________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
બનાવવી એમ નહિ; શક્તિ અગર સામગ્રી ન હોય તો ભલે માટીની પણ બનાવે ! પણ શક્તિમાન, સામગ્રીની હયાતીમાં હીરાની, માણેકની અને પન્ના વગેરેની પણ બનાવે ! એવી મૂર્તિને ચોરી જવાનો સંભવ છે માટે માટીની જ બનાવવી, એવો કાયદો શ્રી જિનેશ્વરદેવના શાસનમાં પણ નથી; પણ એ વાતને તો એ લોકો અડે જ નહિ. જે હેતુથી વિધાન કર્યું, તે હેતું જ ખાઈ જાય છે. એ હેતુના અભ્યાસ વિના વસ્તુ હાથ કદી ન આવે.
૩૯૪
394
બીજી ભાષા ભણવા માટે પણ એનો કક્કો ભણવો પડે છે. ભલે ગમે તેટલું' સારું ગુજરાતી ભણેલી વિદ્વાન હોય, પણ એને અંગ્રેજી ભણવું હોય તો પહેલાં A,B,C,D... ભણવી પડે, એ ભાષામાં આવતા શબ્દોની જોડણી ગોખવી પડે; મન:કલ્પનાથી જોડણી ન કરાય. જેની ભાષા જાણવી હોય તેનો પણ જો આટલો અભ્યાસ કરવો પડે, તો જેનો ધર્મ જાણવો હોય તેના માટે અભ્યાસ જ નહિ ? સમૃદ્ધિશાળી છતાં વીતરાગ !
કહે છે કે, ‘વીતરાગને આ શી સામગ્રી ?' ભલા આદમી ! વીતરાગ આવા હતા એવું કહ્યું પણ આ જ મહાપુરુષોઓને ? વીતરાગનું સ્વરૂપ એ બહુ સારું જાણતા હતા. એ વીતરાગદેવ માટે તો ત્રણ કિલ્લાનું સમવસરણ હતું ! આજે એવું કોઈ મંદિર છે ? કેવળજ્ઞાન થયા પહેલાં કાંઈ હોતું નથી.
દીક્ષા લે ત્યારથી કેવળજ્ઞાન થાય ત્યાં સુધી તો ભગવાન બેસતા પણ નથી, કદી બેસે તો ઉત્કટ આસને ! મધ્યાહ્ન કાળે જે મળે તે ભિક્ષા વાપરે અને પછી મહિનાના, બે મહિનાના, ચાર મહિનાના કે છ મહિનાના ઉપવાસ કરે; મહિનાઓ સુધી ઊભા ઊભા એક જ જગ્યાએ ધ્યાન ધરે; વર્ષોનાં વર્ષો સુધી દિનરાત ઊભા રહે; આવેલા ઉપસર્ગો અને પરિષહો સહે; એ ભગવાન પાસે એ વખતે કોઈ છત્ર ધરવા, ચામર વીંજવા કે સિંહાસન લઈને આવતું નહોતું. કદી કોઈ દેવ આવે તો નમતા. ભગવાન પોતે તો મૌન રહે ત્યાં કોઈ કરે શું ?
કેવળજ્ઞાન પહેલાં છઠ્ઠ તથા સાતમે ગુણસ્થાનકે હોય, ઉપર ચડે કે, અંતરમુહૂર્તમાં કેવળજ્ઞાન થાય. ભગવાનના દરેક કલ્યાણક વખતે ઇંદ્રોનાં આસન કંપે; દેવલોકમાં ઘંટ વાગે; નરકે પણ અજવાળાં થાય; સઘળે શાંતિ ફેલાય. કેવળજ્ઞાન થયા પછી તો દેવતાઓ ભગવાનને જમીન પર પગ પણ ન મૂકવા દે; માખણ જેવાં કોમળ સુવર્ણકમળો પગલે પગલે ગોઠવે. એ દેવોએ કે, વીતરાગ ભગવાનને રાગી બનાવાય ?'