SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૯ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ 396 આ વાસના એ જ મિથ્યાત્વ છે. ધર્મની આરાધનાના પ્રતાપે ભલે મળે બધું, પણ શાસ્ત્ર કહે છે કે, મેળવવાની ભાવનામાં પડ્યા તો એવા ભ્રષ્ટ થશો કે, પત્તો પણ નહિ લાગે. - સાધુ છકાય જીવના રક્ષક છે, ત્યારે શ્રાવક છકાય જીવના રક્ષણની ભાવનાવાળા હોવા છતાં પણ તેનું રક્ષણ કરી શકતા નથી. એ તો અનિચ્છાએ પણ ઘાતની ક્રિયા કરનારા છે અને એથી જ શ્રાવકને તપાવેલા લોઢાના ગોળા જેવા કહ્યા છે; એ જ્યાં પડે ત્યાં દાહ લગાડે; જ્યાં ગબડે ત્યાં છકાયની વિરાધના કરે; સાધુ એ છકાયના વિરાધકને છકાયની વિરાધનામાં સહાય કેમ કરે ? વારુ ! તમે સારા થઈને કરો શું ? સભાઃ જે કરતા હોય તે. તો સાધુઓ નિમિત્ત નહોતા તે બને ખરા ને ? ભિક્ષાના બેંતાલીસ દોષમાં બધું આવે છે. દરદી ગૃહસ્થની ચિકિત્સા, એ પણ સાધુ માટે દોષ છે. જેને ઘેર જાય એના બાળકને કેમ છે ?' કરી બોલાવવામાં પણ સાધુ માટે શાસ્ત્રમાં દોષ : કહ્યો, કેમ કે, પોતાના બાળકને મહારાજ બોલાવે છે, એવો એ બાળકના બાપને રાગ થાય. એ રાગમાં સાધુનું સ્થાન કાયમી જેવું થાય. સાધુપદનો રાગ તો અનુપમ છે, પણ આ તો પોતાના બાળકને બોલાવ્યો એ માટે થયેલા રાગની વાત છે. સાધુપદનો રાગ તો અસ્થિમજ્જા જોઈએ. શ્રી અરિહંતદેવની ભક્તિ એક જ ધ્યેયથી કે એમના જેવા થવાય. એ તારકે કર્મને હણ્યાં માટે એમની ભક્તિ કરવાની છે. જો બીજી ભાવના આવી તો ખોખાની ભક્તિ થઈ સમજજો. માતા-પિતા શરીરનાં કે આત્માનાં? હું વારંવાર પૂછું છું કે, તમે છોકરાના ખોખાનાં મા-બાપ કે છોકરાના આત્માનાં ? શરીરનાં મા-બાપ તો સિંહ, વાઘ, વરૂ પણ છે, તમે પણ એવાં છો ? સિંહણ પણ શું બચ્ચાંને નથી પાળતી ? પાળે છે ! બચ્ચાંના શરીરને જીભથી ચાટે છે, જીભથી સ્નાન કરાવે છે, ઉછેરે છે, બધું શીખવે છે. તમે પણ જન્મ આપો છો, દૂધ પાઓ છો, “આ મા, આ બાપ, આ સંબંધી, આ પેઢી, આ વેપાર” એ બધું બતાવો છો. હવે તમારામાં અને પશુ મા-બાપમાં ફરક શો ? આત્માના મા-બાપને બાળકની કઈ ચિંતા હોય ? સમ્યગ્દષ્ટિ મા-બાપ ખોખાનાં જ પ્રેમી ન હોય. એ તો એવો હાથ ફેરવે કે, આત્માની શુદ્ધિ કરનારા સંસ્કાર એનામાં પડે. એ મા-બાપ બાળક તરફની
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy