________________
395' – ૩૧ : સમ્યગ્દર્શન ઉપર મોક્ષનું મંડાણ – 3 – ૩૯૫
સભાઃ એ તો પોતાની ભક્તિ .
મારો એ જ મુદ્દો છે. દેવોની આ ભક્તિથી એમના વીતરાગપણામાં ખામી આવે ? નહિ જ. પણ એ દેવોને અટકાવનાર એ વખતે વીસમી સદીના આવા પંડિતો (?) ત્યાં નહોતા; હોત તો જરૂર સત્યાગ્રહ (?) કરત ને ? અને ભગવાનને પણ કહેતા કે, “તમારાથી તો અમે સારા, અમે તો જૂતા પહેરીએ છીએ અને તમે તો સોનાનાં કમળ પર પગ મૂકો છો.'
સભાઃ એવા શાઠયાગ્રહીઓને દેવતાઓ ઊંચકીને ક્યાંય ફેંકી દેત !
પણ ભાગ્યશાળીઓ ! એમ બોલવાને કશું જ કારણ નથી. કારણ કે, આવા હીણકર્મીની દૃષ્ટિએ ભગવાન પડે પણ નહિ અને પડે તો ત્યાં જેવું તેવું બોલવાની હિંમત પણ તેવાઓની ચાલે નહિ ! એ તારકના અતિશયો કેવા ? એ તારકની એક-એક ચીજ જોઈ ભવ્ય લોકો ધર્મ પામે; એ તારકની કાયા અને એ તારકનાં સમવસરણાદિ જોઈ અનેક યોગ્ય લોકો ધર્મ પામે; ઇંદ્રો, દેવો અને રાજા-મહારાજાઓ પણ એ તારકનાં ચરણોમાં પોતાનું શિર ઝુકાવે; પક્ષીઓ પણ એ તારકને પ્રદક્ષિણા દે; ઋતુ અનુકૂળ; વાયુ અનુકૂળ; જમીનમાંથી પણ સુગંધી બાષ્પ નીકળે; દેવો દોડાદોડ કરે અને માને કે, “જેઓ અહીં જન્મ્યા તેઓને ધન્ય છે ! કે વારંવાર પ્રભુનાં દર્શન કરે; રાજા-મહારાજાઓ પણ વારંવાર તક મેળવી દર્શન કરવા આવે; એ તારકના સમવસરણમાં ત્રણ તો . કિલ્લા હોય; વારંવાર ઇદ્રો આવીને હાથ જોડી જોડીને ઊભા રહે; ઓછામાં
ઓછા ક્રોડ દેવતા તો એ તારકની સેવામાં હોય જ. શ્રી તીર્થંકરદેવને કેવળજ્ઞાન થયા પછી તેમની સાથે ક્રોડ દેવતાથી ઓછા દેવ તો એક ક્ષણ પણ ન હોય. આ * સ્થિતિ છે, માટે એ તારકના વીતરાગપણામાં ખામી ગણાય ? ના, આવી સમૃદ્ધિમય સામગ્રી મળે, છતાં તેઓને લેશ પણ ઉત્સુક ન જ થાય. લબ્ધિ છતાં તે તરફ વિરક્ત. * પ્રભુ તો વીતરાગ છે, પણ પ્રભુશાસનના લબ્ધિધારી પણ ખાસ શાસનાદિકના હેતુ સિવાય એ લબ્ધિનો કદી ઉપયોગ ન કરે. શક્તિ એવી કે, પાત્રમાં ગમે તે ખરાબ પદાર્થ નાંખો, પણ ઘી, દૂધ કે અમૃત બની જાય. અંગૂઠો પાત્રમાં રાખે તો એ પાત્ર ખાલી જ ન થાય; ગમે તેટલા ખાય તોય ખાલી ન થાય; એમના શરીરને સ્પર્શેલો વાયુ જેને સ્પર્શે એના પણ રોગ મટી જાય. પણ આ લબ્ધિનો પોતાનો કોઈ પણ કારણે એ પોતે કદી ઉપયોગ ન કરે ! સભાઃ એવો દેખાવ પૂરતો પણ લબ્ધિનો ઉપયોગ કરવાનો એક કલાકનો
ટાઇમ રાખો, પછી જુઓ કેટલા આવે છે ?