ?' એમ ન બોલ્યા. અનીતિ આદિ એ સંયમ માટે જેમ પ્રતિપક્ષી વસ્તુ છે તેમ ભોગની લીનતા પણ પ્રતિપક્ષી છે ને ? ભોગ પણ કેવા? મુલાયમ તળાઈમાં સૂવું, દેવતાઈ ભોજન આરોગવાં, દેવતાઈ વસ્ત્રો પહેરવાં, દેવતાઈ અલંકારો ધારણ કરવા, સાતમા માળથી નીચે પણ ન ઊતરવું, આ કયા ભોગ ? “એ જ્યારે દીક્ષા લે છે એમ સાંભળ્યું, ત્યારે ભારે કરી!એવું શ્રી શ્રેણિક રાજાને આશ્ચર્ય થયું, પણ “એ શું લે ?” એમ એ ન બોલ્યા. ચક્રવર્તી જ્યારે સંયમ લે, ત્યારે આસ્તે આસ્તે લે કે એકદમ ? સંયમ લીધા પહેલાં-થોડીવાર પહેલાં કયો અભ્યાસ હતો ? “મારી આજ્ઞા !' એ જ ને ! ચોસઠ હજારનો એ માલિક હતો. એને પણ એકદમ વૈરાગ્ય આવ્યો ને દીક્ષા લીધી અને આપનારે આપીને ? આત્મગુણો કઈ રીતે પ્રગટ થાય છે, એ સમ્યગુદૃષ્ટિ સમજે છે. કાલના અધમને આજે સારો થયો એવું સાંભળે, તો સમ્યગુદૃષ્ટિ અને હાથ જોડે; કાલનો ઉત્તમ આત્મા પડે તો સમ્યગુદૃષ્ટિ માને છે, એ પણ સંભવે ! આ રીતે વસ્તુસ્વરૂપનો ખ્યાલ કરાવનારી તત્ત્વરુચિ જેનાથી થાય તે સમ્યગ્દર્શન; આ સમ્યગ્દર્શનને દૃઢ બનાવવા માટે તેમાં શંકા-કાંક્ષાદિરૂપ દોષોથી પોલાણ ન જ પડવા દેવું જોઈએ. જે સમયે મિથ્યાત્વના પ્રવાહો વહી રહ્યા હોય, તે સમયે શંકાદિ દોષોથી બચવું એ જ સમ્યગ્દર્શનને દઢ બનાવવાનું પરમ સાધન છે અને એ સાધન મેળવવા માટે - “તમેવ સર્વ નિટ્સ = નિર્દિ પવે ” “તે જ સાચું અને શંકા વિનાનું છે, કે જે શ્રી જિનેશ્વરદેવોએ કહ્યું છે.” આ ભાવનાથી આત્માને ઓતપ્રોત કરી દેવો જોઈએ. Page #375 -------------------------------------------------------------------------- ________________ ૨૯ : સંસારની અરુચિ અને મોક્ષની રુચિ વીર સં. ૨૪૫૬, વિ.સં.૧૯૮૬, પોષ સુદ-૧ ૨, રવિવાર, તા. ૧૨-૧-૧૯૩૦ ♦ સમ્યગ્દર્શન માટે જરૂરી સંસારની અરુચિ અને મોક્ષની રુચિ : ♦ માત્ર સંખ્યાવૃદ્ધિથી શું વળે ? ♦ શાસનમાં કોણ અને ક્યારે નભે ? • શ્રી અષાઢાભૂતિ અને નાટક : 29 સમ્યગ્દર્શન માટે જરૂરી સંસારની અરુચિ અને મોક્ષની રુચિ : સૂત્રકાર મહર્ષિ શ્રીદેવવાચક ક્ષમાશ્રમણજી, શ્રીસંઘને મેરૂની ઉપમાર્થી સ્તવે છે. શ્રીસંઘરૂપ મેરૂની પીઠ સમ્યગ્દર્શનરૂપ વર વજ્રની છે અને તે દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે. શ્રીસંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શન વજ્રમયી પીઠ મજબૂત હોવી જ જોઈએ. જો એ પીઠ મજબૂત ન હોય તો, એના ઉપરથી વસ્તુ ટકી શકતી જ નથી; કારણ કે સમ્યગ્દર્શન એ મોક્ષનું પહેલું અંગ છે. એટલે શ્રીસંઘરૂપ મેરૂની વજ્રમયી સમ્યગ્દર્શન રૂપી પીઠની મજબૂતાઈ વિના, એના ઉપર જ્ઞાનચારિત્રની બધી કાર્યવાહી વસ્તુતઃ નિષ્ફળ છે, એટલું જ નહિ પણ ભારપૂર્વક કહું છું કે, વખતે એ હાનિકર પણ નીવડે છે, માટે એ પીઠ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોવી જ જોઈએ. ' આજકાલ તો દૃઢ હોય તોયે ઘણું છે; રૂઢ, ગાઢ અને અવગાઢ વળી આગળ ઉપ૨ બને ! પણ આ તો એકદમ શિથિલ છે. આજે તો ‘પૂજા કરનાર મળે, પણ જેની પૂજા કરવાની છે તેને સાચવનાર ન મળે; સામાયિકાદિ ક્રિયા કરનાર જડે, પરંતુ એના પર ઊંડાણમાં ઊતરીએ તો મોટી પોલ દેખાય.' - આ દશા છે ! પૌષધ-પ્રતિક્રમણાદિ ક્રિયા કરનાર જ સમય આવ્યે પહેલો કંપે, એ શું સૂચવે છે ? એ જ કે, જે માટે એ ક્રિયા કરવાની છે તેમાં દઢતા નથી. યાદ રાખો કે ધર્મક્રિયા મોજશોખ માટે નથી કે ફુરસદનો ટાઇમ પૂરો કરવા માટે નથી; પણ તે તે ક્રિયાઓ તે માટે કે, જેના યોગે જે દૃષ્ટિ પેદા કરવી - છે તે પેદા થાય. કુળના રિવાજ માટે કરાય છે એ ઠીક છે, પણ ‘શા માટે ?' એનો વિચાર નથી. આ રીતે જ્યાં સમ્યગ્દર્શન જ ન દેખાય, ત્યાં દૃઢતાં, રૂઢતા, ગાઢતા અને અવગાઢતાની વાત ક્યાં કરવી ? Page #376 -------------------------------------------------------------------------- ________________ ૨૯ : સંસારની અરુચિ અને મોક્ષની રુચિ - 29 ૩૫૫ શ્રી જિનેશ્વરદેવોએ સ્થાપેલ શ્રીસંઘના નામમાં કે યોગ્યતામાં કશી જ કમીના નથી અને હોય પણ નહિ, પણ ‘અમે સંઘ' એમ કહેવરાવનારાઓમાં સંઘત્વને છાજતી વસ્તુ જ ન હોય તો શું થાય ? ‘સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રને લાવવા અને સફળ કરવા માટે પણ સમ્યગ્દર્શન જરૂરી છે, કારણ કે, સમ્યગ્નાન અને સમ્યક્ ચારિત્ર દ્વારા જે સાધવું છે, તે તરફ વાળનાર જ સમ્યગ્દર્શન છે.' આ વાતને જે ન સમજે, તેનામાં આંશિક સંઘત્વ પણ ક્યાંથી આવે ? આ રીતે શ્રીસંઘરૂપ મેરૂને રાખનાર સમ્યક્ત્વ છે. તે સમ્યક્ત્વને દૂષિત કરનાર 355 ‘૧. શંકા, ૨. કાંક્ષા, ૩. વિચિકિસ્તા, ૪. મિથ્યામતિ પ્રશંસા અને ૫. મિથ્યામતિ પરિચય' આ પાંચ મોટા અને ભયંકર દોષો છે. આ દોષો સમ્યક્ત્વમાં પોલાણ પેદા કરે છે. એટલે એ દોષોથી ખાસ બચવું જોઈએ. જો આ પાંચ દોષો રૂપ પોલાણ ન હોય, તો તેમાં ૫૨તીર્થિક વાસના રૂપ પાણી ન આવવાથી સમ્યગ્દર્શનરૂપ પાયો કંપે નહિ, આ સ્થિતિ હોય તો જ એ પીઠિકા દૃઢ બને છે. શ્રી જિનેશ્વરદેવ, એ તારકના માર્ગે ચાલનારા નિગ્રંથો તથા એ તા૨કના આગમો ઉપર સંપૂર્ણ વિશ્વાસ હોય તો જ શંકારૂપ મહાદોષ ન થાય, પણ જેને ત્યાં જ અવિશ્વાસ હોય તેનું શું થાય ? ‘વસ્તુ માત્રને નજરે જોઈને જ માનવી’ આવો જેનો નિશ્ચય હોય, તેને તો તારકો પ્રત્યે અવિશ્વાસ ન થાય તો બીજું થાય પણ શું ? એ અવિશ્વાસના યોગે શંકા આવે અને તે પછી ચાર દોષ તો આવે જ. આ પાંચેય દોષોમાંનો એક પણ દોષ ન હોય તો જ સમ્યગ્દર્શન દૃઢ થાય; એક પણ દોષ હોય તો એ દૃઢ બનવું મુશ્કેલ છે. અનંતજ્ઞાનીના વચન ઉપર વિશ્વાસ ન જાગે, ત્યાં સુખી શંકાકાંક્ષા વગેરે ન થાય એ કેમ બને ? ખરેખર, જે ‘નજરે જોવાય તેને જ માનવાનો જમાનો છે’ એમ કહે, તેનામાં તો આ દોષો હોય જ. છદ્મસ્થોને પ્રશ્ન તો ઊઠે, પણ ઉત્તરદાતા કહે કે, ‘જરા અનુભવની વાર છે, તો તેઓએ સામા ન થવું જોઈએ.’ મોટા સટોડિયા તેજી-મંદીનાં એવાં અનુમાન બાંધે કે, ભાગ્યે જ એ ખોટાં પડે, એને કોઈ પૂછે કે, ‘આવાં સચોટ અનુમાન શી રીતે બાંધો છો ?’ તો ઉત્તરમાં એ કહે કે, ‘એમ ન સમજાય ! અમુક સમય બજારનો અનુભવ લો, ધક્કા-ધપ્પા ખાઓ, પછી આપોઆપ સમજાશે, અગર પછી સમજાવી શકાશે !’ જ્યારે આવી સામાન્ય બાબતમાં આમ હોય, તો જ્ઞાનીએ કહેલી અપૂર્વ બાબતોમાં શું હોય ? Page #377 -------------------------------------------------------------------------- ________________ 356 ૩૫૬ – સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ – ખરેખર, અનંતવાસીઓએ કહેલી વસ્તુ દરેક આદમી પોતે જોઈ પણ નથી, શકતા અને જાણી પણ નથી શકતા; અને જો એમ દરેક સહેલાઈથી જાણી કે જોઈ શકતા હોત, તો આટલી મહેનતની પણ જરૂર શી હતી ? આ સામાન્ય દુનિયામાં પણ એવા આદમી હોય છે, કે જે એક વાતમાં અનેક વાત સમજી શકે છે અને એવા પણ છે કે અનેક વાતો કરવા છતાં એક પણ વાતને નથી સમજી શકતા; તો અપૂર્વ અને લોકોત્તર શાસનમાં નજરે જોયેલું જ માનવાનું કહે, એ કેમ બને ? આ શાસનમાં નાસ્તિક માટે છેલ્લી કોટિની વ્યાખ્યા કઈ ? એ કે, અનંતજ્ઞાનીઓએ કહેલી અતીન્દ્રિય વસ્તુઓને પણ નજરે જોવા માંગે અને એ વિના ન જ માને !! અનંતજ્ઞાનીઓએ કહેલી સઘળીય વાતો ચક્ષુથી જોવાની વાતો, એ નાસ્તિકતા ભરેલી જ વાતો છે. અનંતજ્ઞાનીઓએ ફરમાવેલી આજ્ઞાઓ ન આચરાય અને અનંતજ્ઞાનીઓએ કહેલી વાતો ન સમજાય, તો “હું એવા કાળમાં, સંયોગમાં અને એવી સ્થિતિમાં આવ્યો છું કે, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા પૂરી આચરી શકતો નથી અને શ્રી જિનેશ્વરદેવની કહેલી સઘળી વસ્તુઓ સમજવાની પણ તાકાત નથી.” આ પ્રમાણે કહે એ તો ઠીક, કારણ કે, એથી સમ્યગ્દર્શન ન જાય, પણ “આ જમાનામાં આ વાતો કેમ ચાલે ?” એમ કહે તેનામાં સમ્યકત્વ ટકે જ શી રીતે ? અર્થાત્ ન જ ટકે. અનંતજ્ઞાનીઓએ તો યોગ્ય આત્માઓને માટે જ આ બધી વસ્તુઓ બતાવી છે. જેના ઉપર મહેલ બાંધવો હોય, મજબૂત ચણતર ચણવાં હોય, એ પીઠનો પાયો અખંડિત હોવો જ જોઈએ. શ્રીસંઘરૂપ મેરૂની પીઠ ઢીલી-પોચીન જ નભે. મેરૂની માફક શ્રીસંઘ પણ ક્ષેત્ર વિશેષે શાશ્વત છે, કદી પણ ફેરફાર ન થાય તેવો છે, એની પીઠ વજની છે, તો શ્રીસંઘરૂપ મેરૂની પીઠ પણ સમ્યગ્દર્શન રૂ૫ શ્રેષ્ઠ વજની છે. તે ચાર વિશેષણોથી વિશિષ્ટ છે અને હોવી જોઈએ. ' શ્રી જિનેશ્વરદેવના શાસનમાં રહેવા ઇચ્છનારો આ પીઠ મજબૂત ન બનાવે તો આગળ વધી ન શકે. સમ્યગુદર્શન વિનાનું જ્ઞાન પણ વ્યર્થ છે; સમ્યગ્દર્શન વિનાનું સંયમ અને બાહ્યત્યાગ ગમે તેવો હોય તોય તે કાયકષ્ટરૂપ છે; સમ્યગ્દર્શન વિનાનાં દાન, શીલ, તપ અને ભાવ; તે પણ વસ્તુતઃ દાન, શીલ, તપ તથા ભાવ નથી; એના વિના ભાવના પણ કઈ અને કેવી હોય ? ભાવનાશુદ્ધિ માટે તો સમ્યગ્દર્શન છે, એ આવ્યા પછી મનોવૃત્તિ કઈ તરફ ઢળે ? મોક્ષ તરફ જ પણ સંસાર તરફ તો નહિ જ, આથી જ એ નિશ્ચિત થાય Page #378 -------------------------------------------------------------------------- ________________ ૨૯ : સંસારની અરુચિ અને મોક્ષની રુચિ - 29 છે કે, ‘શ્રી જિનેશ્વરદેવના શાસનમાં બધા રહી શકે છે' પણ ક્યારે ? જ્યારે સંસારની અરુચિ અને મોક્ષની રુચિ થાય ત્યારે ! આ શાસનમાં ચૌદપૂર્વી પણ રહે અને અષ્ટ પ્રવચન માતાને જાણનારા પણ રહે; યથાખ્યાત ચારિત્ર પાળનારા પણ રહે અને છેદોપસ્થાપનીય ચારિત્ર પાળનારા પણ રહી શકે; અરે, ચારિત્રનું આરાધન નહિ કરનારા અને કંઈ પણ નહિ ભણેલા પણ રહી શકે; પણ ક્યારે ? ત્યારે જ કે જ્યારે સંસાર ત૨ફ અરુચિ અને મોક્ષ તરફ રુચિ પેદા થાય ! 357 ૩૫૭ રેલવેના પ્લૅટફૉર્મ ૫૨ જવા પાસ તો જોઈએ ને ? ટિકિટ હોય એ ગાડીમાં બેસે, પણ પ્લૅટફૉર્મમાં જવા માટે પણ પાસ તો જોઈએ ને ? વગર પાસે કોઈ ઘૂસે તો લાંચથી ઘૂસે, અગર ચોરીથી ઘૂસે ! ભલે એને ચોર ઠરાવનાર અધિકારી પણ કોઈ ચોર થઈને એને ચોર ન ઠરાવે, પણ કાયદેસર એ ચોરી છે; એમ અહીં ઓછામાં ઓછી કઈ યોગ્યતા હોય તો પ્રભુના શાસનમાં નંબર ગણાય ? જો કે, આજે સમ્યક્ત્વ શબ્દ પણ રૂઢ થયો છે, એથી આજે ગમે તેમ વર્તનારા અને ગમે તેમ બોલનારાઓને પણ જો એનામાં સમ્યક્ત્વ નથી એમ કહેવામાં આવે, તો તેઓ લાલપીળા થઈ જાય છે, માટે હાલ એ શબ્દને દૂર રાખીને કહો કે, પ્રભુના શાસનમાં ગણાવવું હોય એનામાં ઓછામાં ઓછું પણ શું જોઈએ ?’ ‘સંસારની અરુચિ અને મોક્ષની રુચિ' આટલું તો જોઈએ જ ને ? માત્ર સંખ્યાવૃદ્ધિથી શું વળે ? આથી સમજી શકાશે કે, પ્રભુએ સ્થાપેલો શ્રીસંઘ અનુપમ છે. પૂજ્ય છે અને એના આધારે પાંચમા આરામાં કલ્યાણ સાધવાનું છે; એટલે જેને-તેને એમાં ન જ ગણાય. જે મર્યાદાનો ભંગ કરે તેને સંઘમાં સ્થાન ન જ હોય. એકવાર તો માણસો વધતા જોઈને તમે રાજી પણ થઈ જાઓ કે, સંખ્યા વધે છે, પણ એ રીતે લોકોને ભેગા કરીને થયેલી સંખ્યા મોટા વિરાટ સ્વરૂપે દેખાવા છતાં પણ, અવસરે અધવચ ડુબાડશે. આજે સમ્યક્ત્વની વાતમાં લોચા વાળનારા, આ સામાન્ય ભાવના માટે પણ એલફેલ બોલે છે, આથી જ આપણે કહીએ છીએ કે, ‘પહાડની શોભા તો બધી ઉ૫૨ છે, પણ એ શોભાને ટકાવી રાખવા અને એનો લાભ લેવા એનું તળિયું મજબૂત જોઈએ કે જેથી એમાં એક પણ છિદ્ર ન પડે. મુનિપણાની વાત તો પછી, પણ હજી તો પીઠિકા રૂપ સમ્યગ્દર્શનની વાત ચાલે છે. આ સમ્યગ્દર્શનરૂપ શ્રેષ્ઠ વજ્રની પીઠ ઉપર પ્રતિષ્ઠિત શ્રીસંઘરૂપ મેરૂ, Page #379 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ શ્રી તીર્થંકરવત્ પૂજ્ય છે અને એવા જ શ્રીસંઘને પચ્ચીસમો તીર્થંકર કહેવામાં આવે છે. ૩૫૮ 358 જે રીતે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માનવાની, તે જ રીતે શ્રીસંઘની પણ આજ્ઞા માનવાની ! જે શ્રીસંઘને પચ્ચીસમો તીર્થંકર કહ્યો તે શ્રીસંઘ કોનો ? જેનો-તેનો નહિ, પણ શ્રી જિનેશ્વરદેવનો. શ્રી જિનેશ્વરદેવે જે કહ્યું તેનો યથાશક્તિ અમલ કરે તો સંઘ ને ? આજ્ઞામાં રહે, આજ્ઞા માને તો સંઘ, પણ આજ્ઞા આઘી મૂકે તો તે સંઘની કોટિથી દૂર થાય છે. ‘સંઘ એ પચ્ચીસમો તીર્થંકર એટલી વાત યાદ રાખી, પણ ‘કેવો સંઘ પચ્ચીસમો તીર્થંકર' એ ભૂલ્યા. જેને અધિકારનું જ ભાન ન હોય, એ અધિકારી કેટલા દિવસ ટકે ? શ્રીસંઘ પચ્ચીસમો તીર્થંકર એ વાત સાચી, પણ કયો સંઘ પચ્ચીસમો તીર્થંકર, એ વાત સાચી પડી ગઈ. એમાં ગોટાળો થયો. પરિણામે ‘અમે સંઘ' કહેવાનો સૌને ઉમળકો થયો, પણ ‘અમે સંઘ ક્યારે ?’ એ વાતનું ભાન ન રહ્યું. આગળ વધીને ‘અમારાથી કઈ વાત બોલાય અને કઈ વાત પોષાય ?’ એનો વિચાર કે ખ્યાલ સરખો પણ ન રહ્યો. આવા માણસોએ સમજવું જોઈએ કે, ‘ગમે તેમ બોલવું અને ગમે તેમ વર્તવું, એ તો અધિકારની અવગણના છે.’ સંઘને વંદન તો સૂત્રકાર પણ કરે છે, પણ કયા સંઘને ? નગર, ચક્ર, રથ, કમળ, ચંદ્ર, સૂર્ય, સાગર અને મેરૂરૂપ સંઘને, પણ ચાલી નીકળેલાં ટોળાઓને નહિ જ ! ધર્મીને આશ્રય આપે એ સંઘ નગરરૂપ કે ધક્કો મારે એ ? સંસારને છેદવામાં સહાયક થાય તે ચક્રરૂપ કે સંસારમાં ધકેલે તે ? એ રીતે કહેવાઈ ગયેલાં સાતે રૂપકોમાં કહેવાયેલી વાતો યાદ થાય તો પીઠિકા તૈયાર થશે. શ્રીસંઘરૂપ નગર ધર્મીને અખંડ ચારિત્રરૂપ કિલ્લામાં રાખે અને વિષયકષાયરૂપ સંસારને છેદવામાં ચક્ર બની સહાય કરે. સંસાર પાર કરવા જેઓ અશક્ત હોય તેઓને માટે એ ૨થરૂપ બને. - વાત વાતમાં ‘છે કાંઈ ?' – એમ સંઘથી બોલાય ? ‘છે કાંઈ ?’ - એ પ્રશ્ન છે ? સંસાર વિષય તો છે જ, દુ:ખમય તો છે જ, તેમાંથી સાધનહીન પણ ધર્મી થાય; સાધનસંપન્ન જ ધર્મી થાય એવું નથી અને સાધનહીન ધર્મને માટે લાયક નથી એવું પણ નથી. રંક ધર્મ કરવા માટે નાલાયક છે, એવું આ શાસનમાં કહેવાય તેમ નથી; પૂર્વપુણ્યના અભાવે દુનિયાની વસ્તુ નહિ પામી શકેલાને પણ ધર્મ લેવાનો અને સેવવાનો સંપૂર્ણ હક્ક છે. Page #380 -------------------------------------------------------------------------- ________________ 859 –– ૨૯ઃ સંસારની અરુચિ અને મોક્ષની રૂચિ - 29 – ૩૫૯ કર્મના યોગે દુનિયામાં શાહુકારી નહિ સાચવી શકેલા પણ, અહીં શાહુકારી સાચવી શકે છે, અને એવા આત્માઓ સંસારસાગર તરી જાય છે. ધર્મના નામે કોઈ ઠગાય તો પણ શાસ્ત્ર કહે છે કે, “એ પામી ગયો, પણ ઠગાયો નથી.” વેશ્યાએ ધર્મને બહાને શ્રી અભયકુમાર જેવા બુદ્ધિના નિધાનને પણ ઠગ્યા હતા. લેવા મોકલનાર રાજાએ પણ કહ્યું કે, “ધર્મના બહાને ઠગવું એમાં કશી જ મોટી વાત નથી. ધર્મી ધર્મના બહાને ઠગાઈ પણ જાય, કારણ કે, ત્યાં જિંદગી સમર્પ છે. ધર્મના પાલક કાંઈ ધર્મીના રૂપ-રંગને નથી જોતા, પણ ધર્મ જુવે છે. છ ખંડના ચક્રવર્તી પણ ગઈકાલનો કઠિયારો પણ જો પ્રભુના સંયમમાર્ગને પામ્યો હોય તો તેના પગમાં પોતાનું મસ્તક મૂકે છે; આથી સ્પષ્ટ જ છે કે, આ શાસન કાંઈ એકલા રાજા-મહારાજાઓ કે શેઠ-શાહુકારોનું જ નથી, પણ સર્વ કોઈ મુમુક્ષુનું છે. જ્ઞાનીઓએ સ્પષ્ટ રીતે ફરમાવ્યું છે કે, રાજ્ય આદિને પાપ માનો તો અહીં આવો; જ્યાં બેઠા છો તે ખોટું લાગતું હોય અને પાપરૂપ લાગતું હોય તો આવો ! જેને જ્યાં બેઠો. તે મીઠું લાગે તેને આ ન ગમે. ભવાભિનંદીને શ્રી વીતરાગનું શાસન પણ ન ગમે, એવાઓને તો આજે પાપ શબ્દ પણ પાગલ બનાવ્યા છે. ધર્મીઓ જે પાપ શબ્દથી કંપે છે, તે જ પાપ શબ્દ સામે એ કારમું હાસ્યઅટ્ટહાસ્ય કરે છે અને ઉપરથી કહે છે કે, ઘેલાઓ પાપ પાપ કરે છે; કઈ સદીમાં જન્મ્યા છે કે જેથી વાત વાતમાં પાપની વાત કરે છે ? એવાઓને આપણે કહીએ છીએ કે, “વીસમી સદીમાં જન્મ્યા છીએ અને આયુષ્ય હશે તો એકવીસમી સદી સુધી પણ જીવશું; તે પણ તમારા કરતાં સારી રીતે જીવશું; તમારા જેવી કંગાલિયતથી તો નહિ જ જીવીએ, કારણ કે, પાપને પાપ માનનારો જે રીતે જીવે છે, તે રીતે પાપને પાપ નહિ માનનારો કદી જીવ્યો નથી, અને જીવશે પણ નહિ.” અનંતજ્ઞાનીઓએ પાપ કહ્યું એની ઠેકડી કરનાર પહેલા નંબરના નાસ્તિક છે અને એથી જ તેઓ આ મનુષ્યલોકમાં ભારભૂત છે. | લાખ કે કરોડ જેને ત્યાં હોય, જેને ત્યાં ચાર મોટર ભાંગે અને આઠ નવી આવે, એટલા ઉપરથી તેને આપણે સુખી ન જ માની લઈએ, કારણ કે, એવાઓને માથે તો ત્રાસની ઝડીઓ વરસતી હોય છે. પાઘડીમાં ઢંકાય, મોટરમાં છુપાય, નાસભાગ કરે અને “હું શેઠ ! હું શેઠ !એવો જેઓને મેનિયા થયો હોય, તેઓ ભલે બોલે કે, “અમે સુખી છીએ” બાકી એ ખરેખર સુખી નથી એ તો ખાતરીપૂર્વકની વાત છે. Page #381 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ જેને ધર્મમાં શ્રદ્ધા નથી, જે પાપને પાપ માનતો નથી, એવો એક પણ સાચો સુખી હોય તો બતાવો ! આજે શહેનશાહત કેમ ચલાવાય છે, તે શહેનશાહ જાણે છે; પેઢીના ઠેકા કેમ લેવાય છે, તે પેઢીવાળો જાણે છે; સટોડિયા શાખ કેમ સાચવે છે, તે તેઓ જાણે છે; એમને તેજી-મંદીની રાહ કાગના ડોળે જોવી પડે છે, ચોવીસે કલાક દુર્ધ્યાન કરવું પડે છે. દુકાનદારો મોટે ભાગે બૂમ મારે છે કે – દેખાવ મોટો છે પણ તળિયું તિજોરીનું પોલું છે. આ બધું શાથી. ?. સાચો માર્ગ ભુલાયો છે એથી. - ૩૬૦ 360 શ્રી જિનેશ્વરદેવના શાસનમાં તો પેઢીવાળો અને નોકર, શ્રીમંત અને નિર્ધન, મોટો અને નાનો બધા સુખી હોય છે. કેમ કે, ધ્યેય એક જ હોય છે. એ આત્માઓ વિવેકના યોગે લક્ષ્મી આવે તો ‘ભારરૂપ’ માને છે અને જાય તો ‘પંચાત ઓછી’ એમ માને છે. બાકી ‘હું આવો !’ અને ‘હું તેવો’ એમ માની દુનિયાના મદમાં છકી જનાર પ્રભુના શાસનમાં ન ટકી શકે. આઠે જાતના મદનો આ શાસ્ત્રમાં નિષેધ છે. ભગવાન શ્રી મહાવીરદેવના આત્માએ પણ એક ઉત્સૂત્ર વચનથી સંસાર વધાર્યો અને કુળમદ કરવાથી નીચગોત્ર બાંધ્યું. આ શાસ્ત્ર તો કહે છે કે, ‘જ્ઞાની અજ્ઞાનીની દયા ખાય અને અજ્ઞાની જ્ઞાનીને હાથ જોડે.’ આથી પ્રભુશાસનમાં રહેવા માટે વિશેષ પ્રકારની લાયકાતની વાતને બાજુએ રાખો, પણ સામાન્ય કક્ષાની લાયકાત તો નક્કી કરવી જોઈએ અને તે હોવી જ જોઈએ. શાહુકાર રહેવા માટે સામાન્ય યોગ્યતા કઈ ? પારકા રૂપિયા લાવીને પાછા દેવા એ જ ને ? પાઘડી કે ટોપી વેચીને પણ ભરી દે તે શાહુકાર: પાંચ લાવનાર ટાઇમસર આપે એને પરિણામે પાંચસો મંળે, પણ લાવીને આપે જ નહિ તો ? કહેવું જ પડે કે, એ ન ચાલે. જ્યારે કુકાની વાતમાં આટલી શરત, ત્યારે અહીં કોઈ શરત નહિ એમ ? આવું પોલું કેમ ચાલે ? જેઓ વ્યવહા૨માં કહે છે કે, ‘આમ આમ કરવું જ જોઈએ, તેઓ અહીં કહે છે કે, ‘શાસ્ત્ર રૂચે તો માનીએ અને ભગવાનને પણ ઇચ્છા હોય તો પૂજીએ.' આવા કંગાળો આ શાસનમાં આવ્યા ન ગણાય, તેઓ અહીં આવે તો પણ શું અને ન આવે તો પણ શું ? આવા કંગાલોની મોટી સંખ્યા આવવાથી મલકાવું એના જેવી બીજી ભયંકર મૂર્ખાઈ કઈ ? કહેવું જ પડશે કે, કોઈ જ નહિ, કારણ કે, એવી રીતે આવનારા પાછા ઉપરથી કહે છે કે, ‘અમે ન હોત તો આપને પૂજત કોણ ?' આવું કહેનારાઓને તો કહી દેવું જોઈએ કે, ‘ભાઈ ! ભગવાન તારી પૂજાના રસિયા નથી, તારી ભાવના હોય અને તને મુક્તિની કામના હોય તો તું Page #382 -------------------------------------------------------------------------- ________________ 361 ૨૯ : સંસારની અરુચિ અને મોક્ષની રુચિ - 29 ૩૭૧ ભગવાનને પૂજ, અન્યથા પૂજાની શી જરૂર છે ? ભગવાન અપૂજ્ય રહી જાય માટે એમની દયા ખાતર પૂજા કરતો હોય તો બહેતર છે કે ન કર !' ખરેખર, જે લોકોની આ લોકમાં પણ કશી કિંમત નથી, તે લોકોને જ્યારે ‘એમ ન હોત તો તીર્થંકરને પૂજત કોણ ? સાધુ જીવત શી રીતે અને ધર્મને સાંભળત કોણ ?' આ પ્રમાણે બોલતા સાંભળીએ છીએ, ત્યારે ખરે જ તે કમનશીબ અને કમઅક્કલ આત્માઓના જીવન તરફ કંપારી છૂટે છે, કારણ કે, પોતાનું જીવન જ કોઈના આધારે જીવનારા, દેવ, ગુરુ અને ધર્મને એમના પોતાના દ્વારા જીવતા માને છે ! ખરેખર તો એમનાં ઝૂંપડાં પણ એમનાથી નથી નભતાં ! મુંબઈના માળા પણ કહે છે કે, ‘તમારા જેવા કેટલાય ગયા, પણ અમે તો અહીં ઊભા છીએ !' ચેતનહીન માળા પણ આવું કહે છે, તે છતાંય એ મૂર્ખાઓ કહે છે કે, અનંતજ્ઞાનીની મૂર્તિ, મંદિર, સાધુ, આગમ એ બધું અમારા આધારે જીવે છે !' આવા પામરો માટે કહેવું પણ શું ? આપણે તો સ્પષ્ટ રીતે કહેવું જોઈએ કે, ‘આવા મૂર્ખાઓના આધારે ટકે તે દેવ નથી, જીવે તે સાધુ નથી અને હયાતી ભોગવે તે આગમ નથી.’ આગમ તો કહે છે કે, ‘બુદ્ધિના નિધાનો ! આવો અને એક પણ વાતનું ખંડન તો કરો !' ખંડન શું કરે એ બિચારા ! એ બિચારાઓમાં તો આગમની એક વાત પણ સમજવાની તાકાત નથી !! એવાઓના આધારે આ બધા જીવે, એ કેવી હાસ્યજનક વાત છે ? એવાઓને પૂછો કે, ‘તમે આગમના રક્ષક કે આગમ તમારું રક્ષક ?' શાસનમાં કોણ અને ક્યારે નભે ? શ્રી જિનવિજયજી મહારાજ તો ભગવાન શ્રી મહાવીરની સ્તવના કરતાં કહે છે કે - “તેહનું ઝેર નિવારણ મણિ સમ, તુજ આગમ તુજ બિંબ જી; નિશિ દીપક પ્રવહણ ભરદરિયે, મરૂમાં સુરતરુ લુંબ જી. વીરજિણંદ જગત ઉપકારી. પ” “હે ભગવાન ! આ પંચમકાળરૂપ ફણીધરનું ઝેર ઉતારવા માટે મણિસમાન આ વિશ્વમાં કોઈપણ વસ્તુ હોય તો તે બે જ છે; એક તો તારું આગમ અને બીજી તારી મૂર્તિ. ખરેખર એ બે વસ્તુઓ રાત્રિમાં દીપક તુલ્ય છે, ભરદરિયામાં જહાજતુલ્ય છે અને મરૂદેશમાં કલ્પવૃક્ષની વેલડીતુલ્ય છે.” Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ – 352. સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - - જ્યારે મહાપુરુષો આવી રીતે બોલે છે, ત્યારે આજના જૈનકુલમાં અભ્યા હોવા છતાં જૈન કુલાંગારને છાજતાં ધર્મદ્રોહી કાર્યો કરનારાઓ કહે છે કે, “આ બધાને (સુદેવ, સુગુરુ અને સુધર્મને) દીપાવનારા અને જિવાડનારા અમે !” આમ બોલનારા એવી અક્કલવાળા છે કે, “ઇલેક્ટ્રિક બંધ થાય તો એક રાતમાં ત્રણ ભવ થાય તેવી પરતંત્ર દશા ભોગવવા છતાં પણ કહે છે કે, “અમે સ્વતંત્ર !” પોતાના હાથ, પગ પણ કોઈની સહાયથી ચાલે એવા છતાંય કહે છે. કે, “અમે સ્વતંત્ર !” યંત્રવત્ જીવે તે છતાંય કહે છે કે, “અમે સ્વતંત્ર !! ધર્મ કરવાની ફુરસદ નથી' એવું કહે એના જીવનની કિંમત કેટલી ? એને પૂછીએ કે, “કેમ ફુરસદ નથી ?' તો કહે કે, “ચૌદ કલાકનું કામ છે.” છતાંય પાછા ઉપરથી કહે કે, “અમે સ્વતંત્ર !” ખરેખર જેને જીવતાં ન આવડે અને જેને ખાતાંપીતાં ન આવડે, તે પણ કહે કે, “અમે સ્વતંત્ર !! . ઘર હોવા છતાં રસ્તામાં ભટકતો ખાય એ દશાવાળા પણ કહે કે, “અમે સ્વતંત્ર !” બેસીને ખાવા જેટલી પણ જેનામાં માણસાઈ નથી એવા પણ કહે કે, અમે સ્વતંત્ર !” આવા બધા પોતાની જાતને “સ્વતંત્ર' માની અને “શાસનને અમે દીપાવનારા છીએ' એમ કહીને કહે છે કે, “જૈનશાસનને હાનિ કરનારા ફક્ત બે જ છે : એક દીક્ષા લેનાર અને બીજા અપાવનાર !” કહો, કેવી ભયંકર દુર્દશા છે ? સભાઃ ન વર્ણવાય એવી ! દિક્ષા લેનાર, આપનાર તથા અપાવનાર એ જૈનશાસન માટે ભયંકર અને આ બધા સ્વચ્છંદીઓ એ શાસનના પ્રભાવક, એમ કોઈ પણ બુદ્ધિશાળી માને ? સભાઃ કમનસીબ હોય તે માને ! મોહના નશામાં ચકચૂર બની ખુરશી, ટેબલ પર બેસવું, ચા વગેરે પીણાં વારંવાર પીવાં, સિગારેટ પીવી, પાનના ડૂચા ચાવવા, ચાર આંગળ ઊંચી એડીવાળાં બૂટ પહેરવાં, વારંવાર પટીયાં પાડવાં, આવું આવું બધું જ કરવું અને ધાર્મિક ક્રિયાઓથી તો દૂર ને દૂર જ ભાગવું અને કહેવું, “અમે શાસનના, પ્રભાવક !” જૂઠું બોલવામાં એક્કા થવું અને પહેલા નંબરના ઉઠાવગીર બનવું, તે છતાંય કહેવું કે, “અમે શાસનના પ્રભાવક !!! જીવનમાં સંયમનો એક છાંટો પણ ન હોય તે છતાં પણ કહેવું કે, “અમે શાસનના પ્રભાવક !!!” Page #384 -------------------------------------------------------------------------- ________________ ૨૯ : સંસારની અરુચિ અને મોક્ષની રુચિ - 29 પોતે ગુણહીન અને દોષોથી ભરેલા હોવા છતાંય પોતાને શાસનના પ્રભાવક માનવા અને બારે મહિને જે બે-પાંચ આત્માઓ દીક્ષા લે તેઓ, જેઓએ દીક્ષા લીધેલ છે તે પરિમિત સંખ્યાના સાધુઓ અને તેમાં પણ જેઓ દીક્ષાઓ આપતા હોય, ત્યાગની વાતો કરતા હોય, તે બધાને શાસનનો નાશ કરનારા કહેવામાં જ શ્રેય માનવું !!!! શું આ ઓછી કમનશીબી છે ? સભા ઓછી નહિ પણ ઘણી જ ભયંકર ! 363 ૩૭૩ એ ઘણી જ ભયંકર કમનસીબીને આધીન થઈ ઉન્મત્ત બની ગયેલાઓ પોતાની જાતને પણ વીસરી જઈને ‘દીક્ષા લેનાર લે, આપનાર આપે, તેમાં શાસનનો નાશ થઈ જાય, માટે દીક્ષા ખતમ કરો અને એ દીક્ષા જેમાંથી નીકળે તે આગમોને ભસ્મીભૂત કરો, જેથી શાસન ન બગડે.’ આવા આવા આશયનું ઉન્મત્ત બનીને મર્યાદૃાહીનપણે જે બોલે અને લખે, તેઓ શું આ પ્રભુશાસનમાં એટલે કે, પૂજ્ય કોટીના શ્રીસંઘમાં રહેવા માટે પણ લાયક છે ખરા ? સભા એક ક્ષણ પણ નહિ. આજે જેમ શાસ્ત્રને કે શાસ્ત્રકારોને નહિ માનનારાઓ તરફથી વખતોવખત સૂચવાય છે કે, ‘ગમે તેવા તોય અમે તો સંઘ જ, અમે તો ફાવે તો શાસ્ત્ર માનીએ અને ન ફાવે તો ન માનીએ, છતાંય અમે તો સંઘ જ !' શું આ • પ્રમાણે બોલાય ? સભા ઃ સમજદારથી તો એમ કદી જ ન બોલાય. તો પછી દુનિયાનો નાનો વ્યવહાર પણ અક્કલહીનોથી નથી ચાલતો, તો શ્રી·જિનશાસનનો વ્યવહાર ગાંડાઓથી કેમ જ ચાલે ? ન જ ચાલે. અસ્તુ. આપણે કહી ગયા કે, આ શાસન રાજા અને રંક એમ બેય માટે છે. રાજા રહી જાય અને રંક મોક્ષે ચાલ્યો જાય, એ આ શાસન છે. પ્રભુના શાસનમાં પ્રભુના પોતાના સમયમાં પણ કેટલાય ટૂંકો, ભયંકર હિંસકો અને ચોરી વગેરે ગુનાહિત કાર્ય કરનારાઓ પણ મુક્તિ પામી ગયા. આ સાંભળીને એ ધ્યાનમાં રાખજો કે, એવા પણ જે મુક્તિ પામી ગયા તે હિંસા તથા ચોરી વગેરે કરીને નહિ, પણ હિંસા તથા ચોરી વગેરેને તજીને ! વિશ્વમાં પરમ સત્યમાર્ગના પ્રકાશક શ્રી જૈનશાસનમાં જે દૃષ્ટાંતો લો, તેના મર્મને બરાબર સમજો. શ્રી શાલિભદ્રને ત્યાં ઊતરતી નવાણું પેટીઓ, શ્રી બાહુબલીજીનું બળ તથા શ્રી અભયકુમારની બુદ્ધિમાત્રમાં ન મુંઝાઓ પણ સાથેના ગુણો પણ જુઓં અને મેળવવા પ્રયત્નશીલ બનો ! શ્રી શ્રેણિક મહારાજા પ્રભુના પરમ ભક્ત, ક્ષાયિક Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - 364 સમ્યગુદૃષ્ટિ, પણ એમણેય પહેલાં ભૂલ કરી હતી તો તેમને પણ નરકે જવું પડ્યું. શરમ કે પક્ષપાત કાંઈ જ ન ચાલ્યું. તીર્થંકર-નામકર્મ ભલે નિકા... પણ. નરકે જવું પડ્યું. ભગવાને પણ કહી દીધું કે, નરકે ગયા વિના નહિ ચાલે.” રાજાનો દીકરો નજરે જોતાં ખૂન કરી નાંખે, પછી ભલે એ રાજાનો દીકરો હોય પણ ન્યાયાધીશ એને કઈ રીતે છોડે ? રાજાનો માનીને કદી રહેમ કરે તો ફાંસીને બદલે દેશનિકાલ કરે, પણ ત્યાં તો ન જ રાખે. તો પછી જૈન નામ ધરાવનાર ગમે તેમ વર્તે તે કેમ ચાલે ? હજી કદાચ “એનું વર્તન એને ભારે” એમ માની લેવાય તો એ ચાલે, પણ ગમે તેમ બોલે એ કેમ ચાલે? ન જ ચાલે. જૈન ગણાવાની જે સામાન્ય યોગ્યતા છે કે, “સંસાર ખોટો અને મોક્ષ જ સાચો એ પણ ન માને તે જૈન તરીકે ન રહી શકે. સાચો જૈન તો સંસારને ખોટો માની છોડવા જેવો માને અને મોક્ષને જ સાચો માની મેળવવા જેવો માને. આરાધના સંસારની નહિ કરવાની, પણ મોક્ષની જ કરવાની, એવો એનો દઢ નિશ્ચય જ હોય. મોક્ષમાર્ગની, એના સ્થાપોની, એના રચનારની, એની આરાધના કરનારની, એને ખીલવનારની, એના પ્રચારકોની, એના પ્રકાશકોની, એના સહાયકો વગેરે બધાની જ આરાધના કરવાની; એમાં એને શંકા ન જ હોય. એને તો સંસારની છાયા પણ કારમી લાગે, કારણ કે, વખતોવખત એના કાનમાં – “શીતળ નહિ છાયા રે આ સંસારની. કૂડી છે માયા રે, આ સંસારની. ' કાચની કાયા રે છેવટ છારની, સાચી એક માયા રે જિન અણગારની.” આ ધ્વનિઓ પડ્યા જ કરે છે. એટલે એને સંસારની છાયા ભયંકર કેમ ન લાગે ? અવશ્ય લાગે જ ! આથી સમ્યગ્દષ્ટિ આત્મા પણ એવો હોય છે, એની છાયા સામા ઉપર એવી પડે કે, “સામાને પણ સંસારની છાયા ભયંકર લાગે !' એવો આત્મા પોતાની જાત ઉપર કઈ છાયા ઇચ્છે ? એવા આત્માને ત્યાગથી વિપરીત દેશના દેનારો સાધુ કેવો લાગે ? એવો આત્મા પોતાની જાત ઉપર ત્યાગીના ત્યાગની છાયા ઇચ્છે કે નહિ ? સભા ત્યાગીના ત્યાગની છાયા ઇચ્છે એ જ સમ્યગ્દષ્ટિ, જો એમ જ છે, તો ત્યાગી તથા ત્યાગ એ બેય પર જે વખતે આક્રમણ આવતું હોય, તે વખતે સમ્યગ્દષ્ટિ આત્મા મૌન કઈ રીતે રહી શકે ? કહેવું જ પડશે કે, “ન જ રહી શકે !! તો પછી ત્યાગી તથા ત્યાગ જેને ન ગમે તે સંઘમાં Page #386 -------------------------------------------------------------------------- ________________ ૨૯ : સંસારની અરુચિ અને મોક્ષની રુચિ - 29 ૩૭૫ પણ કઈ રીતે રહી શકે ? આની સામે જે બોલવું હોય તો અહીં બોલજો, બોલવાની છૂટ છે, કારણ કે સમાધાન થઈ જાય. બાકી આ સ્થિતિ વિના પ્રભુના શાસનમાં સ્થાન નથી. સભા અહીં સ્થાન નહિ હોય તો જમાનાવાદીના સંઘમાં જશે ! જેને ત્યાં જવું હોય, તેને માટે ત્યાંના તમામ માર્ગ સરજાયેલા અને ખુલ્લા છે, પણ શાસ્ત્ર કહે છે કે, મનુષ્ય ધારે તો મુક્તિ પણ મેળવે અને નરકમાં અથવા નિગોદમાં પણ એ જાય. ચોગાન ખુલ્લું છે. જેને ગમે ત્યાં જવું છે, તેની સાથે આપણને લેવાદેવા નથી. પ્રભુશાસનમાં આવવા માગનાર કે રહેવા ઇચ્છનાર સાથે જ અમારે સંબંધ છે, અગર જેને સન્માર્ગ પામવાની સામાન્ય પણ ઇચ્છા છે તેની સાથે જ અમારે સંબંધ છે. અગર જેને સન્માર્ગ પામવાની સામાન્ય પણ ઇચ્છા છે તેની સાથે જ અમારે સંબંધ છે. આ શાસનમાં કૃષ્ણ પણ ચાલે, કદાચ આચારહીન પણ ચાલે, તપ ન કરી શકે એ પણ ચાલે, પણ ઉદારતા, સદાચાર અને તપમાં કલ્યાણ માનનાર તો તે હોવો જ જોઈએ. 365 આમ છતાં આજનાઓ તો કહે છે કે, ‘વાત વાતમાં પાપ શું ? છતે અનાજે લાંઘણ કેમ ? દુકાળ છે કાંઈ ? અનાજ પાસે હોય છતાં ઉપવાસ શા માટે ? ગાડી, મોટર, ટ્રામ હોય તથા ખિસ્સામાં પૈસા હોય છતાં પગે કેમ ચલાય ? સિગારેટ લઈ શકીએ છીએ તો તે કેમ ન પીએ ? છતે પૈસે હોટલમાં, નાટક, ચેટક, સિનેમામાં કેમ ન જઈએ ? મનમાન્યા લહાવા કેમ ન.લઈએ ? બાવાઓ · શાસનમાં કઈ રીતે નભે ? ન શ્રી અષાઢાભૂતિ અને નાટક : હવે તો આમાંના કેટલાકો જ્ઞાનીઓને પણ નાટકમાં ઉતારવા માંગે છે અને `એ-રીતે ‘નાટક'ને પુષ્ટ કરવા ઇચ્છે છે તેમ જ એને પુષ્ટ કરવા માટે કહે છે કે, ‘શું શાસ્ત્રમાં અષાઢાભૂતિની વાત નથી આવતી ? શું એમણે નાટક નહોતું કર્યું ?' આ પ્રમાણે કહી શાસ્ત્રીય વાતનો મનગમતો ઉપયોગ કરી, એ દ્વારા પણ પોતાની તુચ્છ મનોવૃત્તિને સફળ કરવાના પ્રયત્ન કરે છે, પણ શ્રી અષાઢાભૂતિનો પ્રસંગ જ શું એવો છે કે, તે લોકો એનો મનગમતો ઉપયોગ કરી શકે અને તે દ્વારા પોતાની તુચ્છ મનોવૃત્તિને સફળ કરી શકે ? સભા સાહેબ ! અષાઢાભૂતિના નાટક સંબંધમાં શું છે ? હું એ જ કહેવા ઇચ્છું છું. “શ્રી ‘અષાઢાભૂતિ’ નામના એક મોટા મુનિવર Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ થયા છે. એ મુનિવર, ‘શ્રી ધર્મરુચિ' નામના સૂરિપુરંદરના શિષ્ય હતા. તેઓ પોતાના ગુરુદેવ સાથે એક વખત ‘રાજગૃહી’ નગરીમાં પધાર્યા હતા. તે સમયે ‘રાજગૃહી’ નગરીમાં ‘સિંહરથ' નામનો રાજા રાજ્ય કરતો હતો અને ‘વિશ્વકર્મા’ નામનો એક નાટ્યકાર ત્યાં વસતો હતો. એ નાટ્યકારને બે સુંદર પુત્રીઓ હતી, જે અત્યંત સુરૂપ હતી. મુનિવર શ્રી અષાઢાભૂતિ ગુરુની આજ્ઞાથી ભિક્ષા માટે ફરતા ફરતા એ ‘વિશ્વકર્મા’નામના નાટ્યકારના ઘેર પહોંચી ગયા.. ત્યાં એ મુનિવરને ભિક્ષામાં મોદક મળ્યો. 366 કર્મનો ઉદય કોઈ વિચિત્ર જ હોય છે. એ વિચિત્ર કર્મના ઉદયને આધીન થઈને, એ મુનિવરે બહાર નીકળીને વિચાર્યું કે, ‘આ મોદક સૂરીશ્વરજી મહારાજ માટે ઉપયોગમાં આવશે.' આથી પોતા માટે લેવા ખાતર‘રૂપનું પરાવર્તન કરી બીજો મોદક લઈ આવું.' આ પ્રમાણે વિચારી પોતાનું રૂપ એક આંખે કાણું બનાવ્યું અને ફરીથી એ નાટ્યકારના ઘરમાં પ્રવેશ કર્યો અને બીજો મોદક મેળવ્યો. તે પછી બહાર નીકળીને ફરીથી પણ વિચાર્યું કે, ‘આ મોદક ઉપાધ્યાયજી મહારાજના ઉપયોગમાં આવશે.' આમ વિચારી કૂબડું રૂપ બનાવ્યું અને ફરીથી પણ તે જ નાટ્યકારના ઘરમાં પ્રવેશ કર્યો અને ત્રીજો મોદક પણ મેળવ્યો. તે પછી પણ વિચાર્યું કે, ‘આ મોદક બીજા સંઘાટક સાધુના ઉપયોગમાં આવશે' આ પ્રમાણે ચિંતવીને કુષ્ઠિરૂપ કરી ચોથી વેળા પણ એ મુનિવરે નાટ્યકારના ઘરમાં પ્રવેશ કર્યો. આ રીતે વારંવાર રૂપનું પરાવર્તન કરતા મુનિવરને ઉપરના માળે રહેલા ‘વિશ્વકર્મા’ નાટ્યકારે જોયા અને એણે વિચાર્યું ‘કે જો આ સાધુને વશ કરવામાં આવે અને એ અમારી સાથે ૨હે તો અમારું કાર્ય ઘણું જ સુંદર રીતે થઈ શકે ! પરંતુ આને વશ કરવો કઈ રીતે ?' આ પ્રમાણે વિચારતાં વિચારતાં તે નટને એવો વિચાર આવ્યો કે, ‘મારી દીકરીઓ દ્વારા એને સંયમથી ચલિત કરીને વશ કરવો.’ આ વિચારથી એકદમ તે નીચે ઊતર્યો અને આદરપૂર્વક મુનિવરને બોલાવી આખુંયે પાત્ર ભરાઈ જાય તેટલા મોદકો મુનિવરને વહોરાવ્યા અને આદરપૂર્વક કહ્યું કે, ‘હે ભગવન્ ! હંમેશાં અમારાં જ ભોજન-પાણી ગ્રહણ કરીને અમારા ઉપર અનુગ્રહ કરજો.' આ પછી મુનિવર શ્રી અષાઢાભૂતિ પોતાના ઉપાશ્રયે ચાલ્યા ગયા. ત્યાર બાદ એ નાટ્યકારે મુનિવરના રૂપપરાવર્તનની વાત પોતાના કુટુંબને કહી અને પોતાની દીકરીઓને કહ્યું કે, ‘તમારે દાન અને સ્નેહદર્શન Page #388 -------------------------------------------------------------------------- ________________ 367 – – ૨૯ : સંસારની અરુચિ અને મોક્ષની રુચિ - 29 - ૩૬૭ આદિ દ્વારા આ મુનિનો એવો આદર કરવો, કે જેથી એ તમને આધીન થઈ જાય.” આ તરફ અષાઢાભૂતિ પણ કર્મને આધીન થયા અને હંમેશાં ભિક્ષા માટે નાટ્યકારને ત્યાં જવા લાગ્યા અને નટની દીકરીઓ પણ પોતાના પિતાની આજ્ઞા પ્રમાણે એ મુનિવરની સેવાભક્તિ કરવા લાગી. આ સેવાભક્તિના યોગે મુનિ પોતામાં અત્યંત રક્ત બની ગયા છે એમ જાણીને, તે નટની દીકરીઓએ એ મુનિવરને એકાંતમાં કહ્યું કે, અમે આપની ઉપર અત્યંત અનુરક્ત છીએ. માટે અમને પરણો અને ભોગવો.” આ પ્રસંગને ઉદ્દેશીને શાસ્ત્ર કહે છે કે - “આ જ અવસરે તે મુનિવરનું ચારિત્રાવરણીય કર્મ ઉદયમાં આવ્યું અને એના યોગે એ મુનિવરના અંતરમાંથી ગુરુનો ઉપદેશ ઓગળી ગયો. વિવેક નાશ પામી ગયો કુલ તથા જાતિનું અભિમાન પણ દૂર ભાગી ગયું.' આથી જ તે મુનિવર બોલ્યા કે, “ભલે ! આવી દશામાં પણ આ મુનિવરના હૃદયમાંથી ગુરુભક્તિ નાશ નહોતી પામી ગઈ, એથી જ મુનિવર બોલ્યા કે, . “આ મારા વેષને ગુરુચરણે મૂકીને પછી આવું.” આ પ્રમાણે કહીને મુનિવર ગુરુ પાસે ગયા. ગુરુદેવના પાદયુગલમાં ઝૂકી પડ્યા અને પોતાનો અભિપ્રાય પ્રગટ કર્યો. “શ્રી અષાઢાભૂતિ' જેવા મુનિવરનો આવો અભિપ્રાય સાંભળીને ગુરુ મહારાજ તે મુનિવરને કહેવા લાગ્યા કે – ' “હે વત્સ ! વિવેકરનાકર અને સકળ શાસ્ત્રાર્થોનું અવગાહન કરનારા એવા તારા જેવા માટે ઉભય લોકમાં નિંદિત એવું આ આચરણ કરવું એ ઉચિત નથી.” “વળી દીર્ઘકાળ સુધી શીલને પાળ્યા પછી વિષયોમાં રમણ ન કર, કારણ કે, એવો કોણ મૂર્ખ હોય, કે જે બાહુથી સાગરને તરી ગયા પછી, ગાયના પગ જેટલા ખાબોચિયામાં ડૂબી જાય ?” १. "वत्स ! नेदं युष्मादृशां विवेकरत्नाकराणामवगाहितसकलशास्त्रार्थानामुभयलोकजुगुप्सनीयं ___समाचरितुमुचितम्, - ૨. “રીદાસીનં રિવાતિવા, વિસાસુ વછ ! રમસુ ! ને મોપમ વફ, હિં તરિક વાદિદિ ? ” Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ – - સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ - 388 આ પ્રકારે ગુરુમહારાજાએ ફરમાવેલી હિતશિક્ષાને સાંભળી શ્રી અષાઢાભૂતિ બોલ્યા કે, હે ભગવાન્ ! જે પ્રમાણે આપ ફરમાવો છો, તે તમે જ છે; પણ કેવળ પ્રતિકૂળ કર્મના ઉદયથી મારો આત્મા વિપરીત ભાવનાઓના યોગે ઘણો જ નબળો પડી ગયો છે. એ જ કારણે ત્રાસ પામતાં હરણિયાંના જેવાં નેત્રોવાળી રમણીઓના કટાક્ષરૂપ બાણોને મારનાર કામદેવરૂપી ભીલે મારા હૃદયને સેંકડોવાર જર્જરીભૂત કરી નાખ્યું છે.” આ પ્રમાણે કહીને ગુરુદેવના ચરણોમાં નમી શ્રી અષાઢાભૂતિએ પોતાનું રજોહરણ તે તારકની પાસે મૂકી દીધું. તે પછી “વગર ઉપકાર કર્યો ઉપકારના કરનાર અને અપાર સંસારસાગરમાં ડૂબી જતા જીવોનો ઉદ્ધાર કરવાની જ એક ભાવનાવાળા, એ જ કારણે સકલ જગતના પરમબંધુસમા એવા ગુરુમહારાજને હું પૂંઠ કેમ કરું?” આ પ્રકારના વિચારથી પાછા પગે ચાલતા તે અષાઢાભૂતિ “આવા પ્રકારના ગુરુમહારાજના ચરણકમળને ફરી પણ હું કેવી રીતે પામીશ ?” આવી ચિંતા કરતા કરતા ઉપાશ્રયથી નીકળીને વિશ્વકર્મા નાટ્યકારના મકાને ચાલ્યા ગયા. ત્યાં એ નટની બંનેય પુત્રીઓને પરણ્યા; નટે પણ પોતાની પુત્રીઓને કહ્યું કે, “આ નક્કી ઉત્તમ પ્રવૃત્તિનો પુરુષ છે, કારણ કે, આવી અવસ્થા પામવા છતાં પણ ગુરુદેવને સંભર્યા કરે છે, માટે તમારે આના ચિત્તને વશ રાખવા માટે હંમેશાં મદ્યપાન કરવું જ નહિ અને બહુ જ શુદ્ધ રીતે રહેવું, અન્યથા વિરક્ત એવો આ ચાલ્યો જ જશે.” આ પછી તે નાટ્યકારની પુત્રીઓ પણ એ મુજબ વર્તવા લાગી, અને અષાઢાભૂતિ પણ સઘળાય નાટ્યકારમાં અગ્રણી નાટ્યકાર થયો અને પોતાની એ સર્વોત્તમ નાટ્યકળાથી ઘણું જ દ્રવ્ય તથા વસ્ત્રો અને અલંકારો મેળવવા લાગ્યો. એક દિવસે રાજાએ નાટચકારોને આદેશ કર્યો કે, “આજે સ્ત્રી વિનાનું નાટક કરવું” આથી સઘળાય નાટ્યકારો પોતપોતાની યુવતીને પોતપોતાને ઘેર મૂકીને રાજકુળમાં ગયા; એ રીતે અષાઢાભૂતિના ગયા પછી અષાઢાભૂતિની १... "हे भगवान् ! यथा यूयमादिशथ तथैव केवलं प्रतिकूलकर्मोदयतः प्रतिपक्षभावना रूपकवचदुर्बलतया मदनशरेण निरंतरं समुत्रस्तमृगनयनरमणीकटाक्षविशिखोपनिपातमादधता शतशो मे जर्जरीकृतं हृदयम् ।" ૨. “થમ મૂવષ્યવંવિધા પરામર્જા પ્રાચ્છામિ ?” Page #390 -------------------------------------------------------------------------- ________________ ૨૯ : સંસારની અરુચિ અને મોક્ષની રુચિ - 29 ૩૬૯ બંનેય પત્નીઓએ વિચાર્યું કે, “આજે અમારા પતિ રાજકુળમાં ગયા છે, તેઓ આજની આખી રાત્રી ત્યાં જ પસા૨ ક૨શે, તેથી આજે ઇચ્છા મુજબ મદિરાનું પાન કરીએ.” આ પ્રમાણે વિચારીને તે બંનેએ મદિરાપાન કર્યું અને એના મદની વિવશતાથી વસ્ત્રહીન થઈને તેઓ બીજા માળની ઉપર જઈને સૂઈ ગઈ. આ બાજુ પ૨૨ાષ્ટ્રનો દૂત આવવાથી રાજાનું ચિત્ત વ્યાક્ષિપ્ત થયું અને તેથી, ‘અત્યારે અવસર નથી' એમ કહીને રાજાના પ્રતિહારે નાટ્યકારોને પાછા ચાલ્યા જવાની રજા આપી; આથી સઘળાય નાટ્યકારો પોતપોતાના મકાને પાછા ગયા. 369 -- અષાઢાભૂતિ પણ પોતાના આવાસે આવીને જેવા બીજા માળે ગયા, ત્યાં જ તેણે વસ્ત્રરહિત હોવાથી બીભત્સ દેખાતી પોતાની બંનેય ભાર્યાઓને જોઈ. જોતાંની સાથે જ મહાત્મા અષાઢાભૂતિએ વિચારવા માંડ્યું કે - “અશુચિના કરંડિયા જેવી અને અધોગતિમાં કારણરૂપ એવી આ સ્ત્રીઓના કારણે મેં જે આ પરમપવિત્ર, આ લોક અને પરલોકની કલ્યાણ પરંપરાને પેદા કરનાર અને વિના વિલંબે મુક્તિપદને અપાવનાર એવા સંયમનો ત્યાગ કર્યો, તે મારી મૂઢતા પણ ખેદજનક છે, મારી નિર્વિવેકતાય ખેદજનક છે અને મારું બધું-દુર્વિલસિત પણ ખેદજનક છે. અસ્તુ. હજુ પણ મારું બધું જ નાશ નથી પામી ગયું, તો હજુ પણ હું પૂજ્ય ગુરુદેવની સેવામાં જાઉં, ચારિત્રને અંગીકાર કરું અને પાપરૂપ પંકને ધોઈ નાખું.” આ પ્રમાણે વિચારીને અષાઢાભૂતિ ઘરમાંથી નીકળી ગયા. આને નીકળતાં અચાનક જ વિશ્વકર્માએ જોઈ લીધા અને ઇંગિત આદિથી જાણી લીધું કે, ‘વિરક્ત થઈને આ ચાલ્યો જાય છે.' એટલે એકદમ તેણે પોતાની પુત્રીઓને ઉઠાડી અને તિરસ્કાર કરતાં કહ્યું કે, “હીનપુણ્ય દુરાત્માઓ ! તમારા આવા પ્રકારના વિલાસને જોઈને સકલ નિધાનભૂત તમારો પતિ વિરાગી થઈને ચાલ્યો જાય છે, માટે જો તેને પાછો વાળવાની તમારામાં શક્તિ હોય તો તેમ કરો અને જો તે શક્તિ ન હોય તો તેની પાસે આજીવિકાનું સાધન માંગો.” આ પ્રમાણેના પોતાના પિતાના કથનને સાંભળીને તે બંનેએ સંભ્રમપૂર્વક વસ્ત્રો પહેરી લીધાં અને એકદમ પાછળ દોડીને, સંયમપંથે જઈ રહેલા પોતાના ૧. “ગો ! મે મૂતા, અહો ! મે નિર્વિવેતા, અને ! મે યુવિજ્ઞપ્તિત, ય તાદૃશામપ્યશુચિकरण्डकभूतानामधोगतिनिबन्धनानां कृते परमशुचिभूतमिहपरलोककल्याणपरम्पराजनकमक्षेपेण मुक्तिपदनिबन्धनं संयमं उज्झांबभूव, ततोऽद्यापि न मे किमपि विनष्टमद्यापि गच्छामि गुरुपादान्तिकं, प्रतिपद्येचारित्र" प्रक्षालयामि पापपङ्कमिति" । Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ 370 સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - પતિના પગમાં પડી અને કહેવા લાગી કે, “હે સ્વામિન્ ! અમારા એક અપરાધની ક્ષમા કરો અને પાછા ફરો. અમે આપનામાં જ અનુરક્ત છીએ. આપ અમારો કોઈ પણ રીતે ત્યાગ ન કરો !” આ પ્રમાણે કહેવા છતાં પણ અષાઢાભૂતિ પોતાના નિર્ણયથી જરા પણ ચલિત ન થયા ત્યારે તે બંનેય બોલી કે, “હે સ્વામિન્ ! જો આપને પાછા ન જ ફરવું હોય તો અમને અમારી આજીવિકાની વ્યવસ્થા કરી આપો, કે જેથી પાછળથી પણ અમે આપની મહેરબાનીથી સુખપૂર્વક જીવી શકીએ.” આ પ્રમાણે સાંભળીને કેવળ દાક્ષિણ્યતાના યોગે જ એ વાતને અષાઢાભૂતિએ માની લીધી અને પોતે પાછા ફર્યા. તે પછી તેમણે શ્રી ભરત ચક્રવર્તીના ચરિત્રને પ્રકાશિત કરતા “રાષ્ટ્રપાલ” નામના નાટકની રચના કરી. આ નાટકની રચના થઈ ગયા પછી નાટ્યકાર વિશ્વકર્માએ રાજા સિંહરથને વિજ્ઞપ્તિ કરી કે, “હે દેવ ! અષાઢાભૂતિએ “રાષ્ટ્રપાલ' નામના નાટકની રચના કરી છે, તે નાટક હાલ આપ કરાવો; પરંતુ એ નાટકમાં આભરણોથી ભૂષિત પાંચસો રાજપુત્રોની જરૂર પડશે; આ વિનંતીનો રાજાએ સ્વીકાર કર્યો અને પાંચસો રાજપુત્રો આવ્યા. એ પાંચસોય રાજપુત્રોને અષાઢાભૂતિએ એ નાટકમાં ભરતચક્રી પોતે થયા અને પાંચસો રાજપુત્રોને યોગ્યતા મુજબ સામંત વગેરે બનાવ્યા. આ પછી એ નાટકમાં જેમ શ્રી ભરત ચક્રવર્તીએ છ ખંડ સાધ્યા, ચૌદ રત્નો અને નવ નિધિઓ પ્રાપ્ત કર્યા તથા તેમને આરિસાભવનમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને જે રીતે પાંચસોના પરિવાર સાથે તેમણે પ્રવજ્યા અંગીકાર કરી, તે બધું જ કરી બતાવ્યું, આથી ખુશ થઈને રાજાએ તથા લોકોએ શક્તિ પ્રમાણે હાર, કુંડલ આદિ આભરણો અને ઘણા જ સોનૈયા તથા વસ્ત્રો તેની ઉપર ફેંક્યાં, પણ આ તો પાંચસોના પરિવારની સાથે સઘળાય લોકોને ધર્મલાભ આપીને ચાલવા જ માંડ્યા. આ રીતે અષાઢાભૂતિને ચાલી નીકળતા જોઈને રાજા તેમને તેમ કરતાં રોકવા લાગ્યો, ત્યારે શ્રી અષાઢાભૂતિ કહેવા લાગ્યા કે, “શું ભરત ચક્રવર્તી દીક્ષા લીધા પછી પાછા ફર્યા હતા કે જેથી હું પાછો ફરું ?' આ પ્રમાણે કહીને તે પાંચસોયના પરિવારની સાથે ગુરુદેવની પાસે ગયા અને વસ્ત્ર, આભરણ વગેરે તેમની ભાર્યાઓએ લીધું. આ રીતે ભાર્યાઓની આજીવિકા થઈ ગઈ અને શ્રી અષાઢાભૂતિએ પાંચસોય રાજપુત્રોની સાથે દીક્ષા ગ્રહણ કરી. આ પછી એ નાટક નાટ્યકાર “વિશ્વકર્મા'એ 'કુસુમપુર નગરમાં કરવા માંડ્યું. ત્યાં પણ પાંચસો ક્ષત્રિયોએ દીક્ષા અંગીકાર કરી. આ રીતે ક્ષત્રિયોને Page #392 -------------------------------------------------------------------------- ________________ 371 – ૨૯ : સંસારની અરુચિ અને મોક્ષની રુચિ - 29 –– ૩૭૧ દીક્ષા અંગીકાર કરતા જોઈને લોકોએ વિચાર્યું કે, “જો આમ ને આમ ક્ષત્રિયો દીક્ષા અંગીકાર કરશે તો પૃથ્વી ક્ષત્રિયો વિનાની બની જશે.” આ પ્રમાણે વિચારી અજ્ઞાન લોકોએ એ નાટકના પુસ્તકને જ અગ્નિમાં નાંખીને બાળી મૂક્યું. આવા પ્રકારનો બનાવ શ્રી અષાઢાભૂતિના જીવનમાં બન્યો છે. આ બનાવ ઉપર જો વિચાર કરવામાં આવે તો ઘણું ઘણું વિચારી શકાય તેમ છે અને જો વિવેકપૂર્વક વિચાર કરવામાં આવે તો એમાંથી નાટક મળે તેમ નથી, પણ કાંઈક બીજું જ મળે તેમ છે; પણ આજના વિષયપિપાસુઓને તો આ દૃષ્ટાંતમાંથી કેવળ નાટક જ જોઈએ છે, પણ એમાંથી નથી જોઈતી શુદ્ધ શ્રદ્ધા, નથી જોઈતી ગુરુભક્તિ, નથી જોઈતો ગુરુ પ્રત્યેનો શુદ્ધ સદ્ભાવ, નથી જોઈતો ગુરુનો સદુપદેશ, નથી જોઈતો દોષોનો સાચો એકરાર, નથી જોઈતો શુદ્ધ પશ્ચાત્તાપ, નથી જોઈતો વૈરાગ્ય અને નથી જોઈતી અનંતજ્ઞાનીઓએ ફરમાવેલી દીક્ષા ! ત્યાં થાય શું ? સભાઃ જો આમ જ છે તો તો ઇશારાપૂર્વક જૈનદર્શનને જગતમાં કલંકિત કરવા માટે જ નાટકમાં જ્ઞાનીઓને ઉતારવાનું કહેવાતું હશે ને ? એમ જ છે, એમ ખુશીથી કહી શકાય; નહિ તો આવા બનાવમાંથી એકલી નાટકની વાત જ કેમ ઉપજાવી શકાય ? વળી જો એમ ન હોય તો “સાધુના વેષમાં રહીને સંસારની ભાવના ન જ પોષાય એમ કોણ નથી સમજી શકતું ? છતાંય તેવાઓ તરફથી તેવું ચલાવાય છે અને ચલાવવા દેવાય જ છે ને ? અન્ય શ્રાવકથી પણ ત્યાગ વિરુદ્ધ ન બોલાય અને સંસારને ન વખાણાય, તો પછી સાધુની તો વાત જ શી ? પ્રભુમાર્ગથી રગેરગ રંગાઈ ગયેલા શ્રાવક પણ કહે કે, “અમે મૂંઝાયા છીએ; સંસારમાં પણ આ ધર્મ વિના બીજું શરણું જ નથી, કારણ કે, ત્યાગ વિના કલ્યાણ જ નથી; અમારી કમનસીબી છે કે, અમે ત્યાગ સ્વીકારી શકતા નથી; પણ આજનાઓ તો દાંત પીસીને બોલે છે કે, “આ જમાનામાં ત્યાગ શા ?' એની સામે અમારે કહેવું પડે છે કે, “જોજો દાંત પીસતાં પીસતાં પોતાના જ હોઠ ન કરડાઈ જાય અને પોતાની જ જીભ ન પિલાઈ જાય, કારણ કે, એમની તાકાત શી છે કે, એ અનંતજ્ઞાનીઓએ કહેલી વસ્તુને ચાવી ખાય ? એને જિવાડનારા તો હજુ પણ સંખ્યાબંધ આત્માઓ બેઠા છે. ગમે તેવા તોયે દાંત પીસનારાઓ ઘરબાર અને કુટુંબ પરિવારના ગુલામ કે બીજા ? અને એમની વાતોમાં “હા' પાડનારા સાધુઓ તેઓના જ ગુલામ Page #393 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ ને ? તો પછી એવાઓથી થાય પણ શું ? એક પણ સાચો ત્યાગી જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી પ્રભુનો માર્ગ નહિ જ લોપાય. પ્રભુનો માર્ગ લોપાય અને સાચો મુનિ જીવે, એ બને ખરું ? ૩૭૨ 372 જૈનસમાજમાં જન્મવા છતાં કંગાલિયતની બૂમો મારનારાઓએ સમજવું જોઈએ કે, જૈનશાસનની ભાવના નાશ થઈ ત્યારે જ કંગાલિયત આવી છે. પુણ્યયોગે આ પામ્યા છો, પણ સારા બનવું હોય અને અહીં પણ સુખી થવું હોય, તો તમે તમારી સઘળીયે શક્તિઓ પ્રભુશાસનની સેવામાં ખર્ચો અને પાપમાત્રથી પાછા હઠો, પાપને નિંદો અને ગર્હો તથા પાપીઓથી પણ જગતને બચાવવા તમારાથી બનતા સઘળા સુપ્રયત્નો કરો. કારણ કે, એ સિવાય આ લોકમાં કે પરલોકમાં. અર્થાત્ કોઈ પણ સ્થળે સુખી થવાનો ઉપાય નથી. સઘળી શક્તિઓ શ્રી વીતરાગ પરમાત્માના શરણે સમર્પી પાપમાત્રથી પાછા હટવું, પાપોની નિંદા અને ગર્હ કરવી તથા વિશ્વને પાપથી બચાવવા માટે પાપીઓને ખુલ્લા કરી દેવા, એ સહુ કોઈ કલ્યાણાર્થીની અનિવાર્ય ફરજ છે. એ ફરજ નહિ બજાવો તો તમારી જાતને પણ તમે 'ખરાબ કરી રહ્યા છો એમ નક્કી માનજો. ધર્મમાં વાયદા ન હોય અને પૈસાના હિસાબ પણ ન હોય; એમાં જે ખર્ચાય તે બધું જ સફળ, સફળ અને સફળ જ છે; અને તે માટે જ કહું છું કે, ‘આમાં ભૂલ્યા તો મળેલું બધું જ હારી જશો.' સભા : હારી જ જવાય છે. એથી જ કહેવું પડે છે કે, ‘નહિ ચેતો તો પરિણામ ભયંકર છે અને એ પરિણામ ભોગવતાં રોવું પડશે. ટોણા મારનાર વારંવાર નહિ મળે. પૂર્વના પુણ્યોદયથી આર્યદેશ, આર્યજાતિ, આર્યકુલમાં આવ્યા છો, તમને જોઈને ચા૨ જણ ઝૂકે છે માટે પુણ્યોદય જરૂ૨ છે, અને એ પુણ્યોદયને વધારે ખીલવવા આના સિવાય બીજું એક પણ સાધન નથી. મળેલી વસ્તુઓને પંપાળીને ફુલાશો મા અને જોઈને રાચશો મા. કોઈની થેલીઓ ગુમ થઈ ગઈ. કરોડોની અને અબજોની મિલકત જોતજોતામાં ચાલી ગયાનાં દૃષ્ટાંતો છે. કાબુલના શહેનશાહનું દૃષ્ટાંત તો આંખ સામે છે. જે મુંબઈના કિનારે ઊતરે ત્યારે તેને બ્રિટિશ સલ્તનત સામે લેવા જાય, વાઇસરૉય જેની સાથે ફરે એવો બાદશાહ બીજે વર્ષે કંગાલ બની ચાલી નીકળે છે; માટે રોતાં રોતાં છોડવું પડે એના કરતાં હસતાં હસતાં છોડીને જવું શું ખોટું ? લોકોની દીનતા કરવા કરતાં ધર્મામ બોલતા થાઓ ને ! એવા ભયંકર રોગો થાય છે કે, પછી ચા તો શું પણ પાણીનું ટીપું પણ Page #394 -------------------------------------------------------------------------- ________________ 37s –- ૨૯: સંસારની અરુચિ અને મોક્ષની રુચિ - 29 – ૩૭૩ ઊતરતું નથી, તો પછી અનશન કરી પ્રભુમાર્ગની આરાધનાથી અવસાન થાય તો ખોટું શું ? પૈસો પૈસો કરતાં ન મરો ! મિથ્યાષ્ટિ તો પૈસામાં સુખ માને છે, પણ સમ્યગુદૃષ્ટિ શું માને ? સમ્યગુદૃષ્ટિને તો અલંકાર પણ ભારરૂપ લાગે અને બંગલાઓ ધોળાં કેદખાનાં લાગે. સરકારનાં કેદખાનાં તો સારાં કે જેમાંથી નીકળવાનું મન તો થાય, પણ આ કેદખાનાં તો કારમાં કે જેમાંથી નીકળવાનું પણ મન ન થાય. જ્યાં પ્રભુ શ્રી વીતરાગદેવનું શાસન નથી, સંસારની અસારતાનો ધ્વનિ નથી, સંયમ ઘોળી ઘોળીને પીવાતું નથી, તે મિશ્રાદષ્ટિ આત્માઓની વાત જુદી છે. પણ જ્યાં વાતે વાતે સંસારની અસારતા વર્ણવાય, ત્યાગનાં વર્ણન થાય, સંયમના ઘોળ કરીને પીવાય, એવાઓ ખાવાપીવામાં, મોજમજામાં અને રંગરાગમાં રાચે, નાચે અને પટિયા પાડ્યા કરે, તથા “અમે આવા !” “અમે સંઘ' એમ કહે એ કેમ ચાલે ? દરેકેદરેક શ્રી જિનેશ્વરદેવોએ અને એ પરમ વિતરાગતા પંથે ચાલતા દરેકેદરેક આચાર્યોએ, અર્થાત્ એકેએક જ્ઞાનીઓએ સારોડયં સંસાર:' એ રીતે પોતાની દેશનાની શરૂઆત કરીને સર્વત્યાગ, જો એમ ન બને તો દેશયાગ અને તે પણ ન બને તો ત્યાગની રુચિ પેદા કરાવવાનો પ્રયત્ન કર્યો છે અને વાત પણ એ જ સાચી છે કે મુક્તિ માટે જ સંસારના ત્યાગી બનેલા મહર્ષિઓ ત્યાગ સિવાય બીજું કહે પણ શું ? “ચોરી કરવાની પણ છૂટ, લાખ લાવીને ન આપવાની પણ છૂટ, એવું એવું ધીમાં સ્વરે પણ કોઈ જજ બોલે ખરો ? જો ના, તો “અમે તો ત્યાગી પણ તમે તો ગૃહસ્થ; તમારે તો પૈસો જોઈએ જ, માટે કમાવ; અમે પગે ચાલીએ, પણ તમારે તો મોટરમાં બેસવું જોઈએ; અમે બ્રહ્મચર્ય પાળીએ, પણ તમે ગૃહસ્થ એટલે તમારે તો પરણવું જોઈએ અને સામગ્રી ન મળે તો વિધવાવિવાહના પડખે પણ ઊભા રહેવું જોઈએ !” આવું આવું ધીમા સ્વરે પણ સાધુ કેમ બોલે ? કહેવું જ પડશે કે, ન જ બોલે ! તો વિચારો કે, આજ તો એનાં ડીંડીમ પણ પિટાય છે. આ દશા છે માટે હવે તો તમે એવા ચેતો કે, એવા માર્ગભૂલા સાધુઓને પણ ચેતવો અને કહો કે, “આપ તો અમારો સંસારનો રસ નબળો પાડો, વધારો નહિ.' | તમે પોતાની જાતે પણ વિચારો કે, “આપણે ઘણા ઘણા સાધુ મહારાજના પરિચયમાં આવ્યા, ઘણાં ઘણાં શાસ્ત્રો સાંભળ્યાં, પણ આપણા ઉપર એનું પરિણામ જેવું જોઈએ તેવું કેમ ન આવ્યું ?” “આવું ચોવીસ કલાકમાં ઓછામાં Page #395 -------------------------------------------------------------------------- ________________ 374 ૩૭૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ ઓછું એક કલાક તો અવશ્ય વિચારવું જ- એવો નિયમ કરો કે જેથી સંયમની ભાવના આપોઆપ પ્રબળ બને. રાત્રે સૂતી વખતે શું વિચારો છો ? મહાપુરુષોએ કેવી કેવી ભાવનાઓ બતાવી છે ! એ મહાપુરુષોએ બતાવેલી ભાવનાઓથી ભાવિત થઈને સૂઈ જવાય તો સારી ભાવનાઓના યોગે ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ કેમ ન થાય ? સભા પણ સાહેબ ! સવારે આટલાં આટલાં કામ બાકી છે, એમ વિચારીને જ સુવાય છે ! પણ રાતમાં કદાચિત્ અવસાન થઈ જાય તો ગતિ કઈ થાય ? એ વિચાર્યું. છે ? એટલું પણ નહિ વિચારી શકનારા અને પ્રભુમાર્ગથી સર્વથા અપરિચિત જેવી જિંદગી ગુજારનારા તથા ધર્મ, ધર્મગુરુઓ કે ધર્મશાસ્ત્ર ઉપર શુદ્ધ શ્રદ્ધા નહિ રાખી શકનારાઓ, જેઓ પોતાને “સંઘ' મનાવી, સાધુઓ ઉપર પણ પોતાની આજ્ઞા ચલાવવાની વાતો કરે છે અને સાધુઓ પાસે આજ્ઞા મનાવવાની ઇચ્છા રાખે છે, તેઓને કહો કે, “પહેલાં તમે પોતે સુજાત બનો, એટલે આજ્ઞા મનાવવાનું આપોઆપ જ ભૂલી જશો. દીક્ષા વગેરેની સામે બોલવાના ધમપછાડા કરતાં પહેલાં જાત સુધારો અને પ્રભુશાસનને જિંદગી સમર્પો, એટલે પછી સમજાશે કે, “આમ બોલાય અને આમ ન બોલાય અને એ સમજાયા પછી બોલવાના હક્કનો સાચો સદુપયોગ થઈ શકશે, અન્યથા હૃદયમાં કંઈ, વચનમાં કંઈ અને વર્તનમાં કંઈ, એવાઓની કશી જ કિંમત નથી. મનમાં, વચનમાં અને વર્તનમાં જુદું એવી સ્થિતિ સ્ત્રીઓની હોય છે એમ શાસ્ત્ર કહે છે, પણ આજે તો એવું કેટલાય પુરુષોમાં પણ દેખાય છે, એ શું સૂચવે છે ? આજે ભાડૂતી લેખક અને ભાડૂતી વક્તા, છાતી પર પૈસાનો પથ્થર મૂકીને જુઠું લાગે તોય બોલવું પડે એમ માનીને ખુશીથી બોલે છે. પાંચ રૂપિયાનો એક લેખ લખાવનાર કહે છે કે, “ફલાણાને પચીસ ગાળ દેવી છે. તો પાંચ રૂપિયાનો લેખક કહે કે, “એવી ગાળ દઉં કે ન પૂછો વાત !” નામ કંઈ, ઠામ કંઈ, ઘાટ કંઈ, આ રીતે બધી યોજના જ જુદી. આવા ભાડૂતી લેખકો તથા વક્તાઓની અને એમના લખવા તથા બોલવાની કિંમત કેટલી ? કશી જ નહિ. એવાઓને પ્રસંગે પ્રસંગે સમજે તો સમજાવો કે, “આર્યદેશ, જાતિ, કુળ, શ્રી મહાવીરદેવનું શાસન અને નિગ્રંથ ગુરુદેવો વગેરે મળવા છતાં દેવ, ગુરુ અને ધર્મ વિરુદ્ધ પાગલપણે બોલવાની બુદ્ધિ પેદા થવી, એ આત્માનો ભયંકર નાશ છે, અને શ્રી વીતરાગનો ભક્ત એ વૈરાગ્યનો વૈરી હોઈ જ કેમ શકે ? અને એ હોય તો તો એ ઘણું જ ભયંકર ગણાય. Page #396 -------------------------------------------------------------------------- ________________ 375 --- ૨૯ : સંસારની અરુચિ અને મોક્ષની રુચિ - 29 - ૩૭૫ - શ્રી સંઘમાં રહેવા ઇચ્છનાર વ્યક્તિથી તો પ્રભુના એક પણ વચનમાં શંકા ન થઈ શકે; એક પણ કુમતની કાંક્ષા ન થઈ શકે, ધર્માનુષ્ઠાનના ફળમાં શંકા ન થઈ શકે. પરિણામે અનર્થ પેદા કરનાર મિથ્થામતિના ગુણોની પ્રશંસા પણ ન થઈ શકે અને મિથ્યામતિઓનો પરિચય પણ ન થઈ શકે; કારણ કે એ પાંચ મહાદોષો છે અને એ દોષો એનામાં પેસે તો સમ્યકત્વરૂપ શ્રેષ્ઠ વજપીઠમાં છિદ્રો પડે અને એ છિદ્રોના યોગે તેમાં કુતીર્થિકોની કુવાસનાઓ રૂપી પાણી પેસી જાય અને એના પરિણામે એ પીઠ પોલી થાય એટલે દઢ બનાવવાને બદલે કાંઈ બીજું પરિણામ આવે. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૦ : મિથ્યાજ્ઞાન-સમ્યજ્ઞાન વચ્ચેનું અંતર વીર સં. ૨૪૫૬, વિ.સં. ૧૯૮૭, પોષ સુદ-૧૩ સોમવાર, તા. ૧૩-૧-૧૯૩૦ 30, જ્ઞાની અને અજ્ઞાની : • દુનિયા ઝૂકતી હેય, ઝુકાનેવાલા ચાહીયે : • સાધુની સંમતિ શામાં હોય ? • ધર્મની ચિંતા ધર્મ કરે ! • ધર્મ, લક્ષ્મી મેળવવામાં કે એના સદુપયોગમાં ? • સાચાં માતા-પિતાની ફરજ શું? જ્ઞાની અને અજ્ઞાની : સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી શ્રીસંઘને મેરૂ શૈલીની સાથે સરખાવી સ્તવે છે. મેરૂની પીઠ વજમયી છે. અને તે દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે, તેમ શ્રીસંઘરૂપ મેરૂની પીઠ અને સમ્યગ્દર્શન રૂપ શ્રેષ્ઠ વજની છે અને તે પીઠ પણ દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. મોક્ષનું પ્રથમ અંગ સમ્યગ્દર્શન છે. એના વિના ગમે તેવા જ્ઞાન, ચારિત્ર કે તપથી આત્માનું કલ્યાણ થતું નથી. કોઈપણ આત્મા સમ્યગ્દર્શન વિના તર્યો હોય તેવું એક પણ દૃષ્ટાંત નથી, કેમ કે એના વિના આત્મસ્વરૂપની વાસ્તવિક ઝાંખી થતી નથી; આત્માના અનંત ગુણો તરફ જીવનું લક્ષ્ય દોરાતું નથી; સાચું જ્ઞાન કે ચારિત્ર આવતું નથી; કર્મક્ષય થતો નથી; અને મુક્તિ મળતી નથી. સમ્યગ્દર્શન જેટલું મજબૂત હોય તેટલું જ્ઞાન અને ચારિત્ર પણ મજબૂત બને. બધો જ આધાર સમ્યગ્દર્શન ઉપર છે. શાસ્ત્ર કહેલી વસ્તુનો ભાવ આત્માને નિશ્ચિત કરાવવાનું સાધન સમ્યગ્દર્શન છે. એના વિના સમ્યજ્ઞાન થાય જ નહિ. એના વિના આ શાસ્ત્રનું જ્ઞાન પેટ માટે કે નામના માટે મેળવાય છે. જેનામાં મોક્ષ આપવાની તાકાત છે, તેનામાં દુનિયાના બધા પદાર્થો આપવાની પણ તાકાત છે, પરંતુ આ જ્ઞાન (શાસ્ત્ર)ને વાંચતાં પહેલાં સમ્યગ્દર્શનની કે સમ્યગ્દર્શનને પામવાની ભાવનાની જરૂર છે. આત્મા એનાથી દૂર રહે તો જ લાભની જરૂર છે, તે ન મળે. મોક્ષની ઇચ્છા વિનાના અને અભિગ્રહિક મિથ્યાત્વના ઉદયવાળા આત્માનું સમ્યગ્દર્શન પહેલાંનું તમામ જ્ઞાન એ અજ્ઞાન Page #398 -------------------------------------------------------------------------- ________________ 377 ૩૦ : મિથ્યાજ્ઞાન-સમ્યજ્ઞાન વચ્ચેનું અંતર 30 - ૩૭૭ છે. અજ્ઞાન એટલે અણસમજ નહિ પણ વિપરીત જ્ઞાન. એ જ્ઞાન આત્માને જે માર્ગે લઈ જવો છે, તે માર્ગે ન લઈ જાય પણ ઊંધા માર્ગે જ લઈ જાય. આ અજ્ઞાનરૂપ જ્ઞાન આત્મકલ્યાણ માટે આવશ્યક ગુણોને પ્રગટવા જ ન દે. શાસ્ત્ર તો કહે છે કે, જેમ જેમ જ્ઞાન વધે તેમ તેમ સાચી નમ્રતા, લઘુતા, ગંભીરતા વગેરે ગુણો વધતા જાય, સંસારના સઘળા પદાર્થો પ્રત્યે અરુચિ થાય અને ઇચ્છા મુજબ વર્તવાની ભાવના જ ન થાય; પરંતુ આજે તો જેમ જેમ જ્ઞાન વધ્યું એમ કહેવાય છે, તેમ તેમ આથી ઊલટું જ થતું જાય છે. આત્મામાં સમ્યજ્ઞાન કે મિથ્યાજ્ઞાન છે, એની પરીક્ષા જ આ છે. જેના યોગે દુનિયાની ઋદ્ધિસિદ્ધિ મેળવવાની અને ભોગવવાની ભાવના થાય, તે મિથ્યાજ્ઞાન અને જેના યોગે દુનિયાની ઋદ્ધિ-સિદ્ધિ મૂકવાની ભાવના થાય તે સમ્યજ્ઞાન. દુનિયાના પદાર્થો પ્રત્યેની રુચિ સમ્યગ્નાનથી ઘટે. જો એવી રુચિ ન ઘટે તો માને કે, સાચું જ્ઞાન થયું નથી. જ્ઞાન થયા પછી નાશવંત વસ્તુ પ્રત્યે પ્રેમ જાગે જ કેમ ? ચોપડીઓ ગમે તેટલી વાંચે તેથી શું થયું ? લૂંટારા અને બદમાશો પણ ચોપડીઓ વાંચીને પાવરધા બને છે, એ કળા શીખવાની પણ ચોપડીઓ હોય ને ? કામશાસ્ત્રો પણ છે ને ? પાંચ-પચ્ચીસ ચોપડીઓ ભણવાથી ડીગ્રી મળે તે કાંઈ સભ્યજ્ઞાન નથી. ચોપડી ભણેલા તો એવા ઘણા પડ્યા છે કે, જે દુનિયાને પણ બોજારૂપ છે અને જેનું નામ સાંભળતાં ઘણાને કંપારી છૂટે છે. સભા તેર ચોપડી ભણેલો ત્રણ ચોપડી ભણેલાની મશ્કરી કરે ? એ જ અજ્ઞાન. અજ્ઞાની અજ્ઞાન ચેષ્ટા કરે એમાં નવાઈ શી ? પગ માંડતાં જેને ન આવડે એ પડે જ. જેને સમ્યગ્નાનનો અંશ પણ સ્પર્શો નથી, તેને મશ્કરી વિના બીજી ચેષ્ટા કેમ જ સૂઝે ? ‘ગોશાળો’ પોતાને જિન કહેવરાવતો હતો. ‘ભગવાન પણ ભૂલ્યા એમ · જમાલી કહેતો હતો અને ગોષ્ઠામાહીલે એકેએક આચાર્યને જુઠ્ઠા કહ્યા હતા, એ જાણો છો ને ? જેનામાં પૂર્વે જ્ઞાન હોય તે પણ જો અજ્ઞાની થાય તો દશા આવે, તો જેને સમ્યજ્ઞાનનો અંશ પણ સ્પર્ધો ન હોય તેની દશા કેવી હોય ? અજ્ઞાની અજ્ઞાનચેષ્ટા ન કરે તો બીજું કરે પણ શું ? જ્ઞાનીઓને, પૂર્વાચાર્યોને, શાસ્ત્રોને, હીણકર્મી અજ્ઞાનીઓ ન નિંદે તો કરે શું ? ભયંકર અજ્ઞાનીઓ તો શાસ્ત્રોને આઘાં મૂકવાનું કે બાળવાનું પણ કહે, કારણ કે, એવું ન કહે તો એ અજ્ઞાનીઓ બીજું કરે પણ શું ? સારી વસ્તુને દુર્જનો ન નિંદે તો નિંદે પણ કોણ ? દુર્જનોને જીવવાનો એક જ ઉપાય છે કે, Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ - સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ – -- 378 કોઈ પણ ભોગે સજ્જનોને નિંદવા, કારણ કે, એમ ન કરે તો તેઓ જીવી પણ શકતા નથી. માટે દુર્જનોનો એ ધંધો નિયત છે. - આ શાસન અને શાસ્ત્રોની ક્ષાતી હોય ત્યાં સુધી જૈન શાસનમાં રહી મરજી મુજબ વર્તવાનું બને ? નહિ જ, માટે તેઓને શાસ્ત્રને ખસેડવાનો પ્રયત્ન કરવો જ પડે ને ? કારણ કે, આ શાસ્ત્ર હોય ત્યાં સુધી મિથ્યા પ્રવૃત્તિનું વજન ઘટતું નથી, માટે જ દુર્જનો સજ્જનોને તથા શાસ્ત્રોને નિંદવાની પ્રવૃત્તિમાં.' તત્પર રહે જ છે. સાચું અને ખોટું જગતમાં શાશ્વત જ છે. પોતાને જિન કહેવરાવનાર ગોશાળો' અને “ભગવાન ભૂલ્યા” કહેનાર જમાલી ભગવાનની હયાતીમાં જ હતા ને? જો તેઓ એમ ન કહે તો પોતે અયોગ્ય ઠરે. પોતે ખોટું પકડેલું તે સાચું ઠરાવવા સાચાને પણ ખોટા કહેવા જ પડે; તે સિવાય તેવા આત્માઓ માટે બીજો રસ્તો જ નથી; આથી જ દૃષ્ટિ શુદ્ધ થયા પછી બધી ક્રિયા શુદ્ધ થાય, પણ તે પહેલાં નહિ! જેની દૃષ્ટિ મેલી એને બધું મેલું જ દેખાય, એટલે એનું બોલવુંચાલવું બધું જ ખોટું; એ બધા ધોળાને કાળું જુએ, એટલે એવાઓ ધોળાને પણ ધોળું કહે શી રીતે ? પીળીઓ થાય એ બધું પીળું દેખે. એની આંખ માટે દુનિયામાં કશું જ ધોળું નથી હોતું; તેમ મિથ્યાજ્ઞાન અને મિથ્યાદર્શનથી ઘેરાયેલા આત્માઓના હાથમાં શાસ્ત્રની સુંદરતા આવે જ નહિ. દેવાળિયો કોઈને શાહુકાર જોઈ શકે જ નહિ. એ તો એમ જ કહે કે, “મેં ખુલ્લું કર્યું, બાકી બધા અંદરથી તો આવા જ છે.” કેમ કે, એને જીવવું છે, મોટર દોડાવવી છે અને ઘી-દૂધ ખાવાં છે. વેપારીને કોઈ કહે, “જૂઠું બોલે છે ?” તો જો તે સાચો છે એમ પુરવાર નહિ જ કરી શકે તો કહેશે કે, “બધા જ બોલે છે, હું કાંઈ એકલો નથી બોલતો.” સભાઃ જગત માને ? જગત કયું જ્ઞાની છે ? જે સમજે તે જ બચે. બધાનાં કપડાં સળગેલાં અને ડાઘવાળાં તો છે જ, એટલે તેમાંથી કોઈક જ પુણ્યવાન બચે; આથી જ શ્રી જિનેશ્વરદેવના શાસનની પ્રાપ્તિ થવી કઠિન છે અને પ્રાપ્તિ થયા પછી મળેલા , શાસનને સાચવવું, એ એથી પણ કઠિન છે, મેળવે તે ભાગ્યશાળી અને સાચવે તે એથીયે વધારે ભાગ્યશાળી. અજ્ઞાનતાના યોગે ગુણો પ્રત્યે પણ ઇષ્ય જન્મે છે. અન્યથા કોઈ ગુણવાન Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૦ : મિથ્યાજ્ઞાન-સમ્યજ્ઞાન વચ્ચેનું અંતર - 30 બને એમાં બીજો શા માટે ઈર્ષ્યા કરે ? પોતાના ક્ષયોપશમથી કોઈ વધુ ભણે, તેમાં બીજાને ઈર્ષ્યાનું કારણ શું ? એનો એવો ક્ષયોપશમ, પણ એ ભાવના નથી આવતી પણ ઊલટી ઈર્ષ્યા થાય છે; એટલે મોટા દુર્ગુણરૂપ બને છે. આ દુર્ગુણ આત્મગુણોની કતલ કરનાર છે. 379 ૩૭૯ બાવીસ પરિષહમાં ‘પ્રજ્ઞાપરિષહ અને અજ્ઞાનપરિષહ' આ બે પરિષહો પણ છે અને એ બેયને સહેવાના છે. જેમ બુદ્ધિ અને જ્ઞાન વધે, તેમ ‘હું જ્ઞાનીહું જ્ઞાની’ એમ એ કહ્યા ન કરે. એ તો હંમેશાં એ જ વિચારે અને બોલે કે, ‘ક્યાં એ મહાજ્ઞાની ! અને ક્યાં હું ?’ ‘હું જ્ઞાની, હું જ્ઞાની' એમ બોલતાં જ્ઞાની કદી બહાર ન આવે. પોતાની જાતને ડાહ્યો જ કહે એ કેવો ? ‘હું જ જ્ઞાની' - એમ થયું, તો એ પ્રજ્ઞાપરિષહથી હારી ગયો. એ જ રીતે અજ્ઞાની પણ ખિન્નતાનો અનુભવ ન કરે. આ બેય પરિષહ સહવાના છે. ન સહે તો બેય ધર્મધ્યાન અને શુક્લધ્યાન પામવાને બદલે આર્તધ્યાનમાં મરે. આ શાસનમાં તો ભણેલા અને વગર ભણેલા બેય મોક્ષે જાય છે; ભણેલા અભિમાન ન કરે અને નહિ ભણેલા જ્ઞાની ગુરુની નિશ્રામાં રહી પ્રયત્ન કરે પણ ખિન્ન ન થાય, તો બેયને માટે મુક્તિ છે. ભણેલા અભિમાન કરે અને અભણ ખિન્ન બને તો બેય દુર્ગતિમાં જાય. દુનિયા ઝૂકતી હૈ, ઝુકાનેવાલા ચાહિયે : સભા ઃ આ શાસનમાં બહુમતી ન ચાલે ? શું જજ, બધા ઊભેલાના મત લઈને ફેંસલો આપે ? સભા જ્યુરર તો આપે ને ? હા.! પણ તે કેવા ? એ બધા કાયદા તરફ તથા સત્ય વસ્તુ તરફ દૃષ્ટિ રાખીને બેઠેલા ! કાયદાથી અજ્ઞાત જ્યુરીને પણ જજ આખો કેસ સમજાવે છે; એ રીતે સમજાવવા છતાં પણ ન સમજી શકે તેવા અજ્ઞાનીઓ જ્યુ૨૨ તરીકે પણ પ્રાયઃ કાયમ નથી રહી શકતા. પોતાની દૃષ્ટિએ પારખી શકાય નહિ એવા અનંત જ્ઞાનના વિષયની વાતમાં બહુમતી હોય ? અજ્ઞાનીઓની બહુમતી સદૈવ સંસાર તરફ જ રહેવાની. સંસારમાં ગમે તેવું દુ:ખ તથા ત્રાસ હોવા છતાં, અજ્ઞાનીઓ ત્યાં જ ખેંચાવાના, ચોરી તથા દરેક પાપનું ફળ પ્રત્યક્ષ છે, છતાં નાની-મોટી ચોરી કે પ્રપંચ ન કરતા હોય એવા શાહુકાર ગણનાર પણ આજે કેટલા નીકળે ? દુનિયાની બહુમતી પાપમાં Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ – 380 જ છે. “પકડાયા તો મૂઆએમ જાણવા છતાં, એ દોષો કાયમ સેવાતા આપણે દેખીએ છીએ. જ્ઞાની પુરુષો કહે કે, “પાપ કરાય તો મરી જવાય ! અને અજ્ઞાનીઓ કહે કે, “પાપ વિના જિવાય કેમ ?' હવે મત લો ! કોના મત વધશે ? સત્ય જગ્યું હોય તો જ અજ્ઞાનીઓના કથનમાં મત નહિ આપે. શરમથી આ તરફ જેઓ મત આપે તે વાત જુદી, પણ એમનું હૃદય તો કહે કે, “પાપ વિના ચાલે ?' આથી જ . જ્ઞાનીઓએ જોયેલી વાતમાં દુનિયાની બહુમતી ચાલી શકે જ નહિ.” એકૅન્દ્રિયાદિકથી પંચેન્દ્રિય થોડા, તેમાં પણ મનુષ્યો થોડા, તેમાં પણ અનાર્ય ઘણા અને આર્ય થોડા, આર્ય કુલમાં જન્મ્યા છતાં પણ આર્ય આચારના પ્રેમી થોડા, એના - કરતાં પણ આર્ય આચારોના સ્વીકારનાર થોડા, એનાથી પણ પાળનાર થોડા અને પાળનાર કરતાંયે પરિણત જન બહુ જ થોડા ! આથી જ દુનિયાના પંથમાં ઘણા હોય; પાપના સહાયક-પ્રશંસક ઘણા હોય એમાં નવાઈ નથી. સંસારને છોડવો જોઈએ, એવું હૃદયપૂર્વક કહેનારા કેટલા નીકળશે ? સંસારને ટકાવવાની વાત કહેનારા નીકળશે પણ છોડવાનું કહેનારા કેટલા ? આજે સાચા સાધુઓ સામે આક્રમણ તો એ જ છે, નહિ તો સાધુઓએ કોઈનું બગાડ્યું નથી. કહે છે કે, “તમે ભલે છોડ્યું પણ બીજાને છોડવાનું કેમ કહો છો ?' જૈનશાસનમાં જન્મેલા પણ આવી બૂમરાણ કરે છે; આથી જ આમાં તો થોડા જ મત રહેવાના. આટલા પણ મત છે, એ સદ્ભાગ્ય; આટલા પણ આવે, એ નવાઈ. ન આવે એ નવાઈ નથી. સંસારને ખોટો ન માને એ મિથ્યાદૃષ્ટિ, આથી જેને સંસાર ખોટો ન લાગે, તેના મત લેવાના હોય જ નહિ. મારી ચેલેન્જ છે કે, જે આ વાત ન સ્વીકારે તે સંસારને સારો અને સુખમય સાબિત કરી બતાવે અને પછી મત આપે. અમે તો કહીએ છીએ કે, નારકી તથા તિર્યંચ ગતિ મોટી છે. એમાં પ્રાયઃ બધા જ જીવો દુઃખી છે, પ્રાયઃસુખી કોઈ નથી, મનુષ્યમાં એથી થોડા જીવો, એમાં પણ સુખી કોણ ? આ બધું દલીલથી કબૂલ કરાવી શકાય તેમ છે. છતાં સીધું કબૂલ નહિ કરે, પણ એક પછી એક ખાનગીમાં વાત કરો, તો તરત કહેશે કે, “દુ:ખી છીએ.” ૧. થોડા આર્ય અનાર્ય જ નથી. જૈન આર્યમાં થોડા રે; તેમાં પણ પરિણત જન થોડા શ્રમણ અલપ બહુ મુંડા રે ૯ જિન - શ્રી સીમંધર જિન વિજ્ઞપ્તિરૂ૫ ૩૫૦ ગાથાનું સ્તવન ઢાળ-૧. स्तोका आर्या अनार्येभ्यः स्तोका जैनाश्च तेष्वपि । સુશ્રદ્ધાન્તર્વાપિ તા: સ્તોત્તેધ્વતિ સન્નિયાઃ || - યોગવિંશિકા ટીકાન્તર્ગત Page #402 -------------------------------------------------------------------------- ________________ 381 - ૩૦ : મિથ્યાજ્ઞાન-સમ્યજ્ઞાન વચ્ચેનું અંતર - 30 – ૩૮૧ આથી જ અનંતજ્ઞાનીઓની વાતોમાં બહુમતીની વાત કરવી એ જ બેવકૂફી, બાકી અજ્ઞાની દુનિયાનો તો કાયદો કે, કોઈ દોરનાર જોઈએ પછી જેમ ઢસડે તેમ ઢસડાય. તમે કહો છો ને કે, “દુનિયા ઝૂકતી હૈ, ઝુકાનેવાલે ચાહિયે.' સાધુની સંમતિ શામાં હોય ? ખ્યાલમાં રાખજો કે, આ શ્રીસંઘનું વર્ણન ચાલે છે. જે શ્રીસંઘને નગર વગેરેની ઉપમાથી સૂત્રકાર પરમર્ષિ તવી ગયા અને હવે મેરૂની ઉપમાથી સ્તવે છે. મેરૂની વજમયી પીઠ ન ભેદાય તેવી છે, દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે, તેમ પ્રભુના સ્થાપેલા શ્રીસંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શન રૂપ શ્રેષ્ઠ વજમયી પીઠ દિઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. સમ્યગ્દર્શન એ ધર્મરૂપ પ્રાસાદનો પાયો છે, મૂળ અને ઉત્તરગુણોનું નિધાન છે, ધર્મપુરમાં પ્રવેશ કરવાનું દ્વાર છે. ભયંકર સંસારની ભીતિ ઊપજ્યા પછી પહેલું દાન, બોધિ એટલે સમ્યગ્દર્શનનું થાય છે. પછી એ બધા ધર્મ તરફ ખેંચાય છે. જેને સંસાર બૂરો લાગે અને બોધિ મળે, તેને સંસાર છોડવાનું મન તો હોય જ ! વિગઈ વિકાર કરનાર છે, વિષયો ખરાબ છે, એ બધું સહેજે સહેજે સમજી જાય. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં જન્મેલાને સંસાર ખોટો છે એવો ખ્યાલ તો સામાન્ય રીતે હોય જ, કારણ કે, પારણામાં ગીત જ એનાં ગવાય. આજે શાનાં ગવાય ? જો તમારા ઘરનો નોકર પાપને પાપ ન સમજે, તો કોના ઘરનો નોકર સમજે ? . . દુનિયાને છે જીવનિકાયની રક્ષા શ્રાવક ન સમજાવે તો કોણ સમજાવે ? - શ્રાવકનાં ઘર, પાણિયારાં, રસોડાં, બોલચાલ, રીતભાત વગેરે તો એવાં હોય કે, જૈનેતરને પણ એમ થાય કે, ઘર તો આ ! ધર્મનિવાસનું સ્થાન તો આ !! . શ્રાવક તો પાપને નિંદે અને ગર્લ્ડ, પાપથી પાછા હઠવા માટે પાપને નિંદવું પડે, ગુરુઓ સમક્ષ હૃદયના એકરારપૂર્વક એની ગર્તા કરવી પડે અને પાપવિશિષ્ટ આત્માનો ત્યાગ કરવો પડે. ધર્મી માત્ર પાપના વિચારોનો ત્યાગ કરવા પ્રયત્નો કરવો પડે અને પાપને ખોટું સમજવું પડે. આજે પાપ ખોટું છે, એ પણ તમને સમજાવવું પડે અને તમારે સમજવું પડે, એ ઓછી શરમની વાત છે ? હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહમાં પાપ છે, એમ જૈનોને સમજાવવું પડે ? શ્રાવક અઢારે પાપસ્થાનકમાંથી એકને પણ પુણ્ય કહે ખરો ? પાપ કરું તો શું વાંધો છે ?' એમ શ્રાવક સાધુને પૂછે? મૂંઝાયેલો પણ જૈન પાપ કરવામાં શું વાંધો છે?' એમ કદી પૂછે ? આ Page #403 -------------------------------------------------------------------------- ________________ 382 ૩૮૨ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ – મારો દુશ્મન છે માટે ખૂન કરું ? “એમ એક સામાન્ય એવા પણ ન્યાયાધીશને પુછાય કે ? જો ન પુછાય, તો પછી સાધુને પાપ કરવાની વાત કેમ જ પુછાય ? ભગવાનનો સાધુ તો અઢારે પાપસ્થાનકના નિષેધની જ વાત કરે. સાધુ રતિભાર પણ પાપની વાત ન કરે. ચૂલો સળગાવતાં હૃદય કંપે તો લાભ ખરો કે નહિ ?' એમ તો કદાચ પુછાય અને પૂછનારને કહેવાય પણ ખરું કે, “હૃદય કંપે તો કંપ જેટલો લાભ છે.” “અમુક પાપક્રિયા વિના ચાલતું નથી પણ હૃદય ડંખે છે તો જૈનત્વ રહે કે કેમ ?' એમ કોઈ પૂછે તો પણ કહેવાય કે, “જૈનત્વ રહે.' પણ “જૈન માટે પાપની મના જ કેમ ?” આમ પૂછે તે જૈન કેવા અને એવાઓને કહેવાય પણ શું? કારણ કે, તેવાઓ તો કહે છે કે, “જૈન બનાવીને શું મારી નાખવાના છે? આવાઓને પૂછવું જોઈએ કે, પાપ છોડવાથી મરી જવાય એમ કહ્યું કોણે ?” પાપ ન કરવાથી મરી જવાય એ બને ? ગુનેગારને પોલીસ પકડે, ગુનો થતાં જોનારને પણ સાક્ષી સમન્સ લાગે, પણ એ સિવાયના કોઈને પકડે ? નહિ જ ને ? તો એથી સ્પષ્ટ જ છે કે પાપ નહિ કરવાથી મરી જવાતું નથી, પણ વસ્તુત: પાપ કરવાથી જ મરી જવાય છે; આ છતાંય પાપ કરવું અને એને સારું મનાવવાની વાત કરવી” એ કેમ થાય ? આજે તો કથનના અર્થને જ વિપરીત કરનારા ઘણા છે અને એવા લોકો એવું જ માની બેસે છે કે, જ્ઞાનીઓએ જેનો નિષેધ કર્યો ન હૌય તે કરણીય જ છે અને એથી જ પાપમાંથી પાછા હઠવાને બદલે તેઓ પાપમાં જોડાતા જાય છે એવું સ્પષ્ટ દેખાય છે. તેમ શુદ્ધ દૃષ્ટિથી વિચારો કે, “અભક્ષ્ય ન ખાવું જોઈએ એમ સાધુ કહે. એનો અર્થ “ભક્ષ્ય ખાવું જ' એવો થાય ખરો ? અને ભક્ષ્ય ન ખવાય તો શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ઉલ્લંઘી એમ કહેવાય ખરું કે ? સભાઃ નહિ જ. કારણ કે, એનો અર્થ તો એ જ છે કે, આવું પડે તો પણ અભક્ષ્ય તો ન જ ખાવું જોઈએ. આથી એ સ્પષ્ટ જ છે કે, “અભક્ષ્ય ન જ ખાવું જોઈએ” એનો અર્થ એ નથી જ થતો કે, “ભક્ષ્ય તો ખાવું જ.” પચીસ ચીજ ભક્ષ્ય બની છે અને ભાણામાં આવી છે, છતાંય વીસ તજીને પાંચ જ ખાય તો લાભ કે હાનિ ? સભા: લાભ જ. એમાં વળી હાનિ કેવી ? હવે તમે સમજી શકશો કે, એકાંતે ઉપકારની ભાવનાવાળા જ્ઞાની પુરુષોએ અભક્ષ્ય આદિ ભયંકર ચીજોનો નિષેધ કર્યો છે અને જેના વિના ચાલે તેમ નથી એટલે કે, જે જે ભૂમિકાએ જેનો જેનો નિષેધ નથી કર્યો અને વિધાન પણ નથી - કર્યું, તેથી તે તે વસ્તુઓ કરણીય જ છે એવું નથી. કારણ કે, જ્ઞાનીઓએ કરણીય Page #404 -------------------------------------------------------------------------- ________________ 383 ૩૦ : મિથ્યાજ્ઞાન-સમ્માન વચ્ચેનું અંતર ૩૮૩ વસ્તુનું જ વિધાન કર્યું છે. એથી જ છઠ્ઠ ગુણસ્થાનકે રહેલા મુનિઓ પણ જેટલો પ્રમાદ કરે તેટલો તેમના ખાતે ઉધાર અને મહાવ્રતો વગેરેનું જે પાલન કરે તે જ આરાધના. એમાં જ્યાં સુધી ખામી હોય, ત્યાં સુધી મુક્તિ ન મળે. - 30 છઠ્ઠા ગુણસ્થાનકનું નામ પ્રમત્ત કહ્યું, તે ભગવાને પોતાની મરજીથી નથી કહ્યું, પણ ત્યાં રહેનારા જીવોમાં પ્રમાદની શક્યતા છે માટે કહ્યું છે. ચોથાને અવિરતિ કહ્યું, પાંચમાને દેશવિરતિ કહ્યું અને છઠ્ઠાને પ્રમત્ત કહ્યું. છઠ્ઠા ગુણસ્થાનકને પ્રમત્ત કહ્યું તે પ્રમાદી રાખવા માટે નહિ હોં ! ‘પ્રમત્ત’ નામ રાખ્યું છે માટે પ્રમાદી રહેવું જ જોઈએ, પ્રમાદી રાખવા માટે જ કહ્યું છે, એમ જેઓ કહે, તે તો ગુણહીન પહેલે ગુણસ્થાનકે જ જાય; કારણ કે, તેઓએ માન્યતાનું આખું ચક્ર જ ફેરવી નાખ્યું; તેવી જ રીતે જેઓ પાપથી કંપતા નથી, એટલે કે, હૃદયથી પાપને પાપ માનતા નથી, તેઓ આજે પૂછે છે કે, ‘પાપ સેવવાની છૂટ છે કે નહિ ?' એવાઓને જ્ઞાનીઓ કહે છે કે, ‘તમારા પાપ ઉપર અમે એની કરણી તરીકેની છાપ ન જ મારીએ, અમે તો ગુણો ઉ૫૨ છાપ મારીએ, એટલે કે, સમ્યક્ત્વ ઉચ્ચરાવીએ, પણ મિથ્યાત્વ ન ઉચ્ચરાવીએ. બીજ, પાંચમ, રોહિણી વગેરે તપ ઉચ્ચરાવીએ પણ આટલા દિવસ ખાવાના નક્કી કરીને આવો, એમ ઉચ્ચરાવવા ન બોલાવીએ.’ હૃદયથી નક્કી જ કરી લેવું જોઈએ કે, સાધુ કઈ ક્રિયા ઉપર છાપ મારે ? ન્યાયાધીશ મહોરછાપ ક્યાં મારે ? ‘જરૂર પડી છે માટે પાંચ રૂપિયા કોઈનું ઘર ફાડીને લાવું ?' એમ પૂછે ત્યાં છાપ મારે ? એવી છાપ તો ન જ મારે, એટલું જ નહિ પણ એ લાવ્યો એમ સાબિત થાય તો એને પકડવાના અને જેલમાં મોકલવાના હુકમમાં તો છાપ અવશ્ય મારે; એ જ રીતે પાપકાર્યમાં અમારી સંમતિ ન જ મંગાય. ધર્મીની ચિંતા ધર્મ કરે ! સભા પાપથી છુટાય નહિ અને કોઈ પાપી કહે એ ગમે નહિ તો ? એ કાંઈ ચાલે ? એવું ન જ ચાલે; માટે જ જેવા છો તેવા ઓળખાવાની હિંમત કેળવો ! ધર્મી થાય તો સારું, પણ પાપ કરતા હો અને કોઈ પાપી કહે તો ઉપકાર માનો ! પોતાનાં પાપ બતાવનારનો ઉપકાર માનો, તે સાચો જૈન છે અગર જૈન બનવાને લાયક છે. ‘તમે અનીતિ કેમ કરો છો ?' એમ કોઈ કહે, તો કહેજો કે, ‘આપના જેવો બચાવનાર ભવોભવ મળજો.' તમે વિષયમાં પડ્યા છો અને કોઈ એમ કહે કે, ‘ખરેખર, વિષયાંધ જીવો એ એ પામર છે.' એથી તમને ગુસ્સો આવે તો એના જેવી બીજી પામરતા કઈ છે ? માટે એવી Page #405 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ પામરતાને કાચે જ છૂટકો છે. એવી પામરતા કાઢી શુદ્ધ બુદ્ધિથી જો ધર્મની આરાધના કરવામાં આવે, તો આ લોકમાં પણ વગર પ્રયાસે લીલાલહેર છે. ૩૮૪ 384 ખરેખર, દુનિયાની લક્ષ્મી એ પણ ધર્મની દાસી છે, નહિ કે માણસ વગેરેની ! દુનિયાની સાહ્યબી, એ તો ધર્મીની સેવિકા છે. જે ધર્મ મુક્તિ આપે, તે સંસારમાં પણ શાંતિ ન આપે, એ બને જ કેમ ? મુક્તિદાયક ધર્મમાં બધું આપવાની શક્તિ છે, પણ બીજું બધું માગતા નહિ. મુક્તિ માટે ધર્મ કરનારની સઘળી ચિંતા ધર્મ જ કરે છે. ભગવાન શ્રી મહાવીરદેવ ઉપર ઉપસર્ગો ઘણા આવ્યા, પણ ધર્મે એ તારકને શરીરબળ તથા ધૈર્ય એવું આપ્યું હતું કે, એ ડગે જ નહિ. એ તારકની બધી જ ચિંતા ધર્મને હતી. ઉપસર્ગથી ભગવાન શ્રી મહાવીરદેવનો આત્મા પ્રાણ મૂકીને ચાલ્યો ન જાય, એ ચિંતા ધર્મની હતી. ધર્મે ભગવાન શ્રી મહાવીરદેવને કહ્યું કે, ‘પાપ કર્યું એટલે ઉપસર્ગ તો આવશે, પણ ડગવા નહિ દઉં.' કેમ કે, ભગવાન શ્રી મહાવી૨દેવ પોતે હતા ધર્મના ! ધર્મ મુક્તિમાં મોકલે છે, મોકલવાનું કબૂલે છે,. પણ શરણ લો તો ! સેવક બનાવવા જાય એને નહિ, કદી બીજું માગશો તો નામના ખાતર આપશે, પણ એના યોગે બંધાયેલું પાપ પછી એવો ધક્કો મારશે કે ઝટ ધર્મ પાસે આવવા નહિ દે. ધર્મી દુ:ખી ન હોય. શ્રી શાલિભદ્રજીએ નવાણું પેટી માટે શું મજૂરી કરી હતી ? ધર્મીને દુઃખ ન હોય અને કદાચ અશુભોદયે દુઃખ આવે તો ધર્મી તે દુઃખને દુઃખરૂપ માને નહિ. ધર્મ લક્ષ્મી મેળવવામાં કે સદુપયોગમાં ? ધર્મી તો જન્મે ત્યા૨થી મારવાનું છે એમ નક્કી જ માને છે, એટલે મરતાંયે દુ:ખી ન હોય. આવા આત્માઓને પણ ધર્મનું દાન કરનારા ધર્મગુરુ પાપની છૂટ આપે ? કોઈ નાના પાપ ઉપર પણ સમ્મતિની મહોર ધર્મગુરુ મારે ? ધર્મગુરુ એવી એવી મહોર નથી મારતા ત્યાં સુધી જ તમે બચેલા છો. જે દિ' ધર્મગુરુ કહે કે, ‘અમારી સંમતિથી હિંસા, જૂઠ, ચોરી વગેરે ગમે તેવા પાપમાં વાંધો નથી; એવા પાપથી મુક્તિ કાંઈ અટકવાની નથી; પૂજા ન કરો, સામાયિક ન કરો, વ્યાખ્યાનમાં ન આવો, તો પણ વાંધો નહિ; પણ અમારી સંમતિ મેળવો તો !' તો પછી બાકી શું રહેશે ? આમાંથી એક પણ નહિ આવે હોં ! પણ ધ્યાનમાં રાખજો કે, ચિઠ્ઠી લખીને મોક્ષ અપાવનારા ગુરુ અહીં નથી. અહીં તો ધર્મશાસ્ત્રના આધારે મોક્ષમાર્ગને દર્શાવે તે જ ગુરુ છે અને જે આત્મા તેની આજ્ઞા મુજબ વર્તી આત્માને લાગેલાં કર્મ વિખેરે, તેને જ મોક્ષ મળે છે. અહીં સિફારસ ચાલતી નથી. સાચા ન્યાયાધીશ પાસે સિફારસ ન ચાલે. એ તો સિફારસ લાવે તેને જ કામ પડે તો સજા કરે અને સિફારસ લઈને Page #406 -------------------------------------------------------------------------- ________________ 385 – ૩૦ : મિથ્યાશાન-સમ્યજ્ઞાન વચ્ચેનું અંતર - 30 - ૩૮૫ આવનારને પણ કહે કે, “તું બનાવવા આવ્યો છે ?' જો કે એ તો પગારદાર, એને આશા છે, સાચો ન્યાયાધીશ ન કરે, છતાં ત્યાં તો કદાચ એ પણ થવાનો સંભવ છે. પણ સાચા જૈન સાધુ તો એમ કરે જ નહિ. જૈન સાધુ દુનિયાના પ્રાણીને પાપમાં સંમતિ આપે જ નહિ. કોઈ પૂછે કે, વૈરાગ્ય આવ્યો છે, પણ પાંચ-પચ્ચીસ હજાર રૂપિયા મળે તેવો વેપાર બતાવો તો દીક્ષા લઉં !” તો સાધુ કહે કે, એ નહિ બને, વૈરાગ્ય થાય એને પાંચ-પચ્ચીસ હજારની જરૂર શી ?” આવી ઇચ્છા થાય, એ જ વૈરાગ્યમાં પોલ સૂચવે છે. “આ આ મારું નથી” એમ હજુ જચ્યું જ નથી. આથી સદ્ગુરુને તો “વૈરાગ્ય કેમ થાય ?' એ જ પુછાય, અનંતજ્ઞાનીઓનાં શાસ્ત્ર તો કહે છે કે, “લક્ષ્મીનો સદુપયોગ કરવામાં ધર્મ છે, પણ ધર્મ માટે લક્ષ્મી મેળવવી એ ધર્મ નથી. કમાવાની ક્રિયા એ પાપ છે; એની લીનતામાં ધર્મ ભૂલી જવાય; મળ્યા પછી પરિણામ ફરી પણ જાય; ધર્મને હમ્બગ કહેતા પણ થવાય; લક્ષ્મીના તેજમાં હૈયાનાં ચક્ષુ અંજાઈ જાય. લક્ષ્મીની લાલસા થઈ એટલે “પાપ ખરું, પણ ચાલે !' એમ થાય; એના આવ્યા પછી વિવિધ ભોગો ભોગવવાનું મન થાય; બહુ વધે તો પોઝીશન સાચવવાનું પણ મન થાય; મંદિર ઉપાશ્રયમાં પણ દમામસર ચાલે અને કહે કે, “સાધુ સાચા પણ અમારું માને કેમ નહિ?” આવું બધું લક્ષ્મીનો મદ બોલાવે છે. ધર્માત્મા લક્ષ્મીવાન હોય એ વાત જુદી છે. આ દર્શનમાં લક્ષ્મી મેળવવાનું વિધાન નથી. અહીં લક્ષ્મીની તેવી મહત્તા પણ નથી. લક્ષ્મીવાન માટે બીજા અંગ્યા રાખે એ વાત જુદી પણ એનું પોતાનું વર્તન કેવું હોય? અધિકાર પામીને * ઉન્મત્ત ન થાય એવા કેટલા ? સાચાં માતાપિતાની ફરજ શું? મા-બાપ બાળકોને “નવ મહિના ભાર ઉપાડ્યો, ભીને પોઢી સૂકે સુવાડ્યો, માટે કહ્યું તેમ જ કર એમ કહે છે, પરંતુ જો હું માતા, હું પિતા” એમ કરવા કરતાં, પુત્ર પ્રત્યે મારી ફરજ શી છે ?” એ વિચારે તો એમ કહેવાપણું ન રહે. જો કેવળ સ્વાર્થ માટે બાળકને પોપ્યો હોય અને એ સ્વાર્થમાં સંતાનનું આત્મહિત લુંટાતું હોય, તો એવાં મા-બાપ કરતાં ન બાપા રહેવું. એ જ સારું. ખરું કે નહિ ? કસાઈ બોકડાને ખૂબ ખવરાવે, અલમસ્ત બનાવે, કંકુનાં તિલક કરે, એ શા માટે ? એને વધેરવા ! એ ધર્મ કે ઉપકાર છે ? બોકડામાં જો બોલવાની શક્તિ હોય તો કહી દે કે, “આવી ખબર હોત તો હું ખાત જ નહિ.” કસાઈ, એ બોકડાનો પાલક કે ઘાતક ? આ દૃષ્ટાંત પોતા ઉપર લઈ લઈને દુર્ભાવના યોગે કેટલાય કહેશે કે, ચૌદશે મહારાજે અમને કસાઈ કહ્યા, પણ એવું કહેતાં પહેલાં Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - - 386 તેઓએ વિચારવું જોઈએ અને વસ્તુના ભાવ ન સમજાય તો પૂછવું જોઈએ. તેમ તમારે પણ અહીં ખોટી હા ન પાડવી જોઈએ. હા પાડી તો તમને પોતાના માનીને કહેવા યોગ્ય હિતકર કરવું અને કડવું પણ કહેવાનો ! આ સંબંધમાં આપણો કહેવાનો આશય એ છે કે, જે માતા-પિતા કેવળ પોતાના જ સ્વાર્થની વાત આગળ કરતાં હોય અને સંતાનની હિતકર પ્રવૃત્તિમાં ગમે તે ભોગે વિઘ્ન નાંખીને પણ પોતાનો સ્વાર્થ જ સાધવા માગતા હોય, તો તેવાં. માતા-પિતાઓને બાળક પણ બોકડાની જેમ કહી દે કે, “જો આપ કેવળ પોતાના સ્વાર્થ ખાતર દૂધ પાઓ છો, એમ ખબર હોત તો હું દૂધ ન પીવત. દૂધ ખાતર ખોટી કાર્યવાહી કરી નિયમા નરક આદિ દુર્ગતિમાં જવું, એના કરતાં દૂધ ન પીવું. એ શું ખોટું ? વિચારો કે, “સાચા પ્રેમવાળાં માતા-પિતાની ફરજ પણ શી? . સભાઃ પણ ફરજ ન સમજે તો ? એ માટે તો સમજાવું છું. આ વાત તો સમજ્યા પછી કહેવાય છે. સભાઃ તો તે બરાબર. આ સાંભળીને પણ જેઓને સત્ય નથી રૂચતું, તેઓ તો આ સાંભળીને મનમાં ને મનમાં બગડશે કે, “મહારાજે કેવી બાજી ગોઠવી ? અમને કસાઈ કહી પોતાની બાજી ગોઠવી ! બાળક અમારાં અને પોતે માંગણી કરવા નીકળ્યા. કલાક દોઢ કલાક બધું કહી છેવટે ઓવાની વાત લાવ્યા.” પણ એવાઓએ સમજવું જોઈએ કે, બાજી ગોઠવવા જેવું કાંઈ છે જ નહિ અને કોઈને પણ કસાઈ કહેવાનો આશય નથી, કારણ કે, સાધુને છેવટે તો આ સિવાય બીજી કઈ વાત કરવાની હોય ? અને બાળકના હિતનો એકાંતે નાશ કરનાર માતાપિતા થઈને પણ જો કસાઈ જેવું કાર્ય કરતાં હોય તો તેઓને અટકાવવાના પ્રયાસો પણ કરવા જ જોઈએ. સભાઃ તમે પણ લોભી તો ખરા ને ? અરે, વિરતિદાનમાં તો મહાલોભી ! સભાઃ એ દોષ નહિ ? તમે વિચારી જુઓને ? દોષ તો ત્યારે જ લાગે કે જ્યારે તેમાં સ્વપરના કલ્યાણ સિવાયની ભાવના હોય ! બહુ દાન દેનારને કોઈ કીર્તિ-લોભી કહે - એટલા જ માટે એ જો સાચો દાતાર હોય તો કદી જ દાન દેતો બંધ ન થાય. ઘણા શિષ્ય કરવાથી આ શાસનમાં મુગટ, પાવડી કે પાલખી મળે છે? ના, કશું જ નહિ. તો પછી તે પ્રાપ્ત ન કરવા પરના કલ્યાણની પ્રવૃત્તિ કરવી, એમાં Page #408 -------------------------------------------------------------------------- ________________ 387 ૩૦ : મિથ્યાજ્ઞાન-સમ્માન વચ્ચેનું અંતર દોષ જ નથી અને એમ દોષ મનાય, તો તો પછી એક પણ સારી કરણી લાયક નહિ રહે. માટે એવા કુવિકલ્પો કરવા, એ કોઈ પણ રીતે યોગ્ય નથી. - 30 ૩૮૭ અહીંયાં તો બધુંય કહી કહીને જ એ જ સમજાવવાનો આશય છે કે, સંયમનો સ્વીકાર, એ જ એક આત્મકલ્યાણનો રાજમાર્ગ છે અને આવા અનુપમ પ્રભુશાસનને પામી કેવળ સ્વાર્થવશ બનેલાં જે માતા-પિતા ‘ઘર સાચવ, પેટ ભર, પારકા ઘરની છોકરી લાવ અને એનાં છોકરાં રમાડવાના અમારા લ્હાવા પૂરા કર, આવા જ સંસ્કારો પોતાનાં બાળકોમાં નાંખે છે, તેઓ ખરે જ બાળકની એટલે કે બાળકના આત્મહિતની કારમી કતલ કરે છે. સમ્યગ્દષ્ટિ માતા-પિતા તો ત્યાગના પાઠ ભણાવે અને જો તેમ થાય તો તે બાળક કાં તો શાસનદીપક બને અને એ બાકાત ન હોય તો કુળદીપક બને. આજે જે મા-બાપે ઊંધા પાઠ ભણાવ્યા. તેનાં બાળક કુળનાશક અને શાસનભંજક થયાં છે ને ? કુળની મર્યાદા ભ્રષ્ટ કરી કાળું તિલક કર્યું અને શાસનનો નાશ કરવા તૈયાર થયાં, એ નજરે જોવાય છે ને ? મદમાં ચડેલા એવાઓ આજે .શાસનનો નાશ કરવા તૈયાર થયા છે ને ? દીકરાને સાચાં મા-બાપ તો કહે કે, ‘સાધુ થવાય તો સાધુ થા, ન થવાય તો અનીતિ તો ન કરતો, લૂખું સૂકું ખાશું પણ અનીતિ તો ન જ કરતો.’ દીકરો અનીતિથી કંઈ લાવે, તો તે દિવસે મા-બાપને ખાવું ન ભાવવું જોઈએ. ખરે જ, હું કહું છું કે, મા, ‘જે હોય તે ખરેખરી હિત કરનારી મા બનો અને જે બાપ હોય, તે ખરેખર હિત કરનાર બાપ બનો !' વીતરાગ એ જ દેવ, નિગ્રંથ એ જ ગુરુ અને શ્રી વીતરાગભાષિત વીતરાગતાને પ્રાપ્ત કરાવનાર ત્યાગમય ધર્મ તે જ સદ્ધર્મ, આવા સંસ્કાર પાડી સંતાનોને એ ત્રણના સાચા સેવક બનાવો !! . . અહીં સમ્યગ્દર્શનની વાત ચાલે છે. શ્રીસંઘરૂપ મેરૂની એ વજ્રમયી પીઠ છે; તેને દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ બનાવવી છે; એમાં પાંચ દેવ ન હોય તો દૃઢ બને. ૧. શંકા, ૨. કાંક્ષા, ૩. વિચિકિત્સા, ૪. ૫રમત સ્થિતનાં ગુણવર્ણન અને ૫. ૫૨મત સ્થિતનો પરિચય. એ પાંચ દોષો છે' શ્રીસંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શન રૂપ પીઠને દઢ બનાવવાની ભાવનાવાળાઓએ, એ પાંચ દોષોને ટાળવા જોઈએ. Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ઃ સમ્યગ્દર્શન ઉપર મોક્ષનું મંડાણ વીર સં. ૨૪૫૬,વિ.સં.૧૯૮૬, પોષ સુદ ૧૪+૧૫. મંગળવાર, તા.૧૪-૧-૧૯૩૦ નિર્મળ ધર્મ : દૃષ્ટિકોણ ફેરવો ! ધર્મ એ જ આધાર : ફરજ સમજો ! સંસારસાગરની નૌકા : • મહાપુરુષના નામનો દુરુપયોગ : • સમૃદ્ધિશાળી છતાં વીતરાગ : લબ્ધિધારી છતાં તે તરફ વિરક્ત : માતા-પિતા શરીરનાં કે અત્મિાનાં : • સમકિતીની આ દશા હોય ? • અજ્ઞાનીઓના વિરોધ સામે પહાડ જેવા બનો ! ધર્મના પાંચ આશય : કોઈ રડે કે લડે એથી દીક્ષા બંધ ન કરાય : પરસ્પરના આત્માની ચિંતા કરો ! • સાસુ-વહુનો વ્યવહાર : નિર્મળ ધર્મ: સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી મહારાજા, ફરમાવે છે કે શ્રી મેરૂ પર્વતની જેમ, શ્રીસંઘરૂપ મેરૂની પણ સમ્યગુદર્શન રૂપ પીઠ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. સમ્યગદર્શન, એ મોક્ષનું મુખ્ય અંગ છે. મોક્ષની સાધના માટે એના વિનાની કોઈ પણ વસ્તુ ઉપયોગી નથી. એ આવે તો બધી કાર્યવાહી સ્થિર થાય અને એમાં પોલાણ હોય તો બધી કાર્યવાહી પણ પોલી થાય ! સભાઃ સમ્યગ્દષ્ટિની પરીક્ષા શી ? પરીક્ષા ઘણીયે છે, પણ કોઈની પરીક્ષા કોઈથી કદાચ ન થાય તો પણ પોતે તો પોતાની પરીક્ષા કરી જ શકે ને ? દઢતાદિકની વાત તો દૂર રહો; પણ Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૧ : સમ્યગ્દર્શન ઉપર મોક્ષનું મંડાણ - 31 સમ્યગ્દર્શન છે કે નહિ, એ તો વિચારવું જ જોઈએ, કારણ કે, એના ઉપર આખાય શ્રીસંઘનું મંડાણ છે. મોક્ષનાં બધાંય સાધનો પણ જો સમ્યગ્દર્શન હોય તો જ ફળે છે. એના વિના ગમે તેવું દાન, ગમે તેવું શીલ, ગમે તેવો તપ અને ગમે તેવો ભાવ હોય તો પણ વસ્તુતઃ તે દાન નથી, શીલ નથી, તપ નથી અને ભાવ પણ નથી ! એટલે કે, સમ્યગ્દર્શન વિના દાન દાનરૂપ નથી, શીલ શીલરૂપ નથી, તપ તપરૂપ નથી અને ભાવ ભાવરૂપ નથી. ટૂંકમાં બધી જ ધર્મક્રિયાઓને શુદ્ધ-નિર્મળ બનાવનાર એક સમ્યગ્દર્શન જ છે અને જો ધર્મક્રિયાઓ શુદ્ધ બને તો મુક્તિ પણ ન મળે એ નિશ્ચિત છે. દૃષ્ટિકોણ ફેરવો ! 389 ૩૮૯ સમ્યગ્દર્શન વિનાની ધર્મક્રિયાથી ભલે શુભ આશ્રવ થાય, એનાથી ભલે શુભ ગતિની પ્રાપ્તિ થાય, ભલે પૌદ્ગલિક સાહ્યબી વગેરે પણ મળે, પરંતુ પરિણામે તો આથડવાનું જ ! ‘લાખ મળે તો ધર્મક્રિયામાં શ્રદ્ધા રહે, પણ ન મળે અથવા જાય તો શ્રદ્ધા તૂટે' આવી દશા આવવાનું કારણ સમ્યગ્દર્શનનો અભાવ નહિ તો બીજું શું છે ? આજે કેટલાકને મન ધર્મના સારા-નરસાપણાનું માપ, જે લાખ મળવા ન મેંળવા ૫૨ ૨હે છે, તેનું કારણ એ જ છે કે, સમ્યગ્દર્શન રૂપ મૂળ વસ્તુ નથી. ‘બહારનાં સાધનો મળે તો દેવ, ગુરુ, ધર્મ ચમત્કારી અને ન મળે. તો કાંઈ નહિ' – એમ જો કહેવાતું હોય, તો તેનું કારણ એ જ છે કે, સમ્યગ્દર્શન છે નહિ. ધર્મીની દૃષ્ટિ તો પરમ શુદ્ધ જોઈએ. એની દૃષ્ટિમાં દુનિયાની ચીજની કિંમત જ ન હોય; એની દૃષ્ટિ તો ‘કેમ નિર્મળ થાઉં ?’ આ જ હોય; પણ ‘કેમ સાહ્યબી મળે ?' એ દૃષ્ટિ એની ન હોય. કેટલાક આજે કહે છે કે, ‘ધર્મ ખરો પણ દુનિયાદારીનો વ્યવહાર પહેલો.’ તેઓને પૂછો કે, શું એ વ્યવહા૨ સાથે આવશે ? ખરેખર, ‘કેવળ આ લોકને જ દૃષ્ટિમાં રાખવો અને પરલોકને ભૂલવો' એ જ આસ્તિક્યનો અભાવ છે અને એ જ નાસ્તિકતા છે. જેઓ પરલોક નથી માનતા, તેઓ તો ગમે તેમ વર્તે એ વાત અલગ છે, કારણ કે, તેઓ પરલોકને માનતા નથી; પણ જેઓ મોંઢેથી ‘પરલોક છે' એમ કહે અને આ લોકની ક્રિયામાંથી મરતાં સુધી પણ ન પરવારે તથા પરલોકનો વિચાર જ ન કરે, ત્યાં આસ્તિક્ય છે એમ મનાય કઈ રીતે ? જેઓને પરલોકનો વિચાર જ નથી આવતો, તેઓમાં આસ્તિકતા આવી ક્યાંથી ? જે ઘર, કુટુંબ, પરિવાર સાહ્યબી અને શરીર વગેરે તમામને પારકું Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ 390 માને, જવાનું છે, એમ સોએ સો ટકા માને, તે તીવ્ર કર્મોદય વિના એમાં ને એમાં જ રાચી-માચીને મરી જાય ખરો ? નહિ જ. તો ધર્મી બનનારે અજ્ઞાન લોકની પરવા છોડવી જ જોઈએ. હૃદયમાં શ્રી અરિહંતદેવને રાખનારો, અજ્ઞાન લોકને રાજી શી રીતે કરી શકે ? જે લોકની ખોટી મર્યાદાથી છૂટે, તે જ વાસ્તવિક રીતે સુદેવ, સુગુરુ અને સુધર્મને આરાધી શકે છે. દૃષ્ટિકોણ ફેરવવાની જરૂર છે.” પરલોકને માનનારો ધર્મથી બેપરવા હોય ? નહિ જ; એને તો ધર્મની ચિંતા હોય. “આ બધું મૂકવાનું છે અને બીજે જવાનું છે એમ માનનારો બીજે જવાની તૈયારી કર્યા વિના કેમ રહે ? પરલોક નથી માનતા' એમ કહે એ તો એટલું ઠીક છે, “એવાઓથી કોઈ આસ્તિક ઠગાય નહિ અને એવાઓને રીતસર સમજાવવા પડે તો સમજાવાય પણ ખરા અને તેમ ન બને તો છેવટે એવાઓથી સાવચેત પણ રહેવાય.” પણ આ તો “પરલોક છે' એમ કહે અને ચોવીસ કલાકમાં એક ક્ષણ પણ ધર્મનો વિચાર ન કરે; ઊલટા દેવ, ગુરુ, ધર્મને મરજી મુજબ રાખવાના પ્રયત્ન કરે એ શું ? ભગવાનને કહે કે, “તમે બેસો, ફાવશે તો પૂજીશું: ગુરુને કહે કે, “ચમત્કાર હોય તો બતાવો.” અને “ધર્મનું ફળ ક્યારે મળશે એનો પત્તી શો ?” આવું આવું કહે અને વિચારે એનો અર્થ શો ? ધર્મ એ જ આધાર ! ચોવીસે કલાક આધિ, વ્યાધિ અને ઉપાધિ છે, તેમાંથી જે બે-ચાર ઘડી કે ક્ષણ પણ ધર્મમાં બેઠો એને સાચી શાંતિ મળી, એ ધર્મનું ફળ નથી શું? બીજું ફળ કયું જોઈએ ? ચોવીસે કલાક એ શાંતિ મળે તો અનુપમ ! દુનિયાના પદાર્થોની શાંતિમાં પરિણામે અશાંતિ છે' એમ આત્મજ્ઞાનીઓનો અનુભવ કહે છે; એમનું જ્ઞાન પણ એ જ કહે છે. અમુક પદાર્થો પર આસક્તિનું પ્રમાણ વધ્યું, તો આ લોકમાં જ તે પદાર્થો દુઃખદાયી થયા છે, એ નજરે જોઈએ છીએ. બજારમાં જઈને આવો તો ચિંતા સાથે આવે અને સામાયિક કરીને ઊઠો તો ચિંતા ભુલાય, પણ જ્ઞાનીની આજ્ઞા મુજબ ક્રિયા કરો તો ને ? પરંતુ સામાયિકમાં પણ એ જ સાથે રાખો તો શું થાય ? પરલોકને સુધારવાની ક્રિયામાં આ લોકની વસ્તુને ભૂલી જવી જોઈએ અને જો એ ભુલાય તો જ એ ક્રિયામાં વાસ્તવિક રસ આવે; આ જોતાં નિશ્ચિત થાય છે કે, “દૃષ્ટિને ફેરવવાની જરૂર છે.” આટલી દૃષ્ટિ સુધર્યા વિના શ્રી જિનેશ્વરદેવનું શાસન પમાશે નહિ અને પમાશે તો સધાશે નહિ તથા શાસનને પામેલાઓએ એ તો નિશ્ચિત કરવું જ પડશે કે, “જ્યાં જન્મ્યો છું ત્યાંનો હું Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૧ : સમ્યગ્દર્શન ઉપર મોક્ષનું મંડાણ 31 ૩૯૧ નથી; મારી ચારેય બાજુ ફરતા વીંટાયેલાઓ મા૨ા નથી; અન્ય સ્થળેથી આવ્યો છું અને અન્ય સ્થળે જવાનો છું; દુનિયાની કોઈ ચીજ મારી નથી; એમાં રાગી થવાથી મારું કલ્યાણ નથી; એના ત્યાગમાં જ મારું કલ્યાણ છે ! 391 દેવ, ગુરુ, ધર્મની સેવાના પ્રતાપે દુનિયાની વસ્તુ મળે એ વાત જુદી, પણ એ મેળવવા માટે એમને માનવાનું આ શાસનમાં કહેવાયું નથી !! એવા તારકની પાસે તો એવું જ માંગવું, કે જે દુનિયામાં ન મળે; અને એવી ચીજ તો કેવળ દેવ, ગુરુ, ધર્મ જ આપે છે; માટે દુનિયાનાં ઘરબાર છોડવાનાં છે ! દુનિયાની ચીજો માટે જ દુનિયા છોડવી એ તો મહામૂર્ખાઈ જ કહેવાય ને ? ઘણા કહે છે કે, ‘શાસ્ત્રમાં બધી વાત આવે છે, પણ અમારી વાત કેમ નહિ ?’ પણ એમણે સમજવું જોઈએ કે, ‘તમારું છે એને પણ મૂકવાની, જે શાસ્ત્ર વાત કરે છે, તે તમારી બીજી આડીઅવળી વાતો કેમ કરે ?’ આ સમજ આવે તો માથાનો બોજો ઊતરે; આ તો અહીં આવે તો પણ બોજો સાથે લાવે કે, ‘બધી વાત સાચી, પણ કેમ ચાલે ?' આવા મગજમાં આ શાસ્ત્રની વાતો ઊતરે કઈ રીતે ? ખરી વાત તો એ છે કે, સાંભળનારાઓનો મોટો ભાગ, જે રીતે સાંભળવું જોઈએ તે રીતે સાંભળતો જ નથી; કદી સાંભળે તો હૈયામાં ઉતારતો જ નથી.’ આ વાત જો સમજાય - ગળે ઊતરી જાય તો આ દશા રહે ? ‘ધર્મ એ જ આધાર છે' એવું જે બોલનારા છે તેમાંના મોટા ભાગના લોકોના એ હોઠના શબ્દો છે, પણ હૈયાના નથી; નહિ તો હૃદયપૂર્વક જે ધર્મને માને, તેને દુનિયાની બધી જ · વસ્તુઓ તુચ્છ લાગે. મળે તો પુણ્યોદય માને, જાય તો પાપોદય માને અને એથી જ ધર્મીને વ્યવહારની (અર્થાર્જન આદિની) સાધના પણ કરવી પડતી હોય તો પણ તેના અમુક નિયત ટાઈમે કરે અને એમાં જે મળે તેમાં સંતોષ માને તથા ન મળે તોય ખેદ ન કરે. ફરજ સમજો ! ત્રિકાળ પૂજન અને ઉભય ટંક આવશ્યક વગેરે તો શ્રાવકનાં ચાલુ જ હોય, એને સદા લહેર હોય, એ પોતાને દુ:ખી ન માને, એ તો કહે કે, દુ:ખી તો તે હોય કે, જે પાપ કરે, પ્રપંચ કરે, બીજાને હાનિ કરે, દુનિયાનું સત્યાનાશ વાળે ! હું તો રત્નત્રયીને પામેલો છું; શ્રી જિનેશ્વરદેવ જેવા દેવ, નિગ્રંથ ગુરુ અને તે તારકોનો કહેલો ધર્મ, એ જ મારી સંપત્તિ છે, મારે દુઃખ શું ?' તમે આવું ન કહો અને ન માનો ત્યાં સુધી તમારા તરફની આશા શી ૨ખાય ? જેઓની દૃષ્ટિમાં આ રીતનું પરિવર્તન થઈ જશે, તેઓ તો ધર્મને શોધવા Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – 392 નીકળશે. આટલા બધા માણસ મુંબઈ આવ્યા છે, તે ધર્મને શોધવા કે પૈસાને શોધવા ? શ્રી જિનમંદિર કે નિગ્રંથગુરુ પોતાના ગામમાં નથી એ માટે અથવા ધર્મ કરાવનાર કોઈ નથી. એથી, ધર્મને આરાધવા માટે પોતાના ગામ કેટલાએ છોડ્યાં ? વેપાર નથી માટે તમે અહીં આવ્યા ને ? સૌને શેઠ, મા-બાપ, માલિક, આજ્ઞા કરનાર બનવું છે, પણ ફરજ વિચારવી નથી. છોકરો “બાપા” કહે એટલે આનંદ થાય, પણ છોકરા પ્રત્યેની મારી ફરજ શું એ વિચાર્યું ? માલિક થવા બડા ઠાઠથી તૈયાર, પણ સાચવવા માટે તૈયાર નહિ ! ઇલ્કાબ લે બધા, પણ અમલ એક ન કરે ! મંદિરના ટ્રસ્ટી થનાર ઘણા, પણ ખબર લેનાર કેટલા ? દશ લાખની એસ્ટેટનો વહીવટ કરે, કેમ કે, એમાં પોતાનું પોઝિશન વધે છે, પોતે બહુ જ પ્રતિષ્ઠિત ગણાય છે, પણ એ વહીવટ શા માટે, એનો તેઓને ખ્યાલ નથી ! પૂજા અથવા ધર્મક્રિયા કરવા આવનારની દરેક અગવડ દૂર કરવાની, મંદિર તથા ઉપાશ્રયના ટ્રસ્ટીઓની ફરજ છે !! એ તો દરેક પૂજા કરનારને પૂછે : કે, “શી ખામી છે ?” પોતાના તંત્રમાં ખામી ન રહેવી ઘટે” એમ તેઓને થાય. આવા વહીવટથી શ્રી તીર્થકર નામકર્મ બંધાય, કારણ કે, એ શ્રી અરિહંતપદની તીવ્ર આરાધના છે. શ્રી અરિહંતદેવની પૂજા કરનારાની સગવડ સાચવવી, એ પણ અરિહંતપદની તીવ્ર આરાધના છે. શ્રી અરિહંતદેવની મૂર્તિ સુંદર તથા આકર્ષક બનાવવી. હજારો આત્માઓ આકર્ષાઈને જોવા આવે એવી બનાવવી, એવી શુદ્ધિ અને સ્વચ્છતા સાચવવી, એની ખૂબ શોભા વધારવી, ત્યાં આવનારા વધે એમ કરવું, આ બધી ક્રિયા ટ્રસ્ટીએ કરવી જોઈએ અને એમાં શ્રી અરિહંતપદની શ્રેષ્ઠ આરાધના છે. સંસારસાગરની નૌકા : મંદિરની બહારનો દેખાવ એવો હોય કે જનાર પણ પૂછે કે “કોનું મકાન છે ?' એને અંદર જવાનું જ મન થાય, એવી શોભા મંદિરની બહારની બનાવે. શ્રી જિનમંદિરની ધ્વજા એવી હોય છે, જેનાથી શ્રી જિનમંદિર બહારથી ઓળખાય. મંદિર તથા ઉપાશ્રય, એ સંસારસાગરથી તરવાની ન તૂટે, ન ફૂટે કે ન ડૂબે એવી સ્ટીમરો છે. શ્રી જિનશાસનનું ધ્યેય જ ત્યાં છે. આજે તો દુશ્મન પણ દાના નથી એ દુઃખ છે. એમને કહીએ છીએ કે, વિરોધ કરો તો ચોખ્ખો કરો પણ ઊંધો ન કરો.” એકાંતે ઉપકારરસિક અને પ્રભુશાસનના ઉત્તમમાં ઉત્તમ સંચાલક એવા પૂ. પૂર્વાચાર્યોને માનો તી એલ-ફેલ નહિ બોલાય; એ પુણ્યાત્માઓની વાતોમાં યથેચ્છ ટીકા-ટિપ્પણ ન થાય, અને Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૯૩ ૩૧ : સમ્યગ્દર્શન ઉપર મોક્ષનું મંડાણ - 31 એ રીતે ટીકા-ટિપ્પણ કરવાં હોય તો કહી દેવું જોઈએ કે ‘એમને અમે માનતા * નથી.’ જે આચાર્યોનાં વચનોનો આધાર લઈ પેઢી ચલાવવી, પોતાની આબરૂ નભાવવી, પોતાનું શાસન ટકાવવું, જેમના નામ વિના પોતાનું સમર્થન કરવાની તો તાકાત નથી અને એમનાં નામ મૂક્યા પછી વચ્ચે કહેવું કે, ‘એ બીજે નભે’ એનો અર્થ શો ? 393 મહાપુરુષના નામનો દુરુપયોગ : આચાર્ય ભગવાન્ શ્રીહરિભદ્રસૂરિજી મહારાજનું નામ મૂકે અને એ તારકનું ‘પક્ષપાતો ન વીરે, ન દ્વેષ: પિનાવિવુ ।' આ અધૂરું વાકય મોખરે મૂકી પછી પોતાનું ફાવતું લખે એ કૅમ ચાલે ? એક જ શ્લોકનું પૂર્વાર્ધ લેવું તો ઉત્તરાર્ધ પડતું કેમ મુકાય ? અને એ પૂર્વાર્ધનો ભાવ વધારે કોણ સમજે ? આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા વધારે સમજે કે આજના આ લખનારા વધારે સમજે ? મથાળે પરમ ઉપકારી આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાનું નામ લખી, મંદિર તથા મૂર્તિનાં યથેચ્છ ટીકાટિપ્પણ કરવાં, એ શું એ ૫૨મ ઉપકારીઓના નામનો દુરુપયોગ નથી ? કહે છે કે; ‘અમે આમને (પૂ. હરિભદ્રસૂરિજીને) માનીએ છીએ પણ એ મહર્ષિ જેને જેને માને છે, તેને તેઓ માને છે કે નહિ ? ત્યાં ચોખ્ખી ના, એ શું એમની મશ્કરી નથી ? એમના નામનો દુરુપયોગ નથી ? આ તો એવું થયું કે, બાપની મિલકતનો વારસો લેવો છે અને લેણદારને પાઈ પણ આપવી નથી. બાપનું લેણું લેવું અને દેવું ન દેવું એ કેમ ચાલે ? એ વારસ કહેવાય ? નહિ જ; પણ આજના વિરોધીઓ તો એવી જાતના વારસદાર થવા માંગે છે ! એ અજ્ઞાન ઉચ્છંખલો કદાગ્રહના યોગે જ્ઞાનીના આશયને નથી વળગતા અને પોતાના આશયમાં જ્ઞાનીનું નામ જોડવાની નાદાનિયત કરે છે. શ્રી જિનેશ્વરદેવનાં મંદિર, મૂર્તિ અને એની વિવિધ પ્રકારની સેવામાં જે હેતુ છે તે ખાઈ જાય છે અને કાંઈ બીજું જ કહે છે. શું કહે છે ? ‘વિતરાગને આ હોય ?' અરે ભાગ્યશાળી ! તારા કરતાં વિતરાગનું સ્વરૂપ આ મહર્ષિઓ સારી રીતે જાણતા હતા; શ્રી જિનેશ્વરદેવ વિતરાગ હતા, એમ કહેનારા પણ આ મહર્ષિઓ જ છે ને ? વિતરાગની મૂર્તિ ઉત્તમ દ્રવ્યોની શા માટે ? શાસ્ત્રમાં શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ બધી જાતની બનાવવાની કહી છે. સોના, હીરા, માણેક, પન્ના, પોખરાજ, રત્ન, ઉત્તમ પાષાણ, ઉત્તમ માટી, એમ દરેક ઉત્તમ પદાર્થોની મૂર્તિ બનાવવાનું કહ્યું છે. કાષ્ટની જ કે પાષાણની જ Page #415 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ બનાવવી એમ નહિ; શક્તિ અગર સામગ્રી ન હોય તો ભલે માટીની પણ બનાવે ! પણ શક્તિમાન, સામગ્રીની હયાતીમાં હીરાની, માણેકની અને પન્ના વગેરેની પણ બનાવે ! એવી મૂર્તિને ચોરી જવાનો સંભવ છે માટે માટીની જ બનાવવી, એવો કાયદો શ્રી જિનેશ્વરદેવના શાસનમાં પણ નથી; પણ એ વાતને તો એ લોકો અડે જ નહિ. જે હેતુથી વિધાન કર્યું, તે હેતું જ ખાઈ જાય છે. એ હેતુના અભ્યાસ વિના વસ્તુ હાથ કદી ન આવે. ૩૯૪ 394 બીજી ભાષા ભણવા માટે પણ એનો કક્કો ભણવો પડે છે. ભલે ગમે તેટલું' સારું ગુજરાતી ભણેલી વિદ્વાન હોય, પણ એને અંગ્રેજી ભણવું હોય તો પહેલાં A,B,C,D... ભણવી પડે, એ ભાષામાં આવતા શબ્દોની જોડણી ગોખવી પડે; મન:કલ્પનાથી જોડણી ન કરાય. જેની ભાષા જાણવી હોય તેનો પણ જો આટલો અભ્યાસ કરવો પડે, તો જેનો ધર્મ જાણવો હોય તેના માટે અભ્યાસ જ નહિ ? સમૃદ્ધિશાળી છતાં વીતરાગ ! કહે છે કે, ‘વીતરાગને આ શી સામગ્રી ?' ભલા આદમી ! વીતરાગ આવા હતા એવું કહ્યું પણ આ જ મહાપુરુષોઓને ? વીતરાગનું સ્વરૂપ એ બહુ સારું જાણતા હતા. એ વીતરાગદેવ માટે તો ત્રણ કિલ્લાનું સમવસરણ હતું ! આજે એવું કોઈ મંદિર છે ? કેવળજ્ઞાન થયા પહેલાં કાંઈ હોતું નથી. દીક્ષા લે ત્યારથી કેવળજ્ઞાન થાય ત્યાં સુધી તો ભગવાન બેસતા પણ નથી, કદી બેસે તો ઉત્કટ આસને ! મધ્યાહ્ન કાળે જે મળે તે ભિક્ષા વાપરે અને પછી મહિનાના, બે મહિનાના, ચાર મહિનાના કે છ મહિનાના ઉપવાસ કરે; મહિનાઓ સુધી ઊભા ઊભા એક જ જગ્યાએ ધ્યાન ધરે; વર્ષોનાં વર્ષો સુધી દિનરાત ઊભા રહે; આવેલા ઉપસર્ગો અને પરિષહો સહે; એ ભગવાન પાસે એ વખતે કોઈ છત્ર ધરવા, ચામર વીંજવા કે સિંહાસન લઈને આવતું નહોતું. કદી કોઈ દેવ આવે તો નમતા. ભગવાન પોતે તો મૌન રહે ત્યાં કોઈ કરે શું ? કેવળજ્ઞાન પહેલાં છઠ્ઠ તથા સાતમે ગુણસ્થાનકે હોય, ઉપર ચડે કે, અંતરમુહૂર્તમાં કેવળજ્ઞાન થાય. ભગવાનના દરેક કલ્યાણક વખતે ઇંદ્રોનાં આસન કંપે; દેવલોકમાં ઘંટ વાગે; નરકે પણ અજવાળાં થાય; સઘળે શાંતિ ફેલાય. કેવળજ્ઞાન થયા પછી તો દેવતાઓ ભગવાનને જમીન પર પગ પણ ન મૂકવા દે; માખણ જેવાં કોમળ સુવર્ણકમળો પગલે પગલે ગોઠવે. એ દેવોએ કે, વીતરાગ ભગવાનને રાગી બનાવાય ?' Page #416 -------------------------------------------------------------------------- ________________ 395' – ૩૧ : સમ્યગ્દર્શન ઉપર મોક્ષનું મંડાણ – 3 – ૩૯૫ સભાઃ એ તો પોતાની ભક્તિ . મારો એ જ મુદ્દો છે. દેવોની આ ભક્તિથી એમના વીતરાગપણામાં ખામી આવે ? નહિ જ. પણ એ દેવોને અટકાવનાર એ વખતે વીસમી સદીના આવા પંડિતો (?) ત્યાં નહોતા; હોત તો જરૂર સત્યાગ્રહ (?) કરત ને ? અને ભગવાનને પણ કહેતા કે, “તમારાથી તો અમે સારા, અમે તો જૂતા પહેરીએ છીએ અને તમે તો સોનાનાં કમળ પર પગ મૂકો છો.' સભાઃ એવા શાઠયાગ્રહીઓને દેવતાઓ ઊંચકીને ક્યાંય ફેંકી દેત ! પણ ભાગ્યશાળીઓ ! એમ બોલવાને કશું જ કારણ નથી. કારણ કે, આવા હીણકર્મીની દૃષ્ટિએ ભગવાન પડે પણ નહિ અને પડે તો ત્યાં જેવું તેવું બોલવાની હિંમત પણ તેવાઓની ચાલે નહિ ! એ તારકના અતિશયો કેવા ? એ તારકની એક-એક ચીજ જોઈ ભવ્ય લોકો ધર્મ પામે; એ તારકની કાયા અને એ તારકનાં સમવસરણાદિ જોઈ અનેક યોગ્ય લોકો ધર્મ પામે; ઇંદ્રો, દેવો અને રાજા-મહારાજાઓ પણ એ તારકનાં ચરણોમાં પોતાનું શિર ઝુકાવે; પક્ષીઓ પણ એ તારકને પ્રદક્ષિણા દે; ઋતુ અનુકૂળ; વાયુ અનુકૂળ; જમીનમાંથી પણ સુગંધી બાષ્પ નીકળે; દેવો દોડાદોડ કરે અને માને કે, “જેઓ અહીં જન્મ્યા તેઓને ધન્ય છે ! કે વારંવાર પ્રભુનાં દર્શન કરે; રાજા-મહારાજાઓ પણ વારંવાર તક મેળવી દર્શન કરવા આવે; એ તારકના સમવસરણમાં ત્રણ તો . કિલ્લા હોય; વારંવાર ઇદ્રો આવીને હાથ જોડી જોડીને ઊભા રહે; ઓછામાં ઓછા ક્રોડ દેવતા તો એ તારકની સેવામાં હોય જ. શ્રી તીર્થંકરદેવને કેવળજ્ઞાન થયા પછી તેમની સાથે ક્રોડ દેવતાથી ઓછા દેવ તો એક ક્ષણ પણ ન હોય. આ * સ્થિતિ છે, માટે એ તારકના વીતરાગપણામાં ખામી ગણાય ? ના, આવી સમૃદ્ધિમય સામગ્રી મળે, છતાં તેઓને લેશ પણ ઉત્સુક ન જ થાય. લબ્ધિ છતાં તે તરફ વિરક્ત. * પ્રભુ તો વીતરાગ છે, પણ પ્રભુશાસનના લબ્ધિધારી પણ ખાસ શાસનાદિકના હેતુ સિવાય એ લબ્ધિનો કદી ઉપયોગ ન કરે. શક્તિ એવી કે, પાત્રમાં ગમે તે ખરાબ પદાર્થ નાંખો, પણ ઘી, દૂધ કે અમૃત બની જાય. અંગૂઠો પાત્રમાં રાખે તો એ પાત્ર ખાલી જ ન થાય; ગમે તેટલા ખાય તોય ખાલી ન થાય; એમના શરીરને સ્પર્શેલો વાયુ જેને સ્પર્શે એના પણ રોગ મટી જાય. પણ આ લબ્ધિનો પોતાનો કોઈ પણ કારણે એ પોતે કદી ઉપયોગ ન કરે ! સભાઃ એવો દેખાવ પૂરતો પણ લબ્ધિનો ઉપયોગ કરવાનો એક કલાકનો ટાઇમ રાખો, પછી જુઓ કેટલા આવે છે ? Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૯૯ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ 396 આ વાસના એ જ મિથ્યાત્વ છે. ધર્મની આરાધનાના પ્રતાપે ભલે મળે બધું, પણ શાસ્ત્ર કહે છે કે, મેળવવાની ભાવનામાં પડ્યા તો એવા ભ્રષ્ટ થશો કે, પત્તો પણ નહિ લાગે. - સાધુ છકાય જીવના રક્ષક છે, ત્યારે શ્રાવક છકાય જીવના રક્ષણની ભાવનાવાળા હોવા છતાં પણ તેનું રક્ષણ કરી શકતા નથી. એ તો અનિચ્છાએ પણ ઘાતની ક્રિયા કરનારા છે અને એથી જ શ્રાવકને તપાવેલા લોઢાના ગોળા જેવા કહ્યા છે; એ જ્યાં પડે ત્યાં દાહ લગાડે; જ્યાં ગબડે ત્યાં છકાયની વિરાધના કરે; સાધુ એ છકાયના વિરાધકને છકાયની વિરાધનામાં સહાય કેમ કરે ? વારુ ! તમે સારા થઈને કરો શું ? સભાઃ જે કરતા હોય તે. તો સાધુઓ નિમિત્ત નહોતા તે બને ખરા ને ? ભિક્ષાના બેંતાલીસ દોષમાં બધું આવે છે. દરદી ગૃહસ્થની ચિકિત્સા, એ પણ સાધુ માટે દોષ છે. જેને ઘેર જાય એના બાળકને કેમ છે ?' કરી બોલાવવામાં પણ સાધુ માટે શાસ્ત્રમાં દોષ : કહ્યો, કેમ કે, પોતાના બાળકને મહારાજ બોલાવે છે, એવો એ બાળકના બાપને રાગ થાય. એ રાગમાં સાધુનું સ્થાન કાયમી જેવું થાય. સાધુપદનો રાગ તો અનુપમ છે, પણ આ તો પોતાના બાળકને બોલાવ્યો એ માટે થયેલા રાગની વાત છે. સાધુપદનો રાગ તો અસ્થિમજ્જા જોઈએ. શ્રી અરિહંતદેવની ભક્તિ એક જ ધ્યેયથી કે એમના જેવા થવાય. એ તારકે કર્મને હણ્યાં માટે એમની ભક્તિ કરવાની છે. જો બીજી ભાવના આવી તો ખોખાની ભક્તિ થઈ સમજજો. માતા-પિતા શરીરનાં કે આત્માનાં? હું વારંવાર પૂછું છું કે, તમે છોકરાના ખોખાનાં મા-બાપ કે છોકરાના આત્માનાં ? શરીરનાં મા-બાપ તો સિંહ, વાઘ, વરૂ પણ છે, તમે પણ એવાં છો ? સિંહણ પણ શું બચ્ચાંને નથી પાળતી ? પાળે છે ! બચ્ચાંના શરીરને જીભથી ચાટે છે, જીભથી સ્નાન કરાવે છે, ઉછેરે છે, બધું શીખવે છે. તમે પણ જન્મ આપો છો, દૂધ પાઓ છો, “આ મા, આ બાપ, આ સંબંધી, આ પેઢી, આ વેપાર” એ બધું બતાવો છો. હવે તમારામાં અને પશુ મા-બાપમાં ફરક શો ? આત્માના મા-બાપને બાળકની કઈ ચિંતા હોય ? સમ્યગ્દષ્ટિ મા-બાપ ખોખાનાં જ પ્રેમી ન હોય. એ તો એવો હાથ ફેરવે કે, આત્માની શુદ્ધિ કરનારા સંસ્કાર એનામાં પડે. એ મા-બાપ બાળક તરફની Page #418 -------------------------------------------------------------------------- ________________ 397 – ૩૧ : સમ્યગ્દર્શન ઉપર મોક્ષનું મંડાણ - 31 – ૩૯૭ ખોટ સહે; બાળક લાખ બે લાખ ગુમાવે એ સહન કરે, પણ એના પાપને સહન ન કરે. બાળક ભૂખ્યો રહે એનું એવું દુઃખ ન થાય, પણ પૂજા કરવા કે ઉપાશ્રય ન જાય તો બહુ દુઃખ થાય; આજે બધું ઊલટું છે, ત્યાં વાત શી ! સમકિતીની આ દશા હોય? પીઠિકા બાંધવી છે અને મેરૂપર્વત ઊભો કરવો છે, તે કોના પર કરાય ? શ્રીસંઘની ઇચ્છા તો જુદી હોય. આખો સંઘ શ્રી જિનેશ્વરદેવના મોક્ષમાર્ગ માટે તલપાપડ હોય. સંતાનને મોક્ષમાર્ગ મોકલવા ઉત્સુક હોય; એ શ્રીસંઘ, કોઈ મોક્ષમાર્ગે જાય એની આડે આવે ? એને માટે મુદત અને ટાઇમ બાંધે ? એ બધું બતાવે છે કે એવાઓનું સમ્યગ્દર્શન સડી ગયું છે; અને જેનું સમ્યગ્દર્શન સડી ગયું હોય એને સંઘ માને, એનું પણ સમ્યગદર્શન સડી ગયું છે. એટલે કે, એ પણ સડી ગયેલા છે સભાઃ અરે, સડી ગયું શું?- સળગી ગયું છે ? એ બોલું તો વળી ભારે પડે ! આજે બે સ્નેહી ભેગા થાય તો હોટલ, ચાહપાણી, નાટકચેટક, સિનેમાની વાત કરે છે, પણ સામાયિક કરવાની, તત્ત્વગોષ્ઠિ કરવાની, સ્વપરના આત્માની ચિંતા કરવાની પ્રવૃત્તિ કેટલા કરે છે ? આ તો ભાવતાલ પૂછે, છોકરાં-છૈયાનું પૂછે, બહુ તો શરીરનું પૂછે, પણ આત્માનું કોઈ ન પૂછે; આ દશા છે ! મંદિરના ટ્રસ્ટીઓ પણ ભેગા થાય તો મંદિરની આવકની વાત પૂછે !! પણ વ્યવસ્થાની, વિધિ વગેરેની, સગવડ અગવડની, ખામીની, ત્રુટિની વાત ન પૂછે; આ દશા છે !!! જૈનશાસનનાં • ખાતાં એટલે સામાન્ય વસ્તુના વેપાર છે કે ઝવેરાતના ? જ્યાં દરેક વાત તોળી તોળીને કરવાની હોય, જ્યાં અખંડ દયા સાચવવાની હોય, ત્યાં બધી પોલ કેમ ચાલે ? ત્યાં તો આંખમાં તેજ જોઈએ, ઇંદ્રિયોની સાવધતા જોઈએ, ત્યાં 'ગોટાળા-પંચક ન જ ચાલે. અજ્ઞાનીઓના વિરોધ સામે પહાડ જેવા બનો: સભાઃ આપ જેવા પચાસ-સો સાધુ જોઈએ. એ ઠીક છે ! મારી વાત દૂર રાખો, પણ શ્રી જૈનશાસનનો ઉદય સાચા મુનિઓ ઉપર જ છે, પાઘડીના રસિયા પર નથી; પાઘડીવાળા તો એવા દુનિયાદારીના વાતાવરણમાં વીંટાયેલા છે કે કરવા ધારે તોયે ન કરી શકે, એટલે એમને ચેતવવા શાસનના સાચા સેવક એટલે શાસનના જ બની ગયેલા એવા મુનિવરોની ઘણી જરૂર છે. હવે દુનિયા તરફથી દૃષ્ટિને ફેરવો. જિંદગી થોડી રહી Page #419 -------------------------------------------------------------------------- ________________ 398 ૩૯૮ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ છે. દિવસો ગયા તે ગયા. હવે રહેલા દિવસોમાં સાંધો તોયે ઘણું, જેથી અહીં પણ સુખ થાય, પરલોક નિયમા સુધરે અને પરિણામે મોક્ષ નિશ્ચિત બને. ધર્મના પાંચ આશયઃ ૧. પ્રણિધાન, ૨. પ્રવૃત્તિ, ૩. વિધ્વજય, ૪. સિદ્ધિ અને ૫. વિનિયોગ. આ પાંચ ધર્મના આશયો છે. ધર્મ આ આશયમાંથી ઉત્પન્ન થાય, પ્રચાર પામે અને ફળે. કર્તવ્યપણાનો નિશ્ચય તે પ્રણિધાન. “આ જ કર્તવ્ય” એવો અખંડ . વિશ્વાસ તેનું નામ પ્રણિધાન. એ પ્રણિધાન વિના ઇચ્છિત પ્રવૃત્તિ. ન થાય, રત્નત્રયી (સમ્યગદર્શન, સમ્યગુજ્ઞાન અને સુધર્મ) એ જ ઉપાસ્ય. (શ્રી અરિહંત '. એ જ દેવ, નિગ્રંથ એ જ ગુરુ અને શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલો ધર્મ એ જ ધર્મ, એ તત્ત્વત્રયી !) સુદેવ, સુગુરુ, સુધર્મ સવ્ય અને સમ્યગદર્શન, જ્ઞાન અને . ચારિત્ર એ જ લેવા લાયક તથા સંસાર છોડવા લાયક, એવો નિશ્ચય એ જ. પ્રણિધાન. એ દેવ; ગુરુ; ધર્મને સેવતાં બધું જાય તોયે સમ્યગુદૃષ્ટિને મૂંઝવણ ન થાય, પણ અશુભોદયે જાય તોય એ તો માને કે, “જવાનું હતું તે ગયું, મારું હોત ... તો ન જાત” - આ પ્રણિધાન છે. પ્રણિધાન આવે તો જ શુભ પ્રવૃત્તિ સાચા સ્વરૂપે આવે. પ્રણિધાન નથી એટલે જ શુભ પ્રવૃત્તિ પકડાતી નથી. આમ કરું અને આમ થાય તો ?' એમ થયા જ કરે, એટલે પ્રવૃત્તિ ન થાય.શ્રી તીર્થંકરદેવ જેવા પણ સંયમ લેવા નીકળે, એ વખતે એ તારકનાં કુટુંબીઓ પણ રડે છે; છતાંય ભગવાન માને છે કે, એ તો રોવાના એ નિશ્ચિત છે. મોહનો ત્યાગી નીકળે એટલે રાગી રડે જ; મરનાર મરે એટલે પાછળનાં અજ્ઞાનો પોક મૂકે જ, એ નિશ્ચિત જ છે. આયુષ્ય પૂરું થાય એ મરે, એ જેમ નિશ્ચિત છે તેમ પાછળનાં અજ્ઞાની રોવાનાં, એ પણ નિશ્ચિત છે. આથી ત્યાગની પાછળ રાગી રડે એ કાંઈ નવું નથી પણ જૂનું છે; ક્યારથી ? ત્યાગ જન્મ્યો ત્યારથી ! સભા અત્યારે તો રાગી ન હોય તે પણ રડે છે. એ તો ભયંકર રાગી છે, એ તો કર્મને વધારેમાં વધારે આધીન છે. વળી ઉપરથી પાછા એ ભયંકર અજ્ઞાની આત્માઓ કહે છે કે કલેશ શા ? અરે ભાઈ! સંયમ પાછળ અજ્ઞાન રાગીઓના કલેશ તો સરજાયેલા જ છે. જેમ જન્મની સાથે જ મરણ, કાયાની સાથે જ રોગ, યૌવન પાછળ વૃદ્ધાવસ્થા અને આવકની સાથે જ જાવક; તેમ ત્યાગી જાય ત્યાં અજ્ઞાન રાગી રડે જ, એમાં નવું શું ? • થિ-પ્રવૃત્તિ-વિખવ-સિદ્ધિ-વિનિયોગમેવત: પ્રાયઃ ઘર્મરાધ્યાતિઃ શુભાશય: પન્થયાત્રવિધ પાદ્દા - ષોડશક પ્રકરણ, ષોડશક-૩ Page #420 -------------------------------------------------------------------------- ________________ ૩૧ : સમ્યગ્દર્શન ઉપર મોક્ષનું મંડાણ - 31 એક રડે, એક હસે અને ત્રીજો કહે કે, ‘આ જ આને રોવડાવે છે’ એ ...વાજબી છે ? પેલો કહે કે, ‘વાત સાંભળ ! એના રુદનનો હેતુ જો !' તોય પેલો કહે કે, ‘ના ! એ પંચાતમાં હું ન પડું; હું નજરે જોઉં છું ને !' આવાને કેમ પહોંચાય ? 399 ૩૯૯ કહે છે કે, ‘શાહુકાર ભાગ્યો કે નહિ ? મેં નજરે જોયો.’ પણ ‘શા માટે ભાગ્યો ?’ એ વાતને એ લોકો સાંભળે જ નહિ. હવે તો કહે છે કે, ‘શાહુકાર ભાગે શું કરવા ? એને ભય શો ?' એમ કહેનારાઓને પૂછો કે, ‘એને ભય નહિ તો દેવાળીયાને ભય ? એ ન ભાગે અને લૂંટારાઓ આવે તો ! આ બધું એ ઉશ્રૃંખલ વિરોધીઓને જોવું જ નથી. સાધુની ખોટી ખોટી અને બનાવટી વાતો ઘણી કરે; પુરાવો એક પણ મળે નહિ. છતાં પણ કહે છે કે, ‘બાળદીક્ષાના પરિણામે ઘણા ભાગી ગયા;' એવાઓની પાસે દાખલો માંગો તો પ્રાયઃ અપવાદ સિવાય સાચો દાખલો એક પર્ણ નહિ આપે. હું પૂછું કે, ‘છેલ્લાં પચાસ વર્ષમાં બાળદીક્ષિત ભાગ્યાના પાંચ-દસ દાખલા પણ છે ?' એ તો જોવું જ નથી. આ તો ગાયનું ભેંસ તળે અને ભેંસનું ગાય તળે ગોઠવવું છે. નિદાન નથી કરવું એ કેમ ચાલે ? કોઈ લડે કે રડે એથી દીક્ષા બંધ ન કરાય ઃ એક આદીએ સાચી વાત કહી, હવે ખોટાને લહાય લાગે અને બૂમરાણ કરે, એમાં સાચું કહેનારનો ગુનો શો ? શ્રી સર્વજ્ઞ પરમાત્માની દેશનાની ધારા વરસે ત્યારે અનેકને રાગનાં બંધન ત્રુટે અને એને પરિણામે કંઈક સ્નેહાશ્રુઓની સરિતાઓ વહે, અર્થાત્ આંખમાંથી આંસુઓ ખરે ! હવે કોઈ કહે કે, ‘ભગવાન આવ્યા, એમનો અતિશય તો શાંતિનો, પણ ઘેર ઘેર અશાંતિ કરાવી.' તો એ સાચો છે ? પૂર્વે આચાર્યો ઉદ્યાનમાં આવતા, આખી નગરીના લોકો સાંભળવા આવતા, હજારો આત્માઓ ધર્મ પામતા અને સર્વવિરતિધર પણ બનતા, ત્યારે કોઈ રોતા નહિ હોય કેમ ? પોતાના સ્વાર્થ માટે જાય માટે એ રાગીઓ રડે છે, એથી કાંઈ દીક્ષા રુદનનું કારણ નથી જ સાબિત થતું; છતાંય એમ કહેનારાઓને પૂછો કે, દીક્ષા ન હોય તો રોવાનું ખાતું બંધ થાય ? મુંબઈમાં હાલ દીક્ષા નથી, શું કોઈ રોતું નથી ? અરે ઘણાય ! આ સંસારમાં રોવાનું, મારામારીનું અને નાશનું ખાતું તો ચાલુ જ છે. પૈસા માટે, આબરૂ માટે, નામના માટે કેટલાય લોકો લડે છે. સ્વાર્થ માટે બાપ-દીકરો પણ જુદા, એ દશા આજે છે. હવે તો ચૂલા પણ જુદા થયા છે. દુનિયામાં બે સામે ભટકાય કે કજિયો થાય, કોર્ટે જાય અને બધું થાય; દુનિયામાં બેની લડાઈ છે. દીક્ષા લેવા જાય ત્યાં લડાઈ એકની છે અને તે પણ અમુક Page #421 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ વખતની. સામે લડનાર હોય તો લડાઈ આગળ ચાલે ને ? દુનિયામાં બેની લડાઈ ચાલુ છે, જ્યારે દીક્ષામાં થાય તો એકની લડાઈ થાય અને તે પણ થોડા વખતની કે જેથી કાયમની લડાઈ મટે, તો એમાં ખોટું પણ શું છે ? ઘણા બાપદીકરામાં પણ ધમાધમી થાય, પણ ત્યાં કોઈ સમજાવવા ન જાય; એ વાત છાપાની કૉલમમાં ન આવે; પણ એક ભાગ્યવાન ત્યાગ લે તો બુદ્ધિના નિધાનો લખે કે, ‘દીક્ષાના અખાડાનો પહેલવાન નીકળ્યો.' સાવચેત રહો : જરા શબ્દો તો વાંચો, ‘દીક્ષા એ તો ખપ્પર અને સાધુ એ તો દીક્ષાનો ડાકૂ !' આ કઈ દશા ? આથી કહું છું કે, ‘અહીં કાયમી આવનારા, સાંભળનારા અને હાજી કરનારાની દૃષ્ટિ એક થવી જોઈએ.’ ૪૦૦ 400 સભા કેટલાક સાધુ પણ એવામાં ભળ્યા છે, તો એવાઓનો સંગ પણ ને જોઈએ ને ? ગાંડાના સંગનો રંગ ન જ થવો જોઈએ. આપણો મુદ્દો એ છે કે, ઘર સાફ રાખવા માટે સાવરણી ફેરવવી પડે; પછી તે ગમે તેવી સુઘડ સ્ત્રી હોય ! ગમે તેવું સ્વચ્છ મકાન હોય તો પણ જો ચાર દિવસ સાવરણી ન ફરે તો મકાનમાં ધૂળ પડે; માટે આપણું કામ એ જ કે રોજ સાવરણી ફેરવી નાંખવી અને પડેલો કચરો સાફ કરી નાંખવો. પરસ્પરના આત્માની ચિંતા કરો. સાવરણી ફેરવવા સિવાય બીજી પંચાતમાં પડવું નહિ. પરસ્પરના આત્માની ચિંતા કરો : તમે દૃષ્ટિ ફેરવો. પરસ્પર શરીરના માલિક ન બનો, પણ આત્માના માલિક બનો. પતિ પત્નીના આત્માની, પત્ની પતિના આત્માની, બાપ દીકરાના આત્માની તથા દીકરો બાપના આત્માની, શેઠ નોકરના આત્માની તથા નોકર શેઠના આત્માની, એમ પરસ્પર આત્માની ચિંતા કરે, તો પરિણામ જરૂર સુંદર આવે. ઘરનો માલિક બહાર જાય ત્યારે સ્ત્રી કહે કે, ‘ગૃહસ્થ છીએ માટે જરૂર છે, પણ ‘આટલું’ તો જોઈએ જ એ ભાવના ન રાખતા. જે મળશે તેમાં નભાવશું પણ પ્રપંચ, પાપ, અનીતિ, જૂઠ ન કરતા; અધર્મ ન આચરતા - તો જનાર પણ કંપે. એનાથી અયોગ્ય કામ થયું છે તો ઘરમાં પેસતાં મૂંઝવણ થાય; પણ આ જ તો ખોખાનો પ્રેમ છે, દુનિયાના પદાર્થોનો પ્રેમ છે, પણ આત્મા ને આત્માનો પ્રેમ નથી; માટે જે આ કહું છું તે મનમાં ઊતરતું નથી. તમે બધું તજી ન શકો એ નભે, પણ બહારના પદાર્થના સેવક બનવાનીભાવના માટે આત્માની સેવક ન બનવાની ભાવના, એ ન ચાલે. ઘરમાં પરસ્પર આ રિવાજ ચાલુ થાય, પરસ્પર આત્માની ચિંતા રખાય તો પલટો આવે. પણ Page #422 -------------------------------------------------------------------------- ________________ ૬ : સમ્યગ્દર્શન ઉપર મોક્ષનું મંડાણ – 31 ૪૦૧ મહેનત ચાલુ છે ? નહિ જ. મારે આ કરવું છે, માટે તમારો સાથ માંગું છું. આ વિચાર માટે અમુક ટાઇમ રાખો. આ બધું પ્રણિધાન નિશ્ચિત થાય, તો આપોઆપ આગમવિહિત સુંદર પ્રવૃત્તિઓ થાય. 401 શ્રી જિનેશ્વ૨દેવના મંદિરે જવાનું શ્રાવકના બાળકને કહેવું પડે ? નહિ જ, કારણ કે, એ તો એના ઘરના સંસ્કાર જ હોય. પ્રવૃત્તિ આવે એટલે વિઘ્નના સમૂહ તો આવે, પણ જેઓ એ વિઘ્નોમાં ન મુંઝાય, એટલું જ નહિ પણ સામે થઈ એ વિઘ્નોને જેઓ જીતે, તેઓ સિદ્ધિ સાધે અને એનો યોગ્ય આત્મામાં વિનિયોગ પણ કરે. પરંતુ, પ્રણિધાન જ મુશ્કેલ છે; પ્રવૃત્તિ એથીય મુશ્કેલ; અને એમાં ટકવું એથીયે મુશ્કેલ છે. અહીંથી જ ઘણા જીવો પાછા વળે છે. મંદિરે જતાં કોઈ જેરા ટકટક કરે કે મનને થાય કે, ‘આ શી ટકટક ! આત્મામાં દેવ છે જ ને !' એ આત્મામાં દેવ ચાર દિવસ રહે. પાંચમે દિવસે દેવ બહાર નીકળે અને છà દિવસે એ પણ પેલા બધા જેવો થાય. સાસુ-વહુનો વ્યવહાર જૂનાં ડોસી-ડોસા જે કરે તે દીકરા-વહુમાં આવે; એ પરંપરા. એ જૂના અને અનુભવી કહે કે, ‘ધર્મ સાચો, પણ અત્યારે તારે હોય ? એ તો અમારે !’ પેલા પણ એમ સમજે અને એ મોટા થાય ત્યારે એમનાં વહુ-સંતાનને એમ જ કહે . હવે એ ડોસીઓ ધર્મ શો કરે ? આખો દિવસ વાતોનું પીંજણ કરે. વહુ પણ એને ધર્મ માને, વહુ પણ એ જ આચરે, સાસુ વહુનું જુએ શું ? બોલી કેમ ? ચાલી કેમ ? અને મૂક્યું કેમ ?’ આવી આવી ભૂલો કાઢે. પેલી પણ પછી નક્કી કરે કે, ‘મારે હવે અહીં જ મૂકવું !' પછી થાય ટપાટપ એટલે ગમે તેવા વિનિત દીકરાને પણ જુદા રહેવું પડે, અગર ડોસીને જુદાં રાખવાં પડે. આ દશામાં ધર્મ શી રીતે થાય ? એક બાજુ મા આવી ધાંધલ કરે, બીજી બાજુ વહુ રૂએ; માણસ કરે શું ? આથી ધર્મી કુળની વૃદ્ધાઓએ નવા આવનારને પોતાનાં માનવાં જોઈએ. આ તો ‘બસ મારું કેમ ન માને ?’ આ ભાવના છે. ‘બસ દેરે નહિ જવાય' એમ પણ કહી દે ! જો દેરે ઉપાશ્રયે જવા દે, તો જ્યારે જ્યારે સાસુ ગરમ થાય ત્યારે ત્યારે ધર્મી વહુ નરમ થાય; કેમ કે, સમજે છે કે કષાય થઈ જાય પણ નરમ થવું જોઈએ, કષાય વધા૨વો નહિ; પણ આ તો જવા ન દે. એટલે રહે ઘરમાં, થાય ટપાટપ, પછી સંસ્કાર કયા પડે ? ડાહી વહુ તો કહી દે કે, ‘ધર્મક્રિયામાં આડે આવનારી આજ્ઞા નહિ માનું, અમુક ચીજ ખાવાની ના પાડશો તો નહિ ખાઉં, કામ જેટલું કહેશો તેટલું કરીશ. પણ ધર્મક્રિયા તો કરવાની અને મંદિરે તથા ઉપાશ્રયે તો જવાની !' Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ આથી કહું છું કે, સાસુ વહુ-સહુ પરસ્પર પોતાની ફરજ સમજે તો બાળકમાં સુંદર સંસ્કાર આવે અને વાતાવરણ ધર્મમય બને. પણ આજે તો આત્માની, આત્માના હિતની કોઈને પડી નથી. બધાને શરીરની અને સુખની પડી છે. ગુણ વિનાના અલંકાર દુઃખદાયી છે. ગુણ એ જ સાચા અલંકાર છે, શીલ હોય તો અલંકાર દીપે છે, અલંકાર વિના પણ શીલવતી શોભે છે, શીલ એ જ પરમ અલંકાર છે, શીલ વિનાની સ્ત્રીના અલંકાર તો એને ગાળો દેવરાવે; જે હોય તે કહે કે, ‘ઓળખી એને તો !’ 402 આ બધી વાત સમ્યગ્દર્શનને અંગે ચાલે છે. એ શ્રીસંઘરૂપ મેરૂની પીઠિકા છે. એ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. દૃઢ ક્યારે બને ? પાંચ દોષ ન હોય તો. પાંચ દોષો કયા ? ૧. શંકા, ૨. કાંક્ષા, ૩. વિચિકિત્સા, ૪. મિથ્યામતિ ગુણવર્ણન અને ૫. મિથ્યામતિ પરિચય. આ પાંચ દોષો ન હોય તો સમ્યગ્દર્શનરૂપ પીઠિકા દઢ થાય. ܀ મોહનુંનૃત્યઃ અર્થને અને કામને હિતકર પુરુષાર્થ તરીકે માનનારા આત્માઓ, ધોર મિથ્યાત્વથીરિબાતા હોઈ,ક્ષમાદિગુણોની સાચી કિંમત સમજી શકતા નથી.એવા આત્માઓમાં દેખાતા ક્ષમા આદિ ગુણોપણ ગુ રૂપ નથી હોતા,પણા પ્રાય:દોષરૂપ જ હોય છે. ગુણોનું પરિણામ ગુણરૂપ લાવવાને માટે,મિથ્યાત્વની મન્દતા અને સમ્યક્ત્વની સન્મુખતા આવશ્યકછે.તત્વદૃષ્ટિ આવવા માટે આ બંને વસ્તુઓ ઘણી જરૂરી છે.જેઓમિથ્યાત્વના અને સમ્યક્ત્વના ભાવને જાણવાને માટે ઉદ્યમી નથી બનતા અને એ શબ્દોની ઠેકડી કરવામાં જ આનંદ માનેછે,તેવા આત્માઓકદીપણ મિથ્યાત્વની મંદતાને અને સમ્યક્ત્વની સન્મુખતાને પામી શકતા નથી.મિથ્યાત્વ એ એક ભયંકર જાતનો દોષ છે,જ્યારે સમ્યક્ત્વ આત્માનો એક અનુપમ કોટિનો ગુણા છે.મિથ્યાત્વનામનાભયંકર દોષની મંદ અવસ્થામાં અને સમ્યક્ત્વગુણની સન્મુખ અવસ્થામાં,ક્ષમાદિ ગુણો ખૂબ જ હિતકર નીવડે છે.મિથ્યાત્વની ગાઢતામાં ક્ષમાદિ ગુણોનું વાસ્તવિક દર્શન શકય નથી, પડ઼ા એ ગુણોનું દર્શન એ પા મોહનૃત્ય છે. મોઢના નાચમાં મોટાઈ માનનારાઓને ગુડ઼ાસંપન્ન માનવા એ પા કારમાં મિથ્યાત્વનું પ્રદર્શન છે. અવિર્ણત આદિને વઘારનારી પ્રવૃત્તિઓમાં સ્વપરનાહિતની વાતો કરવી, એના જેવુંમિથ્યાત્વનું એક પણ કારમું નૃત્ય નથી. આ વસ્તુને સમજ્યા વિના,રત્નરૂપ ક્ષમાદિ ગુણોની પ્રાપ્તિ શક્ય જ નથી. | એક જાતનું Page #424 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ઃ સમકિત-દૂષણ પરિહરો ! 32 વીર સં. ૨૪૫૬, વિ.સં. ૧૯૮૬, પોષ વદ-૧ બુધવાર, તા. ૧૫-૧-૧૯૩૦ • સમ્યગ્દર્શનને ઢીલું પાડનાર પાંચ દોષો : • પ્રથમ દોષ શંકા : • બધેય યુક્તિ ન હોય, આગમ ઉપર શ્રદ્ધા કેળવો ! • જોયેલું અને જાણેલું બધું જ કહી શકાતું નથી : સમાનતા મનાવવા કરતાં સમાનતા કેળવતાં શીખો ! વિશ્વની આદિ અને અનંતજ્ઞાની : . • સમાનતા મોક્ષમાં જ : . શાસ્ત્રોને કસવા ગમે તેવી બુદ્ધિ ના ચાલે : સમ્યગ્દર્શનને ઢીલું પાડનાર પાંચ દોષોઃ સૂત્રકારમહર્ષિ શ્રીદેવવાચક ક્ષમાશ્રમણજીએ, શ્રીસંઘની સ્તવના નગરાદિ સાત રૂપકોથી કરી. હવે શ્રી મેરૂના રૂપકની સ્તુતિ કરે છે. મેરૂની પીઠ વજરત્નની છે અને તે દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે; તેમ શ્રીસંઘરૂપ મેરૂની પણ સમ્યગ્દર્શનરૂપ શ્રેષ્ઠ વજરત્નની પીઠ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. સમ્યગ્દર્શનને પીઠ કહી, કારણ કે, એ મોક્ષનું મુખ્ય અંગ છે; એના | વિના આત્માની મુક્તિ કદી જ ન થાય, કારણ કે, એના વિનાનું જ્ઞાન એ અજ્ઞાન બને છે અને ગમે તેવું ચારિત્ર એ પણ કાયકષ્ટરૂપ છે. પીઠમાં પરતીર્થિક વાસનારૂપ પાણી ન પેસે તો તેની દઢતા રહે અને દોષારૂપ પોલાણ ન હોય તો પાણી ન પેસે. શ્રીસંઘરૂપ મેરૂ પર્વતની સમ્યકત્વ પીઠિકામાં પોલાણ કરનારા દોષો પાંચ છે. ૧. શંકા “સેવે ગુસંમિ તને, અસ્થિ નવસ્થિત્તિ-સંસાનો સંવા ” કેવળજ્ઞાને કરીને લોકાલોકને જાણનાર, રાગ, દ્વેષ અને મોહનો સર્વથા નાશ કરનાર અને અભુત અર્થના કહેનાર શુદ્ધ દેવ; પાંચ મહાવ્રતોને ધરનાર, શત્રુ અને મિત્ર પ્રત્યે સમાનવૃત્તિને સેવનારા અને સદ્ધર્મનો ઉપદેશ Page #425 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ આપના૨ ધર્માચાર્યરૂપ શુદ્ધ ગુરુ તથા જીવ, અજીવ આદિ નવે પદાર્થોનું નિરૂપણ ક૨ના૨, સઘળાય સુનયોનો પોતામાં સમાવેશ કરનાર શ્રી અરિહંતદેવોએ ફરમાવેલા ધર્મરૂપ તત્ત્વમાં ‘અષ્ણિ’ છે યા ‘દાષ્ટિ’ નથી, એ પ્રકારે સંદેહને વહન કરનારી જે બુદ્ધિ, તેનું નામ શંકા.' ૨. કાંક્ષા : “વા ઝુમવામિનાસા, વિશુળનેસવંસળઓ " ‘દયાદિક ગુણોના લેશનાં દર્શનથી કુમતની અભિલાષા, તેનું નામ કાંક્ષા.’ ૩. વિચિકિત્સા : ૪૦૪ 404 वितिगिच्छा सफलं पइ संदेहो मुणिजण म्मि उदुगंछा ।। ‘શ્રી જિનેશ્વરદેવના વચનની આરાધનાના ફળ પ્રત્યે સંદેહ, તેનું નામ વિચિકિત્સા અથવા મુનિજનો વિષેની જુગુપ્સા એટલે કે, આ મુનિઓ આવા મલમલિન રહે છે, એના કરતાં અચિત્ત જળથી સ્નાન કરે તો દોષ લાગી જાય ? એવી જે વિચારણા, તેનું નામ વિચિકિત્સા.' ૪. મિથ્યામતિની પ્રશંસા : “મુળત્તિળું પસંસા” ‘મિથ્યામતિ આત્માઓના જ્ઞાનાદિક ગુણોનું કીર્તન, તેનું નામ મિથ્યાદૃષ્ટિ પ્રશંસા.' ૫. મિથ્યામતિઓનો પરિચય : “ષિવરાં તુ સંથવાં” ‘મિથ્યામતિઓ સાથે વસવાથી અને પરસ્પર આલાપાદિકથી જે પરિચય ક૨વો, તેનું નામ મિથ્યામતિનો પરિચય.' આ પાંચેય સમ્યક્ત્વને દૂષિત કરનાર દોષો છે, માટે અવશ્યમેવ વર્લ્ડવા યોગ્ય છે. જો આ દોષોને વર્જવામાં ન આવે, તો જરૂર તે દોષો શ્રીસંઘરૂપ મેરૂપર્વતની સમ્યગ્દર્શનરૂપ શ્રેષ્ઠ વજ્રરત્નની પીઠિકાને પોલી કર્યા વિના રહે નહિ. એ દોષથી જો પીઠિકા પોલી થાય, તો તેમાં કુતીર્થીઓની વાસનારૂપ પાણી ગયા વિના રહે જ નહિ; અને જો તેમ થાય તો જરૂ૨ એ પીઠિકા ચલાયમાન થયા વિના પણ રહે નહિ; માટે જરૂર એ દોષોથી બચવું જ જોઈએ. Page #426 -------------------------------------------------------------------------- ________________ 405 – – ૩૨ ઃ સમકિત-દૂષણ પરિહરો ! - 32 – ૪૦૫ પ્રથમ દોષ શંકા : આ પાંચે દોષોમાં પ્રથમ દોષ શંકા છે. એ શંકાથી બચવા માટે કલ્યાણના અર્થીએ ખાસ પ્રયત્નશીલ રહેવું જોઈએ. અનંતજ્ઞાનીઓએ ફરમાવેલી સઘળી જ વસ્તુમાં આત્માને નિઃશંક બનાવવો જોઈએ; કારણ કે, તેમ કર્યા વિના સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને અતીન્દ્રિય તથા કેવળ આગમગમ્ય જ પદાર્થોમાં આત્મશક્તિ થયા વિના રહે તેમ નથી અને એક પણ વસ્તુમાં શંકા, એ આત્મકલ્યાણની સાધનામાં પરમ સાધનરૂપ સમ્યગ્દર્શનને મલિન કર્યા વિના રહે તેમ નથી. આ વાત જરૂર સંભવિત છે કે, શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલી ઘણી વાતોને સમજવા માટે શંકા કરવી પડે, આ રીતે સમજવા માટે કરેલી શંકા જિજ્ઞાસારૂપ હોવાથી એ દોષરૂપ નથી; પણ તે શંકા દોષરૂપ છે કે, જે શંકા શ્રી જિનેશ્વરદેવોના વચનમાં જ આત્માને શંકિત બનાવે; આથી કોઈપણ ભોગે કલ્યાણના અર્થી આત્માઓએ પોતાના આત્માને એવી સ્થિતિમાં ન જ મૂકવા જોઈએ, કે જેથી પોતાનો આત્મા, એક તો ઉપકારી અને અસત્યના કારણરૂપ રાગાદિક સઘળાયે દોષોને સંપૂર્ણતયા નાશ કરનારા શ્રી જિનેશ્વરદેવોનાં વચનોમાં શંકિત થઈ જાય. શ્રી જિનેશ્વરદેવોમાં શંકિત ન થવાય તેવું ત્યારે જ બને, કે જ્યારે અનંતજ્ઞાની શ્રી જિનેશ્વરદેવો પ્રત્યે સંપૂર્ણ વિશ્વાસ ઉત્પન્ન થઈ જાય ! એનું કારણ એ છે કે, કોઈપણ છદ્મસ્થ આત્માને અનંતજ્ઞાનીઓએ ફરમાવેલી દરેક • વસ્તુ પ્રત્યક્ષ થઈ શકતી જ નથી માટે જે આત્માઓ પ્રત્યક્ષ સિવાયની વસ્તુ માને નહિ, એટલું જ નહિ પણ જે આત્માઓની પાસે આગમોને અનુસરતી યુક્તિઓ સમજવાની પણ બુદ્ધિ ન હોય અને તે છતાંય પોતાને બુદ્ધિસંપન્ન અને વિચક્ષણ માનતા હોય, તેવાઓને જરૂર જ શંકાઓ ઊભી થયા કરે અને પછી એ શંકા જો ચાલુ ને ચાલુ જ રહે, તો પરિણામ એ જ આવે કે, “બુદ્ધિમાં ન ઊતરે એ સંભવે જ કેમ ?” આ માન્યતા થાય; એ જ શંકા. શંકા થાય એટલે મિથ્યાત્વ આવે, પછી એ વચન પ્રત્યે સભાવ ન જાગે અને સંભાવના અભાવે “સમજાય નહિ, હૃદયમાં ઊતરે નહિ, એ માનવું કઈ રીતે ?' એવો પ્રશ્ન ઉદ્ભવે; પણ મિથ્યાત્વના જોરે તે આત્માઓ એ ન જ વિચારે કે, વ્યવહારમાં પણ નીતિ છે કે, “કોઈ વાત ગળે ન ઊતરે તો પણ ડાહ્યા માણસની સલાહ માનવી.” જ્યારે વ્યવહારમાં સામાન્ય માણસની સલાહ માનવી પડે, તો ધર્મમાં અનંતજ્ઞાની શ્રી જિનેશ્વરદેવોના વચન ઉપર વિશ્વાસ રાખવામાં હાનિ શી ? Page #427 -------------------------------------------------------------------------- ________________ 605 ૪૦ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ – વળી જ્યારે પોતામાં બધું સમજવાની શક્તિ આવશે, ત્યારે તો સાંભળવાની પણ જરૂર રહેવાની નથી; એટલું જ નહિ, પણ તે પછી તો પુસ્તકનો આધાર પણ નહિ જ લેવો પડે; કારણ કે, કેવળ બુદ્ધિપૂર્વક જ બધું જાણી શકવાની તાકાત આવી જાય, તો પછી બીજી વસ્તુની પંચાત જ શી ? પણ એ તાકાત આવે ત્યાં સુધી તો અનંતજ્ઞાનીઓએ ફરમાવેલું માનવું જ, પણ “જે મને ન બેસે તે કેમ જ હોય ?' - એવી શંકા ન જ થાય. અજ્ઞાનીએ સમજવા માટે જિજ્ઞાસારૂપ શંકા જરૂર થાય, કારણ કે, એને બધી વાતો પૂરી ન સમજાય. અજ્ઞાન છે ત્યાં સુધી થોડું સમજાવાનું અને ઘણું સમજવાની બાકી જ રહેવાનું, માટે અનંતજ્ઞાનીઓનાં વચનો પણ “મને બેસે તો . જ માનું'. એવો આગ્રહ ન જ હોય. દુનિયાદારીમાં એ આગ્રહ નથી નભતો. આંખે દેખાતી વસ્તુમાં થતાં ભિન્ન ભિન્ન પરિવર્તનો માનવાં પડે છે, તો અતીન્દ્રિય પદાર્થોમાં ન માનવાનો આગ્રહ કેમ ન હોય ? એક ચીજને આપણે સારી માનીએ અને વૈદ્ય ખોટી કહે; એ શાથી ? આ વસ્તુ ખોટી છે, એ નુકસાન કરનારી છે એ વૈદ્ય સમજે, પણ આપણે ન પણ સમજીએ. જે ચીજ હાથમાં હોય છે, સગી આંખે દેખાય છે, એના ગુણદોષની શક્તિ પારખવાનો આધાર પણ પારકા પર રાખવો પડે, તો જે પદાર્થો દૃષ્ટિમાં પણ ન આવે, તેના ગુણદોષ પારખવાની શક્તિ શી રીતે હોય ? જે ચીજ આંખે દેખાય, ઇન્દ્રિયોને ગ્રાહ્ય છે, તેના ગુણદોષ પણ ઘણીવાર જણાતા નથી, તો અતીન્દ્રિય પદાર્થોનાં સ્વરૂપ શી રીતે દેખાય ? બધી ચીજના ગુણદોષ જાતે જાણીને પછી અમલ કરે, એવો કોઈ પણ દાવો કરી શકે છે ? સુંઠ પિત્ત કરે અને ગોળ કફ કરે, એ શાથી ? કહેવું જ પડશે કે, એના જ્ઞાતાએ કહ્યું એથી ! વળી એ બે ભેગાં થાય તો ઔષધ બને; પણ એ વાત જાણી ક્યાંથી ? પારકાના કહેવાથી જ ને ? સુંઠથી પિત્ત કેમ થાય ? એ પૂછો તો કહેવું પડે કે, વૈદ્ય કહે છે. છદ્મસ્થને છદ્મસ્થપણાના યોગે જિજ્ઞાસારૂપ શંકા જરૂર થાય. પરંતુ તેમાં જો સત્ય સમજવાની બુદ્ધિ હોય અને પ્રભુએ કહ્યું છે તે સાચું જ હોય, એવી શ્રદ્ધા હોય તો વહેલા-મોડા પણ જરૂર સમજાય. સમજદારને શરણે જવું પડે, એ યુક્તિ આપે તે ન જચે તો વારંવાર પૂછવું પડે, સાંભળવું પડે, વિચારવું પડે, મહેનત કરવી પડે, એક-એક વસ્તુ ઘણા દિવસો સુધી નિશ્ચિત કરવી પડે ત્યારે સમજાય. “ક' ને કાનો “કા' અને બે “કા' મળી ‘કાકા’ થાય, પણ એ ઘૂંટ્યું, ગોખ્યું, ત્યારે આવડ્યું કે કેવળ બુદ્ધિથી જ આવડી ગયું? એના ઉપર મહેનત Page #428 -------------------------------------------------------------------------- ________________ 407 ૩૨ : સમકિત-દૂષણ પરિહરો ! - 32 કરી તો આજે પુસ્તક વાંચતા થયા. નાનીશી ભાષાનું જ્ઞાન મેળવવા પણ ઘૂંટવું અને ગોખવું પડે છે, પણ ‘ક’ને કાનો ‘કા’ કેમ ? એ પ્રશ્ન જ ન થાય. શાશ્વત કાળથી એ નિયમ છે, એવું ન માને એ રખડે. પાસે કાનાને બદલે ઉ૫૨ કાનો કરે તો ‘કે’ થાય; કાળીદાસને બદલે કેળીદાસ થાય તો એ નામની ચિઠ્ઠીના પૈસા ન મળે. પોતે ભલે કાળીદાસ વાંચે, પણ દુનિયા ઓછી જ એમ વાંચે ? ૦૨૮ જ્ઞાનીના વચનમાં ન સમજાવાથી શંકા થાય, તો પૂછવા ઇચ્છનારને પૂછવાની તથા ઉત્તરદાતાએ ઉત્તર આપવાની છૂટ છે, પણ ‘એ બને જ કેમ ?’ એમ કહે તો એ શંકા ! મોહના યોગે છદ્મસ્થ આત્માઓને ઘણી વસ્તુ ન સમજાય એ નક્કી છે. અમુક વસ્તુઓ માટે તો વિશ્વાસ રાખ્યા વિના છૂટકો જ નથી; આથી જ સમ્યક્ત્વનું પહેલું દૂષણ શંકા કહી. એનાથી બચવા માટે ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ તો ઘણા જ હૃદયંગમ શબ્દોમાં ફરમાવ્યું કે, બધેય યુક્તિ ન હોય, આગમ ઉપર શ્રદ્ધા કેળવો ! “સમકિત દૂષણ પરિહરો, તેમાં પહેલી છે શંકા રે; તે જિન વચનમાં મત કરો, જેને સમ નૃપ શંકા રે. ૧” ‘રાજા તથા રંક જે તારકની દૃષ્ટિમાં સમાન છે, જે તારકમાં મારાપણાની કે પારકાપણાની બુદ્ધિ નથી, તેવા પરમ તારક ૫રમાત્માના વચનમાં શંકા કરવાનું કાંઈ જ કારણ નથી. ‘પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ' - એ આ શાસનમાં કાયદો છે. જે પુરુષ યોગ્ય છે, તેનું વચન માનવાને હરકત પણ શી ? ‘શાહ’ એ શબ્દથી લાખોના વ્યાપાર ચાલે છે. મોટા વ્યવહાર ચાલે છે. શાહુકારની વાણીમાં પૈસા છે. બીજો ભેગા કરવા માંગે તોયે ન થાય, પણ શાહુકાર તો ક્ષણમાં ધાર્યા ભેગા કરે; એને લોકો આપવા જાય, કેમ કે, એના ઉપર વિશ્વાસ છે. આજના શાહ તરીકે ઓળખાતાઓની આ વાત નથી. આથી અનંતજ્ઞાનીઓના વચન ઉપર વિશ્વાસ રાખ્યે જ છૂટકો; અન્યથા અજ્ઞાનીને શંકા ન થાય એ ન જ બને. જગતમાં એવા ઘણા પદાર્થો છે, કે જે કેવળ આગમગમ્ય હોય છે. યુક્તિગમ્ય પદાર્થો પણ ઘણા છે, પણ કેટલાક પદાર્થો એવા છે કે જેમાં યુક્તિ ન ચાલે. એક રતિભારની ગોળીમાં ક્રોડો વસ્તુઓ જેમ રહી શકે છે તેમ અનંતા આત્મા આ એક શરીરમાં અને તે પણ અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – 408 શરીરમાં જ રહી શકે એ યુક્તિ છે પણ કોઈ કહે કે, આ શરીરમાં અનંતા જીવો છે જ, એમાં યુક્તિ આપો, તો એમાં શું યુક્તિ આપી શકાય ? એમાં ખાસ યુક્તિ શી ? ત્યાં તો મુખ્યતયા આગમ જ પ્રમાણ. કારણ કે, બતાવાય શી રીતે ? . નાનાં કાંકરાના કણિયામાં અનંતા અણુઓ જ નહિ, પણ અનંતા સ્કંધો છે; એને ભાંગો તો ભૂકો થાય, એનો છેલ્લો કણ લો ! તેમાંએ અનંતા સ્કંધો છે; એને બારીક વાટો, એના છેલ્લા કણોમાં અનંતા સ્કંધો છે. એવા ઝીણા અણુઓ દૃષ્ટિમાં લાવવા માંગે તો આવે ? “નજરે ન આવે તો તો ન માનીએ” એમ કહે, તો આ દેખીતો કાંકરો બન્યો ક્યાંથી ? દૃષ્ટિમાં ન આવે છતાં માન્યા વિના રસ્તો નથી. એ અણુઓને અને સ્કંધોને માન્યા વિના ઉપાય નથી; માટે આપણા જ પ્રત્યક્ષ પ્રમાણથી પરીક્ષા કરીએ, તો એ પરીક્ષા પૂરી ન જ થાય. . આગમ સિવાયનાં પણ પ્રમાણો છે; પણ જે પદાર્થો દૃષ્ટિ જ ન આવે, જેનો જગતમાં જોટો ન હોય, એવા પદાર્થો માટે આગમ વિના બીજો કશો આધાર નથી. અમુક દુઃખ આવ્યું તો એમાં અમુક કર્મનો ઉદય છે, એમ બધા કહે છે; પણ કર્મનાં રૂપ-રંગ પૂછો તો કોણ કહેશે ? એના પ્રકાર, રસ વગેરે જાણવા આગમ સિવાય રસ્તો નથી. કોઈ પૂછે છે કે, “બુદ્ધિ ન ચાલે તો માનવું કેમ ? ઉત્તર એક જ કે, “સર્વશે કહ્યું માટે માનવું !” જોયેલું અને જાણેલું બધું જ કહી શકાતું નથીઃ સર્વજ્ઞ ગમે તેવા ઉપકારી હોય, છતાં જે પદાર્થો તમને સર્વજ્ઞ થયા પછી જ જણાય, તે સર્વજ્ઞ થયા પહેલાં તમને શી રીતે બતાવે ? શક્તિસંપન્ન પણ વાણીના વિષયમાં ન આવે તેને કહે શી રીતે ? તમારી ચિંતાના સ્વરૂપને તમે પણ ન સમજી શકો, એ બને છે ને ? “કાંઈક થાય છે' - એ કહો, પણ “શું થાય છે તે સમજાવી નથી શકતા. મોટા મોટા સર્જનો પણ અનેક રોગથી પીડાય, પણ સમજાવી ન શકે એમ બને છે. એક આદમી કહે છે કે, “એક ચિત્ર મેં એવું જોયું કે ત્યાંથી ખસવાનું મન ન થયું.” કોઈ પૂછે કે, “એવું તે શું જોયું ?” કહેવું પડે કે, “એ તો જે જુએ તે જાણે. એ આકર્ષણશક્તિ ગોઠવવાની શક્તિ અને એનું વર્ણન કરવાની શક્તિ મારામાં નથી, માટે જાતે અનુભવ કર.' ત્રણ લોકમાં રહેલા સઘળા પદાર્થો, એના અનંતા ગુણો અને અનંતા પર્યાયો, અનંત ભૂતકાળ, અનંત ભવિષ્યકાળ તથા વર્તમાનકાળના સમયે સમયે પરિવર્તન પામતા ગુણપર્યાયને વિષય કરીને એકી સમયે કેવળજ્ઞાની મહર્ષિઓ જોઈ શકે છે, જાણી શકે છે. એ બધું જ તમારી આગળ કહે શી રીતે ? જ્ઞાન અનંત અને આયુષ્ય સંખ્યાતું; બહુ તો દેશોનકોડ પૂર્વનું; એ કહે શી રીતે ? Page #430 -------------------------------------------------------------------------- ________________ ૪૦૯ 409 – ૩૨ : સમકિત-દૂષણ પરિહરો ! - 32 - જ્ઞાનીને પણ કહેવા યોગ્ય પદાર્થો કરતાં નહિ કહેવા યોગ્ય પદાર્થો અનંતગુણા છે. અનંત આંકડા ગણવા આયુષ્ય કેટલું જોઈએ ? એક, બે, એમ આંકડા ક્રમસર ગણાય ને ? એક મિનિટમાં સાઠ શબ્દ બોલે, બહુ ઝડપ હોય તો સો બોલે, ચૌદપૂર્વી ઘણા બોલે, પણ કેટલા ? અક્ષર એક અને અર્થ અનંતા ! આ એક ગાથા કેવળજ્ઞાની કહેવા બેસે, તો જિંદગીઓ પૂરી થાય; કારણ કે, અનંત જ્ઞાનીની સીમા નથી બાંધી શકતી. વસ્તુ હોય પણ વાણીના વિષયમાં ન આવે, એ કહેવાય શી રીતે ? એ લોકો કહે છે કે, “અનંતજ્ઞાની તે કહેવાય કે, જે બધું મોઢે કહી બતાવે!” કહું છું કે, “બધું કહી બતાવવાનો ડોળ કરે, એ તો મહાઅજ્ઞાની !” અનંતજ્ઞાની તો કહે છે કે, “વાણીમાં ન આવે તેવું હોય તેને કહેવાય જ નહિ.' વાણીમાં આવે તેમાં પણ જે યોગ્ય હોય તે કહીને એ ઉપકાર કરે. શાસ્ત્ર કહે છે કે, જેમ જ્ઞાન વધે તેમ વાણી ઉપર અંકુશ આવે. જ્ઞાનીઓ કાંઈ અગડ-બગડવાદીની માફક ઓછા જ ગમે તેમ બોલે ? એલ-ફેલ કોણ લવે ? જે ઉન્મત્ત હોય તે જ; સમજદાર તો ગણી ગણીને બોલે. મનફાવતું તો બધા લવે, પણ એ કાંઈ જ્ઞાની નથી. અનંતજ્ઞાનીના જ્ઞાનમાં આવતી વસ્તુ શબ્દથી કહેવાય શી રીતે ? શ્રી અરિહંતદેવનું પૂરું સ્વરૂપ કોઈ કહી શકે ? નહિ જ, કારણ કે, જેના ગુણ ગણી જ ન શકાય, તે કહેવાય પણ શી રીતે ? • તમે સાંભળ્યું છે ને કે, જે લોકો ભગવાન શ્રી મહાવીરદેવને દર્શનવંદન કરીને આવ્યા, તેમને શ્રી ઇંદ્રભૂતિજીએ પૂછ્યું કે, “મહાવીર કેવા છે?” ત્યારે એ લોકોએ શું કહ્યું હતું ? એ વાત શ્રી કલ્પસૂત્રમાં આવે છે, પણ યાદ રાખો તો ને ? એ લોકોએ શ્રી ઇંદ્રભૂતિજીને કહ્યું છે કે - यदि त्रिकोली गणनापरा स्यात्, तस्याः समाप्तिर्यदि नायुषः स्यात् । पारे परार्थं गणितं यदि स्यात्. गमेयनिःशेषगुणोऽपि स स्यात् ।।१।। જો ત્રણેય લોક, તે પરમપુરુષના ગુણો ગણવામાં તત્પર થાય, ગુણ ગણવામાં તત્પર થયેલ તે ત્રણેય લોકનું આયુષ્ય જો પૂર્ણ ન થાય અને ગણિત જો પરાર્ધથીય અધિક હોય, તો જ તે પરમ તારકના સઘળાય ગુણો ગણી શકાય તેમ છે; અર્થાત્ એ પરમ તારકના તે ગુણો કોઈથી કોઈપણ રીતે ગણી શકાય તેમ નથી, કારણ કે, નથી તો કોઈ અનંત આયુષ્યને ધરનાર કે નથી તો તે ગુણો ગણવા માટેનું ગણિત !' Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ 410 આવી અપૂર્વ વાતો, નથી તો કાળજીપૂર્વક સાંભળતા, કે નથી તો સાંભળેલી વાતો વિચારતા, એની જ આજે આ દશા છે. ભણવું નહિ અને ભણવું તો ગણવું નહિ, ત્યાં થાય શું? વળી, બુદ્ધિહીન ન સમજી શકે એથી કાંઈ જ્ઞાનીના વચન ખોટાં ઓછાં ન થાય ? સમાનતા મનાવવા કરતાં સમાનતા કેળવતાં શીખો ! ભયંકર અજ્ઞાનતાના યોગે સમાનવાદની લતે ચડેલા લોકો આજે કહે છે : કે, “બધા સમાન જોઈએ;' એક શેઠ અને એક સામાન્ય એમ ન જોઈએ; આવાઓની સામે અમે પણ કહીએ છીએ કે, “ન જોઈએ પણ થાય શું ? કોઈ , સુખી, કોઈ દુઃખી, કોઈ ઊંચો, કોઈ નીચો, કોઈ કાળો, કોઈ ધોળો, કોઈ • મનુષ્ય, કોઈ તીર્થંચ, એ ભેદ તો નજરે દેખાય છે ત્યાં શું ?' બધા વિદ્વાન થાય એ ઇચ્છીએ, પણ ભણેલા થોડા જ અને અભણ ઘણા હોય છે, સીધું ભણેલા કરતાં વાંકું ભણેલા ઘણા; સીધું ભણેલામાંયે બોલનાર થોડા અને મૂંગા ઘણા. આવી સ્થિતિવાળા સંસારમાં સમાનતા સંભવે જ કેમ ? આથી જ શાસ્ત્ર કહે છે કે, “સમાનતા તો સિદ્ધના જીવોમાં છે.' સમાનતાની લતે ચડેલા કર્મની થીયરી, આત્માનું સ્વરૂપ, પુણ્ય-પાપનો વિચાર અને આ લોક તથા પરલોકની ક્રિયા વગેરે વિચારવાનું ભૂલી ગયા છે. નહિ તો એવી ભાવના જન્મે જ નહિ. કોઈ પાંચ વર્ષે મરે છે, કોઈ પચાસ વર્ષે મરે અને એથી પણ અધિક ઉમરનો થઈને મરે છે, કોઈ ગર્ભમાં મરે છે તો શું ત્યાં કાંઈ થઈ શકે તેમ છે ? સભાઃ પૈસામાં સમાનતા માંગે છે. દુનિયાની લક્ષ્મી ભેગી કરી સરખે ભાગે વહેંચી નાખવા ઇચ્છે છે એમ ને? શું એ શક્ય છે? માનો કે, શક્ય છે, પણ વહેંચી અને ખિસું કપાઈ ગયું તો ? પડી ગયા તો ? એને આપેલું એની પાસે રહેશે જ એવો નિયમ છે ? ખરેખર, આજનો સમાનતાવાદ એ પણ એક લત છે. અમુક આદમી અજ્ઞાનના વેગે ચડી અમુક શબ્દને પકડી બેઠા છે, એટલે પોતાની જાતનું પણ ભાન ભૂલ્યા છે. પોતે વક્તા અને બીજા શ્રોતા ત્યાં ક્યાં સમાનતા છે? સમાનતાના વાદથી શ્રોતાઓ કહે કે, “જેમ તું ઊભો થઈને બોલે છે, તેમ અમને બોલતા બનાવ’ - તો શું થાય ? આત્મા પોતાના ધર્મો સમાન એમ કહે તો કબૂલ. કેમ કે, દરેક આત્મામાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય સત્તામાં છે, પણ અત્યારે એ બધામાં પ્રગટ છે એમ મનાય? અને જો મનાય તો એક ધડાકો થાય છે, એટલામાં અનંતવીર્ય ક્યાં ચાલ્યું જાય છે ? ધડાકાની સાથે જ બધા નાસી જાય છે ને ? Page #432 -------------------------------------------------------------------------- ________________ 411 - ૩૨ : સમકિત-દૂષણ પરિહરો ! - 32 – – ૪૧૧ ભગવાન શ્રી મહાવીરદેવને ઘણા ઉપસર્ગ આવ્યા, પણ તે તારક પાછા હક્યા? નહિ અને બાકીના ઘણા હઠી જનારા હોવા છતાં, બધાંયમાં આવિર્ભાવે પણ સમાનતા મનાવવા કરતાં સમાનતા ખીલવવાના પ્રયત્નો કરવા જોઈએ; અને સમાનતાની શક્તિ પ્રગટાવવા આવરણ ખસેડવાં પડશે; આવરણ ખસેડવા ઘરબાર વગેરે છોડવાં પડશે; ગાડી, મોટર, બંગલાની સહેલગાહ વગેરે સઘળું છોડવું પડશે. ત્યાગી અવસ્થા આવે તો આત્માની સમાનતા ખીલે. આ તો એકનું લઈને બીજાને આપવું, એમાં સમાનતા ક્યાં છે ? એ તો એક રીતની વિલક્ષણ પ્રકારની લૂંટ છે. વિશ્વની આદિ અને અનંતજ્ઞાનીઃ * એ લોકો કહે છે કે, “અનંતજ્ઞાની છે તો દુનિયાની આદિ કેમ ન બતાવે ?' પણ આદિ હોય તો તે બતાવે કે ન હોય તોય બતાવે ? એ નહિ વિચારે ! ગાંડાઓ કહે છે કે, “ડાહ્યા ગણાતા જો ડાહ્યા હોય તો અમને ડાહ્યા ન કહે ?” પણ વિચારતા નથી કે, ડાહ્યાઓ, ડાહ્યાને ડાહ્યા કહે કે બધાને ડાહ્યા કહે ? સમાનતા મોક્ષમાં જ વળી એ લોકો કહે છે કે, જ્ઞાનીએ વિષમભાવ ફેલાવ્યો. કારણ કે, કોઈને સમ્યગ્દષ્ટિ અને કોઈને મિથ્યાદૃષ્ટિ. કોઈને આસ્તિક અને કોઈને નાસ્તિક વગેરે કહી કહીને ભેદ પાડ્યાં.” આપણે સામે એમ કહીએ છીએ કે, “એવા ભેદ જ્ઞાની વિના બીજા પાડે પણ કોણ? જે દેખે તે જ પાડે; જેનામાં માપવાની શક્તિ હોય તે જ ભેદ પાડે; આંધળો શું પાડે?' આંધળાને તો બધું જ સરખું. * : અનંતજ્ઞાનીઓએ તો અનંતજ્ઞાનમાં જે જોયું તે કહ્યું અને એ જ મુજબ શ્રી ગણધરદેવોએ ગૂંચ્યું, પૂર્વાચાર્યોએ ખીલવ્યું અને આજનો સુવિહિત વર્ગ કહે છે, એટલે પેલો વર્ગ મૂંઝાયો. કહે છે કે, “આપણે તો મગની બે ફાડ કરી, અમે હતા - ' એવા અમને જાહેર કર્યા, અમે અમારી સફાઈમાં ફરતા હતા તે ખુલ્લા પાડ્યા, એ ઠીક નહિ.” જ્ઞાનીને તો બધા ભેદ પાડવા પાડ્યા. તેમણે પણ ચૌદ ગુણસ્થાનક કહ્યાં. કર્મ મૂળ આંઠ પ્રકારનાં કહ્યાં; તેની ઉત્તર પ્રકૃતિ એક સો અઠ્ઠાવન જણાવી, મનુષ્ય બધા; ગતિ મનુષ્યની; આયુષ્ય મનુષ્યનું બધાને; પણ ભેદ કેટલો ? જેટલા આકાર એટલા ભેદ છે ને ? અરે ! એક ગતિ, એક આયુષ્ય, એક દેશ, એક જાતિ, એક કુળ, એક ઘર અને એક માના ઉદરમાં પેદા થયા, ત્યાં પણ થોડો ઘણો ભેદ છે ને ? તો પછી આજના આ લોકો કઈ જાતની અને કેવી રીતની સમાનતા સ્થાપવા માંગે છે ? Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - 412 શાસ્ત્ર કહે છે કે, સમાનતા કરવાની ભાવના થતી હોય, તો અનંતજ્ઞાનીઓએ ફરમાવેલા ત્યાગને સ્વીકારો અને સેવો. એની સેવા કરતાં કરતાં તેવા સ્થળે જવાશે, કે જ્યાં કેવળ સમાનતા જ છે. શાસ્ત્રોને કસવા માટે ગમે તેવી બુદ્ધિ ન ચાલે શ્રી સર્વજ્ઞની પ્રરૂપણાથી સરજાયેલાં શાસ્ત્રોને, એ તારકની આજ્ઞાને . અનુસરનારાથી રચાયેલાં અને ખીલવાયેલાં શાસ્ત્રોને, આજના બુદ્ધિનિધાનોં . પોતાની બુદ્ધિએ કસવા માંગે છે, એ કેમ બને ? સોનાને માટે પણ કસોટીનો પથ્થર જુદો હોય છે જ? બધા પથ્થર પર કાંઈ સોનું કસાય છે ? નહિ જ, તો શાસ્ત્ર સમજવા માટે પણ બુદ્ધિ કોઈ જુદી જ જોઈશે કે નહિ ? આરંભી, હિંસક, પરિગ્રહી, સમારંભી, સ્વેચ્છાચારી અને ભ્રષ્ટાચારીની બુદ્ધિ ત્યાં શું કામ લાગે? આગમરૂપ કંચન કસવાની ના નથી, પણ તે ક્યાં કસાય ? એ કહે, છે કે, “સિદ્ધાંત સાચા તો બૂમરાણ કેમ? મરજી આવે તેમ અને મરજી આવે ત્યાં કસવા દો !” આવાઓને કહેવું પડે છે કે, “કસવાની વાત કબૂલ છે, પણ કસોટીના પથ્થરે કે જે તે પથ્થરે ? સોનાનો વેપારી જે તે પથ્થર પર કરવા પોતાનો માલ આપશે ? નહિ જ, તેમ શ્રી સર્વજ્ઞ પરમાત્માનાં શાસ્ત્રો જોવા શુદ્ધ બુદ્ધિશાળી આત્માઓ જોઈએ. જ્જ સાચા સાધુઓ મઘુરભાષી જ હોય ? ) જેઓ પોતે શુદ્ધ શ્રદ્ધાનથી હિત અને ઉપદેશ પણ અશુદ્ધ જ આપવામાં ઉદ્યત છે, એ આત્માઓની દશા તો ઘણી જ નિંદ્ય છે, સન્માર્ગથી વંચિત રહેલા પોતે, પોતાની ગણના સન્માર્ગસ્થોમાં કરાવવાની ઇચ્છાથી, પોતાના સ્વચ્છંદી વિચાર, વાણી અને વર્તનને સત્ય તરીકે ઓળખાવવા માટે દાત્મિક ઉપદેશો આપવામાં મસ્ત રહે છે. એવા આત્માઓ, ખરેખર, જગતના ઉતાર ગણાતા આત્માઓ છે; એમાં સહજ ય શંકા નથી. દુનિયામાં વસતા યોગ્ય આત્માઓને પછ ઘર્મઘનથી વંચિત રાખવાનું કાવતરું કરનાર એ કાવતરાખોર પાપાત્માઓ, રોમરોમ વિષથી વ્યાપ્ત હોવા છતાં પણ પોતાની રસના ઉયર સાકર રાખીને, થાય તેટલું ભદ્રિક આત્માઓનું અહિત કરે છે. એવા અતિધૂર્ત આત્માઓ-સાયા સજ્જન મહાપુરુષોની પણ નિંદા કરવાનું થાય સફાઈથી કરે છે. રોમ રોમ અમૃતથી ઓતપ્રોત થયેલા યા હિતબુદ્ધિથી જરૂરી કટુતાનો ઉપયોગ, માત્ર વાણીથી જ કરનાર મહર્ષિઓ માટે તેઓ જગતને એવું સમજાવે છે કે, ‘કટુવાણીને ઉચ્ચારનારાઓમાં સાધુપણું જ કેમ હોય ? સાઘુઓ તો મીઠાબોલા હોય !” Page #434 -------------------------------------------------------------------------- ________________ ૩૩ : આજે દૂષણોનું સામ્રાજ્ય વીરસં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, પોષ વદ- ૨ ગુરુવાર, તા. ૧૬-૧-૧૯૩૦ ♦ શ્રી સર્વજ્ઞોએ ફરમાવેલું બધું જ સત્ય છે : • શ્રી જિનવચનમાં શંકા, એ દોષ છે : બધા જ મુનિ કેમ નથી બોલતા ? ૭ આંગી કરવાથી વીતરાગતા નાશ પામે ? ૭ ભાવનાની વિશાળતા કે વિનાશકતા ? ♦ સહેલાઈમાં સહુ રાજી છે : ♦ ધીમું મીઠું ઝેર : ♦ ધર્મવિરોધીઓથી ચેતીને ચાલો ! 33 સર્વજ્ઞોએ ફરમાવેલું બધું જ સત્ય છે ઃ સૂત્રકારમહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજીએ, શ્રીસંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શનરૂપ પીઠિકાની દૃઢતા, રૂઢતા ગાઢતા અને અવગાઢતાનું વર્ણન કરતાં, પ્રથમ ‘તેની દૃઢતા કોને કહેવી ?' તેનું વર્ણન કરતાં ફરમાવ્યું કે, ‘એ પીઠમાં શંકાદિ દોષોરૂપ પોલાણ ન હોય અને એ પોલાણના યોગે એ પીઠમાં પરંતીર્થિકની વાસનારૂપ પાણીનો પ્રવેશ ન થાય, તો જ તેની દૃઢતા રહી શકે.’ આથી સ્પષ્ટ રીતે સમજી શકાય તેમ છે કે, ‘શંકાદિ પાંચ દોષો એ જ શ્રી · સમ્યગ્દર્શનરૂપ પીઠિકાનું પોલાણ છે !' શ્રીસંઘરૂપ મેરૂની સ્થિરતા, આ પીઠ ઉપર આધાર રાખે છે; એને પોલી કરનારા જે પાંચ દોષો તેનાં નામ તો . `જણાવી જ ગયા છીએ અને એ દોષોનું સામાન્ય સ્વરૂપ પણ જોઈ ગયા છીએ. એ પાંચ દોષોમાં સૌથી પહેલો દોષ ‘શંકા’ નામનો છે. આ ‘શંકા’ નામના દોષનું તો આજે સામ્રાજ્ય છે. એ ‘શંકા‘ના સામ્રાજ્યમાં ‘કાંક્ષા’ તો જરૂ૨ આવે, એના આવ્યા પછી ‘વિચિકિત્સા' પણ આવે અને તે પછી ‘મિથ્યામતિના ગુણોનું વર્ણન' પણ થાય, તેમ જ એનો ‘પરિચય' પણ વધે જ. ખૂબ વિચા૨વામાં આવે તો જણાશે કે, મોટે ભાગે કાંક્ષાદિક દોષોનું મૂળ ‘શંકા’માં છે; માટે શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકાઓ ઊભી કરવાની પ્રવૃત્તિથી એકદમ બચવું જરૂરી છે. આ કથનની સામે ઊઠતા ‘શ્રી જિનેશ્વરદેવે કહેલી વાતો ગળે Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ ન ઊતરે એવા વિરોધથી પણ બચવું જોઈએ ! કારણ કે, દુનિયા કોઈપણ પદાર્થની અભિલાષાઓની તૃપ્તિ માટે શ્રી જિનેશ્વરદેવોએ આ વસ્તુ કહી જ નથી; દુનિયાના જીવો જેને સારું માને તે સિદ્ધ કરવા માટે પણ પ્રભુએ કહેલી વસ્તુ બતાવી નથી; અને તમે માનો તો જ પ્રભુએ કહેલી વસ્તુ સાચી બાકી ખોટી એવું પણ નથી; દુનિયાના જીવો અનાદિકાળથી આ અસાર સંસારમાં રૂલે છે, તેઓને બચાવવા જ્ઞાનીએ જગત સમક્ષ આ સત્ય પ્રગટ કર્યું છે. શ્રી જિનેશ્વરદેવોએ ‘સવિ જીવ કરું શાસનરસી' આ ભાવદયાના યોગે નિકાચિત કરેલ તીર્થંકર નામકર્મને સફળ કરવા માટે જ અને તે પણ રાગ, દ્વેષ અને મોહરૂપ દોષોનો સર્વથા ક્ષય થવાના પરિણામે થયેલ કેવળજ્ઞાન પછી જ ધર્મતીર્થની સ્થાપના કરી છે, માટે તે તારકોને અસત્ય કહેવાનું કશું જે કારણ નથી.’ 414 કેવળ ભવ્ય જીવોના માટે જ જ્ઞાની સમજાવે છે કે, ‘દુનિયા તમે માનો છો તેવી નાનીસૂની નથી, દુનિયામાં તમારું સામ્રાજ્ય પણ નથી, ઘડીના છઠ્ઠા ભાગમાં ક્યાંય ચાલ્યા જશો, એ તમારી દૃષ્ટિએ ભલે ન દેખાય પણ જ્ઞાનીને દેખાય છે; એ વખતે બુદ્ધિનો ઘમંડ જરા પણ કામ નહિ લાગે; ચાલાકીપૂર્વક સેવેલાં પાપનાં પરિણામ ભોગવ્યા વિના નહિ ચાલે, પરિણામે પરલોકમાં શાંતિ નહિ મળે, હિંસાથી માંડીને મિથ્યાત્વશલ્ય સુધીનાં અઢારે પાપસ્થાનક છે, એમાં રાચ્યા-માચ્યા કરો અને ઉપરથી સુખની આશા રાખો છો, પરંતુ તે કદી નહિ મેળવી શકો !' આ બધી વસ્તુ જ્ઞાનીએ કહી, તેમાં સંસારમાં પડેલાં પ્રાણીઓના ઉદ્ધાર સિવાય બીજી એક પણ ભાવના નથી. એવા ઉપકાર માટે પણ શ્રી જિનેશ્વરદેવો તીર્થ ત્યારે જ સ્થાપે છે કે, જ્યારે રાગ, દ્વેષ અને મોહ સર્વથા ઊડી જાય. એક પણ દોષ છૂપો પણ પડ્યો હોય, ત્યાં સુધી પણ શ્રી જિનેશ્વરદેવ ધર્મતીર્થની સ્થાપના કરતા જ નથી ! અર્થાત્ જ્યાં સુધી કેવળજ્ઞાન થાય નહિ ત્યાં સુધી ધર્મતીર્થની સ્થાપના શ્રી જિનેશ્વરદેવો કરતા નથી, કારણ કે, જે ધર્મતીર્થ દ્વારા એકાંતે પ્રાણીગતનું હિત સાધવું છે, તે ધર્મતીર્થ સંપૂર્ણ નિર્દોષાવસ્થા આવ્યા વિના સ્થપાય જ નહિ. રાગી માટે સ્વતંત્રપણે બોલતાં અસત્ય બોલાઈ જવાની શક્યતા રહે છે; એ જ રીતે દ્વેષને લઈને આવેશથી પણ અસત્ય બોલાઈ જાય; અને મોહ હોય ત્યાં અજ્ઞાન હોય, જેથી ઇચ્છા વિના પણ અસત્ય બોલાઈ જાય; કારણ કે, • અસત્ય બોલવાના હેતુઓ, આ ત્રણ છે. રાગ, દ્વેષ અને મોહ; એ ગયા એટલે અસત્ય બોલે નહિ એમ જ નહિ, પણ કોઈ બોલાવવા ધારે તો પણ એમના મોંમાંથી અસત્ય નીકળે જ નહિ; કારણ કે, કારણ વિના કાર્ય ન જ હોય. Page #436 -------------------------------------------------------------------------- ________________ 415 - ૩૩ : આજે દૂષણોનું સામ્રાજ્ય - ૩૩ - ૪૧૫ જિનવચનમાં શંકા એ દોષ છેઃ રાગ એ દુર્ગુણ છે. એ જ્ઞાનને ઢાંકે છે. જીવ જ્યારે રાગને આધીન બને ત્યારે ભણતર, સંબંધ, જાત, આબરૂ, દિશા બધું ભૂલી જાય. રાગ, દ્વેષ એ એવા ભયંકર શત્રુ છે કે, એ હોય ત્યાં સુધી જીવને સંપૂર્ણ જ્ઞાન થાય જ નહિ. જેમ ભયંકર રાગી તરફથી સાચા અને હિતકારી વર્તનની આશા જ ન રાખી શકાય, તેમ શ્રી વીતરાગ તરફથી ખોટા કે અહિતકારી વર્તનની પણ આશા ન રાખી શકાય, કારણ કે, અસત્યના મૂળભૂત રાગ, દ્વેષ અને મોહ જાય તે પછી અસત્ય આવે જ કઈ રીતે ? શ્રી જિનેશ્વરદેવના આત્મામાં આ ત્રણેય દોષોનો સર્વથા અભાવ હોય છે જેથી તેમના મુખમાંથી અસત્ય નીકળે જ નહિ. આપણી અસત્ય બોલવાની જરા પણ ઇચ્છા ન હોય તે છતાં પણ છદ્મસ્થતાના યોગે બોલી પણ જવાય, માટે જ સાવધ રહેવા મુનિઓને ફરમાવ્યું છે અને કહ્યું છે કે, “વિચારીને જ બોલવું!” કેમ કે, અસત્ય ન બોલવું એવો નિયમ છે, પણ રાગાદિક દુશ્મનો જીવતા બેઠા છે, જો સાવધાની ન રહે અને બોલી પણ જવાય તો કર્મોની પક્કડમાં આવી જવાય માટે જોઈ-જોઈ, વિચારી-વિચારી અને સમજી-સમજીને જ બોલવાની મુનિઓને પણ આજ્ઞા છે. શ્રી જિનેશ્વરદેવને તો કશું વિચારવાનું જ નહિ. કેમ કે, એ તારકોને આવરણ જ નથી. ભૂલનો સંભવ હોય તો વિચારે ને ? તે તારકો, કેવળજ્ઞાનથી “જે જુએ છે અને જાણે છે, તેમાંથી કોઈપણ ચીજ પ્રત્યે એ તારકોને રાગ કે દ્વેષ હોતો જ નથી; એટલે એ તારક માટે અસત્ય બોલવાનો સંભવ જ નથી. આવા મહાપુરુષના વચન પર વિશ્વાસ રાખવાનો છે. * શ્રી જિનેશ્વરદેવે કહેલું હોવા છતાં, અજ્ઞાનતાના યોગે એમાં સમજવા માટે જિજ્ઞાસારૂપ શંકા જરૂર થાય, પણ અપ્રતીતિ પેદા કરનારી શંકા ન જ થવી જોઈએ અને કદાચ થઈ જાય તો “આવા જ્ઞાનીને અસત્ય બોલવાનું કશું જ કારણ નથી' એમ વિચારો, તો ઉત્પન્ન થયેલી શંકા પણ તરત જ નાશ પામે. એ તારકોની આજ્ઞામાં મોહમગ્ન આત્માઓને ન ગમે એવું ઘણું આવે છે, કારણ કે, ઘરબાર છોડવાં વગેરે વાતો આવે છે; માટે ત્યાં શંકા થાય છે. કાંઈ જ ન કરવું પડતું હોત તો જરાય શંકા ન થાત. જે ધર્મોમાં ખાવાપીવાની-વિલાસોની છૂટ છે, ત્યાં શંકા નથી થતી. શંકા તો ત્યાં જ થાય કે જ્યાં આત્માની સ્વચ્છંદ વૃત્તિ ઉપર કાબૂ મૂકવાનો હોય. દુનિયાદારીના વ્યવહારમાં ક્યાંય શંકા થાય છે ? સ્ત્રીઓએ પતિને માર્યાના દાખલા જાણો છો કે નહિ ? તમારા પર રાગી છે તેનાથી કેટલાય ગુણી રાગી Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ સ્ત્રીએ પોતાના રાગી પતિને ઝેર દઈને માર્યા છે, એ તમે જાણો છો ને ? ‘એ પૈકીની તમારી સ્ત્રી પણ કેમ ન હોય ?' એવી શંકા કદી ન કરી, કારણ કે, ત્યાં શંકા થતી નથી. ત્યાં સો એ સો ટકા તદ્દન ખોટું બોલવાનો સંભવ છતાં કાને સાંભળવાના દોષનો સમજફેર થવાનો સંભવ છતાં, એનું કહેવું તમામ સાચું માનો છો, ત્યાં જરાય શંકા થતી નથી, એનું કારણ એ જ કે, ત્યાં રાગ છે અને ભગવાનના કથનમાં વાત વાતમાં શંકા ! તમે જ્યાં બેઠા છો ત્યાં તમારી ઇચ્છા છે, માટે ત્યાં શંકા ઊભી કરાવવા ઇચ્છનારા પણ તમને શંકા કરાવી શકતા’ નથી. અહીં ભગવાન ઉ૫૨ એવો વિશ્વાસ નથી, માટે વાત વાતમાં શંકા કર્યા કરો છો. એ ન જ થવી જોઈએ, એમ સમજાવવા માટે આ મહેનત કરવી પડે.છે ` અને એવી મહેનત અમારે કરવી જ જોઈએ, કારણ કે, પ્રભુના સંઘમાં રહેવું : હોય અને બીજાને રાખવા હોય, તેણે આ પીઠને સંભાળવી જ જોઈએ. 416 સમ્યગ્દર્શન એટલે આ દેવ, ગુરુ અને ધર્મ જે બતાવે તેમાં જ કલ્યાણ છે, એવી માન્યતા. અહીં ભક્તિભાવ ત્યારે થાય કે જ્યારે ઘરનો ભક્તિભાવ ઘટે. અનંતજ્ઞાનીઓ કે તે તારકોની આજ્ઞામાં વર્તતા નિગ્રંથો દુનિયાની ચીજોમાં રંગાય તો નહિ જ પણ તેને વેચાઈ ગયેલ હૃદયને અનુસરતા થાય, તે ‘ન ભૂતો 7 મવિષ્યતિ.' જગતે જે માન્યું - જગતને જેની જરૂ૨ તેમાં અમુક લોકોએ પુણ્ય માન્યું; કન્યાને આપ્યા વિના ચાલે નહિ માટે કન્યાદાનને પણ પુણ્ય કહ્યું, એ રીતે આ જ્ઞાનીઓ કહે ? કદી જ નહિ. ઉપકારી જ્ઞાનીઓ તો એથી વિપરીત જ ફરમાવે અને એ સંસા૨૨સિકોને રૂચે નહિ, એથી જ એ આત્માંઓને અહીં શંકા થાય છે. માટે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા મુજબ જીવન જીવતા નિગ્રંથ ગુરુ અને તે તારકોએ ફરમાવેલા ધર્મને ઓળખવાની શક્તિ કેળવો ! શ્રી જિનેશ્વરદેવે તમામ વસ્તુ એટલી ઝીણવટપૂર્વક કહી છે કે, જેમાં કશી કમીના નથી, એનો એક જ હેતુ કે, જગત જો એ સમજે, સંસારનું સ્વરૂપ એના ધ્યાનમાં આવે તો એ ફસાય નહિ. બધા જ મુનિ કેમ નથી બોલતા ? સભા એ લોકો કહે છે કે, શ્રી જિનેશ્વરદેવનાં વચન તો સાચાં, પણ વચ્ચે ગોટાળો થયો છે ! આ કથનમાં કેવળ અજ્ઞાનતાની નીપજ નથી, પણ કોઈ વિકૃત ” મનોદશાની જ નીપજ છે; શ્રી જૈનશાસને એક પણ વચન વિપરીત બોલનારને સંઘર્યા નથી. ગમે તેવા વિદ્વાનોને, પોતાની શક્તિથી હજારો અને લાખો આત્માઓને આકર્ષી શકનારાઓને પણ બહાર ફેંકી દીધા અને એમના વિના Page #438 -------------------------------------------------------------------------- ________________ 417 * - - ૩૩ : આજે દૂષણોનું સામ્રાજ્ય - 33 – ૪૧૭ ચલાવ્યું. મુનીમ ગમે તેવો સારો હોય, હિસાબ, કિતાબ, ખરીદી, વેચાણમાં પૂરો કાબેલ હોય પણ ગલ્લો કાણો કરવાની જ તેને જો ટેવ હોય, તો તેવા મુનીમને શેઠ નભાવે કે એના વિના ચલાવે ? શ્રી જૈનશાસને પણ આ મર્યાદા જાળવી છે; અને એ જ કારણથી ઊંધે માર્ગે જનારાઓ પણ આજે છાતી કાઢીને બહાર નથી આવી શકતા. તેઓ સમજે છે કે, ઉઘાડા, ખુલ્લા પડશું તો એ ચાલી શકશે જ નહિ ! કારણ કે, એમાં કોઈ પણ રીતે ફાવટ આવી શકે તેમ નથી; અને તેથી જ તેઓ ગોળ ગોળ રીતે સમજાવવા પ્રયત્ન કરે છે. સભાઃ એવાઓ સામે શાસનના બીજા બધા મુનિઓ કેમ નથી બોલતા ? એમાં અનેક કારણો હોઈ શકે, એક જ કારણ ન માનતા. કેટલાકને તો હજી સામા કેવા છે, એનો ખ્યાલ જ નથી ઓવતો, તેમજ બધાની પ્રકૃતિ પણ સરખી ન હોય; પરંતુ જે શાસનના સાચા પ્રેમી છે તેઓનું હૈયું જુદું નથી જ અને એ વાત વિરોધીઓ પણ સમજે જ છે. દુનિયામાં બધાને પૈસા ગમે છે. પણ આ પાટ પર બેસીને કોઈ પૈસા કમાવવાનો ઉપદેશ આપે, તો તરત બધા ચોંકે કે, “આ વાત ક્યાંથી આવી ?” ‘તમે ગૃહસ્થ છો, આમ છે, તેમ છે એમ બધા લોચા ભલે વાળે, પણ પૈસા કમાવાનું ખુલ્લું કદી નહિ કહે, કેમ કે, શાસનના સ્થાપકે શાસનની ચોમેર મજબૂત અને સુંદર દીવાલ બાંધી છે. જ્યાં વીતરાગદેવ જેવા સર્જનહાર હોય ત્યાં ખામી કેમ હોય? એના જ પરિણામે હૈયે બીજું માનનારા પણ ખુલ્લા રૂપમાં હોઠે લાવી શકતા નથી; છાતી કાઢીને બહાર આવી શકતા નથી. હા, એવાઓની વાત બાજુએ મૂકો, કે જેઓ સાવ ગયા વીત્યા છે; એમ તો નિર્નવ થયા પછી સર્વજ્ઞ પરમાત્માને પણ જુઠ્ઠા કહેનારા ક્યાં નહોતા ? આજે પણ જેઓ સાધુતા અને માણસાઈથી પરવારી ગયા છે, તેવાઓ કદાચ તેવું કાંઈ કહેતા હોય, પરંતુ તેની ગણતરી નથી. બાકી જેઓને સમાજમાં મર્યાદા જાળવીને જીવવું છે, તેમનું હૈયું સડ્યા છતાં તેઓ એવી બાબતોમાં લોચા વાળે છે, પણ હોઠે લાવી શકતા નથી. ઘણાઓએ નાની વયની દીક્ષા ગભરાઈને ન આપી એ બન્યું, ચાર આદમીમાં ગમે તેમ એ માટે વાત પણ કરી, પરંતુ ન અપાય એમ બહાર બોલાયું? નહિ જ, કારણ કે, તેઓ એમ સમજે છે કે, “જો એમ બોલ્યા તો તો ઊખડ્યા જ સમજવા. હૃદયથી દીક્ષાના વિરોધીને પણ લખવું તો પડે જ છે કે, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા કોણ ન માને ? સાધુ પણ માન્ય છે !” શરૂઆતમાં આ પ્રમાણે લખે અને તે પછી ભયંકર કુવિકલ્પો કરે; એટલે કે, આગળ-પાછળ Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – 418 અગ્નિ મૂકે; વળી વચ્ચે કંપે એટલે “જિનેશ્વર તો માન્ય' એમ લખે, બાકી વાસ્તવિક રીતે તો એ લોકો શ્રી જિનેશ્વરદેવને કે સાધુને માનતા જ નથી, એ નક્કી વાત છે. જરા પણ નથી માનતા; પણ સમજે છે કે, જૈન સમાજમાં જીવવું હોય તો “માનીએ છીએ એવું દેખાડ્યા વિના છૂટકો જ નથી, કારણ કે, એ બધાંને માનવાની ના પાડે તો એમને ઊભું પણ કોણ રહેવા દે? જૈન સમાજમાં સ્થાન ટકાવવા માટે હૈયામાં ન હોવા છતાં પણ હોઠે તો લાવવું પડે ! એ સમજે છે કે, એ વિના ચાલે એમ નથી જ ! પણ ભદ્રિક આત્માઓ એ લોકની જાળને, સમજતા નથી. તમે પૂછો છો કે, “બધા જ સાધુઓ કેમ બોલતા નથી ?' એનું સમાધાન એ છે કે, કેટલાકને તો આ લોકોના સ્વરૂપની જ ખબર નથી. એમનું હૈયું તો એમ : કહે છે કે, “આવું બોલે તે સાધુ નહિ અને શ્રાવક પણ નહિ.” પણ એ એમ માને અને કહે કે, “આવું ન બોલે.' એમને કહેવા જનારને પણ એ ખબર નથી કે, બોલનાર આવું બોલે છે.” કદી એને ખબર પડે તો ખુલ્લું થયા વિના બોલતાં પકડાઈએ તો શું થાય ? એ પણ ભય કેટલાકને રહે! જેવું માને છે એવું બોલે તો સમાજમાં રહી શકે, એવું તો વિરોધીઓ પોતે પણ નથી માનતા. આંગી કરવાથી વીતરાગતા નાશ પામે ! ભગવાનની આંગ અને મહોત્સવો દેખી, બળતરા તો થાય છે કે, હીરામાણેકના મુગટ શા ?” પણ એમ કદી ખુલ્લું નથી બોલતા, ગોઠવી ગોઠવીને જ બોલે છે. વીતરાગને આ ઘટતું નથી, એમ કહે છે. આ રીતે એ જાળ બિછાવે છે. સીધી ના નથી પાડતા. એ મુગટ વિતરાગના નથી, એ તારકને જરૂર છે માટે ચડાવ્યા નથી, એ મુગટ ઉપર શ્રી વીતરાગદેવે માલિકી પણ કરી નથી, પરંતુ અમે એ બધું એમના ચરણે ધર્યું છે. એ દેવ જો પોતાની માલિકી ધરાવે, તો એમની વીતરાગતા જાય. એ તારકને છબસ્થપણામાં સાધુ તરીકે વિચર્યા ત્યારે કોઈએ મુગટ ધરાવ્યા ? નહિ જ. એ દેવ પરમ ત્યાગી થયા, છતાં જે સાહ્યબી છદ્મસ્થપણામાં ન ભોગવી તે કેવળજ્ઞાન થયા પછી ભોગવે છે ને ? અસંખ્યાતા ઇંદ્રો સેવામાં હાજર હોય છે; છ ખંડના ચક્રવર્તીઓ મસ્તક ઝુકાવે છે; “તમે સુવર્ણકમળ ઉપર પગ મૂકો છો; તો ત્યાગી શાના ?” એમ કોઈએ કહ્યું ? એવું કહેનારા તો આજે પાક્યા. શ્રી જિનેશ્વરદેવની હયાતીમાં પણ જિનેશ્વરદેવની મૂર્તિ ઉપર અલંકારો ચડતા હતા, એ તો જાણો છો ને ? આજે જે ભક્તિ છે તેથી હજાર ગુણી ભક્તિ એ સાક્ષાત્ વિચરતા હતા, ત્યારે એ તારકની મૂર્તિની થતી હતી એ ખબર છે ને ? Page #440 -------------------------------------------------------------------------- ________________ ૩૩ : આજે દૂષણોનું સામ્રાજ્ય - 33 દેવલોકમાં શાશ્વતી મૂર્તિ છે, એને અલંકારાદિ પહેરાવાય છે, દેવો પૂજે છે, એ જાણો છો કે નહિ ? ભગવાનના નિર્વાણ પછી એ તારકની દાઢાઓ ઇંદ્રો લઈ જાય છે અને દેવલોકમાં પૂછે છે, એ ખબર છે ને ? ‘એ હાડકાંને ન લઈ જશો, પૂજા ચેતનની હોય, જડની નહિ !' એમ કોઈ પણ જ્ઞાનીએ કહ્યું ? 419 ૪૧૯ એ લોકો કહે છે કે, ‘આપણે હીરાના મુગટ ચડાવીએ તો ભગવાનની વીતરાગતા ઊડી જાય.' આ પ્રમાણે કહેનારને પૂછો કે, આપણે કોઈને નમીએ તો એને માન આવે; એટલે એની મુક્તિ અટકી જાય માટે મહાપુરુષોને નમવું એ પણ પાપ' - એમ માનવું ને ? ત્યાં તો પોતે માનેલાઓને તેઓ પણ નમે છે. છદ્મસ્થને નમે અને એને માન ન આવે એમ માને છે, તો શ્રી વીતરાગદેવને મુગટ તથા અલંકાર ચડાવવાથી વીતરાગતાનો નાશ કઈ રીતે થઈ જાય ? સભાઃ એ લોકો કહે છે કે, હીરામાણેકના મુગટ વગેરે રાખવાથી નોકર, ભૈયા વગેરે રાખવા પડે છે. વારુ. મૂર્તિ જ હીરાની હોય તો ? બીજું, ઘર આગળ લક્ષ્મી માટે નોકર રખાય કે નહિ ? નોકર રાખવાં પડે માટે લક્ષ્મીનો ત્યાગ કર્યો ? ના, તો સંસારમાં ફસાવનારી વસ્તુ માટે નોકર રાખવામાં હ૨કત નહિ અને સંસા૨થી તારક વસ્તુ માટે નોકર રાખવામાં વાંધો એમ ? શ્રી ભરત મહારાજાએ અષ્ટાપદ ઉપર રત્નાદિકની મૂર્તિઓ ભરાવી, અનુપમ મંદિર બનાવ્યાં અને એમને એમ લાગ્યું કે, દુનિયાના આસક્ત જીવો આશાતના કરશે માટે તે ન થાય એવી વ્યવસ્થા કરી, પણ મૂર્તિઓ નહિ ભરાવવાનો કે મંદિર નહિ બંધાવવાનો વિચાર ન કર્યો. સભા કહે છે કે, મંદિરનાં અભંગ દ્વાર હોય. અભંગ દ્વારનો અર્થ એ નથી કે, બારણાં બંધ જ ન કરાય ! લૂંટારાઓથી એને બચાવાય પણ નહિ, એ અર્થ નથી. ચોર લૂંટારાઓ દાગીનાના જ ચો૨ હોય છે એવું નથી, પણ મૂર્તિઓના પણ ચોર હોય છે; માટે મૂર્તિ પણ ન જોઈએ એમ ? સાધુને પણ લૂંટનારા છે માટે સાધુ પણ ન જોઈએ એમ ? જો એમ, તો રાખવું શું ? કંચન અને કામિની, બે જ ને ! હું કહું છું કે, જો આ બે ન હોય તો એક પણ ગુનો ન થાય. તો એને જ તજો ને ! ત્યાં તો લૂંટારાની સામે થઈને પણ સાચવો છો ને ? એ રીતે ધર્મી રહેવું હોય તો આ બધો પ્રબંધ પણ કરવો જડે. પોલીસ, ભૈયા રાખીને પણ એનું રક્ષણ કરવું પડે. જ Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - સભા: કહે છે કે, આંગી જોઈને ભગવાન રાગી દેખાય છે. વારુ ! ભગવાનની આંગી જોઈને કોઈએ એમ કહ્યું કે, “આ રાગી છે ?” વર્ષોથી તમે આંગી જુઓ છો, તમને કદી પણ રાગી લાગ્યા ? ના, તો સમજો કે, આવી વાતો કરનારા આત્માઓની ભાવના જ જુદી છે. એ આત્માઓ તો યોગ્ય આત્માઓની યોગ્ય ભાવનાને જ લોપવા માંગે છે. પ્રભુની અંગરચના જોઈને જૈનેતર પણ કહે છે કે, “કેવા ભક્તો છે ! કેવી એમની ભક્તિ છે ! શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિ તો આવી જ જોઈએ; ન થાય એટલી થોડી !” પ્રભુ શાસનમાં વિચરતા સાધુની આગળ બૅન્ડ વાગે, સામૈયું થાય, તેથી ‘આ રાજા મહારાજા છે એમ કોઈ પણ કહે છે ? ઊલટું એમ કહે છે કે, “આ ગુરુના કેવા ભક્તો છે? ત્યાગી ગુરુની પાછળ કલ્યાણના અર્થી લોક કેવો પૈસો ખર્ચ છે !” વારુ ! તમે એ પ્રશ્ન પૂછ્યો, તમે જ પોતે કહો કે, “તમને પણ કદી આવો વિચાર આવ્યો છે?' નહિ જ, માટે હવે એ વાતનો નિશ્ચય કરો કે, એ લોકોનું આ કામ જ્ઞાની પુરુષોએ સમર્પેલા અમૃતમાં ઝેર ભેળવવાનું જ છે. સભા: એ તો સમવસરણ પણ નથી માનતા ઇરાદાપૂર્વક જે ન જ માને તેને માટે ઉપાય પણ શો છે ? બાકી ન માને તો ચાલે તેવું તો નથી જ. શાસ્ત્રને માનનારથી તો તેનો ઇન્કાર થઈ શકે તેમ નથી જ. સભાઃ એ લોકો દેશકાળ જોવાનું કહે છે. તેની ના પણ કોણ કહે છે ? અને એ માનનારાઓના કહેવાથી જ એ અર્થ નીકળે છે કે, આ દેશકાળમાં ચોર, લૂંટારા, બદમાશ, વ્યભિચારી, જુગારી વધ્યા, તો એ તો બધે વધ્યા. તો શું દુનિયાનાં સાધનોમાં એ નથી નડતા ? નડે છે છતાંય તે સાધનો તો વધારવાની ધમધોકાર ધમાલ ચાલે છે, તો પછી તેવા વખતે અહીં આકર્ષણશક્તિ મંદ કરવાનું કારણ શું ? આવા આકર્ષણથી તો હજારો આત્માઓ ધર્મ પામી જાય; પડી ગયેલા પણ ઠેકાણે આવે; ઢીલા હોય તે પણ સ્થિર થાય. માટે જ કહું છું કે, તમે નિદાન પારખો. આ બધું એમના વિચાર ફેલાવવામાં પ્રતિબંધક થાય છે માટે એમને નડે છે અને નથી ગમતું. શ્રી જિનેશ્વરદેવોનાં મંદિર તથા ઉપાશ્રય હયાત છે ત્યાં સુધી જિનમંદિરમાં જવાની તથા સાધુ પાસે જવાની ભાવના જીવતી ને જાગતી જ બેઠી છે; આંગી-ઓચ્છવ છે ત્યાં સુધી એ ભાવના જ્વલંત છે; જિનમંદિરથી વિપરીત બોલે તથા સાધુને કોઈ ગાળ દે, તો સામાન્ય જૈનને પણ ગુસ્સો આવે એ ભાવના મક્કમ છે; વિરોધીઓ આ ભાવનાને જ લોપવા માંગે છે. Page #442 -------------------------------------------------------------------------- ________________ ૪૨૧ ૩૩ : આજે દૂષણોનું સામ્રાજ્ય - 33 શ્રી જિનમંદિર, શ્રી જિનમૂર્તિ, શ્રી જિનેશ્વરદેવના સાધુ, આગમ અને ત્યાંગમાર્ગ હયાત હોય, ત્યાં સુધી પાખંડીઓ કોઈ પણ રીતે ફાવી શકે તેમ નથી. પ્રભુશાસનના પ્રેમીઓએ વિરોધીઓની દલીલોને યુક્તિપૂર્વક તોડવી જોઈએ, પણ એ કુદલીલોને કદી જ વજન ન આપવું જોઈએ. જો શ્રી વીતરાગદેવની પ્રતિમાને અલંકાર પહેરાવવાથી એ તારકની વીતરાગતા હણાય, તો તો પછી તેમ કહેનારાઓને તો મુનિનાં માન-સન્માન કરવામાં પણ પાપ જ લાગે ને ! આ બધું વિચારશો તો સહેલાઈથી સમજી શકાશે કે, એ લોકોની વિચારણાઓ અને કલ્પનાઓ તદ્દન અસંગત અને પરિણામે સ્વ અને પરમાં નાસ્તિકતા જ પેદા કરનારી છે. ભાવનાની વિશાળતા કે વિનાશકતા! 421 આથી જ કહેવું પડે છે કે, અનંતજ્ઞાનીઓની આજ્ઞાની ૫૨વા વિનાના એ ટોળાની વાતો ભૂલી જાઓ. એના ઉદ્દેશની ખબર છે ? ના, તો જાણો કે, ‘મૂર્તિ ન માને પણ, એનું ખંડન કરે તે પણ, પૂજે તે પણ, આગમ માને તે પણ, અને આગમાદિને માટે એલફેલ બોલે, તે પણ એ બધા જો મહાવીરનું નામ દે તો આપણા મિત્ર જ છે.' આમ મનાવવાનો તેઓનો ઉદ્દેશ છે અને એ ઉદ્દેશની પુષ્ટિમાં તેઓ કહે છે કે, ‘એમાં વિશાળ ભાવના છે !' એવી એમની માન્યતા છે અને બધાને એવું મનાવવું છે, જેથી એમને જે કરવું હોય તે કરી શકે અને ધર્મી સભામાં એમનું સ્થાન પણ ટકી રહે. તમે પણ એ જ ન્યાયે કહી શકો કે, ‘આ આકૃતિએ આદમી બધા સરખા છે ને ! કરો વિશાળ ભાવના કે આકૃતિએ જે આદમી હોય, પૂછડું તથા શીંગડાં જેને ન હોય, એ બધાને ઘરમાં પેસવા દેવા, જમાડવા અને રહેવા દેવા !' તેઓ એમ કરશે ? નહિ, ત્યાં તો ચોર વગેરેને કૂતરાંની જેમ હાંકશે; નહિ જાય તો લાઠી લેશે; ક્યાં ગઈ વિશાળ ભાવના ? વિશાળ ભાવનાની વાતો કરનારા એ સમયે કહી દે કે, ‘મારા ઘરમાં નહિ . આ ઘરમાં ખાનારા તો હું, મારી સ્ત્રી અને મારો છોકરો; બાકી બીજા તો વા જ ખાય.’ અરે ! પોતાના ભાઈના ભૂખ્યા દીકરાને રોટલોય ન આપે ! આજના સુધરેલા ગણાતાઓના ઘરસંસારનો હજી તમને ખ્યાલ નથી; જો છોકરા માટેય ન હોય તો કૂતરાં વગેરે માટે તો હોય જ ક્યાંથી ! જૂના લોકોના ઘરમાં કૂતરાં વગેરેને પણ ખાવા મળે અને એના આધારે એ જીવે છે. બાકી એ લોકોની તો મનઃકામના જ કોઈ જુદી છે; પણ હિન્દુસ્તાન દેશ, આ તો ભરતક્ષેત્ર, જ્યાં શ્રી જિનેશ્વરદેવો જન્મેલા છે, ત્યાં એમનું તૂત સંપૂર્ણપણે કેમ જ ચાલે ? આ અનાર્ય દેશ નથી. આર્યદેશના પણ એવા વિભાગમાં છીયે કે, જ્યાં શ્રી જિનેશ્વરદેવ Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ સંઘ સ્વરૂ૫ દર્શન ભાગ-૧ 422 જન્મેલા છે. જ્યાં સુધી શ્રી જિનેશ્વરદેવના નામનો જાપ રહે, ત્યાં સુધી પાપીઓ પોતાની રીતમાં ફાવી શકે જ નહિ. સહેલાઈમાં સહુ રાજી છે ! સહેલાઈમાં સહુ રાજી છે ! આજે રાજ્યનો અધિકારી પણ પહેરા વિના બહાર નીકળી શકતો નથી. શા માટે એ વિચારો ! શું દીકરા પાસે આવવામાં બાપને પહેરો રાખવો પડે ? સમજો કે આ દેશકાળ જ એવો છે! જેનું પ્રત્યક્ષ શાસન છે, તેની પણ જો સ્થિતિ આ હોય તો અપ્રત્યક્ષના શાસન સામે બૂમરાણ કરે, એમાં નવાઈ કે ગભરામણ શી? એ માટે ધર્મસ્થાન બંધ કરાય જ નહિ, એ લોકો તો એમ ધારે છે કે, વિશાળ ભાવનાના નામે જો સમાજ એમને અનુસરે, તો એમનો ધારેલો ઉદ્દેશ પાર પડે. એટલા માટે એ લોકો છળપ્રપંચથી નાસ્તિકતાનું સ્થાપન કરવા મથે છે. આથી જ આસ્તિકોએ એ નાસ્તિકોનો સંગ છોડવાના પ્રયત્ન આચરવા જોઈએ. ભોળવાઈને સંગ કરશો તો થોડું ઘણું પણ જે આસ્તિક્ય છે, તે પણ નાશ પામશે. નાસ્તિકતાથી બચવા માટે એ લોકોનું અંતિમ ધ્યેય સમજો. એ લોકો સારી રીતે સમજે છે કે, શ્રી જિનેશ્વરદેવના આગમ પાસે એમની દલીલો તદ્દન નકામી છે; પણ સાથે સાથે એમ પણ જાણે છે કે, બધા આગમના જાણકાર ક્યાં છે ? સાંભળનારામાં ઘણા તો અજ્ઞાન છે અને દુનિયાના અર્થકામની પાછળ જ પડેલા છે, એટલે ઓછું ખર્ચવાની વાત આવશે તો તરત માનશે. ઘણાએ મૂર્તિ છોડી તે શું આરંભાદિથી બચવા માટે ? ના ! પણ પંચાત મટી એમ માનીને ! મૂર્તિ માને તો ઊઠીને પૂજા કરવા જવું પડે, કેસર, ચંદન, બરાસથી પૂજા કરવી પડે, સારી સ્થિતિ હોય તો ઘરનાં વાપરવાં પડે, પાંચ રૂપિયા દેવા પડે; એ પંચાત જ ન રહે માટે મૂર્તિ જ મૂકી દીધી. સહેલાઈમાં સહુ રાજી છે. ધીમું મીઠું ઝેર ! એ લોકો કહે છે કે, “સાધુ તો ત્યાગી, એમને તો રૂક્ષ આહાર જ જોઈએ. આ ધાંધલ શી ? શ્રાવકો નકામા ગાંડા-ઘેલા થાય છે કે એમના માટે મોટા મોટા ડૉક્ટરોના ખર્ચ કરે છે? ડૉક્ટરી લાઇનનું ખંડન કરે એને માટે સર્જન ડૉક્ટર શા? એમને મોટા આલીશાન મકાન શાં ? આ બધું કેમ બોલાય છે, એના ભાવ સમજો ! એમને કહો કે, એ આલીશાન મકાનમાં સાધુઓ તમારી જેમ ટહેલતા નથી. Page #444 -------------------------------------------------------------------------- ________________ 28 ૪૨૩ – ૩૩ : આજે દૂષણોનું સામ્રાજ્ય - 33 - - આગળ વધીને કહે છે કે, “સાધુને વળી લેવા જવા અને મૂકવા જવા શા? આવે તો રોટલી લઈ જાય !” આવું આવું બોલવાનો હેતુ પરખો. દાન દેવામાં લાભ નથી એમ તો ચોખ્ખું કહેવાતું નથી, પણ સુપાત્રદાનની ભાવનાનો નાશ કરવાનો ઉપાય યોજ્યો. પ્રભુમૂર્તિનાં પૂજન અને આગમાનુસારી મહર્ષિઓનાં માન-સન્માન નીરખી નીરખીને ગુરુકમિતાના પ્રતાપે એવા લોકોને એમ થાય છે કે, “મારા બાપ ! આ બધાનાં માનપાન થાય. આ બધા પૂજાય ત્યાં સુધી અમને પૂછે કોણ ?' એ સમજે છે કે, દેવ, ગુરુ, ધર્મ ન માનવાની વાત કરીએ તો કોઈ ન માને, એà વાત સફાઈથી કરે છે. “વાત ખરી, ભગવાન ખરા, સાધુ ખરા, પણ આ હોય ? આ રીતે એ લોકો પોતાની હવા ફેલાવે છે. પ્લેગ થતાં પહેલાં ઉંદર મરે છે અને ગંધાય છે એટલે હવા ખરાબ થાય, એ વખતે ચેતાય તો ઠીક, નહિ તો પરિણામ ? આ પણ ઉંદર પડે છે, જે ભયંકર પરિણામની આગાહી છે. શહેરીઓની ફરજ કે, ઉંદર ન પડે માટે ગંદકી ન રાખવી; છતાં ફાટી નીકળે તો તાળાં મારીને ચાલ્યા જવું. ઝવેરાતનો ડબ્બો ખિસ્સામાં નાંખી લેવો; પેઢી બંધ કરવી પડે. લોભિયા તો ત્યારે પણ પેઢી જોવા આવે, છતાં સૂર્યાસ્ત પહેલાં ભાગે. એમ કરતાં વાર થાય, રાત પડી જાય, હવા લાગે તો ઝપાટામાં આવી જાય. એ રીતે આ લોકોનું શાસ્ત્રવિરુદ્ધ વચન સાંભળવું જ નહિ; એમના ઉચ્છંખલ વિચારોને હૃદયમાં સ્થાન આપવું જ નહિ. '. : એક નિયમ છે કે, એક વાતની અસર કદી એક-બે વાર ન થાય, પણ 'કાયમ વાંચતાં જરૂર થાય. આથી વસ્તુસ્વરૂપને નહિ જાણનારે તો એવા લોકોનું સાહિત્ય વાંચવું જ નહિ અને કદાચ સામે સુધારક મળે અને કંઈ બોલવા લાગે, તો કહી દેવું કે, “શાસ્ત્રદૃષ્ટિએ વાત કરવી હોય તો ચાલો અમારા ગુરુ પાસે.” ‘તમારી પાસે એ આવે અને અહીં કેમ ન આવે ? આથી જ કે, તેઓ તમને પોતાના પાશમાં આવે એવા સમજે છે. ધર્મવિરોધીઓથી ચેતીને ચાલો ! એ લોકોની વાત સફાઈ ભરેલી, પણ અંદર મોટી પોલ ! આ જ કારણે હિતના અર્થીઓએ એવા લોકોના વિચારોને વાંચવા કે સાંભળવાની ફુરસદ લેવી જ નહિ; ફુરસદ હોય તો આત્મકલ્યાણની પ્રવૃત્તિઓ અનેક કરવાની છે. આ તો તમે ભેગા ભળો, સાથે ચા-પાણી પીઓ, પાનબીડાં આપો ને લ્યો; પછી પરસ્પરની હવા પરસ્પરમાં પેસે જ ને ? માટે અયોગ્ય આચાર-વિચારવાળા સાથે સંબંધ ન જ રખાય. Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ 424 તમને એ કહે કે, “વીતરાગને આ મુગુટ શા ને આ બધી ધમાલ શી ?” . એટલે તરત તમને બેસે; પણ એ ન વિચારો કે, શ્રી વીતરાગ પરમાત્માની પૂજાનાં આ બધાં વિધાનો પણ શ્રી વિતરાગ પરમાત્માએ જ બાંધ્યાં છે ને ? અસંખ્યાતા ઇંદ્રો એ તારકોના સેવક હતા. ભગવાન નિર્વાણ પામે ત્યારે ઇંદ્રો, ભગવાનની ચિતા પાસે જ ગોઠવાવે; પણ ભગવાનનો દેહ શી રીતે લઈ જાય ? ધારે તો ઉપાડીને લઈ જઈ શકે, પણ એમ ન લઈ જાય. ઇદ્રો ક્ષીરસાગરના પાણીથી અભિષેક કરે, ચંદનના લેપ કરે, દીક્ષા પછી જે અંગને સચિત્ત પાણીનો છાંટો પણ સ્પર્ધો નથી તે જ અંગને સ્નાન કરાવે, ફૂલના હાર પહેરાવે અને એ હીરા-માણેકના અલંકારોથી વિભૂષિત કરે. આ બધું ભગવાનના દેહને માટે કરે : છે. દેહ, પણ કોનો ? ભગવાનનો. એ તો એમ જ માનતા કે, મળેલી ઋદ્ધિ સાર્થક થાય છે, મળેલી શક્તિ ઉપયોગમાં આવે છે ! પછી મોટી શિબિકામાં ઇંદ્રો પોતે જાતે ભગવાનને ઉઠાવે છે અને બેસાડે છે; ઈશાન અને સુધર્મા ઇંદ્રો ચોમર વિજે; એમને ખબર નહોતી કે, વીતરાગનું શરીર છે ?' એ અવધિજ્ઞાની કરતાં આ જમાનાવાદીઓનું જ્ઞાન શું વધી ગયું ? નહિ જ, પણ તેઓમાં ભયંકર અજ્ઞાન પેસી ગયું છે માટે તેઓની ભ્રમણા જ કાઢી નાંખો. “એ આમ કહે છે, એ આમ કહે છે - એવું તમને કેમ થાય છે ? હૈયામાં પડેલી ખોટી હવાના પ્રતાપે થાય છે. જીવવું હોય તો મરવાળી હવાથી આઘા રહેજો. તમારે તો એવાઓને રોકડું પરખાવી દેવું જોઈએ કે, “તારા કરતાં અનંતજ્ઞાનીએ વિધાનો બાંધ્યાં છે, એની આરાધનામાં જ કલ્યાણ છે; તારે વધારે વાત કરવી નહિ : શાસ્ત્રદૃષ્ટિએ વાત કરવી હોય તો ચાલ ગુરુ પાસે.” ભાગ્યશાળીઓ ! એ લોકોની ખૂબી તો સમજો ! એ અહીં ન આવે અને તમારી પાસે વાતો પુછાવે, એનું કારણ ? એક જ કે, પોતે આઘા રહે અને એમની વાત ખુલ્લી થાય. તમારી પાસે કહે તો અહીં આવવામાં હરકત શી છે ? તમારી પાસે આવવામાં ગુપ્ત હેતુ છે; તેમાં પણ ભોળા પાસે ખાસ જાય, પણ સાચા સાધુ પાસે ન આવે; કારણ કે, પોતાની હવાને ઉડાડી મૂકવાના. સાધુના સામર્થ્યને તેઓ સારી રીતે સમજે છે. કદી ઘેરથી પૂછવા નીકળે તો અરધું તો - રસ્તામાં જ ગુમ થાય; “આમ કહેશે તો, આમ કહેશે તો એ વિચારે જ પોતાની પોલ પોતાને જ પરખાય, એટલે પૂછવાની વાતો ઘણી કપાઈ જાય; અહીં આવ્યા પછી એક-બે અને ત્રણ ઉત્તર દેવાય એટલે દાબડો દેવાઈ જાય; તેઓ તો Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૨૫ 425. - ૩૩ : આજે દૂષણોનું સામ્રાજ્ય - ૩૩ - જે પોતાની જાળમાં ફસાય તેની પાસે જ જાય. એ તો કોણ ફસાય ? સાગરમાં પણ નાની માછલીઓ, કિનારે રહેલ માછલીઓ જ ફસાય, પણ મધ્ય-સાગરમાં મહાલતા મચ્છને ફસાવવાની મચ્છીમારોમાં પણ તાકાત નથી હોતી; તો પછી સાચા સાધુઓ એ શ્રી જિનેશ્વરદેવના શાસનરૂપી સાગરના મધ્ય ભાગમાં મહાલતા મહામસ્યો છે; તેઓ એમની જાળમાં ન આવે. બહાર રહેલા, ગયેલા, વીતેલા હોય એની વાત જુદી. એ બિચારા ફસાય. હું ધારું છું કે, સાચું સાંભળ્યા પછી તમે પણ તેઓની જાળમાં ન આવો. આથી સુશ્રદ્ધાથી પતિત કરનારું બહારનું સાહિત્ય વાંચવું જ બંધ કરો ! અને સદ્ગુરુ દ્વારા બે કલાક સાંભળેલાનું ચોવીસ કલાસ મનન કરો તોય ઘણું છે. આ દશા દશકા પહેલાં હતી ? નહિ, તો આજે કેમ ? એથી જ કે, તમે એવાઓ સાથે ભળ્યા, પોતાને ઘેર આવવા દીધા, નકામો વ્યવહાર રાખ્યો, ખોટો સંબંધ બાંધ્યો અને વધાર્યો, તેથી ગૂંથાયા અને પરિણામે આ સ્થિતિ આવી. હજી પણ જો “હશે હવે !” એમ કરી કરીને દશકો એવો નિભાવશો, તો આટલું પણ બોલી નહિ શકો; તમે એમના ગુલામ બનશો; તમારા પૈસા અને તમારી પીઠ; તમારા માલથી તમને માર પડશે; માટે કહું છું કે, ભયંકર મિથ્યાષ્ટિઓનો પરિચય મૂકી ઘો, ઉસૂત્રભાષીઓની તો છાયાએ પણ ન રહો અને શાસનના વિરોધીને તમારા ઘરના આંગણે પગ પણ ન મૂકવા ઘો. પૂર્વની પ્રભુભક્તિ વગેરેના પ્રસંગો વિચારો અને આજના નિહાળો ! આવી સ્થિતિ થઈ એનું એ જ કારણ છે કે, અનિચ્છાએ પણ આવાઓની છાયા પડી; જેથી ભાવનામાં શિથિલતા આવી. “આ છોડવા જેવું છે અને નથી છૂટતું' એવી જો ભાવના હોય તો પસ્તાવાથી રોવું આવે ! અસ્તુ. આ બધુંય એટલું જ સમજાવવાને માટે કહેવાય છે કે, “શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકા ન કરાય; શ્રી સર્વજ્ઞ પરમાત્માના ફરમાવેલા વચનમાં લેશ પણ શંકા ન જ હોય.” શરૂથી જ પ્રશ્નકાર ભાઈને ઉદ્દેશીને કહેવામાં આવ્યું કે, તમે કાંઈ ભણ્યા નહિ એની જ આ રામાયણ છે. જીવવિચાર, નવતત્ત્વ એ બધું ભણો તો ખરા. શ્રી જિનેશ્વરદેવની ભક્તિ કરનાર તીર્થકર નામકર્મ બાંધે : સંઘ લઈ જનાર પણ તીર્થકર નામકર્મ બાંધે; વળી મૂર્તિ કેવી હોય ? શાની શાની બને ? શ્રી અરિહંત પદની આરાધના કેવી રીતે અને કેટલા પ્રકારે ? આ બધું ભણ્યા હોત તો વિરોધી તમારી પાસે ન ફાવત અને તમે જ એમને કહેતા કે, “શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકા ન જ હોય.’ અસ્તુ. Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૪ઃ વિરાગીની પરીક્ષા કોણ લઈ શકે? વીરસં.૨૪૫૬, વિ.સં. ૧૯૮૯, પોષ વદ-૭ શુક્રવાર, તા.૧૭-૧-૧૯૩૦ 34 સમજો તો શંકાને સ્થાન જ નથી : • આત્મગુણો ખીલે ત્યારે : • જે જેવા હતા, તે તેવું પામ્યા : • વૈરાગ્ય એ આત્મ-સ્વભાવ છે : વૈરાગ્યની પરીક્ષા શી રીતે થાય ? આત્મગુણ, ગમે ત્યાં પ્રગટી શકે છે • વૈરાગ્યને કચડો નહિ, પણ પુષ્ટ કરો ! શ્રીસંઘનું પરમ કર્તવ્ય : સમજો તો શંકાને સ્થાન જ નથી ! સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી, શ્રીસંઘનો મહિમા ગાતાં શ્રીસંઘને નગરાદિની સાથે સરખાવ્યા પછી હવે શ્રી મેરૂશૈલની સાથે સરખાવે છે. એ સરખામણીમાં પહેલી વસ્તુ પીઠ છે. જેમ શાશ્વત મેરૂશૈલની પીઠ વજની છે અને તે દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે, તેમ શ્રીસંઘરૂપ મેરૂ પણ શાશ્વત છે અને શ્રીસંઘરૂ૫ મેરૂની શ્રી સમ્યગુદર્શનરૂપી શ્રેષ્ઠ વજરત્નમયી પીઠ પણ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. સમ્યગ્દર્શનરૂપી શ્રેષ્ઠ વજરત્નમયી પીઠમાં જો દોષરૂપી શંકા આદિ પોલાણ ન હોય, તો જ તે દૃઢ રહે. એ પીઠમાં પોલાણ કરનાર પાંચ દોષો છે; એમાં પહેલો દોષ શંકા છે. શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકા, એ સમ્યકત્વરૂપ પીઠમાં પાયો પોલો કરનાર ભયંકર દોષ છે. એ દોષ શ્રી જિનેશ્વરદેવના વચનમાં સેવવો, એ કોઈ પણ રીતે ઉચિત નથી; કારણ કે, શ્રી જિનેશ્વરદેવોને અસત્ય બોલવાનું કોઈ પણ કારણ નથી માટે જ અસત્ય નથી બોલતા એમ નથી, પણ અસત્ય એ - તારકના મુખમાંથી નીકળતાં જ નથી. અસત્ય બોલવાનાં કારણ વિદ્યમાન હોય ત્યારે અસત્ય બોલવાની ઇચ્છા ન હોવા છતાં પણ, ઉપયોગ રાખે તોં ન પણ બોલે છતાંય બોલાઈ જવાય, અહીં એ સ્થિતિ નથી. Page #448 -------------------------------------------------------------------------- ________________ 427 - ૩૪ ઃ વિરાગીની પરીક્ષા કોણ લઈ શકે ? - 34 – ૪૨૭ અહીં રાગ, દ્વેષ અને મોહ સર્વથા નથી, માટે અસત્ય બોલવું એ સંભવિત નથી. છબસ્થોને અનુપયોગથી સહેજે બોલાઈ જાય. ચાર જ્ઞાનના ધણી, સ્વયં દ્વાદશાંગીના પ્રણેતા એવા પણ ભગવાન શ્રી ગૌતમસ્વામીજીને પણ અનુપયોગથી આનંદ શ્રાવક પાસે “મિચ્છામિ દુક્કડ” દેવાનો પ્રસંગ આવ્યો, કારણ કે, છમસ્થનું જ્ઞાન ઉપયોગ મૂકે તો કામ આવે અને શ્રી સર્વજ્ઞ પરમાત્માને ઉપયોગની જરૂર નથી. એ કેવળજ્ઞાન ત્યારે જ થાય છે કે, “રાગ, દ્વેષ અને મોહ”નો સર્વથા અભાવ થાય. એટલે ત્રણે દોષોનો સર્વથા અભાવ હોવાથી ત્યાં અસત્યનો. સંભવ જ નથી, એ ઉપકારીઓએ જે વાત કહી છે, તે કાંઈક કહેવું જોઈએ માટે કહી છે એમ પણ નથી; ઇચ્છા હતી માટે કહી છે એમેય નથી; જેમ સૂર્ય જગતને પ્રકાશ આપે છે તે ઇચ્છાથી નહિ ! શું એના વિમાનમાં રહેલા એકેંદ્રિય જીવો જગત ઉપર ઉપકાર કરવાની ભાવનાવાળા છે ? નહિ જ, પણ એ રત્નોમાં ગુણ જ એવો છે કે, પ્રકાશ જ થાય. તેમ શ્રી તીર્થંકરદેવોનો તીર્થ સ્થાપવાનો શ્રી તીર્થંકર નામકર્મના ઉદયથી સ્વભાવ જ છે. જગતનો ઉપકાર કરવો, એ જ એ તારકનો સ્વભાવ છે. શ્રી જિનેશ્વરદૈવની આ સ્થિતિ સમજાય તો પછી એક પણ કુવિકલ્પ ન થાય. જેનામાં સ્વભાવ જ પ્રકાર પાડવાનો, તે અંધકાર આપે જ નહિ; જે એના ' પ્રકાશને ન સહે તે અંધ થાય તે વાત જુદી, પણ પ્રકાશ કરનારામાં એ ભાવના નથી કે, આને પ્રકાશ આપે અને આને અંધ કરું ! સૂર્ય ઊગે ત્યારે બધે જ પ્રકાશ - થાય, ગંધાતી ગટરમાં પણ પ્રકાશ થાય. કારણ કે, સૂર્ય પ્રકાશ કરવા માટે કંઈ કરતો નથી, પણ પ્રકાશ કરવાનો એનો સ્વભાવ છે. પાસેથી જનારને ગુલાબની સુગંધી આવે જ, પણ કોઈને ન જ લેવી હોય અને નાક દાબે એ વાત જુદી; તેમ ધર્મતીર્થની સ્થાપના, એ શ્રી તીર્થંકરદેવના તીર્થકર નામકર્મના સ્વભાવનું પરિણામ માત્ર છે. આટલું સમજો અને માનો તો પછી એક પણ કુવિકલ્પ ટકે જ નહિ. પ્રકાશનો સ્વભાવ જ કે, જે વસ્તુ જેવી હોય તેવી બતાવે; કાળીને કાળી, ધોળીને ધોળી, રૂપાળીને રૂપાળી અને કદરૂપીને કદરૂપી બતાવે જ; કીડા પડવાથી સડી ગયેલા અંગવાળાને તેવો બતાવે. કોઈ પૂછે કે, “કીડા પડેલા કેમ બતાવ્યા ? એવું બતાવનાર તું જભ્યો કેમ ?' એમ પૂછે તેથી કંઈ ઓછું જ વળે? પ્રકાશ તો એવા હશે તેવા બતાવશે જ. જગત જે સ્વરૂપે છે તે સ્વરૂપે કહેવું એ તો શ્રી જિનેશ્વરદેવનો સ્વભાવ છે. ત્યાં આમ કેમ કહ્યું, એ પ્રશ્ન તો. એમણે જો કોઈ ઇરાદાપૂર્વક કહ્યું હોત તો Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ કદાચ ઊઠત, પરંતુ જ્યાં જેવું હતું ત્યાં તેવું કહ્યું તેમાં પ્રશ્ન જ શો ? હિંસા અને જૂઠમાં પાપ હતું માટે કહ્યું; કંઈ એ તારકના કહેવાથી એમાં પાપ છે એમ નથી. હિંસા વગેરેમાં પાપ અને અહિંસામાં ધર્મ છે, તેનો તેવો સ્વભાવ છે માટે જ એ તારકે એમ કહ્યું, એમ કહેવાની કોઈએ બનાવટ નથી કરી; હવે શંકા શી રીતે થાય ? સ્વભાવસિદ્ધ વસ્તુમાં શંકા સંભવતી જ નથી. અગ્નિ ગરમ લાગે, પાણી ઠંડું લાગે, એ સ્વભાવ છે; ત્યાં “એમ કેમ ?” એ પ્રશ્ન જ ન હોય. શ્રી જિનેશ્વરદેવનું વચન સમજવા માટે એ તારકના : સ્વભાવને ઓળખવાની ખાસ મહેનત કરો. સમજવા માટે જિજ્ઞાસા કરો, પણ “આ આમ કેમ જ હોય ?” એ પૂછવાનો અધિકાર નથી. જો એ તારકને સર્વજ્ઞ માનતા હો તો ! શ્રી જિનેશ્વરદેવધર્મતીર્થની સ્થાપના કરે છે, તે કરવી છે માટે એમ નહિં; કરવી જોઈએ માટે એમેય નહિ, પણ સ્વભાવ છે, કેવળજ્ઞાન થયા પછી ઇંદ્રો સમવસરણ બનાવી પ્રભુને પ્રાર્થના કરે કે, “પ્રભો ! પધારો” ત્યારે જાય છે. દિક્ષા લેતાં પહેલાં પણ ભગવાન પાસે લોકાંતિક દેવો આવીને તીર્થ પ્રવર્તાવવાની વિનંતી કરી જાય છે. શ્રી તીર્થંકરદેવોની બધી જ ક્રિયાઓ નિયત છે. સ્વભાવથી જ એ ક્રિયાઓ નિયત છે કે, અમુક કાળે શ્રી તીર્થંકરદેવ સંસાર છોડે અને દીક્ષા લે : અમુક કાળે તે તારકને કેવળજ્ઞાન થાય અને તીર્થ સ્થાપે; કેવળજ્ઞાન થાય કે ગણધરના આત્મા આવે જ; સામગ્રી તૈયાર ગોઠવાયેલી જ હોય; ગણધરના આત્મા આવે અને ત્રિપદી સાંભળી તરત આખી દ્વાદશાંગી બનાવે; અને અમુક કાળે પ્રભુ નિર્વાણ પામે. ત્રિપદી પરથી આખી દ્વાદશાંગી તૈયાર થાય શી રીતે ? એનો ઉત્તર જ એ કે પૂર્વે પામેલાનો આવિર્ભાવ છે. વિભક્તિ, પ્રત્યય, વિશેષણ અને વિશેષ્યનો વિચાર કરવાપણું ત્યાં રહેતું જ નથી. આત્માની સંઘરેલી સામગ્રીને ત્રિપદી. પ્રકાશમાં આણે છે. દ્વાદશાંગી એ આત્મામાં ભરેલી હતી તે ત્રિપદીથી ખુલ્લી થઈ. આમાં શંકા કેમ જ હોય ? કલ્પિત વિચાર કરીને બનાવે એમાં બનાવટ હોય. આત્મગુણ ખીલે ત્યારે: તમે જુઓ તો સમજાશે કે, આગળના મહાપુરુષોના ગ્રંથોમાં સ્વાભાવિક રીતે જ જ્ઞાનનાં પૂર વહે છે, ત્યારે આજના કેટલાક વિદ્વાન ગણાતાના ગ્રંથોમાં કૃત્રિમતા ખુલ્લી માલૂમ પડે છે. એમને અહીંથી તહીંથી લાવીને સંગ્રહ કરવો પડે છે. કૈક વાક્યો ભૂંસવાં પડે છે, પેલા મહાપુરુષોને વાક્ય ભૂંસવાની જરૂરત નહિ, કેમ કે, આગમનું જ્ઞાન તો હૃદયમાં વસેલું જ હોય છે. આજે પુસ્તકો જે દૃષ્ટિએ વંચાવાં જોઈએ તે દૃષ્ટિએ વંચાતાં નથી, એટલે જ આ સમજાતું નથી. Page #450 -------------------------------------------------------------------------- ________________ 429 - ૩૪ઃ વિરાગીની પરીક્ષા કોણ લઈ શકે ? - 34 – ૪૨૯ આજનાં પુસ્તકોમાં વસ્તુ જ ન જણાય અને આ મહાપુરુષો તો પહેલી ગાથામાં જ વસ્તુ જણાવી દે. ગ્રંથનું નામ જ વસ્તુ-સૂચન કરે એવું હોય. આજના ગ્રંથોનાં તો પ્રાયઃ નામ અને કામ બધું આડંબરી ! પણ એ આડંબરીઓએ સમજી લેવું જોઈએ કે, જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ આત્માના સ્વાભાવિક ગુણોના પ્રકાશમાં કોઈ જાતનો દેખાવ કરવો પડતો જ નથી. આપણી ક્રિયા તો અભ્યાસ છે; તે જેમ જેમ વધશે તેમ તેમ સ્વાભાવિકતા આવશે; પછી “હું જ્ઞાની, હું સંયમી” કહેવું નહિ પડે; “તપ કરવો છે” એવો વિચાર પણ નહિ કરવો પડે, તપ એ આત્માનો ગુણ છે, પછી તપ કરવાનો તે વિચાર કરવો પડે? નહિ. વિચાર કરવો પડે, તો ખાવું પડશે,’ એ વિચાર કરવો પડે ? પણ એ દશા સ્વાભાવિક ગુણ ખીલે ત્યારે જ આવે. ત્રિપદી, ગણધર, તીર્થપ્રચાર, એ બધી સામગ્રી દરેક શ્રી તીર્થંકરદેવની નિયત અને તૈયાર હોય; કશી યોજના નવી નથી કરવી પડતી. યોજના તો બનાવટીને કરવી પડે. મુનિનો કાર્યક્રમ પણ નિયત જ છે; જે જેટલો અમલમાં ન મુકાય તે માટે ઘટના કરવી પડે; એ જ કારણે આ શાસનમાં પોલાણવાળાને તીર્થ સ્થાપવાનો અધિકાર જ નથી. જે જેવા હતા તે તેવું પામ્યા! . - શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકા ન થવાનું આ જ મુખ્ય કારણ છે; શ્રી જિનેશ્વરદેવ ઇરાદાપૂર્વક આ બધું નિર્માણ કરે છે એમ નથી, પણ એ તારકના નિમિત્તે તીર્થનું નિર્માણ થાય છે. “આ યોગ્ય અને આ અયોગ્ય' એ શાથી કહે ' છે ? જ્ઞાનપ્રકાશ એ બતાવે છે. ત્યાં રાગદ્વેષ કેમ જ આવે ? નાડીજ્ઞાન વિનાનો . વૈદ્ય પૈસાના લોભે ગપ્પાં મારે, પણ નાડીનું જ્ઞાન ધરાવતો અને નિર્લોભી વૈદ્ય નાડી હાથમાં લીધા પછી ગપ્પાં કેમ જ મારે ? ન જ મારે. '. અનંતજ્ઞાનનો પણ સ્વભાવ કે, એમાં વસ્તુ હોય તેવી દેખાય, એ જ કારણે અનંતજ્ઞાની દરેક વસ્તુને જેવી હોય તેવી જ કહે. સૂર્યમાં પ્રકાશ, ચંદ્રમામાં શીતળતા. મેઘમાં વરસવાપણું, ઋતુમાં તેવા તેવા ગુણો, એ બધું સ્વભાવથી જ છે. તેમ શ્રી જિનેશ્વરદેવનું શાસન પણ સ્વભાવથી જ છે. એના પ્રકાશને જેટલો ઝિલાય તેટલો ઝીલનારાએ ઝીલ્યો. એમાંથી અમુક વસ્તુને જ પકડી જે આગ્રહી બન્યા, તે કુમતવાદી બન્યા; કુમતમાં તણાયા તે મિથ્યાદૃષ્ટિ કહેવાયા; અને કુમતમાં ગયા પછી સુમતનો વિરોધ કરનારા વિરોધી થયા. જેનામાં જે યોગ્યતા હતી તેવા તે બન્યા. યોગ્ય હતા તે પામ્યા, યોગ્યતા વગરના વંચિત રહ્યા અને અયોગ્યોએ હાનિ ઉઠાવી. Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - - 430 સૂર્ય ઊગે ત્યારે પોતપોતાની જાતિને યોગ્ય પ્રવૃત્તિ તે તે કરે છે; અંધ થનારા અંધ પણ થાય છે. સૂર્યે પોતાને પૂજવાનું કોઈને કહ્યું છે ? નહિ જ, તો પણ પૂજનારા પૂજે છે અને ધૂળ ઉડાડનારા એની સામે પણ ધૂળ ઉડાડે છે, તેમ તીર્થને માનનાર શંકા કરે કઈ રીતે ? વૈરાગ્ય, એ આત્મસ્વભાવ છે ! સભાઃ જો સ્વભાવથી જ, તો આજ્ઞા કેમ ઘટે ? શ્રી તીર્થંકર નામકર્મનો સ્વભાવ જ એ કે, એ આજ્ઞારૂપે કહે. સૂર્યના પ્રકાશનો સ્વભાવ જ એ કે ચોરે ભાગવું જોઈએ; માનો કે, એને માટે સૂર્યની આજ્ઞા જ; પહો ફાટ્યો કે ચોર લેવા ન રહે; લોકોનો સંચાર થાય કે નાસવા માંડે. જરૂર, સૂર્યના પ્રકાશમાં ચોટ્ટાને નસાડવાનો ગુણ છે જ; તેમ શ્રી જિનેશ્વરદેવની વાતો આપણા જેવાને માટે આજ્ઞારૂપ જ છે એ તારકે પોતાના સ્વભાવને અનુરૂપ કહી છે. સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્ર એ આત્માના ગુણ છે અને એને અનુસરતી એ તારકની આજ્ઞા છે; કેમ કે, એ ગુણો સર્વાંશે એ તારકને પ્રગટ્યા છે; કહોને કે, ગુણોના માલિક બન્યા છે. એ ગુણો કઈ રીતે પ્રગટે એ બતાવવા માટે જ એ તારકની આજ્ઞા છે, એમાં શંકા શા માટે ? કોઈ આત્મામાં સંયમ પરિણામ જાગે તો એ બનાવટી નથી. પણ હિંસાદિનાં પરિણામ જાગે તે બનાવટી છે; કેમ કે, એ આત્માનો વિભાવ છે. . . અહિંસાનાં પરિણામ બનાવટી નથી, એનું કારણ એ છે કે, એ તો આત્માનો સ્વભાવ છે. અહિંસક બનવા માટે ખાસ વિચાર કરવા ન પડે, કારણ કે, ત્યાં કાયદો કે રાજસત્તા પણ આડે ન આવે અને હિંસામાં બધું જ આડે આવે. “આનું કેમ ન બગાડ્યું ?” એ કોઈ ન પૂછે, પણ “આનું કેમ બગાડ્યું?” એ તો અવશ્ય પૂછે. દાન દેવા માટે પૂછવું ન પડે, પણ કોઈના પડાવી લેવામાં વાંધો; કારણ કે, દેવું એ ગુણ છે અને લેવું એ દુર્ગુણ છે. આત્માના ગુણો સામે પ્રત્યવાય ન હોવો જોઈએ. આત્માના વિભાવી ગુણો સામે પ્રત્યવાય કરાય ? કૃત્રિમ રીતે એકત્રિત કરેલ પાણીને બંધ કરી શકો, પણ પાતાળ ફાટે એ પાણીને કેમ રોકાય ? ગામ, નગર બધું તાણે એને શી રીતે રોકાય ? તેમ આત્માના સ્વાભાવિક ગુણો બહાર આવે, ત્યાં પ્રત્યવાય ઊભો કરનારા, વિપ્નો - કરનારા લોકો આપોઆપ શ્રી જિનેશ્વરદેવના શાસનમાંથી બહાર થાય છે. વૈરાગ્ય આવ્યો કેમ ?” એ કેમ જ પુછાય ? વાસણ ઊજળું કેમ ?' એ પ્રશ્ન નથી. એ તો હતું જ ! ‘કાટ કેમ ચડ્યો ?' એ પુછાય. Page #452 -------------------------------------------------------------------------- ________________ 431 * -૩૪ : વિરાગીની પરીક્ષા કોણ લઈ શકે ? - 34 - ૪૩૧ વાસણને આંબળી તથા ઢેખાળાથી ઘસતાં છતાંયે ઊજળું ન દેખાય તો પુછાય કે, ઊજળું કેમ નથી થતું, તેમ વૈરાગ્ય એ તો આત્માનો ગુણ છે. એ આવે ત્યાં પ્રશ્ન જ શો ? વૈરાગ્ય કેમ નથી આવતો ?” એ અવશ્ય પુછાય, પણ આજે તો એને બદલે “વૈરાગ્ય આવ્યો જ કેમ ?” એમ પુછાય છે ! એ પૂછનારા ઊંધા ખરા કે નહિ ? એવાઓને મિથ્યાદૃષ્ટિ કહેવામાં વાંધો પણ શો ? એવાઓને શ્રી જિનેશ્વરદેવના શાસનનું ભાન જ નથી. શ્રી જિનેશ્વરદેવને એવાઓએ ઓળખ્યા જ નથી. - વૈરાગ્ય એ જો આત્માનો સ્વાભાવિક ગુણ ન હોત, તો હું કહું છું કે, કદી તમને અને મને વૈરાગ્ય થાય, પણ શ્રી જિનેશ્વરદેવને કદી વૈરાગ્ય ન થાત; કારણ કે, એ તારકની પાસે રાગની સામગ્રી કેટલી ? એવી રાગની સામગ્રીવાળાને વૈરાગ્ય કેમ થાય ? આપણને તો ડગલે ને પગલે દુ:ખ, તેથીય કદાચ વૈરાગ્ય થાય, પણ એમને થાય ? માંદાને કદાચ મરવાની ઇચ્છા થાય, પણ સાજાને ઓછી જ થાય ? જેઓને ઘરમાં ઠેકાણું નહિ, બજારમાં ઠેકાણું નહિ, ખાવા-પીવાનું, પૈસાટકાનું, શરીરનું એટલે કે તમામ જાતનું દુઃખ હોય, તેઓને વૈરાગ્યનુંય કારણ છે, પણ એ તારકને તેવું કંઈ પણ કારણ હતું ? નહિ જ, તો પછી તે તારકને વૈરાગ્ય કેમ જ થાય ? આ બધાથી માનવું પડશે કે, વૈરાગ્ય, એ આત્માનો ગુણ છે. જેમ જેમ આત્મા નિર્મળ થાય, તેમ તેમ સામગ્રી વધે અને વૈરાગ્ય પણ વધે આત્મા પદ્ગલિક સામગ્રીમાં ન મૂંઝાય. દુનિયાના લોકોને તો કન્યા પણ 'ગોતવી પડે છે અને પ્રભુને તો પરણવાની પ્રાર્થનાઓ થતી હતી. દુનિયાને તો લક્ષ્મી ગણવી પડે છે અને પ્રભુને તો તે વરી હતી ! તમારી અને તેમની દશા તો વિચારો ! “ આજે મૂર્ખઓમાં એ પ્રશ્ન ચર્ચાય છે કે, વાંઢા તથા વિધવાઓનું શું થાય ? ખરેખર, વર્તમાન કાળની હવાથી કોઈક લોક પાગલ બન્યા છે. તેવાઓને કહો કે, હવાઈ કિલ્લા ન ચણો; પણ આજના કોઈક ભણેલા ગણાતાઓનું તો ભેજું જ ફરી ગયું છે, નહિ તો આવો વિચાર ન આવે. પુણ્ય, પાપ અને એના વિપાક તથા આત્મા અને જડનો સ્વભાવ જે સમજે, તેને આવા વિચારો હોય જ નહિ. વૈરાગ્યની પરીક્ષા શી રીતે થાય ! આથી સમજો કે, વૈરાગ્ય એ આત્મગુણ છે, એથી જ એ દુ:ખમાં જ આવે એમ પણ નહિ કિંતુ સાચા સુખીને પણ વિરાગ આવે; કારણ કે, જે વિરાગી Page #453 -------------------------------------------------------------------------- ________________ 432 ૪૩૨ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ થાય તે જ સાચો સુખી છે. દુઃખ પડે અને દુ:ખમાં રહે એ તો મૂઓં, પણ દુ:ખથી આઘો ખસે તે જ જ્ઞાની. એ લોકો કહે છે કે, સંસારના દુ:ખથી વૈરાગ્ય ? અરે, એ રીતે પણ જે સમજ્યો તે ડાહ્યો છે. ગુણ રીતે પ્રગટ થાય, એમાં વાંધો શો ? જેવું ભાજન. સોનાને કાન્તિવાળું કરવા સોનાગેરૂ જોઈએ અને તાંબાપિત્તળને માટે ઢેખાળો; એનો પ્રકાશ એના યોગે છે. એ તો જેવી યોગ્યતા. વૈરાગ્ય જ્ઞાનથી પણ થાય. અને દુ:ખથી પણ થાય. એ કોઈ પણ રીતે થયેલો વૈરાગ્ય એ આત્મગુણ છે..' પાઘડીનો, હીરામાણેકનો મોહ છૂટી આ સાધુના જીવન પર મોહ ક્યારે થાય ? સાધુનાં કપડે હીરામાણેક ટાંગ્યાં છે ? રાજા-મહારાજાને દેખીને તો મોહ થાય, પણ અહીં મોહ શાથી થાય ? જૈન સાધુ ઉઘાડે પગે ચાલે છે, ઉઘાડે માથે ચાલે છે, વાળનો લોચ કરે છે, તપ કરે છે, ચાર હાથનો ચોલપટ્ટો અને પાંચ હાથનો કપડો રાખે છે, અને બહુ બહુ તો આજના ભણેલાઓના આક્ષેપ મુજબ માનો કે, બસો રૂપિયાની કામળી, પણ પછી કાંઈ શીરપંચ, તેલ-અત્તર એવું એવું કાંઈ છે ? બીજો કંઈ પણ વારસો છે? દુનિયાના પદાર્થો પરથી ઊઠીને અહીં મોહ શાથી થાય છે ? શાસ્ત્ર કહે છે કે, આત્મસ્વભાવની ત્યાં કાંક ઝાંખી છે. ' - આખી દુનિયાના રૂપગુણ જોતાં, પ્રભુની મૂર્તિ તરફ ઝૂકવું. એ આત્મગુણ છે. જો એમ ન હોય તો મૂર્તિમાં શું છે કે જે તમને મૂંઝવે ? આથી સ્પષ્ટ છે કે, આત્માના સ્વાભાવિક ગુણો જન્મ, એની સામે પ્રત્યવાય કરવો, તે ઇરાદાપૂર્વક ધોળાને કાળું કરવા બરાબર છે. વિરાગીની પરીક્ષા રાગની ભૂમિકામાં કરવી, તે ઇરાદાપૂર્વક વિરાગીનું ખૂન કરવા બરાબર છે. વિષયથી પાછા હઠનારને એના વિરાગની પરીક્ષા માટે વેશ્યાને ત્યાં મોકલવાની વાતો કરવી, એ અધમતાની પરાકાષ્ઠા છે. વેશ્યાને ત્યાં તો મુનિ પણ પડે, વર્ષો સુધી સંયમ પાળેલા પણ પડી જાય, એવા પણ ગબડે તો બાળકની તાકાત શી ? વિરાગની પરીક્ષા લેવા વેશ્યાને ઘેર મોકલવાનો વિચાર જ સૂચવે છે કે, એ વિચાર કરનારા કજાત છે. નહિ તો એની દૃષ્ટિ વેશ્યાને ત્યાં ગઈ જ કેમ ? ભણેલાની પરીક્ષા અભણ પાસે અપાવાય ? ઉદારની પરીક્ષા કૃપણ કરે ? વિરાગીના વિરાગની પરીક્ષા રાગમાં પડેલા કરે ? અને એ સર્ટિફિકેટ આપે ? એને શી ખબર પડે ? એણે વૈરાગ્ય જોયો છે ? બંગલામાં રહેનારો, સ્ત્રીના મોહમાં પડેલો વિરાગને શી રીતે પારખે ? “આ સ્ત્રી તરફ જો અને હું પારખું.” એમ કહે કે બીજું ? એને ક્યાં ખબર છે કે, બ્રહ્મચર્યની નવ વાડ કહી છે, ત્યાં શ્રી જિનેશ્વરદેવે સ્ત્રીનું રૂપ જોવાની પણ ના પાડી છે. Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૩૩ 433 ૩૪ : વિરાગીની પરીક્ષા કોણ લઈ શકે ? - 34 બ્રહ્મચારી માટે, બ્રહ્મચર્ય વ્રત વર્ષો સુધી પાળેલું હોય એને માટે પણ એ નવ વાડો પાળવાનો નિયમ છે. ચિત્ર તો દૂર રહ્યું, પણ સ્ત્રી બેઠી હોય ત્યાં પુરુષથી અમુક કાળ પર્યંત તથા પુરુષ બેઠો હોય ત્યાં સ્ત્રીથી અમુક કાળ પર્યંત ન બેસાય, આ નિયમ છે. જ્ઞાનીએ જોયું છે કે, પુદ્ગલનો સંચાર પણ વિકાર કરે છે, ત્યારે આજના પરીક્ષકો વિરાગની પરીક્ષા માટે એને સ્ત્રીઓ પાસે મોકલવાનું કહે છે. ‘ત્યાં એ ટકે તો વિરાગી માનવો' એમ કહે છે. આવા આત્માઓને ધર્મી કહેવા કે અધર્મી ? શ્રી જિનેશ્વરદેવે જોયું કે, કામવિકાર એ ભયંકર ચીજ છે. એ જગ્યા પર બેસવાથી પણ વિકારભાવના થાય. આત્માનો ગુણ નિર્મોહીપણાનો છે. એમાં જડર્નો સંયોગ ઘાતક છે. ત્યારે આજના અજ્ઞાનીઓ કહે છે કે, ‘વૈરાગ્યની ખાતરી તો, ત્યારે થાય કે સ્ત્રીઓના ટોળામાં રહીને વિકારને જીતે તો.’ શાસ્ત્ર તો કહે છે કે, મા-બેન સાથે પણ એકાંતમાં ન રહેવું. ઉંમર લાયક થયા પછી બનતાં સુધી એના અંગનો સ્પર્શ પણ ન કરવો. કોઈ વિષમ પ્રસંગે સ્પર્શ થઈ જાય એ વાત જુદી, પણ ‘અડવું જોઈએ' એમ કહેનાર માટે શાસ્ત્ર કહે છે કે, એમાં છૂપી કામવાસના ભરેલી છે. એના જ એ ઉદ્ગાર છે; એટલે વૈરાગ્યની પરીક્ષા માટે અયોગ્ય સ્થળે મોકલવાનું અગર રાખવાનું કહેનાર ઇરાદાપૂર્વક એના વૈરાગ્યની કતલ કરનાર ખૂની છે. લોકવ્યવહાર પણ એવો છે કે, ઉઠાવગીર દિવસે આવીને બધું જોઈ જાય, પછી રાત્રે આવે, એથી એ દિંવસે આવે ત્યારે શાહુકારને ખબર પડી જાય તો પકડાવી દે. ત્યારે આજના અજ્ઞાનીઓ જ નહિ, પણ ધર્મનો નાશ કરવા ઇચ્છનારાઓ તો કહે છે કે, આવે તો પેસવા દેવા, પછી જોઈ લેવું. પણ પછી શું જોવું ? જંગલી જાનવરોને પાળનારા ૨માટે ખરા, પણ રાખે આઘાં. વાઘને પોતાનો હાથ ન ચાટવા દે. દાંત બેસે ને લોહીનો સ્વાદ ચાખે તો એ માલિક થઈ જાય, કેમ કે, વાઘ જાતિસ્વભાવ ઉપર ગયા વિના રહે નહિ. પ્રભુમાર્ગને પામેલા આત્માનો સ્વભાવ વૈરાગ્ય છે અને દુનિયાના પદાર્થોનો સ્વભાવ વૈરાગ્ય પર લૂંટ ચલાવવાનો છે; તો પછી ત્યાં કેમ જ મુકાય ? મીણના ગોળાને જેવો છે તેવો જ ગોળ રાખવો હોય તો શું એને અગ્નિ પાસે મુકાય ? આત્મગુણ ગમે ત્યાં પ્રગટી શકે છે ! આજના અજ્ઞાન લોકોએ તો શ્રી સ્થૂલિભદ્રજીનો જ દાખલો ગોખી રાખ્યો છે અને એ આપે છે. ત્યારે શાસ્ત્ર કહે છે કે, ‘એ એક જ.’ એની સામે તેઓ એમ કહે છે કે, ‘અમારે તો બધા એવા જ જોઈએ. તો વિચારો કે, એ આત્માઓ મિથ્યાદ્દષ્ટિ ખરા કે નહિ ? ખરે જ, આવા માણસો મિથ્યાદ્દષ્ટિ જ નહિ, પણ શાસનમાં ભયંકર ઉત્પાત કરનારા છે, માટે એવાઓથી વેગળા રહેવું જ સારું છે. Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ – ઉપકારીઓએ “જાતવાન ધર્મી થાય” એમ કહ્યું, પણ “કજાત ન જ થાય એમ ન કહ્યું; કેમ કે, એ આત્મગુણ છે; વખતે ત્યાં પણ યોગ્ય સામગ્રી મળી જાય તો થાય. નાટક કરતાં વાંસડે ચડીને નાચતાં પણ કેવળજ્ઞાન થયું એ કબૂલ રાખ્યું, કેમ કે, એ આત્મગુણ છે. પણ એ બધાં કેવળજ્ઞાન ઉત્પન્ન કરવાનાં સાધન છે, એમ ન કહ્યું ! છતાંય આજના કેટલાકો એમ પૂછે છે કે, ત્યાં આત્મગુણ પ્રગટે કેમ, આત્માના ગુણો ગમે ત્યાં ગમે તે રીતે પ્રગટ થાય; તો પણ કેમ થાય ? એમ ન પુછાય. આજના જેવા જો ત્યાં ઊભા હોત, તો પૂછતા કે, “તને કેવળજ્ઞાન થયું કેમ ? બતાવ અમને, થાય શી રીતે ?' પણ એ જાણતા નથી કે, યોગ્ય સામગ્રી મળી જાય તો ગમે ત્યાં અને ગમે તેવા પ્રસંગે આત્માના ગુણો પ્રગટવામાં હરકત નથી. : હવે વિચારો કે, ક્ષણ પહેલાંના નાટકિયાને કેવળજ્ઞાન થાય, તો ગઈકાલના પ્રપંચીને પણ આજે વૈરાગ્ય થાય, એમાં વાંધો શો છે ? આથી જ શત્રે કહ્યું છે કે, અમુક ગુણવાળાને વૈરાગ્ય સહેલો એ સાચું, પણ બીજાને ન જ થાય એમ નહિ. વૈરાગ્યને કચડો નહિ, પણ પુષ્ટ કરો ! માર્ગાનુસારીના પાંત્રીસ ગુણ છે. એવા આત્માને માટે ધર્મ પામવો સહેલો છે એમ કહ્યું છે. એ પાંત્રીસ ગુણોમાં ન્યાયસંપન્નવિભવ, પાપભીરુ અને ઇંદ્રિયજય' આ ત્રણ ગુણ પણ છે. એ અને બીજા ગુણો આવે તો ધર્મ સહેલાઈથી પામે, પણ જે આત્મામાં એમાંનો એક પણ ગુણ ન હોય, અરે ! પાપને પાપ માનતો ન હોય એવી પણ વ્યક્તિ ધર્મ સાંભળવા આવે - ધર્મ સંભળાવવાની પ્રાર્થના કરે તો ના પડાય ? નહિ જ, કારણ કે, એક પણ ગુણ ન હોય એ ધર્મ ન જ થાય એમ નથી અને એમ જો હોય તો તો સંસારમાંથી કોઈ મુક્તિ પામે જ નહિ. આત્માના સ્વાભાવિક ગુણ ખીલવવા માટે આવરણો ખસવાની જરૂર છે. ગોશાળાએ શ્રી જિનેશ્વરદેવની ભયંકર આશાતના કરી; શાસ્ત્ર અને અધમ કહ્યો; જેની પાસેથી પામ્યો તેના પર જ એણે તેજોલેશ્યા મૂકી; એ ગોશાળાને છેલ્લી ઘડીએ પણ, શુદ્ધ ભાવનાના યોગે કર્મનો ક્ષયોપશમ થયો તો તે સમકિત પામ્યો; એના મરણ પછી શ્રી ગૌતમ સ્વામીજીએ ભગવાનને એની ગતિ પૂછતાં, ભગવાને કહ્યું કે, “એ બોધિ પામ્યો અને બારમા દેવલોકે ગયો.” આવરણ ખસ્યું એટલે એને પણ બોધિપ્રાપ્તિ થઈ; આથી સ્પષ્ટ થાય છે કે, આજે અમુકને “વૈરાગ્ય કેમ થયો ?” એ ન પુછાય. વૈરાગ્ય થાય તો એને પુણ્યવાન મનાય; પછી તો એને હાથ જ જોડાય. Page #456 -------------------------------------------------------------------------- ________________ 435 - ૩૪ : વિરાગીની પરીક્ષા કોણ લઈ શકે ? - 34 - ૪૩૫ આઠ વરસના બચ્ચાને વૈરાગ્ય થાય, પણ વાઘ જેવો બાપ આવીને ધોલ મારે, ત્યાં એ શું કરે ? ધૃજે જ ! ભગવાન કહે છે કે એને સર્વવિરતિનાં પણ પરિણામ થાય, પરંતુ ટકાવનાર જોઈએ. દેરાસર જતાં બાળકોને કેટલાંય કરપીણ મા-બાપો કાનપટ્ટી પકડીને બેસાડી દે છે. બાળકને ભાવના તો બધી થાય, પણ પેલો વાઘ જેવો આવે ત્યાં કરે શું ? પછી આજના પાપાત્માઓ કહે છે કે, “કેવો બેસી ગયો ?' એમ કહેનારને પૂછો કે, “બેસી ગયો કે બેસાડ્યો ?' ચડનારને પાછળથી પટકે ત્યાં એ કરે શું? વસ્તુત: એ આત્માઓ પડ્યા નથી, પણ પાપીઓએ તે આત્માઓને પાડ્યા છે; માટે એવાં દૃષ્ટાંતો દૂર રાખી બાળકોને વૈરાગ્ય થાય તો પોષો : પછી જુઓ તેની ખૂબી. ચિત્રકાર પણ પહેલાં કાચો સ્કેચ બનાવે, એમાં પેન્સિલના લીટા હોય, એ તો જોવું પણ ન ગમે, પછી જ્યારે એમાં પીંછીથી રંગ પૂરે એટલે દીવાનખાનામાં લટકાવવા જેવું બને. તો પછી વેરાગ્યના અંકુર ફૂટે ત્યાં રંગ પૂરવા છે કે કાજળ? કાજળ ઉપયોગી ખરું પણ રેખા કાઢવા. એ કાજળના કૂચડા ન હોય. કેટલાક બડેખાંઓ કહે છે “અમે મારીએ; કૂટીએ અને વૈરાગ્ય ટકે તો સાચો !” આપણે તો એની સામે કહીએ છીએ કે, જેને વિરાગીને મારવાની અને કૂટવાની ભાવના થાય, એના જેવા પાપાત્મા દુનિયામાં બીજા કોઈ જ નથી. શ્રી સંઘનું પરમ કર્તવ્ય: * સભાઃ એવા વિરાગીઓને જુલમગારોના પંજામાંથી બચાવવા, એ શ્રીસંઘનું કામ નહિ ? - શ્રીસંઘનું એ સામાન્ય કાર્ય જ નથી, પણ ઊંચામાં ઊંચું પુણ્યકાર્ય છે. આત્મગુણનું પાલન કરો, પણ એ આત્મગુણોની સામે બળવો ન લઈ જાઓ; બળવો તો દુર્ગુણો સામે લઈ જાઓ; જે પાપો દુનિયાનું સત્યાનાશ વાળે છે, ત્યાં - બળવો લઈ જાઓ ! આર્ય દેશ, આર્ય જાતિ, આર્ય કુળ અને શ્રી જિનેશ્વરદેવના પરમ શાસનમાં આજના ઉન્મત્તોએ ઊભી કરેલી ભયંકર હાલત સામે આક્રમણ કરો. નાનામાં નાના જંતુ પર પણ પગ મૂકતાં કંપ થાય એ ભાવના કેળવો. એ વિષયમાં આવેલી કઠોરતાનો નાશ કરો. સંઘનું આક્રમણ પાપક્રિયા પર હોય, પણ વેરાગ્ય આદિ આત્મગુણો ઉપર ન જ હોય. આ બધું વિચારવાથી સમજી શકાશે કે, રાગ, દ્વેષ અને મોહ ઉપર સર્વથા વિજય મેળવીને સંપૂર્ણ જ્ઞાની બનેલા શ્રી જિનેશ્વરદેવના માર્ગમાં શંકા ન હોય. એ ન સમજો તો એક પણ વચન એવું નથી કે, જેમાં તદ્દન અજ્ઞાનને શંકા ન થાય. પાણીના એક બિંદુમાં અસંખ્યાતા જીવ. સોયના અગ્રભાગે રહેતી Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ 436 માટીના કણિયામાં અસંખ્યાતા જીવ અને એટલી આલુની કણીમાં અનંતા જીવ, આ વાત શ્રદ્ધા વિના કઈ રીતે ગળે ઊતરે ? સંસારના રસિક આત્માઓને પરમતારક શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા સીધી ગળે ઊતરે એવી નથી; કારણ કે, એ આજ્ઞા બંગલાને કેદખાનાં અને અલંકારને ભાર તરીકે સમજાવી, આખાયે સંસારને ભયંકર કહે છે. આ વાત ઉપર સંસારરસિકને કઈ રીતે શ્રદ્ધા બેસે ? ઘર કેદખાનું ? હા, ધોળું કેદખાનું કે જેમાંથી નીકળવાની ભાવના જ ન થાય!. માટે જ છે એમાંથી નીકળ્યા તે જ ભાગ્યવાન ! આથી વસ્તુના સ્વભાવમાં પ્રશ્ન ન હોય. જો એમ વસ્તુના સ્વભાવમાં પણ કરે તો કોઈ ક્રિયા એવી નથી કે, જેમાં શંકા ન થાય અને તે પછી એક પણ ક્રિયા પ્રેમપૂર્વક કરાય નહિ; માટે શ્રાવકે , શ્રાવકપણું ટકાવવું હોય તો બે વખત પ્રતિક્રમણ વગેરે કરવું જોઈએ. સમ્યગુદૃષ્ટિએ સમ્યક્ત્વ ટકાવવું હોય તો રોજ શ્રી જિનપૂજન વગેરે કરવું જોઈએ તથા રોજ જિનવાણી સાંભળવી જોઈએ. સમ્યકત્વ રાખવા માટે કરાતી આ ક્રિયા સર્વવિરતિના પરિણામને પણ ખેંચીને લાવનારી છે, તો પછી “વૈરાગ્ય કેમ થયો ?” એ પુછાય જ કેમ ? જો વૈરાગ્ય પામેલો હોશિયાર હોય તો એવા ઉન્મત્તોને કહી દે કે, “હું પુણ્યવાન છું માટે મને વૈરાગ્ય થયો અને તે નિર્ભાગી છે માટે તને વૈરાગ્ય ન થયો; મેં પૂર્વે ધર્મ આરાધ્યો માટે મને વૈરાગ્ય થયો અને તેં ધર્મ નથી આરાધ્યો માટે તને વૈરાગ્ય નથી થતો; મને લાગે છે કે, “ત્યાં પણ તું આવો જ કાળો હશે.” ઘણી વખત ગાંડાઓને સમજાવવા આ રીતે કહેવું પડે. - આ બધું વિચારતાં સમજી શકાશે કે, શ્રી જિનેશ્વરદેવના ધર્મતીર્થની સ્થાપના સ્વભાવસિદ્ધ છે, પણ સ્થાપવા માટે સ્થાપના નથી કરી. તરવાનો ધોધ ત્યાંથી સ્વભાવતઃ નીકળે છે. શ્રી તીર્થંકરદેવ ઇચ્છાથી તીર્થ સ્થાપતા નથી. સ્થાપવા માટે સ્થાપતા નથી. શ્રી તીર્થંકરદેવ જે દેશના આપે છે તે પણ તીર્થકર નામકર્મને ખપાવવા માટે જ આપે છે. આવા તીર્થને પામેલો આત્મા સમ્યગુદૃષ્ટિ કહેવાય છે. એવો સમ્યગુદૃષ્ટિ આત્મા રસપૂર્વક ઘરમાં રહે નહિ. કોઈ રાખે એ ભલે, પણ એને રહેવાની ઇચ્છા હોય નહિ. સમ્યગ્દષ્ટિનો સ્વભાવ કેવો ? એ જ કે મુખ ધર્મ તરફ અને પીઠ ઘર તરફ! હવે વિચારો કે પ્રભુઆજ્ઞામાં વિહરતા શ્રીસંઘનો સ્વભાવ કેવો ? જેશ્રીસંઘમાંથી રત્નત્રયીના પૂજારી, પ્રચારક, પ્રશંસક, પોષક ન નીકળે, તેને શ્રીસંઘ કેમ જ ગણાય ? આથી એ તો સ્પષ્ટ જ છે કે, રત્નત્રયી સામે લાલ આંખ કરનાર તો સંઘ નથી જ. Page #458 -------------------------------------------------------------------------- ________________ 437 * -- ૩૪ : વિરાગીની પરીક્ષા કોણ લઈ શકે ? - 34 - ૪૩૭ વિરાગીની પરીક્ષા સમ્યગુદૃષ્ટિ રાગીને કરવાનું કહો, તો એ તો કહી દે કે, હું પામર ! તારી પરીક્ષા શી રીતે કરું ? ક્યાં તું અને ક્યાં હું ? ઘરમાં બાળક વિરાગી થાય, તો સમ્યગુદૃષ્ટિ માતા-પિતા એને પણ પૂજ્યદષ્ટિએ જુએ, કહે કે, “અમે ન પામ્યા અને એ પામ્યો !” મા-બાપ પણ એને આજ્ઞા કરતાં આંચકો ખાય. વૈરાગ્યને ધક્કો લાગે એવી આજ્ઞા એનાથી હૃદયપૂર્વક ન થાય. વિરાગીના વૈરાગ્યને ધક્કો મારનાર મા-બાપ, મા-બાપ નથી. પતિ-પતિ નથી અને ધર્મપત્ની એ ધર્મપત્ની નથી; એ તો બધાં સ્વાર્થી હોઈ આત્મધનની લૂંટ ચલાવનારા એક ભયંકર કોટિના લૂંટારા છે. દીકરો વિરાગી થાય, એટલે વસ્તુતઃ મા-બાપની માલિકી ઊઠી જાય છે. વિરાગી પર રાગીની માલિકી ન હોય. હોય તો તે એના વિરાગને પોષવા માટે જ હોય, પણ નાશ કરવા માટે નહિ. તમે સાધુનાં મા-બાપ છો ને ? સવારે આવીને ઇચ્છામિ ખમાસમણ - પંચાંગ પ્રણિપાત કરીને “સુખપૂર્વક સંયમ આરાધના” પૂછો છો ને ? પછી સંયમની પાસના માટે ભાત પાણીનો લાભ દેવાનું કહો છો ને ? કહો છો કે, “આપને માટે મારાં દ્વાર ખુલ્લાં છે.” પછી પાછા અભૂઠીયાથી થયેલા અવિનયની-ભૂલચૂકની માફી માગો છો ને ? વારુ ! મા-બાપને પગે લગાડાય ? મા-બાપ બહાર ઊભા ઊભા વાતો કરે કે, સાધુ આવા ને તેવા ? મા-બાપ રૂપ શ્રાવક-શ્રાવિકા તો ચોવીસે કલાક સાધુના સાધુપણાની ચિંતા કરે, એ અખંડિત રહે એવા પ્રયત્નો કરે અને એને અખંડિત રાખવા માટે જે ચીજની જરૂર હોય તે પૂરી પાડે. . વિરાગીના વિરાગને તો પૈસાથી પણ મદદ કરાય; ત્યાં થેલીના હિસાબ ન ગણાય. આથી સમજી શકશો કે, કેવળ પૈસાના જ પૂજારી સમ્યકત્વને ટકાવી શકતા નથી. જો શ્રી જિનેશ્વરદેવની એક-એક વાત પર આવી બુદ્ધિ જાગ્રત થાય, તો કદી જ શંકા ન થાય; છતાંય શંકા થાય તો તેના નિવારણનો ઉપાય, ઉપકારી મહાપુરુષોએ બતાવ્યો છે. Page #459 -------------------------------------------------------------------------- ________________ ૩૫ : જૈનશાસનમાં અંતરના અવાજને સ્થાન નથી 85 વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, પોષ વદ-૪ શનિવાર, તા. ૧૮-૧-૧૯૩૦ • અંતરના અવાજની ઘેલી વાતો : • બહારના સંયોગો એ જ દુઃખનું મૂળ : • નરક નથી' એમ કહેવાથી શું વળે ? શ્રી જિનવચનમાં શંકા થવાનાં કારણો અને તેને દૂર કરવાના ઉપાયો • આપણું કર્તવ્ય ! સારું નિમિત્ત પણ યોગ્યને અસર કરે ? • ખામી નિમિત્તની નહિ પણ તમારી પાત્રતાની છે : અંતરના અવાજની ઘેલી વાતો : સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી શ્રીસંઘની સ્તવના કરતાં નગર આદિ સાતની ઉપમાથી શ્રીસંઘને સ્તવ્યા બાદ શ્રીમેરૂની ઉપમાથી સ્તવે છે; તે આપણે જોઈ રહ્યા છીએ. મેરૂની ઉપમાથી સ્તવતાં સૂત્રકાર મહર્ષિએ છ ગાથા લખી છે. તેમાંની પ્રથમ ગાથાના પૂર્વાર્ધ ઉપરથી આપણે સમજી શક્યા છીએ કે, શ્રીસંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શનરૂપી વિજયી પીઠ, દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોવી જોઈએ. એ પીઠમાં શંકાદિ દોષો રૂપ પોલાણ ન હોય તો જ એમાં પરતીર્થિકોની વાસનારૂપ જલનો પ્રવેશ ન થાય અને તેમ બને તો જ એ પીઠ દઢ બને. એ પીઠમાં પ્રથમ દઢતા જ ન હોય તો પછી તેમાં રૂઢતા, ગાઢતા અને અવગાઢતાની આશા રાખવી એ ખોટી જ છે. એ પીઠમાં પોલાણ કરનારા સમ્યકત્વના પાંચ દોષોમાં પહેલો દોષ શંકા છે; એટલે જે સંઘને શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકા થાય, તે સંઘની એ પીઠ પોલી જ છે, એ વાત શંકા વિનાની છે અને એ પીઠ જ પોલી હોય તો પછી તેના ઉપરનું બધુંય પોલું જ છે, એમાં વળી શંકા જ શી ? કારણ કે, “મુક્તિ છે' એવું આપણે શાથી જાણ્યું ? તેને આપણે જોઈ પણ નથી કે અનુભવી પણ નથી ! કહેવું જ પડશે કે, શ્રી જિનેશ્વરદેવના વચનના આધારે જ આપણે મુક્તિને જાણીએ છીએ અને એ વિશ્વાસના યોગે પ્રયત્ન કરતાં પ્રાપ્ત થયેલ ગુણની થોડીક ઝાંખી ઉપરથી કલ્પના થાય છે કે, જ્ઞાની કહે છે તે બરાબર જ. Page #460 -------------------------------------------------------------------------- ________________ 439 – ૩૫ઃ જૈનશાસનમાં અંતરના અવાજને સ્થાન નથી - 35 – ૪૩૯ છે, આથી સ્પષ્ટ જ છે કે, બધી જ સાધનાનો આધાર શ્રી જિનેશ્વરદેવના વચન ઉપર જ છે. શ્રી જિનેશ્વરદેવ પોતે પોતાની ઇચ્છાથી કંઈ કહેતા નથી, કે જેથી તેઓને કશું જ ઉપજાવી કાઢવું પડે, એ આપણે બરાબર વિચારી ગયા છીએ; એટલે જાણી ગયા છીએ કે, શ્રી જૈનશાસનમાં એક પણ ચીજ ઉપજાવી કાઢેલી નથી, કારણ કે, એના મૂળ સ્થાપક ઇચ્છાપૂર્વક કશું કહેતા નથી અને એ જ કારણથી એ તારકના અનુયાયીઓ પણ પોતાની ઇચ્છાપૂર્વકનું કશું કહેતા નથી, પણ જે કહે છે કે, તે તારકોના કથનના આધારે જ કહે છે; એ જ કારણથી આ શાસનમાં ઉપજાવી કાઢેલું કશું જ નથી. શ્રી જિનેશ્વરદેવ પોતે ઇચ્છાપૂર્વક કંઈ કહેતા કે કરતા નથી; કારણ કે, વીતરાગ થઈ કેવળજ્ઞાન પામ્યા પછી તેમને ઇચ્છા હોતી જ નથી અને તે તારકો દ્વારા તીર્થસ્થાપના પણ વીતરાગ થઈ કેવળજ્ઞાન પામ્યા પછી જ કરાય છે. વળી ઇચ્છા કે વિચાર તો અસર્વજ્ઞને જ કરવા પડે. આ વાજબી કે ગેરવાજબી એવા વિકલ્પો તો છદ્મસ્થને જ થાય; આથી પરમ વીતરાગ શ્રી તીર્થંકર પરમાત્માની ઇચ્છાપૂર્વકની કશી પ્રવૃત્તિ જ હોતી નથી અને એ તારકના અનુયાયીઓ પણ પોતાની ઇચ્છાથી કાંઈ કહેતા નથી; કારણ કે, એ તો એ તારકોની આજ્ઞા મુજબ જ કહેનારા હોય છે. આ ઉપરથી સ્પષ્ટ થઈ ગયું કે, શ્રી જિનેશ્વરદેવની ઇચ્છા લોપાઈ ગઈ છે અને એ તારકના અનુયાયીઓની ઇચ્છા એ તારકને આધીન હોય છે, એ જ કારણે શ્રી જિનેશ્વરદેવના શાસનમાં કશું જ બનાવટી હોઈ શકતું નથી અને એ જ હેતુથી શ્રી જૈનશાસનમાં અંતર અવાજનો નિષેધ છે. અંતરઅવાજ તો ગાંડાઓના શાસનમાં હોય છે પણ શ્રી સર્વજ્ઞના શાસનમાં નહિ. દુનિયામાં પણ માલિકની પેઢીમાં નોકરનો અંતરઅવાજ કામ નથી લાગતો. વાસ્તવિક રીતે અંતરઅવાજ તો સ્વચ્છંદી ટોળામાં જ કામ લાગે તેમ છે. વ્યવહારમાં પણ નોકરના અંતરઅવાજે કામ કરનારી પેઢી ભીખ માંગે, કારણ કે, પેઢીને પણ બજારના ભાવતાલ આદિ ઉપર જીવવાનું હોય છે. સભાઃ ભગવાનને તો અંતરઅવાજ ખરો ને ? ભગવાનને ભાવ અંતર જેવી ચીજ જ નથી. એ તારકને ભાવ મનથી કામ લેવાનું છે જ નહિ, કારણ કે, વિશ્વજ્ઞાન રૂપ ભગવાન પોતે જ છે. એ તારકને તો જે છે તે કહેવું છે અને એ તારકના અનુયાયીઓ માટે તો એ તારકની આજ્ઞા એ જ એક આલંબન છે, એટલે જ્યારે દુનિયામાં પણ અંતરઅવાજ કામ નથી Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ - 440 સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ લાગતો, તો પછી આ લોકોત્તર શાસનમાં અંતરઅવાજ કેમ જ કામ લાગે ? અંતરઅવાજ અંતર મુજબ હોય. એટલે અંતરમાં જ ભર્યું હોય તે જ નીકળે. સ્વાદિષ્ટ કે ખરાબ ઓડકાર આવે તે પેટમાં પડેલા માલ જેવો જ ને ? એ જ રીતે અંતરમાં જેવી ભાવના હોય તેવા જ ઉદ્દગાર નીકળે. વળી દરેકનો અંતરઅવાજ એ જ ધર્મ કહેવાય તો અંતર અવાજ કોને નથી? માટે એ વસ્તુ જ અયોગ્ય છે. ધ્યાન રાખો કે, શ્રી જિનેશ્વરદેવના શાસનમાં શંકાને સ્થાન નથી એની આ સાબિતી ચાલે છે; એથી જ કહેવું પડે છે કે, જ્યાં બનાવટી વસ્તુ કહેવાની હોય ત્યાં પ્રશ્ન સંભવે, પણ સ્વાભાવિક વસ્તુમાં પ્રશ્ન જ શા ? આ ઝૂમર હાલે તો. પ્રશ્ન જરૂર થાય છે, કેમ હાલ્યો ? કેમ કે, એ ક્રિયા પરપ્રેરિત છે ! પણ પવન. કેમ ચાલ્યો ? એ પ્રશ્ન કોઈએ કર્યો ? નહિ જ, કારણ કે, દુનિયા પણ સમજે છે કે, પવન તો હાલે જ. ઝાડનું એક પણ પતું ન હાલે ત્યારે દુનિયા કહે છે કે, આજે પવન નથી, પવન હોત તો પત્તાં જરૂર હાલત; આથી બનાવટી ચીજોમાં પ્રશ્નો થાય પણ સ્વભાવસિદ્ધ વસ્તુમાં પ્રશ્નો ન હોય. , શ્રી જિનેશ્વરદેવો તો જે વસ્તુ જેવી હોય છે તે વસ્તુ તેવી જ કહે છે. એટલે હોય તે નીકળે, ન હોય તે એ તારકના મુખમાંથી નીકળે જ નહિ. વળી મનને વશ કરવામાં ધર્મ કે મનને વશ થવામાં ધર્મ? મનને વશ કરવામાં, એમ જ કહેવું પડશે. એટલે અંતરઅવાજ આપોઆપ જ નીકળી જશે અને અંતરઅવાજ ઉપરથી નહિ ઊપજેલું, પણ કેવલજ્ઞાન થયા પછી તીર્થકર નામકર્મના પ્રતાપે સ્થાપિત થયેલું હોવાથી શ્રી જિનેશ્વરદેવનું શાસન બનાવટી નથી, એની એક પણ વાત ઉપજાવી કાઢેલી નથી. એ જ કારણે એ તારકોની આજ્ઞા મુજબ જ લખાયેલા પ્રાચીન મહર્ષિઓના ગ્રંથોમાં સ્વાભાવિક વિચારના ધોધ છે; જ્યારે એ તારકોની આજ્ઞાથી દૂર રહીને લખાતાં આજનાં એકેએક લખાણો પ્રાયઃ બનાવટી જ હોય છે એમાં નક્કરપણું કશું જ નથી હોતું; એમાં માત્ર ઉપર ચળકાટ પણ અંદર તો પોલાણ જ હોય છે, કારણ કે, એવા લોકો તો જનતાને જોઈને તેને રૂચે તેવું જ લખે છે અને બોલે છે એનું કારણ એ જ છે કે, આજનો જમાનો એમ કહે છે કે જ્ઞાનીઓ ગમે તેમ કહેતા હોય તે બાજુ ઉપર રાખો, પણ આમને જોઈને જ લખો-બોલો, ત્યારે શાસ્ત્ર કહે છે કે, જે વસ્તુ જેવી હોય તેવી લખો-બોલો. અમુક પોતાને દાનવીર કહેવરાવતા હોય તો જમાનો કહે કે, એને એવા કહો, પણ શાસ્ત્ર કહે છે કે, ભલે એનો તિરસ્કાર ન કરો. પણ જો એ દાનવીર Page #462 -------------------------------------------------------------------------- ________________ 441 --- ૩૫ : જૈનશાસનમાં અંતરના અવાજને સ્થાન નથી - 35- ૪૪૧ હોય તો માનો; અને ન હોય તો ન માનો. કારણ કે, ગોલા પણ રાણા કહેવાય અને પ્રતાપ પણ રાણા કહેવાય. પણ એ બેમાંથી સલામ કોને ભરાય ? એ વિચારો. સભા સંઘનામ બનાવટી ધારે તો ? એવાને સંઘ ન જ મનાય, કારણ કે, એ સંઘ એટલે એક જાતનું ઉન્માદી ટોળું. સંઘ તો તે જ કહેવાય કે, જે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં રહેવાના ગુણવાળો હોય. આ સત્યને પ્રકાશવામાં આપણે હતા ન હતા થઈએ તો તેમાં કશી જ હરકત નથી. એ વાતમાં નિશ્ચિત રહેજો, કારણ કે, સત્યને પ્રકાશવામાં આપણે હતા ન હતા થઈએ તો તેમાં આપણે કશું ગુમાવતા નથી, પણ આપણે હયાત હોઈએ અને સત્ય હતું ન હતું થાય તો આપણી કિંમત અવશ્ય ઘટે; એટલું જ નહિ પણ આપણે જીવતા મૂઆ જેવા જ ગણાઈએ. વળી સત્યને હયાત રાખવા માટે આપણે હતાં ન હતા થઈએ એમાં આપણને એકાંતે લાભ જ છે, માટે ‘શ્રી જિનેશ્વરદેવના પવિત્ર શાસનમાં શંકાને સ્થાન નથી.' આ સત્ય સમજવામાં અને સમજાવવામાં આપણે આપણી સઘળી જ શક્તિ ખર્ચવી જોઈએ. સમજવા માટે જિજ્ઞાસા રૂપ શંકા જરૂ૨ થાય, પણ ‘તૂં મવેવેવ થમ્’ આ કેમ જ હોય ?' એમ ન થાય; કારણ કે, નહોતું તે કહેવાની શ્રી જિનેશ્વરદેવોને જરૂર જ નહોતી. બધું તજી દીધા પછી, સારી દુનિયાથી નિરાળા થયા પછી, રાગ, દ્વેષ અને મોહને સર્વથા જીત્યા પછી કેવળજ્ઞાનના યોગે જે અને જેવું જોયું તે જ અને તેવું જ તેમણે કહ્યું છે, એટલે એ તારકના વચનમાં એવી શંકા જ ન થાય કે, જે શંકાના યોગે સત્ય સમજાય નહિ અને અસત્યથી બચાય નહિ. એવા પ્રકારની શંકા ન થાય એ માટે એમ નક્કી કરો કે, જે નહોતું તે કહેવાની એ તારકને જરૂર નહોતી. ‘એવું કહેવામાં એમની આબરૂ વધતી હતી.' એવી કલ્પના પણ થઈ શકે તેમ નથી, કારણ કે, રાગ, દ્વેષ અને મોહ તો છે નહિ માટે એ વાત સંભવતી જ નથી. એટલે જેના રાગદ્વેષ અને મોહ ગયા તે આપ્ત અને એનું વચન તે આગમ, એમાં શંકા રાખવાનું કારણ જ નથી. વ્યવહા૨માં પણ જેને પૈસાની જરૂ૨ હોય તે નોકર ગાંડા શેઠને પણ ડાહ્યા કહે, પણ જેને પાઈની પણ જરૂરત ન હોય તે તો કહી દે કે, ‘લોક તમને ભલે ડાહ્યા કહે પણ હું તો ગાંડા કહું છું, કારણ કે, એ તો બધા સ્વાર્થમાં ડૂબેલા છે માટે દબાયેલા છે પણ હું દબાયો નથી.' એ જ રીતે રાગ, દ્વેષ અને મોહથી રહિત થયેલા આત્માઓને પણ અસત્ય કહેવાનું કારણ નથી; આથી એ ત્રણ Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - – 442 વિનાના આત્માઓથી કહેવાયેલી વસ્તુમાં શંકાની જરૂર રહેતી જ નથી. બહારના સંયોગો એ જ દુઃખનું મૂળ આજે છબસ્થો સ્વતંત્રપણે ગમે તેટલી વાતો કરે, પણ તેમ કરતાં તેમનું હૈયું જરૂર ડંખે છે; કેમ કે, એમાં બનાવટ ઘણી હોય છે. આજનો સ્વતંત્ર લખનારો પોતાની વાત પોતાની કલ્પનાઓ દ્વારા સાબિત કરવા ઊભો થાય, તો સો વાતની તો ના પાડે, પચાસ વાત માટે ખબર ન હોવાનું કહે, પચીસ વાતો. ' માટે અધૂરું જાણવાનું કહે અને કદી માંડમાંડ બે-પાંચ વસ્તુ સાબિત કરે; તે પણ એવી કે, એક ક્ષણમાં તૂટી જાય તેવી, કારણ કે, પોતાની વસ્તુને મહત્ત્વ આપવા - રચેલો આડંબર નભે ક્યાં સુધી ? નીતિનું પણ વાક્ય છે કે, “માડંવરો દિ પૂન્ય . ત્રો' - લોકમાં આડંબર જ પૂજાય છે, પણ “ર તુ સ્ટોત્તરશાસને’ - લોકોત્તર શાસનમાં આડંબર પૂજાતો નથી.” આટલું સમજી લેવાની જરૂર છે, કારણ કે, લોક અજ્ઞાન છે. અજ્ઞાનીમાં બધાં ગપ્પાં ચાલે, એનામાં જે વાત વહેવડાવવી હોય તે વહે, પણ આ શાસનમાં એવું ન જ ચાલે. આજે અજ્ઞાનીઓ તરફથી સુખના સાધન તરીકે કઈ વસ્તુ આગળ ધરવામાં આવે છે ? ચાહ, કસરત, દંડાદંડી વગેરે વગેરે. અજ્ઞાનીઓમાં “ચાહ ગરમાગરમ હોય તો અમૃતતુલ્ય ગણાય. વીસમી સદીનું અમૃત” આવી બધી ઉપમાઓ પામે છે. વળી કહે છે કે, “સુખી થવું હોય તો અહીં આવો, લઠ્ઠાબાજી કરો, નાચો, કૂદો.” જ્ઞાની કહે છે કે, ખરે જ બધા ગાંડા ભેગા થયા છે. વારુ ! તમે લાઠી લેનારને દુ:ખી સાંભળ્યો છે કે નહિ ? સભાઃ ઘણાય. આથી જ જ્ઞાનીઓ કહે છે કે, દુનિયાની કોઈ પણ ચીજ વાસ્તવિક સુખનું સાધન નથી. આત્મસ્વરૂપમાં રમણતા, એ જ સાચું સુખ છે. આજે છતે-રાજ્ય ચિતા સળગે છે, છતે-પૈસે, છતે-કુટુંબે, છતે-પરિવારે પણ આજે કોઈ સુખી નથી અને આત્મરમણતામાં અપૂર્વ સુખ છે, એ અમારી અનુભવસિદ્ધ વાત છે. તાકાત હોય તો ખંડન કરો ! એક કવિ કહે છે કે, “છ ખંડના માલિકને જે સુખ નથી, તે સુખ જીર્ણશીર્ણ વસ્ત્ર પહેરનાર અને ઝૂંપડીમાં વસનાર તથા ભિક્ષાવૃત્તિથી આજીવિકા - ચલાવનાર મુનિને છે. આથી પણ સિદ્ધ છે કે, સુખનું સાધન છ ખંડની સાહ્યબી નથી અને એ દ્વારા આપણે સિદ્ધ કરવા માંગીએ છીએ કે, સ્વાભાવિક વસ્તુમાં શંકા ન હોય અને એથી જ “વૈરાગ્ય કેમ થયો ?' એ ન પુછાય, કેમ કે, Page #464 -------------------------------------------------------------------------- ________________ 443 ૩૫ : જૈનશાસનમાં અંતરના અવાજને સ્થાન નથી -35- ૪૪૩ આત્માનો ગુણ છે. રાગ એ આત્માનો વિકાર છે અને વિરાગ એ આત્માનો સ્વભાવ છે, એટલે જ્યાં વિકારરૂપ રાગ હોય ત્યાં દુઃખ છે અને સ્વભાવરૂપ વૈરાગ્ય હોય ત્યાં સુખ છે. વૈદકમાં પણ એ વાત સમથયેલી છે કે, ‘દૂધમાં સાકર વગેરે નાંખવાથી વિકાર થાય છે, ત્યારે એકલું દૂધ ફાયદો કરે છે.’ આ તો એક હું સામાન્ય વાત કરું છું. આથી દૂધ પીવા મંડી પડવાનું કહેતો નથી. અહીં આપણો કહેવાનો મુદ્દો એટલો જ છે કે, વિકારથી હાનિ છે. સારાં દ્રવ્યો ભળે તો ગુણ વધારે, પણ ખરાબ દ્રવ્યો ભળે તો ગુણ ઘટાડે, પણ મૂળ સ્વભાવ તો કાયમ જ રહે. A હવે વિચારો કે, આત્માનો ગુણ રાગાંધાવસ્થા કે વિરાગાવસ્થા ? મારું મારું કરી મરવું, એ આત્મગુણ કે મારું મારું છોડવું એ આત્માનો ગુણ ? " एगोहं नंत्थि मे कोई, नाहमन्नस्स कस्सइ एवं अदीणमणसा, अप्पाणमणुसासइ ।।१।। “હું એકલો છું, મારું કોઈ નથી હું કોઈનો નથી,” આ રીતે અદીન મનથી - જરા પણ દીનતા કર્યા વિના આત્માનું અનુશાસન કરે. - एगो मे सासओ आप्पा, नाणदंसणसंजु । सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा ।।२।। મારો આત્મા એકલો છે, શાશ્વત છે. જ્ઞાન, દર્શનથી યુક્ત છે, બાકી બધા સંયોગથી વૃંદા થયેલા બાહ્ય ભાવો છે. संजोगमूला जीवेण, पत्ता दुःक्ख परंपरा । तम्हा संजोगसंबंध, सर्व्व तिविहेण वोसिरिअं ||३|| સંયોગ જેના મૂળમાં છે એવી દુ:ખની પરંપરા જીવે પ્રાપ્ત કરી છે તેથી સંઘળાય સંયોગ સંબંધોને મન, વચન અને કાયાથી વોસિરાવું છું. આવી ભાવનાને કરનાર આત્માઓ કયા હૃદયથી એમ કહે કે, આ સઘળાય બંગલાઓ અને બગીચાઓ મારા છે ? અને કદી વ્યવહારદષ્ટિથી જ્યાં સુધી પોતે તે વસ્તુઓના સંબંધમાં છે ત્યાં સુધી તે વસ્તુઓને પોતાની કહેવી પડે, તો પણ તે તે વસ્તુઓને હૃદયથી પોતાની કઈ રીતે માને ? ન જ માને, પણ કદાચ મોહના યોગે જેટલા પ્રમાણમાં તેમ મનાઈ જાય, તેટલા પ્રમાણમાં તેના હૃદયમાં પશ્ચાત્તાપ ચાલુ જ હોય. આથી જ યોગ્યને વૈરાગ્ય કેમ થયો એમ ન પુછાય, પણ તે કેમ નથી થતો એમ જ પુછાય. સાબુ લગાવવાથી ઊજળું વસ્ત્ર Page #465 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ સફેદ કેમ ન થાય એ પુછાય, પણ સફેદ કેમ થયું એમ ન પુછાય ! આ સઘળા ઉપરથી એમ સમજો કે, વૈરાગ્ય થવો અને મુનિપણું લેવું એ તો આત્માના સ્વભાવને અનુરૂપ છે અને પાઘડી આદિ તો વિરૂપ છે. તમે ગૃહસ્થ કેમ રહ્યા છો એ હું પૂછું, પણ તમે મને શું પૂછો ? મુનિ ગૃહસ્થને શું કહે ? ખાવાપીવાની કે સ્ત્રી સાથે બેસવાની છૂટની વાતો કરે ? નહિ જ, અને કદાચ એવું કહે તો ધર્મી ગૃહસ્થો જ તેવું કહેનારને કહી દે કે, તમારામાં મુનિપણું નથી અને હોય તો તમે અમને આમ ન કહો પણ અમારું આ બધું છૂટે તેમ કહો. ૪૪૪ 444 અલંકારિક ભાષામાં કહીએ કે, લગડી પણ સોનીને પોતાને ટીપવાનું કહે છે અને કહે છે કે, ‘કોઈ સારા માણસને માથે, ગળે, હાથે કે અંગે મને પહેરાવવું હોય તો ટીપ, ટિપાય તેટલું ટીપ.' તો પછી કલ્યાણના અર્થી એવા તમે ટિપાવવાની ના કેમ પાડો છો ? લોઢાનાં પણ હથિયાર બન્યાં, તે પણ ટિપાયા પછી જ ને ? અને સોનાના અલંકાર થાય તે પણ ટિપાઈને જ ને ? રત્નાદિ પણ સીધાં ગળામાં ન પહેરાય. દોરીમાં નખાય ત્યારે જ પહેરાય, પણ તેની પોટલી ન પહેરાય; તો તમે જેવા છો તેવા જ રહેવા કેમ માંગો છો ? જો કે, ધર્મી ગણાતા ગૃહસ્થો ‘આ કહેવું ખોટું છે' એમ નથી કહેતા, પણ તેમાંના કેટલાક દૂર રહીને એમ તો કહે છે કે, ‘મહારાજ બહુ ઊંચી વાતો કરે છે.’ પણ હું તો કહું છું કે, આમાં ઊંચું છે શું ? આ તો સહેલામાં સહેલું છે, કારણ કે, આ તો હજી પાંચમા તથા ચોથા ગુણસ્થાનકની વાતો ચાલે છે. આવી વાતો પણ કઠિન લાગવાનું કારણ એ છે કે, મારે તેમને અહીં લાવવા છે અને તેઓને પેલી ત૨ફ જવું છે ! અને એનો જ આ રગડો છે! કેટલાક અજ્ઞાની તો કહે છે કે, ‘મહારાજ અમારા વહેપા૨-રોજગારની વાત નથી કરતા, પણ બધું છોડવાની અને ખાવાપીવાનું પણ ઓછું કરવાની વાત કરે છે.’ આમ એ લોકો તરફથી બોલાય છે, એનું પણ એ જ કારણ છે કે, મારે તેઓને અહીં લાવવા છે, અને તેઓને અહીં આવવું જ નથી ! ખરેખર, એની જ આ બધી પંચાત છે. મારી આગળ તમારાથી ‘ઘેર જવું છે’ એમ કહેવાતું નથી અને અહીં આવવાનું બનાવવું નથી, એવી વિલક્ષણ દશા તમારી છે ! પણ એ દશાથી બચવા માટે નિશ્ચય કરો કે, ‘સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ આત્માના ગુણો છે, અને તે સિવાય બાકીના તમામ સંયોગો બહારના છે અને એ બહારના સંયોગોથી લેપાયેલા આત્માઓ કદી જ સુખી નથી થયા અને થવાનાયે નથી, એ સૈદ્ધાંતિક વચન છે.' ખરેખર, જેટલો બાહ્યપદાર્થોનો સંયોગ Page #466 -------------------------------------------------------------------------- ________________ 44s - ૩૫ ઃ જૈનશાસનમાં અંતરના અવાજને સ્થાન નથી - 35 – ૪૪૫ તેટલું જ દુઃખ અને હૃદયથી તેનો જેટલો વિયોગ થાય તેટલું જ સુખ. એ પણ જો હૃદયમાં રહેવા છતાં ભાગી જાય તો તો દુઃખ, માટે તો એ વિયોગને અશુભોદય કહ્યો; કેમ કે, દુનિયા એ ઇચ્છતી નથી; આથી સ્પષ્ટ છે કે, જ્યાં સુધી બહારના સંયોગો હૃદયથી ત્યાગ કરવા પૂર્વક બહારથી વિખૂટા ન કરાય અથવા વિખૂટા ન થાય, તો આત્મસ્વરૂપમાં લીન ન રહેવાય અને તેમ ન થાય ત્યાં સુધી સુખની પ્રાપ્તિ ન થાય. નરક નથી' એમ કહેવાથી શું વળે? આવું સત્ય દર્શાવનાર શાસનમાં શંકાને અવકાશ જ ક્યાં છે? આની સામે આ વાત અંતરને રૂચતી નથી માટે નથી માનતા' - આ પ્રમાણે કહેનાર સામે આપણે એક પ્રશ્ન ધરીએ છીએ કે, “દુનિયાની સઘળી ક્રિયાઓ શું તમે હૃદયપૂર્વક કરો છો ?” કહેવું પડશે કે નહિ. કારણ કે, ત્યાં તેઓને પણ હૃદય વિના ઘણાં જ નહિ પણ પ્રાયઃ બધાં જ કામ અનિચ્છાએ કરવાં પડે છે. ત્યાં અંતરઅવાજને મારવો જ પડે છે. કારણ કે, મોટરમાં બેસવું એ તેવા સૌને ગમે છે, છતાં તેઓ પગથી ચાલે છે તે શું વૈરાગ્યથી ? નહિ જ. એવી જ રીતે મજુરી કે નોકરી કરાય છે, અનેકને સલામો ભરાય છે, તે મને કે કમને ? જો કમને જ, તો મન વિના એ બધું થાય. તો માત્ર આ (ધર્મ) ન થાય, એમ કેમ? - અંતરઅવાજ ઉપર વજન મૂકનારાઓને હું સારી રીતે ઓળખું છું, કારણ કે, તેઓના અંતરઅવાજની કિંમત છે જ ક્યાં? તેઓનું અંતર તો શહેનશાહનું સિંહાસન લેવાનું છે, પણ ભાગ્ય વિના શહેનશાહનું જુત્તી પણ મળતી નથી અને "મળવાનીયે નથી, એ સુનિશ્ચિત છે. આખી દુનિયાની મિલકત પોતાની તિજોરીમાં હોવાનું તેઓનું અંતર તો ઇચ્છે છે, પણ છે ક્યાં ? કહેવું જ પડશે કે, એવા પાગલોની આશાનો અંત નથી ! ઇચ્છાની અવધિ નથી !! અને ત્રુટિ નથી !!! તેઓનાં વખાણ કરાય શી રીતે ? તેઓ જે રોટલા ખાય છે તે પણ રોટલી નથી મળતી તેથી ! ઇચ્છા તો ઝબોળી-ઝબોળીને ખાવાની છે, પણ મળે ક્યાંથી ? ડગલે અને પગલે તેવાઓને દુઃખ છે, કારણ કે, તેઓની ઇચ્છાથી એક પાંદડું પણ હાલતું નથી. આ ઉપરથી સ્પષ્ટ છે કે, અંતર અવાજ ઉપર નાચનારાઓની ચોવીસે કલાકની તમામ કાર્યવાહી પ્રાયઃ ઇચ્છા વિનાની જ હોય છે, પણ ગુલામીમાં એવા ટેવાયા છે કે, તેમને એ ગુલામી ગુલામી જ લાગતી નથી અને એથી જ પોતે દુઃખમાં રિબાતા, સડી રહેલા અને સળગતા હોવા છતાં તુચ્છ વસ્તુઓની ગુલામી તજી અનંતજ્ઞાનીઓની આજ્ઞાને આરાધી રહેલા અથવા તો આરાધવાને Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૪૭ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ ઇચ્છતા એવા સાધુઓને દુઃખી તરીકે ભાળે છે; આ શું એ પામરોની ઓછી. કમનસીબી છે ? દુઃખમાં સબડનારા તેઓ પરમસુખમાં ઝીલી રહેલા મુનિવરોની ઠેકડી કરે, એ એમનું હીણભાગ્ય નહિ તો બીજું છે પણ શું ? 446 એક સાંધે અને તેર તૂટે એવી દશામાં એમનાં જીવન તમે જુઓ, તો તમને લાગે કે, મનુષ્યજીવનમાં જન્મેલા એ બિચારા નારકીઓ જેવા છે ! જે જીવનમાં સંતોષ એ પ્રધાન ગુણ જોઈએ, કોઈને જરા પણ હાનિ કરીને આ ક્ષુદ્ર પેટ્ ભરવાની ભાવના જ ન જોઈએ, કેવળ ત્યાગના પાયા ઉપર જ જે જીવનની કિંમત અંકાય છે, તે જીવનમાં ઘોર પાપ કરનારા અને ત્યાગના સંહારની પ્રવૃત્તિ કરનારા મનુષ્યો પ્રાયઃ નરકગામી હોવાથી નારકી જેવા છે, અને એથી . જ સદાય ૫૨મ દુ:ખી છે, માટે જ તેઓને જૈનકુલમાં જન્મવા છતાં પણ નારી હશે કે નહિ, એવી શંકા થાય છે. એમાંનો એક તો કહે છે કે, ‘મગજની ખરાબ દશા એ જ નરક.’ કૂવાના દેડકા જેવા એમને સ્વર્ગ અને નરક પણ અહીં જ દેખાય છે. એકાદી મોટર વગેરેમાં સ્વર્ગ દેખાય છે અને નહિ જેવા દુઃખમાં નરક દેખાય છે. એવાઓના માટે અહીં જ સ્વર્ગ-નરક હોય એમાં આશ્ચર્ય શું છે ? એ પામરો પોતાના પાપનો તો હિસાબ કરતા જ નથી ! ગોઠવી ગોઠવી જૂઠું બોલે, કેટલાયને ગરદન મારે, વિશ્વાસઘાત કરે, અનેક પ્રકારના અનાચારો સેવે, એ બધાં પાપોનો એ લોકોને મન કોઈ હિસાબ જ નથી. હવે એ પાપનું ફળ અહીં પૂરું મળતું નથી, તો એનું ફળ પૂરું મળવા કોઈ સ્થાન હોય કે નહિ ? તેઓને પૂછો કે, તમે લોકોએ તમારાં પાપોની ગણતરી કરી છે .? વાવેલા ઘઉં ઊગે, બાજરી ઊગે, ફળ ઊગે અને શું કરેલાં પાપ નહિ ઊગે ? આથી જ હું તેઓને કહું છું કે, તમારો પાપોદય હોય અને અન્યને ઠગતા હો તો તમે જાણો, પણ તમે લોકો તમારા આત્માને તો ન જ ઠગો. ભયંકર પાપની કાર્યવાહીનું ફળ નરક છે, એમાં જરાયે શંકા ન કરતા. અને એ વાત માનો કે ન માનો, પણ તમને પણ તેનું ફળ તો મળશે જ મળશે, માટે ખૂબ સાવધ રહેવાની જરૂ૨ છે. દુનિયામાં ‘માન ન માન પણ મેં તેરા મેહમાન' એ રીતે પણ મેમાન થનારા હોય છે, તેમ તેઓ માને કે ન માને પણ ન૨ક છે તે કાંઈ ચાલી જવાની નથી, કારણ કે, નરક કાંઈ એમના માનવા ઉ૫૨ ૨હી છે એમ નથી જ. દુનિયાનું ચક્કર કંઈ તેઓના આધારે નથી ચાલતું, કે જેથી એવાઓ નારકીને કે આત્મા વગેરેને હમ્બગ કહે એટલા માત્રથી એ થઈ જાય. સભા એ લોકો કહે છે કે, નરકનો હાઉ બતાવે છે ! Page #468 -------------------------------------------------------------------------- ________________ ૩૫ : જૈનશાસનમાં અંતરના અવાજને સ્થાન નથી - 35 = ૪૪૭ વારુ ! હાઉ બતાવનારા હાઉ બતાવીને કંઈ માંગે છે ? પાંચ-પચ્ચીસ આપ તો ન૨ક નહિ મળે એવું કાંઈ કહે છે ? સ્વાર્થ સાધવાને બતાવાતો હાઉ ન મનાય એ વાત ઠીક છે. મા રોતા બાળકને ચૂપ કરવા હાઉ બતાવે એ હાઉ ખોટો, પણ આ તો વગર સ્વાર્થે, નાસ્તિકોની ગાળો ખાવાનું જોખમ વહોરીને, નાસ્તિકોને અપ્રિય થવાની કાર્યવાહી કરીને પણ અને હજારો થઈ બેઠેલા દુશ્મનોની દુશ્મનાવટની પરવા વિના નરકનું જેવું છે તેવું સ્વરૂપ સ્પષ્ટ બતાવે છે, એમાં સ્વાર્થ તો બતાવો ? 447 સભા આર્યસમાજી જેવા થઈ ગયેલાઓ કહે છે કે, જૈનોએ તો કૃષ્ણને પણ નરકે મોકલ્યા છે ! ભલે તેઓ તેમ કહેતા હોય, પણ તેઓના કથનમાં કશું જ સત્ય નથી; કા૨ણ જૈનો કોઈને ના૨કે મોકલતા જ નથી. જીવો નરકાદિ દુર્ગતિમાં ન જાય, એ માટે તો જૈનશાસનનો પ્રયત્ન છે. બાકી જીવો તો પોતાનાં કર્મે જ નરકે જાય છે. કૃષ્ણને જૈનો તો ઊંચી કોટિના આત્મા માને છે, પણ એથી કાંઈ એવા આત્માને પણ કર્મ ઓછું જ છોડે ? ભગવાન શ્રી મહાવીરનો આત્મા પણ સાતમી નરકે ગયો હતો, એમ પણ જૈનદર્શન પોતે જ કહે છે ને ? આથી સ્પષ્ટ છે કે, જ્ઞાનીએ તો બધું જ સ્વરૂપ કે જે સત્ય હતું તે બતાવ્યું છે: એ જ્ઞાનીઓએ એક સ્થાન એવું પણ બતાવ્યું છે કે, જ્યાં દુ:ખ જ નથી, એટલું જ નહિ પણ અનંત સુખ છે. એવી જ રીતે સ્વર્ગમાં સુખ છે પણ તે દુઃખમિશ્રિત અને નાશવંત છે તથા નરકમાં તો દુઃખ છે, એમ જણાવીને તેના હેતુઓ પણ સમજાવ્યા છે. આ જાણ્યા પછી જેને જેની કાર્યવાહી કરવી હોય તે કરે, પણ સ્વરૂપ બતાવનાર ૫૨ ગુસ્સો શા માટે ? આથી સ્પષ્ટ છે કે, કોઈ કોઈને ન૨કમાં મોકલતું નથી, પણ સૌને સૌની . કાર્યવાહી જ યોગ્ય અગર અયોગ્ય સ્થળે લઈ જનારી છે. આ બધા ઉ૫૨થી એ પણ સમજાશે કે, ઇચ્છા મુજબ કરવાનું માનતા હોય તેઓને પણ ચૂપ થવું પંડશે, નહિ તો કરે કાયદો કે, દુનિયામાં પણ મન માને તે જ ક્રિયા કરવી પણ બીજી ન કરવી, તો એ ખરા ! પણ એ થાય તેમજ નથી, કારણ કે, મન ના પાડે એવી તો ઘણીયે ચીજો તેઓ દરરોજ પ્રાયઃ કરી રહ્યા છે. એ રીતે ખરાબ ક્રિયાઓ, એટલે કે, મોહની આધીનતાથી કરવી પડતી ક્રિયાઓ વગર ઇચ્છાએ ચોવીસે કલાક કરો છો, તો સારી એટલે અનંતજ્ઞાનીઓએ ફરમાવેલી ક્રિયાઓને વગર ઇચ્છાએ પણ કરવામાં હરકત શી છે ? Page #469 -------------------------------------------------------------------------- ________________ 448 ૪૪૮ - - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – શ્રી જિનવચનમાં શંકા થવાનાં કારણો અને તેને દૂર કરવાના ઉપાયો : આથી અમને નથી રુચતું માટે અમે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાઓ નથી માનતા એ કહેવું વાજબી નથી; કારણ, સાચી અને શંકા વિનાની વસ્તુઓ ન રૂચે એટલા ઉપરથી એ ન સ્વીકારવી, એ તો ભયંકર અજ્ઞાનતા છે. એવી વસ્તુઓમાં કદાચ ઉપકારી પરમર્ષિઓએ બતાવેલા કારણો દ્વારા શંકા થાય, તો એ ઉપકારીઓના જ બતાવેલા ઉપાયોથી એ થયેલી શંકાને ટાળી દેવી જોઈએ, પણ એને સાચવી સાચવીને કે પોષી પોષીને પાયમાલીના પંથે ન જવું જોઈએ. અજ્ઞાન આત્માઓ પોતાની જ અજ્ઞાનતાને લઈને ઉન્માર્ગે ન ચઢી જાય એ કારણે, જેમ અનેક પરમર્ષિઓએ ફરમાવ્યું છે તેમ કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પણ શ્રી યોગશાસ્ત્રમાં ફરમાવે છે કે - “ભાવાર્થ : “શંકા” આદિ એટલે-૧ “શંકા, ૨-કાંક્ષા, ૩-વિચિકિત્સા, ૪મિથ્યાષ્ટિઓની પ્રશંસા અને પ-મિથ્યાષ્ટિઓનો પરિચય” આ પાંચેય નિર્દોષ એવા પણ સમ્યકત્વને અતિશયપણે દૂષિત કરે છે.” આ પ્રમાણે ફરમાવીને એ પરમ ઉપકારી પરમર્ષિ “શંકા' નામના પ્રથમ દોષનું સ્વરૂપ સમજાવતાં ફરમાવે છે કે *ભાવાર્થ “શંકા” એટલે સંદેહ. એ શંકા બે પ્રકારની છે; એક સર્વનો વિષય કરનારી શંકા અને બીજી દેશનો વિષય કરનારી શંકા. “ધર્મ છે અથવા નથી ?” આવી જે શંકા તે સર્વનો વિષય કરનારી શંકા કહેવાય છે, કારણ કે, “ધર્મ છે કે નથી?” આવા પ્રકારની શંકા એ આખાયે ધર્મની હયાતીમાં જ શંકા પેદા કરાવે છે; આથી, જેમ આખાયે ધર્મની હયાતીમાં જ શંકા પેદા કરાવનારી શંકા, સર્વનો વિષય કરનારી શંકા કહેવાય છે, તેમ એક-એક વસ્તુના ધર્મનો વિષય કરનારી શંકા એ દેશશંકા કહેવાય છે; જેમ કે, “જીવ કેવળ સર્વગત છે, કે અસર્વગત અથવા તો સપ્રદેશી કે અપ્રદેશી - આવા પ્રકારની શંકા એ દેશશંકા કહેવાય છે. આ રીતે શંકાનું સ્વરૂપ દર્શાવ્યા પછી એ જ પરમોપકારી પરમર્ષિ આગળ ચાલતાં ફરમાવે છે કે – • “કાંક્ષા વિવિદિત્સા માટપ્રાંસનમ્ तत्संस्तवश्च पञ्चापि, सम्यक्त्वं दूषयन्त्यलम् ।।२१७।। "पञ्चापि शङ्कादयो निर्दोषमपि सम्यक्त्वं दूषयति अलमतिशयेन ।" + “T-દ: સા ૪ સર્વવિઘવા વિષયા ઘ | સર્વવિષય ગતિ વા નતિઃ સર્વ ઇ इत्यादि । देशशङ्का एकैकवस्तु-धर्मगोचरा-यथा अस्ति जीवः केवलं सर्वगतोऽसर्वगतो वा सप्रदेशोऽप्रदेशो वेति"। Page #470 -------------------------------------------------------------------------- ________________ 449 ૩૫ : જૈનશાસનમાં અંતરના અવાજને સ્થાન નથી - 35 WH * ભાવાર્થ : “આ બેય પ્રકારની શંકા ભગવાન શ્રી અરિહંત પરમાત્માએ પ્રણીત કરેલ પ્રવચનમાં અવિશ્વાસ રૂપ છે; આ જ કારણે એ બે પ્રકારની શંકા સમ્યક્ત્વને દૂષિત કરે છે.” ૪૪૯ આ ઉપ૨થી એ વાત સ્પષ્ટ છે કે, શ્રી વીતરાગ પરમાત્માએ ફરમાવેલી એક પણ વસ્તુમાં શંકા કરવી એ યોગ્ય નથી, કારણ કે, આપ્ત પુરુષના કથનમાં શંકા કરવી એ પણ પાપ છે, માટે એ કોઈ પણ રીતે યોગ્ય નથી. એ જ કારણે એ જ ઉપકારી પરમર્ષિ આગળ વધીને એમ પણ ફરમાવે છે કે - ભાવાર્થ : “આપણી પ્રમાણપરીક્ષાથી નિરપેક્ષ એવા પણ પદાર્થો કે જે કેવળ આગમથી જ જાણવા યોગ્ય છે, તેવા પદાર્થોને વિષે પણ તે આપ્ત પુરુષોએ પ્રરૂપેલા હોવાથી સંદેહ કરવો એ યોગ્ય નથી.” • આ પ્રકારે ફરમાવીને કલિકાળસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા આપણને નિશ્ચિત રૂપમાં સમજાવે છે કે, શ્રી વીતરાગ પરમાત્માએ પ્રરૂપેલા પદાર્થો એવા પણ હોય છે કે, જે આપણી પ્રમાણપરીક્ષાની અપેક્ષા નથી રાખતા, કારણ કે, કેવળ આગમગમ્ય પદાર્થો પ્રમાણપરીક્ષાથી પર હોય છે, એટલે તે પદાર્થો કેવળ આગમથી જ જાણવા યોગ્ય છે. એવા પદાર્થોને વિષે સંદેહ કરવો એ પણ અયોગ્ય છે અને એનું કારણ એ જ કે, તે પદાર્થો આપ્ત પુરુષે પ્રરૂપેલા છે. આથી એ સ્પષ્ટ છે કે, આપ્ત પુરુષોના કથનમાં શંકા કરવાને કોઈ કારણ જ નથી;.આ છતાં પણ એ ઉપકારી જાણે છે કે, મોહની ગતિ વિચિત્ર છે અને એ મોહ ભલભલા આત્માને પણ મૂંઝવે છે, માટે આપ્ત પુરુષના કથનને માનવામાં પણ મૂંઝવનાર કોણ છે તે દર્શાવી અને તે મૂંઝવણથી બચવાનો અનુપમ ઉપાય દર્શાવતાં, કયાં કયાં કારણોથી મૂંઝવણ થવાનો સંભવ છે તે અને તેનાથી બચવા માટે બુદ્ધિશાળીએ શું વિચારવું જોઈએ, એ સમજાવતાં પણ ફરમાવે છે કે – “ભાવાર્થ : “જે કોઈ પણ સ્થળે કદાચ મોહના વશે પ્રવચનમાં સંશય થાય, : • " इयं च द्विधापि भगवदर्हत्प्रणीप्रवचनेषु अप्रत्ययरूपा सम्यक्त्वं दूषयति । " • "केवलागमगम्या अपि हि पदार्था अस्मदादिप्रमाणपरीक्षानिरपेक्षा आप्रप्रणेतृत्वान्न सन्देग्धुं યોગ્યાઃ ।' ■ "यत्रापि मोहवशात् क्वचनसंशयो भवति तत्राप्यप्रतिहतेयमर्गला यथा “જ્જ ય મતુ=òળ, તત્વિજ્ઞાયરિયવિદ્દો વાવિ नेयगहणत्तणेण य, नाणावरणोदएणं च ॥ १ ॥ (૪૫૦મા પાને પાદટીપ ચાલુ) Page #471 -------------------------------------------------------------------------- ________________ - 450 ૪૫૦ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ - તો તેને દૂર કરવા માટે આ અર્ગલા અપ્રતિહત છે. એટલે કે, એ ઉપાય અનુપમ છે : જેમ કે, “કોઈ કોઈ સ્થળે મતિની દુર્બલતાના યોગે, તેવા પ્રકારના આચાર્યના અભાવે, શેય પદાર્થોના ગહનપણાના યોગે, જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી અથવા હેતુ તથા ઉદાહરણના અસંભવથી શ્રી સર્વજ્ઞ પરમાત્માનો જે સાચો મત છે, તે ન સમજાય તો પણ મહિમાન વિચારે કે, શ્રી સર્વજ્ઞ પરમાત્માનો તે મત સાચો છે, કારણ કે, જગતમાં શ્રેષ્ઠ એવા શ્રી જિનેશ્વરદેવો પોતા ઉપર કોઈએ ઉપકાર નથી કર્યો. તે છતાં પણ પરનો અનુગ્રહ કરવામાં તત્પર છે; એટલું જ નહિ પણ એ જગતશ્રેષ્ઠ શ્રી જિનેશ્વરદેવોએ રાગ, દ્વેષ અને મોહને પણ જીતી લીધેલા છે, તે કારણથી તે તારકો અન્યથાવાદી હોઈ જ શકતા નથી, એટલે કે, તે તારકો જે કંઈ ફરમાવે છે તે સંપૂર્ણ સત્ય જ હોય છે.” * * વિચારો કે, ઉપકારના જ એક કાર્યમાં રક્ત બનેલા પરમર્ષિઓએ એક પરોપકારની જ દૃષ્ટિથી એક વસ્તુની કેટલી અને કેવી સ્પષ્ટતા કરી છે ! પ્રથમ તો ફરમાવે છે કે, “વસ્તુસ્વરૂપે તો શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકા થવી જ ન જોઈએ.” આ પ્રમાણે ફરમાવ્યા પછી એ જ ઉપકારીએ ફરમાવ્યું કે, “થવી ન જોઈએ તો પણ મોહના યોગે થઈ જાય, તો તેનાથી બચી જવા માટે એમ વિચારવું કે, એ તારકો નિષ્કારણ ઉપકારી છે અને રાગ, દ્વેષ તથા મોહના સંપૂર્ણ વિજેતા છે.” વધુમાં આપણે એ પણ જોઈ ગયા કે, એ ઉપકારીએ શંકા થવાનાં કારણો પણ દર્શાવેલાં છે. એ કારણોની સંખ્યા પાંચની છે. “૧. મતિની દુર્બળતા.” “૨. તેવા પ્રકારના આચાર્યનો વિરહ.” “૩. શેય વસ્તુની ગહનતા.” “૪. જ્ઞાનાવરણીય કર્મનો ઉદય.” “પ. હેતુ અને ઉદાહરણનો અસંભવ.” हेऊदाहरणासंभवे, अ, सह सुट्ठ जं न बुझेजा । सव्वन्नुमयमवितह, तहावि तं चिंतए मइमं ।।२।। अणुवकयपराणुग्गह-परायणा जे जिणा जगप्पवरा । जियरागदोसमोहा य, नन्नहा वाइणो तेणं ।।३।। Page #472 -------------------------------------------------------------------------- ________________ 451 – ૩૫ : જૈનશાસનમાં અંતરના અવાજને સ્થાન નથી - 35 – ૪૫૧ - આ પાંચ કારણો ઉપરથી સમજી શકાય છે કે, જો શ્રી સર્વજ્ઞ પરમાત્માના શાસનમાંની કોઈ વાત આપણાથી ન સમજાય, તો આપણે પહેલી તો એ જ વિચારણા કરવાની કે, “અમારી મતિની દુર્બળતા ક્યાં અને અનન્તજ્ઞાનીના જ્ઞાનની શક્તિ ક્યાં !” પણ આજે તો એ દશા છે કે “શું અમારી મતિ અને એ વળી દુર્બળ ?” સમ્યકત્વને નહિ પામેલા માર્ગાનુસારી આત્માની પણ માન્યતા કેવી હોય, તે દર્શાવતાં ઉપકરણીઓ જણાવે છે કે, “શાસ્ત્રો ગહન છે અને મતિ અલ્પ છે માટે શિષ્ટો કહે તે પ્રમાણ; જ્યારે અત્યારે પોતાની પરમ સમ્યગુદૃષ્ટિ મનાવવાનો દાવો ધરાવનારાઓ પણ શ્રી સર્વજ્ઞદેવના શાસનને પોતાની મતિથી ડહોળવાનો નિષ્ફળ પણ કૂટ પ્રયત્ન કરે છે, એ તેઓની નીતિ કેટલી કુટિલ છે, એ દર્શાવે છે. એ જ રીતે શંકાથી બચવા માટે બીજી વિચારણા એ કરવાની છે કે, “તેવા પ્રકારના સમર્થ આચાર્યદેવના અભાવે પણ વસ્તુ તદ્દરૂપે સમજી ન શકાય, માટે વસ્તુ જ નથી એ ન બને.” એવી જ રીતે માનો કે “મતિની દુર્બળતા પણ ન હોય અને જ્ઞાની આચાર્યનો સંયોગ પણ હોય, તે છતાં પણ શેય પદાર્થોની ગહનતાના પ્રભાવે સમજાય નહિ એમ પણ બને.” આપણે શાસ્ત્રો દ્વારા જાણીએ છીએ કે પ્રભુશાસનના છેલ્લા શ્રુત કેવલી ભગવાન શ્રી સ્થૂલિભદ્રજી મહારાજા સાથે પાંચસો મુનિવરો ભણવા ગયા હતા, પણ એક ભગવાન શ્રી સ્થૂલિભદ્રજીને છોડીને બધાય મતિની મંદતા અને શેયની ગહનતાના પ્રતાપે એક પછી એક આગળ નહોતા વધી શક્યા અને એકલા શ્રી યૂલિભદ્રજી મહારાજ જ છેક સુધી ટક્યા હતા. કહેવું જ પડશે કે ત્યાં પણ ભણનાર કે ભણાવનારની ખામી ન હતી; પણ જ્ઞયની ગહનતા જ તેમાં મુખ્ય કારણરૂપ હતી. , એ જ પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય અને હેતુ તથા ઉદાહરણનો અસંભવ પણ પ્રભુશાસનને નહિ સમજવામાં કારણરૂપ થઈ જાય છે. * આ કારણોના પ્રતાપે સાચી પણ વસ્તુ ન સમજાય, એથી વસ્તુ જ નથી એમ કેમ જ કહેવાય ? અને એમ કહેવું એના જેવી બીજી મૂર્ખતા પણ કઈ ? એક ગંભીર વાત સમજવા મતિની નિર્મલતા પણ જોઈએ, સુયોગ્ય ગીતાર્થજ્ઞાતા સદ્ગુરુનો સદ્ભાવ પણ જોઈએ, સમજવામાં સહાયરૂપ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ તથા અનેક હેતુ તથા ઉદાહરણો પણ જોઈએ, છતાંય બધી વાત માટે હેતુ તથા ઉદાહરણ મળે એ કાંઈ ઓછું જ નક્કી છે ? મળે અને ન પણ મળે. આ કારણોથી છદ્મસ્થને અનેક વાતો ન પણ સમજાય એ તો સહજ છે. Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ - સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ - 452 આંથી જ કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા કહે છે કે, તે તે કારણોથી સારી રીતે ન સમજાય તો પણ બુદ્ધિશાળી આત્મા ત્યાં એમ જ વિચારે કે – “સર્વજ્ઞમાં વિત” શ્રી સર્વજ્ઞ પરમાત્માનો મત સાચો છે.” પરંતુ આવો વિચાર તો જે સમજુ અને અનાગ્રહી હોય તે જ કરે પણ કદાગ્રહી મૂર્ખાઓ તો ન જ કરે. આપણું કર્તવ્ય ! સભાઃ ઠીક, તો સાહેબ! મૂર્ખાઓ એવું ન વિચાર અને યઢા તા બોલે અથવો : લખે, એ આપણને બળતરા કે દુઃખનું કારણ તો નથી જ ને ? " જરાયે નહિ ! કોઈ વસ્તુ કોઈ ન માને એમાં આપણને દુઃખ ન થાય, પણ તે બિચારાની દયા આવે અને કોઈ પામર સાચી વસ્તુનો નાશ કરવા પ્રયત્ન કરે, ત્યારે જો આપણામાં તેનું રક્ષણ કરવાની તાકાત ન હોય તો દુઃખ પણ થાય. એ દુઃખના યોગે રક્ષા કરવાની તાકાત ન હોય તો તાકાતને કેળવવાની અને એ તાકાત કેળવ્યા પછી રક્ષાના પ્રયત્નમાં અવિરતપણે મચ્યા રહેવાની પણ આપણી અનિવાર્ય ફરજ છે. એ ફરજ બજાવવી એ જ આપણું કર્તવ્ય છે. આપણા એ કર્તવ્યપાલનથી અજ્ઞાન કદાગ્રહીઓ ઉદ્ધત બને કે ખોટા ઘોંઘાટો કરે, એથી આપણે મૂંઝાવું પણ ન જોઈએ અને નિરાશ પણ ન થવું જોઈએ, કારણ કે, ઉપકારી મહાપુરુષો ફરમાવે છે કે, અનુગ્રહબુદ્ધિથી અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ ઉપકારની પ્રવૃત્તિ ચાલુ રાખવી. એના યોગે. ભાગ્યશાળીઓનું કલ્યાણ થાય અને ભાગ્યહીનોનું ન પણ થાય, પણ એવી સુવિશુદ્ધ પ્રવૃત્તિ કરનારનું તો અવશ્ય કલ્યાણ થાય જ. બીજું શ્રી સર્વજ્ઞ પરમાત્માનો મત સાચો છે એવું જે મતિમાન વિચારે છે, એ કંઈ નિષ્કારણ નથી પણ સકારણ છે, એમ પણ આપણને આ ઉપકારી મહાપુરુષ સમજાવે છે, અને સમજાવતાં ફરમાવે છે કે, એ તો વગર ઉપકાર કર્યો ઉપકારી હતા. એટલે કે, નિષ્કારણ ઉપકારી હતા, જગતમાં શ્રેષ્ઠ હતા, રાગ,. દ્વેષ અને મોહને જીતનારા હતા, એવા શ્રી જિનેશ્વરદેવો અન્યથા ન જ કહે, કારણ કે, એ તારકોને અસત્ય કહેવાનું કારણ જ હતું નહિ. અસત્ય એ તારકના મુખમાંથી નીકળે જ નહિ. આથી શાણાએ સમજવું જોઈએ કે, Page #474 -------------------------------------------------------------------------- ________________ ૩૫ : જૈનશાસનમાં અંતરના અવાજને સ્થાન નથી - 35 સમજવા માટે મારી પાસે સાધન નથી, માટે જે હું ન સમજી શકું તે વસ્તુ ખોટી છે, એમ ન જ કહેવાય. 453 ૪૫૩ સારું નિમિત્ત પણ યોગ્યને અસર કરે ! વ્યવહા૨માં પણ જેઓના ખિસ્સામાં પૈસા ન હોય, તેઓ ઝવેરીને ત્યાં માલ નથી એમ નથી કહેતા અને કહે તો એવું કહેનારા મૂર્ખ ખરા ને ? અને એ મૂર્ખ પણ કેવા ? કહેવું જ પડશે કે, ‘ન વર્ણવી શકાય તેવા !’ જો ‘ઝવેરીને ત્યાં માલ હોત તો આવીને અમારા કંઠમાં ન પડત !' આવું બોલનારા હોય તો તેઓને એવું કહેનારા પણ અનેકાનેક મળે કે, “કમનસીબ ! એ માલ તો પૈસાવાળાના કંઠમાં પડે પણ. તારા જેવા ભિખારીના કંઠમાં ન જ પડે !” એથી દુનિયામાં એવું બોલનારા નથી પણ, “પ્રભુમૂર્તિમાં કંઈ હોય તો અમને ભાવના ન થાય ? સાધુમાં સાધુતા હોય તો અમારા પર છાપ ન પડે ?” આવું બોલનારા ઉલ્લંઠો તો આજે અનેક નજરે પડે છે, કારણ કે, તેઓની છાતી ભેદાય એવું કહેનારા ઓછા મળે છે ! આથી જો એ ઉલ્લંઠોને એવું એવું બોલતાં બંધ ક૨વા હોય અગર તો એવાઓનું એવું બોલવું નિષ્ફળ બનાવવું હોય તો તમે સમજો કે – ‘અભવ્યો ઉ૫૨ શ્રી તીર્થંકરદેવની પણ છાપ નથી પડતી, સૂર્ય જેવો પ્રકાશક પણ ઉલૂક આદિ જાતને પ્રકાશ નથી આપી શકતો, કારણ કે, જાતિસ્વભાવને સુધા૨વાનો ઉપાય નથી. અમૃત જેવું દૂધ પણ સર્પના કંઠમાં ઝેર થાય છે. ગાય-ભેંસના મોંમાં ગયેલા ઘાસનું દૂધ થાય છે, અને એ જ દૂધ સર્પના મોંમાં ઝેર થાય છે, માટે અયોગ્ય પાત્રમાં સારી વસ્તુ પણ ખરાબ થાય છે. આ પ્રમાણે સમજીને જેઓ કહે છે કે, “મંદિરમાં જઈએ છીએ પણ પરિણામ ટકતા નથી.” તેઓને સમજાવો કે, “સામે વીતરાગની મૂર્તિ છતાં તમારાં પરિણામ ન ટકે તેમાં વાંક તમારી પોતાની જાતનો અગર તો તમારી અયોગ્ય પ્રવૃત્તિનો જ, કારણ કે, ચોવીસે કલાક જ્યાં ત્યાં રખડનારા, અનેક પદાર્થોમાં આંખને ઘરેણે મૂકી આવનાર અને હૈયાને હજારો ઠેકાણે ગી૨વે મૂકી આવનારા તમારા ઉ૫૨ ૫૨માત્માની મૂર્તિ પણ શું અસર કરે ? તમારા જેવાને મૂર્તિ પકડી પણ શી રીતે રાખે ? નક્કી કરીને તો આવો છો કે, મંદિરમાંથી પાંચ મિનિટમાં નીકળવું છે, કેમ કે, કામ અનેક છે. હવે એવાઓને મૂર્તિ શી રીતે પકડી રાખે ? ખામી નિમિત્તની નહિ પણ તમારી પાત્રતાની છે : સભા : મંદિરમાં આવનાર ઘણા તો ઊંચી છાતીએ દેખાવ રૂપે જ પગે લાગીને હાલવા માંડે અને મૂર્તિની સામે પણ ન જુએ ! Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - 454 તો પછી વિચારો કે, એવા આત્માઓને પરમાત્માની મૂર્તિ પણ શું કરે ? અરે ! કેટલાક તો ચૈત્યવંદન પણ સડસડાટ બોલી જાય અને નજર પણ ભગવાન સામે ન હોય, જાણે પંજાબ મેલ ચાલ્યો ! આવા આત્માને મૂર્તિ શું અસર કરે ? પોતે જ અયોગ્ય છતાં ઉપરથી પાછા કહે છે કે, “અમે સારા પણ આમાં કંઈ નથી.” ખરેખર આ રીતે તો એ પાપાત્માઓ પોતાની ખામીનો આરોપ અનંતજ્ઞાની ઉપર, અનન્ત જ્ઞાનીઓની મૂર્તિ ઉપર અને અનન્ત જ્ઞાનીના આગમ ઉપર મૂકવાની ધૃષ્ટતા કરે છે ! ખરેખર, એવાઓ રસ્તાના રખડતા ભિખારી કરતાં પણ ભૂંડા છે, કારણ કે, રસ્તે રખડનાર ભિખારીઓ પણ સમજે છે કે, અમારા પોતામાં માલ લેવાની તાકાત નથી, એ ઉપરથી એમ ન જ કહેવાય કે, જગતમાં વસ્તુ મળતી નથી. એક પૈસો લઈને જાય તો કંદોઈ ચણા-મમરા જ ખોબો ભરીને આપે, પણ બરફીના ટુકડા ન જ આપે !” એવું તો એક નાનું બાળક પણ સમજે છે અને કદાચ અજ્ઞાન હોઈ તે બરફીના ટુકડા માંગે તોયે એ કહે છે કે, “ભાઈ ! એક પૈસામાં ન આવે, એનાથી તારું પેટ પણ નહિ ભરાય, એક પૈસામાં ખોબો ભરીને તો મમરા કે ચણા જ આવે.” આવું સાંભળીને પેલો અજ્ઞાની કહે કે, એને ત્યાં માલ જ નથી” તો સાંભળનાર ઝટ કહે કે, “માલ તો ઘણોયે છે પણ તું ભિખારી છે.” આ જ રીતે પોતાની ખામીનો આરોપ પરમાત્માની મૂર્તિ ઉપર, પરમાત્માના પંથે વિહરતા મુનિપુંગવો ઉપર અને પરમાત્માએ પ્રણીત કરેલાં આગમો ઉપર કરનારા પામરોને તેઓમાં રહેલી પામરતાનો ખ્યાલ કરાવવા તમારે પણ અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ, અને સમજાવવું જોઈએ કે, તમારામાં રહેલી મતિમંદતાદિના યોગે ગીતાર્થ ગુરુદેવો દ્વારા સમજાવાતી પ્રભુપ્રણીત આજ્ઞાઓ તમારાથી ન સમજાય, તો પણ તેમાં શંકા કરી કરીને તમે નાહક પાયમાલીના પંથે ન ચઢી જાઓ, પણ એમ જ વિચારો કે, સર્વજ્ઞ પરમાત્માનો મત સાચો જ છે, કારણ કે, આ વિશ્વમાં રહેલા એકના એક અને શ્રેષ્ઠ એવા શ્રી અરિહંતપદે બિરાજતા શ્રી જિનેશ્વરદેવો નિષ્કારણ ઉપકારી હોવા સાથે-રાગ, દ્વેષ અને મોહ કે જે સર્વ પાપોનાં મૂળરૂપ છે, તેનો સર્વ પ્રકારે વિજય કરનારા હોવાથી, તે પરમતારકો કદી જ અન્યથાવાદી એટલે અસત્યવાદી હોતા નથી, પણ જેવું હોય તેવું જ કહેનારા હોય છે, અને એ જ કારણે ઉપકારીઓના કથન મુજબ તમારે પણ જો તમારામાં આત્મકલ્યાણની સાચી આકાંક્ષા હોય, તો પોતાના અંતરમાં Page #476 -------------------------------------------------------------------------- ________________ 455 – રૂપ ઃ જૈનશાસનમાં અંતરના અવાજને સ્થાન નથી - 35 – ૪૫૫ .. “ખરેખર, અમને શ્રી જિનેશ્વર ભગવાનોએ પ્રરૂપેલું સૂત્ર પ્રમાણરૂપ જ • સૂત્રે કહેલાં એક પણ અક્ષરની અરુચિ કરવાથી માણસ મિથ્યાષ્ટિ થાય છે. - આ પ્રમાણેની ભાવનાને અંકિત કરી દો. કારણ કે, શંકારૂપ દોષથી બચવા માટે પરમોપકારી કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પણ એ જ ઉપાય ફરમાવે છે. આ બધા ઉપરથી એ સ્પષ્ટ છે કે શ્રી જિનેશ્વરદેવના કથનમાં શંકા એ ભયંકર દોષ છે અને એ દોષથી બચનાર ભાગ્યે જ કાંક્ષા આદિ દોષોમાં ફસાયા છે; આથી જે સમુદાય શંકા આદિ દોષોથી બચે છે, તે જ પોતાની સમ્યકત્વરૂપી પીઠને દૃઢ રાખી શકે છે અને એ રીતે એ પીઠને દૃઢ રાખનારો સમુદાય જ, આપણે આ જે સુરગિરિની ઉપમા વર્ણવી રહ્યા છીએ તે ઉપમાને પામી શકે છે, અને એવી ઉપમાને સાર્થક કરતા શ્રીસંઘને તો સદાને માટે આપણાં કોટિશઃ વંદન છે. : “સૂત્ર દિઃ પ્રમાજ નિનામદતમ્ ! • “સૂત્રોવનશૈવસ્થાથરોધનાક્ષ મવતિ નર: મિથ્થાઇઃ ” Page #477 -------------------------------------------------------------------------- ________________ ૩૬ : ધર્મશાસન યોગ્યને જ લાભ કરે ! વીરસં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, પોષ વદ-૫ રવિવાર, તા. ૧૯-૧-૧૯૩૦ ♦ શંકાને સ્થાન જ નથી : ♦ જેવું હોય તેવું કહેવાનો સ્વભાવ : ૭ તારક તીર્થંકર દેવો પણ યોગ્યને તારી શકે ! ♦ સ્વભાવ ફેરવાય નહિ ! ♦ કર્માધીન જીવોને સ્વાતંત્ર્ય કેવું ! ♦ આપણે અનંતજ્ઞાનીએ કર્યું તેમ નહિ પણ કહ્યું તેમ કરવાનું : ♦ મુક્તિના અર્થી માટે તીર્થસ્થાપના : ૭ ધર્મશાસનમાં ફેરફાર ન કરાય ! ♦ સંખ્યાના નામે આજ્ઞાને ગૌણ ન કરાય ! ૦ નાટક-સિનેમાના રસિયાઓની દશા : ♦ દુવિહારમાં ચા-દૂધની છૂટ માંગનારાં : તમારા કહેવાથી અંતરાય ન લાગે : • ♦ શંકાથી કેમ બચાય ! ♦ ભૂલ પોતાની અને દોષ દેવા બીજાને ! • હું મારી જોખમારી સમજીને બોલું છું : 36 શંકાને સ્થાન જ નથી ! સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી શ્રીસંઘની સ્તવના કરતાં શ્રીસંઘને મેરૂશૈલ સાથે સ૨ખાવે છે. એ સરખામણીના પ્રતાપે આપણે સમજી શક્યા કે, જેમ શ્રી મેરૂની પીઠિકા વજ્રરત્નમયી હોવા સાથે દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે, તેમ શ્રીસંઘરૂપ સુરગિરિની પીઠિકા પણ સમ્યગ્દર્શન રૂ૫ વજ્રમયી હોવી જોઈએ, અને તે પણ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોવી જોઈએ, કારણ કે, સમ્યગ્દર્શન એ જ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં મોક્ષનું મુખ્ય અંગ છે. સમ્યગ્દર્શન રૂપ પીઠિકા વિનાના સંઘને મેરૂની ઉપમા ઘટી જ શકતી નથી, અને સંઘને સુરગિરિસમાન બનાવનાર એ પીઠિકામાં પોલાણું ન હોય તો જ એ દૃઢ બને, માટે પોતાને શ્રીસંઘમાં ગણાવવા ઇચ્છતા સમુદાયમાં શ્રી સર્વજ્ઞ Page #478 -------------------------------------------------------------------------- ________________ 457 – ૩૬ઃ ધર્મશાસન યોગ્યને જ લાભ કરે ! - 36 – ૪૫૭ પરમાત્માએ ફરમાવેલા મોક્ષમાર્ગમાં શંકાદિ પાંચ દોષોમાંથી એક પણ દોષ ન જોઈએ. શંકા વગેરે પાંચે દોષોમાં પ્રથમ દોષ શંકા છે અને એ જ પ્રાયઃ કાંક્ષા આદિ દોષોને ઘસડી લાવનાર છે, માટે મોક્ષના અર્થી સમુદાયે શ્રી જિનેશ્વરદેવના વચનમાં એક રતિભર પણ શંકા ન કરવી જોઈએ અને એ જ કારણે આપણે એ વસ્તુને, કે જે વસ્તુ તદ્દન સત્ય છે, તેને સમજાવી રહ્યા છીએ કે, શ્રી જિનેશ્વરદેવના શાસનમાં શંકાને કોઈ કારણ નથી, કારણ કે, એ તારકોએ જે જે વસ્તુ જે જે સ્વરૂપે હતી, તે તે વસ્તુને તે તે સ્વરૂપે જ કહી છે. જેમ સૂર્ય કાંઈ નામના માટે કે કોઈની પ્રેરણાથી કે પોતાની ઇચ્છાથી પ્રકાશ કરતો નથી, તેમ જ પરમ વીતરાગ શ્રી જિનેશ્વરદેવો પણ જે ધર્મતીર્થની સ્થાપના કરે છે, તે નામના માટે, કોઈની પ્રેરણાથી કે ઇચ્છાથી કરતા નથી. જેમ સૂર્યમાં પ્રકાશ કરવાનો અને વૃક્ષમાં છાયા આપવાનો સ્વભાવસિદ્ધ ગુણ છે, તેમ શ્રી તીર્થંકરદેવોમાં પણ ધર્મતીર્થ સ્થાપવાનો સ્વભાવ છે. સભાને કે દુનિયાને રૂચે તેવું જ કહેવાનો પરમોપકારી અને પરમ વિતરાગ શ્રી જિનેશ્વરદેવોએ વિચાર કર્યો જ નથી. એવો વિચાર તો તેને જ કરવો પડે છે, જેને કાંઈક નવું જ બતાવવું હોય કે કંઈક નવું જ ઉપજાવી કાઢવું હોય. વ્યવહારમાં પણ એ વાત સમજી શકાય તેવી છે કે, વેપારીને જ ભાવતાલ કરવા પડે છે. પણ દાતારોને ભાવતાલ જોવા પડતા નથી. એ જ રીતે જેને પોતાની ખ્યાતિ કે પૂજા, પ્રભાવના આદિ માટે કહેવું છે, તેને જ એ જોવું પડે કે, હું કહીશ તે દુનિયાને રૂચશે કે નહિ રૂચે, પણ એ સાચા તારકોને તો એવું કશું જ ન હતું, એ જ કારણે એ તારકોએ તો તારનારી જે ચીજ હતી તેને દુનિયા પાસે મૂકી દીધી, એટલે એના યોગે જે પુણ્યશાળી લઘુકર્મી આત્માને તરવું હોય તે તરે. દુનિયામાં પણ નિસરણી બાંધનાર, ચડનાર માણસ તરફ જુએ કે માળ ૧. 'તરફ ? ઊંચે મજલે પહોંચવા માટે કરવાની નિસરણી ઉપર પગથિયાં કરવા માટે ઘરડા, દમિયલ અને ન ચડી શકે એવા કેટલા છે એ ન જ જોવાય, કારણ કે, પચ્ચીસ હાથ ઉપર રહેલા માળ માટે ચોવીસ હાથની નિસરણી ચાલે નહિ. કેમ કે, નીચી નિસરણી થાય તો પહોંચાય જ નહિ, માટે જેટલે દૂર માળ હોય એટલી જ ઊંચી નિસરણી જોઈએ. આથી એ વાત સ્પષ્ટ જ છે કે, આદમીને જોઈને નિસરણીનું માપ ન કરાય પણ એ માપ તો માળને આધીન છે. નિસરણીને ઢળતી કરવી હોય તો પાંચ હાથ ઊલટી વધારવી પડે, પણ આદમી તરફ ન જોવાય. એ જ રીતે પરમ ઉપકારી શ્રી તીર્થંકરદેવોએ ધર્મતીર્થની સ્થાપના કરતાં, બધા આને સ્વીકારશે કે નહિ એ ન જોયું. પણ એ જ જોયું કે, Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – - - 458 દુનિયામાં પ્રાણી કયા માર્ગથી મુક્તિમાં જઈ શકે; કારણ કે, દુનિયાને ગમે તેવું કહેવાની એ પરમતારકોની ઇચ્છા નહોતી. મોક્ષનો માર્ગ હોય તે જ કહેવાનો એ પરમતારકોનો સ્વભાવ છે. ચંચરી આંખવાળો પ્રકાશ ખમી શકશે કે નહિ એ કાંઈ સૂર્યને જોવાનું નથી. સૂર્યનો સ્વભાવ તો પ્રકાશ આપવાનો છે. જેનાથી તેનો પ્રકાશ સહન ન થાય તે ભોંયરામાં જાય અગર તો એનાથી બચવાના અનેક ઉપાયો શોધે, પણ. એણે “પ્રકાશ કેમ કર્યો ?” એમ ફરિયાદ કરવાનો અધિકાર વાસ્તવિક રીતે કોઈને જ નથી. આ સત્ય વસ્તુસ્થિતિને નહિ સમજી શકનારા આજના કેટલાક તદ્દન . અજ્ઞાન લોકો કહે છે કે, “શ્રી જિનેશ્વરદેવે બધાને બંધબેસતો માર્ગ કેમ ન કહ્યો?” પણ એવું કહેવાનો એ તારકોનો ઇરાદો જ નહોતો. એ પરમતારકોનો તો સ્વભાવ જ એ કે, મોક્ષમાર્ગ જે હોય તે જ કહે. લાઇટ થાય એટલે થાંભલા વગેરે હોય તે દેખાય. કંઈ ઊડી જાય કે આવીને વળગી જાય એમ નથી; તે જ રીતે કેવળજ્ઞાનરૂપ લોકાલોક પ્રકાશક સૂર્યનો પ્રકાશ થયા પછી એટલે કે, પરમ વીતરાગ અને સર્વજ્ઞ થયા પછી શ્રી ધર્મતીર્થની સ્થાપના એ સ્વભાવસિદ્ધ છે; માટે ત્યાં શંકાને સ્થાન જ નથી. સ્વાભાવિક ગુણમાં એટલે કે વસ્તુના સ્વરૂપમાં શંકા કરવી એનો અર્થ તો એ જ કે, વસ્તુસ્વરૂપની કશી ગમ જ નથી. કર્મરૂપ મળ સાફ થાય એટલે આત્માનો સ્વભાવ પ્રગટ થવાનો છે. ત્યાં આશ્ચર્ય ત્યારે જ નહિ થાય કે જ્યારે આત્મસ્વભાવ જણાશે. નિગોદનો આત્મ પણ મુક્તિમાં કેમ જાય એ પ્રશ્ન ન થાય, કેમ કે, એ તો આત્માનો સ્વભાવ જ છે. સંપૂર્ણ આવરણ ખસે કે તરત જ આત્મા મુક્તિપદે જાય. તારક તીર્થકર દેવો પણ યોગ્યને તારી શકે ! વર્ષોનો ચઢેલો કાટ પણ બળવાન ઘસનાર ઉતારે તો કાટ કેમ ઊતરે કે કેમ ઊતર્યો, એ ન પુછાય. જે રીતે ભવ્ય આત્માનો સ્વભાવ મુક્તિએ જવાનો છે, તે જ રીતે અભવ્ય આત્માઓનો સ્વભાવ મુક્તિ કે મુક્તિનાં સાધનો યથાસ્થિતપણે નહિ પામવાનો છે અને એ સ્વભાવનું પરિવર્તન કરવાની શક્તિ તો શ્રી જિનેશ્વરદેવોમાં પણ નથી. એવી ઘણી વસ્તુઓ છે કે જેમાં પરિવર્તન શ્રી ને જિનેશ્વરદેવો પણ કરી શકતા નથી; એ જ કારણે તમે જાણો છો કે, શ્રી સુધર્મા ઇંદ્ર એક ક્ષણ આયુષ્ય વધારવાનું ભગવાનને કહ્યું, પણ ભગવાને જણાવ્યું કે, આયુષ્ય વધારવા કે ઘટાડવા તીર્થંકરદેવો પણ સમર્થ નથી. અનંત શક્તિના Page #480 -------------------------------------------------------------------------- ________________ 459 - ૧૧ : ધર્મશાસન યોગ્યને જ લાભ કરે ! - 36 – ૪૫૯ ધણીએ પણ પોતાની આ અશક્તિ કબૂલ કરી કે નહિ ? એ જ રીતે કોઈ પણ *વસ્તુના સ્વભાવનું પરિવર્તન કરવાની શક્તિ કોઈમાં પણ હોય જ નહિ. જો એ શક્તિ હોય તો સંસાર અવશ્ય ખાલી થાત, અને બધા જીવો મોક્ષે જાત, કારણ કે, સઘળા જ આત્માઓને અનંત સુખના સાગરમાં ઝિલાવવાના ઇરાદાથી “સવિ જીવ કરું શાસનરસી” એ ભાવનાવાળા શ્રી તીર્થંકરદેવમાં જો સ્વભાવનું પરિવર્તન કરવાની શક્તિ હોત, તો તે પરમતારક દુનિયાના એક પણ પ્રાણીને આ દુ:ખમય, દુ:ખફલક અને દુ:ખ પરંપરક સંસારમાં રહેવા જ ન દેત. આ વાત સાંભળીને કોઈ ઉન્મત્ત એમ કહેવા હિંમત કરે કે, “તો તો એમ જ કહોને કે, તમારા શ્રી તીર્થંકરદેવોમાં તારવાની શક્તિ નહિ હોવા છતાં, તમે તેઓને તારક તરીકે ઓળખાવવા માટે જ અનંત શક્તિના ધણી વગેરે વગેરે કહીને દુનિયાને મૂંઝવો છો !” તો એની સામે તો ઘણું ઘણું કહી શકાય તેમ છે. જેમ કે, કાળાશ કાઢીને ધોળાશ લાવવાની તાકાતવાળો પણ સાબુ લાખો મણ વાપરીએ તો પણ કોલસા ધોળા થાય ? નહિ જ, તો એથી કાંઈ સાબુમાં ધોળાશ લાવવાનો ગુણ નથી એમ કહેવાય ? ન જ કહેવાય, કેમ કે, સ્વભાવે જ કાળા અને કાળા રહેવાને જ સરજાયેલા ધોળા ન થાય એમાં વળી પ્રશ્ન જ શો ? સ્વભાવ ફેરવાય નહિ! - આત્માનો સ્વભાવ અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત ચારિત્ર અને અનંત સુખ છે. એ અભવ્યમાં પણ હોય, પણ અભવ્યનો એ સ્વભાવ છે કે, એ સ્વરૂપ એને પ્રગટ થાય જ નહિ. કોઈ પણ આત્મામાં અનંત ચતુષ્ટયી નથી એમ નથી. આત્મા માત્રમાં છે; પણ સ્વરૂપનું પરિવર્તન કરવાની શક્તિ અનંત શક્તિધરમાં . પણ નથી. બનાવટી સ્વભાવ ફેરવાય પણ કુદરતી સ્વભાવ ન જ ફેરવાય, માટે કાળું . એ કાળું જ રહે અને ધોળું એ ધોળું જ રહે. કર્મનું આવરણ તો ભવ્ય અને અભવ્ય બેય પર અનાદિથી છે, પણ એને સર્વથા ખસેડવાની તાકાત-યોગ્યતા ભવ્યમાં છે અને અભિવ્યમાં નથી; આથી જે ભવ્યને કર્મક્ષયની સામગ્રી ન મળે તે મુક્તિએ ન જાય, જે ભવ્યને કર્મક્ષયની સામગ્રી મળે તે મુક્તિએ જાય, પણ અભવ્યને એટલે કે, મુક્તિમાં જવાની યોગ્યતા નહિ ધરાવતા આત્માને તો સામગ્રી મળે તો પણ મુક્તિએ ન જ જાય. ' સામાન્ય રીતે દુન્યવી દષ્ટાંત તરીકે એ વાત વિચારો, તો પણ સમજાશે કે, સંતતિની યોગ્યતા ધરાવતી કુળવધૂને પણ પૂર્વ કર્મસંયોગે બાળવૈધવ્ય આવે તો સામગ્રીના અભાવે તે સંતતિ વિનાની જ રહે છે; એ જ રીતે સંતતિની યોગ્યતા Page #481 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ ધરાવતી કુળવધૂને સૌભાગ્ય ૨હે તો સંતતિ થાય, પણ જે સ્વભાવે જ વંધ્યા હોય અને એનો પતિ ઠેઠ સુધી જીવે તોયે સંતતિ ન જ થાય, કેમ કે, સંતતિ ન થવાનો તેનો સ્વભાવ જ છે, એટલે સામગ્રી હોવા છતાં પણ સંતતિ ન જ થાય. એ જ રીતે મુક્તિગામી ભવ્ય, જાતિભવ્ય અને અભવ્ય આત્માઓ માટે પણ સમજી લેવું જોઈએ; આથી જ કહેવું પડે છે કે, સ્વભાવમાં પરિવર્તન થતું નથી. ૪૬૦ 460 બીજી રીતે પણ વિચારો કે, ઉખરભૂમિમાં સારામાં સારું બીજ વાવો, . સારામાં સારી વૃષ્ટિ થાય, હવા અને સૂર્યનો તાપ પણ જેવો જોઈએ તેવો અનુકૂળ મળે, છતાં પણ એ ભૂમિમાં પાક થાય ? ન જ થાય, કારણ કે, એ ભૂમિનો સ્વભાવ જ એવો છે, પણ એથી એ ભૂમિ ઉખર શા માટે ?’ એમ નજ પુછાય, કારણ કે, તે ભૂમિનો સ્વભાવ જ એવો છે. એ જ રીતે કમળ પર ગમે તેટલું પાણી પડે તો પણ એ ભીનું ન થાય, એટલું જ નહિ પણ એને પાણીનો લેપ પણ ન લાગે અને થોડું પણ પાણી શરીરં કે વસ્ત્ર ઉપર પડે તો તે અવશ્ય ભીનાં થાય્. કારણ કે. કમળનો સ્વભાવ જ એવો છે કે, એને પાણીનો લેપ ન લાગે; માટે જે ચીજનો જે સ્વભાવ છે તે સ્વભાવની સામે કશો પ્રશ્ન જ ન હોય. આથી જ ‘આકાશ પોલું કેમ ?’, ‘સૂર્યના ઊગવાથી પ્રકાશ કેમ ?' વગેરે પ્રશ્નો ન પુછાય. જેમ સ્વભાવમાં પ્રશ્ન ન હોય, તેમ સ્વભાવ ફેરવવાની શક્તિ કેમ ન હોય ? એમ પણ ન જ પુછાય, કારણ કે, સ્વભાવ ફેરવવાની શક્તિ પણ કોઈનામાં જ નથી હોતી; જો એ શક્તિ માનીએ તો તો આપણે પણ કહેવું જ પડશે કે, શ્રી તીર્થંકરદેવ ઉપકારી નહોતા ! જો હોય તો શક્તિ છતાંય શા માટે એકને પણ મૂકીને એ પહેલા મોક્ષમાં જાય ! માટે ખરી વસ્તુ સ્થિતિ જ એ છે કે, વસ્તુસ્વરૂપમાં પરિવર્તન થઈ શકતું જ નથી માટે એમ ન થઈ શકે. એથી અનંત શક્તિમાં ખામી ન કહેવાય. યાચક માગવા ન આવે ત્યાં દાતારની ખામી નથી જ, કારણ કે, ઉદારતા તો ઘણી છે પણ યાચક વિના આપે કોને ? વૃક્ષની છાયામાં બેસનારને એ ઠંડક આપે, પણ જે બેસે નહિ તેને લઈને વૃક્ષનો એ ગુણ ગયો એમ ન જ કહેવાય. સૂર્યના પ્રકાશથી ચોટ્ટાઓને પોતાનો વેપાર બંધ ક૨વો પડે છે માટે વેપાર બંધ કરાવવાનો સ્વભાવ સૂર્યનો છે, એમ આ દુનિયામાં પણ કોઈ જ કહેતું નથી; કારણ કે, જેનામાં જે વસ્તુ મેળવવાની યોગ્યતા નથી, તેને તે વસ્તુ Page #482 -------------------------------------------------------------------------- ________________ 461 – ૩૯ : ધર્મશાસન યોગ્યને જ લાભ કરે ! - 36 ૪૦૧ ઉપકારી પણ આપી શકતા નથી. * બધાને મોક્ષમાં મોકલવાની શ્રી તીર્થંકરદેવોના આત્માની તો ઘણીયે ઇચ્છા હતી, પણ જવા માટે આવે અને આજ્ઞાનુસારી અખંડિત ઉદ્યમ કરે એને મોકલે કે પાર્સલ કરીને મોકલે ? ઉપકારીઓ ઘણુંય ઇચ્છે છે કે બધાય સાધુ થાય અથવા યોગ્ય સ્થળે જઈને ધર્મ સમજે, પણ થાય અને આવે તો ને ? આથી સમજો કે, સ્વભાવનું પરિવર્તન એ અશક્ય વસ્તુ છે. અનંત શક્તિના ધણી શ્રી તીર્થંકરદેવો પણ આયુષ્ય વધારી કે ઘટાડી ન શકે. સ્વભાવને પેદા કર્યા પછી એ તારકો ભલે અનંતકાળ જીવે, પણ આયુષ્યના બંધનમાં તો પરિમિત જ જીવે. સિદ્ધિસ્થાનમાં એ સાદિ અનંતભાગે રહે એ કબૂલ, પણ શરીરમાં તો અમુક વર્ષો જ જીવે, પણ બહુ ઉપકારી છે માટે બહુ જીવે એમ નથી. એ તો નિયત કાળ જ જીવે અને આ વસ્તુને અનંત શક્તિના સ્વામીઓ પણ કબૂલ રાખતા, પણ આજની તો દશા જ કોઈ જુદી છે; આથી જ કહું છું કે, કર્મની સત્તામાં રહેવું અને સ્વતંત્રતાની બાંગ પોકારવી એના જેવી બેવકૂફી બીજી એક પણ નથી. કર્માધીન જીવોને સ્વાતંત્ર્ય કેવું? કર્મવશવર્તી જીવો માટે જન્મવામાં, ખાવાપીવામાં, હાલવા-ચાલવામાં બધે જ પરતંત્રતા છે. સ્વતંત્રતા છે ક્યાં? મહા મૂર્ખતાના યોગે કોઈ પોતાને મનથી શહેનશાહ માને, તો તેમ કરતાં તેવાઓને કોઈ રોકતું નથી, પણ તેઓએ સમજવું જોઈએ કે, કર્મની આધીન અને આધીન થયા પછી સ્વતંત્રતાની વાતો કરવી એ ફોગટ છે. માટે જો સ્વતંત્ર બનવું હોય તો ધીમે ધીમે કર્મની આધીનતાથી છૂટવા માંડો; પણ નાચવું કર્મને આધીન અને કહેવરાવવું સ્વતંત્ર, એ કદી જ નહિ બને. ખાવાની ઇચ્છા કોને આધીન ? માનો કે, ભૂખ લાગે માટે ખાવાની ઇચ્છા થાય, પણ અમુક જ ખાવું એ શું? આ તો કર્મની સામે થવું નથી એને સ્વતંત્રતાની બૂમ મારવી છે, એ કઈ જાતનો ચાળો ? કહેવું જ પડશે કે, ભયંકર મોહનો જ એ ચાળો છે. લોભ કષાયને આધીન થઈ, પૈસામાં આસક્ત થઈ એ આસક્તિને પોષવા અનીતિ આદિ કરે ! અને પરિણામે ભયંકર અંતરાયો બંધાય ! શું એમ માનો છો કે, અનીતિથી, જૂઠથી કે પ્રપંચથી લક્ષ્મીવાન બનાય ? શું લક્ષ્મી મોં જોઈને આવે છે ? આ બધું કહેવાનો મુદ્દો એ છે કે, આજના લોકો વિચાર કર્યા વિના ઊંધા જ બાઝે છે. શું તમે ગુલામો કદી જ સુખી સાંભળ્યા છે? વળી પરાધીન ગુલામો સ્વતંત્રતાની વાતો કરે, એ ક્યાં સુધી નભે ? એથી Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ જ કહું છું કે, કર્મની ગુલામી તજો અને સરળ બનો તથા તેવા બની વસ્તુને વસ્તુરૂપે સ્વીકારો. 462 કુદરતી વસ્તુમાં પરિવર્તન કરવાની શક્તિ નથી, એમ કહેવામાં શ્રી જિનેશ્વરદેવોને પણ હરકત નથી આવી, કારણ કે, તેમ કહેવામાં અનંત શક્તિને કશી જ હાનિ નથી પહોંચતી. સાચી શક્તિ જ તે કહેવાય છે કે, જે શક્તિ યોગ્ય વસ્તુ ઉપર અસર પહોંચાડે અને જેનો ઉચિત અને હિતકર રીતે ઉપયોગ થાય. એથી જ વર્તમાનમાં જગજાહેર રીતે એક બળવાન માણસ એમ કહે કે, ‘હું તો એવો બળવાન છું કે, રસ્તામાં જતાં હજારોને કાપી નાખું, શક્તિ મળી છે તો એનો ઉપયોગ કેમ ન કરું ! તો સ૨કા૨ એને ઓરડીમાં જ બેસાડે અને કહી દે કે, ‘તને શક્તિનો ઉપયોગ કરતાં આવડતો નથી માટે આ જ સ્થાન તારા માટે યોગ્ય છે.’ એવી કોટડીને જ યોગ્ય ગણી શકાય તેવા આજના કેટલાક ભણેલાઓ પણ કહે છે કે, ‘અમે ભણ્યા અને અમને જીભ મળી તો અમે કેમ ન બોલીએ અને કેમ ન લખીએ ?' આવાઓને શાસ્ત્ર કહે છે કે, ‘ભણ્યા અને જીભ મળી એ ગમે તેમ બોલવા અને લખવા માટે નહિ જ. તમે ગમે તેમ બોલતા કે લખતા હો તો તેના કરતાં તમે મૂંગા જ રહો, એમાં જ તમારું અને બીજાનું હિત છે, કારણ કે, તમને લખતાં કે બોલતાં નથી આવડતું ! ધ્યાનમાં રાખજો કે, શક્તિનો ઉપયોગ સ્વ-પરના હિત માટે કરાય પણ અહિત માટે ન જ કરાય. મળેલી શક્તિનો ઉપયોગ કોઈની હાનિ માટે ન જ થવો જોઈએ. જેટલા પ્રમાણમાં આદમી સમજે છે; તેટલા પ્રમાણમાં તો આજની સ૨કારે પણ અંકુશ મૂક્યો છે. ‘તમારી તિજોરીનું તળિયું કાણું હોય તે તમારો દીકરો જાણે કે નહિ ? અને એને બોલતાં પણ આવડે કે નહિ ?' કહેવું જ પડશે કે, જાણે પણ અને બોલતાં પણ આવડે, છતાંય તે બહાર બોલી આવે તો શું થાય ? એ જ કે, ભયંકર નુકસાન થાય; માટે જ તે જાણવા છતાં અને બોલતાં આવડવા છતાં પણ ન જ બોલી આવે, કારણ કે, એને એ પ્રકારે યોગ્ય તાલીમ આપવામાં આવી છે. એ જ રીતે આ બાબતમાં પણ ‘શક્તિનો ઉપયોગ થતો હોય ત્યાં જ થાય' આવા પ્રકારની યોગ્ય તાલીમ લેવી જ જોઈએ માટે એ વાત ખૂબ ખૂબ સમજી રાખો કે, શક્તિવાનની શક્તિ સ્વભાવ ફેરવવામાં કામ ન જ આવે. પરમ ઉપકારી અને પરમવીતરાગ એવા શ્રી તીર્થંકરદેવો ઉપકારી ખરા, પણ તે ભવ્ય જીવોના, તેમાં પણ યોગ્ય ભવ્યના કારણે કે, ઘણા ભવ્ય જીવો પણ એવા છે કે, જે સામગ્રી નહિ મળવાના કારણે મોક્ષે નહિ જ જાય, એટલું જ Page #484 -------------------------------------------------------------------------- ________________ 403 ' – ૩૬ઃ ધર્મશાસન યોગ્યને જ લાભ કરે ! - 36 - ૪૬૩ નહિ પણ ભવ્ય જ્યાં સુધી દુર્ભવ્ય કે ભારે કર્મી હશે ત્યાં સુધી સામગ્રી મળવા છતાં પણ મોક્ષે ન જ જાય. સભા: તો શું ભવ્ય પણ અભવ્ય ? ના, એમ ન કહેવાય; કારણ કે, ભવ્ય જીવોમાં મોક્ષગમનની યોગ્યતા છે, પણ સામગ્રીના અભાવે અને દુર્ભવ્યપણું કે ભારેકર્મીપણું હોય ત્યાં સુધી સામગ્રી મળવા છતાં પણ મોક્ષે ન જાય. જેમ માટીમાં ઘડો બનવાની યોગ્યતા છે, પણ બધી માટીના ઘડા ન બને. “સ્વયંભૂરમણ' નામના અંતિમ સમુદ્રની માટી ઘડા બનાવવા માટે લાવે કોણ ? વળી અભવ્ય તો મગમાં કાંગડું જેવા ઘણા થોડા છે અને ભવ્ય તો ઘણા છે, પણ જે દુર્ભવ્ય કે ભારેકર્મી નહિ હોય તેને જ્યારે સામગ્રી મળશે ત્યારે તે મોક્ષે જશે. ઘણા આત્માઓ એવા છે કે, જેમને સામગ્રી પણ નહિ મળે. એવા આત્માઓ જાતિભવ્ય કહેવાય છે અને દુર્ભવ્યો તે જ કહેવાય છે કે, જે ઘણા કાળે પણ નક્કી મોક્ષમાં જવાના છે. . સામાન્ય વ્યવહારમાં જે “દુર્ભવ્ય” તથા “દુર્લભબોધિ' કહેવાય છે, તેના ઉપર બહુ આધાર નથી, કારણ કે, તે તો સામાન્ય રીતે વિપરીત બાહ્ય આચરણાઓ જોઈને કહેવાય છે; પણ ભગવાન જેને દુર્ભવ્ય કે દુર્લભબોધિ કહે, ત્યાં તો માનવાનું છે કે, એને નક્કી બોધિ પ્રાપ્ત થવાની છે. ભલે એને તકલીફ થાય, સમય લાગે પણ થાય નક્કી ! અને એવાઓ ઉપર શ્રી તીર્થંકરદેવોથી પણ એકદમ ઉપકાર ન થાય, એટલે શ્રી તીર્થંકરદેવો પણ યોગ્યતા હોય એની ઉપર જ ઉપકાર કરી શકે છે. પણ અન્ય ઉપર નહિ. ' શું શ્રી તીર્થંકરદેવની શક્તિ અનંત છે માટે એ તારક જે જે હિંસા કરનારાઓ છે તેને પકડીને બંધાવે ખરા ? અસંખ્યાતા ઇંદ્રો સેવામાં છે, એમને હિંસકો વગેરેને પકડવાનું કહે ? બળાત્કારે હિંસા ન કરવાની એમના ઉપર ફરજ પાડે ખરા ? એ તારકની સભામાં ચોર, ખૂની, બદમાશ બધા હોય, અને ભગવાન જાણે પણ ખરા, છતાં પણ કહે ખરા ? નહિ જ, કારણ કે, જ્ઞાનીઓની ઉપકારની પ્રવૃત્તિ જ લોકોત્તર હોય છે. આપણે અનંતજ્ઞાનીએ કર્યું તેમ નહિ પણ કહ્યું તેમ કરવાનું. સભા: કુમારપાળ મહારાજે તો એવું ઘણું કર્યું છે તેનું શું ? | શ્રી કુમારપાળ મહારાજા છબસ્થ હતા એટલે તેમને પોતાની ઇચ્છા મુજબ કશું જ કરવાનું હોતું નથી, પણ અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ કરવાનું છે એથી તે પરમાત, પ્રભુઆજ્ઞાને બધા જ પહોંચે એવી જ રીતે વર્યા છે અને શક્તિ મુજબ સારામાં સારી રીતે પ્રભઆજ્ઞાનું પાલન પણ કર્યું છે. જ્ઞાનીઓ તો તરત Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - જ સમજે કે, આ યોગ્ય છે કે અયોગ્ય છે, એટલે તે તારકો તો અયોગ્ય ઉપર ઉપકાર કરવાને ન પણ બોલે, પણ અમારાથી તો એકદમ એમ ન જ થાય. અમારે તો સમજાવવાની મહેનત કરવી એ જ ફરજ. આજે નહિ તો કાલે સમજશે, એમ ધારીને પણ અમારે તો એ મહેનત જારી રાખવાની; કારણ કે, આ અયોગ્ય જ છે એવી ખાતરી કરવાની અમારામાં શક્તિ નથી, એટલે વિશિષ્ટ જ્ઞાનીઓની પ્રવૃત્તિ સાથે આજ્ઞા મુજબ વર્તવાની જેઓ માટે આજ્ઞા છે. તેવા છબસ્થોની પ્રવૃત્તિનો મેળ ન જ મેળવાય. ભગવાને પહેલી દેશના માત્ર કલ્પ પૂરતી આપી પણ અધિક કેમ ન આપી ? એનો ઉત્તર એ જ છે કે, એ પરમતારકે જોયું કે, “કોઈ સર્વવિરતિને યોગ્ય નથી, એટલે કે, અહીં કોઈને સર્વવિરતિની પ્રાપ્તિ થવાની નથી. એમ : જાણ્યું એટલે ન આપી. સભા: એ વાતને શાસ્ત્રમાં આશ્ચર્ય રૂપ કેમ કહેવાય છે ? એ વાત આશ્ચર્યરૂપ એટલા જ માટે કહેવાય છે કે, “શ્રી જિનેશ્વરદેવોની દેશના કદી જ નિષ્ફળ નથી જતી; એટલે કે, એ તારકની પ્રથમ દેશનાથી કોઈને સર્વવિરતિની પ્રાપ્તિ નથી થતી એમ નથી બનતું અને ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પ્રથમ દેશનામાં એમ બન્યું, માટે જ એ આશ્ચર્ય ગણાય છે. વળી શ્રી તીર્થંકરદેવને તો સંઘ સ્થાપવાનો હોય છે, તો કહો કે, સંઘમાં પહેલાં કોણ ? ખ્યાલમાં રાખજો કે, પાઘડીવાળા અર્થાતુ ગૃહસ્થો પ્રથમ નહિ, પણ સાધુઓ જ પહેલા. સાધુ-સાધ્વી પ્રથમ અને તે પછી શ્રાવક અને શ્રાવિકા. આથી સમજો કે, છદ્મસ્થને, પ્રયત્નને આધીન ફળ છે, ત્યારે શ્રી સર્વજ્ઞદેવ તો ફળ જોઈને પ્રયત્ન કરે; એથી જ ત્યાં ભગવાન, કલ્પ પૂરતી જ ક્ષણવાર દેશના આપીને વિહાર કરી ગયા અને તે પણ રાત્રીએ ! ત્યાંથી અપાપા નગરી પધાર્યા, કે જ્યાં ઇંદ્રભૂતિ આદિ અગિયાર કે જે ગણધરદેવો થયા તે તથા બીજા પણ સર્વવિરતિ લેનારાઓ તૈયાર હતા. શ્રી જિનેશ્વરદેવો પહેલી પોરસી દેશના દે, બીજી પોરસી શ્રી ગણધર ભગવાનો દેશના દે, ત્રીજી પોરસી ખાલી રહે અને ચોથી પોરસીએ ભગવાન દેશના દે. આ સ્થિતિ છતાં પણ પહેલી દેશનામાં તેવી સામગ્રી ન જોઈ, તો કલ્પ પૂરતી ક્ષણ માત્ર દેશના દઈ ભગવાન ત્યાંથી રાતના ને રાતના જ વિહાર કરી ગયા. એથી એ વાત સિદ્ધ જ છે કે, અનંત, શક્તિવાળા આત્માઓ પણ પોતાની અનંત શક્તિનો ઉપયોગ અયોગ્ય આત્માઓ ઉપર કરતા જ નથી, માટે અયોગ્યમાં યોગ્યતા ન આવે એથી શ્રી તીર્થકરદેવમાં શક્તિ નહોતી એમ ન બોલાય. Page #486 -------------------------------------------------------------------------- ________________ 465 -- ૩ઃ ધર્મશાસન યોગ્યને જ લાભ કરે ! - 36 - ૪૬૫ મુક્તિના અર્થી માટે તીર્થસ્થાપના : * સ્વભાવનું પરિવર્તન કરી શકાતું નથી; એ જ કારણે એ તારકોએ પણ યોગ્ય જીવોને ઉદ્દેશીને એ જ ફરમાવ્યું છે કે, અનંત સુખ મેળવવું હોય તો વિષય-કષાય છોડો ! કોઈ કહે કે નથી છૂટતા, તો એમ પણ ફરમાવ્યું કે, સંસાર ખોટો છે; આથી સ્પષ્ટ જ છે કે, જેને અનંત સુખી થવું હોય તેને માટે આ તીર્થ સફળ છે. દુનિયાના વ્યવહારમાં પણ અમુક ખુરશીએ જે લાયક હોય તે જ બેસે એમ છે ને ? એની સામે એમ પુછાય કે બધાને બેસવા કામ ન લાગે તો મૂકી શા માટે ?' નહિ જ, તેમ શ્રી જિનેશ્વરદેવોએ પણ તીર્થ તે જ આત્માઓ માટે સ્થાપ્યું છે કે, જે આત્માઓ મુક્તિના અર્થી હોય. આથી મુક્તિના અર્થીએ તીર્થની આરાધના માટે શક્તિસંપન્ન બનવું જોઈએ, પણ શક્તિ નથી માટે તીર્થને ઢીલું કરવાનું કહેવા તૈયાર ન જ થવું જોઈએ. દુનિયામાં કોઈને સહેજ પણ ચઢતાં શ્વાસ ચઢે માટે “નિસરણીને ઢાળી નાંખીને લાંબી કરો.” એમ કહે તો કોઈ પણ એમ કરવા માટે નિસરણીને ઢાળીને લાંબી કરી આપે ખરું ? નહિ જ, કરાણ કે, નિસરણી લાંબી કરીને ઉપર જવાનું બનતું જ નથી. એ જ કારણે કોઈ ગાંડો તો કદી, એમ કહે, પણ એમ ગાંડાના કહેવા ઉપરથી ડાહ્યા માણસો કદી એવું કરે જ નહિ.. ધર્મશાસનમાં ફેરફાર ન કરાયઃ તે વ્યવહારમાં પણ આવી સ્થિતિ છે; એમ જાણવા છતાં પણ કેટલાક આજનાઓ, કે જેઓ મુક્તિના અર્થ નથી. પણ સંસારના જ પિપાસુઓ છે, તેઓ કહે છે કે, “આ વીસમી સદીમાં ચોવીસસો વર્ષ પહેલાંનું શાસન નભે એ માટે અમને જો શાસનમાં રાખવા હોય, તો શાસનમાં અમને ફાવતા અને રૂચતા ફેરફાર કરો.” " - દુનિયાના દમિયલથી ઊંચે ચઢાતું નથી માટે નિસરણીને આડી પાડવાનું કહે, પણ ઉપર રહેલાઓ અને શક્તિસંપન્નો તથા વસ્તુસ્થિતિના જ્ઞાતાઓ તો ના જ પાડે; તેમ આજના સંસારરસિકો કહે છે કે, “ચોવીસસો વર્ષ પહેલાંનું આ શાસન અમને ન જોઈએ, વિષયકષાયો તજવા એ અમને ન પાલવે, અમે તો ફાવે તેમ બધું જ કરી શકીએ, છતાંય ધર્મી કહેવાઈએ એવો ફેરફાર શાસનમાં કરો.” આવાઓને આ શાસન અને તેના જ્ઞાતાઓ તેમ કરવાની સ્પષ્ટ ના કહે છે; કારણ કે, નિસરણી જેમ માળ ઉપર ચઢવા માટે છે, તેમ આ શાસન મુક્તિએ જવા માટે છે. Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ -- - સંખ્યાના નામે આજ્ઞાને ગૌણ ન કરાય ? સભાઃ સાહેબ ! તો તો સંખ્યા ઘટે ! એની હરકત શી? કારણ કે, એવી સંખ્યાનો મુમુક્ષુઓને એક રતિભર પણ મોહ નથી; એ જ કારણે શ્રીસંઘનું વર્ણન કરતાં ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ સ્પષ્ટ સ્પષ્ટ શબ્દોમાં ફરમાવ્યું છે કે एगो साहू एगा य, साहुजी सावयो व सड्डी वा.। ... आणाजुत्तो संघो, सेसो पुण अद्विसंधाओ ।।१।। ભાવાર્થ : “એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા - આ ચાર જ હોય, પણ જો એ આજ્ઞાયુક્ત હોય તો તે સંઘ છે; પણ જો બીજો સમુદાય મોટો પણ હોય પણ તે આજ્ઞારહિત હોય તો તે હાડકાંનો જ ઢગલો છે.” આથી સ્પષ્ટ જ છે કે, લાખો કે કરોડો હોય તેની હરકત નથી, પણ તે આજ્ઞાને સ્વીકારનારા જોઈએ; પણ આજ્ઞાની સામે થનારા તો તે ન જ જોઈએ, એવાઓ તો લાખોની કે કરોડોની સંખ્યામાં હોય તો પણ ભયંકર છે, એટલે કે, આજ્ઞાપાલક થોડા પણ સારા અને આજ્ઞાની સામે થનારા ઘણા પણ ભયંકર છે, માટે સંખ્યાનો હાઉ ધરીને આજ્ઞારુચિને ઉડાવવી એ કોઈ પણ રીતે યોગ્ય નથી. દુનિયામાં શિક્ષકની નજર જમણા હાથના પહેલા નંબર પર હોય કે ડાબા હાથના ? બધા ડાબા નંબરિયા જ હોય તો ?. અર્થાત્ બધા રમતિયાળ, અટકચાળા અને ઠોઠ હોય તો માસ્તર પણ રાજીનામું આપે, પણ શાણો શિક્ષણ પોતાની આબરૂ ન જ બગાડે. ભણાવતી વખતે પણ માસ્તર જમણા હાથના છોકરાઓ તરફ જ ખાસ જુએ. પેલા તો સાંભળવું હોય તો સાંભળે, ન સાંભળવું હોય તો ન સાંભળે; એ ઘોંઘાટ કરે ત્યારે જરા ચૂપ રહેવાનું કહી દે. ઘણા નિશાળિયા એવા હોય છે કે, વર્ષો સુધી ડાબા હાથે રહે, નાપાસ થાય, માબાપો માસ્તરને સમજાવીને કે લંચ-રુશવતથી ઉપર ચડાવરાવે, વળી પાછા ડાબા હાથે હવા ખાય. એવા આ રીતે ઉપર જાય તો પણ નકામા. એ જ રીતે આ વીસમી સદીના વિષયાધીન જીવોને કેવળ નાટકચેટક અને સિનેમા વગેરે જોવામાં આનંદ આવે છે. એમાંના કેટલાકને તો ત્યાં દુનિયાનાં પાત્રોને જોવામાં સંતોષ ન થયો, તે હવે પોતાનાં તારક પાત્રોને પણ ત્યાં ઉતારવા માંગે છે. નાટકચેટક અને સિનેમા વગેરે જોયા પછી એ બધું જોનારને એની. બદબોનું ઘેન પ્રાયઃ ઊતરતું નથી, એથી જ કેટલાક તો એમાં ને એમાં જ સડી Page #488 -------------------------------------------------------------------------- ________________ ૩૬ : ધર્મશાસન યોગ્યને જ લાભ કરે ! - 36 ગયા, શક્તિ ક્ષીણ થઈ ગઈ. મનની દશા પામર બની ગઈ અને એવાઓનું મગજ સદાય ઘૂમતું જ રહે છે. એવા પામોને પછી શ્રી જિનમંદિર, ઉપાશ્રય, સાધુ, પૂજા, સામાયિક વ્યાખ્યાન આ બધું ગમતું જ નથી. ખરેખર, વિષયરસિક જીવોની ભાવના વિષયમાં જ તરબોળ હોય છે. 467 652 કુપાત્રો જોઈને એમનો આત્મા બહેકી ગયેલો હોય છે. એવાઓને ધર્મ કેમ જ ગમે ? જે પામરો નાટકની ભૂમિ ઉપર પોતાના તારકોને પણ લઈ જવાને ઇચ્છે છે, તેવાઓને વિષયના વિલાસી સિવાય બીજું કયું ઉપનામ આપી શકાય ? પાંચ ઇંદ્રિયના ત્રેવીસ વિષયો છે અને એના પેટા ભેદો અનેક છે. વિષયની લાલસામાં પડેલા, વિલાસી બનેલા, મોહવ્યગ્ર બનેલા અને મારાતારામાં જ મરી રહેલાઓ ઉપર આ શાસનથી પણ ઉપકાર ન થાય, એમાં કશું જ આશ્ચર્ય નથી. એથી એવા પામો ખાતર શાસનમાં ફેરફાર કરવાની વાત સંભવી જ ન શકે. સભા સાહેબ ! એક મુનિ કહે છે કે, ‘દુવિહારમાં ચાહ-દૂધની છૂટ જો મૂકવામાં આવે તો ઘણા લોકો પ્રતિક્રમણ કરે માટે તેમ થાય તો સારું ! શું આવા પણ દ્વેષધારી પડ્યા છે ? ત્યારે તો કોઈ એમ કહે કે, ‘ફાવે ત્યાં સુધી દીક્ષા પાળું' તો એવાને દીક્ષા પણ અપાય ? નહિ જ, માટે કહું છું કે, ખરેખર, એવા લોકોની તો અક્કલ જ બહેર મારી ગઈ છે; કારણ કે, અજ્ઞાન પામરોને આવી છૂટો અપાય તો તો પચ્ચખ્ખાણ જ ન ૨હે. આથી જ શાસ્ત્ર કહે છે કે, જે આવે તે ખરા, ઓછા આવે તો ઓછા, ન આવે તો નહિ સહી, પણ તે શુદ્ધ માર્ગમાં શાસ્ત્રને બાધ લાગે તેવો ફેરફાર ન જ થાય. પોસહ કરનારે ચાર પ્રહર કે આઠ પ્રહર સામાયિકમાં રહેવું જોઈએ; એ કાયદો છે, પણ એમાં કોઈ મોટો આદમી, મોટો વેપારી કહે કે, ‘પોસહ તો કરું પણ-તાર-ટપાલ વાંચવાની છૂટ રાખું' તો એ છૂટ અપાય ? નહિ જ, અને અપાય તો તો પરિણામ એ જ આવે કે, સ્વાધ્યાયાદિકને ઠેકાણે તાર-ટપાલ જ ભેગી થાય; આથી સમજો કે, શાસ્ત્રીય મર્યાદાનું મહત્ત્વ ઘણું ઊંચું છે, માટે એમાં પરિવર્તન ન જ થવું જોઈએ. ‘આ સ્થાનમાં કોઈ બીડી નથી પીતા, પાન નથી ખાતા' એનું કારણ એ છે કે શ્રી જૈનશાસનની એ મર્યાદા છે અને એના જ યોગે પાન ખાનારા પણ થૂંકીને આવે છે, પણ હવે એવાઓને એવી છૂટ અપાય તો ? પરિણામ ભયંકર આવે એમાં નવાઈ જ શી ? કારણ કે, વ્યસની તો એવા છે કે, બહાર નીકળતાં જ પાન ખાશે, Page #489 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ પણ મર્યાદાને લઈને અહીં ન જ ખાય. એવી ઉત્તમ મર્યાદા, હિતના નામે પણ કેમ જ તોડાય ? ૪૭૮ 468 તમારા કહેવાથી અંતરાય ન લાગે ઃ કોઈ એમ કહે કે, ‘મહારાજ ! મને તલપ લાગી છે માટે બીડી પીવાની છૂટ આપો, નહિ તો બહાર જઈશ, એથી સાંભળવાની ઇચ્છા છતાં મને લાભ નહિ મળે અને એ અંતરાયના ભાગીદાર તમે બનશો.’તો મારે એવા ઉલ્લંઠને તો કહેવું જ પડે કે, તારા જેવાના કહેવાથી અંતરાય લાગે એમ હું માનતો જ નથી, એથી સંભળાવવા ખાતર પણ આવા પાપની આવી છૂટ આપવા તો હું તૈયાર જ નથી. . . કેટલાંક ઇતર સ્થાનોમાં જુઓ તો દેખાશે કે, ‘કથા પણ ચાલતી હોય અને પાન-બીડી પણ ચાલુ હોય.' પણ આ સ્થાનમાં કાંઈ જ નહિ. એમાં જૈનશાસનની સુંદર મર્યાદાનો જ મહિમા છે. જૈનશાસનની એ જ ખૂબી છે કે, એમાં મંદિરમાં, ઉપાશ્રયમાં, ધર્મસ્થાનમાં કશી જ સંસાર-પોષક ગરબડ જ નહિ. એવો કશો જ ઘોંઘાટ નહિ, મંદિરમાં ખાવાપીવા વગેરેની બધી જ મનાઈ છે. તેમ ઉપાશ્રયમાં પણ એવું જ. દુનિયાનાં સઘળાં સ્થાનમાં ફરી આવો, આવી ઉત્તમતા બીજે નહિ જ મળે. વળી વિચારો કે, અહીં જ બીડી પીનારા બેસે, આંખ આગળ જ બીડી પીએ અને એમને બીડી પીવામાં પાપ હું બતાવું, તો શું એની એમને અસર થાય ? શંકાથી કેમ બચાય ? પ્રભુશાસનની દેશનામાં તો બધું તજવાની જ વાત છે, શરીર સુધ્ધાં પણ તજવાની જ વાત છે, ત્યાં પાન, બીડી, ચા વગેરેની છૂટ કેમ જ હોય ? ત્યાગની વાત ચાલે અને એ ત્યાગ જો એ વ્યાખ્યાન ચાલે ત્યાં સુધી પણ અમલમાં ન હોય, તો ભવિષ્યનાં પચ્ચખ્ખાણ પણ કરનાર કેમ જ કરે ? આથી સમજો કે, વીસમી સદીના વિષયવિલાસીઓ માટે શાસનની એક પણ ઉત્તમ નીતિ-રીતિ ન જ ફેરવાય. વીસમી સદીના વાયરા જોઈને તેને બાધ ન પહોંચે તેવી ધર્મદેશના ન જ દેવાય. જો એમ દેવા બેસું, તો મને તો કંપારી જ થાય ! કારણ કે, ધર્મની ભાવના સાંભળવા કરતાં દુનિયાના પદાર્થો સાંભળવાની ઇચ્છા ઘણાને છે. હવે એવાઓની ઇચ્છા જોઉં તો વૈરાગ્યની વાત જ ન થાય ! વૈરાગ્યની વાતને તો તાળું જ દેવાય ! શું આમ થાય એ યોગ્ય છે ? નહિ જ, તો તો પછી તમને જ જોઈને બોલું તો તો બોલવાની સ્થિતિમાં ફેરફાર અવશ્યમેવ થાય. Page #490 -------------------------------------------------------------------------- ________________ 469 - - ૩૯ : ધર્મશાસન યોગ્યને જ લાભ કરે ! - 36 - ૪૬૯ આથી દુનિયામાં જેમ દમિયલ માટે નિસરણી ન ફેરવાય, પણ તેને જ એમ કહેવાય કે, “તારાથી ન ચડાય તો તે નીચે બેસ, મારાથી બનતી સામગ્રી હું તને આપીશ.’ એ જ રીતે આજના સંસારરસિકોને એમ કહેવાય છે કે, ‘તમારાથી ન થાય તો ન કરો, થોડું કરો, પણ વસ્તુ ન ફેરવાય.'વસ્તુ ફેરવવી એટલે તો દુનિયા ફેરવવા જેવું થયું, માટે એવું તો ન જ થાય; એ જ કારણે પરમ ઉપકારી અને પરમ વીતરાગ એવા શ્રી જિનેશ્વરદેવોએ પણ સનાતન ક્રમ પ્રમાણે વસ્તુ જેવી હતી. તેવી જ કહી અને સમર્પ, માટે ત્યાં શંકાને સ્થાન જ નથી. કલિકાલસર્વજ્ઞ, આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ કહે છે કે, સર્વશે કહેલ હોવાથી એ માર્ગમાં સંદેહ ન જ થાય. છતાં મોહના યોગે સંદેહ થાય તો વિચારવું કે - એક; તો મારી મતિની દુર્બળતા છે, બીજું; તેવા પ્રકારના મહર્ષિઓના સંયોગનો અભાવ છે, ત્રીજું; જાણવાલાયક વસ્તુનું સ્વરૂપ ગહન છે, ચોથું; મારે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે, પાંચમું; દૃષ્ટાંત કે હેતુ બધી વસ્તુ માટે મળતાં નથી; આટલાં કારણોથી મને સારી રીતે ન સમજાય એ બને પણ સર્વજ્ઞો કદી ખોટું કહેતા જ નથી; પણ સાચું જ કહે છે. • અપકારી ઉપર પણ ઉપકાર કરનાર, રાગ, દ્વેષ અને મોહ ક્ષીણ થયા છે. જેમના એવા તે જિનેશ્વર દેવોને અસત્ય બોલવાનો એક પણ હેતુ નથી; માટે શ્રી સર્વજ્ઞ પરમાત્માના વચન ઉપર કે એ તારકને અનુસરીને કહેનારા મહર્ષિઓના વચન ઉપર અવિશ્વાસ કરવાનું કોઈ જ કારણ નથી.” . ભૂલ પોતાની ને દોષ દેવો બીજાને? જેમ ખિસ્સામાં પૈસા ન હોય માટે ઝવેરીને ત્યાં માળા નથી એમ કહેવું એ મૂર્ખાઈ છે, લેવાની તાકાત ન હોય માટે કંદોઈને ત્યાં મીઠાઈ નથી એમ કહેવું તે બેવકૂફી છે, સારું શાક લેવાના પૈસા ન હોય માટે વાસી લાવે અને કહે કે, બજારમાં શાક મળતું નથી એ મૂર્ખ છે, અઢી હાથનું પંચિયું હરનારો કહે બજારમાં રેશમી ધોતિયાં મળતાં નથી એ પણ ન જ મનાય, ગાંધીને ત્યાં મીઠું પણ મળે અને સાકર પણ મળે, પણ ભીલનો છોકરો કહે કે એકલું મીઠું જ મળે છે, તો કહેવું પડે કે, સાકર પણ મળે છે. પણ તારી પાસે તે લેવાનું સાધન નથી, તેવી જ રીતે કોઈને પોતાની મતિના અભાવે વસ્તુ ન બેસે માટે વસ્તુ નથી એમ Page #491 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ એ કહે એ મૂર્ખાઈ છે અને એમાં અમારે હાજી ભણવી, એ વળી ભયંકર બેવકૂફી છે; પણ આજે તો પ્રાયઃ એ જ દશા થઈ રહી છે ! અન્યથા ઉન્મત્ત અજ્ઞાનીઓ ‘આજના જમાનામાં આ ન ચાલે, આ ન હોય, આમ જોઈએ' આમ કહે અને એ બધામાં પ્રભુશાસનના વેષમાં રહેલા માનાકાંક્ષીઓ ‘બરાબર ! બરાબર !' એમ કહે, એમ કેમ જ બનત ? ઊલટું એવાઓની સામે પ્રભુશાસનના પૂજારીઓએ એમ જ કહેવું જોઈએ કે, ‘એમ ન બોલ !’ એમ બોલ કે-છે તો બધું યોગ્ય, અને એને અમલમાં મૂકનારા પણ છે, હું કમનસીબ કે નથી પાળી શકતો. ૪૭૦ 470 ચોથા આરામાં પણ જેમ સંયમ પાળનારા હતા તેમ નહિ પાળનારા પણ હતા, પણ ‘હું ન પાળું માટે બીજા કેમ પાળે ?' એમ કોઈએ કહ્યું છે ?' શ્રી કૃષ્ણ - મહારાજાએ પણ ‘મારા જેવો વીર ન પાળી શકે માટે બચ્ચાંથી કેમ પળાય ?' એમ નથી કહ્યું. અઢાર હજાર મુનિને વાંદ્યા, પણ એમને જોઈને ‘આવા બધા એટલે કાયાબળથી હીનને ક્યાં ભેગા કર્યા છે' એમ ભગવાનને કહ્યું ? ‘મારા જેવો વીર ન પાળે તો આ શું પાળે ?' એમ નથી કહ્યું ! પણ આજનાઓ તો જુદી રીતે પણ કહે છે કે ‘અમે ઘરડા, ભણેલા-ગણેલા, ખુરશી ભાંગનારા, અમે ન પાળી શકીએ તો બચ્ચાં કેમ પાળે ?' વિચારો કે, આ વાત બરાબર છે ? કહેવું જ પડશે કે - નહિ. શ્રી ભરત મહારાજાના નાના ભાઈઓએ દીક્ષા લીધી, ત્યારે ભરતે કહ્યું કે, ‘બાપના ખરા દીકરા તે, હું નહિ.' પણ ‘હું ન લઈ શકું અને એ કેમ લઈ શકે ?' એમ ન કહ્યું. શ્રી ભરત મહારાજાના દીકરા ગણધર થયા. બાપ બૈસી રહે અને દીકરા ગણધર થાય, એ બને કે નહિ ? તો પછી આજના કહે છે કે, ‘અમે ન પાળીએ ને આ પાળે એ શું ?' એ જ કે, ‘મોહનો ચાળો.’. શાસ્ત્રમાં પણ શિષ્ય એવી જ જાતનો પ્રશ્ન કરે છે, ત્યાં ગુરુ પણ એવા જ આશયનું સૂચવે છે કે, ‘પામર ! તારી અશક્તિનો આરોપ આગમની વાતોમાં ન કર. તારાથી નથી પળાતું એમ કહે, પણ કોઈ ન પાળી શકે એમ ન કહે : કારણ કે, અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ અનંતાઓએ પાળ્યું, સંખ્યાબંધ પાળે છે અને પાળશે. ચક્રવર્તીના જમાનામાં ચક્રવર્તી ન પામી શક્યા અને ભિખારી પામી ગયા. રાજા રહી ગયા અને રંક પામી ગયા. શેઠિયા ન સાધી શક્યા અને નોકર સાધી ગયા : પણ ‘હું ન પાળું અને નોકર કેમ પાળે ?’ એમ શેઠે ન કહ્યું અને કહે તો સમજુ કહી દે કે, ‘તમે લોભિયા છો માટે ધર્મ નથી સાધી શકતા, આ તો પચાસમાં સંતોષ માને છે માટે ત્રિકાળ પૂજન, ઉભય ટંક આવશ્યક અને Page #492 -------------------------------------------------------------------------- ________________ 41 --- ૩૬ઃ ધર્મશાસન યોગ્યને જ લાભ કરે ! - 36 – ૪૭૧ સામાયિકાદિક કરે છે. તમે તો “હાય બાપ પૈસો એમ કરો છો; માટે ધર્મ નથી સાધી શકતા.' જેને ઉલ્લંઠો ગાળો દઈ રહ્યા છે, ત્યાંથી તેવાઓ શીખવા લાયક ગુણ શીખ્યા ? એની કોઈ પણ ફિક્સ અગિયાર પહેલાં તથા છ પછી ખુલ્લી નહિ હોય, રવિવારે તથા તહેવારે ખુલ્લી નહિ હોય તો કહે કે, “કામગરા તમે વધારે કે એ? જોખમ તમારે વધારે કે એને ?” વેપારી તો કહે છે કે, “સવારે સાત વાગે દુકાન ઉઘાડું છું, રાતે દશ વાગે બંધ કરું છું, એટલે પૂજા શી રીતે કરું અને વ્યાખ્યાનમાં કઈ રીતે આવું ?' એવાએ વિચારવું જોઈએ કે, “સામાને અનાડી અને અનાર્ય કહેનારો હું કેવો?” આવો વિચાર એક ક્ષણ પણ નહિ કરનારાનો ખરેખર જ દિ' ફર્યો છે. હું કહું છું કે, કોઈની રિદ્ધિ-સિદ્ધિ જોઈને બળવું અને કોઈ અજ્ઞાનીઓના ચઢાવ્યાથી ચડી જવું બંધ કરી તમારી પોતાની સ્થિતિને એવી અજબ કેળવો, એટલે કે, અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ વર્તતાં શીખો કે, જેથી તમારા અંતરમાં સુખની ઇચ્છા નહિ રહે અને સુખ તમારા ચરણમાં લોટતું આવશે; પણ એ દશા આવવી એ ખરે જ દુર્લભ છે. એ દશા આવશે ત્યારે તો એક જ દશા આવશે કે, ગમે ત્યાંથી પણ સારી વસ્તુ શીખવાની આપોઆપ જ તાકાત આવશે. * વિચારો તો ખરા કે, આવી સાહ્યબી ધરાવનાર પણ દરેક કામ કેવું ટાઇમસર કરે છે ? કદી અપવાદની વાત જુદી, બાકી તો ટાઇમસર જ કામ. . અધિકારી કે અમલદાર જે આવે તે તાજો જ લાગે, પણ એમાં નવાઈ શી ? અઢાર કલાકની નિવૃત્તિ મળે એટલે તાજા જ હોય ને ! પણ તમે તો મુડદાલ ? સાત વાગ્યાના ઊઠેલા રાત્રે અગિયારે ઘેર આવો, અને ઘેર પણ ઉપાધિ હોય . જ !! માંડ માંડ બાકીના કલાક આળોટીને ગાળો, સવારે આંખો ચોળતા ઊઠો, સ્ટવ સળગાવી ચા વગેરે પીને બનાવટી જાગૃતિ લાવીને પાછો જા !!! એવા તમે તાજા બનો શી રીતે ? જેને તમે અનાર્ય માનો તે પણ આટલા નિયમિત ! અને તમારી આ દશા, એ શું ઓછું શોચનીય છે ? “યુરોપિયનની દુકાને દરેક વસ્તુ પર ભાવ લખેલા હોય, કશી માથાફોડ જ નહિ. એના લાંબા ચોપડા નહિ, ઉઘરાણી નહિ, એને આસામી તૂટે નહિ.” એ શું ? આવું શીખ્યા ? તમારે તો કાચો ખરડો, પાકો ખરડો, ખાતાવહી, ઉઘરાણી અને કેટલીય ધાંધલ ? એક બાજુ લાખના સવાલાખ કરો અને બીજી બાજુ બે લાખ ગુમ થયા, આ તમારી દશા છે. Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - - 472 પેલા તો સાહ્યબી ભોગવે, એમનાં તો કપડાં પણ બગડે નહિ, તમને તો બજારમાં જોયા હોય તો પાણી નીતરે. કપડાં મેલાં હોય. વૈતરા પકડી લાવ્યા હોય એના જેવો દેખાવ, આ શાથી? એ ખૂબ વિચારો અને હજી પણ કહું છું કે, દુર્ભાવનાઓ અને ખોટી લાલસાઓ છોડો તથા જ્ઞાનીઓની આજ્ઞા મુજબનું પુણ્ય સાધો અને પાપ છોડો, સંતોષી બનો તથા જીવનને નિયમિત બનાવો તો ચાર-છ મહિનામાં જ તમને નવો અનુભવ થશે. ધર્મ કરો એનાથી જ કલ્યાણ છે, પણ વગર રાજ્ય રાજ્યના લોભિયા આ મળેલું કેમ જ મૂકે? ઈર્ષાખોર કૂતરાની જાત એવી હોય છે કે, વસ્તુ મોંમાં હોય અને બીજો બીજી વસ્તુ ખાય એટલે પોતાના મોંમાંનું પડતું મૂકી ત્યાં જાય, એટલે આયે જાય અને તેય ન મળે, આ દશા છે. બીજાને ત્યાંના ગ્રાહકોને “શી શી' કરી બોલાવે એટલે ઘણીવાર એનું એ જાય અને આનુંએ જાય. ભાગ્ય ઉપર પણ ભરોંસો નહિ આ તમારી તેવી દશા છે. જેઓની વગર રાજ્ય આ દશા છે, તેમને રાજ્ય મળ્યા પછી શું થશે ? હું મારી જોખમદારી સમજીને બોલું છું: સભા: એ લોકો કહે છે કે, “આજે ધર્મ પાળી શકાય જ નહિ !' પણ સાહેબ! . એવાઓને નહિ સાંભળવા જ સારા છે !!! બોલનારે સાબિત કરવું જોઈએ ને ? કોઈએ પણ તે જ બોલવું જોઈએ કે જે સાબિત થાય. હું મુંબઈને ઓળખું છું, મુંબઈગરાઓને જાણું છું એ લોકો કઈ વખતે શું કરે એ પણ સમજું છું. એ હું મારી જોખમદારી સમજીને જ બોલું છું. એમ ન માનતા કે, એમ ને એમ બોલાય છે અને બોલીને ગયા પછી મોટા વિચાર કરવા પડે છે. અહીં કશું ઊંઘમાં નથી બોલાતું. બધું જાગૃતિમાં જ બોલાય છે. કાયદાની બારીકીમાં મને ફસાવવાના દાવ ખેલાય છે, એ પણ હું જાણું છું. પણ આ શ્રી જૈનશાસનના પ્રતાપે, મારા શ્રી જિનેશ્વરદેવના શાસનના પ્રતાપે એ બધાથી હું નિર્ભય છું. શ્રી જૈનશાસનની એ ખૂબી છે: મારો સ્વામી જ એવો છે કે, મને પૂરેપૂરો બચાવે. મારા સ્વામી ઉપર, મારા આગમ ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે એથી હું સર્વથા નિર્ભય છું, છતાંય અશુભના ઉદયે આપત્તિ આવે એ વાત જુદી છે, બાકી તો આ પરમશુદ્ધ પ્રભુશાસનની સેવામાં બરાબર રહેવાય તો તો મોટો ચમરબંધી પણ વાળ વાંકો ન કરી શકે. દુનિયાના કાયદાઓથી પણ ભરેલું આ શાસ્ત્ર છે. આની પાસે Page #494 -------------------------------------------------------------------------- ________________ ૩૬ : ધર્મશાસન યોગ્યને જ લાભ કરે ! - 36 દુનિયાનો એક પણ કાયદો ટકતો નથી, એટલે કે, આને અનુસરીને ચાલનારને દુનિયાની કોઈ પણ સરકાર ગુનેગાર બનાવી શકતી નથી. ધર્મહીન બનેલા એવા પણ પોતાને ધર્મીમાં ખપાવવાનાં ફાંફાં મારતા જે ધારાશાસ્ત્રીઓ મને ફસાવવા માગતા હોય, તેઓ જાણી લે કે, તમારા જેવા જ ફસાઈ જાય પણ હું ફસાઉં નહિ, એવો હું જેને શરણે છું એવા મારા શ્રી જિનેશ્વરદેવના શાસનનો જ્વલંત પ્રભાવ છે, પણ હું તમને ફસાવવા ઇચ્છું પણ નહિ ! બાકી લોભિયાને ફસાવવામાં વાર કેટલી ? પણ મારી એ ઇચ્છા નથી. 473 ૪૭૩ તમારી વાતોમાં, દુન્યવી વાતોમાં હું ઊભો પણ ન રહું ! હું તો દિન ને રાત, જ્યારે સમય મળે ત્યારે સંસાંર છોડાવવાની જ વાત કરું છું, માટે મને ફસાવવા ઇચ્છનારને ભલામણ છે અને તે ભલામણને એમના જે દૂતો અહીં આવ્યા હોય તે જાણી લે કે, મને ફસાવવાનું નાહકનું દુર્ધ્યાન કરી તંદુલિયા મત્સ્યની જેમ દુર્ગતિ ખરીદવાની પ્રવૃત્તિ ન કરો. અસ્તુ. અત્યારે તો આપણે એક જ વાત કહેવા માંગીએ છીએ કે, શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકાને સ્થાન જ નથી; આથી જ શાસ્ત્ર કહે છે કે, ‘સૂત્રે કહેલો એક પણ અક્ષર જેને ન રૂચે તે મિથ્યાસૃષ્ટિ છે.' આથી સ્પષ્ટ છે કે, ‘સૂત્રના એક પણ અક્ષરમાં શંકા કરવી એ સમ્યગ્દષ્ટિનું કામ નથી અને એ રીતે શંકાદોષથી બચેલો આત્મા; કાંક્ષા આદિ દોષોમાં પ્રાયઃ ફસતો જ નથી. હજુ પણ આ બાબતોમાં જે જે કહેવાનું છે, તે જ્ઞાની મહારાજાનું છે, તે જ્ઞાની મહારાજાએ જોયું હશે તો હવે પછી - ધર્મકથાઓશા માટે? મહાપુરુષોએ, સંસારરસિયા જીવોનો સંસારરસ દૂર કરીને મોક્ષનો અને મોક્ષપ્રાપક ઘર્મનો રસ પોષાય માટે જે ઘર્મકથાઓની રચના કરી છે, એ ઘર્મકથાઓનો ઉપયોગ સંસારરસ પોષવા માટે કરવો, એ જીવની નાલાયકાત સૂચવે છે. આવાઓને ધર્મકથાઓને કે ઘર્મશાસ્ત્રોને હાથ લગાડવાનો પણ અધિકાર નથી. મહાપુરુષોએ ઘર્મશાસ્ત્રો અને ધર્મકથાઓની રચના, સંસારમાં વિષય કષાયમાં ખૂંપેલા આત્માઓને બહાર કાઢવા માટે કરી છે. એનો ઉપયોગ કરીને જીવોનો સંસારરસ પોષવો, વિષય-કષાયની વૃત્તિઓ ઉત્તેજિત કરવી એ સામાન્ય કોટિનું પાપ નથી. - ધર્મસ્વરૂપદર્શન Page #495 -------------------------------------------------------------------------- ________________ ૩૭ : શાસન પંચાંગીથી જ પ્રાણવાન ! વીરસં. ૨૪૫૬, વિ.સં.૧૯૮૬, પોષ વદ-૭, સોમવાર, તા. ૨૦-૧-૧૯૩૦ ♦ શંકા કોની ટળે ? ૭ સર્વજ્ઞની એક વાત પણ ન માને તેય મિથ્યાદૃષ્ટિ : ♦ માત્ર મૂળસૂત્રને જ માનવાથી ન ચાલે ! ૭ એકાંતવાદમાં મિથ્યાત્વ : ♦ દ્રવ્ય-ભાવ, જ્ઞાન-ક્રિયા ઉભયાત્મક જૈનદર્શન : ♦ ભાષ્ય, ટીકા, ચૂર્ણિ વગેરેનું મૂળ જેટલું જ મહત્ત્વ : ♦ અળશિયાં જેવા કલ્પિત મતો : ♦ આજના વિરોધીઓ ! ♦ દીક્ષાની અરુચિના ઓડકારો : ♦ ધર્મવિરોધીઓની દાંભિકતા : ♦ દુર્જનોની મધુરતામાં વિષની કાતિલતા ! 37 શંકા કોની ટળે ? સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી, શ્રીસંઘને મેરૂપર્વત સાથે સરખાવતાં સમજાવે છે કે, જેમ મેરૂની પીઠ વજની છે, દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે, તેમ શ્રીસંઘરૂપી મેરૂની સમ્યગ્દર્શન રૂપ શ્રેષ્ઠ વજ્રરત્નની પીઠ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. એ પીઠમાં પોલાણ પડે તો કુમતવાસના રૂપી પાણી એમાં ઘૂસે, જેથી ઉપરનો પહાડ ચલવિચલ થાય. સમ્યગ્દર્શન રૂપ પીઠમાં દોષો એ પોલાણ છે. એ પીઠને પોલી બનાવનારા પાંચ દોષો છે. એમાં શંકા એ ભયંકર દોષ છે. શ્રી જિનેશ્વરદેવના વચનમાં, એ તારકની આજ્ઞાનુસાર જ બોલનારા મહર્ષિઓના વચનમાં અને એ પરમતારકના સુવિશુદ્ધ માર્ગમાં યોગ્ય આત્માઓને તો શંકા થવી શક્ય જ નથી; એનું કારણ કે, વાસ્તવિક રીતે તેમાં શંકાને કા૨ણ નથી. એનું કારણ એ છે કે, જે વસ્તુ જે સ્વરૂપે હતી, જે સ્વરૂપે છે અને જે સ્વરૂપે હશે, તે વસ્તુ તે જ સ્વરૂપે શ્રી જિનેશ્વરદેવના શાસનમાં કહેવાઈ છે, કહેવાઈ છે, કહેવાય છે અને કહેવાશે. એમાં સંશય થવાનાં કારણો અને થાય તો તેનાથી બચી જવાના ઉપાયો Page #496 -------------------------------------------------------------------------- ________________ 475 - ૩૭ : શાસન પંચાંગીથી જ પ્રાણવાન ! - 37 - ૪૭૫ આપણે જોઈ ગયા કે, “પોતાની મતિની દુર્બળતા, તેવા પ્રકારના સમર્થ જ્ઞાની મહર્ષિઓના સંયોગનો અભાવ, શેય વસ્તુને સિદ્ધ કરવા માટે હેતુ તથા દૃષ્ટાંતનો અસંભવ' આ પાંચ શંકા થવાનાં કારણો છે. તે કારણો લક્ષમાં લેવા અને વિચારવું કે, “આ પાંચ કારણે મને વસ્તુ ન સમજાય તેવી વસ્તુ નથી, અગર ખોટી છે, એમ ન કહેવાય. કેમ કે, શ્રી જિનેશ્વરદેવ નિઃસ્વાર્થ ઉપકારી હતા, સર્વજ્ઞ હતા, રાગ, દ્વેષ અને મોહને સર્વથા જીતનારા હતા; માટે એ ખોટું તો ન જ બોલે, ખોટું તો એમના મુખમાંથી ન જ નીકળે.” વસ્તુસ્થિતિ આ પ્રકારની હોવા છતાં પણ પોતાની મતિમાં જ સર્વસ્વ માનનારને આવા વિચારો ન જ થાય; એ અજ્ઞાની તો એમ જ વિચારે કે, અમારી મતિ તે દુર્બળ હોય ? અમારે વળી જ્ઞાનીઓનો સહવાસ કરવો પડે ? અમે ગંભીર કે વસ્તુ ગંભીર ? અમે હોશિયાર છીએ તો વસ્તુની ગંભીરતા સમજવામાં હરકત શી ? હેતુ તથા દૃષ્ટાંતો કેમ ન મળે ?' આવું વિચારનારા પોતાને જ્ઞાનાવરણીય કર્મનો ઉદય તો માને જ શાના ? ન જ માને. પોતાની જ મતિ ઉપર મદાર બાંધનારા આ વસ્તુ સ્વીકારી શકે તેમ નથી જ, એટલે આ વાત તો પ્રભુના શાસનમાં રહેવા ઇચ્છનારાઓ માટે જ છે. સર્વજ્ઞની એક વાત પણ ન માને તે મિથ્યાદષ્ટિ ! યોગ્ય આત્માઓને પ્રભુશાસનના સંપૂર્ણ શ્રદ્ધાળુ બનાવવાના ઇરાદાથી કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા કહે છે કે, સૂત્રમાં કહેલા એક પણ અક્ષરને જે ન સદ્દયે તે મિથ્યાદૃષ્ટિ છે.” ઉપકારીઓના આ કથનથી શ્રદ્ધાળુ થવાને બદલે જેઓ પોતાની મતિ કલ્પના ઉપર જ જીવવા માંગે છે, તેઓ તો ઊલટા અશ્રદ્ધાળુ જ બને છે અને ઉપરથી કહે છે કે, “કેવી સુંદર જાળ રચી છે મિથ્યાષ્ટિ બનાવવાની ?” ' અરે ! આવી સુંદર વસ્તુને લઈને પણ એ લોકો પૂર્વાચાર્યો ઉપર એવું કલંક મૂકે છે કે, “આ રીતે જગતને ભરમાવ્યું !” આવી સુંદર વસ્તુને એ લોકો દુનિયાને ફસાવવાની જાળ કહે છે !!! આથી જ કહેવું પડે છે કે, એવાઓના હૃદયમાં આવી સાચી વાત પણ નહિ જ ઊતરે; બાકી જો વિવેકદૃષ્ટિથી વિચારવામાં આવે, તો એ વાત તો ખરી જ છે કે, આખી વસ્તુના એક અંશને પણ ન માનીએ તો આખી વસ્તુ જ ઊડી જાય છે. માત્ર મૂળસૂત્રને જ માનવાથી ન ચાલે ! ' તત્ત્વો નવ છે અને એની પણ પરસ્પર સંકલના છે, એટલે એમાંનું એક પણ તત્ત્વ ન માનીએ તો આખુંયે ગાડું અટકે. જેના કથનમાં પરસ્પર Page #497 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ અસંબદ્ધપણું હોય ત્યાં એ બને, પણ એવું અસંબદ્ધતાવાળું તો અજ્ઞાની જ બોલે, પણ સંપૂર્ણ જ્ઞાનીઓ કે સંપૂર્ણ જ્ઞાનીના અનુયાયીઓ તો એવું ન જ બોલે; આથી જ એવા જ્ઞાનીઓની વાતો તો આજુબાજુનાં વાક્યોનો સંબંધ રાખવાથી જ સમજાય, કારણ કે, જ્ઞાનીઓ જે બોલે તે વસ્તુસ્વરૂપને અનુલક્ષીને જ બોલે : આથી સ્પષ્ટ છે કે, જ્ઞાનીઓએ ફરમાવેલ નવે તત્ત્વ પૈકીનું એક તત્ત્વ ન માને, તે તો સુશ્રદ્ધાના ભાજન ન જ થાય. ૪૭૭ 476 નવ તત્ત્વમાંના આઠ તત્ત્વો રૂચે અને એક ન રૂચે, તો પણ શાસ્ત્ર કહે છે કે, વાસ્તવિક રીતે એને એક પણ નથી રૂચ્યું, માટે એ સમ્યગ્દષ્ટિ નથી. પણ મિથ્યાદ્દષ્ટિ જ છે; આથી એ સ્પષ્ટ જ છે કે, કોઈ એમ કહે કે,‘કંદમૂળમાં અનંતા . જીવ માનું’ પણ ‘પાણીમાં અસંખ્યાતા જીવો ન માનું' તો એ શ્રી જૈનશાસનમાં ન જ ચાલે; એ જ કારણે ઉપકા૨ીઓ ફરમાવે છે કે, પ્રભુશાસનને આરાધવાની ઇચ્છાવાળા આત્માએ, શ્રી જિનેશ્વરદેવના શાસનના એકેએક અક્ષરને હૃદયપૂર્વક સ્વીકારવો જોઈએ; અન્યથા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ શક્ય જ નથી, પણ મિથ્યાત્વની પ્રાપ્તિ જ શકય છે; એ જ કારણે ઉ૫કા૨ીઓએ ફરમાવ્યું કે, સૂત્રના એક પણ અક્ષરને જે ન માને તે મિથ્યાદ્દષ્ટિ છે, કેમ કે, એમાં એક પણ અક્ષર એવો નથી કે જે અરુચિ ક૨વા યોગ્ય હોય. સભા સૂત્ર કયાં ? પિસ્તાળીસે આગમ, પંચાંગી સાથે. પંચાંગીમાંનાં ચાર એ મૂળનો જ વિસ્તાર છે. આથી ‘માત્ર મૂળ જ માનું પણ બીજું ન માનું' - એમ કહેનારને એની છાયામાં પણ બેસવાનો કે એનાં ફળ ખાવાનો અને એની ઠંડક લેવાનો પણ અધિકાર નથી. એ તો અંદર મૂળમાં ભલે જાય, બાકી છાયા, ડાળાં, પાંખડાં વગેરે અને ફળ માટે તો એ અનધિકારી જ છે. મૂળમાં ફળ છે પણ મૂળ મોંમાં મૂકે તો કંઈ ઓછું જ ફળ મોંમાં આવે ? મૂળમાં જ બધું માનીને ખેડૂત બેસી રહે, અગર કોઠી કે ખિસ્સામાં મૂળ રાખી મૂકે, તો પાક થાય અને ફળ મળે ? નહિ જ, એથી જ એકલા મૂળને જ માનનારને વૃક્ષની છાયા ભોગવવાનો તથા ફળને પામવાનો અધિકાર નથી. નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણી અને ટીકા વગેરે પણ કંઈ બહારનાં નથી. મૂળ તો થોડીક જ જગ્યા રોકે અને થડ, શાખા, ડાળાં, પાંખડાં વગેરે તો વિશાળ જગ્યાને રોકે. મૂળમાં એ બધું હતું કે નહિ ? હતું જ. મૂળમાં એ બધું હતું માટે જ બહાર આવ્યું. એ બધું તો જેને કાઢતાં આવડે તે જ કાઢે. મૂળ ક્યાં રોપવું, કેમ રોપવું, એને શું પાવું અને કેટલું પાવું, એ તમને ખબર પડે કે Page #498 -------------------------------------------------------------------------- ________________ 47 - ૩૭ શાસન પંચાંગીથી જ પ્રાણવાન ! - 37 – ૪૭૭ ખેડૂતને ? જેમ ફલાદિકના મૂળને દુનિયાના ખેડૂતો ખીલવે છે, તેમ આ મૂળને આ ખેડૂતોને ખીલવ્યું. તમે ભાગ્યશાળી હો તો એનાં આ ફળ ખાઓ ! પણ આ લોકો તો કહે છે કે, “અમે જેને ન ખીલવી શકીએ તેને અમે કેમ જ માનીએ ?” પણ એ ઊંધી મતિના ઇજારદારોને ખબર નથી કે, જેનામાં તાકાત હોય તે જ ખીલવે અને તાકાત હતી એણે જ ખીલવ્યું છે. જેઓ એકલા મૂળને પકડીને બેઠા છે, તેઓને આપણે કહીએ છીએ કે, તમે લોકો એકલા મૂળ શબ્દોને પકડીને બેઠા છો, એટલે જ પરસ્પર અસંગત અર્થ કરો છો અને એ જ કારણે સાચી વસ્તુ કહી શકવાને બદલે ગપ્પાં મારો છો. એના કરતાં તો મૂળને સંગત જેટલું હોય તેટલું બધું જ માનો ને ! જે જે મૂળને સંગત ન લાગતું હોય તેને પુરવાર કરો. જો એ તાકાત નથી તો પછી મહાપુરુષોએ કહેલી વાતોને પ્રેમથી સ્વીકારો, અન્યથા મિથ્યાદૃષ્ટિ છો જ, કારણ કે, “સૂત્રમાં કહેલો એક અક્ષર એટલે મૂળ, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકાદિમાંનો એક પણ અક્ષર જેને ન રૂચે તે મિથ્યાદૃષ્ટિ છે.” એમ મહાજ્ઞાનીઓ ફરમાવે છે. સભાઃ પંચાંગી તો પાછળથી થઈ ને ? વસ્તુસ્વરૂપે તો મૂળ અને તેની સાથેનાં ચારે એટલે કે, પાંચે શરૂઆતથી જ છે. કારણ કે, ૧. મૂળ એટલે તો મૂળ અને ૨.બીજું અંગ નિર્યુક્તિ એટલે સૂત્રમાં લોલીભૂત થઈને રહેલા અર્થોને ગંભીરતાથી સમજાવનારી ગાથાઓ, ૩. ત્રીજું અંગ ભાષ્ય એટલે એના જ અર્થને ગંભીર અને સુવિશદ શબ્દોમાં કહેનારું અને ૪. ચોથું અંગ ટીકા એટલે એના જ અર્થનું વિસ્તારથી વિવેચન કરનાર તથા પ. પાંચમું અંગ ચૂર્ણિ એના જ અર્થનું પ્રાકૃત ભાષામાં વિવેચન કરનાર.' પંચાંગીનું સ્વરૂપ જ આ છે, એટલે એમાં કશી જ નવીનતા નથી; અર્થાત્ પ્રભુશાસનની ખૂબ જ એ છે કે, એમાં કોઈ પણ પોતાનું નવું કહેવાને ઇચ્છતું જ નથી, કારણ 'કે, એ શાસનને પામીને લખનારા બનેલા સઘળાય ભવભીરુ હોઈ, કોઈ પણ શ્રી તીર્થંકરદેવોના કથનથી એક પણ અક્ષર વિરુદ્ધ બોલનાર નથી હોતા. શ્રી ગણધરદેવો પણ પ્રભુ પાસેથી અર્થ પામીને જ દ્વાદશાંગી રચે છે અને તે તારકો વાચના આપતાં પણ પ્રથમ મૂળ, પછી નિયુક્તિ અને તે પછી સઘળું આપે છે, કારણ કે, વાચનાનો ક્રમ એ છે. એટલે જેમ મૂળ પ્રભુના કથનને અનુસરતું છે, તેમ બાકીનાં ચાર પણ પ્રભુના કથનને અનુસરતાં જ છે અને તે સિવાયનાં પણ એ પંચાંગીથી અવિરુદ્ધ હોય તે સઘળાં જ શાસ્ત્રો પ્રમાણરૂપ છે; કારણ કે, એમાં કોઈના ઘરનું કશું જ નથી. Page #499 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ સામાન્ય રીતે આંકમાં પણ પહેલાં એકથી નવ આંકડા હોય અને દશમું મીંડું. તે પછી બધીયે એની જ કારીગરી; એ સિવાય નવું કાંઈ જ નહિ, કારણ કે, ગમે તેવી મોટી રકમમાં પણ એ જ પ્રથમના નવ અને દશમું મીઠું એ સિવાય કંઈ જ મળે નહિ, એટલે અગિયાર વગેરે જાણવા માટે પહેલાં દશ આંકડા ઘૂંટવા પડે, પછી પરસ્પરના જોડાણથી શું થાય તે જાણવું પડે ત્યારે આંક આવડે. એ રીતે અહીં પણ શરૂઆતથી મૂળ અને પછી બધી યોજના. ૪૭૮ 478 ભાષાનું જ્ઞાન મેળવવા માટે પણ ઘૂંટવું પડે, ગોખવું પડે, જોડણી ગોખવી પડે, લખવું પડે, વાંચવું પડે, અર્થ જાણે, એમ કરતાં કરતાં હોશિયાર થાય ત્યારે પ્રોફેસરનાં ભાષણ સાંભળવાને લાયક થાય છે, પણ પહેલેથી ત્યાં જાય તો ? નકામો. તેમ અહીં પણ કોઈ કહે કે, ‘મૂળ જ માનું, બીજું ન માનું’ – તો એ કેમ નભે ? આથી જ ઉપકારીઓ કહે છે કે, ‘સૂત્રનો એક પણ અક્ષર જે ન માને તે મિથ્યાદૃષ્ટિ' કારણ કે, પ્રભુશાસનમાં યથેચ્છપણું• એક અણુભર પણ પછી ભલે તે ગમે તેવાનું હોય તો પણ ચાલી શકે તેમ નથી, કારણ કે, સર્વજ્ઞપ્રધાન એવા શ્રી જૈનશાસનમાં છૂટીછવાયી મનફાવતી વસ્તુનું વર્ણન નથી, પણ એ તો સર્વાંગ સંપૂર્ણ છે, સર્વ નયાત્મક છે. સાતે નયો શ્રી જૈનદર્શનમાં છે પણ એક નય કે જે બાકીનાની અપેક્ષા નથી રાખતો, તે શ્રી જિનેશ્વરદેવના શાસનમાં નથી. એકાંતવાદમાં મિથ્યાત્વ : વળી શ્રી જૈનશાસન કહે છે કે, એકલો જ્ઞાનવાદી મિથ્યાદૃષ્ટિ છે તેમજ એકલો ક્રિયાવાદી પણ મિથ્યાદ્દષ્ટિ છે, તેવી જ રીતે નિરપેક્ષ રીતે આત્માને નિત્ય જ અનિત્ય જ કહેનારો પણ મિથ્યાદ્દષ્ટિ જ છે. આત્મા વિભુ જ છે અગર તો અણુ જ છે. એમ માનનાર પણ મિથ્યાદૃષ્ટિ છે; આથી સ્પષ્ટ જ છે કે, શ્રી જૈનશાસનમાં સંપૂર્ણ ધર્મમય વસ્તુ માનેલી છે. દુનિયામાં પણ બધાં અંગો ભેગાં થાય તો જ અખંડ શરીર કહેવાય, પણ સઘળાંય અંગોપાંગ, જુદાં જુદાં રખાય તો શરીર ન કહેવાય. એક આંગળી પણ ન હોય તોયે એ ખંડિત કહેવાય, નાક ન હોય, કાન કે આંખ ન હોય તો પણ ખંડિત જ કહેવાય. અર્થાત્ એક પણ અંગહીન ન ચાલે. તેમ ભિન્ન ભિન્ન નયની. માન્યતા શ્રી જૈનદર્શનની નથી. પણ સર્વ નયની માન્યતા શ્રી જૈનદર્શનની છે. ‘આ વસ્તુ આવી જ’ એમ એકાન્તે જૈનદર્શન ન કહે, પણ આવી પણ હોય અને આવી પણ હોય' એમ કહે. વસ્તુના મુખ્ય ધર્મને કે સર્વ ધર્મમય Page #500 -------------------------------------------------------------------------- ________________ ૩૭ : શાસન પંચાંગીથી જ પ્રાણવાન ! - 37 ૪૭૯ વસ્તુને વર્ણવતાં નિશ્ચયાત્મક પણ કહે, નિશ્ચયાત્મક ન જ કહે એમ પણ નથી, પણ અપેક્ષાઓ હૃદયમાં રાખીને જ કહે. અપેક્ષાઓ રાખ્યા વિના કહે એ ન ચાલે : આથી જ ‘એક અક્ષરને ન માનવામાં હરકત શી ?' એમ શ્રી જૈનદર્શનમાં ન બોલાય. 479 જે શાસ્ત્રમાં થોડું પણ ખોટું એ આખું ખોટું, માટે તો દ્વાદશાંગી અને તેને અનુસરતા શ્રુતને સમ્યક્શ્રુત કહ્યું અને બાકીનાને મિથ્યાશ્રુત કહ્યું; આથી મિથ્યાદૃષ્ટિ શાસ્ત્રોમાં કશુંયે સારું નથી જ એમ નથી, પણ જે થોડું ઘણું પ્રભુ શાસનમાંથી ગયેલું સારું છે, તે પણ ખોટાથી ખરડાયેલું છે માટે જ નકામું છે. ખોટાની ભેળું સારું ભળ્યું, એથી સારાંનો પણ ઇન્કાર કર્યો, તો અહીં સારામાં જો ખોટું ભળે તો તે ફેંકી દેવું પડે, એમાં શું આશ્ચર્ય ? એટલા માટે તો નિષ્નવોને બહાર મૂક્યા, કારણ કે, સારામાં ખોટું ન નભે; માટે તો આજે શ્રીસંઘના સ્વરૂપનો વિચાર ચાલે છે. ચારે પ્રકારનો શ્રીસંઘ અખંડિત છે, પણ પ્રભુના શ્રીસંઘમાં સંઘના નામે લૂંટારુઓ ન જ ભળવા જોઈએ. શ્રીસંઘના હાથે તો જે કામ થવું જોઈએ તે જ થાય. ‘આટલું કરવામાં હરકત શી ?' એમ ત્યાં ન જ ચાલે. શ્રી જિનેશ્વરદેવના માર્ગથી વિરુદ્ધ જતી એક પણ વસ્તુ શ્રીસંઘથી ન જ થાય. પણ આજે તો આચારાંગ માનું પણ એમાંનાં અમુક પાનાં ન માનું, એમ કહેનારા ઉલ્લંઠો પણ શ્રીસંઘમાં ભળવા અને રહેવા માંગે છે ? પણ એવાઓ કોઈ પણ પ્રકારે શ્રીસંઘમાં ન તો ભળી શકે કે ન તો રહી શકે, કારણ કે, શ્રી આચારાંગ સાચું તો 'પછી તેનાં જ પાનાંમાં ઝે૨ આવ્યું ક્યાંથી ? પણ વાત એ છે કે, ફાવતું જ લેનારા ઉન્મત્તો અમુક ભાગોને ઉડાડવા જ માંગે છે. મૂર્તિને નહિ માનનારાઓએ તે વાત કરતાં તેર આગમ ઉડાડીને બત્રીસ માન્યાં એમાં પણ જાણ્યું કે, બત્રીસ આગમ પણ માન્યાં તોયે ફસ્યા, કારણ કે, મૂર્તિની વાત તો એમાં પણ રહી ગઈ, એટલે હવે અમુક પાઠો એમાંના અમુક આજે બહાર કાઢે છે અને એ બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે એમ સંભળાય છે !!! જો બત્રીસને માનવાની ના કહે, તો એ દુનિયામાં પણ રહેવાય નહિ એટલે માનવાં ખરાં, પણ અમુક કાઢીને જ એવી વાત હવે થાય છે, પણ શ્રી જૈનદર્શનનાં સૂત્રોની સંકલના જ એવી છે કે, એમાંનું કંઈક પણ કાઢ્યા પછી જરૂર તૂટ્યું દેખાશે !!!! અને કહેવું પડશે કે, વિચ્છેદ છે !!!!! દ્રવ્ય-ભાવજ્ઞાન-ક્રિયા ઉભયાત્મક જૈનદર્શન ઃ દેવલોક, દેવતાનાં નામ, દેવતાની કરણી અને દેવતાની દ્રવ્ય જિનપૂજાને Page #501 -------------------------------------------------------------------------- ________________ - 480 ૪૮૦ - સંધ સ્વરૂપે દર્શન ભાગ-૧ - શાશ્વત કહે છે. હવે દેવતા જિનપૂજા કરે કોની એ બતાવો ! શાશ્વત મૂર્તિને આવી મૂકી પણ કરણીનું શું? વારુ ! દેવતા સમ્યગુદૃષ્ટિ શાથી? આનો ઉત્તર આપવો પડતો મૂકી એમાંનો કોઈ કહે કે, “અમે તો ભાવને માનીએ, દ્રવ્યને નથી માનતા !” તો એને પૂછો કે, મુનિપણું તો ભાવ છે ને ! તો એ આત્મામાં રહે કે શરીરમાં ? ઓધા રાખનારમાં જ એમના હિસાબે વ્યવહાર મુનિપણું ખરું કે નહિ ? ઓધા રાખનાર કોઈ પાપના ઉદયે ચોર, બદમાશ, લૂંટારો અને ખૂની પણ હોઈ શકે છે, તો ઓઘાને કે ઓઘાના ધારણ કરનારને સાધુ તો ન જ મનાય ? વળી કોઈ કહે કે, “આ તો મુનિ છે તો સામો કોઈ એમ પણ કહી શકે કે, “એ તો હાડચામનું ખોખું છે. મુનિ ક્યાં છે?” આ બધું કહેવાનો આપણો મુદ્દો એ છે કે, ભાવ અને દ્રવ્ય બેય જોઈએ. ભાવના પૂરી છે કે, મુનિને દાન દઉં, પણ મુનિને આવતા દેખીને બારણાં વાસવાનો ગુણ જેનામાં છે એની ભાવના કેવી ? કહેવું જ પડશે કે, ખોટી. ભલે અનીતિ કરું છું પણ શાહુકારી માનું છું” એમ કહેનારને દુનિયામાં કેવો મનાય ? માટે ભાવ છે કે નહિ એ બતાવનારી કરણી તો અવશ્ય જોઈએ જ; એટલે એકલું જ દ્રવ્ય કે એકલો જ ભાવ ન મનાય. મુનિને બોલાવી જઈને નહિ આપવાની બુદ્ધિએ ગોટા વાળે, એને પણ ઠગ કહેવાય જ ને ? આ બધી વાતોથી સ્પષ્ટ જ છે કે, સૂત્રના એક પણ અક્ષરને ન માને, તેને આ શાસનમાં સ્થાન નથી. આ વાતનો નાશ કરવાના ઇરાદાથી એમાંના કેટલાક કહે છે કે, “અમે સમ્યગુદૃષ્ટિ સાચા અને અમારી આસ્તિકતા સાચી; પણ અમારી કાર્યવાહી કે બોલવા-ચાલવા સામે તમારે ન જોવું.” કહો કે, આવું કથન કેમ જ ચાલે ? પ્રભુશાસનમાં તો ન જ ચાલે; માટે જ અમે તો આસ્તિકતાની કરણીવાળાઓને જ આસ્તિક કહેવાના અને એથી ઊંધી કરણીવાળાઓને નાસ્તિક કહેવાના, તથા કરણીથી સમ્યક્ત્વ જેનામાં દેખાય તેને સમદષ્ટિ કહેવાના અને વિપરીત કરણીવાળાને ચોખ્ખા મિથ્યાદૃષ્ટિ તરીકે ઓળખવાના અને ઓળખાવવાના. દુનિયાની કોઈ ચીજ એવી નથી કે, જેને ઉત્પાદક, વ્યય અને ધ્રૌવ્ય લાગુ ન થાય. આ ત્રણે ધર્મ ન ઘટે તેવી દુનિયામાં કોઈ વસ્તુ જ નથી. જેમાં એ ત્રણ ધર્મ ન હોય તે વસ્તુ જ નથી. એથી અમુક એક જ ધર્મ માનું, એમ કહેનારો શ્રી જિનેશ્વરદેવના શાસનમાં ન નભે. એ જ રીતે શ્રી જિનેશ્વરદેવના શાસનમાં Page #502 -------------------------------------------------------------------------- ________________ 481 – ૩૭ : શાસન પંચાંગીથી જ પ્રાણવાન ! - 37 - ૪૮૧ જેમ એકલા જ્ઞાનથી કે એકલી ક્રિયાથી મુક્તિ કહે એ ન નભે, તેમ એકલા દ્રવ્યથી કે એકલા ભાવથી ચાલે એમ કહેવું; એ પણ ન જ નભે. દ્રવ્ય વિના ભાવની પ્રાપ્તિ નથી, પ્રચાર નથી અને શુદ્ધિ પણ નથી. એટલે અંશે આત્મા મુક્ત બને તેટલે અંશે દ્રવ્ય જરૂર ઘટશે, પણ ત્યાં એ દશા દ્રવ્યથી પ્રાપ્ત થઈ એમ તો કહેવું જ પડશે. પ્રભુના શાસનમાં એક પણ વસ્તુ તોડીનુષીને કોઈ પણ માનવા કે મનાવવા માંગે તે ન જ ચાલે. ભાષ્ય ટીકા ચૂર્ણિ વગેરેનું મૂળ જેટલું જ મહત્ત્વ: એકલું મૂળ રહેત તો જગતમાં કોઈ પણ તત્ત્વ પામી શકત નહિ. દુનિયામાં પણ એકલાં મૂળ જ કોઠીમાં ભરત, તો કોઈનાં પેટ ભરાત નહિ. મૂળ ખીલવાય તો જ પેટ ભરાય અને તો જ બધું ચાલે. એ જ કારણે એકલા મૂળને જ માનનારને તો શાસ્ત્રકારો મૂર્તિની જ. કોટિમાં માને છે. એકલા મૂળથી તો શબ્દનો અર્થ પણ નહિ બોલાય ! અને એવાઓનો અર્થ માનીએ તો જ્ઞાનીઓનો અર્થ કેમ ન માનીએ ? જો એનું જ્ઞાન વધી ગયું હોય તો તો મૂળનો પણ આશ્રય શા માટે લે છે ? શ્રી ગણધર ભગવાનનું બોલેલું બોલવું પડે છે, તો એ તારકોની પાટે જ આવનાર, એ તારકોને માનનાર, એ તારકોની આજ્ઞાનુસાર જ બોલનાર અને લખનાર મહર્ષિઓનું માનવામાં શું ચૂંક આવે છે ? શબ્દાર્થ તો એવાઓ પણ કરે છે. તેવાઓના માનવાના બદલે છએ દર્શનના સુજ્ઞાતા અને સદ્દગુરુઓ દ્વારા સુંદરમાં સુંદર રીતે વસ્તુતત્ત્વને પામેલા પરમ મહર્ષિઓએ જ કરેલા અર્થોને કેમ ન સ્વીકારવા ? એકલા મૂળને જ માનનારાઓ મહાપુરુષોની નિયુક્તિ આદિને માનવાની નાં કહે છે અને પોતાનો ટબો માનવાનું કહે છે, એનું કારણ એ જ કે, એમ કરવામાં જ મતિકલ્પિત મત ટકી શકે તેમ છે ? અન્યથા તેઓનો ઉપજાવી કાઢેલો મત કોઈ રીતે ટકી શકે તેમ નથી. પણ એમ દરેક જો મનઃકલ્પિત મતોને પોષવા પ્રયત્ન કરે, તો તો વસ્તુતત્ત્વનો જ નાશ થઈ જાય, માટે તેમ ન જ થઈ શકે; એટલે જેઓને મૂળ સિવાયનાં અંગો ન માનવાં હોય, તેઓએ મૂળ સિવાયનાં અંગોમાં લખેલી વાત મૂળને બાધક છે એમ સાબિત કરવું જોઈએ, પણ “નથી માનતા - નથી માનતા” એમ કહીને જ ન અટકી જવું જોઈએ, કારણ કે, મૂળને સાધક સઘળી જ વસ્તુને સ્વીકારવી જોઈએ. મૂળને ખીલવવા પાણી બહારથી લવાય છે કે નહિ ? કોઈ પૂછે કે, બહારનું કેમ લાવ્યા તો ?” એનો ઉત્તર એ જ છે કે, “મૂળને જે ખીલવે તે બધું જ બહારનું લાવવું જોઈએ.' એક આમાંની વાત સમજાવવા તમને મારે Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ બહારની અનેક વાતો કહેવી જ પડે છે ને ! ઘણા કહે કે, ‘બહારનું કેમ બોલ્યા ?' કહો કે, આવા ગાંડાઓનો કહેવાય પણ શું ? 482 એવાઓને તો પૂછવું જોઈએ કે, તદ્દન અજ્ઞાન બાળકને શિક્ષક કક્કો શી રીતે ભણાવે ? એને કક્કો યાદ ન રહે માટે એ જે ચીજો ખાતો હોય અથવા જે ચીજોથી રમતો હોય અથવા ઘરમાં વારંવાર જે જે ચીજો જોતો હોય તેની સાથે કક્કો ગોઠવીને ભણાવવામાં આવે છે. જેમ કે, કારેલાંનો ‘ક’ અને ખાખરાનો ‘ખ,’ ગાગરનો ‘ગ’ અને ઘડાનો ‘ઘ,’ ભમરડાનો ‘ભ’ અને પતંગનો ‘પ’ આ રીતે ભણાવવાથી બાળકને કક્કો સહેલાઈથી આવડે. આથી કોઈ શિક્ષકને કહે કે, ‘આ બધી માથાફોડ શી ? સીધો કક્કો ભણાવને !' તો એને કહેવું જ પડે કે, ભાઈ ! અક્કલ વગરનાં નાનાં બાળકોને કક્કો શીખવવો એ સહેલું નથી, માટે જે રીતે એને યાદ રહે તે રીતે જ તેને ભણાવાય. અળશિયાં જેવા કલ્પિત મતો : કેટલાક કલ્પિત વાતો ચલાવનારા કહે છે કે, ‘મહારાજે અમને અળશિયાં કહ્યાં.’ તો તેવાઓએ પણ સમજવું જોઈએ કે, જે બનાવટી ઊભા થાય એને અળશિયાં કહેવાય, કારણ કે, અળશિયાં જેમ એક વરસાદના ઝાપટામાં હજારો પેદા થાય પણ એ ક્ષણજીવી હોય છે, તેમ કલ્પિત મતો પણ ક્ષણજીવી હોઈ અળશિયાં જેવાં છે. તે એક સૂર્યના તાપથી ખલાસ થઈ જાય છે, તેમ આજના કલ્પિત મતવાદીઓની યુક્તિઓ તોડવા માટે એક જ વાત બસ છે. એમની દલીલોને ખંડન કરવા અમારે કાંઈ ખાસ આગમના આશ્રયની જરૂર નથી. મૂર્ખાઓની દલીલો માટે પાનાં પણ શોધવાં પડે તેમ નથી. કારણ કે, એમણે તો ભટકી ભટકીને મતિ મેળવી છે અને અમે તો સર્વજ્ઞ ૫રમાત્માના પંથે ચાલતા ૫૨મર્ષિઓ અને સર્વજ્ઞપ્રણીત આગમ આદિ પાસેથી સુમતિ મેળવી છે, એટલે અમારી મિત પણ એવાઓની મતિને તો ટક્કર મારે તેવી છે, એટલે એમાં પણ અમને જરાયે ગભરામણ નથી. એવા લોકો કહે છે કે, ‘મૂર્તિને કેમ માનવી ?' ખરેખર, એ પ્રશ્ન જ એવાઓ માટે તો ખોટો છે; કા૨ણ કે, મૂર્તિ વિના તેઓને એક ડગલું પણ ચાલતું નથી. નાટકમાં કોણ આવે છે ? એ બધા શું સાચા છે ? ભોજ આવ્યો, એમ કહે પણ ભોજ મરી ગયો. ભોજ આવ્યો એમ કહે પણ ભોજ આવ્યો ક્યાંથી ? નાટકમાં, ભોજ ? ભોજ આવો આવો હોય ? હજારોને પાળનારો ભોજ કંપનીનો નોકર હોય ? નહિ તો પછી મૂર્તિને નહિ માનનારો એ બધું ક્યાંથી માને છે ? ખરેખર, આથી જ હું કહું છું કે, આજના નામના સુધારક વર્ગની Page #504 -------------------------------------------------------------------------- ________________ 48૩ - ૩૭ : શાસન પંચગીથી જ પ્રાણવાન ! - 37 – ૪૮૩ વાતો એક જ દલીલથી જમીનદોસ્ત થાય તેવી છે કારણ કે, એમનામાં લાંબી પરિણામદશ અક્કલ નથી, કેમ કે, એ અજ્ઞાનીઓ પાસે ભણેલા છે, ત્યારે પ્રભુમાર્ગે ચાલનારાઓ તો શ્રી સર્વજ્ઞના શાસ્ત્રાધારે ભણેલા છે; આથી અમારી ભૂલ તે અમારી ત્રુટિ છે, જ્યારે એમની ભૂલ એ મૂળની ત્રુટિ છે. શ્રી જિનેશ્વરદેવના સિદ્ધાંતો આગમમાં ગુંથાયેલા છે, એની સામે બોલનારને તોડવામાં કશી જ મહેનત નથી. આજના વિરોધીઓ ! આજના વાદીઓ તો એવા છે કે, એને તો ઊંઘતાં પણ જવાબ દેવાય. આગળના વાદી તો એવા હતા કે, એમને જીતવા પાંડિત્ય જોઈએ, એમને જીતવા પ્રબળ પ્રયત્નો કરવા પડતા, શરતો કરવી પડતી. પરિષદને ઘડીભર ખંભિત કરે એવા તો એ કુતર્કો કરતા હતા. એમને મૂર્ખ કહેવાની હિંમત પણ એકદમ નહોતી ચાલતી. એવાઓ પણ બધી જ વાતો દલીલસર કરતા હતા. એટલે એવાઓનું ખંડન કરવામાં તો લોહીનું પાણી કરવું પડતું, આંતરડાં ઊંચાં આવતાં હતા. પણ આજનાઓના કથનમાં તો કશું ઠેકાણું જ નથી, કારણ કે, એવાઓના કથનમાં ન તો હેતુ મળે કે ન એવાઓના પક્ષનું ઠેકાણું પડે ! ગામમાં ઘર નહિ અને સીમમાં ખેતર નહિ એવી તો એમની દશા ! . એ પોતે શું માને છે એ પણ એ રીતસર ન કહી શકે ! કારણ કે, આજે આ ઠીક તો કાલે બીજું ઠીક, એવી એમની ભયંકર દુર્દશા છે ! ઘડીકમાં કલાચંદને બાપ કહે તો ઘડીકમાં ફકીરચંદને બાપ કહે ! એમને પૂછીએ કે, ‘તમારું દર્શન કર્યું?” તો શું કહે ? કદાચ પ્રિયદર્શનમેવ સર્જનં ' આવું પણ કહી દે, એવા એ પાગલ છે ! એવાઓ પોતે જ કહે કે, “હું ખીલે બંધાયેલું ઢોર નથી, પણ રખડતું છું, તાકાત હોય તો બાંધો.” પણ એવાને કહેવું જ પડે કે “અમે હરાયાને બાંધવા માંગતા પણ નથી કે, જે ખીલો તોડે અને જમીનમાંથી ઉખેડી ફેંકી દે.” ઘડી ઘડી જમીન સમી કરવાની નવી ભાંજગડમાં કોણ પડે ? દીક્ષાની અરુચિના ઓડકારોઃ આજના અમુક ઉલ્લંઠોએ શાસ્ત્રની પરવા તજીને દીક્ષા માટે નિયમાવલિ ઘડી, ત્યાં અઢાર વર્ષની વય કહી, પણ એમને પૂછો કે, અઢાર પછીની વય પણ પત્ની હોય તો તમને કબૂલ છે ? તરત જ ના કહેશે ! આથી જ કહું છું કે, આ તો એ લોકોની પૉલિસી છે, બાકી તો એમને દીક્ષા જ નથી જોઈતી. એ લોકોને તમે દીક્ષાને માનનારા, શ્રી જિનેશ્વરદેવને માનનારા કે આગમને માનનારા માનતા જ નહિ. એ તો પ્રપંચી છે. જગ્યા નથી મળતી માટે જ શ્રી જિનેશ્વર Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ દેવનું નામ પણ દે છે. મંદિર, શાસ્ત્ર વગેરેની એકદમ ના પાડીએ તો એકદમ ઊખડી જ જઈએ” એમ માનીને જ એટલું નામ પણ દે છે, બાકી તેઓ એ બધું માને છે એમ માનતા જ નહિ. એમને પૂછો કે, “દીક્ષા કેવી ?” “દીક્ષા સાચી, તરવાનું સાધન.” – એ વાત કબૂલ કરાવો; કારણ કે, એમ કબૂલ કરતાં કરતાં પણ તરત જ કહેશે કે, દીક્ષાથી જ કેવળજ્ઞાન થાય એમ નથી, ઘરમાં પણ થાય, પત્ની પાસે બેઠાં બેઠાં પણ થાય !” આથી તમારે પણ તરત જ કહેવું પડે કે, “સીધું બોલ દીક્ષા નથી ગમતી. એટલે એ પણ તરત જ કહેશે, સ્યાદ્વાદ ! કારણ કે, જેઓ ખીલે નથી ત્યાં વાત પણ શી? માનવા-મનાવવાની વાતો તો ત્યાં હમ્બગ જ છે, કારણ કે, એ લોક વાસ્તવિક રીતે તો સંસાર અને સંસારની સાધના સિવાયનું કશું માનતા જ નથી. અરે ! પોતાની જાતને પણ માનતા નથી તો ! એમને પૂછો કે, તે દિવસે તે વિચાર હતા ને આજે આ છે !” તો કહેવું પડે કે, ગમાર ! એક દિના વિચારનું ઠેકાણું નથી એ શાસ્ત્રવાદ શી રીતે કરે ? એ તો વાયડો કહેવાય ! આથી જ હું કહું છું કે, એ લોકોની એક પણ વિચારમાં સ્થિરતા નથી. એ લોકોના ચાર-આઠ દિ પહેલાંના, આજના અને બે-પાંચ વર્ષ પહેલાંના બધા જ વિચાર જુદા ! મનુષ્ય જીવનનું ધ્યેય છે તો એમની પાસે નક્કી કરાવો ! જેમ અમારું ધ્યેય છે કે, સંયમી જીવનમાં જ સફળતા છે માટે મરતાંયે ન મૂકીએ, તેમ એ લોકોનું કંઈ પણ ધ્યેય છે? એ પણ બધા સુખના અર્થી તો ખરા જ ને ! તો વિચારો કે, સુખ શાથી મળે ? પત્નીથી કે પૈસાથી ? કહેવું જ પડશે કે, એવી કોઈ જ વસ્તુથી નહિ, કારણ કે, જ્યાંથી સુખ મળે ત્યાં દુઃખ ન જોઈએ એટલે જેનાથી એકને સુખ મળે તેનાથી બીજાને દુઃખ થાય એ સુખનું સાધન નથી, માટે સર્વજ્ઞ પરમાત્માએ ફરમાવેલ સંયમ એ જ સુખનું સાધન છે. સંયમ પામ્યા તે બધા જ સુખી. જેમણે સંયમ પૂરું સાધ્યું તે અનંત સુખી થયા. જેટલે અંશે સંયમની સાધના તેટલે અંશે નિયમા સુખ છે. જો આમ જ છે તો પછી દીક્ષા એ સુખનું સાધન નક્કી છે, તો શાસ્ત્ર જ્યારથી એની યોગ્યતા કહી તે વય છોડીને એની નવી વય નક્કી કરવાનું કારણ શું ? એ જ કે, વસ્તુતઃ તેવાઓ એ વસ્તુને સુખનું સાધન માનતા જ નથી ! સભાઃ સાહેબ ! અઢાર વર્ષ પહેલાંનાને તો એ લોકો અજ્ઞાની કહે છે. * એમ કહેનારા એ અજ્ઞાનીઓને ખબર નથી કે, પચાસ વર્ષનાની બુદ્ધિને પણ ટક્કર મારે તેવી પણ બુદ્ધિ બાળકોમાં હોય છે. Page #506 -------------------------------------------------------------------------- ________________ 485 - ૩૭ : શાસન પંચાંગીથી જ પ્રાણવાન ! - 37 – ૪૮૫ સભા: માસ્તર બર્વેને, આઠ-નવ વર્ષની વયના માસ્તર બર્વેને સંગીતશાસ્ત્રી ' તરીકે પૈસા ખર્ચીને, એ જ લોકો સાંભળવા જતા હતા. હા, એ તો એમને ગમતું છે એટલે ત્યાં વાંધો હોય ? નહિ જ, કારણ કે, જ્યાં એ લોકોને ફાવતું હોય ત્યાં તો એ લોકો “ગાંડા હાથીને પણ ડાહ્યો કહે, ખૂનીને પણ બિનગુનેગાર કહે, જૂઠાને પણ સાચો કહે, ખોટા દસ્તાવેજ કરનારને પણ શાહુકાર કહે.” કારણ કે, ફાવતી વાત હોય ત્યાં તેમ કરવામાં કશો જ વાંધો નહિ ! પોતાને પૈસા મળે કે આનંદ મળે એટલે વાંધો જ શો ? વર મરે તો એના બાપનો અને કન્યા મરે તો એના બાપની, એમાં ગોરને શું ? એટલે એ તો કહે કે, “વર મરો કે કન્યા મરો. પણ ગોર તણું તરભાણું ભરો !! એવી જ રીતે મનફાવતો આનંદ મળે કે ફી પાકે, એટલે પછી જોવાનું જ શું ? પચ્ચીસ જણાનું કુટુંબ હોય તેમાં એક જણે ખોટું કર્યું હોય, તો ત્યાં બચાવ કરે કે, મારે ને એને સંબંધ નથી અને અંદર ખાતે સંબંધ કાયમ હોય. ખાનગીમાં કહે કે, ભેગા છીએ, પેલાને સંઘબહાર કે નાતબહાર મુકાવે અને પોતે અલગ રહે; આવા એ લુચ્ચા છે. મિલ્કતનો ભાગ લેવા દોડ્યા આવે ! દેવું હોય તો કહી દે કે, દુકાન જુદી હતી. લેણું હોય તો કહે કે, હા “મારો કાકો હતો.” એવા એ વિચિત્ર છે. ધર્મવિરોધીઓની દાંભિકતા? આવાઓને શ્રી જૈનદર્શનનું સાચું જ્ઞાન થાય ? આવાઓ શ્રી જિનેશ્વરદેવનો ધસાચી રીતે પામે ? કહેવું જ પડશે કે, એવી દશા હોય ત્યાં સુધી ન જ પામે. હલ્લ અને વિહલ્લ નામના ભાણજો માટે ચેડા મહારાજાએ આખું રાજ્ય ગુમાવ્યું, પણ શરણાગતને ધક્કો ન માર્યો. અહીં ધર્મ-પરિણામ પામ્યો દેખાય છે. આ તો એવા કે, ખાવાપીવામાં, માલ મારવામાં સાથે અને આપત્તિમાં આઘા. આવા સ્વાર્થીઓ-પ્રપંચીઓ એવી જ દશામાં આવા સર્વશ્રેષ્ઠ શાસનને કેમ જ પામે ? ભયંકર વાત તો એ છે કે, એવા પ્રપંચીઓ પરમાર્થીને પણ પ્રપંચીના રૂપમાં જુએ છે. આજના ઇંદ્રજાળિયાઓ પૂર્વાચાર્યોને ઇંદ્રજાળિયા કહે છે. ઇંદ્રજાળ કરનારા તો પોતે છે, ઘડીમાં ઘોડું અને ઘડીમાં ગધેડું, ઘડીમાં મનુષ્ય અને ઘડીમાં હેવાન, એવા ખેલ ખેલનાર પોતે અને આરોપ મૂકે પૂર્વાચાર્યો ઉપર ? પૈસા માટે સાવધ, પાવતી લેવામાં સાવધ, ત્યાં બધું માને અને અહીં “બરાબર નથી' એમ કહી દે ! માટે જ હું કહું છું કે, એવા તદ્દન સ્વાર્થીઓનું માનવા કરતાં એકાંતે Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૮૯ - - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - 486 પરમાર્થી પરમર્ષિઓનું માનવું ખોટું શું? અને એવા સ્વાર્થીઓના આધારે જાય તે જીવે કે મરે ? ખરેખર, વયનું તો એઓનું એક બહાનું છે, બાકી તો દીક્ષા જ તેઓને જોઈતી નથી. તેઓ સમજે છે કે, સાધુઓ જીતે તો અમારા જેવા પ્રપંચીઓને કોઈપણ રીતે સ્થાન મળી શકે તેમ નથી ! એનો જ આ બધો ઉધમાત છે, કારણ કે, આ નાટકિયાઓ એક ગામડામાં જઈ આવે, ત્યાં લોકોના મગજમાં ઊંધી વાતો ઘાલી આવે, પણ તે પછી કોઈ સારા સાધુ જઈ આવે અને લોકોને સાચી વાત સમજાવે એટલે તેમનો મામલો ખતમ ! એથી જ એઓ એ વાત સાચી રીતે, સમજે છે કે, “અમારું બાંધેલું પાપમય કારખાનું તો એક ક્ષણમાં સાધુઓ છિન્નભિન્ન કરી નાખશે, એટલા માટે જ એ લોકો બધી કાર્યવાહી કરી ચૂક્યા સાધુઓને કલંકો લગાડાય તેટલાં લગાડી ચૂક્યા. એમની સામે જેટલો કાદવ ઉછાળી શકાય તેટલો ઉછાળી ચૂક્યા. સાધુ સંસ્થાને દુનિયામાંથી ઉખેડવાની તમામ ચેષ્ટાઓ કરી ચૂક્યા. કશામાં ન ફાવ્યા એટલે નિયમાવલિ ઘડી કે, એક વખત જો સમાજ માટે અને અઢાર વર્ષ પહેલાંની દીક્ષા બંધ થાય, તો તે પછી બાકીની દીક્ષા રોકવા માટે નવો કીમિયો તૈયાર જ છે ! કહી દે કે, “સ્ત્રીને, છતે ધણીએ વિધવા બનાવવાનું પાપ અમારા જેવા ઉપકારી હોવા છતાં કેમ જ થવા દેવાય ? મુસલમાનને ઘેર જાય તો જવા દેવાય, ત્યાં વાંધો નહિ, માત્ર અહીં જ વાંધો ! હવે તો એ લોકો નિર્લજ્જ બનીને કહે છે કે, દ્રૌપદીને પણ પાંચ પતિ હતા, તો આજે એકથી બીજો કરે એમાં હરકત શી ? હું તો આ બધું કહીને તમને એક જ વાત સમજાવવા માગું છું કે, એ અક્કલહનોના બોલવામાં કોઈ સિદ્ધાંત જ નથી. એટલે ઘડીકમાં કંઈ ને ઘડીકમાં કંઈ એમ બોલ્યા જ કરે છે ! વધુમાં એ તો કહે કે, “ત્યાગ પાછળ ધાંધલ શી ? કશી પણ ધાંધલ ન હોય તો જ ત્યાગ લેવાય.” પણ દુનિયાના કોઈ તત્ત્વજ્ઞાનીએ કે પર્દર્શનકારોમાંથી એક પણ દર્શનકારે એ ન કહ્યું કે, ત્યાગ પાછળ ધાંધલ ન જ થાય. વ્યાકરણકાર પાણિનીએ પણ “મના પછી'નો ભાવ સમજાવતાં કહ્યું કે, સંબંધીનો ત્યાગ કરવામાં અનાદર પણ કરવો પડે.” અનાદર કરતાં આંખમાંથી પાણી પણ ટપકે ! વળી દીક્ષાની પાછળ રોનારા દીક્ષાથી નથી રોતા અને મરનારની પાછળ રોનારા મરનાર માટે નથી રોતા. એ લોકો પણ એ તો કબૂલ કરે છે કે, મરનાર માટે કોઈ રોતું નથી. કહો કે, મરનાર પાછળ ગવાતા Page #508 -------------------------------------------------------------------------- ________________ 487 ૩૭ : શાસન પંચાંગીથી જ પ્રાણવાન ! - 37 - ૪૮૭ રાગડામાં મરનારની ગતિનો એક પણ શબ્દ આવે છે? એ આવા હતા, એમણે આવું કર્યું, હવે એમના વિના અમારું શું થશે ?' એમ રોવાય છે ને ! એ જ રીતે સંયમની પાછળ પણ ઘોંઘાટ એ જ માટે છે કે, “તમારા વિના અમારું શું ?' પણ સંયમ લેનારને પણ એ કહેવાની છૂટ છે કે, તમારી સાથે પડીને મારું પણ શું થાય ?' પણ એ કથનની સામે તો પેલા પાગલો કહે છે કે, “બૂમ નહિ કરાય !” આ છે આજના સ્વતંત્રવાદીઓ ! વિચારો કે, ઘરના કુટુંબી માટે ચોરી કરનારને જેમ બેડી પડે, તેમ એમને માટે પાપ કરનારને પણ દુર્ગતિ ન મળે ? પણ આ બધું જેઓને વિચારવું નથી, તેવા સુધરેલાઓની વાતમાં કશું જ વજૂદ નથી. એમના કાગળિયાના ઠરાવ પાછળ કશું જ જોર નથી. એથી જ તેઓ આડાઅવળાં પ્રપંચો કરે છે. વધુમાં એ પ્રપંચીઓ એવા ઉઠાવગીર છે કે, ધર્મની નિંદા પોતે કરે, કરાવે અને પાછા સ્ટેજ પર આંખમાં આંસુ લાવીને બોલે કે, “સમાજમાં કાળો કેર વર્તાય છે. આથી બધાને લાગે છે કે, “શા લાગણીના ધોધ વહે છે !” આથી જ કહું છું કે, એવાઓને તો ત્યાં ભરસભામાં જ એમના સ્વરૂપમાં ઓળખાવવા જોઈએ ! “ દુર્જનોની મધુરતામાં વિષની કાતિલતા : ' સ્ટેજ પર ઊભા રહીને એવાઓ ટેબલ પર હાથ પછાડે, આંખો લાલ કરે અને પરમ શાંતિની વાત કરે. બધાને લાગે છે કે, આ તો પરમ શાંતિની મૂર્તિ ! પણ દીવાસળી ચાંપીને હેઠળ સળગાવનાર પરમ ઉપકારી (?) પણ એ જ હોય ! આથી જ તમારે બોલતાં શીખવું પડશે ! એ નાટકિયાઓને ઉઘાડા પાડવા એમની સામે એમના જેવા સ્વાંગ રચી તમારે લડવું પડશે ! એ નાટકિયાસુધરેલા નાટકિયા તો પગારદાર છે, પગાર લઈને સ્ટેજ પર તથા છાપાની કૉલમોમાં નાટક ભજવી જાય છે. એ તો પૈસાની લાલસામાં ફસેલા છે, અર્થકામ અને વિષય-કષાયમાં જ રાચેલા-માયેલા છે; એમની સામે તમારે સાચો વેષ ભજવવો પડશે. બીજાને બચાવવા સાચો વેષ તો ભજવવો જ પડે ! મારો સાધુવેષ અને તમારો શ્રાવકવેષ. એમાં વાંધો શો ? આપણે કાંઈ એવા નાટકિયા નથી, પણ એ કચરો ઉડાડે ત્યાં સાવરણી ફેરવવી પડે ને ! એમ કર્યા વિના કેમ જ ચાલે ? પણ એ બોલતાં આવડે તો ને ! સ્ટેજ પર આવા નાટકિયાના પહેલાં તો તમે એની બોલવાની છટાના ગુણ ગાઓ. “શી લાગણી ?' એમ કહો, અને જરા પણ આવેશમાં આવ્યા વિના તમારા એ Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – વ88 મિત્રને બરાબર સાચા સ્વરૂપમાં ઓળખાવો ! આમ કરવામાં તમે પાછા પડો છો એટલે તમારી એ શિથિલતાના પ્રતાપે એમની પાપવૃત્તિ ફાવે છે. માટે એમની શબ્દજાળમાં તમે ભૂલેચૂકે પણ ફસાઓ નહિ અને બીજાને ફસાવી દો નહિ ! બાકી એવાઓને ધર્મ સાથે જ વેર છે. એવાઓને ધર્મની જ દરકાર નથી. છવ્વીસ પૈકીની છેલ્લી પત્રિકા બહાર પાડ્યા પછી યુવક સંઘમાંનો એક યુવક લખે છે કે, “અમે એ જાણતા નથી.” કેમ નથી જાણતા ? છો તો ભેગા! વારુ ! આપોને નોટિસ ! અથવા લો પ્રાયશ્ચિત્ત !! પણ એ નહિ. આ તો બધી પૉલિસી છે, કારણ કે, એ ટોળું ભયંકર છે. જ્યાં જ્યાં એવા સુધરેલાનું નામ આવે, ત્યાં સમજી લેવું કે, કાંઈક સ્વાર્થ છે. એમની લેખનશૈલી ઉપર એક લેશ પણ મૂંઝાવા જેવું નથી, કારણ કે, દેખાવથી એમાં ઉપરથી મીઠું પણ અંદરથી. વિષમય હોય છે. એ જ કારણે એ કવિ કહે છે કે – + “દુર્જનની જિદ્દાના અગ્રભાગ ઉપર મધ રહે છે પણ તેના હૃદયમાં તો હળાહળ ઝેર રહે છે.” - ખરે જ, આ ઉક્તિને આજના શાસનદ્રોહી દુર્જનો આબાદ રીતે ચરિતાર્થ કરી રહ્યા છે ! એટલે આપણી તો એક જ ફરજ છે કે, એ પાપાત્માઓના પ્રપંચમાં નહિ ફસાતાં ઉપકારીઓના કથન મુજબ સર્વજ્ઞ શાસનમાં રહેલ સૂત્રના એક પણ અક્ષરમાં અરુચિ ન થાય. એ જ રીતે આપણે આપણું જીવન ઘડવું જોઈએ. + “પુ તિષ્ઠિતિ નિહા, હવે તુ દત્રાદિસ્ટમ્ !” Page #510 -------------------------------------------------------------------------- ________________ ૩૮ : જૈનશાસનમાં બોલવાનો અધિકાર કોને? વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, પોષ વદ-૭, મંગળવાર, તા. ૨૧-૧-૧૯૩૦ ♦ શંકા ન થવાનું કારણ : ♦ વ્યક્તિપૂજા નહિ પણ ગુણપૂજા ! ૭ અજ્ઞાનતાનાં આવરણ ! ♦ ગુણમાં પણ દોષ ! ♦ પાદવિહાર : ♦ છે ગુલામ, છતાં માને સ્વતંત્ર ! ♦ સ્વભાવનું પ્રગટીકરણ ! . ♦ વીસમી સદીનું પણ ભાન નથી : ♦ અધિકાર વિનાની પ્રવૃત્તિ એ ગાંડપણ ♦ ખોટી છૂટછાટનું પરિણામ વિનાશ ! ♦ વિરોધ સંઘનો નહિ, પણ... ♦ ઓળખતા નથી ! ♦ માતા-પિતા જેવું જૈનશાસન : બાળદીક્ષા અને જૈનશાસન : ૭ મધ્યસ્થતાનો દંભ : અમારું બોલેલું છેલ્લા પાટલાનું નહિ પણ ચાલુ પાટપરંપરાનું છે : ♦ સાધુની આંખ શાસ્ત્ર ! ♦ જૈનશાસનના ચુનંદા સૈનિક એટલે ! ૦. બગાડો થાય તે પહેલાં જ સુધારો કરવો જોઈએ ! રાજ્યનો દંડ ભોગવીને પણ સારા બનવું : બાદશાહ અકબર ધર્મ કેમ પામ્યા ? બાળકને દીક્ષા તરત અપાય અને તમને કેમ નહીં ? 38 શંકા ન થવાનું કારણ ઃ સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણ, શ્રીસંઘની સ્તુતિ કરતાં નગર વગેરેનાં રૂપક આપી, હવે શ્રીસંઘને મેરૂગિરિ સાથે સરખાવે છે. શ્રી તીર્થંકરદેવ પછી શાસન શ્રીસંઘને આભારી છે, એટલે જે શાસનમય તે શ્રીસંઘ. શ્રીસંઘ ન Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ - 490 સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ હોય તો શાસન જાય એટલે શ્રી સંઘની હયાતીની તો જરૂર છે જ; પણ શાસન ન રહે અને એકલો સમુદાય જ રહે તો તે સંઘ નથી, એ વસ્તુ પણ એટલી જ સાચી છે, એ કદી જ ન ભુલાવું જોઈએ. આજે સામેથી કહેવામાં આવે છે કે, “સંઘ એ કીમતી વસ્તુ છે.” એના ઉત્તરમાં આપણે પણ એ જ કહીએ છીએ કે, કીંમતી છે એમ નહિ પણ મહા કીમતી છે, કારણ કે, શ્રી તીર્થંકરદેવ પછી શ્રીસંઘ જ પૂજ્ય છે, પણ તે ત્યારે જ કે, જ્યારે સંઘ તરીકે ઓળખાતો સમુદાય શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને સમર્પિત હોય. વ્યવહારમાં જેમ પાણીને રાખવા એક સામાન્યમાં સામાન્ય ઘડો જોઈએ એ કબૂલ, પણ તે આખો કે કાણો ? અરે, કાણા ઘડા માટે કહેવું જ શું? એ જ રીતે પૂજ્ય શ્રીસંઘની અવશ્ય જરૂર છે, પણ કેવા સંઘની જરૂર છે ? એ જ પ્રશ્નની અત્રે વિચારણા ચાલે છે અને તે ખૂબ મનનીય છે, જે વસ્તુઓ શ્રી સૂત્રકાર મહર્ષિએ શ્રીસંઘ માટે પહેલાંની સાત ઉપમાઓમાં કહી છે, તે જ વસ્તુ સૂત્રકાર મહર્ષિ આઠમા આ મેરૂના રૂપકમાં કહે છે, પણ તેને વિશાળ રૂપમાં કહે છે. શ્રીસંઘરૂપ મેરૂ માટે પીઠરૂપ સમ્યગુદર્શનની દૃઢતાની જરૂર છે, મજબૂતાઈની જરૂર છે. જ્યાં સમ્યગ્દર્શન કે સમ્યગ્દર્શન પામવાની તાલાવેલી નથી ત્યાં સંઘત્વ નથી. એ સમ્યગુદર્શનને પોલું કરનારા દોષો પાંચ છે. એમાં પહેલો દોષ શંકા છે, આજે સામા પક્ષ તરીકે ઊભેલા જૈન સમાજમાં આ પાંચે દોષોએ પૂરેપૂરું સામ્રાજ્ય સ્થાપ્યું છે. કારણ કે, એ વર્ગમાં રહેલા માણસોને તો વાતવાતમાં શંકા પડે છે. વાતવાતમાં કાંક્ષાયે થાય છે. વિચિકિત્સા પણ વાતવાતમાં થાય છે અને મિથ્યામંતિ ગુણવર્ણન અને એનો પરિચય એ પણ એમના જીવનનું અંગ બની ગયું છે. જો પહેલો દોષ - શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકા, તે નીકળી જાય તો બીજા બધા દોષો તો સહેલાઈથી નીકળી જાય. “શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકા કેમ ન થવી જોઈએ ?' એનો ખુલાસો તો આપણે કરી ગયા છીએ. તેમાં જણાવી ગયા છીએ કે, “શ્રી જિનેશ્વરદેવનાં વચનો સ્વાભાવિક છે, પણ બનાવટી નથી; એટલે કે, યોજના, ઘટના, ઇરાદા કે ઇચ્છાપૂર્વક એ તારકે કંઈ પણ કહ્યું નથી. પણ જે હતું તે જ એ તારકે કહ્યું છે. ઉપકારની ભાવનામાં પણ એ તારકે જે વસ્તુની યોગ્યતા ન જોઈ ત્યાં તે વસ્તુનો નિષેધ જ કર્યો, પણ આગ્રહ ન કર્યો : કેમ કે, એ તારકને હૃદયની ઇચ્છા પાર પાડવા માટે બોલવું હતું એમ ન હતું.” શ્રી જિનેશ્વરદેવને, એ તારકના સ્વરૂપને અને એ તારક ક્યારે તારક થાય, તીર્થ ક્યારે સ્થાપે એ જો જણાય, તો એ તારકના વચનમાં શંકાને જરા પણ સ્થાન રહે; કારણ કે, એ તારકે તો વસ્તુના સ્વરૂપને જ ખુલ્લું કર્યું છે. Page #512 -------------------------------------------------------------------------- ________________ ૩૮ : જૈનશાસનમાં બોલવાનો અધિકાર કોને ? - 38 — ૪૯૧ દરેક આત્મા પોતાના સ્વભાવને પામે, એ જ એ તારકની ઇચ્છા ! પોતે પોતાના આત્માનો સ્વભાવ જોયો, જાણ્યો, અનુભવ્યો અને પ્રગટ કર્યો. એ જ રીતે જગતના જીવોને પણ તેમ કરવા એ તાકે આહ્વાન કર્યું. એ તારકે શાસન સ્થાપીને આ કામ જ કર્યું છે. શાસન સ્થાપીને શ્રી જિનેશ્વરદેવ તો એમ જ કહે છે કે, ‘રાગ, દ્વેષ વગેરે આત્માનું સ્વરૂપ નથી; ‘આ મારું - આ તારું' આ ભાવના આત્મસ્વરૂપ નથી; અત્યારે આત્મા જ્યાં ફસાયો છે તે આત્માનું સ્થાન નથી.' તો હવે વિચારો કે, પરમ તારક શ્રી જિનેશ્વરદેવનું શાસન પામીને કરવાનું શું ? એ જ કે, દબાઈ ગયેલા આત્મસ્વરૂપને ખુલ્લું ક૨વું. આમાં વાંધો કોને હોય ? કોઈ આત્માનું સ્વરૂપ ચાર દિવસે ખીલે, તો કોઈ આત્માનું સ્વરૂપ ચારસો દિવસે ખીલે, પણ પુરુષાર્થની ખામીના કારણે જેનું ચારસો દિવસે ખીલે એનો વિરોધ કેમ જ થાય ? કોઈ આત્મા પોતાનું સ્વરૂપ પોતે ખીલવે ત્યાં વાંધો શો ? કહેવું જ પડશે.કે, કશો જ નહિ ! 491 આથી સ્પષ્ટ છે કે, શ્રી જિનેશ્વરદેવના સિદ્ધાંતોનો વિરોધ કરવામાં ક્ષણવાર પણ ટકી શકવાની વિરોધીઓની તાકાત નથી. એ સિદ્ધાંતોનો જ એ પ્રભાવ છે કે, એમાંની વસ્તુને લીધા વિના વિરોધીઓથી પણ આગળ ચલાતું નથી; આથી જ કહું છું કે, સ્વાભાવિક વસ્તુમાં શંકા ચાલે જ નહિ પણ જેને ‘ઉંડું’ કહેવાની ટેવ હોય, તેને માટે તો કોઈ ઉપાય જ નથી. વ્યક્તિપૂજા નહિ પણ ગુણપૂજા ! સભા પણ રામવિજયજીને માને તો ? કશો જ વાંધો નહિ. આ શાસને કેવળ વ્યક્તિપૂજા વિહિત કરી જ નથી. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં તો ગુણવિશિષ્ટ વ્યક્તિપૂજા છે અને તે ગુણ પણ જે તે નહિ, પણ શ્રી જિનેશ્વરદેવે ફરમાવેલા સમ્યગ્દર્શનાદિકને અનુકૂળ હોય એવા જ ! બીજું ચૌદ પૂર્વના સારભૂત શ્રી નવકારમંત્રમાં પણ ‘શ્રી અરિહંત પરમાત્મા, શ્રી સિદ્ધ ભગવાન, શ્રી આચાર્ય ભગવાન, શ્રી ઉપાધ્યાય ભગવાન અને શ્રી સાધુ ભગવાન : આ પાંચ પરમેષ્ઠિને જ નમસ્કાર કરવામાં આવ્યો છે. એમાં ક્યાં કોઈ વ્યક્તિનું નામનિશાન છે ! એટલે સૌને માટે તે પૂજ્ય છે કે, જે અરિહંતપણું, સિદ્ધપણું, આચાર્યપણું, ઉપાધ્યાયપણું અથવા તો સાધુપણું હોય ! શ્રી અરિહંતપણાદિકનો જે પૂજારી હોય, તેને જેના જેનામાં પાંચમાંથી એક પણ હોય તેનો વિરોધ હોય જ શાનો ? આથી તમે સમજી શકશો કે, વ્યક્તિવિરોધી જેવી વસ્તુ શ્રી જૈનશાસનમાં સંભવી જ શકતી નથી. એટલે આજે જેઓ વ્યક્તિના નામે વસ્તુનો વિરોધ Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ Ae2 – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - કરનારા છે, તેઓ વાસ્તવિક રીતે વ્યક્તિના વિરોધી નથી, પણ વસ્તુના જ વિરોધી છે, આમ વિચાર કરતાં સહેજે સમજી શકાય તેમ છે. એ જ કારણે એવાઓ સામાન્ય પ્રકારના મિથ્યાષ્ટિ નથી પણ ઘોર મિથ્યાદૃષ્ટિ છે. અન્યથા તેઓને કોઈ પણ વ્યક્તિ પાસેથી સત્યનો સ્વીકાર કરવામાં હરકત કેમ જ હોય ? શ્રી જૈનશાસનમાં ગુણના લક્ષ્ય વિનાની કોરી વ્યક્તિગત શ્રદ્ધાને કશું જ સ્થાન નથી. વસ્તુના સ્વીકારવાળી વ્યક્તિમાં જ શ્રદ્ધાને વજન અપાય છે. પાંચ પદનાં નામ, સ્થાપના તથા દ્રવ્ય પણ પૂજાય છે, પણ પદ વિનાનાનાં નામ, સ્થાપના કે દ્રવ્ય પૂજાતાં નથી. આ ભાઈ પોતાનું નામ “મુનિ' રાખે તો અભુઠ્ઠીઓ ખમાય ? મહાવીર નામના ઘણા માણસ છે, એને શું પગે લગાય છે ? કહેવું જ પડશે કે નહિ; આથી સમજાશે કે, વ્યક્તિને માનવાનો આ શાસનમાં આગ્રહ જ નથી. જે વ્યક્તિમાં વસ્તુ દેખાય તે જ વ્યક્તિને મનાય અને વસ્તુ આવ્યા પછી વ્યક્તિવિરોધ ટકતો પણ નથી. વ્યક્તિ ગમે તે હોય પણ એનું કથન જો સ્વાભાવિક હોય તો વાંધો શું છે ? આપણે ભગવાન શ્રી મહાવીરદેવને આપણી નજરે જોયા છે ? ના, પણ શાસ્ત્ર દ્વારા આપણે જરૂર એમને જોયા છે. ભલે, એ લોકો ન માને, પણ શાસ્ત્ર દ્વારા એ જેવા હતા તેવા જ આંખ સામે એ દેખાય છે. એટલે જ આપણે જોરશોરથી કહીએ છીએ કે, એ તારકે કહેલી બધી જ વાત સ્વાભાવિક છે પણ કૃત્રિમ નથી, અને ખરેખર જ્યાં કૃત્રિમતા છે ત્યાં જ દુઃખ છે. . અજ્ઞાનતાનાં આવરણ ! તમે સમજો કે, સુખ તો સ્વાભાવિક વસ્તુમાં છે, પણ કૃત્રિમ વસ્તુમાં નથી. આહાર એ આત્માનો સ્વભાવ નથી, પણ નિરાહારીપણું એ જ આત્માનો સ્વભાવ છે; એ જ કારણે આહારમાં દુઃખ છે, અને એથી જ નિરાહારીપણું કે, જે આત્માનો સ્વભાવ છે, તે જ મેળવવાના આ બધા પ્રયત્નો છે. છતે આહારે. પણ નિરાહારીપણું લાવવા માટેની આ બધી મહેનત છે તો કહે કે, વસ્તુ હોવા છતાં પણ એને હૃદયથી ભોગવવી નથી, એ મતના તમે છો ને ? જો એ મતના હો તો જ તમારી અષ્ટપ્રકારી પૂજા વાસ્તવિક રીતે ફળે. ભગવાન તમારા નૈવેદ્ય આદિના ભૂખ્યા છે, એમ તમે માનો છો ? ભૂલેચૂકે પણ એમ ન માનતા. તમારી બનાવટ ત્યાં સ્થાપિત કરવા માટે નૈવેદ્યાદિ ત્યાં મૂકવાનું નથી, પણ તજવા માટે એ ધ્યેય ધ્યાનમાં રાખો ! તમે આજે બનાવટી Page #514 -------------------------------------------------------------------------- ________________ 493 – ૩૮ : જૈનશાસનમાં બોલવાનો અધિકાર કોને ? - 38 – ૪૯૩ વસ્તુમાં એટલા લોભાવ છો કે સ્વાભાવિક વસ્તુના વિચારનો તમને ખ્યાલ જ નથી. દુનિયા કૃત્રિમ વસ્તુ પર એવી લોભાઈ છે કે, કૃત્રિમતા માટે પોતાનો સ્વભાવ ગુમાવી, તકલીફ વેઠી, પોતે ખરાબ થાય છે અને પોતાના સ્વરૂપને બગાડે છે. આ બધી વાતો શાસ્ત્રોના અભ્યાસીઓ માટે અજ્ઞાન નથી રહી શકતી. અજ્ઞાત દુનિયાને ક્યાં ખબર છે કે, અજ્ઞાન દુનિયામાં ફસાયેલા છતાં પોતાને અનુભવી તરીકે માનનારાઓ જે નથી જાણી શકતા, તે પ્રભુશાસ્ત્રના સાચા અભ્યાસી સુસાધુઓ જાણી શકે છે. દુનિયામાં એવી એક પણ વસ્તુ નથી કે, જેનો. વાસ્તવિક ખ્યાલ શાસ્ત્ર ન આપતું હોય ! પણ આજે જૈનજાતિમાં જન્મવા છતાં પણ સર્વથા ભવાભિનંદી બની ગયેલા કમનસીબોને શ્રી જિનેશ્વરદેવના શાસ્ત્ર માટે એક લેશ પણ અભિમાન નથી, નહિ તો એ લોકની આગમ અને આગમાનુસારી મહર્ષિઓ માટે આવી જબાન ન જ ચાલત. જેઓ સારાને પણ ખોટા સ્વરૂપમાં લેતાં શીખ્યા હોય, તેઓને ખોટામાંથી પણ કળાથી કાઢી શકાતું સારું કઈ રીતે અપાય ? આજના ભવાભિનંદીઓ પોતાની જાતની પ્રભાવના કરાવવાના ઇરાદાથી પોતાને ગુણાનુરાગી તરીકે ઓળખાવવા માંગે છે, પણ આજના એ લોકોને નથી ગુણ જોતાં આવડતું, નથી ગુણની પરીક્ષા કરતાં આવડતી કે નથી ગુણનું વર્ણન કરતાં આવડતું. એ લોકો તો એવા છે કે જ્યાં ગુણ લેવા જાય ત્યાંથી ગુણ મૂકીને તેમાં રહેલા દોષ જ લઈને આવે અને જ્યાં ગુણનું વર્ણન કરે ત્યાં હજારોને મિથ્યાત્વ જ પમાડે. અજ્ઞાનના યોગે કોઈકનાં વખાણ કરે ત્યાં લખે કે, “આપણામાં છે કોઈ એવો ?' - આમ જ વાટે ! કારણ કે, નથી ગુણ જોતાં આવડતું, નથી ગુણ લેતાં આવડતું કે નથી ગુણની પ્રશંસા કરતાં આવડતું. આવી દુર્દશા છે ! છતાંય તેવાઓ સમજ્યા વિના બોલી બોલીને પોતાની મૂર્ખતાનું પ્રદર્શન કરે છે !!! - શુદ્ધાશુદ્ધ, સારું-નરસું અને ધર્મ-અધર્મ એ બધી જ વાતમાં પોતાને પંડિત માનનારા શાસ્ત્રદૃષ્ટિ સમજે છે કે, માત્ર ભણાવેલા પોપટો જ છે ? શાસ્ત્ર તો સમજાય નહિ ત્યાં સુધી મૌન રહેવા ફરમાવ્યું. વ્યવહારમાં પણ જ્યાં સુધી ચાલતાં ન આવડે અને જીભનો ઉપયોગ કરતાં ન આવડે, ત્યાં સુધી પગે ચાલવાનો અને ડહાપણ ડહોળવાનો નિષેધ છે. દૂધ પીતા બાળકનો હાથ મા જ્યાં ત્યાં અડવા ન જ દે. અંગારાને લાલચોળ જોઈને બાળકો તો પકડવા જાય, પણ સગી મા તેમ કરવા જવા દે ખરી ? છોકરું અટકચાળું બને અને શરીરે ફોલ્લા થયા હોય તો ન ખણવા દેવા માટે હાથ બાંધવા જ પડે, કેમ કે કહેવા Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - – 494 માત્રથી એ સમજે તેવું નથી, હજી અજ્ઞાન છે. તે જ રીતે જે અજ્ઞાનોને ગુણદોષની પરીક્ષા કરતાં જ નથી આવડતી તથા ગુણમાં પણ દોષ કેવી કેવી રીતે હોય છે અને દોષમાં ગુણ પણ કેવી રીતે છે એ જોતાં ન આવડે, તે બિચારાઓ ગુણદોષની પરીક્ષા શી રીતે કરે ? ન જ કરી શકે, એ જ કારણે તેઓની એ ફરજ છે કે, એવી શક્તિ ન આવે ત્યાં સુધી અનંતજ્ઞાનીઓએ કરેલી પરીક્ષા કબૂલ રાખીને જ ચાલવું જોઈએ. ગુણમાં પણ દોષ ! સભા: ગુણમાં દોષ શી રીતે ? હું જણાવી ગયો છું કે, સુંદરતા અને સ્વચ્છતા એ ગુણ છે; વેશ્યાની સુંદરતા અને સ્વચ્છતા એ કુળવધૂને પણ ટપે તેવી હોય છે, પણ ઉપકારીઓએ એની સુંદરતાને અને સ્વચ્છતાને અગ્નિની જ્વાળા જેવી કહી છે; કારણ કે, એની સુંદરતા અને સ્વચ્છતા અનેકના શીલનો સંહાર કરનારી છે ! એ જ, રીતે વિચારો કે, ઉઠાવગીરની શાહુકારી કેવી ? ઉઠાવગીર સવાયું પણ વ્યાજ આપવાની ના ન પડે, કેમ કે, આપવા હોય તો વાંધો છે ને ? ટિકિટ પણ ચોડી આપે, કારણ કે, એવાને પાંચ લાભ ભેગા કરી નાદાર બનતાં ઓછી જ વાર લાગે છે ? એ તો મનમાં એમ જ બોલે છે કે, “બસોના લોભે તું સો આપ, પણ એમાંથી હું તને રાતી પાઈ પણ આપવાનો નથી. આ રીતે દેખાતા ગુણમાં દોષ છુપાયેલા છે; માટે સાવધ થાઓ ! માત્ર બહારથી જ સારું દેખીને ઝુકાય નહિ. દીવાની જ્યોતના ચળકાટમાં મૂંઝાઈને પતંગિયાં પોતાના પ્રાણ ગુમાવે છે, પણ કલ્યાણના અર્થીએ તો એવું ન જ કરવું જોઈએ. શાસ્ત્ર કહે છે કે, સમ્યત્વને ટકાવી રાખવા ઇચ્છનારે બધી જ પરીક્ષા કરવી પડશે. દુનિયામાં પ્રકાશ પણ બે જાતના હોય છે. એક જોવામાં સહાય કરે તેવો હોય છે અને બીજો દેખતાને પણ આંધળા બનાવે એવો પણ હોય છે. આજનો પ્રકાશ આંખો બગાડે એવો છે. આજની લાઇટો આંખોના તેજને હણનારી છે અને વિલાસો પેદા કરનારી છે. આંખને જોઈએ એટલા તેજથી વધારે તેજ આપનારો પ્રકાશ આંખ બગાડે છે. સૂક્ષ્મદર્શક યંત્ર બહુ વાર વાપરવાથી આંખો ખલાસ થાય છે, જેમ યંત્ર બનાવટી, તેમ એ વસ્તુનું સ્વરૂપ પણ ભિન્ન બતાવે છે. હોય થોડું અને બતાવે વધારે. ઘીના દીપકથી મંદિરમાં જે શુદ્ધિ હતી, તે આજે નથી. આજે - વિલાસિતા છે, પણ તમને એ વાત ગળે નહિ ઊતરે, કેમ કે તમે તો નાટકના શોખમાં એવા જ ટેવાયા છો. આ ઘીના દીપકની જ્યોતિ તો સ્નિગ્ધ હોય છે કે જેથી આંખનું તેજ વધે, પણ વીસમી સદીવાળા એ વાત કેમ જ માને ? Page #516 -------------------------------------------------------------------------- ________________ 495 — ૩૮ : જૈનશાસનમાં બોલવાનો અધિકાર કોને ? -38 પાદવિહાર : પહેલાં ગાડાં હતાં, ત્યારે એક્સિડન્ટ (Accident - અકસ્માત) નહોતા બનતા. કદાચ એ ઊંધાં વળે તો પણ આદમી બચે. આજનાં સાધનો તો એવાં કે જરા અકસ્માત થયો કે અનેક લોકોના જીવ જાય પણ એ વાત આ બધાના મગજમાં ઊતરે ખરી ? કહે કે, ‘વીજળીવેગે વધતા જમાનામાં આ બધી વાત ચાલે ? પણ એમને એ ખબર નથી કે સાચી રીતે અને સારી રીતે જીવન જીવવું હશે તો આ જમાનામાં પણ આ જ વાત કરવી પડશે અને જીવનમાં ઉતારવી પડશે. સાચી અને સારી વસ્તુ કોઈએ પણ સાચવી હોય તો શ્રી જૈનશાસને જ સાચવી છે.. ૪૯૫ શ્રી જૈનશાસનનો સાધુ પગે જ ચાલવાનો. ઉપકારના બહાને પણ એ વાહનનો સ્વીકાર ન કરે. જેના સ્વીકારથી આત્માને હાનિ, તેનાથી ઉપકારની સંભાવના જ કેવી ? એવી દૃઢ માન્યતા અને શ્રદ્ધા પ્રભુશાસનના સાધુને હોય છે, એ જ કારણે જગદ્ગુરુ આચાર્ય ભગવાન શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મહારાજાએ વાહન ન જ સ્વીકાર્યું. દિલ્હી બહુ દૂર હતું, બાદશાહ ઘણો આતુર હતો, તોયે એ મહર્ષિ તો પ્રભુઆજ્ઞા મુજબ પગે ચાલીને જ ગયા; કારણ કે, એ ઉપકારી તો માનતા હતા • કે, ‘હું વાહનથી જાઉં છતાં બાદશાહ ન પામે તો ? અને ભલે હું ન જાઉં અને એથી આતુરતા વધે તોયે વાંધો નથી, કેમ કે, એ આતુરતામાં પણ લાભ જ રહેલો છે.’ સો સો ગાઉ જાય તેવી ઊંટડીઓ તૈયાર હતી, પણ જો એ રીતે ગયા હોત તો બાદશાહ અકબર અહિંસક ન બનત. બાદશાહને સૂબાઓએ પણ લખ્યું હતું કે, આવા ફકીર આજ સુધી કદી જોયા નથી. ‘પક્કો મુસલમાન પણ જેની આવી સ્તુતિ કરે છે એ ફકીર કેવા હશે ?' એમ બાદશાહને પણ થયું અને વળી થયું કે, ‘પગે ચાલીને આવે છે એ ફકીર કેવા ઉપકારી !' જો વાહન પર ગયા હોત તો બાદશાહ પણ માનત કે, ‘એ પણ મારા જેવા જ છે' અસ્તુ. એવી જ રીતે આજે કળા પણ નથી. આજે તો માત્ર વિકાર છે. આદમી જ કળા વગરનું પૂતળું હોય ત્યાં કળા હોય પણ ક્યાંથી ? છે છતાં માને છે સ્વતંત્ર ! ગુલામ, સભા ઃ કળા એટલે ? કળા એટલે વસ્તુના સ્વભાવનું પ્રકટીકરણ, ઓપ ચઢાવવો તે કળા નથી, Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ પણ તમે વિભાગમાં એવા ટેવાયા છો કે, જેથી સ્વભાવ તમને રૂચતો જ નથી; માટે જ શુદ્ધ સ્વભાવની મશ્કરી કરો છો. 496 અહીં એમાંના સાંભળવા આવનારા ત્યાં જઈને આ વાત કહેશે, એટલે એ લોકો કહેશે કે, ‘હમ્બગ. સાધુનો ધંધો છે કે ખંડન કરે.' પણ એ અજ્ઞાનો સમજતા નથી કે, ખાંડણીમાં ખોટું હોય તે ખંડાય જ. એમાં બીજા કોઈ શું કરે ? સાંબેલાથી ચોખા ન ભાંગી જાય એ કરામત જોઈએ, પણ છોડાં તો ભાંગવાં જ જોઈએ. આ રીતે વસ્તુનો વિવેક નહિ કરી શકનારા એ લોકો સ્વતંત્રતા માંગે છે, પણ પરતંત્ર બનાવનારી વસ્તુઓથી તો ખસતા જ નથી. પહેલાંના લોકો ઓછા ખર્ચે, ઓછી તકલીફે જીવન નિભાવતા, એમની ધમાલ અને આરંભ થોડા હતા, આગળ ગૃહસ્થના ઘરમાં દીપક એક કે બે કલાક રહેતો અને એ પણ પોતાની સત્તાની વાત હતી, પ્રકાશ ઓછો, ઘોંઘાટ જરા પણ નહિ, વાતાવરણ વિલાસી નહિ એવું પૂર્વે હતું. આજે કેન્દ્રસ્થળ બંધ થાય તો આખી રાત બૂમરાણ ચાલે, કેમ કે, તમારે આખી રાત લાઇટ જોઈએ. આજે સાધન વધ્યાં છે, પણ શાંતિ નથી વધી : ઊલટી અશાંતિ જ વધી છે. આગળના વેપારીને તાર-ટપાલની રોજ પંચાત નહિ. આજે તો ક્ષણે ક્ષણે તાર-ટપાલની પંચાત. વિચારો કે, સાધન વધ્યાં પણ પરિણામ શું આવ્યું ? શાંતિ વધી કે અશાંતિ ? જિંદગી, વેઠ અને કામ કરવા માટે છે, કે વેઠ અને કામ એ જિંદગી જીવવા માટે છે ? વેપાર માટે તમે કે તમારા માટે વેપાર ? આજનાં લોકો ધર્મક્રિયા માટે કહે છે કે, ‘આ નહિ બને, બહુ કામ છે' પણ કામના માલિક તમે કે તમારું માલિક કામ ? આટલું પણ નહિ વિચારી શકનારા પાછા પોતાની જાતને સ્વતંત્ર કહેવરાવે છે ! આવી મૂર્ખતાના માલિકોને સ્વતંત્ર કહે કોણ ? ગુલામી કરે અને ઇલ્કાબ સ્વતંત્રપણાનો રાખે એ કેવા ! આવા ઉઠાવગીરો અગ્રેસર થઈને જીવે ત્યાં સુધી દુનિયામાં સુખ નથી. એવાઓને અગ્રેસર ન જ થવા દેવા જોઈએ. એમને તો એમની ખોલકીમાં જ જીવવા દેવા જોઈએ. એવાઓ પોતાની ખોલકીમાં ભલે ગમે તેવાં બોર્ડ ચીતરે, પણ એવાઓને કહો કે, ‘એ બોર્ડ લઈને બહાર આવ્યા તો એ બોર્ડનો અમે ભાંગીને ભુક્કો કરી નાંખશું !' સારી વસ્તુ બહાર મૂકવાનો અમને હક્ક છે, પણ ખોટી વસ્તુઓ બહાર મૂકવાનો તમને હક્ક નથી; રાજ્યનો કાયદો પણ એમ જ કહે છે. સ્વભાવનું પ્રગટીકરણ આથી જ આપણે કહીએ છીએ કે, સઘળી જ સ્વભાવસિદ્ધ, માટે જ સત્ય Page #518 -------------------------------------------------------------------------- ________________ 497 -૩૮ : જૈનશાસનમાં બોલવાનો અધિકાર કોને ? - 38 – ૪૯૭ એવી વસ્તુનું પ્રતિપાદન કરનાર શ્રી જિનેશ્વરદેવના આગમમાં શંકાને સ્થાન જ નથી. પણ આ વાત સમ્યગ્દષ્ટિ આત્માઓ માટે છે, મિથ્યાદૃષ્ટિઓ અને ભવાભિનંદીપણાથી ભિન્ન આત્માઓ માટે છે, કારણ કે, ઘોર મિથ્યાદૃષ્ટિ તો મરતાં સુધી શંકા કરે જ, કેમ કે, સાચી વાતમાં શંકા ન કરે તો એમનાથી જિવાય જ નહિ. સ્વભાવસિદ્ધ વસ્તુ સિવાય શાસ્ત્રમાં કાંઈ કહ્યું નથી, એમ સમ્યગુદૃષ્ટિ તો માને છે, એટલે એના માટે સમ્યકત્વમાં દૂષણ લગાડે તેવી શંકાને સ્થાન જ નથી. માર્ગાનુસારીપણાથી સર્વ સંવર સુધી, એટલે કે ચૌદમા ગુણસ્થાનક સુધીની સ્થિતિ તપાસો, એમાં સ્વભાવના પ્રકટીકરણ સિવાય બીજું છે કંઈ ? એમાં જેને બહારનું આવરણ નડ્યું તે ગબડ્યા, માટે બહારના આવરણને જીતવાનું ! ' પૂજા શ્રી જિનેશ્વરદેવની મૂર્તિની કહી, આવા વેષવાળા અને તથાવિધ ગુણવાળા ગુરુની ઉપાસના કહી, સંસાર છોડવાનું કહેનારા શાસ્ત્રની પૂજા કહી, કરવું દાન, પાળવું શીલ, આચરવો તપ અને વિચારવી સદ્ભાવના, આમાં વાંધો ક્યાં ? પણ- આજનાઓ તો એ બધી જ વસ્તુઓને વિપરીત રૂપ આપવામાં પ્રવીણ છે, એટલે એ લોકો તો છોકરાને દૂધ પાય તેને પણ દાન ગણે • છે, પણ જાણતા નથી કે, એ તો મોહ છે, એ કારણે એમાં ધર્મ મનાવવો એ ખોટું છે. ઘરની સ્ત્રી માટે સર્જનને લાવે એમાં ઉપકાર નથી, પણ મોહ છે. આથી જ કહું છું કે, અઢારે પાપસ્થાનકના સ્વરૂપને સમજો ! * . તમારા સંતાનને મોક્ષમાર્ગે ચડાવવા દૂધ પાઓ તો એ દાન ખરું, પણ એ છે જ ક્યાં ? આ તો સાંભળે કે, મારા છોકરાને મોક્ષમાર્ગે ચડાવનાર કોઈ મળ્યા છે તો એ સાંભળીને એમને અકળામણ થાય છે, કારણ કે, સ્વભાવ જ જુદી રીતે ટેવાયો છે. વીસમી સદીનું પણ ભાન નથી : આજના વિરોધીઓ પોતાને જમાનાવાદી ગણાવે છે અને વીસમી સદીમાં જન્મ્યા છતાં વીસમી સદીની નીતિને પણ ભૂલી ગયા છે ! જૈન સમાજમાંના આજના કહેવાતા સુધારકોએ વીસમી સદીની નીતિને પણ નેવે મૂકી છે, કારણ કે, અધિકાર વિના બોલવાની તો આ વીસમી સદી પણ ના જ પાડે છે. - વીસમી સદી પણ કહે છે કે, અધિકાર વિના બોલાય જ નહિ. હોશિયારમાં હોશિયાર વેપાર પણ કોર્ટમાં તો મૂંગો જ રહે, કેસ પોતાનો છતાં મૂંગો રહે, બોલે તો વકીલ જ Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ 498 સભા એ વેપારી બોલે તો ફસાઈ પડે ને ? એ વાત પછી, એ પોતાનો અધિકાર ભૂલે તો ફસાઈ પડે, પણ આપણો મુદ્દો એ છે કે, બોલે જ નહિ. અધિકાર બહાર બોલે જ નહિ. જજની પાસે બેઠેલો કારકુન પણ કંઈ ન બોલે, પટાવાળો જજ પાસે થાંભલાની જેમ ઊભો જ રહે. એનું કામ સલામ કરવાનું અને જે ચીજ મંગાવે કરે તે આપવા-લેવાનું, પણ બોલે કાંઈ નહિ. હોશિયાર ઑફિસર પણ ઉપરી સાહેબ પાસે જરૂર જેટલું જ બોલે. આ બધું કહેવામાં આપણો મુદ્દો એ છે કે, આ વીસમી સદીમાં પણ યોગ્ય સ્થાને રહેવા ઇચ્છનારાઓને સર્વ અંકુશો સ્વીકા૨વા પડે છે, ત્યારે શું જૈનશાસન કંઈ કાયદા બહારનું છે કે તેની અંદર જે તે પાગલ લવી જાય ? અધિકાર વિનાની પ્રવૃત્તિ એ ગાંડપણ : કહે છે કે, ‘કોઈ વિધવાવિવાહ કરવો જોઈએ એમ કહે, એમાં સંઘને શું ?' આની સામે આપણે કહીએ છીએ કે, ‘જૈનશાસનમાં રહેવું હોય એનાથી શાસ્ત્રાજ્ઞા વિચારીને જ બોલાય, પણ જેમ તેમ લવાય નહિ.' આની સામે કહે છે કે, ‘અમને શું બોલવાનો હક્ક નહિ ?' આનો ઉત્તર એ છે કે, ‘નહિ, નહિ સત્તર વાર નહિ, બોલવા માટે લાયકાત મેળવવી જોઈએ; એટલે કે, શું બોલાય અને શું ન બોલાય એ સમજવું જોઈએ. આ સમજણ ન આવે ત્યાં સુધી કાંઈ પણ બોલવાનો અધિકાર નથી; કારણ કે, સમજણ વિના કે અધિકાર વિના કંઈ જ કહી શકાય નહિ. મહિને લાખ્ખોની આવકવાળો પણ જજની ખુરશી ઉપર ન જ બેસી શકે ! શેઠ તો એની પેઢીએ, કોર્ટમાં તો જજ એ એનો પણ સાહેબ ! એ શેઠ હોઈને જજને કહે, ‘તું તો પગારદાર નોકર !' તો શું ચાલે ? નહિ જ ! ત્યાં તો જજ, એ જ સાહેબ ! એ જ રીતે આજના એ સુધારકો ગણાતા ભણેલા હોય પણ કૉલેજમાં એટલે ત્યાંનું અને ત્યાંની એક લાખ અને એકાવન ચોપડી ફાડી હોય તો પણ અહીં શું ? દુનિયાના ધારાનાં પુસ્તકોના અહીં ઢગલા કરે, તો અહીં એ નકામા. એને અને આને લાગે-વળગે શું ? અમે આટલું ભણેલા !' એમ કહે તો હું કહું કે, ‘એ ત્યાં, અહીં તો હજુ તેમ છતાં પણ અજ્ઞાન જ !' અહીં તો અહીંનું ભણવા માટે અહીંની બારાખડી ભણવી પડશે, વિદ્યાર્થી બનવું પડશે. નાના કીકા જેવા બનવું પડશે, જીવના બે ભેદ, સંસારના અને મોક્ષના; એ વગેરે ભણવા તરીકે ભણવાની ના પાડે તો ઘેર જવાનું કહેવું પડે. નવકાર. પંચિક્રિય, ઇરિયાવહિ બધું શીખવું પડે. Page #520 -------------------------------------------------------------------------- ________________ 499 – ૩૮ઃ જૈનશાસનમાં બોલવાનો અધિકાર કોને ? - 38 – ૪૯૯ એ લોકો કહે છે કે, “જૈનદર્શનનું તત્ત્વજ્ઞાન ભણનારને નવકારની શી જરૂર !” હું પૂછું છું કે, “કૉલેજમાં જનારે કક્કો શા માટે ભણવો ? ગણિતના પ્રોફેસર થવા ઇચ્છનારે એકડો શા માટે ચૂંટવો ?' પણ આવું પૂછનારાઓને સમજાવાય શી રીતે ? પ્રથમ હું તો માનતો હતો કે, ભણેલા કહેવાતા એ લોકો કાંઈક પણ ડાહ્યા હશે, પણ આજે કેટલાકોની હિલચાલ જોતાં તેઓ તદ્દન મૂર્ખ હોય એમ જ લાગે છે, અન્યથા આવું કેમ જ હોઈ શકે ? રસ્તે ચાલનારા આમ કરવા ને તેમ કરવા કોન્ફરન્સને ઠરાવ લખી મોકલે છે; એના હેતુ, ધ્યેય, ધોરણ જાણવાની પણ એમને પડી નથી ! એવાઓ તે ભણ્યા કે ભૂસ્યું? વળી આ બધા ભેગા થાય છે, તે લોકોનાં ઘર મંડાવવા કે કાંઈક નવું કરવા ? જૈનપણાને પણ વેચી ખાનારાઓને સાધુ ઉપર ફરમાન કાઢવાં છે ! પણ એમનાં જંગલી ફરમાનોનો અમલ તે મૂર્ખાઓ કોની પાસે કરાવશે ? મને તો એ જ થાય છે કે, આવાઓ આવી આવી વાહિયાત વાતો કરતાં શીખ્યા ક્યાંથી ? કોર્ટ પણ પોતાના અધિકાર સુધીના કેસ ચલાવે છે, અધિકાર બહારના કેસને ઉપર મોકલે છે, પોતાની સત્તા બહારનો હુકમ એ પણ નથી કાઢતી; અને આ ગાંડાઓ તો વિના વિચાર્યે હુકમ ઉપર હુકમ જ કાઢે છે !!! સત્તા વગર હુકમ કાઢનારા કઈ કોટિમાં ગણાય ? પાગલની કોટિમાં કે કોઈ બીજી ? ખરેખર, આ બધું વિચારતાં ગાંડા જ ભેગા થયા હોય એમ લાગે છે !!! ખોટી છૂટછાટનું પરિણામ વિનાશ! - શાસ્ત્ર કહે છે કે, પહેલાં પોતાની જાતને ઓળખાવો, નિહાળો, જાતે ન જોઈ શકો તો સામે અરીસો મૂકો અને “હું કોણ ?' એ ઓળખો; એ નક્કી થયા વિના બોલો નહિ, લખો નહિ; જે લખો-બોલો તે પોતાની જાતને યોગ્ય છે કે નહિ તે પૂછો ! યોગ્ય લાગે તો બહાર મૂકો, નહિ તો ફાડી નાંખો ! અને આ બધું વિચારીને સમજો કે, “વીસમી સદી વિવેકહીન નથી પણ એમાં અમે પોતે કમજાત પાક્યા છીએ. મરજીમાં આવે તેમ વર્તવાની છૂટ તો આ જમાનો પણ આપતો હોય તો તે ભયંકર છે, કારણ કે, એવી છૂટનું પરિણામ તો નાશ સિવાય બીજું કશું છે જ નહિ. વિરોધ સંઘનો નહિ પણ આથી જ કહેવું પડે છે કે, જે સમુદાય શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા મુજબ Page #521 -------------------------------------------------------------------------- ________________ 500 ૫૦૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – નહિ વર્તતાં પોતાની મરજી મુજબ વર્તે એ સંઘ ન કહેવાય અને આજ્ઞાનો વિરોધ કરે એ તો સર્પ કરતાં પણ વધુ ભયંકર કહેવાય. - આવું સાંભળીને એવું કહેનારા પણ છે કે, “સંઘને આમ કહેવાય ? તો એનો ઉત્તર એ છે કે, શ્રીસંઘને કહે છે કોણ? શ્રીસંઘના સેવકપણાનો તો અમારો દાવો છે. શ્રીસંઘના તો અમે ઉપાસક છીએ. વિરોધીઓના કહેવા મુજબ સંઘને નહિ માનવાનું વ્યાખ્યાન ચાલે છે – એવું ન માનતા; કારણ કે, “કયા સંઘને માનવો એનું વ્યાખ્યાન ચાલે છે : એટલે કે, “જૈનશાસનમાં કોને માનવા, પ્રભુશાસનમાં કોણ રહી શકે, એ સમજાવવા માટે આ વ્યાખ્યાન ચાલે છે. માટે જ જેમ તેમ બોલનારાઓને તમારે કહી દેવું જોઈએ કે, હજુ તમારે બોલવાની તો વાર છે, કારણ કે, બોલતાં પહેલાં તમારે પ્રભુશાસનમાં રહેવાની લાયકાત મેળવવી જોઈએ ! ઘરમાં વિધિસર પ્રવેશ કર્યા વગર અભિપ્રાય કેમ જ અપાય ? ' . ઓળખતા નથી! સભાઃ એવાઓના અભિપ્રાય લે પણ કોણ ? અરે ! વગર માગ્યે આપે છે ! કાયદા ભણેલા તો પૈસા લઈને સલાહ આપે છે, પણ આ તો એવા ઉપકારી (?) છે કે, વગર માગ્યે સલાહ આપે છે ! સંસાર ઉપરથી નજર ખસેડી, ઘરબાર ભૂલી, વિષયકષાય આઘા મૂકી સાંભળે તો શ્રી જિનેશ્વરદેવનું શાસન એવું સુંદર છે કે, તરત ગળે ઊતરે; પણ આમને તો વિષયની વાસનાઓ ગળા સુધી એવી વળગી છે કે, જેની હદ નથી. એના જ યોગે તેઓ કહે છે કે, “ત્યાગની વાત કરી કરીને આ સાધુ શું કરવા માંગે છે ? વીસમી સદીમાં આવી મજેની સુખસામગ્રી મળી હોવા છતાં મેળવવાના ઉપાયો બતાવવાને બદલે છોડવાનું જ કહે છે. દુનિયામાં જન્મેલાને દુનિયાની ચીજો જોયા વિના ઉપાડી લેવાનું આ સાધુને મન થાય છે, થયું છે શું !” આવી ભાવનાવાળાઓ શ્રી જિનેશ્વરદેવને, એમના સાધુને તથા એમના માર્ગને ઓળખી શકતા જ નથી. માતા-પિતા જેવું જૈનશાસન ! શ્રી તીર્થંકરદેવે આ શાસન એટલા માટે જ સ્થાપ્યું છે કે, દુનિયામાં જન્મેલાને દુનિયાના વિષય-કષાયમાં ફસાય તે પહેલાં જ બચાવી લેવા. વ્યવહારમાં પણ વિચાર કરો કે, અંગારા લેવા જતા બાળકને મા જવા દે કે અટકાવે ? માટી કે કોલસા જો બાળક મોંમાં ઘાલે, તો મા આંગળી નાખીને કઢાવે કે ખાવા દે? કહો કે, એમ કરતાં બાળકને અટકાવવાનો માને હક્ક છે, કારણ કે, શરૂઆતમાં કાઢવા માત્રથી જ પતે, પણ એમ કરવામાં જો મા Page #522 -------------------------------------------------------------------------- ________________ 501 – ૩૮ઃ જૈનશાસનમાં બોલવાનો અધિકાર કોને ? - 38 – ૫૦૧ બેદરકાર બને તો પછી બાળક માંદું પડે, ચિકિત્સકને લાવવો પડે, જુલાબ દેવા પડે, એટલું છતાં બાળક બચે તો ભાગ્ય, નહિ તો મરણ પણ થઈ જાય ! આ સાંભળીને આજે કુદી રહેલા જુવાનીઆને તમે કહેજો કે, ‘માટી ખાતાં તમને રોકવામાં તમારી માએ તમારી સલાહ લીધી હોત, સલાહ માટે થોભી હોત, અંગારા પાસે જતાં રોકવામાં તમારી માતાએ તમારી સલાહની દરકાર કરી હોત, તો તમે આજે આ રીતે તો જીવતા ન જ હોત, માટે સમજો કે, શ્રી જિનેશ્વરદેવનું શાસન મા જેવું, બાપ જેવું, ભાઈ જેવું, કાકા જેવું, અને મામા જેવું છે, અને જેટલી સારી ઉપમાઓ છે, તે બધી તેને લાગુ પડે તેમ છે. બાળદીક્ષા અને જૈનશાસન! સભાઃ “સાધુ-સંસ્થામાં પહેલાં જેવું તેજ નથી માટે એ મોટાને સુધારી શકતા નથી અને બાળકોને ભોળવે છે આવું એ લોકો કહે છે, આવો આક્ષેપ કરે છે.” પોતામાં નીકળવાની લાયકાત નથી એમ એ નથી કહેતા ! પોતાની નાલાયકાતને એ નથી કબૂલતા અને સાધુઓમાં તેજ નથી એમ કહે છે ? આમ કહીને એ લોકો કહે છે કે, “તેજહીન સાધુઓએ બાળદીક્ષાનો ફતવો ઊભો કર્યો છે ? એમ બોલનારાઓને પૂછો કે, “શ્રી મહાવીર ભગવાનના સમયે પણ બાળદીક્ષા હતી કે નહિ? અને તમને ખબર છે કે, બાળદીક્ષા એ જૈનશાસનની સાથે જ જન્મેલી છે અને સાથે જ રહેવાની છે, એટલે કે, જેનશાસનની . હયાતીમાં તેની હયાતી છે જ ! કારણ કે, જે આત્માઓ વિષય-કષાયથી ખરડાયા નથી, એ આત્મામાં શાસ્ત્ર વધુ યોગ્યતા માને છે !” દુનિયાની સ્કૂલોમાં, એકડિયા વગેરે ભણતા બાળકની ઉંમર કેટલી ! મુખ્યતયા છે, સાત, આઠ કે એથી વધારે ? મોટાને નથી ભણાવી શકતા માટે નાનાને ભણાવવા ભેળા કરાય છે, એમ ત્યાં ખરું ? નાનપણમાં ત્યાં મુકાય છે, એનું કારણ મોટો થયા પછી ભણાવી નહિ શકાય એ માટે કે ભણી નહિ શકે એ માટે ? મોટો થયાની રાહ જોયા વિના, સમજણ આવ્યાની પણ રાહ જોયા વિના, ઇચ્છા વિના, પકડીને બળાત્કારે સ્કૂલમાં શા માટે બેસાડાય છે ? અત્યારથી બેસાડવાથી જે ભણી શકે તેવું પછી નહિ ભણી શકે એ જ માટે ને ? સભાઃ ત્યાં કહે છે કે, જો જાણવું જ છે તો જેટલો વખત જાય તેટલો નકામો. માટે જ નાનાને રખડતો ન રખાય. નાની વયનો ભણનાર થોડા વખતમાં ઘણું લઈ શકે ને ! Page #523 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ 502 સભાઃ માનસશાસ્ત્ર એ કહે છે. અને એ વાતને તો એ લોકો પણ માને છે ! વારુ ! એ નિયમ અહીં કેમ લાગુ ન કરી શકીએ ? મધ્યસ્થતાનો દંભ : સભાઃ ત્યાં એમણે ઉપયોગિતા માની છે અને આની ઉપયોગિતા નથી માનતા. એ નથી માનતા એની તો આ રામાયણ છે, પણ એ ન માને માટે કાંઈ આની ઉપયોગિતા ઓછી જ મટી જાય? મનુષ્યજીવનની ઉપયોગિતા શા માટે છે, એ વાત તો આપણે પણ અહીં મહિના સુધી બતાવી ગયા. એ ઉપરથી વિચારો કે, મનુષ્ય જીવનની સાર્થકતાનો આધાર કઈ વસ્તુ ઉપર ? પેટ ભરવાની વિદ્યા શીખવામાં અને બોલવા-ચાલવાનું શીખવામાં મનુષ્યજીવનની ઉપયોગિતામાં શું તેઓ મનાવી શકે તેમ છે ? અને આ આગમ મનુષ્યજીવન માટે કે જગત માટે પણ ઉપયોગી નથી, અર્થાત્ બીનજરૂરી છે એમ કોણ કહી શકે તેમ છે ? જો ખુલ્લા ચોગાનમાં આવીને એવું કોઈ કહે તો તો ચર્ચામાં રસ આવે. જૈન સાધુતા, જૈન સાધુતાનો સ્વાંગ, જૈન સાધુતાનું શિક્ષણ, જૈન સાધુતાની રીતિ-નીતિ, રહેણી-કહેણી, આચાર-વિચાર, એને ખીલવનારાં શાસ્ત્રો; આ બધું મનુષ્યજીવન માટે અગર વિશ્વ માટે નિરુપયોગી છે' એવું જો કોઈ જાહેરમાં બોલે તો હું એની સામે બરાબર ઊભો રહું, અને એવું કહેનારને હજારોની સામે હું અસત્યવાદી તરીકે અને બેવકૂફ તરીકે પુરવાર કરી દેવાનું પણ કરું છું; કારણ કે, જૈન સાધુતા વગેરે એવી વસ્તુ છે કે, એનો ઇન્કાર કોઈ પણ સજ્જનથી થઈ શકે તેમ નથી અને એ જ કારણે હૃદયથી નહિ માનવા છતાં પણ આજના વિરોધીઓને પણ દીક્ષા તો સારી, સર્વોત્તમ અને કલ્યાણ કરનારી, આ પ્રમાણે મને કે કમને કહેવું પડે છે ! પ્રથમ આમ લખીને તે પછી વચ્ચે ઉમેરવું હોય તે ઉમેરે છે; પણ ધ્યાન રાખજો કે, તેઓનું એમ લખવું એ કબૂતરને ફસાવવા પારધી જાળ નાંખે તેવું છે. પહેલાંથી જ જો એને બીનજરૂરી લખે, તો વાંચે કોણ ? ભોળાને વંચાવવા માટે જ તેઓ એવું લખે છે, અને એથી જ આપણે પણ જુદી ઢબે જ ખંડન કરવું પડે છે. વસ્તુ તો એ પણ કબૂલ રાખવાનો, પકડવાનો આડંબર કરે છે, કેમ કે, કરવો પડે છે ! કારણ કે, જૈન સમાજમાં રહેવું જ હોય તો એમ કર્યા સિવાય તેમનો છૂટકો નથી ! Page #524 -------------------------------------------------------------------------- ________________ 503 — ૩૮ : જૈનશાસનમાં બોલવાનો અધિકાર કોને ? - 38 — ૫૦૩ અમારું બોલેલું છેલ્લા પાટલાનું નહિ પણ ચાલુ પાટપરંપરાનું છે : એ જ કારણે ‘સાંજ વર્તમાન'માં યુવક સંઘની પચીસમી પત્રિકા પ્રગટ થઈ ગયા પછી એક યુવક મધ્યસ્થતાનો ડોળ કરી એવા આશયનું લખે છે કે, ‘યદ્યપિ હું યુવક સંઘમાં છું, મને એના ઉદ્દેશો માન્ય છે, પણ આ પત્રિકામાં એક-બે વાત લખાઈ ગઈ છે તેમાં હું સંમત નથી; છતાં બેય પાર્ટીના કેટલાક માણસો લડી લેવાના છેલ્લા પાટલે બેઠા છે.’ આમ લખીને એ મધ્યસ્થતાનો ડોળ કરે છે ! મધ્યસ્થતા બતાવવાનો ઢોંગ કરે છે !! તરત જ આગળ લખે છે કે, ‘પણ એની સામે, સામા પક્ષના કોલાહલથી મૂંઝાવાનું નથી. આજે એ પાર્ટી તો કોઈની મોરલી ઉપર નાચે છે.’ શાસનપાર્ટી માટે એ આમ લખે છે. એનો લખવામાં આશય એ છે કે, ‘આક્રમણનું મૂળ તો સાધુ છે, કેમ કે, આગમમાંથી આસ્તિક-નાસ્તિકની વાતો કાઢી છે માટે યુવક સંઘ ખળભળ્યો છે, એના નિમિત્ત તો સાધુ છે; જો આગમની મહત્તા સાધુઓ જગમશહૂર ન કરત, ન કરવા માંગત, કરવા પ્રયત્ન ન કરત, તો સુધરેલાઓ તથા યુવક સંઘ આક્રમણ ન કરત ! આસ્તિક-નાસ્તિકની વ્યાખ્યાથી, આગમે કરેલી એ વ્યાખ્યાથી, એ વ્યાખ્યાને જનતા પાસે સ્પષ્ટપણે મૂકવાથી, યુવક સંઘ નાસ્તિકની કોટિમાં આવતો હતો, માટે એના આક્રમણના મૂળ તમે છો, એમ એ મધ્યસ્થ જણાવવા માંગે છે. જ્યારે આગમની વાત આપણે પૂરજોસમાં બહાર મૂકવા માંડી, આસ્તિકનાસ્તિકની વ્યાખ્યા કહેવા માંડી, મગ મારા અને તલ તારાની વાત થઈ કે એ ગભરાયા, એટલે એકદમ આગમ પર સવારી કરી. છેલ્લા પાટલાને સમજો. આપણો છેલ્લો પાટલો કયો ? ‘આગમને અનુસારે વ્યાખ્યા કરીએ છીએ તે,’ અને એમનો છેલ્લો પાટલો ‘આગમોને સળગાવી મૂકવાનું કહેવાનો.' કેમ કે, વ્યાખ્યા બાંધનાર તો આગમ છે ને ? હવે અહીં કોઈ તટસ્થ, જો કે આવા સમયે વાસ્તવિક રીતે કોઈ પણ વસ્તુસ્વરૂપનો જ્ઞાતા તટસ્થ હોઈ શકે જ નહિ, છતાં પણ જે પોતાને તટસ્થ કહેવરાવે છે તેને બોલાવીને પૂછો કે, આ બે છેલ્લા પાટલાવાળામાં શુદ્ધ દાનત કોની ?' અમે આગમની કહેલી વ્યાખ્યા જાહેર કરીએ છીએ તે વાજબી છે, કારણ કે, અમો દાવો કરીએ છીએ કે એ તારણહાર છે, અને જૈન સમાજ, જૈન સમાજ તરીકે એના આધારે જ જીવે છે. આજે કેવળજ્ઞાન, મન:પર્યવજ્ઞાન કે અધિજ્ઞાનરૂપ ચક્ષુ નથી. Page #525 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ શ્રી ઉપાધ્યાયજી મહારાજા તો ફ૨માવે છે કે, “સાધુઓ શાસ્ત્રચક્ષુથી જ જોનારા હોય.' આ બહારનાં ચક્ષુ તો ઇર્યાસમિતિ આદિમાં ઉપયોગી છે; તમારા ઘરની રોટલી પણ આ (શ્રુત આગમ)થી જોયા વિના લેવાની અમને મના છે. આ બાહ્ય ચક્ષુ તો કેવળ અક્ષર જોવા, વાંચવા, જીવો હણાય નહિ તે જોવા અને પ્રભુમૂર્તિ આદિનાં દર્શન કરવા માટે છે. બીજા બધા માટે તો શાસ્ત્ર એ જ ચક્ષુ છે. ૫૦૪ 504 સર્વવિરતિ, દેશિવેતિ, સમ્યગ્દષ્ટિ, માર્ગાનુસારી, આસ્તિક, નાસ્તિક એ બધું જે કહેવાય તે આના જ આધારે ! અમે તો સનાતન કાળના નિયમ મુજબ શાસ્ત્રને આધારે તે તે વ્યાખ્યાઓ જનતા સમક્ષ કહીએ છીએ, અમારી પાર્લામેન્ટ આ. છેલ્લું ફરમાન અહીનું. એનું - શ્રુતનું ફરમાન કેવળજ્ઞાની . ભગવાન પણ કબૂલ રાખે, બોલતું જ્ઞાન તો શ્રુત છે. સ્વ-પર ઉપકારી આ જ્ઞાન છે. બાકીના ચારે જ્ઞાનમાં પારકો ઉપકાર ક૨વાની તાકાત નથી. શ્રુતના બળ વિના શ્રી તીર્થંકરદેવો પણ ઉપકાર કરી શકતા નથી. અમે બોલીએ છીએ તે છેલ્લા પાટલાનું નથી, પણ ચાલુ પાટપરંપરાનું છે; એમાં ફેરફાર નથી, એને સળગાવી મૂકવાની વાત એ છેલ્લો પાટલો છે. પોતાનો બચાવ કરવા વળી પાછો એ મધ્યસ્થ કહે છે કે, ‘હું એમાં સંમત નથી.’ પણ એટલું કહીને પાછો એ મધ્યસ્થ કહે કે, ‘પણ સામો પક્ષ જો કહે કે, એમ ન થાય તો એ મનાય ? આ જમાનામાં સૌને પોતપોતાના વિચારો બહાર મૂકવાની છૂટ છે.’ વિચારો કે, આ મધ્યસ્થે પક્ષ કોનો કર્યો ? કંઈ હૃદય સમજાય છે ? હવે એનું પણ ધ્યેય સમજો. એ કહે છે કે, યુવકસંઘનું ઉતાવળિયાપણું થયું.’ એ મધ્યસ્થ એક બાજુ પોતે સંમત નથી એમ લખ્યા પછી, જ્યારે એમ લખે છે કે, ઉતાવળિયાપણું થયું, એનો અર્થ એ નીકળે છે કે, યુવકસંઘે લખેલું ખોટું તો નથી, છે તો સાચું પણ લખવામાં ઉતાવળ કરી. હમણાં નહિ પણ પછી લખવા જેવું હતું. સમયધર્મના નિયમ પ્રમાણે ઉતાવળિયાપણું કબૂલ કરે છે અને વળી બચાવ કરવા બહાર આવે છે. કંઈ પૉલિસી સમજાય છે ? એ લોકોથી બ્રિટિશ પૉલિસીને પણ ખંડાય તેમ નથી, કેમ કે, ભૂલેચૂકે પણ એ લોકો એ પૉલિસીનો સ્વીકાર કરે છે. પોતે સંમત નથી. છતાં આગળ ધપ્યુ જવાની સલાહ એ મધ્યસ્થ આપે છે ! માટે હવે તમે ચુનંદા સૈનિકો બનો ! ચુનંદા એટલે દંડ વાપરનારા નહિ હોં ! ચુનંદા એટલે શાસ્ત્રની માન્યતામાં ૧. માધવ : શાસ્ત્રચક્ષુષ: જ્ઞાનસાર, - ૨૪મું અષ્ટક. Page #526 -------------------------------------------------------------------------- ________________ 505 — ૩૮ : જૈનશાસનમાં બોલવાનો અધિકાર કોને ? - 38- ૫૦૫ એકતાન ! શાસ્ત્રનું કવચ ધારણ કરનાર ! વાણી પર અંકુશ રાખનાર ! અને સત્ય પ્રકાશનમાં જરા પણ આંચકો નહિ ખાનાર ! ત્યાં તમારે કહેવું પડશે કે, ‘જૈનધર્મના નામથી એક પણ વાત કરે તે પહેલાં શાસ્ત્રથી પુરવાર કરો, પછી આગળ આવો, અને જો મરજી મુજબ કરતા હો તો ‘જૈનધર્મની વાત નથી કરતા' એમ કહી ઘો !' લિમિટેડ કંપની ધારાધોરણને વળગીને કામ કરે ને ? આ સંસ્થા પણ ધારાધોરણને તો વળગે ને ! એ લોકોને કહો કે, ‘સાધુ-સંસ્થાનું ઓજસ ઘટ્યું નથી, પણ ઘટ્યું છે તેવું તમે બતાવવા માંગો છો.’ બગાડો થાય તે પહેલાં જ સુધારો કરવો જોઈએ એ લોકો કાળ પ્રમાણે બોલવાનું કહે છે. આગમ કહે છે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવાનુસાર; પણ બોલવાનું તો આગમંનું જ ! અંકુશ તો આગમનો જ ! જ્યારે પેલાઓને નિરંકુશ બનવું છે. અમારી અને એમની વચ્ચે આ અંતર છે. દરેક કાળમાં એ કાયદો કે, જે આત્માઓને બચાવવાની જોખમદારી રહી છે, તેમને બગડ્યા પહેલાં જ સુધારવા પ્રયત્ન કરવો. અમુક બગડેલાને તથા અમુક નહિ બગડેલાને સુધારવાનું મને કહેવામાં આવે તો પહેલી પંસંદગી હું નહિ બગડેલાની કરું; પછી બગડેલામાં પણ ઓછા બગડેલાને પહેલાં લ; બહુ બગડેલાને પણ સુધા૨વાની મને વૃત્તિ જરૂ૨, પણ ન બગડેલા વચમાં આવે એને પહેલાં જ લઉં, પછી ક્રમે વધવાના, બાળદીક્ષાને પ્રધાનપદનો હેતુ આ છે કે એ નહિ બગડેલા છે. એવાને બગાડ્યા પછી સુધા૨વાની મૂર્ખાઈ કરવા અમે નથી માગતા. મોટા માણસો ડૉક્ટર પાસે જ રાખે છે. મુસાફરીમાંય સાથે, ડબામાંય સાથે, સૂતાં, બેસતાં, ઊંઘતાં, ઊઠતાં, ખાતાં, પીતાં સાથે ને સાથે. આ શા માટે ? શરી૨ બગડે નહિ માટે ને ! બગડ્યા પછી ડૉક્ટર કે પહેલાં પણ ખરો ? શક્તિ વગરના શરીર બગાડ્યા પછી ડૉક્ટર બોલાવે એ વાત જુદી, પણ શક્તિવાળા તો બગડ્યા પહેલાં, એને બગડવા જ ન દેવા માટે ડૉક્ટરને પાસે ને પાસે રાખે છે ને ! પોતાનું ખાવાનું પણ ડૉક્ટર જુએ અને ડૉક્ટર કહે તો એ ખાય, આટલો અંકુશ રાજા-મહારાજાઓ પણ રાખે છે. શાથી ? શ૨ી૨ને મારું માને છે માટે ! એને બગડવા ન દેવું એ માટે આ રીતે વર્તે છે. શ્રી જૈનદર્શન આત્માને ન બગડવા દેવાની વાતો કરે છે. જૈનદર્શનને જાણના૨ શ૨ી૨ને પોતાનું નથી માનતો, આત્માને પોતાનો માને છે; હવે એ આત્મા પોતાના બચાવ માટે ડૉક્ટર પાસે રાખે એમાં બીજાને બળતરા થી ? Page #527 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - - 506 આત્મા ન બગડે એ પ્રકારના ડૉક્ટરો જીવતા જાગતા જોઈએ ને ! બગડેલાને સુધારવા પણ એ ડૉક્ટર કામ તો કરે, પણ નહિ બગડેલાને બચાવવાનું કામ એ ડૉક્ટરો કરે કે નહિ ? આવી રીતે એ ડૉક્ટરના પ્રયાસથી એક પણ આત્મા બગડ્યા પહેલાં જ સુધરી જાય તો જૈન સમાજ તો મહોત્સવ જ કરે; ડૉક્ટરે બગડતાં પહેલાં એક પણ આત્માને ઉપાડી બચાવી લીધો, આ સમાચારથી જૈનસમાજના હર્ષનો તો પાર ન રહે. બગડેલાને સુધારવાની ઔષધિ પણ છે, પણ કેટલાક બગડેલા એવા બેવકૂફ હોય છે કે, પ્રથમ તો દવા ખાતા નથી, દવા ખાય તો કહ્યા મુજબ પથ્ય પાળતા નથી; બાકી ડૉક્ટર તો સુધારે તેવા છે, એમ એ લોકોને સમજાવો. રાજ્યનો દંડ ભોગવીને પણ સારા બનવું! નાનાં બચ્ચાં તો એવાં સીધાં અને સરલ હોય છે કે, આપતાંની સાથે તરત જ દવા ખાઈ જાય. “સુધારવો હોય તેને પહેલાં બગાડવો અને બગાડ્યા વિના સુધારનારને દંડ કરવામાં આવશે.- આવો જો કોઈ રાજ્ય પણ કાયદો કરે તો હું દંડ ભોગવીને પણ સુધરવા ઇચ્છનાર, નહિ બગડેલાને પહેલો સુધારું પણ ઇરાદાપૂર્વક એને બગડવા ન દઉં, કેમ કે, મારા આગમનો એ કાનૂન છે. જે મોટું લાંબું ધોતિયું પહેરતો હોય તેને ટૂંક (ચોલપટ્ટો) પહેરતો બનાવું. મોટા ટોળામાં યથેચ્છ ભટકતાને અહીં પાટે બેસાડું. ગમે તેમ નિરંકુશ ફરનારાને અંકુશવાળો બનાવું, જે કોઈ સારા બનવા ઇચ્છે તેને જરૂર સારા બનાવું. એ માટે રાજ્યના કાયદામાં સજા હોય તો તે ભોગવવા પણ હું તો જીવતો જ બેઠો છું. રાજ્યસત્તા જેને ગુનો માને છે, તેનો તો અહીં મૂળમાં જ અભાવ છે. યોગ્ય આત્માઓ પાસે રાજાના કાયદાને સંપૂર્ણપણે પળાવનાર તો આ સાધુઓ છે, માટે તો એમને શ્રી જિનેશ્વરદેવના શાસનના પ્રતિનિધિ કહ્યા; કોટ્યાધિપતિના ગુરુપદે પણ એ, ભલે એને બોલતાં-લખતાં ઝાઝું ન આવડે, કાંઈ ન ભણ્યા હોય, પણ દુનિયાદારીના આત્માઓની જેમ એ આરંભ-પરિગ્રહને પોતાના નથી માનતા. દુનિયાના માણસો તો પૈસો આદિ મેળવવા માટે અનીતિ આદિ કરતાં આંચકો ખાતા નથી, જ્યારે આ તો સામે ચાલીને આવતા દુનિયાના સુખને લેવા કે ભોગવવા તૈયાર નથી માટે જ એ ગુરુપદને લાયક છે. બાદશાહ અકબર ધર્મ કેમ પામ્યા? દુનિયાદારીના માણસો જેમ હજાર-બે હજાર લઈ બનાવટી હુક્કા ઊભા Page #528 -------------------------------------------------------------------------- ________________ 507 — ૩૮ : જૈનશાસનમાં બોલવાનો અધિકાર કોને ? - 38 — ૫૦૭ કરે તેમ એ સાધુ ન કરે. પોતાના સ્વાર્થ માટે એવાઓ કોઈને ગરદન મારે, પણ સૌધુને તો સ્વપ્નામાં પણ એ ભાવના ન આવે; માટે જગદ્ગુરુપદે બેસવા એ લાયક છે. મોટામાં મોટા સમ્રાટનું પણ શિર ત્યાં ઝૂકે, પણ જેણે અભ્યાસ કર્યો હોય તેનું શિર ઝૂકે ને ? અકબર બાદશાહ નમ્યા શી રીતે ? ચંપાબાઈની છ મહિનાની તપશ્ચર્યા સાંભળીને. પહેલાં તો બાદશાહ આશ્ચર્ય પામ્યા; ‘આ કેમ થાય ? કઈ રીતે થાય ?’ એમ એ બાદશાહને થયું; પણ તરત મનમાં થયું કે લોક કહે છે કે છ મહિનાના રોજા કર્યા છે. તપાસ ક૨વાની જિજ્ઞાસા જાગી. વિનયપૂર્વક, પ્રશંસાપૂર્વક (મનમાં ઇરાદો પરીક્ષાનો હતો) મહેલમાં રાખી, ચોકી મૂકી અને જ્યારે જણાયું કે, સત્ય છે એટલે તરત હાથ જોડ્યા. - એ કહે છે કે, ‘હું એક માસના રોજામાં કાયર થાઉં છું, તું છ મહિનાના રોજા તેમાં માત્ર ગરમ કરી ઠંડું કરેલું પાણી અને તે પણ દિવસના જ લેવાનું આવા રોજા કેમ કરી શકી, બેટી !' ચંપાબાઈ કહે છે કે, ‘મારા વીતરાગદેવ અને શ્રી હીરવિજયસૂરિ જેવા ગુરુના પ્રતાપે !' આ સાંભળી બાદશાહે તરત જ એ ગુરુને બોલાવ્યા અને ધર્મ પામ્યા, પણ આ બધી તપાસ કરી અભ્યાસ કર્યો તો ધર્મ પામ્યાને ! ‘છ મહિનાના ઉપવાસ ! બેવકૂફ છે, નાહકનું શરીર બગાડે છે.’ એમ કહી દેત તો એ ધર્મ પામત ? અહિંસા પામત ? નહિ, પણ પુણ્યશાળી બાદશાહે તો એમ કહ્યું કે, ‘હું એક માસના સહેલા રોજામાં કાયર થાઉં છું અને તેં છ મહિનાના આવા કઠિન રોજા કર્યા. ધન્ય છે તને !' એમ કહીને હાથ જોડ્યા. જ્યારે આજના પાગલો તો કહે છે કે, ‘હું ધર્મ ન કરું અને તું કરી શકે ? ખોટી વાત !' આવાઓ તો આ શાસન, આવો ધર્મ, આવાં સુંદર તત્ત્વો શી રીતે પામે ? એ મુસલમાન બાદશાહ સારો કે આ પાગલો સારા, તે વિચારો ! તપની વાત આવે એટલે આજના દિવસ ને રાત ખાવાની ચક્કી ચાલુ રાખનારા, આખો દિવસ વાગોળ્યા કરનારા અને એનું સમર્થન કરનારા કહે છે કે, ‘જોયા હવે !' છ મહિના ન ખાવું એટલે શું ? બાદશાહ પામ્યો એનું કારણ કે, એ એના રોજામાં માનતો હતો. આજના આ લોકો તો ધર્મ જેવી વાતમાં કશું માનતા જ નથી. આજના આ ઉલ્લંઠો એવા સ્વચ્છંદી બન્યા છે કે, એમની જાત પણ શોધી જડતી નથી ! ગામમાં ઘર નહિ અને સીમમાં ખેતર નહિ, એવાને પોલીસ પણ પકડીને કરે શું ? એ તો કોર્ટમાં પણ કહે કે, ‘પોલીસ ઉપકારી કે મને પકડ્યો, આપ મહાઉપકારી કે મારો ગુનો સાંભળ્યો, અને સજા કરવા માટે તો આપનો મોટો આભાર, મને બેસવા ક્યાંય Page #529 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ જગ્યા મળતી નહોતી, હવે ઓરડી તો મળી !' આવાને પોલીસ કરે શું ? કહે કે, કપડાં વિનાના આદમીને કહેવું શું ? 508 અકબર ભલે મુસલમાન હતા પણ ધર્મના અર્થી હતા, છ મહિનાના રોજાથી આશ્ચર્ય પામ્યા અને એથી એને એમ થયું કે, આ તાકાત આવી ક્યાંથી ? જ્યાંથી આવી એને પામવાનો નિર્ણય કર્યો અને પરિણામે આચાર્ય ભગવાન શ્રી વિજયહીરસૂરિશ્વરજી મહારાજાને માનપૂર્વક બોલાવ્યા. એ તારકના સહવાસે, ઉપદેશે અને સંયમની છાયાએ એ અહિંસક બન્યા, અને એ બાદશાહે આચાર્ય ભગવાન શ્રી વિજયહીરસૂરિજી મહારાજાને જગદ્ગુરુ તરીકે સ્વીકાર્યા. પણ એ બાદશાહે એમ ન કહ્યું કે, ‘તમારા જેવા ભીખ માંગે અને દુનિયાને ભીખ માંગતી બનાવે એ મને પસંદ નથી.' • જગદ્ગુરુ આચાર્ય ભગવાન શ્રી વિજયહીરસૂરિજી મહારાજા પાસે સાધુ કેટલા ? કહેવાય છે કે, બે હજાર. દીક્ષા આપતાં કંઈક ઉપદ્રવો એ તારકના ઉપર પણ થયા હતા. નાનાં બાળકોને એમણે ઢગલાબંધ દીક્ષા આપી હતી. શ્રી જૈનશાસનને પામેલા રાજા-મહારાજાઓની પણ ભાવના તે હોય છે કે, ‘તે ધન્ય છે કે જેણે બાળવયમાં દીક્ષા લીધી છે અને અમે અધન્ય કે હજી ન પામ્યા !' પોતાના સાથીને પણ તે પુણ્યાત્માઓ એવી જ સલાહ આપતા. આ જ કારણે મોટાને સુધારતાં પહેલાં હું તો નાનાને સુધારું અને મોટાને સુધારવા માટે તો મહિનાઓથી રોજ વંચાય જ છે ને ? બાળકને દીક્ષા તરત અપાય અને તમને કેમ નહિ ? બાળકને આ બધું ન કહેવાય. એને તો એમ જ કહેવાય કે, ‘આ સંયમ સારું, ઓઘો સારો, એનાથી દયા પળાય, દયાથી મોક્ષ મળે, ‘મોક્ષ ન મળે તો સ્વર્ગે જવાય, દુઃખનું નામ નહિ !’ એ પાછો પૂછે કે, ‘એવું ?’ હું કહી દઉં કે, ‘હા.’ એ કરે માંગણી કે, ‘ત્યારે લેવું છે.’ હું કરું દાન કે, ‘લે ત્યારે.’ પણ તમને (મોટાને તો ઘણું ઘણું પૂછવું પડે, કેમ કે તમારામાં જે અનેક દોષો પડેલા છે, તે એ બાળકમાં નથી. બાળકને ખોટું બોલતાં આવડે નહિ, સરલ એવો કે જેમ વાળો તેમ વળે, પણ તમે તો હઠીલા, તરત તમને પોઝિશન નડે ‘હું કોણ ?' એ તમને થાય. બાળકને એ ન થાય. ‘તમે કોના દીકરા, ક્યાં નોકરી કરી, હાથબાથ મારીને તો નથી આવ્યાને' - એ બધું મારે મોટાઓ માટે તો જાણવું પડે, નહિ તો તમારા ઉપરનું વૉરંટ અહીં આવે. એ બધી ઉપાધિઓ મોટાઓને જ હોઈ શકે છે, પણ નાનાને નહિ; એટલે નાનાઓમાં એ કશું જ જોવાની જરૂ૨ નહિ. એ તો બેસ કહેતાં બેસી જાય, પણ મોટા એમ ઓછા જં બેસે ? Page #530 -------------------------------------------------------------------------- ________________ 509 - ૩૮ઃ જૈનશાસનમાં બોલવાનો અધિકાર કોને ? - 38 - ૫૦૯ મોટાને ના કહેતાં તો સત્તર વિચાર થાય, ન માને તો શું કહેવું એ વિચાર પણ પહેલેથી કરવો પડે, આથી નાનાને સુધારવાની પસંદગી પહેલી. આ માટે સર્વથા વાજબી છે અને વધુમાં સમજો કે, મોટાઓ નથી સુધરતા એમાં સાધુસંસ્થાનું ઓજસ ઘટ્યું છે એમ નથી, પણ એ મોટાઓની નાલાયકાત છે અને લાયક મોટાઓ નથી સુધરતા એમ પણ નથી. કારણ કે, આજે પણ સુધરેલા મોટાઓની સંખ્યા કાંઈ નાનીસૂની નથી. બાળકો કરતાં મોટાઓ કાંઈ ઓછા દિક્ષિત નથી, એટલે સમજો કે, લાયક તો મોટા અગર નાના બધા સુધરે છે અને સુધારાય છે. અસ્તુ. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં તમામ વસ્તુ સ્વભાવસિદ્ધ હોઈ શંકાને સ્થાન જ નથી. Page #531 -------------------------------------------------------------------------- ________________ ૩૯ઃ આજની વજૂદ વિનાની વાતો 39 વીરસં. ૨૪૫ડ, વિ.સં. ૧૯૮૭, પોષ વદ-૮,બુધવાર, તા. ૨૨-૧-૧૯૩૦ • શંકા વગેરે દોષોથી બચો! • શંકાથી સ્વચ્છંદતાનો જન્મ ! • જૈનકુળમાં જન્મે તે બધા જૈનસંઘમાં ગણાય તો ? • જેણે મૂકી લાજ, તેને નાનું સરખું રાજ : -આવા શિક્ષણને જ અમે ઝેર જેવું કહીએ છીએ ! એમને શાસ્ત્રો પણ માન્ય નથી ! - સાધુ માટે આજના સાહિત્યનો અભ્યાસ જરૂરી છે ? આજનું સાહિત્ય ! • આજે લખાતા ઇતિહાસો ! • શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિ મહારાજના નામે ! • શાસ્ત્રોની વાત સમજવા માટેય વિવેક જોઈએ ! • ધર્મગુરુ કે ધર્મશાસ્ત્ર કુપાત્ર ઉપર ઉપકાર ન કરી શકે ! પૂ. આનંદધનજી મ.નો આદર અને પૂ. યશોવિજયજી મ.નો અનાદર કેમ ? • પાયામાં હાડકાં હોય તો તેને કાઢવાં જ પડે : • એમને સમ્યગ્દર્શનનો અંકુશ ખટકે છે કેમ? • દેવ, ગુરુ અને ધર્મ ! સંસારને સારો માનનાર મિથ્યાદષ્ટિ ! • સંસારને સારો મનાવે તે સાધુ કેમ કહેવાય ? • વેષ વિડંબક અને શાસનદ્રોહી ! શંકા વગેરે દોષોથી બચો! સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી, શ્રીસંઘની સ્તવના કરતાં શ્રીસંઘની મેરૂની સાથે સરખામણી કરે છે. મેરૂની પીઠ વજરત્નની છે અને તે. દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે, તેમ શ્રીસંઘરૂપ મેરૂની વજરત્નમયી પીઠ શ્રી સમ્યગુદર્શન છે; એ દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ, કેમ કે, મોક્ષનું મુખ્ય અંગ એ છે. પીઠમાં પોલાણ ન હોય તો પર-મતની કુવાસના રૂપ પાણી પેસે Page #532 -------------------------------------------------------------------------- ________________ ૫૧૧ નહિ અને શ્રીસંઘરૂપ મેરૂ ચળવિચળ પણ થાય નહિ. એ પીઠને પોલી ક૨ના૨ પાઁચ દોષોમાં શંકા એ મુખ્ય દોષ છે. 511 ૩૯ : આજની વજૂદ વિનાની વાતો 39 - શ્રી જિનેશ્વરદેવના શાસનમાં શ્રી જિનેશ્વરદેવના માર્ગને અનુસરનારા મહાપુરુષો જે જે બતાવે, તે તે વસ્તુમાં શંકાને સ્થાન નથી, કારણ કે, એક પણ બનાવટી વસ્તુ પ્રભુશાસનમાં કહેવાઈ નથી, છતાં પણ મોહવશાત્ શંકા થાય તો એના નિવારણના ઉપાયો પણ પૂર્વ મહર્ષિઓના આધારે કલિકાળસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ જે દર્શાવ્યા છે, તે પણ આપણે જોઈ ગયા. · ‘મતિની દુર્બળતા, તેવા સમર્થ જ્ઞાનીનો અભાવ, જ્ઞેય વસ્તુની ગહનતા, જ્ઞાનાવરણીય કર્મનો ઉદય અને વસ્તુની સિદ્ધિ માટે હેતુ તથા દૃષ્ટાંતનો અભાવ’ આ પાંચ કારણે વસ્તુ ન સમજાય એ સંભવિત છે. ત્યાં એક જ વિચા૨ કરાય કે, જે પરમતા૨ક નિષ્કારણ ઉપકાર કરવાને સજ્જ છે, જેમના રાગ, દ્વેષ અને મોહનો નાશ થઈ ગયો છે, તેવા અનંતજ્ઞાની શ્રી જિનેશ્વરદેવોને જે જેવું ન હોય તે તેવું કહેવાનું કંઈ પણ કારણ નથી; માટે એ તા૨કે ફ૨માવેલી કોઈ પણ વસ્તુ ન સમજાય ત્યાં પોતાની મતિની મંદતા છે, પોતાને તેવા જ્ઞાનીના યોગનો અભાવ છે, શેયતત્ત્વોની ગહનતા છે, પોતાને જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે, અને હેતુ તથા દૃષ્ટાંત ન પણ મળે એ સંભિવત છે, આ પ્રમાણે વિચારીને સમ્યગ્દષ્ટ આત્મા ઉત્પન્ન થતી શંકાને જરૂ૨ શમાવી દે; પણ નાહક શંકિત થઈ, મળેલી ઉત્તમ સામગ્રીને હારી ન જાય, કારણ કે, કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ કહે છે કે, ‘સૂત્રના એક પણ અક્ષરને જે ન સદ્દહે તે સભ્યષ્ટિ મંટી મિથ્યાદૃષ્ટિ બને છે.' માટે સમ્યક્ત્વનો નાશ કરનારી અને મિથ્યાત્વને લાવનારી શંકા કરવી જ ન જોઈએ. કારણ કે, પ્રભુશાસનમાં એક પણ વાત એવી નથી કે, ‘આ માનું અને આ ન માનું' એમ કહ્યુ ચાલે. એક પણ અંગ કે ઉપાંગ વિના શરીર અખંડ ન કહેવાય, પણ એ શરીર ખંડિત જ કહેવાય. ઇતર દર્શનો એક-એક નયને પકડી બેઠાં છે, જ્યારે શ્રી જૈનદર્શનમાં તો બધા જ નયનો સમાવેશ છે. એમાં એક પણ અક્ષર વસ્તુ સ્વરૂપનો ઘાતક આવતો નથી. પંચાંગી, મૂળમાંથી જ જન્મેલી છે. પંચાંગીમાં કહેલી એકેય વાત એવી નથી કે, જે સદ્દહવા યોગ્ય ન હોય. શંકામાંથી સ્વચ્છન્દતાનો જન્મ ! બીજા દોષ કાંક્ષા વગેરે છે, પણ શંકા ન હોય તો બીજા દોષો આવવાનો સંભવ નથી. શ્રી જિનેશ્વરદેવ તો જગતના જે પદાર્થો જેવા છે, તે પદાર્થોને તે Page #533 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ 512 સ્વરૂપે પ્રગટાવનારાં જ એમનાં વિધિ-વિધાનો છે. એક પણ વિધિ-વિધાન એવું નથી કે, જે “મૂળ ગુણને હાનિ પહોંચાડે” આવી નિશ્ચળ શ્રદ્ધા હોય, ત્યાં બીજા દોષો આવવા અસંભવિત છે. છતાં મોહનો વેગ જબરો છે, આવી પણ જાય ! આજે તો પાંચે દોષોનું સામ્રાજ્ય છે. તેમાંય પહેલો શંકાદોષ તો વાતવાતમાં છે. આટલું ન કરીએ તો ખોટું શું ? શ્રાવક છતાં અમુક વર્તનમાં હરકત શી ?' આવી આવી શંકા કરનારા અનેક પડ્યા છે ! જૈનકુળમાં જન્મ્યા એટલે જૈન કહેવરાવીએ પણ જૈન કહેવરાવવા આટલી કરણી શા માટે ?” આવી શંકા પણ કરનારા પડ્યા છે !! “આત્માને આત્મધર્મની જરૂ૨, પણ આ બધો બાહ્યાડંબર શો ?' જ્ઞાની આવું ન કહે, પણ . આ તો બધું પાછળથી ઉપજાવી કાઢેલું છે, અમે ગમે તેમ વર્તીએ, મરજીમાં આવે તેમ બોલીએ, ચાલીએ તેમાં જૈનપણાને વાંધો શો ? જીવવું દુનિયામાં તો દુનિયા ચાલે તેમ ચાલવામાં જેનપણાને વાંધો શો ? જાતે જૈન, કર્મે ગમે તેવા, તેમાં જૈનપણાને વાંધો શો ? આવી આવી શંકાઓ, કે જે મિથ્યાત્વને જીવંત રાખી, આવતા સમ્યકત્વને અટકાવનાર છે તથા જે આત્મામાં સમ્યક્ત્વ હોય તેમાં સમ્યક્ત્વનો નાશ કરીને મિથ્યાત્વને લાવનાર છે, તેવી ખોટામાં ખોટી શંકાઓ પણ કરનારા પડ્યા છે !! સભાઃ આમાં તો નરી સ્વચ્છંદતા છે પણ એ સ્વચ્છંદતાનો જન્મ ખોટી શંકામાંથી થાય છે. ક્રમે ક્રમે ખોટી શંકા વધે, પછી સ્વચ્છંદતાયે આવે અને સન્નિપાત પણ આવે ! પોલાણ થાય એટલે મિથ્યાત્વ ઘૂસે. શંકાના યોગે પણ પતનકાળ થાય છે અને પતનકાળના યોગે પણ શંકા થાય છે. શંકાના યોગે ભયંકર વર્તાવ થાય છે. આજે લગભગ ધર્મહીન બનેલાઓ પૈકીના ઘણા જૈનોની આ મનોવૃત્તિ છે! જૈનકૂળમાં જન્મે તે બધા જનસંઘમાં ગણાય તો ? અમુક કક્ષામાં ગણાવવા ઇચ્છનારમાં અમુક યોગ્યતા જોઈએ જ, એ વાતને એ બિચારા સમજતા નથી ! એવાઓ બે હાથ, બે પગ વગેરેથી ભલે માનવ કહેવાય અને મનાય ! પણ એવાઓએ સમજવું જોઈએ કે, જૈન કહેવરાવવું સહેલું છે. પણ જૈન તરીકે બહાર આવવું ઘણું જ કઠિન છે. શ્રીસંઘમાં તે ગણાય કે જે જૈન તરીકે બહાર આવે, કેવળ જાતિ માત્રથી જ જૈન ગણાતા સંઘમાં ગણાય, તો તો સત્યનાશ વળે, કેવળ જાતિજૈનો કે જેમના વર્તાવ વિલક્ષણ હોય, જેમની માન્યતામાં ઢંગધડો જ ન હોય, એવાઓને જ પૂજ્ય કોટિમાં મુકાય તો તો કોઈની મુક્તિ જ ન થાય. Page #534 -------------------------------------------------------------------------- ________________ કાર ૩૯ : આજની વજૂદ વિનાની વાતો - 39 - ૫૧૩ આ વાત શ્રીસંઘની ચાલે છે. શ્રીસંઘની સરખામણી મેરૂ સાથે થાય છે. જેમ કેવળ નામ સાધુ-વેષધારી સાધુ પૂજ્ય નથી, તેમ કેવળ નામજૈનો કે જેઓ સાચા જૈનપણાનો જ વિરોધ કરે છે, તેઓ શ્રી જૈનસંઘમાં કદી પણ આવી શકતા નથી. એ લોકો એમ કહે કે, “અમે તો કેવળ નામધારી જૈન. અમારો વર્તાવ ન પૂછો, “મા-બાપ જૈન છે, જાતિએ જૈન છીએ, બીજું કાંઈ ન પૂછો !” તો એ ન ચલાવાય. અત્યાર સુધીના જાતિજૈનો કે જેઓ વસ્તુસ્વરૂપથી અજ્ઞાત હતા છતાં પણ નભતા. કારણ કે, તેઓ સ્વભાવતઃ લજ્જાળુ, શરમાળ, મર્યાદાશીલ અને વિવેકી હતા. ‘દેવ તો આ જ – ગુરુ તો આ જ' એમ એ કહેતા હતા અને એથી જ એમને સંઘમાં નભાવી શકાતા હતા. મૂર્તિની સામે કદી એ લોકો લાલ આંખો નહોતા કરતા. પ્રભુના ભંડારોમાં અબજો જોઈને પણ એમની દૃષ્ટિ નહોતી બગડતી. મોટાં ગગનચુંબી શિખરોવાળા મંદિરો જોઈ, એ નમતા, નાચતા, અનુમોદના કરતા અને બનાવનાર પુણ્યશાળીની પ્રશંસા પણ કરતા ! પણ આજનાઓની જેમ બળતરા નહોતા કરતા !! આજના એ જાતિજૈનોમાં પણ જો એ જાતિગુણનો વારસો હોત, તો પણ એમને એટલા તો માનતા, પણ એનું પણ એમણે લિલામ કર્યું છે. • જેણે મૂકી લાજ તેને નાનું સરખું રાજઃ * વિચાર કરો અને કહો કે, જાતિર્જન પણ ધર્મક્રિયાની સામે હાથ જોડે કે, , “આ શું' એમ કરે ? કલ્પના ખાતર માનો કે, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, પૂજાદિ ક્રિયા ન કરી શકે, પણ કરનારના સામે જેના હાથ પણ ભેગા ન થાય, , એને જૈન પણ કોણ માને ? જિનમંદિર જોઈને જૈનની આંખમાં બળતરા થાય ? જિનમંદિરોમાં હજારો ખર્ચનારને મૂર્ખ કહેનારમાં જૈનત્વ કેમ જ હોય ? કોઈ વસ્તુમાં કોઈ વખતે વધુ જરૂર લાગે, તો એ એમ કહે કે, “આપ જેમાં વાપરો છો એ ખાતું તારક છે, ઉત્તમ છે, પણ આપ જેવા પણ જો અમુક ખાતા તરફ નજર નહિ કરો તો એ ખાતાંની હાલત શી થશે ?' પણ “આની જરૂર નથી' એમ કેમ જ કહેવાય ? જાતિગુણ હોય તો પણ વાંધો નહિ. પણ આજના તો કહે છે કે, “અમને જૈન કહેવરાવવાની પણ દરકાર નથી !” તો વિચારો કે, એમને દરકાર શાની છે ? “જેણે મૂકી લાજ એને નાનું સરખું રાજ' એવું કરવું હોય એ કેમ જ નભે ? આવા શિક્ષણને જ અમે ઝેર જેવું કહીએ છીએ? શંકાદોષમાંથી ભયંકર અવસ્થા પેદા થતી જાય છે. પાંચે દોષો નાશ ન Page #535 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ પામે, ત્યાં સુધી જૈન તરીકે બહાર આવી શકાય નહિ અને જો એને જૈન મનાય તો શાસન ઊંચું મૂકવું પડે. એ લોકો કહે છે કે, ‘હવે લકીરની ફકીરી નહિ ચાલે ! શાસ્ત્રે કહ્યું એ જ સાચું, ‘એમ હવે નહિ મનાય !વિજ્ઞાનીઓની જેમ હવે તો એ વાત અખતરાથી બતાવવી પડશે !' આવું આવું કહેનારાઓની સામે આપણે કહી દેવું જોઈએ કે, દુનિયા ન માને તોય અમે પાપમય અખતરા નહિ જ કરવાના ! 514 એ લોકો કહે છે કે, ‘બાવાવાવયં પ્રમાળમ્’નો જમાનો ગયો. દરેક વાત અખતરાથી પુરવાર કરો ! ‘શાસ્ત્રમાં કહ્યું છે તે નહિ ચાલે.' તો હું કહું છું કે, ‘એકવીસ હજાર વર્ષ સુધી શાસન એ જ રીતે અખંડિત ચાલશે, એ નહિં ફરી શકે.' એ લોકો કહે છે કે, ‘શાસ્ત્રની વાતોને અને શાસ્ત્રકારોને માનવાને કંઈ અમે બંધાયેલા નથી, બુદ્ધિ એમના બાપની હતી અને અમારામાં નથી ? અમે જો ન ભણ્યા હોત, શિક્ષણ ન લીધું હોત તો એમને માનત. અમે તો ડિગ્રીધર બન્યા. તો હવે એમને શા માટે માનીએ ? આ જાતની ભાવના જે શિક્ષણના યોગે આવે છે, એ જ શિક્ષણને અમે ઝેર જેવું કહીએ છીએ. એમને શાસ્ત્રો પણ માન્ય નથી ! સભા એમાં કેટલાક કહે છે કે શાસ્ત્ર માન્ય છે, પણ એના થતા અર્થ માન્ય નથી. અરે ! શાસ્ત્રો માન્ય કહે, તો તો ચાર દિવસમાં ફેંસલો થાય, પણ વાસ્તવિક રીતે શાસ્ત્રો જ માન્ય નથી. કાયદો માન્ય રાખીને બેય પાર્ટી ગમે તેમ ખેંચે પણ યોગ્ય સ્થાનેથી સંભળાવી દેવાય કે, કાયદાનો આ જ અર્થ માન્ય છે, એટલે પછી કોઈથી બોલાય જ નહિ; તેમ શાસ્ત્રની એકેએક વાત માનવાનું કહે, તો તો ભાઈચારાની રૂપે એમની સાથે બધી વાત થાય, કેમ કે, શાસ્ત્રને માનનારો મનઃકલ્પિત અર્થની વાત ન કરે. અર્થ માટે વ્યાકરણ, કોષ, ન્યાયની દલીલો જોવી પડે. જુએ અને માન્ય રાખે. ? અમુક ન્યાય-નીતિનો જાણનાર, વ્યાકરણનો અભ્યાસી, પૂર્વાપર (આગળ પાછળ) વિરોધ ન આવે તેવો અર્થ કરનાર, એનું તો એ માને પંક્તિનો અર્થ ઘટાવવાનું પુછાય પણ ખરું ને ? સામાન્ય સભામાં ગમે તેવો પ્રમુખ ચાલે પણ વસ્તુના નિચોડમાં તો પરીક્ષાથી પસાર કરેલો પ્રમુખ જોઈએ. ગમે તેવાને ન્યાયાસને ન જ બેસાડાય. સભા પ્રમુખની એવી પસંદગી એમને માન્ય નથી. Page #536 -------------------------------------------------------------------------- ________________ 515 – ૩૯ : આજની વજૂદ વિનાની વાતો - 39 - ૫૧૫ માટે જ કહું છું કે, એમને શાસ્ત્રો પણ માન્ય નથી. એથી જ કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના જ એ લોકો તો કહે છે કે, “આજના સાધુઓ જમાનાની વાત જોતા નથી અને શાસ્ત્રની જ વાતને ચામજૂની જેમ વળગ્યા છે.” સાધુ માટે આજના સાહિત્યનો અભ્યાસ જરૂરી છે? સભાઃ એ લોકો તો એમ કહે છે કે, સાધુઓ આજનો ઇતિહાસ પણ વાંચતા . નથી ! એ તેઓનું કથન ખોટું છે, કારણ કે, નથી જ જોતા એવું કશું જ નથી ! બાકી એ વાત ખરી છે કે, એ વસ્તુને જે દૃષ્ટિએ તે લોકો જુએ છે, તે દૃષ્ટિએ સાચા સાધુઓ નથી જ જોતા. કારણ કે, જે જાણવાનું છે તે સાધુઓ પાસે પૂર્ણ છે. સાધુઓ દુનિયાની વસ્તુને જાણે તો તે “આ (જૈનધર્મ) વસ્તુ કયા રૂપે તમને સમજાવાય' તે જાણવા માટે જ જાણે, બાકી બીજા કોઈ જ કારણે નહિ ! બાકી સ્વપરના કલ્યાણ માટે જે જે જાણવાની જરૂર છે, તે જાણવા માટે જોઈતું સઘળું જ આજે પણ શ્રી જૈનશાસનમાં છે. - તત્ત્વચિંતા, દુનિયાના હિસાબ, પ્રવૃત્તિ કેવી અને કોણે શું કર્યું, શું કરવું જોઈએ – એ ચારે અનુયોગો અમારી પાસે છે. એક પણ અનુયોગ વિનાનું આ શાસન નથી. દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ અને ધર્મકથાનુયોગ ચારે છે : બાકી રહ્યું શું ? , છેલ્લી હદે પાપાત્મા પાપ ક્યાં સુધી કરી શકે એ અને ક્યાં જાય એ તથા છેલ્લી હદે પુણ્યાત્મા પુણ્ય ક્યાં સુધી કરી શકે એ અને મધ્યમ કોટિના આંત્માઓનું પણ વર્ણન, એ બધું કથાનુયોગમાં છે. પાપાત્મા છેલ્લે સાતમી નરકે જાય. ધર્મી સર્વાર્થસિદ્ધ વિમાને કે મોક્ષે જાય. સિવાય પોતપોતાની કરણી અનુસાર એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય પણ બને. દેવ, મનુષ્ય, નારકી અથવા તીર્થંચ પણ બને એ બધું આ અનુયોગમાં છે, દેવ, મનુષ્ય, નારકી અને તીર્થંચ કેટલા? દ્વીપ, સાગર, સરિતા વગેરે કેટલું કેટલું એ બધું આ દર્શનના ગણિતાનુયોગમાં છે, વિશ્વમાં જીવાદિ દ્રવ્યો કેટલાં છે, તેનું સ્વરૂપ આદિ કેવું છે તે દ્રવ્યાનુયોગમાં છે અને કેવું જીવન જીવવાથી મુક્તિ થાય, એ ચરણકરણાનુયોગમાં આવે છે. કહો, હવે અમારે જોઈએ શું ? આજનું સાહિત્ય ? હવે આજના સાહિત્યની વાત કરીએ. આજની નૉવેલોમાં શું હોય છે ? યુવક અને યુવતી, એ બેને પહેલાં ભેળાં કરે, પછી વિખૂટાં પાડે. ખૂબ રોવરાવે Page #537 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ 56. અને પછી કરે ભેગાં, એ જ કે બીજું ? શું એ આદર્શ પ્રેમ ! આદર્શ પ્રેમને ઉત્તેજન આપનારાં આ પુસ્તકો ! જિંદગી સુધી ઝૂરે ત્યાં આદર્શ પ્રેમ એ ગણાવે છે. શાસ્ત્રકાર તો એવાઓને અજ્ઞાન અને મોહાંધ કહે છે. એટલું જ ઝૂરવું જો પરમાત્માના માર્ગની આરાધના માટે થયું હોત, તો આત્મકલ્યાણ થઈ જાત.. અઢી હાથના ખોખાની ચિંતામાં આર્દશ પ્રેમ કે આત્માના અનંત ખજાનાની વિચારણામાં આદર્શ પ્રેમ ? આજની નવલકથામાં વૈરાગ્યનાં ઝરણાં છે ? કદી. ક્યાંય હશે તો તે જુદી જાતનાં. ઘરબહાર નીકળી ગયો હોય, જો કદાચ વૈરાગ્ય થોડો છાંટ્યો હોય તો ત્યાં વળી આત્મતત્ત્વની ચિંતા પણ છે. પણ પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરાદિની એમાં વિચારણા છે ? સભાઃ એ ધ્યેય નથી. ત્યારે એવું અમને વંચાવવું છે ? જેનો નિષેધ તે વંચાવવું છે ? વળી આજના ઇતિહાસકારો પણ શું સર્વદેશીય છેઆજે એવી પણ બૂમ મારવામાં આવે છે કે, “ઇંગ્લેન્ડનો ઇતિહાસ ન શીખવો, પણ દેશનો શીખવો. જો ઇતિહાસકારો સર્વદેશીય હોય, તો પછી આ બૂમરાણ કેમ ? આજે ઓ લોકો પણ કહે છે કે, “ઇંગ્લેન્ડના ઇતિહાસે તો અમને પાગલ બનાવ્યા; એ ઇતિહાસકાર તો એમનું જ ગાય ! જ્યારે આમ છે તો પછી ઇતિહાસકારની પ્રામાણિકતા ક્યાં રહી ? એક જણ તો કહે છે કે, “અમુક ઇતિહાસમાં એ રાજાનું નામ નથી માટે એ જૈન હતો એની ખાતરી શી ? જો એમ કહે તો ઇંગ્લેન્ડના ઇતિહાસકારો માટે બૂમરાણ શી ? વારુ ! હિન્દુસ્તાનના ઇતિહાસમાં ઇંગ્લેન્ડના રાજાઓની, કવિઓની કે જાણીતી વ્યક્તિઓની નોંધ નથી માટે એ ન માનવા? વર્તમાનમાં ઇતિહાસ લખાય છે એમાં ઘણું ખોટું છે, જે લખવામાં આવે છે તે વર્તમાનમાં પણ પ્રચલિત નથી, કેવળ ગપ્પાં માર્યા છે, હવે આવી ચીજોનો અભ્યાસ અમારે શા માટે કરવો ? અમને જરૂર લાગે અને તેવાઓને ખોટા પાડી સત્યને જાહેર કરવા માટે દૃષ્ટિપાત કરીએ પણ ખરા, બાકી ખગોળ બધું જ જૈનદર્શનમાં છે; અમારે બહારની ખાસ જરૂર શી છે ? આથી કહેવાનું એ છે કે, પ્રભુશાસને કહેલી વસ્તુ જેનામાં ન હોય તે સંઘમાં રહી શકે નહિ. સંઘના નામે કોઈપણ કાર્યવાહી કરતાં પહેલાં જાતને સંભાળવાની જરૂર છે. જે આત્માઓમાં શંકાદિ પાંચે દોષોનું સામ્રાજ્ય હોય, એ જાંતિજૈન ભલે હોય, પરંતુ ગુણથી કે ધર્મદ્રષ્ટિથી એ જૈન રહી શકતો નથી. જાતિજૈન સાથે મેળ Page #538 -------------------------------------------------------------------------- ________________ કા7 – ૩૯ : આજની વજૂદ વિનાની વાતો - 39 – ૫૧૭ મર્યાદા હોય ત્યાં લાચારી બતાવે ત્યાં સુધી ઠીક, પણ આચાર પર આક્રમણ લાવે તો કહેવું જ પડે કે, એ જાતિમાં પણ રહેવાને લાયક નથી. બ્રહ્મચર્ય ધરે તે બ્રાહ્મણ. જે બ્રહ્મચર્ય ન ધરી શકે પણ ધરવા જેવું માને તે પણ બ્રાહ્મણ. “બ્રહ્મચર્ય કામનું જ નથી એમ કહે તેને બ્રાહ્મણ કેમ કહેવાય ! કાં તો શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા પાળો, ન પળાય તો પણ પાળવા જેવી છે એમ માનો. પરંતુ ન પળાય અને ન મનાય તો જૈન તરીકે રહી શકાય નહિ. કાં તો જિનમંદિર બંધાવો, ન બંધાવાય તો અનુમોદન કરો, પગે લાગો, પણ મંદિર દેખીને મંદિર સામે આંખ કાંઢો એ નભે નહિ. એનાથી જૈન તરીકે રહેવાય નહિ. કાં તો ધર્મક્રિયા કરો, ન થાય તો કરનારને ધન્ય કહો, પગે લાગો, પણ ત્યાં કરડી આંખે ન જોવાય; એવી રીતે જોનારમાં જૈનત્વ ટકી શકતું નથી. આ વિદ્યાનો અર્થ , કે જે વિદ્યા ભણે અગર ભણવાને ઇચ્છે. પણ કહે કે, ભણેલા કુંભાર અને હું ડાહ્યો !” તો? શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિ મહારાજના નામે ! જે શ્રી જિનેશ્વરદેવને સર્વજ્ઞ ન માને અને એમના અનુયાયીઓને સર્વજ્ઞના માર્ગને અનુસરનાર ન માને, તેને જૈનશાસન હયાત છે, એમ કહેવાનો અધિકાર નથી. શ્રી જિનેશ્વરદેવને સર્વજ્ઞ માને અને પરંપરાએ ચાલ્યા આવતા આચાર્યો એમની આંખે આવે, તો પૂછો કે, “શાસન આવ્યું ક્યાંથી?” જે જે આચાર્ય ઉન્માર્ગી થયા તેઓને તો આ શાસને બહાર મૂક્યા છે, પણ નિભાવ્યા નથી. આજનો એક સ્વચ્છંદી શ્રી સિદ્ધસેન દિવાકરના એક સ્વતંત્ર વિચારને પકડે છે, અને કહે છે કે, “જોયું ! આગમથી પણ સ્વતંત્ર વિચાર કર્યોને !” પણ એ બદલ ગુરુએ એમને ઠપકો આપ્યો અને એ ગુરુને પગે પડ્યા, માફી માંગી, ગુરુએ પ્રાયશ્ચિત્ત આપ્યું અને એ પ્રાયશ્ચિત્તનો પોતે સ્વીકાર કર્યો. આ બધું એની નજરે આવતું જ નથી ! અર્થાત્ એને એ લોકો અડતા નથી. સભાઃ એટલું મનોબળ કાચું ને ? ભાંગી જાય, પણ ખોટાને ખોટું જાણ્યા છતાં વળે નહિ, એનું મનોબળ પાકું એમ ? એને તો શાસ્ત્ર અનંતાનુબંધી માન કહે છે. અસ્તુ. એવી જ રીતે શ્રી સિદ્ધસેન દિવાકર રાજાને ઉપદેશ દેવા પાલખીમાં બેસીને જતા હતા એ વાત એમણે ઉપાડી. પણ ગુરુએ આવીને ભૂલ બતાવી અને શ્રી સિદ્ધસેન દિવાકરે કબૂલ કરી, એને અડતા નથી. એ તો કહે છે કે, Page #539 -------------------------------------------------------------------------- ________________ ' ૫૧૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ ‘દેશકાળને જોઈને એ પણ પાલખીમાં બેઠા, અને શાસ્ત્રને ભાષામાં ફેરવવાનો વિચાર કર્યો ! આથી સ્પષ્ટ છે કે, સ્વતંત્ર વિચાર ન જ થાય એવું જૈનદર્શનમાં નથી. પુરાણપાઠીને પણ એમણે બાજુએ મૂક્યા, માટે શાસ્ત્રવિરુદ્ધ વિચાર ન થાય એવો પાઠ ભણાવનારા સાધુ ખોટા છે.” આમ લખીને શ્રી સિદ્ધસેન દિવાકરનાં વખાણ કરે છે ! એવાઓને કાનપટ્ટી પકડીને પૂછો કે, “આ વાત લાવ્યા ક્યાંથી ?” આવાઓ કદી વાત કરવા આવે તો એટલું જ પૂછો કે, “આ બેય વાર ભૂલ કરી એ વાત સાચી છે કે નહિ ? હા કે ના કહો ?' એવાને કહેવું પડે કે, આવી અધ્ધરીઆ વાતો કરવી એ તો સન્નિપાત કહેવાય ! શાસ્ત્રોની વાત સમજવા માટેય વિવેક જોઈએ! આ શાસ્ત્રમાં તો બધુંયે છે. મિથ્યાત્વની, હિંસાની, જૂઠની, તમામ વાતો આમાં છે. સભા : પણ એ ત્યાજ્ય છે. પણ એ બિચારાઓને એ બધું જોવું છે ક્યાં ? અને આવાઓનું થાય પણ શું? એ લોકો પુસ્તક કે કથા વાંચે, તે પ્રાયઃ એક જ દૃષ્ટિએ કે, પોતાની મન કલ્પનાને પોષનારાં પ્રમાણ કેટલાં મળે છે ! નાસ્તિક મતનું પ્રમાણ પણ આમાંથી મળે, કેમ કે, એનું ખંડન બરાબર કરવા માટે એના મતનું સ્વરૂપ વિસ્તારથી આમાં સમજાવેલ છે. એના મન્તવ્યની એકેએક યુક્તિ આમાં લખી, પછી બરાબર ખંડન કર્યું. હવે ખંડન ન વાંચે અને માત્ર મંડન વાંચીને જ ઊઠી જાય, તો તો એ જ નાસ્તિક બને ! નાસ્તિક દર્શનકારે પોતે પોતાના મતનું જેટલું મંડન ન કર્યું હોય, તેટલું આ શાસ્ત્ર કરે, કેમ કે, ખંડન કરવું છે. આ શાસ્ત્રની શૈલી જ જુદી છે. નિત્યવાદી તથા અનિત્યવાદીને ઊભા કરે, બેય પાસે પોતાના પક્ષ બરાબર સ્થપાવે અને પછી શ્રી જિનેશ્વરદેવને ન્યાયાધીશ સ્થાપી ન્યાય અપાવે; છએ દર્શનના આ રીતે વાદ કરાવી, શ્રી જિનેશ્વરદેવ પાસે ન્યાય અપાવે કે, આમાં આ ખોટું, આમાં આ ખોટું અને આ સત્ય. છએ દર્શનની વાત આમાં છે. એક જણે જાહેર કર્યું હતું કે, “જૈનદર્શન પુણ્યપાપ આદિને માનતું નથી માટે નાસ્તિક છે. એને પૂછ્યું કે, “તું આ લાવ્યો ક્યાંથી ?” એટલે એણે કહ્યું કે, હેમચંદ્રસૂરિ કહે છે !” પ્રમાણ માગ્યું ત્યારે એણે જાહેર કર્યું. એમાં નાસ્તિકમંત્રી પોતાના મતના સમર્થનમાં આ રીતે કહે છે, અને પછી એનું ખંડન આસ્તિક-મંત્રી કરે છે એમ નીકળ્યું, ત્યારે એ ચૂપ થઈને રફુચક્કર ! Page #540 -------------------------------------------------------------------------- ________________ 519 – ૩૯ : આજની વજૂદ વિનાની વાતો - 39 – ૧૧૯ ધર્મગર કે શાસ્ત્ર કુપાત્ર ઉપર ઉપકાર ન કરી શકે ? * કહો, આવાનું શું થાય? આવા લોકો શાસ્ત્રને શાસ્ત્રબુદ્ધિએ વાંચે છે, એમ માનતા જ નહિ ! એમની સાધના માટે જો કાંઈક મળે તો ઠીક, એ હેતુથી જ વાંચે છે. એવાં કુપાત્રોને શાસ્ત્ર ઉપકાર ન કરે, એમાં આશ્ચર્ય શું? ધર્મગુરુઓ પણ એવાઓ ઉપર અસર ન કરી શકે, એમાં શું નવાઈ છે ? શ્રી સર્વજ્ઞા પરમાત્માના પરિચયમાં રહેલા, શ્રી સર્વજ્ઞ પરમાત્માની દેશનાથી પ્રતિબોધ પામેલા અને શ્રી સર્વજ્ઞ પરમાત્માના હાથે દીક્ષિત થયેલાઓ પણ પાપોદયે નિર્નવ બને, નવા વેષ વિદુર્વે, કુમતો સ્થાપે, તેમાં શ્રી જિનેશ્વરદેવની ખામી હતી એમ કેમ જ કહેવાય? પણ આજના એ લોકો તો એમની નાલાયકાતનો આરોપ ગુરુ પર કરે છે. એ લોકો કહે છે કે, “જે ધર્મગુરુ બધાને દોરી ન શકે તે ધર્મગુરુ નથી.” એવાઓને પૂછો કે, “જે શિક્ષકના બધા વિદ્યાર્થી પાસ ન થાય તે શિક્ષક નથી એમ કહેવાય ખરું કે ” ભણનારમાં પણ યોગ્યતા, આવડત કે મહેનત જોઈએ કે નહિ ? એના વિના શિક્ષક શું કરે ? જૈનશાસનમાં તો બધા માટે એકસરખી વાત છે. માનનારા જુદું માને ત્યાં શાસન કે ધર્મગુરુ શું કરે ? દીક્ષાની વાત તો ઘણા સાંભળે છે પણ લે છે કેટલા ? અઢારે પાપસ્થાનક ઘણા સાંભળે છે પણ તજે છે કેટલા ? તમે ન તજો માટે એ પાપસ્થાનકના સ્વરૂપને કહેવાની શાસ્ત્રમાં શક્તિ નથી એમ કહેવાય ? એમ કહેવાની વૃત્તિમાંથી કુશંકાઓ થાય છે ! - પાપ છૂટતું નથી. પણ પાપ માનો ત્યાં સુધી તો ઠીક, પરંતુ પાપ છોડવું નથી એ ભાવના થાય તો? એ ભાવના આવે એટલે આમાં (શાસ્ત્રમાં) લાખ શંકા થાય. બધે જ પાપ એ કેમ બને ? પાપ વિના કેમ ચાલે ? આ રીતે કામ ચાલે ?” કોઈએ હેતુ અને અનુબંધ હિંસાને સ્વરૂપ હિંસામાં ઘુસાડવા માંડી પણ ઘૂસી - ન. શકી, કોઈએ કાનમાં કહ્યું કે ન ઘૂસે, એટલે કહે કે, “જૈનશાસન તો આનંદઘનજીની સાથે ગયું. આજે તો ગીતાર્થ નથી પણ ઘેટાર્થ થયા છે. કેવી પૉલિસી છે ? સભાઃ આનંદઘનજી તો પંચાંગી માનવાનું કહે છે ? અરે ! પણ એ એમને ક્યાં માનવું છે ? બનાવટી વાતો ઊભી કરતાં પણ એ લોકો અચકાય એવા નથી, અને પોતાની મહત્તા વધારવા એ લોકોએ શ્રી ઉપાધ્યાયજી મહારાજાની મશ્કરી પણ કરી છે ! એ મહાપુરુષની મશ્કરી કરતાં લખે છે કે, “યશોવિજયજી, આનંદઘનજી જેટલા પરિણત નહોતા અને Page #541 -------------------------------------------------------------------------- ________________ 1) પ૨૦ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ સુવર્ણસિદ્ધિ લેવા એટલા આતુર બની ગયા હતા કે, આનંદઘનજી જે વખતે લઘુ શંકા કરતા હતા, તે વખતે તે લેવા ગયા હતા. આવી આવી વાતો કરતાં આપણને શરમ આવે છે, પણ આવી બનાવટી વાતો લખતાં એ પાપાત્માઓ અચકાતા નથી. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના આટલા વિરોધનું કારણ ખુલ્લું છે કે, એ તારકના બધા ગ્રંથો એમના વિચારો પર છીણી મૂકનારા છે. એ તારકના બધા ગ્રંથોમાંથી એક અક્ષર પણ એ લોકોને પોષણ આપનારો મળતાં નથી, એટલે પોતાના મતમાં મળે તેવી બનાવટી વાતો ઊભી કરી, એક વ્યક્તિના નામે આવા મહાપુરુષને ઉતારી પડાય તો ફાવટ થાય, એ માટે એવો પ્રયત્ન છે. તમે હજી આ શાસનના ચોકઠાઓથી અજાણ છો, એમને પારખી શક્યા નથી, એમને ઓળખવાની જરૂર છે. શાહુકાર પાસે તો જ જઈ શકશો, જો તમારી આસપાસ ફરતા ચોકઠાથી બચશો. દુનિયામાં જીવનારે રક્ષક-ભક્ષક - બેયને ઓળખવા પડશે. ભક્ષકને તો પોતાના બચાવ માટે ઓળખવાનો છે; એને શરણે જવા માટે નહિ ! પાયામાં હાડકાં હોય તો તેને કાઢવાં જ પડે! સમ્યક્ત્વરૂપી પીઠિકાનું આ મંડાણ થાય, તો જ શ્રીસંઘ એ મેરૂ જેવો ગણાય. શાસ્ત્રકારે શ્રીસંઘને સાત ઉપમા આપી અને હવે મેરૂની ઉપમા આપે છે. શાસ્ત્રકારે શ્રીસંઘના કંઈ ઓછા ગુણ નથી ગાયા ! શ્રીસંઘ મેરૂ જેવો ક્યારે? પીઠિકા મજબૂત થાય તો ! જેટલું મોટું મકાન બાંધવું હોય એટલો પાયો ઊંડો જોઈએ. પાયો ખોદ્યા પછી પુરાય. કોઈ પૂછે કે, “ખોદીને પૂરવો તો ખોદવો શા માટે ?' એમ પૂછનારને કહેવું પડે કે, “આ જમીન તો પોલી છે, એકલી માટી એમાં છે; એના પર મારા મહેલનો બોજો ન ટકે. પોલાણ પૂરવા માટે ખોદવું પડે અને એકલી માટી તથા કચરો બહાર કાઢી, સરખું બનાવી, પથ્થર પૂરવા પડે કે જેથી પછી પાયો હાલે નહિ.” પાંચ હાથ લાંબા-પહોળા મકાન માટે તેના પ્રમાણમાં લાંબો-પહોળો પાયો પણ જોઈએ ને ? હા, તો કહેવાતા શ્રીસંઘનો પાયો મજબૂત છે કે નહિ, એમ તપાસીને ઠીક કરવા માટે જો હું જમીન ખોદું તો હરકત છે ? જૈનસમાજ રૂપી જમીનને ખોદી એમાંથી કચરો બહાર કાઢવામાં કાંઈ વાંધો છે ? વાસ્તુશાસ્ત્ર ભણ્યા છો ? જાણવા માટે છે મજેનું પણ તમારા માટે તો એ દશા પણ રહી નથી. એમાં જણાવે છે કે, પાયામાં હાડકું રહે તો એમાં રહેનાર સુખી ન થાય; હાડકું બહાર કાઢવું જ Page #542 -------------------------------------------------------------------------- ________________ 521 -- - ૩૯ : આજની વજૂદ વિનાની વાતો - 39 - ૫૨૧ જોઈએ. અહીં પણ આપણે હાડકાં બહાર ફેંકવાં પડશે ને ? આપણે જે પહાડ રચવો છે, તે જેવો તેવો નથી. ત્યાં તો દેવતા રમવા આવે, શ્રી જિનેશ્વરદેવ પણ જ્યાં મુગટરૂપ બને, પણ વજરત્નમય પીઠ બને તો એ બને. તમારા ઘરના પાયામાં તો ઇંટાળા પણ ચાલે, અહીં ન ચાલે. આ ખોદકામ ચાલે છે, ત્યાં કોદાળાનો ઉપયોગ થાય ને ? લાકડું એમાં ખોલ્યું, પછી બેય બાજુ અણી છે એટલે બેય બાજુથી ઘા કરાય. માલિકમાં શક્તિ ન હોય તો દહાડિયા (મજૂર) બોલાવવા પડે. કોદાળીના ઉપયોગમાં બૂમરાણ પણ થાય, અવાજ પણ થાય, કોઈ ખરાબ ચીજથી કોદાળી ભટકાય તો વખતે બુઠ્ઠી પણ બને તો બીજીથી કામ ચલાવાય, બુઠ્ઠી બને એને ફરી તીક્ષ્ણ બનાવાય, પણ કામ છોડાય નહિ. એકલી વજરત્નમય પીઠિકા ગોઠવાય પછી આપણે નિર્ભય. એમને સમ્યગ્દર્શનનો અંકુશ ખટકે છે કેમ ? વજમય પીઠ એ સમ્યગ્દર્શન છે. પણ આજની સદીના ઉલ્લંઠોને સમ્યગ્દર્શન સાથે જ વેર છે. એ ઉલ્લેઠો જ્ઞાન-ચારિત્ર માટે કંઈ નહિ બોલે, પણ સમ્યગ્દર્શનની જ નિંદા કરશે ! કારણ કે, એમની જાત પર સમ્યગ્દર્શન વિનાનાં જ્ઞાન-ચારિત્ર જેટલો અંકુશ નથી મૂકતા, એટલો શ્રી સમ્યગ્દર્શન અંકુશ મૂકે છે, એમ એ કહે છે અને એ વાત પણ ખરી છે. - સભા : પઢ ના તો ય કહે છે ને ? એ સંબંધી ઘણું કહેવાય છે. વારુ ! નિશાળમાં મોકલતાં બાળકને પ્રથમ કયું જ્ઞાન જોઈએ ? નિશાળે જઈએ તો વિદ્વાન થવાય એ જ ને ? કોઈ કહે કે, “એકડો ત આવડતો નથી એવા ડફોળને નિશાળે ક્યાં મોકલ્યો ?” તો એ ચાલે ? અને કહેવું પડે કે, નથી આવડતું માટે તો મોકલ્યો અને એકડો નથી આવતો માટે તો એને એકડિયામાં બેસાડ્યો. નિશાળે જવામાં બાળકને એટલા જ જ્ઞાનની જરૂર કે, ત્યાં જવાથી સારા થવાય. એવે સ્થળે પઢમં ના" એ રીતે, સમજ્યા! જૈનનું બાળક કીડી પર પગ આવે તો “ઓ બાપ ! પાપ !' એ પઢમં નાણું. એના યોગે એ બાળક જંતુ પર પગ ન મૂકે. દેરાસરનું પતાસું બાળક હાથમાં ન લે, લે તો મા “પાપ !” કહે કે પાછું મૂકી દિ, એ પઢમં ના. ભગવાનને કે સાધુને હાથ જોડીને “જે જે કહે, એ પઢમં ના . એ લોકો કહે છે કે, “ગીતાર્થ જ દીક્ષા લે.” શાસ્ત્ર કહે છે કે, દીક્ષા લીધા વિના ગીતાર્થ ન થવાય. Page #543 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ સમ્યગ્દર્શન એ લોકોને ભાલાની જેમ ખટકે છે, કેમ કે, એ તો ફાવે તેમ વર્તવાની અને ગમે તેમ બોલવાની પણ ના પાડે છે, ખોટાને સારું માનવાની ના પાડે છે, ઇચ્છા મુજબ ચાલવાની ના પાડે છે. સમ્યગ્દર્શન એટલે સંસાર ખોટો અને મોક્ષ સાચો એ માન્યતા. મોક્ષમાર્ગના સ્થાપક તે દેવ, મોક્ષમાર્ગના બતાવનાર તે ગુરુ અને જેનાથી એ માર્ગની સાધના થાય તે ધર્મ ! વળી તમારા ઘરની ચિંતા કરે તે ગુરુ નહિ પણ ગોર. આ વાત હું જ કહું છું એમ નથી, પણ છુપી રીતે યુવક સંઘનું નેતૃપદ ધરાવતા પણ એવું લખી ગયા છે. કોઈના ગ્રંથના ભાષાંતરમાં એ લખ્યા વિના ચાલે ? ૫૨૨ 522 ગુરુ લોકચિંતા, ગૃહસ્થના ઘરની ચિંતા કરે ? સંઘને નભાવવા માટે ગુરુ પાપક્રિયાનો ઉપદેશ દે તો એને ગુરુ માનો ? ન માનો ને ? શાથી ન માનો ? એ એનો આચાર નથી. એ આચાર મૂકે પછી મહાવ્રત એકે ન રહે. પરિણામે પાંચે મહાવ્રત જાય. દેવ, ગુરુ અને ધર્મ ! ગૃહસ્થનું ઘર, એનો વ્યવહાર એવો છે કે, એના અનુમોદનમાં પાંચે મહાવ્રતોનો ભંગ થાય છે. ગૃહસ્થના આચારમાં, વ્યવહારમાં, સર્વથા પ્રાણાતિપાત વિરમણ, સર્વથા મૃષાવાદ વિરમણ, સર્વથા અદત્તાદાન વિરમણ, સર્વથા મૈથુન વિરમણ અને સર્વથા પરિગ્રહ વિરમણ છે ? નથી જ. એ પાંચે વિરમણોનો ત્યાં અભાવ છે. એ તો એનો પ્રતિપક્ષ છે. પાંચેય મહાવ્રતને, સ્વીકારનાર એનું અનુમોદન કરે કઈ રીતે ? બધે હાજી કરનારા તો દહીંદૂધિયા છે, એ તો શાસનના ભયંકર દુશ્મનો છે. અહીં પણ ઠીક અને ત્યાં પણ ઠીક, એમ કહેનાર કેવા કહેવાય ? એવાને સમ્યગ્દષ્ટિ કહેવા કે મિથ્યાદૃષ્ટિ ? સાધુપણું સારું કે ગૃહસ્થપણું સારું ? બેયને સારું માનનારા સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદ્દષ્ટિ ? ગૃહસ્થપણામાં રહેનારા પણ સમ્યગ્દષ્ટિ નથી ? ઘણા છે, પરંતુ ગૃહસ્થપણામાં રહેવું સારું માનનારા એ સમ્યગ્દષ્ટિ નથી પણ મિથ્યાદ્રષ્ટિ છે. એટલા જ માટે ગૃહસ્થપણું હેય છે અને સાધુપણું ઉપાદેય છે, એ ગોખો ! સમ્યગ્દર્શનની ઝીણી વ્યાખ્યા, ઊંડી વ્યાખ્યા કદાચ તમે ન સમજી શકે, સાત પ્રકૃતિ ન જાણી શકો, એના ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમના સ્વરૂપને ન જાણી શકો, પણ આ કહ્યું તે તો જાણી શકો ને ? જૈન કુળમાં જન્મેલા સાધુપણું અને ગૃહસ્થપણું, એ બેયને કદી પણ ઠીક ન કહે, જો કહે તો સમ્યક્ત્વ હોય તોયે વમી જાય, દૂર જાય અને જે એનો ઉપદેશ કરે તે દુર્લભબોધિ થાય. સાધુના વેષમાં હોય તો એ પોતાની સાધુતા ગુમાવે અને ઉત્સૂત્રભાષકની Page #544 -------------------------------------------------------------------------- ________________ 523 – – ૩૯ : આજની વજૂદ વિનાની વાતો - 39 - ૫૨૩ કોટિમાં જાય તથા પરિણામે એ દુર્લભબોધિપણું ઉપાર્જ. પ્રાપ્ત થયેલ બોધિને ગુમાવી દુર્લભબોધિપણું એ ખરીદે. જેને દુર્લભબોધિપણું ખરીદવું હોય તે જ એવો ઉપદેશ આપે. તમે પણ એમ માનો તો સમ્યકત્વ જાય અને એમ બોલવા માંડો તો દુર્લભબોધિ થાઓ ! મોક્ષમાર્ગને બદલે સંસારમાર્ગ સ્થાપે તે કુદેવ, મોક્ષમાર્ગને બદલે સંસારમાર્ગ ઉપદેશે તે કુગુરુ અને જેનાથી સંસાર વધે તે કુધર્મ.” આટલું યાદ ન રહે? | સીધી, સાદી અને સહેલી, બાલભાષામાં કહું છું કે, દેવ મોક્ષમાર્ગના સ્થાપક, ગુરુ મોક્ષમાર્ગને જ કહેનાર અને ધર્મ તે મોક્ષમાર્ગની જ સાધના કરાવનાર. આવું સમ્યગ્દર્શન તે શ્રીસંઘરૂપી મેરૂની વજરત્નમય પીઠ છે. એને પોલી કરનાર શંકા-કાંક્ષાદિ ન જોઈએ. “દેવ જરાક સંસારમાર્ગ સ્થાપે તો વાંધો શો ? ગુરુ જરા સંસારની વાત ન કરે તો ગૃહસ્થપણું નભે કેમ? ન નભે તો ગુરુ ખાય શું? એમને રોટલા કોણ કરાવી આપે ? એમને કપડાં કોણ આપે ? આવા વિચાર સમ્યગુદૃષ્ટિથી થાય ? ન જ થાય. સભાઃ એ લોકો કહે છે કે, “અમારાં ઘર ભાંગે છે.” . અહીં જે આવ્યો તે કોઈ ઘર ભાંગીને આવ્યો ? ઊલટું હતું તે તજીને, સામાને સોંપીને આવે છે. વારુ ! ગૃહસ્થપણું સારું નથી, મૂકવા જેવું છે, પાપ . રૂપે જ છે, એમ કહ્યા વિના આ સાધુપણું સારું સાબિત શી રીતે થાય ? - સંસારની અસારતા ફરમાવ્યા વિના કોઈ શ્રી જિનેશ્વરદેવે દેશના શરૂ ન કરી. સંસારને સારો માનવો અને ધર્મ સેવવો, સંસાર સારો મનાવવો અને ધર્મ સેવરાવવો, એ કેમ બને ? સંસારની અસારતા શાશ્વત કાળથી પોકારાય છે. જેમ અનંતા શ્રી તીર્થંકરદેવો સંસારની અસારતા કહી ગયા તોય સંસાર જીવતો રહ્યો, સંખ્યાબંધ શ્રી તીર્થંકરદેવો વર્તમાનમાં (વીસ મહાવિદેહમાં) કહે છે, તોય સંસાર જીવે છે અને ભવિષ્યમાં અનંતા શ્રી તીર્થંકરદેવો કહેવાના છે તોયે સંસાર રહેવાનો છે. પણ જો ન કહ્યું હોત તો જે મોક્ષે ગયા છે તે પણ ન ગયા • હોત. એમને મોક્ષે જતા બંધ કરવા છે ? એમણે તો સંસારની અસારતાનો ઉપદેશ કર્યો. ભાગ્યવાન નીકળ્યા અને ભાગ્યવાન નીકળે છે. હવે એમને ન જવા દેવાં હોય તો આક્રમણ લાવો ! નથી જવા દેવા ? નથી જવા દેવા ? એમ તો કહેવાય જ નહિ, ત્યારે સંસારને ખોટો Page #545 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ કહ્યા વિના મોક્ષ સારો એની ખાતરી શી ? જો બેય સારા તો ત્યાં જવાનું કારણ શું ? ‘તમે અહીં કેમ નથી આવતા ?' એમ હું પૂછું તો તમે શું કહો ? સભાઃ અશક્તિથી તથા આસક્તિથી. 524 1 સંસારને સારો નથી માનતા માટે આસક્તિ, અશક્તિ કબૂલો છો ને ! તમે સાધુને હાથ કેમ જોડો છો ? સંસાર ખોટો સમજો છો માટે ! સંસારથી ભાગવાથી જ મુક્તિ મળે એમ માનો છો ! તેને માટે અજ્ઞાન હેય છે, ખોટું છે, એમ ન કહેવાય તો ભણવા કોણ જાય ? અંધકાર ન જોઈએ એવું કહ્યા વિના પ્રકાશ માટે બટન કોણ દાબે ? છોકરાં કાંઈ ગાંડા નથી કે માસ્તરના માર ખાય, પણ સમજે છે કે બાપાજી કહે છે કે ભણીએ નહિ તો ભીખ માંગીએ, બેવકૂફ રહીએ. છોકરો માસ્તર મારે છે એવી ફરિયાદ કરે તોય પ્રાયઃ બાપ ન સાંભળે. આજની. વાત જુદી છે. અયોગ્ય ચીજને ઓળખાવ્યા વિના યોગ્ય ચીજ બતાવાય કઈ રીતે ? વાસણના કાટને ખરાબ માને તો બાઈઓ આંબલી, ઈંટાળો અને કૂચો લઈને બેસે અને પૂરતા જોરથી ઘસે, ખરુંને ! ઘઉંના આટા વિના રસોઈ ન જ થાય અને જાણે તો દળે, બાકી આખા ઘઉંથી ચાલતું હોય તો ? પોતાના અંતરમાં સંસાર પણ જીવે, પોતાના જીવનમાં અઢાર પાપસ્થાનક પણ જીવે અને મુનિપણું આવે ? મુનિપણું તમારામાં લાવવા માટે તો મારે તમારી જીવનદશામાં ફરતાં અઢારે પાપસ્થાનકનો ભાંગીને ભુક્કો કરવો પડે, એ વિના છૂટકો જ નથી. તમારું ખોટું કહ્યા વિના સધાતું હોય તો તેમ પણ કરીએ, પણ સધાય શી રીતે ? દરજી પણ પહેલો કાતર મૂકે, તાકો ફાડે, પછી સોય-દોરાથી સાંધે. કાતર ન મૂકવા દો તો કપડાં ન થાય. સોનાના ઘાટ ઘણાય ઘડાય પણ લગડી તો કાપવી પડેને ! લગડીને કાપો તો આંગળી, કાન, નાક, ગળાના તમામ ઘાટ બને, પણ સોનાની પાટ બગલામાં લઈને ફરો તો ? એકલી પાટ લઈને ફરે કોણ ? મજૂરના માથે હજા૨ની થેલી હોય માટે હજા૨પતિ કહેવાય ? ઠીક, સંસારના સ્વરૂપને ખોટું કહ્યા વિના ઓઘો અપાય કોને ? જો એમ ને એમ અપાય તો લો ! થાઓ ઊભા ! પણ હજી તમારા હૃદયમાંથી સંસાર ભાંગ્યો નથી, એટલે હું કહું તો પણ ઊભા થાઓ શી રીતે ? માટે તો હથોડીથી મહેનત કરવી પડેને ? પણ મહેનત કરવા તમારા ઘેર નહિ આવું. અહીં બેઠાં બેઠાં કરીશ. જેનો સંસા૨ ભાંગશે તેને ઓઘો આપીશ. અમે તો વિષયકષાયરૂપ સંસાર ભાંગતા આવ્યા છીએ, ભાંગીએ છીએ અને ભાંગવાના ! મોખ હોય તો અહીં આવે, ન રૂચે તે ન આવે. રૂચે તેવા થોડા આવે તોય આનંદ. મોટા સમુદાયથી Page #546 -------------------------------------------------------------------------- ________________ ૫૨૫ કંઈ અમારી આબરૂ વધતી નથી. થોડા પણ આવનાર વિષયકષાય રૂપ સંસાર ખોટો માને અને આ સારું એમ માને તો અમારી શોભા ! 525 ૩૯ : આજની વજૂદ વિનાની વાતો - 39 તમે બૅન્ડ બજાવી, સામૈયાં કરી લાવો એની સાર્થકતા ત્યારે જ ગણાય. તમે સંસારમાં રસ માનતા રહો, એમાં તો અમારી અપકીર્તિ છે, તમારાં ત્રણ ખમાસમણ લઈએ, ઇચ્છકાર ‘અબ્ભટ્ટીએ, લઈએ, અને તમને સંસાર ખોટો ન ઠસાવીએ તો અમે સાધુ શાના ? બૅન્ડ વાગે ત્યારે લોકો કહે શું ? ‘આ ત્યાગી છે, દુનિયાની કોઈ ચીજ એમને ખેંચતી નથી, સંસારને ખોટો માનીને ચાલી નીકળ્યા છે, આમ માનીને બધા હાથ જોડે. હવે એ છતાં એ જ આવીને સંસારને મજેનો કહે, એના જેવો બીજો અધમ કોણ ? તમે અમને બૅન્ડ વગડાવી લાવ્યા તો તમારાં બૅન્ડ વાગતાં તમને આ સંસારમાંથી કાઢું ત્યારે એની સાર્થકતા. એ સ્થિતિ ન કેળવો તો તમારા માથે મોટું કલંક છે. આ બધી વાત ખાનગી નથી ચાલતી. બધું પાટ ૫૨ જ કહું છું. ખોટી ચીજ મૂકવાનું કહેવું અને સારી ચીજ લેવાનું કહેવું ત્યાં ખૂણો હોય ? સામે તોફાની અને હલકા માણસો હોય, સાચા અને સારા સામે કરડા હોય, ત્યાં ખૂણો પણ કરવો પડે ! વેષ વિડંબક અને શાસનદ્રોહી . વિષયકષાય રૂપ સંસારને ખરાબ માન્યા વિના ચાલે એવું કહેનારા મિથ્યાદષ્ટિ છે. જૈન સાધુના વેષમાં એ હોય તો વેષવિડંબક છે અને શાસનદ્રોહી છે અને એવું કહેનાર શ્રાવક, શ્રાવક નથી. સમ્યગ્દર્શન એટલે સંસારને ખોટો •અને મોક્ષને સાચો માનવો તો મોક્ષમાર્ગના સ્થાપક તે દેવ, વિષયકષાય રૂપ સંસારનું ઉત્થાપન કરી ધર્મતીર્થને સ્થાપ્યું તે દેવ, અને એનું સમર્થન કરે અને સંસારનું ૨ોજ ખંડન કરે તે ગુરુ, અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ વિષયકષાય રૂપ સંસારનો ભાંગીને ભુક્કો કરવાનો જ પ્રયત્ન કરે તે ગુરુ તથા વિષયકષાય રૂપ સંસારને તોડી મોક્ષમાર્ગે પ્રયાણ કરાવે તે ધર્મ. એવા સંસારથી ભાગે તે પુણ્યાત્મા, ધર્મી. એમાં આસક્ત રહે તે પાપી અને વળી સારો માને-મનાવે એની અધમતાની તો વાત જ શી કરવી ? એવો કોણ મા-જાયો પાક્યો છે કે, આ કથનનું ખંડન કરે ? કહેવું જ જોઈશે કે, આ સત્યનું ખંડન કરવાની કોઈનામાં તાકાત નથી, માટે જ આવી સાચી માન્યતામાં શંકાદિ દોષો ઘૂસવા ન દેવા જોઈએ. એમાંના શંકાદોષ ઉ૫૨ આ૫ણે વિચાર કરી આવ્યા છીએ અને બાકીના કાંક્ષાદિ દોષો માટે હવે પછી. Page #547 -------------------------------------------------------------------------- ________________ ૪૦: દીક્ષા અને સંઘની જવાબદારી ! વીર સં. ૨૪૫૬, વિ.સં.૧૯૮૧, પોષ વદ-૯ ગુરુવાર, તા. ૨૩-૧-૧૯૩૦ 40 • સુખ-દુઃખદાતા ઈશ્વર છે ? • તીવ્ર સંસારરસિકતા : સાચી શાંતિ તૃપ્તિ અને વિશ્રાંતિ : આજના સંઘયણના નામે વિલાસોના બચાવ ન કરાય : ૦ આત્મગુણ જરૂરી છે શરીરગુણ જરૂરી ? શું આ સ્વતંત્રતા છે ? • કૂતરાનો સ્વભાવ : વિચારક બનો ! ચેતના પ્રગટાવો ! બાપ રે ! સંસારમાં કેમ રહેવાય ! ઉપદેશ શાનો અપાય ? • તરણતારણ જહાજ ! જાહેરમાં દીક્ષા ? • દીક્ષિતની પત્ની એ શ્રાવક સંઘની માતા ! • દીક્ષા સમયે કોણ કેવી રીતે તોફાન કરે છે ? " સુખ-દુખદાતા ઈશ્વર છે? સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી, શ્રીસંઘની સાત ઉપમાઓથી સ્તુતિ કરી આઠમા રૂપકમાં તેની મેરૂ સાથે સરખામણી કરે છે. મેરૂ જેમ શાશ્વત છે, વિશ્વની મધ્યમાં રહ્યો છે અને અતિશય સુંદર છે, બધી મર્યાદાને કરનાર છે, એ રીતે શ્રી જિનેશ્વરદેવનો સંઘ પણ શાશ્વત છે, અતિશય સુંદર છે અને દરેક મર્યાદાને કરનાર છે. જમ મેરૂની પીઠિકા વજરત્નની છે, દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે, તેમાં શ્રીસંઘરૂપ મેરૂની સમ્યગદર્શન રૂપ વજમયી પીઠિકા પણ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. શ્રીસંઘરૂપ મેરૂની પીઠને સ્થાને સમ્યગ્દર્શન છે, કેમ કે, મોક્ષનું મુખ્ય અંગ છે. એ દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. જો એમાં કુમતવાસના રૂપી પાણી પેસે તો એ પહાડ ચળવિચળ થાય. સમ્યગુદર્શન રૂપ પીઠને પોલી કરનાર પાંચ દોષો છે, જેમાં શંકા પ્રથમ દોષ છે. Page #548 -------------------------------------------------------------------------- ________________ 527 ૪૦ : દીક્ષા અને સંઘની જવાબદારી ! - 40 શ્રી જિનેશ્વરદેવના વચનમાં, એ તારકના માર્ગમાં અને એ જ માર્ગે વિચરતા મહર્ષિઓના વચનમાં શંકાને સંભવ નથી, કારણ કે, શંકા બનાવટી વસતુમાં હોય, પણ કુદરતી વસ્તુમાં ન હોય. ૫૨૭ ધ્યાનમાં રાખજો કે, આત્માનું સ્વાભાવિક સ્વરૂપ પ્રગટ કરવા શ્રી જિનેશ્વરદેવનું શાસન સર્જાયેલું છે. પુદ્ગલના યોગે પ્રગટેલા દોષોથી છૂટવા અને આત્મસ્વરૂપને પામવા શ્રી જિનેશ્વરદેવે તીર્થ સ્થાપ્યું છે. પોતાને તીર્થ સ્થાપવું છે તે માટે એ તા૨ક નથી સ્થાપતા. દુનિયાને કંઈ નવું કહેવાની એ તારકની ઇચ્છા નથી. જ્યાં સુધી ઇચ્છા વિદ્યમાન હોય છે ત્યાં સુધી તીર્થ સ્થાપવાનો અધિકાર પણ નથી. શ્રી તીર્થંકરદેવો પણ ઇચ્છા માત્રનો અભાવ થયા બાદ જ તીર્થને સ્થાપે છે, એટલે ઇચ્છા વિના જે વસ્તુ જે સ્વરૂપે હતી તે સ્વરૂપે કહી. ઇચ્છા કેમ નથી ? તો કહેવું પડશે કે, રાગ, દ્વેષ અને મોહ નથી માટે ઇચ્છા નથી. માટે જે વસ્તુ ન હોય તે કહેવાનું કારણ તો નથી જ, પણ એવી વસ્તુ એ તારકના મુખમાંથી નીકળતી જ નથી. કેમ કે, એ તારકનો કોઈ સ્નેહી નથી કે કોઈ દુશ્મન નથી અને એ તારકને મૂંઝવનારી પણ કોઈ વસ્તુ નથી. જ્ઞાનચક્ષુમાં જે વસ્તુ જે સ્વરૂપે દેખાઈ તે વસ્તુ તે સ્વરૂપે કહી. એમ કરીને એ તારકે અનેકને મોક્ષમાર્ગે લાવીને મોક્ષે પહોંચાડ્યા. એ તારક તો મોક્ષમાર્ગ કહેં પણ પામે તો ભાગ્યવાન આત્મા જ. જે આત્મા નિર્ભાગી હોય તે ન પામે. અન્ય દર્શનોમાં સુખ-દુઃખના દાતા ઈશ્વર મનાય છે, પણ પ્રભુશાસનમાં એમ નથી મનાતું. ઈશ્વર જ જો સુખદાતા હોત તો કોઈને • પણ દુઃખ કેમ જ આપત ? દુનિયાનો કોઈપણ જીવ દુ:ખી થાય એવી તમને પણ ઇચ્છા થાય છે ? નહિ જ. તો પછી જો દુનિયાને સુખ દેવું તથા દુઃખ દેવું એ ઈશ્વ૨ના હાથે સર્જાયેલું માનીએ, તો માનવું જ પડશે કે, ઈશ્વરમાં પણ ખામી છે. જ્યાં કોઈને પણ દુઃખ દેવાની ઇચ્છા થાય ત્યાં દયાનો અભાવ નક્કી થાય છે. વળી જેનામાં સુખ આપવાની શક્તિ હોય તે દુ:ખ કેમ જ આપે ? તમારામાં પણ જો સુખ આપવાની તાકાત હોય, તો તમને પણ કોઈને દુઃખ દેવાની ઇચ્છા ન થાય, તો ઈશ્વરને કેમ જ થાય ? આથી જ એવી માન્યતાનો સ્વીકાર પ્રભુશાસનમાં નથી. એટલે જ માનવું પડશે કે, જે વસ્તુ જે સ્વરૂપે કહેવાયેલી છે, એ વાત જો વિચારીએ તો બુદ્ધિમાં ઊતરે તેવી છે, માટે એ તારકના વચનમાં શંકાને સ્થાન જ નથી. એ તારકના વચનમાં શંકા કરવી એ પાપ છે. ૫૨મ વીતરાગ શ્રી જિનેશ્વરદેવે કહેલી વાત ગળે ન ઊતરે એટલે એ નથી, એમ કહેવામાં મિથ્યાત્વ કેમ ? એ પ્રશ્ન કોઈ પૂછે તો કહેવું પડે કે, મિથ્યાત્વ Page #549 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ નજરે દેખાય એવી કોઈ ચીજ નથી. પણ સત્ય સત્ય રૂપે ન સમજાય અને ન મનાય એ જ મિથ્યાત્વ છે. વળી સમજી શકીએ તેટલું માનવું એ વિચારનું પરિણામ પણ શું ? બધું સમજવાની શક્તિ ધરાવવાનો દાવો કરતા હોત તો શંકા હજી વાજબી હતી, પણ ન સમજાય એ જ સૂચવે છે કે, બધું સમજવાની શક્તિ નથી. જેનામાં બધું સમજવાની શક્તિ ન હોય તે બધું જ સમજે એ સીધી વાત છે. હવે તે માટે અનંતજ્ઞાનીઓએ ફરમાવેલી વસ્તુ પણ ન માનવી એ કેમ ચાલે ? 528 શ્રી જિનેશ્વરદેવને વીતરાગ અને વીતરાગ હોવાથી જ સર્વજ્ઞ માનતા હો, તો તો એ તારકના વચનમાં શંકાને સ્થાન નથી જ, પણ શ્રી તીર્થંકરદેવ સર્વજ્ઞ વીતરાગ હતા કે નહિ, એ જ શંકા હોય તો તો સમજાવવાનો કોઈ ઉપાય જ નથી ! અને એ વાતમાં જો શંકા ન હોય તો તે એ તારકનું કહેલું બુદ્ધિના અભાવ આદિના યોગે ન સમજાય એ સહજ છે, પણ એટલા જ માત્રથી એ ન માનવું . જોઈએ એમ તો ન જ કહેવાયને ? તીવ્ર સંસાર રસિકતા ઃ આત્માનું સ્વરૂપ શું એ નક્કી કરો તો તમારી બધી શંકાઓ ઊડી જાય. જે કાર્યવાહી થઈ રહી છે તે આત્માનું સ્વરૂપ કે શ્રી સર્વજ્ઞદેવ કહે છે તે ? શરીર, કુટુંબ, ક્રોધ, માનાદિ એ આત્માની વસ્તુ કે અનંત જ્ઞાનાદિક ગુણો ? રાગી બનવું એ આત્માનો સ્વભાવ કે વિરાગી બનવું તે ? ખાવું એ આત્માનો ગુણ કે તપ કરી નિરાહારી બનવું તે ? પૈસા આવે એમાં આનંદ માનવો એ આત્માનો ગુણ કે પૈસા છોડીએ તેમાં આનંદ માનવો એ ? મરતી વખતે મૂંઝવણ થાય એ આત્માનો ગુણ કે સમાધિ રહે તે ? આજના કેટલાક લોકો કહે છે, ‘આજના સાધુઓ તથા આ. શાસ્ત્ર ભવિષ્યના સુખની લાલચ બતાવી અહીં મળેલા સુખને છોડવાનું કહે છે એ કેમ પાલવે ? અને ભવિષ્યના સુખની ખાતરી પણ શી ?' ખરેખર, આત્માનું સ્વરૂપ તથા ગુણો ન સમજાય ત્યાં સુધી આવી શંકા રહેવાની જ છે ! આજે તો ‘આમાં આટલા જીવ અને આમાં આટલા જીવ કહ્યા ?' એમાં પણ શંકા થાય છે, પણ એટલા કહ્યા એમાં ગયું શું ? એમ કહેવાથી અનેક જીવમય વસ્તુઓ અભક્ષ્ય કોટિમાં મુકાવાથી સ્વાદ ઉપર કાપ મુકાય છે, માટે જ એવી શંકા ઊભી કરાય છે કે એટલા જીવો હોય જ કેમ ? ઝે૨માં મારી નાખવાનો ગુણ છે એ વાતમાં શંકા ઊઠી ? નહિ, કેમ કે, એના વિના પોતાના સુખને બાધ નથી આવતો, Page #550 -------------------------------------------------------------------------- ________________ 529 – ૪૦ : દીક્ષા અને સંઘની જવાબદારી ! - 40 - પ૨૯ માટે ઝેર ન ખાવું એ વાત પાલવી. પોતાના પ્રાણનાશની વાત માનો, ત્યાં શંકા નહિ, અને પારકા પ્રાણ જાય છે ત્યાં પાપ ન માનો. ત્યાં જ બધી શંકા, એનું કાંઈ કારણ? એ જ કે, તીવ્ર સંસારરસિકતા ! સાચી શાંતિ, તૃપ્તિ અને વિશ્રાંતિઃ શરીરનાશક વસ્તુમાં શંકા નહિ અને આત્મનાશક વસ્તુમાં શંકા એ શું ભયંકર વાત નથી ? તિજોરીને જરૂર તાળું મારે, કેમ કે, કોઈ લઈ જાય, પણ પોતે જીવતો-જાગતો છે તો ચોર લઈ જાય શી રીતે ? એવી શંકા ત્યાં કોઈએ પણ કરી ? નહિ જ. તે વખતે તો આંખ આડીઅવળી થાય તો અગર ચોર ઘણા હોય તો લઈ જાય; એ વાત ત્યાં તરત બેસે છે; એ રીતે દુનિયામાં તમામ કાર્યોમાં મોટાની સલાહ માનવા તૈયાર છો, માત્ર અહીં જ વાંધો ? - “છ કલાક સૂવું જોઈએ એમ કોઈ કહે તો ત્યાં હા, કેમ કે, નહિ તો શરીર બગડે; વારુ “કલાક ઊંઘનારા પણ જીવે છે કે નહિ?” એમ કહેવામાં આવે તો ત્યાં જરૂર એ તો અપવાદ, એમ કહીને પણ છ કલાક ઊંઘવાની વાત સ્થાપન કરે; એ જ રીતે કસરતથી આયુષ્ય વધે એમ કોઈ કહે ત્યાં શંકા ન કરે. જિંદગીભર કસરત કરનારા અકસ્માત અને અકાળે મર્યા સાંભળ્યા છે કે નહિ ?' એમ પૂછો તો તેનો પણ બચાવ કરશે ! આ રીતે શરીરના ગુણો ઉપર “ શ્રદ્ધા કેવી છે, એ સંબંધમાં સંસાર ઉપર શ્રદ્ધા રૂ૫ સમ્યગ્દર્શન એવું છે કે, જેની વાત નહિ થાય ! ખરેખર, જ્યાં આત્મગુણ પ્રગટાવવાની વાત છે ત્યાં જ બધી આજના અંતર-અવાજવાદીઓની પોલાણ છે ! આથી સ્પષ્ટ છે કે, જે આત્માઓ જ્યાં સુધી શરીરને જ પોતાનું માની બેઠા છે અને આ બધું પોતાનું નથી એ ભાવના નહિ આવે, ત્યાં સુધી તેઓને આ શાસ્ત્રમાં એટલે કે અનંતજ્ઞાનીના વચનમાં શંકા થયા વિના રહેવાની જ નથી ! [" -જ્યાં બનાવટી ચીજને પોતાની માની અને સ્વાભાવિક વસ્તુને પારકી માની, ત્યાં થાય શું ? કહેવું જ પડશે કે, શંકા. પાણી મળે તો જ આત્માને ઠંડક થાય, અનાજ મળે તો જ તૃપ્તિ થાય, તળાઈ મળે તો જ વિશ્રાંતિ મળે, એ માન્યતાવાળાઓ માટે વાસ્તવિક તૃપ્તિ, શાંતિ અને વિશ્રાંતિ અપરિચિત બની જાય, એમાં કશું જ આશ્ચર્ય નથી. દુનિયાએ જ્યાં શાંતિ, તૃપ્તિ અને વિશ્રાંતિ માની છે ત્યાં શ્રી જિનેશ્વરદેવે નથી માની. - તારક શ્રી જિનેશ્વરદેવે તો સંયમ લીધું ત્યારથી જ રીતસર સંયમની સાધના માટે જરૂર હતી. તે સિવાય ખાવાપીવાનું અને જમીન ઉપર બેસવાનું Page #551 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ . સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ 530 પણ બંધ કર્યું. મહિનાઓ સુધી ઉપવાસ કરતા, ચોવિહારા ઉપવાસ કરતા, પારણે જે મળે તે ત્યાં ને ત્યાં વાપરી લેતા અને કેવળજ્ઞાન થાય ત્યાં સુધી કદી. બેઠા નહિ; છતાં એ તારકની તૃપ્તિ અને શાંતિ ગઈ નહિ અને વિશ્રાંતિ એવી મેળવી કે, ફરી જાય જ નહિ. જ્યારે આજનાઓને તો સવારે ચા વિના ન ચાલે, અગિયાર વાગે રોટલી વિના તથા ખાધા પછી પાન અને સિગારેટ આદિ વિના ન ચાલે. ન મળે એ વાત જુદી છે. ખાધા પછી કલાકે પાણી ન મળે તો ન ચાલે એ દશા છે અને વળી એ દશાને સારી મનાય છે ? આજના સંઘયણને નામે વિલાસોના બચાવ ન કરાય ! સભાઃ સંઘયણ જોવાય ને ! કબૂલ ! આજના સંઘયણવાળા પણ એક આંતરે ખાનારા છે કે નહિ ? આજનું સંઘયણ ચા પાન અને સિગારેટ આદિ ઉપર જ ટકે એમ તો નથી જ ને ? અનાજ વિના ન ચાલે પણ અભક્ષ્ય આદિ વસ્તુઓની જરૂર છે જ એમ તો નથી જ ને ? સાધન માટે પાશેર કે શેર અનાજ જોઈએ એ વાત કબૂલ, પછી એની સાથે આ અને તે, એ બધું શા માટે ? સંઘપણ ક્યાં નડે ? બાર મહિનાના ઉપવાસનો તપ, ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીના શાસનમાં હતો, બાવીસ તીર્થંકર દેવોના શાસનમાં આઠ મહિનાના ઉપવાસનો તપ હતો, જ્યારે આજે ભગવાન શ્રી મહાવીરદેવના શાસનમાં છ માસની તપશ્ચર્યા છે; અને એ દરેક કાળમાં પચ્ચખાણ તો અમુક દિવસનું જ અપાય. સર્વવિરતિ જિંદગીભરની અપાય, પણ જિંદગીભર આહારના ત્યાગનું પચ્ચખાણ ન અપાય. શાસ્ત્ર પણ ના પાડી. આ ઉપરથી સમજો કે, અનંતજ્ઞાનીઓની દૃષ્ટિ બહુ ઊંડી હતી. સંઘયણ જોયા વિના ભગવાને ધર્મ કહ્યો છે એમ માનતા જ નહિ. જિનકલ્પ, ક્ષપકશ્રેણી, ઉપશમશ્રેણી, સૂક્ષ્મસંપરાય, પરિહારવિશુદ્ધિ અને યથાખ્યાત ચારિત્ર વગેરે આ કાળમાં બંધ કહ્યાં, એ શાથી ? ધ્યાનમાં રાખજો કે, સંઘયણ વગેરે જોઈને જ ઉપકારીઓએ ધર્મનું વિધાન કર્યું છે; આથી તમે જે ક્રિયા કરી રહ્યા છો, તેમાં સંઘયણનો બચાવ નહિ જ ચાલે. યથેચ્છ ખાવા, પીવા અને પહેરવા-ઓઢવામાં સંઘયણની છૂટ ન જ ચાલે, કારણ કે, એમાં તો લાલસા અને વિષયાભિલાષા સ્પષ્ટ જણાય છે. અનાજ વિના ન ચાલે એ માન્યું, પણ જેના વિના ચાલી રહ્યું છે તેના વિના ન ચાલે એમ કેમ જ કહેવાય ? રોટલા ન ભાવે અને રોટલી જ જોઈએ, એનું શું કારણ ? જૈનકુળમાં નહિ જન્મેલા એવા માણસો ઘી-દૂધ વિના તથા શાક વિના લખું Page #552 -------------------------------------------------------------------------- ________________ 531 - ૪૦ : દીક્ષા અને સંઘની જવાબદારી ! - 40 - ૫૩૧ અનાજ ખાનારા કેટલા ? એ જીવી શકે છે ને ? સારી રીતે જીવે છે; તો તપનો મહિમા સમજનારા જૈનોને આયંબીલ કરતાં ઊલટી કેમ જ થાય ? કેટલાકને એ અનાજ જોઈને ઊલટી થાય છે, એનું કંઈ કારણ ? એમાં સ્વાદવાળી ચીજ નથી એ જ ને ? ત્યાં આસક્તિ, લાલસા અને વિષયાભિલાષા સિવાય બીજો બચાવ ન જ ચાલે. આ જ કારણે ત્યાં શંકા કરે કે, આ તપમાં કલ્યાણ શું ? અને આવી શંકા કરનારને કહેવું પણ શું ? પણ એ ટેવ પાડી જુએ તો એનો પ્રભાવ માલૂમ પડે. અમુક વિના ન જ ચાલે, એ ભાવના ગયા પછી આત્માનું સુખ અનિર્વચનીય છે. ચોવીસ કલાક કે અડતાલીસ કલાકે એક જ વાર ભોજન લેનારની શક્તિની, એના સુખની, દિવસમાં બાર વાર ખાનારને શી ખબર પડે ? એવાઓ કહે કે, આવી જાતના લાંઘણમાં કલ્યાણ શું ? શાસ્ત્ર કહે છે કે, દુષ્ટકર્મના યોગે ભૂખે મરવાનો વખત આવશે ત્યારે ભૂખે મરશો, એના કરતાં શુદ્ધ બુદ્ધિથી તપ કરો ને ? એ લોકો કહે છે કે, “મળેલું કોણ મૂકે ?' એમની શક્તિ એવી કે ન મળે તો નિભાવે. આવક ઘટે, તોયે દેવું વધારી જોખમમાં ઊતરે તે હા, પણ ખર્ચા ન ઘટાડે. એ તો એ જ બૂટ, એ જ ખાનપાન, એ જ હોટલ અને એ જ નાટકચેટક, સિનેમા, પરિણામે બધું ગયું, જાય એ સહન ન થાય, પછી દુર્બાન કરે, પણ જો પહેલેથી આવા તપની ટેવ પાડી હોય તો આવા વખતે દુર્બાન ન થાય ! | વાં, ઉદારતા એ આત્મગુણ કે શ્રીમંતાઈ ? સદાચાર એ આત્મગુણ કે સ્વેચ્છાચાર ? ખાવું એ આત્મગુણ કે તપ ? સર્વના કલ્યાણની ભાવના એ આત્મગુણ કે “આનું આમ થાઓ અને તેમ થાઓ” એવી ભાવના એ આત્મગુણ ? આ નક્કી કરો તો જ્ઞાનીના વચનમાં એક પણ શંકા ન થાય. શાસ્ત્રોમાં એવી પણ વાતો આવે છે કે, જે અમને પણ ન સમજાય, પણ “આવું ક્યાંથી લખ્યું હશે એવી ભાવના અમને કદી નથી આવતી. તમને પાણીના એક બિદુમાં અસંખ્યાતા જીવ સમજાવતાં નવ નેજે પાણી ઊતરે, કેમ કે, એ માનવાથી ચકલી ખુલ્લી મૂકીને બેસવામાં વાંધો આવે છે. ગૃહસ્થ માટે છકાયની વિરાધનાનો સર્વથા નિષેધ ન કહ્યો, પણ એથી પાશેર પાણીની જગ્યાએ પાંચ મણ પાણી વાપરવાની છૂટ નથી આપી, તે છતાંય પાશેરની જગ્યાએ પાંચ મણ પાણીનો દુરુપયોગ કરવો એ કેવી દશા ? ખરેખર, આ શાસ્ત્ર માનવાથી જીવનને નિયમિત બનાવવું પડે છે. Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - 532 આત્મગુણ જરૂરી કે શરીરગુણ જરૂરી ? વળી મતિમાં બેસે તેટલું જ માનો તો વ્યવહારમાં એક પણ પેઢી ન ચાલે. મતિ ન ચાલે ત્યાં તો તમે લાખોનો વેપાર ખેડો છે. જો કલાક પછીની મતિને ખબર પડતી હોત, તો કોઈ દેવાળું કાઢત ? કોઈ નાદાર બનત ? ખરીદેલા માલ ઘણાને ઘેર પડ્યા હોય અને પાઘડી ફેરવવાનો વખત આવે છે. ઊંચા ભાવે માલ ખરીદે અને પછી ભાવ ગગડી જાય. કરે શું ? મતિ કહો ક્યાં ચાલી?મતિ મુજબ ચાલવાનો નિર્ણય કરો તો એક વેપાર પણ ન થાય. દુનિયાની ધમાચકડી, જેમાં નાશ રહેલો છે, ત્યાં મતિની વાતો નહિ, ત્યાં શંકા નહિ અને આ પ્રભુમાર્ગમાં બધી શંકા ? કહે છે કે, “સામાયિકમાં લાભ શો ?” ભલા આદમી ! કર તો ખરો ! કર્યા વિના લાભની ખબર કેમ પડે ? ચા-છ દિવસ અનુભવ તો લે ! અહીં ‘તરત દાન અને મહા પુણ્ય જોઈએ એમ ? સામાયિકનો અભ્યાસ કરતાં કરતાં, એ બે ઘડીમાં જોઈતી શાંતિ આવે ત્યારે એનો અનુભવ થાય. પેઢી ખોલી અને તરત લાખ આવ્યા એ જોયું ? બે-ચાર મહિના બેસે, વિશ્વાસ જમાવે, ઘરાકી બાંધે ત્યારે ધીમે ધીમે વેપાર ખીલે અને પેઢી જામે કે પહેલાંથી જ ! શરીરના ધર્મમાં શંકા નથી તો આત્માના ધર્મમાં શંકા કેમ ? શ્રી જિનેશ્વરદેવનું શાસન આત્મસ્વભાવ ખીલવવા માટે છે. આત્મસ્વભાવ ખીલવવા શરીરના સ્વભાવની આધીનતા મૂકવી પડશે. એમાં શંકા થાય છે એ જ સૂચવે છે કે, આત્મા ઊંધી દિશાએ છે, નહિ તો વૈરાગ્ય અને શાંતિ જેવો ગુણ કેળવાય એમાં શંકા શા માટે ? અગિયાર વાગે ભોજન મળે તો અકળામણ થાય, એને ચોવીસ કલાક ભોજન ન મળવા છતાં અકળામણ ન થાય, ત્યાં શંકા શા માટે ? શું આ સ્વતંત્રતા છે? અમુક ચીજ વિના ન ચાલે એ શું પરતંત્રતા નથી ? સહજ માથું દુઃખે કે, પુસ્તક આધું મૂકવું પડે, એ શું સ્વતંત્રતા છે ? ગમે તેમ થાય તોય વિષયો તરફથી આંખ ન ફરે, એ શું સ્વતંત્રતા છે? સ્વતંત્રતા નથી પણ એ મેળવવી તો છે ને ! સમજો કે, શરીરની આધીનતામાં આત્મગુણ ચાલ્યો જાય છે. શ્રી તીર્થંકરદેવે કેવળજ્ઞાન ક્યારે મેળવ્યું ? શરીરના બધા સ્વભાવની આધીનતાને તજી, ત્યારે ને ? શરીર પંપાળીને તો કેવળજ્ઞાન નથી મેળવ્યું ને ? આત્મા બહારના આવરણથી દબાયો છે, એ જણાય છે ? ખરી વાત એ છે કે, આત્માને જ માનતા નથી. Page #554 -------------------------------------------------------------------------- ________________ ૪૦ : દીક્ષા અને સંઘની જવાબદારી ! - 40 શ્રી જિનેશ્વરદેવે કહેલ આત્મા અને એનું સ્વરૂપ માન્યા પછી, બહારની ચીજો છોડવી જોઈએ એમાં શંકા થાય જ નહિ. કપડું ઊજળું હતું અને તે કાળું થયું, એને સાબુ દઈને ધોળું કરવામાં શંકા ક્યાં થાય છે ? પેટ ફૂલેલું જણાય, ખરાબ ડકાર આવે, તો મનાય છે કે, મળ વધ્યો, ખાવાનું બંધ કરવું પડે, અને એમાં (પેટમાં) રહેલા મળને કાઢવા જુલાબ પણ લેવો પડે છે. ખાવાપીવાની, ઊંઘવાની, જાગવાની એ બધી ચિંતા શા માટે ? એના વિના ન જ ચાલે એ શા માટે ? આત્મા દબાયેલો છે માટે કે સ્વતંત્ર છે માટે ? 533 ૫૩૩ તમને કોઈ કહે કે, ‘સમય જોઈને આ (બહારનું) પણ સાચવવું' તો પૂછો કે, એ મારું કે પારકું ? કુદરતી કે ચોરેલું ? એને સાચવવામાં મારું જાય છે કે રહે છે ? જો જૈનશાસન પમાય તો એને ઠગી કોણ જાય ? એ નક્કી થાય કે, બહારની ચીજો આત્માની નથી, આત્માને અનંત સુખના સ્થાને નહિ જવા દેતાં નીચે ઘસડી જાય છે, તો આ વચનોમાં શંકા થાય ? ચાર મહિના કૂવાના ભારવટિયા ઉપર આહાર-પાણી વિના ઊભા રહેનાર જાગતા કહેવાય કે, જેને દિવસમાં ચાર વાર ખાવા પીવા જોઈએ એ જાગતા કહેવાય ? આત્મગુણ ખાવાનો કે તપ કરવાનો ? મોક્ષમાર્ગ શ્રી જિનેશ્વરદેવે સ્થાપ્યો. શું સ્થાપ્યું ? મોક્ષમાર્ગ. એમાં ત્રણ ચીજ કહી છે. સમ્યગ્દર્શન, જ્ઞાન, · ચારિત્ર; ચોથી ચીજ છે ? તો પછી આમાં શંકા કેમ ? સમ્યગ્દર્શન શુદ્ધ બનાવી, આત્મસ્વરૂપ જાગ્રત કરાવી, હેય તજાવી, ઉપાદેય ગ્રહણ કરાવી આખી દુનિયાને ઉપર મોકલવા માટે આ તીર્થની સ્થાપના શ્રી જિનેશ્વરદેવોએ કરી છે. કૂતરાનો સ્વભાવ તમારે અહીં જ રહેવું છે કે મોક્ષે જવું છે ? શંકાનું નિદાન જ અહીં છે. દુનિયાનું સ્વરૂપ જ્ઞાનીએ શા માટે બતાવ્યું ? જ્ઞાની કહે છે કે, સંસાર આટલો વિશાળ છે, જો ઉત્તમ સ્થાનથી ગબડ્યો તો ક્યાં જવાશે એનો પત્તો નહિ લાગે. જમીનની નીચે જગા નથી કે આકાશ પર કંઈ નથી, એમ ન માનતા. એક પણ દિશા ખાલી નથી. તીર્ઝા લોકમાં અસંખ્યાતા દ્વીપસાગર છે, ઉપર સાત રાજલોક છે, નીચે સાત રાજલોક છે, ગબડનારનો પત્તો નહિ લાગે. લોકસ્વરૂપ બતાવવાનો જ્ઞાનીનો હેતુ પોતાનું જાણપણું બતાવવાનો નથી, પણ લોક ભૂલમાં ન ભમે તે છે. કૂતરાનો સ્વભાવ બતાવતાં જ્ઞાની કહે છે કે, પથ્થરને કરડે, લોહી પોતાનું નીકળે છતાં એ લોહીને પારકું માની, પથ્થરને મીઠો માનીને ચાટે; એવી જ હાલત વિષયાસક્તોની છે. જેટલું જેટલું સુખ તમે Page #555 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ તેમાં માનો છો, તેટલો તેટલો તમારો આત્મા ઘસાય છે. પુણ્યોદયે શાંતિ નભી ત્યાં સુધી તો ઠીક, પણ પુણ્ય પૂરું થયા પછી પાછા ક્યાં ? 534 કોઈ આત્મા ચાર ગતિરૂપ સંસારને છેદી પાંચમી ગતિની આરાધના કરવા માંગે, એને આજે ભયંકર ગુનો માનનારા પડ્યા છે. શાથી ? દુનિયાના રંગરાગ તજી આત્મધર્મ પાળવા કોઈ તૈયાર થાય એમાં આજે બખેડો થાય છે. શાથી ? કહેવું જ પડશે કે, સંસારની રસિકતાથી ! વિચારક બનો ! ચેતના પ્રગટાવો ! સભા દુનિયાની ઇચ્છા પૂરી કર્યા વગર મોક્ષે જનારને ફરી આવવાની ઇચ્છા થાય કે નહિ ? તમે બધા શેઠ છો, નાટક ઘણીવાર જોયું, તમને કેટલાને એવા નટ·થવાનું મન થયું ? એ નટ કોણ ? કેવો પગા૨દાર ? બીજો બોલાવે તેમ બોલે ! પોતે પુરુષ છતાં સ્ત્રીનો વેષ ધારણ કરી બીજાને,પતિ કહે એ એ કે બીજો ? પછી જેને જાતનો વિશ્વાસ ન હોય, એ ભલે બધું કરે ! સભા એ કળા નહિ ? : પુરુષ મટીને સ્ત્રી વિ. બનવાની જ કંળા ને ? એક ભવમાં અનેક ભવ ક૨વાની કળા ખરી ! સંસાર એ જ નાટક છે. અહીં એવું છે શું કે મોક્ષે ગયા પછી જ્યાં આવવાનું મન થાય ? પાટલા પર મળતી રોટલી અગર મળતા દરેક ભોગ પદાર્થોની આગળ-પાછળ તથા આજુબાજુ શું છે. એનો જો વિચાર કરો, તો ખાતરીથી કહું છું કે, આંખમાંથી લોહીનાં આંસુ ટપક્યા વિના ન રહે, અમુક ચીજ મળી એ ઠીક, પણ એને માટે શું શું કરવું પડ્યું એ વિચાર્યું ? બંગલાબગીચા કઈ રીતે ઊભા કર્યા એ વિચાર્યું ? બાર-બાર વર્ષ વેશ્યાને ત્યાં રહેનાર શ્રી સ્થૂલિભદ્રજીને રાજાએ મંત્રીમુદ્રા આપવા માંડી ત્યારે વિચારવા રજા માગી. વિચાર્યું શું ? એ મંત્રીમુદ્રાની ચોમેર શું છે ? એ વિચાર્યું ! એમણે એ વિચાર્યું કે, આ મુદ્રા લઈને આપત્તિ ખરીદું, એના કરતાં આપત્તિ જ ન રહે એવી મુનિમુદ્રા કાં ન લઉં ? મુનિમુદ્રાને અંગીકાર કરી. તમારી સામે બે મુદ્રા મુકાય તો કઈ પસંદ કરો ? શ્રી સ્થૂલિભદ્રજી વિચારક કે તમે ? એ સ્વતંત્ર કે તમે ? એ બુદ્ધિશાળી કે તમે ? સિંહાસન મળતું હતું, સત્તા, સાહ્યબી, સત્કાર, સન્માન મળતાં હતાં, સલામો ભરનારા મળતા હતા, છતાં મંત્રીમુદ્રા એમણે કેમ ન લીધી ? શ્રી સ્થૂલિભદ્રજી ભૂલ્યા કે ચેત્યા ? એ ચેત્યા એમ માનો છો ? Page #556 -------------------------------------------------------------------------- ________________ 535 – ૪૦ : દીક્ષા અને સંઘની જવાબદારી ! - 40 – ૫૩૫ , આથી દરેક વસ્તુ મેળવતાં અને ભોગવતાં પહેલાં આગળ-પાછળનો વિચાર કરો તો શાસ્ત્ર કહે છે કે, “જરૂર વૈરાગ્ય આવે. આત્મા ગમાર નથી, ચેતનવંતો છે, પણ ચેતનાને બહાર આવવા દ્યો તો ને? પણ આ તો મીઠી ચીજ દેખાય કે મોંમાં પાણી છૂટે, ખાતાં પહેલાં જ મૂંઝારો થાય, ત્યાં ચેતના બહાર આવે કઈ રીતે ? બંગલો એમ ને એમ થયો ? બંગલા માટે તો કેટલીય બગવિદ્યાઓ કરવી પડી ત્યારે થયો અને બંગલામાં પણ કેટલાય બંગ છે. એ બંગલાએ તો કેટલાયને ડુબાવ્યા ! બાપ રે ! સંસારમાં કેમ રહેવાય ?' આ બધું સમજાય તો, “આને વૈરાગ્ય કેમ થયો ?' એ પુછાય જ કેમ ? ન જ પુછાય, ઊલટું “અક્કલ વગરના આ બધા રાગાંધ કેમ બન્યા છે ?” એમ તો અવશ્ય પુછાય ! દુનિયામાં રાગનાં સાધન ઘણાં કે વિરાગનાં ? આ દુઃખમય એવા સંસારમાં તો બધાં વિરાગનાં કારણ છે. રાગ ક્યાં થાય ? સુખનાં સાધનમાં ! આજનાં સાધનો શું સુખનાં સાધનો છે ? અહીં રાગ કેમ થાય એ આશ્ચર્ય ? હું તો કહી રહ્યો છું કે, કાં તો તમે સમજો, કાં તો સમજાવો, પણ ઊંહું' ન ચાલે. દુનિયાનાં સાધનને સુખનાં સાધન માનવાં એ જ મિથ્યાત્વ છે. એને કાઢવા માટે તો નેપાળાના રેચ આપવા પડશે. રગરગમાં એ વાસના ભરાઈ ગઈ છે માટે જ આ દશા છે. - પોતાને સારામાં સારો શ્રાવક મનાવતો આજે બાલમુનિની દયા ખાય છે કે, “અરે રે ! આ બિચારાને ક્યાંથી પકડી લાવ્યા ?ન ખાધું, ન પીધું, ન પહેર્યું, ન ઓઢ્યું ! પણ એ પોતાની આગળ-પાછળની હોળીને નહિ વિચારે ! શું નશોબશો આવ્યો છે કે, ઘેન ચડવાનું ડૉક્ટર પાસેથી ઇજેક્શન લીધું છે ? દુઃખને સુખ માનીને, પાછા એમ મનાવવા પરમ સુખી મુનિની દયા ખાવાની કે ઠેકડી કરવાની હદે પહોંચે એ કેવા ? શું એ મિથ્યાત્વ નથી ? દુનિયાની કોઈ પણ વસ્તુને સુખનું સાધન માનવું, એ મિથ્યાત્વ નહિ તો બીજું શું છે ? સભાઃ મુનિપણામાં ભીખ માંગવી પડે છે ભીખ માંગવાની છે ક્યાં ? ધર્મલાભ દેવાનો છે. યાચના પરિષહ છે એ વાત ખરી, પણ ધર્મલાભ દેવાનો છે. મળે તો સંયમપુષ્ટિ અને ન મળે તો પણ તપોવૃદ્ધિ, એ સ્થિતિ મુનિપણામાં છે. સભાઃ એ ભાવના ન રહે તો ? Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – 536 | પેલી વાસનાઓ ઘર કરી ગઈ હોય માટે ન પણ રહે, એથી કાંઈ અભ્યાસ ઓછો જ છોડાય ? સભા બે-પાંચ દિ' ન મળે તો રહે ? ન રહે. શક્તિની ખામી છે. વારુ ! વીસ આની ન રહે તો સોળ આની રહે, બાર આની રહે, એક આની તો રહેને ? જે રહ્યું તે લાભમાં. તમારી માફક તદ્દન ખોટ તો નથી ને ? પેઢી વગરનાને ખોટ જાય કે પેઢીવાળાને ? પેઢીવાળો શ્રીમાન કહેવાય કે પેઢી વગરનો શ્રીમાન કહેવાય ? પેઢીવાળાને ખોટ પણ જાય, તકલીફ પણ વેઠવી પડે, છતાં શેઠ એ કહેવાય ! પેઢી વગરનો ઓછો જ . કહેવાય ? પેઢી વગરનો તો રખડતો પચીસનો પગારદાર કહેવાય. ભેદ સમજાય છે? ખોટના ભયથી પેઢી નહિ ખોલવાનું કહેશો ? સંપૂર્ણ અંશે એટલે શ્રી ગૌતમ મહારાજાદિ જેવું મુનિપણાનું પાલન દુષ્કર છે એમ માનીને તો કાળાનુસારી સંયમ કહ્યું છે ને ? શ્રી ગૌતમ મહારાજ જેવા આજે હોય ?. લાવવા ક્યાંથી ? આજે તો જેવું આત્માનું વીર્ય હોય તેવું સંયમ હોય શ્રી ધના કાકંદી દીક્ષા લીધા પછી છઠ્ઠના પારણે આયબિલ કરતા હતા અને આયંબિલમાં માખી પણ ન બેસે એવો આહાર લેતા હતા. નવ મહિનામાં તો શરીરને ખોખું બનાવી દીધું. બીજા મુનિઓ તેમ ન કરી શક્યા, માટે એમનામાં મુનિપણું નહોતું એમ કહેવાય ? “વળી બાપ રે ! મુનિપણું કેમ લેવાય ?' એ પ્રશ્ન થાય છે, પણ “બાપ રે ! સંસારમાં કેમ રહેવાય ?' એ પ્રશ્ન થયો ? ઉપદેશ શાનો અપાય? સભા મુનિઓને ગૃહસ્થોની જરૂર છે, માટે ગૃહસ્થ રહેવા જોઈએ એવો વિચાર ન કરે ? શાસ્ત્ર ના પાડે છે. તમારી ગરજ હોવાની કે રાખવાની શાસ્ત્ર ના પાડે છે. ગૃહસ્થ પણ સાધુ પોતાના આધારે જીવે છે, એમ ન માને. પણ એમના યોગે પોતાને જ લાભ થાય છે એમ માને. કોઈ કાળ એવો નથી કે, જેમાં ગૃહસ્થ જ ન હોય. મુનિ ન હોય એવો કાળ આવે, પણ ગૃહસ્થ ન હોય એવો કાળ આવે? ગૃહસ્થ તો છે જ, માટે “મુનિનું શું થશે ?' એ શંકાને સ્થાન જ નથી. મુનિ હશે તો ઉપદેશ મળશે એ વાક્ય ઉચિત છે. કેમ કે, મુનિ ક્વચિત્ આવે છે. ગૃહસ્થ તો છે જ. ચિંતા વસ્તુની કે કાંકરાની ? આ તો પડેલા છે. એમને કાઢવા અને અહીં લાવવા મુશ્કેલ છે. ગૃહસ્થપણું આવવામાં મુશ્કેલી ક્યાં છે ? અર્થાત્ કોઈને રૂપિયા આપો તો ના પાડે ? ના, પણ પાંચ પૈસા કાઢવામાં મુશ્કેલી છે. Page #558 -------------------------------------------------------------------------- ________________ 537 - ૪૦ : દીક્ષા અને સંઘની જવાબદારી ! - 40 - ૫૩૭ શાસનની રક્ષામાં મંદીને બહાને પચીસ રૂપિયા મહિને ખર્ચવાની ના પાડે, પણ એને પૂછો કે, ચા, પાનના ખર્ચામાં મંદી નડે છે ? એને કોઈ હજાર આપે તો તરત ખોળો પાથરે. શ્રીમંત બનવા સોએ સો ટકા નીકળે અને ઉદાર બનવા સેંકડે પાંચ પણ નહિ ! જે બનાવવું મુશ્કેલ છે તેનો વિચાર હોય, જે બન્યું, બનાવ્યું પડ્યું છે, તેનો વિચાર શો ? ગૃહસ્થ રહેશે કે નહિ એ શંકા છે ? લાખો મુનિવરો ભેગા થાય તોય સંસારીઓ રહેવાના. અનેક તીર્થંકરદેવો થઈ ગયા અને થશે તો પણ રહ્યા છે અને રહેશે. ઊલટા એ તો એવું કહી દે કે, “એ તો તીર્થકર છે, વિતરાગ છે, વિતરાગ છે તે કહે, આપણાથી એ કરાય ? આપણે તો બધું જોવાનું.' સાધુના વ્યાખ્યાનમાં આવે ત્યારથી જ હૃદયમાં એ બેઠું હોય કે, “એમણે તો ઘર-બાર છોડ્યાં માટે એ તો કહે, પણ આપણે તો બધું જ વિચારવાનું.' આથી જ શાસ્ત્ર કહે છે કે, સહજ વસ્તુનો ઉપદેશ ન હોય; જે સહજ ન હોય તેનો ઉપદેશ હોય. તરણ-તારણ જહાજ ! આત્માનું સ્વરૂપ નક્કી કરો તો ભગવાન શ્રી જિનેશ્વરદેવોનાં વચન ઉપર, એ તારકોના પુનિત માર્ગ ઉપર, પ્રભુની એકેએક આજ્ઞા ઉપર ક્યારેય પણ શંકા ન થાય, પણ આત્મસ્વભાવના રસિયા બનો તો ! શ્રી તીર્થંકરદેવે તીર્થ સ્થાપવા માટે કંઈ કહ્યું નથી, કંઈ નવું કહેવાના ઇરાદે કહ્યું નથી. પણ જે જેવું હતું તેને તેવા સ્વરૂપે કહ્યું છે, એટલે ત્યાં શંકાને સ્થાન જ નથી. જે વસ્તુ જેવી હોય તેને તેવી કહે. એમાં શંકા પણ શી ? . શાસ્ત્ર કહે છે કે, “શંકા મોહના ઉદયથી થાય. મોહ શું? “ગદં મમ” “હું” અને “મારું. એ ભાવના છૂટે તો આ ગમે. “હું કોણ ? એમાં ખોખાને (શરીરને) “હું” માન્યું અને મારું શું ? એમાં ઘરબાર, કુટુંબ-પરિવાર, લક્ષ્મી, બંગલાબગીચા, હાટ-હવેલી, વાડી-વજીફા વગેરેને “મારું” માન્યું; એને આ શી રીતે ગમેં ? તમે વ્યાખ્યાનમાં નક્કી કરીને આવો કે, “હું” અને “મારું જુદું છે, અને અહીં એ જુદું છે; એટલે કદી પાટલે મેળ મળતો નથી. “હા જી' બધા કહે. પણ અમલ વખતે મોટો ભાગ ભાગી જાય. સભાઃ એવો પ્રશ્ન આપની પાસે નથી કરતા, એનું કારણ કે, ડર લાગે છે. અહીં દોરડા-બોરડાં છે ? હું તો સમજાવું. સમજે અને માંગે તો આ ઓઘો આપું. હું આવ્યો શા માટે ? અમથો જ ? તમે સાધુને લાવ્યા કેમ ? સાધુપણાનો પ્રચાર કરવા કે સાધુનું સાધુપણું છોડાવવા ? તમારી “હા” માં “હા” ભણાવવા કે તમને તમે હો તેવા ઓળખાવવા ? Page #559 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – 538 તમે ડૉક્ટરને શા માટે બોલાવો છો ? નાડ જોઈને દરદ કહેવા અને દવા. કરવા કે “હા” એ “હા” કરી, ગપ્પાં મારી, ફી લઈ ભળતાં પડીકાં આપવા ? કોઈ તમને પૂછે કે સાધુને માનો છો શા માટે, સાધુ પાછળ આટલા ગાંડા શા માટે; તો શું કહેશો ? કાગળમાં તો લખે કે, “તરણ-તારણ જહાજ સમાન” તે જહાજ શું કરે ? ક્યાં આવે ? સભાઃ બંદરે પેસેન્જર લેવા આવે. એકલાને કે બંગલાની સાથે ? વિચારો ! વિચારશો તો આપોઆપ સમજાશે કે, આજે બધી મારામારી “હું” અને “મારું'ની છે. હવે તો એ બધામાં પ્રવેશ્ય છે. ધર્મમાં પણ પ્રવેશ્ય છે. વિચાર પણ “મારા !” અમલ પણ “મારા વિચાર : પ્રમાણે !” આજે એ ઉન્માદ જાગ્યો છે. એને પૂછો કે, તારા વિચાર મુજબના અમલનું ભવિષ્ય શું? તો કહેશે કે, “એનું શું કામ ? પ્રયત્ન કરો !” જ્યારે અહીં (ધર્મમાં) તો ભવિષ્ય નક્કી છે. આમ કરે તો આમ થાય અને આ દશામાં મરે તો આ ગતિ અને આ દશામાં મરે તો આ ગતિ, એ બધું ભવિષ્ય નક્કી થયું છે. સંયમ પૂરું પાળે તે મુક્તિએ જાય. અધૂરું પાળે તે દેવલોકમાં જાય અને વિરાધના કરે તે ખાડામાં પણ પડે. અહીં ભવિષ્ય નક્કી છે. જ્યાં વિચારમાં ઠેકાણું નથી, જેને વિચારના અમલના ભવિષ્યની ખબર નથી, એ વિચાર પર મારાપણાને લઈને મદાર ? અને જ્યાં ભવિષ્ય નિશ્ચિત છે, ત્યાં વિચારના મારાપણાના અભાવે એનો અમલ નહિ ? આ કારણથી જ શંકાનું ભૂત વળગ્યું છે. ખરેખર, વિચારીએ તો ખોટા મારાપણાના યોગે પાંચેય દોષનું આજે જૈન સમાજમાં કેટલેક સ્થળે સામ્રાજ્ય છવાયું છે. શંકા તો એટલી, કાંક્ષાયે એટલી, વિચિકિત્સાયે એટલી મિથ્યામતિ ગુણવર્ણનનો તો પાર જ નહિ અને મિથ્યામતિના પરિચયનું તો પૂછવું જ શું ? આ સ્થિતિમાં સમ્યગ્દર્શન રૂપ પીઠ શી રીતે બંધાય? એના પર મેરૂ પહાડ સ્થિર શી રીતે રહે ? સભાઃ સ્થિર કરો. સ્થિર કર્યા પણ સ્થિર થાય તેવા હોવા તો જોઈએ ને ? અમુક આત્માઓ તો એવા કે, સ્થિર કરવાનો પ્રયત્ન કરનારાઓને પણ કલંકિત કરે. આજે તમે જોઈ રહ્યા છો કે, તેવાઓનું જ્યારે કશું જ નથી ચાલતું, ત્યારે તેઓ સાધુઓ - ઉપર આરોપ મૂકે છે કે, જેને તેને મૂંડી નાંખે છે ! આની સામે ખરી વાત એ છે. કે, પુણ્યાત્માઓ મુંડાવા આવે છે, છતાંય પોતાને સુધારક મનાવનારા અને સાધુતાના વિરોધીઓ એવું વાતાવરણ ફેલાવે છે કે, “સાધુઓ જેને તેને મૂડી Page #560 -------------------------------------------------------------------------- ________________ 539 – ૪૦ઃ દીક્ષા અને સંઘની જવાબદારી ! - 40 – ૫૩૯ નાંખે છે.” હું કહું છું કે, મુંડાઈ જાય છે. એટલે કે, સાધુઓ મૂંડતા નથી, પણ મુંડાવનારા મુંડાવે છે અને જો સાધુઓના જ મૂંડ્યા મુંડાતા હોય તો હું તમને બધાનેય કહું છું કે, “થાઓ ઊભા, લો !” શું તમે ઊભા થશો ? નહિ જ. કારણ કે, ઇચ્છા વિના કોઈ જ આત્મા મુંડાતો નથી અને મૂડી શકાય નહિ. જાહેરમાં દીક્ષા ! સભાઃ જેને સાચો વૈરાગ્ય થયો હોય તેને જાહેરમાં દીક્ષા કેમ ન અપાય ? આ પ્રશ્ન જ વિલક્ષણ છે. યોગ્ય આત્માઓની હાજરીમાં જ દીક્ષા અપાય છે, પણ અયોગ્ય આત્માઓની હાજરી થઈ જાય એવી રીતે ન અપાય તે છાની ન કહેવાય અને એ રીતે છાની અપાય તો પણ શું વાંધો ? તમે બે લાખ કમાઈને આવો. હવે તમારી જ માલિકીના બે લાખ લઈને ભયંકર અટવી શી રીતે પસાર કરો ? સાથી શોધો, પણ લૂંટારાથી તો મિલ્કત બચાવીને જ ચાલોને ? વાઇસરૉય તો સત્તાધીશ છે ને ? શહેનશાહતનો પ્રતિનિધિ છે ને ? હિન્દુસ્થાનનો મહાન સૂબો, એને રક્ષણનું કારણ ? દુનિયાની અહિંસાની બૂમરાણ કરે છે, છતાં પણ રાજસત્તાધીશને રક્ષણ શા માટે ? સભાઃ સાહેબ ! બૉબ વગેરે ફૂટે છે અને અનેક ઉપદ્રવ મચાવે તેવા લોકો દુનિયામાં હાજર છે એથી ! : તો કહો કે, બોંબ વગેરે ફોડનારા અને ઉપદ્રવો મચાવનારા પણ કેટલાક છે; અને એટલા જ માટે તો આજે કેટલાક દેશનેતાઓને પણ હાથ ખંખરવા - પડ્યા છે. વારુ, મિલકત તમારી કમાયેલી છતાં તિજોરીને તાળું કેમ ? કહો કે, | લૂંટારાનો ભય છે માટે. તો શાસ્ત્ર કહે છે કે, વૈરાગ્યરૂપ મિલકત ધરાવનારને પણ લૂંટારુઓની નજરે ન પડવા દેવાય. એમનાથી ગમે તે ભોગે બચાવી લેવા. . તમને ખાતરી થાય કે, એક પણ લૂંટારું નથી તોયે તમે મિલકત બહાર ન મૂકો, તો પછી વૈરાગી આત્માને લૂંટારાની નજરે કેમ પડવા દેવાય ? દીક્ષા વિરુદ્ધની બૂમરાણ નજરે દેખાતી હોય, લૂંટારાની દોડાદોડ દેખાતી હોય, છાપાંની કૉલમો રોજ એવી વાતોથી ભરાયેલી વંચાતી હોય, એ સંયોગોમાં વૈરાગી આત્માને લૂંટારાની નજરે કેમ જ પડવા દેવાય ? તમને ભલે ન લાગે, પણ વિરાગી આત્માની કિંમત આ શાસનમાં ઘણી મોટી છે. દીક્ષા લેનારના કુટુંબી તો મોહવશ બધું જ કરે એ વાત જુદી. પણ ત્રીજાને શું? જેણે દૂધ પાયું નથી, રાતી પાઈના મમરા ખવરાવ્યા નથી. સાજે-માંદે જેની દવાની પડી નથી, તેવા બીજાઓને હક્ક શો ? બાળક ઉપર મા-બાપને જો પ્રેમ Page #561 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ નથી તો ૨ખડતાને પ્રેમ ક્યાંથી આવી ગયો ? સંઘ ઠરાવે કે, દીક્ષા વિરુદ્ધ ખોટી રીતે આંગળી ચીંધનારને સંઘ બહાર મુકાશે, તો બધી દીક્ષા જાહે૨માં એની મેળે અપાશે. વળી એવાઓનો પોતાનાં સંતાનો ઉપર પણ પ્રેમ કેવો છે, તે શાસ્ત્ર સારી રીતે સમજાવે છે. અને તમે જ કહોને કે, ઘરનાં માણસ કામ ન લાગે ત્યારે તે સ્વાર્થીઓને કેવાં લાગે ? છોકરો કમાય નહિ તો ખવરાવવું સ્વાર્થી બાપને ભારે લાગે કે નહિ ? બસ, આ જ પ્રેમ ને ? 540 છોકરાની વહુ જરાક કામ ન કરે તો પત્તર ખાંડી નાંખે તે એ કે બીજા ? છોકરાની વહુ વિધવા થાય તો પૂરું ખાવા પણ ન આપે - એવી તો આજે સ્વાર્થીઓની દશા છે. જેઓ વિધવા-વહુને પૂરું ખાવા ન દે અને કામ બધું કરાવે, છતાં પણ જો સંયમ લેવા જાય તો સાસુ-સસરો ન જવા દે, કેમ કે, ઘરની મજૂરણ જાય ને ? અસ્તુ. એ તો હજુ સંબંધીઓ છે, પણ જેઓને કશું જ લાગતું-વળગતું નથી, જેઓ માત્ર દીક્ષાવિરોધના કારણે જ વિરોધ મચાવે, તેવાઓની વચ્ચે દીક્ષા ન અપાય એમાં આશ્ચર્ય પણ શું છે ? જ્યાં સહાયક છે ત્યાં તો બરાબર બધાની સમક્ષ જ અપાય છે. વળી, ‘નાના બાળકને મા-બાપની હાજરી વિના દીક્ષા કોઈએ આપી' એવા દાખલા પાંચદશ પણ કોઈ બતાવે છે ? શક્તિ હોય તો કરે પુરવાર ! બાકી ભયંકર આત્માઓથી તો છૂપી પણ આપવી જ પડે; અને આવી સત્ય વાતમાં તો તે ઇન્કાર કરે કે, જે વસ્તુને ન માને ! દીક્ષિતની પત્ની એ શ્રાવકસંઘની માતા ! દીક્ષા લેનારની પાછળ કુટુંબી, વાલી-વારસ, મા-બાપ, ભાઈ, દીકરા, પત્ની બોલે એ તો કદાચ ક્ષન્તવ્ય પણ ગણાય ! એના વૈરાગ્યને ચંચળ બનાવી લઈ જવાના ઉચિત પ્રયત્નો પણ મોહવશ હોય તો કરે. પણ રસ્તાના ઉઠાવગીર કહે કે, ગમે તેમ કરીને ઉપાડી જઈએ, એ કેમ ચાલે ? મોહના યોગે સ્ત્રી બધું કરે. સ્ત્રી, સંઘને છેવટે એમ પણ કહે કે, ‘પણ મારું શું થાય ?' તો સંઘ એને કહે કે, ‘તું તો પુણ્યવાન છો, તારો પતિ પુનિત માર્ગે પ્રયાણ કરે છે, તને વાંધો શો ? તારી તો સેવા કરવા સંઘ સદાય જીવતો છે.' દીક્ષિતની પત્ની એટલે ગુરુપત્ની અને ગુરુપત્ની એટલે શ્રાવકસંઘની માતા. એવી માતાની સેવા કોણ ન કરે ? ધર્મી માત્ર કરે. વધુમાં હજી તમને ખબર નથી. સ્ત્રી દીક્ષા અપાવવામાં વાંધો ન લે, પણ કેટલાક એવાઓ છે કે જે એમ કહે કે, ‘અમે સમજ્યા ! તને પતિ ગમતો નથી, Page #562 -------------------------------------------------------------------------- ________________ 541 – ૪૦ : દીક્ષા અને સંઘની જવાબદારી ! - 40 - ૫૪૧ તારે જ્યાં ત્યાં ભટકવું છે !” આથી એ બિચારી વિરોધ કરવા ન આવે તો એને મૂર્ખઓમાં જીવવું પણ ભારે થઈ પડે, એવી દશા પાપાત્માઓ કરે છે ! અર્થાત્ ધર્મના જ વિરોધી આત્માઓ એવાં એવાં અછતાં કલંકો મૂકે છે ! બાકી પુણ્યાત્માઓની પત્નીઓ પાછળથી તો ગુરુઓ પાસે આવીને કહી પણ જાય છે કે, “સાહેબ ! આવા શુભ કાર્યમાં અંતરાય કરવાની અમારી ઇચ્છા નહોતી, પણ ખોટાં કલંકોથી બચવા માટે લોકદષ્ટિએ કરવું પડ્યું અને પછી વિષમ દશા થઈ!' વારુ, વ્યવહારમાં પણ તમે જરા બાઈઓને પૂછો કે, પતિની પાછળ કુટાય છે કેમ ? પથારીવશ એને થવું પડે છે છતાં ફૂટે છે, કારણ ? આવનારી ચાર નવી નવી જાતની મનફાવતી વાતો કરે; બાકી એ માંદી પડે ત્યારે દવાની પાઈ પણ કોઈ આપવા ન આવે, અને કુટાવી કુટાવીને માંદી, પાડે, આ દુનિયાની નીતિ છે ને ? બીજી વાત એ વિચારો કે, આજે સંઘ ભેગો કરવાનું પણ ક્યાં બને છે ? ત્યાં તો કહેવું પડે છે કે, ભાઈ ! જવા દ્યો ને ! ચાર ઉલ્લંઠો લાઠી લઈને ઊભા થશે તો થશે શું ? માટે આજની દશા કેવી છે તે જરા વિચારો ! સભાઃ જે બાઈ કહે છે કે, હું તો રાજી છું. પણ લોકલજ્જાએ આવું છું એ પોતે કેમ દીક્ષા નથી લેતી ? ખરેખર, આ પ્રશ્ન જ અયોગ્ય છે, કારણ કે, એની તાકાત ન હોય તો ન પણ લે. તાકાતના અભાવે કોઈ દીક્ષા અંગીકાર ન કરે, એ કાંઈ ગુનો નથી. " સંભાઃ જેને વૈરાગ્ય ન આવે તે બીજાને જવાનું કેમ કહે ? * આ પ્રશ્ન પણ એવો જ છે ! પોતે કોઈ સારી વસ્તુ ન સ્વીકારી શકે, એથી અન્યને એ સ્વીકારવાનું ન કહી શકે, એવો કાયદો હોઈ જ ન શકે; એ જ .' કારણે શ્રી કૃષ્ણ મહારાજ, પોતે દીક્ષા નથી લઈ શક્યા, છતાં પણ પોતાની એકે-એક દીકરીને દીક્ષા અપાવી છે. એ જ રીતે અન્ય અનેકને પણ ઉદ્ઘોષણા કરાવીને દિક્ષા અપાવી છે. અનંતજ્ઞાની પ્રભુએ કહ્યા મુજબ શ્રી કૃષ્ણ મહારાજાને અવિરતિનો ઉદય હતો અને નિયાણાના યોગે તે નરકે જ જવાના હતા, એ કારણે એમને પોતાને ભાવના છતાં સર્વવિરતિનાં પરિણામ ન થયાં, પણ પોતાની એક-એક દીકરીને ઉત્તમ જાતનો પ્રશ્ન ગોઠવીને પણ નેમનાથ ભગવાન પાસે મોકલી અને સાધ્વીઓ બનાવી તથા જે દીકરીએ ન માન્યું તેને યોગ્ય હિતશિક્ષા આપીને પણ મોકલી અને એના આત્માનું કલ્યાણ સધાવી પોતાની પિતા તરીકેની ફરજ બજાવી ! તો હવે વિચારો કે, તમારો પ્રશ્ન ક્યાં Page #563 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ — 542 ટકે છે? વળી શ્રી શાલિભદ્રજીએ દીક્ષા લીધી અને પાછળ બત્રીસેય સ્ત્રીઓ ઘેર રહી છે. શ્રી સુબાહુકુમારે દીક્ષા લીધી અને પાછળ પાંચસો સ્ત્રીઓ ઘેર રહી છે, માટે એવો પ્રશ્ન કોઈ પણ રીતે યોગ્ય નથી. સભાઃ સંમતિ તો નહિ જ ને ? સંમતિ ક્યાંક ખરી અને ક્યાંક નહિ પણ ! છતાંય માનો કે, સંમતિ નહિ, તો એ ઉપરથી સાબિત એ થાય છે કે, સંમતિ વિના પણ દીક્ષા આપી શકાય. એટલે એથી તો તમારાથી વિરુદ્ધ જતી વાતને જ તમે મજબૂત બનાવો છો. આપણી વાત તો એ છે કે, દીક્ષા સામે ખોટી ધમાલ કરનારા છે, એ જ, કારણે તમે કહો છો એ રીતે કેટલીક દીક્ષાઓ નથી અપાતી. સભા પણ સાહેબ ! બીજા તોફાન કરે જ કેમ ? એનો અભ્યાસ કરો કે, કેમ કરે ? દીક્ષાના સ્થળે તોફાની લોકો કેમ તોફાન કરે છે, એ સાંભળ્યું છે કે નહિ ? વિરાગી આત્મા દીક્ષા લેવા આવે, મા-બાપ વગેરે કુટુંબી દીક્ષા અપાવવા આવે, છતાં કદી પાણી પણ નહિ પાનારા, ઇધરતીધરના રખડતા દોડી આવીને તોફાન કરે છે, એ વાંચ્યું છે કે નહિ ? હવે એવાઓ કજિયો કરવા આવે ત્યાં શું થાય ? દીક્ષા સમયે કોણ કેવી રીતે તોફાન કરે છે ! સભાઃ કજિયો થવા દેવાય ? કજિયો ન થાય એ માટે તો વિના મહોત્સવે પણ દીક્ષા આપવી પડે ને ? નહિ તો નિર્વિને કામ પાર પાડવા કરવું પણ શું ? લુંટારુંથી પોતાની મિલકત બચાવવા મિલકતદાર ભાગે, એ શું ગુનો છે ? ના, તો કોઈ આવીને કહે કે, “ આવ્યો છું. મા-બાપ હાજર છે, દીક્ષા લેવી છે, ન લાવવા જોગાં નંગને લાવ્યો નથી, માટે કૃપા કરી મને દીક્ષા આપો !” તો શું ન આપવી એમ ? બીજું કોઈના દિકરાને કોઈ નોકરી કરાવે, ફેરી કરાવે, વકીલને ત્યાં બેસાડે ત્યાં કોઈ ન બોલે. દીકરો મરી જાય તો બાળી આવે ત્યાં કોઈ એમ પણ ન કહે કે, તું જીવે છે અને એને કેમ બાળ્યો ? અને કોઈ પુણ્યશાળીના સંયમના સમાચાર સાંભળે કે, બધા ત્યાં વિરોધ કરવા દોડે ત્યાં શું સમજવું ? જામનગરનો દાખલો તો પ્રત્યક્ષ છે ને ? એ વખતે અહીં ઘોંઘાટ થયો હતો... ત્યારે એક ભાઈએ કોઈને એમ કહ્યું હતું કે, લેનાર લે છે, આપનાર આપે છે, મા-બાપ રાજી છે, એમાં તમે શા માટે ગરબડ કરો છો ? એ ભાઈને એ વખતે કેટલાકે કહ્યું હતું કે, “તારે દીકરો જાય તો ?' એ ભાઈને એ વખતે વૈરાગ્ય Page #564 -------------------------------------------------------------------------- ________________ ૪૦ : દીક્ષા અને સંઘની જવાબદારી ! - 40 નહોતો. પાછળથી એમને વૈરાગ્ય થયો. એમની સ્ત્રીને, એમના પુણ્યવાન બાળકને વૈરાગ્ય થયો, બે-ત્રણ દિવસ ઉપર પોતાના બાળકને એમણે દીક્ષા અપાવી, ત્યારે ‘તારો જાય તો !' કહેનારા એના એ જ કહેવા લાગ્યા, ‘ડોબો ! તે દીકરો આપ્યો !' કહો કે, આવાઓને કેમ પહોંચાય ? બાપ કહે છે કે, ‘પણ હવે તો તમારા કહેવા મુજબ આપ્યોને ?' ત્યારે કહે છે કે, ‘પાટણમાં કેમ ન આપી ?' એવાઓને એમ જ કહેવું પડે કે, ‘તમને ખબર ! પૂછોને તમારા અંતરને ? ત્યાં તો એવી દશા છે કે, ઘરનાં તમામ રાજી હોય તો પણ વિરોધી વિરાટ સ્વરૂપે ધસી આવે !’ 543 ૫૪૩ અમદાવાદના ચોગાનમાં એક જાહે૨ દીક્ષા થઈ હતી. એક પાંત્રીસ વર્ષની ઉંમરના પુણ્યશાળીને અને એક બાર વર્ષના પુણ્યાત્માને. બાળકની માતાએ પોતાની પોળમાં મહોત્સવ માંડ્યો હતો. આગલે દિવસે એ પુણ્યવાન આત્માઓની પ્રશંસાનાં સ્ટેજ ઉપર ભાષણ પણ થયાં; પણ એટલામાં ચાર જણ ઊભા થયા કે, બસ બાળકને નહિ અપાય ! ત્યાં તો બાળકનાં સગાંઓએ કહ્યું કે, ‘બેસી જાઓ ! દીકરો અમારો છે, ભાડૂતી રખડતા છો કોણ ?' વરઘોડામાં તો કરે જ શું ? દીક્ષામંડપમાં પણ દશ હજાર માણસ એટલે એમાં પણ ઘૂસે શી રીતે ? હેન્ડબીલ છપાવીને કોટ ઉપર ચઢ્યા અને રજોહરણ આપતી વખતે . ઉપરથી નાંખ્યા !’ ‘અન્યાય, અન્યાય’નાં હેન્ડબીલ ફેંકાયાં ! ધર્મી વર્ગ જ ત્યાં હાજર હતો એટલે એ કચરાને દૂર ફેંકી દીધો ! એ રીતે બિચારા પોતાના જ કપાળમાં નિષ્કારણ કાળા ચાંલ્લા કરીને ચાલ્યા ગયા ! બીજા એક તેર વર્ષના પુણ્યાત્માને પણ ઠાઠમાઠથી દીક્ષા અપાણી. મા-બાપે આઠ દિવસનો મહોત્સવ કરી ઠાઠથી વરઘોડો કાઢ્યો હતો, પણ એમાંય કેટલાક લોકોએ એક તુક્કો ઊભો કરી મામલો રાજ્ય દરબારે પહોંચાડ્યો. પરિણામે દીકરા સાથે મા-બાપને ફોજદાર પાસે બોલાવવાથી જવું પડ્યું. પહેલાં તો દમદાટી આપી, પણ મા-બાપે કહી દીધું કે, દીકરો અમારો છે અને અમે આપીએ છીએ.’ છોકરાને પૂછ્યું કે, ‘ તને વૈરાગ્ય કેમ થયો ?’ છોકરે કહ્યું, ‘હું પુણ્યવાન માટે !' સરલ હૃદયથી ફોજદારે પૂછ્યું, ‘મને કેમ નથી થતો ?’ છોકરે કહ્યું કે, ‘તમે તેટલા પુણ્યશાળી નહિ હો !' આ સાંભળી ફોજદારી ખુશ થયા, તરત પાછા મોકલ્યા અને કહ્યું કે, ‘તમારું કામ ખુશીથી ફતેહ કરો, માત્ર કાલે બપોરના આ બાળક તેમના ગુરુ સાથે કલેક્ટરની ઑફિસમાં હાજ૨ થાય તેમ કરજો.’ Page #565 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ આ પછી મોટા સમારોહ સાથે હજારોની મેદની વચ્ચે દીક્ષા અપાણી. પોતાના ગુરુ સાથે આવેલા બાળકની પરીક્ષા કરી, એ ઉપરથી અમુક સામાન્ય પ્રશ્નો દ્વારા આ દીક્ષા ઇચ્છા મુજબની છે એમ જાણી, કલેક્ટરે પણ એવા આશયનો શેરો માર્યો કે, ‘આવા કાર્યમાં સ૨કા૨ને આડે આવવાનું હોય જ નહિ !' કોઈ જ ન ફાવ્યું ત્યારે સારી સ્થિતિનાં અને સુખી મા-બાપ ઉપર પણ ખોટો આરોપ મૂક્યો ! કહો, આવા પામર આત્માઓનું શું થાય ? ૫૪૪ 544 આ બધું હું એટલા જ માટે કહું છું કે, બીજાઓ કે જેઓ આજે ધર્મના વિરોધી બન્યા છે, તેઓ દીક્ષા જેવા પવિત્ર કાર્યમાં પણ કેવી જાતનો વિરોધ કરે છે, એ તમારા ધ્યાનમાં આવે અને એથી તમને એ પણ સમજાય કે, કેટલીક દીક્ષાઓ એવી હોય કે જે દીક્ષાઓ એવાઓથી છૂપી પણ કરવી જ પડે અને એમાં જેમ શાસ્ત્રની સંમતિ છે; તેમ શિષ્ય સમાજની પણ સંમતિ જ હોય. [પ્રથમ ભાગ સમાપ્ત] Page #566 -------------------------------------------------------------------------- ________________ 545 ૫૪૫ તે સમયે મુંબઈથી પ્રગટ થતાં “સાંજવર્તમાન' નામના દૈનિકમાં જૈન યુવક સંઘ તરફથી જૈનધર્મ, ધર્માચાર્યો, ધર્મના સિદ્ધાંતો અને ધર્મશાસ્ત્રો વિરોધી પ્રચાર થઈ રહ્યો હતો, જેને લક્ષ્યમાં લઈને ધર્મપ્રાણોની રક્ષા માટે પૂજ્ય પ્રવચનકારશ્રીએ આ પુસ્તકમાં પ્રગટ થયેલ પ્રવચનો આપ્યાં હતાં. સહેજે સૌ કોઈ વાચકને એ જાણવાની જિજ્ઞાસા થાય કે એ પત્રિકાઓમાં એવું શું લખાણ હતું ? આ જિજ્ઞાસાને તૃપ્ત કરવા આ પરિશિષ્ટો મૂક્યાં છે. “સાંજ વર્તમાનમાં પ્રગટ થયેલ પત્રિકાઓનાં ટૂંકાં અવતરણો મૂકી તેનાથી સમાજને સાવધ રહેવા અપીલ રૂપે પ્રકાશિત થયેલ પત્રિકાઓ વગેરેને અહીં રજૂ કરવામાં આવેલ છે. - સંપાદક] પરિશિષ્ટ-૧ મુંબઈ જૈન યુવક સંઘનું ભયંકર કાવનું મુંબઈ જૈન યુવક સંઘના ઉદ્દેશ આ લેખમાં આપવામાં આવેલ અને પ્રવૃત્તિ જૈન સમાજની વર્તમાન અવતરણો વાંચીને જેની આંખે કમકમાં પ્રજા અને ભાવિની પ્રજાના ધાર્મિક ન આવે અને એવું લખનારાના િિહતની ઘાતક છે, અને શાસનપ્રેમની અંતરાહ સામે વાળા ન ભભૂકે, શોષક છે, એ નીચેના લખાણથી તેનામાં જૈનત્વનો કેટલો અંશ છે, એમ સ્પષ્ટ રીતે સિદ્ધ થઈ શકે તેમ છે. વિચાર કરવા જેવું થઈ પડે છે. શાસ્ત્રો, શાસ્ત્રકારો ને ધર્મફરમાનો સામે ક્રાંતિ લાલ આંખ કરે છે. પૂજ્ય પુરુષોને પાખંડી, સ્વાર્થી, ચોર, લુચ્ચા અને ધાર્મિકતાના ધ્વંસક કહે છે. જૈનસમાજ, હવે તો સાવધાન થા! Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૪૯ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ 546. “મુંબઈ જૈન યુવક સંઘ” નામની એક સંસ્થા થોડો વખત થયાં મુંબઈમાં સ્થાપવામાં આવી છે. તેના ઉદ્દેશો જોતાં જ તે સંસ્થા જૈન ધર્મને મૂળમાંથી ઉખેડી નાંખશે, એવી આગાહી અનેક સુવિહિત અને ગીતાર્થ મુનિવરોએ કહી હતી. તે અક્ષરશઃ સત્ય પડી છે, એમ તેમના તરફથી બહાર પડેલાં નીચેનાં લખાણો પરથી જોઈ શકાશે. જૈન યુવક સંઘ પત્રિકા” એ નામથી લખાતી અને દર સોમવારે “સાંજ. વર્તમાનમાં પ્રગટ થતી એક લંબાણ લેખમાળા, તેઓ તરફથી બહાર પાડવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ ૨૬ પત્રિકાઓ બહાર પડી છે. તેમાંની ફક્ત ચાર જ પત્રિકાઓમાં પણ જૈન ધર્મનું કેટલું ભયંકર અપમાન કરવામાં આવ્યું છે, તે નીચેના ફકરાઓ વાંચવાથી ખ્યાલમાં આવશે. આપણા પરમતારક દેવાધિદેવશ્રી તીર્થંકરદેવો, નિષ્કારણબંધુ પરમ ઉપકારી-પૂર્વાચાર્ય-મહર્ષિઓ, પંચમકાળમાં અનન્ય આધારભૂત શ્રી જિનાગમ અને શ્રી જિનપ્રતિમાઓ તેમજ પરમપૂજ્ય વર્તમાન સાધુ-સંસ્થા, ટૂંકમાં ધર્મનાં દરેક-દરેક અંગ ઉપર અસહ્ય, કઠોર અને નીચ હુમલાઓ કરવામાં આવ્યા છે. ' ખેદની વાત છે કે, આજના જમાનામાં કેટલાક સાધુ અને ગૃહસ્થ આગેવાનો પડદા પાછળ રહીને આવી એક ધર્મઘાતક અને ભયંકર સંસ્થાની પીઠ થાબડી રહ્યા છે. આવી સંસ્થાને ઊગતી જ દાબી દેવાની અને તેણે કરેલાં નિર્લજ્જ, નફ્ફટાઈ અને ઉદ્ધતતાથી ભરપૂર લખાણો બદલ જાહેર માફી મંગાવી, તેને પાછા ખેંચી લેવડાવવાની જૈનધર્મને જવાબદાર દરેકેદરેક વ્યક્તિઓની પહેલામાં પહેલી ફરજ છે. આવા ધર્મનાશક મલિન પ્રચારકાર્ય સામે હજુ પણ વધુ વખત આંખમીંચામણાં કરવામાં આવશે, તો આખી જૈન સમાજને શિરે વિરાધકતાનું કલંક ચોંટશે. આ રહ્યાં તે અધમાધમ લખાણો : “સાંજ વર્તમાન,” તા. ૧૯-૯-૧૯૨૯ શ્રી જૈન યુવક સંઘ નં. ૧૦ ગીતાર્થ કે સ્વાર્થ : “અહમિદ્રોના અશ્રુકથાના અધ્યાય જૈનજીવનની જારમાં પાકેલા ઐતિહાસિક અંગારા, સાધુઓએ પોતાના સ્વાર્થ ખાતર શ્રાવકોમાં દાખલ કરેલો સડો, ગીતાર્થોના ગહન ફતવા, સુખશીલતાનાં સ્થપાયેલાં સામ્રાજ્ય, વર્તમાન વારસાનો વિચાર.” જે શિથિલતા પાર્થાપત્યોમાં હતી તેથી પણ વધુ શિથિલતા જંબુસ્વામી પછી પેસવા માંડી અને એ શિથિલતાના રક્ષણહારોએ “જિનનો આચાર Page #568 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ જિનની સાથે જ નિર્વાણ પામ્યો છે” એવો ફતવો બહાર પાડ્યો, પણ આટલો ફતવો બહાર પાડી બેસી રહે પાલવે તેમ ન હતું. તેને ‘શાસ્ત્રને નામે’ ચઢાવવા પ્રયત્નો થયા.” 547 ૫૪૭ “જ્યાં અન્નપાણીના સાંસા પડવા માંડે ત્યાં ત્યાગ, તપ અને જ્ઞાનની વાતો ક૨વી અને તેમાં વીરે ઉપદેશેલા કડક ત્યાગમાર્ગની, તે તો એક જાતની મૂર્ખાઈ જ છે.” * “વિકારી સાહિત્યનાં કારખાનાં આ ગીતાર્થોની દેખરેખ નીચે તેમના જ હાથે રાત ને દિવસ ચોવીશે કલાક ચાલવા લાગ્યાં.” * ગીતાર્થ ગુરુઓને પગલે ચાલી, તેમની ઉજ્જ્વળ કીર્તિને વધુ ઉજ્વલ ક૨વાને તેમના સમર્થ શિષ્યોએ સડાને શાસ્ત્રનું રૂપ આપવાને મોટા પાયા પર કારખાનાં સ્થાપ્યાં, એ કારખાનામાંથી શાસ્ત્રની મુદ્રા પામેલો કોહવાટ મોટા અને મોટા પ્રમાણમાં વધુ અને વધુ ઝડપથી નીકળવા લાગ્યો... ગમે તેવા ગીતાર્થો ! અને તેમનો ઇતિહાસ લખે તે ‘સાતમી નરકે જાય’ અને એ અશક્ય છે કે, આજના ક્રાંતિના જમાનામાં નર્કની સંખ્યા ઓછામાં ઓછી ચૌદ સુધી વધારવાને તેઓ શાસ્ત્રમાં શોધખોળ કરી કે સર્જન કરી, તેને શાસ્ત્રની મહોરે તૈયાર થતાં હોય. ... પણ હવે તો સાધુ સંસ્થામાં એક પ્રકારનો ચેપી રોગ ફાટી નીકળ્યો હતો. દરેક સમર્થ અને મહાજ્ઞાની આચાર્યો દિવસ ઊગ્યે નવી નવી છાવણીઓ નાંખવાનો શાસ્ત્રમાં નવી નવી શોધ કરવાનો પ્રયત્ન કર્યો હોય, એમ લાગે છે. જૈન કોમના ધન્ય ભાગ્ય છે કે, આજે તો એવા સમર્થ અને મહાજ્ઞાની ગીતાર્થો કીડીઆરા માફક ઊભરાઈ જાય છે.” * ‘સાંજ વર્તમાન’ તા. ૨૩-૯-૧૯૨૯, શ્રી જૈન યુવક સંઘ નં. ૨૧ વર્તમાન વૈષધારીઓ + + + “ઉપહાસ, બાળચોરી, પુસ્તકચોરી, ઉપકરણ ચોરી-મૈથુનને માર્ગે તેના અસામાન્ય પ્રકાર પરિગ્રહ પરિમાણ-વ્રત, ધોળા હાથી-મુગલ સરદારની યાદ. Page #569 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ તે જ પ્રમાણે જૈન સાધુઓ પણ પોતે મહાવી૨ને દ૨૨ોજ મળતા હોય તે પ્રમાણે પોતાને કહેવાનું એ બધું મહાવીરને નામે ચઢાવી જશે, ચઢાવ્યે જાય છે. ૫૪૮ 548 * “ધર્મને નામે બાળકો, સ્ત્રીઓ અને પુરુષોની ચોરી કરનાર પંચમહાવ્રતધારી પઠાણો તેમના અંધશ્રદ્ધાળુ ભક્તોના પૈસાના બળે સમાજમાં ધોળે દહાડે ચોરી કરે છે અને તેમાં જ આત્મકલ્યાણ સમાયેલું છે, એમ ઉપદેશ કરે છે - પુસ્તકોની ચોરી કરવી તેમાં પાપ નહિ, પણ પુણ્યનું કામ છે, એવી તેમની માન્યતા હોય તેમ લાગે છે.” * “આજે ગાંમડાની ગરીબ પ્રજા સાધુઓને ધોળા હાથીના ઉપનામથી ઓળખે છે.” * “કોણ કહે છે કે, આપણા વાસક્ષેપ અને બીજાઓની ભભૂતિમાં ફેર છે.” * ‘સાંજ વર્તમાન’ તા. ૨૩-૧૦-૧૯૨૯ શ્રી જૈન યુવક સંઘ નં. ૨૪ “પુનર્લગ્નના વિરોધમાં અપાતી ધર્મની બાળાગોળી, પુનર્લગ્ન અને જૈનધર્મ-પુનર્લગ્ન અને મહાવીર સ્વામી-પુનર્લગ્ન અને જૈન વસ્તી. તેમ કહેવાતા શાસ્ત્રકારો અને ધર્મગુરુઓ સમાજના ભોળા માણસોને ધર્મનું શુદ્ધ સ્વરૂપ બતાવવાની માથાફોડમાં ઊતરવા કરતાં અફીણની ગોળી આપી તેમની વિચારવૃત્તિ સુવાડી દેવામાં પોતાની શક્તિની સફળતા ગણે છે. બીજા સમાજની દૃષ્ટિએ છે તેમ લગ્ન એ પણ અબ્રહ્મચર્ય છે અને પુનર્લગ્ન એ પણ અબ્રહ્મચર્ય છે. બંનેમાં વિષયસેવનને સરખો જ અવકાશ રહેલો છે. એટલું જ નહિ પણ જો આપણે જૈન ધર્મના ઇતિહાસની દૃષ્ટિએ વિચાર કરીએ તો આપણને માલમ પડી આવે છે કે, ક્રાંતિકાર મહાવીરસ્વામીના જ પોતાના ગણધરો પુનર્લગ્ન કરેલી વિધવાના પુત્રોને મુખ્ય શિષ્યો બનાવે “ત્યાં જૈન ધર્મમાં પુનર્લગ્નને સ્થાન નથી, એમ કહેવું એ ધર્મને નામે અપાતી બાળાગોળી છે.” આદીશ્વર ભગવાન બળવાખોર હતા “માલમ પડી આવશે કે, તેઓ પણ સમાજ-વ્યવસ્થાના કાર્યમાં અસામાન્ય Page #570 -------------------------------------------------------------------------- ________________ 549. - પરિશિષ્ટ-૧ ૫૪૯ ક્રાંતિકારી હતા. + + + + શ્રી ઋષભદેવ જેવા પ્રથમ તીર્થંકરદેવે જાતે જ આ બાળાના વૈધવ્યનું દુઃખ સહન ન થઈ શકવાથી તે વિધવા સાથે લગ્ન કરી સમાજ-વ્યવસ્થામાં ક્રાંતિ ફેલાવી.” “એક વખત એકથી વધુ પત્ની કરનાર ચક્રવર્તી, મહાત્મા, ભગવાન કે પયગમ્બરમાં ખપતા હતા.” “દેહલગ્નની વિધવાને યાને હિન્દુ સમાજની વિધવાને પુનર્લગ્ન સમ મુક્તિ નથી.” “ફરજિયાત વૈધવ્ય એ પુણ્ય નથી, પણ પાપ છે, ધર્મ નથી પણ અધર્મ છે, નીતિ નથી પણ અનીતિ છે.” + + + + જો જૈન સમાજ આ હિંમત નહિ બતાવે તો તેના નૈતિક જીવનના મૂળ પર સખત ઘા થશે અને અંતે સમાજના નૈતિક જીવનનો નાશ થશે.” બીજા સમાજોની માફક જૈન સમાજે જીવવું હોય તો પુનર્લગ્ન બાબતમાં હિંમત બતાવ્યે જ છૂટકો. * * “સાંજ વર્તમાન તા. ૩૧-૧૨-૧૯૨૯ શ્રી જૈન યુવક સંઘ નં. ૨૫ જૈનોનું ફતવાશાસ્ત્ર અને તેના નાશની જરૂર + ++ “તેમ જૈનોની અંદર પણ સ્થાપિત હક્કોના બચાવ અર્થે જ લાગતા વળગતા પક્ષ તરફથી શાસ્ત્રો ઊભાં કરવામાં આવ્યાં છે. + + + જૈન સાહિત્ય પણ સાધુઓએ શ્રાવકોથી અમુક સાહિત્ય ન વાંચી શકાય એવા ફતવાશાસ્ત્રનો ઉમેરો કર્યો છે.” “+ + + + આજે વીસમી સદીના આ યુગમાં એ શાસ્ત્ર એટલું તો જર્જરિત થઈ ગયું છે કે તેને જડમૂળથી ઉખેડી નાંખવાની જરૂર છે.” , Page #571 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ 550 આ ફતવાશાસ્ત્રને ઉખેડી નાંખવાની, હંમેશને માટે ભસ્મ કરવાની જરૂર વીસમી સદી સ્વીકારે છે.” “જૈન સાહિત્યમાં ઊઠેલા અંગારાઓએ તે હક્કો સ્થાપન કરવાને અને તેને પોષવાને, પોતાનાથી બનતું કર્યું છે.” શ્રાવકો અને સાધ્વીઓથી અમુક શાસ્ત્ર ન વંચાય, એવું એવું દાંભિક સાહિત્ય ઊભું કર્યું અને આ સાહિત્યને શાસ્ત્રને નામે ચઢાવ્યું. આ દાંભિક સાહિત્ય, શ્રાવક-શ્રાવિકા અને સાધ્વીઓને ગુલામ બનાવનારી બેડીઓ છે, પણ સાહિત્ય નથી જ.” તે આડી શાસ્ત્રોની પાળ બાંધનાર સાધુને જ અવગણ્યે જ છૂટકો. આવી પાળ બાંધનારા, વિકારી સાહિત્યના ઘડનારની બુદ્ધિ તે વખતે ભ્રષ્ટ થઈ ગઈ હશે, એમ આપણે માનવું જોઈએ.” આપણા ધાર્મિક સિદ્ધાંતો કે સૂત્ર, સડેલી કે જર્જરિત અને જુનવાણી વ્યવસ્થાના રક્ષક તરીકે તો ન જ વપરાવવા જોઈએ.” . “આપણે મૂર્તિને નામે ગમે તેવી કલાહીન મૂર્તિને ચલાવી લઈએ છીએ અને મંદિરને નામે ગમે તેવાં મકાનને ખડાં કરીએ છીએ અને તેમાં પણ મુંબઈ જેવા આગળ વધેલા શહેરમાં પાયધુની પરનાં કલાહીન મંદિરોની હાર જોઈએ. છીએ, ત્યારે આધુનિક જૈનોમાં વૈશ્યવૃત્તિ સિવાય બીજી કોઈપણ જાતની વૃત્તિ હશે કે કેમ, તેમ આપણને શંકા થાય છે.” “આંખ મીંચીને હરીફાઈને લઈને ગમે તેમ ખડકી રાખેલાં મંદિરો કે મૂર્તિઓ અને મંદિરોના આ કાર્ય સફળ નથી કરતી.” સાહિત્ય અને વિજ્ઞાન : “અત્યારે તો ધાર્મિક સાહિત્યમાં રહેલા અલ્પવિરામ અને પૂર્ણવિરામ Page #572 -------------------------------------------------------------------------- ________________ 551 પરિશિષ્ટ-૧ ૫૫૧ ચિહ્નો પણ ધર્મ જેટલી જ પવિત્રતા આરોપનાર સ્વર્ગ અને મૃત્યુલોકનું કેમ જાતે પોતે જાતે બધું જ જોઈ આવ્યો હોય, તેમ ઝીણવટભર્યું બ્યાન ક૨શે. ત્યાં કયો ધર્મ ચાલે છે, ત્યાં લોકો શું ખાય-પીએ છે, ત્યાં કેટલી જાતનાં માણસો છે, કેટલાં મંદિરો છે અને કેટલા ઈશ્વરો છે, તે બધાનું રસિક વર્ણન આપશે અને પૂર્ણશ્રદ્ધાથી તેને સત્ય મનાવવા પ્રયત્ન કરશે. + + + પુરાણોનાં ગપ્પાં કે ઈશ્વરી શક્તિની લાંબીચોડી વાતો સાચી માનશે. અને પૃથ્વી નહિ પણ સૂર્ય ફરે છે, તે માન્યતાને આપણે ધાર્મિક સાહિત્યમાંથી જ્યાં સુધી તે પુરવાર ન કરી આપીએ, ત્યાં સુધી તિલાંજલિ આપવી જોઈએ.” x x x પણ ધાર્મિક સાહિત્ય બુદ્ધિ અને વિજ્ઞાનના સ્પષ્ટ થયેલા સિદ્ધાંત અને સત્યનું વિરોધી હોય, તો તે વાત આપણે હવે કદી પણ ચલાવી શકીએ નહિ.” * ધાર્મિક સાહિત્ય અને સિનેમા “જેમ કંઠસ્થ રખાતા સાહિત્યને કલા ધર્મને લઈને લીપિબદ્ધ કરવામાં કાંઈ બાધ ન આવ્યો અને એ લીપિબદ્ધ સાહિત્યને કલાધર્મને લઈને છાપાખાનામાં છપાતાં કે ફોનોગ્રાફમાં ઊતરતાં કાંઈ બાધ નથી આવતો, તેમ તે સાહિત્યને સિનેમા અને રંગભૂમિમાં પલટાવવામાં પણ કાંઈ બાધ ન આવવો જોઈએ. x x x આજે “રાજકથા’નો નિષેધ તો શું પણ તે પ્રતિ ઉપેક્ષાવૃત્તિ પણ શક્ય નથી.” * ઉપરનાં લખાણોની અંદર જૈનશાસનના નિઃસ્પૃહી અને ગીતાર્થ આચાર્યોને ‘સ્વાર્થી, અહમિદ્રો, અંગારા, સડેલાઓ' વિગેરે ઉપમાઓની નવાજેશ કરી છે. પવિત્ર આગમોં અને શાસ્ત્રોને વિકારી સાહિત્યનાં કારખાનાંઓમાં તૈયાર થયેલાં, ``શાસ્ત્રની મુદ્રા પામેલો કોહવાટ, બનાવટી ફતવાઓ વિગેરે ઉપમા આપી છે. આ ઉપરાંત સાધુ સંસ્થાની હાંસી અને મશ્કરી ઠાંસી ઠાંસીને ભરવામાં આવી છે. મુનિવરોને પંચમહાવ્રતધારી પઠાણો, ધોળે દહાડે ચોરી કરનારા, ગરીબ પ્રજા ઉ૫૨ ધોળા હાથી સમાન, મૈથુન સેવનારા વિગેરે કહીને ઉતારી પાડવામાં આવ્યા છે. પુનર્લગ્નની સિદ્ધિ માટે ભગવાન શ્રી ઋષભદેવસ્વામીને તથા ચરમ તીર્થંક૨ શ્રી મહાવીર દેવને બળવાખોર અને ક્રાંતિકાર કહેતાં અચકાયા નથી. અમુક હદ સુધીની પવિત્રતાએ નહિ પહોંચેલા આત્માઓના હિતને માટે યોગ્યતા આવતાં સુધી અર્થનો અનર્થ ન કરી નાંખે તે માટે અમુક ગહન શાસ્ત્રોનું પઠન કરવાનો નિષેધ કર્યો, તેને દાંભિક સાહિત્ય કહી ગુલામી બનાવનારી બેડીઓ અને Page #573 -------------------------------------------------------------------------- ________________ પપ૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ 552 બ્રાહ્મણોના ફતવાશાસ્ત્રોનું ઉપનામ આપી, જળમૂળથી ઉખેડી નાંખવાની કે ભસ્મીભૂત કરી નાંખવા સુધીની નીચતા દર્શાવતાં તેમને કંપારી આવી નથી અને ઉપકારી મહાન પુરુષોને ભ્રષ્ટબુદ્ધિના કહીને હૃદયનો હળાહળ દ્વેષ ઠાલવ્યો છે. આ ઉપરાંત નર્કની મશ્કરી, ત્યાગ, તપ અને જ્ઞાનઉપદેશ આપનારને મૂખ, ગીતાર્થોને કીડીઆરા સાથે અને વાસક્ષેપની ભભૂતિ સાથે સરખામણી, વ્યભિચાર, પોષણ, ધર્મ એ બાળાગોળી, મંદિરોને ખડકાયેલાં અને મૂર્તિઓને કળાહીન કહી આવી આવી અનેક રીતે જૈનધર્મને ઇતર સમાજ આગળ હલકો પાડવા માટે છાપાંની કૉલમોની કૉલમો ભરી પ્રયત્ન કરવા આવ્યો છે. જૈન ધર્મ ઉપર આવા ભયંકર આક્ષેપો મૂકવામાં આવ્યા હોય તો ઇતિહાસમાં આ પહેલીવાર છે, અને તે પણ જૈન નામધારી સંસ્થા તરફથી થાય અને સમાજના નાયકોનિશ્ચિતપણે જોયા કરે તે તો ઇરાદાપૂર્વક જૈન ધર્મની હસ્તીને નાબૂદ કરવાનો પ્રયત્ન છે, એમ કહી શકાય. જૈન માત્રને સાંભળતાં કાનમાંથી કીડા ખરે તેવાં, જૈનશાસનને માનનારાનાં કાળજાના ટુકડે ટુકડા કરી નાંખે એવાં અને હૃદય આગની હોળી સળગાવનારાં ધર્મનાશક લખાણો લખનાર સંસ્થા એ સ્વેચ્છાચારી, ઉન્મત્ત અને ધર્મદ્રોહ છે. એવું આ તકે જાહેર કરવાની દરેકની ફરજ થઈ પડે છે. આગામી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કોન્ફરન્સના પ્રમુખ સ્વાગત સમિતિના પ્રમુખ અને અન્ય કાર્યવાહકોને અમે અપીલ કરીએ છીએ કે, જૈન સમાજ બેવફા નીવડેલા આ મુંબઈ જૈન યુવક સંઘ નામની સંસ્થાને તેના સ્વરૂપમ ખુલ્લી રીતે પ્રકાશમાં લાવી, તે માટે યોગ્ય ઠરાવ કર્યા પછી જ કોન્ફરન્સનું કામ આગળ ચલાવે. આ તેમની મુખ્ય અને અનિવાર્ય ફરજ અને તે નહિ ચૂકવા માટે કોન્ફરન્સના તેમજ હિન્દુસ્તાનના તમામ જૈન સંઘના આગેવાનોનું પહેલામાં પહેલું ધ્યાન ખેંચીએ છીએ. લિ. શાસનસેવકો ચુનીલાલ માવજી શાહ મણીલાલ કરમચંદ શાહ કેસરીચંદ હીરાચંદ ઝવેરી મોતીલાલ પુંજમલ શાહ લલ્લુભાઈ ધનજી શાહ લાલભાઈ ચંદુલાલ ઝવેરી મુંબઈ તા. ૧૫-૧-૧૯૩૦ Page #574 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ પત્રિકા નં. ૨ જૈન સમાજને જાહેર અપીલ ક્રાંતિની લેખમાળા કે ઝેરી કટારો ? જૈનકોમના કુલાંગારોનાં કાળાં કૃત્યો ! “શાસ્ત્રોને નવાં બનાવો, દેવદ્રવ્યના નફાથી વિદ્યાલયો ચલાવો, ઉપાશ્રયોને નિશાળોમાં ફેરવી નાંખો, સાધુ-સાધ્વીઓએ રાજકીય ક્ષેત્રોમાં ભાગ લેવો જોઈએ, ઉજમણાં એટલે પૈસાનો ધુમાડો, સાધુઓએ અખાડા સ્થાપવા જોઈએ, સાધ્વીઓએ પણ સ્ત્રીઓને અખાડા ખેલતી કરવી જોઈએ, બાલબ્રહ્મચર્યની કાંઈ કિંમત નથી, સાધુઓએ પર્વતોની ટોચ ઉપર કે ગુફાઓમાં ભરાઈ જવું, દીક્ષા લેનાર બાયેલા છે, સંન્યાસ સ્વીકારવો કે હરામખોરી છે, નવાં તીર્થસ્થાનો ઊભાં કરવાં તે પુય નહિ પણ પાપ છે.” મુંબઈ જૈન યુવક સંઘ તરફથી ક્રાંતિવાદ અને વિચાર સ્વાતંપ્રગટ થતી લેખમાળામાંના શબ્દોની વ્યના ઓઠા નીચે ધર્મીઓ ઉપર ભયંકરતા વિષે હવે શું કહેવાનું રહે આજે આ જુલમ ગુજારાય છે, અને છે ? જે જે ધર્મપ્રેમી આ વાંચશે, એવાઓનું કથનોનું અસ્તિત્વ તેનામાં ધર્મઝનુન હશે, તો એની મિટાવવા માટે પોતાની છેલ્લામાં આંતરડી કકળી ઊઠશે અને એના છેલ્લી શક્તિનો ઉપયોગ કરવો એ જ હિંયામાં ભયંકર જવાળાઓ ભભૂકશે. દરેક ધર્મપ્રેમીનું કર્તવ્ય થઈ પડે છે. આ પત્રિકાના પ્રકાશકોની નોંધ : ગઈ અપીલમાં અમે જણાવી ગયા છીએ કે જૈન નામધારી એક યુવક સંઘ મુંબઈમાં છેલ્લા સાત-આઠ મહિનાથી સ્થાપન થયું છે. તેણે “સાંજ વર્તમાનમાં છવીસ પત્રિકાઓ છપાવી છે, તેમાંની ફક્ત ચાર કે જેમાં “તીર્થંકરો બળવાખોર, ચાલુ મંદિરો અને મૂર્તિઓ બીનજરૂરી છે, શાસ્ત્રોને ભસ્મીભૂત કરો, પૂર્વાચાર્યો સ્વાર્થી અને ભ્રષ્ટ બુદ્ધિના હતા વિગેરે વિગેરે ધર્મધ્વંસક લખાણો પ્રગટ થયાં હતાં, તે અમે જણાવી ચૂક્યા છીએ. ત્યાર પછી તેની બીજી Page #575 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ પત્રિકાઓ મેળવતાં તેમાં પણ જાણે ઇરાદાપૂર્વક જૈનધર્મને મૂળમાંથી ઉખેડી, નાંખવાનું વ્યવસ્થિત કાવતરું જ ન હોય, તેવી રીતે બધી બાજી ગોઠવી છે. તેમની જેટલી પત્રિકાઓ અમારા હાથમાં આવી તે વાંચતાં લગભગ દરેકમાં ડગલે ને પગલે ‘ક્રાંતિ'ના નામે શ્રી તીર્થંકરદેવો સંસ્થાપિત જગતને કલ્યાણકર ધર્મને, દુનિયાની હસ્તીમાંથી નાબૂદ કરી નવો જ મનઃકલ્પિત પંથ સ્થાપવાનો ઇરાદો સ્પષ્ટ થાય છે. જૈન સમાજના નિદ્રાવશ અગ્રેસરોની જાણ ખાતર-અમે તે લખાણોના બીજા કેટલાક ફકરાઓ નીચે ટાંકી બતાવીએ છીએ, તે ઉપરથી જૈનધર્મ પર આક્રમણ કરી રહેલી આ ટોળકી જૈનસમાજના હિતચિંતક અને ખાસ કરીને ગુરુપદે બિરાજમાન પૂજ્ય સાધુ તથા સાધ્વીઓના ધ્યાન પર એકવાર ફરીથી અમે લાવવા માંગીએ છીએ કે આ લખાણો જો કાયમ રહી ગયા તો ભવિષ્યની જૈન તેમજ ઇતર પ્રજા, જૈન ધર્મ માટે કેવો અભિપ્રાય બાંધશે, તે વિચારવાની ખાસ જરૂર છે. આવાં લખાણો લખનાર નાલાયકો સિવાય કોઈપણ ન હોય, એવું અમારું માનવું છે. પરંતુ જ્યારે તે એક સંસ્થાને નામે પ્રસિદ્ધ કરી જગતમાં ફેલાવવામાં આવે ત્યારે તે સંસ્થાના સભાસદો હોવાનું માન મેળવનાર તથા તેને પ્રગટ કે પ્રચ્છન્નપણે ટેકો આપનાર દરેકેદરેક વ્યક્તિ તે માટે જોખમદા૨ છે. આટલાં લખાણો ઉપરથી પણ મુંબઈ જૈન યુવક સંઘની ભાવિદિશા અને તેના ફળ તરફ જૈન સમાજ બેદરકાર રહેશે, તો ચોક્કસ માનવું રહ્યું કે તેનાં માઠાં પરિણામ જોવાનો દિવસ વધુ ને વધુ નિકટ આવતો ને જશે. જુઓ તે જૈન નામધારી સંસ્થાની જૈનસમાજને વધુ પ્રસાદી : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ. ‘સાંજ વર્તમાન’ પાનું ૪, તા. ૧૫-૭-૨૯ પત્રિકા નં. ૨ “x x x + આ પરમાર્થી વર્ગ સમાજને અધિકારી અને અનધિકારી એવા વર્ગમાં વહેંચી નાંખી આત્મ અને પરકલ્યાણના અર્થે વિચાર કરવાને બધો ઇજારો દયાની દૃષ્ટિએ પોતે જ રાખે છે. વિચાર ન કરી શકે તે માટે તેઓ અધિકારી નથી, એવું તેમનું મંતવ્ય નથી. પણ તેઓ, પોતાના જેવા નથી, પોતાના મતના નથી, પોતે તેમને વિચાર કરવાની રજા આપી નથી, અને તેથી જ તેમને વિચા૨ ક૨વાનો કંઈ અધિકાર નથી, એમ તેમનું મંતવ્ય છે.” ૫૫૪ 554 “અધિકારભેદ આ વ્યાખ્યાનમાં અપ્રમાણિકતા, દંભ અને અન્યાય સર્વાંશે સમાયો છે, એમ સહેલાઈથી સમજી શકાશે. * Page #576 -------------------------------------------------------------------------- ________________ 555 પરિશિષ્ટ-૨ - પપપ x x x x અથવા તો સત્તારૂપી દારૂના ઘેનમાં આવી સત્તાનો દુરુપયોગ કરી, અધિકારને નામે, દંભ અને અપ્રમાણિકતાનો સ્વછંદી ઉપયોગ કરે છે.” “અત્યારે પણ સમાજનો શ્રદ્ધાળુ ભોળો વર્ગ તેમની જાદુભરી સિતમશાહીમાં પીસાય છે.” આપણે આ ધર્મવિચારના ઠેકેદારોને પોપશાહીના નામથી જ ઓળખીશું. “આજે જૈનોમાં શાસ્ત્રના ઠેકેદારો, શાસ્ત્ર તેઓ જ સમજી શકે છે અને તેઓ જ વાંચી શકે છે, એવો પોપશાહીને શોભતો અપ્રમાણિક દાવો કરી રહ્યા છે. x x x x જૈન ધર્મના માલિકોએ પડહ વગડાવ્યો કે આગમ વાંચવાના ઇજારાનો, અનંતકાળથી અનંતકાળ લગીનો પટો અમને મળી ગયો છે. જૈન ધર્મ વિષે વિચાર કરવાનો જન્મસિદ્ધ હક્ક અમારો છે.” પણ વિચાર સ્વાતંત્ર્યના વિરોધીઓના પીંજણનો મુખ્ય આધાર શ્રદ્ધાના ગોળા ગબડાવવામાં જ છે. xxx શ્રદ્ધા અને વિચાર સ્વાતંત્ર્યને એક વિરુદ્ધ સમજાવવામાં, કાં તો તેઓ શ્રદ્ધા શું છે, તે સમજ્યા નથી, અથવા તો ઇરાદાપૂર્વક અપ્રમાણિકપણે દંભયુક્ત ખોટો અર્થ કરે છે. . . “બીજાઓને પોતાના કહેવામાં શ્રદ્ધા રખાવી તેમના આત્માનું કલ્યાણ કરવાના તડાકા મારનાર, આ મહાપુરુષો તેમના પોતાના કલ્યાણની ફીકર કરે તો બહુ છે. કારણ કે બીજાનું કહેવું સાંભળવાને નહિ ટેવાયેલી તેમની બુદ્ધિમાં, જડતાના જડ જામે છે. એને બીજાનું કહેવું નહિ સહી શકનાર, તેમનું હૃદય કોપની ભઠ્ઠીમાં તપીને કઠોર બને છે.” તા. ૫-૮-૨૯ “સાંજ વર્તમાન', શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા નં. ૫ સંઘશાસન પોતાને રૂચે તેવા અને પોતાની સત્તાને પોષે તેવાં શાસ્ત્રો છૂટથી રચ્યું જતાં હતાં.” Page #577 -------------------------------------------------------------------------- ________________ પપ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - 556 તા. ૧૯-૮-૨૯ “સાંજ વર્તમાન', શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા નં. ૭. જૈન ધર્મનો જંગમ વાવટા આની સામે બધા ફીરકાઓના કૂપમંડૂક નેતાઓ, સત્તાભિલાષી સાધુઓ અને તેમના અંધ ઉપાસકો પ્રચંડ વિરોધ જગાવશે. સમાજના આ મહાન સંગઠનમાં તેમની સત્તાનો શયતાની પ્રભાવ ઓછો થતો દેખાશે, તેમણે આપેલી અફીણ-ગોળીના અમલ ઊતરતા દેખાશે.” સાંજ વર્તમાન', તા. ૩૦-૯-૨૯ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા નં. . ૧૨ પાનું. ૫ ધક્ષાનો દરબાર x x x x સાધુનો સ્વીકાર કરવો કે ન કરવો, ક્યારે કરવો અને કેમ કરવો. એ માટે સમાજ ધારાધોરણ બાંધવામાં તદ્દન ન્યાયી છે. બ્રહ્મચર્યની કિંમત બાળક કે વૃદ્ધની દૃષ્ટિએ ઘણી જ ઓછી છે. સમાજે કોઈપણ વ્યક્તિને દીક્ષા આપતાં પહેલાં, તેની કડકમાં કડંક કસોટી કરવી જોઈએ. જો તેમને આત્મકલ્યાણ કરવું હોય તો અરવલ્લીની ગુફાઓ અને હિમાલયના શૃંગો પર પૂરતી જગ્યા છે. બાળ-દીક્ષાની નિરુપયોગિતાઃ “XXXX એવો એક પણ દાખલો બાળ-દીક્ષાનો નથી કે જેણે તેની માત્ર બાળ-દીક્ષાને લઈને જ કલ્યાણ કર્યું હોય -- આ કાર્ય તો વગર મૂડને પણ થઈ શકે છે.” “દેશકાળના ચેતનભર્યા પરિવર્તનો જડ દક્ષાના જડ હિમાયતીઓને ક્યાંથી સમજાય? - - - જગતને દીક્ષાઘેલા દીક્ષાના દ્રોહીઓની જરૂર નથી.” Page #578 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ ૫૫૭ તા. ૭-૧૦-૨૯ ‘સાંજ વર્તમાન’, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા નં. ૧૩ આયોગ્ય દીક્ષાનો ઉત્તરાર્ધ “અયોગ્ય દીક્ષાના અખાડા, અખાડે અખાડે મલ્લ નીપજે, બસ દીક્ષા જ આપો પહેલી બીજી, થોડાક ધનવાનોને હાથ કરવા, સ્વર્ગસુખની લાલચ, મોક્ષની ચિઠ્ઠી, આ પણ સટ્ટો.” 557 * x x x x “પોતે અમુક સંખ્યા સુધીમાં દીક્ષાને માટે ગુલામો પૂરા પાડવાની પ્રતિજ્ઞા કરે છે, અને એ પ્રતિજ્ઞા પાળી ઇન્દ્રાસન સાધ્ય કરવાની અભિલાષા રાખનાર, આ ધરમાત્માઓ દીક્ષાગુલામો ખરીદે છે.” “તેમનાં જીવન ઘણે ભાગે શુષ્ક, ખારાં અને નિષ્ક્રિય બની ગયાં છે, તેમનો વૈરાગ્ય સ્મશાન-વૈરાગ્યમાંથી ઉદ્દભવ્યો હોય છે, અને સ્મશાનવૈરાગ્યમાંથી ઉદ્ભવેલા વૈરાગ્ય નીચે દુર્વાસાનો ક્રોધ ધખતો હોય છે.” * “જેમ આપણા જીવનમાં વડીલશાહીએ દાટ વાળ્યો છે, તેમ સાધુ-સંસ્થામાં પણ વડીલશાહીએ દાટ વાળ્યો છે. x x x પણ જો આનાથી વધુ કડક અને યોગ્ય શબ્દ હોત તો, તે પણ આપણે વાપરવા પડત.” * “આચાર્ય કે મોટી સત્તાવાળી પદવીઓ માટે જે ખટખટ થાય છે, રાજદ્વારી ભાષામાં જે નિર્લજ્જ કાવત્રાં થાય છે, જે ફાંફાં મરાય છે, તે તેમના જીવનમાં ૨હેલી વાસના ઉઘાડી પાડે છે. x x અને જો આ પદવીની વહેંચણીમાં, ત્યાગીઓની આ લૂંટમાં, કોઈને ધાર્યા કરતાં ઓછું આવ્યું તો પછી જીવનવિગ્રહનાં મંડાણ મંડાવાનાં.” “તે જ પ્રમાણે કોઈ ન્યાયાંભોનિધિ બની જાય છે, તો કોઈ સર્વ શાસ્ત્રપારંગત બની જાય છે. x x x અત્યારે તો ચક્રવર્તી, સૂરિસમ્રાટો પદવીગ્રહના મહાકાર્યમાં ગુંથાયેલા છે.” * દરેકને યોગ્યતા પ્રમાણે ‘સુશ્રાવક’ ‘૫૨મ જૈન’ ‘જગડુશાહ’ ‘કુમારપાળ' ‘ઉદયન’ ચોથો આરો પ્રવર્તાવના૨, ઇત્યાદિ યોગ્ય મહેનતાણું આપવું જોઈએ નહિ તો હરામનો માલ પચતો નથી. Page #579 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ તા. ૧૪-૧૦-૨૯. ‘સાંજ વર્તમાન' શ્રી મુંબઈ જૈન યુવક પત્રિકા નં. ૧૪. ૫૫૮ સાધુ-સંસ્થા પુનઃર્વિધાનને પંથે “શું દેશો ? દીક્ષાનાં દાન કે ભિક્ષાના પરવાના ?” 558 * “પણ દીક્ષા લેનારે ભરણપોષણ કે એવી બીજી જાતની વ્યક્તિજીવનનો નાશ ન કરનારી સામાન્ય જવાબદારી શા માટે ન ઉઠાવવી જોઈએ ? તે સમજી શકાતું નથી. આ જાતની જવાબદારીનો દ્રોહ કરીને, દીક્ષાની જવાબદારીનો સ્વીકાર કરવા માંગતો હોય તો તે જવાબદારી ઉઠાવવાને તેણે દેખાડેલી કાયરતાને લઈને નાલાયક છે.” * “જો તેઓ પ્રાચીન સંસ્કૃતિનો અર્વાચીન સંસ્કૃતિ સાથે સુમેળ સાધી ન જ શકે, તો તેઓએ સ્પષ્ટ સમજી લેવું કે મોડાવહેલા પ્રાચીન સંસ્કૃતિએ મર્યે જ છૂટકો.” * “x x x નવા વિચારો વીજળીની માફક ફેલાયા કરે છે. તે વીજળીનો ઉપયોગ કરતાં સાધુસમુદાયે શીખવું જ પડશે.” તેઓએ જાણવું જોઈએ કે દેહ એ દુર્ગંધસ્થાન છે એમ કહેવું એ તદ્દન અયોગ્ય છે. સત્ય તો એ છે કે આત્મદેવને માટે એ પવિત્ર જંગમ અને જીવતું મંદિર છે. આત્મદોષનું તીર્થ છે. તેની આશાતના કરનાર આ દેહતીર્થની આશાતના કરે છે. જંગમ તીર્થની અવગણના કે ઉપેક્ષા, એ તીર્થની ભયંકરમાં ભયંકર આશાતના છે.” * તા. ૨૮-૧૦-૨૯ ‘સાંજ વર્તમાન', શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા નં. ૧૬. સુષુપ્ત સમાજ અસહ્ય સ્મશાનશાંતિ શારીરિક સંપત્તિનો નાશ અને સાધુઃ x x x x “સાધુઓથી અખાડામાં હાજરી અપાય કે નહિ ? તેને ઉત્તેજન અપાય કે નહિ ? આપણે તો સ્પષ્ટ સમજવું પડશે, ને એટલો તો સ્પષ્ટ નિર્ણય Page #580 -------------------------------------------------------------------------- ________________ 559 ' - - પરિશિષ્ટ-૨ પપ૯ કરવો પડશે કે, સાધુઓ એકલી હાજરી આપીને સંતોષ નહિ જ માની શકે. X x x દરેકેદરેક સાધુએ શહેરેશહેર, ગામેગામ, મહોલ્લે મહોલ્લે અખાડાની સ્થાપના કરાવવી પડશે અને એ અખાડા પ્રવૃત્તિ, એ મરદોની રમતો, એકલા પુરુષોમાં જ નહિ, પણ સ્ત્રીઓમાં પણ સર્વવ્યાપી અને સર્વસાધારણ કરવી પડશે અને એ પ્રવૃત્તિના પ્રચાર માટે આપણા સાધ્વી સમુદાયે સંપૂર્ણ સહકાર આપે જ છૂટકો. જે આર્થિક શક્તિ ધર્મની પ્રભાવના પાછળ ખર્ચીએ છીએ, તે શક્તિ આપણે આ મરણપ્રમાણ ઘટાડવા પાછળ ન ખર્ચીએ ?” બીજી એક વસ્તુએ ઘર ઘાલ્યું છે, અને આ વસ્તુ ધાર્મિક ઇન્દ્રજાળ.” તેઓ સમજી નથી શકતા કે જેનોએ રાષ્ટ્રીય જાહોજલાલીમાં જ જૈનધર્મની જાહોજલાલી માની છે.” તા. ૨૦-૧૦-૨૯“સાંજ વર્તમાન.” શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા નં. ૧૫. 1. સોહાગી સંસાર - “આપણા આ પૃથ્વી પરના જીવનને “સંસાર” અને “ત્યાગમાં વહેંચી - નાંખવામાં આવ્યું છે અને તેમાં ત્યાગને મહત્ત્વ આપવામાં આવ્યું છે કે “સંસાર”ની મહત્તા લગભગ વિસારી દેવામાં આવી છે.” .', “જ્યારે પતિ-પત્નીના પ્રેમને પશુતાના ખેલ કહેવામાં આવે છે, ત્યારે જરૂર જાણવું જોઈએ કે કહેનારના મનમાં માનવતા અને પશુની વચ્ચે ભેદભાવ સમજવાની બુદ્ધિ નથી. પતિ-પત્ની વચ્ચે આદર્શનું વાતાવરણ ખડું થયું છે, તેની અવહેલના કરવી એ પાપ છે.” % “ગુજરાતના જૈન ઇતિહાસમાં, જૈન ગૃહસ્થોએ જે બલિદાન દીધાં છે, જૈન સંસ્કૃતિના ઉત્કર્ષ ખાતર જે સેવા સમર્પ છે, તે સાધુઓના બલિદાન કે સેવાથી જરા પણ ઊતરતી નથી.” Page #581 -------------------------------------------------------------------------- ________________ ૫૭૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ જો જગતમાં આદર્શવાદ ઘટતો હોય તો જગતભરની સાધુ-સંસ્થાઓના સ્વાર્થથી, અજ્ઞાનથી, આળસથી અને અસહકારથી.” 560 જેને બે ટંક પૂરું અનાજ પણ ન મળતું હોય, રહેવાને ખોરડું ન હોય, કે ઓઢવાને પિછોડી ન હોય, તેને માટે આદર્શ જીવનના ઉપદેશ કરવા તે ધર્મોપદેશ નથી, પણ ક્રૂર મશ્કરી છે. ભગવાન મહાવી૨ પણ એ જ સત્યને ઘટાવે છે. - ભૂખ્યા પેટે ગમે તેવો પણ સુંદર ઉપદેશ અસર કરી શકતો. નથી. સંસારના આ કોયડાનો ઉકેલ આજે ઘણો કઠણ થઈ પડ્યો છે. * “પણ સંસારી સાધુ બને તે ખાતર સંસારમાં ઝેર રેડવાં, તેને નર્કાગાંર સાથે સરખાવવો, તેમાં વિષયવાસના સિવાય બીજું કશું નથી એમ કહેવું, તેમાં આત્મકલ્યાણને સ્થાન નથી એમ પ્રરૂપણા કરવી, તે તદ્દન અયોગ્ય છે.” * “પણ અત્યારે તો જે સંસા૨ને આદર્શ નથી કરી શકતા, તે સાધુ-સંસ્થાના અંચળા ઓઢવાની ઉમેદવારી કરે છે. સંસારને જે નથી સહી શકતા, તે સાધુતાને સહન કરવાની તત્પરતા બતાવે છે. કાયરતાના આવા ઉપાસકો જગતનો ઉદ્ધાર કરવાને હંમેશાં નિષ્ફળ નીવડ્યા છે અને નીવડશે.” * પાનું-૧૨ ‘સાંજ વર્તમાન,' તા. ૧૧-૧૧-૨૯ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા નં. ૧૮. ધાર્મિક જીવનને પંથે ઉપાશ્રયો, ઉજમણાં, જમણવારો + + + દેવદ્રવ્ય વ્યવસ્થા સૂરિસમ્રાટોના હાકોટા અને લોકલાગણી, દેવદ્રવ્ય * શાસ્ત્રોમાંથી છોડવામાં આવતાં શસ્ત્રો જેમ વિવેકહીન અને ભયંકર, તેમ આપણો વિરોધ દર્શાવતો પોકાર પણ વધુ વ્યવસ્થિત અને સખ્ત હોવાની જરૂર છે.” * “દ્રવ્યવ્યયની આસપાસ એક જાતનું શાસ્ત્ર ઊભું થઈ ચૂક્યું છે અને તે શાસ્ત્રની શાખાઓ દિવસે દિવસે વધતી જઈ, સમાજપ્રગતિને ચારે બાજુથી Page #582 -------------------------------------------------------------------------- ________________ 551. પરિશિષ્ટ-૨ - ૫૬૧ રૂધી નાંખે તેમ લાગે છે. xxx કોઈ ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થયો હોય તો તે દેવદ્રવ્યનો છે. આ પ્રશ્ન પર શાસ્ત્રની મહોર મારવામાં સૌથી વધુ પ્રયત્ન થયા છે x Xxકે બળવાનો ઝંડો લેનાર પણ સાધુમાં જ નીકળ્યા છે. xxx ગીતાર્થ વાસક્ષેપીત ગાળીપ્રદાન કરવાને સંપૂર્ણ અધિકારી બને છે. “પણ જે રીતે દેવદ્રવ્ય ભેગું કરવામાં આવે છે, ઉત્પન્ન કરવામાં આવે છે, તે બધું અનાદિકાળથી અને કાંઈપણ ફેરફાર થયા વગર અત્યારે છે તે પ્રમાણે જ ચાલતું આવે છે, એમ કહેવું વધારે પડતું છે.” “આ મુદ્દાઓનો નિર્ણય કરવાની જવાબદારી પણ વર્તમાન તીર્થંકર શ્રીસંઘના હાથમાં જ છે અને દેવસ્થાનો વિષેની જવાબદારી શ્રાવક અને શ્રાવિકા વર્ગની જ હોય, તો આ મુદ્દાઓનો નિર્ણય કરવાની જવાબદારી પણ શ્રીસંઘની જ છે એ આપણા સાધુઓએ સ્પષ્ટ સમજી લેવું જોઈએ.” . “આની અંદરે દરેક જાહેર સંસ્થાની મિલકત રોકવી જોઈએ. પછી તે મિલ્કત દેવદ્રવ્ય હોય કે સાધારણ દ્રવ્ય હોય. તેને અંગે થતાં નફામાંથી આપણાં ગરુકળો, શાળાઓ, પાઠશાળાઓ અને વિદ્યાલયો ચલાવી શકાય, તેને અંગે કળામંદિરો અને ગ્રંથભંડારો નિભાવી શકાય. કોઈ ઘડીભર ન માને કે દેવદ્રવ્યમાંથી આવો નફો ન થાય.” ઉપાશ્રયોને નિશાળોમાં ફેરવી નાંખો - Xxx તેનો એકલા સાધુઓ માટે જ ઉપયોગ કરવાનો નથી. તેઓ કેટલા બધા પાપના ભાગી થાય છે, તેનો આપણે વિચાર કરવો જોઈએ. Xxx“એ ઉજમણાં નથી, પણ પૈસાનો ધુમાડો છે અને એ સ્વીકાર્યું જ છૂટકો.” “આપણે આ ધુમાડો બંધ કરી, આપણા આ જ્ઞાનોત્સવ ઊજવવામાં ફેરફાર કરવાનો છે.” Page #583 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ 52 . xxxઅને અવ્યવસ્થિત જમણવારો છે, એથી ધર્મની પ્રભાવના થાય છે. કે સ્વામીભાઈની સેવા થાય છે, એમ માનવું ભૂલભરેલું છે.” શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, “સાંજ વર્તમાન', તા. ૧૮-૧૧-૨૯ પત્રિકા નં. ૧૯. | શિક્ષણ અને સમાજ “શિક્ષણની સામે કોણ ? શાથી ?” આધુનિક કેળવણીનો વિરોધ કોણ કરે છે ? શાથી? “નારી નરકની ખાણ છે,” એ વૃત્તિ તો હવે લગભગ નાબૂદ થઈ ગઈ છે, અને એવું માનનારા મોટે ભાગે સ્પષ્ટ શબ્દોમાં કહેવાની જરૂરિયાત જોતા નથી. અત્યારે તો કોઈપણ સંસ્કારિત માનસ, આ શબ્દો સ્વપ્ન પણ સ્વીકારશે નહિ.”. “જે કોમ પંદરસો સાધુ-સાધ્વીઓને પોષે છે, તે કોમેની અંદર પુરુષો તે લગભગ અઅર્ધ અભણ અને નિરક્ષર છે. x x x જે કોમમાં સિત્તેર ટકા તદ્દન નિરક્ષર અને અભણ રહેતા હોય, તેને માટે કેળવણી, કેળવણી અને કેળવણી એ એક જ ધર્મ છે. એ એક જ તીર્થ છે, એ એક જ ઉત્સવ છે. બધું દ્રવ્ય કેળવણીની પાછળ ખરચવું જોઈએ. XX સમાજનો સાધુવર્ગ પણ જવાબદાર છે. કેળવણીના યજ્ઞમાં સાધુઓ પણ ફાળો આપી શકે છે, xxx તેમ આપણા સાધુવર્ગને શિક્ષણના કાર્ય માટે તૈયાર કરવાની જરૂર છે. તેમની મદદથી સેંકડો નવી શાળા ચલાવી શકીએ. xxx વિદ્યાપીઠો ચલાવવા માટે આધુનિક કેળવણીકારને જોઈતી યોગ્ય તાલીમ મેળવી લેવી જોઈએ. જૈન સાધુ-સાધ્વીઓની ફરજ x x x “જૈને દૃષ્ટિએ નવા શાસ્ત્રનાં સર્જન કરવા પડશે. અમારાથી રાષ્ટ્રીય પ્રશ્નોનો અભ્યાસ ન થઈ શકે, સામાજિક સમસ્યા અમારાથી ન ઉકેલાય, અર્થશાસ્ત્ર કે વિજ્ઞાનશાસ્ત્રમાં અમારો હિસ્સો કંઈ નહિ જ સંભવે, રાજકીય કે આંતરરાષ્ટ્રીય પ્રશ્નોમાં અમારો ચંચૂપ્રવેશ શક્ય નથી, એમ કહેવું એ સારીયે સાધુ સંસ્થાના નાશને આમંત્રણ કરવા જેવું છે. xxx સંકુચિત ક્ષેત્ર Page #584 -------------------------------------------------------------------------- ________________ 563 – પરિશિષ્ટ-૨ - ૫૬૩ સંન્યાસ મૂકી દઈ રાષ્ટ્રીય સંન્યાસ સ્વીકારવો પડશે, અને તે માટે જોઈતી તૈયારી મેળવવી પડશે. જો હેમચંદ્રાચાર્ય જેવા સમર્થ સાધુઓ રાજકીય ક્ષેત્રમાં પોતાની શક્તિનો ઉપયોગ કરી, જગત અહિંસાના પાઠ શીખડાવવા પ્રયત્ન કરે, તો બીજાએ કેમ ન કરવું જોઈએ ? xxx નહિ તો જગત્ પોકારશે કે “ધર્મ નહિ જોઈએ.” તા. ૨૫-૧૧-૨૯ “સાંજ વર્તમાન', શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા નં. ૨૦ | શિક્ષણ અને સંસ્થાઓ “આપદ-ધર્મ સમયધર્મ કે રોગ ?” સંપ્રદાય-ક્રિયાકાંડ અને ગોખણપટ્ટી “ઊલટું આપણે અત્યારના પ્રવૃત્તિ-માર્ગને અને ખાસ કરીને ભૌતિક પ્રવૃત્તિ માર્ગને જેટલો મોડો અપનાવીશું તેટલા બધી રીતે પાછળ પડતા જઈશું.” આપણે જરૂર ઇચ્છીશું અને જે બનવાનો સંપૂર્ણ સંભવ છે કે, જ્યારે આજના યુવાન વિદ્યાર્થીવર્ગમાં હાથમાં આપણાં છાત્રાલયો, ગુરુકુલો કે વિદ્યાલયોનો કારભાર જશે ત્યારે તેઓ પહેલું કાર્ય “શ્વેતાંબર મૂર્તિપૂજક”, “દિગંબર” “સ્થાનકવાસી” કે “જ્ઞાતિ” વિગેરે એમ લગાડનારા સંકુચિત વિશેષણોને એક સપાટે સળગાવી મૂકશે.” - ' “આપણી ઘણીખરી સંસ્થાઓ જીવદયાના સિદ્ધાંત પર ચલાવાતી હોય તેમ લાગે છે. આપણાં છાત્રાલયો એટલે ખોડાં ઢોરોની પાંજરાપોળો કે માંદાઓ માટેની હૉસ્પિટલો, એમ કહીએ તો ચાલે.” જો સમાજ કેળવણીની ભૂખને, આર્થિક દૃષ્ટિએ પહોંચી ન વળતો હોય તો તેણે કેળવણીના ક્ષેત્ર અર્થે બધી સામાજિક મિલકત સંઘની સંમતિથી જ્ઞાનખાતામાં ફેરવી નાંખવી જોઈએ. પછી તે મિલકત દેવદ્રવ્ય હોય કે સાધારણ ' દ્રવ્ય હોય.” ગોખણપટ્ટી અને ક્રિયાકાંડ ઉપર વધારે પડતું મહત્ત્વ અપાય છે. જ્યારે Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ – સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ – 564 સાહિત્ય, સંસ્કૃતિનો ઇતિહાસ કે ઐતિહાસિક રીતે સમજ, રાષ્ટ્ર, ધર્મ અને સાહિત્યને લગતું તુલનાત્મક જ્ઞાન કદી આપતું જ નથી, આધુનિક વિજ્ઞાનશાસ્ત્ર અને સમાજશાસ્ત્રને ધર્મમાં શું સ્થાન છે, તે પણ ધાર્મિક પંડિતો ભાગ્યે જ સમજાવી શકે છે.” તા. ૨-૧૨-૩૦ “સાંજ વર્તમાન” શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા. નં. રૂ. આર્થિક યુગ-મંથન “આને કોઈ જડવાદી પ્રવૃત્તિ ગણી તિરસ્કારે, કે અમર્યાદિત આરંભ : સમારંભ ગણી નિંદે, તો તેની સામે આપણે જોવાનું નથી. x x x ભૂખે પેટે ધર્મોપદેશની અસર થતી નથી અને તેમ કરવાનો પ્રયત્ન કરવો. એ નિર્દય : મશ્કરી છે. આ સાથે સંસારના આ જીવનયુદ્ધથી ડરીને કે કંટાળીને હરામખોરીથી સંન્યસ્ત સ્વીકારવો, તે તો સાચો સંન્યાસ નથી, પણ સંસારદ્રોહ . છે, બાયલાપણું છે, હરામખોરી છે.” R | XXX પણ જૈન સાધુ-સાધ્વીઓએ પણ રાજકીય પ્રશ્નનો અભ્યાસ કરવો પડશે, તેમાં માથું મારવું પડશે અને સક્રિય ભાગ લેવો પડશે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકાઃ “સાંજ વર્તમાન', તા. ૧૦-૧૨-૨૯ બળવાખોર બહેનોને ! x x x “બીજા સમાજની માનસછોળો જૈન ધાર્મિક માનસ પર પડવા લાગી. જે જૈન ધર્મ મનાયો તે વ્યવહારમાં ઊતારવું અશક્ય લાગ્યું. વ્યવહારને નામે ધર્મની ભાવનામાં ભંગાણ સ્વીકારાયું. સ્ત્રી તીર્થંકર-એ અપવાદ મનાયા, સાધ્વી કરતાં સાધુ અને શ્રાવિકા કરતાં શ્રાવક શ્રેષ્ઠ એમ જૈન સમાજની વ્યવહારપ્રિય ધાર્મિક વ્યવસ્થાએ સ્વીકાર્યું. પણ આટલું જ બસ નહોતું. ગમે તેવી મહાન સાધ્વી આખરે તો સ્ત્રી જ ને ! તેને પુરુષ કેમ વંદે ? વ્યવહારને નામે ધર્મભાવનાના બલિદાન આમ દેવાયાં. x x x “પુરુષત્વ આદેશે પુરુષ શાસ્ત્રકારોને લખો ! લખો ઓ શાસ્ત્રકારો ! કે, “ન શોભે સ્ત્રી અને પુરુષધર્મની વ્યવસ્થામાં પણ સમાન આરે, Page #586 -------------------------------------------------------------------------- ________________ 565 પરિશિષ્ટ-૨ - ૫૬૫ વ્યવહારમાં પ્રાધાન્ય છે પુરુષોનું અને એ જ પ્રાધાન્ય રહેશે, ધર્મમાં પણ પુરુષોનું, સત્તા અને હક્ક એ મિલકત છે. વ્યવહારમાં પુરુષની અને એ રહેશે મિલ્કત ધર્મમાં પણ પુરુષની, જોઈ લઈશું કે હવે તીર્થકર કેમ બનાય છે તે. લખો લખો કે હવેથી તીર્થકરત્વ શક્ય નથી સ્ત્રીઓ માટે, ફતવા બહાર પાડો કે સ્ત્રીઓથી તો શું પણ સાધ્વીઓથી પણ અમુક શાસ્ત્ર નહિ વંચાય, વ્યાખ્યાન નહિ વંચાય. પુરુષોને, વ્યાખ્યાન વાંચી ધર્મનો ઉપદેશ શું સ્ત્રીઓ આપશે ? અશક્ય. એમ હોય તો તે માટે જોઈતી લાયકાત અને અભ્યાસના માર્ગ બંધ કરો. લખો કે એ એમનો ધર્મ નથી. લખો લખો કે ધર્મ-વ્યવસ્થામાં બધી, પદવીઓ “રીઝર્વ” થઈ ગઈ છે. સાધુઓ માટે, ધાર્મિક પદવીઓ માટે, તેમને સ્થાન નથી, કારણ કે તેમની લાયકાત નહિ અને તે લાયકાત મેળવવી નહિ, એવું ધર્મનું ફરમાન છે. સાધ્વીઓનું કાર્ય પૂછો છો ? તો લખો કે તેમણે સાધુઓનાં કપડાં ધોઈ આપવાં, અમે નાના ચેલાઓ ચોરી લાવીએ તે ઉપાશ્રયમાં સંતાડવા, અમારા તાબામાં રહેવું અને અમારી આજ્ઞા ઉઠાવવી. સાધ્વી ગમે તેટલી મહાન હોય તો પણ એક અલ્પ સાધુ તો શું ! પણ અલ્પ પુરુષ પણ નહિ વંદે !! તેઓ પરિષદ, મહાસભાકે સભાઓના પ્રમુખ થવા કે મંત્રી થવાને લાયક છે. પણ આપણી જ્ઞાતિ કે સંઘના શેઠ કે સંઘપતિ, પ્રમુખ કે મંત્રીની પદવીને લાયક ગણાતા નથી અને સાધારણ રીતે આમ થઈ શકે, એ વાત સ્ત્રીઓને સૂઝતી પણ નથી. xxx આ સત્તા અને હક્કની વાત થતાં જ પુરુષવર્ગની અને તેમાં પણ રૂઢિ અને સ્થિતિચુસ્ત વર્ગની અસહિષ્ણુતા ભભૂકી ઊઠશે, એવી તેમને સોએ સો ટકા ખાતરી હોવાથી, આ જાતની મહત્ત્વાકાંક્ષા ઉદ્ભવતી જ નથી. , આ રીતે તેઓ તરફથી જૈન ધર્મને નિંદાનારાં અનેક લખાણો પ્રગટ થયાં છે અને વળી તે પુસ્તકાકારે બહાર પાડવાનું જાહેરનામું નીકળ્યું છે. સમાજમાં ફેલાવવામાં આવતું આ ઝેર, જતે દિવસ કેવું ભયંકર સ્વરૂપ પકડશે તે જણાવવાની આવશ્યકતા અમારે હોય નહિ. આવાં અધમ કોટીનાં લખાણો બહાર પાડીને મુગ્ધજનોની શ્રદ્ધા ઉપર તેઓ લૂંટ ચલાવી રહ્યા છે, અને તેને વિચાર-સ્વાતંત્ર્યનું ઉપનામ આપી લોકોને તેની જાળમાં ફસાવવા માંગે છે. કોઈપણ જાતના પુરાવા વિના ગીતાર્થોને સ્વાર્થી અને પૂર્વાચાર્યોને ભ્રષ્ટ બુદ્ધિના કહેવાનો, “ઇતિહાસના અંગારા અને ઇંદ્રજાળીઆ' આવાં આવાં વિશેષણો આપવાનો, તેમને શું અધિકાર છે ! એટલું પણ પૂછવા માટે, શું આજે સમાજ Page #587 -------------------------------------------------------------------------- ________________ પકક સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - 558 તદ્દન નામર્દ બની ગયો છે ! શું જૈન પૂર્વાચાર્યો માટે આટલું પણ માન આજે નથી રહ્યું ! શું જૈનસમાજને તેનાં જિનમંદિરો અને મૂર્તિઓના આરાધનથી કાંઈપણ ફાયદો નથી જણાતો ! શું જૈન સમાજ પોતે હયાત રહીને પણ, તેના હિતને માટે લખાયેલાં શાસ્ત્રોને ઉખેડી નંખાવવા અને ભસ્મીભૂત કરાવવા માંગે છે ! અથવા શું જૈનસમાજ જગતમાં અગ્રપદે બિરાજમાન ત્યાગમાર્ગમાં પોતાના તરફ અને ઉદ્ધારક ધર્મગુરુઓનો વહેલામાં વહેલો વિચ્છેદ જોવા માંગે છે! જો તેમ નથી તો શા માટે આવા ધર્મદ્રોહી લેખકો અને તેને લખાવનારાઓની ખબર નથી લેવાતી ? અમે વર્તમાન જૈન સમાજને પૂછીએ છીએ કે શું તેને આ વીસમી સદીના કહેવાતા પેટભરા-સ્વાર્થી-સ્થાનભ્રષ્ટ લેખકોની કલમો દ્વારા પ્રસરી રહેલ ભયંકર વિષથી પોતાનું તથા પોતાની ભાવિ પ્રજાનું અનિષ્ટ નથી દેખી : શકાતું ! તેના પરમ નિઃસ્પૃહી અને અદ્વિતીય પ્રમાણિક પૂર્વાચાર્યો કરતાં આ ભાડૂતી લેખકોની કિંમત શું અધિક આંકે છે ! એમ માનવાને કોઈપણ તૈયાર થાય જ નહિ. અમે આથી અખિલ ભારતવર્ષના તમામ સંઘનાયકોને, ઓ જાતના વિષનો વધુ ફેલાવો થતો અટકાવવા માટે અને જૈનજાતિમાં ઉત્પન્ન થયેલા આ કુલાંગારોને તેઓના અક્ષમ્ય અપરાધનું યોગ્ય શાસન આપવા માટે, અમે ઉદ્દઘોષણાપૂર્વક અપીલ કરીએ છીએ. પૂજ્ય સાધુ-સાધ્વીઓએ પણ હવે પોતાના સંયમના નિર્વાહ માટે તેમજ તેમને અનુસરી રહેલ શ્રદ્ધાળુ વર્ગના હિતને માટે, આ સંબંધમાં યોગ્ય પ્રયત્ન કરવાનો સમય આવી લાગ્યો છે એમ અમારું નમ્ર મંતવ્ય છે. લિ. શ્રીસંઘના સેવકો, કેસરીચંદ હીરાચંદ ઝવેરી લાલભાઈ ચંદુલાલ ઝવેરી શેઠ મણીલાલ કરમચંદ શેઠ મોતીલાલ પુંજમલ લલ્લુભાઈ ધનજી શાહ ચુનીલાલ માવજી શાહ Page #588 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ મુનિપ્રવરશ્રી વિરોધીઓના આંતર સ્વરૂપનું ઉદ્ઘાટન કરે છે. “જાણકાર'ના તખલ્લુસથી “જૈન યુવક સંઘ પત્રિકાએ ફેલાવેલી તદન બનાવટી અફવા ! મુંબઈમાં સ્થપાયેલા જૈન યુવક સંઘની ધર્મનાશક પ્રવૃત્તિથી કોઈ અજાણ્યું નથી. તેણે પૂજ્ય મુનિ મહારાજાને નિંદવાની પ્રવૃત્તિઓ કરવામાં આજ સુધી કશી જ કમીના નથી રાખી. પોતાના પરમ ગુરુદેવોની છત્રછાયા નીચે અહીં લાલબાગમાં બિરાજતા મુનિપ્રવર શ્રીમદ્ રામવિજયજી મહારાજ, કે જેઓ ઉન્માર્ગોનું ઉન્મેલન કરનારી અને મોક્ષમાર્ગનું પ્રતિપાદન કરનારી દેશના નિરંતર આપી રહ્યા છે, તેઓને હલકા પાડવા માટે અને તેઓની દેશના અટકાવવા માટે અનેકાનેક પ્રયત્ન કરવા છતાં, નિષ્ફળ નીવડવાથી “હાર્યો જુગારી બમણું રમે' એ કહેવત અનુસાર એક છેલ્લો દાવ ખેલવામાં આવ્યો છે, અને તે દ્વારા ઇક્યું છે કે, મુનિપ્રવર શ્રીમદ્ રામવિજયજી મહારાજ કોઈપણ રીતે હલકા પડે અને આપણે આપણું ધાર્યું કરી શકીએ; પણ તેઓની તે ધારણા આકાશ-કુસુમ મેળવવા જેવી છે. આ છેલ્લા દાવમાં તેઓએ ભયંકર જૂઠનું સેવન કરવા સાથે, મૂર્ખતાનું પણ વિચિત્ર પ્રદર્શન કર્યું છે. તે દર્શાવવા માટે બુધવાર તા. ૨૯-૩-૩૦ના દિવસે વ્યાખ્યાન સમાપ્ત થવા અગાઉ મુનિપ્રવરશ્રીએ જે ખુલાસો કર્યો છે, તે જનતાની જાણ માટે રજૂ કરવામાં આવે છે - મુનિપ્રવરશ્રીનો ખુલાસો - “નિરંતર વ્યાખ્યાનમાં આવતાં તમે જાણો જ છો કે, વર્તમાન રાજદ્વારી હિલચાલના સંબંધમાં, તે હિલચાલમાં પ્રકટ થયેલી આપણને હિતકારી એક-બે બાબતો સિવાય કોઈપણ દિવસ આપણે કશું જ બોલ્યા નથી. વિરોધ કરનારાઓએ આજ સુધી અનેક રીતે વિરોધ કર્યો, પણ તેઓ તદ્દન ઉન્માર્ગે હોવાથી જરા પણ ફાવી શક્યા નથી. એકાંત હિતબુદ્ધિથી કહેવાયેલા એક વાક્યને ઉપાડી, ઠામ ઠામ દોડાદોડ કરી અને વસ્તુસ્થિતિથી અજ્ઞાન લોકોને ભેળાં કરી, ઠરાવો કર્યા અને કાગળના ઘોડે તે ઠરાવોને દોડાવ્યા. પણ તેમાંયે તેઓએ ભયંકર નિષ્ફળતા મેળવી અને પરિણામે એ ચળવળના એક Page #589 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – 558 આગેવાનને કબૂલ કરવું પડ્યું કે, “દારૂ ઈંડા પ્રકરણની ચર્ચા કોઈ તત્ત્વ ઉપર ઊભી થયેલી નહોતી, તેથી તેને લગતી આખી હિલચાલમાં આપણે પહેલાંથી છેલ્લે સુધી ખાલી આવેશને વશ બનીને ધમાલ કરી છે, એમ કહ્યા વિના નહિ ચાલે અને તેથી જ આપણે આ બાબતમાં જૈનેતર વર્ગમાં ભારે હાંસીપાત્ર બની રહ્યા છીએ, એમ તટસ્થ જોનારને કબૂલ કરવું પડશે. પ્રવચનકાર કે ઉપદેશકારને આવી રીતે ઉપદેશ કરવાનો હક્ક છે. પ્રસ્તુત ચર્ચા નિરર્થક હતી અને અનર્થકારક બની છે? વિગેરે. આ ઉપરાંત વ્યાખ્યાન બંધ કરાવવા માટે પણ બધે ફરી વળ્યા, પણ તેમાંય પાછા જ પડ્યા. આવી રીતે એ બધી જ બાબતોમાં પાછા પડવાથી હવે તેઓ, એક નવો જ દાવ ખેલી જુએ છે અને કોઈપણ રીતે એ ધૂળ ઉડાડવાનો ફૂટે પ્રયત્ન આદરે છે. એઓએ જોયું કે, અત્યારે સત્યાગ્રહની હિલચાલ જોસભેર ચાલી રહી છે, એટલે તેને માટેના કંઈક અયોગ્ય શબ્દો મહારાજના મુખમાં મૂકીએ, તો આપણી ફાવટ થાય એમ માનીને એક અથડામણ ઊભી કરનારો કિસ્સો ઉપસ્થિત કર્યો છે. પણ એ કિસ્સો ઊભો કરવાની ઘેલછામાં અને તેની પ્રસિદ્ધિ કરી સાધ્યસિદ્ધિ કરી લેવાના તાનમાં, તેઓ એ પણ ભૂલી ગયા કે, શ્રી જિનેશ્વરદેવના પ્રવચનને પામેલો અને પ્રભુમાર્ગને જાણનારો એવું ગાંડું ન જ બોલે, કે જે ચારની વચ્ચે પુરવાર કરવું પણ ભારે પડે : બિચારા વિરોધ કરનારા સીધો હલ્લો ન લાવી શકે, એટલે બનાવટી વાતો ન નિપજાવે તો બીજું કરે પણ શું? હું તો રોજ કહું છું કે, દુનિયાની કાર્યવાહી સાથે સાધુઓને કશું જ લાગતુંવળગતું નથી. સાધુ તો સારા સંસારને એટલે કે રાજ્ય, ઋદ્ધિ, સિદ્ધિ અને સાહ્યબી વિગેરે તમામને અસાર માને છે : કેવળ એક મોક્ષને જ વાસ્તવિક રીતે સારભૂત માને છે. શ્રી જિનેશ્વરદેવે એ જ કહ્યું છે અને અમે પણ એ જ માનીએ છીએ અને અહીં આવે એને રોજ એ જ સંભળાવીએ છીએ. દર્શન, જ્ઞાન અને ચારિત્ર સિવાય ચોથી કોઈ વસ્તુની વાત આપણે કરતા નથી : માત્ર એ રત્નત્રયીનું જ મંડન કરીએ છીએ. આથી તો વિરોધીઓ સમજ્યા કે, “અહીં તો સમ્યગુદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્મચારિત્ર સિવાયની ચોથી વાત જ થતી નથી. એટલે જ એ લોકોએ નવો દાવ ફેંક્યો અને આ (મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા) પત્રિકામાં “જાણકાર'ના તખલ્લુસથી જાહેર કર્યું કે, રામવિજયજી કહે છે કે, “આ લડતમાં ગાંધીને પૈસાની કે માણસની મદદ કરવી તે પાપ છે, કારણ ગાંધી મીઠાની ચોરી કરવા જાય છે, તેથી સાચા શ્રાવકોનો ચોરીમાં કદાપિ કોઈ Page #590 -------------------------------------------------------------------------- ________________ 569 પરિશિષ્ટ-૩ – - ૫૬૯ પ્રકારનો સાથ હોય જ નહિ.” તેમજ “ખાદી ન પહેરવાની બાધા આપી રહ્યા છે વિગેરે. આ પ્રમાણેની જાહેરાત કરીને તેઓએ પોતાની જાતને બરાબર ઓળખાવી છે. સત્યાગ્રહની હિલચાલના નાયક પોતે જગતના ચોગાનમાં ખુલ્લું કહીને જાય છે, પોતાને કેમ પકડતા નથી એવી દાંડી પીટી પીટીને જાય છે, એંસી જણ સાથે ન પકડે તે એંસી હજાર સાથે કેમ પકડશે ? એમ કહીને આવી ખુલ્લી રીતે જનારને કોઈપણ ચોર કહે ખરો ? ખરેખર, આ પત્રિકાના કાઢનારાઓએ બુદ્ધિનો સહેજ પણ ઉપયોગ કર્યા વિના જ આ લખાણ પ્રગટ કર્યું છે. ઈર્ષ્યાથી આવી રીતે પામર આત્માઓ બનાવટી વાતો ઊભી કરે છે. આ બધું કહેવાની આપણને જરૂર નહોતી, પણ આ લોકોએ આપણને ફરજિયાત બોલવાનો પ્રસંગ આપ્યો છે. જે વખતે જે પ્રવૃત્તિ ચાલતી હોય, તેના ઓઠા તળે વિપ્લવ જગાડવાની એઓની દુષ્ટ મનોવૃત્તિ સ્પષ્ટ થાય છે. જૈન યુવક સંઘના સેક્રેટરીઓ, સોલિસિટર, પ્રોફેસર અને અન્ય ડીગ્રીઓને ધારણ કરનારા છે : એના સભ્યોમાં પણ એલ.એમ. એન્ડ એસ, કે. એમ. બી. બી. એસ. વિગેરે ડીગ્રીધરો છે, પરંતુ દુર્ભાવના જાગે ત્યારે વિદ્યાનો દુરુપયોગ કરવાનું જ મન થાય છે, તેનું આ સ્પષ્ટ ઉદાહરણ છે. દુર્ભાવનાને આધીન થયેલો ખોટું બોલતાં કે લખતાં જરાયે અચકાતો નથી. પરંતુ હું કહું છું કે, આથી એમની પ્રતિષ્ઠા ઘટે છે અને ડીગ્રીઓ લાજે છે. જેમના પગલે ચાલવાનો તેઓ દેખાવ કરે છે, એમણે “તો કહ્યું છે કે, “આ લડત શરૂ થયા પછી ભણનાર વિદ્યાર્થી, કૉલેજિયન, વકીલ અને વેપારી જો સ્કૂલ, કૉલેંજ, કોર્ટ કે દુકાન ન છોડે તો તે દેશના દ્રોહી છે” હવે વિચાર કરશો તો માલૂમ પડશે કે, દેશના વાસ્તવિક દ્રોહી કોણ છે ? જેઓ આજે વાતો કરે છે, તેઓને તપાસો તો વસ્તુતઃ દંભ જ જણાઈ આવશે. દેશની હિલચાલના નાયકો આવાઓને સારી પેઠે ઓળખે છે. દેશનાયકો જે કૉલેજોને પોષવાની પોકારી પોકારીને ના કહે છે, તે કૉલેજોને આ લોકો જ પુષ્ટ કરી રહ્યા છે. હિંસા કરીને પણ ડૉક્ટરી લાઇન ચલાવી રહ્યા છે, એ શું ઓછું શરમભર્યું નથી ? જે સમયે રાજકીય પ્રવૃત્તિમાં પણ અહિંસક રહેવાની ઉદ્યોષણાઓ થાય છે, તે સમયે વિદ્યાભ્યાસમાં પણ હિંસાનું સમર્થન કરનારા આ લોકો જ છે. કોર્ટમાં ગયા વિના એક દિવસ પણ રહી શકતા નથી. રાજ્યનાં ખાતાંઓને એ નિભાવે છે, કારખાનાંઓ ખોલાવે છે અને વળી દેશભક્તિના ઘવાઓ પણ એઓ જ કરે છે ! દેશહિતથી વિપરીત વર્તન કરનારા આ ડિગ્રીધરો છે કે સાધુઓ છે, તે જગતથી અજાણ્યું નથી. તેમનામાંના કેટલાએ વકીલાત છોડી ? કેટલા ઘર છોડી ગયા ? કેટલા જેલમાં જવા તૈયાર થયા ? હું તો કહું છું કે, દેશની સુલેહ થાય ત્યારે દેશદ્રોહી તરીકેના પ્રથમ ચાંદને લાયક Page #591 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ આવાંઓ જ ઠરશે. આપણે તો કહી શકીએ તેમ છીએ કે, ‘અમે ધર્મક્રિયાઓમાં રક્ત હતા, દર પંદર દિવસે દેશની, દેશનાયકોની, પૂરજનોની અને જગતભરની શાંતિ માટે, ‘શાંતિર્ભવતું’ના પાઠથી શાંતિ ઇચ્છતા હતા. દુનિયાભરની શાંતિ માટે અમારી પ્રાર્થના ચાલુ જ હતી.” એટલે દેશ તથા દુનિયા માટે આપણી પ્રવૃત્તિ તો ઉ૫કા૨ક છે. યંત્ર, મિલ, કારખાનાં એ બધાને જૈનશાસનમાં પાપ માનેલ છે. જૈનધર્મની દૃષ્ટિએ પંદર કર્માદાન (હિંસક વ્યાપારો)ના આપણે સખ્ત વિરોધી છીએ. વર્તમાનમાં આરંભ-સમારંભને વધારનારું જે શિક્ષણ દુનિયામાં અપાઈ રહ્યું છે, તેની તો જૈન સાધુઓ ના પાડતા જ આવ્યા છે. આજે દેશના નામે વાતો કરનારા એ શિક્ષણ છોડી શકતા નથી, એનું શું કારણ છે ? ૫૭૦ 570 શું તમને એમ નથી લાગતું કે, આ વાતો કરનારાઓને કાંઈ પણ અમલ નથી ક૨વો અને માત્ર ધર્મ પ્રત્યે જ વૈર કેળવવું છે ? મારી તમને સલાહ છે કે, એવાઓને ઝપાટે ચડી ધર્મને ન ભૂલશો, ધર્મ ભૂલ્યા તો બધું બરબાદ ! ધર્મ · ભૂલીને દેશની કે કશાની આબાદી કોઈ કરી શક્યું નથી; કરી શકતું નથી અને કરી શકશે પણ નહિ. દેવ-ગુરુ-ધર્મને આધા મૂક્યા તો બરબાદ થશો અને ગાંડામાં ખપશો. પરમ તારક શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું પાલન થાય એવી જ બધી જ પ્રવૃત્તિ કરો અને એ આજ્ઞાનો ઘાત થાય એવી પ્રવૃત્તિઓને છોડી દો ! એ પરમ તારકની આજ્ઞાના સેવનમાં ફક્ત સ્વનું જ નહીં પરંતુ સમસ્ત વિશ્વનું કલ્યાણ સમાયેલ છે. મુંબઈ તા. ૧૧-૬-૧૯૩૦ લિ. શા. હઠીચંદ દીપચંદ સંપાદક : જૈન પ્રવચન Page #592 -------------------------------------------------------------------------- ________________ આધાર સ્થંભ સન્માર્ગ પ્રકાશનના શુભકાર્યમાં આત્મીયભાવે અત્યંત મહત્ત્વનો ફાળો આપી આધારસ્તંભ બનનારા પુણ્યવાનોની શુભ નામાવલિ ૧. ભોરોલતીર્થ નિવાસી મહેતા શાંતિલાલ હરીલાલ ૨. હસમુખલાલ ચુનિલાલ મોદી ૩. રમીલાબેન મહેન્દ્રભાઈ ચીમનલાલ શાહ ૪. માણેકલાલ મોહોલાલ ઝવેરી ૫. ભોરોલતીર્થ નિવાસી સંઘવી સ્વરૂપચંદ મગનલાલ હ. વાડીલાલ ૬. ભોરોલતીર્થ નિવાસી વોહે૨ા જેવતલાલ સ્વરૂપચંદ અમદાવાદ ૭. શાહ, પ્રેમચંદ ઈશ્વરલાલ મુંબઈ ૮. શ્રીમતી કંચનબેન સારાભાઈ શાહ હ. વિરેન્દ્રભાઈ (સાઈન્ટીફીક લેબ) અમદાવાદ ૯. ઝવેરી કુમારપાળ બાલુભાઈ ૧૦. શાહ જોઈતાલાલ ટોકરદાસ હ. શાહ દિનેશભાઈ જે. ૧૧. શાહ છબીલદાસ સાકળચંદ પરિવાર ૧૨. શાહ ભાઈલાલ વર્ષીલાલ (રાધનપુર) હ. શાહ રાજુભાઈ બી. ૧૩. ભોરોલતીર્થ નિવાસી સંઘવી મણીબહેન મનજીભાઈ હ. ચંપકભાઈ ૧૪. શાહ દલપતભાઈ કકલભાઈ (પીલુચાવાળા) ૧૫. સંઘવી શાંતિલાલ વાડીલાલ ૧૬. શાહ બાબુલાલ મંગળજી પરિવાર ૧૭. શ્રીમતી કંચનબેન કાંતિલાલ મણીલાલ ઝવેરી હસ્તગિરિ પ્રતિષ્ઠા સ્મૃતિ નિમિત્તે ૧૮. પાલનપુર નિવાસી શાહ શશીકાંત પૂનમચંદ ૧૯. શાહ ચમનલાલ ચુનીલાલ ધાનેરાવાળા ૨૦. શાહ મંગળદાસ માનચંદ લિંબોદ્રાવાળા . ૨૧. ઝવેરી જીતુભાઈ ઝવેરચંદ ૨૨. શાહ લાલચંદ છગનલાલ પરિવાર પિંડવાડાવાળા ૨૩. ધાનેરા નિવાસી શાહ ચંદનબેન કનૈયાલાલ હ. નરેશભાઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ સુરત ૨૪. સુશીલાબેન પ્રતાપભાઈ દલાલ ૨૫. સાલેચ્છા ઉકચંદજી જુગરાજજી ૨૬. શાહ જયંતિલાલ આત્મારામ મુંબઈ મુંબઈ મુંબઈ નવસારી સુરત સુરત ભાભર ઉંબરી પાટણ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ નવસારી પાટણ અમદાવાદ અમદાવાદ ૨૭. શ્રીમતી પ્રવિણાબેન ચંપકલાલ ગાંધી મુંબઈ ૨૮. શ્રીમતી સવિતાબેન મફતલાલ વારીયા હ: કીર્તિભાઈ મફતલાલ વારીયા મુંબઈ ૨૯. છોટાલાલ નાથાલાલ શાહ ૩૦. સીતાદેવી પોદ્દાર મુંબઈ મુંબઈ Page #593 -------------------------------------------------------------------------- ________________ સહયોગી સન્માર્ગ પ્રકાશનના શુભકાર્યને પોતાનું માની આગવો ફાળો આપી સહયોગી બનનારા પુણ્યાત્માઓની શુભ નામાવલિ. ૧. હેમચંદભાઈ મોતીચંદભાઈ ઝવેરી મુંબઈ ૨. અમુલખભાઈ પૂનમચંદભાઈ મહેતા હ. કુમારભાઈ આર. શાહ સુરત ૩. રમણિકભાઈ રેવચંદભાઈ શાહ ધાનેરાવાળા હ. અરવિંદભાઈ આર. શાહ સુરત ૪. સંઘવી સોહનરાજજી રૂપાજી મુંબઈ ૫. શ્રીમતી નિર્મળાબેન હિંમતલાલ દોશી હ. શ્રી ભરતભાઈ હિંમતલાલ દોશી . મુંબઈ ૬. શ્રી કેશવલાલ દલપતલાલ ઝવેરી શ્રી સુંદરલાલ દલપતભાઈ ઝવેરી મુંબઈ ૭. શ્રી મણીલાલ નીહાલચંદ શાહ હ. રતિલાલ મણીલાલ શાહ મુંબઈ ભાંડોતા ૮. સ્વ. શાહ મૂળચંદ ધર્માજી તથા તેમના ધર્મપત્ની પારૂલબહેન મૂળચંદજી પરિવાર ૯. સ્વ. ભીખમચંદજી સાકળચંદજી શાહ રતનચંદ ફુલચંદ ૧૦. શાહ પારૂબહેન મયાચંદ વરઘાજી ૧૧. શાહ મણીલાલ હ૨ગોવનદાસ નેસડાવાળા હ. પ્રવિણભાઈ ૧૨. શ્રીમતી જયાબહેન પાનાચંદ ઝવેરી હ. પાનાચંદ નાનુભાઈ ઝવેરી ૧૩. શ્રી દીપચંદ લલ્લુભાઈ તાસવાળા ૧૪. શાહ બાબુલાલ નાગરદાસ પટોસણ (ઉ.ગુ.)વાળા ૧૫. શાહ અમીચંદ ખીમચંદ પરિવાર હ. યોગેશભાઈ તથા નિકુંજભાઈ ૧૬. શાહ માણેકલાલ નાનચંદ ૧૭. શાહ મયાચંદ મુલકચંદ પરિવાર ૧૮. શાહ બબાભાઈ ડાહ્યાલાલ રોકાણી (જૂના ડીસાવાળા) ૧૯. શ્રી ચુનીલાલ માણેકલાલ દડીયા ૨૦. વીરચંદ પુનમચંદજી દલાજી (બાપલાવાળા) હ. તુલસીબેન, કસુંબીબેન, સમુબેન ૨૧. અ.સૌ. પુષ્પાબેન મફતલાલ દલીચંદજી શાહ ૨૨. મેઘજી સાંગણ ચરલા હ. માલશી - ખેતશી મેઘજી ચરલા ૨૩. સ્વ. રસીકલાલ ચિમનલાલ ઝવેરી હઃ અભયભાઈ ૨૪. શાહ મફતલાલ જેશીંગભાઈ હ: ભરતભાઈ ૨૫. વીણાબેન ધીરજલાલ કપાસી ૨૬. શ્રીમતી આશાબેન કીરીટભાઈ શાહ ૨૭. વોહે૨ા ૨ામચંદ હકમચંદ પૂ.સા.શ્રી જયપ્રશાશ્રીજી વિજયપજ્ઞાશ્રીજી સંયમસ્મૃતિ ૨૮. કલાબેન કાંતિલાલ પનાજી મુંબઈ જેતાવાડા સુરત મુંબઈ સુરત મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ આલવાડા આધોઈ-કચ્છ મુંબઈ નવસારી મુંબઈ મુંબઈ રામપુરા જેતાવાડા-મુંબઈ Page #594 -------------------------------------------------------------------------- ________________ भाटे मावन सभ्य मात्र ३. ५0p0/ पुस्तो &ત્યા પ્રકાશન જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧ Ph. : 2535 2072, Fax : 2539 2789, E-mail : sanmargp@icenet.net સારા એરિયામાં માત્ર એક ક્વેઅર ફુટ જગ્યા મળે એટલી જ રકમમાં જીવનભર માટે જીવનને અધ્યાત્મના ઉજાસથી ભરતા અઢળક પુસ્તકો મેળવો! જન્મા પ્રકાશન દ્વારા પ્રકાશિત થતાં પુસ્તકો જેન આચાર, વિચાર અને તત્ત્વજ્ઞાનને ખૂબ જ સરળ ભાષામાં, સુબોધ શૈલીમાં, આકર્ષક રૂપરંગમાં પ્રસ્તુત કરે છે. દસ વર્ષના ગાળામાં દોઢસો જેટલાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. એક એક પુસ્તકે કેંકનાં જીવન પલટ્યાં છે. નવી દૃષ્ટિ આપી છે. મૂરઝાયેલી ધર્મચેતનાને ફરીથી જીવતી અને જાગતી કરવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે. પ્રતિવર્ષ લગભગ ૮૦૦ થી ૧000 પાનાં જેટલું શાસ્ત્રાનુસારી માર્ગસ્થ સાહિત્ય ઘેરબેઠાં પ્રાપ્ત થશે. માત્ર લાભ જ લાભ આ યોજનામાં હોઈ આજે જ રૂ. ૫000/- ભરી સભા પ્રદાન - પુસ્તક યોજનાના આજીવન સભ્ય બનો. | सभ्य बनतiनी साथे ४ तमारी पसंहान ३. १०००/-Fi पुस्ती मेट अपाशे. પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિઃ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથમાળા જ १. जीवनसाफल्यदर्शनम् (श्री विजय रामचन्द्रसूरि) प्रत ५०.०० २. दर्शनशुद्धिप्रकरणम् (बृहवृत्ति सह) प्रत १००-०० • ३. धर्मोपदेश काव्यम् सटीक (श्री लक्ष्मीवल्लभगणि) प्रत ६०-०० ४. नवस्मरण-गौतमस्वामी रास (मोटा टाइप) प्रत ६३-०० .. ५.. इन्द्रियपराजयशतक सटीक (श्री गुणविनयगणि) प्रत ६०-०० .. ६. दीपोत्सवकल्प (श्री हेमचन्द्रसूरि) प्रत ५०-०० .७. श्रीश्रीपालचरित्रम् (श्री ज्ञानविमलसूरि) प्रत ६५-०० ८. श्रीश्रीपालचरित्रम् (श्री सत्यराजगणि) प्रत १००-०० ९. योगविंशिका-प्रकरणम् सटीक (भाषांतर) पुस्तक २५-०० १०. हितोपदेशः सटीक (श्री प्रभानंदसूरि) प्रत ३००-०० ११. उत्तराध्ययनसूत्र सटीक प्रत (पं. श्री. भाव वि.) प्रत ३००-०० १२. षड्दर्शन समुच्चय (गुज. भावानुवाद) भाग-१ पुस्तक १३०-०० .. १३. षड्दर्शन समुच्चय (गुज. भावानुवाद) भाग-२ पुस्तक १५५-०० १४. हितोपदेशः (मूल-वृत्ति-कथा-तुला-टिप्पणीसमन्वितः) पुस्तक १७५-०० १५. हितोपदेशः (कथारहित-वृत्तिसमन्वितः) पुस्तक ७५-०० १६. पिंडनियुक्ति पराग २५-०० १७. ओघनियुक्ति पराग २५-०० Page #595 -------------------------------------------------------------------------- ________________ * પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળા નં. નામ ૧. સ્મૃતિ ગ્રંથમાળા (૨૧-૨૨ પુસ્તકોના ચાર સેટ) ૨. સ્મૃતિ ગ્રંથમાળા (૨૧-૨૨ પુસ્તકોનો પાંચમો સેટ) ૩. ભગવાને ભાખ્યા ભાવિના લેખ ૪. સમ્યગ્દર્શન (અપ્રાપ્ય) ૫. આચારાંગ સૂત્રનાં (ધૃતાધ્યયન)-વ્યાખ્યાનો (ભાગ-૧ થી ૧૫) ૨૦૦૦| ૬. જૈનશાસનની મિલકત (અપ્રાપ્ય) (અપ્રાપ્ય) ૪૦/ ૫૦/ ૭. આત્માની ત્રણ અવસ્થાઓ ૮. સનાતન સત્યનો સાક્ષાત્કાર ૯. વંદિત્તા સૂત્રનું વિવરણ ૧૦. રામાયણનો રસાસ્વાદ ૧૧. આર્યસંસ્કૃતિનો આદર્શ ૧૨. વિંશતિ-વિંશિકા ૧૩. નિનશાસન જે પ્રતિ મારા ઉત્તરવાયિત્વ * અન્ય પ્રકાશનો * ૧. સન્માર્ગદર્શન ભાગ-૧ ૨. સન્માર્ગદર્શન ભાગ-૨ 3. त्रैलोक्य प्रकाश ૪. મૃત્યુની મંગળપળે - સમાધિની સાધના ૫. અરિહંતના અતિશયો ૬. અર્હન્નમસ્કારાવલી ૭. વિશ્વવિજ્ઞાન પ્રાચીન અને નવીન ૮. દ્રવ્યસપ્તતિકા ૯. પ્રેરક પરિવર્તન ૧૦. ભાવપ્રતિક્રમણનું તાળું ખોલો ૧૧. વૈરાગ્યશતક-ઈન્દ્રિયપરાજયશતક ૧૨. નેમિદૂત કાવ્યમ્ ૧૩. શ્રાદ્ધવિધિ પ્રકરણ (ગુજરાતી ભાષાંતર) ૧૪. સૂત્રસંવેદના ભાગ-૧ ૧૫. સૂત્રસંવેદના ભાગ-૨ ૧૬. શ્રમણ ઉપયોગી સૂત્ર-સાર્થ ૧૭. શ્રાવકધર્મ-ધર્મસંગ્રહ સારોદ્વાર ભાગ-૧ ૧૮. શ્રમણધર્મ-ધર્મસંગ્રહ સારોદ્વાર ભાગ-૨ કિંમત (અપ્રાપ્ય) ૧૨૫/ (અપ્રાપ્ય) ૧૯. પ્રાકૃત-સંસ્કૃત રાજોરા ૨૦. અગમ્ય જીવસૃષ્ટિ ૨૧. માંદગીમાં મનની માવજત (અપ્રાપ્ય) · (અપ્રાપ્ય) , ૬૦/ રૂ/ (અપ્રાપ્ય) (અપ્રાપ્ય) (અપ્રાપ્ય) ૫૦/ (અપ્રાપ્ય) ૨૦/ (અપ્રાપ્ય) ૧૦૦/ ૫૦/ ૬૦/ ૭૦૪ ૫૦/ ૧૨૫/ ૫૦/ ૬૦ ૪૦| ૬૦/ ૫૦/ ૪૦૬ (અપ્રાપ્ય) (અપ્રાપ્ય) Page #596 -------------------------------------------------------------------------- ________________ • પ્રવચનપ્રભાવક ગ્રંથમાળા - (પ્રવચનકાર : પૂ. આ. શ્રી વિજય કીર્તિયશ સૂ. મ. સા.) *ai. નામ ૧. પ્રવચનનું પ્રતિબિંબ ૨. નવપદ ઉપાસના ૩. નવપદના ઉપાસકો (શ્રીપાળ-મયણા) ૪. સાધના જીવનના ચડાવ ઉતાર ૫. ૬. જિનાજ્ઞા પરમમંત્ર પ્રાર્થના સૂત્રના માધ્યમે ૫રમાત્માને પ્રાર્થના ૭. માર્ગ : દુઃખમુક્તિ અને સુખપ્રાપ્તિનો ૮. આત્મા જ સંસાર, આત્મા જ મોક્ષ ૯. અહિંસાનો પરમાર્થ ૧૦. ધર્મમાં ભાવવિશુદ્ધિની અનિવાર્યતા ૧૧. તપસ્યા કરતાં કરતાં હો ડંકા જોર બજાયા હો... ૧૨. સાધના અને સાધક * प्रवचनप्रभावक हिन्दी ग्रंथमाला : ૨૫/ ૨૦| ૨૫/ ૨૦૦ ૧૩. આત્મધ્યાનના અવસરે (અપ્રાપ્ય) ૧૪. સમકિતનો સંગ મુક્તિનો રંગ ૪૦/ ૧૫. જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન ૫૦/ ૩૦/ ૧૬. ઝાણું : (મનને જાણો ! મનને જીતો !) આગમ જાણો ! (સૂયગડ ંગ સૂત્રનાં વ્યાખ્યાનો ભા. ૧) ૧૮. આતમ જાગો ! (સૂયગડાંગ સૂત્રનાં વ્યાખ્યાનો ભા. ૨) ૧૭. ૬૦/ ૬૦/ ૧૯. બંધન જાણો ! બંધન તોડો ! (સૂયગડાંગ સૂત્રનાં વ્યાખ્યાનો ભા.૩) ૬૦/૨૦. જિનાજ્ઞા જીવનમંત્ર (અપ્રાપ્ય) १. जिनाज्ञा परममंत्र २. प्रार्थनासूत्र के माध्यम से परमात्मा को प्रार्थना ३. जैन संघ के अग्रणिओं को मार्गदर्शन ४. आत्मध्यान के अवसर पर ५. नवपद के उपासक श्रीपाल मयणा - - * English Books * કિંમત ૫૦/ ૬૦| ૪૦/ (અપ્રાપ્ય) 1. Jainism A Glimpse 2. Atma The Self 3. Dēvasia-raia Pratikramana Sutra ૩૦| (અપ્રાપ્ય) (અપ્રાપ્ય) (અપ્રાપ્ય) રૂ/ ૨૧/ ૬૦/ ૨૦/ ૦/ 20/ 25/ 30/ Page #597 -------------------------------------------------------------------------- ________________ પક્ષી ULL બુદ્ધિમાન જ છે. યા-ખોટાની પરીક્ષા કરે) કાકા શાળાના પ્રકાશન પાઢિવાર્ફિક સમાચાર સામાજ, सन्मार्गेणैव गन्तव्यं, नोन्मार्गेण कदाऽपि हि । सन्मार्गाजायते सिद्धि-सन्मार्गाववर्द्धनम् ।। મુન્ચાર્ગ પ્રકાશન : જૈન આરાધના ભવન ટ્રસ્ટ, પાછીયાની પોળ, : દર પંદર દિવસે રીલીફ રોડ, અમદાવાદ-380001. ફોન : 2535 2012 ગુજરાતી અને હિન્દી ભાષામાં E-mail: sanmargp@lcenet.net :25192789 જૈનત્વ જાગૃત કરતું પાક્ષિક જભા પ્રકાશન પારિવારિક જમાચાર પાક્ષિક પત્ર ગુજરાતી-હિંદી અલગ અલગ આવૃત્તિરૂપે ' ' ' દર પંદર દિવસે ઘરે આવી સૂતેલા આતમરામને ઢંઢોળી અનંત સુખના સ્વામી બનવાનો કિમીયો બતાવતું સન્માર્ગ પાક્ષિક જન-જનમાં જાણીતું અને માણીતું બની ચૂક્યું છે. વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સચોટ પ્રવચનાંશો તેમજ પ્રવચનપ્રભાવક પૂ. આ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ પ્રવચનોથી આ પાલિકનાં પૃષ્ઠો અલંકૃત બનેલાં છે. છે. તે ઉપરાંત જૈનશાસનનું તત્ત્વજ્ઞાન, સ્વાધ્યાયનો સથવારો, ચૂંટેલા શાસ્ત્ર શ્લોકો, જૈન આચાર-વિચાર, પૂજ્ય પુરુષોનો પરિચય અને મુંઝવતા પ્રશ્નોના શાસ્ત્રીય સમાધાનો આ પાક્ષિકની વિરલ વિશેષતા છે. સન્માતા ડઝનબંધ વિશેષાંકો ચતુર્વિધ શ્રીસંઘ ખૂબ જ આત્મીયતાથી સંઘરી રાખે છે; કેમ કે તે અંકો તે તે વિષયના પ્રામાણિક સંદર્ભો બની રહે છે. વર્ષે ૩૦૦થી વધુ પાનાં A4 સાઈઝના ઉજળા ભારે કાગળ પર બહુરંગીઓફસેટ પ્રિન્ટીંગમાં છપાતું સન્મા બાહ્યાભ્યતર આકર્ષક રૂપરંગ ધરાવે છે. માત્ર ૧૦૦૦/- રૂપિયા એકજ વાર ભરી આજીવનપર્યત ઘેર બેઠાં મેળવો. જે ભાષાની આવૃત્તિ જોઈએ તે લખી જણાવશો. જન્માપ્રકાશન જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧ Ph. : 2535 2072, Fax: 2539 2789, E-mail : sanmargp@icenet.net 'માત્ર ૧૦૦૦/- રૂ.માં જિંદગીનો અધ્યાત્મ વીમો ઉતરાવો. Page #598 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય આચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળા. 138 'આજ્ઞાને સર્વસ્વ માને તે સંઘ - સાધુ-બ્રાધ્વી, શ્રાવક-શ્રાવિકા આ 'ચાણ વિભાગમાં વહેચાયેલો શ્રીસંઘ પ્રભુની આજ્ઞાને જ સર્વસ્વ માનનારો હોય. અવસર આવ્ય પ્રભુની આજ્ઞા ખાતર એને જે છોડવું પડે તે બધું જ 'છોડવા તે તૈયાર હોય. પ્રભુના આ 'સંઘમાં આપણું સ્થાન અચળ રહે તે 'જોવાની જ આપણી પોતાની જ છે. Tife by Khustil Dasly 14, Fri, 722830377 | 1Sanmarg (079) 25352072 | ISBN-8-87163.755